________________
હું સમજી ગઈ, હવે આ પુત્ર વધારે વખત મારા પિયરીયા સાથે રહેશે તે કજીયે થયા વિના નહીં રહે. મારા પિતાએ મારી વિનંતિ માન્ય કરી મને અહીં જંગલમાં રહેવા રજા આપી છે. અહીં જંગલમાં તમારા આ પનોતા ગાંગેયને ચારણષિઓને ઉપદેશ મળે છે. ચારણ ષિઓ પાસે તેણે દૃઢ પ્રતિજ્ઞા કરી છે. આ જંગલના પ્રાણીઓને તેની હયાતિમાં કોઈ રંજાડી શકતું નથી. આ જંગલમાં તો ઈન્દ્ર પણ તેની આજ્ઞાને ઓળંગી નહીં શકે એ એને વિશ્વાસ છે. આજે તમે દીકરાને ક્ષમા કરો. ગાંગેય એકવાર પિતાના ચરણે નમસ્કાર કરી કહે છે “પિતાજી ! ક્ષમા કરો આ તમારા બાળકને.”
મહારાજા શાંતનું કહે છે, “બેટા ! માફી મારે માંગવાની છે. તારે તો આજે પિતા પાસેથી શૂરવીરતાને સરપાવ માંગવાને છે. ચા પ્રિયે ! ગંગે ! હવે, તમે પણ મને ક્ષમા કરે. આ રડી રહેલા રાજમહેલમાં પુનઃ એકવાર રંગત લાવે. આ હસ્તિનાપુરમાં મારા હાસ્યની ક્યાંય હયાતી નથી. આજે તમે પુનઃ પધારે અને મારા અંતઃપુરને પુનઃ હાસ્ય ભરપૂર બનાવો, તમારા વિનાના મારા દિવસો. એ વાત જવા દે... હવે કદી હું આ અપરાધ નહીં કરું.
પુત્ર તથા પતિની સદાની વિદાય
રાજન ! તમે મહાન છે. કાયર જેવા શબ્દો તમારા જેવા શૂરવીરને ન શોભે. મારું મન તે આમેય સંસારથી