________________
૩૬ આ જીવનમાં કેઈનાય અરમાનની આડે આવવું એ અપરાધ છે !
ગાંગેય-ભીષ્મ જાણે છે, ચિત્રાંગદ સરળ છે. નિલાંગદ કપટી છે. તેથી ભાઈને જતી વખતે પણ સૂચના આપે છે. પણ ચિત્રાંગદ નિલાંગદની માયા જાળને સમજી ન શકયો. રણમેદાનમાં રગદોળાઈ ગયે. ગાંગેય–ભીષ્મ હવે શાંત ન રહી શક્યા. ઉપડયા રણ સંગ્રામમાં અને એ કપટી નિલાં- ગદને પણ સદાને માટે સુવાડી દીધે.
શું યુદ્ધ એટલે બહાદુરોની સ્મશાનભૂમિ! કેણ કશે આ યુદ્ધના ગાંડપણને...!
ગાંગેય–ભીમે પુનઃ વિચિત્રવીર્યના હાથમાં રાજ્યધુરા સેંપી. ગાંગેય-ભીષ્મ આજે સત્તાના રખવૈયા છે. એક માત્ર સાક્ષીભાવે પિતાનું કૃત્ય આગળ ધપાવી રહ્યા છે. હવે આ બાજુ વિચિત્રવીર્ય ઉંમરમાં વધી રહ્યા છે. સુરોગ્ય પત્ની સાથે સંબંધ થાય તે માટે ભીષ્મ પિતાની નજર દેડાવી છે.
જ સ્વયંવર મંડપમાં ભીષ્મપિતામહ
ત્યાં જ ખબર પડી છે...પેલા કાશી નરેશે સ્વયંવર ર છે. દુનિયાભરના રાજાઓને આમંત્રણ પાઠવ્યું છે. પણ..પિતાના ભાઈ વિચિત્રવીર્યને સ્વયંવરમાં બોલાવ્યા નથી. ભીષ્મપિતામહને પુણ્ય પ્રતાપ આ સહન નથી કરી