________________
o
નાવિકરાજ–“તમે ગાંગેય માત્ર યુવરાજ નથી, ભાવિના મહારાજા ગાંગેય છે....આપ યુવરાજમાંથી મહારાજા બની લોકેનું પાલન કરે...મહારાજા શાંતનુની ગાદી સંભાળ મારી સત્યવતીની ચિંતા ન કરે.”
ગાંગેય–“ધનુષ્યમાંથી બાણ નીકળે તેમ હું ઘેરથી આવ્યો છું. મારા પિતા શાંતનુ આ માતા સત્યવતી વિના તરફડે છે.
નાવિકરાજ હું તમારી વાત સમજું છું. મેં નક્કી જ કર્યું છે કે હું કદી રાજ્ય ગાદી પર બેસવાને નથી રાજ્ય ગાદી પર મારે ભાવિને ભાઈ બેસશે.... માતા સત્યવતીને પુત્ર બેસશે....”
નાવિકરાજની આંખમાં હર્ષના અશ્ર આવે છે. ગાંગેચના ચરણમાં મસ્તક ઝુકાવતાં બોલી ઊઠે છે. તમારા જેવા પ્રેમાળ પુત્રો જે પિતાને આ સંસારમાં મળતા હતા તે ક્યા પિતાએ સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખી હેત? તમે તમારા પિતા માટે આવે ત્યાગ કરે છે. આવા પુત્રના દર્શન પણ અમને પાવન કરે છે. ગાંગેય સમજે છે કે હવે તો નાવિકરાજ માનશે, પણ આટલી પ્રશસ્તિ કર્યા બાદ પણ નાવિકરાજે પુત્રી આપવાની વાત તે કરી જ નહીં.
ગાંગેય – “ નાવિકરાજ ! હજી શું વિચારે છો? શેની રાહ જુએ છે? શું મારા વચન પર...?
નાવિકરાજ – “ના રે ના તમારું વચન કદીય ન ફરે, તમારા વચન પર અવિશ્વાસ ન હોય, તમે તે રાજ્યગાદી પર ન જ બેસે. પણ...પણ... તમારા ભાવિના પુત્ર માટે