________________
કન્યા કુરુવંશના આ નબીરાની ભાવના પામી જાય છે. મહારાજન્ !” નીચી નજરે નાવિક કન્યા સત્યવતી કહે છે,
આ મારા પિતાના અધિકારની વાત છે. આપ મને મહાલયની રાણી બનાવવા માંગતા હોય તો આપ મારા પિતાને વાત કર. મારા પિતા નાવિકરાજના નિર્ણયને હું વરેલી છું. મારામાં કઈ ઈચ્છા ત્યારે જ પેદા થાય છે કે પહેલા એ ઈચ્છા મારા પિતામાં પેદા થયેલ હોય.”
મહારાજા શાંતનુને વધારે વિચારવાની જરૂર ન લાગી. રાજમહેલની આ રાજ્ય દ્ધિ જે પિતાની પુત્રીને મળે તો કયે પિતા પુત્રી આપવા તૈયાર ન થાય? એટલે સહજભાવે સરળતાપૂર્વક મહારાજા શાંતનુએ નાવિકરાજ પાસે સત્યવતીની માંગણી કરી.
ધીર નાવિકરાજ કહે છે... “આપ મા-બાપ છો ... આપ રાજા છો....સમસ્ત પ્રજા આપની છે....આ મારી પુત્રી પણ આપની છે.” મહારાજા શાંતનુ ઉતાવળથી વચમાં જ કહે છે “તે નાવિકરાજ આપની આ પુત્રીનું હું માંગુ લઈને આવ્યો છું.... સ્વીકારે....હમણાં જ લગ્નની તૈયારી થઈ જશે.” નાવિકરાજ કંઈ કહેવા માંગે છે. “રાજન ! ત્યાં જ મહારાજા શાંતનુ કહે છે– બેલ નાવિકરાજ ! જદી બેલે તમારું જીંદગીભરનું દારિદ્રય હવે ચાલી ગયું તેમ સમજે, હવે શી ચિંતા કરો છો?”
પુનઃ દઢ સ્વરથી નાવિકરાજ કહે છે- “મહારાજન મહારાજા શાંતનુ ! હું આપને મારી આ પુત્રી કદી આપી શકું તેમ નથી.” રાજા શાંતનુ નાવિકરાજની આ આકસ્મિક