________________
કહેશે નહીં. વાત ચાલતી હતી ત્યાં માળિયા પર પતિ ચઢી ગયે. જાણે માળિયામાં ઉંદરો પેસી ગયા હોય તેવી રીતે બધાંને ભગાડવા અવાજ કરવા માંડ્યો...
ત્યાં પત્ની બોલી “શું છે? આટલે અવાજ કેમ કરે છે? આ તો ઉંદડા છે... ભલે રહ્યા માળિયામાં...”
પતિ–શું ભલે રહ્યા માળિયામાં? તારું ત્રણ બાટલા ભરેલું ભીઠું હતું ને! બધું ય ઉંદરડા ખાઈ ગયા. જરાય બચ્યું નથી.
પત્નીને પતિની આ મૂર્ખાઈ ભરી વાત પર શેષ ચડ્યો. તરત તાડુકી ઉઠી–“શું ગપ્પા મારે છે...મારી ૪૬ વર્ષની જીંદગીમાં મેં કદી જોયું નથી કે ઉંદરડા કદી મીઠું ખાય
પતિ ધીમેથી“હાશ? લગ્ન કરે મનેય પંદર વર્ષ થયા પણ મને તેં કદીય સાચી ઉંમર કહી નથી.” મુઆ ઉંદરડા મીઠું ન ખાય પણ સાચી ઉંમર તો તારી પાસેથી બોલાવી
જય ને ?