________________
પર
વીત્યા હોવા છતાં તે હજી એક પણ પુત્રને પિતા બની શક્યો નહોતો. આ વાત ધીમે ધીમે પણ ભીમપિતામહના ધ્યાન પર આવે છે.
ભીષ્મ પિતામહ જુએ છે કે વિચિત્રવીર્ય બધી જ રીતે યોગ્ય છે. છતાંય આ કેવા દોષમાં આવી ગયે છે! ભીમ પિતામહને થયું હવે આ વાતનું મૌન–આ વાતની ઉપેક્ષા સારી નથી. તેમણે એકવાર કમળ અને પ્રેમાળ હૈયે વિચિત્રવીર્યને બેલાવીને વાત કરી. “ચકેરને ટકેર જ જરૂરી છે.”
ભીષ્મ પિતામહે કહ્યું, “એહ! વિચિત્રવીર્ય ! તું આટલે બધે દુર્બળ થયેલ છે. તારી નજીકમાં જ રહેલાં કામ શત્રુને જીતી નથી શકતો તે પિલા દૂરથી પ્રહાર કરતાં શત્રુઓને કઈ રીતે જીતીશ? ભાઈ, વિચિત્રવીર્ય! શું તું આ ત્રણેય અબલાઓને, નારીઓને, ત્રણેય સ્ત્રીઓને જીતી નથી શકતો, તો કાલે કઈ બળવાન શત્રુને કેવી રીતે જીતી શકીશ ? ભાઈ ! તને આ ન શોભે!” અને તે જ વખતે પ્રસંગ પામીને માતા સત્યવતીએ પણ કહ્યું-બેટા ! વિચિત્રવીર્ય! મેટી પિતામહી થવાના–દાદી થવાના મારા કેડ તું કયારે પૂરા કરીશ?”
આ ખાનદાનના નબીરાને આટલા શબ્દો પૂરતા હતા. શ્રી વિચિત્રવીર્ય વાતને મર્મ ન પામે તેવા મૂર્ખ ન હતા. તુરત જ ભાઈ ભીમના ચરણમાં પડ્યા.“ભાઈ ! આશીર્વાદ આપે....તમારા જેવા બ્રહ્મચારીના આશીર્વાદ કદી નિષ્ફળ નહીં જાય.” અને ભીમ પિતામહથી કહેવાઈ જાય છે. પુત્રવાન્ ભવ....?