________________
૩૩
આજે તે ભીષ્મ પિતામહને રાજ મહેલમાં પહોંચવાની ઉતાવળ હોવાથી વધુ સમય નાવિકરાજ સાથે ન બગાડતા માતા સત્યવતીને લઈને રાજમહેલમાં જવા રથ ઉતાવળ કર્યો.
રથ રાજમહેલમાં આવી પહશે. ગાંગેય – ભીષ્મ પિતાના ચરણમાં જઈ એળેટયાને બોલી ઊઠયા. “પિતાજી! માતા સત્યવતીને લઈને હું આવ્યો છું.” મહારાજા શાંતનુ બોલી ઉઠે છે. “બેટા ! આ તે શું કર્યું? આ સત્યવતી મને જરાય પોષાય તેવી નથી. તારા રાજસુખના ત્યાગે મારે કશુંય ના જોઈએ.... એ અન્યાય ન થાય....!!!
ભીમ -- “પિતાજી ! આપ મારી વાત સાંભળે આપને અન્યાય કરવાની ઘડી આવતી જ નથી. આપ માતા સત્યવતી સાથે પાણિગ્રહણ કર. મેં જાતે જ આજે નિર્ણય કર્યો છે,
... હું રાજગાદી પર કદી બેસીશ નહીં...! ... હું આ જીવન બ્રહ્મચારી રહીશ..!
મહારાજા શાંતનુનું અંતઃકરણ સંતુષ્ટ થાય છે. મનેમન બોલી ઊઠે છે. “અમારા બેમાં પિતા કેણ છે? પુત્ર કેણુ છે?” મહારાજા શાંતનુ બોલી ઉઠે છે – “પિતા થવાને હું લાયક નથી. પિતા થવાને લાયક તે આ મારે પુત્ર છે.” અને ત્યાં જ ભીષ્મ પિતા શાંતનુના ચરણમાં પુનઃ મસ્તક ઝુકાવે છે. પિતા શાંતનુ પોકારી ઊઠે છે. “બેટા ! તારા આવતા પહેલાં જ તારા ત્યાગની વધામણીના મંગલ ગીત વિદ્યારે અહીં આવીને કરી ગયા છે. બેટા, આવ... અને આજે