________________
૨૪
જેઓને પિતાની જવાબદારીનું ભાન કરાવવું પડતું હોય છે તે ભાગ્યે જ જવાબદારીને શોભાવી શકતા હેય છે.... જવાબદારી તે સમજદારીનું પ્રથમ સંતાન છે!!!
મહારાજા શાંતનુ એ દિવસે જોઈ રહ્યા છે કે ગાંગેય હવે રાજા બને અને હવે પોતે જ પિતાની આ નામની પણ રહેલી જવાબદારી પતાવી આત્મ સાધના કરે.
પણ.... કુદરત કોને કહેવાય છે....! ભાવિ કોને કહે. વાય છે....! શું જગતના ધારેલાને ધક્કો મારે તેનું નામ જ ભાવિ છે ! ક્યાં એ મહારાજા શાંતનુના મરશે અને કયાં ભાવિને માર્ગ.... !!!
હર મહારાજા શાંતનુની યાચના
મહારાજા શાંતનુ આજે પ્રકૃતિમાં મહાલવા નદી કિનારે ઉપડ્યા છે. ચારેબાજુના સૌંદર્યમાં સ્નાન કરતા મહારાજાએ એક કુમારીને યમુના નદી પર જોઈ.
કુમારી કે દેવી! નાગકન્યા કે ગાંધર્વ કન્યા ! વીજળીને ઝાટકે લાગે તેવી જ રીતે પેલી કન્યાના રૂપે તથા લાવણ્ય મહારાજા શાંતનુ પર જાણે પ્રહાર કર્યો. મહારાજા શાંતનુ એક ક્ષણમાં જાણે ખેંચાઈ ગયા. નાવિક કન્યા પાસે આવીને ઊભા. આંતરડાના ઊંડાણમાંથી જાણે કઈ ખેંચી રહ્યું હોય તેવી વિવશતા મહારાજા શાંતનુ અનુભવે છે. કિનારે ઉભેલી