________________
પર
પટરાણીઓ બની છે....હસ્તિનાપુર આજે કૃતાર્થ બન્યું છે ભીષ્મ પિતામહ પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ રહ્યો છે તેમ સમજી સંતોષમાં છે.
વિચિત્રવીર્યની ભયંકર કામાસક્તિ
માતા સત્યવતીને આ પ્રતાપી પુત્ર વિચિત્રવીયે રાજ્યધુરા કુશળતાથી સંભાળી. તેના રાજ્યકાળમાં હસ્તિનાપુરના લેકેએ શાંતિ અને સુખને અનુભવ કર્યો. ભાઈ ભીમના પડઘા એટલા વ્યાપક થઈ ગયા હતા કે પરરાષ્ટ્ર તેની સાથે સંધિ માટે તલપાપડ હતા. પોતાના રાજ્યમાં ચતુર મંત્રીઓ, પરાક્રમી સૈનિક, ઉદાર સૌજન્યશીલ શ્રેષ્ઠીએ અને કૃતજ્ઞ પ્રજાજને હતા. કોઈ વાતનું દુઃખ ન રહ્યું. પરિણામે વિચિત્રવીર્યને કઈ જ કાર્યબોજ ન રહ્યો. મ્ય અંતઃપુરની ત્રણેય સ્ત્રીઓએ ભેગ સુખની ત્રિપદી રચી.
કેઈપણ ફરિયાદ હતી નહીં. કોઈના અંગત જીવનમાં સળવળાટ કરવાની ભીષ્મ પિતામહને પણ જરૂર ન હતી. એટલે બેરેક–ટોક કામ સુખે વધવા માંડ્યા. વિચિત્રવીર્ય હદ પારનો વિલાસી બની ગયો. ત્રણેય સ્ત્રીઓમાં ભયંકર આસક્ત રહેવા લાગ્યો. પરિણામે તે ભયંકર કામાસક્તિએ તેને નપુંસક જે બનાવી દીધું. લગ્ન થયે ઘણાં વર્ષો