________________
કરું !!! શું એક મારા આનંદ અને મારી મનમાની વાત માટે હું યુવરાજ ગાંગેયને અન્યાય કરું !!!
મને મન નાવિકરાજને જાણે સંબોધીને મહારાજા શાંતનુ કહે છે- “નાવિકરાજ ! કદાચિત્ હું સત્યવતી વિના તરફડી તરફડીને મરી જઈશ, પણ મારા કર્તવ્યપંથથી હું જરાયા દૂર નહી જઉં.”
વાસનાની પૂર્તિ માટે માનવ અનંતવાર માર્યો છે, પણું કર્તવ્યની વેદી પર આહુતિ આપી દેવાનો લાભ કઈ મહાત્મા જ પ્રાપ્ત કરી શકે છે,
મહારાજા શાંતનુ ભલે કામવૃત્તિમાં ફસાયા હોય, પણ તેમની ન્યાય વૃત્તિને પરાજય થાય તેમ નથી. મહારાજા શાંતનુ પોતાના નિર્ધારમાં મક્કમ છે. પોતે યુવરાજા ગાંગેયને જરાય અન્યાય કરવા માંગતા નથી, પણ ધિક્કાર છે પેલી કામ વાસનાને જે સાચી ન્યાયી વાતો સમજનાર આત્માના હૈયામાં પણ હોળી પ્રગટાવે છે. મહારાજ શાંતનું આજે ઉદાસ છે. પુત્ર ગાંગેયને ઉદાસીનતા ન દેખાય તે માટે મહારાજા શાંતનુ એ ખૂબ પ્રયત્ન કર્યો, પણ
આ દુખેય ગાંડુ છે. અંતરના સ્નેહાળ પાત્ર પાસે છુપાઈને રહેવું હોય તોય છલકાઈ જાય છે.