________________
૪૭
પત્ની રત્નતી છે. આ રત્નાવતીએ આ પુત્રીને જન્મ આપ્યો. છે. છીપમાંથી ખરેખર મેતી પ્રગટ થયું છે. આ પુત્રીને રનાંગદના કેઈ વૈરી એ લાવીને અહીં રાખી છે. આ પ્રભાવ સંપન્ન પુત્રીને ભવિષ્યમાં શાંતનુ પરણશે”...
નાવિકરાજ આગળ ચલાવે છે. મહામાનવ ભીમ! હું આ પુત્રીને લઈને કૃતકૃત્ય થયે. મારે વિચાર સીધે હતો મારી સમજ સરળ હતી. શાંતનુના લગ્ન સત્યવતીની સાથે જ થવાના છે, તો આ પુત્રી નકકી રાજરાણી બનશે અને રાજરાણી બનશે તે એક દિવસ નકકી રાજમાતા બનશે. અને જો એ રાજમાતા બનશે તો તેના પુત્રના હાથમાં આ કુરુવંશનું મહાન સામ્રાજ્ય હશે....ભીષ્મ!!! મારું પુત્ર -પુત્રી વિહીન માનવનું અંતર અહીં ઠર્યું. મેં જોયું કે ભાવિના એક મહાન કર્તવ્યની વણમાંગી જવાબદારી મારે માથે આવી છે. આ સત્યવતીને મેં પહેલેથી જ–બાળપણથી જ રાજમાતા તરીકે ઉછેરી છે. એનામાં એવા સંસ્કાર અને એવી શિક્ષા મેં કુટી કુટીને ભર્યા છે કે તેને ભાવિ પુત્રતેની ભાવિ સંતતિ પણ સંસ્કારમાં જરાય ઓછી ન ઉતરે ! મેં એના લાલન-પાલન પાછળ સમસ્ત હસ્તિનાપુરની પ્રજાના લાલન-પાલન જોયા છે....
મહામાનવ ભીમ ! સત્યવતી જે મારી સગી પુત્રી હિત, સત્યવતીને જે હું પાલક પિતા ન હોત, તે મેં કદી એ આગ્રહ ન રાખે હેત કે સત્યવતીને પુત્ર જ રાજા બનવો જોઈએ. માલિક પિતાની ચીજને ભાવ ઘટાડી શકે. પણ પાલક કઈ રીતે વસ્તુનું મૂલ્ય ઓછું કરી શકે? ..આ જગતમાં એક પાલક તરીકેની ફરજ બજાવવા;