________________
અહીં જંગલમાં મને કઈ તકલીફ નહીં પડે. તમે પિતા– પુત્ર તમારો રાધર્મ બજવી. વખતે આત્મધર્મ બજાવજે....મારું મન હવે આત્મધર્મ તરફ જ ખેંચાયું છે. તમે અહીં મારી સાથે રહે કે મને મહેલમાં આવવા ફરજ પાડો મારા માટે બંનેય સરખું છે. મારે મન હવે મહેલ અને જંગલ સમાન છે.” શાંતનુ જાણે છે ગંગાને નિર્ણય અફર જ રહેશે.
ગાંગેય મહારાજા, પિતા શાંતનુને એક આશાભર્યો ચહેરે જુવે છે. માતા ગંગાના મુખ પરની વિરક્તિ જુએ છે. ગાંગેયને અંતે નિર્ણય કરે પડે છે. પિતા સાથે રાજ્યમહેલમાં જવા તૈયાર થાય છે. માતાના ચરણમાં ઝૂકે છે. માતા... માતા... માતા.... પિોકારી ઉઠે છે ! આંખમાંથી અશ્રુધારા વહે છે. ક્ષણવાર પહેલા મગરૂર બાળક આજે માતા પાસે મુલાયમ બની ગયે છે. આજે માતાને વિરહ તે સહી શકે તેમ નથી. છતાંય...
માનવ તે એ જ. સફળ માનવ તે એ જ કે જે જગતમાં કર્તવ્યની વેદી પર તમામ માંગણી અને લાગણીઓનું બલિદાન કરી શકે.
ગંગાનદી જેવી જ પવિત્ર માતા ગંગા આ સંસારને એક નાટકથી વધુ ગણતી નથી. નાટકમાં ગયું તે દશ્ય ગમે તેવું હોય તો પણ આવતા દશ્યની જ તૈયારી કરવાની હોય છે. ગંગાના નિશ્ચલ મને ભૂતકાળને ઓગાળી નાંખ્યો. ભાવિના સુરમ્ય એકાંતમાં જિનભક્તિના અદૂભુત મંડાણ થયા.
પુત્ર ગાંગેય ઘણીવાર સુધી અશ્રુભીને રહ્યો. આજે તેને