________________
૩૧
શું કહેવાય ? તેઓ આવતીકાલે મારા સત્યવતીના પુત્રાને સભળાવે....ઉતરા અમારા બાપની રાજ્યે ગાદી પર તમે કેવી રીતે આવ્યા ? ” તમારા જેવા વીરના સાહસિક પુત્ર પણ વીર હાય તેા પછી મારા દાહીત્રનું શું થાય ?
,,
નાવિકરાજ પણ આજે હજારા હાથ ઊંડા દરિયામાં વહાણ ચલાવતા હેાય તેવી રૂખ કાઢવા માંડયા. ગણિત માટું હતુ. ખરેખર તેા એના આવા ઊંડા ગણિતમાં કંઈક ભેદ હતા. પણ ગાંગેય સ્વસ્થ છે. એક જ ક્ષણમાં નાવિકરાજની ચિંતાને સમજી જાય છે. સ્વસ્થ થાય છે.... અને સાત્ત્વિક ગાંગેયમાં જાણે દિવ્યધ્વનિ પ્રગટે છે !!!
“ નાવિકરાજ ! હું તમારી ચિંતા સમજી ગયા . જાણું છું કે મારા પુત્ર પણ ભવિષ્યમાં તારા દોહિત્રાને ગાદી પર ન બેસવા દે તેા શું થાય ? બસ, મારે તે! આજથી જ નિયમ છે મારાં પિતાની આ ઇચ્છા પૂર્ણ કરવા.... માતા સત્યવતીના પુત્રાને જ રાજ્યગાદી પર સ્થાપિત કરવા....
C
‘હું આજીવન બ્રહ્મચારી રહીશ.’
ગાંગેયની આ બ્રહ્મચય ની સહસા કરેલી પ્રતિજ્ઞાથી જાણે આખું વન તે સમયે સ્થંભી ગયું હતું. માનવના આ વામન મનમાંથી પણ જ્યારે ત્યાગના વિરાટ આદર્શ પેદા થાય છે ત્યારે દેવેશ અને વિદ્યાધરા પણ આનતિ થઈ જાય છે....!!!
C
વિદ્યાધરા માટે આ આનંદના એવડે પ્રસંગ હતા. એક તેા તેમના વિદ્યાધર કુળના સંબંધ સાત્ત્વિક કુરુવંશી સાથે થઈ રહ્યો હતા. ખીજું, આ સાત્ત્વિક ભીષ્મ પિતામહ આજે