________________
૨૭
અરે.. સ્વાર્થ !” શાંતનુના હૈયામાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. “નાવિકરાજ! તમારી વાત હું સમજી ગો છું. આ ઝુંપડીમાં આપ સુખેથી રહેજે. હું જઉં છું.” રાજા તુરત ઉભા થઈ ગયા. સત્યવતીની ઝંખના હૃદયમાંથી જાણે ગાળી દેતા હોય તેમ સત્યવતી સામે જરાય જોયા વિના નીકળી ગયા.
મહારાજ શાંતનુ વિચારે છે.... રે ! અવિચારી નાવિક ! હું ગાંગેય જેવા ગ્ય આત્માને મારી અગ્ય. વાસના માટે કેવી રીતે તરછોડી શકું!
હું રાજા છું, તેથી એમ નથી માનતો કે મારા મનનો માલિક હું જ છું. આ દેશમાં તે રાજાના મનનો માલિક પ્રજા હેય છે પ્રજા જે સાચા હૃદયથી ગાંગેયને રાજા બનાવવા આતુર હોય તો હું પવિત્ર પ્રજાના નિર્ણયને કેવી રીતે રોકી શકું? હા પણ પેલી સત્યવતીનું શું ”
પિતાના મનને કપડું ઝાટકે તેવી રીતે જાણે જોરથી ઝાટકે છે. કપડામાં રેતી લાગી હોય તો ઝાટકવાથી નીકળે પણ કાદવ જ લાગ્યો હોય તો શું થાય ? મહારાજા શાંતનુ રાજમહેલમાં પહોંચે છે. મનને બીજી બાજુ પરવવા હજારે પ્રવૃત્તિ આદરે છે. પણ, પેલે સત્યવતીને પ્રેમ જરાય છુટતો નથી. કયાં જઈને સત્યવતીને ભૂલવી એ જ સવાલ છે..
જ્યાં જાય છે ત્યાં આ સામે સત્યવતી જ દેખાય છે. મહારાજા શાંતનુ પોતાની વાસના અને ઈચ્છા પર ફીટકાર વરસાવે છે. એક વાત તેમના હૈયામાં ઘોળાઈ રહી છે. મારી પ્રાણ પ્રિયા ગંગાના પુત્રને શું હું રાજવી પદથી બાકાત