________________
૧૮
નિર્દોષ પ્રાણીને મારનાર !!! મા હું મારા બાહુબથી આ નિર્દોષ પ્રાણીઓનું રક્ષણ કરું છું. આ ભવ્ય ચહેરા જોઈને એક રાજા સમજીને તેમને મેં વિન ંતિ કરી છતાંય તેમણે હિંસા બંધ ન કરી. મા.... આવા કુકમી પિતા હાય તે તેમને પણ આજે મારા ખાણને સ્વાદ ચાખવા દે. આજે તેએએ મારી જોડે શત્રુતા કરી છે.”
માતા ગંગા એમાકળી બની ગઈ છે. જાણે છે ગાંગેયમાં આજે નિરપરાધી પ્રાણીઓ માટે શરણાગત વાત્સલ્યતા પ્રગટી છે. આજે એ મારી વાત પણ નહીં માને અને કંઈક ખાટુ થઈ જશે. ગગા પાછી દોડી મહારાજા શાંતનુ પાસે. શાંતનુ પણ પ્રેમ સભર નયને પ્રિયાને જોયા કરે છે. ઓળખી ગયા એ પેાતાની પ્રિયાને પ્રિયતમા ગંગા આજે મહારાન્ત શાંતનુને વિન ંતિ કરે છે.... “ સ્વામી ! શું પુત્ર જોડે આ યુદ્ધ તમને શાલે છે ?’” મહારાજા શાંતનુ તરત જ વાત સમજે છે. વધુ' કશુ થાય તે પહેલાં પેાતાના હથિયાર નીચે મૂકીને પુત્ર ગાંગેયની પાસે આવે છે. ગાંગેય જુવે છે હથિયાર નીચે મુકનાર સાથે લડાઈ કરી ન શકાય. અને જ્યાં જરા સરખા ગુસ્સા ઉતર્યાં કે તરત જ ગાંગેય પેાતાની માતા સાથે આવી રહેલ પિતાના પગમાં પડે છે.
પિતા શાંતનુ એલી ઉઠે છે— “ એ માલ રાજા ! એ યુવરાજા ! આજે તમારે નહી', મારે ઝુકવાનો વારો આવ્યો છે. બેટા, તારા બાણ આવતા હતા ત્યારથી જ વહેમ હતા, તુ કોઈ વનેચર નથી.... તું અહીં જંગલને નિવાસી નથી. બેટા! તારા પડકાર અને તારા માણુ એય મને મીઠા જ લાગ્યા કરતા હતા. વ્હાલાપુત્ર ! આજથી.... આ જ ઘડીથી