________________
૫૬
કેયલ જેવા મીઠા ટહુકે બોલાવે. પણ ગમે તેવી અવસ્થામાં આવેલાં પુત્રનું સ્વમાન જાળવે ત્યારે ખરા
પિતા.
s
જે માતા-પિતા પિતાની જ સંતતિને તિરસ્કાર કરશે તે સંતતિનું આખું ગામ તિરસ્કાર કરશે. જે પિતાની સંતતિને સન્માનશે તે સંતતિને આખું ગામ સન્મા
નશે.......... પર તમે આ સંસાર છોડીને–જગતુના પ્રાણી માત્રનું
હિત કરીને જગત્ પિતા તીર્થકર નથી બની શકતા પણ, એક સગૃહસ્થ તરીકે એક “સુપુત્ર” સંસારને મળે–એટલે પરિશ્રમ તો કરે.. બાળકને જયારે તમારી જરૂર છે તે અવસ્થામાં તમે એને નહીં મળે, તો તમારે જ્યારે તેની જરૂર હશે ત્યારે એ તમને કયાંથી મળશે?
બાળપણમાં તમે બાળકથી દૂર...!!!
તો તમારા વૃદ્ધત્વમાં બાળક તમારાથી દૂર.... !!! પર તમારા વસ્તી વધારો રોકવાવાળાએ સૂત્ર બનાવ્યું છે....
“બીજું બાળક હમણાં નહીં – બીજા બાદ કદી નહી.” પણ... ખરું સૂત્ર એ છે.” પહેલાં બાદ વિકાર નહીં....
બીજા બાદ વિલાસ નહીં.... અને બીજુ થયે કદી કામને ભોગ-વિલાસનો વિકાસ
નહીં....”