________________
અણધારી વાતથી ચેંકી ઊઠે છે. “કેમ નાવિકરાજ ! તમે શા. માટે મને ના પાડી રહ્યા છે? જે કારણ હોય તે કહે.
નાવિરાજ કહે છે- “મહારાજા શાંતનુ ! કદાચિત્ હું આપને મારી પુત્રી આપવા તૈયાર થાઉં તે પણ આપ સ્વીકાર નહીં કરી શકે.” મહારાજા શાંતનુ આજે સરળ ભાવે પોતાની વેદના પ્રગટ કરી રહ્યા છે. “નાવિકરાજ હું તે ગમે તે ભેગે સત્યવતીને સ્વીકારું તેમ છું.”
નાવિકરાજ ! તમે સ્પષ્ટ કહે, શું કહેવા માંગે છે? આવી વણિક જેવી ગૂઢ વાત મારા જેવા વ્યથિત રાજા પાસે શા માટે કરે છે?” નાવિકરાજે કહ્યું- રાજન ! પુત્રી સત્યવતી તમને આપવાને કોઈ ફાયદો નથી. પુત્રી સત્યવતી રાજરાણું બને પણ આપ તે હવે રાજ્યભારથી દૂર જાઓ છે... અને આપના તો અત્યારે ય ગાંગેયને રાજા બનાવવાના મારથ છે. જે ગાંગેય રાજા બને અને મારી સત્યવતીને પુત્ર જે રાજા ન બનવાન હોય તે સત્યવતી તમારી રાણી બને તો પણ તેને શું કરવાનું ? ગંગાને તો મેહ નથી તેથી જંગલમાં જાય. પણ મારી સત્યા, [ સત્યવતી] તેને તો રાજમહેલમાં હોવા છતાંય જંગલમાં રહેવું પડે.
સત્તા પર ચડી બેઠેલે આખલે પણ પૂજાય છે અને સ્થાન વિનાને બળદ પણ માર ખાય છે. | મહારાજ ! વિચારે... જે ગાંગેયને આપ રાજ્યગાદી પર સ્થાપવાના ન હો તો ખૂબ ખુશીપૂર્વક આપ સત્યવતીનું પાણિગ્રહણ કરે.”