Book Title: Jain Dharma Darshan Jain History Series 11
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/001321/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જના ધર્મ-દર્શના પ્રકાશકઃ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શના ભવના ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ लपकानयासवनायडाहमाचवमाकााद्याधाशिक्षिरममामालिमाटर नामरणसमा सणणावयासमाकणयामामवाशाया उगाचचवाणी ग्रामिाममा ननामनारमाध फलज्वायमानबनानाडालायचलाकुसागनानटनटन्नदायावसको केसम्माननाजनानकादवनानवमानसमकायामामखानाहाचा मुकायमवाट्वाचोनमहापानियहवालिमामेतिनामुक्कावाल नविदनारधिमहमनामस्याऊमावासरवमञ्चमाचमुलामांवकर কার্লিনারি गगेदनशालारुने कसम्याचामाया स्टापवाना कायदाणाग नस्वमासिकमाझवीचिनिकलनमाझसिसवमाझियामिवामएका कचावनसौमिसाालराशिममनमोककरणारसवालिनोकिलका। समिक्षदचिनाउनवासानेनिनवादझुवाससेडमासा न्यकश्यामिडियायाननममहमायनेविसमायाजाभासदन मिकमेडलाउडयाशिवाजस्वकारवारवायनाकिश्तवमा बया वजनकाला जावरागाधान मानानागार मावोवाटरमधियाशियनिकल्यानपवाकलापबमधालापमाना साकसमासादनावपनदोबानाकालाजादादायसिसवासावालयशपथ दावामुखीमारणतिलाश्चिातापानमसंधकृताचावायावादाडाव निमडारिवमानारनाकचिनीयाजलापशिडानिडामाथियित सदाचना दखानागावा. मक माना विमानार्मनाक पझपनीयवम अयादवनापश्यदणासनामिकाशिलानरपतिदयामयभिमाया दावधीयविरमाचीवाविवमानाचा समावनामाकाद्याद मामध्यामधिगधमविजारवनाबाधिमातिगाखामारतावि पिसाबावेविनानलिमातलयाशयमवासाशवकनाशायश दिाधकानयानमायाधिविकाअनोटापाविछानधायिकाचायव गनामासमवेद दमागच्या सिकभिवामी यानारदान इटीनासाकणवासमादयधमीनमपिपंचवविनानियता कानमाविलावालयनवालामलामायामवासनाधावकजसवासनने सेवातावदहिमेदजालीयोबुलिसिनामधानमनपतिाका लालायवमाझिापामामिविकसमाधयनाभिरामावि नानिविदावनमा सन्नवसाझा नमसयसीमेधान मिनिसायना वायनामननायनाचिरावधमंगमानविद्यायवाचोटीमासमकार्मयोन। निरिक्वानन्याटोपाजावामिराजदमानिविविनारवालाहरूमा मापिानामात्याक्लियनिनावमयानानानामावथाचपावना मानवादकागनाहानवमापासायाचिजनाम-दिनारामावत्यकार वंबामानवयविषययामडीसारडोगरगयानाधानिवासस्वादन Jan Education international For Private & Personal use only www.alinelibrary Page #3 -------------------------------------------------------------------------- ________________ सुनसावयाद्याशकिणकावसयर पटाकदिनीनवामिनाथनवासीर सुखमायवाहनासवमाकाद्याही की शधिमणयासाकमार नाजनिकलाननागवाहमा विसमाधिसास्वायाड़ियतिसमान फुयायामाम्नका फलजवाहवामानवमाना केपसम्मानजितानकादव सुझणविसवादवानीनमसुमर नविनाविमडमनासन तानामिवाधनामानिनामानिय मिर्वसभिवपनदनानारूमें, किवझालाक्षिकसन्यायामामा नपातनखटायधीन स्यागामाविकादागाराउंड नस्वामिकनाइयवान क्वचिावनमामिमा वसमिक्षयपविनिमय त्याकाणमिडियायनन चिकमेडलाउडमिति यद्यारवपकवाणाचयाउनकोला ब्रमण्टाध्याकाबगाना सुगावात मिशयकईगानकातःगम्बर नयानिगयाधानावर मावयवाटरमधिया साकसुमासाट्यावयवदानामा दावामदीनानलमा निमशारिचमानवानस झियमजसविचमवाजमवाय मापनासादिवानागावाः दिखावखानचाकमोनर सेकत्यिमसामपिमानामनाम याचवायसवायसवनीयधम जयादवनापश्यदणाम दारवइंधनोरायविरमाच्य सामधामधिवातवमा पिसाबाधिनानतिमान दायकानवानसहापाधि वर्षाका निषद लायश्चागवासासमबंद आदिवाधिद्वमाछामा जिविवनसिकभिवान पानालियन्निारदीवर इयनालामणवालय कविर्मशवलावाला अंगताधवरहिम लालाटीवरून बवलास समानानाधमाश यादमानमा उलाननवलानामयानान्शिवविद्याधनमा इन्नकांना निसानयानुसनाकोपयगर जाण्यागिविलायमानछाप्रयभामपान बोजनमाऊयारतिनिसायटामाकर गायनाबननायनाचिगनव लिविवधानस्याबासासामिर माधिनामवान्यासिवनिनाय मानवादमागमाज्ञानमाया वंशमानश्वयोगविषायाम bideducation International FTPilvates Personal useronly Wisajainelibra Page #4 -------------------------------------------------------------------------- ________________ मर्यायामाकमार निनामचारसचिन वायाजियमानिसमा पालवायूमानवमानाडालायच्चताकासांगनानटनटनटीपाव केमम्मानबाडानानकादवनामवमानसमकारयामासाना मुझगायनवाड्याचोनसेचमहायनियहवीशक्तिमातिनामुच्चन नविदनाविमढमनामनचाऊमाचासुरवमवचनाचमुलामोंवकर प्रवासानिमानामित त्यनेटनानासमें क्षिकसम्याचामाया सटाण्याभरात नाकारदापागोत्र नस्लमोमिकताझविनिकलनमाममिसनमापक्षियामिवायएक कचाबनमौसिमाराविममनसोककरणारसवालिन ऊन वमिश्वदिडिनाउनवासानेनिनवादावमासमेजमा न्यकश्यामिडियायाननेमममायनेविखमायामशाटने मिकमंडलाउजयाशिस्वास्विकारजावदापनाकिरिश्मा गावयाउनकाला कोजानिमाधान गानकोतागतार मावयवाटरमधियायनिकल्ययाकलिपलवसघालामा साकसुमासाठवावयवदीवानाकागानाडादाढायसिस्वामवालयंश्यः दावामीनारणाननछानियमायानरसंरचनाचावायाचामा निमाडारिखमलावनारनयाकश्चिनीयानापडिजवानिमापि राक्षसहाजनपुरा दिखानामा अयादवपश्यदणामतनामिकाशिज्ञानरनिखसादियामधार्मिक दारवधाज्यविसमादीनारिखमाराचानेममा विनामादिडकाच मामधामविवातवमेवजारसनाचापिनीतिगाखावमारता पिसाबाविनामानिमातच्या यशायामासयकसुनाशायी दिपिकानयानचकायापिविकाशनापविछानिधाविकाधार नामयियानामनकि नसावमपनीयम धागनामासमबंद ਵਰਕਰ तहासिकभिवमसि नयनिारदान इटीमालामणदालयादवमानमपियवसमविनानियत कारर्मचावलावालयनवालालानायोपवासवाशादरुसवार सुनानायचडिर्मदडालयिांजलिसिछातायधनमनश्पनिा सालयिवमलितावासामिविफसमाधवनारसमा httਭ ਮ भयानाशिवविक्षत्रनमा अनशनधनाकाम कानयानयवासयात -Usनिनिमायाम कवायनामिनायनाचियालयमंयमानविष्यत्यवाबोटीणनासकामयात निश्विद्यानन्यटीवालाखामियाजदमावअनिविविनारवलिटखन्यता मापिनाकपास्यतिवनिनावमामधानानालामावयाचस्पीचर मानवाकागावानवमापावणाधिकाशदिवा प्रयत्सुक वामानयोगविषययामजीसारडीशगवणानाधानिववासुस्वार यानिनिधonar गावामकालिकामा नासिकासीमाजिशंसानानानादरसानायियममारमा निकायागिमाधानवान्मामालिनानतमान Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૫ જૈન ધર્મ-દર્શન શુભાશિષ પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ હૃતોપાસના પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ સહયોગ શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જૈન શ્વે.મૂ.પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગર. પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ સહયોગ દાતા શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જે.મૂ.પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગર યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સિદ્ધ સાધના ભૂમિમાં વસેલા બોરીજમાં આવેલ પ્રભુશ્રી વર્ધમાનસ્વામીનું તીર્થધામ વિશ્વમૈત્રીધામ રૂપે વિકસી ચૂક્યું છે. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરની નજીક આવેલ આ તીર્થના ૬૦૦ જેટલા શ્રેષ્ઠ શિલ્પીઓ દ્વારા નિર્મિત ભવ્ય જિનાલયમાં વિ.સં. ૨૦૫૯ મહા સુદ ૬, તા. ૭-ર-૨૦૦૩ના શુભ મુહૂર્ત પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં વર્ધમાન સ્વામીની મહામંગલકારી પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. રાજનગરનાં વતની અને હાલ મુંબઈ રહેવાસી શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહના સુપુત્રોએ સ્વદ્રવ્યથી નિર્માણ કરેલ આ તીર્થ ભાવિ પેઢી માટે અનુમોદનીય અને જીવંત ઈતિહાસ બની રહેશે. આ જિનાલય ધ્યાન અને શિલ્પના અભ્યાસુઓની તૃષા શમાવવા પરબની ગરજ સારે છે. જેમાં પ્રાચીન-અર્વાચીન શિલ્પકલાનો શુભ સમન્વય જોવા મળે છે. આ તીર્થસંકુલમાં શ્રાવક-શ્રાવિકાઓની પૌષધશાળા, યાત્રિકો માટે ધર્મશાળા, ભોજનશાળા, પરબ, મેડિકલ સેન્ટર, વાંચનાલય વિ. નિર્માણ પામી ચૂક્યા છે. આ તીર્થનું સંચાલન શ્રી વર્ધમાન ધનલક્ષ્મી છે. મૂ.પૂ. ધાર્મિક ટ્રસ્ટ દ્વારા થઈ રહેલ છે. ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન માટે સહયોગ આપી અમે ધન્યતા | અનુભવીએ છીએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન લેખક ડૉ. મોહન લાલ મેહતા અનુવાદક ડૉ. નગીન જી. શાહ પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ અમદાવાદ - પાલીતાણા - મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સંપાદકો: ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક: શ્રી અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાત્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬ . પ્રકાશન વર્ષ: ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૬૦, ઈ.સ.૨૦૦૫ નકલ: ૨૦૦૦ મૂલ્ય રૂા. ૩૫૦/ લેસર ટાઈપ સેટીંગ : મયંક શાહ, લેસર ઈગ્નેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોપ્લેક્ષ, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯. મુદ્રકઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્હાલા ત્રિશલાનંદન વીર જિનેશ્વર તારજો રે... વડન ચરમતી હરીજ તીર્થ મંડ બદ્ધમાન મહાવીર છે હાવીર પ્રભુ ) શ્રી વદ્ધમા STAG પ્રતિમાજી ૮૧.૨૫ ઇંચ, પરિકર ૧૩૫ ઇંચ, વજન ૧૬ ટન પાછળે મંદિf૭ી * વિ.સં.૨૦૫૯,માઈ શુક્લ 8, શુક્રવાર, તા. ૭-૨-૨009 Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ | જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ बन शूत नभोमंडणना न्द्रिधनुषी सप्तरंगोनी ज्ञान दुनियाभां.. सुहर मामा प्रसरावता, प्रभु वयनो मने प्रलु उपटेशोना प्रभाराभूत सप्त ग्रंथोना पावन प्रेरठ सूरिमाधव... પ. પૂ. આચાર્ય શ્રી વિરાચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ प.प माथाया શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ 1RESE श्री १०८ अन ताथर्शन लवन ट्रस्ट Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ - शुलाशि साहित्य Arcle iiice विरामसा nal empinimundan And 3८१ पEHI FREE HIर विधानासन मोतिनो ६३५HInHidianRRH " हिमवृEUTER"नाम १09मा Eिai HINME. YTI पायपास सारी पलाय५ १.८ * शन Maa || Mia anju MAMMU ne aa भारमPIMUnc पारा "न साहित्य नाट. UETH"-१७शिरपापियाँ समना HARन nmenvir MRTM याशिघunarjmal FM सनyinासपास.nten 44. MATEN नवयानी wen Hu RANGInाधारा 144 नर Raut ANIM M• मय १२१ -अशोवा वि-सं२०१०-Y3gle STICHH412 yar - Page #14 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય વલભીના મૈત્રક રાજા શીલાદિત્યની રાજસભામાં બૌદ્ધ વાદીને પરાજિત કરી ‘વાદી’નું બિરુદ પ્રાપ્ત ક૨ના૨ ક્ષમાશ્રમણ શ્રી મલ્લવાદીસૂરિના જીવનપ્રસંગો આ ચિત્રમાં વણી લેવામાં આવ્યા છે. શ્રી મલ્લવાદીસૂરિએ ‘દ્વાદશારનયચક્ર' નામક ન્યાયવિષયક અજોડ ગ્રંથની રચના કરી છે. તેમના સંસારી જીવનના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ’ ગ્રંથ અને બીજા ભાઈ યક્ષમુનિએ ‘અષ્ટાંગ નિમિત્ત બોધિની’ નામક ગ્રંથની રચના કરી હતી. એક માતાના ત્રણ ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વચિંતન દ્વારા સેવા કરી હોય તેવો આ વિરલ દાખલો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનો પ્રતિનિધિ ગ્રંથ ભારતીય વાયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય... આવા અણમોલ ગ્રંથોનો સાત ભાગોમાં હિન્દી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગુજરાતી ભાષામાં અનુવાદરૂપે આપવા પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)એ વિચાર્યું. આ સાતે ભાગ ઉપરાંત આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રમાણમીમાંસા તથા ડૉ. મોહન લાલ મેહતા લિખિત હિંદી જૈન ધર્મ-દર્શન નો અનુવાદ આપવાનું પણ વિચાર્યું. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી અનુવાદ અને સંપાદનનું કાર્ય સંપન્ન કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજયશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ નવ ગ્રંથો ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં ડૉ. મોહન લાલ મેહતા દ્વારા હિન્દી ભાષામાં લિખિત જૈન ધર્મ-દર્શન ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. આના અનુવાદક ડૉ. નગીન શાહ છે. જૈન ધર્મ-દર્શન ગ્રંથમાં ભારતીય ધર્મ દર્શનના એક મહત્ત્વપૂર્ણ અંગ એવા જૈન ધર્મ-દર્શનનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન ધર્મ-દર્શનના સમસ્ત મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર પ્રસ્તુત ગ્રંથમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ ગ્રંથ ધર્મ-દર્શનના અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓ સૌને માટે ઉપયોગી થશે તેવી અમને આશા છે. એ જ વિ.સં. ૨૦૬૨, અષાઢ સુ.૧૫, મંગળવાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મુંબઈ મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસનસમ્રા શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત જૈન ધર્મદર્શન ગ્રંથ વાચકોના ચરણકમલમાં અર્પણ કરતાં અને આનંદ અનુભવીએ છીએ. ભાગ ૧, ૨, ૪ અને ૬ તથા પ્રમાણમીમાંસા ગ્રંથો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. - જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્વધર્મ પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો તથા પ્રસ્તુત જૈન ધર્મ-દર્શન વિશે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનસંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડો. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડો. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. જૈન ધર્મ-દર્શનના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જે. મૂ. પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગર નો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કોંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧-૭-૨૦૦૬ અમદાવાદ –અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #17 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના ભાગ-૧,૨,૪ અને ૬ નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. જૈન સાહિત્યના ઇતિહાસની સાથે સાથે જ આ શ્રેણીમાં પં. સુખલાલજી સંપાદિત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યવિરચિત પ્રમાણમીમાંસા તથા ડૉ. મોહન લાલ મેહતા લિખિત હિન્દી જૈન ધર્મ-દર્શનનો અનુવાદ આપવાનું પ્રકાશકોએ વિચાર્યું હતુ. તે અનુસાર આ ગ્રંથમાં ડૉ. મોહન લાલ મેહતા વિરચિત જૈન ધર્મદર્શનનો ગુજરાતી અનુવાદ આપવામાં આવેલ છે. આ અનુવાદ ડૉ. નગીન શાહે કરેલ છે. આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત બૃહદ્ ઇતિહાસ તથા અન્ય ગ્રંથો ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાંગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથોનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૧૫-૬-૨૦૦૬ નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) Page #18 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન પ્રસ્તુત પુસ્તક મારા મૂળ હિન્દી ગ્રન્થનો ગુજરાતી અનુવાદ છે. તેમાં ભારતીય ધર્મ-દર્શનના એક મહત્ત્વપૂર્ણ અંગ જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત અને વિશ્વસનીય પરિચય આપવામાં આવ્યો છે. તેને જૈન ધર્મ-દર્શનનો પ્રતિનિધિ ગ્રન્થ કહેવામાં કંઈ ખોટું નથી. આ ગુજરાતી અનુવાદના માધ્યમથી મારી કૃતિ ગુજરાતી જગત સમક્ષ રજૂ થઈ રહી છે તેનો મને આનન્દ છે. વળી, આ અનુવાદ ભારતીય અને જૈન તત્ત્વજ્ઞાનના મૂર્ધન્ય વિદ્વાન અને એલ.ડી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના ભૂતપૂર્વ અધ્યક્ષ નગીનભાઈ શાહે કર્યો છે એ મારા માટે ગૌરવની વાત છે. આશા છે કે ગુજરાતી દાર્શનિક સાહિત્યમાં તેને સમુચિત સ્થાન પ્રાપ્ત થશે અને તે જૈન ધર્મ અને દર્શનના જ્ઞાનની વૃદ્ધિમાં ઉલ્લેખનીય ફાળો આપશે. ગ્રન્થ સાત અધ્યયનોમાં વિભક્ત છે. પહેલા અધ્યયનમાં જૈન પરંપરાનો ઐતિહાસિક પરિચય રોચક રીતે આપવામાં આવ્યો છે. બીજા અધ્યયનમાં જૈન ધર્મ અને દર્શન સંબંધી સાહિત્યની સંક્ષિપ્ત પણ સમગ્રગ્રાહી ખ્યાલ આપતી રૂપરેખા રજૂ કરવામાં આવી છે. ત્રીજા અધ્યયનમાં જૈન દર્શનાભિમત તત્ત્વવ્યવસ્થાનું વિશદ પ્રતિપાદન છે. અહીં સતનું સ્વરૂપ, આત્મા આદિ છ દ્રવ્યો, વગેરેનું સ્પષ્ટ નિરૂપણ છે. ચોથા અધ્યયનમાં જૈન જ્ઞાનવાદ અને પ્રમાણશાસ્ત્રની મીમાંસા છે. અહીં મતિ આદિ પાંચ જ્ઞાનો અને પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણોનું વિવરણ છે. પાંચમા અધ્યયનનો વિષય સાપેક્ષવાદ છે. અહીં અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, નયવાદ, સપ્તભંગી, વિજયવાદ વગેરેનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યયનમાં જૈન કમસિદ્ધાન્તનું વિસ્તૃત વિવેચન છે. સાતમા અધ્યયનમાં જૈન આચારનો – શ્રમણાચાર અને શ્રાવકાચારનો સમુચિત પરિચય આપવામાં આવ્યો છે. આ રીતે જૈન ધર્મ-દર્શનનાં સમસ્ત મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર પ્રસ્તુત ગ્રન્થમાં પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગ્રન્થ ધર્મ-દર્શનના જિજ્ઞાસુઓ, વિદ્વાનો અને વિદ્યાલયો, મહાવિદ્યાલયો તથા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સૌને સમાનપણે ઉપયોગી સિદ્ધ થશે એવો મને વિશ્વાસ છે. બી-૧૮, અંગલ પાર્ક મોહન લાલ મેહતા ચતુઃશંગી પૂણે – ૪૧૧ ૦ ૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧. ૨. જૈન પરંપરાનો ઇતિહાસ જૈનધર્મ પ્રતિમાવાદ અને દિગમ્બરત્વ અર્હતોના અનુયાયીઓ જૈન સંસ્કૃતિ તથા દ્રાવિડ સંસ્કૃતિ જૈનધર્મ તથા બૌદ્ધધર્મ પાર્શ્વની ઐતિહાસિકતા નેમિનાથ અને અન્ય તીર્થંકર મહાવીર સુધર્મા, જમ્મૂ, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર સમ્મતિ ખારવેલ કાલકાચાર્ય અને ગર્દભિલ્લ મથુરાનો જૈન સ્તૂપ કુમારપાલ અને હેમચન્દ્ર દિગમ્બર અને શ્વેતામ્બર વિષયાનુક્રમણિકા શીર્ષકોપશીર્ષક જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય આગમ આગમિક વ્યાખ્યાઓ કર્મપ્રાભૂત અને કષાયપ્રાકૃત ધવલા અને જયધવલા આગમિક પ્રકરણ તત્ત્વાર્થસૂત્ર સિદ્ધસેન સમન્તભદ્ર મલ્લવાદી પૃષ્ઠાંક ૩-૧૪ ૩ ૪ ૪ ૪ ૫ ૫ ૬ Ε ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૨ ૧૩ ૧૩ ૧૫-૬૨ ૧૫ ૩૭ • ૩૯ ૪૪ ૪૫ ૪૫ ૪૮ ૫૧ પર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩. સિંહગણિ પાત્રકેશરી અલંક હરિભદ્ર વિદ્યાનન્દ શાકટાયન અને અનન્તવીર્ય માણિક્યનન્દી, સિદ્ધર્ષિ અને અભયદેવ પ્રભાચન્દ્ર અને વાદિરાજ જિનેશ્વર, ચન્દ્રપ્રભ અને અનન્તવીર્ય વાદિદેવસૂરિ હેમચન્દ્ર અન્ય દાર્શનિક યશોવિજય (૧૨) તત્ત્વવિચાર જૈન ધર્મ અને જૈન દર્શન ભારતીય વિચારપ્રવાહની બે ધારાઓ બ્રાહ્મણ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ ‘શ્રમણ’ શબ્દનો અર્થ જૈન પરંપરાનું મહત્ત્વ જૈન દૃષ્ટિએ લોક સનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાય ભેદાભેદવાદ દ્રવ્યનું વર્ગીકરણ રૂપી અને અરૂપી આત્માનું સ્વતન્ત્ર અસ્તિત્વ આત્માનું સ્વરૂપ જ્ઞાનોપયોગ દર્શનોપયોગ ૫૩ ૫૪ ૫૪ ૫૬ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૯ ૫૯ 10. ૬૩-૧૬૨ ૬૩ ૬૪ ૬૬ LA ૬૯ ૭૦ ૭૪ ૭૭ ८० ૮૪ ૯૦ ૯૩ ૯૫ ૧૦૧ ૧૦૨ ૧૦૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સંસારી આત્મા પુગલ અણુ સ્કન્ધ પુગલનાં કાર્ય શબ્દ બન્ય સૌમ્ય સ્થૌલ્ય ૧૦૫ ૧૧૬ ૧૨૦ ૧૨૬ ૧૩૦ ૧૩) ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩ર ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૩ ૧૩૪ સંસ્થાન ભેદ તમ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૪ છાયા આતપ ઉદ્યોત પુદ્ગલ અને આત્મા ઔદારિક શરીર વૈક્રિય શરીર આહારક શરીર તૈજસ શરીર કાર્પણ શરીર ધર્મ અધર્મ આકાશ અદ્ધાસમય વિશ્વનું સ્વરૂપ અધોલોક મધ્યલોક ઊર્ધ્વલોક નારકો દેવા ૧૩૫ ૧૩૬ ૧૪૦ ૧૪૪ ૧૪૯ ૧પ૦ ૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૪) મનુષ્ય તીર્થંકર તિર્યંચ ૧પ૯ ૧૬૦ ૧૬૧ ૧૬૩-૨૨૫ ૧૬૪ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૧ ૧૭૪ ૧૭૪ ૧૭પ ૧૮૧ જ્ઞાનમીમાંસા આગમોમાં જ્ઞાનવાદ મતિજ્ઞાન ઇન્દ્રિય મન અવગ્રહ ઈહા અવાય ધારણા શ્રુતજ્ઞાન મતિ અને શ્રુત અવધિજ્ઞાન મન:પર્યાયજ્ઞાન અવધિ અને મન:પર્યાય કેવલજ્ઞાન દર્શન અને જ્ઞાન આગમોમાં પ્રમાણચર્ચા તર્કયુગમાં જ્ઞાન અને પ્રમાણ જ્ઞાનનું પ્રામાણ્ય પ્રમાણનું ફળ પ્રમાણના ભેદો પ્રત્યક્ષ પરોક્ષ ૧૮૩ ૧૮૫ ૧૮૮ ૧૯૦ ૧૯૦ ૧૯૫ ૨૦ ૨૦૬ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૨૧૪ સાપેક્ષવાદ વિભયવાદ અને અનેકાન્તવાદ એકાન્તવાદ અને અનેકાન્તવાદ ૨૨૬-૨૭૮ ૨૨૭ ૨૩૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૨૩ર (૧૫) નિત્યતા અને અનિત્યતા સાત્તતા અને અનન્તતા એકતા અને અનેકતા અતિ અને નાસ્તિ આગમોમાં સ્યાદ્વાદ અનેકાન્તવાદ અને સ્વાદુવાદ સ્યાદ્વાદ અને સપ્તભંગી ભંગોનું આગમકાલીન રૂપ સપ્તભંગી દોષપરિહાર નયવાદ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિ દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક દૃષ્ટિ વ્યાવહારિક અને નૈયિક દૃષ્ટિ અર્થન અને શબ્દનય નયના ભેદો નયોનો પારસ્પરિક સમ્બન્ધ ૨૩૮ ૨૩૮ ૨૪૦ ૨૪૧ ૨૪૩ ૨૪૭ ૨૫૩ ૨૫૯ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ર0 ૨૭૦ ૨૭૭ ૨૭૯-૩૩૬ ૨૮૦ ૨૮૧ ૨૮૬ ૨૮૭ ૨૮૮ કર્મસિદ્ધાન્ત કર્મવાદ અને ઇચ્છા સ્વાતંત્ર્ય કર્મવાદ અને અન્ય વાદો જૈન સિદ્ધાન્તનું મન્તવ્ય કર્મનું અસ્તિત્વ કર્મનું મૂર્તત્વ કર્મ, આત્મા અને શરીર ' આગમસાહિત્યમાં કર્મવાદ કર્મનું સ્વરૂપ કર્મબન્ધનાં કારણો કર્મબન્ધની પ્રક્રિયા કર્મનો ઉદય અને ક્ષય ૨૮૯ ૨૮૯ ૨૯૭ ૩૦૭ ૩૦૮ ૩૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મફળ કર્મની સ્થિતિ કર્મફળની તીવ્રતામંદતા કર્મના પ્રદેશ પુણ્ય અને પાપ કર્મની વિવિધ અવસ્થાઓ કર્મ અને પુનર્જન્મ ગુણસ્થાન બન્મ અને મોક્ષ ૩૯ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૫ ૩૨૮ ૩૨૯ ૩૩૪ આચારશાસ્ત્ર શ્રમણાચાર પંચમહાવ્રત રાત્રિભોજનવિરમણવ્રત છ આવશ્યક શ્રમણોના વિભિન્ન પ્રકારો વસ્ત્રમર્યાદા સામાચારી પંડિતમરણ શ્રાવકાચાર અણુવ્રત ગુણવ્રત શિક્ષાવ્રત સંલેખના પ્રતિમાઓ ૩૩૭-૩૭૫ ૩૩૮ ૩૩૯ ૩૪૩ ૩૪૩ उ४७ ૩૪૯ ૩પ૦ ૩૫૪ ૩૫૪ ૩૫૫ لی mm لی ૩૭૧ ૩૭ર, સંદર્ભગ્રન્થસૂચી વિશિષ્ટ શબ્દસૂચી ૩૭૬-૩૮૦ ૩૮૧-૪૦૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ પહેલું અધ્યયન જેન પરંપરાનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ પોતાની વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. તેમાં બે ધારાઓ પ્રવાહિત થઈ છે–શ્રમણ અને બ્રાહ્મણ. બ્રાહ્મણ ધારા અંતર્ગત વૈદિક, આર્ય અથવા હિન્દુ પરંપરાઓ આવે છે તથા શ્રમણ ધારામાં જૈન, બૌદ્ધ અને બીજી તાપસી અથવા યૌગિક પરંપરાઓ સમાવેશ પામે છે. બ્રાહ્મણ મતાનુયાયીઓ વેદ તથા વૈદિક સાહિત્યને પ્રમાણભૂત માને છે. જૈનો અને બૌદ્ધોને પોતપોતાના સિદ્ધાન્તઝળ્યો છે, તેમને તેઓ પ્રમાણ તરીકે સ્વીકારે છે. જૈનધર્મ જૈનધર્મ જગતના પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે. તે ભારતનો એક અતિ પ્રાચીન તથા સ્વતંત્ર ધર્મ છે. એ ધારણા બિલકુલ જખોટી છે કે મહાવીર તેના સંસ્થાપક હતા. મહાવીરના પૂર્વવર્તી પાર્શ્વનાથને પણ તેના જન્મદાતા ન કહી શકાય. તેવી જ રીતે એ પણ કહેવું સાચું નથી કે જૈનધર્મનો ઉદ્ભવ વૈદિક ધર્મની પ્રતિક્રિયાના રૂપમાં થયો છે. હકીકતમાં તો જૈનધર્મ પૂર્ણતઃ સ્વતન ધર્મ છે. એક રીતે તો તે વૈદિક ધર્મથી પણ પુરાણો છે. જૈન સંસ્કૃતિ, જે અત્યારે ભારતમાં શ્રમણધારાનું પ્રતિનિધિત્વ કરે છે તે, પોતાના નિષેધાત્મકરૂપમાં અવૈદિક, અનાર્થ તથા અબ્રાહ્મણ છે. તેને તેની પોતાની વિશેષતાઓ છે. સ્મરણાતીત કાળથી આ ભારતભૂમિ પર તે પોતાનો વિકાસ અને વિસ્તાર કરી રહી છે. મોહેનજોદડો તથા હડપ્પાની સિમ્પસભ્યતા જૈન સંસ્કૃતિની પ્રાચીનતા પર પર્યાપ્ત પ્રકાશ નાખે છે. ભારતીય સંસ્કૃતિની બન્ને ધારાઓ એકબીજીને પ્રભાવિત કરતી રહી છે એ વાતનો નિષેધ નહિ કરી શકાય. હકીકતમાં ભારતીય સંસ્કૃતિ એક સમન્વિત સંસ્કૃતિ છે જેના વિકાસમાં બન્ને ધારાઓએ – શ્રમણ અને બ્રાહ્મણ બન્ને ધારાઓએ—પોતપોતાનો ફાળો આપ્યો છે. એ સાચું છે કે બન્ને ધારાઓમાં ઘણી બધી સમાનતાઓ છે, કિન્તુ એ પણ ખોટું નથી કે બન્નેને પોતપોતાની વિશેષતાઓ અને વિભિન્નતાઓ પણ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પ્રતિભાવાદ અને દિગમ્બરત્વ સિમ્પસભ્યતાનો સમય ઈ.સ. પૂર્વ ૩૦૦૦મનાય છે. આ સભ્યતા વૈદિક કાળમાં પ્રચલિત આર્ય સભ્યતાથી જુદી છે. તુલનાના આધારે જણાય છે કે આ બન્ને સભ્યતાઓ વચ્ચે તાદાભ્યનો સંબંધ ન હતો. વૈદિક ધર્મ સામાન્યપણે અમૂર્તિવાદી છે, પરંતુ મોહેનજોદડો તથા હડપ્પામાં મૂર્તિવાદની ઝલક સ્પષ્ટદેખાય છે. મોહેનજોદડોના ઘરોમાં વેદિકાનો અભાવ દેખાય છે. વળી, ત્યાં સાથે સાથે જ ઘણાં નગ્ન ચિત્રો તથા નગ્ન મૂર્તિઓ પણ મળી છે જેમને તપસ્વી યોગીઓનાં ચિત્રો યા તેમની મૂર્તિઓ માની શકાય. મૂર્તિવાદ અને નગ્નતા જૈન સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓ છે. મોહેનજોદડોની નગ્ન મૂર્તિઓ ઉપરથી એ સ્પષ્ટ સૂચિત થાય છે કે સિન્થસભ્યતાના લોકો કેવળ યોગની સાધના જ કરતા ન હતા પરંતુ યોગીઓની પ્રતિમાઓની પૂજા પણ કરતા હતા. ત્યાં મુદ્રાઓ ઉપર અંકિત ચિત્રોમાં બેઠેલા દેવોની સાથે સાથે ઊભા રહેલા દેવોનાં પણ ચિત્રો છે જે કાયોત્સર્ગ અવસ્થાને દર્શાવે છે. આ અવસ્થા વિશેષતઃ જૈન યોગ અથવા ધ્યાનની અવસ્થા છે. અહંતોના અનુયાયીઓ મહાવીર અને બુદ્ધની પહેલાં પણ એવા સમ્પ્રદાયો હતા જેમની આસ્થા વેદોમાં ન હતી. મહાવીર અને બુદ્ધના જન્મ પહેલાં પણ અહ તથા અહચૈત્યો હતાં. તે અહિતોના અનુયાયીઓ “વાત્ય' નામે ઓળખાતા હતા. તેમણે ગણતત્ર રાજ્યની પ્રથા અપનાવી હતી. તેમનાં ધર્મસ્થાનો અવૈદિક પૂજન તથા ધાર્મિક પથના પ્રદર્શક હતાં. તે અહિંસક હતા અને તેમની પ્રથાઓ બલિવિહીન હતી. આ તે જ લોકો હતા જેમની સાથે આર્યોને ભારતવર્ષમાં વસવાટ કરવા માટે ઝૂઝવું પડ્યું હતું. વૈદિક કાળમાં કેટલાક સંતો “યતિ' કહેવાતા હતા. સંભવતઃ આ યતિઓ અવૈદિક મતને માનનારા અર્થાત શ્રમણ સમાજના સભ્યો રહ્યા હશે. આ ઉપરાંત કેટલાક નગ્ન સાધુઓનાં પણ વર્ણનો મળે છે જેમના ઉપરથી કઠિન સંન્યાસસાધનાનું અનુમાન થાય છે. એવા લોકો કે જેમણે ત્યાગને પસંદ કર્યો અને સાંસારિક સુખોને તિલાંજલિ આપી દીધી તેઓ શ્રમણ સમાજ અથવા અવૈદિક સમાજના મજબૂત સ્તંભો હતા. બ્રાહ્મણ મત આનાથી તદ્દન ભિન્ન હતો. તેમાં દીર્ધાયુ, વીર સત્તાન, ધન, શક્તિ, ખાદ્ય અને પેયની વિપુલતાની તથા વિપક્ષીઓના પરાજયની કામના કરવામાં આવતી હતી. તેથી એવું જણાય છે કે પ્રારંભમાં ત્યાગના સિદ્ધાન્તનો બ્રાહ્મણ અથવા આર્ય સમાજ સાથે સંબંધ ન હતો. જૈન સંસ્કૃતિ તથા દ્રાવિડ સંસ્કૃતિ જૈન સંસ્કૃતિ તથા પ્રાર્વેદિક દ્રાવિડ સંસ્કૃતિ વચ્ચે અનેક સમાનતાઓ જોવા મળે Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઇતિહાસ છે. બન્ને સરળ, સ્પષ્ટ અને નિરાશાવાદી દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિઓ છે. જૈનધર્મ નિરાશાવાદી છે અર્થાત્ દુનિયા દુ:ખપૂર્ણ છે એમાં વિશ્વાસ કરે છે. વૈદિક આશાવાદમાં આ જાતની માન્યતા નથી. જૈનધર્મ તથા દ્રાવિડ ધર્મ બન્ને અનીશ્વરવાદને માને છે તેમ જ આત્મા અને ભૌતિક પદાર્થો વચ્ચેના દ્વાદને સ્વીકારે છે. બન્ને પુનર્જન્મ અને કર્મવાદના સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરે છે. પ્રારંભમાં બ્રાહ્મણોને આ બન્ને સિદ્ધાન્તોની જાણકારી હતી એમ કહી શકાતું નથી. તેથી વિદ્વાનો એવું માને છે કે સિન્થસભ્યતાના લોકો દ્રાવિડ હતા. મોહેનજોદડોના નિવાસીઓ દ્રાવિડ હતા, તેમની ભાષા અને સંસ્કૃતિ પણ દ્રાવિડ જ હતી. જૈનધર્મ તથા બૌદ્ધધર્મ જૈનધર્મ અને બૌદ્ધધર્મ શ્રમણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. જો જૈન અને બૌદ્ધ સ્રોતોના આધારે જૈનધર્મની પ્રાચીનતાને આંકવાનો પ્રયાસ કરવામાં આવે તો એ સ્પષ્ટપણે જણાશે કે જૈનધર્મ બૌદ્ધધર્મથી પ્રાચીન છે. બૌદ્ધ પિટકગ્રન્થોના ‘નિગણ્ય નાટપુત્ત' જૈનધર્મના અન્તિમ તીર્થકર મહાવીર જ છે. તેમના નિર્વાણનું સ્થાન પાવા દર્શાવવામાં આવ્યું છે. બૌદ્ધમતાનુયાયીઓએ જૈનોને પોતાના પૂર્વસંગઠિત પ્રતિદ્વન્દી માન્યા છે. બુદ્ધ સત્યની ખોજ માટે અનેક પ્રયોગો કર્યા હતા પરંતુ મહાવીરના જીવનમાં એવી વાત મળતી નથી. તેમણે તો પુરાણા નિર્ઝન્થ ધર્મને અપનાવ્યો અને તેનો ઉપદેશ આપ્યો. દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં નિર્ચન્થ ધર્મના ચાતુર્યામનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી પ્રગટ થાય છે કે બૌદ્ધોને જૈન પરંપરાની જાણકારી હતી. ભગવાન મહાવીરની પહેલાં થયેલા ભગવાન પા ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો હતો. મહાવીરે તેનું અનુસરણ કર્યું પરંતુ તેમણે તેમાં એક વ્રત ઉમેરીને તેને પંચયામનું અર્થાત્ પંચવ્રતનું રૂપ આપ્યું, આ વસ્તુ જૈનોના ઉત્તરાધ્યયનસૂત્ર(અ.૨૩)થી સ્પષ્ટ થાય છે. આ આગમગ્રન્થમાં પાર્શ્વના અનુયાયી કેશી તથા મહાવીરના અનુયાયી ગૌતમની વચ્ચે થયેલા વાર્તાલાપનું ઘણું જ રોચક વર્ણન છે. તેમાં બન્ને પક્ષોના નેતાઓએ પોતપોતાના ધર્મગુરુઓના સિદ્ધાન્તોને જાણ્યા અને સમજ્યા. તેમણે ચાતુર્યામ તથા પંચવ્રતનું વ્યાખ્યાન કર્યું અને એ સ્વીકાર્યું કે હકીકતમાં આ બન્ને (પાર્થ અને મહાવીરના) સિદ્ધાન્તો એક જ છે. પાર્શ્વની ઐતિહાસિકતા ભગવાન પાર્શ્વની ઐતિહાસિકતાને હવે નિર્વિરોધ નિર્વિવાદ સ્વીકારી લેવામાં આવી છે. મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં પાર્જ થયા હતા. તેમનો જન્મ વારાણસીના Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન રાજા અશ્વસેન અને રાણી વામાના પુત્ર તરીકે થયો હતો. ૩૦ વર્ષની ઉંમરે ઘરબાર છોડીને તેમણે સંન્યાસ લીધો અને ૮૩ દિવસો સુધી લગાતાર તપસ્યા કરતા રહ્યા. ૮૪મા દિવસે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ૭૦ વર્ષ સુધી તેમણે ઉપદેશ આપ્યો તથા ૧૦૦ વર્ષની ઉંમરે તેઓ સમેતશિખર ઉપર મોક્ષ પામ્યા. ભગવાન પાર્શે ઉપદેશેલા ચાર વ્રત આ છે – હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી અને ધનનો સંચય ન કરવો. જો કે આમાં બ્રહ્મચર્ય વ્રતનો પણ સમાવેશ થઈ જાય છે છતાં પાર્શ્વ અને મહાવીરની વચ્ચેના ૨૫૦વર્ષના ગાળામાં શિથિલતાઓ અને નબળાઈઓ એટલી બધી વધી ગઈ કે મહાવીરને પૂર્વપ્રતિષ્ઠિત ચાર વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અલગથી ઉમેરવું પડ્યું. આમ ભગવાન મહાવીરે ઉપદેશેલા વ્રતોની સંખ્યા ચારના બદલે પાંચ થઈ ગઈ. નેમિનાથ અને અન્ય તીર્થંકર ભગવાન પાર્શ્વની પહેલાં થઈ ગયેલા નેમિનાથ અથવા અરિષ્ટનેમિ કૃષ્ણના કાકાના દીકરા ભાઈ હતા. જો કૃષ્ણની ઐતિહાસિકતા સ્વીકારવામાં આવતી હોય તો નેમિનાથને પણ ઐતિહાસિક પુરુષ માનવા જોઈએ. નેમિનાથ સૌર્યપુરના અન્ધકવૃષ્ણિના પૌત્ર અને સમુદ્રવિજયના પુત્ર હતા. દ્વારકાના રાજા ઉગ્રસેનની સુપુત્રી રાજુમતી સાથે કૃષ્ણ નેમિનાથના વિવાહ નક્કી કર્યા હતા. નેમિનાથે રૈવત (ગિરનાર) પર્વત પર મુક્તિ પ્રાપ્ત કરી હતી. એવી જૈન પરંપરા છે કે નેમિનાથના પહેલાં ૨૧ તીર્થંકરો બીજા થયા હતા જેમાં ઋષભદેવ પ્રથમ હતા. તે મહાન આત્માઓની ઐતિહાસિકતાની સ્થાપના કરવાનું કામ આસાન નથી. મહાવીર મહાવીર ૨૪મા અર્થાત્ અન્તિમ તીર્થકર હતા. પાલિ ગ્રન્થો અનુસાર બુદ્ધ મહાવીરના સમકાલીન હતા પરંતુ તે બન્નેનો કદી મેળાપ થયો ન હતો. પ્રારંભના પ્રાકૃત ગ્રન્થોમાં બુદ્ધનો નામોલ્લેખ થયો નથી. તે ઉપરથી જણાય છે કે મહાવીર અને તેમના અનુયાયીઓએ બુદ્ધના વ્યક્તિત્વને વિશેષ મહત્ત્વ આપ્યું નથી. પરંતુ પાલિ ત્રિપિટકમાં મહાવીરને બુદ્ધકાલીન છ તીર્થકરોમાંના એક માનવામાં આવ્યા છે. તેથી જણાય છે કે મહાવીર એક પ્રભાવશાળી પુરુષ અને અગ્રગણ્ય શ્રમણ હતા. શ્વેતામ્બર જૈન પરંપરા અનુસાર મહાવીર વિક્રમ સંવતથી ૪૭૦ વર્ષ પહેલાં મુક્ત થયા હતા અને દિગમ્બર જૈન પરંપરા અનુસાર તેઓ શક સંવતથી ૬૦૫ વર્ષ પહેલાં મોક્ષ પામ્યા હતા. આ બેમાંથી કોઈ પણ ગણનાના આધારે મહાવીરનો Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઇતિહાસ મુક્તિલાભનો કાળ ઈ.સ. પૂર્વે પર૭ આવે છે. તે ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા એટલે તેમનો જન્મસમય ઈ.સ. પૂર્વ પ૯૯ આસપાસનો આવે છે. બૌદ્ધ આગમગ્રન્થોમાં નાટપુત્ત(ણાયપુત્ત – જ્ઞાતપુત્ર) અને નિગંઠો (ણિગંથો – નિર્ઝન્યો) અર્થાત મહાવીર અને જૈનો અંગે ઘણા બધા ઉલ્લેખો મળે છે. તે ઉલ્લેખોમાં નાટપુરનું પાવામાં મરણ તે વખતે ઉ@િખત થયું છે જ્યારે બુદ્ધ ધર્મોપદેશ કરવામાં લાગેલા હતા. હેમચન્દ્રના મતે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેકથી ૧પપ વર્ષ પહેલાં મહાવીર નિર્વાણ પામ્યા હતા. તદનુસાર મહાવીરનો જીવનકાળ ઈ.સ. પૂર્વ પ૪૯ થી ૪૭૭ની આસપાસ આવે છે અર્થાત્ મહાવીરનું મરણ બુદ્ધના મરણ પછી થોડાક સમયે થયું. કેટલાક વિદ્વાનો આ મતનું સમર્થન કરે છે. એમાં કોઈ શક નથી કે પાર્થ મહાવીરથી ર૫૦ વર્ષ પહેલાં થયા હતા. જૈન આગમોમાં એવો ઉલ્લેખ છે કે મહાવીરના માતા-પિતા પાર્શ્વના, જેમનું મરણ મહાવીરના મરણ(ઈ.સ. પૂર્વ પ૨૭)થી ૨૫૦ વર્ષ પહેલાં થયું હતું તેમના અનુયાયી હતા. પાર્શ્વનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું એટલે તેમનો જીવનકાળ ઈ.સ. પૂર્વ ૮૭૭૭૭૭ આવે છે. મહાવીર કોઈ નવા ધર્મના પ્રવર્તક ન હતા પરંતુ એક એવા ધર્મના સંશોધક અને આરાધક હતા જે ધર્મ બહુ પહેલેથી ચાલતો આવ્યો હતો. ઉત્તરાધ્યયનસૂત્ર(અ.૨૩)માંથી આ અંગે સારી એવી પૂરતી જાણકારી મળે છે. તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે: પાર્થપરંપરાના કેશી નામના એક પ્રસિદ્ધ આચાર્ય હતા. તે એકવાર પોતાના શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા અને ત્યાંના તિન્દુક નામના ઉદ્યાનમાં રહ્યા. તે વખતે મહાવીરના (વર્ધમાનના) મુખ્ય શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિ પણ પોતાના શિષ્યમંડળ સાથે શ્રાવસ્તી પહોંચ્યા અને ત્યાંના કોઇક નામના ઉદ્યાનમાં રહ્યા. બન્નેના શિષ્યો સંયમ અને તપને ધારણ કરનારા હતા. તેમના મનમાં આ જાતનો વિચાર ઉદ્ભવ્યો : શું અમારા લોકોનાં વ્રત-નિયમ સાચાં છે કે તે લોકોના ? શું અમારા લોકોના સિદ્ધાન્ત યોગ્ય છે કે તે લોકોના? પાર્શ્વનો ચાર વ્રતોવાળો ધર્મ બરોબર છે કે મહાવીરનો પાંચ વ્રતોવાળો? શું સાધુઓને વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કરતો નિયમ સાચો છે કે મુનિઓને વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપતો નિયમ સાચો છે? બન્નેનો ઉદ્દેશ્ય એક જ હોવા છતાં પણ આ અત્તર કેમ? Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પોતાના શિષ્યોના વિચારો જાણી કેશી તથા ગૌતમ બન્નેએ એકબીજાને મળવાનું વિચાર્યું. ગૌતમ તિન્દુક ઉદ્યાનમાં ગયા, ત્યાં કેશીએ તેમનું સ્વાગત કર્યું. ગૌતમની અનુમતિથી કેશીએ પ્રશ્ન રજૂ કર્યો – “પાર્થે ઉપદેશેલાં ચાર વ્રતો છે અને વર્ધમાને પાંચ વ્રતોનો ઉપદેશ દીધો છે. આ બન્ને પ્રકારના નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. તો પછી બન્નેની વચ્ચે અંતર હોવાનું કારણ શું? શું આપને આ અંગે કોઈ સંશય નથી?' ગૌતમે ઉત્તર આપ્યો – “પ્રથમ તીર્થંકરના સમયના સાધુઓ સરળ હતા પરંતુ મન્દબુદ્ધિ હતા, અંતિમ તીર્થંકરના સમયના સાધુઓ મન્દબુદ્ધિ હોવાની સાથે સાથે વક્ર પણ હતા તથા આ બન્નેની વચ્ચે થયેલા સાધુ સરળ અને સમજદાર હતા. તેથી ધર્મનું બે રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું.” આ ઉત્તરથી કેશીની પેલી શંકા દૂર થઈ ગઈ. તેમણે બીજો પ્રશ્ન રજૂ કર્યો – “વર્ધમાને વસ્ત્રને ધારણ કરવાનો નિષેધ કર્યો છે પરંતુ પાજે એક અધોવસ્ત્ર અને ઉપરિવસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી છે. આ બન્ને નિયમ એક જ ઉદેશ્યની પૂર્તિ માટે બનાવ્યા છે, તો પછી બેમાં અત્તર કેમ છે?' ગૌતમે ઉત્તર આપ્યો – “વિભિન્ન બાહ્ય ચિહ્નોનો પ્રયોગ સંયમવિષયક ઉપયોગિતા તથા વિશિષ્ટતાની દષ્ટિએ થાય છે પરંતુ હકીકતમાં મોક્ષનાં સાધનો તો ત્રણ જ છે–સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર.” આ ઉત્તરથી પણ કેશીને સંતોષ થયો. એટલે ગૌતમ પાસે તેમણે પંચવ્રતધર્મ અંગીકાર કર્યો. ઉત્તરાધ્યયનસૂત્રના આ વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાર્થ તથા મહાવીરના અનુયાયીઓની વચ્ચે મુખ્ય બે જાતનો મતભેદ હતો – પહેલાનો સંબંધ વ્રતો સાથે હતો અને બીજાનો વસ્ત્રો સાથે. પાર્થે ચાર વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ મહાવીરે બ્રહ્મચર્ય નામનું પાંચમું વ્રત તેમાં ઉમેરી દીધું. પાર્ગે સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી હતી. પરંતુ મહાવીરે વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કર્યો હતો. અસ્તુ, કેશી અને તેમના શિષ્યોએ વસ્ત્રત્યાગનો સ્વીકાર કર્યા વિના જ પંચવ્રતનો સ્વીકાર કર્યો અને પરિણામે મહાવીરના સંઘમાં બે પ્રકારના મુનિઓ થયા–– સચેલક અર્થાત્ વસ્ત્રને ધારણ કરનારા અને અચેલક અર્થાત્ વસ્ત્ર ધારણ ન કરનારા. ભગવાન મહાવીરનો જન્મ વૈશાલીના ઉત્તર ભાગમાં આવેલા કુડપુર(કુંડગ્રામ)ના ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર તરીકે થયો હતો. તે જ્ઞાતૃવંશના હતા. તેમનો જન્મ ચૈત્ર મહિનામાં શુક્લા ત્રયોદશીના દિવસે થયો હતો. જ્યારથી તે ત્રિશલાના ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યના ખજાનામાં સુવર્ણ, ચાંદી, ઝવેરાત આદિની વૃદ્ધિ થવા લાગી. પરિણામે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. આમ તે ત્રણ નામે પ્રસિદ્ધ થયા –- વર્ધમાન, શ્રમણ અને મહાવીર. વર્ધમાન નામ તેમને માતાપિતા Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઇતિહાસ તરફથી મળ્યું. લોકોએ તેમને શ્રમણ નામે બોલાવ્યા, કારણ કે તે સતત સમભાવપૂર્વક સહજ સુખ સાથે ઘણા દિવસો સુધી તપસ્યામાં લીન રહેતા હતા. જ્યારે તેમણે બધી જાતના ભય, સંઘર્ષ, વિપદાઓ વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો ત્યારે દેવતાઓએ તેમને ‘મહાવીર' ઉપાધિ આપી. - વર્ધમાને ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થ તરીકેનું જીવન વીતાવ્યું. જયારે તેમના માતાપિતાનો સ્વર્ગવાસ થઈ ગયો ત્યારે તેમણે પોતાના વડીલોની રજા લઈને પોતાની સઘળી સંપત્તિ વરસ સુધી ગરીબોમાં વહેંચી અને પછી ઘરબાર પણ છોડી દીધાં, ત્યાગી દીધાં. બે દિવસ સુધી ઉપવાસ કરીને પછી વર્ધમાને એક વસ્ત્ર ધારણ કરી ચન્દ્રપ્રભા નામની પાલખીમાં બેસી જ્ઞાતૃખંડ નામના ઉદ્યાન તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં પહોંચ્યા પછી તે પાલખીમાંથી નીચે ઉતરી ગયા અને અશોક વૃક્ષ પાસે પોતાનાં સઘળાં આભૂષણોને ત્યાગી, માથાના વાળને પાંચ મુઠ્ઠીઓમાં ખેંચી કાઢી પૂરેપૂરા અનગાર (ગૃહત્યાગી) બની ગયા. તેમણે સિરફ એક વરસ અને એક મહિના સુધી જ એક વસ્ત્ર ધારણ કર્યું, ત્યાર પછી તો તેનો પણ ત્યાગ કરીને તે નગ્ન વિચરવા લાગ્યા. મહાવીરે પોતાનો બીજો ચાતુર્માસ (વર્ષાવાસ) રાજગૃહના ઉપનગર નાલન્દામાં એક વણકરના ઘરમાં પસાર કર્યો. ત્યાં ગોશાલ નામનો આજીવિક તેમની પાસે આવ્યો અને પોતાનો શિષ્ય બનાવી લેવા મહાવીરને આગ્રહ કરવા લાગ્યો. મહાવીરે તેના આગ્રહ ઉપર ધ્યાન ન આપ્યું. ચાતુર્માસના અંતે જ્યારે તેમણે તે સ્થાન છોડી દીધું ત્યારે ગોશાલે તેમને ફરી વિનંતી કરી. આ વખતે મહાવીરે તેને શિષ્ય તરીકે સ્વીકારી લીધો અને બન્ને લાંબા સમય સુધી સાથે રહ્યા. જ્યારે બન્ને સિદ્ધાર્થપુરમાં રોકાયા હતા ત્યારે ગોશાલે એક તલના છોડને વિશે તેને ફળ લાગવાની મહાવીરે કરેલી ભવિષ્યવાણીને પડકારી અને તે છોડને ઉખાડી ફેંકી દીધો. સંજોગવશ વરસાદ થયો, પરિણામે પેલો છોડ જમીનમાં ચોટી ગયો, હરિયાળો બની ગયો અને તેને ફળ લાગ્યાં. આ જોઈને ગોશાલે ઘોષણા કરી કે બધી ચીજો પૂર્વનિશ્ચિત (પૂર્વનિયત) છે અને બધા જીવોમાં પુનઃ જીવિત થવાની ક્ષમતા છે. મહાવીરે આ સિદ્ધાન્તનો સ્વીકાર ન કર્યો. એટલે ગોશાલે મહાવીર સાથેનો સંબંધ તોડી નાખ્યો અને આજીવિક નામના એક નવા સંપ્રદાયને જન્મ આપ્યો. મહાવીરે પશ્ચિમ બંગાળના લાઢ પ્રદેશ સુધી વિહાર કર્યો. ત્યા વજભૂમિ અને શુભ્રભૂમિના અનાર્ય ક્ષેત્રમાં તેમને બધી જાતની યાતનાઓ સહન કરવી પડી. પ્રતિકૂળ હવામાન, કાંટાળી ઝાડીઓ, ઝેરીલા જંતુઓ અને મહાવીરની પાછળ કૂતરા દોડાવનાર લોકોના કારણે મહાવીર સામે ઘણી બધી વિપદાઓ ખડી થઈ. તેમણે પોતાનો નવમો Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન ધર્મ-દર્શન ચાતુર્માસ (વર્ષાવાસ) લાઢ પ્રદેશમાં જ ગાળ્યો. વિવિધ બાધાઓ અને આપદાઓ હોવા છતાં પણ મહાવીર સ્થિરચિત્ત બની બાર વર્ષ સુધી કઠિન તપસ્યામાં લીન રહ્યા. તેરમા વર્ષની વૈશાખ શુક્લા દશમીના દિવસે જંભિકગ્રામની બહાર ઋજુપાલિકા નદીના ઉત્તર તટ ઉપર શ્યામાક ગૃહસ્થના ખેતરમાં શાલવૃક્ષની નીચે તે મહાન તપસ્વીને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થઈ. તે પછી તેમણે અર્ધમાગધી ભાષામાં ધર્મોપદેશ આપ્યો અને ચતુર્વિધ સંઘ(સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા)ની સ્થાપના કરી. ભગવાન મહાવીરે પોતાના જીવનના અંતિમ ત્રીસ વર્ષ સર્વજ્ઞ તરીકે વીતાવ્યા. અંતિમ વર્ષાવાસ તેમણે પાવાપુરીમાં કર્યો અને ત્યાં જ ૭૨ વર્ષની ઉંમરે તેમને કાર્તિક માસની કૃષ્ણા અમાવસ્યાના દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું. તે સમયે ત્યાં કાશી તથા કોશલ રાજ્યના ૧૮ રાજા તથા મલકી અને લેચ્છકી વંશના પણ ૧૮ રાજા ઉપસ્થિત હતા. તે બધાએ મહાવીરના નિર્વાણ સાથે જ આધ્યાત્મિક જ્યોતિ વિલુપ્ત થઈ ગઈ એમ વિચારીને દીપક પ્રગટાવી ભૌતિક જ્યોતિ પ્રગટાવી. ભગવાન મહાવીર એક બૃહસંઘના અધિષ્ઠાતા હતા. તે સંઘમાં ૧૪,૦૦૦ સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૯,૦૦૦શ્રાવકો અને ૩,૧૮,૦૦૦શ્રાવિકાઓ હતી. મહાવીરના અનુયાયીઓ નીચે જણાવ્યા મુજબ વિવિધ પ્રકારના હતા–મહાવ્રતી સાધુઓ અર્થાત શ્રમણ, જેમ કે ઇન્દ્રભૂતિ વગેરે; મહાવ્રતી સાધ્વીઓ અર્થાત્ શ્રમણીઓ, જેમ કે ચન્દના વગેરે; અણુવ્રતી શ્રાવકો, જેમ કે શંખ આદિ; અણુવ્રતી શ્રાવિકાઓ, જેમ કે તુલસા આદિ; સામાન્ય ગૃહસ્થ પુરુષ, જેમ કે શ્રેણિક (બિંબિસાર), કુણિક (અજાતશત્રુ), પ્રદ્યોત, ઉદાયન આદિ; સામાન્ય ગૃહસ્થી સ્ત્રીઓ, જેમ કે ચેલના આદિ. તીર્થકરના તીર્થ યા સંઘમાં શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારની વ્યક્તિઓનો જ સમાવેશ થાય છે. સુધર્મા, જમ્મુ, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી કેવળ ઇન્દ્રભૂતિ અને સુધર્મા જ ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. સુધર્માએ મહાવીરના નિર્વાણ પછી ૨૦વર્ષ બાદ મુક્તિ પ્રાપ્ત કરી. અગિયાર ગણધરોમાં સૌથી છેલ્લે મૃત્યુ પામનાર તે જ હતા. જમ્બુ તેમના શિષ્ય હતા. તે અંતિમ સર્વજ્ઞ હતા. જમ્બુ મહાવીરનિર્વાણના ૬૪ વર્ષ પછી મોક્ષ પામ્યા. સુધર્મા પછી છઠ્ઠી પેઢીએ ભદ્રબાહુ થયા. ભદ્રબાહુનો સમય ત્રીજી શતાબ્દી ઈ.સ. પૂર્વ છે. ભદ્રબાહુનું મૃત્યુ મહાવીર નિવણના ૧૭૦ વર્ષ પછી થયું. તે છેલ્લા શ્રુતકેવલી હતા. સ્થૂલભદ્રને ચાર પૂર્વો સિવાય અન્ય બધા સિદ્ધાન્તગ્રન્થોનું Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઇતિહાસ ૧૧ જ્ઞાન હતું. તેમણે નેપાલસ્થિત ભદ્રબાહુ પાસેથી પ્રથમ દસ પૂર્વે અર્થસહિત અને અંતિમ ચાર પૂર્વો અર્થ વિના જ ગ્રહણ કર્યા હતા. આ રીતે આગમગ્રન્થોનો ક્રમશઃ હ્રાસ થવા લાગ્યો. તેમ છતાં ઘણા બધા પ્રામાણિક મૂલ આગમગ્રન્થ આજ પણ સુરક્ષિત છે. પરંતુ દિગમ્બરોની એવી ધારણા છે કે મૂલ આગમો બધા જ લુપ્ત થઈ ગયા છે. જબૂના સમય સુધી દિગમ્બર અને શ્વેતામ્બર પરંપરાઓમાં ધર્માચાર્યોનાં નામ આદિમાં કોઈ અત્તર જણાતું નથી. બન્ને પરંપરાઓમાં તે સમાનપણે મળે છે. જો કે ભદ્રબાહુના જીવન સંબંધી ઘટનાઓની બાબતમાં બન્ને પરંપરાઓમાં વિભિન્ન માન્યતાઓ છે તેમ છતાં બન્ને પરંપરાઓમાં ભદ્રબાહુને સમાન સ્થાન પ્રાપ્ત છે. ભદ્રબાહુના ઉત્તરાધિકારીના નામના સંબંધમાં પણ કોઈ એક નિર્વિરોધ માન્યતા નથી. વચ્ચેના આચાર્યોનાં નામોમાં તો સારું એવું અંતર છે જ. આ બધી વાતોને જોતાં એવું લાગે છે કે દિગમ્બર તથા શ્વેતામ્બર બન્ને પરંપરાઓમાં ભદ્રબાહુ (શ્રુતકેવલી) નામના અલગ અલગ બે આચાર્યો થયા જે સંભવતઃ સમકાલીન હતા. શ્વેતામ્બર મત અનુસાર ભદ્રબાહુનું મૃત્યુ મહાવીરનિર્વાણથી ૧૭૦વર્ષ પછી થયું જ્યારે દિગમ્બર મત અનુસાર ભદ્રબાહુનું દેહાવસાન મહાવીરનિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયું. શ્વેતામ્બર માન્યતા અનુસાર ભદ્રબાહુ નેપાલ ગયા હતા અને ઘણા દિવસો સુધી ત્યાં તપસ્યામાં લીન રહ્યા હતા. તે વખતે દષ્ટિવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્થૂલભદ્ર તથા અન્ય સાધુઓ તેમની પાસે ગયા. દિગમ્બર પરંપરા તો એ વાતમાં વિશ્વાસ ધરાવે છે કે ભદ્રબાહુ અન્ય સાધુઓ સાથે દક્ષિણ ભારત ગયા હતા. તે માને છે કે ચન્દ્રગુપ્તના શાસનકાળમાં (ઈ.સ. પૂર્વે ૩૨૨૨૯૮) જૈનસંઘના નાયક ભદ્રબાહુ હતા. તે અંતિમ શ્રુતકેવલી હતા. તેમણે બાર વર્ષ લાંબો દુકાળ પડવાની આગાહી કરી અને ઘણા બધા જૈન સાધુઓને સાથે લઈને તે દક્ષિણ ભારત જતા રહ્યા. ત્યાં જઈને તે બધા મૈસૂરના શ્રવણબેલગોલા નામના સ્થાને રહેવા લાગ્યા. ભદ્રબાહુનું મૃત્યુ ત્યાં થયું. શ્રમણધર્મના અનુયાયી રાજા ચન્દ્રગુપ્ત પોતાનું રાજપાટ છોડી શ્રવણબેલગોલા ગયા, ત્યાં ઘણા દિવસો સુધી એક ગુફામાં તપસ્યા કરતા રહ્યા અને છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યા. સસ્પતિ જૈનધર્મના પ્રસાર માટે સ્થૂલભદ્રના શિષ્ય સુહસ્તીએ અશોકના પૌત્ર તથા ઉત્તરાધિકારી રાજા સમ્પતિને પ્રભાવિત કર્યો. સમ્મતિના મનમાં જૈનધર્મનો વિસ્તાર કરવાનો ઘણો ઉત્સાહ હતો. તેણે આખા દેશમાં અનેક જૈનમંદિરો નિર્માણ કર્યા. સુહસ્તીના નિર્દેશનમાં ઉજજૈનમાં સમ્મતિએ એક ઘણો મોટો ધર્મોત્સવ કર્યો. તે સમયે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ જૈન ધર્મ-દર્શન સમ્મતિ રાજાએ જે શ્રદ્ધા-ભક્તિ દર્શાવી તેનાથી પ્રભાવિત થઈને તેની પ્રજા પણ જૈનધર્મ તરફ આકર્ષાઈ. રાજા સમ્મતિએ ઘણા ધર્મદૂતોને અર્થાત ધર્મોપદેશકોને દક્ષિણ ભારત મોકલ્યા. તેમણે લોકોને તે ખાદ્ય પદાર્થો તથા અન્ય આવશ્યક વસ્તુઓની માહિતી આપી જેમને જૈન સાધુઓ ગ્રહણ કરી શકે છે. આ જાતની તૈયારી કરીને સમ્મતિએ અનેક જૈનાચાર્યોને પ્રેરિત કર્યા કે તેઓ જૈન સાધુઓને તે પ્રદેશોમાં મોકલે. આ રીતે દક્ષિણ ભારતના અન્ન અને દ્રમિલ દેશોમાં ધર્મોપદેશક મોકલવામાં આવ્યા. ખારવેલ સમ્મતિના સમયની આસપાસ જ કલિંગ દેશમાં ખારવેલ નામનો રાજા થયો. તેના ખંડગિરિના શિલાલેખમાંથી એ જાણવા મળે છે કે કેવી રીતે તેણે જૈન સાધકોને ખૂબ દાન આપ્યું અને તેમને રહેવા માટે પાષાણગૃહોનું નિર્માણ કર્યું. આ શિલાલેખનો સમય લગભગ ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીના મધ્ય ભાગ છે. આજ પણ ઓરિસાના ખંડગિરિ, ઉદયગિરિ અને નીલગિરિ ડુંગરોમાં જૈન ગુફાઓ મળે છે. હાથીગુફા એક વિશાળ પ્રાકૃતિક ગુફા હતી જેને રાજા ખારવેલે સમરાવી હતી. તેમાં ખારવેલનો એક ખંડિત શિલાલેખ મળ્યો છે, તેનો પ્રારંભ જૈન મંગલવિધિથી થયો છે. કાલકાચાર્ય અને ગર્દભિલ્લા ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દીમાં, જયારે ઉજજૈન ઉપર ગર્દભિલ્લનું શાસન હતું ત્યારે કાલકાચાર્ય નામના પ્રસિદ્ધ જૈનાચાર્ય થયા. તેમની બેન સરસ્વતી જે જૈન સાધ્વી હતા તેમનું ગદૈભિલ્લે અપહરણ કર્યું. કાલકાચાર્યે વારંવાર રાજાને વિનંતી કરી અને તેને ધમકાવ્યો પણ ખરો જેથી તે સાધ્વીને છોડી દે પરંતુ રાજાએ તેમની વિનંતી કે ધમકીને જરા પણ ગણકારી નહિ. પરિણામે, કાલકાચાર્યે સિન્ધની પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું અને શકોને ગર્દભિલ્લ વિરુદ્ધ ઉશ્કેર્યા. શકોએ ઉજ્જૈન પર ચડાઈ કરી અને ગર્દભિલ્લને હરાવીને ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ગર્દભિલ્લના ઉત્તરાધિકારી વિક્રમાદિત્યે ગમે તેમ કરીને આક્રમણકારોને ભગાડ્યા અને પુનઃ પોતાનો અધિકાર સ્થાપ્યો. મથુરાનો જૈન સૂપ મથુરાની કંકાલી ટેકરીના ખોદાણથી પ્રાપ્ત થયેલા જૈન સ્તૂપ ઉપર ઈ.સ.ની બીજી શતાબ્દીનો શિલાલેખ મળ્યો છે. આ શિલાલેખમાંથી જાણવા મળે છે કે તે સ્તૂપ દેવોએ નિર્માણ કર્યો હતો. પરંતુ આવા વિશ્વાસની પાછળ છુપાયેલું સત્ય એ છે કે તે સમયે તે સૂપને લોકો સ્મરણાતીત પ્રાચીન માનતા હતા. મથુરાની મૂર્તિઓ તથા શિલાલેખ જૈન Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાનો ઇતિહાસ ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. કુમારપાલ અને હેમચન્દ્ર ગુજરાત-કાઠિયાવાડમાં પ્રારંભિક શતાબ્દીઓમાં પણ જૈનધર્મનો પ્રચાર હતો. મધ્યયુગમાં સિદ્ધરાજ જયસિંહે (૧૦૯૪-૧૧૪૩ ઈ.સ.), જે સ્વયં શિવોપાસક હતો તેણે, એક મહાન જૈનાચાર્ય તથા ગ્રન્થકાર હેમચન્દ્રને વિશિષ્ટ વિદ્વાન તરીકે પોતાના દરબારમાં સદસ્યનું સ્થાન આપ્યું હતું. કુમારપાલે (૧૧૪૩-૧૧૭૩ ઈ.સ.) તો હેમચન્દ્રથી પ્રભાવિત થઈને પોતાને જૈનધર્મનો અનુયાયી જ બનાવી દીધો હતો. તેણે ગુજરાતને એક આદર્શ જૈન રાજ્ય બનાવવાના પ્રયાસ કર્યા. તે વખતે હેમચન્દ્રે અવસરનો પૂર્ણ લાભ લઈને પોતાની બહુવિધ શાસ્ત્રીય રચનાઓ દ્વારા એક વિશિષ્ટ જૈન સંસ્કૃતિની સ્થાપના કરી. તે ‘કલિકાલસર્વજ્ઞ'ની ઉપાધિથી વિભૂષિત થયા. દક્ષિણમાં કદમ્બ, ગંગ, રાષ્ટ્રકૂટ, ચાલુક્ય તથા હોય્સલ વંશના રાજાઓ જૈનધર્મના અનુયાયી હતા. દિગમ્બર અને શ્વેતામ્બર ૧૩ મહાવીરના સંઘમાં સચેલક તથા અચેલક બન્ને પ્રકારના સાધુઓ હતા. ‘સચેલક’ અને ‘શ્વેતામ્બર’ શબ્દો એક જ અર્થના ઘોતક છે તથા ‘અચેલક’ અને ‘દિગમ્બર’ શબ્દો એક જ ભાવને વ્યક્ત કરે છે. શ્વેતામ્બર સાધુ શ્વેત વસ્ત્ર ધા૨ણ કરે છે જ્યારે દિગમ્બર સાધુ કોઈ પણ પ્રકારનું વસ્ત્ર પહેરતા નથી. ‘દિગમ્બર' શબ્દનો અર્થ છે ‘આકાશવસ્ર’ અર્થાત્ આકાશ જ જેનું વસ્ત્ર છે. ‘શ્વેતામ્બર’ શબ્દનો અર્થ થાય છે ‘સફેદવસ’ અર્થાત્ સફેદ વસ્ત્ર ધારણ કરનાર. જમ્મૂના સમય સુધી બન્ને પરંપરાઓ એક સાથે હતી. તે પછી તે બન્ને પરંપરાઓના પોતપોતાના ધર્મનાયકોના નિર્દેશનમાં અલગ અલગ ધર્મપાલન શરૂ થયું. દિગમ્બરો અને શ્વેતામ્બરોની માન્યતાઓમાં નીચે જણાવેલ મુખ્ય ભેદ છે. (૧) દિગમ્બર માન્યતા અનુસાર મૂલ આગમો આજ સાવ જ નથી રહ્યા પરંતુ શ્વેતામ્બરોના મતે આજ પણ ઘણા બધા મૂલ આગમગ્રન્થો સુરક્ષિત છે. (૨) દિગમ્બરો અનુસાર સર્વજ્ઞ અર્થાત્ કેવલી પાર્થિવ ભોજન ગ્રહણ નથી કરતા પરંતુ શ્વેતામ્બરો આ મતને માનતા નથી. (૩) દિગમ્બર મત અનુસાર નગ્ન બન્યા વિના મુક્તિ પ્રાપ્ત થતી નથી અને સ્ત્રીઓ નગ્ન નથી રહી શકતી એટલે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. શ્વેતામ્બર મત અનુસાર મોક્ષ પ્રાપ્ત કરવા માટે નગ્નતા અનિવાર્ય નથી, એટલે સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ધર્મ-દર્શન કરી શકે છે. (૪) દિગમ્બર મત અનુસાર મહાવીરે લગ્ન કર્યું ન હતું. પરંતુ શ્વેતામ્બરો માને છે કે મહાવીરે લગ્ન કર્યું હતું અને તેમને એક પુત્રી પણ હતી. (પ) દિગમ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને કોઈ પણ રીતે શણગારતા નથી પરંતુ શ્વેતામ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને સારી રીતે શણગારે છે. આ બે પ્રમુખ સંપ્રદાયો પણ અન્ય નાના નાના ઉપસંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છે. શ્વેતામ્બર સંપ્રદાયના મુખ્ય ત્રણ ભેદ છે– મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. દિગમ્બર સમ્પ્રદાયના પણ મુખ્ય ત્રણ ભેદ છે-વીસપંથી, તેરપંથી અને તારણપંથી. મૂર્તિપૂર્જક તીર્થકરોની મૂર્તિઓની પૂજા કરે છે. સ્થાનકવાસી (૧૬મી શતાબ્દી) મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી કરતા. તેરાપંથી (૧૮મી શતાબ્દી) પણ મૂર્તિપૂજાનું સમર્થન નથી કરતા. અહિંસાની બાબતમાં તેમનો અન્ય જૈન સંમ્પ્રદાયો સાથે કંઈક મતભેદ છે. વીસપંથી મૂર્તિપૂજામાં ફળ-ફૂલ આદિનો પ્રયોગ કરે છે પરંતુ તેરપંથી કેવળ નિર્જીવ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તારણપંથી (૧૬મી શતાબ્દી) પૂજામાં મૂર્તિઓના બદલે ધાર્મિક ગ્રન્થોને રાખે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ બીજું અધ્યયન જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય બાહ્મણ ધર્મ-દર્શનનું આધારભૂત સાહિત્ય સંસ્કૃત વેદ તથા વૈદિક ગ્રન્થ છે. બૌદ્ધ ધર્મ-દર્શનનો આધાર પાલિ ત્રિપિટક તથા તન્યૂલક સાહિત્ય છે. જૈન ધર્મ-દર્શન પ્રાકૃત આગમો તેમજ તદાધારિત ગ્રન્થો પર અવલંબિત છે. આગમ આગમથી અમારું તાત્પર્ય આચારાંગ આદિ અંગગ્રન્થો તથા ઔપપાતિક આદિ અંગબાહ્ય ગ્રન્થોથી છે. સ્વયં મહાવીરે કંઈ લખ્યું નથી. મહાવીરના ઉપદેશો અથવા વિચારોનો સાર તેમના ગણધરોએ અર્થાત્ પ્રધાન શિષ્યોએ શબ્દબદ્ધ કર્યો છે. જ્યારે આપણે વર્તમાન આગમોને મહાવીરપ્રણીત કહીએ છીએ ત્યારે તેનું તાત્પર્ય એ જ છે કે અર્થરૂપે તેમનું પ્રરૂપણ ભગવાન મહાવીરે કર્યું અને ગ્રન્થરૂપે ગણધરોએ. આગમોનું પ્રામાણ્ય ગણધરાદિની અપેક્ષાએ નથી, પરંતુ મહાવીરની વીતરાગતાની અપેક્ષાએ છે. આગમરચના બે પ્રકારના પુરુષો દ્વારા થઈ છે : (૧) ગણધર અર્થાત ભગવાન મહાવીરના સાક્ષાત્ પ્રમુખ શિષ્ય તથા (૨) સ્થવિર અર્થાતુ અન્ય વરિષ્ઠ આચાર્ય. ગણધરકૃત આગમ અંગ અથવા અંગપ્રવિષ્ટ કહેવાય છે જ્યારે સ્થવિરત આગમ અનંગ અથવા અંગબાહ્ય કહેવાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ આગમોનું સંપાદન અથવા સંસ્કરણ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કર્યું હતું. કાલક્રમથી મૃતિનો હ્રાસ થતો જોઈને મહાવીરનિર્વાણથી લગભગ ૧૬૦ વર્ષ પછી બાર વર્ષનો લાંબો દુકાળ પૂરો થતાં પાટલિપુત્ર(પટના)માં જૈન શ્રમણસંઘ ભેગો થયો. ભેગા થયેલા શ્રમણોએ બાર અંગોમાંથી અગિયાર અંગો તો વ્યવસ્થિત કર્યા પરંતુ દૃષ્ટિવાદ નામનું બારમું અંગ તેમનાથી સંગૃહીત ન થઈ શક્યું. તે વખતે કેવળ ભદ્રબાહુ જ એક એવી વ્યક્તિ હતા જેમને દૃષ્ટિવાદનું જ્ઞાન હતું. પરંતુ તેઓ તે વખતે નેપાળમાં એક વિશેષ પ્રકારના યોગમાર્ગની સાધનામાં લીન હતા એટલે આ મુનિ સમેલનમાં ઉપસ્થિત રહેવાની સ્થિતિમાં ન હતા. તેથી સંઘે સ્થૂલભદ્ર અને અન્ય સાધુઓને દષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા માટે ભદ્રબાહુ પાસે મોકલ્યા. તે બધામાંથી કેવળ સ્થૂલભદ્ર જ દષ્ટિવાદ ગ્રહણ કરવામાં સમર્થ થયા. ભદ્રબાહુએ સ્થૂલભદ્રને કેવળ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન ધર્મ-દર્શન દસ પૂર્વે જ સાથે ભણાવ્યા, પૂરો દૃષ્ટિવાદ નહિ. બાકીના ચાર પૂર્વે અર્થ વિના જ જણાવ્યા. આ રીતે આચાર્ય સ્થૂલભદ્ર સુધી બાર અંગો સુરક્ષિત રહ્યા. આ આગમોની પ્રથમ વાચના છે. એ પછી આગમસાહિત્યનો ક્રમશઃ હ્રાસ થતો ગયો. દ્વિતીય વાચના મથુરા અને વલભી આ બન્ને સ્થાનોમાં થઈ. એક લાંબા દુકાળ પછી આર્ય સ્કન્દિલની અધ્યક્ષતામાં શ્રમણસંઘ મથુરામાં ભેગો થયો. જેને જે યાદ રહી શક્યું હતું તેના આધારે શ્રુતસાહિત્યનો પુનઃ સંગ્રહ કરવામાં આવ્યો. આ વાચનાનો કાળ વીરનિર્વાણ સંવત ૮ ૨૫ આસપાસનો છે. આ સમયે વલભીમાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં આવું જ એક બીજું મુનિસમ્મેલન થયું જેમાં આગમોને વ્યવસ્થિત ક૨વામાં આવ્યા. દ્વિતીય વાચનાના આ બે સમ્મેલનોના કારણે આગમોમાં સ્વાભાવિકપણે પાઠાન્તરોનો પ્રવેશ થઈ ગયો. માથુરી અને વલભી વાચના થયા પછી લગભગ દોઢ સો વર્ષ પછી વીરનિર્વાણ સંવત ૯૮૦(મતાન્તરે ૯૯૩)માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં શ્રમણસંઘને ભેગો કરી ઉપલબ્ધ સમસ્ત શ્રુતને ગ્રન્થબદ્ધ કર્યું. દેવર્ધિગણિએ કોઈ નવી વાચના ન પ્રવર્તાવી પરંતુ જે શ્રુતપાઠ પહેલાંની બે વાચનાઓમાં નિશ્ચિત થઈ ચૂક્યા હતા તેમને જ સુવ્યવસ્થિત અને સુસંપાદિત કરીને ગ્રન્થબદ્ધ કર્યા. તેમણે આગમોને ગ્રન્થબદ્ધ કરતી વખતે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી. સમાન પાઠોની પુનરાવૃત્તિ ન કરતાં તત્સમ્બદ્ધ ગ્રન્થવિશેષ અથવા સ્થાનવિશેષનો નિર્દેશ કરી દીધો. એક જ ગ્રન્થમાં એની એ જ વાત વારંવાર આવતાં પુનઃ પુનઃ લખવાના બદલે ‘જાવ’ અર્થાત્ ‘યાવત્’ શબ્દનો પ્રયોગ કરીને તેનો અંતિમ શબ્દ લખી દીધો. એટલું જ નહિ, મહાવીર પછીની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પણ તેમણે આગમોમાં જોડી દીધી. માથુરી અને વાલભી એ બે પાઠોમાંથી દેવર્ધ્વિગણિએ માથુરી પાઠને પ્રધાનતા આપી. સાથે સાથે વાલભી પાઠભેદને પણ સુરક્ષિત રાખ્યો. અંગ અથવા અંગપ્રવિષ્ટ આગમગ્રન્થો ૧૨ છે ઃ (૧) આયાર · આચાર, (૨) સૂયગડ — સૂત્રકૃત, (૩) ઠાણ – સ્થાન, (૪) સમવાય, (૫) વિયાહપત્તિ - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), (૬) ગ઼ાયાધમ્મહા— · જ્ઞાતાધર્મકથા, (૭) ઉવાસગદસા ઉપાસકદશા, (૮) અંતગડદસા અન્નકૃતદશા, (૯) અણુત્તરોવવાઈયદસા — અનુત્તરૌપપાતિકદશા, (૧૦) પણ્ડાવાગરણ —— પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિવાગસુય —વિપાકશ્રુત અને (૧૨) દિઢિવાય—દષ્ટિવાદ. આમાંથી અન્તિમ ગ્રન્થ અર્થાત્ દૃષ્ટિવાદ અનુપલબ્ધ છે. ― આચારાંગ જૈન આચારની આધારશિલા છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે. પ્રથમ શ્રુતસ્કન્ધ ગણધર કૃત છે તથા દ્વિતીય શ્રુતસ્કન્ધ સ્થવિરકૃત છે. પ્રથમ શ્રુતસ્કન્ધમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય પહેલાં નવ અધ્યયનો હતાં પરંતુ મહાપરિજ્ઞા નામના એક અધ્યયનનો લોપ થઈ જવાના કારણે હવે તેમાં આઠ જ અધ્યયનો બાકી રહી ગયાં છે. આ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : (૧) શસ્ત્રપરિજ્ઞા, (૨) લોકવિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યક્ત્વ, (૫) લોકસાર અથવા આનંતિ, (૬) ધૂત, (૭) વિમોક્ષ અને (૮) ઉપધાનશ્રુત. આ અધ્યયનો વિભિન્ન ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ અધ્યયનના સાત ઉદેશો છે. દ્વિતીય વગેરે અધ્યયનોના ક્રમશઃ છે, ચાર, ચાર, છ, પાંચ, આઠ અને ચાર ઉદ્દેશો છે. આમ પ્રથમ શ્રુતસ્કન્ધમાં બધા મળી કુલ ૪૪ ઉદ્દેશો છે. પ્રથમ શ્રુતસ્કન્ધના અધ્યયનોનું સંયુક્ત નામ “બ્રહ્મચર્ય' છે. તેથી આચાર્ય શીલાંકે પોતાની ટીકામાં આ શ્રુતસ્કન્ધને બ્રહ્મચર્યશ્રુતસ્કન્ધ' કહેલ છે. અહીં બ્રહ્મચર્યનો અર્થ સંયમ છે જે અહિંસા અને સમભાવની સાધનાનું નામાન્તર છે. દ્વિતીય શ્રુતસ્કન્ધને નિર્યુક્તિકારે “આચારાગ્ર” નામ આપ્યું છે. આ વસ્તુતઃ પ્રથમ શ્રુતસ્કન્ધનું પરિશિષ્ટ છે. તેથી તેને આચારચૂલા અથવા આચારચૂલિકા પણ કહેવામાં આવે છે. વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાની દૃષ્ટિએ આ જાતની ચૂલિકાઓ ગ્રન્થોમાં જોડવામાં આવે છે. આચારાગ્ર અથવા આચારચૂલિકારૂપ દ્વિતીય શ્રુતસ્કન્ધ પાંચ ચૂલાઓમાં વિભક્ત છે. પ્રથમ ચૂલામાં પિòષણા આદિ સાત તથા દ્વિતીય ચૂલામાં સ્થાન આદિ સાત અધ્યયન છે. તૃતીય, ચતુર્થ અને પાંચમી ચૂલાઓ એક એક અધ્યયનના રૂપમાં જ છે. પ્રથમ ચૂલાના પ્રથમ અધ્યયનના અગિયાર, દ્વિતીય અને તૃતીય અધ્યયનોના ત્રણ ત્રણ અને અન્તિમ ચાર અધ્યયનોના બે બે ઉદ્દેશો છે. દ્વિતીય આદિ ચૂલાઓનાં અધ્યયનો એક એક ઉદ્દેશરૂપ જ છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં આચારાંગનો પ્રથમ શ્રુતસ્કન્ધ પ્રાચીનતમ છે, એ તેની ભાષા, શૈલી અને ભાવોથી સિદ્ધ છે. તેના પ્રથમ અધ્યયન “શસ્ત્રપરિજ્ઞા'ના સાત ઉદેશોમાં હિંસાનાં સાધનો અર્થાત શસ્ત્રોનું પરિજ્ઞાન કરાવતાં તેમના પરિત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જીવવિષયક સંયમ આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે. પ્રથમ ઉદેશમાં જીવનું સામાન્ય નિરૂપણ કરીને દ્વિતીય આદિ ઉદેશોમાં છ જીવનિકાયોનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ઉદેશમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જીવવધથી કર્મોનો બન્ધ થાય છે, તેથી વિરતિ જ કર્તવ્ય છે. “લોકવિજય' નામનું બીજું અધ્યયન છ ઉદ્દેશોમાં વિભક્ત છે. એનો પ્રતિપાઘ વિષય લોકનું બન્ધન અને તેનો ઘાત છે. તેના છ ઉદ્દેશોનો અર્થાધિકાર અર્થાત પ્રતિપાદ્ય વિષય ક્રમશઃ આ રીતે છેઃ (૧) સ્વજનોમાં આસક્તિનો પરિત્યાગ, (૨) સંયમમાં શિથિલતાનો પરિત્યાગ, (૩) માન અને અર્થમાં સારદષ્ટિનો પરિત્યાગ, (૪) ભોગમાં આસક્તિનો પરિત્યાગ, (૫) લોકના આશ્રયથી સંયમનિર્વાહ અને (૬) લોકમાં મમત્વનો પરિત્યાગ. લોકવિજય' શબ્દનો અર્થ છે કષાયરૂપ ભાવલોકનું ઔપથમિક આદિ ભાવો દ્વારા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ધર્મ-દર્શન નિરસન. “શીતોષ્ણીય' નામનું ત્રીજું અધ્યયન ચાર ઉદેશોમાં વિભક્ત છે. સત્કાર આદિ અનુકૂલ પરીષહ “શીત' તથા અપમાન આદિ પ્રતિકૂલ પરીષહ “ઉષ્ણ' કહેવાય છે. પ્રસ્તુત અધ્યયનમાં આન્તરિક અને બાહ્ય શીત-ઉષ્ણની ચર્ચા છે. તેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે શ્રમણે શીત-ઉષ્ણ સ્પર્શ, સુખ-દુઃખ, અનુકૂલ-પ્રતિકૂલ પરીષહ, કષાય, કામવાસના, શોક-સત્તાપ આદિને સહન કરવા જોઈએ તથા સદૈવ તપ-સંયમઉપશમના માટે ઉદ્યત રહેવું જોઈએ. પ્રથમ ઉદેશમાં અસંયમીનું, બીજા ઉદેશમાં અસંયમીના દુઃખનું, તૃતીય ઉદ્દેશમાં કેવળ કષ્ટ ઉઠાવનાર શ્રમણનું અને ચોથા ઉદેશમાં કષાયના વમનનું વર્ણન છે. “સમ્યકત્વ' નામનું ચોથું અધ્યયન પણ ચાર ઉદેશોમાં વિભક્ત છે. પ્રથમ ઉદેશમાં સમ્યફવાદ અર્થાત યથાર્થવાદનો વિચાર કરવામાં આવ્યો છે. બીજા ઉદેશમાં ધર્મપ્રવાદુકોની પરીક્ષાનું, ત્રીજા ઉદેશમાં અનવદ્ય તપના આચરણનું તથા ચોથા ઉદ્દેશમાં નિયમન અર્થાત્ સંયમનું વર્ણન છે. આ બધાનું તાત્પર્ય એ છે કે સંયમીએ સદૈવ સમ્યફ જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રમાં તત્પર રહેવું જોઈએ. પાંચમા અધ્યયનનું નામ “લોકસાર' છે. તે છ ઉદેશોમાં વિભક્ત છે. તેનું બીજું નામ “આનંતિ' પણ છે કારણ કે તેના પ્રથમ ત્રણ ઉદ્દેશોનો પ્રારંભ આ શબ્દથી થાય છે. લોકમાં ધર્મ જ સારભૂત તત્ત્વ છે. ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, અને સંયમનો સાર નિર્વાણ છે. પ્રસ્તુત અધ્યયનમાં આનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ ઉદેશમાં હિંસક, સમારમ્ભકર્તા અને એકલવિહારીને અમુનિ કહ્યા છે. બીજા ઉદેશમાં વિરતને મુનિ તથા અવિરતને પરિગ્રહી કહ્યા છે. ત્રીજા ઉદેશમાં મુનિને અપરિગ્રહી અને કામભોગોથી વિરક્ત દર્શાવવામાં આવેલ છે. ચોથા ઉદ્દેશમાં અગીતાર્થના માર્ગમાં આવનારાં વિપ્નોનું નિરૂપણ છે. પાંચમા ઉદેશમાં મુનિને હૃદની અર્થાત્ જલાશયની ઉપમા આપવામાં આવી છે. છઠ્ઠા ઉદેશમાં ઉન્માર્ગ અને રાગદ્વેષના પરિત્યાગનો ઉપદેશ આપવામાં આપ્યો છે. છઠ્ઠા અધ્યયનનું નામ “ધૂત છે. તેમાં બાહ્ય અને આન્તરિક પદાર્થોના પરિત્યાગનો તથા આત્મતત્ત્વની પરિશુદ્ધિનો ઉપદેશ આપવામાં આવ્યો છે, તેથી તેનું “ધૂત' (બરાબર સાફ ધોયેલું – શુદ્ધ કરેલું) નામ સાર્થક છે. તેના પ્રથમ ઉદ્દેશમાં સ્વજનના, બીજામાં કર્મના, ત્રીજામાં ઉપકરણ અને શરીરના, ચોથામાં ગૌરવના તથા પાંચમામાં ઉપસર્ગ અને સમ્માનના પરિત્યાગનો ઉપદેશ છે. મહાપરિજ્ઞા' નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન છે – લુપ્ત છે. વિમોક્ષ નામના આઠમા અધ્યયનમાં આઠ ઉદેશ છે. પ્રથમ ઉદેશમાં અસમનોજ્ઞ અર્થાત્ અસમાન આચારવાળાનો પરિત્યાગ કરવાનો ઉપદેશ છે. બીજા ઉદેશમાં અકથ્ય અર્થાત અગ્રાહ્ય વસ્તુના ગ્રહણનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. અંગચેષ્ટા દ્વારા સમ્બદ્ધ કથન યા શંકાનું નિવારણ ત્રીજા ઉદેશનો વિષય છે. આગળના ઉદેશોમાં સામાન્યતઃ ભિક્ષુના વસ્ત્રાચારનું વર્ણન છે Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય : ૧૯ પરંતુ વિશેષતઃ ચોથામાં વૈખાનસ અને ગાદ્ધપૃષ્ઠમરણની, પાંચમામાં રોગ તથા ભક્તપરિજ્ઞાની, છઠ્ઠામાં એકત્વભાવના તેમ જ ઇંગિનીમરણની, સાતમામાં પ્રતિમા તથા પાદપોપગમનમરણની અને આઠમામાં વય:પ્રાપ્ત શ્રમણોની ભક્તપરિજ્ઞા, ઇંગિનીમરણ તેમ જ પાદપોપગમનમરણની ચર્ચા છે. નવમા અધ્યયનનું નામ ‘ઉપધાનશ્રુત છે. તેમાં વર્તમાન જૈન આચારના પ્રરૂપક અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરની તપસ્યાનું વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન મહાવીરના સાધકજીવનની અર્થાત્ શ્રમણજીવનની સર્વાધિક પ્રાચીન અને વિશ્વસનીય સામગ્રી ઉપલબ્ધ છે. તેના ચાર ઉદ્દેશોમાંથી પ્રથમમાં શ્રમણ ભગવાન મહાવીરની ચર્યાનું, બીજામાં શય્યા અર્થાત વસતિનું, ત્રીજામાં પરીષહ અર્થાત્ ઉપસર્ગનું અને ચોથામાં આતંક તથા તષિયક ચિકિત્સાનું વર્ણન છે. આ બધી ક્રિયાઓમાં ઉપધાન અર્થાત્ તપ પ્રધાનપણે હોય છે, તેથી આ અધ્યયનનું નામ “ઉપધાનશ્રુત” સાર્થક છે. આમાં મહાવીર માટે “શ્રમણ ભગવાન', “જ્ઞાતપુત્ર', “મેધાવી”, “બ્રાહ્મણ”, “ભિક્ષુ', “અબદુવાદી” આદિ વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રત્યેક ઉદેશના અંતે મહાવીરને મતિમાનું બ્રાહ્મણ અને ભગવાન કહેવામાં આવ્યા છે. | દ્વિતીય શ્રુતસ્કન્ધની પાંચ ચૂલાઓમાંથી અન્તિમ ચૂલા આચારપ્રકલ્પ અથવા નિશીથને આચારાંગથી કોઈક સમયે અલગ કરી દેવામાં આવી, તેથી આચારાંગમાં હવે ચાર ચૂલાઓ જ રહી છે. પ્રથમ શ્રુતસ્કન્ધના વિવિધ વિષયોને એકત્ર કરીને શિષ્યહિતાર્થ ચૂલાઓમાં સંગૃહીત કરી સ્પષ્ટ કરી દીધા છે. આ વિષયોમાં કેટલાક અનુક્ત વિષયોનો પણ સમાવેશ કરી દીધો છે. આમ આ ચૂલાઓની રચના પાછળ બે પ્રયોજનો હતા – ઉક્ત વિષયોનું સ્પષ્ટીકરણ કરવું અને અનુક્ત વિષયોનું ગ્રહણ કરવું. પ્રથમ ચૂલામાં સાત અધ્યયન છેઃ (૧) પિચ્છેષણા, (૨) શધ્યેષણા, (૩) ઈર્યા, (૪) ભાષાજાત, (૫) વઐષણા, (૬) પારૈષણા અને (૭) અવગ્રહપ્રતિમા. બીજી ચૂલામાં પણ સાત અધ્યયન છે: (૧) સ્થાન, (૨) નિષાધિકા, (૩) ઉચ્ચારમગ્નવણ, (૪) શબ્દ, (૫) રૂપ, (૬) પરિક્રિયા અને (૭) અન્યોન્યક્રિયા. ત્રીજી ચૂલા ભાવના અધ્યયનના રૂપમાં છે. ચોથી ચૂલા વિમુક્તિ અધ્યયનના રૂપમાં છે. પ્રથમ ચૂલાનું પ્રથમ અધ્યયન અગિયાર ઉદ્દેશોમાં વિભક્ત છે. આ ઉદેશોમાં ભિક્ષ-ભિક્ષણીની પિષણા અર્થાત્ આહારની ગવેષણાના વિષયમાં વિધિ-નિષેધોનું નિરૂપણ છે. “શઐષણા” નામના બીજા અધ્યયનમાં શ્રમણ-શ્રમણીના સ્થાન અર્થાત્ વસતિની ગવેષણાના વિષયમાં પ્રકાશ પાડવામાં આવેલ છે. આ અધ્યયનમાં ત્રણ ઉદ્દેશો છે. “ઈ' નામના ત્રીજા અધ્યયનમાં સાધુ-સાધ્વીની ઈર્યાઅર્થાત ગમનાગમનરૂપ ક્રિયાની શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં પણ ત્રણ ઉદ્દેશો છે. “ભાષાજાત' નામના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ધર્મ-દર્શન ચોથા અધ્યયનમાં બે ઉદ્દેશો છે, તેમનામાં ભિક્ષુ-ભિક્ષુણીની વાણીનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ ઉદ્દેશમાં સોળ પ્રકારની વચનવિભક્તિની વ્યાખ્યા છે અને બીજામાં કષાયજનક વચનપ્રયોગની વ્યાખ્યા છે. પાંચમા અધ્યયન ‘વઐષણા'ના પણ બે ઉદેશો છે. પ્રથમ ઉદેશમાં વસ્ત્રગ્રહણ સંબંધી અને બીજામાં વસ્ત્રધારણ સંબંધી ચર્ચા છે. છઠ્ઠા અધ્યયન “પાત્રષણા'ના પણ બે ઉદ્દેશો છે. તેમનામાં અલાબુ, કાષ્ઠ અને માટીનાં પાત્રોનાં ગવેષણ અને ધારણની ચર્ચા છે. “અવગ્રહપ્રતિમા' નામનું સાતમું અધ્યયન પણ બે ઉદેશોમાં વિભક્ત છે. તેમનામાં અનુમતિ વિના કોઈપણ વસ્તુને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. બીજી ચૂલાના પ્રથમ અધ્યયન “સ્થાનમાં શરીરની હલનચલનરૂપ ક્રિયાનું નિયમન કરનારી ચાર પ્રકારની પ્રતિમાઓ અર્થાત પ્રતિજ્ઞાઓનું વર્ણન છે, આ પ્રતિમાઓમાં સંયમીની સ્થિતિ અપેક્ષિત છે. બીજા અધ્યયન નિષીપિકા'માં સ્વાધ્યાયભૂમિ સંબંધી ચર્ચા છે. “ઉચ્ચાર-પ્રસ્રવણ' નામના ત્રીજા અધ્યયનમાં મળમૂત્રના ત્યાગની અહિંસક વિધિ જણાવવામાં આવી છે. “શબ્દ” નામના ચોથા અધ્યયનમાં વિવિધ વાદ્યો, ગીતો, નૃત્યો, ઉત્સવો વગેરેના શબ્દોને સાંભળવાની લાલસાથી જ્યાં ત્યાં જવાનો નિષેધ કરવામાં આવ્યો છે. “રૂપ' નામના પાંચમા અધ્યયનમાં વિવિધ પ્રકારનાં રૂપોને જોવાની લાલસાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. છઠ્ઠા અધ્યયન “પરિક્રિયામાં બીજા પાસે શારીરિક સંસ્કાર, ચિકિત્સા આદિ કરાવવાનો નિષેધ કરવામાં આવ્યો છે. સાતમા અધ્યયન “અન્યોન્યક્રિયામાં પરસ્પર ચિકિત્સા આદિ કરવાકરાવવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. ભાવના” નામની ત્રીજી ચૂલામાં પાંચ મહાવ્રતોની ભાવનાઓની સાથે જ તેમના ઉપદેશક ભગવાન મહાવીરનું જીવનદર્શન પણ આપવામાં આવ્યું છે. “વિમુક્તિ નામની ચોથી ચૂલામાં મોક્ષની ચર્ચા છે. મુનિને આંશિક મોક્ષ હોય છે અને સિદ્ધને પૂર્ણ મોક્ષ હોય છે. સમુદ્ર જેમ આ સંસાર દુસ્તર છે. જે મુનિઓ તેને પાર કરી જાય છે તેઓ અન્નકૃત–વિમુક્ત કહેવાય છે. સૂત્રકતાંગમાં બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમ શ્રુતસ્કન્દમાં સોળ અને બીજામાં સાત અધ્યયનો છે. આ સૂત્રમાં મુખ્યપણે તત્કાલીન દાર્શનિક મન્તવ્યોનું નિરાકરણ યા ખંડન કરવામાં આવ્યું છે. ભૂતાદ્વૈતવાદનું ખંડન કરીને આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સિદ્ધિ કરવામાં આવી છે. આત્માદ્વૈતવાદના સ્થાને નાનાત્મવાદની સ્થાપના કરવામાં આવી છે. ઈશ્વરવાદનું ખંડન કરીને જગતને અનાદિ-અનન્ત સિદ્ધ કરવામાં આવ્યું છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, અજ્ઞાનવાદ વગેરેનો નિરાસ કરીને તર્કસંગત ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે. સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં સૂત્રકૃતાંગનો પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે કે તેમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આમ્રવ, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય સંવર, નિર્જરા, બન્ય, મોક્ષ આદિના વિશે નિર્દેશ કરવામાં આવેલ છે, નવદીક્ષિતોને માટે બોધવચનો કહેવામાં આવ્યાં છે, ૧૮૦ ક્રિયાવાદી મતો, ૮૪ અક્રિયાવાદી મતો, ૬૭ અજ્ઞાનવાદી મતો અને ૩૨ વિનયવાદી મતો – આમ બધી મળીને ૩૬૩ અન્ય દષ્ટિઓની અર્થાત્ અન્યમૂર્થિક મતોની ચર્ચા કરવામાં આવી છે. સ્થાનાંગ અને સમવાયાંગ સંગ્રહાત્મક કોશના રૂપમાં છે. સ્મૃતિ અથવા ધારણાની સુગમતાની દષ્ટિએ અથવા વિષયોને શોધી કાઢવાની સરળતાની દૃષ્ટિએ આ બે અંગગ્રન્થોની યોજના કરવામાં આવી છે. સ્થાનાંગના દસ અધ્યયનોમાંથી પ્રથમમાં એક સંખ્યાવાળા, બીજામાં બે સંખ્યાવાળા એમ દસમામાં દસ સંખ્યાવાળા પદાર્થો કે ક્રિયાઓનું નિરૂપણ છે. સમવાયાંગની શૈલી પણ આ જ પ્રકારની છે. તેમાં દસથી આગળની સંખ્યાવાળા પદાર્થોનું પણ નિરૂપણ છે. પાલિ પિટકગ્રન્થ અંગુત્તરનિકાયની નિરૂપણશૈલી પણ આ જ પ્રકારની છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી એકતાલીસ શતકોમાં વિભક્ત છે. તેમાં દાર્શનિક, આચાર સંબંધી, જ્ઞાન સંબંધી, તાર્કિક, લોક સંબંધી, ગણિત સંબંધી, રાજનીતિ સંબંધી, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક આદિ અનેક વિષયો પર સામગ્રી મળે છે તથા ભગવાન મહાવીર, ગોશાલ, જમાલિ આદિ અનેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનાં જીવન ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. અન્ય અંગગ્રન્થોની અપેક્ષાએ અધિક વિશાલકાય અને વિપુલ સામગ્રીયુક્ત હોવાના કારણે વિશેષ પૂજ્યભાવની અભિવ્યક્તિ કરનારું તેનું ભગવતી નામ વધુ પ્રસિદ્ધ છે.' ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અપરના ભગવતીસૂત્રનું પંદરમું શતક ગોશાલ અને મહાવીરના સંબંધો ઉપર કેટલાક પ્રકાશ પાડે છે. આ શતકને અક્ષરશઃ ધ્યાનથી વાંચતાં એવો વિચાર આવે છે કે આ પ્રકરણ આ રૂપમાં આગમમાં શોભતું નથી. આ શતક ભગવાન મહાવીરની વીતરાગ વાણી સાથે સમ્બદ્ધ હોવા વિશે પણ મને તો સંદેહ છે. તેમાં જે અશોભનીય રીતે મહાવીર અને ગોશાલના પારસ્પરિક કલહનું વર્ણન કરવામાં આવ્યું છે અને જે રીતની અસંયત ભાષાનો પ્રયોગ થયો છે તેવું અન્ય કોઈ પણ આગમગ્રન્થમાં દેખાતું નથી. આ શતકમાં એક સૌથી મોટો દોષ એ છે કે શતકકારે ભગવાન મહાવીર જેવી મહાન વિભૂતિ ઉપર ચિકિત્સાના બહાને માંસાહારનું કલંક લગાવ્યું છે. આ જાતનું મહાવીરચરિત અન્ય કોઈ આગમમાં વર્ણવાયું નથી. માંસાહારપરક શબ્દોનો શાકાહારપરક અર્થ કરીને આ દોષને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આનાથી વિચારકના મનનું સંતોષપ્રદ સમાધાન થતું નથી. જે અમુક શબ્દોનો પ્રયોગ આ શતકમાં કરવામાં આવ્યો છે અને જેમનો શાકાહારપરક અર્થ કરવામાં આવે છે તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ જૈન ધર્મ-દર્શન શબ્દોનો પ્રયોગ આગમિક સાહિત્યમાં અન્યત્ર જ્યાં પણ કરવામાં આવ્યો છે ત્યાં સાધારણ પ્રચલિત અર્થમાં જ કરવામાં આવ્યો છે અર્થાત્ તેમનો ઝોક માંસાહારપરક અર્થ તરફ જ છે. ટીકાકારોએ બન્ને પ્રકારના અર્થોનો સંકેત કર્યો છે. વસ્તુતઃ પ્રસ્તુત શતક જ અનેક વિસંગતિઓ અને દોષોથી ભરેલું છે. આ શતક પૂરું અથવા તેનો મોટો ભાગ કૃત્રિમ જણાય છે. ગોશાલની તીર્થકર તરીકે પ્રસિદ્ધિ તથા તેનો નિયતિવાદ આ બન્ને બાબતો તો બૌદ્ધ સાહિત્ય દ્વારા પણ પ્રગટ થાય છે પરંતુ જે રીતે આ શતકમાં ગોશાલનું ચરિત્રચિત્રણ થયું છે તે કંઈક વિચિત્ર લાગે છે. આગમ અને તેમાં પણ અંગપ્રવિષ્ટ અંતર્ગત આ પ્રકારનું વર્ણન અને તે પણ ક્યાંક ક્યાંક તો સાધારણ સાધુને પણ ન શોભે તેવી ભાષામાં કરવામાં આવ્યું હોય એવું જણાય છે – ભલેને તે તથ્ય ઉપર આધારિત કેમ ન હોય. ગોશાલ સંબંધી પ્રસ્તુત શતકનો પ્રારંભ શ્રાવસ્તીમાં રહેતી આજીવિકા મતની અર્થાત ગોશાલના મત નિયતિવાદની ઉપાસિકા હાલાહલા નામની કુંભારણથી થાય છે. સૂત્રકાર કહે છે કે તે સમૃદ્ધિશાળી અને પ્રભાવવાળી હતી અને કોઈ તેને પરાભૂત કરી શકતું નહિ. આ ઉલ્લેખથી એવું પ્રગટ થાય છે કે ભગવાન મહાવીર પણ તેને નિયતિવાદની અયથાર્થતા અને પુરુષાર્થવાદ વા કર્મવાદની યથાર્થતા સમજાવવામાં સફળ થઈ શક્યા ન હતા અથવા તો સમજાવવાનો પ્રયત્ન જ ન કરી શક્યા. ઉપાસકદશા સૂત્ર (સાતમું અધ્યયન)માં સદાલપુત્ર નામના એક કુંભાર શ્રાવકનું વર્ણન છે જે ગોશાલનો અનુયાયી હતો અર્થાત નિયતિવાદી હતો. પછીથી ભગવાન મહાવીરે તેને યુક્તિપૂર્વક પોતાનો અર્થાત્ પુરુષાર્થવાદનો અનુયાયી બનાવ્યો હતો. આજીવિક મતાનુયાયીઓ અંગેના આ બે ઉલ્લેખો ઉપરથી એવું જણાય છે કે ગોશાલના મોટા ભાગના અનુયાયીઓ કુંભાર હતા. જો ભગવાન મહાવીરે સદાલપુત્રને યુક્તિપૂર્વક પોતાનો અનુયાયી બનાવી દીધો તો શું તે હાલાહલાને પોતાની યુક્તિઓથી પ્રભાવિત કરી શકતા ન હતા ? હાલાહલા તેમની આગળ અપરાભૂત કેવી રીતે રહી શકી હતી? પરાભૂત થઈ જવા છતાં પોતાનો કદાગ્રહ ન છોડવો એ જુદી વાત છે પરંતુ મહાવીર જેવી મહાન વ્યક્તિથી પરાભૂત ન થવું એ બીજી વાત છે. આજીવિકસંઘના અધિપતિ મંખલિપુત્ર ગોશાલનો ઇતિવૃત્ત સંભળાવતાં ભગવાન મહાવીર પોતાના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણને ત્યાં દિવ્યવૃષ્ટિ થઈ હોવાના સમાચાર લોકોના મોઢે સાંભળી ગોશાલના મનમાં વિચાર આવ્યો કે મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ, પરા, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ પ્રાપ્ત છે તેવી ઋદ્ધિ આદિ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાપ્ત નથી, તેથી તે મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક જ હોવા જોઈએ. એ પ્રમાણે વિચારીને તે શોધતો શોધતો કોલ્લાક Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ― સન્નિવેશની બહાર મનોજ્ઞ ભૂમિમાં મારી પાસે (મહાવીર પાસે) આવ્યો અને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વન્દન-નમસ્કાર કરીને વિનંતી કરવા લાગ્યો - હે ભગવન્ ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું. મેં ગોશાલની આ વાતનો સ્વીકાર કરી લીધો. ૨૩ ઉપર્યુક્ત કથનમાં છદ્મસ્થ (સરાગ) મહાવીર વિશે ઉલ્લેખવામાં આવેલી બે બાબતો વિચારણીય છે : (૧) મહાવીરને ધર્મોપદેશક કહેવામાં આવ્યા છે. (૨) મહાવીરે ગોશાલને પોતાનો શિષ્ય બનાવવાનું સ્વીકારી લીધું હતું. તીર્થંકર મહાવીરે કેવલી (વીતરાગ) બન્યા પછી જ ધર્મોપદેશના કાર્યનો પ્રારંભ કર્યો હતો. તે પહેલાં તેમને ધર્મોપદેશક વિશેષણ લગાવવું યોગ્ય લાગતું નથી. સાધનાવસ્થામાં તીર્થંકર તપઃકર્મમાં લીન રહે છે, ઉપદેશ દેવાનું કામ કરતા નથી. ગોશાલે ધર્મોપદેશથી પ્રભાવિત થઈને નહિ પણ દિવ્યવૃષ્ટિ આદિથી આકર્ષાઈને મહાવીરનું શિષ્યત્વ અંગીકાર કરવા ઇછ્યું હતું. પહેલી વાર તો મહાવીરે ગોશાલની વાત પર ધ્યાન ન આપ્યું પરંતુ બીજી વાર તે તેને શિષ્ય તરીકે પોતાની સાથે રાખવા તૈયાર થઈ ગયા તથા તેની સાથે છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુ:ખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતાં વિચરતા રહ્યા. મહાવીરે સાધનાકાળમાં ગોશાલને પોતાની સાથે રહેવાની અનુમતિ કેમ આપી ? શું એવું કરવું તીર્થંકરની સરાગાવસ્થામાં વિહિત છે ? તીર્થંકર તો વીતરાગ બન્યા પછી જ શિષ્ય બનાવે છે તથા તેની સાથે વિચરે છે. સરાગાવસ્થામાં તે એકલા જ રહે છે અને એકલા જ વિચરે છે. તીર્થંકરનો આ જ આચાર છે. આ નિયમનો અપવાદ કોઈ બીજા આગમમાં દેખાતો નથી. હા, આવશ્યકચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રન્થોમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પ્રસ્તુત શતકનું અનુસરણ કરીને ગોશાલનું ચરિત્ર અવશ્ય જ વિચિત્ર રીતે ચીતરવામાં આવ્યું છે. wic - એક વાર મહાવીર ગોશાલ સાથે સિદ્ધાર્થગ્રામથી કૂર્મગ્રામ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં પત્રપુષ્પયુક્ત એક તલનો છોડ જોઈને ગોશાલે મહાવીરને પૂછ્યું — ભગવન્ ! આ તલના છોડને ફળ લાગશે કે નહિ ? આ સાત તિલપુષ્પોના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે ? મહાવીરે કહ્યું — હે ગોશાલ ! આ તલના છોડને ફળ લાગશે અને આ સાત તિલપુષ્પોના જીવો મરીને આ જ તલના છોડની એક શીંગમાં સાત તલ તરીકે ઉત્પન્ન થશે. ગોશાલને મહાવીરની વાત પર વિશ્વાસ ન બેઠો. મહાવીરને જુઠ્ઠા સાબિત કરવાની ભાવનાથી ગોશાલે તે તલના છોડને ઉખાડી એક બાજુ ફેંકી દીધો. પછી વરસાદ પડવાના કારણે તે તલનો છોડ માટીમાં ચોટી ગયો અને બદ્ધમૂલ બની ગયો. તે સાત તિલપુષ્પો પણ મરીને તે તલના છોડની એક શીંગમાં તલ તરીકે ઉત્પન્ન થયા. પ્રસ્તુત શતકના ઉપર્યુક્ત વર્ણનમાં એક વાત વિચારણીય છે. શું મહાવીર ન Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છદ્મસ્થાવસ્થામાં જીવની ભવિષ્યત્કાલીન ઉત્પત્તિનું જ્ઞાન કરી શકતા હતા ? જીવ અરૂપી દ્રવ્ય છે. અસર્વજ્ઞ પોતાના અવધિજ્ઞાન દ્વારા રૂપી પદાર્થોના વિષયમાં તો કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરી શકે છે પરંતુ અરૂપી પદાર્થના વિષયમાં આ જાતનું કથન જૈન જ્ઞાનવાદની માન્યતાથી વિપરીત છે. કર્મયુક્ત હોવા છતાં પણ જીવ અવધિજ્ઞાનનો સાક્ષાત્ વિષય બની શકતો નથી. અન્યથા કેવળજ્ઞાન અને અવધિજ્ઞાન વચ્ચે અન્તર જ શું રહેશે ? અવિધજ્ઞાની તલના છોડ અંગે ભવિષ્યવાણી કરી શકે છે કારણ કે છોડ રૂપી છે પરંતુ તલના જીવના અંગે એવું નથી કરી શકતા કારણ કે જીવ અરૂપી છે. જૈન ધર્મ-દર્શન ગોશાલ મહાવીરથી છૂટો પડી પોતાને જિન, કેવલી, સર્વજ્ઞ કહેવા લાગ્યો. મહાવીર, જે વીતરાગ અને સર્વજ્ઞ થઈ ચૂક્યા હતા, ગોશાલને જિન, કેવલી, સર્વજ્ઞ માનવા માટે તૈયાર ન હતા. તે કહેતા હતા કે ગોશાલ પોતે જિન ન હોવા છતાં પોતાને જિન, પોતે કેવલી ન હોવા છતાં પોતાને કેવલી, પોતે સર્વજ્ઞ ન હોવા છતાં પોતાને સર્વજ્ઞ જાહે૨ કરી રહ્યો છે. એનાથી ઊલટું ગોશાલ મહાવીરને છદ્મસ્થ (અસર્વજ્ઞ) સમજતો હતો, તે તેમને સર્વજ્ઞ માનવા તૈયાર ન હતો. લોકો કહેતા હતા કે બે જિનો પરસ્પર આક્ષેપો કરી રહ્યા છે, એક કહે છે કે હું સર્વજ્ઞ છું અને બીજો કહે છે કે હું સર્વજ્ઞ છું, તે બેમાં કોણ સાચો અને કોણ જુઠ્ઠો ? તે લોકોમાં જે મુખ્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતી તે કહેતી હતી. શ્રમણ ભગવાન મહાવીર સત્યવાદી છે અને મંખલિપુત્ર ગોશાલ મિથ્યાવાદી છે. આ વર્ણન ઉપરથી જણાય છે કે સર્વજ્ઞની ઉપસ્થિતિમાં પણ લોકો સર્વજ્ઞતા અંગે સર્વસમ્મત નિર્ણય કરી શકતા ન હતા. કોઈ એકને સર્વજ્ઞ માનતો હતો તો કોઈ બીજાને. વસ્તુતઃ સર્વજ્ઞ કોણ છે, એનો નિર્ણય તે સર્વજ્ઞોની આગળ પણ થઈ શક્તો ન હતો. પોતાને સર્વજ્ઞ કહેતા સર્વજ્ઞો જ અંદરોઅંદર લડતા-ઝઘડતા હોય અને એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય તો અસર્વજ્ઞ લોકો સર્વજ્ઞતાની હાંસી ન ઉડાવે તો બીજું શું કરે ? સર્વજ્ઞ હોવા છતાં લોકોને પોતાના સર્વજ્ઞત્વની પ્રતીતિ ન કરાવી શકે તે સર્વશ કેવો ? કોઈની કોઈ પણ માન્યતા કેમ ન હોય, જો કોઈ હકીકતમાં સર્વજ્ઞ હોય તો બધાએ તેને સર્વજ્ઞ માનવો જ પડે. સર્વજ્ઞના જ્ઞાનના પ્રભાવ આગળ કોઈનો આગ્રહ ટકી ન શકે. સર્વજ્ઞને એ કહેવાની કે ઘોષણા કરવાની આવશ્યકતા જ નથી રહેતી કે હું સર્વજ્ઞ છું, જિન છું અને કેવલી છું અને અમુક વ્યક્તિ સર્વજ્ઞ-જિન-કેવલી નથી. લોકો સ્વયં સમજી જશે કે કોણ સર્વજ્ઞ છે અને કોણ નથી. પ્રસ્તુત શતકમાં મહાવીર અને ગોશાલની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને લડાઈ-ઝઘડાનું જે વિચિત્ર રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેને જોતાં તો એ જ કહેવું પડે કે ન તો મહાવીર ખુદ જિન અર્થાત્ Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૨૫ વીતરાગ અને કેવલી અર્થાત્ સર્વજ્ઞ હતા કે ન તો ગોશાલ પોતે જિન અને કેવલી હતા. બન્ને પોતપોતાના સંઘમાં પ્રભાવશાળી અને પૂજ્ય હતા. બન્ને એકબીજાને અપમાનિત કરવાના અને નીચા દેખાડવાના પ્રયત્નો કરતા હતા. ગોશાલે તો જે કંઈ કર્યું તે કર્યું જ, મહાવીરે પણ ગોશાલને ક્રોધિત કરવામાં કોઈ કસર ન રાખી. મહાવીર ખુલ્લંખુલ્લા જાહેરમાં કહેતા હતા કે ગોશાલ જિન નથી પણ જિનપ્રલાપી છે. ગોશાલ જ્યારે અનેક માણસો પાસેથી આ વાત સાંભળતા ત્યારે તે અત્યન્ત ક્રોધિત થતા – તેના ક્રોધનો પાર ન રહેતો. એક દિવસ મહાવીરના શિષ્ય આનન્દને ચેતવણી દેતાં ગોશાલે કહ્યું કે જો આજ મહાવીર મારા વિશે કંઈ પણ કહેશે તો હું મારા તપના તેજથી તેમને બાળી ભસ્મ કરી દઈશ. મહાવીર પણ માનતા હતા કે ગોશાલ પોતાના તપના તેજથી કોઈને પણ બાળી ભસ્મ કરી શકે છે પરંતુ અરિહંતભગવંતોને તેનું તપતેજ બાળી શકતું નથી. હા, તેમનામાં પરિતાપ યા દાહ ઉત્પન્ન કરી શકે છે. તેથી મહાવીરે પોતાના શિષ્યોને ગોશાલની સાથે ચર્ચા-વાર્તા કરવાની મનાઈ કરી હતી. ગોશાલ મહાવીરને બાળીને ભસ્મ કરી શકતો ન હતો એટલે તે મહાવીરને એલફેલ સંભળાવતો હતો. એક વાર ગોશાલને પોતાનું વ્યક્તિત્વ છૂપાવવાની ચેષ્ટા કરતો જોઈને વીતરાગ મહાવીરે તેને જરા ધમકાવીને કહ્યું કે જેમ કોઈ ચોર ગ્રામવાસીઓથી પરાજિત થઈને ભાગતો ભાગતો કોઈ ગુફા, દુર્ગ, ખાઈ અથવા અન્ય વિષમ સ્થાન ન મળવાથી કપાસ, ઘાસ આદિથી પોતાને ઢાંકવાની ચેષ્ટા કરે છે તથા ઢંકાયેલો ન હોવા છતાં પોતાને ઢંકાયેલો માને છે–છુપાયેલો ન હોવા છતાં પોતાને છુપાયેલો સમજે છે તેમ તું પણ પોતાને છુપાવવાની ચેષ્ટા કરી રહ્યો છે, પોતાને છુપાયેલો માને છે, અન્ય ન હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. આ સાંભળી ગોશાલ અત્યન્ત ક્રોધિત થયો અને મહાવીરને ખરાબ રીતે ગાળો દેવા લાગ્યો. તેણે કહ્યું કે તું આજે જ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થઈ જઈશ. કદાચ તું આજે જીવતો પણ નહિ રહે. ગોશાલનો આ અભદ્ર વ્યવહાર જોઈને મહાવીરના બે શિષ્યોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગોશાલે ક્રોધાભિભૂત થઈને પોતાના તપના તેજથી તે બન્નેને બાળીને ભસ્મ કરી નાખ્યા. મહાવીર જોતા જ રહી ગયા. આગળ શતકકાર કહે છે કે સર્વજ્ઞ વીતરાગ ભગવાન મહાવીર પણ પોતાના જ્ઞાન અને વ્યવહારથી ગોશાલને લેશમાત્ર પણ પ્રભાવિત કરી ન શક્યા. જેમ મહાવીરના શિષ્યોએ ગોશાલને સમજાવ્યો તેવી જ રીતે મહાવીરે પોતે પણ તેને સમજાવ્યો. ગોશાલ મહાવીર પર પણ તેવી જ રીતે ક્રોધે ભરાયો તથા તેમના ઉપર તેજોલેશ્યાનો પ્રહાર કરી કહેવા લાગ્યો કે તું મારી આ તપોજન્ય તેજલેશ્યાથી પરાભૂત થઈને પિત્તવરજન્ય દાહથી પીડા પામી છ માસ પછી છદ્મસ્થાવસ્થામાં જ મૃત્યુ પામીશ. મહાવીરે ગોશાલને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તેવી જ ભાષામાં પ્રત્યુત્તર દેતાં કહ્યું કે તું જ તારી પોતાની તપોજન્મ લેશ્યાથી પરાભૂત થઈને પિત્તજ્વરથી પીડા પામી સાત રાત પછી છદ્મસ્થાવસ્થામાં જ કાળનો કોળિયો થઈ જઈશ. હું તો હજુ સોળ વર્ષ સુધી અને જિન તરીકે વિચરણ કરતો રહેવાનો છું. ગોશાલ અને મહાવીર વચ્ચે થયેલા આ ઝઘડાની ચર્ચા ચારે તરફ થવા લાગી. લોકો કહેતા હતા—શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિન પરસ્પર ઝઘડે છે. તે બેમાંથી એક કહે છે કે તું પહેલાં મરીશ અને બીજો કહે છે કે તું પહેલો મરીશ. તે બન્નેની અસંયત અને આક્ષેપપૂર્ણ ભાષાના કારણે તે લોકો સાચા-જૂઠાનો નિશ્ચય કરી શકતા ન હતા. - હવે ગોશાલની હતપ્રભતા અને દુર્બલતાનો લાભ લઈને અરિહંત મહાવીરે પોતાના નિગ્રંથ શ્રમણોને બોલાવીને ગોશાલની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું - · જેમ તૃણ, કાષ્ઠ, પત્ર વગેરેનો ઢગલો અગ્નિથી બળી જવાથી હતપ્રભ થઈ જાય છે તેવી જ રીતે ગોશાલ પણ મારા વધ માટે તેજોલેશ્યા છોડીને હતપ્રભ થઈ ગયો છે. હવે તમે લોકો તેની આગળ જઈને તેના મતને પ્રતિકૂળ યથેચ્છ વચનો બોલો, તેને વિવિધ રીતે નિરુત્તર કરો. નિર્પ્રન્થ શ્રમણોએ વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરો દ્વારા ગોશાલને નિરુત્તર કરી નાખ્યો. તેથી ગોશાલ અત્યન્ત ક્રોધિત થયો પરંતુ તે નિર્ગન્ધ શ્રમણોનું કંઈ બગાડી શક્યો નહિ. જૈન ધર્મ-દર્શન સર્વજ્ઞ જિનેન્દ્ર મહાવીરની સાવઘ ભવિષ્યવાણી અનુસાર સાતમી રાત પૂરી થતાં ગોશાલ મૃત્યુ પામ્યો. મહાવીરને પણ અત્યન્ત પીડા કરતો પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થયો અને લોહીના ઝાડા થવા લાગ્યા. તેમની આવી દશા જોઈને લોકો માંહોમાંહે ચર્ચા કરવા લાગ્યા હવે મહાવીર ગોશાલના કથન મુજબ છ મહિના પછી છદ્મસ્થાવસ્થામાં જ મરી જશે. મહાવીરના શિષ્ય સિંહ અનગારે પણ આ ચર્ચા સાંભળી. તેથી સિંહને બહુ દુઃખ થયું અને તે રડવા લાગ્યા. શતકકારકૃત આ પ્રકારના વર્ણનથી જણાય છે કે મહાવીરની વીતરાગતા, સર્વજ્ઞતા અને અસાધારણતાથી સામાન્ય જનસમૂહ તો અપરિચિત હતો જ, મહાવીરના કેટલાક શિષ્યો પણ મહાવીરના આ વિશિષ્ટ ગુણો અને શક્તિઓથી પરિચિત ન હતા. અથવા તો એમ કહી શકાય કે મહાવીરની આ અસાધારણ વિશેષતાઓમાં લોકોને પૂરો વિશ્વાસ ન હતો. અન્યથા તે લોકો આ જાતનું અવિશ્વાસભર્યું આચરણ કેમ કરે ? સર્વજ્ઞ મહાવીરે સિંહ અનગારની વેદના જાણી લીધી. તેમણે નિગ્રન્થોને તેમને બોલાવી લાવવા માટે મોકલ્યા. સિંહ અનગાર આવ્યા એટલે મહાવીરે તેમને આશ્વાસન આપતાં કહ્યું હું અત્યારે મરવાનો નથી પરંતુ સોળ વર્ષ સુધી અને જિન તરીકે વિચરણ કરીશ. તેથી તું મેઢિકગ્રામમાં રેવતી ગૃહપત્નીને ત્યાં જા. તેણે મારા માટે બે કપોતશરીર ઉપસ્કૃત કરી તૈયાર રાખ્યા છે પરંતુ મારે તેમનું પ્રયોજન ――― Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૨૭ જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધમાં જ્ઞાતરૂપ અર્થાત્ ઉદાહરણરૂપ ઓગણીસ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કન્ધમાં ધર્મકથાઓના દસ વર્ગો છે. આ વર્ગોમાં ચમર, બલિ, ચન્દ્ર, સૂર્ય, શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવોની કથાઓ છે. ઉપાસકદશાના દસ અધ્યયનોમાં ભગવાન મહાવીરના દસ મુખ્ય ઉપાસકોની અર્થાત્ શ્રાવકોની કથાઓ છે. “આનન્દ' નામના પ્રથમ અધ્યયનમાં શ્રાવકના બાર વ્રતોનું વિશેષ વિવેચન છે. અન્નકૃતદશામાં આઠ વર્ગ છે. તેમનામાં ક્રમશઃ દસ, આઠ, તેર, દસ, દસ, સોળ, તેર અને દસ અધ્યયનો છે. અન્તત એટલે સંસારનો અત્ત કરનાર. જેણે પોતાના સંસારનો અર્થાત્ ભવચક્રનો (જન્મ-મરણનો) અન્ત કર્યો છે એવો આત્મા અન્નકૃત કહેવાય છે. અન્તકૃતદશામાં આ પ્રકારના કેટલાક આત્માઓની દશાનું વર્ણન છે. અનુત્તરૌપપાતિકદશા ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. જે જીવવ્યક્તિ પોતાના તપ અને સંયમના કારણે નથી. તેને ત્યાં વાસી(ગઈ કાલનું) માર્જરકૃત કુફ્ફટમાં છે. તે લઈ આવ. તેનું મારે પ્રયોજન છે. સિંહ અનગાર રેવતી ગૃહપત્નીના ઘરે ગયા અને મહાવીરની આજ્ઞા મુજબ કુફ્ફટમાંસ લઈ આવ્યા. મહાવીરે તેનું સેવન કર્યું જેથી તેમનો પીડા કરતો રોગ શાંત થયો. આ શતકમાં વર્ણવાયેલા ભગવાન મહાવીરે કરેલા કુફ્ફટમાં સેવન સંબંધી પ્રસ્તુત પ્રસંગ પર વિચાર કરવાની આવશ્યકતા છે. વિવાદનો વિષય કેવળ બેચાર શબ્દોના અર્થ સુધી જ સીમિત નથી. આ આખેઆખું શતક જ વિવાદાસ્પદ છે. ઉપર્યુક્ત કેટલીક વિસંગતિઓ અને વિચિત્રતાઓ ઉપરાંત પણ આ શતકમાં બીજી પણ એવી અનેક ત્રુટિઓ છે જે શતકકારની પ્રામાણિકતામાં સંદેહ ઉત્પન્ન કરે છે. મને તો એવું લાગે છે કે પ્રસ્તુત શતકમાં વર્ણવાયેલો મહાવીર-ગોશાલનો અશોભનીય વાર્તાલાપ કાલ્પનિક છે. તેને કોઈ પણ રીતે સાચો માની લઈએ તો પણ ગોશાલની તેજોવેશ્યાથી મહાવીર જેવા અતિશયસમ્પન્ન પુરુષને અત્યન્ત પીડાકારી પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થવો અને લોહીના ઝાડા થવા એ અજીબ લાગે છે. તેને પણ કોઈપણ રીતે સાચું માની લઈએ તો પણ મહાવીર પોતાના રોગની ચિકિત્સા કરે એ યોગ્ય લાગતું નથી કારણ કે રોગાંતક હો કે ન હો, મહાવીરે ચિકિત્સાની કામના કદી કરી નથી. તેને પણ કોઈ પણ રીતે સત્ય સમજીએ તો પણ ચિકિત્સાપ્રયોગમાં મહાવીર કુકુટમાંસનું સેવન કરે તે તો કદાપિ યુક્તિયુક્ત માની ન શકાય. આ બધા દોષોને જોતાં એ માનવું અનુચિત નહિ ગણાય કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું પ્રસ્તુત શતક પ્રક્ષિપ્ત, કૃત્રિમ અને અપ્રામાણિક છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન ધર્મ-દર્શન કોઈ અનુત્તર (શ્રેષ્ઠ) વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે તે “અનુત્તરૌપપાતિક કહેવાય છે. પ્રસ્તુત અંગગ્રન્થમાં આ પ્રકારની કેટલીક વ્યક્તિઓની દશાનું વર્ણન છે. પ્રશ્નવ્યાકરણનો જે પરિચય સ્થાનાંગ, સમવાયાંગ અને નન્દીસૂત્રમાં મળે છે તેનાથી ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ સર્વથા ભિન્ન છે. વિદ્યમાન સંસ્કરણમાં હિંસા વગેરે પાંચ આગ્નવો અને અહિંસા આદિ પાંચ સંવરોનું દસ અધ્યયનોમાં નિરૂપણ છે. વિપાકશ્રુત બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે : દુઃખવિપાક અને સુખવિપાક. દુઃખવિપાકમાં અશુભ કર્મના અર્થાત પાપના વિપાકોનું (ફળોનું) દસ અધ્યયનોમાં દસ કથાઓના માધ્યમથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તેવી રીતે સુખવિપાકમાં દસ કથાઓના માધ્યમથી શુભ કર્મના (પુણ્યના) વિપાકનું નિરૂપણ દસ અધ્યયનોમાં છે. અંગબાહ્ય આગમ પાંચ વર્ગોમાં વિભક્ત છે – ઉપાંગ, મૂલસૂત્ર, છેદસૂત્ર, ચૂલિકાસૂત્ર અને પ્રકીર્ણક. પ્રતિષ્ઠા આદિની દૃષ્ટિએ ઔપપાતિક વગેરેનું સ્થાન અંગો પછી હોવાના કારણે તેમને ઉપાંગની કોટિમાં મૂકવામાં આવ્યા છે. ઉપાંગ બાર છે – (૧) ઉવવાઈય (ઔપપાતિક), (૨) રાયપણઈય (રાજપ્રશ્રીય), (૩) જીવાજીવાભિગમ અથવા જીવાભિગમ, (૪) પણવણા (પ્રજ્ઞાપના), (૫) સૂરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ), (દ) જંબુદ્દીવપષ્ણત્તિ (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ), (૭) ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ), (૮) નિરયાવલિયા (નિરયાવલિકા) અથવા કપ્રિયા (કલ્પિકા), (૯) કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા), (૧૦) પુષ્ક્રિયા (પુષ્યિકા), (૧૧) પુષ્કચૂલિયા (પુષ્પચૂલિકા) અને (૧૨) વહિદસા (વૃષ્ણિદશા). પપાતિકનો પ્રારંભ ચમ્પાનગરીના વર્ણનથી કરવામાં આવ્યો છે. ત્યાર પછી પૂર્ણભદ્ર ઉદ્યાન, કૂણિક રાજા, ધારિણી રાણી, મહાવીરસ્વામી વગેરેનાં સાંસ્કૃતિક શૈલી અને સાહિત્યિક ભાષામાં સુરુચિપૂર્ણ વર્ણનો આવે છે. પ્રસંગવશાત્ દંડ, મૃત્યુ, વિધવા, વ્રતી, સાધુ, તાપસ, શ્રમણ, પરિવ્રાજક, આજીવક, નિદ્વવ વગેરેનો પણ યથેષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. રાજપ્રશ્રીયના પ્રથમ ભાગમાં સૂર્યાભદેવ અને તેના વિમાનનું વિસ્તૃત વર્ણન છે. આ દેવ ભગવાન મહાવીર આગળ આવીને વિવિધ નાટક - બત્રીસ પ્રકારની નાટ્યવિધિ રજૂ કરે છે. બીજા ભાગમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ કેશી અને શ્રાવસ્તીના રાજા પ્રદેશી વચ્ચે થયેલા જીવવિષયક સરસ સંવાદનું સુબોધ વર્ણન છે. રાજા પ્રદેશી જીવ અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેશી તેના મતનું નિરસન કરતાં યુક્તિપૂર્વક જીવના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરે છે. જીવાજીવાભિગમમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તરના રૂપમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં નવ પ્રતિપત્તિઓ (પ્રકરણો) છે. ત્રીજી પ્રતિપત્તિ સૌથી મોટી છે, તેમાં દેવો તથા દ્વીપસમુદ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનામાં પ્રજ્ઞાપના, સ્થાન, અલ્પબદુત્વ, સ્થિતિ, વિશેષ, વ્યુત્ક્રાન્તિ આદિછત્રીસ પદોનું પ્રતિપાદન છે. જેમ અંગોમાં ભગવતીસૂત્ર સૌથી વિસ્તૃત છે તેમ જ ઉપાંગોમાં પ્રજ્ઞાપના સૌથી મોટું ઉપાંગ છે. આ ઉપાંગના કર્તા વાચકવંશીય શ્યામાચાર્ય છે, તેઓ વીરનિર્વાણ સંવત ૩૭૬માં વિદ્યમાન હતા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેમાં વીસ પ્રાકૃત (પ્રકરણ) છે. ઉપલબ્ધ ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો વિષય બિલકુલ એકસમાન છે. નામો ઉપરથી જણાય છે કે ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્રના પરિભ્રમણનું વર્ણન રહ્યું હશે તથા સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્યના પરિભ્રમણનું. આગળ જઈને બન્ને મળીને એક થઈ ગયા હશે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સાત વક્ષસ્કારોમાં વિભક્ત છે. ત્રીજા વક્ષસ્કારમાં જમ્બુદ્વીપ અન્તર્ગત ભારતવર્ષ અને તેના રાજા (ચક્રવર્તી) ભરતની વિજયયાત્રાનું વર્ણન છે. નિરયાવલિકામાં રાજા શ્રેણિકના કાલ, સુકાલ, મહાકાલ આદિ પુત્રો સાથે સંબંધ ધરાવતા દસ અધ્યયનો છે. આ રાજકુમારો પોતાના સૌથી મોટા ભાઈ કૂણિકના પક્ષે પોતાના નાના (માતાના પિતા) ચેટક સાથે યુદ્ધ કરતાં મરીને નરકે ગયા. કલ્પાવતંસિકામાં શ્રેણિકના પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર વગેરે પૌત્રો સાથે સંબંધ ધરાવતા દસ અધ્યયનો છે. પુષ્મિકામાં ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દેવો સંબંધી દસ અધ્યયનો છે. પુષ્પચૂલિકામાં પણ દસ અધ્યયનો છે, તેમનામાં શ્રી, વ્હી, ધૃતિ આદિ દેવીઓનું વર્ણન છે. વૃષ્ણિદશામાં વૃષ્ણિવંશના નિસઢ આદિ રાજકુમારો સંબંધી બાર અધ્યયનો છે. આ રાજકુમારો વાસુદેવ કૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થયા. મૂલસૂત્ર ચાર છે– (૧) ઉત્તરાધ્યયન, (૨) આવશ્યક, (૩) દશવૈકાલિક અને (૪) પિડનિર્યુક્તિ અથવા ઓઘનિર્યુક્તિ. આ ગ્રંથોમાં શ્રમણજીવનના મૂળભૂત નિયમોનો ઉપદેશ હોવાના કારણે તેમને મૂલસૂત્ર કહેવામાં આવે છે. ભાષા, વિષય આદિની દૃષ્ટિએ ઉત્તરાધ્યયનની પ્રાચીનતાની વિસ્તૃત ચર્ચા શાપેન્ટિયર, જેકોબી વગેરેએ કરી છે. આ મૂલસૂત્રમાં છત્રીસ અધ્યયનો છે. તેમનામાં વિનય, પરીષહ, ચતુરંગ, અકામમરણ, પ્રવ્રજયા, બહુશ્રુતપૂજા, ઉત્તમભિક્ષુ, બ્રહ્મચર્યસમાધિ, પ્રવચનમાતા, યજ્ઞ, સામાચારી, મોક્ષમાર્ગ, સમ્યકત્વપરાક્રમ, તપોમાર્ગ, કર્મપ્રકૃતિ, વેશ્યા, અનગાર આદિ વિવિધ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગ્રન્થ દષ્ટાન્તો, રૂપકો, ઉપમાઓ અને સંવાદોની દષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન આવશ્યકમાં શ્રમણનાં નિત્ય કર્તવ્યોનું આવશ્યક અનુષ્ઠાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં છ અધ્યયનો છે — (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. સામાયિકમાં માવજીવન —જીવનભર બધી જાતના સાવદ્ય યોગોનો—પાપકારી કૃત્યોનો ત્યાગ કરવામાં આવે છે. ચતુર્વિંશતિસ્તવમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવે છે. વંદનમાં ગુરુનું નમસ્કારપૂર્વક સ્તવન ક૨વામાં આવે છે. પ્રતિક્રમણમાં વ્રતોમાં લાગેલા અતિચારોની આલોચના કરવામાં આવે છે અને ભવિષ્યમાં તે દોષોની પુનરાવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા ક૨વામાં આવે છે. કાયોત્સર્ગમાં શરીર ઉપરથી મમત્વભાવ દૂર કરી તેને ધ્યાન માટે સ્થિર કરવામાં આવે છે. પ્રત્યાખ્યાનમાં એક નિશ્ચિત સમયાવધિ માટે ચાર પ્રકારના આહારનો - અશન, પાન, ખાદ્ય અને સ્વાઘનો ત્યાગ કરવામાં આવે છે. 30 દશવૈકાલિકના કર્તા આચાર્ય શય્યમ્ભવ છે. આ ગ્રન્થમાં દસ અધ્યયનો છે. અંતે બે ચૂલિકાઓ પણ છે. આ સૂત્ર વિકાલ અર્થાત્ સંધ્યા સમયે વાંચવામાં આવે છે. દ્રુમપુષ્પિત નામના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભ્રમર પુષ્પોને કષ્ટ યા હાનિ પહોંચાડ્યા વિના તેમનામાંથી રસ ચૂસી પોતાને તૃપ્ત કરે છે તેવી જ રીતે ભિક્ષુ આહાર આદિની ગવેષણામાં કોઈને જરા પણ કષ્ટ યા હાનિ પહોંચાડતો નથી. શ્રામણ્યપૂર્વિકા નામના બીજા અધ્યયનમાં કહ્યું છે કે જે કામભોગોનું નિવારણ નથી કરી શકતો તે સંકલ્પ-વિકલ્પને વશ થઈને ડગલે ને પગલે સ્ખલિત થતો શ્રામાણ્યને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ અગન્ધન સર્પ અગ્નિમાં બળીને પ્રાણ ત્યાગ કરવાનું સ્વીકારે છે પણ વમન કરેલા વિષનું પુનઃ પાન નથી કરતો તેવી જ રીતે સાચો શ્રમણ ત્યાગેલા કામભોગોને કોઈ પણ પરિસ્થિતિમાં પુનઃ ગ્રહણ કરતો નથી. ક્ષુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં નિર્પ્રન્થોને ઔદ્દેશિક ભોજન, ક્રીત ભોજન, રાત્રિભોજન, રાજપિંડ આદિનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે તથા કહેવામાં આવ્યું છે કે જેઓ ગ્રીષ્મઋતુમાં આતાપના લે છે, શીતકાળમાં ઠંડી સહન કરે છે તથા વર્ષાઋતુમાં એક સ્થાને રહે છે તેઓ યત્નશીલ ભિક્ષુઓ કહેવાય છે. ચોથું અધ્યયન ષડ્જવનિકાય સંબંધી છે. તેમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જીવોને મન, વચન અને કાયાથી હાનિ પહોંચાડવાનો નિષેધ કરવામાં આવ્યો છે તથા સર્વ પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ વ્રતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમું પિંડૈષણા અધ્યયન બે ઉદ્દેશોમાં વિભક્ત છે. તેમનામાં ભિક્ષા સંબંધી વિવિધ વિધિ-વિધાન છે. છઠ્ઠા અધ્યયનનું નામ મહાચારકથા છે. તેમાં ચોથા અધ્યયનોક્ત છ વ્રતો અને છ જીવનિકાયોની રક્ષાનો Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૩૧ વિશેષ વિચાર કરવામાં આવ્યો છે. સાતમું અધ્યયન વચનશુદ્ધિ સંબંધી છે. સાધુએ સદા નિર્દોષ, અકર્કશ અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ. આઠમા અધ્યયનનું નામ આચારપ્રણિધિ છે. તેમાં મન, વચન અને કાયાથી પસૂકાય જીવો પ્રતિ અહિંસક આચરણના વિશે અનેક રીતે વિચાર કરવામાં આવ્યો છે. વિનયસમાધિ નામનું નવમું અધ્યયન ચાર ઉદ્દેશોમાં વિભક્ત છે. તેમાં શ્રમણના વિનયગુણનું વિવિધ દષ્ટિઓથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. સભિક્ષુ નામના દસમા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનોમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે, જે ષકાય જીવોને આત્મવતુ સમજે છે, જે પાંચ મહાવ્રતોની આરાધના કરે છે અને પાંચ આગ્નવોનો વિરોધ કરે છે તે ભિક્ષુ છે, ઇત્યાદિ. રતિવાક્ય નામની પહેલી ચૂલિકામાં ચંચલ મનને સ્થિર કરવાનો ઉપાય દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે લગામથી ચંચળ ઘોડો વશ થઈ જાય છે, અંકુશથી ઉન્મત્ત હાથી વશ થઈ જાય છે તેવી રીતે અઢાર બાબતોનો વિચાર કરવાથી ચંચલચિત્ત સ્થિર થઈ જાય છે. ઇત્યાદિ. વિવિક્તચર્યા નામની બીજી ચૂલિકામાં સાધુનાં કેટલાંક કર્તવ્યાકર્તવ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પિંડનિર્યુક્તિમાં પિંડ અર્થાતુ ભોજન સંબંધી પર્યાપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. દશવૈકાલિકના પાંચમા અધ્યયન પિડેષણાની નિયુક્તિ વિસ્તૃત થઈ જવાના કારણે તેને પિંડનિર્યુક્તિ નામે એક અલગ ગ્રન્થ માની લેવામાં આવ્યો. તેવી જ રીતે ઓઘનિર્યુક્તિ પણ આવશ્યકનિર્યુક્તિનો જ એક અંશ છે. તેમાં શ્રમણજીવનના સામાન્ય નિયમો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. છેદનો અર્થ છે ન્યૂનતા અથવા કમી, કોઈ સાધુના આચારમાં અમુક પ્રકારનો દોષ લાગતાં તેના શ્રમણપર્યાયમાં (સાધુજીવનના સમયની ગણનામાં) વરિષ્ઠતાની (seniorityની દષ્ટિએ કંઈક કમી કરી દેવામાં આવે છે. આ પ્રકારના પ્રાયશ્ચિત્તને છેદ પ્રાયશ્ચિત્ત કહે છે. સંભવત: આ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવાના કારણે અમુક સૂત્રોને છેદસૂત્રો કહેવામાં આવ્યાં હોય. વર્તમાનમાં ઉપલબ્ધ છેદસૂત્રો કેવળ છેદ પ્રાયશ્ચિત્તનું જ નહિ પરંતુ અન્ય પ્રાયશ્ચિત્તો અને વિષયોનું પણ પ્રતિપાદન કરે છે. નીચે જણાવેલા છ ગ્રન્થો છેદસૂત્ર કહેવાય છે– (૧) દશાશ્રુતસ્કન્ધ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહાર, (૪) નિશીથ, (૫) મહાનિશીથ અને (૬) જીવકલ્પ અથવા પંચકલ્પ. છેદસૂત્રોમાં શ્રમણાચાર સંબંધી પ્રત્યેક વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રતિપાદન ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત્ત સંબંધી છે. આ પ્રકારનું પ્રતિપાદન અંગ આદિ સૂત્રોમાં મળતું નથી. આ દૃષ્ટિએ છેદસૂત્રો જૈન આચારસાહિત્યમાં વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દશાશ્રુતસ્કન્ધ, બૃહત્કલ્પ અને વ્યવહાર આચાર્ય ભદ્રબાહુ(પ્રથમ)ની કૃતિઓ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન દશાશ્રુતસ્કન્ધને આચારદશાના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં દસ અધ્યયન છે. પ્રથમ અધ્યયનમાં દ્રુત ગમન, અપ્રમાર્જિત ગમન, દુષ્પ્રમાર્જિત ગમન, અતિરિક્ત શય્યાસન આદિ વીસ અસમાધિસ્થાનોનો ઉલ્લેખ છે. બીજા અધ્યયનમાં હસ્તકર્મ, મૈથુનપ્રતિસેવન, રાત્રિભોજન, આધાકર્મગ્રહણ, રાજપિંડગ્રહણ આદિ એકવીસ પ્રકા૨ના શબલદોષોનું વર્ણન છે. ત્રીજા અધ્યયનમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચોથા અધ્યયનમાં આઠ પ્રકારની ગણિસમ્પદાઓ...આચારસમ્પદા, શ્રુતસમ્પદા, શરીરસમ્પદા, વચનસમ્પદા, વાચનાસમ્પદા આદિનું વર્ણન છે. પાંચમું અધ્યયન દસ પ્રકારનાં ચિત્તસમાધિસ્થાનો સંબંધી છે. છઠ્ઠા અધ્યયનમાં અગિયાર ઉપાસકપ્રતિમાઓ તથા સાતમા અધ્યયનમાં બાર ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન છે. આઠમા અધ્યયનનું નામ પર્યુષણાકલ્પ છે. વર્ષાઋતુમાં શ્રમણનું એક સ્થાને રહેવું પર્યુષણા કહેવાય છે. પર્યુષણાવિષયક કલ્પ અર્થાત્ આચારનું નામ છે પર્યુષણાકલ્પ. પ્રસ્તુત અધ્યયનમાં પર્યુષણાકલ્પ માટે વિશેષ ઉપયોગી મહાવીરચરિત સંબંધી પાંચ હસ્તોત્તરોનો નિર્દેશ કરવામાં આવ્યો છે (૧) હસ્તોત્તર નક્ષત્રમાં મહાવીરનું દેવલોકમાંથી ચ્યુત થઈ ગર્ભમાં આવવું, (૨) હસ્તોત્તરમાં ગર્ભપરિવર્તન થવું, (૩) હસ્તોત્તરમાં જન્મ ગ્રહણ કરવો, (૪) હસ્તોત્તરમાં પ્રવ્રજ્યા લેવી અને (૫) હસ્તોત્તરમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી. કલ્પસૂત્ર તરીકે પ્રચલિત ગ્રન્થ - આ અધ્યયનનું પલ્લવિત રૂપ છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનચરિત ઉપરાંત મુખ્યપણે પાર્શ્વ, અરિષ્ટનેમિ અને ઋષભ આ ત્રણ તીર્થંકરોની જીવની પણ આપવામાં આવી છે. અંતે સ્થવિરાવલી અને સામાચારી (શ્રમણજીવન સંબંધી નિયમાવલી) પણ જોડી દેવામાં આવી છે. નવમા અધ્યયનમાં ત્રીસ મોહનીય સ્થાનોનું વર્ણન છે. દસમા અધ્યયનનું નામ આયતિસ્થાન છે. તેમાં વિભિન્ન નિદાનકર્મો અર્થાત્ મોહજન્ય ઇચ્છાપૂર્તિમૂલક સંકલ્પોનું વર્ણન કરવામાં આવ્યું છે જે નિદાનકર્મો જન્મમરણની પ્રાપ્તિનું કારણ છે. આમ દશાશ્રુતસ્કન્ધનાં દસ અધ્યયનોમાં એક અધ્યયન શ્રાવકાચાર સંબંધી છે જેમાં ઉપાસકપ્રતિમાઓનું વર્ણન છે. બાકીનાં નવ અધ્યયનો શ્રમણાચાર સંબંધી છે. ૩૨ બૃહત્કલ્પમાં છ ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશમાં તાલપ્રલમ્બ, માસકલ્પ, આપણગૃહ, ઘટીમાત્રક, ચિલિમિલિકા, દકતીર, ચિત્રકર્મ, સાગારિકનિશ્રા, અધિકરકણ, ચાર, વૈરાજ્ય, અવગ્રહ, રાત્રિભક્ત, અધ્વગમન, ઉચ્ચારભૂમિ, સ્વાધ્યાયભૂમિ, આર્યક્ષેત્ર આદિ વિષયક વિધિ-નિષેધ છે. ક્યાંક કયાંક અપવાદ અને પ્રાયશ્ચિત્તની પણ ચર્ચા છે. બીજા ઉદ્દેશમાં પ્રથમ બાર સૂત્રો ઉપાશ્રયવિષયક છે. આગળનાં તેર સૂત્રોમાં આહાર, વસ્ત્ર અને રજોહરણનો વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજા ઉદ્દેશમાં ઉપાશ્રયપ્રવેશ, Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૩૩ ચર્મ, વસ્ત્ર, સમવસરણ, અત્તરગૃહ, શવ્યાસંસ્તારક, સેના આદિ સંબંધી વિધિ-વિધાન છે. ચોથા ઉદેશમાં કહ્યું છે કે હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. દુષ્ટ અને પ્રમત્ત શ્રમણ માટે પારાચિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સાધર્મિક તૈન્ય, અન્ય ધાર્મિક સૈન્ય, મુષ્ટિપ્રહાર આદિ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા છે. પંડક, ક્લીબ આદિ પ્રવ્રયા માટે અયોગ્ય છે. નિર્ચન્થ-નિગ્રન્થીઓ માટે કાલાતિક્રાન્ત અને ક્ષેત્રાતિક્રાન્ત અશન આદિનું ગ્રહણ અકથ્ય છે. તેમણે ગંગા, યમુના, સરયૂ, કોશિકા અને મહી નામની પાંચ મહાનદીઓ મહિનામાં એકથી વધુ વાર પાર ન કરવી જોઈએ. ઐરાવતી આદિ નાની નદીઓ મહિનામાં બેત્રણ વાર પાર કરી શકાય. પાંચમા ઉદેશમાં બ્રહ્માપાય, પરિહારકલ્પ, પુલાકભક્ત આદિ દસ પ્રકારના વિષયો સંબંધી દોષો અને પ્રાયશ્ચિત્તોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદેશમાં કહેવામાં આવ્યું છે કે નિર્ચન્વ-નિર્ઝન્થીઓએ છ જાતનાં વચનો ન બોલવાં જોઈએ – અલીક વચન, હીલિત વચન, ખ્રિસિત વચન, પરુષવચન, ગાર્ડસ્થિક વચન અને વ્યવશમિતાદીરણ વચન. કલ્પસ્થિતિ – આચારદશા છ પ્રકારની કહી છે : સામાયિકસંયતકલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીયસંયતકલ્પસ્થિતિ, નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિરકલ્પસ્થિતિ. વ્યવહારમાં દસ ઉદેશો છે. પહેલા ઉદેશમાં નિષ્કપટ અને સકપટ આલોચક, એકલવિહારી સાધુ આદિ સંબંધી પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. બીજા ઉદેશમાં સમાન સામાચારીવાળા દોષી સાધુઓ સંબંધી પ્રાયશ્ચિત્ત, સદોષ રોગીની સેવા, અનવસ્થિત આદિની પુનઃ સંયમમાં સ્થાપના, ગચ્છનો ત્યાગ કરી પુનઃ ગચ્છમાં મળી જનારની પરીક્ષા અને તેને પ્રાયશ્ચિત્તદાન, વગેરે ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્રીજા ઉદેશમાં આ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે – ગચ્છાધિપતિની યોગ્યતા, પદવીધારીઓનો આચાર, તરુણ શ્રમણનો આચાર, ગચ્છમાં રહીને અથવા ગચ્છનો ત્યાગ કરીને અનાચારનું સેવન કરનાર માટે પ્રાયશ્ચિત્ત અને મૃષાવાદીને પદવી પ્રદાન કરવાનો નિષેધ. ચોથા ઉદ્દેશમાં આ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે –– આચાર્ય આદિ પદવીઓને ધારણ કરનારાઓનો શ્રમણ પરિવાર, આચાર્ય આદિના મરણ સમયે શ્રમણોનું કર્તવ્ય, યુવાચાર્યની સ્થાપના, વગેરે. પાંચમો ઉદ્દેશ સાધ્વીઓનો આચાર, સાધુ-સાધ્વીઓનો પારસ્પરિક વ્યવહાર, વૈયાવૃત્ય વગેરે સંબંધી છે. છઠ્ઠો ઉદ્દેશ નીચે દર્શાવેલા વિષયો સંબંધી છે–સાધુઓએ પોતાના સંબંધીઓના ઘરે કેવી રીતે જવું જોઈએ, આચાર્ય આદિના કયા અતિશયો છે, શિક્ષિત અને અશિક્ષિત સાધુમાં શી વિશેષતા છે, મૈથુનેચ્છા માટે શું પ્રાયશ્ચિત છે, ઈત્યાદિ. સાતમા ઉદેશમાં આ બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે –સસ્મોગી અર્થાત સાથી સાધુ-સાધ્વીઓનો Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પારસ્પરિક વ્યવહાર, સાધુ-સાધ્વીઓની દીક્ષા, સાધુ-સાધ્વીઓના આચારની ભિન્નતા, પદવી પ્રદાન કરવાનો સમુચિત સમય, રાજ્યવ્યવસ્થામાં પરિવર્તન થવાની સ્થિતિમાં શ્રમણોનું કર્તવ્ય આદિ. આઠમા ઉદ્દેશમાં શય્યા-સંસ્તારક આદિ ઉપકરણ ગ્રહણ કરવાની વિધિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવમા ઉદ્દેશમાં મકાનમાલિકના ત્યાં રહેલા અતિથિ આદિના આહાર સંબંધી કલ્પાકલ્પનો વિચાર કરવામાં આવ્યો છે. દસમા ઉદ્દેશમાં યવમધ્યપ્રતિમા, વજ્રમધ્યપ્રતિમા, પાંચ પ્રકારનો વ્યવહાર, બાલદીક્ષા, વિવિધ સૂત્રોના પઠન-પાઠનની યોગ્યતા આદિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૩૪ - નિશીથમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે ગુરુમાસિક, લઘુમાસિક, ગુરુચાતુર્માસિક અને લઘુચાતુર્માસિક. અહીં ગુરુમાસ અથવા માસગુરુનો અર્થ ઉપવાસ તથા લઘુમાસ અથવા માસલઘુનો અર્થ એકાશન સમજવો જોઈએ. આ સૂત્ર વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ ઉદ્દેશમાં આ ક્રિયાઓ માટે ગુરુમાસનું વિધાન કરવામાં આવ્યું છે — મૈથુન સંબંધી મોટો દોષ લાગે તેવી ક્રિયાઓ, પુષ્પ આદિ સૂંઘવા, બીજા પાસે પડદા વગેરે બનાવરાવવા, સોય વગેરે સરખાં કરાવવાં, પોતાને માટે પોતે માગી લાવેલાં સોય વગેરે બીજાને આપવાં, પાત્ર વગે૨ે બીજા પાસે સાફ કરાવવા, સદોષ આહારનો ઉપભોગ કરવો, વગેરે. બીજા ઉદ્દેશમાં આ ક્રિયાઓ માટે લઘુમાસનું વિધાન છે—દારુદંડનું પાદપ્રોંછન બનાવવું, કીચડવાળા રસ્તામાં પથ્થર વગેરે મૂકવા, પાણી નીકળવાની નાળી વગેરે બનાવવાં, સોય વગેરેને પોતે જ સરખાં કરવાં, જરા પણ કઠોર વચન બોલવું, હમેશાં એક જ ઘરનો આહાર ખાવો, દાન આદિ લેતા પહેલાં કે પછી દાતાની પ્રશંસા કરવી, નિષ્કારણ પરિચિત ઘરોમાં પ્રવેશ કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સોબત કરવી, મકાનમાલિકના ઘરનાં આહા૨પાણી ગ્રહણ કરવાં, વગેરે. ત્રીજા, ચોથા અને પાંચમા ઉદ્દેશમાં પણ લઘુમાસથી સમ્બદ્ધ ક્રિયાઓનો ઉલ્લેખ છે. છઠ્ઠા ઉદ્દેશમાં મૈથુન સંબંધી કેટલીક વધારે મોટા દોષવાળી ક્રિયાઓ માટે ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. સાતમા, આઠમા, નવમા, દસમા અને અગિયારમાં ઉદ્દેશોમાં પણ મૈથુનવિષયક અને અન્ય પ્રકારની દોષપૂર્ણ ક્રિયાઓ માટે ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. બારમાથી ઓગણીસમાં ઉદ્દેશ સુધી લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સાથે સંબંધ ધરાવતી ક્રિયાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ક્રિયાઓ આ પ્રકારની છે - પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરવો, ગૃહસ્થનાં વસ્ત્ર, ભોજન આદિનો ઉપયોગ કરવો, દર્શનીય વસ્તુઓને જોવા માટે ઉત્કંઠિત રહેવું, પહેલા પહોરમાં ગ્રહણ કરેલો આહાર ચોથા પહોર સુધી રાખવો, બે ગાઉથી આગળ જઈને આહાર લાવવો, પોતાનાં ઉપકરણ અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે ઉપડાવવા, હસ્તરેખા વગેરે જોઈ ફલાફલ કહેવું, મન્ત્ર-તન્ત્ર શિખવાડવાં, વિરેચન લેવું અથવા - --- Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ઔષધિનું સેવન કરવું, પાત્ર આદિ ખરીદવા-ખરીદાવવાં તથા ખરીદીને દેનાર પાસેથી ગ્રહણ કરવાં, વાટિકા આદિમાં ઝાડો-પેશાબ નાખવાં, ગૃહસ્થ વગેરેને આહાર-પાણી આપવાં, દંપતીના શયનખંડમાં પ્રવેશ કરવો, જુગુપ્સિત કુલોમાંથી આહાર વગેરે ગ્રહણ કરવાં, ગીતો ગાવાં, વાદ્યયંત્રો વગાડવાં, નૃત્યો કરવાં, અકારણ નાવમાં બેસવું, સ્વામીની અનુમતિ વિના નાવમાં બેસવું, ઇમહોત્સવ સ્કન્દમહોત્સવ યક્ષમહોત્સવ ભૂતમહોત્સવ વગેરેના સમયે સ્વાધ્યાય કરવો, અસ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને ભણાવવા યા તેમની પાસે ભણવું, શિથિલાચારીઓને ભણાવવા અથવા તેમની પાસે ભણવું, વગેરે. વીસમા ઉદેશમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત કરતી વખતે લાગનાર વિવિધ દોષો માટે વિશેષ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. આ ઉદેશના અંતે ત્રણ ગાથાઓ છે જેમનામાં નિશીથસૂત્રના પ્રણેતા આચાર્ય વિસાહગણિ(વિશાખગણિીની પ્રશસ્તિ કરવામાં આવી છે. નિશીથસૂત્ર જૈનાચારશાસ્ત્રાન્તર્ગત નિર્ઝન્થદંડશાસ્ત્રનો અતિ મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. | ઉપલબ્ધ મહાનિશીથ ભાષા અને વિષયની દષ્ટિએ બહુ પ્રાચીન નથી માની શકાતો. તેમાં જ્યાં ને ત્યાં આગમેતર ગ્રન્થો અને આચાર્યોનાં નામો પણ મળે છે. તે છ અધ્યયનો અને બે ચૂલાઓમાં વિભક્ત છે. પ્રથમ અધ્યયનમાં પાપરૂપી શલ્યની આલોચના અને નિન્દાની દષ્ટિએ અઢાર પાપસ્થાનકોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા અધ્યયનમાં કર્મવિપાકનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા અધ્યયનોમાં કુશીલ સાધુઓની સોબત ન કરવાનો ઉપદેશ છે. વળી, મન્ત્ર-તન્ન, નમસ્કારમ7, ઉપધાન, જિનપૂજા વગેરેનું વિવેચન છે. પાંચમા અધ્યયનમાં ગચ્છના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વિવેચન છે. આમાં આચાર્ય ભદ્રના ગચ્છમાં પાંચ સો સાધુ અને બાર સો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. ચૂલાઓમાં સુસઢ વગેરે કથાઓ છે. ત્રીજા અધ્યયનમાં ઉલ્લેખ છે કે મહાનિશીથને ઊધઈએ ખાધો હોવાથી હરિભદ્રસૂરિએ તેનો ઉદ્ધાર કર્યો અને તેનું સંશોધન કર્યું તથા આચાર્ય સિદ્ધસેન, વૃદ્ધવાદી યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ આદિએ તેને માન્યતા આપી. જીતકલ્પ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કૃતિ છે. તેમાં નિર્ઝન્થ-નિગ્રંથીઓના વિભિન્ન અપરાધોના પ્રાયશ્ચિત્તોનું જીતવ્યવહારના (પરંપરાથી પ્રાપ્ત અને શ્રેષ્ઠ પુરુષોથી અનુમત વ્યવહારના) આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂત્રકારે કહ્યું છે કે સંવર અને નિર્જરાથી મોક્ષ થાય છે તથા તપ સંવર અને નિર્જરાનું કારણ છે. પ્રાયશ્ચિત્ત તપોમાં પ્રધાન છે, તેથી મોક્ષમાર્ગની દૃષ્ટિએ પ્રાયશ્ચિત્તનું અત્યધિક મહત્ત્વ છે. તે પછી Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન ૩૬ સૂત્રકારે પ્રાયશ્ચિત્તના નીચે જણાવેલા દસ ભેદોનું વ્યાખ્યાન કર્યું છે— (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) ઉભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક. આ દસ પ્રાયશ્ચિત્તોમાંથી છેલ્લા બે અર્થાત્ અનવસ્થાપ્ય અને પારાંચિક અન્તિમ ચતુર્દશપૂર્વધર (પ્રથમ ભદ્રબાહુ) સુધી જ વિદ્યમાન રહ્યા. તે પછી તેમનો લોપ થઈ ગયો. પંચકલ્પ વર્તમાનમાં અનુપલબ્ધ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે પંચકલ્પસૂત્ર અને પંચકલ્પમહાભાષ્ય બન્ને એક જ છે. નન્દી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રો કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રન્થ માટે થાય છે જેમાં અવશિષ્ટ વિષયોનું વર્ણન હોય અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ હોય. દશવૈકાલિક અને મહાનિશીથના અન્તે આ પ્રકારની ચૂલિકાઓ—ચૂલાઓ—ચૂડાઓ ઉપલબ્ધ છે. તેમનામાં ગ્રન્થના પ્રયોજનને કે વિષયને દૃષ્ટિમાં રાખીને એવી કેટલીક આવશ્યક બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે બાબતોનો સમાવેશ આચાર્ય ગ્રન્થના કોઈ અધ્યયનમાં નથી કરી શક્યા. આજકાલ આ પ્રકારનું કાર્ય પુસ્તકના અંતે પરિશિષ્ટ જોડી પાર પાડવામાં આવે છે. નન્દી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું જ કામ કરે છે. એટલું જ નહિ, આગમોના અધ્યયન માટે તેઓ ભૂમિકાનું પણ કામ આપે છે. આ કથન નન્દીની અપેક્ષાએ અનુયોગદ્વા૨ના વિષયમાં અધિક સત્ય છે. નન્દીમાં તો કેવળ જ્ઞાનનું જ વિવેચન કરવામાં આવ્યું છે જ્યારે અનુયોગદ્વારમાં તો પ્રાયઃ આગમોના સમસ્ત મૂલભૂત સિદ્ધાન્તોનું સ્વરૂપ સમજાવતાં સમજાવતાં વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જે પારિભાષિક શબ્દોનું જ્ઞાન આગમોના અધ્યયન માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. પ્રકીર્ણક અર્થાત્ વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણકોની અર્થાત્ વિવિધ આગમિક ગ્રન્થોની સંખ્યા ૧૪,૦૦૦ કહેવામાં આવી છે. વર્તમાનમાં પ્રકીર્ણકોની સંખ્યા મુખ્યપણે દસ મનાય છે. આ દસ નામો પણ એકસરખાં નથી. નીચે જણાવેલાં દસ નામ વિશેષતઃ માન્ય છે (૧) ચતુઃશરણ, (૨) આતુરપ્રત્યાખ્યાન, (૩) મહાપ્રત્યાખ્યાન, (૪) ભક્તપરિજ્ઞા, (૫) તન્દુલવૈચારિક, (૬) સંસ્તારક, (૭) ગચ્છાચાર, (૮) ગણિવિદ્યા, (૯) દેવેન્દ્રસ્ત્ય અને (૧૦) મરણસમાધિ. ચતુઃશરણ(ચઉસરણ)નું બીજું નામ કુશલાનુબન્ધિઅધ્યયન (કુસલાણુબંધિઅજ્ઝયણ) છે. તેમાં ૬૩ ગાથાઓ છે. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મ આ ચારને ‘શરણ’ માનવામાં આવેલ છે એટલે તેને ચતુઃ શરણ કહેવામાં આવેલ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૩૭ છે. આતુરપ્રત્યાખ્યાન(આઉરપચ્ચક્ખાણ)ને મરણ સાથે સંબંધ હોવાના કારણે અન્તકાલપ્રકીર્ણક પણ કહે છે. તેને બૃહદાતુરપ્રત્યાખ્યાન પણ કહે છે. તેમાં ૭૦ ગાથાઓ છે. દસમી ગાથા પછી કેટલોક ભાગ ગદ્યમાં છે. આ પ્રકીર્ણકમાં મુખ્યપણે બાલમરણ અને પંડિતમરણનું વિવેચન છે. મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચકખાણ) પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં પ્રત્યખ્યાન અર્થાત્ ત્યાગનું વિસ્તૃત વ્યાખ્યાન છે. ભક્તપરિજ્ઞા (ભત્તપરિણા)માં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં “ભક્તપરિજ્ઞા' નામના મરણનું વિવેચન છે. તન્દુલવૈચારિક (તંદુલવેયાલિય) પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલાંક સૂત્રો પણ છે. તેમાં વિસ્તારથી ગર્ભનું વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રન્થના અન્તિમ ભાગમાં નારીજાતિ અંગે એકપક્ષીય વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. સો વર્ષની આયુવાળો પુરુષ કેટલા તન્દુલ અર્થાત્ ઓખા ખાય છે, તેનો સંગાપૂર્વક વિશેષ વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ સૂત્ર તલવૈચારિક કહેવાય છે. સંસ્કારક (સંથારગ) પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. તેમાં મૃત્યુ સમયે અપનાવવા યોગ્ય સંસ્મારક અર્થાત તૃણ આદિની શાનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. સંસ્મારક પર આસીન થઈને પંડિતમરણ પ્રાપ્ત કરનારા મુનિ મુક્તિ પામે છે. આ પ્રકારના અનેક મુનિઓના દૃષ્ટાન્તો પ્રસ્તુત પ્રકીર્ણકમાં આપવામાં આવ્યાં છે. ગચ્છાચાર (ગચ્છાયાર) પ્રકીર્ણકમાં ૧૩૭ ગાથાઓ છે. તેમાં ગચ્છના અર્થાત સમૂહમાં રહેનાર સાધુ-સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ(બૃહત્કલ્પ) તથા વ્યવહારના આધારે રચાયું છે. ગણિવિદ્યા(ગણિવિજજા)માં ૮૨ ગાથાઓ છે. આ ગણિતવિદ્યા અર્થાત્ જ્યોતિર્વિદ્યાનો ગ્રન્થ છે. તેમાં આ નવ વિષયોનું (નવબલનું) વિવેચન છે – (૧) દિવસ, (૨) તિથિ, (૩) નક્ષત્ર, (૪) કરણ, (૫) ગ્રહદિવસ, (૬) મુહૂર્ત, (૭) શકુન, (૮) લગ્ન અને (૯) નિમિત્ત. દેવેન્દ્રસ્તવ (દેવિંદથય) પ્રકીર્ણકમાં ૩૦૭ ગાથાઓ છે. તેમાં બત્રીસ દેવેન્દ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. મરણસમાધિ(મરણસમાહી)નું બીજું નામ મરણવિભક્તિ(મરણવિભત્તી) છે. તેમાં ૬૬૩ ગાથાઓ છે. આ પ્રકીર્ણક યથાનિર્દિષ્ટ આઠ પ્રાચીન શ્રતગ્રન્થોના આધારે રચાયું છે – (૧) મરણવિભક્તિ, (૨) મરણવિશોધિ, (૩) મરણસમાધિ, (૪) સંલેખનાશ્રુત, (૫) ભક્તપરિજ્ઞા, (૬) આતુરપ્રત્યાખ્યાન, (૭) મહાપ્રત્યાખ્યાન અને (૮) આરાધના. આગમિક વ્યાખ્યાઓ જૈન આગમોની પ્રાકૃત વ્યાખ્યાઓ ત્રણ રૂપોમાં મળે છે–નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ. નિયુક્તિ અને ભાષ્ય પદ્યમાં છે તથા ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત ગદ્યમાં છે. ઉપલબ્ધ નિર્યુક્તિઓ ભદ્રબાહુ(દ્વિતીય)ની રચનાઓ છે. તેમનો સમય વિક્રમની Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ધર્મ-દર્શન છઠ્ઠી શતાબ્દી છે. ભદ્રબાહુએ નીચે જણાવેલાં દસ આગમો ઉપર નિર્યુક્તિઓ લખી છે...(૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કન્ધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાસિત. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિર્યુક્તિઓ ઉપલબ્ધ નથી. ગોવિન્દ્રાચાર્યરચિત એક અન્ય નિયુક્તિ (ગોવિન્દનિર્યુક્તિ) પણ અનુપલબ્ધ છે. સંસક્તનિયુક્તિ બહુ પછીની રચના છે. પહેલાં કહી ગયા છીએ તે મુજબ ઓધનિર્યુક્તિ આવશ્યકનિર્યુક્તિમાંથી તથા પિંડનિર્યુક્તિ દશવૈકાલિકનિર્યુક્તિમાંથી અલગ કરાયેલા અંશો છે જેમની ગણના મૂલસૂત્રોમાં કરવામાં આવે છે. નિર્યુક્તિની વ્યાખ્યાનશૈલી બહુ પ્રાચીન છે. ભાષ્યકારોમાં સંઘદાસગણિ અને જિનભદ્રગણિ વિશેષપણે ઉલ્લેખનીય છે. તેમનો સમય વિક્રમની સાતમી શતાબ્દી છે. જૈન આગમોનાં નીચે જણાવેલાં આઠ મહાકાય ભાષ્ય ઉપલબ્ધ છે (૧) વિશેષાવશ્યકભાષ્ય, (૨) બૃહત્કલ્પલઘુભાષ્ય, (૩) બૃહત્કલ્પબૃહદ્ભાષ્ય, (૪) પંચકલ્પમહાભાષ્ય, (૫) વ્યવહારભાષ્ય, (૬) નિશીથભાષ્ય, (૭) જીતકલ્પભાષ્ય અને (૮) ઓધનિર્યુક્તિમહાભાષ્ય. આ બધામાંથી બૃહત્કલ્પલઘુભાષ્ય તથા પંચકલ્પમહાભાષ્યના પ્રણેતા સંઘદાસગણિ છે અને વિશેષાવશ્યકભાષ્યના રચના૨ જિનભદ્રગણિ છે. આ મહાકાયભાષ્યો ઉપરાંત આવશ્યક, ઓનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, દશવૈકાલિક આદિ ઉપર લઘુભાષ્યો પણ છે. - ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહત્તર વિશેષ પ્રસિદ્ધ છે. તેમનો સમય વિક્રમની આઠમી શતાબ્દી છે. નીચે જણાવેલાં આગમોની ચૂર્ણિઓ ઉપલબ્ધ છે — (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૪) જીવાજીવાભિગમ, (૫) જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ, (૬) પ્રજ્ઞાપના, (૭) દશાશ્રુતસ્કન્ધ, (૮) બૃહત્કલ્પ, (૯) વ્યવહાર, (૧૦) નિશીથ, (૧૧) પંચકલ્પ, (૧૨) જીતકલ્પ, (૧૩) આવશ્યક, (૧૪) દશવૈકાલિક, (૧૫) ઉત્તરાધ્યયન, (૧૬) પિંડનિર્યુક્તિ, (૧૭) નન્દી અને (૧૮) અનુયોગદ્વાર. નિશીથસૂત્રની વિશેષચૂર્ણિ પણ ઉપલબ્ધ છે. દશવૈકાલિકની પણ બે ચૂર્ણિઓ છે એક અગસ્ત્યસિંહકૃત તથા બીજી જિનદાસકૃત. અનુયોગદ્વારના અંગુલ પદ ઉપર જિનભદ્રે અલગ ચૂર્ણિ લખી છે. ચૂર્ણિસાહિત્ય સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ છે. સંસ્કૃત ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રનું વિશેષ મહત્ત્વ છે. જૈન આગમો ઉપર પ્રાચીનતમ સંસ્કૃત ટીકાઓ તેમની જ છે. તેમનો સમય વિ.સં. ૭૫૭થી ૮૨૭વચ્ચેનો છે. હરિભદ્રે પ્રાકૃત ચૂર્ણિઓને આધારે જ ટીકાઓ લખી છે. વચ્ચે વચ્ચે દાર્શનિક Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૩૯ દષ્ટિનો વિશેષ ઉપયોગ કર્યો છે. હરિભદ્ર પછી શીલાંકસૂરિએ સંસ્કૃત ટીકાઓ લખી છે. તેમનો કાલ દસમી શતાબ્દી છે. તેમના પછી ટીકાકાર શાત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયન ઉપર બૃહત ટીકા લખી. તેમના પછી પ્રસિદ્ધ ટીકાકાર અભયદેવ થયા. તેમણે નવ અંગો ઉપર ટીકાઓ લખી. તેમનો સમય વિ.સં. ૧૦૮૮થી ૧૧૩૫ સુધીનો છે. આ જ સમયે માલધારી હેમચન્દ્ર પણ થયા. તેમણે વિશેષાવશ્યકભાષ્ય ઉપર વૃત્તિ લખી. આગમો ઉપર સંસ્કૃત ટીકાઓ લખનારાઓમાં મલયગિરિનું વિશેષ સ્થાન છે. તેમની ટીકાઓ દાર્શનિક ચર્ચાયુક્ત સુંદર ભાષામાં છે. પ્રત્યેક વિષય પર સુસ્પષ્ટ રીતે લખવામાં તેમને સારી સફળતા મળી છે. તે બારમી શતાબ્દીના વિદ્વાન હતા. આગમોની સંસ્કૃત વ્યાખ્યાઓની બહુલતા હોવા છતાં પણ પછીના આચાર્યોએ જનહિતની દષ્ટિએ લોકભાષાઓમાં પણ વ્યાખ્યાઓ લખવી આવશ્યક સમજી. પરિણામે તત્કાલીન અપભ્રંશ અર્થાત પ્રાચીન ગુજરાતીમાં કેટલાક આચાર્યોએ સરલ અને સુબોધ બાલાવબોધો લખ્યા. આ જાતના બાલાવબોધો લખનારાઓમાં વિક્રમની સોળમી શતાબ્દીમાં વિદ્યમાન પાર્શ્વચન્દ્રગણિ અને અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન લોંકાગચ્છીય મુનિ ધર્મસિંહનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે. મુનિ ધર્મસિંહે ૨૭ આગમો પર બાલાવબોધ - ટબા લખ્યા છે. હિન્દી વ્યાખ્યાઓમાં મુનિ હસ્તિમલકત દશવૈકાલિકસૌભાગ્યચન્દ્રિકા અને નન્દીસૂત્રભાષાટીકા; ઉપાધ્યાય આત્મારામકૃત દશાશ્રુતસ્કન્ધગણપતિગુણપ્રકાશિકા, દશવૈકાલિકઆત્મજ્ઞાનપ્રકાશિકા અને ઉત્તરાધ્યયનઆત્મજ્ઞાનપ્રકાશિકા; ઉપાધ્યાય અમરમુનિકૃત આવશ્યકવિવેચન (શ્રમણ સૂત્ર) આદિ ઉલ્લેખનીય છે. કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૃત શ્વેતામ્બર સંપ્રદાયમાં આચારાંગ વગેરે ગ્રન્થ આગમતરીકે માન્ય છે જ્યારે દિગમ્બર સંપ્રદાયમાં કર્મપ્રાભૃત અને કષાયપ્રાભૃતને આગમ માનવામાં આવે છે. કર્મકાભૂતને મહાકર્મપ્રકૃતિપ્રાભૃત, આગમસિદ્ધાન્ત, પખંડાગમ, પરમાગમ, ખંડસિદ્ધાન્ત, ષખંડસિદ્ધાન્ત આદિ નામોથી ઓળખવામાં આવે છે. કર્મવિષયક નિરૂપણના કારણે તેને કર્મપ્રાભૃત અથવા મહાકર્મપ્રકૃતિપ્રાભૃત કહેવામાં આવે છે. આગમિક અને સૈદ્ધાત્તિક ગ્રન્થ હોવાના કારણે તેને આગમસિદ્ધાન્ત, પરમાગમ, ખંડસિદ્ધાન્ત વગેરે નામ આપવામાં આવ્યાં છે. તેમાં છ ખંડો છે એટલા માટે તેને પખંડાગમ અથવા પખંડસિદ્ધાન્ત કહેવામાં આવે છે. કર્મપ્રાભૃતનું ઉદ્ગમસ્થાન દષ્ટિવાદ નામનું બારમું અંગ છે જે અત્યારે લુપ્ત છે. દષ્ટિવાદના પાંચ વિભાગ છે – પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ४० જૈન ધર્મ-દર્શન તેમાંથી પૂર્વગતના ચૌદ ભેદ છે. તેમને ચૌદ પૂર્વો કહેવામાં આવે છે. તેમાંથી અગ્રાયણીય નામના બીજા પૂર્વમાંથી કર્મપ્રાભૃત નામનું પખંડાગમ ઉત્પન્ન થયું છે. અગ્રાયણીય પૂર્વના નીચે જણાવેલા ચૌદ અધિકાર છે—(૧) પૂર્વાન્ત, (૨) અપરાન્ત, (૩) ધ્રુવ, (૪) અધ્રુવ, (૫) ચયનલબ્ધિ, (૬) અર્વોપમ, (૭) પ્રસિધિકલ્પ, (૮) અર્થ, (૯) ભૌમ, (૧૦) વ્રતાદિક, (૧૧) સર્વાર્થ, (૧૨) કલ્પનિર્વાણ, (૧૩) અતીત સિદ્ધ-બદ્ધ અને (૧૪) અનાગત સિદ્ધ-બદ્ધ. આમાંથી ચયનલબ્ધિના વીસ પ્રાકૃત છે જેમાં ચોથું પ્રાભૃત કર્મપ્રકૃતિ છે. આ કર્મપ્રકૃતિપ્રાભૃતમાંથી જ પખંડસિદ્ધાન્તની ઉત્પત્તિ થઈ છે. પખંડસિદ્ધાન્તરૂપ કર્મપ્રાભૃત આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિની રચના છે. તેમણે પ્રાચીન કર્મપ્રકૃતિપ્રાભૂતના આધારે પ્રસ્તુત ગ્રન્થનું નિર્માણ કર્યું. કર્મપ્રાભૃત(ષટ્રખંડાગમ)ની ધવલા ટીકામાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રદેશના ગિરિનગરની ચન્દ્રગુફામાં રહેતા ધરસેનાચાર્યે અંગશ્રુતના વિચ્છેદના ભયે મહિમાનગરીમાં સમ્મિલિત થયેલા દક્ષિણાપથના આચાર્યો ઉપર એક પત્ર મોકલ્યો. આચાર્યોએ પત્રનું પ્રયોજન બરાબર સમજીને શાસ્ત્ર ધારણ કરવામાં સમર્થ બે પ્રતિભાસમ્પન્ન સાધુઓને આન્દ્રપ્રદેશના વેન્નાતટથી ધરસેનાચાર્ય પાસે મોકલ્યા. ધરસેને શુભ તિથિ, શુભ નક્ષત્ર અને શુભ વારે તેમને ગ્રન્થ ભણાવવો શરૂ કર્યો. ક્રમશઃ વ્યાખ્યાન કરતાં આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના પૂર્વાહ્નમાં ગ્રન્થ પૂરો કર્યો. વિનયપૂર્વક ગ્રન્થની પરિસમાપ્તિથી પ્રસન્ન થઈ ભૂતોએ તે બે સાધુઓમાંથી એકની પુષ્પાવલી આદિથી સમારોહ સાથે પૂજા કરી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “ભૂતબલિ' રાખ્યું. બીજા સાધુની ભૂતોએ પૂજા કરી તેની આડીઅવળી દત્તપંક્તિને એકસરખી કરી દીધી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “પુષ્પદન્ત” રાખ્યું. ત્યાંથી પ્રસ્થાન કરી તે બન્નેએ અંકુલેશ્વરમાં (અંકલેશ્વરમાં) વર્ષાવાસ કર્યો. વર્ષાવાસ પૂરો કરી આચાર્ય પુષ્પદન્ત વનવાસ ગયા અને ભટ્ટારક ભૂતબલિ દ્રમિલદેશ પહોંચ્યા. પુષ્પદન્ત જિનપાલિતને દીક્ષા આપી (સત્રરૂપણાના) વીસ સૂત્રો બનાવી જિનપાલિતને ભણાવી ભૂતબલિ પાસે મોકલ્યા. ભૂતબલિએ જિનપાલિત પાસે સૂત્રો જોઈને તથા પુષ્પદન્તને અલ્પાયુ જાણીને મહાકર્મપ્રકૃતિપ્રાભૃત (મહાક—પડિપાહુડ)ના વિચ્છેદની આશંકાના કારણે દ્રવ્યપ્રમાણાનુગમથી શરૂ કરી આગળની ગ્રન્થરચના કરી. તેથી આ ખંડસિદ્ધાન્તની અપેક્ષાએ ભૂતબલિ અને પુષ્પદન્ત પણ શ્રુતના કર્તા કહેવાવા લાગ્યા. આમ મૂલગ્રન્થકર્તા વર્ધમાન ભટ્ટારક છે, અનુગ્રન્થકર્તા ગૌતમસ્વામી છે તથા ઉપગ્રન્થકર્તા રાગદ્વેષમોહરહિત ભૂતબલિ-પુષ્પદન્ત મુનિવર Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૪૧ પખંડાગમના પ્રારંભિક ભાગ સમ્પ્રરૂપણાના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત છે તથા બાકીના આખા ગ્રન્થના કર્તા આચાર્ય ભૂતબલિ છે. ધવલાકારે પુષ્પદન્તરચિત જે વીસ સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે તે સત્રરૂપણાના વીસ અધિકારો જ છે કારણ કે તેમણે આગળ ઉપર ષ્ટ લખ્યું છે કે ભૂતબલિએ દ્રવ્યપ્રમાણાનુગમથી પોતાની રચનાનો પ્રારંભ કર્યો. સત્રરૂપણા પછી જ્યાંથી સંખ્યાપ્રરૂપણા અર્થાત્ દ્રવ્યપ્રમાણાનુગમ શરૂ થાય છે ત્યાં પણ ધવલાકારે કહ્યું છે કે હવે ચૌદ જીવસમાસોના અસ્તિત્વને જાણી લેનારા શિષ્યોને તે જ જીવસમાસોના પરિમાણનો પ્રતિબોધ કરાવવા માટે ભૂતબલિ આચાર્ય સૂત્ર કરે છે. આચાર્ય ધરસેન, પુષ્પદન્ત અને ભૂતબલિનો સમય વિવિધ પ્રમાણોના આધારે વીરનિર્વાણના ૬૦૦-૭00 વર્ષ પછીનો સિદ્ધ થાય છે. કર્મપ્રાભૂતના છખંડોનાં નામ આ પ્રમાણે છે– (૧) જીવસ્થાન, (૨) ક્ષુદ્રકબન્ધ, (૩) બન્ધસ્વામિત્વવિચય (૪) વેદના, (પ) વર્ગણા અને (૬) મહાબબ્ધ. જીવસ્થાન અન્તર્ગત આઠ અનુયોગદ્વાર તથા નવ ચૂલિકાઓ છે. આઠ અનુયોગદ્વાર આમના સંબંધી છે– (૧) સત્, (૨) સંખ્યા(દ્રવ્યપ્રમાણ), (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાલ, (૬) અર, (૭) ભાવ અને (૮) અલ્પબદુત્વ. નવ ચૂલિકાઓ આ છે– (૧) પ્રકૃતિસમુત્કીર્તન, (૨) સ્થાન સમુત્કીર્તન, (૩) – (૫) પ્રથમ-દ્વિતીય-તૃતીય મહાદંડક, (૬) ઉત્કૃષ્ટસ્થિતિ, (૭) જધન્યસ્થિતિ, (૮) સમ્યકત્વોત્પત્તિ અને (૯) ગતિ-આગતિ. સુદ્રકબન્ધના અગિયાર અધિકાર છે – (૧) સ્વામિત્વ, (ર) કાલ, (૩) અત્તર, (૪) ભંગવિચય, (૫) દ્રવ્યપ્રમાણાનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, (૭) સ્પર્શનાનુગમ, (૮) નાના-જીવકાલ, (૯) નાના-જીવન્તર, (૧૦) ભાગાભાગાનુગમ અને (૧૧) અલ્પબદુત્વાનુગમ. બન્ધસ્વામિત્વવિચયમાં આ વિષયો આવે છે—કર્મપ્રકૃતિઓનો જીવોની સાથે બંધ, કર્મપ્રકૃતિઓની ગુણસ્થાનોમાં બુચ્છિત્તિ, સ્વોદયબંધરૂપ પ્રકૃતિઓ, પરોદયબંધરૂપ પ્રકૃતિઓ. વેદનાખંડમાં કૃતિ અને વેદના નામના બે અનુયોગદ્વાર છે. કૃતિ સાત પ્રકારની છે – (૧) નામકૃતિ, (૨) સ્થાપનાકૃતિ, (૩) દ્રવ્યકૃતિ, (૪) ગણનાકૃતિ, (પ) ગ્રન્થકૃતિ, (૬) કરણકૃતિ અને (૭) ભાવકૃતિ. વેદનાના સોળ અધિકાર છે– (૧) નિક્ષેપ, (૨) નય, (૩) નામ, (૪) દ્રવ્ય, (૫) ક્ષેત્ર, (૬) કાલ, (૭) ભાવ, (૮) પ્રત્યય, (૯) સ્વામિત્વ, (૧૦) વેદના, (૧૧) ગતિ, (૧૨) અનન્તર, (૧૩) સન્નિકર્ષ, (૧૪) પરિમાણ, (૧૫) ભાગાભાગાનુગમ અને (૧૬) અલ્પબદુત્વાનુગમ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ જૈન ધર્મ-દર્શન વર્ગણા ખંડનો મુખ્ય અધિકાર બનીય છે જેમાં વર્ગણાઓનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત તેમાં સ્પર્શ, કર્મ, પ્રકૃતિ અને બંધ આ ચાર અધિકારોનો પણ અંતર્ભાવ કરવામાં આવ્યો છે. ત્રીસ હજાર શ્લોકપ્રમાણ મહાબંધ નામના છઠ્ઠા ખંડમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ આ ચાર પ્રકારના બંધોનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ મહાબંધ મહાધવલ નામે પણ પ્રસિદ્ધ છે. કસાયપાહુડ અથવા કષાયમામૃતને પેજુજદોસપાહુડ અથવા પ્રેયોદ્વેષપ્રાભૂત પણ કહે છે. પેન્જનો અર્થ પ્રેય એટલે રાગ થાય છે અને દોસનો અર્થ દ્વેષ થાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં રાગ અને દ્વેષરૂપ કષાયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલે તેનાં બન્ને નામો સાર્થક છે. ગ્રન્થની પ્રતિપાદનશૈલી અતિગૂઢ, સંક્ષિપ્ત અને સૂત્રાત્મક છે. પ્રતિપાદ્ય વિષયોનો કેવળ નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. કર્મપ્રાભૃત અર્થાત ષટ્રખંડાગમની જેમ જ કષાયમામૃતનું ઉદ્ગમસ્થાન પણ દષ્ટિવાદ નામનું બારમું અંગ જ છે. તેના જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વની દસમી વસ્તુના પ્રયોષ નામના ત્રીજા પ્રાભૂતમાંથી કષાયપ્રાભૃતની ઉત્પત્તિ થઈ છે. જેમ કર્મપ્રકૃતિપ્રાભૃતમાંથી ઉત્પન્ન થયું હોવાના કારણે પખંડાગમને કર્મપ્રાભૃત, કર્મપ્રકૃતિપ્રાભૃત અથવા મહાકર્મપ્રકૃતિપ્રાભૃત કહેવામાં આવે છે તેમ પ્રયોષપ્રાભૃતમાંથી ઉત્પન્ન થયું હોવાના કારણે કષાયપ્રાભૃતને પ્રેયોષપ્રાભૃત કહેવામાં આવે છે. કષાયપ્રાભૂતના કર્તા આચાર્ય ગુણધર છે, તેમણે ગાથાસૂત્રોમાં પ્રસ્તુત ગ્રન્થની રચના કરી છે. આચાર્ય ગુણધરે આ કષાયમામૃત ગ્રન્થની રચના શા માટે કરી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં જયધવલા ટીકામાં આચાર્યવીરસેને કહ્યું છે કે જ્ઞાનપ્રવાદ (પાંચમા) પૂર્વની નિર્દોષ દસમી વસ્તુના ત્રીજા કષાયપ્રાભૃતરૂપ સમુદ્રના જલસમુદાયથી પ્રક્ષાલિત માતિજ્ઞાનરૂપ લોચનસમૂહથી જેમણે ત્રણે લોકોને પ્રત્યક્ષ કરી લીધા છે તથા જે ત્રિભુવનના પાલક છે તે ગુણધર ભટ્ટારકે તીર્થના વ્યુચ્છેદના ભયથી કષાયમામૃતના અર્થથી યુક્ત ગાથાઓનો ઉપદેશ આપ્યો. કષાયપ્રાભૂતકાર આચાર્ય ગુણધરના સમયનો ઉલ્લેખ કરતાં જયધવલાકારે લખ્યું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૮૩ વર્ષો વ્યતીત થતાં અંગો અને પૂર્વોનો એક ભાગ આચાર્યપરંપરાથી ગુણધરાચાર્યને પ્રાપ્ત થયો. તેમણે પ્રવચનવાત્સલ્યથી વશીભૂત થઈને ગ્રન્થવિચ્છેદના ભયથી ૧૬000પદપ્રમાણ પેજદોસપાહુડનો ૧૮૦ ગાથાઓમાં ઉપસંહાર કર્યો. મહાકર્મપ્રકૃતિપ્રાભૃત અર્થાત પખંડાગમના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિના સમયનો ઉલ્લેખ પણ ધવલામાં આ જ રૂપમાં થયો છે. આ Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ઉલ્લેખોને જોવાથી જણાય છે કે કષાયપ્રાભૂતકાર અને મહાકર્મપ્રકૃતિપ્રાભૂતકાર સંભવતઃ સમકાલીન રહ્યા હશે. ધવલા અને જ્યધવલાના અધ્યયનથી એવું કંઈ જણાતું નથી કે અમુક પ્રાભૃતની રચના અમુક પ્રાભૃતની પહેલાંની છે અથવા પછીની છે. અન્ય કોઈ પ્રાચીન ગ્રન્થમાં પણ આ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. કષાયપ્રાકૃતકારે પોતે જ બે ગાથાઓમાં ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયો અર્થાત્ અર્થાધિકારોનો નિર્દેશ કર્યો છે. આ ગાથાઓની વ્યાખ્યા ચૂર્ણિસૂત્રકાર અને જયધવલાકારે ભિન્નભિન્ન રૂપમાં આપી છે. જો કે તે બન્ને એ વાતમાં તો એકમત છે કે કષાયપ્રાભૃતના પંદર અર્વાધિકાર છે તેમ છતાં તેમની ગણનામાં એકરૂપતા નથી. ચૂર્ણિસૂત્રકારે અર્થાધિકારના નીચે મુજબ ૧૫ ભેદ ગણાવ્યા છે– (૧) પેસ્જદોસ (પ્રયોષ), (૨) ઠિદિઅણુભાગવિહિત્તિ (સ્થિતિ-અનુભાગવિભક્તિ), (૩) બંધગ અથવા બંધ (બંધક યા બંધ), (૪) સંકમ (સંક્રમ), (૫) વેદઅ અથવા ઉદઅ (વેદક યા ઉદય), (૬) ઉદીરણા, (૭) ઉવજોગ (ઉપયોગ), (૮) ચઉઠાણ (ચતુઃસ્થાન), (૯) વંજણ (વ્યંજન), (૧૦) સમ્મત્ત અથવા દંસણમોહિણીયઉવસમણા (સમ્યકત્વ યા દર્શનમોહનીયની ઉપશમના), (૧૧) દંસણમોહણીયફખવણા (દર્શનમોહનીયની ક્ષપણા), (૧૨) દેસવિરદિ (દેશવિરતિ), (૧૩) સંજમઉવસામણા અથવા ચરિત્તમોહણીયવિસામણા (સંયમવિષયક ઉપશામના યા ચારિત્રમોહનીયની ઉપશામના), (૧૪) સંજમખવણા અથવા ચરિત્તમોહણીયફખવણા (સંયમવિષયક ક્ષપણા અથવા ચારિત્રમોહનીયની ક્ષપણા) અને (૧૫) અદ્ધાપરિમાણણિદ્દેશ (અદ્ધાપરિમાણનિર્દેશ). જયધવલાકારે જે પંદર અર્થાધિકારોનો ઉલ્લેખ કર્યો છે તે આ છે– (૧) પ્રયોષ, (૨) પ્રકૃતિવિભક્તિ, (૩) સ્થિતિવિભક્તિ, (૪) અનુભાગવિભક્તિ, (૫) પ્રદેશવિભક્તિ-ક્ષીણાક્ષીણપ્રદેશ-સ્થિત્યન્તિકપ્રદેશ, (૬) બન્ધક, (૭) વેદક, (૮) ઉપયોગ, (૯) ચતુઃસ્થાન, (૧૦) વ્યજન, (૧૧) સમ્યકત્વ, (૧૨) દેશવિરતિ, (૧૩) સંયમ, (૧૪) ચારિત્રમોહનીયની ઉપશમના અને (૧૫) ચારિત્રમોહનીયની ક્ષપણા. આ સ્થાને જયધવલાકારે એ પણ નિર્દેશ કર્યો છે કે આ રીતે બીજી રીતૌથી પણ પંદર અર્થાધિકારોનું પ્રરૂપણ કરી લેવું જોઈએ. આ ઉપરથી જણાય છે કે કષાયપ્રાભૃતના અર્થાધિકારોની ગણનામાં એકરૂપતા રહી નથી. આમ તો કષાયપ્રાભૃતમાં ૨૩૩ ગાથાઓ મનાય છે પરંતુ વસ્તુતઃ આ ગ્રન્થમાં ૧૮૦ ગાથાઓ છે. બાકીની ૫૩ ગાથાઓ કષાયપ્રાકૃતકાર ગુણધરાચાર્યકૃત નથી Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પરંતુ સંભવતઃ આચાર્ય નાગહસ્તિકૃત છે જે વ્યાખ્યાના રૂપમાં પાછળથી જોડી દેવામાં આવી છે. આ વસ્તુ આ ગાથાઓને તથા જયધવલા ટીકાને જોવાથી સ્પષ્ટ જણાય છે. કષાયમામૃતના મુદ્રિત સંસ્કરણોમાં પણ સંપાદકોએ તેમના પૃથક્કરણનું પૂરતું ધ્યાન રાખ્યું છે. આચાર્ય નાગહસ્તી કષાયમામૃતાચૂર્ણિકાર આચાર્ય યતિવૃષભના ગુરુ છે. યતિવૃષભાચાર્યે જો કે આ ગાથાઓ ઉપર પણ ચૂર્ણિસૂત્રો લખ્યાં છે તેમ છતાં કર્તુત્વના અંગે કોઈ જાતનો ઉલ્લેખ કર્યો નથી. સંભવતઃ આ જાતનો ઉલ્લેખ તેમને જરૂરી ન લાગ્યો હોય કારણ કે કષાયપ્રાભૂતકારના નામનો પણ તેમણે પોતાનાં ચૂર્ણિસૂત્રોમાં કોઈ નિર્દેશ કર્યો નથી. એ પણ સંભવે કે તેમને આ અંગે વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ ન હોય અને પરંપરાથી ચાલી આવતી ગાથાઓ પર અર્થના સ્પષ્ટીકરણની દૃષ્ટિએ ચૂર્ણિસૂત્રો લખ્યાં હોય. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે કષાયપ્રાભૃતની ૨૩૩ ગાથાઓમાં ૧૮૦ ગાથાઓ તો ગ્રન્થકારે પોતે જ રચી છે અને બાકીની પ૩ ગાથાઓ પરકૃત છે. જયધવલાકારે જ્યાં પણ કષાયપ્રાભૃતની ગાથાઓનો નિર્દેશ કર્યો છે ત્યાં બધે જ ૧૮૦ની સંખ્યા જ આપી છે. જો કે તેમણે એક સ્થાને ૨૩૩ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે અને એ સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે કે તે બધી ગાથાઓ અર્થાત બધી જ ૨૩૩ ગાથાઓ ગુણધરાચાર્યકૃત છે પરંતુ તેમનું આ સમાધાન સંતોષકાકરક નથી. ધવલા અને જયધવલા વીરસેનાચાર્યે લખેલી ધવલા ટીકા કર્મપ્રાભૃતની (ષખંડાગમની) અતિ મહત્ત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યા છે. ધવલાની પહેલાં લખાયેલી કર્મપ્રાભૃત પરની ટીકાઓનો ઉલ્લેખ ઇન્દ્રન્ટિકૃત શ્રુતાવતારમાં મળે છે. આ ટીકાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. કર્મપ્રાભૂતની ઉપલબ્ધ ટીકા ધવલાના કર્તાનું નામ વીરસેન છે. તે આર્યનદિના શિષ્ય તથા ચન્દ્રસેનના પ્રશિષ્ય હતા અને એલાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા. વીરસેન સિદ્ધાન્ત, છન્દ, જયોતિષ, વ્યાકરણ તથા પ્રમાણશાસ્ત્રમાં નિપુણ હતા અને ભટ્ટારકપદથી વિભૂષિત હતા. કષાયપ્રાભૃતની ટીકા જયધવલાના પ્રારંભનો એક તૃતીયાંશ ભાગ પણ આ વીરસેને લખ્યો છે. ઇન્દ્રનદિકૃત ઋતાવતારમાં કહ્યું છે કે બખ્ખદેવ ગુરુએ સિદ્ધાન્તગ્રન્થોની ટીકાઓ લખી તેના પછી કેટલાક જ સમય બાદ સિદ્ધાન્તતત્ત્વજ્ઞ એલાચાર્ય થયા. તેમની પાસે વીરસેન ગુરુએ સકલ સિદ્ધાન્તનું અધ્યયન કર્યું તથા પખંડાગમ પર ૭૨,૦૦૦ શ્લોકપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃતમિશ્રિત ધવલા ટીકા લખી. ત્યાર પછી કષાયપ્રાભૃતની ચાર વિભક્તિઓ ઉપર ૨૦,૦૦૦ શ્લોકપ્રમાણ જયધવલા ટીકા લખ્યા પછી તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. આ જયધવલાને તેમના શિષ્ય જયસેને (જિનસેને) ૪૦,૦૦૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય શ્લોકપ્રમાણ ટીકા વધુ લખીને પૂરી કરી. વીરસેનાચાર્યનો સમય ધવલા અને જયધવલાના અત્તે મળતી પ્રશસ્તિઓ અને અન્ય પ્રમાણોના આધારે શક સંવતની આઠમી શતાબ્દી સિદ્ધ થાય છે. આગમિક પ્રકરણ આગમાન્તર્ગત વિભિન્ન વિષયોનું વિશેષ વ્યવસ્થિત પ્રતિપાદન કરવાની દૃષ્ટિએ રચવામાં આવેલા નાનામોટા ગ્રન્થો પ્રકરણ કહેવાય છે. આ પ્રકારનાં પ્રકરણો ત્રણ વર્ગોમાં વિભાજિત થાય છે – આગમિક, તાર્કિક અને ઔપદેશિક. તાર્કિક પ્રકરણો વધારે નથી. ઔપદેશિક પ્રકરણો પણ આગમિક પ્રકરણોની તુલનામાં ઓછાં છે. આગમિક પ્રકરણો સૌથી વધુ છે. - આચાર્ય સિદ્ધસેનકત સન્મતિતર્ક, હરિભદ્રકૃત ધર્મસંગ્રહણી, ઉપાધ્યાય યશોવિજયકૃત તત્ત્વવિવેક, ધર્મપરીક્ષા આદિનો સમાવેશ તર્કપ્રધાનતાના કારણે તાર્કિક પ્રકરણોમાં થાય છે. આચાર્ય મુકુન્દકૃત પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાયસાર આદિ ગ્રન્થો પણ આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. ઔપદેશિક પ્રકરણોમાં આચાર્ય ધર્મદાસકૃત ઉપદેશમાલા, શાન્તિસૂરિકૃત ધર્મરત્નપ્રકરણ, દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધવિધિપ્રકરણ, મલધારી હેમચન્દ્રસૂરિકૃત ભવભાવના, વર્ધમાનસૂરિકૃતિ ધર્મોપદેશમાલા આદિનો સમાવેશ થાય છે. વર્કરાચાર્ય કૃત મૂલાચાર અને શિવાર્યકૃત મૂલારાધના પણ આચારશાસ્ત્રાન્તર્ગત ઔપદેશિક કોટિના ઉત્કૃષ્ટ ગ્રન્યો છે. આગમિક પ્રકરણોમાં મુખ્યપણે દ્રવ્યાનુયોગ (તત્ત્વજ્ઞાન) અને ગણિતાનુયોગ (ભૂગોળ-ખગોળ) સાથે સંબંધ ધરાવતા ગ્રન્થોનો સમાવેશ થાય છે. આ પ્રકારના કેટલાક ગ્રન્થો આ છે – શિવશર્મપ્રણીત કર્મપ્રકૃતિ, ચન્દષિપ્રણીત પંચસંગ્રહ, જિનભદ્રકૃત વિશેષણવતી, હરિભદ્રકૃત યોગશતક, મુનિચન્દ્રકૃત વનસ્પતિસપ્રતિ, શ્રીચન્દ્રરચિત સંગ્રહણીપ્રકરણ, ચક્રેશ્વરકૃત સિદ્ધાન્તસારોદ્ધાર, દેવેન્દ્રપ્રણીત કર્મગ્રન્થપંચક, સોમતિલકકૃત બહëત્રસમાસમકરણ, રત્નશેખર રચિત ક્ષેત્રસમાસ, યતિવૃષભવિરચિત ત્રિલોકપ્રજ્ઞપ્તિ, નેમિચન્દ્રરચિત ગમ્મસાર, પદ્મનન્ટિકૃત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ તત્વાર્થસૂત્ર આચાર્ય ઉમાસ્વાતિએ જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ખગોળ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું સંક્ષેપમાં પ્રતિપાદન કરવાની દૃષ્ટિએ પ્રસિદ્ધ ગ્રન્થ “તત્ત્વાર્થસૂત્ર' લખ્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ ४६ જૈન ધર્મ-દર્શન ગ્રન્થની ભાષા પ્રાકૃત ન રાખતાં સંસ્કૃત રાખી. ઉમાસ્વાતિ ક્યારે થયા, એ અંગે હજી સુધી કોઈ નિશ્ચિત મત નથી. વાચક ઉમાસ્વાતિનો પ્રાચીનમાં પ્રાચીન સમય વિક્રમની પહેલી શતાબ્દી અને મોડામાં મોડો સમય ત્રીજી-ચોથી શતાબ્દી છે. આ ત્રણસો-ચારસો વર્ષની વચમાં તેમનો સમય પડે છે. આચાર્ય ઉમાસ્વાતિ સર્વપ્રથમ સંસ્કૃત લેખક છે જેમણે જૈન દર્શન ઉપર પોતાની કલમ ચલાવી. તેમની ભાષા સરળ અને લાઘવવાળી છે. શૈલીમાં પ્રવાહ છે. તેમનું તત્ત્વાર્થાધિગમસૂત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરાઓમાં એકસરખું માન્ય છે. તેમાં દસ અધ્યાય છે. તેમની અંદર જૈન દર્શન અને જૈન આચારનું સંક્ષિપ્ત નિરૂપણ છે. ખગોળ અને ભૂગોળ વિશેની માન્યતાઓનું પણ વર્ણન છે. એમ કહેવું જોઈએ કે આ ગ્રન્થ જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મવિદ્યા, પદાર્થવિજ્ઞાન, કર્મશાસ્ત્ર આદિ અનેક વિષયોનો સંક્ષિપ્ત કોષ છે. પ્રથમ અધ્યાયમાં જ્ઞાનસંબંધી નીચેની બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે – જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ, નિયોનું લક્ષણ અને જ્ઞાનનું પ્રમાણ્ય. સૌપ્રથમ દર્શનનો અર્થ દર્શાવ્યો છે. પછી પ્રમાણ અને નય એ બે રૂપે જ્ઞાનનો વિભાગ કર્યો છે. પછી મતિ આદિ પાંચ જ્ઞાનોનું પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોમાં વિભાજન કરવામાં આવ્યું છે. તે પછી મતિજ્ઞાનની ઉત્પત્તિ અને તેના ભેદો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પછી શ્રુતજ્ઞાનનું વર્ણન છે. ત્યાર બાદ અવધિ, મનઃપર્યાય અને કેવલજ્ઞાન તેમજ તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અત્તરનું કથન છે. તે પછી પાંચ જ્ઞાનોનું તારતમ્ય દર્શાવતાં તેમના વિષયોનો નિર્દેશ કર્યો છે અને તેમની સહચારિતાનું દિગ્દર્શન કરાવાયું છે. ત્યારબાદ મિથ્યાજ્ઞાનોનો નિર્દેશ છે. અને અન્ને નયોના ભેદનું કથન છે. બીજા અધ્યાયમાં જીવનું સ્વરૂપ, જીવના ભેદો, ઇન્દ્રિયના ભેદો, મૃત્યુ અને જન્મની સ્થિતિ, જન્મસ્થાનોના ભેદો, શરીરના ભેદો વગેરે વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્રીજા અધ્યાયમાં અધોલોકના વિભાગો, નારક જીવોની દશા, દીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર, આદિનું વર્ણન ઇત્યાદિ ભૌગોલિક વિષયો ઉપર પૂરતી ચર્ચા છે. ચોથા અધ્યાયમાં દેવોની વિવિધ જાતિઓ, તેમના પરિવારો, ભોગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાલ અને જ્યોતિર્મડલ આદિ દષ્ટિઓથી ખગોલનું વર્ણન કરવામાં આવ્યું છે. - પાંચમા અધ્યાયમાં નીચેના વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે – દ્રવ્યના Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૪૭ મુખ્ય ભેદો, તેમની પરસ્પર તુલના, તેમની સ્થિતિ, ક્ષેત્ર અને કાર્ય, પુદ્ગલનું સ્વરૂપ, ભેદ અને ઉત્પત્તિ, સત્ત્નું લક્ષણ, નિત્યનું લક્ષણ, પૌદ્ગલિક બંધની યોગ્યતા અને અયોગ્યતા, દ્રવ્યનું લક્ષણ, કાલ સ્વતન્ત્ર દ્રવ્ય છે કે નહિ તેની વિચારણા અને કાલનું સ્વરૂપ, ગુણ અને પરિણામના ભેદો. છઠ્ઠા અધ્યાયમાં આસ્રવનું સ્વરૂપ, તેના ભેદો અને તદનુરૂપ કર્મબંધન વગેરે બાબતોનું વિવેચન છે. સાતમા અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ, વ્રત ગ્રહણ કરનારના ભેદો, વ્રતની સ્થિરતા, હિંસા આદિ અતિચારોનું સ્વરૂપ, દાનનું સ્વરૂપ ઇત્યાદિ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આઠમા અધ્યાયમાં કર્મબન્ધમાં હેતુઓ અને ભેદોનો વિચાર કરવામાં આવ્યો છે. નવમા અધ્યાયમાં સંવ૨, તેનાં સાધનો અને ભેદો, નિર્જરા અને તેના ઉપાયો, સાધક અને તેની મર્યાદા ઉપર વિશદ વિવેચન છે. દસમા અધ્યાયમાં કેવળજ્ઞાનના હેતુઓ, મોક્ષનું સ્વરૂપ, મુક્તાત્માની ગતિ તેમજ મુક્તાત્માનું સ્વરૂપ વગેરે ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર એક ભાષ્ય મળે છે, તે ઉમાસ્વાતિની પોતાની રચના છે. તે ઉપરાંત ‘સર્વાર્થસિદ્ધિ’ નામની એક સંક્ષિપ્ત પરંતુ અતિ મહત્ત્વપૂર્ણ ટીકા મળે છે. તે ટીકા પૂજ્યપાદની કૃતિ છે. પૂજ્યપાદ છઠ્ઠી શતાબ્દીમાં થઈ ગયા. તે દિગમ્બર પરંપરાના આચાર્ય હતા. અકલંકે ‘રાજવાર્તિક’ની રચના કરી છે. આ ટીકા બહુ વિસ્તૃત છે. તેમાં દર્શનના પ્રત્યેક વિષય ૫૨ કોઈ ને કોઈ રૂપમાં પ્રકાશ પાડ્યો છે. ક્યાંક ક્યાંક ખંડનમંડનની દૃષ્ટિની મુખ્યતા છે. વિદ્યાનન્ધકૃત ‘શ્લોકવાર્તિક’ પણ મહત્ત્વપૂર્ણ ટીકા છે. આ બન્ને પણ દિગમ્બર પરંપરાના જ આચાર્યો હતા. સિદ્ધસેન અને હરિભદ્રે ક્રમશઃ બૃહત્કાય અને લઘુકાય વૃત્તિઓની રચના કરી છે. તે બન્ને શ્વેતામ્બર પરંપરાના આચાર્યો હતા. આ ટીકાઓમાં પણ દાર્શનિક દૃષ્ટિકોણની જ પ્રધાનતા છે. જૈન દર્શનની આગળની પ્રગતિ ઉપર આ ટીકાઓનો સારો એવો પ્રભાવ પડ્યો છે. જે રીતે દિનાગના ‘પ્રમાણસમુચ્ચય’ પર ધર્મકીર્તિએ ‘પ્રમાણવાર્તિક' લખ્યું અને તેને કેન્દ્રબિન્દુ માની સમગ્ર બૌદ્ધદર્શન વિકસિત થયું તેવી રીતે તત્ત્વાર્થસૂત્રની આ ટીકાઓની આસપાસ જૈન દાર્શનિક સાહિત્યનો વિકાસ થયો. આ ટીકાઓ ઉપરાંત બારમી શતાબ્દીમાં મલયગિરિએ અને ચૌદમી શતાબ્દીમાં ચિરન્તન મુનિએ પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર ટીકાઓ લખી. અઢારમી શતાબ્દીમાં નવ્યન્યાય શૈલીના પ્રકાંડ પંડિત યશોવિજયે પણ ટીકા લખી. દિગમ્બર - પરંપરાના શ્રુતસાગર, વિબુધસેન, યોગીન્દ્રદેવ, યોગદેવ, લક્ષ્મીદેવ, અભયનન્દી આદિ Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન વિદ્વાનોએ પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર પોતપોતાની ટીકાઓ લખી હતી. વીસમી શતાબ્દીમાં પં. સુખલાલજી સંઘવી આદિ વિદ્વાનોએ હિન્દી વગેરે ભાષાઓમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર સુન્દર વિવેચનો લખ્યાં છે. સિદ્ધસેન ૪૮ ન ભારતીય દાર્શનિક ક્ષેત્રમાં નાગાર્જુને એક મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જ્યા૨થી નાગાર્જુન આ ક્ષેત્રમાં આવ્યા, ત્યારથી દાર્શનિક વાદ-વિવાદોને એક નવું રૂપ પ્રાપ્ત થયું. શ્રદ્ધાના સ્થાને તર્કનું સામ્રાજ્ય વ્યાપી ગયું. પહેલાં તર્ક ન હતો એવી વાત નથી. તર્ક હોવા છતાં પણ અધિક કામ તો શ્રદ્ધાથી જ ચાલતું હતું. એ જ કારણે દર્શનનો વ્યવસ્થિત ઘાટ બની શક્યો ન હતો. નાગાર્જુને આ ક્ષેત્રમાં આવી એક ક્રાન્તિકારી પરિવર્તન કરી નાંખ્યુ. આ ક્રાન્તિ બૌદ્ધ દર્શન સુધી સીમિત ન રહી. તેનો પ્રભાવ ભારતના બધાં દર્શનો ૫૨ ઘણો ગાઢ પડ્યો. પરિણામે જૈન દર્શન પણ તેનાથી અસ્પૃષ્ટ ન રહ્યું. સિદ્ધસેન અને સમન્તભદ્ર જેવા મહાન તાર્કિકોને પેદા કરવાનું ઘણું બધું શ્રેય નાગાર્જુનને જ છે. આ સમય પાંચમી-છઠ્ઠી શતાબ્દીનો છે. જૈનાચાર્યોએ આ યુગમાં મહાવીરના સમયથી વીખરાયેલા રૂપમાં ચાલ્યા આવતા અનેકાન્તવાદને સુનિશ્ચિત રૂપ આપ્યું. આ યુગમાં પાંચ પ્રસિદ્ધ આચાર્યો થયા છે. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઉપરાંત મલ્લવાદી, સિંહગણિ અને પાત્રકેશરીનાં નામ ઉલ્લેખનીય છે. નાગાર્જુને શૂન્યવાદનું સમર્થન કર્યું. શૂન્યવાદીઓ અનુસાર તત્ત્વ ન સત્ છે, ન અસત્ છે, ન સદસત્ છે, ન અનુભય છે. ‘ચતુષ્કોટિવિનિર્યુક્ત' રૂપે તત્ત્વનું વર્ણન કરી શકાય છે. વિચારની ચાર કોટિઓ તત્ત્વને ગ્રહણ કરવા અસમર્થ છે. વિચાર જે ચીજને ગ્રહણ કરે છે તે માત્ર લોકવ્યવહાર છે. બુદ્ધિથી વિવેચન કરતાં આપણે કોઈ એક સ્વભાવ સુધી પહોંચી શકતા નથી. આપણી બુદ્ધિ કોઈ એક સ્વભાવનું અવધારણ યા નિશ્ચય કરી શકતી નથી. તેથી બધા પદાર્થો અનભિલાપ્ય છે, નિઃસ્વભાવ છે. આ રીતે શૂન્યવાદે તત્ત્વના નિષેધપક્ષ પર ભાર આપ્યો. વિજ્ઞાનવાદે વિજ્ઞાન પર ભાર આપ્યો અને કહ્યું કે તત્ત્વ વિજ્ઞાનાત્મક જ છે. વિજ્ઞાનથી ભિન્ન બાહ્યાર્થની સિદ્ધિ કરી શકાતી નથી. જ્યાં સુધી વ્યક્તિને વિજ્ઞપ્તિમાત્રતા સાથે પોતાની એકરૂપતાનો બોધ નથી થતો ત્યાં સુધી જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ ચાલુ રહે છે. તેનાથી ઊલટું નૈયાયિક, વૈશેષિક અને મીમાંસાક બાહ્યાર્થની સ્વતન્ત્ર સત્તા સિદ્ધ કરવામાં પડ્યા હતા. સાંખ્યોએ સત્કાર્યવાદનું સમર્થન કર્યું અને કહ્યું કે બધું સત્ છે. હીનયાન બૌદ્ધોએ ક્ષણિકવાદની સ્થાપના કરી અને કહ્યું કે જ્ઞાન અને અર્થ બન્ને ક્ષણિક છે. તેનાથી વિપરીત મીમાંસકોએ શબ્દ આદિ ક્ષણિક પદાર્થોને પણ નિત્ય સિદ્ધ કર્યા. નૈયાયિકોએ શબ્દ આદિ પદાર્થોને Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૪૯ ક્ષણિક અને આત્મા આદિ પદાર્થોને નિત્ય માન્યા. આમ ભારતીય દર્શનના ક્ષેત્રમાં ભારે સંઘર્ષ થવા લાગ્યો. જૈન દાર્શનિકો આ અવસરને ખોવા દે તેવા ન હતા. તેમને આ સંઘર્ષમાંથી પ્રેરણા મળી. પોતાના મતની પુષ્ટિ કરવા માટે તેમણે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ડંકાના ધાવ સાથે સૌની સમક્ષ ઉપસ્થિત થયા. મહાવીરોપદિષ્ટ નયવાદ અને સ્યાદ્વાદને મુખ્ય આધાર બનાવી સિદ્ધસેને પોતાનું કાર્ય શરૂ કર્યું. સિદ્ધસેને સન્મતિતર્ક, ન્યાયાવતાર અને બત્રીસીઓની રચના કરી. સન્મતિતર્કમાં નયવાદનું સારું વિવેચન છે. તે સમય સુધીમાં નયવાદ ઉપર આવો સુંદર ગ્રન્થ કોઈએ લખ્યો ન હતો અને આજ પણ એવો ગ્રન્થ ભાગ્યે જ હશે. આ ગ્રન્થ પ્રાકૃતમાં છે. તેમાં ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિનું સરસ વિવેચન છે. બીજા કાંડમાં જ્ઞાન અને દર્શનની સારી ચર્ચા છે. ત્રીજા કાંડમાં ગુણ અને પર્યાય, અનેકાન્તદૃષ્ટિ અને તર્ક તથા શ્રદ્ધા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. મૂલતઃ બે નયો છે — દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, બધા નયોનો સમાવેશ આ બે નયોમાં થઈ જાય છે. જ્યાં દૃષ્ટિ દ્રવ્ય, સામાન્ય અથવા અભેદમૂલક હોય છે ત્યાં દ્રવ્યાર્થિક નય કાર્ય કરે છે અને જ્યાં દૃષ્ટિ પર્યાય, વિશેષ અથવા ભેદમૂલક હોય છે ત્યાં · પર્યાયાર્થિક નય કાર્ય કરે છે. આપણે પ્રત્યેક તત્ત્વનું આ બે દૃષ્ટિઓમાં વિભાજન કરી શકીએ છીએ. તત્ત્વનું કોઈ પણ પાસું આ બે દૃષ્ટિઓનું ઉલ્લંઘન નથી કરી શકતું અર્થાત્ કાં તો તે સામાન્યાત્મક હશે કાં તો વિશેષાત્મક, આ બે દૃષ્ટિઓને છોડી તે ક્યાંય નથી જઈ શકતું. સિદ્ધસેને જોયું કે દાર્શનિક જગતમાં જેટલા પણ ઝઘડા થાય છે તે આ બે ષ્ટિઓના કારણે જ થાય છે. કોઈ દાર્શનિક કેવળ દ્રવ્યાર્થિક દૃષ્ટિને જ સ્વયંસંપૂર્ણ માની લે છે તો બીજો દાર્શનિક પર્યાયાર્થિક દૃષ્ટિને જ સંપૂર્ણ સત્ય સમજી બેસે છે. આ બે દૃષ્ટિઓનો એકાન્ત આગ્રહ જ સારા ક્લેશનું મૂળ છે. અનેકાન્ત દૃષ્ટિ બન્નેને એકસરખું સમ્માન દે છે. આ પ્રકારની દૃષ્ટિ જ સમ્યગ્દષ્ટિ છે. આ રીતે કાર્યકારણભાવનો જે ઝઘડો છે તેને પણ અનેકાન્તવાદની દૃષ્ટિથી ઉકેલી શકાય છે, શમાવી શકાય છે. કાર્ય અને કારણનો એકાન્ત ભેદ મિથ્યા છે. ન્યાય, વૈશેષિક આદિ દર્શને એટલા માટે અપૂર્ણ છે કે તેઓ કાર્ય અને કારણનો એકાન્ત ભેદ માને છે. સાંખ્યનો મત છે કે કાર્ય અને કારણમાં એકાન્ત અભેદ છે. કારણ જ કાર્ય છે અથવા કાર્ય કારણરૂપ જ છે. આ અભેદદષ્ટિ પણ એકાંગી છે. સિદ્ધસેને કારણ અને કાર્ય અંગેનો આવિરોધ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિના આધારે દૂર કર્યો છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિએ કારણ અને કાર્યમાં કોઈ ભેદ નથી. પર્યાયાર્થિક દૃષ્ટિએ બન્નેમાં ભેદ છે. અનેકાન્તવાદમાર્ગ એ જ છે કે બન્નેને સત્ય માનવામાં આવે. વસ્તુતઃ ન તો કાર્ય અને 4 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ધર્મ-દર્શન કારણમાં એકાન્ત ભેદ છે કે ન તો કાર્ય અને કારણમાં એકાન્ત અભેદ છે. આ જ સમન્વયનો માર્ગ છે. - તત્વચિન્તનના સમ્યક્ષથની વ્યાખ્યા કરતાં સિદ્ધસેને આઠ બાબતો પર ભાર આપ્યો. તેમાં ચાર બાબતો તો તે જ છે જેમના ઉપર ખુદ મહાવીરે ભાર આપ્યો હતો. એ ચાર બાબતો છે- - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. તે ઉપરાંત પર્યાપ્ત, દેશ, સંયોગ અને ભેદ ઉપર પણ તેમણે ભાર આપ્યો. એમ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં બાકીના ચારનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ દૃષ્ટિનું અને સાથે સાથે જ પદાર્થનું કંઈક વધારે સારી રીતે વિશ્લેષણ કરવા માટે તેમણે આઠ બાબતોનું વિવેચન કર્યું. સિદ્ધસેન પાકા તર્કવાદી હતા, એમાં કોઈ સંશય નથી. આટલું હોવા છતાં પણ તે એ જાણતા હતા કે તર્કનું ક્ષેત્ર શું છે. બીજા શબ્દોમાં, તે તર્કની મર્યાદા સમજતા હતા. તર્કને સર્વત્ર અપ્રતિહતગતિ સમજવાની ભૂલ તેમણે ન કરી. તેમણે અનુભવને બે ક્ષેત્રોમાં વહેંચી નાખ્યો. એક ક્ષેત્રમાં તર્કનું સામ્રાજ્ય હતું તો બીજા ક્ષેત્રમાં શ્રદ્ધાને પૂર્ણ સ્વતન્ત્ર બનાવી દીધી. જે બાબતો શુદ્ધ આંગમિક હતી, જેમકે ભવ્ય અને અભવ્યનો વિભાગ, જીવોની સંખ્યાનો પ્રશ્ન આદિ, તેમના ઉ૫૨ તર્કનો પ્રયોગ કરવો તેમને ઉચિત ન જણાયો. તેમનો સ્વીકાર યથાવત્ કરી લીધો. પરંતુ જે બાબતો તર્કબળથી સિદ્ધ કે અસિદ્ધ કરી શકાતી હતી તે બાબતોને તેમણે સારી રીતે તર્કની કસોટી પર કસી. સિદ્ધસેનનું કથન છે કે ધર્મવાદ બે પ્રકારનો છે અહેતુવાદ અને હેતુવાદ. ભવ્ય-અભવ્ય આદિ ભાવ અહેતુવાદ અન્તર્ગત છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ નિયમ દુઃખનો નાશ કરનારા છે વગરે વાતો હેતુવાદમાં પડે છે. સિદ્ધસેને એક નવી પરંપરા સ્થાપી. તે પરંપરા છે જ્ઞાન અને દર્શનના અભેદની. જૈનોની આગમિક પરપંરા હતી સર્વજ્ઞનાં જ્ઞાન અને દર્શનને ભિન્ન માનવાની. આ પરંપરા ઉપર તેમણે પ્રહાર કર્યો અને પોતાના તર્કબળથી એ સિદ્ધ કર્યું કે સર્વજ્ઞનાં દર્શન અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. સર્વજ્ઞત્વના સ્તરે પહોંચી બન્ને એકરૂપ બની જાય છે. તેમણે અવધ અને મનઃપર્યાયને પણ એક સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે જ્ઞાન અને શ્રદ્ધાને પણ એક સિદ્ધ કર્યાં. જૈન આગમોમાં પ્રસિદ્ધ નૈગમ વગેરે સાત નયોના સ્થાને છ નયોની સ્થાપના કરી. નૈગમને સ્વતન્ત્ર નય ન માની તેને સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ કરી દીધો. તેમણે એ પણ કહી દીધું કે જેટલા વચનના પ્રકારો હોઈ શકે છે તેટલા જ નયના પ્રકારો હોઈ શકે છે અને જેટલા નયવાદો હોઈ શકે છે તેટલા જ મતમતાન્તર પણ હોઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાના ઐકાન્તિક આગ્રહને પડકારતાં સિદ્ધસેને ઘોષણા કરી કે જ્ઞાન Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૫૧ અને ક્રિયા બન્ને આવશ્યક છે. જેવી રીતે જ્ઞાનરહિત ક્રિયા વ્યર્થ છે તેવી જ રીતે ક્રિયારહિત જ્ઞાન પણ નકામું છે. જ્ઞાન અને ક્રિયાનો સમ્યફ સંયોગ જ વાસ્તવિક સુખ આપી શકે છે. જન્મ અને મરણથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને આવશ્યક છે. ન્યાયાવતાર અને બત્રીસીઓમાં પણ સિદ્ધસેને પોતાની માન્યતાઓની પુષ્ટિ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. સિદ્ધસેને ખરેખર જૈન દર્શનના ઇતિહાસમાં એક નવા યુગની સ્થાપના કરી. સમન્તભદ્ર શ્વેતામ્બર પરંપરામાં જે સ્થાન સિદ્ધસેનનું છે તેવું જ સ્થાન દિગમ્બર પરંપરામાં સમન્તભદ્રનું છે. સમન્તભદ્રની પ્રતિભા વિલક્ષણ હતી, એમાં કોઈ સંદેહ નથી. તેમણે સ્યાદ્વાદની સિદ્ધિ માટે અથાક પરિશ્રમ કર્યો. તેમની રચનાઓનું છુપાયેલું લક્ષ્ય સ્યાદ્વાદ જ હોય છે. સ્તોત્રની રચના હોય કે દાર્શનિક કૃતિ હોય – બધાંનું લક્ષ્ય એક જ હતું અને તે હતું સ્યાદ્વાદની સિદ્ધિ. બધા વાદોની ઐકાન્તિકતામાં દોષ દર્શાવીને તેમનો અનેકાન્તવાદમાં નિર્દોષ સમન્વય કરી દેવો એ તો સમન્તભદ્રની જ ખૂબી હતી. સ્વયભૂ-સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિના બહાને દાર્શનિક તત્ત્વનો કેટલો સુન્દર અને અદ્ભુત સમાવેશ તેમણે કર્યો છે. આ સ્તોત્ર સ્તુતિકાવ્યનો ઉત્કૃષ્ટ નમૂનો તો છે જ, સાથે સાથે જ તેની અંદર ભરવામાં આવેલું દાર્શનિક વક્તવ્ય અત્યન્ત મહત્ત્વનું છે. પ્રત્યેક તીર્થકરની સ્તુતિમાં કોઈ ને કોઈ દાર્શનિક વાદનો નિર્દેશ કરવાનું તે ભૂલ્યા નથી. સ્વયંભૂસ્તોત્રની જેમ યુજ્યનુશાસન પણ એક ઉત્કૃષ્ટ સ્તુતિકાવ્ય છે. આ કાવ્યમાં પણ એ જ વાત છે. સ્તુતિના બહાને ઐકાંન્તિક વાદોમાં દોષ દેખાડીને સ્વસમ્મત ભગવાનના ઉપદેશોમાં ગુણોનું દર્શન કરાવવું એ કાવ્યની વિશેષતા છે. આ તો અયોગવ્યવચ્છેદ થયો. આ ઉપરાંત ભગવાનના ઉપદેશમાં જે ગુણો છે તે અન્ય કોઈના ઉપદેશમાં નથી, તે લખીને તેમણે અન્યયોગવ્યવચ્છેદના સિદ્ધાન્તનો પણ આધાર લીધો છે. આ સ્તોત્રો ઉપરાંત તેમની એક કૃતિ આમીમાંસા છે. દાર્શનિક દષ્ટિએ આ શ્રેષ્ઠ કૃતિ છે. અહિંન્તની સ્તુતિના પ્રશ્નને લઈને તેમણે આ ગ્રન્થનો પ્રારંભ કર્યો છે. અહિંન્તની જ સ્તુતિ શા માટે કરવી જોઈએ? આ પ્રશ્નને સામે રાખીને તેમણે આપ્તપુરુષની મીમાંસા કરી છે. આપ્ત કોણ હોઈ શકે ? આ પ્રશ્નને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓનું વિશ્લેષણ તેમણે કર્યું છે. દેવાગમન, નભોયાન, ચામર આદિ વિભૂતિઓની મહત્તારૂપ કસોટીનું ખંડન કરતાં એ સિદ્ધ કર્યું છે કે આ બાહ્ય વિભૂતિઓ આપ્તત્વની સૂચક નથી. આ બધી ચીજો તો માયાવી પુરુષોમાં પણ જોઈ શકાય છે. આ જ રીતે શારીરિક Page #76 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ધર્મ-દર્શન ઋદ્ધિઓ પણ આપ્તપુરુષની મહત્તા સિદ્ધ કરી શકતી નથી. દેવલોકમાં રહેનાર પણ અનેક પ્રકારની ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે પરંતુ તે અમારા માટે મહાન ન હોઈ શકે. આ રીતે બાહ્ય પ્રદર્શનનું ખંડન કરતાં સમન્તભદ્ર ત્યાં સુધી પહોંચી જાય છે કે જે ધર્મપ્રવર્તકો કહેવાય છે, જેમ કે કપિલ, બુદ્ધ, ગૌતમ, કણાદ, જૈમિનિ આદિ, તેમને શું આમ મનાય ? તેના ઉત્તરમાં તે કહે છે કે આમ તે જ હોઈ શકે છે જેના સિદ્ધાન્તો દોષયુક્ત ન હોય, વિરુદ્ધ ન હોય. બધા ધર્મપ્રવર્તકો આમ ન હોઈ શકે કારણ કે તેમના સિદ્ધાન્ત પરસ્પર વિરુદ્ધ છે. કોઈ એકને જ આમ માનવા જોઈએ. તે એક કોણ છે? તેનો ઉત્તર દેતાં સમન્તભદ્રે કહ્યું કે જેનામાં મોહ વગેરે દોષોનો સર્વથા અભાવ છે અને જે સર્વજ્ઞ છે તે જ આપ્ત છે. એવી વ્યક્તિ તો અહંન્ત જ હોઈ શકે છે કારણ કે અહંન્તના ઉપદેશો પ્રમાણથી બાધિત થતા નથી. આ જૈન દષ્ટિની પૂર્વભૂમિકા છે. જૈન દર્શન નિર્દોષ અને સર્વજ્ઞ અન્તોની વાણીને જ આપ્તપ્રણીત માને છે. જે વાણી પ્રમાણથી બાધિત છે તે સર્વજ્ઞની વાણી હોઈ શકે જ નહિ કેમ કે સર્વજ્ઞની વાણી કદી બાધિત નથી થતી. અબાધિત વાણી જ પ્રવચન છે. આ જાતનાં આપ્તવચનને જ પ્રમાણભૂત માની શકાય. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત સિદ્ધાન્તોને આપ્તવચન ન કહી શકાય. આમ અબાધિત સિદ્ધાન્ત જ આતત્વની કસોટી છે. આ કસોટીને હાથમાં લઈને સમન્તભદ્ર આગળ વધે છે અને બધી જાતના એકાન્ત વાદોમાં પ્રમાણવિરોધ દેખાડીને અનેકાન્તવાદની ધજાને ઊંચે ફરકાવે છે. એકાન્તવાદના મુખ્ય બે પાસાં છે. એક પક્ષ એકાન્ત સતનું પ્રતિપાદન કરે છે અને બીજો પક્ષ એકાન્ત અસનું. એક પક્ષ શાશ્વતવાદનો આશ્રય લે છે તો બીજો પક્ષ ઉચ્છેદવાદનું પ્રતિપાદન કરે છે. આ જ રીતે નિત્યેકાન્ત અને અનિત્યકાન્ત, ભેરૈકાન્ત અને અભેરૈકાન્ત, સામાન્યકાન્ત અને વિશેષેકાન્ત, ગુર્ણકાન્ત અનેદ્રબૈકાન્ત, સાપેકાન્ત અને નિરપેક્ષે કાન્ત, હેતુવાદેકાન્ત અને અહેતુવાદકાન્ત, વિજ્ઞાનેકાન્ત અને ભૂતકાન્ત, દૈવૈકાન્ત અને પુરુષાર્થેકાન્ત, વાટ્યકાન્ત અને અવાચ્યકાન્ત આદિ દૃષ્ટિકોણો એકાન્તવાદના સમર્થક છે. સમન્તભ આપ્તમીમાંસામાં બે વિરોધી પક્ષોના ઐકાન્તિક આગ્રહથી પેદા થનારા દોષોને દેખાડી સ્યાદ્વાદની સ્થાપના કરી છે. સ્યાદ્વાદને લક્ષ્યમાં રાખીને સપ્તભંગીની યોજના કરી છે. પ્રત્યેક બે વિરોધી વાદોને લઈને સપ્તભંગીની યોજના કેવી રીતે થઈ શકે છે, એનું સ્પષ્ટીકરણ સમન્તભદ્ર કર્યું છે. મલવાદી મલ્લવાદી સિદ્ધસેનના સમકાલીન હતા. તેમનું નામ તો કંઈ બીજું જ હતું પરંતુ વાદકલામાં કુશળ હોવાના કારણે તેમને મલવાદી પદથી વિભૂષિત કરવામાં આવ્યા Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૫૩ હતા અને આ જ નામ પ્રચલિત પણ બની ગયું. સન્મતિતર્કની તેમની ટીકા બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકા વર્તમાનમાં ઉપલબ્ધ નથી. તેમનો પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગ્રન્થ નયચક્ર છે. આજ સુધીના બધા ગ્રન્થોમાં તે એક અદ્ભુત ગ્રન્થ છે. તત્કાલીન બધા દાર્શનિક વાદોને સામે રાખીને તેમણે એક વાદચક્ર બનાવ્યું. તે ચક્રનો ઉત્તરઉત્તરવાદ પૂર્વપૂર્વવાદનું ખંડન કરીને પોતપોતાના પક્ષને પ્રબળ પ્રમાણિત કરે છે. પ્રત્યેક પૂર્વવાદ પોતાને સર્વશ્રેષ્ઠ અને નિર્દોષ સમજે છે. તે એ વિચારતો નથી કે ઉત્તરવાદ મારું પણ ખંડન કરી શકે છે. એટલામાં તરત જ ઉત્તરવાદ આવે છે અને પૂર્વવાદને પછાડી દે છે. અન્તિમ વાદ પુનઃ પ્રથમ વાદથી પરાજિત થાય છે. અન્ને કોઈ પણ વાદ અપરાજિત બચતો નથી. પરાજ્યનું આ ચક્ર એક અદ્ભુત શૃંખલા તૈયાર કરે છે. કોઈપણ એકાન્તવાદી આ ચક્રના રહસ્યને સમજી શકતો નથી. એક તટસ્થ વ્યક્તિ જ આ ચક્ર અંતર્ગત રહેલા પ્રત્યેક વાદની સાપેક્ષિક સબળતા અને નિર્બળતા જાણી શકે છે. આ વસ્તુ ત્યારે જ બની શકે છે જ્યારે તેને પૂરા ચક્રના રહસ્યનું જ્ઞાન હોય. ચક્ર નામ દેવાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે તે ચક્રના કોઈ પણ વાદને પ્રથમ મૂકી શકાય છે અને છેવટે તે પોતાના અન્તિમ વાદનું ખંડન કરી શકે છે. આમ પ્રત્યેક વાદનું ખંડન થઈ જાય છે. આચાર્યનો વાસ્તવિક ઉદ્દેશ્ય એ જ છે કે પ્રત્યેક વાદ પોતપોતાની દૃષ્ટિએ સાચો છે, પરંતુ જેવો તે ‘હું જ સાચો છું’ એવો આગ્રહ કરે છે તેવો જ બીજો વાદ આવી તેને પૂરો કરી દે છે, નષ્ટ કરી નાંખે છે. પ્રત્યેક વાદની પોતપોતાની યોગ્યતા છે અને પોતપોતાનું ક્ષેત્ર છે. તે પોતાના ક્ષેત્રમાં સાચો છે. આમ અનેકાન્ત દૃષ્ટિનો આશ્રય લેવાથી જ બધા વાદો સુરક્ષિત રહી શકે છે. અનેકાન્ત વિના કોઈ પણ વાદ સુરક્ષિત નથી. અનેકાન્તવાદ પરસ્પર વિરુદ્ધ જણાતા બધા વાદોનો નિર્દોષ સમન્વય કરી આપે છે. તે સમન્વયમાં બધા વાદોને ઉચિત સ્થાન મળે છે. જેમ બ્રેડલેના ‘સમ્પૂર્ણ’(Whole')માં બધા પ્રતિભાસોને, બધી પ્રતીતિઓને પોતપોતાનું સ્થાન મળી જાય છે તેમ અનેકાન્તવાદમાં બધા જ એકાન્તવાદો સમાઈ જાય છે. આમાંથી એ જ ફલિત થાય છે કે એકાન્તવાદ ત્યાં સુધી જ મિથ્યા છે જ્યાં સુધી તે નિરપેક્ષ છે. સાપેક્ષ બનતાં જ તે એકાન્ત સાચો બની જાય છે - સમ્યક્ થઈ જાય છે. સમ્યક્ એકાન્ત અને મિથ્યા એકાન્તમાં આ જ ભેદ છે કે સમ્યક્ એકાન્ત સાપેક્ષ હોય છે જ્યારે મિથ્યા એકાન્ત નિરપેક્ષ હોય છે. નયમાં સમ્યક્ એકાન્તો સારી રીતે રહી શકે છે. મિથ્યા એકાન્ત દુર્નય છે · નયાભાસ છે તેથી તે અસત્ય છે, અસમ્યક્ છે. - સિંહગણિ સિંહગણિએ નયચક્ર ઉપર ૧૮,૦૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. આ ટીકામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન ધર્મ-દર્શન સિંહગણિ ક્ષમાશ્રમણની પ્રતિભા સારી રીતે ઝળકે છે. તેમાં સિદ્ધસેનના ગ્રન્થોમાંથી ઉદ્ધરણો છે પરંતુ સમન્તભદ્રનો કોઈ જ ઉલ્લેખ નથી. તેવી જ રીતે દિનાગ અને ભર્તુહરિનાં કેટલાંય ઉદ્ધરણો છે પરંતુ ધર્મકીર્તિનું કોઈ ઉદ્ધરણ નથી. મલ્લવાદી અને સિંહગણિ બન્ને શ્વેતામ્બરાચાર્યો હતા. પાત્રકેશરી આ જ સમયમાં એક તેજસ્વી આચાર્ય દિગમ્બર પરંપરામાં થયા. તેમનું નામ હતું પાત્રકેશરી. તેમણે પ્રમાણશાસ્ત્ર ઉપર એક ગ્રન્થ લખ્યો, તેનું નામ હતું ત્રિલક્ષણકદર્શન. જેમ સિદ્ધસેને પ્રમાણશાસ્ત્ર ઉપર ન્યાયાવતાર ગ્રન્થ લખ્યો તેમ પાત્રકેશરીએ ઉક્ત ગ્રન્થ લખ્યો. આ ગ્રન્થમાં દિનાગસમર્થિત હેતુના ત્રિલક્ષણનું ખંડન કરવામાં આવ્યું છે. અન્યથાનુપપત્તિ જ હેતુનું અવ્યભિચારી લક્ષણ હોઈ શકે છે, એ વાત ત્રિલક્ષણકદર્શનમાં સિદ્ધ કરવામાં આવી છે. જૈન ન્યાયશાસ્ત્રમાં આ જ લક્ષણ માન્ય છે. દુર્ભાગ્યથી આ ગ્રન્થ ઉપલબ્ધ નથી. દિનાગના વિચારોએ ભારતીય પ્રમાણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રને પ્રેરણા આપી. દિનાગને બૌદ્ધ તર્કશાસ્ત્રના પિતા કહી શકાય. દિનાગની પ્રતિભાના ફળરૂપે જ પ્રશસ્તપાદ, ઉદ્યોતકર, કુમારિલ, સિદ્ધસેન, મલવાદી, સિંહગણિ, પૂજ્યપાદ, સમન્તભદ્ર, ઈશ્વરસેન, અવિદ્ધકર્ણ આદિદાર્શનિકોની રચનાઓ આપણી સામે આવી. આ રચનાઓમાં દિનાગની માન્યતાઓનું ખંડન હતું. આ સંઘર્ષના યુગમાં ધર્મકીર્તિ પેદા થયા. તેમણે દિનાગ ઉપર આક્રમણ કરનારા બધા દાર્શનિકોને જડબાતોડ જવાબ આપ્યો અને દિનાગના દર્શનનો નવા પ્રકાશમાં પરિષ્કાર કર્યો. ધર્મકીર્તિની પરંપરામાં અર્ચટ, ધર્મોત્તર, શાન્તરક્ષિત, પ્રજ્ઞાકર આદિ થયા જેમણે તેમના પક્ષની રક્ષા કરી. બીજી બાજુ પ્રભાકર, ઉમ્બક, વ્યોમશિવ, જયન્ત, સુમતિ, પાત્રકેશરી, મંડન આદિ બૌદ્ધતર દાર્શનિક થયા જેમણે બૌદ્ધ પક્ષનું ખંડન કર્યું. આ સંઘર્ષના પરિણામે આઠમીનવમી શતાબ્દીમાં જૈન દર્શનના સમર્થક અકલંક, હરિભદ્ર આદિ સમર્થ દાર્શનિક મેદાનમાં આવ્યા. અકલંક જૈન પરંપરામાં પ્રમાણશાસ્ત્રનું સ્વતન્તરૂપે વ્યવસ્થિત નિરૂપણ એ અકલંકનું પ્રદાન છે. દિનાગના સમયથી લઈ અકલંક સુધી બૌદ્ધ અને બૌદ્ધતર પ્રમાણશાસ્ત્ર વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો તેને ધ્યાનમાં રાખી જૈન પ્રમાણશાસ્ત્રનું પ્રાચીન મર્યાદાને અનુકૂળ પ્રતિપાદન કરવાનું શ્રેય અકલંકને છે. પ્રમાણસંગ્રહ, ન્યાયવિનિશ્ચય, લઘીયસ્ત્રયી આદિ ગ્રન્થ આ મતની પુષ્ટિ કરે છે. અનેકાન્તવાદના સમર્થનમાં તેમણે સમન્તભદ્રકૃત Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૫૫ આમીમાંસા પર અષ્ટશતી નામની ટીકા લખી. સિદ્ધિવિનિશ્ચયમાં પણ તેમનો દૃષ્ટિકોણ આ જ છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં દર્શન અને ધર્મનાં અનેક પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અકલંકે પ્રમાણવ્યવસ્થાને આ રીતે રજૂ કરી - (૧) પ્રમાણના બે ભેદ –(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. (૨) પ્રત્યક્ષના બે ભેદ– (૧) મુખ્ય અને (૨) સાંવ્યવહારિક. (૩) પરોક્ષના પાંચ ભેદ – (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞા, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ. (૪) મુખ્ય પ્રત્યક્ષના પેટાભેદ– (૧) અવધિ, (૨) મન:પર્યાય અને (૩) કેવલ. (પ) સાંવ્યવહારિક પ્રત્યક્ષ (ઇન્દ્રિયાનિન્દ્રિય પ્રત્યક્ષ) – મતિજ્ઞાન. આ વ્યવસ્થા આગમોમાં પણ મળે છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ આ વ્યવસ્થાનું પ્રતિપાદન છે. તત્ત્વાર્થની વ્યવસ્થા આ રીતની છે – (૧) જ્ઞાનના (પ્રમાણના)પાંચ ભેદ – મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ. (૨) પરોક્ષ જ્ઞાનના બે ભેદ–મતિ અને શ્રુત. (૩) પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ ભેદ – અવધિ, મન:પર્યાય અને કેવલ. નંદીસૂત્રની પ્રમાણવ્યવસ્થામાં થોડુંક પરિવર્તન અને પરિવર્ધન છે. તે આ પ્રમાણે જ્ઞાન બે પ્રકારનું છે–પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે– ઇન્દ્રિય, નો-ઇન્દ્રિય અને મતિજ્ઞાન. ઇન્દ્રિયોના પાંચ ભેદ છે– સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. નો-ઇન્દ્રિયજ્ઞાનના ત્રણ ભેદ છે – અવધિ, મન:પર્યાય અને કેવલ. મતિજ્ઞાનના બે ભેદ છે–ઋતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. શ્રુતનિશ્રિતના ચાર ભેદ છે – અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે – ત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી. પરોક્ષ જ્ઞાન-શ્રુતજ્ઞાન. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૬ . જેને ધર્મ-દર્શન હરિભદ્ર - આચાર્ય હરિભદ્ર પ્રમાણશાસ્ત્ર પર કોઈ સ્વતંત્ર ગ્રન્થ તો નથી લખ્યો પરંતુ પોતાની કૃતિઓમાં આ વિષયનું પર્યાપ્ત પતિપાદન તેમણે કર્યું છે. અનેકાન્તજયપતાકા લખીને તેમણે બૌદ્ધ અને બીજા દાર્શનિકોના આક્ષેપોનો ઉત્તર આપ્યો અને અનેકાન્તના સ્વરૂપને નવા રૂપમાં બધાની સામે રજૂ કર્યું. હરિભદ્ર દિડુનાગકૃત ન્યાયપ્રવેશ ઉપર ટીકા લખી. આ ટીકા દ્વારા તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે એ સિદ્ધ કર્યું કે જ્ઞાનસામગ્રી પર કોઈ સંપ્રદાયવિશેષ કે વ્યક્તિવિશેષનો અધિકાર નથી. એ તો વહેતો પ્રવાહ છે જેમાં કોઈ પણ સ્નાન કરી શકે છે. સાથે સાથે તેમણે એ પણ સૂચિત કર્યું કે જૈન આચાર્યોએ ન્યાયશાસ્ત્ર તરફ પણ કદમ ઉઠાવવા જોઈએ. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષડ્રદર્શનસમુચ્ચય આદિ પોતાના ગ્રન્થોમાં હરિભદ્ર પ્રમાણશાસ્ત્ર ઉપર ઘણું બધું લખ્યું. તે ઉપરાંત તેમના ષોડશક, અષ્ટક આદિ મહત્ત્વપૂર્ણ ગ્રન્થો છે. લોકતત્ત્વનિર્ણયમાં સમન્વયદષ્ટિ પર સારો પ્રકાશ પાડ્યો છે. તેમની ઉદાર દષ્ટિનો પરિચય દેવા માટે આ ગ્રન્થ પૂરતો છે. દાર્શનિક વિષયો ઉપરાંત તેમણે યોગ ઉપર પણ લખ્યું અને આ રીતે ચિત્તનના ક્ષેત્રમાં જૈન પરંપરાને એક નવી દિશા ખોલી આપી. યોગશાસ્ત્ર પર વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં જે કંઈ લખાયું હતું તેનો જૈન દૃષ્ટિએ સમન્વય એ હરિભદ્રનું વિશેષ પ્રદાન છે. હરિભદ્ર પહેલાં કોઈ પણ આચાર્યું આ જાતનો પ્રયત્ન કર્યો ન હતો. યોગબિન્દુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગશતક, યોગવિંશિકા, ષોડશક વગેરે ગ્રન્થોમાં આ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધર્મસંગ્રહણી તેમનો પ્રાકૃત ગ્રન્થ છે. તેમાં જૈન દર્શનનું સારું પ્રતિપાદન છે. આગમો અને તત્ત્વાર્થસૂત્ર પર તેમની ટીકાઓ મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાનન્દ આચાર્ય વિદ્યાનન્દ જૈનદર્શનના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમની તાર્કિક કૃતિઓ અદ્વિતીય છે. અનેકાન્તવાદને દૃષ્ટિમાં રાખીને તેમણે અષ્ટસહસ્ત્રીની જે રચના કરી છે તે તો અદ્ભુત છે. જૈનદર્શનના ગ્રન્થોમાં આ જાતનો નક્કર, સંગીન અને વિદ્વત્તાપૂર્ણ બીજો કોઈ ગ્રન્થ કદાચ છે જ નહિ. સમન્તભદ્રની આપ્તમીમાંસા પર અકલંકની જે અબ્દશતી નામની ટીકા હતી તેના ઉપર તેમણે અષ્ટસહસ્ત્રી નામની ટીકા લખી. આમ આ ગ્રન્થ સમન્તભદ્ર, અકલંક અને વિદ્યાનન્દ ત્રણેયની પ્રતિભાથી એક અદ્વિતીય કૃતિ બની ગઈ છે. વિશેષ કઠિન હોવાના કારણે આ ગ્રન્થની પ્રસિદ્ધિ વિદ્વાનોમાં કષ્ટસહસ્ત્રી નામે છે. વિદ્યાનન્દની શૈલી છે વાદી અને પ્રતિવાદીને અંદરોઅંદર લડાવવા અને ખુદ પોતે તે બન્નેની દુર્બળતાનો લાભ ઉઠાવવો. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ૫૭ પ્રમાણશાસ્ત્ર ઉપર વિદ્યાનન્દનો સ્વતન્ત્ર ગ્રન્થ પ્રમાણપરીક્ષા છે. જૈનદર્શનપ્રતિપાદિત પ્રમાણ અને જ્ઞાનના સ્વરૂપનું તેમાં સારું સમર્થન છે. તત્ત્વાર્થસૂત્ર ૫૨ તેમણે શ્લોકવાર્તિક નામની ટીકા લખી છે જે શૈલી અને સામગ્રી બન્ને દષ્ટિએ ઉત્તમ છે. આ ગ્રન્થો ઉપરાંત આપ્તપરીક્ષા, પત્રપરીક્ષા, સત્યશાસનપરીક્ષા આદિ ગ્રન્થોનું સર્જન પણ વિદ્યાનન્દ કર્યું છે. વિદ્યાનન્દના સમકાલીન આચાર્ય અનન્તકીર્તિ થયા છે જેમણે લઘુસર્વજ્ઞસિદ્ધિ, બૃહત્સર્વજ્ઞસિદ્ધિ અને જીવસિદ્ધિ નામના ગ્રન્થો રચ્યા છે. શાકટાયન અને અનન્તવીર્ય અન્ય દાર્શનિકો સાથે સંઘર્ષ કરતાં કરતાં કેટલાક આચાર્યો આંતરિક સંઘર્ષમાં પણ પડી ગયા. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાઓની કેટલીક વિશિષ્ટ માન્યતાઓને લઈને બન્નેમાં સંઘર્ષ થવો શરૂ થયો. અમોઘવર્ષના સમકાલીન શાકટાયને સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિ નામના સ્વતન્ત્ર પ્રકરણોની રચના કરી. આગળ જઈને આ વિષયો ઉપર ઘણી ચર્ચાઓ થવા લાગી. શ્વેતામ્બર અને દિગમ્બર માન્યતાઓના પારસ્પરિક ખંડનમંડને અધિક જોર પકડ્યું. અનન્તવીર્યે અકલંકના સિદ્ધિવિનિશ્ચય ઉપર ટીકા લખી જૈનદર્શનની મોટી સેવા કરી. સિદ્ધિવિનિશ્ચયને સમજવામાં આ ટીકા અતિ સહાયક સિદ્ધ થઈ છે. અકલંકના સૂત્રવાક્યો બરાબર સમજવા માટે અનન્તવીર્યનું સિદ્ધિવિનિશ્ચયવિવરણ આવશ્યક છે. માણિક્યનન્દી, સિદ્ધર્ષિ અને અભયદેવ દસમી શતાબ્દીમાં માણિક્યનન્દીએ પરીક્ષામુખ નામનો એક ન્યાયગ્રન્થ લખ્યો. આ ગ્રન્થ જૈન ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે બહુ ઉપયોગી છે. તેની શૈલી સૂત્રાત્મક હોવા છતાં સરળ છે. આ ગ્રન્થ ઉત્તરકાળે લખાયેલા જૈન ન્યાયશાસ્ત્રના કેટલાય ગ્રન્થ માટે આદર્શ રહ્યો. આ સમયે સિદ્ધર્ષિએ ન્યાયાવતાર પર સંક્ષિપ્ત અને સરળ ટીકા લખી. અભયદેવે સન્મતિટીકાની રચના કરી. તેમાં અનેકાન્તવાદનો પૂર્ણ વિસ્તાર છે. તત્કાલીન બધા દાર્શનિક વાદોનું વિસ્તારપૂર્વક વિવેચન તેમાં કરવામાં આવ્યું છે. તે તત્કાલીન દાર્શનિક ગ્રન્થોનો નિચોડ છે. અનેકાન્તવાદની સ્થાપના ઉપરાંત પ્રમાણ, પ્રમેય આદિ વિષયો પર પણ સારી ચર્ચા કરવામાં આવી છે. આ ટીકા બે નામે ઓળખાય છે – તત્ત્વબોધવિધાયિની અને વાદમહાર્ણવ. બન્ને નામો યથાર્થ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ધર્મ-દર્શન પ્રભાચન્દ્ર અને વાદિરાજ પ્રમેયકમલમાર્તડ અને ન્યાયમુમુદચન્દ્રએ બે ગ્રન્થ પ્રમાણશાસ્ત્રના મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. પ્રમેયકમલમાર્તડ માણિક્યનન્દીકૃત પરીક્ષા મુખ પર એક બૃહત્કાય ટીકા છે. પ્રમાણશાસ્ત્ર સંબંધી બધા વિષયો પર પ્રકાશ પાડીને પ્રભાચન્દ્ર આ ગ્રન્થને ઉત્કૃષ્ટ કોટિનો બનાવી દીધો છે. સ્ત્રીમુક્તિ અને કેવલિકવલાહારનું ખંડન કરીને દિગમ્બર પરંપરાની રક્ષાનો પૂરો પ્રયત્ન કર્યો છે. શાકટાયન અને અભયદેવ દ્વારા આપવામાં આવેલ શ્વેતામ્બર પક્ષના હેતુઓનું વિસ્તારથી ખંડન કરવામાં આવેલ છે. ન્યાયકુમુદચન્દ્ર લવીયસ્ત્રય પર ટીકારૂપે લખાયેલો ગ્રન્થ છે. તેમાં પણ મુખ્યપણે પ્રમાણશાસ્ત્રની ચર્ચા છે. આમ હોવા છતાં પણ તેમાં પ્રાયઃ પ્રત્યેક દાર્શનિક વિષય પર પૂરો પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખરેખર જોઈએ તો પ્રભાચન્દ્રના ગ્રન્થોની શૈલી પ્રમાણશાસ્ત્રને અનુરૂપ છે પરંતુ સામગ્રીની દષ્ટિએ તેમનામાં પ્રત્યેક દાર્શનિક વિષયનો સમાવેશ છે. તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, જાતિવાદ આદિ બધા વિષયો ઉપર તેમની કલમ ચાલી છે. મૂલસૂત્રો અને કારિકાઓ તો માત્ર આધાર છે. જે કંઈ તેમને કહેવું હતું તે કોઈ ને કોઈ બહાને તેમણે કહી દીધું. પ્રભાચન્દ્રની એક વધુ વિશેષતા છે – તે છે વિકલ્પોની જાળ ફેલાવવાની. કોઈ પણ પ્રશ્નને લઈને દસ-પંદર વિકલ્પો સામે ખડા કરી દેવા એ તો તેમને માટે રમતવાત હતી. તેમનો સમય વિ.સં. ૧૦૩૭ થી ૧૧૨૨ સુધીનો છે. વાદિરાજ પ્રભાચન્દ્રના સમકાલીન હતા. તેમણે અકલંકકૃત ન્યાયવિનિશ્ચય ઉપર વિવરણ લખ્યું છે. ગ્રન્થોનાં ઉદ્ધરણો દેવા એ તેમની વિશેષતા છે.પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ આ વિવરણ મહત્ત્વપૂર્ણ છે. સ્થાને સ્થાને અનેકાન્તવાદની પુષ્ટિ કરવામાં આવી છે અને તે પણ પર્યાપ્ત માત્રામાં. જિનેશ્વર, ચન્દ્રપ્રભ અને અનન્તવીર્ય જિનેશ્વરની રચના છે ન્યાયાવતાર ઉપરનું પ્રમાલક્ષ્મ નામનું વાર્તિક. તેમાં અન્ય દર્શનોના પ્રમાણભેદ, લક્ષણ આદિનું ખંડન કરવામાં આવ્યું છે અને ન્યાયાવતારસમ્મત પરોક્ષના બે ભેદો સ્થિર કરવામાં આવ્યા છે. વાર્તિકની સાથે તેની સ્વોપજ્ઞ વ્યાખ્યા પણ છે. તેનો રચનાકાળ વિ.સં. ૧૦૯૫ આસપાસ છે. આચાર્યચન્દ્રપ્રભસૂરિએ વિ.સં. ૧૧૪૯ આસપાસ પ્રમેયરત્નકોષ નામે એકસંક્ષિપ્ત * ગ્રન્થ લખ્યો છે. આ ગ્રન્થ પ્રારંભિક અધ્યયન કરનારાઓ માટે બહુ કામનો છે. આ જ સમયમાં આચાર્ય અનન્તવીર્યે પરીક્ષા મુખ ઉપર પ્રમેયરત્નમાલા નામની Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય પ૯ એક સંક્ષિપ્ત અને સરળ ટીકા લખી છે. આ ટીકા સામાન્ય કક્ષાના અધ્યેતાઓ માટે વિશેષ ઉપયોગી છે. તેમાં પ્રમેયકમલમાર્તડની જેમ લાંબા-પહોળા વિવાદોને સ્થાન ન આપતાં મૂળ સમસ્યાઓનું જ સૌમ્ય ભાષામાં સમાધાન કરવામાં આવ્યું છે. વાદિદેવસૂરિ પ્રમાણશાસ્ત્ર પર પરીક્ષામુખ જેવો જ બીજો એક ગ્રન્થ રચનાર વાદિદેવસૂરિ છે. પરીક્ષામુખનું અનુકરણ કરવા છતાં તેમણે પોતાના ગ્રન્થ પ્રમાણનયતત્તાલોકમાં બે નવાં પ્રકરણો જોડ્યાં જે પરીક્ષામુખમાં ન હતાં. એક પ્રકરણ તો નયવાદ પર છે જેનો સમાવેશ માણિક્યચન્દ્ર પોતાના ગ્રન્થ પરીક્ષામુખમાં કર્યો ન હતો. આ પ્રકરણ જૈન ન્યાયશાસ્ત્રની પૂર્ણતા માટે આવશ્યક છે. આ પ્રકરણ ઉપરાંત પ્રમાણનયતત્તાલોકમાં એક પ્રકરણ વાદવિદ્યા પર પણ છે. આ દૃષ્ટિએ પરીક્ષામુખની અપેક્ષાએ આ ગ્રન્થ ક્યાંય અધિક ઉપયોગી છે. વાદિદેવસૂરિ આટલું જ કરીને સન્તોષ ન પામ્યા પરંતુ તેમણે આ ગ્રન્થ ઉપર સ્વોપજ્ઞ ટીકા પણ લખી. આ ટીકા સ્યાદ્વાદરત્નાકર નામથી પ્રસિદ્ધ છે. આ બૃહત્કાય ટીકામાં તેમણે દાર્શનિક સમસ્યાઓના ચિત્તનનો તે સમયે સુધી જેટલો વિકાસ થયેલો તે સઘળાનો સમાવેશ કરી દીધો છે. પ્રભાચન્દ્રકૃત સ્ત્રીમુક્તિ અને કેવલિકવલાહારની ચર્ચાનો શ્વેતામ્બર દૃષ્ટિએ ઉત્તર આપવાનું પણ તે ન ચૂક્યા. એટલું જ નહિ પરંતુ ક્યાંક ક્યાંક તો તેમણે અન્ય દાર્શનિકોના આક્ષેપોનો ઉત્તર બિલકુલ નવી જ રીતે આપ્યો. આમ વાદિદેવસૂરિ પોતાના સમયના શ્રેષ્ઠ દાર્શનિક હતા, એમાં કોઈ સંશય નથી. તેમનો સમય વિ.સં. ૧૧૪૩ થી ૧૨૨૬ સુધીનો છે. હેમચન્દ્ર આચાર્ય હેમચન્દ્રનો જન્મ વિ.સં. ૧૧૪પના કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ નજીક આવેલા ધંધુકા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંગદેવ હતું. તેમના પિતા શૈવધર્મના અનુયાયી હતા અને માતા જૈનધર્મ પાળતી હતી. આગળ ઉપર તે દેવચન્દ્રસૂરિના શિષ્ય બન્યા અને તેમનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. દેવચન્દ્રસૂરિ પોતાના શિષ્યના ગુણોથી બહુ પ્રસન્ન હતા અને સાથે સાથે જ સોમચન્દ્રની વિદ્વત્તાની પ્રતિભાને પણ બહુ માનતા હતા. વિ.સં. ૧૧૬૬ના વૈશાખ શુક્લા તૃતીયાના દિવસે સોમચન્દ્રને નાગૌરમાં આચાર્યપદ આપવામાં આવ્યું. સોમચન્દ્રના શરીરની પ્રભા અને કાન્તિ સુવર્ણ જેવી હતી એટલે તેમનું નામ હેમચન્દ્ર રાખવામાં આવ્યું. આ એમના નામનો ઇતિહાસ છે. આચાર્ય હેમચન્દ્રની પ્રતિભા બહુમુખી હતી, આ વસ્તુ તેમની કૃતિઓ જોવાથી સ્પષ્ટ જણાય છે. કોઈ એવો મહત્ત્વનો વિષય ન હતો જેના ઉપર તેમણે પોતાની કલમ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન ધર્મ-દર્શન ચલાવી ન હોય. વ્યાકરણ, કોશ, છન્દ, અલંકાર, કાવ્ય, ચરિત્ર, ન્યાય આદિ અનેક વિષયો ઉપર તેમણે વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો લખ્યા. પ્રમાણશાસ્ત્ર ઉપર આચાર્ય હેમચન્દ્રનો પ્રમાણમીમાંસા ગ્રન્થ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. તેમાં પહેલાં સૂત્ર છે અને પછી તેમના ઉપર સ્વોપન્ન વ્યાખ્યા છે. આ ગ્રન્થની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સૂત્ર અને વ્યાખ્યા બન્નેને ભેગાં કરો તો પણ ગ્રન્થ મધ્યકાય છે. તે ન તો પરીક્ષામુખ કે પ્રમાણનયતત્ત્વાલોક જેટલો સંક્ષિપ્ત છે કે ન તો પ્રમેયકમલમાર્તંડ કે સ્યાદ્વાદરત્નાકર જેટલો વિશાલ. તેમાં ન્યાયશાસ્ત્રના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોનું મધ્યમ પ્રતિપાદન છે. આ ગ્રન્થને સમજવા માટે ન્યાયશાસ્ત્રની પૂર્વભૂમિકા જાણવી અત્યન્ત આવશ્યક છે. દુર્ભાગ્ય છે કે આ ગ્રન્થ પૂર્ણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત હેમચન્દ્રાચાર્યની અયોગવ્યવચ્છેદિકા અને અન્યયોગવ્યવચ્છેદિકા નામની બે બત્રીસીઓ પણ છે. તેમાંથી અન્યયોગવ્યવચ્છેદિકા ઉપર મલ્લિષેણે સ્યાદ્વાદમંજરી નામની ટીકા લખી છે. આ ટીકા શૈલી અને સામગ્રી બન્ને દિષ્ટએ મહત્ત્વપૂર્ણ છે. હેમચન્દ્રનો સ્વર્ગવાસ વિ.સં. ૧૨૨૮માં થયો. અન્ય દાર્શનિક બારમી શતાબ્દીમાં થયેલા શાન્ત્યાચાર્યે ન્યાયાવતાર પર સ્વોપજ્ઞ ટીકા સહિત વાર્તિક લખ્યું. તેમાં તેમણે,અકલંક દ્વારા સ્થાપિત પ્રમાણના ભેદોનું ખંડન કર્યું છે અને ન્યાયાવતારની પરંપરાને પુનઃ સ્થાપિત કરી છે. સ્યાદ્વાદરત્નાકરને સમજવામાં સરળતા થાય એ દૃષ્ટિએ વાદિદેવસૂરિના જ શિષ્ય રત્નપ્રભસૂરિએ જેમણે સ્યાદ્વાદરત્નાકરના નિર્માણમાં પણ સહાયતા કરી હતી— અવતારિકાની રચના કરી. આ ગ્રન્થ રત્નાકરાવતારિકા નામે પ્રસિદ્ધ છે. ગ્રન્થની ભાષાવિષયક આડંબરતાએ તો તેને સ્યાદ્વાદરત્નાકરથી પણ કઠિન બનાવી દીધો. તેમ છતાં પણ આ ગ્રન્થનો એટલો બધો પ્રભાવ પડ્યો કે સ્યાદ્વાદરત્નાકરનું પઠનપાઠન પ્રાયઃ બંધ થઈ ગયું અને બધા લોકો આ ગ્રન્થથી પોતાનું કામ ચલાવવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે આજ સ્યાદ્વાદરત્નાકર જેવા મહત્ત્વપૂર્ણ ગ્રન્થની એક પણ સંપૂર્ણ પ્રતિ ઉપલબ્ધ નથી. આચાર્ય હેમચન્દ્રના શિષ્યો રામચન્દ્ર અને ગુણચન્દ્ર બન્નેએ મળીને દ્રવ્યાલંકાર નામની દાર્શનિક કૃતિનું નિર્માણ કર્યું. ચન્દ્રસેને વિ.સં. ૧૨૦૭માં ઉત્પાદાદિસિદ્ધિની રચના કરી. આ ગ્રન્થમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે. હરિભદ્રના ષગ્દર્શનસમુચ્ચય ઉ૫૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧ જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય વિ.સં. ૧૩૮૯માં સોમતિલકે એક ટીકા લખી. બીજી ટીકા ગુણરત્ન લખી જે અધિક ઉપાદેય બની. આ ટીકા પંદરમી શતાબ્દીમાં લખાઈ. આ જ શતાબ્દીમાં મેરૂતુંગે ષડ્રદર્શનનિર્ણય નામનો ગ્રન્થ રચ્યો. રાજશેખરે ષડ્રદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાધંજિકા આદિ ગ્રન્થો લખ્યા. તેમણે પ્રશસ્તપાદભાષ્યની ટીકા કન્ટલી ઉપર પણ પંજિકા લખી. જ્ઞાનચન્દ્ર રત્નાકરાવતારિકાધંજિકાટિપ્પણ લખ્યું. ભટ્ટારક ધર્મભૂષણે ન્યાયદીપિકા લખી જે જૈન ન્યાયશાસ્ત્રનો પ્રારંભિક ગ્રન્થ છે. સાધુ વિજયે સોળમી શતાબ્દીમાં વાદવિજય અને હેતુબંડન નામના બે ગ્રંથો લખ્યા. યશોવિજય તત્ત્વચિન્તામણિ નામના ન્યાય ગ્રન્થથી ન્યાયશાસ્ત્રનો એક નવો અધ્યાય શરૂ થાય છે. તેનું શ્રેય વિક્રમની તેરમી શતાબ્દીમાં મિથિલામાં જન્મેલા ગંગેશ નામના પ્રતિભાસમ્પન્ન નૈયાયિકને છે. તત્ત્વચિન્તામણિ નવીન પરિભાષા અને નૂતન શૈલીમાં લખાયેલો એક અદ્ભુત ગ્રન્થ છે. તેનો વિષય ન્યાયસમ્મત પ્રત્યક્ષ આદિ ચાર પ્રમાણો છે. આ ચાર પ્રમાણોની સિદ્ધિ માટે ગંગેશે જે પરિભાષા, તર્ક અને શૈલીનો પ્રયોગ કર્યો તે ન્યાયશાસ્ત્રના ક્ષેત્રમાં એક બહુ મોટી ક્રાન્તિ હતી. ન્યાયના શુષ્ક અને નીરસ વિષયમાં એકત્તા રસનો સંચાર કરવો અને તેને આકર્ષણની વસ્તુ બનાવી દેવી એ કંઈ સામાન્ય વાત ન હતી. ગંગેશે જે નૂતન અને સરસ શૈલીને જન્મ આપ્યો તે શૈલી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જ રહી. ચિન્તામણિના ટીકાકારોએ આ નવીન ન્યાયગ્રન્થ પર એટલી જ મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી. ન્યાયશાસ્ત્ર પ્રાચીન અને નવીન ન્યાયોમાં વિભક્ત થઈ ગયું. આ યુગનો એટલો અધિક પ્રભાવ પડ્યો કે બધા દાર્શનિકો પોતપોતાના દર્શનને નવીન ન્યાયની ભૂમિકા પર પરિષ્કૃત કરવા લાગ્યા. આ શૈલીનું અનુસરણ કરીને જેટલા પણ ગ્રન્થો રચાયા તેમનું દર્શનના ઇતિહાસમાં ઘણું મહત્ત્વ છે. પ્રત્યેક દર્શન માટે એ આવશ્યક બની ગયું કે જો તે જીવિત રહેવા ઇચ્છતું હોય તો નવીન ન્યાયની શૈલીમાં પોતાના પક્ષની તે સ્થાપના કરે. આટલું થવા છતાં પણ જૈનદર્શનના આચાર્યોનું ધ્યાન આ તરફ બહુ શીધ્ર ન ગયું. સત્તરમી શતાબ્દીના અન્ત સુધી જૈનદર્શન પ્રાચીન પરંપરા અને શૈલીના ચક્કરમાં જ પડ્યું રહ્યું. જ્યારે અન્ય દર્શનો નવીન સાજ સજી રંગમંચ ઉપર આવી ચૂક્યા હતા ત્યારે જૈનદર્શન હજુ તો પડદાની પાછળ આળસ મરડી રહ્યું હતું. યશોવિજયે અઢારમી શતાબ્દીના પ્રારંભે જૈનદર્શનને નવો પ્રકાશ આપ્યો. વિ.સં. ૧૬૯૯માં અમદાવાદના જૈનસંઘે આચાર્ય ન વિજય અને યશોવિજયને Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન કાશી મોકલ્યા. આચાર્ય નયવિજય યશોવિજયના ગુરુ હતા એટલે બન્ને સાથે કાશી આવ્યા. વિદ્યાનું પવિત્ર ધામ કાશી તે સમયે દર્શનના ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતું. અહીં આવીને યશોવિજયે ભારતીય દર્શનશાસ્ત્રનું ગંભીર અધ્યયન કર્યું. સાથે સાથે જ અન્ય શાસ્ત્રોનું પાંડિત્ય પણ પ્રાપ્ત કર્યું. તેમના પાંડિત્ય અને પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમને ન્યાયવિશારદની પદવી આપવામાં આવી. પાંચ સો વર્ષની જૈનદર્શનની ખોટને જો કોઈએ પૂરી હોય તો તે યશોવિજય જ હતા. તેમણે ધડાધડ જૈનદર્શન પર ગ્રન્થો લખવા શરૂ કર્યા. અનેકાન્તવ્યવસ્થા નામનો ગ્રન્થ નબન્યાયની શૈલીમાં લખી તેમણે અનેકાન્તવાદને પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. પ્રમાણશાસ્ત્ર ઉપર જૈનતર્કભાષા અને જ્ઞાનબિન્દુ લખીને જૈન પરંપરાનું ગૌરવ વધાર્યું. નય પર પણ નયપ્રદીપ, નયરહસ્ય અને નયોપદેશ આદિ ગ્રન્થો તેમણે લખ્યા. નયોપદેશ ઉપર તો નયામૃતતરંગિણી નામની સ્વોપજ્ઞ ટીકા પણ તેમણે લખી. આ ઉપરાંત અસહસ્રી પર વિવરણ લખ્યું અને હરિભદ્રકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપર સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકા રચી. આમ અષ્ટસહસ્ત્રી અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયને નવું રૂપ મળ્યું. ભાષારહસ્ય, પ્રમાણરહસ્ય આદિ અનેક ગ્રન્થો ઉપરાંત તેમણે ન્યાયખંડખાદ્ય અને ન્યાયાલોક લખીને નવીન શૈલીમાં જ નૈયાયિક આદિ દાર્શનિકોની માન્યતાઓનું ખંડન પણ કર્યું. દર્શન ઉપરાંત યોગશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, આચારશાસ્ત્ર વગેરે સંબંધી ગ્રન્થો પણ લખ્યા. સંસ્કૃત ઉપરાંત પ્રાચીન ગુજરાતી આદિ ભાષાઓમાં પણ તેમણે ઘણું બધું લખ્યું છે. આમ એકલા યશોવિજયજીએ જ જૈન સાહિત્ય ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. જૈનવામયનું ગૌરવ વધારવામાં તેમણે કંઈ બાકી ન રાખ્યું. જૈનદર્શનની સમ્માનવૃદ્ધિમાં તેમણે પૂરેપૂરો ફાળો આપ્યો. યશોવિજય ઉપરાંત આ યુગમાં યશસ્વસાગરે સપ્તપદાર્થો, પ્રમાણવાદાર્થ, વાદાર્થનિરૂપણ, સ્યાદ્વાદમુક્તાવલી આદિ દાર્શનિક ગ્રન્થો લખ્યા. વિમલદાસે સપ્તભંગીતરંગિણીની રચના નન્યાયની શૈલીમાં કરી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું અધ્યયન તત્ત્વવિચાર જૈન પરંપરા દર્શન અંતર્ગત આવે છે કે તેનો સમાવેશ ધર્મની અંદર થાય છે? આપણે જાણીએ છીએ કે દર્શન તર્ક અને હેતુવાદ પર અવલંબિત છે, જયારે ધર્મનો આધાર મુખ્યપણે શ્રદ્ધા છે. શ્રદ્ધા અને તર્ક બન્નેનો આશ્રય માનવ છે, તેમ છતાં તે બેમાં પ્રકાશ અને અન્ધકાર જેટલું અત્તર છે. શ્રદ્ધા જે વાતને સર્વથા સત્ય માને છે, તર્ક તે જ વાતને ફૂંક મારી ઉડાડી દે છે. શ્રદ્ધા માટે જે સર્વસ્વ છે, તકની દૃષ્ટિમાં તેનો સર્વથા અભાવ હોઈ શકે છે. જે વસ્તુ શ્રદ્ધા માટે આકાશકુસુમવતું હોય છે, હેતુ તેની પાછળ પોતાની પૂરી શક્તિ લગાવી દે છે. એવી સ્થિતિમાં શું એ સંભવ છે કે એક જ પરંપરા ધર્મ અને દર્શન બન્ને હોય? ભારતીય વિચારધારા તો એ જ કહે છે કે દર્શન અને ધર્મ સાથે સાથે ચાલી શકે છે. શ્રદ્ધા અને તર્કના સહાનવસ્થાનરૂપ વિરોધને ભારતીય પરંપરા આચાર અને વિચારના વિભાજન દ્વારા શાન્ત કરે છે. પ્રત્યેક પરંપરા બે દષ્ટિઓથી પોતાનો વિકાસ સાધે છે. એક બાજુ આચારની દિશામાં તેની ગતિ યા સ્થિતિનું નિર્માણ થાય છે અને બીજી બાજુ બુદ્ધિ અને તર્કશક્તિના સંતોષ માટે વિચારનો વિકાસ થાય છે. શ્રદ્ધાળુ વ્યક્તિઓના સંતોષ માટે આચારમાર્ગ સહાયક થાય છે તથા ચિન્તનશીલ વ્યક્તિઓની તૃપ્તિ માટે વિચારપરંપરાનો સહયોગ મળે છે. જૈન ધર્મ અને જૈન દર્શન બૌદ્ધ પરંપરામાં હીનયાન અને મહાયાનના રૂપમાં આચાર અને વિચારની બે ધારાઓ મળે છે. હીનયાન મુખ્યપણે આચારપક્ષ ઉપર ભાર આપે છે. મહાયાનનો ભાર વિચારપક્ષ ઉપર અધિક છે. બૌદ્ધ દર્શનમાં પ્રાણ ફૂંકવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો તે મહાયાન પરંપરાએ જ. શૂન્યવાદ માધ્યમિક તથા યોગાચાર વિજ્ઞાનાદ્વૈતવાદે બૌદ્ધ વિચારધારાને એટલી તો દઢ અને પુષ્ટ બનાવી દીધી કે આજ પણ દર્શન જગત તેનો ઉપકાર અને પ્રભાવ સ્વીકારે છે. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના નામથી વેદાન્તમાં પણ આ જ થયું. કેટલાય વિદ્વાનોની એ દઢ માન્યતા છે કે મીમાંસા અને વેદાન્ત એક જ માન્યતાની બે બાજુ છે. એક બાજુ પૂર્વમીમાંસા (પ્રચલિત નામ મીમાંસા) છે અને બીજી બાજુ ઉત્તરમીમાંસા (વેદાન્ત) છે. પૂર્વમીમાંસા આચારપક્ષ Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન છે અને ઉત્તરમીમાંસા વિચારપક્ષ છે. મીમાંસાસૂત્ર અને વેદાન્તસૂત્ર એક જ ગ્રન્થના બે વિભાગ છે – બે અધ્યાય છે. આચારપક્ષની સ્થાપના મીમાંસાસૂત્રનો વિષય છે, પરંતુ વેદાન્તસૂત્રનું પ્રયોજન વિચારપક્ષની સિદ્ધિ છે. સાંખ્ય અને યોગ પણ વિચાર અને આચારનું પ્રતિનિધિત્વ કરે છે. સાંખ્યનું મુખ્ય પ્રયોજન તત્ત્વનિર્ણય છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તવૃત્તિનો નિરોધ છે —- યોગશ્ચિત્તવૃત્તિનિરોધ: એ જ રીતે જૈન પરંપરા પણ આચાર અને વિચારના ભેદથી બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે. જો કે આ પ્રકારના બે ભેદોનો સ્પષ્ટ ઉલ્લેખ આ પરંપરામાં મળતો નથી તેમ છતાં એ નિશ્ચિત છે કે આચાર અને વિચારરૂપ બન્ને ધારાઓ આ પરંપરામાં પણ બરાબર વહેતી રહી છે. આચારના નામે અહિંસાનો જેટલો વિકાસ જૈન પરંપરામાં થયો છે તેટલો ભારતીય પરંપરાની કોઈ અન્ય ધારામાં ભાગ્યે જ થયો છે અથવા તો એમ કહો કે નથી થયો. આ જૈન પરંપરા માટે ગૌરવનો વિષય છે. વિચારની દષ્ટિએ અનેકાન્તવાદનું જે સમર્થન જૈન દર્શનના સાહિત્યમાં મળે છે તેનો શતાંશ પણ અન્ય દર્શનોમાં મળતો નથી; જો કે પ્રાયઃ બધાં દર્શનો કોઈ ને કોઈ રૂપે અનેકાન્તવાદનું સમર્થન કરે છે. અનેકાન્તવાદના આધાર પર ફલિત થતા અન્ય અનેક વિષયો પર જૈનાચાર્યોએ પ્રતિભાયુક્ત ગ્રન્થો લખ્યા છે જેમનો પરિચય યથાવસર દેવાઈ ગયો છે. એટલું જ નહિ પરંતુ કેટલીક વાતો જૈન દર્શનમાં એવી પણ છે જે આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ યથાર્થ છે. જો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય કોઈ જાતના આવિષ્કારાત્મક પ્રયોગો કરી શક્યા નથી, પરંતુ તેમની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ અને અર્થગ્રાહી હતી કે તેમની અનેક વાતો આજ પણ વિજ્ઞાનની કસોટી પર કરી શકાય છે. શબ્દ, અણુ, અન્ધકાર આદિ વિષયક અનેક એવી માન્યતાઓ છે જે આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિરુદ્ધ નથી. તાત્પર્ય એ છે કે જૈન પરંપરા ધર્મ અને દર્શન બન્નેને સમ્મિલિત રૂપ છે. દર્શનની કેટલીક માન્યતાઓ વિજ્ઞાનની દૃષ્ટિએ પણ બરાબર છે. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તવાદનું પ્રતિનિધિત્વ કરનારી જૈન પરંપરા ધર્મ અને દર્શન બન્નેને પોતાના અંતરંગમાં સ્થાન આપે છે. અસ્તુ, ધર્મની દૃષ્ટિએ તે પરંપરા જૈન ધર્મ છે; દર્શનની દૃષ્ટિએ તે જૈન દર્શન છે. ભારતીય વિચારપ્રવાહની બે ધારાઓ ભારતીય સંસ્કૃતિ અનેક પ્રકારના વિચારોનો વિકાસ છે. આ સંસ્કૃતિમાં ન જાણે કેટલી ધારાઓ પ્રવાહિત થતી રહી છે. અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા – આ જ આપણી સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. અહીં અનેક પ્રકારની વિચારધારાઓ ૧. પાતંજલયોગદર્શન, ૧.૨. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૫ તત્ત્વવિચાર વહેતી રહી છે. પ્રાચીનતા અને નવીનતાનો સંઘર્ષ બરાબર ચાલતો રહ્યો છે. આ સંઘર્ષમાં નવીનતા પલ્લવિત થતી રહી, પરંતુ પ્રાચીનતા સર્વથા નષ્ટ ન થઈ શકી. નવીનતા અને પ્રાચીનતા બન્નેનું યશોચિત સમ્માન થતું રહ્યું. કોઈક વખત પ્રાચીનતાને વિશેષ સમ્માન મળ્યું તો કોઈક વાર નવીનતાનો વિશેષ આદર થયો. વિવિધતાઓનાં આમ તો અનેક રૂપો રહ્યાં છે, પરંતુ આ બધી વિવિધતાઓને બે પરંપરાઓમાં વહેંચી શકાય – એક વૈદિક પરંપરા અને બીજી અવૈદિક પરંપરા. આ બન્ને પરંપરાઓ ક્રમશઃ બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા નામથી પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ પરંપરા અધિક પ્રાચીન છે કે શ્રમણ પરંપરા? આ પ્રશ્નનો સંતોષપ્રદ ઉત્તર આપવો જરા કઠિન છે. બ્રાહ્મણ પરંપરાનો પ્રાચીનતમ ઉપલબ્ધ આધાર વૈદિક સાહિત્ય છે. વેદોથી વધુ પ્રાચીન સાહિત્ય દુનિયાના કોઈ પણ ભાગમાં ઉપલબ્ધ નથી. દુનિયાની કોઈ પણ બીજી સંસ્કૃતિ આટલા પ્રાચીન સાહિત્યનો દાવો નથી કરી શકતી. આ એક ઐતિહાસિક સત્ય છે. આ સત્યના આધાર ઉપર બ્રાહ્મણ સંસ્કૃતિનો એ દાવો છે કે તે દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. બીજી બાજુ શ્રમણ સંસ્કૃતિના ઉપાસક એ દાવો કરે છે કે શ્રમણ સંસ્કૃતિ કોઈ પણ દષ્ટિએ વૈદિક સંસ્કૃતિથી ઓછી પ્રાચીન નથી. ઔપનિષદિક સાહિત્ય, જે વેદો (સંહિતામંત્રભાગ) પછીનું સાહિત્ય છે, શ્રમણ પરંપરાથી પૂરેપૂરું પ્રભાવિત છે. વૈદિક માન્યતાઓનો ઉપનિષદૂના તત્ત્વજ્ઞાન સાથે બહુ મોટો વિરોધ છે. જે આચાર અને વિચાર વેદોમાં મળે છે તેમનાથી ભિન્ન આચાર-વિચાર ઉપનિષદોમાં મળે છે. એ સાચું કે ઉપનિષદો બ્રાહ્મણ પરંપરા દ્વારા માન્ય છે, પરંતુ તેનો અર્થ એ નહિ કે તે શ્રમણ પરંપરાના પ્રભાવથી સર્વથા અસ્પષ્ટ છે. હકીકતમાં ઉપનિષદોનું નિર્માણ કરનારા ઋષિઓએ વૈદિક માન્યતાઓ પ્રતિ એક જાતનો છૂપો વિદ્રોહ કર્યો અને એ વિદ્રોહની પાછળ શ્રમણ પરંપરાનો મુખ્ય હાથ હતો. બ્રાહ્મણ પરંપરાનો દાવો કે તે ભારતની યા વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિ છે, એ બરાબર નથી. તેવી રીતે શ્રમણ પરંપરાની એ ધારણા કે તેના પ્રભાવથી ઉપનિષદોના ઋષિઓની દષ્ટિમાં અકસ્માતુ પરિવર્તન થયું, મિથ્યા છે. આ બન્ને ધારણાઓ એટલા માટે ખોટી છે કે તેમનો આધાર માત્ર ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. કેટલાક હજાર વર્ષોના ઉપલબ્ધ સાહિત્યને જોઈને કેવળ તેના ઉપરથી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી જવું એ સૌથી મોટી ઐતિહાસિક ભૂલ છે. કઈ ધારા પ્રાચીન છે, એનો જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે– કઈ સૌથી પ્રાચીન છે. જ્યાં સૌથી પ્રાચીનતાનો પ્રશ્ન આવે છે ત્યાં ઐતિહાસિક દષ્ટિ કદી સફળ થતી નથી, કારણ કે તે સ્વયં અધૂરી છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન જ્યાં સુધી તે પોતાને ખુદને પૂર્ણ ન બનાવે ત્યાં સુધી તેનો નિર્ણય હમેશાં અધૂરો રહેશે, સાપેક્ષ રહેશે, સીમિત રહેશે. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના તેનો જે નિર્ણય હોય તે સત્ય હોઈ શકે છે. ઈતિહાસનો આધાર બાહ્ય સામગ્રી છે. જેટલી સામગ્રી ઉપલબ્ધ થશે તેટલા જ પ્રમાણમાં તેનો નિર્ણય સત્ય યા અસત્ય બનશે. વર્તમાન સમયનો ઇતિહાસ એ વાતનો દાવો નથી કરી શકતો કે તેની સામગ્રી પૂર્ણ છે. સત્ય એ છે કે પોતપોતાની રીતે સ્વતન્નરૂપમાં બન્ને ધારાઓ અનાદિ છે. ન તો બ્રાહ્મણ પરંપરા અધિક પ્રાચીન છે કે ન તો શ્રમણ પરંપરા, બન્ને સદૈવ સાથે સાથે ચાલી છે અને સાથે સાથે ચાલતી રહેશે. આ બન્ને પરંપરાઓ ઐતિહાસિક પરંપરાઓ નથી પરંતુ માનવજીવનની બે ધારાઓ છે. આ બે ધારાઓનો આધાર બે સંપ્રદાયવિશષો નથી પરંતુ સંપૂર્ણ માનવજાતિ છે. માનવ ખુદ આ બે ધારાઓનો સ્રોત છે. બીજા શબ્દોમાં, આ બન્ને ધારાઓ મનોવૈજ્ઞાનિક સત્ય પર અવલંબિત છે. માનવનો સ્વાભાવિક પ્રવાહ જ એવો છે કે તે આ બે ધારાઓમાં પ્રવાહિત થાય છે. કયારેક તે એક ધારાને અધિક મહત્ત્વ દે છે તો ક્યારેક બીજીને. સત્તારૂપે બન્ને ધારાઓ તેનામાં 'હમેશાં મોજૂદ હોય છે. જ્યાં સુધી તે માનવતાના સ્તર પર રહે છે, તેનાથી સર્વથા ઉપર નથી ઊઠતો કે નીચે નથી પડતો, ત્યાં સુધી તે આ બન્ને ધારાઓમાં પ્રવાહિત થતો જ રહે છે. બ્રાહ્મણ સંસ્કૃતિ યા વૈદિક સંસ્કૃતિ આ બન્ને ધારાઓમાંથી એકની પ્રતીક છે. શ્રમણ સંસ્કૃતિ કે સંત સંસ્કૃતિ બીજી ધારા ઉપર ભાર દે છે. એક સમય એવો આવે છે જયારે પહેલી ધારાનો માનવસમાજ ઉપર અધિક પ્રભાવ રહે છે. બીજો સમય એવો હોય છે જયારે બીજી ધારા વિશેષ પ્રભાવશાળી હોય છે. આ પરંપરાનો ન તો ક્યારેય પ્રારંભ થયો છે અને ન તો ક્યારેય તેનો અંત થવાનો છે. આ પ્રવાહ અનાદિ છે, અનન્ત છે. બન્ને ધારાઓ આ પ્રવાહમાં જ રહી છે, આજ પણ છે અને અને ભવિષ્યમાં પણ રહેશે. તેમના ઉપર ન તો કાળનો કોઈ વિશેષ પ્રભાવ છે, ન તો વિકાસની કોઈ ખાસ અસર. કાલ અને વિકાસ તેમનાં જ બે રૂપ છે. બ્રાહ્મણ સંસ્કૃતિ બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓમાં એટલું જ અંતર છે જેટલું ભોગ અને ત્યાગ, હિંસા અને અહિંસા, શોષણ અને પોષણ, અન્ધકાર અને પ્રકાશમાં અંતર છે. એક ધારા માનવજીવનના બાહ્ય સ્વાર્થનું પોષણ કરે છે તો બીજી ધારા આત્મિક વિકાસને બળ પૂરું પાડે છે. એકનો આધાર વૈષમ્ય છે તો બીજીનો આધાર સામ્ય છે. આમ વૈષમ્યમૂલક બ્રાહ્મણ અને સામ્યમૂલક શ્રમણ પરંપરાઓ વચ્ચે એટલો બધો વિરોધ છે કે મહાભાષ્યકાર પતંજલિએ અહિ-નકુલ અને ગો-વ્યાધ્ર જેવા શાશ્વત વિરોધવાળાં દષ્ટાન્તોમાં બ્રાહ્મણ-શ્રમણને પણ સ્થાન આપ્યું. જેમ સાપ અને નોળિયા વચ્ચે તથા Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ગાય અને વાઘ વચ્ચે જન્મજાત વિરોધ છે બરાબર તેવી જ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે સ્વાભાવિક વિરોધ છે. આચાર્ય હેમચન્દ્ર પણ પોતાના ગ્રન્થમાં આ વાતનું સમર્થન કરે છે. આ ઉદાહરણોને રજૂ કરવાનો અર્થ એ નથી કે બ્રાહ્મણ અને શ્રમણ સમાજમાં એક સાથે રહી શકતા નથી. તેનો અભિપ્રાય કેવળ એટલો જ છે કે જીવનના આ બે પક્ષ એકબીજાના વિરોધી છે. જીવનની આ બે વૃત્તિઓ વિરોધી આચાર અને વિચારને પ્રગટ કરે છે. આ બે ધારાઓ માનવજીવનની અંદર રહેલી બે ભિન્ન સ્વભાવવાળી વૃત્તિઓની પ્રતીક માત્ર છે. બ્રાહ્મણ પરંપરાનું ઉપલબ્ધ માન્ય સાહિત્ય વેદ છે. વેદથી અમારો અભિપ્રાય તે ભાગથી છે જે મંત્રપ્રધાન સંહિતા છે. આ પરંપરા મૂળમાં “બ્રહ્મનુંની આસપાસ શરૂ થઈને વિકસી છે, એવું જણાય છે. “બ્રહ્મ”શબ્દના અનેક અર્થ થાય છે. અહીં આપણે કેવળ બે જ અર્થોને સમજવા પ્રયત્ન કરીશું. પહેલો અર્થ છે સ્તુતિ કે પ્રાર્થના અને બીજો અર્થ છે યજ્ઞયાગાદિ કર્મ. વૈદિક મન્ત્રો અને સૂક્તોની સહાયતાથી જે વિવિધ જાતની પ્રાર્થનાઓ અને સ્તુતિઓ કરવામાં આવે છે તેને “બ્રહ્મ” કહે છે. વૈદિક મન્ટો દ્વારા કરવામાં આવતા યજ્ઞયાગાદિ કર્મ પણ “બ્રહ્મનું” કહેવાય છે. તે મન્ત્રો અને સૂક્તોનો પાઠ કરનારો અને યજ્ઞયાગાદિ કર્મ કરાવનારો પુરોહિત “બ્રાહ્મણ” કહેવાય છે. આ પરંપરા માટે “શર્મનું' શબ્દનો પ્રયોગ પણ થાય છે. આ શબ્દ “શું' ધાતુથી બને છે. આ ધાતુનો અર્થ છે હિંસા કરવી. અહીં પ્રશ્ન થાય છે કે “શર્મ–”નો અર્થ હિંસા કરનારો એ તો બરાબર છે, પરંતુ કોની હિંસા? આ પ્રશ્નનો ઉત્તર– “કૃતિ અશુભમ્' અર્થાત્ જે અશુભની હિંસા કરે તે “શર્મ” આ વ્યુત્પત્તિમાંથી મળે છે. જ્યાં સુધી અશુભની હિંસાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ અશુભ શું છે? – આ પ્રશ્નનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તો વૈદિક પરંપરામાં મનુષ્યના બાહ્ય સ્વાર્થમાં બાધક પ્રત્યેક ચીજ અશુભ બની જાય છે. યાજ્ઞિક હિંસાનું સમર્થન આ જ આધાર પર થયું છે. “હિં સર્વભૂતાનિ' કહીને વૈવિઠ્ઠી હિંસા હિંસા ન મવતિ' ની ઘોષણાનો આધાર મનુષ્યનો ભૌતિક સ્વાર્થ જ છે. યજ્ઞનો અર્થ ઉત્સર્ગ યા ત્યાગ છે એ તો ઠીક, પરંતુ ઉત્સર્ગ શેનો ? અહીં વળી વૈદિક પરંપરા એ જ આદર્શ સામે રાખે છે.ત્યાગ અને ઉત્સર્ગના નામે બીજા પ્રાણીઓને સામે મૂકી દે છે તથા ભોગ અને આનન્દના નામે મનુષ્ય ખુદ સામે આવી ખડો થઈ જાય છે. પોતાના સુખને માટે બીજાની આહુતિ આપવી, આ જ એ પરંપરાનો આદર્શ છે. ૧. મહાભાષ્ય, ૨.૪.૯. ૨. સિદ્ધહેમ, ૩.૧.૧૪૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ધર્મ-દર્શન શ્રમણ સંસ્કૃતિ આ ધારા માનવના તે ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જે તેના વૈયક્તિક સ્વાર્થથી ભિન્ન છે. બીજા શબ્દોમાં, શ્રમણ પરંપરા સામ્ય પર પ્રતિષ્ઠિત છે. આ સામ્ય મુખ્યપણે ત્રણ બાબતોમાં જોઈ શકાય છે– (૧) સમાજવિષયક, (૨) સાધ્યવિષયક અને (૩) પ્રાણીજગત પ્રતિ દષ્ટિવિષયક.' સમાજવિષયક સામ્યનો અર્થ છે – સમાજમાં કોઈ એક વર્ગનું જન્મસિદ્ધ શ્રેષ્ઠત્વ યા કનિષ્ઠત્વ ન માનીને ગુણકૃત અને કર્મકૃત શ્રેષ્ઠત્વ કે કનિષ્ઠત્વ માનવું. શ્રમણ સંસ્કૃતિ સમાજરચના અને ધર્મવિષયક અધિકારની દૃષ્ટિએ જન્મસિદ્ધ વર્ણ અને લિંગભેદને મહત્ત્વ ન આપીને વ્યક્તિ દ્વારા આચરાતા કર્મ અને ગુણના આધાર પર જ સમાજરચના કરે છે. તેની દૃષ્ટિમાં જન્મનું એટલું મહત્ત્વ નથી જેટલું પુરુષાર્થ અને કર્મનું છે. માનવસમાજનો ખરો આધાર વ્યક્તિનો પ્રયત્ન અને કર્મ છે અને નહિ કે જન્મસિદ્ધ તથાકથિત શ્રેષ્ઠત્વ. કેવળ જન્મથી કોઈ શ્રેષ્ઠ નથી બનતું કે હિન નથી બનતું. હીનતા અને શ્રેષ્ઠતાનો વાસ્તવિક આધારસ્વકૃત કર્મ છે. સાધ્યવિષયક સામ્યનો અર્થ છે–અભ્યદયનું એકસરખું રૂપ. શ્રમણ સંસ્કૃતિનો સાધ્યવિષયક આદર્શ તે અવસ્થા છે જ્યાં કોઈ પ્રકારનો ભેદ નથી રહેતો. તે એક એવો આદર્શ છે જ્યાં ઐહિક અને પારલૌકિક બધા સ્વાર્થોનો અંત આવી જાય છે. ત્યાં ન તો આ લોકના સ્વાર્થો સતાવે છે, ન તો પરલોકનું પ્રલોભન વ્યાકુળતા ઉત્પન્ન કરે છે. તે એવી સામ્યવસ્થા છે જ્યાં કોઈ કોઈનાથી ઓછું યોગ્ય નથી રહી શકતું. આ અવસ્થા યોગ્યતા અને અયોગ્યતા, અધિકતા અને ન્યૂનતા, હીનતા અને શ્રેષ્ઠતા – બધાંથી પર છે. પ્રાણીજગત પ્રતિ દષ્ટિવિષયક સામ્યનો અર્થ છે–જીવજગત પ્રત્યે પૂર્ણ સામ્ય. એવી સમતા કે જેમાં કેવળ માનવસમાજ યા પશુપક્ષીસમાજ જ સમાવિષ્ટ ન હોય, પરંતુ વનસ્પતિ જેવા અત્યન્ત સૂક્ષ્મ જીવસમૂહનો પણ સમાવેશ હોય. આ દષ્ટિ વિશ્વપ્રેમની અદૂભુત દૃષ્ટિ છે. વિશ્વનું પ્રત્યેક પ્રાણી, માનવ હો કે પશુ, પક્ષી હો યા કીટ, વનસ્પતિ હો યા અન્ય ક્ષુદ્ર જીવ, આત્મવત્ છે. કોઈ પણ પ્રાણીનો વધ કરવો અથવા તો તેને કષ્ટ પહોંચાડવું એ આત્મપીડા સમાન છે. ‘માત્મવત્ સર્વભૂતેષુ' ની ભૂમિકા ઉપર પ્રતિષ્ઠિત આ સામ્યદૃષ્ટિ શ્રમણ પરંપરાનો પ્રાણ છે. સામાન્ય જીવનને જ પોતાનું ચરમ લક્ષ્ય ગણનારી સાધારણ વ્યક્તિ આ ભૂમિકા ઉપર પહોંચી નથી શકતી. આ ભૂમિકા સ્વ અને પરના અભેદની પૃષ્ઠભૂમિ છે. આ પૃષ્ઠભૂમિ જ શ્રમણ સંસ્કૃતિનું સર્વસ્વ છે. શ્રમણ પરંપરાની અનેક શાખાઓ હતી અને આજ પણ મોજૂદ છે. જૈન, બૌદ્ધ, ૧. જૈનધર્મ કા પ્રાણ, પૃ.૧. ૨. ભગવતીસૂત્ર, ૯.૬૩૮૩. Page #93 -------------------------------------------------------------------------- ________________ . તત્ત્વવિચાર ૬૯ આજીવિક આદિ વિશેષપણે ઉલ્લેખનીય છે, જૈન અને બૌદ્ધ પરંપરાઓ તો સ્પષ્ટપણે શ્રમણ સંસ્કૃતિની શાખાઓ છે. આજીવિક વગેરે પણ આ પરંપરાની શાખાઓ છે, પરંતુ દુર્ભાગ્યથી આજે તેમનું મૌલિક સાહિત્ય ઉપલબ્ધ નથી. આ જ કારણે નિશ્ચિતપણે તેમના વિષયમાં કંઈ કહી શકાતું નથી. આમ હોવા છતાં પણ એટલું તો અવશ્ય માનવું પડશે કે આ પરંપરાઓ પણ વૈદિક પરંપરાની વિરોધી રહી છે. જૈન અને બૌદ્ધ બન્ને પરંપરાઓ વેદોને પ્રમાણ માનતી નથી. તે એ પણ નથી માનતી કે વેદના કર્તા ઈશ્વર છે અથવા તો વેદ અપૌરુષેય છે. બ્રાહ્મણવર્ગનું જાતિની દૃષ્ટિએ કે પુરોહિતો હોવાના કારણે ગુરુપદ પણ સ્વીકારતી નથી. તેમના પોતપોતાના ગ્રન્થ છે, જે નિર્દોષ આપ્ત વ્યક્તિની રચનાઓ છે. તેમને માટે તે ગ્રન્થ જ પ્રમાણભૂત છે. જાતિની અપેક્ષાએ વ્યક્તિની પૂજા બન્નેને માન્ય છે અને વ્યક્તિપૂજાનો આધાર છે ગુણ અને કર્મ. બન્ને પરંપરાઓના સાધકો અને ત્યાગીવર્ગ માટે શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, પરિવ્રાજક, અર્હત્, જિન વગેરે શબ્દોનો પ્રયોગ થતો રહ્યો છે. એક ‘નિર્પ્રન્થ’ શબ્દ એવો છે જેનો પ્રયોગ જૈન પરંપરાના સાધકો માટે જ થયો છે. આ શબ્દ જૈન ગ્રન્થોમાં ‘નિગ્રંથ' અને બૌદ્ધ ગ્રન્થોમાં ‘નિગંઠ’ના નામે મળે છે. તેથી જૈનશાસ્ત્રને ‘નિર્ઝન્થપ્રવચન’ પણ કહેવામાં આવ્યું છે. આ ‘નિગ્રંથપાવયણ’નું સંસ્કૃત રૂપ છે. ‘શ્રમણ’ શબ્દનો અર્થ શ્રમણને માટે પ્રાકૃત સાહિત્યમાં ‘સમણ’ શબ્દનો પ્રયોગ થયો છે. જૈનસૂત્રોમાં જ્યાં ત્યાં ‘સમણ’ શબ્દ આવે છે, જેનો અર્થ થાય છે સાધુ. ઉક્ત ‘સમણ’ શબ્દના ત્રણ રૂપો થઈ શકે છે શ્રમણ, સમન અને શમન. શ્રમણ શબ્દ ‘શ્રમ્’ ધાતુથી બને છે. ‘શ્રમ્’નો અર્થ છે — પરિશ્રમ કરવો. તપસ્યાનું બીજું નામ પરિશ્રમ છે. જે વ્યક્તિઓ પોતાના જ શ્રમથી ઉત્કર્ષને પામે છે તે શ્રમણ કહેવાય છે. સમનનો અર્થ થાય છે સમાનતા. જે વ્યક્તિ પ્રાણી માત્ર પ્રતિ સમભાવ રાખે છે, વિષમતાથી હમેશાં દૂર રહે છે, જેનું જીવન વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વનું પ્રતીક હોય છે, જેના માટે સ્વ-૫૨નો ભેદભાવ નથી હોતો, જે પ્રત્યેક પ્રાણીને એ રીતે પ્રેમ કરે છે જેવી રીતે તે પોતાની જાતને પ્રેમ કરે છે, તેને કોઈ પ્રત્યે દ્વેષ નથી હોતો કે કોઈ પ્રત્યે રાગ નથી હોતો, તે રાગ અને દ્વેષની તુચ્છ ભાવનાથી ઉપર ઊઠીને સૌને એકસમાન દૃષ્ટિએ જુએ છે. તેનો વિશ્વપ્રેમ ધૃણા અને આસક્તિની છાયાથી ૧. શ્રામ્યન્તીતિ શ્રમળા: તપસ્યન્તીત્યર્થ:। દશવૈકાલિકવૃત્તિ, ૧.૩. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન ધર્મ-દર્શન પણ સર્વથા અસ્પષ્ટ છે. તે બધાંને પ્રેમ કરે છે પરંતુ તેનો પ્રેમ રાગની કોટિમાં આવતો નથી. તે પ્રેમ એક વિલક્ષણ પ્રકારનો પ્રેમ છે જે રાગ અને દ્વેષ બની સીમાથી પર છે. રાગ અને દ્વેષ સદા સાથે સાથે ચાલે છે જ્યારે પ્રેમ એકલો જ ચાલે છે. શમનનો અર્થ છે- શાન્ત કરવું. જે વ્યક્તિ પોતાની વૃત્તિઓને શાન્ત કરવાનો પ્રયત્ન કરે છે, પોતાની વાસનાઓનું દમન કરવાની કોશિશ કરે છે અને પોતાના આ પ્રયત્નમાં ઘણો બધો સફળ થાય છે તે શ્રમણ સંસ્કૃતિનો સાચો અનુયાયી છે. આપણી એવી વૃત્તિઓ જે ઉત્થાનના બદલે પતન તરફ લઈ જાય છે, શાન્તિના બદલે અશાન્તિ ઉત્પન્ન કરે છે, ઉત્કર્ષના બદલે અપકર્ષ લાવે છે તે જીવનને કદી સફલ બનવા દેતી નથી. એવી અકુશલ વૃત્તિઓને શાન્ત કરવાથી જ સાચા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. આ જાતની કુવૃત્તિઓ શાન્ત કરવાથી જ આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં શ્રમ, સમ અને શમ આ ત્રણે તત્ત્વો વિદ્યમાન છે. જૈન પરંપરાનું મહત્ત્વ શ્રમણ સંસ્કૃતિની અનેક ધારાઓમાં જૈન પરંપરાનું બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એ તો આપણે જોઈ ગયા કે શ્રમણ સંસ્કૃતિની બે મુખ્ય ધારાઓ આજ પણ જીવિત છે. તેમાંથી બૌદ્ધ પરંપરાનો ભારતીય જીવન સાથે વિશેષ સંબંધ રહ્યો નથી. જો કે તેનો વત્તોઓછો પ્રભાવ કોઈ ને કોઈ રૂપમાં આજ પણ મોજૂદ છે અને ભવિષ્યમાં રહેશે પરંતુ ભારતીય જીવનના નિર્માણ અને પરિવર્તનમાં જૈન પરંપરાનો જે હાથ અતીતમાં રહ્યો છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે તે કંઈક વિલક્ષણ છે. જો કે આજની પ્રચલિત જૈન વિચારધારા ભારતની બહાર પોતાનો પ્રભાવ જમાવી ન શકી પરંતુ ભારતીય વિચારધારા અને આચારને બદલવામાં તેણે જે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે તે આ દેશના જનજીવનના ઇતિહાસમાં બહુ સમય સુધી અમર રહેશે. જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા શ્રમણ સંસ્કૃતિ અંતર્ગત છે. પંરતુ તેનો અર્થ એ નથી કે જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા બન્ને એક છે. શ્રમણ પરંપરા બન્નેમાં વહેતી એક સામાન્ય પરંપરા છે. શ્રમણ પરંપરાની દૃષ્ટિએ બન્ને એક છે, પરંતુ પરસ્પરની અપેક્ષાએ બન્ને ભિન્ન છે. બુદ્ધ અને મહાવીર બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે. બુદ્ધની પરંપરા આજ બૌદ્ધધર્મનામે પ્રસિદ્ધ છે અને મહાવીરની પરંપરા જૈનધર્મ નામે. આ બાબત આપણા ભારતીયો માટે વિવાદથી પર છે. આપણે તો આ બન્ને પરંપરાઓને ભિન્ન પરંપરાઓ તરીકે જોતા આવ્યા છીએ. તેનાથી ઊલટું કેટલાક વિદેશી વિદ્વાનો એટલે સુધી લખવા લાગ્યા હતા કે બુદ્ધ અને મહાવીર એક જ વ્યક્તિ છે કેમ કે જૈન અને બૌદ્ધ પરંપરાઓની માન્યતાઓમાં બહુ સમાનતા છે. પ્રો. લાસેન આદિની આ માન્યતાનું ખંડન કરતાં પ્રો. Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર વેબરે એ શોધ કરી કે જૈનધર્મ બૌદ્ધધર્મની એક શાખા માત્ર છે. પ્રો. યાકોબીએ આ બન્ને માન્યતાઓનું ખંડન કરતાં એ સિદ્ધ કર્યું કે જૈન અને બૌદ્ધ બન્ને સંપ્રદાયો સ્વતન્નછે, એટલું જ નહિ પણ જૈન સંપ્રદાય બૌદ્ધ સંપ્રદાયથી વધુ પ્રાચીન છે. જ્ઞાતૃપુત્ર મહાવીર તો સંપ્રદાયના અંતિમ તીર્થકર માત્ર છે. આમ જૈન પરંપરાના સ્વતન્ત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવામાં હવે કોઈને આપત્તિ રહી નથી. એટલું જ નહિ પણ ઐતિહાસિક સામગ્રીના આધારે તો એ પણ સિદ્ધ કરી શકાય છે કે બૌદ્ધ પરંપરા ઉપર જૈન પરંપરાનો પૂરો પ્રભાવ છે. જે હો તે, જૈન પરંપરાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ નિર્વિવાદ સત્ય છે, તથા આ પરંપરાનો ભારતીય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રભાવ છે. આચાર અને વિચાર બન્ને પર તેની અમીટ છાપ છે. હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે જૈન પરંપરાના આચાર અને વિચારનો મૂળ પાયો શું છે. જૈન પરંપરામાન્ય આચાર અને વિચારના મૌલિક સિદ્ધાન્તો કયા છે. કયા સિદ્ધાન્તો પર જૈનાચાર અને જૈન વિચાર ખડા છે. જૈનાચારનો મૂળ પાયો જ અહિંસા છે. અહિંસાનું જેટલું સૂક્ષ્મ વિવેચન જૈન પરંપરામાં મળે છે તેટલું ભાગ્યે જ કોઈ અન્ય પરંપરામાં હશે. પ્રત્યેક આત્મા, ભલે તે પૃથ્વીકાયિક હો, ભલે તે જલકાયિક હોય, ભલે તે કીટયા પતંગનો હોય, કે પછી ભલે તે માનવનો હોય, તાત્ત્વિક દષ્ટિએ તેમાં કોઈ જ ભેદ નથી. જૈન દૃષ્ટિનો આ સામ્યવાદ ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવની ચીજ છે. આ સામ્યવાદના આધારે જૈન પરંપરા ઘોષણા કરે છે કે બધા જીવો જીવવા ઇચ્છે છે. હકીકતમાં, કોઈ જીવ મરવા ઇચ્છતો નથી. તેથી આપણું એ કર્તવ્ય છે કે આપણે મનથી પણ કોઈનો વધ કરવાનું ન વિચારીએ. શરીર વડે કોઈની હત્યા કરવી એ તો પાપ છે જ, પરંતુ મનથી તદ્વિષયક સંકલ્પ કરવો એ પણ પાપ છે. મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ જીવને સંતાપ ન આપવો, તેનો વધ ન કરવો, તેને પીડા ન પહોંચાડવી–એ જ સાચી અહિંસા છે. વનસ્પતિથી શરૂ કરીને માનવ સુધીની અહિંસાની આ વાત જૈન પરંપરાનું વિશિષ્ટ પ્રદાન છે. વિચારોમાં એક આત્માનો – એક બ્રહ્મનો – આદર્શ અન્યત્ર પણ મળી શકે છે પરંતુ આચાર પર જેટલો ભાર જૈન પરંપરાએ આપ્યો છે તેટલો ભાર અન્યત્ર મળી શકતો નથી. આચારવિષયક અહિંસાનો આ ઉત્કર્ષ એ તો જૈન પરંપરાનું પોતાનું આગવું પ્રદાન છે, જે આજ પણ અધિકાંશ ભારતીય જનતાના જીવનમાં વિદ્યમાન છે. જૈન પરંપરાના અનુયાયી તો આનાથી પૂરેપૂરા પ્રભાવિત છે જ, એમાં કોઈ સંશય નથી.. 4. Sacred Books of the East, Vol. XXII, Introduction, pp. 18-19. ૨. આચારાંગ, ૧.૧.૬. ૩. એજન, ૧.૪.૧. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન ધર્મ-દર્શન અહિંસાને કેન્દ્ર માનીને અમૃષાવાદ, અસ્તેય, અમૈથુન અને અપરિગ્રહનો આદર્શ સામે રાખવામાં આવ્યો. જીવનને યથાશક્તિ સ્વાવલંબી, સાદું અને સરળ બનાવવા માટે જ શ્રમણ પરંપરાએ આ બધી વાતોને અધિક મહત્ત્વ આપ્યું. અસત્યનો ત્યાગ, અનધિકૃત વસ્તુનું અગ્રહણ અને સંયમનું પરિપાલન અહિંસાની પૂર્ણ સાધના માટે આવશ્યક છે. સાથે સાથે જ અપરિગ્રહનો જે આદર્શ છે તે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. પરિગ્રહ સાથે આત્મવિકાસને ઘોર શત્રુતા છે. જ્યાં પરિગ્રહ રહે છે ત્યાં આત્મવિકાસ નથી રહી શકતો. પરિગ્રહ મનુષ્યના આત્મપતનનું બહુ મોટું કારણ છે. બીજા શબ્દોમાં, પરિગ્રહ પાપનો બહુ મોટો સંગ્રહ છે. જેટલો પરિગ્રહ વધે છે તેટલું જ પાપ પણ વધે છે. માનવસમાજમાં વૈષમ્ય ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ જવાબદાર છે પરિગ્રહબુદ્ધિ. પરિગ્રહનું બીજું નામ છે ગ્રન્જિ. જેટલી વધારે ગાંઠો મારવામાં આવે છે તેટલો જ પરિગ્રહ વધે છે. કોઈની ગાંઠ મન સુધી જ સીમિત રહે છે તો કોઈ બાહ્ય વસ્તુઓની ગાંઠો બાંધે છે. આ ગાંઠ જ્યાં સુધી નથી ખુલતી ત્યાં સુધી વિકાસનાં દ્વાર બંધ રહે છે. મહાવીરે ગ્રન્થિભેદન પર બહુ અધિક ભાર આપ્યો છે. તેથી તેમનું નામ નિર્ચન્જ પડી ગયું. અને તેમની પરંપરા પણ નિર્ચન્થસમ્પ્રદાયના નામે પ્રસિદ્ધિ પામી. જૈન પરંપરા સિવાય બીજી કોઈ પરંપરાને આ નામ નથી આપવામાં આવ્યું. અપરિગ્રહનો માર્ગ વિશ્વશાન્તિનો પ્રશસ્ત માર્ગ છે. આ માર્ગનું ઉલ્લંઘન કરનારો જગતને સ્થાયી શાન્તિ નથી આપી શકતો. તે પોતે જ પતનોનુખ બને છે, સાથે સાથે જ અન્ય પ્રાણીઓને પણ પદય્યત કરે છે – નીચે પાડે છે. સ્વાધીનતાની રક્ષા માટે અપરિગ્રહ અત્યન્ત આવશ્યક છે. આચારની આ ભૂમિકાએ કર્મવાદનો જન્મ થાય છે. કર્મવાદનો અર્થ છે કાર્યકારણવાદ. પ્રત્યેક કાર્યનું કોઈ ને કોઈ કારણ હોય છે અને પ્રત્યેક કારણ કોઈ ને કોઈ કાર્યને ઉત્પન્ન કરે છે. આ કારણ અને કાર્યનો પારસ્પરિક સંબંધ જ જગતની વિવિધતા અને વિચિત્રતાની ભૂમિકા છે. આપણું કોઈ કર્મ વ્યર્થ જતું નથી. આપણને કોઈ પણ પ્રકારનું ફળ કર્મ કર્યા વિના મળતું નથી. કર્મ અને ફળનો આ અવિચ્છેદ્ય સંબંધ જ આચારશાસ્ત્રનો પાયો છે. એ એક અલગ પ્રશ્ન છે કે વ્યક્તિનાં કર્મોનો સમાજ ઉપર શું પ્રભાવ પડે છે અને સમાજનાં કર્મો વ્યક્તિના જીવનનિર્માણમાં કેટલે અંશે જવાબદાર છે? એટલું નિશ્ચિત છે કે કર્મ કર્યા વિના કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. કારણ વિના કોઈ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. કર્મવાદનો અર્થ એ જ છે કે વર્તમાનનું નિર્માણ ભૂતના આધાર પર થાય છે અને ભવિષ્યનું નિર્માણ વર્તમાનના આધાર પર થાય છે. વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર વર્તમાન અને ભવિષ્યને પરિવર્તિત કરી શકે • WWW.jainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર છે, પરંતુ આ પરિવર્તન પણ કર્મવાદનું જ અંગ છે. જૈન પરંપરા નિયતિવાદમાં વિશ્વાસ ન કરતાં ઇચ્છાસ્વાતન્ત્યને મહત્ત્વ આપે છે પરંતુ એક સીમા સુધી. પ્રાણીની રાગદ્વેષાત્મક ભાવનાઓને જૈનદર્શનમાં ભાવકર્મ કહેવામાં આવેલ છે. ઉક્ત ભાવકર્મ દ્વારા આકર્ષાયેલા સૂક્ષ્મ ભૌતિક પરમાણુ દ્રવ્યકર્મ છે. આમ જૈનદર્શનનો કર્મવાદ ચૈતન્ય અને જડના સમ્મિશ્રણ દ્વારા અનાદિકાલીન પરંપરાથી વિધિવત્ આગળ ને આગળ ચાલતી એક જાતની દ્વન્દ્વાત્મક આંતરિક ક્રિયા છે. આ ક્રિયાના આધારે જ પુનર્જન્મનો વિચાર કરવામાં આવે છે. આ ક્રિયાની સમાપ્તિ જ મોક્ષ છે. જૈનદર્શનપ્રતિપાદિત ચૌદ ગુણસ્થાનો આ ક્રિયાનો ક્રમિક વિકાસ છે જે છેવટે આત્માના અસલ રૂપમાં પરિણત થઈ જાય છે. આત્માનું સ્વસ્વરૂપમાં અવસ્થાન એ જ જૈનદર્શનનું પરમાત્મપદ છે, પરમેશ્વરપદ છે. પ્રત્યેક આત્માની અંદર આ પદ પ્રતિષ્ઠિત છે. આવશ્યકતા છે તેને ઓળખવાની. ‘ને અપ્પા સે પરમપ્પા’ અર્થાત્ ‘જે આત્મા છે તે જ પરમાત્મા છે’— જૈન પરંપરાની આ ઘોષણા સામ્યદૃષ્ટિનું અન્તિમ સ્વરૂપ છે, સમભાવનો અન્તિમ વિકાસ છે, સમાનતાનો અન્તિમ દાવો છે. વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના પર જે ભાર આપવામાં આવ્યો છે તેમાંથી અનેકાન્તદૃષ્ટિનો જન્મ થયો છે. અનેકાન્તદૃષ્ટિ તત્ત્વને ચારે તરફથી દેખે છે. તત્ત્વનો સ્વભાવ જ એવો છે કે તે અનેક રીતે જાણી શકાય છે. વસ્તુને અનેક ધર્મો હોય છે. કોઈ વખત કોઈની દૃષ્ટિ કોઈ એક ધર્મ ઉપર ભાર આપે છે, કોઈ વખત કોઈ બીજાની દૃષ્ટિ કોઈ બીજા ધર્મ ઉપર ભાર આપે છે. તત્ત્વની દૃષ્ટિએ તે વસ્તુમાં બધા ધર્મો છે. તેથી વસ્તુને અનેકધર્માત્મક કહેવામાં આવી છે. અપેક્ષાભેદે દૃષ્ટિભેદનું પ્રતિપાદન કરવું અને તે દૃષ્ટિભેદને વસ્તુધર્મનો એક અંશ સમજવો એ જ અનેકાન્તવાદ છે. અપેક્ષાભેદને નજરમાં રાખીને અનેકધર્માત્મક તત્ત્વનું પ્રતિપાદન ‘સ્યાદ્’ શબ્દ દ્વારા થઈ શકે છે, તેથી અનેકાન્તવાદનું નામ સ્યાદ્વાદ પણ છે. સ્યાદ્વાદનો આ સિદ્ધાન્ત જૈનદર્શન ઉપરાંત અન્ય દર્શનોમાં પણ મળે છે. મીમાંસા, સાંખ્ય અને ન્યાયદર્શનમાં જ્યાં ત્યાં અનેકાન્તવાદ છૂટોછવાયો વીખરાયેલો મળે છે. બુદ્ધનો વિભયવાદ સ્યાદ્વાદનું જ નિષેધાત્મક રૂપાન્તર છે. આટલું હોવા છતાં કોઈ દર્શને સ્યાદ્વાદને સિદ્ધાન્તરૂપે સ્વીકાર્યો નથી. પોતાના પક્ષની સિદ્ધિને માટે તે તે દર્શનને જ્યાં ત્યાં સ્યાદ્વાદનો આશરો અવશ્ય લેવો પડ્યો છે, પરંતુ તેમણે સમજીવિચારીને સિદ્ધાન્ત તરીકે તેને આપનાવ્યો હોય એ વાત નથી. જૈન પરંપરાએ જેમ અહિંસા ઉપર અધિક ભાર આપ્યો છે તેવી જ રીતે અનેકાન્તવાદ ઉપર ૧. Predeterminism. ૨. Freedom of Will. ૭૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન ધર્મ-દર્શન પણ અત્યધિક ભાર આપ્યો છે. બીજા શબ્દોમાં, અનેકાન્તવાદ જૈનદર્શનનો પ્રાણ છે. જૈન પરંપરાનો પ્રત્યેક આચાર અને વિચાર અનેકાન્તદષ્ટિથી પ્રભાવિત છે. જૈન વિચારધારાનું કોઈ એવું ક્ષેત્ર નથી જેના ઉપર અનેકાન્તદૃષ્ટિની છાપ ન હોય. જૈન દાર્શનિકોએ આ વિષય પર એક નહિ પણ અનેક ગ્રન્થો લખ્યા છે. અનેકાન્તદૃષ્ટિના આધાર પર જ નયવાદનો વિકાસ થયો છે. સ્યાદ્વાદ અને નયવાદ જૈન પરંપરાની અમૂલ્ય સંપત્તિ છે. જૈન દાર્શનિક સાહિત્યની મુખ્ય આધારભૂત અનેકાન્તદૃષ્ટિની ભૂમિમાં ઉત્પન્ન થઈને આગળ વધનાર સ્યાદ્વાદ અને નયવાદ છે. આગમિક સાહિત્યથી શરૂ કરીને આજ સુધીનું સાહિત્ય સ્યાદ્વાદ અને નયવાદના મૌલિક સિદ્ધાન્તોથી ભરેલું છે. જૈન વિદ્વાનોનો આ દષ્ટિકોણ વિશ્વની દાર્શનિક પરંપરામાં અદ્વિતીય છે. જૈન દૃષ્ટિએ લોક વિશ્વનાં બધાં દર્શનો કોઈ ને કોઈ રીતે લોકનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરે છે. દાર્શનિક ખોજની પાછળ પ્રાયઃ એક જ હેતુ હોય છે અને તે હેતુ છે સંપૂર્ણ લોક. કોઈ પણ દાર્શનિક ધારા કેમ ન હોય, તે વિશ્વનું સ્વરૂપ સમજવા માટે જ નિરંતર આગળ વધતી રહે છે. એ બરાબર છે કે કોઈ ધારા કોઈ એક પાસા પર અધિક ભાર આપે છે અને કોઈ બીજી ધારા બીજા પાસા પર. પાસાંઓનો ભેદ રહેતો હોવા છતાં બધી ધારાઓનો વિષય તો લોક જ હોય છે. બધાં પાસાંઓ લોક અન્તર્ગત જ હોય છે. બીજા શબ્દોમાં, વિભિન્ન પાસાં અને સમસ્યાઓ લોકની જ સમસ્યાઓ હોય છે. જેને આપણે લોકો લોકોત્તર સમજીએ છીએ તે પણ હકીકતમાં લોક જ છે. લોકને સમજવાના દૃષ્ટિકોણ જેટલા વિભિન્ન હોય છે એટલી જ વિભિન્ન દાર્શનિક વિચારધારાઓ જગતમાં ઉત્પન્ન થતી રહે છે. જૈનદર્શનમાં લોકનું સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવ્યું છે : ગૌતમ ~~~ ભગવન્ લોક શું છે ? w મહાવીર ~ ગૌતમ ! લોક પંચાસ્તિકાયરૂપ છે. પંચાસ્તિકાય આ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ૧ ભગવતીસૂત્રગત ઉપરનો સંવાદ એ દેખાડેછે કે પાંચ અસ્તિકાયો જલોક છે. અહીં એક પ્રશ્ન થાય છે કે મહાવીરે લોકના સ્વરૂપમાં કાળની ગણના કેમ ન કરી? જૈનદર્શનના અન્ય કેટલાય ગ્રન્થમાં કાળનું સ્વતન્ત્ર અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં મહાવીરે લોકના સ્વરૂપને દર્શાવતી વખતે કાળને પૃથક્ કેમ ન ગણાવ્યો ? ૧. ભગવતીસૂત્ર, ૧૩.૪.૪૮૧, Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૭પ ખુદ ભગવતીસૂત્રમાં જ અન્ય સ્થાને કાળની સ્વતંત્રરૂપે ગણના કરવામાં આવી છે.' તો પછી ઉપરના સંવાદમાં કાળને સ્વતંત્રરૂપે કેમ નથી ગણાવ્યો? તે પ્રશ્નનું સમાધાન એ જ હોઈ શકે છે કે અહીં કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનીને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બન્ને અન્તર્ગત માની લીધો છે. જીવ અને અજીવ–ચેતન અને અચેતન બન્નેનું સ્વરૂપવર્ણન પરિવર્તન વિના અપૂર્ણ છે. પરિવર્તનનું બીજું નામ વર્તના પણ છે. વર્તના પ્રત્યેક દ્રવ્યનો આવશ્યક અને અનિવાર્ય ગુણ છે. વર્તનાના અભાવમાં દ્રવ્ય એકાન્તપણે નિત્ય બની જશે. એકાન્ત નિત્ય પદાર્થ અર્થક્રિયા કરી શકતો નથી. અર્થક્રિયાકારિત્વના અભાવમાં પદાર્થ અસત્ છે. આવી સ્થિતિમાં વર્તના - પરિણામ - ક્રિયા - પરિવર્તન દ્રવ્યનો આવશ્યક ધર્મ છે. પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિવર્તનશીલ છે, તેથી કાલને સ્વતન્ત્રદ્રવ્ય માનવાની કોઈ આવશ્યકતા નથી. બીજી વાત એ જણાય છે કે ભગવતીસૂત્રના ઉપર આપેલા સંવાદમાં અસ્તિકાયની દૃષ્ટિએ લોકનો વિચાર કરવામાં આવ્યો છે. જ્યાં કાળની સ્વતંત્ર સત્તા સ્વીકારવામાં આવી છે ત્યાં પણ તેને અસ્તિકાય નથી કહેવામાં આવ્યો. તેથી મહાવીરે પંચાસ્તિકાયમાં કાળની પૃથક ગણના કરી નથી. કાળવિષયક પ્રશ્નના આ બે સમાધાન હોઈ શકે છે. જ્યાં કાળની પૃથફ ગણના કરવામાં આવી છે ત્યાં છ દ્રવ્યો ગણાવ્યા છે. આ દ્રવ્યોનું સ્વરૂપ સમજતાં પહેલાં આપણે તત્ત્વનો અર્થ સમજી લઈએ તો સારું રહેશે. તત્ત્વનો સામાન્ય અર્થ સમજી લીધા પછી તત્ત્વના ભેદરૂપ દ્રવ્યોનું સ્વરૂપ સમજવું સુગમ બનશે. જૈનાચાર્યો સત્, તત્ત્વ, અર્થ, દ્રવ્ય, પદાર્થ, તત્ત્વાર્થ આદિ શબ્દો નો પ્રયોગ પ્રાયઃ એક જ અર્થમાં કરતા રહ્યા છે. જૈનદર્શનમાં તત્ત્વસામાન્ય માટે આ બધા શબ્દોનો પ્રયોગ થયો છે. અન્ય દર્શનોમાં આ શબ્દોનો એક જે અર્થમાં પ્રયોગ થયો હોય એવું મળતું નથી. વૈશેષિકસૂત્રમાં દ્રવ્ય આદિ છને પદાર્થ કહ્યા છે, પરંતુ અર્થસંજ્ઞા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોની જ રાખવામાં આવી છે. સત્તા સાથે સમવાયસંબંધ હોવાથી દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણને જ સત્ કહેવામાં આવ્યાં છે. ન્યાયસૂત્રમાં ગણાવવામાં આવેલાં પ્રમાણ વગેરે સોળ તત્ત્વોને માટે ભાષ્યકાર વાત્સ્યાયને સત્ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાંખ્ય પ્રકૃતિ અને પુરુષ આ બેને જ તત્ત્વ માને છે. આ પૃષ્ઠભૂમિને સમજી લીધા પછી આપણે તત્ત્વના સ્વરૂપને સમજવો ભણી ૧. ભગવતીસૂત્ર, ૨૫.૨; ૨૫.૪. ૨. વૈશેષિકસૂત્ર, ૧.૧.૪. ૩. એજન, ૮.૨ ૩. ૪. એજન, ૧.૧.૮. Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે જૈનદર્શન તત્ત્વ અને સત્ને એકાર્થક માને છે. દ્રવ્ય અને સત્માં પણ કોઈ ભેદ નથી, આ વાત ઉમાસ્વાતિના ‘સત્ દ્રવ્યનક્ષળમ્’ એ સૂત્રથી સિદ્ધ થાય છે. સર્વાર્થસિદ્ધિ અને શ્લોકવાર્તિકમાં આ સૂત્ર સ્વતન્ત્ર ઉપલબ્ધ થાય છે પરંતુ રાજવાર્તિકમાં આ વાત ઉત્થાનિકામાં કહેવામાં આવી છે. તત્ત્વાર્થભાષ્યમાં ઉપર્યુક્ત સૂત્ર ભાવરૂપે લખાયું છે. જે હો તે, ઉમાસ્વાતિ સત્ અને દ્રવ્યને એકાર્થક માનતા હતા. દ્રવ્યનું શું લક્ષણ છે ? તેના ઉત્તરમાં ઉમાસ્વાતિએ કહ્યું કે દ્રવ્યનું લક્ષણ સત્ છે. જે સત્ છે તે જ દ્રવ્ય છે. જે દ્રવ્ય છે તે અવશ્ય સત્ છે. સત્ અને દ્રવ્યનો આ સંબંધ તાદાત્મ્ય સંબંધ છે. બીજા શબ્દોમાં, સત્ અને દ્રવ્ય એક છે. તત્ત્વને ગમે તો સત્ કહો, ગમે તો દ્રવ્ય કહો. સત્તા સામાન્યની દૃષ્ટિએ બધું સત્ છે. જે કંઈ છે તે સત્ અવશ્ય છે, કારણ કે જે સત્ નથી તે છે કેવી રીતે ? અથવા જે અસત્ છે તે પણ અસત્૫ે સત્ છે, અન્યથા તે અસત્ નહીં રહે કા૨ણ કે જો અસત્ સત્ ન હોઈને અસત્ હોય તો તે સત્ બની જશે. બીજા શબ્દોમાં, સત્ જ અસત્ હોઈ શકે છે, કારણ કે અસત્ સત્નો નિષેધ છે. સર્વથા અસત્ની કલ્પના થઈ જ શકતી નથી. જેની કલ્પના નથી થઈ શકતી તેનું અસપે જ્ઞાન કેવી રીતે થઈ શકે ? જેનું જ્ઞાન ન થઈ શકે તે સત્ છે કે અસત્ એ નિર્ણય પણ નથી થઈ શકતો. તેથી જે કંઈ છે તે સત્ છે. જે સત્ છે તે જ અન્યરૂપે અસત્ હોઈ શકે છે. આ દૃષ્ટિકોણને સામે રાખીને કહેવામાં આવ્યું છે કે બધું એક છે, કારણ કે બધું સત્ છે. આ વાતને દીર્ઘતમા ઋષિએ ‘ સદ્ વિપ્રા નદુધા વન્તિ’૩ – સત્ તો એક છે પરંતુ વિદ્વાનો તેનું અનેક રીતે વર્ણન કરે છે આ રીતે કહી છે. સ્થાનાંગસૂત્રમાં આ સિદ્ધાન્તને બીજી રીતે સમજાવવામાં આવેલ છે. અહીં ‘એક આત્મા’ અને ‘એક લોક’ની વાત કહેવામાં આવી છે. જૈનદર્શનની આ માન્યતા અદ્વૈત આદર્શવાદની અત્યંત સમીપ આવી જાય છે. અન્તર એટલું જ છે કે અદ્વૈતવાદ ભેદની પારમાર્થિક સત્તા સ્વીકારતો નથી, જ્યારે જૈનદર્શન ભેદને પણ તે જ રીતે યથાર્થ અને સત્ માને છે જે રીતે અભેદને યથાર્થ અને સત્ માને છે. હેગલ અને બ્રેડલેના આદર્શવાદ અને જૈનદર્શનની આ માન્યતામાં અધિક સમાનતા છે કેમ કે તેઓ ભેદને મિથ્યા નથી કહેતા. આધ્યાત્મિકતા અને ભૌતિકતાનો ભેદ ત્યાં પણ ભેદની દીવાલ ખડી કરી દે છે. તેમ છતાં જૈનદિષ્ટ અને હેગલ તથા બ્રેડલેની દૃષ્ટિમાં ઘણી ૨ - ૭૬ ૧. તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯. ૨. સર્વમે સવિશેષાત્ । તત્ત્વાર્થભાષ્ય, ૧.૩૫. ૩. ઋગ્વેદ, ૧.૧૬૪.૪૬. ૪. સ્થાનાંગ, ૧.૧.૪. - Page #101 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર સમાનતા છે. જૈનદૃષ્ટિએ જીવ અને અજીવ બન્ને સમાનપણે સત્ છે. ન તો જીવ અજીવ બની શકે છે કે ન તો અજીવ જીવ બની શકે છે. બન્ને સત્ છે, પરંતુ બન્ને ભિન્ન સ્વભાવવાળા હોઈને જ સત્ છે. સત્તા તેમનો સ્વભાવભેદ દૂર કરી શકતી નથી, કેમ કે સ્વભાવભેદ સત્ છે, યથાર્થ છે, પારમાર્થિક છે. તત્ત્વ જડ અને ચેતન ઉભયરૂપે સત્ છે. જડ અને ચેતનને છોડીને સત્તા રહી શકતી નથી. સત્ત્નું સ્વરૂપ - સત્તા સ્વરૂપનું વિશ્લેષણ કરતાં તત્ત્વાર્થસૂત્રકારે કહ્યું છે કે સત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. આગળ જઈને આ જ વાતને ‘ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે' એ રીતે કહી છે. ઉત્પાદ અને વ્યયના સ્થાને પર્યાય આવ્યો અને પ્રૌવ્યના સ્થાને ગુણ આવ્યો. ઉત્પાદ અને વ્યય પરિવર્તનના સૂચક છે. ધ્રૌવ્ય નિત્યતાને સૂચવે છે. ગુણ નિત્યતાવાચક છે અને પર્યાય પરિવર્તનસૂચક. કોઈ પણ વસ્તુના બે રૂપ હોય છે એકતા અને અનેકતા, નિત્યતા અને અનિત્યતા, સ્થાયિત્વ અને અસ્થાયિત્વ, સદશતા અને વિસદશતા. તેમનામાંથી પ્રથમ પક્ષ ધ્રૌવ્યસૂચક છે - ગુણસૂચક છે. બીજો પક્ષ ઉત્પાદ અને વ્યયનો સૂચક છે · પર્યાયસૂચક છે. વસ્તુના સ્થાયિત્વમાં એકરૂપતા હોય છે, સ્થિરતા હોય છે. અસ્થાયિત્વ(પરિવર્તન)માં પૂર્વ રૂપનો વિનાશ થાય છે અને ઉત્તર રૂપની ઉત્પત્તિ થાય છે. વસ્તુના વિનાશ અને ઉત્પાદમાં વ્યય અને ઉત્પત્તિના રહેવા છતાં પણ વસ્તુ ન તો સર્વથા નાશ પામે છે કે ન તો સર્વથા નવીન ઉત્પન્ન થાય છે. વિનાશ અને ઉત્પાદની વચ્ચે એક પ્રકારની સ્થિરતા રહે છે જે ન તો ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે. આ જે સ્થિરતા યા એકરૂપતા છે તે જ ધ્રૌવ્ય છે, નિત્યતા છે. તેને ‘તજ્ઞાવાવ્યય’કહે છે. આ જ નિત્યનું લક્ષણ છે. આચાર્ય કુન્દકુન્દે દ્રવ્યની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - - જે અપરિત્યક્ત સ્વભાવવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે તથા જે ગુણ અને પર્યાયથી યુક્ત છે તે જ દ્રવ્ય છે. દ્રવ્ય અને સત્ એક જ છે, તેથી આ જ લક્ષણ સત્ત્નું પણ છે. તત્ત્વાર્થસૂત્રનાં ‘ઉત્પાવ્યયધ્રૌવ્યયુ સત્' ‘મુળપર્યાયવષ્યમ્’ અને ‘તદ્રાવાવ્યયં નિત્યક્’ આ ત્રણે સૂત્રોને એક જ ગાથામાં Anda.com ૧. તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯. ૨. એજન, ૫.૩૭. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૦, ४. अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणवं च सपज्जायं, जं तं दव्वं त्ति वुच्चति ॥ 668 - – પ્રવચનસાર, ૨.૩. Page #102 -------------------------------------------------------------------------- ________________ ७८ જૈન ધર્મ-દર્શન નિબદ્ધ કરવામાં આવ્યાં છે. સત્તાનું લક્ષણ દર્શાવતાં બીજે સ્થાને તેમણે આ જ વાત લખી છે. આમ જૈનદર્શનમાં સત્ એકાન્તપણે નિત્ય કે અનિત્ય નથી મનાયું. તે કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે. ગુણ અથવા અન્વયની અપેક્ષાએ તે નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિએ તે અનિત્ય છે. કૂટસ્થનિત્ય હોતાં તેમાં જરા પણ પરિવર્તન ન થઈ શકે અને સર્વથા અનિત્ય હોતાં તેમાં જરા પણ એકરૂપતા ન હોઈ શકે. આવી સ્થિતિમાં વસ્તુ નિત્ય અને અનિત્ય ઉભયાત્મક હોવી જોઈએ. જૈનદર્શનસમ્મત આ લક્ષણ અનુભવ સાથે અવ્યભિચારી છે, અર્થાત્ અનુભવિવરોધી નથી. —- જૈનદર્શન સદસત્કાર્યવાદી છે, તેથી તે ઉત્પાદની વ્યાખ્યા આ રીતે કરે છે સ્વજાતિનો પરિત્યાગ કર્યા વિના ભાવાન્તરનું ગ્રહણ ઉત્પાદ છે. માટીનો પિંડ ઘટપર્યાયમાં પરિણત થતો હોવા છતાં પણ તે ઘટપર્યાય માટી જ રહે છે. માટીરૂપ જાતિનો પરિત્યાગ કર્યા વિના ઘટરૂપ ભાવાન્તરનું જે ગ્રહણ છે તે જ ઉત્પાદ છે. તેવી જ રીતે વ્યયનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે સ્વજાતિનો પરિત્યાગ કર્યા વિના પૂર્વભાવનો જે વિગમ તે વ્યય છે. ઘટની ઉત્પત્તિમાં પિંડની આકૃતિનો વિગમ એ વ્યયનું ઉદાહરણ છે. પિંડ જ્યારે ઘટ બને છે ત્યારે તેની પૂર્વીકૃતિનો વ્યય થઈ જાય છે. આ વ્યયમાં માટી તો જેમની તેમ રહે છે, કેવળ પૂર્વીકૃતિનો (પિંડાકૃતિનો) નાશ થાય છે. અર્થાત્ માટીનો પર્યાય (આકાર) બદલાઈ જાય છે, માટી તો એની એ જ રહે છે. અનાદિ પારિણામિક સ્વભાવના કારણે વસ્તુનો સર્વથા નાશ ન થવો એ ધ્રુવત્વ છે. ઉદાહરણ માટે પિંડ વગેરે અવસ્થાઓમાં માટીનો જે અન્વય છે તે ધ્રૌવ્ય છે. આ ત્રણે દશાઓનાં જે ઉદાહરણો આપવામાં આવ્યાં છે તે કેવળ સમજવા માટે છે. માટી હમેશાં માટી જ રહે એ આવશ્યક નથી. જૈનદર્શન પૃથ્વી વગેરે પરમાણુઓને નિત્ય માનતું નથી. પરમાણુ એક અવસ્થાને છોડી બીજી અવસ્થાને ગ્રહણ કરી શકે છે. જડ અને ચેતનનો જે વિભાગ છે તે તથા જીવનો ભવ્ય અને અભવ્ય એવો જે વિભાગ છે તે નિત્ય કહી શકાય. ૨ સત્ અને દ્રવ્યને એકાર્થક માનવાની પરંપરા પર દાર્શનિક દૃષ્ટિનો પ્રભાવ જણાય છે. જૈન આગમોમાં સત્ શબ્દનો પ્રયોગ દ્રવ્યના લક્ષણ તરીકે થયો છે. ત્યાં દ્રવ્યને જ તત્ત્વ કહેવામા આવેલ છે અને સત્તા સ્વરૂપનું પૂરું વર્ણન દ્રવ્યવર્ણન તરીકે આપવામાં આવ્યું છે. અનુયોગદ્વારસૂત્રમાં તત્ત્વનું સામાન્ય લક્ષણ દ્રવ્ય મનાયું છે અને વિશેષ ૧. સત્તા સવ્વપયસ્થા, વિસ્તરવા અનંતપન્નાયા । भंगुप्पादधुवत्ता, सप्पडिवक्खा हवदि एक्का ॥ ૨. સર્વાર્થસિદ્ધિ, પ.૩૦. —પંચાસ્તિકાયસાર, ગાથા ૮. Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર લક્ષણ તરીકે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય મનાયાં છે. વાચક ઉમાસ્વાતિએ આગમિક માન્યતાને દર્શનના સ્તર ઉપર લાવીને દ્રવ્યને સત કહ્યું. તેમની નજરમાં સત્ અને દ્રવ્યમાં કોઈ જ ભેદ ન હતો. આગમની માન્યતા અનુસાર પણ સત્ અને દ્રવ્યમાં કોઈ ભેદ નથી. પરંતુ આ સિદ્ધાન્તનું આગમકાળમાં સુસ્પષ્ટ પ્રતિપાદન થઈ શક્યું નથી. ઉમાસ્વાતિએ દાર્શનિક પુટ દઈને તેને સ્પષ્ટ કર્યો. “સંત” શબ્દનો અર્થ વાચક ઉમાસ્વાતિએ અન્ય પરંપરાઓથી જુદો રાખ્યો છે. ન્યાય-વૈશેષિક આદિ વૈદિક પરંપરાઓ સત્તાને કૂટસ્થનિત્ય માને છે. આ પરંપરાઓ અનુસાર સત્તા સર્વદા એકરૂપ રહે છે. તેનામાં જરા પણ પરિવર્તનની સંભાવના નથી.જે પરિવર્તિત થાય છે તે સત્તા ન હોઈ શકે. બીજા શબ્દોમાં, નૈયાયિક અને વૈશેષિક સત્તાને સામાન્ય નામનો એક ભિન્ન પદાર્થ માને છે જે સર્વથા એકરૂપ રહે છે, કૂટસ્થનિત્ય છે, અપરિવર્તનશીલ છે. તેનાથી ઊલટું વાચક ઉમાસ્વાતિએ સતને કેવળ નિત્ય નથી માન્યું પરંતુ પરિવર્તનશીલ પણ માન્યું છે. ઉત્પાદ, વ્યય અને બ્રોવ્ય ત્રણેનો અવિરોધી સમન્વય જ સતનું લક્ષણ છે. ઉત્પાદ અને વ્યય અનિત્યતાના સૂચક છે તથા ધ્રૌવ્ય નિત્યતાનું સૂચક છે. નિત્યતાનું લક્ષણ ફૂટસ્થનિત્ય નથી પણ તભાવાવ્યય છે. તભાવાયનો અર્થ શું છે એ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જે પોતાના ભાવને નતો વર્તમાનમાં છોડે છે કે ન તો ભવિષ્યમાં છોડશે તે નિત્ય છે અને તે જ તદુભાવાવ્યાં છે. ઉત્પાદ અને વ્યયની વચ્ચે જે હમેશાં રહે છે તે તભાવાવ્યાં છે. સત્તા નામનો કોઈ ભિન્ન પદાર્થ નથી જે હમેશાં એકસરખો રહેતો હોય. વસ્તુ પોતે જ ત્રયાત્મક છે. તત્ત્વ સ્વભાવથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. પદાર્થ સ્વતઃ સત્ છે. સત્તા સામાન્ય સાથે સંબંધના કારણે સતુ માનવામાં અનેક દોષોનો સામનો કરવો પડે છે. જે સત્ છે તે જ પદાર્થ છે કેમ કે જે સતુ ન હોય અને છતાં પણ પદાર્થ હોય એ તો પરસ્પર વિરોધી વાત છે. જે સર્વથા અસત્ છે તે સત્તા સાથેના સંબંધથી પણ સત્ ન બની શકે, જેમ કે ગગનારવિન્દ. સત અને અસથી ભિન્ન કોઈ એવી કોટિ નથી જેમાં પદાર્થને રાખી શકાય. તેથી દ્રવ્ય ન તો સ્વતઃ સત્ છે કે ન તો સ્વતઃ અસત્ છે પરંતુ સત્તા સાથેના સંબંધથી તે સત્ છે એમ કહેવું બરાબર નથી. દ્રવ્ય સત હોય તો જ દ્રવ્ય હોઈ શકે છે. જે સત ન હોય તે દ્રવ્ય ન હોઈ શકે. સત્તા નામનો કોઈ એવો પદાર્થ ઉપલબ્ધ નથી થતો જેની સાથેના સંબંધથી દ્રવ્ય સત્ બની જતું હોય. કદાચ એવો પદાર્થ માની પણ લઈએ ૧. વિસા શ્વે, વિહિપ નીવચ્ચે નીવડ્યું સૂત્ર ૧૨૩. ૨. યત્ તો માવીત્ર વ્યતિ વ્યતિ તન્નિત્યમ્ | તત્ત્વાર્થભાષ્ય, ૫.૩૦. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન ધર્મ-દર્શન તો પણ સમસ્યા ઉકલી શકતી નથી કેમ કે તે પદાર્થનું પોતાનું અસ્તિતત્વ જોખમમાં છે. તે સ્વતઃ સત છે કે નહિ? જો તે સ્વતઃ સતું હોય તો “પદાર્થ સત્તા સાથેના સંબંધમાં આવવાથી જ સત્ બને છે” એ સિદ્ધાન્ત ખંડિત થઈ જાય છે. જો તે સ્વતઃ સતુ ન હોય અને તેની સત્તા માટે બીજી કોઈ સત્તાની આવશ્યકતા રહેતી હોય તો અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. આવી પરિસ્થિતિમાં તો એ જ સારું છે કે પ્રત્યેક પદાર્થને સ્વભાવથી જ સત્ માનવામાં આવે તથા સત્ અને પદાર્થમાં કોઈ ભેદ માનવામાં ન આવે. દ્રવ્ય અને પર્યાય દ્રવ્ય શબ્દના અનેક અર્થો થાય છે. તે અર્થોમાંથી સત, તત્ત્વ અથવા પદાર્થપરક અર્થ પર આપણે વિચાર કરી ચૂક્યા છીએ. જૈન સાહિત્યમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ સામાન્ય માટે પણ થયો છે. જાતિ અથવા સામાન્યને પ્રગટ કરવા માટે દ્રવ્ય અને વ્યક્તિ અથવા વિશેષને પ્રગટ કરવા માટે પર્યાય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દ્રવ્ય અથવા સામાન્ય બે પ્રકારનું છે–તિર્યકુ સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય. એક જ કાળે અનેક દેશોમાં રહેલા અનેક પદાર્થોમાં જે સમાનતાની અનુભૂતિ થાય છે તે તિર્યક સામાન્ય છે. જ્યારે આપણે કહીએ છીએ જીવ અને અજીવ બન્ને સત છે, તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે ત્યારે આપણો અભિપ્રાય તિર્યક્ર સામાન્યથી છે. આપણે કહીએ છીએ કે જીવના બે પ્રકાર છે–સંસારી અને સિદ્ધ. સંસારી જીવના પાંચ ભેદ છે – અકેન્દ્રિય, હીન્દ્રિય આદિ. પુદ્ગલના ચાર પ્રકાર છે – સ્કન્ધ, સ્કન્ધદેશ, સ્કન્ધપ્રદેશ અને પરમાણુ. આ રીતે અન્ય પ્રકારના સામાન્યમૂલક ભેદોમાં તિર્યકુ સામાન્ય અભિપ્રેત છે. એક જાતિનો જ્યાં નિર્દેશ હોય છે, અનેક વ્યક્તિઓમાં એક સામાન્ય જયાં વિવક્ષિત હોય છે ત્યાં તિર્યફ સામાન્ય સમજવું જોઈએ. - જ્યારે કાલકત અનેક અવસ્થાઓમાં કોઈ વિશેષ દ્રવ્યનો અન્વય યા એકત્વ વિવક્ષિત હોય, એક વિશેષ પદાર્થની અનેક અવસ્થાઓની એકતા યાધ્રુવતા અપેક્ષિત હોય ત્યારે તે એકત્વ અથવા ધ્રુવતાના સૂચક અંશને ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કહેવામાં આવે છે કે જીવ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે? અને પર્યાયાર્થિક દૃષ્ટિએ અશાશ્વત છે ત્યારે જીવદ્રવ્યનો અર્થ ઊર્ધ્વતા સામાન્ય છે. જ્યારે કહેવામાં આવે છે કે અત્રુચ્છિત્તિ નયની અપેક્ષાએ નારક શાશ્વત છે ત્યારે અશ્રુચ્છિત્તિ નયનો વિષય જીવ ઊર્ધ્વતા સામાન્ય તરીકે વિવક્ષિત છે. આ રીતે જ્યાં ૧. ભગવતીસૂત્ર, ૭.૨.૨૭૩. ૨. એજન, ૭.૩. ૨૭૯. Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૮૧ કોઈ જીવવિશેષની યા પદાર્થવિશેષની અનેક અવસ્થાઓનું વર્ણન કરવામાં આવે છે ત્યાં એકત્વ અથવા અન્વયસૂચક પદ ઊર્ધ્વતા સામાન્યની દષ્ટિએ પ્રયોજાય છે. જેમ દ્રવ્ય યા સામાન્યના બે પ્રકાર છે તેમ પર્યાય અથવા વિશેષના પણ બે પ્રકાર છે. તિર્યક સામાન્ય સાથે રહેતા વિશેષો તિર્યફ વિશેષો છે અને ઊર્ધ્વતા સામાન્યને આશ્રિત પર્યાયો ઊર્ધ્વતા વિશેષો છે. અનેક દેશોમાં જે ભિન્ન ભિન્ન દ્રવ્યોયા પદાર્થવિશેષો છે તે તિર્યફ સામાન્યના પર્યાયો છે. તે તિર્યકુ વિશેષો છે. અનેક કાળોમાં એક જદ્રવ્યની અર્થાત્ ઊર્ધ્વતા સામાન્યની જે વિભિન્ન અવસ્થાઓ છે-જે અનેક વિશેષો યા પર્યાયો છે તે ઊર્ધ્વતા વિશેષો છે. જીવપર્યાયો કેટલા છે? તેના ઉત્તરમાં મહાવીરે કહ્યું કે જીવપર્યાયો અનન્ત છે. તે કેવી રીતે? તેનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું કે અસંખ્યાત નારક છે, અસંખ્યાત અસુરકુમાર છે, યાવત્ અસંખ્યાત સ્વનિતકુમાર છે, અસંખ્યાત પૃથ્વીકાય છે, યાવતુ અસંખ્યાત વાયુકાય છે, અનન્ત વનસ્પતિકાય છે, અસંખ્યાત દ્વિીન્દ્રિય છે, યાવત્ અસંખ્યાત મનુષ્ય છે, અસંખ્યાત વાણવ્યન્તર છે, યાવત્ અનન્ત સિદ્ધ છે. આ જ કારણ છે કે જીવપર્યાયો અનન્ત છે. આ ચર્ચામાં જે પર્યાયો વિવક્ષિત છે તે તિર્યફ વિશેષની અપેક્ષાએ છે કેમ કે આ પર્યાયો અનેક દેશોમાં રહેનારા વિભિન્ન જીવો સાથે સંબંધિત છે. તેમનામાં બધા જીવોનો સમાવેશ થઈ જાય છે, તેથી અનેક જીવાશ્રિત પર્યાયો હોવાથી તિર્યફ વિશેષો છે. ઊર્ધ્વતા વિશેષની દષ્ટિએ વિચારતાં વિશેષનો આધાર બીજો થઈ જાય છે. જો આપણે કહીએ કે પ્રત્યેક જીવના અનન્ત પર્યાય છે અને કોઈ જીવવિશેષના વિષયમાં વિચારીએ તો આપણો દષ્ટિકોણ ઊર્ધ્વતા વિશેષને વિષય કરે છે. ઉદાહરણ તરીકે એક નારક જીવને લઈએ. તેના અનન્ત પર્યાયો થાય છે. જીવસામાન્યના અનન્ત પર્યાયોનું કથન તિર્લફસામાન્યાશ્રિત પર્યાયની દૃષ્ટિએ છે પરંતુ કોઈએક જીવવિશેષ નારક આદિના અનન્ત પર્યાયોનું કથન ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાયની દૃષ્ટિએ છે. એક નારકવિશેષના અનન્ત પર્યાયો કેવી રીતે હોઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે: એક નારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ સ્યાત ચતુઃસંસ્થાનથી હન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ ચતુઃસંસ્થાનથી અધિક છે. સ્થિતિની અપેક્ષાએ અવગાહના સમાન છે પરંતુ શ્યામવર્ણપર્યાયની અપેક્ષાએ સ્યાત્ ષસ્થાન હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ ષટ્રસ્થાન અધિક છે. આ રીતે બાકીના વર્ણપર્યાયો, બેય ગધેપર્યાયો, પાંચ રસપર્યાયો, આઠ સ્પર્શપર્યાયો, મતિજ્ઞાન અને મત્યજ્ઞાનપર્યાય, શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનપર્યાય, અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનપર્યાય, ચક્ષુદર્શનપર્યાય, અચક્ષુદર્શનપર્યાય, અવધિ૧. એજન, ૨૫.૫. - - - - - - - - - Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ જૈન ધર્મ-દર્શન દર્શનપર્યાય – આ બધા પર્યાયોની અપેક્ષાએ સ્યાત્ ષસ્થાનપતિત હીન છે, ચાત તુલ્ય છે, યાત્ ષસ્થાનપતિત અધિક છે. તેથી નારકના અનન્ત પર્યાયો કહેવામાં આવે છે. દ્રવ્યદૃષ્ટિએ પ્રત્યેકનારક સમાન છે. આત્માના પ્રદેશો પણ દરેકના અસંખ્યાત છે. શરીરની દષ્ટિએ એક નારકનું શરીર બીજા નારકના શરીરથી નાનું પણ હોઈ શકે છે, સમાન પણ હોઈ શકે છે અને મોટું પણ હોઈ શકે છે, શરીરની અસમાનતા અસંખ્યાત પ્રકારની હોઈ શકે છે. સર્વજઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ બરાબર હશે. ક્રમશઃ એક એક ભાગની વૃદ્ધિ દ્વારા સર્વોત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ સુધી પહોંચે છે. તેની વચ્ચેના પ્રકારો અસંખ્યાત હશે. તેથી અવગાહનાની અપેક્ષાએ નારકના અસંખ્યાત પ્રકારો હોઈ શકે છે. આ જ વાત આયુના અંગે પણ કહી શકાય છે. આ તો સામાન્ય વાત થઈ. એક નારકના જે અનન્ત પર્યાયો કહેવામાં આવ્યા છે તે કેવી રીતે? શરીર અને આત્માને કથંચિત્ અભિન્ન માનીને વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શને પણ નારકના પર્યાયો ગણી વિચારવામાં આવે તો નારકના અનન્ત પર્યાયો હોઈ શકે છે. તેનું કારણ એ છે કે કોઈ પણ ગુણના અનન્ત ભેદો માનવામાં આવ્યા છે. જો આપણે કોઈ એક વર્ણને લઈએ અને કોઈ ભાગ એકગુણ શ્યામ હોય, કોઈ દ્વિગુણ શ્યામ હોય, કોઈ ત્રિગુણ શ્યામ હોય અને આમ તેનો અનન્તમો ભાગ અનન્તગુણ શ્યામ હોય તો વર્ણના અનન્ત પર્યાયો સિદ્ધ થઈ શકે છે. અન્ય વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શની બાબતમાં પણ આ જ વસ્તુ ઘટાવી શકાય. આ તો ભૌતિક અથવા પગલિક ગુણોની વાત થઈ. જ્ઞાન આદિ આત્મગુણોની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. આત્માના જ્ઞાન આદિ ગુણની તરતમતાની માત્રાઓનો વિચાર કરવાથી અનન્તપ્રકારતાની સિદ્ધિ થઈ શકે છે. આ બધા ભેદો એક નારકમાં કાલભેદે ઘટે છે. ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાય કાલભેદના આધારે જ થાય છે. એક જીવ કાલભેદે અનેક પર્યાયોને ધારણ કરે છે. આ પર્યાયો ઊર્ધ્વતા સામાન્યાશ્રિત વિશેષો છે. આ જ ઊર્ધ્વતા વિશેષનું લક્ષણ છે. દ્રવ્યના ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાયોને પરિણામ કહેવામાં આવે છે. ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં આ જાતના પરિણામોનું વર્ણન છે. વિશેષ અને પરિણામ બન્ને દ્રવ્યના પર્યાયો છે કારણ કે બન્ને પરિવર્તનશીલ છે. પરિણામમાં કાલભેદની પ્રધાનતા હોય છે જયારે વિશેષમાં દેશભેદની પ્રધાનતા હોય છે. જે કાળની દૃષ્ટિએ પરિણામો છે તે જ દેશની દૃષ્ટિએ વિશેષો છે. આમ પર્યાય, વિશેષ, પરિણામ, ઉત્પાદ અને વ્યય પ્રાય: એકાર્થક છે. દ્રવ્યવિશેષની વિવિધ અવસ્થાઓમાં આ બધા શબ્દોનો સમાવેશ થઈ જાય છે. ૧. પ્રજ્ઞાપના, ૫.૨૪૮. Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૮૩ દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ સમજી લીધા પછી એ જાણવું પણ આવશ્યક છે કે દ્રવ્ય અને પર્યાયનો સંબંધ શું છે? દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે કે અભિન્ન? આ પ્રશ્નને સામે રાખીને મહાવીરે જે વિચારો આપણી આગળ રજૂ કર્યા છે તેમના ઉપર એક સામાન્ય નજર નાખવી ઠીક રહેશે. ભગવતીસૂત્રમાં પાર્શ્વનાથના શિષ્યો અને મહાવીરના શિષ્યો વચ્ચે થયેલા એક વિવાદનું વર્ણન છે. પાર્શ્વનાથના શિષ્યો કહે છે કે તેમના પ્રતિપક્ષીઓ સામાયિકનો અર્થ જાણતા નથી. મહાવીરના શિષ્યો તેમને સમજાવે છે – આત્મા જ સામયિક છે. આત્મા જ સામાયિકનો અર્થ છે. અહીં આત્મા એક દ્રવ્ય છે અને સામાયિક આત્માની એક વિશેષ અવસ્થા છે અર્થાતુ પર્યાય છે. સામાયિક આત્માથી મશનથી અર્થાત પર્યાય દ્રવ્યથી ભિન્ન નથી. આ દ્રવ્ય અને પર્યાયની અભેદદષ્ટિ છે. આ દૃષ્ટિનું સમર્થન આપેક્ષિક છે. કોઈ અપેક્ષાએ આત્મા અને સામાયિક એક છે કેમ કે સામાયિક આત્માની જ એક અવસ્થા છે–આત્મપર્યાય છે, તેથી સામાયિક આત્માથી અભિન્ન છે. અન્યત્રદ્રવ્ય અને પર્યાયના ભેદનું પણ સમર્થન કરવામાં આવ્યું છે. “અસ્થિર પર્યાયનો નાશ થવા છતાં પણ દ્રવ્ય સ્થિર રહે છે આ વાક્યમાં ભેદદષ્ટિ સ્પષ્ટ ઝળકે છે. જો દ્રવ્ય અને પર્યાયનો સર્વથા અભેદ હોત તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાત. આનો અર્થ એ કે પર્યાય જ દ્રવ્ય નથી. દ્રવ્ય અને પર્યાય કથંચિત્ ભિન્ન પણ છે. દ્રવ્યના પર્યાયો બદલાતા રહે છે પરંતુ દ્રવ્ય પોતે બદલાતું નથી. દ્રવ્યનો ગુણ પણ નાશ પામતો નથી, ભલે ને તેની અવસ્થાઓ નાશ પામતી રહે અને ઉત્પન્ન થતી રહે. પર્યાયદષ્ટિની પ્રધાનતાથી દ્રવ્ય અને પર્યાયના ભેદનું સમર્થન કરી શકાય છે અને દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતાથી દ્રવ્ય અને પર્યાયના અભેદની પુષ્ટિ કરી શકાય છે. દષ્ટિભેદ દ્વારા દ્રવ્ય અને પર્યાયના ભેદ અને અભેદની કલ્પના કરવી જ મહાવીરને અભીષ્ટ હતી. આ રીતે આત્મા અને જ્ઞાનની બાબતમાં પણ મહાવીરે એ જ વાત કહી છે. જ્ઞાન આત્માનો એક પરિણામ છે. તે સદૈવ બદલાતો રહે છે. જ્ઞાનની અવસ્થાઓમાં પરિવર્તન થતું રહે છે પરંતુ આત્મદ્રવ્ય તો તેનું તે જ રહે છે. આવી પરિસ્થિતિમાં જ્ઞાન અને આત્મા ભિન્ન છે. આત્માથી ભિન્ન સ્વતન્ન સત્તા જ્ઞાનની નથી. તે આત્માની જ એક વિશેષ અવસ્થા છે. આ દષ્ટિએ જ્ઞાન અને આત્મા અભિન્ન છે. જો આત્મા અને જ્ઞાનનો એકાત્ત અભેદ હોત તો જ્ઞાનના નાશની સાથે સાથે આત્માનો પણ નાશ થઈ ૧. આયા !સામારૂપ ગયા ને ઉજ્જો! સામારૂ મા ભગવતીસૂત્ર, ૧૯.૭૯ ૨. તે નૂમાં અંતે રે પોટ્ટ, નો fથરે પોટ્ટા એજન. ૩. આચારાંગ, ૧.૫.૫. Page #108 -------------------------------------------------------------------------- ________________ ८४ જૈન ધર્મ-દર્શન જાત. આ પરિસ્થિતિમાં એક શાશ્વત આત્મદ્રવ્યની ઉપલબ્ધિ ન થાત. જો જ્ઞાન અને આત્માનો એકાન્ત ભેદ હોત તો એક વ્યક્તિના જ્ઞાન અને બીજી વ્યક્તિના જ્ઞાનમાં કોઈ અંતર ન રહેત. એક વ્યક્તિના જ્ઞાનની સ્મૃતિ બીજી વ્યક્તિને થાત અથવા તે વ્યક્તિના જ્ઞાનનું સ્મરણ ખુદ તેને પણ ન થઈ શકત. આવી પરિસ્થિતિમાં જ્ઞાનના ક્ષેત્રમાં અરાજકતા અને અવ્યવસ્થા વ્યાપી જાત. તેથી જ્ઞાન અને આત્માનો કથંચિત ભેદ અને કથંચિત અભેદ માનવો જ ઉચિત છે. દ્રવ્યદૃષ્ટિએ જ્ઞાન અને આત્માનો અભેદ માનવો જોઈએ અને પર્યાયદષ્ટિએ બન્નેનો ભેદ માનવો જોઈએ. આત્માના આઠ ભેદોની વાત ભગવતીસૂત્રમાં કહેવામાં આવી છે. ગૌતમ મહાવીરને પૂછે છે - હે ભગવન્! આત્માના કેટલા પ્રકાર છે? મહાવીર ઉત્તર આપે છે– હે ગૌતમ! આત્મા આઠ પ્રકારનો કહેવાયો છે. તે આઠ પ્રકારો આ છે– દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. આ ભેદ દ્રવ્ય અને પર્યાય બન્ને દષ્ટિઓથી છે. દ્રવ્યાત્મા દ્રવ્યદૃષ્ટિએ છે અને બાકીના સાત પર્યાયદૃષ્ટિએ છે. આ જાતની અનેક ચર્ચાઓ જૈન દાર્શનિક સાહિત્યમાં મળે છે જેમના દ્વારા દ્રવ્ય અને પર્યાયના સંબંધની જાણકારી થાય છે. દ્રવ્ય અને પર્યાય પરસ્પર એવી રીતે સમ્બદ્ધ છે કે એકના વિના બીજાનું અસ્તિત્વ અસંભવ છે. જેવી રીતે દ્રવ્યરહિત પર્યાય ઉપલબ્ધ થવો શક્ય નથી તેવી જ રીતે પર્યાયરહિત દ્રવ્યનું ઉપલબ્ધ થવું અશક્ય છે. જ્યાં પર્યાય હશે ત્યાં દ્રવ્ય અવશ્ય હશે જ અને જ્યાં દ્રવ્ય હશે ત્યાં તેનો કોઈને કોઈ પર્યાય અવશ્ય હશે જ. ભેદભેદવાદ | દાર્શનિક ક્ષેત્રમાં ભેદ અને અભેદને લઈને મુખ્ય ચાર પક્ષ બની શકે છે. એક પક્ષ કેવળ ભેદનું સમર્થન કરે છે, બીજો પક્ષ કેવળ અભેદને સ્વીકારે છે, ત્રીજો પક્ષ ભેદ અને અભેદ બન્નેને માને છે અને ચોથો પક્ષ ભેદવિશિષ્ટ અભેદનું સમર્થન કરે છે. ભેદવાદી કોઈ પણ પદાર્થમાં અન્વય માનતો નથી. તે પ્રત્યેક ક્ષણે ભિન્ન ભિન્નતત્ત્વ અને ભિન્ન ભિન્ન જ્ઞાનની સત્તામાં વિશ્વાસ કરે છે. એની દૃષ્ટિમાં ભેદને છોડીને કોઈ પણ પ્રકારનું તત્ત્વ નિર્દોષ નથી હોતું. જ્યાં ભેદ છે ત્યાં જ વાસ્તવિકતા છે. ભારતીય દર્શનમાં વૈભાષિક અને સૌત્રાન્તિક આ પક્ષના પ્રબળ સમર્થક છે. તે ક્ષણભંગવાદને જ १. कहविहा णं भन्ते आया पण्णत्ता ? गोयमा ! अट्ठविहा आया पण्णत्ता । तं जहा - दवियाया, कसायाया, जोगाया, उवओगाया, णाणाया, दंसणाया, चरित्ताया, वीरियाया। ભગવતીસૂત્ર, ૧૨.૧૦.૪૬૬. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૫ તત્ત્વવિચાર અંતિમ સત્ય માને છે. પ્રત્યેક વસ્તુ ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણે પદાર્થની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. કોઈ પણ વસ્તુ સ્થાયી નથી. જ્યાં સ્થાયિત્વ ન હોય ત્યાં અભેદ કેવો? ન જ હોઈ શકે. જ્ઞાન અને વસ્તુ બન્ને ક્ષણિક છે. જેને આપણે આત્મા કહીએ છીએ તે પંચસ્કન્ધથી અતિરિક્ત બીજું કંઈ નથી. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ આ પાંચ સ્કન્ધોનો સમુદાય જ આત્મા છે. જેને આપણે બાહ્ય પદાર્થ કહીએ છીએ તે ક્ષણિક પરમાણુપુંજ સિવાય બીજું કંઈ પણ નથી. આ સમુદાયવાદ બૌદ્ધ દર્શનમાં સંઘાતવાદના નામે પ્રસિદ્ધ છે. ભિન્ન ભિન્ન નિરંશ તત્ત્વોનો સમુદાય સંઘાત કહેવાય છે. આત્મા નામનું કોઈ એક અખંડ અને સ્થાયી દ્રવ્ય નથી. આને અનાત્મવાદ યા પુગલબૈરામ્ય કહેવામાં આવેલ છે. બાહ્ય પદાર્થ ક્ષણિક અને નિરંશ પરમાણુઓનો એક સમુદાય માત્ર છે. આનું નામ ધર્મનરામ્ય છે. આ વાત દેશની અપેક્ષાએ થઈ. તેવી જ રીતે કાળની અપેક્ષાએ સન્તાનવાદનું સમર્થન કરવામાં આવે છે. ચિત્ત અને પરમાણુની સત્તતિ જોઈને આપણે “આ તે જ છે' એવું કહીએ છીએ. વાસ્તવમાં આ આ છે અને તે તે છે. જ્યારે બધું જ ક્ષણિક છે ત્યારે આ તે કેવી રીતે હોઈ શકે? આપણો જે બધો વ્યવહાર છે તે સઘળો સંઘાતવાદ અને સત્તાનવાદપર આશ્રિત છે. સંઘાતવાદથી દેશીય એકતાનો બોધ થાય છે અને સત્તાનવાદથી કાલિક એકતાનું જ્ઞાન થાય છે. અભેદ અથવા અન્વય સત્તાનજન્ય છે. હકીકતમાં, પ્રત્યેક જ્ઞાન અને પ્રત્યેક પદાર્થ નિરંશ અને ભિન્ન છે. એકતા સંતાન સિવાય બીજું કંઈ નથી. સત્તાનપરંપરાથી કેટલાક સમાન પદાર્થો જોઈ તેમનામાં આપણે એકતાનો આરોપ કરી દઈએ છીએ. વાસ્તવમાં બધું ક્ષણિક છે અને એકબીજાથી અત્યન્ત ભિન્ન છે. પરિવર્તનની શીધ્રતા એકતા યા અન્વયની બ્રાન્તિ ઉત્પન્ન કરે છે. પ્રત્યેક વસ્તુ એટલી તીવ્ર ગતિથી પરિવર્તન પામતી રહે છે કે આપણને પરિવર્તનનું ભાન થઈ શકતું નથી અને આપણે તે વસ્તુને નિત્ય કે સ્થાયી સમજતા રહીએ છીએ. જેવી રીતે ઘૂમતું રથનું ચક્ર કેવળ એક બિન્દુ પર જ ઘૂમે છે અને રોકાતી વખતે પણ એક બિન્દુ પર રોકાય છે તેવી જ રીતે પ્રાણીનું જીવન કેવળ વિચારના એક ક્ષણ સુધી જ ટકે છે. જેવો વિચારનો તે ક્ષણ સમાપ્ત થઈ જાય છે તેવું જ તે પ્રાણી સમાપ્ત થઈ જાય છે. પાશ્ચાત્ય દાર્શનિક પરંપરામાં ગ્રીક દાર્શનિક હેરાક્લિટસ આ વિચારધારાના સમર્થક હતા. તેમણે અભેદવાદને ભ્રાન્તિરૂપ દર્શાવ્યો. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે એક જ ક્ષણમાં પદાર્થ તે છે પણ ખરો અને નથી પણ. પરિવર્તન જ પદાર્થનો પ્રાણ છે. પદાર્થ ૧. ષડ્રદર્શનસમુચ્ચય, ૨.૫. ૨. વિશુદ્વિમાર્ગ, ૮. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન ધર્મ-દર્શન એક ક્ષણ સુધી ટકે છે એમ પણ ન કહી શકાય કેમ કે પદાર્થ સદા બદલાતો રહે છે. એકતા અને અન્વયની પ્રતીતિ તો ઇન્દ્રિયજન્ય બ્રાન્તિ છે. જે ઇન્દ્રિયોનો વિશ્વાસ કરે છે તે જ એકતાના ધોખામાં ફસાય છે. તર્કયા હેતુથી વ્યક્તિ કદાપિ એકતાને સિદ્ધ નથી કરી શકતી. જે વ્યક્તિ ઇન્દ્રિયોથી ઉપર ઊઠે છે અને બુદ્ધિનો વિશ્વાસ કરે છે તે એકતાના ભ્રમથી મુક્ત રહે છે, નિત્યતાની ભ્રાન્તિ ઇન્દ્રિયો જ પેદા કરે છે. તર્કના બળે જ આપણે પરિવર્તન યા અનિત્યતા સુધી પહોંચી શકીએ છીએ.' હ્યુમે પણ એકતાને સમાનતા કહીને અન્વય અને અભેદનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું – હું મારા આત્માને કદાપિ પકડી શકતો નથી. જ્યારે પણ હું તેમ કરવા પ્રયત્ન કરું છું તો અમુક અનુભવ જ મારા હાથમાં આવે છે. વિલિયે જેસે કહ્યું કે ચાલતો વિચાર પોતે જ વિચારક છે. બર્ગસોના શબ્દોમાં પ્રત્યેક વસ્તુ એક વિશિષ્ટ પ્રવાહની અભિવ્યક્તિ માત્ર છે.* ભેદવાદનાં ઉપર જણાવેલાં ઉદાહરણો ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે એકતા જેવી કોઈ વસ્તુ નથી. જે કંઈ છે તે બધું પરિવર્તનશીલ અને પ્રવાહશીલ છે. એકતાની પ્રતીતિ બ્રાન્તિ માત્ર છે. વાસ્તવિક સત્ય તો ક્ષણિકતા જ છે. આ જ ક્ષણિકતા પ્રવાહ, પરિવર્તન, અનિત્યતા અને ભેદની સૂચક છે. ભેદવાદનું આ વિવેચન ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાની એતદ્વિષયક માન્યતાને સમજવા માટે પૂરતું છે. અભેદવાદનું સમર્થન કરનારા ભેદને મિથ્યા કહે છે. તેમની દૃષ્ટિમાં એકત્વનું જ મૂલ્ય છે, અનેકરૂપતાની કોઈ કિંમત નથી. જેટલા ભેદો કે અનેક રૂપો છે, તે બધાં મિથ્યા છે. આપણું અજ્ઞાન જ ભેદપ્રતીતિનું કારણ છે. અવિદ્યાજનિત સંસ્કારોના કારણે ભેદ અને અનેકરૂપતાની પ્રતીતિ થાય છે. જ્ઞાનીઓની પ્રતીતિ હમેશાં અભેદમૂલક હોય છે. તત્ત્વ અભેદમાં જ છે, ભેદમાં નથી. બીજા શબ્દોમાં, અભેદ જ તત્ત્વ છે. ભારતીય પરંપરામાં ઉપનિષદ્ અને વેદાન્તના કેટલાક સમર્થકો અભેદવાદનું સમર્થન કરે છે. અભેદવાદી એક જ તત્ત્વ માને છે કેમ કે અભેદની અન્તિમ સીમા એકત્વ છે. એ એત્વ સ્વતઃ સ્વયં પૂર્ણ અને અનન્ત છે. જ્યાં પૂર્ણતા હોય છે ત્યાં એકત્વ જ હોય છે, કેમ કે બે કદાપિ પૂર્ણ ન હોઈ શકે. જ્યાં બે હોય છે ત્યાં બન્ને અપૂર્ણ અને સીમિત હોય q. The illusion of permanence is ascribed to the senses. It is by reason that we arise to the knowledge of the law of becoming. 2. I never can catch 'myself'. Whenever I try, I stumble on this or that perception. 3. The passing thought itself is the thinker. 8. Everything is a manifestation of the flow of Élan Vital. Page #111 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર, છે. જ્યાં બે હોય છે ત્યાં એક બીજાને સીમિત કરે છે. અસીમ અને પૂર્ણ એક જ હોઈ શકે છે. આ હેતુના આધારે ભારતીય આદર્શવાદનું પ્રબળ સમર્થક અદ્વૈત વેદાન્ત દર્શન એક તત્ત્વમાં વિશ્વાસ રાખે છે. વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની અન્તિમ ભૂમિકામાં પણ આ જ વિચારધારાનું દર્શન થાય છે. - પાશ્ચાત્ય દાર્શનિક પરંપરામાં પાર્મેનિડીસને અભેદવાદના પ્રવર્તક ગણી શકાય. તેમણે કહ્યું કે પરિવર્તન વાસ્તવિક નથી કેમ કે તે બદલાઈ જાય છે. જે વસ્તુ વાસ્તવિક અને સત્ય છે તે કદાપિ બદલાતી નથી. જે વસ્તુ બદલાઈ જાય છે તે સત્ય ન હોઈ શકે. આ બધાં પરિવર્તનો વચ્ચે જે બદલાતું નથી તે જ સત્ય છે. જે અપરિવર્તનશીલ છે તે સત્ છે, જે પરિવર્તનશીલ છે તે અસત્ છે. જે સત્ છે તે જ વાસ્તવિક છે. જે અસત્ છે તે વાસ્તવિક નથી. જે સત છે તે હમેશાં મોજૂદ છે, કેમ કે તે પેદા થતું નથી. જો સતુ પેદા થાય તો તે અસતમાંથી જ પેદા થાય પરંતુ અસતમાંથી તો સત્ કદાપિ પેદા થઈ શકતું જ નથી. જો સત સતુમાંથી પેદા થાય તો તે પેદા ન થાય કેમ કે તે સ્વયં સત્ છે. પેદા તો તે થાય જે સત્ ન હોય. પરંતુ જે સત્ ન હોય તે તો પેદા જ ન થઈ શકે. તેથી જે વાસ્તવિક છે તે બધું સત્ છે. સત્ હોવાના કારણે બધું એક છે. જે સત્ છે તે સત્ જ છે, તેથી ત્યાં ભેદનો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી. જ્યાં કોઈ ભેદ નથી ત્યાં અભેદ જ છે. આ રીતે અભેદવાદની સિદ્ધિ કરનાર પાર્મેનિડસ ભેદને ઇન્દ્રિયજન્ય બ્રાન્તિ કહે છે. જેટલા ભેદ દષ્ટિગોચર થાય છે, તે બધા ઇન્દ્રિયોના કારણે થાય છે. હેરાક્લિટસે અભેદની પ્રતીતિનું જે કારણ દર્શાવ્યું તે જ કારણ પાર્મેનિડસે ભેદની પ્રતીતિનું દર્શાવ્યું. અભેદની પ્રતીતિ જ સાચી પ્રતીતિ છે અને તે હેતુવાદના આધારે સિદ્ધ કરી શકાય છે. આ વાત પાર્મેનિડસે કહી. ઝેનોએ અનેકતાનું તર્કસંગત ખંડન કર્યું અને એકતાના આધારે અભેદની સ્થાપના કરી. ત્રીજો પક્ષ ભેદ અને અભેદ બન્નેનું સમર્થન કરે છે, ભેદ અને અભેદ બન્નેને સ્વતન્ત્રપણે સહુ માની બન્ને વચ્ચે સંબંધ સ્થાપે છે. ન્યાય-વૈશેષિક દર્શન સામાન્ય અને વિશેષ નામના બે ભિન્ન પદાર્થો માને છે. તે બન્ને પદાર્થો સ્વતન્ત્ર છે અને એકબીજાથી સર્વથા ભિન્ન છે. કોઈ સંબંધવિશેષના આધારે સામાન્ય અને વિશેષ મળી જાય છે. સામાન્ય એકતાનું સૂચક છે. વિશેષ ભેદનો સૂચક છે. વસ્તુમાં ભેદ અને અભેદ વિશેષ અને સામાન્યના કારણે થાય છે. એકતાની પ્રતીતિ અભેદના કારણે છે–સામાન્યના કારણે છે. બધી ગાયોમાં ગોત્વ સામાન્ય રહે છે. તેથી બધી ગાયોમાં “ગાય” “ગાય” એવી એકાકાર પ્રતીતિ થાય છે. આ જ પ્રતીતિ એકતાની પ્રતીતિ છે. તેવી જ રીતે બધી ગાયો વ્યક્તિગતરૂપે અલગ અલગ પણ જણાય છે. તેમને તેમનું પોતાનું અલગ અલગ 9. Ex nihilo nihil fit. Page #112 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન ધર્મ-દર્શન વ્યક્તિત્વ છે. જાતિ અને વ્યક્તિનો સંબંધ જ ભેદ અને અભેદની પ્રતીતિ છે. આમ તો બન્ને એકબીજાથી અત્યન્નભિન્ન છે પરંતુ સમવાય સંબંધના કારણે બન્ને જોડાયેલાં જણાય છે. આ રીતે ભેદ અને અભેદને ભિન્ન માનનારો પક્ષ બન્નેને સંબંધવિશેષથી જોડી દે છે પરંતુ વાસ્તવમાં બન્નેને ભિન્ન માને છે. જો કે જાતિ અને વ્યક્તિ પૃથક પૃથક ઉપલબ્ધ નથી થતાં કેમ કે તે બન્ને અયુતસિદ્ધ છે. તેમ છતાં તે બન્ને સ્વતંત્ર છે અને એકબીજાથી ભિન્ન છે. ચોથો પક્ષ ભેદવિશિષ્ટ અભેદનો છે. આ પક્ષના બે ભેદ થઈ જાય છે. એકના મતે અભેદ પ્રધાન રહે છે અને ભેદ ગૌણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, રામાનુજના વિશિષ્ટાદ્વૈતને લો. રામાનુજના મતે ત્રણ તત્ત્વ અન્તિમ અને વાસ્તવિક છે–અચિત્, ચિત અને ઈશ્વર. આ ત્રણ તત્ત્વ “તત્ત્વત્રય' નામે પ્રસિદ્ધ છે. જો કે ત્રણે તત્ત્વ સમાનપણે સત અને વાસ્તવિક છે તેમ છતાં અચિત અને ચિત્ ઈશ્વરાશ્રિત છે. જો કે તે સ્વયં દ્રવ્યો છે પરંતુ ઈશ્વર સાથેના સંબંધની દષ્ટિએ તે ઈશ્વરના ગુણો બની જાય છે. તે ઈશ્વરશરીર કહેવાય છે અને ઈશ્વર તેમનો આત્મા છે. આમ ઈશ્વર ચિદચિવિશિષ્ટ છે. ચિત્ અને અચિત ઈશ્વરના શરીરનું નિર્માણ કરે છે અને ઈશ્વરાશ્રિત છે. આ મત અનુસાર ભેદની સત્તા તો અવશ્ય રહે છે પરંતુ અમેદાશ્રિત બનીને ગૌણરૂપે. ભેદનું સ્થાન સ્વતન્ત ન હોતાં અભેદ પર અવલંબિત છે. ભેદ પરત હોય છે અને અભેદ સ્વતત્ર. ભેદ અભેદની દયા પર જીવે છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ માન્ય નથી થતું. ભેદ અને અભેદને ભિન્ન માનનાર પક્ષમાં બન્નેને સ્વતંત્રપણે સહુ માનવામાં આવેલ છે જ્યારે પ્રસ્તુત પક્ષ અભેદને પ્રધાન માનીને ભેદને ગૌણ અને પરાશ્રિત બનાવી દે છે. તેની દૃષ્ટિમાં અભેદનું વિશેષ મહત્ત્વ છે. ભેદની માન્યતા તો છે પરંતુ તે ભેદ અભેદના આધાર ઉપર ટકેલો જૈન દષ્ટિ આનાથી ભિન્ન છે. ભેદ અને અભેદનો સાચો સમન્વય જૈન દર્શનનું વિશિષ્ટ પ્રદાન છે. જ્યારે આપણે ભેદભેદવાદની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેનો અર્થ આ થાય છે– ભેદવિશિષ્ટ અભેદ અને અભેદવિશિષ્ટ ભેદ. ભેદ અને અભેદ બન્ને સમાનપણે સતુ છે. જે રીતે અભેદ વાસ્તવિક છે બરાબર તેવી જ રીતે ભેદ પણ વાસ્તવિક છે. તત્ત્વની દષ્ટિએ જે સ્થાન અભેદનું છે બરાબર તે જ સ્થાન ભેદનું છે. ભેદ અને અભેદ એવી રીતે જોડાયેલા છે કે એકના વિના બીજાની ઉપલબ્ધિ થતી નથી. ૧. ૩યુતસિદ્ધાનામધાર્યાધાપૂતાનાં હૃBહેતુઃ સમ્પર્ધઃ સમવાયઃ | સ્યાદ્વાદમંજરી, કારિકા ૭. ૨. સર્વ પરમપુરુષે સર્વાત્મના શ્રીભાષ્ય, ૨.૧.૯. Page #113 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૮૯ વસ્તુમાં બન્નેનો અવિચ્છેદ્ય સમન્વય છે. જ્યાં ભેદ છે ત્યાં અભેદ છે અને જ્યાં અભેદ છે ત્યાં ભેદ છે. ભેદ અને અભેદ કોઈ સંબંધવિશેષથી જોડાયેલા છે એવી વાત નથી. તે તો સ્વભાવથી જ એકબીજા સાથે સમ્બદ્ધ છે. પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ સામાન્યવિશેષાત્મક છે, ભેદાભદાત્મક છે, નિત્યાનિત્યાત્મક છે. જે સતુ છે તે ભેદાભદાત્મક છે. પ્રત્યેક વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. વસ્તુ યા તત્ત્વને કેવળ ભેદાત્મક કહેવી યોગ્ય નથી કેમ કે કોઈ પણ ભેદ અભેદ વિના ઉપલબ્ધ નથી થતો. અભેદને મિથ્યા યા કલ્પના માત્ર કહેવો યોગ્ય નથી જ્યાં સુધી તે કોઈ પ્રમાણથી મિથ્યા સિદ્ધ ન થાય. પ્રમાણનો આધાર અનુભવ છે અને અનુભવ અભેદને મિથ્યા સાબિત નથી કરતો. તેવી જ રીતે એકાન્ત અભેદને માનવો એ પણ યોગ્ય નથી કેમ કે જે દોષ એકાન્ત ભેદમાં છે તે જ દોષ એકાન્ત અભેદમાં પણ છે. ભેદ અને અભેદને બે સ્વતંત્ર પદાર્થો માનવા એ પણ યોગ્ય નથી કેમ કે તે બન્ને પૃથક પૃથક ઉપલબ્ધ થતા નથી અને તેમને જોડનારો કોઈ ત્રીજો પદાર્થ પણ ઉપલબ્ધ નથી થતો. તેમને જોડનારો કોઈ પદાર્થ છે એવું માની લઈએ તો પણ દોષથી છૂટકારો નથી થતો કેમ કે તેને જોડવા માટે એક અન્ય પદાર્થની જરૂરત પડશે અને આમ અનવસ્થાદોષનો પ્રસંગ ઊભો થશે. આવી પરિસ્થિતિમાં વસ્તુ પોતે સ્વતઃ જ ભેદાભદાત્મક છે એમ માનવું જ યોગ્ય ઠરશે. તત્ત્વ કથંચિત્ સદશ છે, કથંચિત્ વિસદશ છે, કથંચિત્ વાચ્ય છે, કથંચિત્ અવાચ્ય છે, કથંચિત સત્ છે, કથંચિત અસત્ છે. આ જેટલા પણ ધર્મો છે તે વસ્તુના પોતાના ધર્મો છે. આ ધર્મોનો ક્યાંક બહારથી સંબંધ સ્થાપિત નથી થતો. વસ્તુ સ્વયં સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, એક પણ છે અને અનેક પણ છે, નિત્ય પણ છે અને ક્ષણિક પણ છે. બરાબર આવી જ માન્યતા એરિસ્ટોટલની પણ છે. તે વસ્તુને સામાન્ય અને વિશેષ ઉભયાત્મક માને છે. તે કહે છે કે કોઈ પણ સામાન્ય વિશેષ વિના ઉપલબ્ધ થતું નથી અને કોઈ પણ વિશેષ સામાન્ય વિના ઉપલબ્ધ નથી થતો. દ્રવ્ય સામાન્ય અને વિશેષ બન્નેનો સમન્વય છે. કોઈ પણ વસ્તુ આ બે રૂપો વિના ઉપલબ્ધ થઈ શકતી નથી. જૈનદર્શનસમ્મત ભેદાભેદવાદ વસ્તુના વાસ્તવિક રૂપને ગ્રહણ કરે છે. આ ભેદભેદદષ્ટિ અનેકાન્તદષ્ટિનું એક રીતે કારણ છે. બે પરસ્પર વિરોધી પ્રતીત થતા ગુણોને એક જ વસ્તુમાં એક સાથે માનવા એ જ તો ભેદભેદવાદનો અર્થ છે. ભેદ અને અભેદ બન્નેની એકત્ર સ્થિતિ વસ્તુના સ્વરૂપનો નાશ નથી કરતી પરંતુ વસ્તુને તેના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ કરે છે. ભેદ અને અભેદના સંબંધ બાબતે પણ સ્યાદ્વાદનો જ પ્રયોગ કરવો જોઈએ. ભેદ અને ૧. સ્થાન્નિાશિ નિત્ય નાં વિરૂ૫ વાગૅ વચ્ચે સત્તવ –અન્યયોગ વ્યવચ્છેદકાત્રિશિકા, કારિકા ૨૫. 2. gaul A Critical History of Greek Philosophy. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન ધર્મ-દર્શન અભેદ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. દ્રવ્ય અને પર્યાય માટે જે હેતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે જ હેતુનો પ્રયોગ ભેદ અને અભેદ માટે પણ કરી શકાય છે. દ્રવ્ય અભેદમૂલક છે અને પર્યાય ભેદમૂલક છે. તેથી દ્રવ્ય અને અભેદ એક છે તથા પર્યાય અને ભેદ એક છે. ભેદ અને અભેદ અંગે આટલું વિવેચન પૂરતું છે. દ્રવ્યનું વર્ગીકરણ દ્રવ્યના કેટલા ભેદ હોઈ શકે છે ? આ પ્રશ્નનો ઉત્તર અનેક રીતે આપી શકાય છે. · જયાં સુધી દ્રવ્યસામાન્યનો સવાલ છે ત્યાં સુધી તો બધું એક છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભેદકલ્પના ઉત્પન્ન જ નથી થતી. જે દ્રવ્ય છે તે સત્ છે અને તે જ તત્ત્વ છે. સત્તાસામાન્યની દૃષ્ટિએ જડ અને ચેતન, એક અને અનેક, સામાન્ય અને વિશેષ, ગુણ અને પર્યાય બધું એક છે. આ દૃષ્ટિકોણ સંગ્રહનયની દૃષ્ટિએ સત્ય છે. સંગ્રહનય સર્વત્ર અભેદને દેખે છે. ભેદની ઉપેક્ષા કરીને અભેદનું જે ગ્રહણ છે તે સંગ્રહનયનું કાર્ય છે. અભેદગ્રાહી સંગ્રહનય ભેદનો નિષેધ નથી કરતો પરંતુ ભેદને પોતાના ક્ષેત્રની બહાર સમજે છે. આ નયનો અંતિમ વિષય સત્તાસામાન્ય છે જેને આપણે પ૨સામાન્ય યા મહાસામાન્ય કહી શકીએ. પ્રત્યેક દ્રવ્ય સત્ છે. સત્તાસામાન્યનું ગ્રહણ એકતાનું અંતિમ સોપાન છે જ્યાં બધા ભેદો ભેદરૂપે સત્ હોવા છતાં પણ અભેદરૂપે પ્રતિભાસિત થાય છે. સત્તા ભેદોનો નાશ નથી કરતી પરંતુ તેમનામાં એકત્વ અને સદ્ભાવ સ્થાપે છે; ભેદ રહેવા છતાં પણ જ્યાં અભેદનું દર્શન થાય છે, અનેકતામાં પણ જ્યાં એકતા દેખાય છે. આ દૃષ્ટિએ દ્રવ્ય અથવા તત્ત્વ એક છે. જે લોકો અદ્વૈતમાં વિશ્વાસ રાખે છે તેમનાથી અમારી માન્યતામાં એ અંતર છે કે તેઓ કેવળ સામાન્યને યથાર્થ માને છે અને ભેદ અર્થાત્ વિશેષનો અપલાપ કરે છે જ્યારે જૈન દૃષ્ટિએ ભેદનો નિષેધ નથી કરી શકાતો. ત્યાં પ્રયોજનના અભાવમાં ભેદની ઉપેક્ષા અવશ્ય કરી શકાય છે. ઉપેક્ષાનો અર્થ એ નથી કે ભેદ અસત્ છે, મિથ્યા છે. અભેદની દૃષ્ટિને પ્રધાનતા દેતી વખતે અમારે ભેદનું કંઈ પ્રયોજન નથી હોતું એટલે તેની ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપેક્ષા અને અપલાપમાં જેટલું અત્તર છે તેટલું જ અન્તર અદ્વૈતવાદ અને જૈન દર્શનની માન્યતામાં છે. આ રીતે સંગ્રહનય અર્થાત્ સંગ્રહર્દષ્ટિની પ્રધાનતા સ્વીકારવામાં આવે તો દ્રવ્ય એક જ સિદ્ધ થશે અને તે હશે સત્તાસામાન્યના રૂપમાં. જો આપણે દ્વૈતદૃષ્ટિએ દેખીશું તો દ્રવ્યના બે પ્રકારોને આપણે દેખી શકીશું. આ બે પ્રકાર છે જીવ અને અજીવ. ચૈતન્યધર્મવાળો જીવ છે અને એનાથી વિપરીત ૧ ૧. વિસેસિન્ નીવડ્વે અનીવડ્વે ય ! અનુયોગદ્વાર, સૂત્ર ૧૨૩. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૧ તત્ત્વવિચાર ધર્મવાળો અજીવ છે. આમ આખું વિશ્વ બે ભાગોમાં વિભક્ત થઈ જાય છે. ચૈતન્ય લક્ષણવાળા જેટલા પણ દ્રવ્યવિશેષો છે તે બધા જીવવિભાગમાં પડે છે. જેમનામાં ચૈતન્ય નથી એવા જેટલા પણ દ્રવ્યવિશેષો છે તે બધાનો સમાવેશ અજીવવિભાગમાં થઈ જાય છે. જીવ અને અજીવના અન્ય ભેદો કરવામાં આવતાં દ્રવ્યના છ ભેદ પણ થાય છે.' જીવ દ્રવ્ય અરૂપી છે. અજીવ દ્રવ્યના બે ભેદો કરવામાં આવ્યા છે – રૂપી અને અરૂપી. રૂપી દ્રવ્યને પુદ્ગલ કહેવામાં આવે છે. અજીવ અરૂપીના વળી ચાર ભેદ થાય છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમય અર્થાત્ કાલ. આમ દ્રવ્યના કુલ છ ભેદ થાય છે – જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધાસમય. આ છ દ્રવ્યોમાંથી પ્રથમ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને છઠું દ્રવ્ય અસ્તિકાય ? નથી. ભેદ-પ્રભેદનું સ્પષ્ટ વિવરણ નીચે મુજબ છે. (૧) દ્રવ્ય જીવ અજીવ રૂપી ૨. પુગલ અરૂપી ૩. ધર્મ ૪. અધર્મ ૫. આકાશ ૬. અદ્ધા સમય અનસ્તિકાય ૬. અદ્ધાસમય અસ્તિકાય ૧. જીવા ૨. પુદ્ગ લ ૩. ધર્મ ૪. અધર્મ ૫. આકાશ ૧. ભગવતીસૂત્ર, ૧૫. ૨-૪. ૨. એજન, ૨.૧૦.૧૧૭; સ્થાનાંગ, ૫.૪૪૧. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૨ રૂપી ૧.પુદ્ગલ (૩) દ્રવ્ય - અરૂપી ૨. જીવ ૩. ધર્મ ૪. અધર્મ ૫. આકાશ ૬. અાસમય - અહીં કેટલાક પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરી દેવું યોગ્ય છે. અજીવદ્રવ્યને રૂપી અને અરૂપી એવા બે વિભાગોમાં વિભક્ત ક૨વામાં આવેલ છે. રૂપીનો સામાન્ય અર્થ થાય છે -રૂપયુક્ત. આ અર્થમાં ચક્ષુરિન્દ્રિયની પ્રધાનતા દેખાય છે. જૈનદર્શનમાં રૂપીનો અર્થ કેવળ ચક્ષુરિન્દ્રિય સુધી જ સીમિત નથી. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ આ ચારેથી યુક્ત જે છે તે રૂપી છે. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ આ ચારે એક સાથે રહે છે. જ્યાં સ્પર્શ છે ત્યાં રસાદિ પણ છે, જ્યાં વર્ણ છે ત્યાં સ્પર્શાદ પણ છે . જ્યાં આ ચારમાંથી એક પણ હોય ત્યાં બાકીના ત્રણ પણ અવશ્ય હોય જ. તેથી જ્યાં રૂપી શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ ચારેનું હોવું સમજવું જોઈએ.પુદ્ગલના કોઈ પણ અંશમાં આ ચારે ગુણો રહે છે, તેથી પુદ્ગલ રૂપી છે. જે રૂપી ન હોય તે અરૂપી છે એમ સમજવું જોઈએ. પુદ્ગલ સિવાય બાકીના પાંચે દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ નથી હોતા, તેથી તે પાંચ દ્રવ્યો અરૂપી છે. અસ્તિકાયનો અર્થ થાય છે પ્રદેશબહુત્વ. ‘અસ્તિ’ અને ‘કાય’ આ બે શબ્દોથી ‘અસ્તિકાય’ શબ્દ બન્યો છે. અસ્તિનો અર્થ છે વિદ્યમાન હોવું અને કાયનો અર્થ છે અનેક પ્રદેશોનો સમૂહ. જ્યાં અનેક પ્રદેશોનો સમૂહ હોય તે અસ્તિકાય કહેવાય છે.૨ આ જ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે પ્રદેશનો અર્થ પણ સમજવો જોઈએ. ૧. પિન: પુત્પાતા । તત્ત્વાર્થસૂત્ર, ૫.૪. સ્પર્શસાન્ધવર્ણવન્તઃ પુરાત્તાઃ । એજન, ૫. ૨૩. જૈન ધર્મ-દર્શન ૨. સંતિ નો તેણેતે, અસ્થિત્તિ મળતિ નિળવા નમ્હા । વાયા ફવ વહુવેસા, તદ્દા વાયા ય અસ્થિજાયા હૈં ।। દ્રવ્યસંગ્રહ, ૨૪. Page #117 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૯૩ પુદ્ગલનો એક અણુ જેટલી જગા (આકાશ) રોકે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આ એક પ્રદેશનું પરિમાણ છે. આ જાતના અનેક પ્રદેશો જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. પ્રદેશનું ઉપર જણાવેલું પરિમાણ એક જાતનું માપ છે. આ માપથી પુદ્ગલ સિવાયના બાકીનાં પાંચ દ્રવ્યો પણ માપી શકાય છે. જો કે જીવાદિ દ્રવ્યો અરૂપી છે તેમ છતાં તે દ્રવ્યો આકાશમાં રહે છે અને આકાશ બીજા કશામાં રહેતું નથી અર્થાત્ આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેથી તે દ્રવ્યોના પરિમાણને સમજવા માટે તેમને માપી શકાય છે. એ સાચું કે પુદ્ગલ દ્રવ્ય સિવાય બાકીના દ્રવ્યોનું ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકતું નથી, તેમ છતાં બુદ્ધિ દ્વારા તેમનું પરિમાણ માપી તેમ જ સમજી શકાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવને અનેક પ્રદેશ હોય છે. તેથી તે પાંચે દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. આ પ્રદેશોને અવયવો પણ કહી શકાય. અનેક અવયવોવાળાં દ્રવ્યો અસ્તિકાય છે. અહ્વાસમય અર્થાત્ કાળના સ્વતન્ત્ર નિરન્વય પ્રદેશો હોય છે. તે અનેક પ્રદેશોવાળું એક અખંડ દ્રવ્ય નથી, પરંતુ તેને સ્વતન્ત્ર અનેક પ્રદેશો છે. પ્રત્યેક પ્રદેશ સ્વતન્ત્રપણે પોતાનું કાર્ય કરે છે. તેમનામાં એક અવયવીની કલ્પના કરવામાં નથી આવી પરંતુ સ્વતન્ત્રપણે બધા કાલપ્રદેશોને ભિન્ન ભિન્ન દ્રવ્યો માનવામાં આવ્યા છે. આમ કાલ દ્રવ્ય એક દ્રવ્ય ન હોતાં અનેક દ્રવ્યો છે. લક્ષણની સમાનતાના કારણે બધાને ‘કાલ’ એવું એક નામ આપી દીધું છે. ધર્મ આદિ દ્રવ્યોની જેમ કાલ એક દ્રવ્ય નથી. તેથી કાલને અનસ્તિકાય કહેવામાં આવેલ છે. અસ્તિકાય અને અનસ્તિકાયનું આ જ સ્વરૂપ છે. રૂપી અને અરૂપી જૈન દર્શનમાં જીવ, પુદ્ગલ, ધર્મ (ગતિનું માધ્યમ), અધર્મ (સ્થિતિનું માધ્યમ), આકાશ અને કાલ આ છ તત્ત્વ અર્થાત્ ષદ્રવ્ય માનવામાં આવ્યાં છે. આખું વિશ્વ આ છ તત્ત્વોથી નિર્મિત છે. તેમાંથી પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે અર્થાત્ તે ઇન્દ્રિયો વડે દેખી-જાણી શકાય છે. બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ તેમને ઇન્દ્રિયો વડે દેખી-જાણી શકાતાં નથી. જીવ અર્થાત્ આત્મા પણ અરૂપી છે અને ધર્મ વગેરે પણ અરૂપી છે. તો પછી જીવ અને ધર્મ વગેરેમાં શું અંતર છે ? જીવ ચેતન છે જ્યારે ધર્મ આદિ જડ છે. પુદ્ગલ અર્થાત્ ભૂત પણ જડ છે તથા ધર્મ આદિ પણ જડ છે. તો પછી પુદ્ગલથી ધર્મ આદિમાં શો ભેદ છે, શી વિશેષતા છે ? પુદ્ગલ મૂર્ત અર્થાત્ રૂપી જડ છે જ્યારે ધર્મ વગેરે અમૂર્ત અર્થાત્ - ૧. નાવયિં માયાસ, અવિમાની પુતાનુવરૃદ્ધ । તે રવુ પડેલું નાળે, સવ્વાણુકાળવારિä ।। એજન, ૨૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન ધર્મ-દર્શન અરૂપી જડ છે. તાત્પર્ય એ કે જીવ ચેતન અરૂપી છે, પુદ્ગલ જડ રૂપી છે અને ધર્મ આદિ જડ અરૂપી છે. કોઈ એવું તત્ત્વ નથી જે ચેતન પણ હોય અને રૂપી પણ હોય કેમ કે રૂપ ચેતનનો ગુણ નથી પણ જડનો ગુણ છે. પરંતુ એ જરૂરી નથી કે બધાં જડ તત્ત્વ રૂપી જ હોય કેમ કે ધર્મ આદિ તત્ત્વ જડ હોવા છતાં પણ અરૂપી છે. અહીં રૂપી અને અરૂપીનો અર્થ એટલો જ સમજવો જોઈએ કે જે તત્ત્વ સર્વસાધારણપણે જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી શકાય તે રૂપી છે તથા જેને જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી ન શકાય તે અરૂપી છે. અરૂપી દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરવા માટે વિશેષ યોગ્યતા અપેક્ષિત છે. અરૂપી દ્રવ્યો એટલા સૂક્ષ્મ હોય છે કે આપણી ઇન્દ્રિયો તેમને ગ્રહણ કરી શકતી નથી. તેમનું સાક્ષાત જ્ઞાન કરવું આપણી ઇન્દ્રિયોની શક્તિની બહાર છે. કોઈ અસાધારણ શક્તિ યા સામર્થ્યની ઉપસ્થિતિમાં જ અરૂપી દ્રવ્યો સાક્ષાત અનુભૂતિનો વિષય બની શકે છે. જે અરૂપી અથવા અમૂર્ત દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરે છે તે તે દ્રવ્યોને કયા રૂપમાં જાણે છે? શું તે તેમનો કોઈ નિશ્ચિત આકાર-પ્રકાર અનુભવે છે? જો કહેવામાં આવે કે તે તેમને કોઈ નિશ્ચિત આકાર-પ્રકારના રૂપમાં જાણે છે તો તે આકારવાળા હોવાના કારણે મૂર્ત અર્થાત રૂપી બની જશે કેમ કે આકાર રૂપ વિના સંભવતો નથી. આવી પરિસ્થિતિમાં તેમનું અરૂપી હોવું અયથાર્થ બની જશે. જો એમ માનવામાં આવે કે અરૂપી દ્રવ્યોનો જ્ઞાતા કોઈ નિશ્ચિત આકાર-પ્રકાર વિના જ તે અરૂપી દ્રવ્યોને જાણે છે તો પ્રશ્ન ઊભો થાય છે કે તેના જ્ઞાનમાં જે અરૂપી દ્રવ્યો પ્રતિભાસિત થઈ રહ્યા છે તે અરૂપી દ્રવ્યોનું કોઈ નિશ્ચિત સ્થાન છે કે નહિ? જો તે અરૂપી દ્રવ્યોનું અસ્તિત્વ કોઈ નિશ્ચિત સ્થાનમાં હોય– ભલે ને પછી તે સ્થાન આખો લોક જ કેમ ન હોય – તો તે શું એવી વસ્તુ છે જે તે સ્થાનમાં હોય અને અન્યત્ર ન હોય? કોઈ નિશ્ચિત આકાર-પ્રકારને માન્યા વિના તે અરૂપી દ્રવ્યોની સ્થિતિ કોઈ સ્થાન વિશેષમાં સિદ્ધ થઈ શકતી નથી. જે કોઈ સ્થાનવિશેષમાં રહે છે તેનો કોઈ આકાર-પ્રકાર હોવો જ જોઈએ, અન્યથા તે શું છે જે તે સ્થાનને રોકે છે, વ્યાપ્ત કરે છે? કોઈ નિશ્ચિત સ્થાનને રોકવા માટે, વ્યાપ્ત કરવા માટે કોઈ નિશ્ચિત આકાર અનિવાર્ય છે. જો કહેવામાં આવે કે તે અરૂપી દ્રવ્યોનું કોઈ નિશ્ચિત સ્થાન નથી તો તેમ કહેવું યોગ્ય નથી કેમ કે પ્રત્યેક દ્રવ્યની સત્તા કોઈને કોઈ સ્થાનવિશેષ સાથે જ સમ્બદ્ધ હોય છે. જૈન દર્શનની પણ એ જ માન્યતા છે કે જીવ, ધર્મ, અધર્મ આદિ બધાં દ્રવ્યો આકાશમાં રહે છે અને આકાશમાં રહીને જ પોતપોતાનું કાર્ય કરે છે. ધર્માદિ જડ દ્રવ્યોની તો વાત જ ક્યાં રહી, ખુદ જીવ પણ નિશ્ચિત આકાર-પ્રકાર ધરાવે છે અને નિશ્ચિત સ્થાનમાં રહે છે. સંસારી આત્માઓ તો શરીરસમ્બદ્ધ હોવાના કારણે નિશ્ચિત આકાર-પ્રકારવાળા હોય છે અર્થાત સ્વદેહપરિમાણ જ હોય છે, મુક્ત આત્માઓ પણ નિશ્ચિત આકાર ધરાવે છે અને નિશ્ચિત સ્થાનમાં અર્થાત લોકના અગ્ર ભાગે રહે Page #119 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૯૫ છે. તો પછી અરૂપીનો શો અર્થ છે? સામાન્ય ઇન્દ્રિયો દ્વારા અથત ઇન્દ્રિયોની સામાન્ય શક્તિ દ્વારા જે દ્રવ્ય યા પદાર્થનું સાક્ષાત જ્ઞાન થઈ શકે નહિ તે દ્રવ્ય યા પદાર્થ અરૂપી કહેવાય છે. આ દષ્ટિએ રૂપી પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મતમ અંશ અણુ પણ અરૂપી છે. જે દ્રવ્ય યા પદાર્થ આકારવાળો છે તે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળો છે કે નહિ? જો તેને રૂપાદિવાળો માનવામાં આવે તો રૂપી અને અરૂપીનું અંતર જ ન રહે. જો તેનામાં રૂપાદિનો અભાવ માનવામાં આવે તો આકારનો કોઈ અર્થ જ રહેતો નથી કેમ કે રૂપાદિના અભાવમાં આકાર સંભવે જ કેવી રીતે? આકાર શું છે? સ્થાનવિશેષમાં થતા સ્થિતિવિશેષનું નામ જ આકાર યા આકૃતિ છે. આકારમાં ઓછામાં ઓછું રૂપ તો હોવું જ જોઈએ. જો રૂપ માની લઈએ તો રૂપસહભાવી અન્ય ગુણો સ્વતઃ સિદ્ધ થઈ જાય. આવી પરિસ્થિતિમાં પુદ્ગલ અને જીવાદિના ગુણોમાં શું અત્તર રહેશે? એવું જણાય છે કે વિવિધ તત્ત્વોમાં બે જાતનું અત્તર હોય છે– (૧) પ્રત્યેક તત્ત્વનું પોતપોતાનું વિશેષ કાર્ય હોય છે જે તેને બીજાં બધાંથી અલગ કરે છે. (૨) જીવાદિ તત્ત્વ પુગલથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે જેથી પુગલનું તો ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ અર્થાત્ જ્ઞાન થઈ જાય છે પરંતુ અન્ય દ્રવ્યોનું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થઈ શકતું નથી અર્થાત્ તેમને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અસમર્થ છે. આપણે કેવળ તેમનાં કાર્યો ઉપરથી તેમના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ છીએ. તે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકતાં નથી. જે વિશિષ્ટ શક્તિસમ્પન્ન અથવા સાધનસમ્પન્ન વ્યક્તિઓ તેમનું પ્રત્યક્ષ (અતીન્દ્રિય પ્રત્યક્ષ) જ્ઞાન કરે છે તેઓ કેવા યથાસ્થિત રૂપમાં દેખે છે, તે આપણે કહી શકતા નથી. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જીવનું સ્વરૂપ જાણતાં પહેલાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જીવની સ્વતંત્ર સત્તા છે કે નહિ? ચાર્વાક આદિ દાર્શનિકો જીવની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ ધરાવતા નથી. તેઓ ભૌતિક તત્ત્વોના વિશિષ્ટ સંયોગથી આત્માની ઉત્પત્તિ માને છે. જીવ કે આત્મા નામનું કોઈપૃથક્ સ્વતન્ત્ર તત્ત્વ નથી. જેમ જુદા જુદા પ્રકારના દ્રવ્યોના સંયોગથી માદકતા ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી ચૈતન્ય પેદા થાય છે. ભારતમાં ચાર્વાક અને પશ્ચિમમાં થેલિસ, એનાન્સિમાંડર, એનાક્સિમીનેસ આદિ એકજડવાદી તથા ડેમોક્રેટસ આદિ અનેકજડવાદી આ માન્યતાના પક્ષપાતી છે. વિશેષાવશ્યકભાયમાં આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સાબિત કરવા કેટલાંય પ્રમાણો આપવામાં આવ્યાં છે. સૌપ્રથમ આપણે પૂર્વપક્ષનો વિચાર કરીશું. આત્માના અસ્તિ1. Monistic Materialists. R. Pluralistic Materialists. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન ધર્મ-દર્શન ત્વનો સ્વીકાર ન કરનાર પહેલો હેતુ યા તર્ક એ આપે છે કે આત્મા નથી કેમ કે તેનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી. ઘટ સત્ છે કારણ કે તે ઇન્દ્રિયપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. આત્મા સત્ નથી કેમ કે તે ઘટની જેમ ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. જે ઇન્દ્રિયગ્રાહ્ય નથી થતું તે અસત્ હોય છે, જેમ કે આકાશકુસમ. આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી, તેથી આત્મા આકાશકુસુમતુલ્ય અસત્ છે. કોઈ કહી શકે કે અણુ જો કે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી તેમ છતાં તે સત્ છે, એમ કેમ ? આનો ઉત્તર એ છે કે નિઃસન્દેહ અણુ અણુના રૂપમાં પ્રત્યક્ષગ્રાહ્ય નથી, પરંતુ જ્યારે અણુઓ કોઈ સ્થૂળ પદાર્થના રૂપમાં પરિણત થાય છે ત્યારે તેઓ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બને છે. ઘટરૂપે પરિણત પરમાણુઓ ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય બને છે. જ્યાં સુધી તે પરમાણુઓ કોઈ કાર્યરૂપમાં પરિણત નથી થતા ત્યાં સુધી તેમનું પ્રત્યક્ષ થતું નથી. ઘટ વગેરે કાર્યરૂપે પરિણત થતાં જ તેમનું પ્રત્યક્ષ થાય છે. તેથી એ કહેવું યોગ્ય નથી કે અણુ પ્રત્યક્ષનો વિષય ન હોવા છતાં સત્ છે. અણુનું કાર્ય જો પ્રત્યક્ષગ્રાહ્ય છે તો અણુને પણ એ દૃષ્ટિએ પ્રત્યક્ષગ્રાહ્ય ગણાય અને પરિણામે સત્ જ કહેવાય, એને સત્ કહેવામાં કોઈ બાધા નથી. આત્માની બાબતમાં એવું ન કહી શકાય કેમ કે આત્મા કોઈ પણ અવસ્થામાં ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકતો નથી. તેથી આત્મા અસત્ બને છે. આત્મા અનુમાનનો વિષય પણ બની શકતો નથી કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક થાય છે. જ્યારે કોઈ વસ્તુના અવિનાભાવસંબંધનું ગ્રહણ થાય છે, તે સંબંધનું ક્યાંક પ્રત્યક્ષ થાય છે અને પહેલાં કરેલા સંબંધગ્રહણની સ્મૃતિ થાય છે ત્યારે અનુમાનજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મા અને તેના કોઈ અવિનાભાવી લિંગનું કદી પ્રત્યક્ષ જ થતું નથી, તો પછી આવી પરિસ્થિતિમાં આત્મા અનુમાનનો વિષય કેવી રીતે બની શકે ? આપણને આત્માના કોઈ પણ એવા લિંગનું કદી પ્રત્યક્ષ નથી થયું કે જેને દેખીને આપણે આત્માનું અનુમાન કરી શકીએ. આગમપ્રમાણથી પણ આત્માના સ્વતન્ત્રઅસ્તિત્વની સિદ્ધિથઈ શકતી નથી કેમ કે જેનું પ્રત્યક્ષ જ નથી તે આગમનો વિષય કેવી રીતે બની શકે ? આગમપ્રમાણનો મુખ્ય આધાર પ્રત્યક્ષ છે. કોઈ એવી વ્યક્તિ નથી જેને આત્માનું પ્રત્યક્ષ થયું હોય અને જેનાં વચનોનેપ્રમાણમાનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીશકાય. જોકોઈનેઆત્માનું પ્રત્યક્ષ થયું હોત તો તેનાં વચનોને પ્રમાણ માનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાત. એવી વ્યક્તિના અભાવમાં આગમપ્રમાણ પણ વ્યર્થ છે. થોડા વખત માટે આગમપ્રમાણને ૩ ૧. નીવે તુષ્ઠ સંવેદ્દો પદ્મવવું નં નાધિપફ પડો ના अच्वंतापच्चक्खं च णत्थि लोए खपुष्पं व ॥ ૨. એજન, ૧૫૫૦-૧૫૫૧ ૩. એજન, ૧૫૫૨ વિશેષાવશ્યકભાષ્ય, ૧૫૪૯. Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર માની પણ લઈએ તેમ છતાં પણ આત્માની સિદ્ધિ નથી થઈ શકતી કેમ કે આગમ પરસ્પર વિરોધી વાતો કહે છે. કોઈના આગમમાં અમુક બાબતની સિદ્ધિ મળે છે તો કોઈ બીજાનું આગમ તે જ બાબતનું ખંડન કરે છે. કોઈ આગમ એક વાતને સત્ય અને વાસ્તવિક માને છે તો કોઈ બીજું આગમ તે જ વાતનું ખંડન કરે છે. કોઈ આગમ એક વાતને સત્ય અને વાસ્તિવક માને છે તો કોઈ બીજું આગમ તે જ વાતને મિથ્યા અને કાલ્પનિક સમજે છે. આવી પરિસ્થિતિમાં આગમને આધાર માનીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવામાં ભારોભાર જોખમ છે. ઉપમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમ કે જગતમાં કોઈ એવો પદાર્થ નથી જેની સમાનતાના આધારે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. જયારે આત્માનું પ્રત્યક્ષ જ થતું નથી ત્યારે અમુક પદાર્થ આત્મા સદશ છે, એમ કેવી રીતે કહી શકાય? મૂલના અભાવમાં સાદશ્યજ્ઞાન કેવળ કલ્પના છે. “આ તેના સમાન છે એવું વચન ત્યારે જ સંભવે છે જ્યારે તે પદાર્થનું, જેના સમાન અમુક પદાર્થ છે, ક્યારેક પ્રત્યક્ષ થયું હોય. જ્યારે મૂળ પદાર્થનું જ પ્રત્યક્ષ થવું સંભવતું ન હોય તો સમાનતાના આધારે તે પદાર્થનું જ્ઞાન થવું સંભવે નહિ. અર્થપત્તિ દ્વારા પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. એવો કોઈ પદાર્થ નથી જેના સદ્દભાવને જોઈને એમ કહી શકાય કે આત્માના અભાવમાં આ પદાર્થનો સદૂભાવ ઘટતો નથી, જયારે આ પદાર્થનો અભાવ છે તો આત્માનો અભાવ અવશ્ય હોવો જોઈએ. તેથી અર્થપત્તિ પણ આત્માને સિદ્ધ કરવા સમર્થ નથી. આમ જ્યારે પાંચ સદૂભાવસાધક પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી ત્યારે સ્વાભાવિકપણે જ અભાવ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. અભાવપ્રમાણ અસદ્દભાવ સાધક છે. તેથી એ સિદ્ધ થઈ જાય છે કે આત્મા અસત્ છે. આ અભાવપ્રમાણ અમુક સ્થાને આત્મા નથી એમ નથી કહેતો પરંતુ સર્વત્ર આત્મા નથી એમ જણાવી એ રીતે આત્માના આત્મત્તિક અભાવને સૂચવે છે. કોઈ વસ્તુનું એક જગ્યાએ પ્રત્યક્ષ થાય અને અન્યત્ર પ્રત્યક્ષ ન થાય ત્યારે એ કહી શકાય કે અભાવે અમુક ક્ષેત્રમાં તે વસ્તુના અસદૂભાવની સ્થાપના કરી યા સિદ્ધિ કરી. પરંતુ આત્માનું ક્યાંય પ્રત્યક્ષ થતું નથી, તેથી આત્માના અભાવનું જે જ્ઞાન છે તે આત્મત્તિક અભાવનું સૂચક છે. આ રીતે પૂર્વપક્ષરૂપે આત્માના અસ્તિત્વના વિરોધમાં ઉક્ત હેતુઓ યા તર્કો રજૂ કરવામાં આવ્યા. આ તર્કોનો મુખ્ય આધાર પ્રત્યક્ષ છે — ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના અભાવમાં આત્માનો સદ્દભાવ સિદ્ધ કરી શકાતો નથી. આ હેતુઓનું ખંડન નીચે પ્રમાણે થઈ શકે છે – . Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પ્રથમ હેતુ તરીકે પ્રત્યક્ષનો અભાવ દર્શાવાયો છે, તે યોગ્ય નથી. કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષને જ કોઈ તત્ત્વની સિદ્ધિમાં પ્રમાણ માનવું તર્કસંગત નથી. એમ માનતાં તો સુખ-દુઃખ આદિનો પણ અભાવ સિદ્ધ થઈ જશે કેમ કે સુખ-દુઃખ આદિ ઇન્દ્રિયપ્રત્યક્ષના વિષય નથી પરંતુ માનસ અનુભવના વિષય છે. આત્મા પ્રત્યક્ષથી સિદ્ધ છે કારણ કે સંશય આદિ જેટલી પણ માનસિક અને બૌદ્ધિક ક્રિયાઓ છે તે બધી આત્માના કારણે થાય છે. જ્યાં સંશય થાય છે ત્યાં આત્માના અસ્તિત્વનો અવશ્ય સ્વીકાર કરવો પડશે. જે પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ છે તેને સિદ્ધ કરવા માટે કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આત્મા સ્વયં સિદ્ધ છે કારણ કે આત્માના આધાર પર સંશય વગેરે ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ આદિને સિદ્ધ કરવા માટે કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. તે બધાં આત્મપૂર્વક જ થઈ શકે છે. ૯૮ અહંપ્રત્યયનો આધાર કોઈક ને કોઈક અવશ્ય હોવો જોઈએ કેમ કે તેના વિના વૈકાલિક અહંપ્રત્યય થઈ શકતો નથી. જડ ભૂતોમાં તે શક્તિ નથી કે તેઓ અહંપ્રત્યયને ઉત્પન્ન કરી શકે કારણ કે અહંપ્રત્યયના અભાવમાં જડનું જ્ઞાન જ થઈ શકતું નથી. પહેલાં અહંપ્રત્યય થાય છે પછી ‘આ જડ છે' એવું જ્ઞાન થાય છે. આવી પરિસ્થિતિમાં જડથી અહંપ્રત્યય ઉત્પન્ન થાય છે એમ નહિ કહી શકાય. અહંપ્રત્યયના અભાવમાં જેડ તત્ત્વની સિદ્ધિ જ થઈ શકતી નથી, તો પછી એ કેવી રીતે બની શકે કે જડથી અહંપ્રત્યયની ઉત્પત્તિ થાય ? અહંપ્રત્યયપૂર્વક જ જડની પ્રતીતિ થાય છે, જડપ્રતીતિપૂર્વક અહંપ્રત્યય થતો નથી. જો આત્મા ન હોય તો અહંપ્રત્યય થાય જ કેવી રીતે ? આત્માના અભાવમાં એ સંદેહ જ કેવી રીતે થાય કે આત્મા છે કે નહિ ?૧ આ હેતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, સંશય, નિર્ણય આદિ જેટલી પણ મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે તે કોઈ એક સ્થાયી ચેતન તત્ત્વના અભાવમાં થઈ શકે નહિ. તે બધી ક્રિયાઓ કોઈ એક ચેતન તત્ત્વને આધાર યા કેન્દ્ર બનાવીને જ ઘટાવી શકાય. જ્ઞાન, સંવેદના અને ઇચ્છા કોઈ એક આત્મતત્ત્વ વિના સંભવતાં નથી. તે ત્રણે અવસ્થાઓ વીખરાયેલી અવસ્થામાં ઉપલબ્ધ નથી થતી પરંતુ વ્યવસ્થિત રીતે એકબીજી સાથે સમ્બદ્ધ અને સાપેક્ષ રીતે ઉપલબ્ધ થાય છે. કોઈ એક અનુસૂત સામાન્ય તત્ત્વના અભાવમાં તેમનો પારસ્પરિક સંબંધ બની શકતો નથી. તેમની એકરૂપતા અને અન્વય કોઈ સામાન્ય આધાર વિના સંભવતાં નથી. શુદ્ધ ભૌતિક મસ્તિષ્ક આ જાતની એકરૂપતા, વ્યવસ્થા અને અન્વયનું કારણ ઘટી શકતું નથી. ૧. એજન, ૧૫૫૨ ૨. Cognition, Affection and Conation. Page #123 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૯૯ સંશય અને સંશયીનો પ્રશ્ન પણ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. સંશયના માટે કોઈ એવા તત્ત્વની અનિવાર્યતા છે કે તેનો આધાર હોય. અધિષ્ઠાન વિના કોઈ જ્ઞાનની ઉત્પત્તિ સંભવતી નથી. સાંખ્યકારિકામાં પુરુષની (આત્માની) સિદ્ધિ માટે એક હેતુ ‘ધિષ્ઠાન' પણ આપ્યો છે. તેવી જ રીતે ભોસ્તૃત્વ આદિ હેતુઓ પણ આપ્યા છે.' -આ બધા દેતુઓ અહીં પ્રયુક્ત થઈ શકે છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભગવાન મહાવીર ગૌતમને કહે છે કે હે ગૌતમ ! જો સંશયી જ ન હોય તો હું છું કે નથી' એવો સંશય કરે છે કોણ, એવો સંશય ઉત્પન્ન થાય છે ક્યાંથી? જો તમે પોતે જ ખુદ પોતાના અંગે સંશય કરી શકો છો તો પછી શેમાં સંશય નહિ થાય ? આત્માની સિદ્ધિ માટે ગુણ અને ગુણીનો હેતુ પણ આપવામાં આવે છે. ઘટના રૂપ વગેરે ગુણોને જોઈને ઘટનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે, તેવી જ રીતે આત્માના જ્ઞાન વગેરે ગુણોનો અનુભવ કરીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. ગુણ અને ગુણીનો સંબંધ અવિચ્છેદ્ય છે. જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણી અવશ્ય હોય છે, અને જ્યાં ગુણી હોય છે ત્યાં ગુણો અવશ્ય હોય છે. નતો ગુણ ગુણીના અભાવમાં હોઈ શકે અને ન તો ગુણી ગુણના અભાવમાં હોઈ શકે. જયારે ગુણનો અનુભવ થાય છે ત્યારે ગુણીનું અસ્તિત્વ પણ હોવું જ જોઈએ. વાદી આ હેતુ સ્વીકારી લે છે, પરંતુ તે કહે છે કે જ્ઞાન આદિ ગુણોનો આધાર શરીરથી અન્ય બીજો કોઈ નથી. જ્ઞાન આદિ જેટલા ગુણો અનુભવાય છે તે બધા ગુણો શરીરાશ્રિત છે. આવી પરિસ્થિતિમાં શરીરથી ભિન્ન એક સ્વતન્ત્ર આત્મા માનવાની કોઈ આવશ્યકતા નથી. જ્ઞાન વગેરે શરીરની જ ક્રિયાઓ છે, એટલે તેમનો આધાર શરીરથી પૃથફ અન્ય કોઈ દ્રવ્ય નથી. વાદીનો હેતુ (અનુમાન) આ પ્રમાણે છે– જ્ઞાન આદિ શરીરના ગુણો છે કારણ કે તે ગુણો શરીરમાં જ મળે છે, જે ગુણો શરીરમાં જ મળતા હોય તે ગુણો શરીરના જ હોય, જેમ કે જાડાપણું, દુબળાપણું વગેરે. વાદીનો આ હેતુ વ્યભિચારી છે. તે કેવી રીતે? તેનો ઉત્તર આ પ્રમાણે છે – જ્ઞાનાદિ ગુણ ભૌતિક શરીરના ગુણો ન હોઈ શકે કેમ કે તે ગુણો અરૂપી છે જયારે શરીર તો રૂપી છે, જેમ કે ઘટ. રૂપી દ્રવ્યના ગુણો અરૂપી ન હોઈ શકે, જેમ કે ઘટના ગુણો અરૂપી નથી હોતા કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે. જ્ઞાન આદિ ગુણો અરૂપી છે કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી જ્ઞાન આદિ ગુણ શરીરના ગુણ હોઈ શકે નહિ કેમ કે શરીર १. संघातपरार्थत्वात् त्रिगुणादिविपर्ययादधिष्ठानात्। પુરુષોડતિ મોઝુમવત્ વાર્થ પ્રવૃત્તેિશ સાંખ્યકારિકા, ૧૭. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ૧પપ૭. ૩. એજન, ૧૫૫૮. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ધર્મ-દર્શન રૂપી છે અને તેના ગુણ પણ રૂપી છે અને ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે તેમનું ગ્રહણ થાય છે. તેથી જ્ઞાન આદિ ગુણોનો આશ્રય શરીર સિવાય બીજો હોવો જોઈએ. તે આશ્રય આત્મા છે, જે અરૂપી છે. બીજી વાત એ છે કે કોઈ કોઈ વાર એવું પણ દેખાય છે કે શરીરની ઉપસ્થિતિમાં પણ જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોય છે. સુષુપ્તિ, મૂછ આદિ અવસ્થાઓમાં શરીર વિદ્યમાન હોવા છતાં તેમાં જ્ઞાનાદિ ગુણ ઉપલબ્ધ થતા નથી. તેથી જણાય છે કે જ્ઞાન વગેરે ગુણ શરીરના નથી પરંતુ કોઈ અન્ય તત્ત્વ યા દ્રવ્યના છે. જો શરીરના ગુણ હોત તો રૂપ વગેરે રૂપી ગુણોની જેમ તે ગુણો પણ કોઈ ને કોઈ રીતે ઉપલબ્ધ થાત. શરીર જ્ઞાન આદિ ગુણોનું કારણ હોઈ શકે નહિ કેમ કે શરીર ભૌતિક તત્ત્વોનું કાર્ય છે અને ભૌતિક તત્ત્વ ચેતનાશૂન્ય છે. જો ભૂતોમાં જ ચૈતન્ય નથી તો પછી તેમના કાર્યમાં ચૈતન્ય ક્યાંથી આવવાનું? પ્રત્યેક કાર્ય કારણમાં અનુભૂત રૂપે રહે છે. જ્યારે તે કારણ કાર્યરૂપમાં પરિણત થાય છે ત્યારે શક્તિરૂપે રહેલું કાર્ય અભિવ્યક્તરૂપમાં આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. આ સિવાય કારણ અને કાર્યમાં કોઈ વિશેષ અત્તર નથી. જો ભૌતિક તત્ત્વોમાં જ ચેતના નથી તો પછી એ કેવી રીતે શક્ય છે કે શરીર ચૈતન્યગુણવાળું બની જાય? જો ચેતના પ્રત્યેક ભૌતિક તત્ત્વમાં નથી તો પછી તે તત્ત્વોના સંયોગથી પણ તે ઉત્પન્ન ન થઈ શકે. રેતીના પ્રત્યેક કણમાં ન રહેનારું તેલ રેણુકણોના સંયોગથી પણ ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી એ કહેવું તર્કસંગત નથી કે ચાર ભૂતોમાં પૃથક પૃથક્ ચૈતન્ય ન હોવા છતાં ચાર ભૂતોના વિશિષ્ટ સંયોગથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. કિવ આદિ દ્રવ્યોના વિશિષ્ટ સંયોગથી ઉત્પન્ન થનારી માદકતા સર્વથા નવીન છે એ વાત ખોટી છે. માદકતાનો કંઈક ને કંઈક અંશ કિર્વ વગેરેમાંથી પ્રત્યેક દ્રવ્યમાં અવશ્ય હોય છે. અન્યથા કિવ વગેરે દ્રવ્યો સિવાય બીજા કોઈ પણ દ્રવ્યોથી માદકતા કેમ ઉત્પન્ન થતી નથી ? શક્તિરૂપે કિણવ વગેરે દ્રવ્યોમાં રહેલી માદકતા જ તેમના સંયોગથી અભિવ્યક્ત થાય છે. જે શક્તિરૂપે સતું ન હોય તે અભિવ્યક્તરૂપે પણ સત નથી જ (અર્થાત્ અસત્ જ રહે છે). જે વસ્તુ સર્વથા અસત્ છે તે કયારેય પણ સત બની શકતી નથી, જેમ કે આકાશકુસુમ. જે વસ્તુ સત્ હોય છે તે કયારેય પણ સર્વથા અસત્ નથી બનતી, જેમ કે ચાર ભૂતો. જો ચૈતન્ય સર્વથા અસતુ હોય તો તે કયારેય સત ન બની શકે અને જો તે સતુ હોય તો તે ક્યારેય સર્વથા અસતુ ન બની શકે. ચાર ભૂતોમાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી, તેથી તેનો આશ્રય આત્મા છે. ૧. જ્ઞાનં ર શરીરનુi સત શરીરે નિવર્તમાનત્વાન્ા પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૧૪. ૨. પ્રત્યેકસતી તેવું નથી પુર્તવત્ ા શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૪૪. ૩. ષડ્રદર્શનસમુચ્ચય, ૬.૮૩ ૪. નાસતો વિદ્યતે માવો નાખવો વિદ્યતે સત: ભગવદ્ગીતા, ૨.૧૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૦૧ આત્માની પૃથફ સિદ્ધિમાં એક હેતુ આ પણ છે કે આત્મા યા જીવ શબ્દ સાર્થક છે કેમ કે તે વ્યુત્પત્તિમૂલક છે અને શુદ્ધ પદ છે. જે પદ વ્યુત્પત્તિમૂલક અને શુદ્ધ હોય છે તેનો કોઈ ને કોઈ વિષય યા વાચ્ય અવશ્ય હોય છે, જેમ કે ઘટ શબ્દનો વાચ્ય એક વિશિષ્ટ આકારવાળો પદાર્થ છે. જે પદ સાર્થક નથી હોતું તેની વ્યુત્પત્તિ નથી હોતી અને તે શુદ્ધ પદ નથી હોતું. “ડિત્થ” પદ શુદ્ધ હોવા છતાં પણ વ્યુત્પત્તિમૂલક નથી, તેથી તે નિરર્થક છે. “આકાશકુસુમ' પદ વ્યુત્પત્તિમૂલક હોવા છતાં પણ નિરર્થક છે કેમ કે તે શુદ્ધ પદ નથી. “જીવ' પદ માટે એવી વાત નથી, એટલે એનો વાચ્ય કોઈ ને કોઈ અર્થ અવશ્ય હોવો જોઈએ. તે અર્થ આત્મા છે. આત્માનું સ્વરૂપ તત્ત્વાર્થસૂત્રમાં જીવનું લક્ષણ દર્શાવતી વખતે ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપયોગ બોધરૂપ વ્યાપારવિશેષ છે. આ વ્યાપાર ચૈતન્યના કારણે થાય છે. જડ પદાર્થોમાં ઉપયોગ નથી કેમ કે તેમનામાં ચેતનાશક્તિનો અભાવ છે. આ ચેતનાશક્તિ આત્મા સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી. તેથી તેને જીવનું લક્ષણ કહેવામાં આવેલ છે. ઉપયોગ ઉપરાંત ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય, સત્ત્વ, પ્રમેયત્વ આદિ અનેક સાધારણ ધર્મો પણ તેમાં મળે છે. જીવનો વિશેષ ધર્મ ચેતના જ તત્ત્વાર્થસૂત્રકારના શબ્દોમાં ઉપયોગ છે, તેથી તે જ તેનું લક્ષણ છે. લક્ષણમાં તે જ ગુણોનો સમાવેશ થાય છે જે અસાધારણ હોય. ઉપયોગને આત્માનું લક્ષણ સ્થૂળ દૃષ્ટિએ કહ્યું છે. આમ તો ચૈતન્ય જ આત્માનો ધર્મ છે. તે ચૈતન્ય કેવળ ઉપયોગરૂપ જ નથી પરંતુ સુખાત્મક અને વીર્યાત્મક પણ છે. ઉપયોગનો અર્થ થાય છે જ્ઞાન અને દર્શન. આત્મામાં અનન્ત ચતુષ્ટય છે – અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસુખ અને અનન્તવીર્ય. ઉપયોગ કેવળ જ્ઞાન અને દર્શન જ છે. સુખ અને વીર્યનો તેની અંદર સમાવેશ કરવાથી આ લક્ષણ પૂર્ણ બની શકે છે. અનન્ત ચતુષ્ટય સંસારી આત્મામાં પોતાના પૂર્ણ રૂપમાં નથી હોતું. મુક્ત આત્મા અથવા કેવલીની દૃષ્ટિએ તેનું ગ્રહણ કરવામાં આવેલ છે. (અથવા કહો કે અવ્યક્ત યા અપ્રકટ રૂપમાં તો અનન્ત ચતુષ્ટય સંસારી આત્મામાં પણ છે. કેવળ આવરણોને કારણે અપ્રગટ છે.) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અત્તરાય કર્મના ક્ષયથી ક્રમશઃ અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસુખ અને અનન્તવીર્ય પ્રાદુર્ભત થાય છે. આ ચાર ઘાતકર્મોના ક્ષયથી પ્રાદુર્ભત થનારી ચેતનાની વિશેષ શક્તિઓને જ અનન્ત ૧. ગીવો ઉત્ત સત્થvi સત્તામો પfમહાઈ વા વિશેષાવશ્યકભાષ્ય, ૧૫૭૫ ૨. ૩પયો ક્ષણમ્ ! તત્વાર્થસૂત્ર, ૨.૮. ૩. સ દિવિધોડBતુર્મેદ્રઃ એજન, ૨.૯. ૪. મોદક્ષયજ્ઞાનઃર્શનાવરાતરીયક્ષથીષ્ય નમ્' એજન, ૧૦.૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન ધર્મ-દર્શન ચતુષ્ટયનું નામ અપાયું છે. આમ જીવ યા આત્માનું લક્ષણ ચેતના જ છે. જ્ઞાનોપયોગ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગમાં એ અત્તર છે કે જ્ઞાન સાકાર છે જ્યારે દર્શન નિરાકાર છે. જ્ઞાન સવિકલ્પક છે અને દર્શન નિર્વિકલ્પક છે. ઉપયોગની સર્વપ્રથમ ભૂમિકા દર્શન છે જેમાં કેવળ સત્તાનું ભાન થાય છે. ત્યાર પછી ક્રમશઃ ઉપયોગ વિશેષગ્રાહી બનતો જાય છે. આ જ્ઞાનોપયોગ છે. પહેલાં દર્શન થાય છે, પછી જ્ઞાન થાય છે. તેથી દર્શન નિરાકાર અને નિર્વિકલ્પક છે જ્યારે જ્ઞાન સાકાર અને સવિકલ્પક છે. દર્શનની પહેલાં જ્ઞાનને એટલા માટે ગણાવવામાં આવે છે કારણ કે જ્ઞાન નિર્ણયાત્મક હોવાના કારણે અધિક મહત્ત્વ ધરાવે છે. પરંતુ ઉત્પત્તિની દષ્ટિએ જ્ઞાનનું સ્થાન પછી છે અને દર્શનનું સ્થાન પહેલું છે. જ્ઞાનોપયોગના બે ભેદ છે – સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન. સ્વભાવજ્ઞાન પૂર્ણ હોય છે. તેને કોઈ પણ ઇન્દ્રિયની અપેક્ષા નથી હોતી. સીધું આત્માથી જ થનારું પૂર્ણજ્ઞાન સ્વભાવજ્ઞાન છે. આ જ્ઞાન પ્રત્યક્ષ અને સાક્ષાત છે. આ જ્ઞાનને જૈન દર્શન કેવલજ્ઞાનની સંજ્ઞા દે છે. આ જ્ઞાન એકલું જ થાય છે, તેથી તે કેવલજ્ઞાન કહેવાય છે. કેવલનો અર્થ છે અસહાય – એકલું. આ જ્ઞાન કદી મિથ્યા નથી હોતું. વિભાવજ્ઞાનના વળી બે ભેદ થાય છે – સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન. સમ્યજ્ઞાનના ચાર પ્રકાર છે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન. મતિજ્ઞાન – ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારું જીવ અને અજીવને વિષય કરનારું જ્ઞાન મતિજ્ઞાન છે. શ્રતજ્ઞાન– કોઈ આતનાં વચનો સાંભળીને કે વાંચીને જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન આપ્તવાક્યના સંકેતસ્મરણથી પેદા થાય છે. તેને આગમજ્ઞાન યા શબ્દજ્ઞાન પણ કહી શકાય. અવધિજ્ઞાન – રૂપી પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન અવધિજ્ઞાન છે. આ જ્ઞાનથી રૂપી દ્રવ્યો જ જ્ઞાત થાય છે, અરૂપી દ્રવ્યો જ્ઞાત થતાં નથી. મનઃપર્યાયજ્ઞાન – મનના વિવિધ પર્યાયોનું પ્રત્યક્ષ જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે. ૧. પ્રમાણનયતત્તાલોક, ૨.૭. ૨. જુવો વિદો, નહાવાનું વિભાવપતિ ા નિયમસાર, ૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૦૩ મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે - મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.' મત્યજ્ઞાન – મતિજ્ઞાનનું વિપરીત જ્ઞાન મત્યજ્ઞાન છે. શ્રુતાજ્ઞાન – શ્રુતજ્ઞાનનું વિપરીત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. વિભંગશાન – અવધિજ્ઞાનનું વિપરીત જ્ઞાન વિભૃગજ્ઞાન છે. મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાનનો આધાર વિષય નથી પણ જ્ઞાતા છે. જે જ્ઞાતા મિથ્યાશ્રદ્ધાવાળો હોય છે તેનું સઘળું જ્ઞાન મિથ્યા હોય છે. જે જ્ઞાતાની શ્રદ્ધા (દર્શન) સમ્યફ હોય છે તેનું જ્ઞાન પણ સમ્યફ હોય છે. જ્ઞાનના સમ્યકત્વ અને મિથ્યાત્વનો આધાર શ્રદ્ધા છે, બાહ્ય પદાર્થ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જે જીવ પોતાની સ્વાભાવિક અવસ્થામાં હોય છે તેનું જ્ઞાન પૂર્ણ હોય છે. આ જ જ્ઞાન કેવલજ્ઞાન છે. આ જ્ઞાન માટે આત્માને કોઈ કારણ યા સાધનની આવશ્યકતા હોતી નથી. ઇન્દ્રિય આદિ કારણ તેને માટે કોઈ પણ રીતે ઉપકારક થતાં નથી. જ્ઞાનાવરણ કર્મનો પ્રભાવ હોવાથી સંસારી અર્થાત્ બદ્ધ આત્માને પૂર્ણ જ્ઞાન હોતું નથી. આ અપૂર્ણ જ્ઞાનના ચાર પ્રકાર છે. જે જ્ઞાનનો આધાર ઇન્દ્રિય અને મન હોય છે તે મતિજ્ઞાન કહેવાય છે. જે જ્ઞાનનો આધાર અન્ય પુરુષનું જ્ઞાન હોય છે તે જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જે જ્ઞાન પ્રત્યક્ષ તો હોય છે અર્થાત્ ઇન્દ્રિય આદિ બાહ્ય કરણોની અપેક્ષા રાખતું નથી પરંતુ સીમિત હોય છે – અપૂર્ણ હોય છે તે અવધિજ્ઞાન છે. જે જ્ઞાન મનને, જે સૂક્ષ્મ રૂપી દ્રવ્ય છે તેને, પોતાનો વિષય બનાવે છે તે જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન પણ મન સુધી જ સીમિત છે. તે કદી મિથ્યા નથી હોતું. ઉપર જણાવેલાં ચાર અપૂર્ણ જ્ઞાનના પ્રકારોમાંથી પ્રથમ ત્રણ પ્રકાર મિથ્યા પણ હોઈ શકે છે. એ ત્રણ પ્રકારનાં મિથ્યાજ્ઞાનો મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે થાય છે. જ્યારે શ્રદ્ધા સભ્ય બની જાય છે ત્યારે ત્રણે જ્ઞાનો સમ્યક બની જાય છે. આમ જ્ઞાનોપયોગના કુલ આઠ ભેદ થયા– (૧) કેવલજ્ઞાન (સ્વભાવજ્ઞાન), (૨) મતિજ્ઞાન, (૩) શ્રુતજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૫) મન:પર્યાયજ્ઞાન, (૬) મત્યજ્ઞાન, (૭) શ્રુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. આ આઠ ભેદોને તત્ત્વાર્થસૂત્રકારે આ પ્રમાણે જણાવ્યા છે – પહેલાં જ્ઞાનનાં પાચ ભેદ જણાવ્યા : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ. તેમાંથી પ્રથમ બે અર્થાત્ મતિ અને શ્રુતને પરોક્ષ કહ્યાં. બાકીનાં ત્રણ અર્થાત્ અવધિ, મન:પર્યાય અને ૧. તિકૃતાવધયો વિપર્યયશા તત્ત્વાર્થસૂત્ર, ૧.૩૨. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૧.૯-૧૨; ૧.૩૨. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ધર્મ-દર્શન કેવલને પ્રત્યક્ષ કહ્યાં. આ પાંચ જ્ઞાનોમાંથી પ્રથમ ત્રણ જ્ઞાનોનાં વિપર્યયરૂપ ત્રણ જ્ઞાનો (અજ્ઞાનો) જણાવ્યાં. આ રીતે બે પરોક્ષ, ત્રણ પ્રત્યક્ષ અને ત્રણ વિપર્યયરૂપ જ્ઞાનો(અજ્ઞાનો) એમ કુલ મળીને જ્ઞાનના આઠ ભેદ થયા. જ્ઞાનોપયોગની ચર્ચા આ આઠ ભેદો સાથે સમાપ્ત થાય છે. દર્શનોપયોગ જ્ઞાનોપયોગની જેમ દર્શનોપયોગ પણ બે પ્રકારનો છે સ્વભાવદર્શન અને વિભાવદર્શન. સ્વભાવદર્શન આત્માનો સ્વાભાવિક ઉપયોગ છે. સ્વભાવજ્ઞાનની જેમ આ પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હોય છે. તેને કેવલદર્શન કહે છે. વિભાવદર્શનના ત્રણ પ્રકાર છે — ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન. ચક્ષુર્દર્શન — ચક્ષુરિન્દ્રિય દ્વા૨ા થતો નિરાકાર અને નિર્વિકલ્પક બોધ ચક્ષુર્દર્શન છે. ચક્ષુરિન્દ્રિયની પ્રધાનતાના કારણે ચક્ષુર્દર્શન નામનો સ્વતન્ત્ર ભેદ કરવામાં આવ્યો છે. અચક્ષુર્દર્શન ~~~ ચક્ષુરિન્દ્રિય સિવાયની બાકીની ઇન્દ્રિયોથી તેમ જ મનથી થનારું દર્શન અચક્ષુર્દર્શન છે. અવધિદર્શન ~~~~ સીધું આત્માથી જ થનારું રૂપી પદાર્થોનું દર્શન અવધિદર્શન છે. આ પ્રમાણે દર્શનોપયોગના ચાર ભેદ થયા ——— (૧) કેવલદર્શન (સ્વભાવદર્શન), (૨) ચક્ષુર્દર્શન, (૩) અચક્ષુર્દર્શન અને (૪) અવધિદર્શન. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગના ભેદોમાં એ અત્તર છે કે દર્શનોપયોગ કયારેય મિથ્યા નથી હોતો. સત્તામાત્રનો ઉપયોગ મિથ્યા હોઈ શકતો નથી. જ્યારે ઉપયોગ સવિકલ્પક રૂપ ધારણ કરે છે - -વિશેષગ્રાહી બને છે ત્યારે મિથ્યા હોવાનો અવસર આવે છે. સામાન્ય સત્તામાત્રનું ગ્રહણ મિથ્યાત્વથી ૫૨ છે કેમ કે ત્યાં કેવળ સત્તાનો પ્રતિભાસ છે. સત્તામાત્રના પ્રતિભાસમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વનો ભેદ નથી હોતો. તે તો એકરૂપ હોય છે અને તે રૂપ યથાર્થ હોય છે. બીજું અન્તર એ છે કે મનઃપર્યાયદર્શન નથી હોતું કેમ કે અવિધિદર્શનના વિષયના અનન્તમા ભાગનું જ્ઞાન જ મન:પર્યાય છે. મન:પર્યાયઉપયોગ અવધિજ્ઞાનનો જ વિશેષ વિકાસ છે. આવી પરિસ્થિતિમાં મનઃપર્યાયદર્શન નામના ભિન્ન દર્શનની કોઈ આવશ્યકતા નથી. સૂક્ષ્મ વિવેચન કરી જોતાં મન:પર્યાયજ્ઞાન પણ અવધિજ્ઞાનથી ભિન્ન નથી. અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન એક જ ઉપયોગની બે ભૂમિકાઓ છે. ત્રીજું અન્તર એ કે શ્રુતજ્ઞાનની જેમ શ્રુતદર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૦૫ નથી થતું કેમ કે હૃતોપયોગ હમેશાં સવિકલ્પક જ હોય છે. ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન મતિજ્ઞાનની જ પૂર્વભૂમિકાઓ છે. તે બન્નેનું નામ મતિદર્શન એટલા માટે નથી રાખ્યું કેમ કે દર્શનમાં ચક્ષુરિન્દ્રિયને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. ચક્ષુના મહત્ત્વના કારણે એક ભેદ ચક્ષુના નામ ઉપરથી રાખવામાં આવ્યો અને બીજો ભેદ ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનના અર્થવાળા નામ ઉપરથી રાખવામાં આવ્યો. | સર્વસામાન્યપણે આત્માનું આ જ સ્વરૂપ છે. આમ તો જીવોના બે ભેદો કરવામાં આવ્યા છે—સંસારી અને મુક્ત. મુક્ત જીવનું લક્ષણ સ્વભાવોપયોગ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ આત્માનો શુદ્ધ અને સ્વભાવોપયોગ જ મુક્તાત્માની પહેચાન છે. સંસારી જીવોના સમનસ્ક અને અમનસ્ક, ત્રસ અને સ્થાવર, પર્યાપ્ત અને અપર્યાપ્ત આદિ કેટલાય ભેદો છે. તે બધા ભેદોનો વિશેષ વિચાર ન કરતાં સંસારી જીવના સ્વરૂપનું જરા વિસ્તૃત વિવેચન કરીશું. સાથે સાથે જ અન્ય દર્શનોથી આ વિષયમાં જૈન દર્શનનો શું મતભેદ છે તેનો પણ ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરીશું. સંસારી આત્મા વાદિદેવસૂરીએ સંસારી આત્માનું જ સ્વરૂપ જણાવ્યું છે તેમાં જૈનદર્શનસમ્મત આત્માનું પૂરેપુરું સ્વરૂપ આવી જાય છે. અહીં તે સ્વરૂપના આધારે વિવેચન કરવામાં આવશે. તે સ્વરૂપ આ છે– આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ છે. તે ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી છે,કર્તા છે, સાક્ષાત્ ભોક્તા છે, સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પૌદ્ગલિક કર્મોથી યુક્ત છે. ૨ આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ છે આ કથનનું તાત્પર્ય એ છે કે ચાર્વાક વગેરે જે લોકો આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી માનતા તેમણે તેની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કરવો જોઈએ. તે અંગે અમે ઘણું બધું લખી ચૂક્યા છીએ એટલે તેને ફરી લખવાની જરૂરત નથી. તે ચૈતન્યસ્વરૂપ છે' આ લક્ષણ વૈશેષિક અને નૈયાયિક વગેરે દાર્શનિકોને ઉત્તર દેવા માટે છે જેઓ ચૈતન્યને આત્માનો આગન્તુક અને ઔપાધિક ગુણ માને છે, આત્માને ૧. સંસોિ મુpa એજન, ૨.૧૦. २. प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा। चैतन्यस्वरूप: परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम्। –પ્રમાણનયતખ્તાલોક, ૭.૫૫-૫૬. Page #130 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ જૈન ધર્મ-દર્શન સ્વરૂપથી ચેતન માનતા નથી, બુદ્ધયાદિ ગુણોના સંબંધના કારણે આત્મામાં જ્ઞાન યા ચેતના ઉત્પન્ન થાય છે એમ માને છે, જેમ અગ્નિ સાથેના સંબંધના કારણે ઘડામાં રક્તતા ઉત્પન્ન થાય છે તેમ આત્મામાં ચેતના ગુણ ઉત્પન્ન થાય છે એ જાતની માન્યતા ધરાવે છે.' જયાં સુધી આત્મામાં ચૈતન્ય ઉત્પન્ન નથી થતું ત્યાં સુધી તે જડ છે. જે લોકો આ રીતે ચૈતન્યની ઉત્પત્તિ માને છે તેમના મતમાં આત્મા સ્વભાવથી ચેતન નથી. તેઓ ચૈતન્યને આત્માનો આવશ્યક ગુણ નથી માનતા. ચૈતન્ય અથવા જ્ઞાન એક ભિન્ન તત્ત્વ છે અને આત્મા એક ભિન્ન પદાર્થ છે. બન્નેનો સંબંધ થવાથી આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ સંબંધના કારણે આપણે કહીએ છીએ કે આત્મા જ્ઞાનવાનું છે. જેમ દંડ સાથે સંબંધ થવાથી પુરુષ દંડી કહેવાય છે તેમ જ્ઞાન સાથે સંબંધ થવાથી આત્મા જ્ઞાનવાનું કહેવાય છે. હકીકતમાં તો જ્ઞાન અને આત્મા અત્યન્ત ભિન્ન છે. ઉપર્યુક્ત માન્યતાનું ખંડન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે. ચૈતન્ય આત્માનો મૂલગુણ છે, આગન્તુક કે ઔપાધિક નથી. આત્મા અને ચૈતન્યમાં એકાન્ત ભેદ નથી. જો આત્મા અને જ્ઞાનનો એકાત્ત ભેદ માનવામાં આવે તો ચૈત્રનું જ્ઞાન ચેત્રના આત્માથી એટલું જ ભિન્ન બની જાય જેટલું તે મૈત્રના આત્માથી ભિન્ન છે. તેવી જ રીતે મૈત્રનું જ્ઞાન પણ મૈત્રના આત્માથી એટલું જ ભિન્ન બની જાય જેટલું તે ચૈત્રના આત્માથી ભિન્ન છે. ચૈત્ર અને મૈત્ર બન્નેના જ્ઞાનો બન્નેના આત્માઓ માટે એકસરખાં બની જાય. આવી પરિસ્થિતિમાં એનું શું કારણ છે કે ચૈત્રનું જ્ઞાન ચૈત્રના જ આત્મામાં હોય છે અને મૈત્રનું જ્ઞાન મૈત્રના જ આત્મામાં હોય છે? બન્ને જ્ઞાનો બન્ને આત્મામાં સમાનપણે રહેવા જોઈએ. પરિણામે, “તેનું જ્ઞાન” “આનું જ્ઞાન” કે “મારું જ્ઞાન' જેવી કોઈ વસ્તુ જ ન હોવી જોઈએ. બધાં જ્ઞાનો બધા આત્માઓથી સભાનપણે ભિન્ન બની જાય છે કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ નથી; જ્ઞાન તો પછીથી આત્મા સાથે જોડાય છે. આ આપત્તિ દૂર કરવા માટે કહેવામાં આવે છે કે જો કે જ્ઞાન અને આત્મા બિલકુલ ભિન્ન છે તેમ છતાં જ્ઞાન આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે. જે જ્ઞાન જે આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ હોય છે તે જ્ઞાન તે જ આત્માનું કહેવાય છે, અન્ય આત્માનું નહિ. આ રીતે સમવાય સંબંધ અમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. ચૈત્રનું જ્ઞાન ચૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે, મૈત્રના આત્મા સાથે સમ્બદ્ધ ૧. નિપસંયોગરોહિતાવિગુણવત્ા શાંકરભાષ્ય, ૨.૩.૧૮૮. Page #131 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૦૭ નથી. આ જ રીતે મૈત્રનું જ્ઞાન મૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે, ચૈત્રના આત્મા સાથે સમ્બદ્ધ નથી. જે જ્ઞાન જે આત્મા સાથે સમવાય સંબંધથી જોડાયેલું હોય છે તે જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન કહેવાય છે. નૈયાયિકો અને વૈશેષિકોનો આ ખુલાસો યોગ્ય નથી. તેમના મતે સમવાય એક છે, નિત્ય છે અને વ્યાપક છે. અમુક જ્ઞાનનો સંબંધ ચૈત્ર સાથે જ હોવો જોઈએ, મૈત્ર સાથે નહિ, એનો કોઈ સંતોષપ્રદ ઉત્તર આ નથી. જો સમવાય એક, નિત્ય અને વ્યાપક છે તો પછી એવું કેમ કે અમુક જ્ઞાનનો સમવાય સંબંધ અમુક આત્મા સાથે જ હોય અને અન્ય આત્મા સાથે નહિ. બીજી વાત એ છે કે ન્યાયવૈશેષિક દર્શન અનુસાર આત્મા પણ સર્વવ્યાપક છે એટલે એક આત્માનું જ્ઞાન બધા આત્મામાં રહેવું જોઈએ. એ રીતે તો ચૈત્રનું જ્ઞાન મૈત્રમાં પણ રહે. માની લઈએ કે જ્ઞાન સમવાય સંબંધથી આત્માની સાથે સંબદ્ધ થઈ જાય છે, તો પણ એક પ્રશ્ન તો રહે છે અને તે એ કે સમવાય કયા સંબંધ દ્વારા જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ થાય છે? જો સમવાય કોઈ અન્ય સંબંધ દ્વારા જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ થાય છે એમ માનવામાં આવે તો અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. જો કહેવામાં આવે કે સમવાય બીજા સંબંધની અપેક્ષા રાખ્યા વિના જ જ્ઞાન અને આત્મા સાથે જોડાઈ જાય છે તો પછી જ્ઞાન અને આત્મા સમવાયની અપેક્ષા રાખ્યા વિના સ્વયં કેમ ન જોડાઈ જાય? તેમને જોડવા માટે ત્રીજા સમવાય પદાર્થની આવશ્યકતા શી છે? તૈિયાયિક અને વૈશેષિક જ્ઞાન અને આત્માના આત્યંતિક ભેદને સિદ્ધ કરવા એક અન્ય હેતુ આપે છે. તે કહે છે કે આત્મા અને જ્ઞાનની વચ્ચે કર્ત-કરણભાવ છે એટલે આત્મા અને જ્ઞાન ભિન્ન હોવા જોઈએ. આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે, એટલે આત્મા અને જ્ઞાન એક ન હોઈ શકે, જૈન દાર્શનિક કહે છે કે આ હેતુ પણ બરાબર નથી. જ્ઞાન અને આત્માનો સંબંધ સામાન્ય કરણ અને કર્તાનો સંબંધ નથી. “દેવદત્ત દાતરડાથી લણે છે અહીં દાતરડું એક બાહ્ય કરણ છે. જ્ઞાન એ જાતનું કરણ નથી જે આત્માથી ભિન્ન હોય. જો દાતરડાની જેમ જ્ઞાન પણ આત્માથી ભિન્ન સિદ્ધ થાય તો કહી શકાય કે જ્ઞાન અને આત્મા વચ્ચે કરણ અને કર્તાનો સંબંધ છે અને તેથી જ્ઞાન આત્માથી ભિન્ન છે. આપણે કહી શકીએ છીએ કે દેવદત્ત નેત્ર અને દીપકથી દેખે છે. करणं द्विविधं ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः । યથા નુનાતિ રાત્રે મેરું છતિ વેતન | સ્વાદ્વાદમંજરી, પૃ. ૪૨. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ધર્મ-દર્શન અહીં દેવદત્તથી દીપક જે રીતે ભિન્ન છે તે રીતે નેત્ર ભિન્ન નથી. જો કે દીપક અને નેત્ર બન્ને કરણ છે તેમ છતાં તે બન્ને કરણોમાં બહુ અત્તર છે. તેવી જ રીતે જ્ઞાન આત્માનું કરણ હોવા છતાં પણ આત્માથી સર્વથા ભિન્ન નથી. તે આત્માનો સ્વભાવ છે તેથી આત્માથી અભિન્ન છે. અહીં કોઈને શંકા થાય કે જો આત્મા અને જ્ઞાન અભિન્ન છે તો તે બેની વચ્ચે કર્તકરણભાવ કેવી રીતે ઘટે? જેમ સાપ પોતે જ પોતાને લપેટે છે તેમ આત્મા પોતાના દ્વારા જ પોતે પોતાને જાણે છે. તે જ આત્મા જાણનારો છે અર્થાત્ કર્તા છે અને તે જ આત્મા વડે તે જાણે છે અર્થાત્ તે જ આત્મા કરણ પણ છે. કર્તા અને કરણનો આ સંબંધ પર્યાયભેદે છે. આત્માના જ પર્યાયો કરણ બને છે. તે પર્યાયોને છોડી બીજું કોઈ કરણ નથી. તેથી આત્મા ચૈતન્યસ્વરૂપ છે. આત્મા “પરિણામી છે. આ વિશેષણ તે લોકોના મતનું ખંડન કરવા માટે છે જેઓ આત્માને ચૈતન્યસ્વરૂપ માનીને પણ તેને એકાન્તપણે નિત્ય અને શાશ્વત માને છે. તેઓ કહે છે કે આત્મા અપરિણામી છે – અપરિવર્તનશીલ છે. ઉદાહરણ તરીકે સાંખ્ય દર્શનને લો. તે પુરુષને ફૂટસ્થનિત્ય માને છે. જે કંઈપણ પરિવર્તન થાય છે તે પ્રકૃતિમાં જ થાય છે. પુરુષ ન તો કયારેય બદ્ધ થાય છે કે ન તો મુક્ત. બન્ધન અને મુક્તિરૂપ જેટલાં પણ પરિણામ છે તે બધાં પ્રકૃત્યાશ્રિત છે, પુરુષાશ્રિત નથી. પુરુષ નિત્ય છે એટલે જન્મ, મરણ આદિ જેટલાં પણ પરિણામ છે તેનાથી અત્યન્ન ભિન્ન છે, તેને બિલકુલ સ્પર્શતાં નથી. તેથી પુરુષ અપરિણામી છે. પરિણામવાદનું સમર્થન કરનારું જૈનદર્શન કહે છે કે જો પ્રકૃતિ જ બદ્ધ થતી હોય અને મુક્ત થતી હોય તો તે શું છે જેના કારણે પ્રકૃતિ બદ્ધ થાય છે અને જેના અભાવમાં પ્રકૃતિ મુકત થાય છે? પ્રકૃતિથી અતિરિક્ત કોઈ એવું તત્ત્વ તો છે નહિ જેને સાંખ્ય દર્શન સ્વીકારતું હોય. તેથી પ્રકૃતિ કોઈ અન્ય તત્ત્વથી તો બદ્ધ થઈ શકતી નથી. જો પ્રકૃતિ પોતે પોતાની મેળે જ બદ્ધ થતી હોય અને પોતે પોતાની મેળે જ મુક્ત થતી હોય તો બન્ધન અને મુક્તિમાં કોઈ અન્તર નહિ રહે કેમ કે પ્રકૃતિ હમેશાં પ્રકૃતિ જ છે. તે તેવી ને તેવી જ રહેશે કેમ કે તેમાં ભેદ કરનાર કોઈ અન્ય કારણ તો છે નહિ. અખંડ તત્ત્વમાં પોતાની મેળે જ અવસ્થાભેદ થઈ શકતો નથી. જો માનવામાં આવે કે પુરુષ ૧. સર્વ માત્માનાત્મના વેષ્ટતા સ્યાદ્વાદમંજરી, પૃ. ૪૩. ૨. તસ્નાત્ર વધ્યતે નમુતે નાઈપ સંસરત શત્ ા સંસતિ વધ્યતે મુખ્યત્વે નાનાશ્રયા પ્રતિઃ | સાંખ્યકારિકા, ૬૨. Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૦૯ પ્રકૃતિના પરિવર્તનનું કારણ છે તો પણ સમસ્યાનું સમાધાન થતું નથી. પુરુષ હમેશાં પ્રકૃતિ સમ્મુખ રહે છે. જો તે હમેશાં એકરૂપ છે તો પ્રકૃતિ પણ એકરૂપ રહેશે. જો તેમાં પરિવર્તન થશે તો પ્રકૃતિમાં પણ પરિવર્તન થશે. એવું તો બની શકે નહિ કે પુરુષ તો સદેવ એકરૂપ રહે અને પ્રકૃતિમાં પરિવર્તન થતું રહે. જો પુરુષ પ્રકૃતિના પરિવર્તનનું કારણ હોય તો પુરુષમાં પણ પરિવર્તન થવું જોઈએ. પુરુષમાં પરિવર્તન થયા વિના પ્રકૃતિમાં પરિવર્તન થાય, એ તો ન સમજાય એવી વાત છે. જો પ્રકૃતિના પરિવર્તન માટે પુરુષમાં પરિવર્તન માનવામાં આવે તો પુરુષ કૂટસ્થનિત્ય ન રહે જ્યારે સાંખ્ય અનુસાર તો પુરુષ કૂટનિત્ય છે. આમ એક બલામાંથી બચવા જતાં બીજી બલા કોટે વળગે. સાંખ્ય દર્શન અનુસાર સુખ, દુઃખ આદિ જેટલી પણ માનસિક ક્રિયાઓ છે તે બધી પ્રકૃતિની દેણ છે. પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે. આ પ્રતિબિંબના કારણે પુરુષ એમ સમજે છે કે સુખ, દુઃખ મારા ભાવ છે. આ માન્યતા પણ પુરુષપરિણામવાદ તરફ લઈ જાય છે. પુરુષ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને સુખ, દુઃખ વગેરેને પોતાનાં સમજવા લાગે છે, એનો અર્થ એ થયો કે તેના મૂલ રૂપમાં એક જાતનું પરિવર્તન આવી ગયું. પોતાના અસલ મૂળ રૂપને છોડ્યા વિના પુરુષ સુખ દુખ આદિને, જે ખરેખર તેના નથી તેમને, પોતાના સમજવા લાગે એવું તો ક્યારેય ન બની શકે. જેવો પુરુષ પોતાના મૂળ રૂપને ભૂલી અન્ય રૂપમાં આવી જાય છે તેવું જ તેના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. આ પરિવર્તન અપરિણામી પુરુષમાં કદાપિ સંભવે જ નહિ. તેથી પુરુષ પરિણામી છે. બીજી વાત એ કે સુખ, દુઃખ આદિ પરિણામ ચૈતન્યપૂર્વક છે. જડ પ્રકૃતિને આ પરિણામોનો અનુભવ થઈ શક્તો નથી. એટલે પુરુષને પરિણામી જ સ્વીકારવો જોઈએ. સાંખ્ય દર્શન પુરુષને કર્તા નથી માનતું. પુરુષ સાક્ષી માત્ર છે, એવી તેની શ્રદ્ધા છે. પુરુષપરિણામવાદની સિરિદ્ધની સાથે જ પુરુર૭૩નું કર્તુત્વ પણ સિદ્ધ થઈ જાય છે. સુખ, દુ:ખ આદિનો અનુભવ ક્રિયા વિના નથી થઈ શકતો. અથવા કહેવું જોઈએ કે સુખ, દુઃખ આદિ ક્રિયારૂપ જ છે. આમ હોવાથી પુરુષને અકર્તા અને નિષ્ક્રિય કહેવો બરાબર નથી. આત્મા “કર્તા છે” આ લક્ષણ આ વાતનું સમર્થન કરે છે. આત્મા સાક્ષાત્ ભોક્તા છે” આ વિશેષણ પણ સાંખ્યના મતના ખંડન માટે છે. સાંખ્ય ચિંતકો પુરુષમાં સાક્ષાત્ ભોસ્તૃત્વ નથી માનતા. તેઓ કહે છે કે બુદ્ધિનો જે ભોગ છે તેને પુરુષ પોતાનો માની લે છે. આમ પુરુષમાં સ્વતઃ ભોગક્રિયા નથી. જૈન १. तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य । વૈવાં માધ્યä zકૃત્વમwતૃભાવ8 || સાંખ્યકારિકા, ૧૯. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન ધર્મ-દર્શન ચિંતકો કહે છે કે ભોગરૂપ ક્રિયા જડ બુદ્ધિમાં ન ઘટે. તેનો સંબંધ સીધો પુરુષ સાથે છે– આત્મા સાથે છે. જેમ ઉપર્યુક્ત પરિણામ અને ક્રિયાનો આશ્રય આત્મા છે તેમ ભોગરૂપ ક્રિયાનો આશ્રય પણ આત્મા જ છે. વળી, પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એ સાંખ્યની વાત શક્ય જ નથી કારણ કે પુરુષ આધ્યાત્મિક અને ચેતન તત્ત્વ છે જયારે બુદ્ધિ જડ અને ભૌતિક છે કેમ કે તે પ્રકૃતિનો જ વિકાસ છે. ચૈતન્યનું જડ તત્ત્વમાં પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? પ્રતિબિંબ તો જડનું જડમાં જ પડી શકે. જૈન દર્શનસમ્મત આત્મા અને કર્મના સંબંધમાં આ બધા દોષો લાગુ પડતા નથી કારણ કે તે સંસારી આત્માને પરિણામી અને કથંચિત્ મૂર્તિ માને છે. સાંખ્ય દર્શન એકાન્તવાદી છે. તે પુરુષને એકાન્ત નિત્ય માને છે, પુરુષમાં પરિણામનો આત્મત્તિક અભાવ માને છે. આવી પરિસ્થિતિમાં પ્રકૃતિ અને પુરુષનો કોઈ પણ જાતનો સંબંધ ઘટી શકે જ નહિ. સંબંધને માટે પરિવર્તન – પરિણામ અત્યન્ત આવશ્યક છે. જ્યાં પરિણામનો અભાવ હોય ત્યાં કર્તુત્વ, ભોક્નત્વ આદિ બધી ક્રિયાઓનો અભાવ હોય. આત્મા “સ્વદેહપરિમાણ છે આ લક્ષણ તે બધા દાર્શનિકોની માન્યતાનું ખંડન કરવા માટે છે જેઓ આત્માને સર્વવ્યાપક (વિભુ) માને છે. નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસક વગેરે આત્માનું અનેકત્વ સ્વીકારે છે પરંતુ સાથે સાથે જ આત્માને સર્વવ્યાપક પણ માને છે. તેઓ કહે છે કે જેમ આકાશ સર્વવ્યાપક છે તેમ પ્રત્યેક આત્મા સર્વવ્યાપક છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનીને પણ તેને સ્વદેહપરિમાણ માનવો એ જૈનદર્શનની જ વિશેષતા છે. જૈનદર્શન સિવાય બીજું કોઈ દર્શન એવું નથી જે આત્માને સ્વદેહપરિમાણ માનતું હોય. જૈનોનું કહેવું છે કે કોઈ પણ આત્માને શરીરની બહાર માનવો એ અનુભવ અને પ્રતીતિની વિરુદ્ધ છે. આપણી પ્રતીતિ આપણને એ જ બતાવે છે કે જેટલા પરિમાણમાં આપણું શરીર છે તેટલા જ પરિમાણમાં આપણો આત્મા છે. શરીરની બહાર આત્માનું અસ્તિત્વ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ નથી થઈ શકતું. જે વસ્તુના ગુણ જ્યાં ઉપલબ્ધ થાય છે તે વસ્તુ ત્યાં જ હોય છે. કુંભ ત્યાં જ હોય છે જયાં કુંભના ગુણો ઉપલબ્ધ થાય છે. તેવી જ રીતે આત્માનું અસ્તિત્વ પણ ત્યાં જ માનવું જોઈએ જ્યાં આત્માના ગુણ જ્ઞાન, સ્મૃતિ વગેરે ઉપલબ્ધ થતા હોય. આ બધા ગુણો ભૌતિક શરીરના નથી તેમ છતાં ઉપલબ્ધ ત્યાં જ થાય છે જ્યાં શરીર હોય છે, તેથી એ માનવું યોગ્ય નથી કે આત્મા સર્વવ્યાપક છે. કોઈ પૂછી શકે કે ગન્ધ દૂર રહે છે તો પણ આપણે તેને કેવી રીતે સુંઘી શકીએ છીએ ? તેનો ઉત્તર એ છે કે ગન્ધના પરમાણુ ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે છે એટલે આપણને ૧. અન્યયોગવ્યવચ્છેદિકા દ્રાવિંશિકા, કારિકા ૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧ ૧૧ ગન્ધ આવે છે. જો ગધના પરમાણુઓ ઘ્રાણેન્દ્રિયને પહોંચ્યા વિના જ ગન્ધનો અનુભવ થવા લાગે તો બધી વસ્તુઓની ગબ્ધ આવવી જોઈએ પરંતુ એવું નથી થતું એટલે માનવું જ જોઈએ કે જે વસ્તુના ગન્ધપરમાણુ આપણી ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે છે તે જ વસ્તુની ગધનો અનુભવ આપણને થાય છે. આત્માના સર્વગતત્વના ખંડનમાં નીચે જણાવેલો હેતુ આપવામાં આવે છે – આત્મા સર્વગત નથી કારણ કે આત્માના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા નથી. જેના ગુણો સર્વત્ર ઉપલબ્ધ નથી થતા તે સર્વગત નથી, જેમ કે ઘટ. આત્માના ગુણ સર્વત્ર ઉપલબ્ધ નથી થતા, તેથી આત્મા સર્વગત નથી. જે સર્વગત હોય છે તેના ગુણ સર્વત્ર ઉપલબ્ધ થાય છે, જેમ કે આકાશ.' નૈયાયિક આ માન્યતાનું ખંડન કરતાં કહે છે કે અમારું અદષ્ટ સર્વત્ર કાર્ય કરતું રહે છે. અંદષ્ટને રહેવા માટે આત્માની આવશ્યકતા છે. તે કેવળ આકાશમાં નથી રહેતું કેમ કે પ્રત્યેક આત્માનું અદષ્ટ જુદું જુદું છે. જો અદષ્ટ સર્વવ્યાપક છે તો આત્મા પણ સર્વવ્યાપક જ હોય કેમ કે જ્યાં આત્મા હોય ત્યાં જ અદષ્ટ હોય છે, આત્મામાં જ અદષ્ટ રહે છે. જૈન ચિંતકો આ વાત માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક વસ્તુને પોતપોતાનો સ્વભાવ હોય છે જે અનુસાર તે કાર્ય કરે છે. અગ્નિનો સ્વભાવ બળવાનો છે એટલે અગ્નિ બળે છે. જો પ્રત્યેક વસ્તુ માટે અદષ્ટની કલ્પના કરવામાં આવે તો વાયુનું તિર્યગમન, અગ્નિનું પ્રક્વલન આદિ જગતના જેટલાં પણ કાર્યો છે તે બધા માટે અદષ્ટની સત્તા માનવી પડશે. આમ માનવું તર્કસંગત નથી કેમ કે પ્રત્યેક વસ્તુનો એક વિશિષ્ટ સ્વભાવ હોય છે જેના અનુસાર તે વસ્તુ કાર્ય કરે છે. તે સ્વભાવ તેનું સ્વરૂપ છે, અદષ્ટપ્રદત્ત ગુણ નથી. બીજી વાત એ કે જો બધી વસ્તુઓના સ્વભાવનું નિર્માણ અદષ્ટ દ્વારા માનવામાં આવે તો ઈશ્વર માટે જગતમાં કોઈ સ્થાન જ નહિ રહે. એક પ્રશ્ન એ ઊઠી શકે કે જો આત્મા વિભુ ન હોય તો શરીર નિર્માણ માટે તે પરમાણુઓને કેવી રીતે ખેંચશે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શરીર નિર્માણ માટે આત્માને વિભુ માનવાની આવશ્યકતા નથી. જો આત્માને વિભુ માનવામાં આવે તો તેનું શરીર જગતપરિમાણ બની જાય કારણ કે જગતવ્યાપી હોવાથી આત્મા આખા જગતના પરમાણુઓને ખેંચી લેશે. આ પરિસ્થિતિમાં ન જાણે તેનું શરીર કેટલું ભયંકર થશે અને કદાચ આખા જગતમાં એક જ શરીર હશે. ૧. સ્યાદ્વાદમંજરી, પૃ. ૪૯. Page #136 -------------------------------------------------------------------------- ________________ 1 1 2 જૈન ધર્મ-દર્શન નૈયાયિક એક વધુ શંકા કરે છે. તે કહે છે કે આત્માને શરીરપરિમાણ માનવાથી તો આત્મા સાવયવ બની જશે અને સાવયવ હોતાં કાર્ય બની જશે, જેમ શરીર પોતે એક કાર્ય છે. કાર્ય હોતાં આત્મા અનિત્ય બની જશે. જૈન દાર્શનિકો આ પરિણામને ઘણા ગર્વ સાથે સ્વીકારે છે. તેઓ આત્માને કૂટનિત્ય માનતા જ નથી. તેથી આત્માને અનિત્ય માનવો તેમને ઇષ્ટ છે. જૈનોની માન્યતા છે કે આત્માને પ્રદેશો હોય છે; જો કે સાધારણ અર્થમાં અવયવો તેને નથી હોતા પરંતુ આ વિશેષ અર્થમાં તેને અવયવો હોય છે એમ કહી શકાય. આમ આત્મા પારિણામિક છે, સાવયવ છે, સપ્રદેશ છે. આવી સ્થિતિમાં અનિત્યતાનો દોષ જૈનો માટે દોષ જ નથી. આત્મા સંકોચ-વિકાસુશીલ છે, એટલે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરતાં તેના પોતાના પરિમાણમાં ફેરફાર થઈ જાય છે. જે રીતે રામાનુજ જ્ઞાનને સંકોચ-વિકાસશીલ માને છે તે જ રીતે જૈન દર્શન આત્માને સંકોચ-વિકાસશીલ માને છે. આત્મા “પ્રત્યેક શરીરમાં જુદો જુદો છે' એ વાત પેલા દાર્શનિકોની માન્યતાના ખંડન રૂપે કહેવામાં આવી છે જેઓ આત્માને કેવલ એક આધ્યાત્મિક તત્ત્વ માને છે. તેમની માન્યતા અનુસાર એકથી વધુ આત્માની સ્વતન્ન સત્તા નથી. આત્મા એક જ છે, બહુ નથી. પરંતુ જૈન દર્શન અનુસાર એક જ શરીરમાં અનેક આત્માઓ રહી શકે છે કિન્તુ એક આત્મા અનેક શરીરોમાં રહી શકતો નથી. નૈયાયિક વગેરે દાર્શનિકો પણ અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ રાખે છે, તેઓ પણ બહુઆત્મવાદી છે. આમ બહુત્વની દૃષ્ટિએ તેમની અને જૈન દર્શનની વચ્ચે મૌક્ય છે (સ્વદેહપરિમાણની દષ્ટિએ જ મતભેદ છે, તેનો વિચાર તો આપણે કરી ગયા છીએ). અદ્વૈત વેદાન્ત માને છે કે આધ્યાત્મિક તત્ત્વ એક જ છે. તે સર્વવ્યાપક છે અને સર્વત્ર સમાનપણે રહે છે. અવિદ્યાના પ્રભાવના કારણે આપણે માનીએ છીએ કે જુદા જુદા અનેક આત્માઓ છે અને બધા આત્માઓનું સ્વતંત્ર અલગ અલગ અસ્તિત્વ છે. હકીકતમાં જેમ એક જ આકાશ ઘટાકાશ, પટાકાશ વગેરે રૂપે પ્રતિભાસિત થાય છે તેમ અવિદ્યાના કારણે એક જ આત્મા અનેક આત્માઓના રૂપે પ્રતિભાસિત થાય છે. એક જ પરમેશ્વર કૂટસ્થનિત્ય વિજ્ઞાનધાતુ અવિદ્યાના કારણે અનેક પ્રકારોનો માલૂમ પડે છે.” 1. જ્ઞાન ધર્મ: સંવો વિશયોથતત્ત્વત્રય, પૃ. 35. 2. तेषां सर्वेषामात्मैकत्वसम्यग्दर्शनप्रतिपक्षभूतानां प्रतिबोधायेदं शारीरकमारब्धम् / एक एव परमेश्वरस्य कूटस्थनित्यो विज्ञानधातुरविद्यया मायया मायाविवद् अनेकधा विभाव्यते, नान्यो विज्ञानधातुरस्ति। - શારીરકભાષ્ય, 1.3.19. Page #137 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર 113 અદ્વૈત વેદાન્તની આ માન્યતાનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે જ્યાં સુધી આકાશનો પ્રશ્ન છે ત્યાં સુધી તો એ કહેવું ઉચિત છે કે તે એક છે કેમ કે અનેક વસ્તુઓને પોતાની અંદર અવગાહના દેવા છતાં પણ તે એકરૂપ રહે છે. તેની અંદર કોઈ ભેદ દેખાતો નથી. અથવા આકાશ પણ સર્વથા એકરૂપ નથી કેમ કે તે પણ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે અનેક રૂપોમાં પરિણત થતું રહે છે. દીપકની જેમ તે પણ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, તેમ છતાં પણ માની લો કે આકાશ એકરૂપ છે. પરંતુ જ્યાં સુધી આત્માનો પ્રશ્ન છે ત્યાં સુધી તો એવી કોઈ પણ એકતા જણાતી નથી જેના કારણે બધા જ ભેદો સમાપ્ત થઈ જાય. એ વાત બરાબર છે કે તેમનું સ્વરૂપ એકસરખું છે. એવું હોવા છતાં પણ તેમનામાં ઐકાન્તિક અભેદ નથી. માયાને વચ્ચે લાવીને ભેદને મિથ્યા સિદ્ધ કરવો યુક્તિસંગત નથી કેમ કે માયા ખુદ અસિદ્ધ છે. આત્મા પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પ્રત્યેક પિંડમાં અલગ છે. જગતનાં બધાં જીવતાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન છે કારણ કે તેમના ગુણોમાં ભેદ છે, જેમ કે ઘટ. જ્યાં કોઈ વસ્તુના ગુણોમાં અન્ય વસ્તુના ગુણોથી ભેદ નથી હોતો ત્યાં તે વસ્તુ પેલી બીજી વસ્તુથી ભિન્ન નથી હોતી, જેમ કે આકાશ. બીજી વાત એ કે જો આખા વિશ્વમાં અન્તિમ તત્ત્વ એક જ આત્મા હોય તો સુખ, દુઃખ, બન્ધન, મુક્તિ આદિ ભેદો બિલકુલ અસ્તિત્વ જ ન ધરાવે. જ્યાં એક છે ત્યાં કોઈ ભેદ હોઈ શકે જ નહિ. ભેદ હમેશાં અનેકપૂર્વક હોય છે. ભેદનો અર્થ જ અનેકતા છે. માયા કે અવિદ્યા પણ આ સમસ્યાનું સમાધાન કરી શકતી નથી કેમ કે જયાં કેવળ એક જ તત્ત્વ છે ત્યાં માયા કે અવિદ્યા નામની બીજી કોઈ ચીજ હોઈ શકે જ નહિ. તેની કોઈ ગુંજાશ નથી. તાત્પર્ય એ કે એકતત્ત્વવાદી ભેદનું કોઈ સન્તોષજનક સમાધાન કરી શકતા નથી. એ તો આપણા સૌના અનુભવની વાત છે કે ભેદ છે, તેથી તેનો અપલાપ પણ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં સુખ, દુઃખ, જન્મ, મરણ, બન્ધન, મુક્તિ વગેરે અનેક અવસ્થાઓના સન્તોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યન્ત આવશ્યક છે.' આત્માઓના ગુણોમાં ભેદ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં જૈનાચાર્ય કહે છે કે આત્માઓનું સામાન્ય લક્ષણ ઉપયોગ છે. પરંતુ આ ઉપયોગ અનન્ત પ્રકારનો હોય છે કેમ કે પ્રત્યેક આત્મામાં ભિન્ન ભિન્ન ઉપયોગ છે. કોઈ આત્મામાં ઉપયોગનો ઉત્કર્ષ છે તો કોઈ આત્મામાં ઉપયોગનો અપકર્ષ છે અને ઉત્કર્ષ અને અપકર્ષની આ બે અત્તિમ અવસ્થાઓ વચ્ચે અનેક પ્રકારની અવસ્થાઓ છે. આત્માઓ અનન્ત છે, તેથી આત્મભેદે 1. વિશેષાવશ્યકભાષ્ય, 1582. Page #138 -------------------------------------------------------------------------- ________________ 1 14 જૈન ધર્મ-દર્શન ઉપયોગભેદ પણ અનન્ત છે. અહીં સાંખ્ય દર્શને જણાવેલા પેલા ત્રણ હેતુઓનો પણ નિર્દેશ કરી દેવો જોઈએ જેમના દ્વારા પુરુષબહુત્વને સિદ્ધ કરવામાં આવેલ છે. આ ત્રણ હેતુ આત્માના બહુત્વને સિદ્ધ કરવા માટે ઘણા ઉપયોગી છે. પહેલો હેતુ છે “ગનનમરપરાનાં પ્રતિનિયમ' અર્થાત જન્મ, મરણ અને ઇન્દ્રિયાદિ કરણોની વિભિન્નતાથી પુરષબહત્વનું અનુમાન થઈ શકે છે. બીજો હેતુ છે “અયુત્ પ્રવૃત્તઃ' અર્થાત્ એક જ પ્રવૃત્તિ બધા એક જ સાથે કરતા દેખાતા નથી એ ઉપરથી પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ત્રીજો હેતુ છે ત્ર ગુખ્યવિપર્યયાત્' અર્થાત્ સત્ત્વ, રજસ્ અને તમસની અસમાનતા દ્વારા પુરુષબહુત્વ સાબિત થાય છે. સત્ત્વ, રજન્સ અને તમસની અસમાનતાના સ્થાને જૈનો કર્મની અસમાનતાનો પ્રયોગ કરી શકે છે. આત્માના બહત્વની સિદ્ધિ માટે આટલી ચર્ચા પૂરતી છે. આત્મા “પૌગલિક કર્મોથી યુક્ત છે આ લક્ષણ બે વાત પ્રગટ કરે છે. પહેલી વાત તો એ કે જે લોકો કર્મ આદિની સત્તાને માનતા નથી તેમની માન્યતાનું આ લક્ષણ ખંડન કરે છે. બીજી વાત એ કે જે લોકો કર્મોને માને છે પણ તેમને પૌગલિક (ભૌતિક) નથી માનતા તેમના મતને આ લક્ષણ ખોટો ઠરાવે છે. “કર્મ' પદથી પહેલી વાત પ્રગટ થાય છે અને “પૌગલિક પદથી બીજી વાત પ્રગટ થાય છે. ચાર્વાક કર્મની સત્તામાં માનતો નથી. તેના મતના ખંડનમાં કહી શકાય કે સુખદુઃખ આદિની વિષમતાનું કોઈક કારણ અવશ્ય છે કેમ કે આ વિષમતા એક પ્રકારનું કાર્ય છે, જેમ કે અંકુર આદિ. કેવલ શુદ્ધ આત્મામાં સુખદુઃખ આદિની વિષમતા નથી હોતી. તે તો અનન્તસુખાત્મક છે. ચાર્વાક તો વળી આત્માને જ માનતો નથી. ભૂતોનો વિશિષ્ટ સંયોગ પણ આ વિષમતાનું કારણ ન હોઈ શકે કેમ કે તે સંયોગની વિષમતા પાછળ પણ કોઈ અન્ય કારણ અવશ્ય હોવું જોઈએ જેના લીધે સંયોગમાં વૈષમ્ય થાય છે. તે કારણ કયું છે? તે કારણની ખોજમાં વર્તમાનને છોડી ભૂતમાં જવું પડશે. તે કારણ કર્મ છે. જો કોઈ કહે કે આપણને કર્મો પ્રત્યક્ષ થતા નથી એટલે કર્મને માનવાની કોઈ જરૂરત નથી. આમ કહેનારને ઉત્તરમાં કહી શકાય કે જે વસ્તુ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી તે છે જ નહિ એમ ન કહી શકાય, અન્યથા ભૂત અને ભવિષ્યના જેટલા 1. એજન, 1583. 2. जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृत्तेश्च / પુરુષવદુત્વ સિદ્ધ ઐશુષ્પવિપર્યયારૈવ | સાંખ્યકારિકા, 18 Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર 115 પણ પદાર્થ છે તે બધા અસત્ બની જશે કારણ કે તેમનું અત્યારે આપણને પ્રત્યક્ષ થતું નથી. આ રીતે તો બધો વ્યવહાર લુપ્ત થઈ જાય. પિતાના મૃત્યુ પછી હું મારા પિતાનો પુત્ર છું એમ નહિ કહી શકાય કારણ કે પિતા પ્રત્યક્ષ નથી. આ મુશ્કેલી દૂર કરવા માટે અનુમાનની મદદ લેવી પડે છે. પુત્ર કાર્ય છે તેથી તેનું કારણ પિતા અવશ્ય હોવું લઈએ. આ જ રીત કર્મોનાં કાર્યોને દેખીને તે કાર્યોનાં કારણરૂપ કર્મોનું અનુમાન કરવું જ પડે છે. આ જ વસ્તુને બીજી રીતે જોઈએ. પરમાણુ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પરંતુ ઘટવગેરે કાર્યોને દેખીને તેમના કારણરૂપ પરમાણુઓનું અનુમાન કરવામાં આવે છે. તેવી જ રીતે સુખ-દુઃખ આદિ રૂપ વૈષમ્ય દેખીને તે વૈષમ્યના કારણરૂપ કર્મોનું અનુમાન કરવું તર્કસંગત છે. અહીં એક પ્રશ્ન થાય છે. ચન્દન, અંગના વગેરેના સંયોગથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે અને વિષ, કંટક, સર્પ આદિથી દુઃખ થાય છે. આ પ્રત્યક્ષ દેખાતાં કારણો જ સુખ અને દુઃખનાં કારણો છે. તો પછી આપણે અદશ્ય કારણોની કલ્પના શા માટે કરવી જોઈએ? જે કારણો દેખાય છે તેમને છોડી જે અપ્રત્યક્ષ છે એવાં કારણોની કલ્પના કરવી યોગ્ય નથી. પ્રશ્ન સારો છે પરંતુ તેમાં થોડો દોષ છે. દોષ એ છે કે તે વ્યભિચારી છે. એ આપણો રોજનો અનુભવ છે કે એક જ પ્રકારનાં સાધનો હોવા છતાં એક વ્યક્તિ તેમનાથી અધિક સુખી થાય છે, બીજી ઓછી સુખી થાય છે અને ત્રીજી તો દુઃખી થાય છે. સમાન સાધનોથી બધાંને સમાન સુખ નથી મળતું. આ જ વાત દુઃખનાં સાધનો વિશે પણ કહી શકાય છે. આવું કેમ થાય છે? તેનો ખુલાસો કરવા માટે કોઈને કોઈ અદષ્ટની કલ્પના કરવી જ પડે છે. જેવી રીતે આપણે યુવકદેહને દેખીને બાલદેહનું અનુમાન કરીએ છીએ તેવી જ રીતે બાલદેહને દેખીને પણ કોઈ અન્ય દેહનું અનુમાન આપણે કરવું જોઈએ. આ અન્ય દેહ જ “કાર્પણ શરીર' છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. આપણે શરીરરૂપ કાર્ય ઉપરથી કર્મરૂપ કારણનું અનુમાન કરીએ છીએ. શરીર ભૌતિક છે અર્થાત પૌગલિક છે. એટલે કર્મ પણ પોગલિક જ હોય કેમ કે પૌગલિક કાર્યનું કારણ પણ પૌગલિક જ હોવું જોઈએ. જૈન દર્શન તર્કની આ માંગનું સમર્થન કરે છે અને કર્મને પૌલિક પુરવાર કરવા માટે નીચેના હેતુઓ રજૂ કરે છે - (1) કર્મ પગલિક છે કેમ કે કર્મોથી સુખ-દુ:ખ આદિનો અનુભવ થાય છે. જેના સંબંધથી સુખદુઃખ આદિનો અનુભવ થાય છે તે પૌગલિક હોય છે, જેમ કે ભોજન 1. વિશેષાવશ્યકભાષ્ય, 1614. Page #140 -------------------------------------------------------------------------- ________________ 116 જૈન ધર્મ-દર્શન આદિ. જે પૌદ્ગલિક નથી તેના સંબંધથી સુખ-દુઃખ આદિ પણ નથી થતાં, જેમ કે આકાશ. (2) જેના સંબંધથી તીવ્ર વેદના આદિનો અનુભવ થાય છે તે પૌદ્ગલિક છે, જેમ કે અગ્નિ. કર્મના સંબંધથી તીવ્ર વેદના આદિનો અનુભવ થાય છે, તેથી કર્મો પૌગલિક છે. * (3) પૌગલિક પદાર્થના સંયોગથી પૌદ્ગલિક પદાર્થની જ વૃદ્ધિ થાય છે, જેમ કે ઘટ તેલ આદિના સંયોગથી વૃઢ્યુંભુખ થાય છે. આ જ સ્થિતિ આપણી છે. આપણે બાહ્ય પદાર્થોના સંયોગથી વૃદ્ધિ પામીએ છીએ. આ વૃદ્ધિ કાર્મિક છે અને પૌદ્ગલિક પદાર્થોના સંયોગથી થાય છે, તેથી કર્મ પૌલિક છે. (4) કર્મ પૌગલિક છે કેમ કે કર્મોનું પરિવર્તન આત્માના પરિવર્તનથી ભિન્ન છે. કર્મોનું પરિણામિત્વ (પરિવર્તન) તેમનાં કાર્ય શરીર આદિના પરિણામિત્વ ઉપરથી જ્ઞાત થાય છે. શરીર આદિનું પરિણામિત્વ આત્માના પરિણામિત્વથી ભિન્ન છે કેમ કે આત્માનું પરિણામિત્વ અરૂપી છે જ્યારે શરીરનું પરિણામિત્વ રૂપી છે. તેથી કર્મ પૌદ્ગલિક છે. સંસારી આત્માનો કર્મો સાથે સંયોગ થઈ શકે છે કારણ કે કર્મ મૂર્તિ છે અને સંસારી આત્મા પણ કર્મયુક્ત હોવાથી કથંચિત મૂર્તિ છે. આત્મા અને કર્મનો આ સંયોગ અનાદિ છે, તેથી એ પ્રશ્ન જ ઊભો થતો નથી કે સૌપ્રથમ આત્મા અને કર્મનો સંયોગ થયો કેવી રીતે? એક વાર આ સંયોગ સર્વથા સમાપ્ત થઈ જાય એટલે પછી પુનઃ સંયોગ થતો નથી કારણ કે તે વખતે આત્મા પોતાના શુદ્ધ અમૂર્ત રૂપને પ્રાપ્ત કરે છે. આ જ મોક્ષ છે. આ જ સંસારનિવૃત્તિ છે. આ જ સિદ્ધાવસ્થા છે. આ જ ઈશ્વરાવસ્થા છે. આ જ અત્તિમ સાધ્ય છે. આ જદુઃખની આત્મત્તિક નિવૃત્તિ છે. આ જ પરમ સુખ યા આનન્દ છે. આ જ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની પરાકાષ્ઠા છે. પુગલ ભૌતિક તત્ત્વ આધ્યાત્મિક તત્ત્વથી સ્વતંત્ર છે. જેને સામાન્ય રીતે જડયા ભૌતિક કહેવાય છે તેને જ જૈન દર્શનમાં મુગલ શબ્દથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ દર્શનમાં પુદ્ગલ શબ્દનો પ્રયોગ આત્માના અર્થમાં થયો છે. મુગલ શબ્દમાં બે પદો છે - “પુદ્' અને “ગલ'. “પુદુ પદનો અર્થ થાય છે પૂરણ અર્થાત વૃદ્ધિ અને “ગલ' પદનો અર્થ થાય છે ગલન અર્થાત બ્રાસ. જે દ્રવ્ય પૂરણ અને ગલન દ્વારા વિવિધ પ્રકારે પરિવર્તિત થાય છે તે પુદ્ગલ છે.' પૂરણ અને ગલન રૂપ ક્રિયા કેવળ પુદ્ગલમાં 1. પૂરVT Trનાન્વર્ગસંજ્ઞત્વત પુનિ ! તત્ત્વાર્થરાજવાર્તિક, 5.1.24. Page #141 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર 117 જ થાય છે, અન્યમાં નથી થતી. પુદ્ગલનું એક રૂપમાંથી બીજા રૂપમાં પરિણમન પૂરણ અને ગલન દ્વારા જ થાય છે. પુદ્ગલના મુખ્ય ચાર ધર્મ છે - સ્પર્શ, રસ, ગબ્ધ અને વર્ણ. પુદ્ગલના પ્રત્યેક પરમાણુમાં આ ચારે ધર્મ હોય છે. તેમના વીસ ભેદો જૈન દર્શનમાં કરવામાં આવે છે. 1 સ્પર્શના આઠ ભેદ છેમૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. રસના પાંચ ભેદ છે –તિક્ત, કટુક, આમ્લ, મધુર અને કષાય ગન્ધ બે પ્રકારની છે - સુરભિગન્ધ અને દુરભિગન્ધ. વર્ણના પાંચ પ્રકાર છે - નીલ, પીત, શુક્લ, કૃષ્ણ અને લોહિત. આ વીસ મુખ્ય ભેદ છે. તેમનું વિભાજન સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ભેદોમાં થઈ શકે છે. એક પુદ્ગલ પરમાણુમાં ઓછામાં ઓછા કેટલા સ્પર્શ વગેરે હોય છે એનો નિર્દેશ પરમાણુના સ્વરૂપવર્ણન વખતે કરવામાં આવશે. વર્ણ વગેરે પુગલના પોતાના ધર્મ છે કે પછી આપણે તે ધર્મોનો પુદગલમાં આરોપ કરીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે તે ધર્મો પુદ્ગલના જ ધર્મો છે. જે ધર્મ જેનો ન હોય તે ધર્મનો તેમાં હમેશાં આરોપ ન થઈ શકે, અન્યથા કોઈ પણ ધર્મ વાસ્તવિક નહિ રહે. એ સાચું કે વર્ણ આદિના પ્રતિભાસમાં ઓછુવતું અંતર પડી શકે છે. એક વસ્તુ એક વ્યક્તિને અધિક કાળી દેખાય જ્યારે બીજી વ્યક્તિને થોડી ઓછી કાળી દેખાય. આનો અર્થ એ તો ન જ થાય કે વસ્તુમાં કાળો વર્ણ જ અયથાર્થ છે. જો એવું હોત તો કોઈ પણ વસ્તુ કાળી દેખાત કેમ કે કાળાપણું વસ્તુમાં તો છે નહિ. જેને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને વસ્તુ કાળી દેખાતી. પરંતુ આવું તો છે જ નહિ. તેથી વર્ણ આદિ ધર્મોને વસ્તુગત જ માનવા જોઈએ. તેમને જાણવા માટે કેટલાંક કારણોનું હોવું કેટલાંક પ્રાણીઓને માટે આવશ્યક છે એ વાત સાચી પરંતુ એનો અર્થ એ તો હરગિજ ન થાય કે તે ગુણો સ્વયં કંઈ છે જ નહિ. ગુણો સ્વતંત્રપણે યથાર્થ છે અને તેમની પ્રતીતિનાં કારણો અલગ છે. બન્ને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ન તો ગુણોની સત્તા હોવાથી આવશ્યક કારણો અસત્ બની જાય કે ન તો કારણોનું અસ્તિત્વ હોવાને લીધે ગુણો જ મિથ્યા બની જાય. બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સમીક્ષા - જે તત્ત્વ સામાન્યપણે જડ અથવા ભૂત કહેવાય છે તે જ જૈન દર્શનમાં “પુગલ’ કહેવાય છે. “પુદ્ગલ' શબ્દ બે શબ્દોનો બનેલો છે - “પુત્ર અને “ગલ', 1. એજન, 5.23. 7-10. 2. સર્વાર્થસિદ્ધિ, 5.23. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ધર્મ-દર્શન - ‘પુર્’નો અર્થ છે પૂરણ કે વૃદ્ધિ અને ‘ગલ’નો અર્થ છે ગલન કે હ્રાસ. આમ ‘પુદ્ગલ’ શબ્દનો અર્થ થાય છે — વૃદ્ધિ તથા હ્રાસ દ્વારા વિવિધ રૂપોમાં પરિવર્તન પામતું તત્ત્વ યા દ્રવ્ય. જૈન દર્શને પ્રતિપાદિત કરેલાં છ દ્રવ્યોમાં એકલું પુદ્ગલ દ્રવ્ય જ એવું છે જે વૃદ્ધિ અને હ્રાસ દ્વારા પરિવર્તન પામે છે. અન્ય દ્રવ્યોમાં પરિવર્તન અવશ્ય થાય છે પરંતુ વૃદ્ધિ અને હ્રાસ દ્વારા નહિ પરંતુ અન્ય પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા. બીજા શબ્દોમાં, વૃદ્ધિ અને હ્રાસ રૂપ ક્રિયાઓ એકલા પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે, અન્ય દ્રવ્યોમાં થતી નથી. પુદ્ગલ દ્રવ્યનું જ એક રૂપ (પર્યાય) બીજા રૂપમાં વૃદ્ધિ અને હ્રાસ દ્વારા પરિવર્તિત થાય છે. પુદ્ગલના વિશેષ ધર્મો યા ગુણ ચાર છે સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ. શબ્દ પણ પૌદ્ગલિક છે. સ્પર્શ આદિ ચાર ગુણો તથા શબ્દોને ઇન્દ્રિયો વડે ગ્રહણ કરાય છે. સ્પર્શનું સ્પર્શનેન્દ્રિયથી, રસનું રસનેન્દ્રિયથી, ગન્ધનું ઘ્રાણેન્દ્રિયથી, વર્ણનું ચક્ષુરિન્દ્રિયથી તથા શબ્દનું શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થાય છે. આમ પુદ્ગલ વિવિધ જ્ઞાનેન્દ્રિયનો વિષય બને છે. વર્ણ અર્થાત્ રૂપની પ્રધાનતાના કારણે પુદ્ગલને રૂપી (મૂર્ત) કહેવામાં આવે છે. આપણી ઇન્દ્રિયો રૂપી પદાર્થોનું અર્થાત્ પૌદ્ગલિક વસ્તુઓનું જ્ઞાન ક૨વામાં જ સમર્થ છે. અરૂપી અર્થાત્ અપૌદ્ગલિક પદાર્થ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય બનતો નથી. જીવ(આત્મા), ધર્મ, અધર્મ, આકાશ અને કાલ અરૂપી છે. તેથી તેમનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી. કાં તો તે અરૂપી દ્રવ્યો મનની ચિન્તનશક્તિ (અન્તર્નિરીક્ષણ, અનુમાન, આગમ) દ્વારા જ્ઞાત થાય છે કાં તો તે અરૂપી દ્રવ્યોનો આત્મા દ્વારા સાક્ષાત્કાર થાય છે. ―― શું વર્ણ આદિ ધર્મો વસ્તુતઃ પુદ્ગલમાં છે કે પછી આપણી ઇન્દ્રિયોનો પદાર્થો સાથે અમુક પ્રકારનો સંબંધ થતાં આપણને એવી પ્રતીતિ થવા લાગે છે ? બીજા શબ્દોમાં, વર્ણ આદિ પુદ્ગલના પોતાના ધર્મ છે કે પછી આપણે તે ધર્મોનો પુદ્ગલમાં આરોપ કરીએ છીએ ? એ તો ન જ કહી શકાય કે પુદ્ગલમાં વર્ણ આદિ ગુણોનો સર્વથા અભાવ છે અને આપણી ઇન્દ્રિયો તે ગુણોને અમુક અવસ્થાઓમાં સ્વતઃ ઉત્પન્ન કરી લે છે. વર્ણ આદિના અભાવમાં તો પુદ્ગલનો જ અભાવ થઈ જાય. જો પુદ્ગલનો જ અભાવ થઈ જાય તો વર્ણ આદિની ઉત્પત્તિનો પ્રશ્ન જ ન ઊઠે. હા, એ અવશ્ય માની શકાય કે ઇન્દ્રિયાદિનો પદાર્થની સાથે અમુક પ્રકારનો સંબંધ થતાં વર્ણ આદિની પ્રતીતિ થાય છે. પરંતુ એનો અર્થ એ નરકે ઇન્દ્રિયો વર્ણ આદિ ગુણોને ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયો અને વર્ણ આદિ ગુણો વચ્ચે જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ છે, કારણ અને કાર્યનો સંબંધ નથી. ઇન્દ્રિયોની ઉત્પત્તિ તેમનાં પોતાનાં કારણોથી થાય છે અને વર્ણ આદિની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ તત્ત્વવિચાર ઉત્પત્તિ તેમનાં પોતાનાં કારણોથી થાય છે. ઇન્દ્રિયો વર્ણાદિને પ્રભાવિત કરી શકે છે અને વર્ણાદિ ઇન્દ્રિયોને. જયાં સુધી તેમની સત્તાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. વર્ણાદિનું જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ છે, તેમનું અસ્તિત્વ ઇન્દ્રિયસાપેક્ષ નથી. અન્યથા જ્ઞાનભેદનો કોઈ આધાર જ નહિ રહે. જો વર્ણ આદિ ધર્મ વસ્તુતઃ પદાર્થમાં છે અર્થાત્ વસ્તુગત છે તો તેમના પ્રતિભાસમાં અત્તર કેમ હોય છે? બધાંને વર્ણ આદિની સદા એકસરખી પ્રતીતિ થવી જોઈએ પણ એવું દેખાતું નથી. વર્ણ આદિના પ્રતિભાસમાં દેશગત, કાલગત અને વ્યક્તિગત અન્તર દેખાય છે. આવું કેમ ? આ અત્તરનું કારણ બે પ્રકારનું છે – આન્તરિક અને બાહ્ય. આન્તરિક કારણમાં ઇન્દ્રિયભેદ, ઇન્દ્રિયદોષ વગેરેનો સમાવેશ થાય છે તથા બાહ્ય કારણમાં અન્ય પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ બે પ્રકારનાં કારણોને લીધે પ્રતિભાસમાં અન્તર અથવા દોષ આવી જાય છે. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે પુગલમાં કોઈને કોઈ પ્રકારના વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શ હોય જ છે. એક દાર્શનિક માન્યતા એવી છે કે આપણને જેટલું પણ જ્ઞાન કે અનુભવ છે તે દશ્ય જગત સુધી જ સીમિત છે. આપણને વાસ્તવિક જગતનું જ્ઞાન નથી થઈ શકતું. એ કેવી રીતે ? આપણા જ્ઞાનની ઉત્પત્તિમાં ઘણાં એવાં કારણો છે જેના લીધે પદાર્થના વાસ્તવિક રૂપનો અનુભવ આપણને થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે આપણને થતું ઘટજ્ઞાન લો. આ ઘટજ્ઞાનમાં સમયનો અંશ અવશ્ય રહેશે કેમ કે આપણે કોઈ ને કોઈ સમયમાં જ ઘટનો અનુભવ કરીએ છીએ. આ ઘટજ્ઞાનમાં સ્થાનનો ભાગ પણ રહેશે કેમ કે આપણું આ ઘટજ્ઞાન કોઈ ને કોઈ સ્થાન ઉપર રાખેલા ઘટના વિષયનું જ હશે. આપણે તે ઘટને અતિ યા નાસ્તિ અર્થાત્ છે યા નથી રૂપમાં અથવા કાર્ય યા કારણ રૂપમાં અથવા અન્ય કોઈ રૂપમાં જાણીશું. આમ આપણું ઘટજ્ઞાન દેશ,કાલ અને વિચારની કોઈને કોઈ કોટિથી સમ્બદ્ધ યા સીમિત હશે. તાત્પર્ય એ કે આપણા જ્ઞાનમાં દેશ, કાલ અને વિચારની મર્યાદાઓ છે. આપણને આ બધી મર્યાદાઓ વચ્ચે પદાર્થ જેવો દેખાય છે તેવો જ આપણે તેને જાણીએ છીએ. હકીકતમાં પદાર્થ ખરેખર કેવો છે અર્થાત દેશ, કાલ અને વિચારની સીમાઓથી પર વસ્તુનું શું સ્વરૂપ છે એનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. દેશ-કાલ-વિચારવિનિર્મુક્ત શુદ્ધ વસ્તુનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. આપણે દશ્ય જગતનું જ્ઞાન કરી શકીએ છીએ પરંતુ વાસ્તવિક જગતનું જ્ઞાન આપણે કરી શકતા નથી. પદાર્થ જે રૂપમાં આપણને પ્રતિભાસિત થાય છે તે રૂપમાં આપણે પદાર્થને જાણીએ છે, પદાર્થને તેના પોતાના મૂળ અસલ રૂપમાં આપણે જાણી શકતા નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન જૈન દર્શન પદાર્થજગતને આ રીતે દશ્ય અને અદશ્ય એમ બે ભાગોમાં વિભાજિત કરતું નથી. એ વાત સાચી કે કોઈપણ વસ્તુનું જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની સીમાઓથી આબદ્ધ હોય છે પરંતુ તેથી વસ્તુનું વાસ્તવિક રૂપ જ્ઞાત થતું નથી એવી વાત નથી. દેશ, કાલ આદિની મર્યાદાઓમાં રહેવા છતાં પણ પદાર્થના વાસ્તવિક રૂપનું જ્ઞાન થઈ શકે છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવતઃ તથા સર્વદા દેશ-કાલસાપેક્ષ હોય છે અર્થાત્ ક્ષેત્ર અને સમયથી સમ્બદ્ધ હોય છે. દેશ-કાલનિરપેક્ષ વસ્તુની કલ્પના નિરાધાર છે. એવી કોઈ વસ્તુ હોઈ શકે જ નહિ. દેશ-કાલસમ્બદ્ધ પદાર્થનું જ્ઞાન વાસ્તવિક જ છે અને તદાધારિત અસ્તિ-નાસ્તિ આદિના રૂપમાં વિચારાભિવ્યક્તિ પણ યથાર્થ જ છે. દેશ, કાલ અને વિચારકોટિઓથી વસ્તુનું વાસ્તિવક સ્વરૂપ આવૃત થતું નથી કે વિકૃત થતું નથી. અણુ ૧૨૦ ન પુદ્ગલના મુખ્ય બે ભેદ છે અણુ અને સ્કન્ધ. પુદ્ગલનો તે અન્તિમભાગ જેનો પુનઃ વિભાગ ન થઈ શકે અણુ કહેવાય છે. અણુ એટલો સૂક્ષ્મ હોય છે કે તે જ પોતાનો આદિ, મધ્ય અને અન્ત છે. અણુમાં આ બધાનો કોઈ ભેદ જ નથી હોતો. પુદ્ગલનો સૌથી નાનો ભાગ અણુ છે. તેનાથી નાનો ભાગ હોઈ શકતો નથી. ગ્રીક દાર્શનિક ઝેનોએ એક શંકા કરી હતી કે પુદ્ગલનો અન્તિમ વિભાગ હોઈ શકે જ નહિ. તમે તેનો ગમે તેટલો નાનો ભાગ કરો પરંતુ તે રૂપાદિથી યુક્ત જ હોવાનો, તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકે છે. તે વિભાગ પણ તે જ રીતે રૂપાદિ ગુણોથી યુક્ત હશે, તેથી તેનો પણ વળી પાછો વિભાગ થઈ શકશે. આમ અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. તેથી એ કહેવું બરાબર નથી કે પુદ્ગલનો સૌથી નાનો ભાગ હોઈ શકે છે. ઝેનોની આ ધારણાનું ખંડન કરતાં એરિસ્ટોટલે ઉત્તર આપ્યો કે ઝેનોની આ ધરણા કે કોઈ પણ ચીજનો અન્તિમ વિભાગ નથી થઈ શકતો ભ્રાન્ત છે. એ સાચું કે કલ્પનાથી કોઈ વસ્તુનો વિભાગ કરતા જઈએ તો તેનો અન્ન ન આવે પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. જ્યારે આપણે કોઈ વસ્તુનો વાસ્તવિક વિભાગ કરીએ છીએ ત્યારે તે વિભાગ ક્યાંક જઈને અવશ્ય અટકી જાય છે. તેનાથી આગળ તેનો વિભાગ થઈ શકતો નથી. કાલ્પનિક વિભાગ અંગે એ કહી શકાય કે તેનો કોઈ અન્ન જ નથી. આ જ સમાધાન જૈન દર્શન વગેરે સમ્મત પરમાણુ માટે પ્રયુક્ત કરી શકાય. સ્પર્શ આદિ ગુણોનું એક અણુમાં કેટલી માત્રામાં અસ્તિત્વ હોય છે? તેના ઉત્તરમાં १. अन्तादि अन्तमज्झं अन्तन्तं णेव इन्दिए गेज्झं । जं दव्वं अविभागी तं परमाणुं विजाणीहि ॥ ― તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૫.૧. Page #145 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૨૧ કહેવામાં આવ્યું છે કે અણુમાં એક રસ, એક વર્ણ, એક ગળ્યું અને બે સ્પર્શ હોય છે. અણુ પોતે શબ્દ નથી પરંતુ શબ્દનું કારણ અવશ્ય છે. અણુ સ્કલ્પથી ભિન્ન છે પરંતુ સ્કન્ધને બનાવનાર છે. આ કથનનું તાત્પર્ય એ છે કે એક અણુમાં ઉપર્યુક્ત સ્પર્ધાદિ ગુણોના વીસે વીસ પ્રકારો રહેતા નથી પરંતુ સ્પર્શના બે પ્રકાર જે પરસ્પર વિરોધી ન હોય તેવા, રસનો એક પ્રકાર, ગન્ધનો એક પ્રકાર, વર્ણનો એક પ્રકાર – આમ પાંચ પ્રકારો રહે છે. એક નિરંશ પરમાણુમાં પાંચથી અધિક પ્રકારો નથી રહી શકતા. મૃદુ અને કઠિન, ગુરુ અને લઘુ આ ચારે સ્પર્શી અણુમાં નથી રહી શકતા કેમ કે આ ચારે ગુણો સાપેક્ષ છે, તેથી સ્કન્દમાં જ આ ચારે ગુણો રહી શકે છે. અણુ શબ્દ નથી કારણ કે શબ્દ માટે અનેક અણુઓની આવશ્યકતા રહે છે. સ્કન્ધ પણ એકથી અધિક અણુનો હોય છે, તેથી અણુ અને સ્કન્ધ વચ્ચે ભેદ છે. અણુ આપણી ઇન્દ્રિયોનો વિષય નથી બની શકતો. તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી. અણુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણી ઇન્દ્રિયો તેનું જ્ઞાન કરી શકતી નથી. જો એવું છે તો પછી અણુઓને અરૂપી કેમ ન માની લેવાય? અણુ અરૂપી નથી કેમ કે અણુઓનું કાર્ય સ્કન્ધ રૂપી છે. જે તત્ત્વ અરૂપી હોય છે તેનું કાર્ય પણ એરૂપી જ હોય છે. સ્કન્ધાદિ રૂપી કાર્યો ઉપરથી પરમાણુના રૂપનું અનુમાન કરવામાં આવે છે. તેથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય ન હોવા છતાં પણ અણુ રૂપી છે. જૈન દર્શન માને છે કે સ્કન્ધથી જે અણુઓ ઉત્પન્ન થાય છે તે ભેદપૂર્વક છે. આનો અભિપ્રાય એ છે કે જે પુદ્ગલ વર્તમાનમાં અણુરૂપે સત નથી તે અણુ બની શકે કે નહિ? જો બની શકે તો કેવી રીતે? પુગલના બે રૂપ દર્શાવી ગયા છીએ. તેમાંથી જે પુદ્ગલ અણુરૂપ છે તેની ઉત્પત્તિનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો. જે પુગલ અણુરૂપ નથી પરંતુ સ્કલ્પરૂપ છે તે શું અણુરૂપમાં આવી શકે છે? તેનો ઉત્તર છે – હા, તે અણુરૂપમાં આવી શકે છે. તે કેવી રીતે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે ભેદપૂર્વક. જયારે સ્કન્ધમાં ભેદ થાય છે, સ્કન્ધ તૂટે છે ત્યારે અણુ ઉત્પન્ન થઈ શકે છે. સ્કન્ધનો એક અવિભાગી અંશ જ અણુ છે. આમ સ્કન્ધનો ભેદ જ અણુની ઉત્પત્તિમાં કારણ છે. સંયોગથી અણુ ઉત્પન્ન થઈ શકતો નથી કેમ કે જયાં સંયોગ હશે ત્યા ઓછામાં ઓછા બે અણુઓ અવશ્ય હશે અને સંયુક્ત બે અણુવાળો સ્કન્ધ હોય, અણુ નહિ. વૈશેષિક નવ દ્રવ્યો માને છે – પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિફ, ૧. પંચાસ્તિકાયસાર, ૮૮. ૨. દ્રાળુ તત્ત્વાર્થસૂત્ર, ૫. ૨૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ધર્મ-દર્શન ૧ આત્મા અને મન. આ નવ દ્રવ્યોમાંથી પ્રથમ ચા૨ દ્રવ્યોમાં અર્થાત્ પૃથ્વી, અપ્, તેજ અને વાયુમાં જે ગુણો વૈશેષિકો માને છે તે બધા ગુણો પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. વૈશેષિક વાયુને સ્પર્શગુણયુક્ત માને છે. તે કહે છે કે વાયુમાં વર્ણ, રસ, ગન્ધ નથી. જૈન દાર્શનિક આ વાત માનતા નથી. તે કહે છે કે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ સહચારી છે. જ્યાં આ ચારમાંથી એક પણ ગુણની પ્રતીતિ થતી હોય ત્યાં બાકીના ત્રણ ગુણો પણ અવશ્ય હોય છે. તેમની સૂક્ષ્મતાના કારણે ભલે પ્રતીતિ ન થતી હોય પરંતુ તેમનો સદ્ભાવ ત્યાં અવશ્ય હોય છે. રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ ચારે ગુણ પ્રત્યેક ભૌતિક પદાર્થમાં હોય છે, પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં હોય છે. વાયુમાં રૂપ હોય છે કેમ કે રૂપ સ્પર્શવિનાભાવી છે, જેમ કે ઘટમાં રૂપ છે કારણ કે ત્યાં સ્પર્શ છે. વાયુમાં રૂપ હોવા છતાં રૂપનું ગ્રહણ કેમ થતું નથી ? તેનું કારણ એ છે કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થૂળ વિષયને ગ્રહણ કરે છે. જેમ સૂક્ષ્મ ગન્ધ હોવા છતાં પણ ઘ્રાણેન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી નથી તેમ વાયુમાં સૂક્ષ્મ રૂપ હોવા છતાં ચક્ષુરિન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી નથી. જૈનોની આ માન્યતા આધુનિક વિજ્ઞાનની કસોટીથી પણ સાચી ઠરે છે. વિજ્ઞાન માને છે કે ‘નિરંતર ઠંડો રહેવાથી વાયુ એક પ્રકારના નીલ રસમાં પરિવર્તિત થઈ જાય છે, જેમ બાષ્પ પાણીના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે તેમ’. જ્યારે વાયુમાં રૂપ સિદ્ધ થઈ જાય છે ત્યારે રસ અને ગન્ધ તો સિદ્ધ થઈ જ જાય છે. વૈશેષિક તેજમાં રસ અને ગન્ધ નથી માનતા. તેઓ કહે છે કે તેજમાં સ્પર્શ અને રૂપ જ હોય છે. આ ધારણા પણ મિથ્યા છે. તેજ અર્થાત્ અગ્નિ પણ એક પ્રકારનું પુદ્ગલ દ્રવ્ય છે એટલે તેમાં ચારે ગુણ હોય છે. વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે. વિજ્ઞાન અનુસાર અગ્નિ એક ભૌતિક દ્રવ્ય છે જેમાં ઉષ્ણતાનો અંશ અધિક હોય છે. ગન્ધ કેવલ પૃથ્વીમાં છે એવો વૈશેષિકોનો નિશ્ચિત મત છે. આ મત પણ યોગ્ય નથી. આપણને સાધારણ રીતે વાયુ, અગ્નિ વગેરેમાં ગન્ધનો અનુભવ નથી થતો. પરંતુ તેના આધારે આપણે એ ન કહી શકીએ કે તેમનામાં ગન્ધ છે જ નહિ. કીડી જેટલી સરળતાથી સાકરની ગન્ધ જાણી લે છે તેટલી સરળતાથી આપણે જાણી શકતા નથી. બિલાડી જેટલી સરળતાથી દહીં અને દૂધની ગન્ધને આધારે ત્યાં સુધી પહોંચી ૧. વૈશેષિકસૂત્ર, ૧.૧.૫. ૨. એજન, ૨.૧.૪. 3. Air can be converted into bluish liquid by continuous cooling, just as steam can be converted into water. Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૨૩ જાય છે તેટલી સરળતાથી આપણે તે ગબ્ધને પારખી ત્યાં સુધી પહોંચી શકતા નથી. એનો અર્થ એ જ છે કે કોઈની ઇન્દ્રિયશક્તિ એટલી તો તીવ્ર હોય છે કે બહુ દૂરથી સામાન્ય વસ્તુની ગબ્ધને પણ તે જાણી લે છે જયારે કોઈની ઇન્દ્રિયશક્તિ એટલી તો મન્દ હોય છે કે નજીક રહેલી વસ્તુની તીવ્ર ગબ્ધને પણ તે જાણી શકતી નથી. આમ વાયુ, પાણી, અગ્નિ આદિમાં ગન્ધનો સામાન્ય રીતે અનુભવ થતો ન હોવા છતાં પણ તેમનામાં રૂપ, રસ આદિની જેમ ગન્ધ પણ હોય છે જ. વૈશેષિક દર્શન જેમ પૃથ્વી વગેરે દ્રવ્યોમાં ભિન્ન ભિન્ન ગુણ માને છે તેમ પૃથ્વી વગેરે ભિન્ન દ્રવ્યોમાં ભિન્ન પરમાણુઓ પણ માને છે. પૃથ્વીના પરમાણુઓ અલગ છે, પાણીના પરમાણુઓ અલગ છે, તેના પરમાણુઓ અલગ છે, અને વાયુના પરમાણુઓ અલગ છે. આમ પરમાણુઓમાં જાતિભેદ છે. બધા પરમાણુઓ એક જાતિના નથી. પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના છે. પૃથ્વીના પરમાણુઓ પાણીના પરમાણુઓ નથી બની શકતા, પાણીના પરમાણુઓ પૃથ્વીના પરમાણુઓમાં પરિવર્તિત નથી થઈ શકતા ઈત્યાદિ. આ વૈશેષિક દર્શનનો પરમાણુનિત્યવાદ છે. બધા દ્રવ્યોમાં પરમાણુઓ નિત્ય છે. તેમનાં કાર્યો બદલાતાં રહે છે પરંતુ પરમાણુઓ ખુદ કદી બદલાતા નથી. જૈન દર્શન આવું માનતું નથી. તેના મતાનુસાર પૃથ્વી આદિ કોઈ પણ પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અપૂ આદિ રૂપમાં પરિણત થઈ શકે છે. પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થયા કરે છે. નવા નવા સ્કન્ધોના ભેદથી અર્થાત્ તૂટવાથી નવા નવા પરમાણુઓ ઉત્પન્ન થતા રહે છે. કોઈ પણ સ્કન્ધ સાથે મળી જવાથી પરમાણુઓ સ્કન્ધરૂપ બની જાય છે અને સ્કન્ધનો ભેદ થતાં પુનઃ નવા પરમાણુરૂપમાં રહેવા લાગે છે. પરમાણુઓની એવી જાતિઓ નથી જેમનામાં તેઓ નિત્ય રહેતા હોય. એક પરમાણુનું બીજા રૂપમાં બદલાઈ જવું એ તો સામાન્ય વાત છે. વૈશેષિકોના પરમાણુનિત્યવાદને જૈન દર્શન સ્વીકારતું નથી. ગ્રીક દાર્શનિક લ્યુસિપસ અને ડેમોક્રિટસ પણ જૈનદર્શનની જેમ પરમાણુઓમાં જાતિભેદ માનતા નથી. બધા પરમાણુઓ તેમના મતે એક જ જાતિના છે, અને તે એક જાતિ છે ભૂત સામાન્ય યા જડસામાન્ય. સમીક્ષા–પુદ્ગલનો અવિભાજ્ય અંશ અણુ અથવા પરમાણુ કહેવાય છે. અણુ એટલો સૂક્ષ્મ હોય છે કે તેના ભાગ થઈ શકતા નથી. તે પુગલનો સૂક્ષ્મતમ અને અન્તિમ ભાગ છે. તેની સૂક્ષ્મતાનું અનુમાન આનાથી થઈ શકે છે કે તે પોતે જ પોતાનો આદિ છે, તે પોતે જ પોતાનો મધ્ય છે અને તે પોતે જ પોતાનો અન્ન છે. બીજા શબ્દોમાં, પરમાણુ એટલો તો સૂક્ષ્મ છે કે તેના આદિ, મધ્ય અને અન્ન એવા ભાગ નથી થઈ શકતા. તેનો આદિ જ તેનો મધ્ય પણ છે અને અત્ત પણ છે. તેના આદિ, મધ્ય અને અન્ત ત્રણે એક જ હોય છે. જ્યારે તે આટલો બધો સૂક્ષ્મ છે તો સ્વાભાવિક છે કે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ધર્મ-દર્શન તેનું ઇન્દ્રિયો વડે ગ્રહણ યા જ્ઞાન ન થઈ શકે અર્થાત્ તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકતો નથી. શું પુદ્ગલનો અન્તિમ અર્થાત્ સૂક્ષ્મતમ વિભાગ થઈ શકે છે ? કોઈ પણ ભૌતિક પદાર્થનો નાનામાં નાનો ભાગ કરો. તે ભાગ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી યુક્ત જ હોવાનો. તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકશે. તે વિભાગ પણ તેવી જ રીતે રૂપ આદિથી યુક્ત હોવાનો એટલે તેનો પણ પુનઃ વિભાગ થઈ શકશે. આમ આ પ્રક્રિયા ચાલ્યા જ કરશે. આ પ્રક્રિયા અન્તર્ગત જે પણ વિભાગ હશે તે રૂપાદિયુક્ત જ હશે. તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકશે. આવી પરિસ્થિતિમાં અન્તિમ અર્થાત્ અવિભાજ્ય અંશ જેવી કોઈ વસ્તુ હોઈ શકે જ નહિ. આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય : કલ્પનાથી કોઈ પણ વસ્તુનો વિભાગ કરવામાં આવે તો તેનો અન્ન ન આવે પરંતુ વાસ્તવિક વિભાગ કરવામાં આવે છે ત્યારે તે વિભાગ ક્યાંક ને ક્યાંક આવીને અવશ્ય અટકી જશે અર્થાત્ તે વિભાગનો કોઈ ને કોઈ રૂપમાં અન્ન અવશ્ય આવશે. તેનાથી આગળ તે વસ્તુનો વિભાગ નથી થઈ શકતો. આ અન્તિમ વિભાગ જ અણુ અથવા પરમાણુ કહેવાય છે. પુદ્ગલ મૂર્ત અર્થાત્ રૂપી છે. તેથી પરમાણુ પણ રૂપી જ મનાયો છે કેમ કે રૂપીનો વિભાગ રૂપી જ હોય, અરૂપી નહિ. જો પરમાણુ રૂપી છે તો તે ઇન્દ્રિયનો વિષય કેમ નથી બનતો ? પરમાણુ રૂપી હોવા છતાં ઇન્દ્રિયો વડે એ કારણે જ્ઞાત થતો નથી કે તે અત્યન્ત સૂક્ષ્મ છે. તેનો ઇન્દ્રિયો સાથે સંપર્ક હોવા છતાં પણ ઇન્દ્રિયો તેને જાણવા અસમર્થ છે. ઉદાહરણાર્થ, ખાંડનો એક નાનો કણ મોંમાં મૂકવા છતાં જીભને તેના સ્વાદનું સંવેદન નથી થતું. આમ છતાં ખાંડના કણને સ્વાદયુક્ત માનવો જ જોઈશે કેમ કે કણોની અધિકતા હોતાં જીભને સ્વાદનો સ્પષ્ટ અનુભવ થાય છે. તેવી જ રીતે પરમાણુઓના સમુદાયનું ઇન્દ્રિય વડે સંવેદન થતું હોવાના કારણે એક પરમાણુને પણ મૂર્ત જ માનવો જોઈએ. જે અમૂર્ત હોય છે તે કદાપિ મૂર્ત બની શકતો નથી, જેમ કે આત્મતત્ત્વ. પૌદ્ગલિક અર્થાત્ ભૌતિક પદાર્થ સામાન્ય રીતે ચાર પ્રકારના મનાય છે પૃથ્વી, અપ્, તેજ અને વાયુ. કેટલાક દાર્શનિકોની માન્યતા છે કે આ ચાર જાતના પદાર્થોના પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોય છે. તે કદાપિ એકબીજામાં પરિવર્તિત થઈ શકતા નથી. પૃથ્વીના પરમાણુઓ હમેશાં પૃથ્વીના રૂપમાં જ રહેશે. તે કદી પણ જલ આદિના રૂપમાં પરિવર્તિત થઈ શકશે નહિ. તેવી જ રીતે જલ આદિના પરમાણુઓ પૃથ્વી આદિના રૂપમાં બદલાઈ શકતા નથી. જૈન દર્શન આ જાતના ઐકાન્તિક - Page #149 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧ ૨૫ પરમાણુનિત્યવાદમાં માનતું નથી. તે તો માને છે કે પૃથ્વી આદિ પુદ્ગલ દ્રવ્યના જ વિભિન્ન રૂપો છે. તેમના પરમાણુઓ એટલા વિલક્ષણ નથી કે એકબીજાના રૂપમાં પરિવર્તિત ન થઈ શકે. પૃથ્વી આદિ કોઈ પણ પૌગલિક રૂપના પરમાણુઓ અમ્ આદિ કોઈ પણ પૌગલિક રૂપમાં યથાસમય પરિણત થઈ શકે છે. પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થતું રહે છે. પરમાણુઓની નિત્ય જાતિઓ કે પ્રકારો નથી. એક પ્રકારના પરમાણુઓ જ્યારે બીજા પ્રકારના પદાર્થ (સ્કન્ધ) સાથે મળી તદ્રુપ થઈ પછી પુનઃ પરમાણુઓના રૂપમાં આવે છે ત્યારે તેમનું રૂપ તે પદાર્થના અનુરૂપ હોય છે. આમ પદાર્થોનાં રૂપો અનુસાર પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થતું રહે છે. નવા નવા પદાર્થોના વિભાજનથી નવા નવા પરમાણુઓ પેદા થતા રહે છે. વસ્તુતઃ સમસ્ત પરમાણુઓની એક જ જાતિ છે અને તે મુદ્દગલજાતિ યા ભૂતજાતિ છે. જૈન દર્શનની એક માન્યતા એ છે કે એક આકાશપ્રદેશમાં અર્થાત્ એક પરમાણુ જેટલું સ્થાન રોકે એટલા સ્થાનમાં અનન્ત પરમાણુઓ રહી શકે છે. તે કેવી રીતે? પરમાણુઓમાં સૂક્ષ્મભાવની પરિણતિ થવાના કારણે એવું શક્ય બને છે. સૂક્ષ્મભાવથી પરિણત અનન્ત પરમાણુઓ એક આકાશપ્રદેશમાં રહે છે. પરમાવાયો હિંસૂક્ષ્મમવેન રળતા સ્પિન્નીસફેશેડનસ્તાનન્ના મવતિષ્ઠત્તો આ માન્યતામાં વિરોધ જણાય છે. પરમાણુ યુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. જો સૂક્ષ્મતમની પણ સૂક્ષ્મભાવથી પરિણતિ થવા લાગે તો તેને સૂક્ષ્મતમ કહેવાનો કોઈ અર્થ જ નથી રહેતો. જે પરમાણુ અવિભાજ્ય છે, જેના આદિ મધ્યમ અને અન્ત એક જ છે તે સૂક્ષ્મભાવથી કેવી રીતે પરિણત થશે? કોઈ પણ વસ્તુના સૂક્ષ્મભાવથી પરિણત થવાનાં બે જ રૂપ છે – (૧) તે વસ્તુના કોઈ અંશનો વિરછેદ થવો અને (ર) વસ્તુનું સંકોચાવું. પરમાણુમાં આ બેમાંથી કોઈ પણ રૂપના સદ્દભાવની સંભાવના નથી. પરમાણુ નિરંશ અને અવિભાજ્ય છે એટલે તેના કોઈ અંશના વિચ્છેદનો પ્રશ્ન જ ઊઠતો નથી. પરમાણુ સંકુચિત પણ ન થઈ શકે કેમ કે સંકુચન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સાપેક્ષ છે. જેને નથી કોઈ લંબાઈ, નથી કોઈ પહોળાઈ કે નથી કોઈ ઊંચાઈ તે સંકુચિત કેવી રીતે થઈ શકે? સંકુચન અથવા પ્રસરણ નતો આકાશના એક પ્રદેશમાં સંભવે છે કે ન તો પુગલના એક પરમાણુમાં સંભવે છે. આકાશના અનેક પ્રદેશો અને પુદ્ગલના અનેક પરમાણુઓ વિદ્યમાન હોય તો જ સંકુચન-પ્રસરણ શક્ય બને છે. આવી પરિસ્થિતિમાં એક આકાશપ્રદેશમાં અનન્ત પરમાણુઓ તો શું બે પરમાણુઓ પણ રહી ન શકે. આકાશના જે એક પ્રદેશમાં કોઈ એક પરમાણુ રહેલો હોય તે જ પ્રદેશમાં અન્ય પરમાણુ આવી શકે જ કેવી રીતે?, કેમ કે ત્યાં તેના માટે ન તો સ્થાન રિક્ત છે કે ન તો પૂર્વસ્થિત પરમાણુ કોઈ પણ રીતે તેને સમાવી શકે છે. તે આકાશપ્રદેશ નવાગતુક પરમાણુને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ધર્મ-દર્શન પૂર્વસ્થિત પરમાણુ ત્યાંથી હટી જાય. જ્યારે એક પરમાણુએ કોઈ એક આકાશપ્રદેશને (સર્વતઃ) વ્યાપ્ત કરી રાખ્યો હોય ત્યારે બીજો ૫૨માણુ ત્યાં રહી જ કેવી રીતે શકે ? તે આકાશપ્રદેશમાં પહેલો પરમાણુ જ રહેશે યા તો પછીનો પરમાણુ. બન્ને પરમાણુઓ એક સાથે એક જ આકાશપ્રદેશમાં ન રહી શકે કેમ કે તે પૂરો આકાશપ્રદેશ એક ૫૨માણુ માટે જ છે અને ત્યાં રહેનાર પરમાણુમાં એ સામર્થ્ય પણ નથી કે તે અન્ય પરમાણુને પોતાની સાથે એક જ આકાશપ્રદેશમાં રાખી શકે. એક આકાશપ્રદેશનો અર્થ જ છે એક પરમાણુ જેટલી જગ્યા રોકે તેટલી જ જગ્યા. સ્કન્ધ પહેલાં કહી ગયા છીએ કે સ્કન્ધ અણુઓનો સમુદાય છે. સ્કન્ધ ત્રણ રીતે બને છે ~ ભેદપૂર્વક, સંઘાતપૂર્વક અને ભેદ-સંઘાત ઉભયપૂર્વક. ૧ ભેદ થવાનાં બે કારણો છે આભ્યન્તર અને બાહ્ય.ર આભ્યન્તર કારણથી જે એક સ્કન્ધનો ભેદ થવાથી બીજો સ્કન્ધ બને છે તેને માટે કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી રહેતી. સ્કન્ધમાં આપોઆપ વિદારણ થાય છે. બાહ્ય કારણથી થનાર ભેદને માટે સ્કન્ધથી અતિરિક્ત બીજા કારણની આવશ્યકતા રહે છે. તે કારણ હોતાં ઉત્પન્ન થનાર ભેદને બાહ્યકા૨ણપૂર્વક થતો ભેદ કહેવામાં આવે છે. વિવિક્ત અર્થાત્ પૃથક્ ભૂતોનો એકીભાવ સંઘાત છે. તે બાહ્ય અને આભ્યન્તર ભેદથી બે પ્રકારનો હોઈ શકે છે. બે છૂટા અણુઓનો સંયોગ સંઘાતનું ઉદાહરણ છે. જ્યારે ભેદ અને સંઘાત બન્ને એક સાથે થાય છે ત્યારે જે સ્કન્ધ બને છે તે ભેદસંઘાત ઉભયપૂર્વક ઉત્પન્ન થનારો સ્કન્ધ કહેવાય છે. જેવો એક સ્કન્ધનો એક ભાગ તૂટી અલગ થયો તેવો જ તરત તે સ્કન્ધ સાથે બીજો સ્કન્ધ આવીને જોડાઈ ગયો અને પરિણામે એક નવો સ્કન્ધ બન્યો. આ નવો સ્કન્ધ ભેદ-સંઘાત ઉભયપૂર્વક ઉત્પન્ન થયો ગણાય. આમ સ્કન્ધના નિર્માણની ત્રણ રીતો છે. આ ત્રણ રીતોમાંથી કોઈ પણ રીતે સ્કન્ધ બને છે. ક્યારેક કેવળ ભેદથી જ સ્કન્ધ બને છે, તો ક્યારેક કેવળ સંઘાત થવાથી સ્કન્ધ બને છે, તો વળી ક્યારેક ભેદ-સંઘાત ઉભયપૂર્વક સ્કન્ધનું નિર્માણ થાય છે. સંઘાત અથવા બન્ધ કેવી રીતે થાય છે? આ પ્રશ્નના ઉત્તમાં જૈન દાર્શનિક કહે છે ૧. મેદ્રસંધાતેત્મ્ય ઉત્પદ્યન્તે । તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૬ ૨. સર્વાર્થસિદ્ધિ. ૫.૨૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧ ૨ ૭. કે “પુગલમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે બન્ધ થાય છે. સ્નિગ્ધ અને રૂક્ષ બે સ્પર્શ છે. તેમના કારણે પુદ્ગલમાં બન્ધ થાય છે. બન્ધ થવા માટે નીચે જણાવેલી શરતો પૂરી થવી જરૂરી છે. (૧) જઘન્ય ગુણવાળા (માત્રાવાળા) અવયવોનો (અણુઓનો) બન્ધ થતો નથી. (૨) સમાનગુણ (સમાન માત્રા) હોય તો સદશ અવયવોનો (અર્થાત્ સ્નિગ્ધથી સ્નિગ્ધ અવયવોનો તથા રૂક્ષથી રૂક્ષ અવયવોનો) બંધ થતો નથી. (૩) વ્યધિક આદિ ગુણવાળા (માત્રાવાળા) અવયવોનો બંધ થાય છે. બન્ધ માટે સૌપ્રથમ વાત તો એ છે કે જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ યા રૂક્ષત્વની માત્રા જઘન્ય હોય તેમનો પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેનો અર્થ એ કે મધ્યમ અને ઉત્કૃષ્ટ માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા પરમાણુઓનો પારસ્પરિક બન્ધ થઈ શકે છે. આ નિયમને પુનઃ સીમિત કરવા માટે બીજી વાત કહેવામાં આવી છે. તે અનુસાર સરખી માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા સદેશ પરમાણુઓનો પારસ્પરિક બંધ નથી થઈ શકતો. આનો અર્થ એ થયો કે અસમાન માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા સંદશ પરમાણુઓનો બંધ થઈ શકે છે. આ નિયમનો પણ સંકોચ કરતો ત્રીજો નિયમ સ્થાપિત કરવામાં આવ્યો. તે અનુસાર અસમાન માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવનાર સદશ પરમાણુઓમાં પણ જો એક પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતા બે માત્રા, ત્રણ માત્રા આદિ અધિક હોય તો તે બે સંદેશ પરમાણુઓનો બંધ થઈ શકે છે. આનું તાત્પર્ય એ કે એક પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતાની અપેક્ષાએ બીજા પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતા કેવળ એક માત્રા અધિક હોય તો તેમનો બંધ થઈ શકતો નથી, અન્યથા બંધ થઈ શકે છે. બંધની આ ચર્ચાનું જ્યારે સ્પષ્ટ વિવેચન કરવામાં આવે છે ત્યારે આપણી સમક્ષ બે પરંપરાઓ ઉપસ્થિત થાય છે. શ્વેતામ્બર પરંપરા અનુસાર બે પરમાણુઓ જ્યારે જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતા અને રૂક્ષતા ધરાવતા હોય ત્યારે તેમના બંધનો નિષેધ છે. જો એક પરમાણુ જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ધરાવતો હોય અને બીજો પરમાણુ જધન્ય માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ન ધરાવતો હોય તો તેમનો બંધ થઈ શકે છે. દિગમ્બર માન્યતા અનુસાર જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતારૂક્ષતા ધરાવતો ૧. ધિરૂક્ષત્રીત્ વધ: I તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૨ ૨. ર કન્યાનામ્ I TUસાચ્ચે સશાનામ્ ! ચિધાદ્રિાનાં સુI એજન, ૫.૩૩ ૩૫. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ જેને ધર્મ-દર્શન એક પણ પરમાણુ હોય તો બન્ધ થઈ શકતો નથી. શ્વેતામ્બર માન્યતા અનુસાર એક પરમાણુ કરતાં બીજા પરમાણુમાં સ્નિગ્ધતા યા રૂક્ષતાની બે, ત્રણ, ચાર, યાવતુ અનન્ત માત્રા અધિક હોય તો પણ બંધ થાય છે, કેવલ એક જ માત્રા અધિક હોય તો બંધ થતો નથી. દિગમ્બર માન્યતા અનુસાર કેવળ બે માત્રા અધિક હોય તો જ બંધ થાય છે. એક પરમાણુ કરતાં બીજા પરમાણુમાં સ્નિગ્ધતા યા રૂક્ષતાની ત્રણ, ચાર યાવતુ અનન્ત માત્રા અધિક હોતાં બંધ થતો નથી. શ્વેતામ્બર પરંપરાની ધારણા અનુસાર બે, ત્રણ આદિ માત્રાઓ અધિક હોતાં બંધનું જે વિધાન છે તે અસદેશ પરમાણુઓ માટે જ છે, સંદેશ પરમાણુઓ માટે નથી. દિગમ્બર ધારણા અનુસાર આ વિધાન સદેશ અને અસદેશ બન્ને પ્રકારના પરમાણુઓ માટે છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાઓના બંધવિષયક મતભેદનો સાર નીચે મુજબ છે. શ્વેતામ્બર પરંપરા ગુણ/માત્રા સંદેશ વિદેશ (૧) જઘન્ય + જઘન્ય નથી નથી (૨) જઘન્ય + એકાધિક (૩) જઘન્ય + ત્યધિક (૪) જઘન્ય + ત્યધિકાદિ (પ) જાન્યતર + સમજઘન્યતર (૬) જઘન્યતર + એકાધિક જઘન્યતર (૭) જઘન્યતર + ધિક જઘન્યતર (૮) જાન્યતર + રાધિકાદિ જઘન્યતર દિગમ્બર પરંપરા ગુણ/માત્રા સદશ વિદેશ (૧) જઘન્ય + જઘન્ય નથી નથી (૨) જઘન્ય + એકાધિક નથી નથી (૩) જઘન્ય + યધિક નથી નથી (૪) જઘન્ય + વ્યધિકાદિ નથી (૫) જાન્યતર + સમજઘન્યતર નથી નથી (૬) જઘન્યતર + એકાધિક જધન્યતર નથી 9 $ $ $ $ $ $ નથી નથી ૧. તત્ત્વાર્થસૂત્ર (પંડિત સુખલાલ સંઘવી), પૃ. ૨૦૨-૨૦૩. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તત્ત્વવિચાર (૭) જઘન્યતર + યધિક જઘન્યતર (૮) જઘન્યતર + વ્યધિકાદિ જઘન્યતર નથી નથી બન્ધ થતાં કયા પરમાણુઓ યા પરમાણુઓમાં પરિણત થાય છે? સદેશ અને વિસદશ પરમાણુઓમાંથી કોણ કોને પોતાનામાં પરિણત કરે છે? સરખી માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ધરાવતા સદશ પરમાણુઓનો તો બંધ થતો જ નથી. વિસદશ બન્ધવખતે ક્યારેક એક સરખી માત્રાની સ્નિગ્ધતા ધરાવતો અણુ બીજા સરખી માત્રાની રૂક્ષતા ધરાવતા અણુને પોતાનામાં પરિણત કરે છે, ક્યારેક એક સરખી માત્રાની રૂક્ષતા ધરાવતો અણુ બીજા સરખી માત્રાની સ્નિગ્ધતા ધરાવતા અણુને પોતાનામાં પરિણત કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર આદિનો જેવો સંયોગ હોય છે તેવું થઈ જાય છે. આ જાતનો બંધ એ પ્રકારનો મધ્યમ બન્યું છે. અધિક માત્રા અને હીન માત્રાના બંધ વખતે અધિક માત્રાવાળો પરમાણુ હીન માત્રાવાળા પરમાણુને પોતાના રૂપમાં પરિણત કરી દે છે.' જે પરંપરામાં સરખી માત્રાવાળા પરમાણુઓનો પારસ્પરિક બન્ધ કદી થતો નથી ત્યાં અધિક માત્રાવાળો પરમાણુ હીન માત્રાવાળા પરમાણુને પોતાના રૂપમાં પરિણત કરી દે છે. પુદ્ગલ દ્રવ્યના અણુ અને સ્કન્ધ એ બે મુખ્ય ભેદ છે. આ બે ભેદોના આધારે બનતા છ ભેદોનું પણ વર્ણન મળે છે. આ છ ભેદ નીચે મુજબ છે – (૧) સ્થૂલસ્થૂલ માટી, પથ્થર, લાકડું વગેરે નક્કર ઘન પદાર્થ આ વર્ગમાં આવે છે. (૨) સ્થૂલ – દૂધ, દહીં, માખણ, પાણી, તેલ આદિ દ્રવ પદાર્થ આ સ્કૂલ વિભાગમાં પડે છે. (૩) સ્થૂલસૂક્ષ્મ–પ્રકાશ, વીજળી, ઉષ્ણતા આદિ અભિવ્યક્તિઓ સ્થૂલસૂક્ષ્મની કોટિમાં આવે છે. (૪) સૂક્ષ્મણૂલ – વાયુ, બાષ્પ વગેરે આ સ્થૂલસૂક્ષ્મના વર્ગમાં આવે છે. (૫) સૂક્ષ્મ-મનોવર્ગણા આદિ અચાક્ષુષ (જે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે) સ્કન્ય સૂક્ષ્મ છે. ૧. વલ્વે સTધી પરિણામ તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૬ ૨. વધેડધિૌ પરિણામ એજન, ૫.૩૭. . ૩. નિયમસાર, ૨૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ (૬) સૂક્ષ્મસૂક્ષ્મ જૈન ધર્મ-દર્શન - અન્તિમ નિરંશ પુદ્ગલપરમાણુ સૂક્ષ્મસૂક્ષ્મની કોટિમાં આવે છે. જે પુદ્ગલસ્કન્ધ અચાક્ષુષ છે તે ભેદ અને સંઘાતથી ચાક્ષુષ બને છે. જ્યારે કોઈ સ્કન્ધમાં સૂક્ષ્મત્વ ચાલ્યુ જઈ સ્થૂલત્વ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક નવા પરમાણુઓ તે સ્કન્ધમાં અવશ્ય મળી જાય છે. એટલું જ નહિ પણ કેટલાક પરમાણુઓ તે સ્કન્ધથી છૂટા પડી જાય છે. આ મળવું અને છૂટા પડવું એ જ સંઘાત અને ભેદ છે. તેથી કહેવામાં આવ્યું છે કે સ્કન્ધને અચાક્ષુષમાંથી ચાક્ષુષ બનવા માટે ભેદ અને સંઘાત બન્ને જરૂરી છે. પુદ્ગલનાં કાર્ય સ્થૂલસ્થૂલ, સ્થૂલ, સ્થૂલસૂક્ષ્મ વગેરે ભેદોનો સામાન્ય પરિચય આપી દીધો છે. અહીં પુદ્ગલનાં કેટલાંક વિશિષ્ટ કાર્યોનો પરિચય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તે કાર્યો છે —— શબ્દ, બન્ધ, સૌમ્ય, સ્થૌલ્ય,સંસ્થાન, ભેદ, તમસ્, છાયા, આતપ અને ઉદ્યોત.૧ - શબ્દ વૈશેષિક આદિ ભારતીય દર્શનો શબ્દને આકાશનો ગુણ માને છે. સાંખ્ય શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ માને છે. જૈન દર્શન આ બન્ને માન્યતાઓને મિથ્યા સાબિત કરે છે. આકાશ પૌદ્ગલિક નથી, તેથી જે પૌદ્ગલિક છે અને ઇન્દ્રિયગ્રાહ્ય છે તે શબ્દ આકાશનો ગુણ કેવી રીતે હોઈ શકે યા આકાશમાંથી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થઈ શકે નહિ કેમ કે શબ્દ પૌદ્ગલિક હોવાથી શબ્દતન્માત્રા પણ પૌદ્ગલિક જ હોવી જોઈએ અને જો શબ્દતન્માત્રા પૌદ્ગલિક હોય તો તેમાંથી ઉત્પન્ન થનારું આકાશ પણ પૌદ્ગલિક હોવું જોઈએ, પરંતુ આકાશ પૌદ્ગલિક નથી, તેથી શબ્દતન્માત્રામાંથી આકાશ ઉત્પન્ન થઈ શકે નહિ. જ્યારે એક પૌદ્ગલિક અવયવીનો બીજા પૌદ્ગલિક અવયવી સાથે સંઘર્ષ થાય છે ત્યારે શબ્દ ઉત્પન્ન થાય છે. એકલો સ્કન્ધ (અવયવી) શબ્દ ઉત્પન્ન નથી કરી શકતો તો એકલો પરમાણુ શબ્દ કેવી રીતે પેદા કરી શકે ? પરમાણુનું રૂપ અત્યન્ત સૂક્ષ્મ છે. તે પૃથ્વી, અર્, તેજ અને વાયુનું કારણ છે અને અશબ્દાત્મક છે. શબ્દનું કારણ તો સ્કન્ધોનું પરસ્પર ટકરાવું છે. તેથી શબ્દ પુદ્ગલનું કાર્ય છે. ર ૧.શવધૌમ્યસ્થીત્યસંસ્થાનમેતમાયાતોદ્યોતવન્તશ્ચ। તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૪ ૨. પંચાસ્તિકાયસાર, ૮૫-૮૬. Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૩૧ શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને તદ્વિપરીત અભાષાત્મક. ભાષાત્મક શબ્દના વળી બે ભેદ છે — અક્ષરીકૃત અને અનક્ષીકૃત. અક્ષરીકૃત મનુષ્ય આદિની સ્પષ્ટ ભાષા છે અને અનક્ષરીકૃત પ્રાણીઓની અસ્પષ્ટ ભાષા છે. ભાષાત્મક શબ્દ પ્રાયોગિક જ છે, અર્થાત્ આત્મપ્રયત્નજન્ય જછે. અભાષાત્મક શબ્દના બે ભેદ છે – પ્રાયોગિક અને વૈગ્નસિક, વૈજ્ઞસિક શબ્દ કોઈ જાતના આત્મપ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. વાદળોનો ગડગડાટ વગેરે વૈસસિક છે. પ્રાયોગિક શબ્દના ચાર પ્રકાર છે તત, વિતત, ઘન અને સૌષિર. ચામડાથી બનેલાં વાઘ મૃદંગ, પટહ, ઢોલ આદિથી ઉત્પન્ન થતો શબ્દ તત કહેવાય છે. તારવાળાં વાઘ (તંતુવાદ્ય) વીણા, સારંગી, તંબૂરો વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ વિતત કહેવાય છે. ઘંટ, તાલ આદિથી ઉત્પન્ન થતો શબ્દ ઘન કહેવાય છે. ફૂંક મારી વગાડવામાં આવતાં વાઘ શંખ, વાંસળી વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ સૌષિ૨ કહેવાય છે.૧ બન્ય ✔―di વૈગ્નસિક અને પ્રાયોગિક ભેદથી બંધ પણ બે પ્રકારનો છે. વૈગ્નસિક બન્ધના પુનઃ બે ભેદ છે - આદિમાન્ અને અનાદિ. સ્નિગ્ધ અને રૂક્ષ ગુણોથી નિર્મિત વિદ્યુત, ઉલ્કા, જલધર, અગ્નિ, મેઘધનુષ આદિ વિષયક બન્ધ આદિમાનૢ છે. ધર્મ, અધર્મ અને આકાશનો જે બન્ધ છે તે અનાદિ છે. પ્રાયોગિક બન્ધના પણ બે ભેદ છે અજીવવિષયક અને જીવાજીવવિષયક, જતુકાષ્ઠાદિનો બન્ધ અજીવિષયક છે. જીવાજીવવિષયક બન્ધ કર્મ અને નોકર્મના ભેદથી બે પ્રકારનો છે. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનો બન્ધ કર્મબન્ધ છે. ઔદારિકાદિવિષયક બન્ધ નોકર્મબન્ધ છે. સૌક્ષ્ય સૌક્ષ્યના બે પ્રકાર છે અન્ત્ય અને આપેક્ષિક. પરમાણુની સૂક્ષ્મતા અન્ય છે કેમ કે તેનાથી અધિક સૂક્ષ્મતા હોઈ શકતી નથી. અન્ય પદાર્થોની સૂક્ષ્મતા આપેક્ષિક છે, જેમ કે કેળાથી આમળું નાનું (સૂક્ષ્મ) છે, આમળાથી બોર નાનું (સૂક્ષ્મ) છે, ઇત્યાદિ. સ્થૌલ્ય સ્થૌલ્ય પણ અન્ત્ય અને આપેક્ષિક ભેદથી બે પ્રકારનું છે.૪ જગતવ્યાપી મહાસ્કન્ધનું ૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૪. ૨-૬. ૨. એજન, ૫.૨૪.૧૦-૧૩. ૩. એજન, ૫.૨૪,૧૪. ૪. એજન, ૫.૨૪.૧૫ — Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ધર્મ-દર્શન અન્ય સ્થૌલ્ય છે. બોર, આમળું, કેળા આદિનું સ્થૌલ્ય આપેક્ષિક છે. સંસ્થાન ઇવૅલક્ષણ અને અનિત્યંલક્ષણના ભેદથી સંસ્થાનના પણ બે પ્રકાર છે. વ્યવસ્થિત આકૃતિ ઇત્થલક્ષણ છે. મેઘ આદિના જેવી અવ્યવસ્થિત આકૃતિ અનિવૅલક્ષણ છે. ભેદ ભેદના છ પ્રકાર છે – ઉત્કર, ચૂર્ણ, ખંડ, ચૂર્ણિકા, પ્રતા અને અણચટન.૨ કરવત આદિથી લાકડા વગેરેને ચીરવા ઉત્કર છે. ઘઉં, જવ, બાજરી વગેરેનો લોટ ચૂર્ણ છે. ઘડો વગેરેના ટુકડાઓને ખંડ કહે છે. ડાંગર, દાળ વગેરેનાં ફોતરાં છૂટાં પાડવાં એ ચૂર્ણિકા છે. અબરખ વગેરેના પડોનું છૂટું પડવું એ પ્રતર છે. તપાવેલા લોઢાના પિંડને ઘણ વગેરેથી ટીપવાથી તેમાંથી તણખાનું નીકળવું અણુચટન છે. તમ દૃષ્ટિના પ્રતિબન્ધનું એક કારણ તમ છે. તે પ્રકાશનું વિરોધી છે. નૈયાયિક વગેરે ચિન્તકો તમને સ્વતંત્ર ભાવાત્મક દ્રવ્ય માનતા નથી પરંતુ પ્રકાશનો અભાવ માને છે. જૈન દર્શન અનુસાર તમ અભાવ માત્ર નથી, પરંતુ પ્રકાશની જેમ જ ભાવાત્મક દ્રવ્ય છે. જેમ પ્રકાશમાં રૂપ છે તેમ તમમાં પણ રૂપ છે, તેથી તમ પ્રકાશની જેમ જ ભાવરૂપ છે. જેમ પ્રકાશનો રંગ (રૂપ) ભાસુર અને સ્પર્શ ઉષ્ણ પ્રસિદ્ધ છે તેમ અંધકારનો રંગ કૃષ્ણ અને સ્પર્શ શીત પ્રસિદ્ધ છે અને લોકોની પ્રતીતિનો વિષય છે. અંધકાર દ્રવ્ય છે કારણ કે તેમાં ગુણો છે. જે ગુણવાન હોય તે દ્રવ્ય હોય, જેમ કે આલોક આદિ. છાયા પ્રકાશ ઉપર આવરણ આવતાં છાયા થાય છે. તેના બે પ્રકાર છે – તવર્ણાદિ વિકાર અને પ્રતિબિંબ. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખ આદિની આબેહૂબ જ આકૃતિ (પ્રતિરૂપ) પડે છે અને જેમાં આકાર વગેરે જેમના તેમ દેખાય છે તે તદ્વર્ણાદિ વિકારરૂપ છાયા છે. અસ્વચ્છ દ્રવ્યો ઉપર જે પ્રતિબિંબ માત્ર (કવળ પડછાયો) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે. ૧. એજન, ૫.૨૪.૧૬, ૨. એજન, ૫.૨૪.૧૮. ૩. એજન, ૫.૨૪. ૨૦-૨૧. Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર આપ સૂર્ય, અગ્નિ આદિનો ઉષ્ણ પ્રકાશ આતપ છે. ઉદ્યોત ચન્દ્ર, મણિ, ખઘોત આદિનો શીત પ્રકાશ ઉદ્યોત છે. પુદ્ગલનાં કાર્યોનું આ તો દિગ્દર્શન માત્ર છે. આ જાતનાં અન્ય જેટલાં પણ કાર્યો છે, તે બધાં પુદ્ગલનાં જ સમજવા જોઈએ. શરીર, વાણી, મન, નિઃશ્વાસ, ઉચ્છ્વાસ, સુખ, દુ:ખ, જીવન, મરણ વગેરે બધાં પુદ્ગલનાં જ કાર્યો છે. કેટલાંક કાર્યો શુદ્ધ પૌદ્ગલિક હોય છે અને કેટલાંક કાર્યો આત્મા અને પુદ્ગલ બન્નેના સંબંધથી થાય છે. શરીર,વાણી આદિ કાર્યો આત્મા અને પુદ્ગલના સંબંધથી થાય છે. પુદ્ગલ અને આત્મા આત્મા પુદ્ગલથી પ્રભાવિત થાય છે કે નહિ ? પુદ્ગલ આત્માને અસર કરે છે કે નહિ ? જૈન દર્શન માને છે કે સંસારી આત્મા પુદ્ગલ વિના રહી શકતો નથી. જ્યાં સુધી જીવ સંસારમાં ભ્રમણ કરે છે ત્યાં સુધી પુદ્ગલ અને જીવનો સંબંધ અવિચ્છેદ્ય છે. પુદ્ગલ આત્માને કેવી રીતે અસર કરે છે ? તેનો ઉત્તર, પહેલાં કહી ગયા છીએ તેમ, એ જ છે કે પુદ્ગલથી જ શરીરનું નિર્માણ થાય છે; વાણી, મન અને શ્વોસોચ્છ્વાસ પણ પુદ્ગલનું જ કાર્ય છે. આ જ વાત જીવકાંડમાં આ રીતે કહેવામાં આવી છે—— “પુદ્ગલ શરીરનિર્માણનું કારણ છે. આહા૨કવર્ગણાથી ઔદારિક, વૈક્રિય અને આહારક આ ત્રણ પ્રકારનાં શરીરો બને છે તથા શ્વાસોચ્છ્વાસનું નિર્માણ થાય છે. તેજોવર્ગણાથી તૈજસ્ શરીર બને છે. ભાષાવર્ગણા વાણીનું નિર્માણ કરે છે. મનોવર્ગણાથી મનનું નિર્માણ થાય છે. કર્મવર્ગણાથી કાર્પણ શરીર બને છે.’ ૨ ૧૩૩ શ્વોસોચ્છ્વાસ, વાણી અને મનનો વિશેષ પરિચય આપવાની આવશ્યકતા નથી. શ્વાસને અંદર લેવો અને બહાર કાઢવો એ શ્વાસોચ્છ્વાસ છે. ભાષા આદિનો વ્યવહાર વાણી છે. મન એક સૂક્ષ્મ આભ્યન્તર ઇન્દ્રિય (અન્તઃકરણ) છે. તે ચક્ષુ વગેરે બધી ઇન્દ્રિયોના અર્થનું ગ્રહણ કરે છે. વૈશેષિક દર્શન મનને અણુમાત્ર માને છે. જૈન દર્શન કહે છે કે મનને અણુમાત્ર માનવાથી સંપૂર્ણ ઇન્દ્રિયથી અર્થનું ગ્રહણ નહિ થઈ શકે ૧. શરીરવાÉન:પ્રાળાપાના: પુાતાનામ્। યુદ્ધદુ:સ્વનીવિતમરોપદ્મહાશ્ચ । તત્ત્વાર્થસૂત્ર, ૫.૧૯-૨૦ ૨. ગાથા ૬૦૬-૬૦૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ધર્મ-દર્શન કેમ કે મન એક અણુપ્રમાણ સ્થાન ઉપર જ રહે છે. મન આશુસંચારી પણ હોઈ શકે નહિ કેમ કે તે અચેતન છે. તેથી મન સ્કન્ધાત્મક છે, અણુપરિમાણ નથી. હવે આપણે ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીરોના સ્વરૂપની વાત કરીશું. ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યનું સ્થૂલ શરીર ઔદારિક શરીર છે. ઉદરયુક્ત હોવાથી તેનું નામ ઔદારિક છે. અહીં ઉદરનો અર્થ કેવળ ગર્ભ નથી પરંતુ આખું શરીર છે. લોહી, માંસ આદિ આ શરીરનું લક્ષણ છે. વૈક્રિય શરીર દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને વૈક્રિય શરીર હોય છે. લબ્ધિપ્રાપ્ત મનુષ્ય અને તિર્યંચ પણ આ શરીર પ્રાપ્ત કરી શકે છે. આ શરીર સામાન્ય ઇન્દ્રિયોનો વિષય બનતું નથી. જુદા જુદા આકારોમાં પરિવર્તિત થવું એ આ શરીરની વિશેષતા છે. અર્થાત્ આ શરીર ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરી શકે છે. તેમાં લોહી, માંસ આદિનો સર્વથા અભાવ હોય છે. આહારક શરીર સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે અથવા શંકાનું સમાધાન કરવા માટે પ્રમત્તસંયત (મુનિ) એક વિશિષ્ટ પ્રકારનું શરીર નિર્માણ કરે છે. આ શરીર બહુ દૂર સુધી જાય છે અને શંકાનું સમાધાન કરી પુનઃ પોતાના સ્થાને પાછું આવી જાય છે. આને આહારક શરીર કહે છે. તૈજસ શરીર આ એક પ્રકારના વિશિષ્ટ પુદ્ગલપરમાણુઓથી (તેજોવર્ગણાથી) બને છે. જઠરાગ્નિની શક્તિ આ શરીરની શક્તિ છે. આ શરીર ઔદારિક શરીર અને કાર્યણ શરીર વચ્ચેની એક આવશ્યક કડી છે. કાર્મણ શરીર કાર્યણ શ૨ી૨ એ આન્તરિક સૂક્ષ્મ શરીર છે જે માનસિક, વાચિક અને કાયિક બધી જાતની પ્રવૃત્તિઓનું મૂળ છે. કાર્પણ શરીર આઠ પ્રકારનાં કર્મોથી બને છે. ઉપર જણાવેલાં પાંચ શરીરોમાં ના આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા એકલા ઔદારિક શરીરનું જ ગ્રહણ (જ્ઞાન) કરી શકીએ છીએ. બાકીનાં શરીરો એટલાં સૂક્ષ્મ છે કે આપણી ઇન્દ્રિયો તેમનું ગ્રહણ કરી શકતી નથી. વીતરાગ કેવલી જ તેમનું પ્રત્યક્ષ કરી Page #159 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૩૫ શકે છે. આ શરીરો ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. તૈજસ અને કાર્મણ શરીરનો કોઈથી પણ પ્રતિઘાત થતો નથી. તે બે શરીરો લોકાકાશમાં પોતાની શક્તિ અનુસાર ગમે ત્યાં જઈ શકે છે. તેમને માટે કોઈ પણ જાતનું બાહ્ય બન્ધન નથી. આ બે શરીરો સંસારી આત્મા સાથે અનાદિ કાળથી જોડાયેલાં છે. પ્રત્યેક જીવની સાથે ઓછામાં ઓછા આ બે શરીરો તો હોય છે જ. જન્માન્તરના સમયે અર્થાત અત્તરાલગતિમાં આ બે જ શરીરો હોય છે. વધુમાં વધુ એક સાથે એક જીવને ચાર શરીરો હોઈ શકે છે. જ્યારે જીવને ત્રણ શરીર હોય છે ત્યારે તેને તૈજસ, કાર્પણ અને ઔદારિક આ ત્રણ અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય આ ત્રણ શરીર હોય છે. જ્યારે જીવને ચાર શરીર હોય છે ત્યારે તેને તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય આ ચાર અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક આ ચાર શરીર હોય છે એમ સમજવું જોઈએ. પાંચ શરીરો એક જીવને એક સાથે હોતા નથી કેમ કે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એક સાથે થઈ શકતો નથી. વૈક્રિયલબ્ધિના પ્રયોગના સમયે નિયમતઃ પ્રમત્ત દશા હોય છે. પરંતુ આહારકની બાબતમાં એવી વાત નથી. આહારકલબ્ધિનો પ્રયોગ તો પ્રમત્ત દશામાં થાય છે, પરંતુ આહારક શરીરનું નિર્માણ કર્યા પછી શુદ્ધ અધ્યવસાય હોવાના કારણે અપ્રમત્ત દશા રહે છે. તેથી એક સાથે આ બે શરીરોનું રહેવું સંભવતું નથી. શક્તિરૂપે તો એક જીવમાં પાંચે શરીર રહી શકે છે કેમ કે આહારકલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ બન્નેનું સાથે રહેવું સંભવે છે પરંતુ તેમનો પ્રયોગ એક સાથે થઈ શકતો નથી, તેથી પાંચે શરીરો અભિવ્યક્તિરૂપે એક સાથે એક જીવમાં નથી રહી શકતા. આ ચર્ચાની સાથે શરીર ચર્ચા સમાપ્ત થાય છે અને સાથે સાથે પુગલચર્ચા પણ સમાપ્ત થાય છે. ધર્મ જીવ અને પુદગલ ગતિ કરે છે. આ ગતિ માટે કોઈને કોઈ માધ્યમની આવશ્યકતા છે. આ માધ્યમ ધર્મદ્રવ્ય છે. તે અસ્તિકાય છે એટલે તેને ધર્માસ્તિકાય પણ કહે છે. કોઈ શંકા કરી શકે કે ગતિ કરવા માટે કોઈ માધ્યમની શી જરૂર છે? શું જીવ અને પુદ્ગલ આપમેળે ગતિ નથી કરી શકતા? તેનું સમાધાન એ છે કે ગતિ તો જીવ અને પુદ્ગલ જ કરે છે પરંતુ તેમની ગતિમાં સહાયક કારણ યા માધ્યમ છે ધર્મ. જો ધર્મ વિના પણ ગતિ થઈ શકતી હોત તો મુક્તજીવ અલોકાકાશમાં પણ પહોંચી જાત. અલોકાકાશમાં તો ૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૩૮. ૨. એજન, ૨.૪૧-૪૪ ૩. તત્ત્વાર્થભાષ્યવૃત્તિ, ૨.૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન ધર્મ-દર્શન આકાશ સિવાય કોઈ દ્રવ્ય નથી. મુક્ત જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિવાળો હોય છે. તેમ છતાં પણ તે લોકના અત્તે જઈને અટકી જાય છે", કારણ કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાયના અભાવમાં ગતિ થઈ શકતી નથી એટલે એવું થાય છે. ધર્મનું લક્ષણ દર્શાવતાં રાજવાર્તિકકાર કહે છે કે સ્વયં ગતિક્રિયા કરનાર જીવ અને પુદ્ગલને જે સહાયતા કરે છે તે ધર્મ છે. તે નિત્ય છે, અવસ્થિત છે અને અરૂપી છે. નિત્યનો અર્થ છે તદુભાવાવ્યય. ગતિક્રિયામાં સહાયતા કરવા રૂપ ભાવથી કદી સ્મૃત ના થવું એ જ અહીં તદુભાવાવ્યય છે. અવસ્થિતનો અર્થ છે જેટલા પ્રદેશો છે તેટલા જ પ્રદેશોમાં હમેશાં રહેવું. ધર્મના અસંખ્યાત પ્રદેશો છે. આ પ્રદેશો હમેશાં અસંખ્યાત જ રહે છે. અરૂપીનો અર્થ પહેલાં અમે જણાવી દીધો છે. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ રહિત દ્રવ્ય અરૂપી છે. ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે. અર્થાત તેની એક જ વ્યક્તિ છે, અનેક વ્યક્તિઓ નથી. જીવાદિની જેમ ધર્મની ભિન્ન ભિન્ન અનેક વ્યક્તિઓ નથી પરંતુ ધર્મ તો એક અખંડ દ્રવ્યરૂપ છે. તે આખા લોકમાં વ્યાપ્ત છે. લોકનો એવો કોઈ ભાગ નથી જ્યાં તે ન હોય. તે સર્વલોકવ્યાપી હોવાથી એ સ્વતઃ સિદ્ધ છે કે તેને એક સ્થાનથી બીજા સ્થાને જવાની કોઈ આવશ્યકતા જ રહેતી નથી. ગતિનો અર્થ છે એક દેશથી બીજા દેશમાં જવાની ક્રિયા. તેથી ગતિને ક્રિયા પણ કહી શકાય. ધર્મ આ જાતની ક્રિયામાં યા ગતિમાં સહાયક છે. માછલી સ્વયં તરે છે પરંતુ તેની આ ક્રિયા પાણી વિના થઈ શકતી નથી; પાણી હોતાં માછલી તળાવ, કૂવા કે સમુદ્રમાં તરી શકે છે. પાણી સૂકાઈ જાય ત્યારે માછલીમાં તરવાની શક્તિ હોવા છતાં તે તરી શકતી નથી. આનો અર્થ એ જ છે કે પાણી કરવામાં સહાયક છે. જે સમયે માછલી તરવા ચાહે છે તે સમયે તેને પાણીની સહાયતા લેવી પડે છે. તે તરવા ન ચાહે તો પાણી તેના ઉપર બળપ્રયોગ કરી તેને તરવા ફરજ પાડતું નથી. વહેતા પાણીનો પ્રશ્ન અલગ છે. તેવી જ રીતે જ્યારે જીવ અને પુદ્ગલ ગતિ કરે છે ત્યારે તેમને ધર્મ દ્રવ્યની સહાયતા લેવી પડે છે. અધર્મ જેવી રીતે ગતિમાં ધર્મ કારણ તેવી જ રીતે સ્થિતિમાં અધર્મ કારણ છે. જીવ અને ૧. તદનન્તરપૂર્ણ જીત્યાનોવેત્તાત્ તત્ત્વાર્થસૂત્ર, ૧૦.૫ ૨. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૧.૧૯. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૫.૪. ૪. નિયમસાર, ૩૦. Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૩૭ પુગલ જયારે સ્થિતિ કરવાના હોય છે ત્યારે અધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. જેમ ધર્મ ન હોય તો ગતિ નથી થતી તેમ અધર્મ ન હોય તો સ્થિતિ નથી થતી. અધર્મ એક અખંડ દ્રવ્ય છે. તેની અનેક વ્યક્તિઓ નથી. તેને અસંખ્યાત પ્રદેશો છે. ધર્મની જેમ અધર્મ પણ સર્વલોકવ્યાપી છે. જેમ આખાય તલમાં તેલ હોય છે તેમ પૂરા લોકાકાશમાં અધર્માસ્તિકાય છે. એક ચાલતા મુસાફરને વિશ્રામમાં જે રીતે એક વૃક્ષ સહાયક બને છે તે રીતે ગતિ કરતા જીવ અને પુગલને સ્થિતિ કરવામાં અધર્મ દ્રવ્ય સહાયક થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યની આ વિભાવના જૈન દર્શનનું અપ્રતિમ પ્રદાન છે. કોઈ શંકા કરે છે કે ધર્મ અને અધર્મ મૂલતઃ બે નહિ પણ એક જ દ્રવ્ય છે. એવું કેમ ? કેમ કે બન્ને લોકાકાશવ્યાપી છે તેથી બન્નેનો દેશ (સ્થાન) એક જ છે. બન્નેનું પરિમાણ પણ એક છે કેમ કે બન્ને પૂરા લોકાકાશમાં વ્યાપ્ત છે. બન્નેનો કાલ પણ એક છે કેમ કે બન્ને સૈકાલિક છે. બન્ને અમૂર્ત છે, બન્ને અજીવ છે, બન્ને અનુમેય છે. આ શંકાનું સામાધાન એ છે કે આ બધી એકતાઓ હોવા છતાં પણ તેમને એક દ્રવ્યરૂપ માની ન શકાય કેમ કે તેમનાં કાર્યો ભિન્ન છે. એકનું કાર્ય ગતિમાં સહાયતા કરવાનું છે જ્યારે બીજાનું કાર્ય સ્થિતિમાં સહાયતા કરવાનું છે. આમ બે જુદાં અને વિરોધી કાર્યો કરનારાં બન્ને જુદાં બે દ્રવ્યો નહિ પણ એક જ દ્રવ્ય કેવી રીતે હોઈ શકે? દ્રવ્યત્વની દષ્ટિએ ભલે તેઓ એક જ હોય પરંતુ પોતપોતાનાં કાર્યો અને સ્વભાવોની દૃષ્ટિએ તો બન્ને ભિન્ન જ છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો અમૂર્તિ છે, આવી પરિસ્થિતિમાં તેઓ ગતિ અને સ્થિતિમાં કેવી રીતે સહાયક બની શકે? આનો ઉત્તર એ છે કે સહાયતા કરવાના સામર્થ્ય માટે મૂર્તતા અનિવાર્ય ગુણ છે એમ માની શકાતું નથી. કોઈ દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. ઉદાહરણ તરીકે આકાશ અમૂર્ત છે તેમ છતાં પદાર્થોને અવકાશ (સ્થાન) આપે છે. જો આકાશ માટે અવકાશપ્રદાનરૂપ કાર્ય કરવું અસંભવ નથી તો ધર્મ અને અધર્મ માટે ગતિ અને સ્થિતિમાં સહાયતા કરવા રૂપ કાર્ય અશક્ય શા માટે? સમીક્ષા – જીવ આદિ છ દ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો એવાં છે જેઓ એક સ્થાનથી બીજા સ્થાને જાય છે અર્થાત ગતિ કરે છે. ગતિ કરનારાં આ બન્ને દ્રવ્યો સદૈવ ગતિશીલ નથી હોતાં અર્થાત હમેશાં ગતિ કર્યા કરતાં નથી પરંતુ ક્યાંક અને ક્યારેક અટકે પણ છે અર્થાત સ્થિતિશીલ થઈ જાય છે. આમ જીવ અને પુગલ ગતિશીલ અને સ્થિતિશીલ બન્ને હોય છે અર્થાત્ કયારેક ગતિશીલ અને ક્યારેક સ્થિતિશીલ. આ ૧. નો%િાશે સમસ્તે ધમધમસ્તિwાયો તિજોપુ તૈતવત્ પ્રાદુરવદં મહર્ષય: I તત્ત્વાર્થસાર, ૩.૨૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ધર્મ-દર્શન બે સિવાયનાં બાકીનાં દ્રવ્યો નિત્ય અવસ્થિત છે. જૈન દર્શન ગતિ અને સ્થિતિને જીવ અને પુદ્ગલની સ્વકૃત ક્રિયાઓ માને છે તેમ છતાં પણ ગતિ અને સ્થિતિ માટે બે વિશેષ માધ્યમો સ્વીકારે છે. આ બે માધ્યમો ધર્મ અને અધર્મ છે. ધર્મ ગતિનું માધ્યમ છે તથા અધર્મ સ્થિતિનું માધ્યમ છે. ગતિ અને સ્થિતિ બન્ને માટે બે માધ્યમો ન સ્વીકારી જો બેમાંથી કોઈ એકને જીવ અને પુગલનો સહજ સ્વભાવ માનવામાં આવે અને બીજા માટે કેવળ એક માધ્યમ જ સ્વીકારવામાં આવે તો શું હાનિ ? આવું ન મનાય કેમ કે ગતિ અને સ્થિતિ બન્ને ક્રિયાઓ સહજપણે જીવ અને પુગલમાં પ્રાપ્ત થાય છે. ન તો કેવળ ગતિ જ તેમનો સ્વભાવ છે કે ન તો કેવળ સ્થિતિ જ તેમનો સ્વભાવ છે. કોઈ વખત કોઈમાં સ્થિતિ હોય છે તો કોઈ વખત કોઈમાં ગતિ. કોઈ વખત કોઈ સ્થિતિમાંથી ગતિ આવે છે તો કોઈ વખત કોઈ ગતિમાંથી સ્થિતિમાં આવે છે. એવો કોઈ નિયમ નથી કે બધા પદાર્થો સ્વભાવથી સ્થિતિશીલ જ હોય અથવા ગતિશીલ જ હોય. લોકમાં ચાર પ્રકારના પદાર્થો મળે છે – (૧) સ્થિતિમાંથી ગતિમાં આવનારા, (૨) ગતિમાંથી સ્થિતિમાં આવનારા, (૩) સદૈવ સ્થિતિશીલ રહેતા અને (૪) સદૈવ ગતિશીલ રહેતા. સ્થિતિમાંથી ગતિમાં આવનારા તથા ગતિમાંથી સ્થિતિમાં આવનારા પદાર્થોનાં ઉદાહરણો આપવાની આવશ્યકતા નથી. મુક્ત આત્માઓ સદૈવ સ્થિતિશીલ છે. ચન્દ્ર વગેરે હમેશાં ગતિશીલ રહે છે. તેથી ગતિ અને સ્થિતિ બન્ને સ્વાભાવિક છે, બન્ને વાસ્તવિક છે તથા બન્નેને માટે બે ભિન્ન માધ્યમો માનવા યુક્તિયુક્ત છે. સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલને ગતિમાં જે સહાયતા કરે છે તે ધર્મ દ્રવ્ય છે. ગતિનો અર્થ છે એક સ્થાનથી બીજા સ્થાને જવાની ક્રિયા. ધર્મ તે દ્રવ્ય છે જે આ જાતની ક્રિયામાં સહાયક બને છે. જેમ માછલી સ્વયં તરવાની ક્રિયા કરે છે પરંતુ તેના માટે પાણીરૂપ માધ્યમની આવશ્યકતા છે તેમ જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરે છે પરંતુ તેના માટે ધર્મદ્રવ્યરૂપ માધ્યમની આવશ્યકતા હોય છે. માછલીમાં તરવાનું સામર્થ્ય હોવા છતાં પણ પાણી વિના તેની તરવાની ક્રિયા થઈ શકતી નથી. બરાબર તેવી જ રીતે જીવ અને પુગલમાં ગતિ કરવાની ક્ષમતા હોવા છતાં પણ ધર્મ દ્રવ્ય વિના તેઓની ગતિ સંભવતી નથી. ધર્મ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ગતિના માધ્યમરૂપે ધર્મદ્રવ્યનું અસ્તિત્વ કેવળ જૈન દર્શનમાં જ સ્વીકારાયું છે કે અન્ય દર્શનમાં પણ તેનો સદ્દભાવ સ્વીકારાયો છે? અન્ય ભારતીય અને પાશ્ચાત્ય દર્શનોમાં ગતિને વાસ્તવિક યા યથાર્થ માનવામાં ૧. Medium of Motion. ૨. Medium of Rest. Page #163 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૩૯ આવી હોવા છતાં પણ ગતિના માધ્યમરૂપે ધર્મ જેવા કોઈ વિશેષ તત્ત્વની આવશ્યકતા તેમને જણાઈ નથી. હા, આધુનિક ભૌતિક વિજ્ઞાન ‘ઈથર’ના રૂપમાં ગતિસહાયક એક એવું તત્ત્વ અવશ્ય માને છે જેનું કાર્ય ધર્મ દ્રવ્યના કાર્યને મળતું આવે છે. આ તત્ત્વ અત્યન્ત સૂક્ષ્મ અને પાતળા તરલ પદાર્થના રૂપમાં છે અને સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયતા કરે છે. જે રીતે ધર્મ ગતિમાં સહાયક છે તે જ રીતે અધર્મસ્થિતિમાં સહાયક છે. ધર્મની જેમ અધર્મ પણ સમસ્તલોકવ્યાપી છે. જેમ વૃક્ષની છાયા મુસાફરને વિશ્રામ કરવામાં સહાયક બને છે તેમ અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહાયક બને છે. ધર્મ દ્રવ્ય ગતિનું માધ્યમ યા સહાયક છે એ વાત તો ઉદાહરણ વગેરેથી સ્પષ્ટપણે સમજમાં આવી જાય છે પરંતુ અધર્મ દ્રવ્ય કેવી રીતે સ્થિતિનું માધ્યમ યા સહાયક છે એ સ્પષ્ટપણે સમજાતું નથી. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો અટકી જાય છે ત્યારે તેને આપણે સ્થિતિમાં આવેલો કે સ્થિત કહીએ છીએ. માછલી પાણીની સહાયતાથી તરી રહી હોય અને તરતા તરતા પાણીમાં અટકી જાય તો તે ગતિશીલ ન રહેતાં સ્થિતિશીલ બની જશે. આમાં તેને પાણીથી અતિરિક્ત કોઈ અન્ય પદાર્થની સહાયતા મળી એમ કેવી રીતે બતાવી શકાય કે કહી શકાય ? હા, જો તે ભૂમિ ઉપર સ્થિત રહેતી હોત તો ભૂમિ તેની સ્થિતિમાં સહાયક કારણ અવશ્ય મનાય. મુસાફર અને વૃક્ષનું ઉદાહરણ લો. જેમ પાણી વિના માછલીનું તરવું સંભવતું નથી શું તેવી જ રીતે વૃક્ષની કે અન્ય પ્રકારની છાયા વિના મુસાફ૨નું વિશ્રામ કરવું સંભવતું નથી ? આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા બીજું એક ઉદાહરણ પણ આપવામાં આવે છે. જેમ પૃથ્વી અશ્વ આદિ પ્રાણીઓની સ્થિતિમાં સહાયક થાય છે તેવી જ રીતે અધર્મ દ્રવ્ય જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થાય છે. મૂળ પ્રશ્ન એ છે કે અધર્મ દ્રવ્ય કેવી રીતે અને કઈ જાતની સહાયતા સ્થિતિમાં કરે છે ? જેવી રીતે આપણે કહી શકીએ છીએ કે ધર્મ ન હોય તો ગતિ થઈ શકતી નથી અર્થાત્ કેવળ સ્થિતિ જ રહી જાય, શું તેવી રીતે જ આપણે કહી શકીએ કે અધર્મ ન હોય તો સ્થિતિ બની શકે નહિ અર્થાત્ કેવળ ગતિ જ રહી જાય ? જૈન દર્શન અનુસાર એવું જ છે. અધર્મ દ્રવ્ય વિના કોઈ જાતની સત્તુલિત સ્થિતિ અથવા સત્તુલન સંભવતું નથી. જે તત્ત્વ યા દ્રવ્ય પદાર્થોના સન્તુલનનું માધ્યમ છે અર્થાત્ જીવ અને પુદ્ગલની સત્તુલિત સ્થિતિમાં સહાયક થાય છે તે અધર્મ દ્રવ્ય છે. ન ૧. Ether. ૨. ન્યાય-વૈશેષિક દર્શનમાં સ્વીકૃત આકાશને ‘ઈથર’ કહી શકાય. તેનો ગુણ યા કાર્ય શબ્દ છે. ૩. Equilibrium. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન ધર્મ-દર્શન કેટલાક આધુનિક વિદ્વાન અધર્મની તુલના યા સમાનતા ગુરુત્વાકર્ષણ અને ‘ફીલ્ડર સાથે કરે છે. મને લાગે છે કે અધર્મ આ બન્નેથી ભિન્ન એક સ્વતન્ત તત્ત્વ છે જેની આવશ્યકતા કેવળ જૈન દાર્શનિકોએ જ અનુભવી છે. જો ધર્મની જેમ અધર્મને પણ સર્વવ્યાપક માનવામાં આવે છે તો પછી તે બન્ને એકબીજામાં ભળી જઈ એક જ બની નહિ જાય? તેમનો ભેદ ક્યાંથી રહે? આનો ઉત્તર નીચે મુજબ છે. એકથી વધુ પદાર્થો અથવા તત્ત્વો સર્વવ્યાપક હોવા છતાં પણ તેમનાં પોતપોતાનાં કાર્યોની દૃષ્ટિએ તેમનો એકબીજાથી ભેદ રહે છે, જેમ કે અનેક દીપકોના અથવા બત્તીઓના પ્રકાશો એકબીજામાં ભળી જવા છતાં પણ તેમનામાં ભિન્નતા રહે છે તથા અવસર આવ્યું તેઓ પોતપોતાનું કાર્ય કરે છે. પરસ્પર મિશ્રિત થવા છતાં પણ તેમનામાંથી કોઈનું અસ્તિત્વ સમાપ્ત થઈ જતું નથી. ધર્મ અને અધર્મ સમસ્ત લોકમાં વ્યાપ્ત હોવાથી તેમને એક સ્થાનથી બીજા સ્થાને જવાની કોઈ આવશ્યકતા નથી. તેઓ નિત્ય અવસ્થિત છે. આકાશ જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને સ્થાન દે છે–અવગાહદે છે તે આકાશ છે. તે સર્વવ્યાપી છે, એક છે, અમૂર્ત છે અને અનન્ત પ્રદેશોવાળું છે. તેમાં બધાં દ્રવ્યો રહે છે. તે અરૂપી છે. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. જ્યાં પુણ્ય અને પાપનાં ફળ દેખાય છે તે લોક છે. લોકનું જે આકાશ છે તે લોકાકાશ છે. જેમ જલના આશ્રયસ્થાનને જળાશય કહે છે તેમ લોકના આશ્રયને લોકાકાશ કહે છે. અહીં એક પ્રશ્ન થાય કે આકાશ જયારે એક છે – અખંડ છે ત્યારે તેના બે વિભાગ કેવી રીતે થઈ શકે? લોકાકાશ અને અલોકાકાશનું જે વિભાજન છે તે અન્ય દ્રવ્યોની દષ્ટિએ યા અપેક્ષાએ છે, આકાશની દષ્ટિએ નથી જ્યાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલ રહે છે ત્યાં જ પુણ્ય અને પાપનાં ફળ દેખાય છે, તેથી તે જ લોકાકાશ છે. જે આકાશમાં આ દ્રવ્યો નથી અને પુણ્ય-પાપનાં ફળો નથી તે અલોકાકાશ છે. આમ તો સમસ્ત આકાશ એક છે, અખંડ છે, સર્વવ્યાપી છે. ભેદનો આધાર આકાશબાહ્ય અન્ય છે. આકાશની દષ્ટિએ લોકાકાશ અને અલોકાકાશમાં કોઈ ભેદ નથી. આકાશ સર્વત્ર એકરૂપ છે. ૧. Gravity. ૨. Field. ૩. માહ્યાવાદ: I તત્ત્વાર્થસૂત્ર, પ.૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૪૧ આકાશનું લક્ષણ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે અવકાશ દેવો આકાશનો ધર્મ છે. લોકાકાશ પાંચ દ્રવ્યોને અવકાશ દે છે. તેથી આપણે તેને આકાશ કહી શકીએ. અલોકાકાશ તો કોઈને આશ્રય – અવકાશ દેતું નથી, તો એવી સ્થિતિમાં તેને આકાશ કેમ કહેવાય ? આ શંકાનું સમાધાન નીચે મુજબ થઈ શકે છે. આકાશનો ધર્મ અવકાશદાન છે, પરંતુ આકાશ અવકાશ તેને જ દઈ શકે છે જે તેની અંદર રહેતા હોય. અલોકાકાશમાં તો કોઈ પણ દ્રવ્ય રહેતું નથી, તો પછી તે અવકાશ કોને દે ? હા, જો ત્યાં કોઈ દ્રવ્ય હોત અને તેમ છતાં આકાશ અવકાશ ન આપતું હોત તો આપણે કહી શકીએ કે અલોકાકાશને ખરેખર આકાશ ન કહેવું જોઈએ પરંતુ જ્યારે ત્યાં કોઈ દ્રવ્ય જ નથી પહોંચતું તો અલોકાકાશનો શો અપરાધ ? અલોકાકાશ તો અવકાશ દેવા માટે સર્વદા તત્પર છે. પરંતુ કોઈ પણ દ્રવ્ય ત્યાં જાય ત્યારે ને ? તેથી અલોકાકાશને આકાશ માનવામાં કોઈ બાધા નથી. આકાશસ્વભાવ અલોકાકાશમાં પણ છે જ. પરંતુ તેનો લાભ લેનાર કોઈ પણ દ્રવ્ય ત્યાં નથી એટલા માટે તો તેને અલોકાકાશ કહેવામાં આવે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે અને અલોકાકાશના અનન્ત પ્રદેશો છે. સમસ્ત આકાશના અનન્ત પ્રદેશો છે, એ વાત અમે કહી ગયા છીએ. અનન્ત પ્રદેશોમાંથી અસંખ્યાત પ્રદેશો બાદ કરતાં જે પ્રદેશો બાકી રહે છે તે પણ અનન્ત જ હોય છે કેમ કે અનન્ત સંખ્યા બહુ જ મોટી છે. એટલું જ નહિ, અનન્તમાંથી અનન્ત બાદ કરીએ તો પણ બાકી અનન્ત જ રહે છે કેમ કે અનન્ત સંખ્યા પરીતાનન્ત, યુક્તાનન્ત અને અનન્તાનન્તના ભેદથી ત્રણ પ્રકારની છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે સર્વલોકવ્યાપી છે, તો પછી તેઓ પરસ્પરનો વ્યાઘાત કેમ નથી કરતા ? આનો ઉત્તર એ છે કે વ્યાઘાત હમેશાં મૂર્ત પદાર્થોમાં સંભવે છે, અમૂર્ત પદાર્થોમાં સંભવતો નથી. ધર્મ, અધર્મ અને આકાશ અમૂર્ત છે, તેથી તેઓ એક જ સ્થાને એક સાથે નિર્વિરોધ રહી શકે છે. આકાશ અન્ય દ્રવ્યોને અવકાશ દે છે એ તો બરાબર, પરંતુ આકાશને ખુદને કોણ અવકાશ આપે છે? આના ઉત્તરમાં કહ્યું છે કે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેને રહેવા માટે કોઈ અન્ય દ્રવ્યની આવશ્યકતા નથી. જો આવું છે તો પછી બધાં દ્રવ્યોને સ્વપ્રતિષ્ઠિત શા માટે નથી મનાયાં? આનો ઉત્તર એ છે કે નિશ્ચય દૃષ્ટિએ તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત છે પરંતુ વ્યવહાર દૃષ્ટિએ અન્ય દ્રવ્યો આકાશાશ્રિત છે. આ દ્રવ્યોનો સંબંધ અનાદિ છે. અનાદિ સંબંધ હોવા છતાં પણ શરીર-હસ્ત આદિની જેમ આધારાધેયભાવ ઘટી શકે ૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૧૦.૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન ધર્મ-દર્શન છે. આકાશ અન્ય દ્રવ્યોથી અધિક વ્યાપક છે, તેથી આકાશ અન્ય બધાં દ્રવ્યોનો આધાર કેટલાક દાર્શનિકોએ આકાશને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે, કેટલાકે તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. જેમણે તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે તેમનામાંથી કોઈએ પણ જૈન દર્શનની જેમ લોકાકાશ અને અલોકાકાશરૂપ તેના બે ભેદ નથી કર્યા. પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રના ઇતિહાસમાં રિક્ત આકાશ (Empty Space) છે કે નહિ એ વિષય ઉપર પૂરતો વિવાદ છે, પરંતુ આ જાતના બે અલગ વિભાગો ત્યાં પણ નથી. - સમીક્ષા - આકાશ શું છે? આ અંગે બે મત છે. કેટલાક દાર્શનિકો આકાશને રિક્ત સ્થાન રૂપ અર્થાત્ અભાવાત્મક માને છે જ્યારે કેટલાક દાર્શનિકોની માન્યતા છે કે આકાશ પણ એવું જ ભાવાત્મક તત્ત્વ છે જેવું બીજું કોઈ તત્ત્વ. જૈન દર્શન આકાશને એક અરૂપી અર્થાત્ અમૂર્ત ભાવાત્મક તત્ત્વ (દ્રવ્ય) માને છે. જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને સ્થાન દે છે તે આકાશ છે. બીજા શબ્દોમાં, આકાશ રૂપી અને અરૂપી અર્થાતુ મૂર્ત અને અમૂર્ત બધાંને સ્થાને આપે છે પરંતુ તે ખુદ અરૂપી છે. આકાશ બધાંનો આધાર છે, તેથી તે સર્વવ્યાપી છે. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ, પુદ્ગલ આદિ બધાં દ્રવ્યો રહે છે. અલોકાકાશમાં જીવ આદિ કોઈની પણ સત્તા નથી. લોકાકાશ અથવા લોક સાત્ત છે, જ્યારે અલોકાકાશ અથવા અલોક અનન્ત છે. આકાશ સ્વપ્રતિક્તિ છે, તેથી તેના માટે કોઈ અન્ય આધારની આવશ્યકતા નથી. અન્ય દ્રવ્યોથી વધુ વ્યાપક હોવાના કારણે આકાશ બધાં દ્રવ્યોનો આધાર છે. આકાશ કોઈ પણ પદાર્થને કેવી રીતે સ્થાન દે છે? શું જેને સ્થાન પ્રાપ્ત નથી તેને સ્થાન દે છે કે જેને પહેલેથી જ સ્થાન પ્રાપ્ત છે તેને નવું સ્થાન દે છે? પ્રત્યેક પદાર્થ ક્યાંક ને ક્યાંક તો સ્થિત હોય છે જ, તેથી જેને સ્થાન પ્રાપ્ત નથી તેને સ્થાન દેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જેને પહેલેથી જ સ્થાન પ્રાપ્ત છે તેને જ નવું સ્થાન આપી શકાય છે. આકાશ પણ અનાદિ છે અર્થાતુ હમેશાંથી છે અને બીજા દ્રવ્યો પણ અનાદિ છે અર્થાત્ તેમની સત્તા પણ હમેશાંથી છે. તેમનું યુગપત અસ્તિત્વ હોવા છતાં પણ એકને આધાર માનીને અન્યને આધેય માનવાં ક્યાં સુધી તર્કસંગત છે? યુગપતુ અસ્તિત્વ હોવા છતાં પણ તેમની વચ્ચે શરીર અને હસ્તાદિની જેમ આધારાધેયભાવ માની શકાય છે. આકાશ અન્ય દ્રવ્યો કરતાં વધુ વિસ્તૃત છે, તેથી તે આધાર અને તેમાં રહેનાર અન્ય દ્રવ્યો આધેય મનાયાં છે. જેમ શરીર અને હસ્તાદિમાં આધારાધેયભાવ દેખાય છે તેમ આકાશ અને અન્ય દ્રવ્યોમાં તો આધારાધેયભાવ દેખાતો નથી. બધા જ પદાર્થો Page #167 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૪૩ એકબીજાના આધારે જ ટકી રહેલા દેખાય છે. પૃથ્વી આ બધાનો દષ્ટ આધાર છે. જૈન માન્યતા અનુસાર પૃથ્વીનો આધાર જલ છે, જલનો આધાર વાયુ છે તથા વાયુનો આધાર આકાશ છે. આકાશનો કોઈ અન્ય આધાર નથી. તે સ્વાધૃત છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં આકાશને સૂક્ષ્મ ભૌતિક તત્ત્વ માનવામાં આવેલ છે જેનું કાર્ય શબ્દ છે. શબ્દ ગુણ ઉપરથી આકાશ દ્રવ્યના અસ્તિત્વનું અનુમાન કરવામાં આવે છે. આકાશ સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં પણ પૃથ્વી, જલ, તેજ અને વાયુની જેમ એક ભૌતિક તત્ત્વ જ છે. તેનું કાર્ય અવકાશદાન (સ્થાન દેવું) નથી પરંતુ શબ્દ છે. જૈન દર્શનમાં શબ્દને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય અર્થાત્ પૌગલિક માનવામાં આવેલ છે, તેથી આકાશને શબ્દને ઉત્પન્ન કરનારું દ્રવ્ય ન માનતાં અવકાશ દેનાર દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવેલ છે. બૌદ્ધ દર્શનમાં આકાશને શૂન્ય અર્થાત અવસ્તુ માનવામાં આવેલ છે. તે આવરણાભાવ અર્થાત્ વસ્તુની આવૃતિના અભાવરૂપ છે. જયાં કોઈ પદાર્થ નથી હોતો અર્થાત્ જે સ્થાન પદાર્થના આવરણથી રહિત હોય છે તેને આપણે આકાશ નામ આપીએ છીએ. વસ્તુતઃ તે કોઈ ભાવાત્મક તત્ત્વ, વસ્તુ યા પદાર્થ નથી. તેને તો અભાવ, અવસ્તુ અથવા શૂન્યરૂપ જ સમજવું જોઈએ. જૈન દર્શનમાં ગતિ માટે ધર્મ તથા સ્થિતિ માટે અધર્મ દ્રવ્ય માનવામાં આવ્યાં છે. જીવ આદિ બધાં દ્રવ્યોની સત્તા અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. કોઈ પણ પદાર્થ કાં તો ગતિશીલ હોય છે કાં તો સ્થિતિશીલ. આ બન્ને અવસ્થાઓનાં માધ્યમોરૂપે ધર્મ અને અધર્મ દ્રવ્યો છે. તો પછી આકાશની શી આવશ્યકતા છે? જેમ આકાશ સ્વપ્રતિષ્ઠિત છે, શું તેવી જ રીતે જીવ આદિ દ્રવ્યો સ્વપ્રતિષ્ઠિત નથી હોઈ શકતા ? કોઈ શાશ્વત દ્રવ્યના અસ્તિત્વ માટે કોઈ અન્ય દ્રવ્યની કલ્પના શા માટે કરવી ? હા, કોઈ પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે અર્થાત સ્થાનાન્તરણ માટે રિક્ત સ્થાનના રૂપમાં અભાવાત્મક આકાશ અવશ્ય માની શકાય. તેને ગણિતીય આકાશ કહે છે. તેમાં સૂક્ષ્મ તત્ત્વો અથવા પદાર્થોની વિદ્યમાનતા હોવા છતાં પણ પૂલ પદાર્થોનો યથાવસર પ્રવેશ તથા નિષ્ક્રમણ થઈ શકે છે. જો કહેવામાં આવે કે આકાશના આધાર વિના કોઈ પદાર્થની સત્તા જ સંભવતી નથી તો પ્રશ્ન થશે કે આકાશને સામાન્ય આધાર ન માનીએ તો શું બધાં તત્ત્વોનો અભાવ થઈ જશે? શું કોઈ પણ દ્રવ્ય લોકમાં નહિ રહે એવું ન બની શકે. જે સત્ છે તે અસતુ ન બની શકે. બધાં દ્રવ્યો પોતાના 9. Negation of Occupation., 2. Mathematical Space. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન ધર્મ-દર્શન સ્વભાવથી લોકમાં વિદ્યમાન છે. તેમને સ્થાન અથવા આધાર આપવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. હા જો તેમને પહેલેથી જ સ્થાન મળ્યું ન હોત તો સ્થાન આપવાની જરૂરત પડત તથા સ્થાન આપનાર કોઈ અન્ય દ્રવ્યની સત્તા સ્વીકારવી પડત. બધા જડ અને ચેતન પદાર્થો એકબીજાના આધારે અથવા આકર્ષણથી લોકમાં સ્થિત છે. તેના માટે આકાશરૂપ કોઈ સ્થાનદાતાની કલ્પના કરવી નિરર્થક છે. હા, આવરણાભાવના રૂપમાં આકાશને શૂન્ય અથવા અવસ્તુ માનવું અનુપયુક્ત નથી. અનુભવના આધારે સહજ રીતે જ એવું માની શકાય. જ્યારે આકાશ કોઈ ભાવાત્મક તત્ત્વ નથી ત્યારે આકાશના આધારે લોકાકાશ અને અલોકાકશની કલ્પના ન કરતાં કેવળ લોક અને અલોકરૂપ વિભાજનને જ સ્વીકારવું જોઈએ. જીવ આદિ દ્રવ્યોનો સમૂહ (જેમાં તદન્તર્ગત સાપેક્ષ રિક્ત સ્થાન પણ સમાવિષ્ટ છે) લોક છે તથા તેમનો અભાવ અલોક છે. અલોક કોઈ ભાવાત્મક તત્ત્વ નથી પરંતુ કેવલ અભાવાત્મક શૂન્ય છે. લોક સાન્ત અર્થાત્ સીમિત છે. અલોક અવસ્તુ છે, તેથી તેના અંગે વિશેષ વિચાર કરવો અનાવશ્યક છે. લોક અતિ વિશાલ છે. જીવ અને પુદ્ગલની ગતિ કે સ્થિતિ લોકમાં જ સંભવે છે. સ્થૂલ પદાર્થ એકબીજાની ગતિ અને સ્થિતિમાં બાધક બને છે. સૂક્ષ્મ પદાર્થ એવું કરતા નથી. પુદ્ગલનાં સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને રૂપ હોય છે. અન્ય તત્ત્વો (દ્રવ્યો) કેવળ સૂક્ષ્મ રૂપમાં જ હોય છે. એ જરૂરી નથી કે પ્રત્યેક જીવ કે પ્રત્યેક પુદ્ગલ પ્રત્યેક અવસ્થામાં લોકના કોઈ પણ ભાગમાં ગતિ કે સ્થિતિ કરી શકે. જીવ અને પુદ્ગલ વિભિન્ન અવસ્થાઓમાં વિભિન્ન પ્રકારના સામર્થ્યથી યુક્ત હોય છે. તદનુસાર જ તેઓ ગતિ કે સ્થિતિ કરી શકે છે. અહાસમય પરિવર્તનનું જે કારણ છે તેને અહ્લાસમય યા કાલ કહે છે. કાલની વ્યાખ્યા બે દૃષ્ટિએ કરી શકાય છે. દ્રવ્યનો સ્વજાતિના પરિત્યાગ વિના વૈગ્નસિક અને પ્રાયોગિક વિકારરૂપ પરિણામ' વ્યવહા૨ દૃષ્ટિએ કાલને સિદ્ધ ક રે છે. પ્રત્યેક દ્રવ્ય પરિવર્તિત થતું રહે છે. પરિવર્તનો થવા છતાં તેની જાતિનો કદી નાશ થતો નથી. આ જાતના પરિવર્તનને પરિણામ કહે છે. આ પરિણાર્મોનું જે કારણ છે તે કાલ છે. આ વ્યવહાર દૃષ્ટિએ કાલની વ્યાખ્યા થઈ. પ્રત્યેક દ્રવ્ય અને પર્યાયની પ્રતિક્ષણભાવી સ્વસત્તાનુભૂતિ વર્તના છે. આ વર્તનાનું કારણ કાલ છે. આ કાલની પારમાર્થિક વ્યાખ્યા છે. પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક વૃત્તિવાળું છે. આ વૃત્તિ પ્રતિક્ષણે હોય છે. કોઈ ૨ ૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૨.૧૦. ૨. એજન, ૫.૨૨.૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૪૫ પણ ક્ષણ આ વૃત્તિ વિના હોતી નથી. આ જ પારમાર્થિક કાલનું કાર્ય છે. કાલનો અર્થ છે પરિવર્તન. પરિવર્તનને સમજવા માટે અન્વયનું જ્ઞાન થવું જરૂરી છે. અનેક પરિવર્તનોમાં એક જાતનો અન્વય હોય છે. આ અન્વયના આધારે જાણી શકાય છે કે આ વસ્તુમાં પરિવર્તન થયું. જો અન્વય ન હોય તો શું પરિવર્તન થયું, શેમાં પરિવર્તન થયું – એનું જરા પણ જ્ઞાન થઈ શકે નહિ. આ જ વાત ઉપર કહેવામાં આવી છે. સ્વજાતિનો ત્યાગ કર્યા વિના વિવિધ પ્રકારનું પરિવર્તન થવું એ કાલનું કાર્ય છે. આ કાલના આધાર ઉપર આપણે કલાક, મિનિટ, સેકંડ આદિ વિભાગ કરીએ છીએ. આ વ્યાવહારિક કાલ છે. પારમાર્થિક યા નિશ્ચય દૃષ્ટિએ પ્રત્યેક પદાર્થનું ક્ષણિકત્વ કાલનું દ્યોતક છે. પ્રત્યેક ક્ષણે પદાર્થમાં પરિવર્તન થતું રહે છે. આ પરિવર્તન બૌદ્ધ પરિવર્તનની જેમ ઐકાન્તિક ન હોતાં ધ્રૌવ્યયુક્ત છે. આમ બન્ને દૃષ્ટિએ કાલનું લક્ષણ પરિવર્તન છે. કાલ અસંખ્યાત પ્રદેશપરિમાણ છે. આ પ્રદેશો એક અવયવીના પ્રદેશો નથી પરંતુ સ્વતઝરૂપે સત્ છે. તેથી કાલને અસ્તિકાય ગણવામાં નથી આવતો. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાલપ્રદેશ (કાલાણુ) રહેલો છે. રત્નોના રાશિની જેમ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર જે એક એક દ્રવ્ય (કાલાણ) સ્થિત છે તે કાલ છે. તે અસંખ્યાત દ્રવ્યપ્રમાણ (અસંખ્યાતકાલાણપ્રમાણ) છે. તેથી એ ફલિત થાય છે કે કાલ એક અખંડ દ્રવ્ય નથી, પરંતુ અસંખ્યાત અલગ અલગ દ્રવ્યાણરૂપ છે. પરિવર્તનની દષ્ટિએ જો કે કાલના બધા પ્રદેશોનો (અણુઓનો) એક જ સ્વભાવ છે તેમ છતાં તે બધા પરસ્પર અલગ અલગ છે. તે બધા એક સાથે ભેગા મળી શક્તા નથી અને તેથી એક અવયવી બનાવી શકતા નથી. જેમ ઉપયોગ બધા આત્માઓનો સ્વભાવ છે કિન્તુ બધા આત્માઓ અલગ અલગ સ્વતન્ત્ર છે તેવી જ રીતે વર્તનાલક્ષણનું સામ્ય હોવા છતાં પણ પ્રત્યેક કાલ (કાલાણ) અલગ અલગ છે. જીવત્વ સામાન્યને લઈને બધા આત્માઓને જીવ કહેવામાં આવે છે, તેવી જ રીતે કાલ– (વર્તના) સામાન્યની દૃષ્ટિએ બધા કાલોને (કાલાણુઓને) કાલ કહેવામાં આવે છે. તેથી વર્તના સામાન્યની દૃષ્ટિએ કાલ એક છે પરંતુ વ્યક્તિવિશેષોની દૃષ્ટિએ (સ્વતન્ત કાલાણુઓની દૃષ્ટિએ) કાલ અસંખ્યાત છે. કાલને અસ્તિકાય ન માનીને અનતિકાય કેમ માનવામાં આવેલ છે? આનો સન્તોષપ્રદ ઉત્તર આપવો કઠિન છે. તેમ છતાં કહી શકાય કે કાલદ્રવ્યના પ્રત્યેક અવયવ અર્થાત્ અંશ(અણુ)નું પરિવર્તન સ્વતંત્ર છે. તેથી પ્રત્યેક કાલ (કાલાણ) સ્વતંત્ર છે. અહીં એક મુશ્કેલી છે. પરિવર્તન પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક અંશમાં થાય છે. ૧. સોયાયાપલે રૂ ને કિયા રૂા. રયા રાણી રૂવ તે તાપૂ સં વ્યાજ ! દ્રવ્યસંગ્રહ, ૨.૨. 10. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ધર્મ-દર્શન પુદ્ગલ દ્રવ્યના અનન્ત પ્રદેશો છે. તેવી જ રીતે બધા જીવોના મળીને અનન્ત પ્રદેશો છે. આવી સ્થિતિમાં અસંખ્યાત પ્રદેશપ્રમાણવાળો કાલ અનન્ત પ્રદેશોમાં પરિવર્તન કેવી રીતે કરી શકે ? જ્યાં સુધી અસંખ્યાત પ્રદેશવાળા આકાશમાં અનન્ત પ્રદેશોના રહેવાનો પ્રશ્ન છે ત્યાં સુધી એ વાત કોઈ પણ રીતે માની પણ લઈએ કે પરસ્પર વ્યાઘાત કર્યા વિના દીપકના પ્રકાશની જેમ તેમનું રહેવું સંભવે છે પરંતુ પરિવર્તન એવી ચીજ નથી કે એક કાલ એકથી અધિક અંશમાં પરિવર્તન કરી શકે. આકાશની જેમ પરિવર્તનની વાત પણ કોઈક રીતે ઘટી શકત જો કાલ આકાશની જેમ એક અખંડ દ્રવ્ય હોત તો. આ મુશ્કેલી દૂર કરવા મનાયું છે કે કાલ (કાલાણુ) લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર સ્થિત છે, અને નહિ કે જીવ કે પુદ્ગલના પ્રત્યેક પ્રદેશ પર. જો લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર કાલની સત્તા માનવામાં આવી તો પછી શા કારણે આકાશની જેમ કાલને અખંડ દ્રવ્ય ન માનવામાં આવ્યું? આકાશનો ધર્મ અવકાશદાન છે અને અવકાશમાં વિશેષ વિભિન્નતા નથી હોતી. કાલનો ધર્મ વર્તના – પરિણામ છે. તેમાં અત્યધિક વિભિન્નતા હોય છે. પ્રત્યેક પરિવર્તન વિલક્ષણ હોય છે. જો કાલ એક અખંડ દ્રવ્ય હોત તો પરિવર્તનમાં વિલક્ષણતા ન આવત. સંભવતઃ એટલા માટે પ્રત્યેક કાલને(કાલાણુને) સ્વતન્ત્ર દ્રવ્ય માનવામાં આવેલ છે. આ સમાધાન પણ સન્તોષજનક નથી. પરિવર્તનની વિલક્ષણતામાં દ્રવ્યની પોતાની વિલક્ષણતા કારણ છે. તેની સાથે કાલને કંઈ લેવાદેવા નથી. પરંતુ આના સિવાય બીજો કોઈ હેતુ જણાતો નથી જેના આધારે પ્રત્યેક કાલને (કાલાણુને) સ્વતન્ત્ર દ્રવ્ય મનાય. કદાચ આ બધી મુશ્કેલીઓના કારણે કાલને સર્વસમ્મતિથી સ્વતન્ત્ર દ્રવ્ય માનવામાં નથી આવ્યો. ૧ સમીક્ષા — કાલ પરિવર્તનનું માધ્યમ અથવા સહાયક કારણ છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવતઃ પરિવર્તનશીલ છે. તેમાં પ્રતિક્ષણ પરિણામ થતો રહે છે. નવીન પર્યાયોની ઉત્પત્તિ અને પ્રાચીન પર્યાયોનો નાશ અર્થાત્ રૂપાન્તરણ જ પરિવર્તન છે. પરિવર્તનમાં પદાર્થના મૂળ સ્વરૂપનો નાશ નથી થતો. જીવ આદિ દ્રવ્યો પરિવર્તિત થવા છતાં પોતાનો મૂળ સ્વભાવ છોડતાં નથી અર્થાત્ જીવ હમેશાં જીવ જ રહે છે, કદાપિ અજીવ નથી થતો તથા અજીવ હમેશાં અજીવ જ રહે છે, કદાપિ જીવ નથી થતો. આ નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. નવીન પર્યાયની અર્થાત્ નવા રૂપની ઉત્પત્તિને ઉત્પાદ તથા પ્રાચીન પર્યાયના અર્થાત્ પુરાણા રૂપના નાશને વ્યય કહે છે. ઉત્પાદ અને વ્યય અર્થાત્ ૧. જાતક્ષેત્યેજે। તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૮ ૨. Medium of Change. ૩. Auxiliary Cause of Change. Page #171 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૪૭ પરિવર્તનની વચ્ચે ધ્રૌવ્ય અર્થાત્ સ્થાયિત્વનું અસ્તિત્વ વર્તના કહેવાય છે. કાલ એવા પરિવર્તનનું કારણ છે જેમાં સ્થાયિત્વ વિદ્યમાન હોય છે. કાલથી નિરન્વય વિનાશ નથી થતો પરંતુ વર્તના થાય છે સાન્વય પરિવર્તન થાય છે. આમ કાલ પ્રત્યેક વસ્તુના સ્વભાવિક પરિવર્તનનું માધ્યમ અથવા સહાયક કારણ છે. કાલ અથવા પરિવર્તનને વ્યાવહારિક દષ્ટિએ માપવા-સમજવા માટે વિવિધ સંકેતો અથવા પ્રતીકોનો આધાર લેવામાં વે છે. - પરિવર્તન અને સ્થાયિત્વ બન્ને પદાર્થના સ્વાભાવિક ધર્મો છે. શું તેમને માટે કોઈ અન્ય કારણ અથવા માધ્યમની આવશ્યકતા છે ? શું કાલના માધ્યમ વિના પદાર્થોમાં પરિવર્તન નથી થઈ શકતું ? માની લો કે પરિવર્તન માટે કાલ નામનું તત્ત્વ આવશ્યક છે. હવે પ્રશ્ન એ છે કે કાલ પરપરિવર્તનનું કારણ છે કે સ્વપરિવર્તનનું કે બન્નેનું ? સ્પષ્ટ છે કે કેવળ પરપરિવર્તનનું કે સ્વપરિવર્તનનું કારણ ન માની શકાય. તેને સ્વ-પરપ્રકાશક દીપકની જેમ બન્ને પ્રકારના પરિવર્તનનું કારણ માનવું પડશે. પરંતુ જીવ આદિ પર પદાર્થોના પરિવર્તન અથવા વર્તના માટે તો કાલ નામના એક સ્વતન્ત્ર તત્ત્વની સહાયતાની આવશ્યકતા છે પણ કાલના પોતાના પરિવર્તન માટે કોઈ અન્ય તત્ત્વની સહાયતાની આવશ્યકતા નથી. કાલ પોતાના સ્વભાવથી જ સ્વતઃ પરિવર્તિત થતો રહે છે. જેવી રીતે કાલ સ્વતઃ પરિવર્તનશીલ છે તેવી જ રીતે જીવ આદિ પદાર્થ સ્વતઃ પરિવર્તનશીલ ન હોઈ શકે ? તેમના પરિવર્તન માટે કોઈ અન્ય સહાયકની શું આવશ્યકતા છે ? તેનો ઉત્તર એ છે કે જેમ દીપક સ્વતઃ પ્રકાશિત થતો અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી જ રીતે કાલ સ્વતઃ પરિવર્તિત થતો જીવ આદિને પરિવર્તિત કરે છે. દીપકને પ્રકાશિત કરવા માટે કોઈ અન્ય પ્રકાશની જરૂરત નથી પડતી કેમ કે દીપક સ્વયં પ્રકાશમાન છે પરંતુ અન્ય પદાર્થોને પ્રકાશિત કરવા માટે દીપકની આવશ્યકતા છે, ઉપયોગિતા છે કેમ કે તે પદાર્થો અપ્રકાશમાન છે. દીપક અપ્રકાશમાનને પ્રકાશિત કરે છે, પ્રકાશમાનને પ્રકાશિત કરતો નથી. પ્રકાશમાનને પ્રકાશિત કરવાથી તો અનવસ્થા થશે. જે રીતે દીપક અપ્રકાશમાન વસ્તુને પ્રકાશિત કરે છે તેવી જ રીતે શું કાલ પણ અપરિવર્તનશીલ પદાર્થોને પરિવર્તિત કરે છે ? ના, એવું માની શકાય નહિ. પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ પરિવર્તનશીલ છે, તેથી તેને અપરિવર્તનશીલ કેવી રીતે કહી શકાય ? જો વસ્તુ સ્વયં પરિવર્તનશીલ છે તો પરિવર્તન માટે કાલની શી આવશ્યકતા છે? કાલ પરિવર્તનનું સહાયક કારણ છે અર્થાત્ પરિવર્તનશીલ પદાર્થોના પરિવર્તનમાં સહાયતા કરે છે. જેમ ધર્મ ગતિમાં તથા અધર્મ સ્થિતિમાં સહાયક બને છે તેમ જ કાલ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન ધર્મ-દર્શન પરિવર્તનમાં સહાયક બને છે. આમ માનવામાં પણ એક મુશ્કેલી છે. ગતિ અને સ્થિતિ વસ્તુનો અનિવાર્ય ધર્મ નથી. વસ્તુ ક્યારેક ગતિશીલ હોય છે અને ક્યારેક સ્થિતિશીલ. જીવ અને પુદગલ જ્યારે ગતિ કરવા ઇચ્છે છે ત્યારે ધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. તેવી જ રીતે જીવ અને પુદ્ગલ જ્યારે સ્થિત થવા ઇચ્છે છે ત્યારે અધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. જીવ અને પુગલની ગતિ અને સ્થિતિ ઐચ્છિક છે, અનિવાર્ય નથી. ઐચ્છિક ક્રિયા ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. તેથી તેનું કોઈ સહાયક કારણ યા માધ્યમ માની શકાય. પરિવર્તન અને સ્થાયિત્વ આ પ્રકારના ધર્મો યા ક્રિયાઓ નથી, તેઓ ઐચ્છિક નથી– કોઈની ઇચ્છા પર નિર્ભર નથી અને તેથી કદાચિત્ક નથી. તે ધર્મો તો સ્વાભાવિક અને અનિવાર્ય છે. તેમનો વસ્તુની સત્તા સાથે અવિચ્છેદ્ય સંબંધ છે. જેમ સત્તાને માટે કોઈ સહાયક કારણ અપેક્ષિત નથી તેમ જ પરિવર્તન અને સ્થાયિત્વ માટે પણ કોઈ સહાયક કારણની અપેક્ષા ન જ હોવી જોઈએ. પદાર્થ સ્વભાવથી જ ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્યથી યુક્ત છે. તેના માટે કાલ નામના કોઈ તત્ત્વવિશેષની કલ્પના અનાવશ્યક છે. પદાર્થોમાં જેમ સ્વાભાવિક પરિવર્તન દેખાય છે તેવી જ રીતે એકબીજાના પ્રભાવથી ઉત્પન્ન પરિવર્તન પણ દેખાય છે. ગમે તેવું પરિવર્તન કેમ ન હોય, વસ્તુને પરિવર્તનશીલ સ્વભાવવાળી જ માનવી પડશે.જો વસ્તુ સ્વભાવતઃ પરિવર્તનશીલ ન હોય તો કોઈ પણ રીતે અથવા કોઈ પણ અન્ય વસ્તુની ઉપસ્થિતિમાં તેનામાં કોઈ પણ પરિવર્તન થઈ શકે જ નહિ. આમ તો પદાર્થો એકબીજાથી પ્રભાવિત થતા રહે છે, એકબીજાને પ્રભાવિત કરતા રહે છે. સામાન્યપણે પરિવર્તન અથવા વર્તના અનિવાર્ય છે, ઐચ્છિક નથી; સર્વદા છે, કાદાચિત્ક નથી. તે સદા સર્વત્ર સ્વતઃ પ્રવર્તિત છે. તો પછી કાલ શું છે? વસ્તુના કોઈ પણ પરિવર્તન, પરિણામ અથવા પર્યાયને કાલનું નામ આપવામાં આવે છે. કાલ પરિવર્તનને સમજવાનો એક સંકેત છે. તે વિવિધ રૂપોમાં વિવિધ અવસ્થાઓનો બોધ કરાવે છે. વસ્તુની વિભિન્ન અવસ્થાઓના (પર્યાયોના) આધારે કાલના વિભિન્ન રૂપો-વર્તમાન, ભૂત, ભવિષ્યયૌગપઘ, કમિકત્વ, પૂર્વ, પશ્ચાત્ આદિનો બોધ થાય છે. સમયની ગણનામાં પણ પદાર્થોનો જ આધાર લેવામાં આવે છે. પદાર્થોથી અલગ કાલ દ્રવ્યના અણુઓ – કાલાણુઓની સ્વતંત્ર સત્તા માનવાની કોઈ આવશ્યકતા નથી. બધા પદાર્થ સદા સર્વદા સ્વભાવતઃ પરિવર્તનશીલ છે. આ પરિવર્તન સ્વતઃ થાય છે. કાલ ન તો તેનું ઉપાદાનકારણ છે, ન તો નિમિત્તકારણ. એથી ઊલટું આ પરિવર્તન ખુદ જ કાલ છે. કેટલાક જૈન દાર્શનિકોએ કાલને સ્વતન્ત્રદ્રવ્ય માન્યું નથી પરંતુ જીવ આદિ દ્રવ્યોના પર્યાયોને જ કાલ ગણેલ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૪૯ વિશ્વનું સ્વરૂપ વિશ્વ, જગત અથવા સંસાર માટે જૈન પરંપરામાં સામાન્યપણે લોક શબ્દનો વ્યવહાર થયો છે. આ લોક શું છે? આનો ઉત્તર બે રૂપોમાં મળે છે. ક્યાંક પંચાસ્તિકાયને લોક કહેવામાં આવેલ છે, તો ક્યાંક છ દ્રવ્યોને લોક માનવામાં આવેલ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં (ભગવતીસૂત્રમાં) એક સ્થળે કહ્યું છે કે લોક પંચાસ્તિકાયરૂપ છે. પંચાસ્તિકાય આ છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય.' પ્રવચનસારમાં લોકનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જે આકાશ પુદ્ગલ અને જીવથી સંયુક્ત છે તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલથી ભરેલું છે તે લોક છે. સામાન્યપણે લોકમાં છ તત્ત્વો (દ્રવ્યો) છે – જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. લોક આ છ તત્ત્વોનો સમુચ્ચય છે. આ છ તત્ત્વોમાં સમસ્ત લોક સમાવિષ્ટ થઈ જાય છે. તેમના વિના લોક કશું જ નથી. આ છ તત્ત્વો અનાદિ-અનન્ત છે. તે સ્વતઃ સત્ છે. તેમને ન તો કોઈએ સર્યા છે, તો કોઈ તેમનો વિનાશ કરી શકે છે. તેઓ સદાયથી છે અને સદાય રહેશે. તેમનામાં પરિવર્તન સદૈવ થતું રહે છે પરંતુ તેઓ સર્વથા નાશ નથી પામતા. ન તો તેમની તદ્દન નવી ઉત્પત્તિ થાય છે અને ન તો તેમનો સર્વથા નાશ થાય છે. તેઓ ઉત્પત્તિ અને વિનાશમાં પણ સ્થિર (ધ્રુવ) રહે છે. તેમનામાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા માટે તેઓ ખુદ જવાબદાર છે, અન્ય કોઈ શક્તિ જવાબદાર નથી. વિશ્વનો આકાર નિયત અને અપરિવર્તનીય છે. તેના માપ માટે રજુનો આધાર લેવામાં આવે છે. વિશ્વની ઊંચાઈ ૧૪ રજુપ્રમાણ છે. તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ ૭ રજુ છે. તેની પહોળાઈ પૂર્વ-પશ્ચિમ સાવ નીચે ૭ રજુ છે, પછી ક્રમશઃ ઘટતી ઘટતી બરાબર મધ્ય ભાગે અર્થાત્ ૭ રજુની ઊંચાઈએ ૧ રજજુ થઈ જાય છે, પછી ધીરે ધીરે વધતી વધતી શેષ અડધા ભાગની મધ્યે ૫ રજુ થઈ જાય છે, વળી પાછી ક્રમશઃ ઘટતી ઘટતી સૌથી ઉપર ૧ રજૂ થઈ જાય છે. વિશ્વનું ઘનાકાર માપ ૩૪૩ રજુપ્રમાણ છે. આ દિગમ્બર મત છે." ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૧૩.૪ ૨. પ્રવચનસાર, ૨.૩૬ ૩. જીવ અર્થાત્ ચેતન તત્ત્વ, પુદ્ગલ અર્થાત્ રૂપી જડ તત્ત્વ, ધર્મ અર્થાત્ ગતિસહાયક તત્ત્વ, અધર્મ અર્થાત્ સ્થિતિસહાયક તત્ત્વ, આકાશ અર્થાત્ અવકાશદાતા (સ્થાન દેનાર) તત્ત્વ, કાલ અર્થાત્ પરિવર્તનસહાયક તત્ત્વ. ૪. રજુની પરિભાષા માટે જુઓ ત્રિલોકપ્રજ્ઞપ્તિ, ૧.૯૩-૧૩૨. ૫. જુઓ ત્રિલોપ્રજ્ઞપ્તિ આદિ ગ્રન્થ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ધર્મ-દર્શન શ્વેતામ્બર મત અનુસાર ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુની પહોળાઈ ક્રમશઃ ઘટે-વધે છે પરંતુ વિશ્વનું ઘનાકાર માપ ૩૪૩ રજુપ્રમાણ જ રહે છે. વિશ્વ ત્રણ ભાગોમાં વિભક્ત છે – અધઃ, મધ્ય અને ઊર્ધ્વ. અધોભાગ મેરુપર્વતના સમતલથી ૯00 યોજન નીચેથી શરૂ થાય છે. સમતલથી ૯૦૦યોજન ઊંચેથી ઊર્ધ્વભાગ શરૂ થાય છે. ઊર્ધ્વલોકના નીચે અને અધોલોકની ઉપર ૧૮૦૦ યોજનનો મધ્યભાગ અર્થાત્ મધ્યલોક છે. અધોલોકનો આકાર ઉંધા વાળેલા શકોરા જેવો છે અર્થાત નીચે જતાં વધતો જાય છે. મધ્યલોક થાળી જેવો ગોળાકાર છે અર્થાત સમાન લંબાઈ-પહોળાઈવાળો છે. ઊર્ધ્વલોકનો આકાર પખાજ જેવો છે. અધોલોક અધોલોકમાં સાત ભૂમિઓ છે. તે ભૂમિઓમાં નારકો રહે છે, એટલે તે નરકો છે. આ ભૂમિઓ સમશ્રેણીમાં નથી પરંતુ એકબીજીની નીચે છે. તેમની લંબાઈ-પહોળાઈ એકસરખી નથી. નીચે નીચેની ભૂમિઓ ઉપર ઉપરની ભૂમિઓથી વધારે લાંબીપહોળી છે. આ ભૂમિઓ એકબીજીની નીચે છે પરંતુ એકબીજીથી જોડાયેલી નથી. બેની વચ્ચે સારું અંતર છે. આ અત્તરાલમાં ઘનોદધિ, વાત અને આકાશ છે. પ્રત્યેક પૃથ્વીની નીચે ક્રમશઃ ઘન જલ, ઘન વાત, તનુ વાત અને આકાશ છે. આ વાત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે કહેવામાં આવી છે ત્રસસ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે, પૃથ્વીનો આધાર ઉદધિ છે, ઉદધિનો આધાર વાયુ છે અને વાયુનો આધાર આકાશ છે. વાયુના આધાર પર ઉદધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી કેવી રીતે ટકી શકે છે? આનું સમાધાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. એક મશકમાં હવા ભરીને ઉપરથી તેને બાંધવામાં આવે. પછી તેને વચ્ચેથી બાંધી ઉપરનું મોં ખોલી નાખવામાં આવે. તેને કારણે ઉપરના ભાગની હવા નીકળી જશે. પછી તે ખાલી ભાગમાં પાણી ભરી ઉપરથી મોટું બાંધી દેવામાં આવે અને વચ્ચેની ગાંઠ ખોલી નાખવામાં આવે. પરિણામે ઉપરના ભાગમાં ભરેલું પાણી નીચેના ભાગમાં ભરેલી હવાના આધાર ઉપર ટકી રહેશે. આ રીતે પૃથ્વી વગેરે પણ વાયુના આધાર ઉપર પ્રતિષ્ઠિત છે. અથવા જેવી ૧. જુઓ વ્યાખ્યાપ્રાપ્તિ આદિ ગ્રન્થ. ૨. મેરુપર્વતના વર્ણન માટે જુઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિનો ચોથો વક્ષસ્કાર. ૩. યોજનના સ્વરૂપ માટે જુઓ અનયોગદ્વારનું ક્ષેત્રપ્રમાણ પ્રકરણ. ૪. તત્ત્વાર્થસૂત્ર, ૩.૧-૨. પ સર્વાર્થસિદ્ધિ. ૩.૧. Page #175 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૫૧ રીતે કોઈ મનુષ્ય પોતાની કેડ ઉપર હવાભરેલી મશક બાંધીને પાણી ઉપર તરે છે તેવી જ રીતે વાયુના આધાર ઉપર પૃથ્વી આદિ ટકેલાં છે. અધોલોકની સાત ભૂમિઓનાં નામ આ છે—(૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા અને (૭) મહાતમઃપ્રભા. તેમનો વર્ણ ક્રમશઃ રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમ અને મહાતમ (ઘનાન્ધકાર) સદેશ હોવાથી તેમનાં આ નામ છે. રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ છે. સૌથી ઉપરનો પ્રથમ ખ૨કાંડ રત્નબહુલ છે. તેની મોટાઈ અર્થાત્ ઉપરથી નીચે સુધીનો વિસ્તાર ૧૬,૦૦૦ યોજન છે. તેની નીચેનો બીજો કાંડ પંકબહુલ છે. તેની મોટાઈ ૮૪,000 યોજન છે. તેની નીચેનો ત્રીજો કાંડ જલબહુલ છે. તેની મોટાઈ ૮૦,૦૦૦ યોજન છે. ત્રણે કાંડોની મોટાઈનો સરવાળો કરવાથી રત્નપ્રભાની મોટાઈ ૧,૮૦,૦૦0 યોજન થાય છે. બીજીથી સાતમી ભૂમિ સુધી એવા કાંડો નથી. તેમનામાં જે પણ પદાર્થ છે તે સર્વત્ર એકસરખો સમાન છે. બીજી ભૂમિની મોટાઈ ૧,૩૨,૦∞યોજન, ત્રીજીની ૧,૨૮,૦૦૦, ચોથીની ૧,૨૦,૦૦૦, પાંચમીની ૧,૧૮,૦૦૦, છઠ્ઠીની ૧,૧૬,૦૦૦ અને સાતમીની ૧,૦૮,૦૦0 યોજન છે. સાત ભૂમિઓની નીચે જે ઘનોદધિ આદિ છે તેમની મોટાઈ પણ વિભિન્ન પ્રમાણોવાળી છે. રત્નપ્રભા આદિની જેટલી જેટલી મોટાઈ છે તેની ઉપરના અને નીચેના એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકાવાસ છે. દાખલા તરીકે રત્નપ્રભાની ૧,૮૦,૦૦૦ની મોટાઈમાંથી ઉ૫૨ના અને નીચેના એક એક હજાર અર્થાત્ કુલ ૨૦૦૦ યોજન છોડીને બાકીના (૧,૮૦,૦૦૦-૨૦૦૦)૧,૭૮,૦૦૦ યોજનપ્રમાણ મધ્યભાગમાં નરકાવાસ છે. દ્વિતીય આદિ ભૂમિઓની મોટાઈમાંથી પણ આ રીતે બે બે હજાર યોજન બાદ કરવા જોઈએ. બાકી ભાગોમાં નરકાવાસ છે. મધ્યલોક મધ્યલોકમાં અસંખ્યેય દ્વીપ અને સમુદ્ર છે. સૌપ્રથમ અને બધા દ્વીપ-સમુદ્રોની મધ્યમાં જમ્બુદ્વીપ છે. તેના પછી લવણસમુદ્ર છે. લવણસમુદ્ર પછી ધાતકીખંડ (દ્વીપ) છે. આ રીતે ક્રમશઃ દ્વીપ પછી સમુદ્ર તથા સમુદ્ર પછી દ્વીપ આવેલ છે. જમ્બુદ્વીપનો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એક લાખ યોજન છે. લવણસમુદ્રનો વિસ્તાર ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૧.૬. ૨. સર્વાર્થસિદ્ધિ (૩.૧) આદિ. ૩. તત્ત્વાર્થસૂત્ર (પં. સુખલાલજીકૃત વિવેચનસહિત), પૃ. ૧૨૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન ધર્મ-દર્શન જમ્બુદ્વીપથી બમણો છે. ધાતકીખંડનો વિસ્તાર લવણસમુદ્રથી બમણો છે. આ પ્રમાણે ક્રમશ: બમણો બમણો થતો થતો અન્તિમ દ્વીપ–સ્વયંભૂરમણદ્વીપથી બમણો અત્તિમ સમુદ્ર–સ્વયંભૂરમણસમુદ્રનો વિસ્તાર થાય છે. જમ્બુદ્વીપ લવણસમુદ્રથી વેષ્ટિત છે, લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલોદધિથી, કાલોદધિ પુષ્કરવરદ્વીપથી તથા પુષ્કરવરદ્વીપ પુષ્કરવરસમુદ્રથી વેષ્ટિત છે. આ ક્રમ અન્ત સુધી અર્થાત્ સ્વયંભૂરમણસમુદ્ર સુધી ચાલે છે. જમ્બુદ્વીપ થાળી જેવો ગોળ છે તથા બીજા દ્વીપ-સમુદ્ર બંગડી જેવા આકારવાળા છે અર્થાત્ વલયાકાર છે.' જબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત છે. મેરની ઊંચાઈ ૧,૦૦,૦૦૦યોજન છે. તેમાંથી ૧000 યોજન પ્રમાણ ભાગ ભૂમિની નીચે તથા ૯૯,000 યોજન પ્રમાણ ભાગભૂમિની ઉપર છે. ભૂમિની અંદરના ભાગની લંબાઈ-પહોળાઈસર્વત્ર ૧૦,૦૦૦યોજનપ્રમાણ છે. બહારના ભાગનો ઉપરનો અંશ, જ્યાંથી શિખર નીકળે છે, ૧૦૦૦યોજન લાંબોપહોળો છે. મેચના ત્રણ કાંડ છે: પ્રથમ કાંડ ૧૦૦૦યોજનપ્રમાણ (જે જમીનમાં છે), બીજો કાંડ ૬૩૦૦૦યોજનપ્રમાણ તથા તૃતીય કાંડ ૩૬,000 યોજન પ્રમાણ છે. પ્રથમ કાંડમાં માટી, કાંકરા વગેરેની, બીજામાં ચાંદી, સ્ફટિક વગેરેની અને ત્રીજા કાંડમાં સુવર્ણની પ્રચુરતા છે. લાખ યોજનની ઊંચાઈ પછી મેર પર્વત ઉપર એક શિખર છે જે ૪૦ યોજન ઊંચું છે. આ શિખર મૂળમાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન તથા ઉપર ૪ યોજન લાંબુ-પહોળું છે. જમ્બુદ્વીપ સાત ખંડોમાં વિભક્ત છે. આ ખંડો વર્ષ અથવા ક્ષેત્ર કહેવાય છે. તેમનાં નામ છે – ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત. આ ક્ષેત્રોને જુદા પાડતા પૂર્વ-પશ્ચિમ પથરાયેલા લાંબા છ પર્વતો છે જે વર્ષધર કહેવાય છે. તેમનાં નામ છે-હિમવાનું, મહાહિમવાનું, નિષધ, નીલ, રુક્ષ્મી અને શિખરી. ભરત અને હૈમવતની વચ્ચે હિમવાનું છે, હૈમવત અને હરિ વચ્ચે મહાહિમવાનું છે, હરિ અને વિદેહની વચ્ચે નિષધ છે, વિદેહ અને રમ્યક વચ્ચે નીલ છે, રમ્યક અને હૈરણ્યવત વચ્ચે રુક્ષ્મી છે તથા હૈરણ્યવત અને ઐરાવત વચ્ચે શિખરી પર્વત છે. વિદેહક્ષેત્ર આ બધાની વચ્ચે છે, તેથી મેરુ પર્વત વિદેહની બરાબર મધ્યમાં સ્થિત છે. ભરતક્ષેત્રની ઉત્તર સીમા પર રહેલા હિમવાન પર્વતના બન્ને છેડા પૂર્વ-પશ્ચિમમાં ૧. તત્ત્વાર્થસૂત્ર, ૩.૭-૮ અને સ્વપજ્ઞ ભાષ્ય વગેરે. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૩.૯ અને સર્વાર્થસિદ્ધિ વગેરે ટીકાઓ. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૩.૧૦-૧૧. Page #177 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૫૩ લવણસમુદ્રમાં ગયેલા છે. આ જ રીતે ઐરાવતક્ષેત્રની દક્ષિણ સીમા પર રહેલા શિખરી પર્વતના બન્ને છેડા પણ લવણસમુદ્રમાં પહોંચે છે. પ્રત્યેક છેડો બે ભાગોમાં વિભક્ત હોવાના કા૨ણે બન્ને પર્વતોના આઠ કિનારા લવણ સમુદ્રમાં ગયેલા છે. પ્રત્યેક કિનારા ઉ૫૨ મનુષ્યોની વસ્તીવાળા સાત સાત સ્થાન છે. આમ કુલ છપ્પન એવાં સ્થાનો છે જે અન્તરદ્વીપ કહેવાય છે. - જમ્બુદ્વીપમાં ચૌદ મુખ્ય નદીઓ છે (૧) ગંગા, (૨) સિન્ધુ, (૩) રોહિત, (૪) રોહિતાસ્યા, (૫) હરિત, (૬) હરિકાન્તા, (૭) સીતા, (૮) સીતોદા, (૯) નારી, (૧૦) નરકાન્તા, (૧૧) સુવર્ણકૂલા, (૧૨) રૂપ્યકૂલા, (૧૩) ૨ક્તા અને (૧૪) રક્તોદા. આમાંથી ગંગા અને સિન્ધુ ભરતક્ષેત્રમાં વહે છે. આ રીતે બે બેનાં યુગ્મો બાકીનાં છ ક્ષેત્રો માટે સમજી લેવાં. આ સાત યુગ્મોમાંથી પહેલી સાત નદીઓ પૂર્વમાં અને પછીની સાત નદીઓ પશ્ચિમમાં વહે છે. ધાતકીખંડમાં મેરુ, વર્ષ અથવા ક્ષેત્ર અને વર્ષધર પર્વતોની સંખ્યા જમ્બુદ્વીપ કરતાં બમણી છે. તેમાં બે મેરુ, ચૌદ વર્ષ (ક્ષેત્ર) અને બાર વર્ષધર પર્વત છે. મેરુ આદિની જે સંખ્યા ધાતકીખંડની છે તે જ સંખ્યા પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આમ જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાર્ધ (અડધો પુષ્ક૨વ૨દ્વીપ) • આ અઢી દ્વીપોમાં કુલ પાંચ મેરુ, પાંત્રીસ વર્ષ (ક્ષેત્ર) અને ત્રીસ વર્ષધર પર્વત છે. આ જ મનુષ્યક્ષેત્ર અથવા મનુષ્યલોક છે. પુષ્કરવરદ્વીપના મધ્યમાં માનુષોત્તર નામનો એક પર્વત છે. એ પર્વત પછી મનુષ્યલોકનો અભાવ છે. માનુષોત્તર પર્વત સુધીના ભાગનું નામ મનુષ્યલોક છે અને તે પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડ્યું કે ત્યાં સુધી મનુષ્યોનું અસ્તિત્વ છે પરંતુ તેનાથી આગળના ક્ષેત્રમાં ન તો કોઈ મનુષ્ય જન્મે છે, ન તો રહે છે કે ન તો મરે છે. ૩ ઊર્ધ્વલોક - - ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો રહે છે. વૈમાનિક દેવોના બે પ્રકાર છે - કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપપન્ન દેવો કલ્પ વિમાનોમાં રહે છે. કલ્પાતીત દેવોનાં વિમાનો કલ્પ વિમાનોથી ઉપર હોય છે. કલ્પના સૌધર્મ આદિ બાર અથવા સોળ ભેદો છે.૪ ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૯.૩ ૨. સર્વાર્થસિદ્ધિ, ૩.૨૦-૨૨ ૩. તત્ત્વાર્થસૂત્ર, ૩.૧૨-૧૪. ૪. શ્વેતામ્બર સમ્પ્રદાયમાં બાર કલ્પો મનાયાં છે, જ્યારે દિગમ્બર સમ્પ્રદાયમાં સોળ કલ્પોની માન્યતા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન ધર્મ-દર્શન સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચક (જેનું ક્ષેત્ર મેરુના સમતલ ભૂભાગથી ૭૯૦યોજનની ઊંચાઈથી શરૂ થઈ ૯૦૦યોજનની ઊંચાઈ સુધી છે) ની ઉપર અસંખ્યય યોજના ગયા પછી મેરુના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત પ્રદેશમાં સ્થિત છે. તેની ઘણે ઉપર ઉત્તર તરફ ઐશાન કલ્પ છે. સૌધર્મની ઉપર સમશ્રેણિમાં સાનકુમાર કલ્પ છે અને ઐશાનની ઉપર સમશ્રેણિમાં માહેન્દ્ર કલ્પ છે. આ બન્નેની ઉપર મધ્યમાં બ્રહ્મલોક કલ્પ છે. બ્રહ્મલોકની ઉપર સમશ્રેણીમાં ક્રમશઃ લાત્તવ, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પ એકબીજાની ઉપર છે. તેમની ઉપર દક્ષિણમાં આનત અને ઉત્તરમાં પ્રાણત કલ્પ છે. તેમની ઉપર સમશ્રેણિમાં આરણ અને અશ્રુત કલ્પ છે. આ બધા કલ્પો ઉપર અનુક્રમે નવ કલ્પાતીત વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે. આ વિમાનો પુરુષાકાર લોકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાના કારણે રૈવેયક કહેવાય છે. તેમના ઉપર વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ કલ્પાતીત વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે, અને તેઓ સૌથી ઉત્તર અર્થાત પ્રધાન અથવા શ્રેષ્ઠ હોવાના કારણે અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અય્યત સુધીના વિમાનોમાં રહેનારા દેવો કલ્પોપપન્ન તથા તેમની ઉપરનાં બધાં વિમાનોમાં રહેનારા દેવો કલ્પાતીત કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર બાર યોજન દૂર ઇષત્માશ્માર પૃથ્વી (સિદ્ધશિલા) છે. તે ઉઘાડેલી છત્રીના આકારની છે. તે પિસ્તાળીસ લાખ યોજન લાંબી-પહોળી (ગોળ) અને વચ્ચે આઠયોજન મોટી છે. અલોકથી તે એક યોજન દૂર છે. આ યોજનાના સૌથી ઉપરના ભાગમાં સિદ્ધ અર્થાત મુક્ત આત્માઓ અનન્તકાલ રહે છે. આ સ્થાન પછી લોકનો અત્ત થઈ જાય છે તથા કેવળ આકાશ અર્થાત્ અલોક રહી જાય છે. નારકો આપણે મધ્યલોકમાં રહીએ છીએ. ઊર્ધ્વલોકમાં દેવો રહે છે તથા અધોલોકમાં નારકો રહે છે. અધોલોકમાં એક પછી એક સાત પૃથ્વીઓ છે. પ્રત્યેક પૃથ્વી ઘન જલથી ઘેરાયેલી છે. ઘન જલનો ઘેરો ઘન હવાથી ઘેરાયેલો છે. ઘન હવાનો - ૧. દિગમ્બર પરંપરામાં બ્રહ્મોત્તર, કાપિઇ, શુક્ર અને શતાર નામનાં ચાર કલ્પો અધિક માનવામાં આવ્યાં છે જે ક્રમશઃ છઠ્ઠા, આઠમા, નવમા અને અગિયારમાં ક્રમ ઉપર છે. ૨. અનુત્તર અર્થાત્ જેનાથી કોઈ અન્ય શ્રેષ્ઠ ન હોય અર્થાત્ સર્વશ્રેષ્ઠ. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૪.૧૭-૨૦. ૪. ઉત્તરાધ્યયનસૂત્ર, ૩૬.૫૮-૬૪. Page #179 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૫૫ ઘેરો તનુ હવાથી ઘેરાયેલો છે. તનુ હવાનો ઘેરો આકાશ પર આધારિત છે અને આકાશ સ્વાધારિત છે. જેમ જેમ નીચે તરફ આગળ જઈએ છીએ તેમ તેમ નારક જીવોમાં કુરૂપતા, ભયાનકતા આદિ વિકૃતિઓ વધતી જાય છે. તેઓ અતિ તાપ અને અતિ શીતથી કષ્ટ પામે છે. તેઓ એવાં કાર્યો કરવા ઇચ્છે છે જેમનાથી તેમને સુખ મળે પરંતુ તેમનાથી એવાં જ કર્મો થાય છે જેમનાથી તેમને પીડા જ પહોંચે. જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમનો ક્રોધ વધી જાય છે અને તેઓ પોતાના પૂર્વજીવનને યાદ કરીને કૂતરાઓ અને શિયાળોની જેમ ઝઘડે છે. તેઓ પોતે જ બનાવેલાં શસ્ત્રો તથા હાથ, પગ, દાંત આદિ વડે એકબીજાને આહત કરી ટુકડેટુકડા કરી નાખે છે. તેમનું શરીર વૈક્રિય હોવાથી પારાની જેમ પૂર્વવત્ જોડાઈ જાય છે. ના૨ક જીવોને દુષ્ટ દેવોથી પણ કષ્ટ મળે છે. તે દેવો તેમને ધગધગતા પીગળેલા લોઢાનું પાન કરવા, ધગધગતા લોહસ્તંભને છાતીએ લગાવવા અને કાંટાવાળા વૃક્ષો ઉપર ચડ-ઊતર કરવા ફરજ પાડે છે. આ જાતના દેવો પરમાધાર્મિક કહેવાય છે, એ દેવો પહેલી ત્રણ ભૂમિઓ સુધી જ જાય છે. આ દેવો એક જાતના અસુરદેવો છે, તેઓ બહુ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. તેમનો સ્વભાવ જ એવો હોય છે કે તેમને બીજાઓને સતાવવામાં જ આનન્દ આવે છે. તેમની નીચે જણાવેલી પંદર જાતિઓ છે (૧) અમ્બ, (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રુદ્ર, (૬) ઉપદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધનુષ (૧૧) કુમ્ભ, (૧૨) વાલુક, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર,(૧૫) મહાઘોષ. નારક જીવોના જીવનકાળને ઓછો કરી શકાતો નથી અર્થાત્ તેઓ અકાલ મૃત્યુથી મરી શકતા નથી. દેવ દેવ એક વિશેષ પ્રકારની શય્યા પર જન્મ લે છે. તેઓ ગર્ભજ નથી હોતા, અકાલ મૃત્યુથી નથી મરતા, પરિવર્તનશીલ શરીર ધારણ કરે છે તથા પહાડો-સાગરોથી ઘેરાયેલા ધરાતલના જુદા જુદા ભાગોમાં સ્વતન્ત્ર વિચરે છે અને આનન્દ લે છે. તેમનામાં અદ્ભુત પરાક્રમ હોય છે. દેવોના ચાર પ્રકાર છે · ભવનવાસી, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક. તેમના ક્રમશઃ ૧૦,૮,૫ અને ૧૨ પેટાભેદ છે. તે સ્વર્ગો, જેમનામાં ઇન્દ્ર, સામાનિક આદિ પદો હોય છે, કલ્પ કહેવાય છે. કલ્પોમાં ઉત્પન્ન દેવો કલ્પોપપન્ન કહેવાય છે. કલ્પોથી ઉપરનાં સ્વર્ગોમાં કોઈ પવિભાજન નથી હોતું. આવાં સ્વર્ગોમાં - ૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૫૨; ૩.૩-૫, સમવાયાંગ, ૧૫. ――――― Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન ધર્મ-દર્શન ઉત્પન્ન થનારા દેવો કલ્પાતીત કહેવાય છે. આ બધા દેવો સમાન છે. તે બધા ઇન્દ્રવત્ હોવાથી અહમિન્દ્ર કહેવાય છે. કોઈ નિમિત્તે મનુષ્યલોકમાં જવાનો પ્રસંગ ઊભો થાય તો કલ્પોપપન્ન દેવો જ જાય છે, કલ્પાતીત જતા નથી. ભવનવાસી તથા ઐશાન કલ્પ સુધીના દેવો વાસનાત્મક સુખભોગ મનુષ્યોની જેમ જ કરે છે. સાનત્કુમાર તથા માહેન્દ્ર કલ્પોના દેવો દેવીઓના શરીરનો સ્પર્શ કરીને જ પૂર્ણ કામસુખ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાન્તવ અને કાપિષ્ઠ કલ્પોના દેવો દેવીઓની સુન્દરતાનું દર્શન કરીને જ પોતાની કામવાસના પૂરી કરે છે. શુક્ર, મહાશુક્ર, શતાર અને સહસ્રાર કલ્પોમાં દેવો દેવીઓના મધુર ગાન આદિના શ્રવણ માત્રથી પોતાની કામવાસનાની પૂર્ણ તૃપ્તિ કરી લે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પોના દેવો દેવીઓના સ્મરણ માત્રથી પોતાની કામેચ્છાને પૂરી શાન્ત કરે છે. બાકીના દેવો કામવાસનારહિત હોય છે. ભવનપતિ અથવા ભવનવાસી દેવોમાં નીચે જણાવેલા દેવોની ગણના થાય છે — (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્યુતકુમા૨, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) વાતકુમાર, (૭) સ્તનિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકુમાર.૨ આ દેવો પોતાનાં વસ્ત્રાભૂષણો, શસ્ત્રાસ્ત્રો, વાહનો આદિથી યુવાન દેખાય છે તેથી તેમને કુમાર કહેવામાં આવે છે. અસુરકુમારોનાં ભવનો પ્રથમ નારકભૂમિના પંકબહુલ ભાગમાં હોય છે. અન્ય કુમારોનાં નિવાસસ્થાનો પ્રથમ પૃથ્વી રત્નપ્રભાના નક્કર ભાગથી ઉપરના અને નીચેના સ્તરોમાં એક એક હજાર યોજન છોડીને આવેલાં છે. કિન્નર, કિમ્પુરુષ, મહોરગ, ગર્વ,યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ વ્યન્તર દેવો છે. રાક્ષસ પંકબહુલ ભાગમાં રહે છે. અન્ય વ્યન્તર દેવોનાં નિવાસસ્થાનો અસંખ્ય દ્વીપો અને સાગરો પાર ઉપરના નક્કર ભાગમાં હોય છે. ૪ જ્યોતિષ્ક દેવોમાં સૂર્યો, ચન્દ્રમાઓ, ગ્રહો, નક્ષત્રો અને તારાઓનો સમાવેશ થાય છે. આ બધાંમાં સૌથી નીચે તારાઓ હોય છે, તેઓ ૭૫૦ યોજનની ઊંચાઈએ ઘૂમે છે. તેમનાથી ૮૦ યોજન વધુ ઊંચાઈએ ચન્દ્રો ઘૂમે છે. તેમનાથી ચાર યોજન અધિક ઊંચાઈએ નક્ષત્રો છે. તેમનાથી ચાર યોજન વધુ ઊંચે બુધ ગ્રહો છે. તેમનાથી ૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૩૫, ૪૭, ૫૨; ૪.૧-૧૦, ૧૭-૧૮. ૨. એજન, ૪.૧૧ ૩. સર્વાર્થસિદ્ધિ, ૪.૧૦. ૪. એજન. ૪.૧૧. Page #181 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૫૭ ત્રણ યોજન વધુ ઊંચે શુક્રો છે. તેમનાથી પણ ત્રણ યોજન અધિક ઊંચે બૃહસ્પતિ, તેમનાથી પણ ત્રણ યોજન વધુ ઊંચે અંગારક અને તેમનાથી ત્રણ યોજન વધુ ઊંચે શનૈશ્ચર છે. આ જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની ચારે બાજુ મનુષ્યક્ષેત્ર અન્તર્ગત, જે અઢી દ્વીપો અને બે સાગરો સુધી છે, સદા ગતિમાનૢ રહે છે. મનુષ્યક્ષેત્રની બહાર તેઓ સ્થિર રહે છે. જમ્બુદ્વીપમાં ૨, લવણસમુદ્રમાં ૪, ધાતકીખંડમાં ૧૨, કાલોદધિમાં ૪૨ અને પુષ્પકાર્ધમાં ૭૨ આમ કુલ મળીને મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચન્દ્ર છે. સમયવિભાજન આ જ્યોતિર્મય દેવોની ગતિ ઉપરથી જ નિર્ધારિત થાય છે. વૈમાનિક દેવો બે પ્રકારના છે —— કલ્પોમાં જન્મ લેનારા અર્થાત્ કલ્પોપપન્ન અને કલ્પોની પાર જન્મ લેનારા અર્થાત્ કલ્પાતીત. કલ્પોમાં રહેનારા દેવોના ૧૨ ઇન્દ્રો છે. કલ્પોની પાર જન્મ લેનાર દેવોના ઇન્દ્ર આદિ નથી હોતા. ઉપર ઉપરના વૈમાનિક દેવો નીચે નીચેના વૈમાનિક દેવોથી આયુ, બલ, સુખ, તેજ વગેરે દૃષ્ટિએ શ્રેષ્ઠતર હોય છે. કલ્પોપપન્ન દેવોમાં નીચે જણાવેલાં દસ પદો હોય છે (૧) ઇન્દ્ર તેઓ સામાનિક આદિ બધી જાતના દેવોના સ્વામી હોય છે. (૨) સામાનિક—તેઓ સમૃદ્ધિમાં ઇન્દ્ર સમાન છે પરંતુ તેમનામાં ઇન્દ્રપણું નથી. (૩) ત્રાયસિઁશ — તેઓ મંત્રીનું કામ કરે છે. (૪) પારિષઘ · તેઓ મિત્રનું કામ કરે છે. (૫) આત્મરક્ષ તેઓ શસ્ર લઈને પાછળ ઊભા રહે છે. (૬) લોકપાલ અનીક - તેઓ સૈનિકરૂપ છે. (૮) પ્રકીર્ણક તેઓ નાગરિક સમાન છે. (૯) આભિયોગ્ય તેઓ સેવકતુલ્ય છે. (૧૦) કિક્વિષિક તેઓ અન્ત્યજતુલ્ય છે. ભવનપતિદેવોમાં પણ આ દસ પદો હોય છે. વ્યન્તરો અને જ્યોતિષ્પોમાં ત્રાયશિ અને લોકપાલ સિવાયના આઠ પદો હોય છે. તેઓ સીમાની રક્ષા કરે છે. (૭) ― - --- - ― ૧. સર્વાર્થસિદ્ધિ, ૪.૧૨-૧૫; ધવલા, પુસ્તક ૪, પૃ. ૧૫૦-૧૫૧. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૪.૧૮, ૨૧. ૩. એજન, ૪.૪-૫. ૪. સર્વાર્થસિદ્ધિ, ૪.૨૪-૨૫. બ્રહ્મ અથવા બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની (કલ્પની) ચારે બાજુ દિશાઓ વિદિશાઓમાં લોકાન્તિક દેવો રહે છે. તેઓ વિષયરતિરહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેમનામાં પારસ્પરિક ઊંચનીચભાવનો અભાવ છે. તેઓ તીર્થંકરોના અભિનિષ્ક્રમણ અર્થાત્ ગૃહત્યાગના સમયે તેમની આગળ ઉપસ્થિત થઈને પ્રતિબોધ દેવાના પોતાના આચારનું પાલન કરે છે. ― - Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ધર્મ-દર્શન લાઇન અગિયારમી-બારમી શતાબ્દી આસપાસ હિન્દુઓના પ્રભાવના કારણે જૈનધર્મમાં અનેક નવીન દેવદેવીઓનો પ્રવેશ થયો. તેમની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. તેમાં કેટલીક મુખ્ય દેવીઓનાં નામ આ પ્રમાણે છે–અંબિકા, ચક્રેશ્વરી, ગ્વાલિની અથવા જ્વાલામાલિની, પદ્માવતી, ચામુંડા, મહાદેવી, ભારતી અથવા સરસ્વતી. આમાંથી કેટલીક દેવીઓનાં નામ તીર્થકરોની શાસનદેવીઓ તરીકે આવે છે. ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોના યક્ષો, શાસનદેવીઓ અને લાંછનોનાં નામ નીચે પ્રમાણે છે : તીર્થકર યક્ષ શાસનદેવી લાંછન (૧) ઋષભદેવ (આદિનાથ) ગોમુખ ચક્રેશ્વરી વૃષભ (૨) અજિતનાથ મહાયક્ષ અજિતા હાથી (૩) સંભવનાથ ત્રિમુખ દુરિતારિ ઘોડો (૪) અભિનન્દન ઈશ્વર કાલી વાનર (૫) સુમતિનાથ તંબુર મહાકાલી ક્રૌંચ (૬) પદ્મપ્રભુ કુસુમ અય્યતા કમલ (૭) સુપાર્શ્વનાથ માતંગ શાન્તા સ્વસ્તિક (૮) ચન્દ્રપ્રભ વિજય જ્વાલા ચન્દ્ર (૯) સુવિધિનાથ અજિત સુતારા મગર (૧૦) શીતલનાથ અશોકા શ્રીવત્સ (૧૧) શ્રેયાંસનાથ મનુજ શ્રીવત્સા ગેંડો (૧૨) વાસુપૂજય સુરકુમાર પ્રવરા પાડો (૧૩) વિમલનાથ ષણમુખ વિજયા સૂવર (૧૪) અનન્તનાથ પાતાલ અંકુશા બાજ (૧૫) ધર્મનાથ કિન્નર પન્નગા વજ (૧૬) શાન્તિનાથ ગરુડ - નિર્વાણી હરણ (૧૭) કુંથુનાથ ગન્ધર્વ અય્યતા બકરો બ્રહ્મ ૧. પ્રવચનસારોદ્ધાર, ગાથા ૩૭૩-૩૭૬, ૩૭૯-૩૮૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ નન્દાવર્ત તત્ત્વવિચાર (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) અરિષ્ટનેમિ (નેમિનાથ) (૨૩) પાર્શ્વનાથ (૨૪) મહાવીર (વર્ધમાન) યક્ષેન્દ્ર ફૂબર વરુણ ભૂકુટી ગોમેધ ધરણી વૈરોચ્યા અચ્છમાં ગાન્ધારી કલશ કાચબો નીલકમલ અમ્બા શંખ વામન પદ્માવતી સિદ્ધાયિકા સર્પ સિંહ માતંગ મનુષ્ય મનુષ્ય તથા તિર્યંચ (પશુ-પક્ષી-જંતુ અને વનસ્પતિ) મધ્યલોકમાં રહે છે. મનુષ્ય બે પ્રકારના છે – આર્ય અને સ્વેચ્છ. જે મનુષ્યો સદ્ગુણી છે તે આર્ય કહેવાય છે. તેમના પણ બે ભેદ છે–અલૌકિકશક્તિધારી અને અલૌકિકશક્તિરહિત. અસાધારણ જ્ઞાન, રૂપપરિવર્તન, તપ, બલ, ઔષધશક્તિ, સાધારણ ભોજનને સ્વાદિષ્ટ બનાવી દેવાનું અસાધારણ સામર્થ્ય અને વ્યક્તિઓની સંખ્યા વધી જવા છતાં પણ સામગ્રીને ખૂટવા ન દેવાની શક્તિના આધારે પ્રથમ ભેદના સાત પેટાભેદ થાય છે. ક્ષેત્ર, જાતિ, કર્મ, ચારિત્ર અને શ્રદ્ધાના આધારે બીજા ભેદના પાંચ પેટભેદ થાય છે. મ્લેચ્છના પણ બે ભેદ છે–અન્તર્કંપોમાં જન્મનારા અને કર્મભૂમિઓમાં જન્મનારા. અન્તર્લીપોની સંખ્યા છપ્પન છે તથા કર્મભૂમિઓની સંખ્યા પંદરછે (પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ). દેવકર, ઉત્તરકુર, હૈમવત, હરિ, રમ્યક, હૈરમ્યવત અને અન્તર્લીપ ભોગભૂમિ કહેવાય છે. કર્મભૂમિમાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે. ભોગભૂમિમાં આવશ્યક બધી વસ્તુઓ કલ્પવૃક્ષો આપે છે. આર્યલોક કર્મભૂમિનાં સભ્ય ક્ષેત્રોમાં જ જન્મ લે છે. સ્વેચ્છલોક કર્મભૂમિનાં અસભ્ય ક્ષેત્રોમાં તથા ભોગભૂમિનાં સમસ્ત ક્ષેત્રો અને અન્તર્કોપોમાં રહે છે. કેવળ આર્યક્ષેત્રમાં જ તીર્થંકરનો પ્રાદુર્ભાવ થાય છે અને આર્યલોક જ તેમના ઉપદેશોથી લાભાન્વિત બને છે. માત્ર કર્મભૂમિમાં જ મુક્તિ સંભવે છે. ભોગભૂમિ તો કેવળ સાંસારિક વસ્તુઓનો ભોગ કરવાનું જ સ્થાન છે. તે સંન્યાસ કે સંયમને અનુકૂળ નથી, અને મોક્ષ તો સંન્યાસ કે સંયમથી થાય છે. ભોગભૂમિમાં કોઈ પણ વ્યક્તિ સાંસારિક સુખનો ત્યાગ કરી આત્મસંયમની વાતનો વિચાર સુદ્ધાં કરતી નથી. ભોગભૂમિમાં લોકો સદા સાંસારિક સુખોની પાછળ દોડ્યા કરે છે. તેથી તેઓ મુક્તિ મેળવવા અસમર્થ હોય છે. દેવતાઓને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મભૂમિમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬o જૈન ધર્મ-દર્શન જન્મ લેવો પડે છે.' તીર્થકર “તીર્થ'ની સ્થાપના કરનારને તીર્થકર કહે છે. તીર્થની અંદર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારના વતીઓનો સમાવેશ થાય છે. માનવજીવનની આ ચાર અવસ્થાઓ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક થાય છે અર્થાત્ તેમનાથી જે તીર્થ બને છે તે મુક્તિ ભણી લઈ જાય છે. તીર્થકર સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે તથા બધી જાતના દોષોથી રહિત હોય છે. તે તીર્થ અર્થાત્ ધર્મસંઘની સ્થાપના કરે છે તથા ધર્મોપદેશ આપે છે. તીર્થંકર પોતાની માતાના ગર્ભમાં જે દિવસે પ્રવેશે છે તે રાતે તેમની માતાને ચૌદ સ્વપ્નો આવે છે. તે ચૌદ સ્વપ્નોમાં માતા ચૌદ વસ્તુઓ દેખે છે – (૧) સફેદ હાથી, (૨) સુલક્ષણો ઉજળો સાંઢ, (૩) સુંદર સિંહ, (૪) શુભ અભિષેક, (૫) મનમોહિની માલા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) સુન્દર પતાકા, (૯) શુદ્ધ જળથી પૂર્ણ તથા કમળના ગુચ્છાઓથી શોભતો કલશ, (૧૦) કમળોથી સુશોભિત સરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ અને (૧૪) અગ્નિશિખા. તીર્થકર ૩૪ પ્રકારના અતિશયોથી અર્થાત્ અલૌકિક વિશેષતાઓથી યુક્ત હોય છે. તે નીચે મુજબ છે – (૧) માથાના વાળ, દાઢી, મૂછ, રોમ અને નખોનું મર્યાદાથી અધિક ન વધવું, (૨) શરીરને સ્વસ્થ અને નિર્મળ રહેવું, (૩) લોહી અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ હોવાં, (૪) પદ્મગબ્ધ સમાન શ્વાસોચ્છવાસનું સુગન્ધિત હોવું, (૫) આહાર અને શૌચ ક્રિયાનું પ્રચ્છન્ન હોવું, (૬) તીર્થંકર દેવની આગળ આકાશમાં ધર્મચક્રનું રહેવું, (૭) તીર્થંકરદેવની ઉપર ત્રણ છત્રોનું હોવું, (૮) બન્ને બાજુ શ્રેષ્ઠ ચામરનું રહેવું, (૯) આકાશ સમાન સ્વચ્છ સ્ફટિકમણિનું બનેલુંપાદપીઠવાળું સિંહાસન હોવું, (૧૦) તીર્થંકરદેવની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજનું ચાલવું, (૧૧) જ્યાં જ્યાં તીર્થંકરદેવ ઊભા રહે કે બેસે ત્યાં તે જ ક્ષણે પત્ર, પુષ્પ અને પલ્લવથી સુશોભિત, છત્ર, ધ્વજ, ઘંટ અને પતાકા સહિત અશોકવૃક્ષનું ઉત્પન્ન થવું, (૧૨) કંઈક પાછળ મુકુટના સ્થાન ઉપર તેજોમંડળનું હોવું તથા અન્ધકાર થતાં દસે દિશાઓમાં પ્રકાશ થવો, (૧૩) જ્યાં જયાં તીર્થંકરદેવ જાય ત્યાનો ભૂભાગ સમતલ થઈ જવો, 9. Sacred Books of the East, Vol. xxii, p. 195 fn. etc. ૨. કલ્પસૂત્ર, સૂત્રપ. ૩. સમવાયાંગ, સમવાય ૩૪.' Page #185 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચાર ૧૬૧ (૧૪) કંટકો અધોમુખ થઈ જવા, (૧૫) ઋતુઓ અનુકૂળ થઈ જવી, (૧૬) સંવર્તક વાયુ દ્વારા એક યોજન સુધીનું ક્ષેત્ર શુદ્ધ થઈ જવું, (૧૭) મેઘ દ્વારા ધૂળની રજનું ઉપશાન્ત થઈ બેસી જવું, (૧૮) જાનુપ્રમાણ દેવકૃત પુષ્પવૃષ્ટિ થવી, (૧૯) અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શનું ન હોવું, (૨૦) મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શનું પ્રકટ થવું, (૨૧) યોજન સુધી સંભળાય તેવો હૃદયસ્પર્શી સ્વર (તીર્થંકરદેવનો) હોવો, (૨૨) અર્ધમાગધી ભાષામાં ઉપદેશ કરવો, (૨૩) અર્ધમાગધી ભાષાનું ઉપસ્થિત આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરિસૃપોની ભાષાઓમાં પરિણત થવું અને તેમને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી પ્રતીત થવું, (૨૪) પૂર્વભવના વૈરાનુબન્ધથી બદ્ધ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ્પુરુષ, ગરુડ, ગર્વ અને મહોરગે તીર્થંકર આગળ પ્રસન્નચિત્ત થઈને તેમનો ધર્મ સાંભળવો, (૨૫) અન્યતીર્થિકોએ મસ્તક નમાવી તીર્થંકરદેવને વંદન કરવાં, (૨૬) તીર્થંકરદેવ આગળ આવીને અન્યતીર્થિકોનું નિરુત્તર થઈ જવું, (૨૭) જ્યાં જ્યાં તીર્થંકરદેવ પધારે ત્યાં પચ્ચીસ યોજન સુધી ઉંદર વગેરેનો ઉપદ્રવ ન થવો, (૨૮) પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ ન થવો, (૨૯) સ્વસેનાએ વિપ્લવ ન કરવો, (૩૦) અન્ય રાજ્યની સેના દ્વારા ઉપદ્રવ ન થવો, (૩૧) લીલો દુકાળ ન પડવો, (૩૨) સૂકો દુકાળ ન પડવો, (૩૩) દુર્ભિક્ષ ન થવો અને (૩૪) પૂર્વોત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓ શમી જવાં. તિર્યંચ ――― તિર્યંચ પ્રાણીઓના બે ભેદ છે – - ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ). સ્થાવરના પાંચ પ્રકાર છે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય. તે વળી અનેક પેટાભેદોમાં વિભક્ત છે. તે સૂક્ષ્મ કે સ્થૂલ હોય છે. પૃથ્વીકાયમાં આ બધાંનો સમાવેશ થાય છે—માટી, કાંકરા, વેળુ, પથ્થર, પથ્થરના રૂપમાં મીઠું (સૈન્યવ), લોઢું, તાંબુ, ચાંદી, સોનું, હીરા, વગેરે. જલ, ઝાકળ, કરા આદિ અકાય છે. અગ્નિ, વીજળી, આદિની ગણના તેજસ્કાયમાં થાય છે. ધીમી હવા, ઘન હવા, તેજ હવા આદિ વાયુકાયની શ્રેણીમાં આવે છે. વનસ્પતિકાયના બે પ્રકારો છે સાધારણ અને પ્રત્યેક. સાધારણવનસ્પતિકાયના જીવોમાં બહુ જીવોને એક સાધારણ શરીર હોય છે. પ્રત્યેકવનસ્પતિકાયના પ્રત્યેક જીવને અલગ અલગ શરીર હોય છે. ત્રસ જીવોના ચાર પ્રકાર છે બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળાં, ચાર ઇન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા. કૃમિ, છીપ, શંખ આદિને બે ઇન્દ્રિયો (સ્પર્શન - 11 ―― ----- Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર જૈન ધર્મ-દર્શન અને રસનો હોય છે. માંકડ, કીડી, વગેરેને ત્રણ ઇન્દ્રિયો (સ્પર્શન, રસન અને ધ્રાણ) હોય છે. માખી, મચ્છર, ભ્રમર આદિને ચાર ઇન્દ્રિયો (સ્પર્શન, રસન, ધ્રાણ અને ચક્ષુ) હોય છે. પંચેન્દ્રિય (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ઇન્દ્રિયોવાળા) જીવોના બે ભેદ છે– સમ્મ૭િમ (વિના ગર્ભ સહજ ઉત્પન્ન થનાર) અને ગર્ભજ (ગર્ભ દ્વારા ઉત્પન્ન થનાર). વળી આ બેમાંથી દરેકના ત્રણ ત્રણ પેટાભેદો છે–પાણીમાં રહેનાર (જલચર), ભૂમિ પર રહેનાર (સ્થલચર) અને વાયુ અર્થાતુ આકાશમાં રહેનાર(નભચર), માછલી, કાચબો, મગર, વગેરે જલચર છે. સ્થલચર જીવોના બે પ્રકાર છે–ચોપગા અને સરકતા. ચોપગાના ચાર પ્રકાર છે—એક સળંગ ખરીવાળા જેવા કે ઘોડો વગેરે, બે ખરીવાળા (અર્થાત ફાટવાળી ખરીવાળા) જેવા કે ગાય વગેરે, અનેક ખરીવાળા જેવા કે હાથી વગેરે, નખવાળા પંજાવાળા જેવા કે સિંહ વગેરે. સરકતા સ્થલચરોના વળી બે ભેદ છે–પોતાના બાહુઓ પર ચાલતા અને છાતીના બળથી સરકતા. ગરોળી આદિ પ્રથમ પ્રકારના છે તથા સાપ આદિ બીજા પ્રકારના છે. નભચરોના (પક્ષીઓના) ચાર પ્રકાર છે—જેમના ઉપર ઝાલર જેવી ચામડી હોય છે, જેમના ઉપર રુવાંટી હોય છે (લોમપક્ષી), જેમના ઉપર પેટી જેવું ઢાંકણ હોય છે (સમુદ્રગપક્ષી) અને જેઓ પાંખો ફેલાવી બેસે છે (વિતતપક્ષી). ૧. ઉત્તરાધ્યયનસૂત્ર, ૩૬. ૬૯-૧૮૭. Page #187 -------------------------------------------------------------------------- ________________ ચોથું અધ્યયન જ્ઞાનમીમાંસા જ્ઞાન અને આત્માનો સંબંધ દંડ અને દંડીના સંબંધથી જુદો છે. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. જ્ઞાન વિનાના આત્માની કલ્પના કરવી અસંભવ છે. ન્યાયવૈશેષિક દર્શન જ્ઞાનને આત્માનો આગન્તુક ધર્મ માને છે, મૌલિક યા સ્વાભાવિક નહિ. જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૌલિક અર્થાત્ સ્વાભાવિક ધર્મ માને છે. ક્યાંક ક્યાંક તો જ્ઞાનને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે આત્માના અન્ય ગુણોની ઉપેક્ષા કરીને જ્ઞાન અને આત્માને એક માની લેવામાં આવ્યાં છે. આચાર્યકુન્દકુન્દ વ્યવહારનય અને નિશ્ચયનયની મદદ લઈને કહ્યું કે વ્યવહારનયથી આત્મા અને જ્ઞાનમાં ભેદ છે, પરંતુ નિશ્ચયનયથી આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. અહીં આત્માના અન્ય ગુણોને જ્ઞાનાન્તર્ગત કરી લેવામાં આવ્યા છે, અન્યથા આ કદાપિ ન બની શકે કે જ્ઞાન જ આત્મા બની જાય, કેમ કે આત્મામાં અન્ય ગુણો પણ છે. આ વાતનું પ્રમાણ આગળ ઉપર આપણને મળે છે. પ્રવચનસારમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે અનન્તસુખ અનન્તજ્ઞાન છે. સુખ અને જ્ઞાન અભિન્ન છે. જૈન આગમોમાં પણ આ જ વાત મળે છે. આત્મા અને જ્ઞાનના અભેદની ચર્ચા બહુ જ પુરાણી છે. કુન્દકુન્દ સર્વજ્ઞની ચર્ચા કરતી વખતે પણ એ જ કહ્યું છે કે વ્યવહારષ્ટિએ કેવલી બધાં દ્રવ્યોને તેમના બધા પર્યાયો સહિત જાણે છે. પરમાર્થદૃષ્ટિએ તો કેવલી આત્માને જ જાણે છે. આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી, એટલે કેવલી આત્માને જાણે છે એનો અર્થ એ થયો કે કેવલી પોતાના જ્ઞાનને જાણે છે. પોતાના જ્ઞાનને કેવી રીતે જાણી શકાય ? તેના માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા છે એમ માની શકાય નહિ કેમ કે તેમાં અનવસ્થાદોષની આપત્તિ આવે છે. જ્ઞાન પોતાને પોતાનાથી જાણે છે, આ વાત ઝટ આપણી સમજમાં આવતી નથી. - ૧. સમયસાર, ૬-૭. ૨. ૧.૫૯-૬૦ 3. जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं। केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।। –-નિયમસાર, ૧૫૮. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન ધર્મ-દર્શન કોઈનટગમે તેટલો કુશળ હોય તો પણ તે પોતાના ખભા ઉપર ચડી શકતો નથી. અગ્નિ ખુદ પોતાને સળગાવી શકતો નથી. જૈન દર્શન માને છે કે જ્ઞાન પોતે પોતાને જાણતું જ બીજાને જાણે છે. તે દીપકની જેમસ્વપ્રકાશક છે. તાત્પર્ય એ છે કે આત્માનું સ્વરૂપ સમજવા માટે જ્ઞાનનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. એટલે જ જ્ઞાનનું આટલું બધું મહત્ત્વ છે. આગમોમાં જ્ઞાનવાદ આગમોમાં જ્ઞાન અંગેની જે માન્યતાઓ મળે છે તે બહુ પ્રાચીન છે. સંભવતઃ આ માન્યતાઓ ભગવાન મહાવીરથી પણ પહેલાંની છે. પાંચ જ્ઞાનોની ચર્ચા આગમસાહિત્યમાં મળે છે. તેની બાબતમાં રાજપ્રશ્રયસૂત્રમાં એક વૃત્તાન્ત મળે છે. શ્રમણ કેશિકુમાર પોતાના મુખથી કહે છે – અમે શ્રમણ નિર્ઝન્થો પાંચ પ્રકારનાં જ્ઞાનો માનીએ છીએ : આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, કેવલજ્ઞાન. કેશિકુમાર પાર્શ્વનાથની પરંપરાના સાધુ હતા. તેમણે પોતાના મુખથી પાંચ જ્ઞાનોનાં નામ લીધાં છે. બરાબર તે જ પાંચ જ્ઞાન મહાવીરની પરંપરામાં પણ પ્રચલિત થયાં. મહાવીરે જ્ઞાન વિશે કોઈ નવી પ્રરૂપણા નથી કરી. જો પાર્શ્વનાથની પરંપરાથી મહાવીરનો એ અંગે કંઈ પણ મતભેદ હોત તો તે આગમોમાં અવશ્ય મળત. પાંચ જ્ઞાનની માન્યતા શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરાઓમાં પ્રાય: એકસરખી છે. આ વિષયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન આદિની એકબે વાતો સિવાય કોઈ ખાસ મતભેદ નથી. જૈન આગમોમાં પાંચ જ્ઞાનની માન્યતાનાં કેટલાં રૂપો મળે છે અને તે પાંચ જ્ઞાનોના ભેદપ્રભેદોમાં શું અત્તર છે, એના ઉપર થોડો વિચાર કરીએ. આગમોમાં જ્ઞાનચર્ચાની ત્રણ ભૂમિકાઓ મળે છે. - ૧. પ્રથમ ભૂમિકામાં જ્ઞાનનો સીધો પાંચ ભેદોમાં વિભાગ છે અને પ્રથમ ભેદના વળી ચાર ભેદ કરવામાં આવ્યા છે. આ વિભાગ નીચે પ્રમાણે છે : જ્ઞાન આભિનિબોધિક શ્રત અવધિ મન:પર્યાય કેવલ અવગ્રહ ઈહા અવાય ધારણા १. एवं खु पएसी अम्हं समणाणं निग्गंथाणं पंचविहे नाणे पण्णत्ते । तं जहा - મfછવોદિયા, સુયાના, મોહિણા, પાપગ્નવUTIછે, દેવતાને I – ૧૬૫. ૨. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૮ (પંડિત દલસુખ માલવણિયા). ૩. ભગવતીસૂત્ર, ૮૮.૨.૩૧૭. Page #189 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૬૫ ૨. બીજી ભૂમિકામાં જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત કરવામાં આવેલ છે. પછી પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદપ્રભેદ કરીને જ્ઞાનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ યોજના સ્થાનાંગસૂત્રમાં છે : કૈવલ પ્રત્યક્ષ અવિધ નોકેવલ જ્ઞાન મન:પર્યાય ભવંપ્રત્યય ક્ષાયોપર્શમિક ઋજુમતિ વિપુલંમતિ શ્રુતનિઃસૃત આભિનિબોધિક અશ્રુતનિઃસૃત અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અંગપ્રવિષ્ટ પરોક્ષ આવશ્યક શ્રુત અંગબાહ્ય . કાલિક ઉત્કાલિક ૩. બીજી ભૂમિકામાં ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનનો પરોક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજી ભૂમિકામાં આમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ લૌકિક પ્રભાવ જણાય છે. નન્દીસૂત્ર અનુસાર આ ભૂમિકાનો સાર નીચે મુજબ છે : આવશ્યકેતર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન ધર્મ-દર્શન જ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ ઇન્દ્રિયપ્રત્યક્ષ નોઇન્દ્રિયપ્રત્યક્ષ આભિનિબોધિક ૧. શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ૨. ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ ૩. ધ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ ૪. રસનેન્દ્રિયપ્રત્યક્ષ ૫. સ્પર્શનેન્દ્રિયપ્રત્યક્ષ ૧. અવધિ ૨. મન:પર્યાય ૩. કેવલ શ્રુતનિઃસૃત અશ્રુતનિઃસૃત અવગ્રહ અવાય ધારણા વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ત્પત્તિકી વનયિકી કર્મચા પારિણામિકી ઉપર જણાવેલી ત્રણ ભૂમિકાઓને જોવાથી જણાય છે કે પ્રથમ ભૂમિકામાં દાર્શનિક પુટનો અભાવ છે. આ ભૂમિકા પ્રાચીન પરંપરાનું જેમનું તેમ સીધું દિગ્દર્શન માત્ર છે. જ્ઞાનને પહેલેથી જ પાંચ વિભાગોમાં વિભક્ત કરીને મતિજ્ઞાનના અવગ્રહ આદિ પેટભેદો કરવા એ બહુ પ્રાચીન પરિપાટી છે. આ પરિપાટીનું દિગ્દર્શન ભગવતીસૂત્રમાં છે. બીજી ભૂમિકા ઉપર દાર્શનિક ચિત્તનનો પ્રભાવ છે અને સાથે સાથે જ શુદ્ધ જૈન દૃષ્ટિની છાપ પણ છે. સૌપ્રથમ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ વિભાગને ઉત્તરકાલીન જૈન તાર્કિકોએ પણ માન્ય રાખ્યો છે. આ વિભાગની પાછળ વિશદ્ય અને અવૈશદ્યની ભૂમિકા છે. વૈશદ્યનો આધાર આત્મપ્રત્યક્ષ છે અને અવૈશદ્યનો આધાર ઇન્દ્રિય અને મનથી જન્ય જ્ઞાન છે. જૈન દર્શનની પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધી વ્યાખ્યા આ આધાર ઉપર છે. અન્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૬૭ દર્શનોની પ્રત્યક્ષ અંગેની માન્યતાથી જૈન દર્શનની પ્રત્યક્ષ અંગેની માન્યતામાં આ જ અંતર છે કે જૈન દર્શન આત્મપ્રત્યક્ષને જ વાસ્તવિક પ્રત્યક્ષ માને છે, જ્યારે અન્ય દર્શનો ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પણ પ્રત્યક્ષ માને છે. અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રત્યક્ષના ભેદો છે. ક્ષેત્ર, વિશુદ્ધિ આદિની દૃષ્ટિએ તેમનામાં તારતમ્ય છે. કેવલજ્ઞાન શુદ્ધિ, ક્ષેત્ર આદિની અન્તિમ સીમા છે. કોઈ જ્ઞાન તેનાથી વધુ વિશુદ્ધ યા પૂર્ણ નથી. આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષના ભેદો છે. આભિનિબોધિકજ્ઞાનને મતિજ્ઞાન પણ કહે છે. શ્રુતજ્ઞાનનો આધાર મન છે. મતિજ્ઞાનનો આધાર ઇન્દ્રિયો અને મન બન્ને છે. મતિ, શ્રુત આદિના અનેક અવાન્તર ભેદો છે. ત્રીજી ભૂમિકામાં જૈન દૃષ્ટિ અને ઇતર દિષ્ટ બન્નેનો પુટ છે. પ્રત્યક્ષને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ આ બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને સ્થાન મળ્યું છે જે ખરેખર તો ઇન્દ્રિયાશ્રિત . હોવાથી પરોક્ષ છે. નોઇન્દ્રિયપ્રત્યક્ષમાં ખરેખર વાસ્તવિક પ્રત્યક્ષને સમાવિષ્ટ કરવામાં આવેલ છે, જે ઇન્દ્રિયાશ્રિત ન હોતાં સીધું આત્માથી જ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ જૈનેતર દૃષ્ટિનું, જેને આપણે લૌકિક દૃષ્ટિ કહીએ છીએ તેનું, પ્રતિનિધિત્વ કરે છે. નોઇન્દ્રિયપ્રત્યક્ષ જૈન દર્શનની મૌલિક વાસ્તવિક પરંપરાનું ઘોતક છે. આભિનિબોધિકજ્ઞાનના અવગ્રહ વગેરે ભેદોનું સારું વિશ્લેષણ ઉત્તરકાલીન જૈન તાર્કિકોએ પણ કર્યું છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞા આદિની આ તાર્કિકોએ દાર્શનિક ભૂમિકા ઉપર જે રીતે વ્યાખ્યા કરી છે તે રીતની વ્યાખ્યા આગમકાલમાં મળતી નથી. આનું કારણ દાર્શનિક સંઘર્ષ છે. આગમકાલ પછી જૈન દાર્શનિકોને અન્ય દાર્શનિક વિચારો સાથે ઠીક ઠીક સંઘર્ષ કરવો પડ્યો અને તે સંઘર્ષના પરિણામે એક નવી રીતનું માળખું નિર્માણ પામ્યું. આ માળખાની શૈલી અને સામગ્રી બન્નેનો આધાર દાર્શનિક ચિન્તન રહ્યું છે. સૌપ્રથમ આપણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ જાણીશું. તેના માટે આવશ્યકતા પ્રમાણે આગમગ્રન્થો અને દાર્શનિક ગ્રન્થો બન્નેનો ઉપયોગ કરીશું. તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રથી સંબંધિત સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન આદિનું વિવેચન પ્રમાણચર્ચા વખતે કરવામાં આવશે. આ વિવેચનનો મુખ્ય આધાર પ્રમાણશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા દાર્શનિક ગ્રન્થો રહેશે. મતિજ્ઞાન આપણે જોઈ ગયા કે મતિજ્ઞાનને આભિનિબોધિકજ્ઞાન કહેવામાં આવેલ છે. ઉમાસ્વાતિએ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને એકાર્થક કહ્યાં છે. ભદ્રબાહુએ મતિજ્ઞાન માટે નીચે જણાવેલા શબ્દોનો પ્રયોગ કર્યો છે — ઈહા, અપોહ, ૧. મતિ: સ્મૃતિ: સંજ્ઞા વિન્તાડમિનિોધ ત્યનર્થાન્તરમ્ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૩. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન ધર્મ-દર્શન વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા. નન્દીસૂત્રમાં પણ આ જ શબ્દો છે. મતિજ્ઞાનનું લક્ષણ આપતાં તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારું જ્ઞાન મતિજ્ઞાન છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં મતિજ્ઞાનના બે પ્રકારો જણાવ્યા છે – ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને મનોજન્ય જ્ઞાન. આ બે ભેદ ઉપર જણાવેલ લક્ષણમાંથી જ ફલિત થાય છે. સિદ્ધસેનગણિની ટીકામાં ત્રણ ભેદોનું વર્ણન છે — ઇન્દ્રિયજન્ય, અનિદ્રિયજન્ય (મનોજન્ય) અને ઇન્દ્રિયાનિદ્રિયજન્ય. ઇન્દ્રિયજન્ય જ્ઞાન કેવળ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. અનિન્દ્રિયજન્ય જ્ઞાન કેવળ મનથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાનિન્દ્રિયજન્ય જ્ઞાનની ઉત્પત્તિ માટે ઇન્દ્રિય અને મન બનો સંયુક્ત પ્રયત્ન આવશ્યક છે. આ ત્રણ ભેદો પણ ઉપર જણાવેલા સૂત્રમાંથી જ ફલિત થાય છે. અકલંકે સમ્યજ્ઞાનના પ્રમાણના) બે ભેદ કર્યા છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના બે પ્રકાર છે – મુખ્ય અને સાંવ્યવહારિક. મુખ્યને અતીન્દ્રિય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિકને ઇન્દ્રિયાનિન્દ્રિય પ્રત્યક્ષ નામ આપેલ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના ચાર ભેદ કરવામાં આવ્યા છે – અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અનિન્દ્રિયપ્રત્યક્ષને સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધમાં વિભક્ત કરવામાં આવેલ છે. શ્રત, અર્થાપત્તિ, અનુમાન, ઉપમાન આદિ પરોક્ષાન્તર્ગત છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના જે ચાર અવગ્રહ આદિ ભેદ બતાવ્યા છે તેમના અવાન્તર ભેદો પણ છે, આ અવાજોર ભેદોનો નિર્દેશ આગળ હવે પછી કરવામાં આવશે. અહીં આપણે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના સ્વરૂપનો વિચાર કરીશું. આ ચારે મતિજ્ઞાનના ભેદ છે. તેના પહેલાં ઇન્દ્રિય અને મનનો અર્થ શું છે, એ જોઈશું. ઇન્દ્રિય આત્માની સ્વાભાવિક જ્ઞાનશક્તિ ઉપર કર્મનું આવરણ હોવાથી સીધું આત્માથી જ જ્ઞાન થઈ શકતું નથી. તેના માટે કોઈ માધ્યમની આવશ્યકતા રહે છે. આ માધ્યમ ઇન્દ્રિય છે. જેની સહાયતાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તે ઇન્દ્રિય છે. આવી ઇન્દ્રિયો ૧. વિશેષાવશ્યકભાષ્ય, ૩૯૬. ૨. તિિાનન્દ્રિનિમિત્તમ્ ૧.૧૪. ૩. તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૪. ૪. તત્ત્વાર્થસૂત્રટીકા, ૧.૧૪ ૫. લઘીયસ્ત્રય, ૩-૪ ૬. એજન, ૬૧. Page #193 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૬૯ પાંચ છે – સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. સાંખ્ય આદિ દર્શન વાફ, પાણિ આદિ કર્મેન્દ્રિયોને પણ ઇન્દ્રિયસંખ્યામાં ગણે છે. જ્ઞાનેન્દ્રિયો પાંચ જ છે. પ્રત્યેક ઇન્દ્રિય બે પ્રકારની છે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. પુદ્ગલની સંરચના દ્રવ્યેન્દ્રિય છે અને આત્માનો પરિણામ ભાવેન્દ્રિય છે. દ્રવ્યન્દ્રિયના વળી બે પેટાભેદ છે – નિવૃત્તિ અને ઉપકરણ. ઈન્દ્રિયોની વિશિષ્ટ આકૃતિઓ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની બાહ્ય અને આભ્યન્તરિક પૌગલિક શક્તિ, જેના વિના આકૃતિ હોવા છતાં જ્ઞાન ઉત્પન્ન થવું શક્ય નથી તે, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે – લબ્ધિ અને ઉપયોગ. જ્ઞાનાવરણકર્મ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી આત્મિક વિશેષ શક્તિ લબ્ધિ છે. લબ્ધિ પ્રાપ્ત થતાં આત્મા એક વિશેષ પ્રકારનો વ્યાપાર કરે છે. આ વ્યાપાર જ ઉપયોગ છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. રસનેન્દ્રિયનો વિષય રસ છે. ધ્રાણેન્દ્રિયનો વિષય ગબ્ધ છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય વર્ણ છે. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે.' મન પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો છે. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરી શકતી નથી. મને એક એવી સૂક્ષ્મ ઇન્દ્રિય છે જે બધી ઇન્દ્રિયોના બધા વિષયોને ગ્રહણ કરી શકે છે. તેથી તેને સર્વાર્થગ્રાહી ઇન્દ્રિય કહે છે. તેને અનિન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કે તે અત્યન્ત સૂક્ષ્મ છે. અનિન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયનો અભાવ નથી પરંતુ ઈષત ઇન્દ્રિય છે. જેમ અનુદરા કન્યાનો અર્થ ઉદર વિનાની છોકરી એવો નથી થતો પરંતુ તેનો અર્થ થાય છે એવી છોકરી જેનું ઉદર ગર્ભભાર સહન કરવા અસમર્થ છે. તેવી રીતે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની જેમ પ્રતિનિયત દેશ, વિષય, અવસ્થાન મનને ન હોવાથી મનને અનિન્દ્રિય કહેવામાં આવે છે. તેનું નામ અન્તઃકરણ પણ છે કેમ કે તેને અન્ય ઇન્દ્રિયોને હોય છે તેવો કોઈ બાહ્ય આકાર નથી. તેને સૂક્ષ્મ ઇન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે અન્ય ઇન્દ્રિયોની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોની જેમ મન પણ બે પ્રકારનું છે – દ્રવ્યમન અને ભાવમન. દ્રવ્યમન પૌદ્ગલિક છે. ભાવમન લબ્ધિ અને ઉપયોગ રૂપે બે પ્રકારનું છે. મતિજ્ઞાન અંગે એક શંકાનું સમાધાન કર્યા પછી અવગ્રહ આદિ વિશે લખીશું. ૧. પ્રમાણમીમાંસા, ૧.૨. ૨૧-૨૩ ૨. સર્વાર્થપ્રાપ મન: I એજન, ૧.૨.૨૪. Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન શંકા એ છે કે મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કેવળ ઇન્દ્રિય અને મન જ પૂરતાં નથી. ઉદાહરણ તરીકે ચક્ષુરિન્દ્રિય લો. તેના દ્વારા જ્ઞાન ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પ્રકાશ અને પદાર્થ બન્ને ઉપસ્થિત હોય. તેથી મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે એ જરૂરી છે કે ઇન્દ્રિય અને મન ઉપરાંત પદાર્થ તથા અન્ય આવશ્યક સામગ્રી ઉપસ્થિત હોય. ૧૭૦ જૈન દર્શન આ શરતને માનતું નથી કેમ કે જ્ઞાનોત્પત્તિ અને અર્થ-આલોક વચ્ચે કોઈ વ્યાપ્તિ નથી. બીજા શબ્દોમાં, બાહ્યાર્થ અને પ્રકાશ જ્ઞાનોત્પત્તિનાં આવશ્યક અને અવ્યવહિત કારણો નથી. એ તો બરાબર છે કે આકાશ, કાલ, આદિની જેમ તેઓ વ્યવહિત યા સાધારણ કારણ બની શકે છે. એ પણ બરાબર કે તેઓ મતિજ્ઞાનાવરણ આદિ કર્મોના ક્ષયોપશમમાં ઉપકારક છે. તેમ છતાં પણ તેમને જ્ઞાનોત્પત્તિનાં કારણો ન માની શકાય કેમ કે તેમનો અને જ્ઞાનનો અવિનાભાવસંબંધ નથી. તે કેવી રીતે ? આલોક અને અર્થને જ્ઞાનોત્પત્તિમાં અવ્યવહિત કારણ ત્યારે જ માની શકાય જ્યારે આલોક અને અર્થના અભાવમાં જ્ઞાન ઉત્પન્ન થતું જ ન હોય. પરંતુ વાત તો એવી છે જ નહિ. નક્તેચર, બિલાડી વગેરે રાતે અંધકારમાં પણ દેખે છે. જો આલોકના અભાવમાં ચાક્ષુષજ્ઞાન ન થતું હોય તો તેમને રાતે અંધકારમાં કેવી રીતે દેખાય ? એમ કહેવાથી કામ નહિ ચાલે કે તેમની ચક્ષુમાં તેજ (આલોક) છે એટલે તેઓ રાતે અંધકારમાં પણ દેખી શકે છે કેમ કે એમ કહેવાનો અર્થ તો થશે સ્વપ્રતિજ્ઞાનો ત્યાગ. બીજી બાજુ ઘુવડ વગેરે દિવસના પ્રકાશમાં દેખી શકતા નથી. જો પ્રકાશ જ્ઞાનોત્પત્તિમાં આવશ્યક હોત તો ઘુવડ દિવસે દેખી શકત. આપણી સમક્ષ બન્ને જાતનાં ઉદાહરણો વિદ્યમાન છે. પહેલું ઉદાહરણ રાત અને દિન (અર્થાત્ અન્ધકાર અને પ્રકાશ) બન્નેમાં ચાક્ષુષજ્ઞાનની ઉત્પત્તિનું છે. બીજું ઉદાહરણ બિલકુલ વિપરીત છે. કેવળ અન્ધકારમાં જ થનારું ચાક્ષુષજ્ઞાન ‘આલોકના અભાવમાં ચાક્ષુષજ્ઞાન ન થઈ શકે' એ સિદ્ધાન્તનો સર્વનાશ કરે છે. આ ઉપરાંત આપણી સમક્ષ એવાં ઉદાહરણો પણ છે જેમનાથી સિદ્ધ થાય કે આલોક હોય તો જ ચાક્ષુષજ્ઞાન થાય. સાધારણ મનુષ્યોનું ચાક્ષુષજ્ઞાન આ શ્રેણીનું છે. તાત્પર્ય એ કે એવો એકાન્ત નિયમ નથી કે આલોક હોય તો જ ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય. ક્યાંક આલોક હોતાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે, ક્યાંક અન્ધકાર હોતાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ક્યાંક આલોક અને અન્ધકાર બન્ને પ્રકારની પરિસ્થતિઓમાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી એ કહેવું ઉચિત નથી કે આલોક જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ છે. અર્થના અંગે પણ આ જ વાત કહી શકાય છે. મૃગજળજ્ઞાન અર્થ વિના જ ઉત્પન્ન થાય છે. સ્વપ્નજ્ઞાન વખતે પણ આપણી સમક્ષ Page #195 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૭૧ કોઈ પદાર્થ વિદ્યમાન નથી હોતો. આ જ્ઞાનોને મિથ્યા કહી ટાળી શકાય નહિ કેમ કે તેઓ મિથ્યા હોવા છતાં જ્ઞાનો તો છે જ. અહીં પ્રશ્ન સત્ય અને મિથ્થાનો નથી. પ્રશ્ન છે – અર્થના અભાવમાં જ્ઞાનની ઉત્પત્તિ થાય છે કે નહિ? જ્ઞાન ભલે ને ગમે તેવું હોય પરંતુ જો તે અર્થના અભાવમાં ઉત્પન્ન થતું હોય તો એ પ્રતિજ્ઞા નાશ પામે છે કે અર્થ હોય તો જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વપ્ન આદિ જ્ઞાનોની વાત થોડા વખત પૂરતી છોડી પણ દઈએ, તો પણ આ સિદ્ધાન્ત ઘટતો નથી કેમ કે અતીત અને અનાગતના પ્રત્યક્ષની સિદ્ધિ આ સિદ્ધાન્તના આધારે કરી શકાતી નથી. યોગીઓના જ્ઞાનનો વિષય પણ જો વર્તમાન પદાર્થને જ માનવામાં આવે તો પછી ત્રિકાલવિષયક જ્ઞાનની વાત વ્યર્થ થઈ પડે. તેથી અર્થ પણ જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી. અવગ્રહ મતિજ્ઞાનના (ઇન્દ્રિયપ્રત્યક્ષના) અવગ્રહ આદિ ચાર ભેદોનો નિર્દેશ આપણે કરી ગયા છીએ. તેમાંથી પહેલાં અવગ્રહ શું છે એ જાણીએ. અવગ્રહને વર્ણવતા કેટલાય શબ્દો છે. નંદીસૂત્રમાં અવગ્રહ માટે અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેધા શબ્દોનો પ્રયોગ થયો છે. તત્ત્વાર્થભાષ્યમાં નીચેના શબ્દો આવે છે - અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચન અને અવધારણ. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં નામ આદિની વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રનું જ્ઞાન અવગ્રહ છે. આ જ્ઞાનમાં નિશ્ચિત પ્રતીતિ નથી થતી કે કયા પદાર્થનું જ્ઞાન થયું છે. કેવળ એટલું જ માલૂમ પડે છે કે આ કંઈક છે. ઇન્દ્રિય અને અર્થનો જે સામાન્ય સંબંધ છે તે દર્શન છે. દર્શન પછી ઉત્પન્ન થનારું સામાન્ય જ્ઞાન અવગ્રહ છે. આમાં કેવળ સત્તાનું જ્ઞાન નથી હોતું પરંતુ પદાર્થનું પ્રારંભિક જ્ઞાન થઈ જાય છે. અવગ્રહના બે ભેદ છે—વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. અર્થ અને ઇન્દ્રિયનો સંયોગ વ્યંજનાવગ્રહ છે. ઉપર જે અવગ્રહની વ્યાખ્યા કરી છે તે વસ્તુતઃ અર્થાવગ્રહ છે. આ વ્યાખ્યા અનુસાર વ્યંજનાવગ્રહ દર્શનની કોટિમાં આવે છે અને અવગ્રહનો અર્થ અર્થાવગ્રહ જ થાય છે. વ્યંજનાવગ્રહને જ્ઞાન માનનારાઓ માટે દર્શન ઇન્દ્રિય અને અર્થના સ્પષ્ટ સંયોગથી ૧. ૩૦. ૨. ૧.૧૫ ૩. ક્ષાર્થયોરો તર્જનાત મર્થગ્રામવપ્રઃ પ્રમાણમીમાંસા, ૧.૧.૨૬. ૪. અર્થશા ચંગનચાવપ્રઃ તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૭-૧૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન ધર્મ-દર્શન પણ પહેલાં થાય છે. આ એક પ્રતિભાસ માત્ર છે જે સત્તા માત્રનું ગ્રહણ કરે છે. ત્યાર પછી અર્થ અને ઇન્દ્રિયનો સંયોગ થાય છે જેને વ્યંજનાવગ્રહ કહે છે. ઇન્દ્રિય અને અર્થના સંયોગ પહેલાં દર્શન કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન તો એ જ હોઈ શકે કે ઇન્દ્રિય અને અર્થનો સંયોગ અવશ્ય થાય છે પરંતુ આ સંયોગ વ્યંજનાવગ્રહથી પણ પહેલાં થાય છે. વ્યંજનાવગ્રહરૂપ જે સંબંધ છે તે જ્ઞાનની કોટિમાં આવે છે અને તેની પણ પહેલાં જે એક સત્તા સામાન્યનો સંબંધ છે · સત્તા સામાન્યનું ભાન છે તે દર્શન છે. આના સિવાય બીજું શું સમાધાન હોઈ શકે, એ અમે જાણતા નથી. - અર્થાવગ્રહ પહેલાંનો જ્ઞાનવ્યાપાર, જે ઇન્દ્રિયનો વિષય સાથે સંયોગ થતાં ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ પુષ્ટ થતો જાય છે તે, વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ જ્ઞાન અવ્યક્તજ્ઞાન છે. આ જ્ઞાન ક્રમશઃ કેવી રીતે પુષ્ટ થાય છે અને અર્થાવગ્રહની કોટિમાં આવે છે એ સમજવા માટે એક ઉદાહરણ આપવું ઠીક રહેશે. કુંભારે પોતાના વાડામાંથી એક તાજું શકોરૂં કાઢ્યું, કાઢીને તેમાં એક એક ટીપું પાણી નાખતો ગયો. પહેલું ટીપું નાખતાં જ શોષાઈ ગયું. બીજું ટીપું પણ શોષાઈ ગયું. ત્રીજું, ચોથું અને આ રીતે અનેક ટીપાં શોષાતાં ગયાં. છેવટે એક સમય એવો આવે છે જ્યારે તે શકોરું પાણીને શોષવા અસમર્થ જણાવા લાગે છે. ધીરે ધીરે તે પાણીથી ભરાઈ જાય છે. પ્રથમ ટીપાથી શરૂ કરી અંતિમ ટીપા સુધીનું બધું જ પાણી શકોરામાં હોય છે, પરંતુ પહેલાં કેટલાંક ટીપાંની એટલી ઓછી શક્તિ હોય છે કે તેઓ સ્પષ્ટપણે દેખાતાં નથી. જેમ જેમ પાણીની શક્તિ વધતી જાય છે તેમ તેમ તેની અભિવ્યક્તિ પણ સ્પષ્ટ થતી જાય છે. તેવી જ રીતે જ્યારે ઊંઘતી વ્યક્તિને પોકારવામાં આવે છે ત્યારે પહેલાં તો કેટલાક શબ્દો કાનમાં ચુપચાપ સમાઈ જાય છે. તેમની અભિવ્યક્તિ થઈ શકતી નથી. બેચાર વાર પોકાર્યા પછી તેના કાનમાં પૂરતા શબ્દો ભેગા થાય છે અને ત્યારે જ તેને ભાન થાય છે કે તેને કોઈ બોલાવી રહ્યું છે. આ જ્ઞાન પહેલા શબ્દ વખતે એટલું અસ્પષ્ટ અને અવ્યકત હોય છે કે તેને એ વાતની ખબર પડતી નથી કે તેને કોઈ બોલાવી રહ્યું છે. જલબિન્દુઓની જેમ જ્યારે શબ્દોનો પૂરતી માત્રામાં સંગ્રહ થઈ જાય છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે તેને કોઈ બોલાવી રહ્યું છે. પ્રથમ કોટિનું વ્યક્ત જ્ઞાન અર્થાવગ્રહ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ વચ્ચે અવ્યક્તતા અને વ્યક્તતાનો ભેદ છે. સામાન્યાત્મક જ્ઞાન અવગ્રહ છે. આ જ્ઞાનના વિકાસક્રમના બે રૂપ છે. પ્રથમ રૂપ અવ્યક્ત જ્ઞાનાત્મક છે. આ જ વ્યંજનાવગ્રહ છે. દ્વિતીય રૂપ વ્યક્ત જ્ઞાનાત્મક છે. આ જ અર્થાવગ્રહ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૭૩ શું વ્યંજનાવગ્રહ બધી ઇન્દ્રિયોથી થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહેવામાં આવ્યું છે કે ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી.` ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ કેમ થતો નથી ? કેમ કે તે બન્ને અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહ માટે ઇન્દ્રિય અને અર્થનો સંયોગ અપેક્ષિત છે. અને સંયોગને માટે પ્રાપ્યકારિત્વ અનિવાર્ય છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી તેમનો અર્થ સાથે સંયોગ થતો નથી. અને સંયોગ ન થવાથી વ્યંજનાવગ્રહ નથી થતો. મનને અપ્રાપ્યકારી માની શકાય પરંતુ ચક્ષુ અપ્રાપ્યકારી કેવી રીતે છે ? ચક્ષુ અપ્રાપ્યકારી છે કારણ કે ચક્ષુ સ્પષ્ટ અર્થનું ગ્રહણ કરતી નથી. જો ચક્ષુ પ્રાપ્યકારી હોત તો તે ત્વગિન્દ્રિયની જેમ સ્પષ્ટ અંજનનું ગ્રહણ કરત. પરંતુ ચક્ષુ સ્પષ્ટ અંજનનું ગ્રહણ કરતી નથી, તેથી તે અપ્રાપ્યકારી છે. કોઈ કહી શકે કે ચક્ષુ પ્રાપ્યકારી છે કેમ કે તે આવૃત વસ્તુનું ગ્રહણ કરતી નથી, જેમ કે સ્વગિન્દ્રિય. પરંતુ આમ કહેવું યોગ્ય નથી કેમ કે ચક્ષુ કાચ, અબરખ, સ્ફટિક આદિથી આવૃત અર્થનું ગ્રહણ કરે છે. વળી કોઈ શંકા કરે છે કે જો ચક્ષુ અપ્રાપ્યકારી હોય તો તે વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થને પણ ગ્રહણ કરી લે. પરંતુ આ શંકા પણ યોગ્ય નથી કેમ કે લોહચુંબક અપ્રાપ્યકારી હોવા છતાં પણ અમુક સીમામાં રહેલા લોઢાને જ આકર્ષે છે, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ લોઢાને આકર્ષતું નથી. વળી કોઈ શંકા કરે છે કે ચક્ષુ સ્વયં પ્રાપ્યકારી નથી પરંતુ તેનાં તૈજસ કિરણો પ્રાપ્યકારી છે. આ શંકા પણ યોગ્ય નથી, કેમ કે આપણને એવો અનુભવ થતો નથી કે ચક્ષુ તૈજસ છે. જો ચક્ષુ તૈજસ હોત તો ચક્ષુરિન્દ્રિયનું સ્થાન ઉષ્ણ હોત. નર્ક્સચર પ્રાણીઓની આંખોમાં રાતે કિરણો દેખાય છે માટે ચક્ષુ કિરણયુક્ત છે, આ ધારણા બરાબર નથી કેમ કે અતૈજસ દ્રવ્યમાં પણ ભાસુરરૂપ દેખાય છે જેમ કે મણિ આદિ. તેથી ચક્ષુ પ્રાપ્યકારી નથી. અપ્રાપ્યકારી હોવા છતાં કર્માવરણના ક્ષયોપશમના કારણે ચક્ષુ વસ્તુને દેખે છે. તેથી મન અને ચક્ષુથી વ્યંજનાવગ્રહ થતો નથી. શ્રોત્ર, ઘ્રાણ, રસન અને સ્પર્શન આ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ સંયોગરૂપ નથી પરંતુ સામાન્યજ્ઞાનરૂપ છે. ચક્ષુ અને મનથી અર્થાવગ્રહ થાય છે કેમ કે આ બન્નેનું વિષયગ્રહણ સીધું સામાન્યરૂપ હોય છે. આમ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છ દ્વારા થાય છે. ઈહા, અવાય અને ધારણા પણ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન પૂર્વક થાય છે. ૧. ૬ ચક્ષુરનિન્દ્રિયા મ્યાન્ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૯. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઈહા અવગ્રહ પછી જ્ઞાન ઈહામાં પરિણત થાય છે. અવગૃહીત અર્થને વિશેષ રૂપે જાણવાની ઇચ્છા ઈહા છે.' નન્દીસૂત્રમાં ઈહા માટે નીચે જણાવેલા શબ્દો આવે છે - આયોગણતા, માર્ગણતા, ગવેષણતા, ચિન્તા અને વિમર્ષ. ઉમાસ્વાતિએ ઈહા, ઊહ, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા શબ્દોનો પ્રયોગ કર્યો છે. અવગ્રહથી ઈહા સુધી કેવી રીતે આપણે પહોંચીએ છીએ એ સમજવા માટે વળી શબ્દનું ઉદાહરણ લઈએ છીએ. અવગ્રહમાં એટલું જ જ્ઞાન થાય છે કે ક્યાંકથી શબ્દ સંભળાઈ રહ્યો છે. શબ્દ સાંભળતાં જ વ્યક્તિ વિચારે છે કે આ શેનો શબ્દ છે ? કોણ બોલે છે ? સ્ત્રી છે કે પુરુષ ? ત્યાર પછી તે સ્વરની તુલના કરે છે. સ્વર મધુર અને આકર્ષક છે, તેથી તે કોઈ સ્ત્રીનો હોવો જોઈએ. પુરુષનો સ્વર તો રૂક્ષ અને કઠોર હોય છે. તેથી આ સ્વર પુરુષનો ન હોઈ શકે. ઈહામાં જ્ઞાન અહીં સુધી પહોંચે છે. ઈહા સંશય નથી કેમ કે સંશયમાં બે કોટિઓ બરાબર (સમબલ) હોય છે. જ્ઞાનનો કોઈ એક કોટિ તરફ ઝોક નથી હોતો. ‘પુરુષ છે કે સ્ત્રી ?’ એનો જરા પણ નિર્ણય નથી હોતો. ન તો પુરુષની તરફ જ્ઞાન ઝૂકે છે, ન તો સ્ત્રીની તરફ. જ્ઞાનની દશા ત્રિશંકુ જેવી રહે છે. ઈહામાં જ્ઞાન એક કોટિ તરફ ઝૂકી જાય છે. અવાયમાં જે કોટિનો નિશ્ચય થવાનો છે તેની તરફ જ્ઞાનનો ઝોક થઈ જાય છે. આ સ્ત્રીનો શબ્દ હોવો જોઈએ કેમ કે તેની આ વિશેષતા છે' આ જાતનું જ્ઞાન ઈહા છે. ઈહામાં પૂર્ણ નિર્ણય થઈ શકતો નથી તેમ છતાં નિર્ણય તરફનો ઝોક અવશ્ય હોય છે. સંશયમાં જ્ઞાન કોઈ પણ કોટિ તરફ ઝૂકતું નથી. સંશય ઈહાની પહેલાં થાય છે. ઈહા થતાં સંશય દૂર થઈ જાય છે. અવાય જૈન ધર્મ-દર્શન ઈહિતાર્થનો વિશેષ નિર્ણય અવાય છે.૪ ઈહામાં આપણું જ્ઞાન અહીં સુધી પહોંચી જાય છે કે આ શબ્દ કોઈ સ્ત્રીનો હોવો જોઈએ. જ્યારે એ નિશ્ચિંત થઈ જાય છે કે આ શબ્દ સ્ત્રીનો જ છે ત્યારે આપણું જ્ઞાન અવાયની કોટિ સુધી પહોંચી જાય છે. તેમાં સમ્યક્-અસમ્યક્દ્ની વિચારણા પૂર્ણપણે પરિપક્વ થઈ જાય છે અને અસમ્યક્ત્તું ૧. અવગૃહીતાર્થવિશેષ ક્ષમીન્હા । પ્રમાણનયતત્ત્વાલોક, ૨.૮. ૨. ૩૧. ૩. તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૫ ૪. કૃતિવિશેષનિર્ણયોઽવાયઃ । પ્રમાણમીમાંસા, ૧.૧.૨૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૭૫ ૧ નીચેના શબ્દોનો પ્રયોગ કર્યો છે નિવારણ કરીને સમ્યક્ત્તો નિર્ણય થઈ જાય છે. જે ગુણો વાસ્તવિક છે તેમનું નિશ્ચિત જ્ઞાન થઈ જાય છે અને જે ગુણો અવાસ્તવિક છે તેમનો નિષેધ થઈ જાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં એક મત એવો પણ મળે છે કે જે ગુણો પદાર્થમાં નથી તેમનું નિવારણ (વ્યાવૃત્તિ યા નિષેધ) અવાય છે અને જે ગુણો પદાર્થમાં છે તેમની સ્થાપના યા સ્થિરીકરણ ધારણા છે. ભાષ્યકારના મતે આ સિદ્ધાન્ત બરાબર નથી. અસદ્ગુણોનું નિવારણ હો કે સદ્ગુણોનું સ્થિરીકરણ (સ્થાપના) હો કે તે બન્ને હો બધું જ અવાયાન્તર્ગત છે. નન્દીસૂત્રમાં અવાયના નીચે જણાવેલા પર્યાયો આપ્યા છે – આવર્તનતા, પ્રત્યાવર્તનતા, અવાય, બુદ્ધિ, વિજ્ઞાન. તત્ત્વાર્થભાગ્યે અવાય માટે અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત.TM આ શબ્દો નિષેધાત્મક છે અર્થાત્ નિષેધ, નિવારણ યા વ્યાવૃત્તિનો અર્થ આપે છે. વિશેષાવશ્યકભાષ્યમાં જે મતનો ઉલ્લેખ છે સંભવતઃ તે જ મતની આ પરંપરા છે. અવાય અને અપાય આ બન્ને શબ્દોને જોવાથી માલૂમ પડે છે કે અપાય નિષેધાત્મક છે અને અવાય વિધ્યાત્મક છે. જે પરંપરા આ જ્ઞાનને નિષેધાત્મક માને છે તેમાં અપાય શબ્દનો પ્રયોગ વધુ વાર થયો છે. જે પરંપરામાં તેનું વિધ્યાત્મક વિધાન પણ છે તેમાં અવાય શબ્દનો પ્રયોગ વધુ વાર થયો છે. આ જ્ઞાન ધારણાની કોટિમાં પહોંચીને જ પાકું નિશ્ચયરૂપ બને છે, તેથી આ મતભેદ છે. અવાયમાં કંઈક અધૂરપ અવશ્ય હોય છે. વિધ્યાત્મક માનીને પણ તેની દઢાવસ્થા ધારણામાં જ મનાઈ છે. તેથી આ બન્ને પરંપરાઓમાં વિશેષ ભેદ રહેતો નથી. ૫ ધારણા --- અવાય પછી ધારણા થાય છે. ધારણામાં જ્ઞાન એટલું તો દૃઢ બની જાય છે કે તે સ્મૃતિનું કારણ બને છે. તેથી ધારણાને સ્મૃતિનું કારણ (હેતુ) કહેવામાં આવી છે.° તે સંધ્યેય અથવા અસંખ્યેય સમય સુધી ટકે છે. નન્દીસૂત્રમાં ધારણા માટે આ શબ્દોનો દ ૧. ૧૮૫ ૨. ૧૮૬ ૩. ૩૨ ૪. ૧.૧૫ ૫. સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ. ૬. તત્ત્વાર્થભાષ્ય, હારિભદ્રીય ટીકા, સિદ્ધસેનીય ટીકા. ૭. સ્મૃતિદેતુŕરા । પ્રમાણમીમાંસા, ૧.૧.૨૯ ૮. નન્દીસૂત્ર, ૩૪. આવશ્યકનિર્યુક્તિ, ૪. Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન પ્રયોગ થયો છે– ધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા, કોઠા.' ઉમાસ્વાતિએ નીચે જણાવેલા પર્યાયો આપ્યા છે –પ્રતિપત્તિ, અવધારણા, અવસ્થાન, નિશ્ચય, અવગમ, અવબોધ. જિનભદ્ર ધારણાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જ્ઞાનની અવિસ્મૃતિ ધારણા છે. જે જ્ઞાન શીધ્ર જ નષ્ટ ન થઈ જાય પરંતુ સ્મૃતિ માટે હેતુનું કાર્ય કરી શકે તે જ જ્ઞાન ધારણા છે. આ ધારણાના ત્રણ પ્રકાર છે – (૧) અવિસ્મૃતિ અર્થાત્ પદાર્થના જ્ઞાનનો વિનાશ ન હોવો, તેનું ટકી રહેવું. (૨) વાસના – સંસ્કારનું નિર્માણ થવું, અને (૩) અનુસ્મરણ – ભવિષ્યમાં તે સંસ્કારોનું જાગ્રત થવું. આમ અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ ત્રણે ધારણાનાં અંગ છે. વાદિદેવસૂરિ અનુસાર આ મત બરાબર નથી. ધારણા અવાયપ્રદત્ત જ્ઞાનની દઢતમ અવસ્થા છે. કેટલોક કાળ અવાયનું દઢ રહેવું એ જ ધારણા છે. ધારણા સ્મૃતિનું કારણ બની શકતી નથી કેમ કે કોઈ પણ જ્ઞાનનું આટલા લાંબા કાળ સુધી બરાબર ચાલુ રહેવું સંભવે નહિ. જો ધારણા આટલા લાંબા કાળ સુધી ચાલતી રહે તો ધારણા અને સ્મૃતિ વચ્ચેના કાળમાં બીજા જ્ઞાનનું હોવું સર્વથા અસંભવ બની જાય કેમ કે એક સાથે બે ઉપયોગી થઈ શકતા નથી.’ સંસ્કાર એક ભિન્ન ગુણ છે જે આત્માની સાથે રહે છે. ધારણા સ્મૃતિનું વ્યવહિત કારણ હોઈ શકે છે પરંતુ ધારણાને સીધું સ્મૃતિનું કારણ માનવું તર્કસંગત નથી. ધારણા પોતાની અમુક સમયની મર્યાદા પછી સમાપ્ત થઈ જાય છે. તેના પછી નવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ એક જ્ઞાન પછી બીજા જ્ઞાનની પરંપરા ચાલતી રહે છે. વાદિદેવસૂરિનું આ કથન યુક્તિસંગત છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર ભેદ કરવામાં આવ્યા છે. અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બે ભેદ છે. તેમનામાંથી અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર પ્રકારનાં જ્ઞાન શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન અને મન એ છ દ્વારા થાય છે. વ્યંજનાવગ્રહ કેવળ શ્રોત્ર, ધ્રાણ, રસન અને સ્પર્શન આ ચાર ઇન્દ્રિયો દ્વારા થાય છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી તે બે દ્વારા વ્યંજનાવગ્રહ થતો નથી. અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર પાંચ ઇન્દ્રિયો અને મન એ છ દ્વારા થાય છે, તેથી તેમના ૪ * ૬ = ૨૪ ભેદ થયા. ૧. નન્દીસૂત્ર, ૩૩ ૨. વિવુ ધાર તHI વિશેષાવશ્યકભાષ્ય, ૧૮૦ ૩. એજન, ૨૯૧ ૪. સ્યાદ્વાદરનાકર, ૨.૧૦. Page #201 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૭૭ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુને છોડી બાકીની ચાર ઇન્દ્રિયોથી થાય છે, એટલે તેના ચાર ભેદ થયા. આ ૨૪ + ૪ = ૨૮ પ્રકારના જ્ઞાનોમાંથી પ્રત્યેક જ્ઞાન વળી બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્રિત, નિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવ, અધ્રુવ એમ બાર પ્રકારનું થાય છે. આ નામો શ્વેતામ્બર માન્યતા અનુસાર છે. દિગમ્બર પરંપરામાં આ નામોમાં થોડુંક અત્તર છે. તેમાં અનિશ્રિત અને નિશ્રિતના સ્થાને અનિઃસૃત અને નિઃસૃત તથા અસંદિગ્ધ અને સંદિગ્ધના સ્થાને અનુક્ત અને ઉક્તનો પ્રયોગ છે. બહુનો અર્થ અનેક છે અને અલ્પનો અર્થ એક છે. અનેક વસ્તુઓનું જ્ઞાન બહુગ્રાહી કહેવાય અને એક વસ્તુનું જ્ઞાન અલ્પગ્રાહી કહેવાય. અનેક પ્રકારની વસ્તુઓનું જ્ઞાન બહુવિધગ્રાહી છે અને એક જ પ્રકારની વસ્તુઓનું જ્ઞાન અલ્પવિગ્રાહી છે. બહુ અને અલ્પ સંખ્યા સાથે સંબંધિત છે, અને બહુવિધ અને અલ્પવિધ પ્રકાર યા જાતિ સાથે સંબંધિત છે. શીઘ્રતાપૂર્વક થનારાં અવગ્રહ આદિ જ્ઞાનો ક્ષિપ્ર કહેવાય છે, અને વિલંબથી થનારાં જ્ઞાનો અક્ષિપ્ર કહેવાય છે. અનિશ્રિતનો અર્થ છે – હેતુ વિના થનારું વસ્તુનું જ્ઞાન. નિશ્રિતનો અર્થ છે – પૂર્વાનુભૂત કોઈ હેતુના આધારે થનારું જ્ઞાન. જેઓ અનિશ્રતના સ્થાને અનિઃસૃતનો અને નિશ્રિતના સ્થાને નિઃસૃતનો પ્રયોગ કરે છે તેમના મત અનુસાર અનિઃસૃતનો અર્થ છે અસલરૂપે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ અને નિઃસૃતનો અર્થ છે સકલપણે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ. અસંદિગ્ધનો અર્થ છે નિશ્ચિત જ્ઞાન અને સંદિગ્ધનો અર્થ છે અનિશ્ચિતજ્ઞાન. અવગ્રહ અને ઈહાના અનિશ્ચયથી આમાં ભેદ છે. આમાં અમુક પદાર્થ છે એવો નિશ્ચય થવા છતાં તેના વિશેષ ગુણો અંગે સંદેહ રહે છે. અસંદિગ્ધ અને સંદિગ્ધના સ્થાને અનુક્ત અને ઉક્ત એવો પાઠ સ્વીકારનારા અનુક્તનો અર્થ કરે છે અભિપ્રાય માત્રથી જાણી લેવું અને ઉક્તનો અર્થ કરે છે શબ્દો દ્વારા કથનથી જાણવું. ધ્રુવનો અર્થ છે અવયંભાવી જ્ઞાન અને અધુવનો અર્થ છે કદાચિતભાવી જ્ઞાન. આ બાર ભેદોમાંથી ચાર ભેદો પ્રમેયની વિવિધતા ઉપર અવલંબિત છે અને બાકીના આઠ ભેદો પ્રમાતાના ક્ષયોપશમની વિવિધતા ઉપર આધારિત છે. ઉપર્યુક્ત ૨૮ ભેદોમાંથી પ્રત્યેકના બાર બાર ભેદો થતાં કુલ ૨૮ * ૧૨ = ૩૩૬ ભેદો થાય છે. આમ મતિજ્ઞાનના ૩૩૬ ભેદો છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. ૧. વહુવવિધfક્ષપ્રનિશ્રિતાધિધ્રુવા સેતર પામ્ તત્ત્વાર્થસૂત્ર ૧.૧૬. ૨. સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, ૧.૧૬. al Education International Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અવગ્રહ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ 1 1 ૧. સ્પર્શન ૫. સ્પર્શન ૨. રસન ૬. રસન ૩. ધ્રાણ ૪. શ્રોત્ર ૭. ઘ્રાણ ૮. શ્રોત્ર ૯. ચક્ષુ ૧૦. મન (૧) મતિજ્ઞાન ઈહા I ૧૧. સ્પર્શન ૧૨. રસન ૧૩. ઘ્રાણ ૧૪. શ્રોત્ર ૧૫. ચક્ષુ ૧૬. મન અવાય I ૧૭. સ્પર્શન ૧૮. રસન ૧૯. ધ્રાણ ૨૦. શ્રોત્ર ૨૧. ચક્ષુ ૨૨. મન જૈન ધર્મ-દર્શન ધારણા T ૨૩. સ્પર્શન ૨૪. રસન ૨૫. ધ્રાણ ૨૬. શ્રોત્ર ૨૭. ચક્ષુ ૨૮. મન Page #203 -------------------------------------------------------------------------- ________________ બહુગ્રાહી જ્ઞાનમીમાંસા અલ્પ બહુવિધ અલ્પવિધ ક્ષિપ્ર અલિપ્ત અનિશ્રિત નિશ્રિત અસંદિગ્ધ સંદિગ્ધ તુવ અધ્રુવ ગ્રાહી ગ્રાહી ગ્રાહી ગ્રાહી ગ્રાહી ગ્રાહી ગ્રાહી ગ્રાહી રાહી ગ્રાહી ગ્રાહી ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ " " " . " " " " , " " " " , " " " " " " " " " " " સ્પર્શન વ્યંજનાવગ્રહ રસન વ્યંજનાવગ્રહ ઘાણ વ્યંજનાવગ્રહ શ્રોત્ર વ્યંજનાવગ્રહ સ્પર્શન અર્થાવગ્રહ રસન અર્થાવગ્રહ પ્રાણ અર્થાવગ્રહ શ્રોત્ર અર્થાવગ્રહ ચક્ષુ અર્થાવગ્રહ મન અર્થાવગ્રહ સ્પર્શન ઈહા રસન ઈહા પ્રાણ ઈહા ૧૭૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ) ૩ " ૪ " ૫ " ૬ " ૭ " ૮ " ૯ ૧૦ ૧૧ ૧૨ " " ) ૧ ૦ શ્રોત્ર ઈડા ચક્ષુ ઈહા મન ઈહા સ્પર્શન અવાય " " " " " " " રસન અવાય દ્માણ અવાય. શ્રોત્ર અવાય ચક્ષુ અવાય મન અવાય ધારણા રસન ધારણા પ્રાણ ધારણા શ્રોત્ર ધારણા ચક્ષુ ધારણા મૂન ધારણા ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ જૈન ધર્મ-દર્શન =૩૩૬ =૩૩૬ Page #205 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૮૧ શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનનો અર્થ છે તે જ્ઞાન જે કૃતનિબદ્ધ અર્થાત્ શાસ્ત્રનિબદ્ધ છે. આપ્ત પુરુષે ઉપદેશેલાં આગમો કે અન્ય શાસ્ત્રોમાંથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તેના બે ભેદ છે – અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ. અંગબાહ્ય શ્રુતજ્ઞાનના અનેક પ્રકારો છે. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના બાર ભેદ છે.' શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તેનો અર્થ શું? શ્રુતજ્ઞાન થવા માટે શબ્દશ્રવણ આવશ્યક છે, કેમ કે શાસ્ત્ર વચનાત્મક છે. શબ્દશ્રવણ મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે, કેમ કે તે શ્રોત્રનો વિષય છે. જ્યારે શબ્દ સંભળાય છે ત્યારે તેના અર્થનું સ્મરણ થાય છે. શબ્દશ્રવણરૂપ જે વ્યાપાર છે તે મતિજ્ઞાન છે. તેના પછી ઉત્પન્ન થનારું અર્થજ્ઞાન શ્રુતજ્ઞાન છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન થયા વિના શ્રુતજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ તો શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાન તો તેનું બહિરંગ કારણ છે. મતિજ્ઞાન થવા છતાં જો શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ ન હોય તો શ્રુતજ્ઞાન થતું નથી. અન્યથા જે કોઈ શાસ્ત્રવચન સાંભળે તે બધાંને શ્રુતજ્ઞાન થઈ જાય. અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન તેને કહે છે જે સાક્ષાત તીર્થંકરે પ્રકાશેલું – ઉપદેશેલું છે અને જેને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યું છે. આયુ, બળ, બુદ્ધિ આદિને નબળા પડતાં જોઈને ઉત્તરકાળે થયેલા આચાર્યોએ સર્વસાધારણ જનોના કલ્યાણ માટે અંગપ્રવિષ્ટ ગ્રન્થોના આધારે જુદા જુદા વિષયો ઉપર ગ્રન્થો લખ્યા. આ ગ્રન્થો અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. તાત્પર્ય એ કે જે ગ્રન્થોના રચનારા ગણધરો પોતે જ છે તે અંગપ્રવિષ્ટ ગ્રન્થો અને જે ગ્રન્થોના રચનારા તે જ પરંપરાના અન્ય આચાર્યો છે તે અંગબાહ્ય ગ્રન્થો. અંગબાહ્ય ગ્રન્થો કાલિક, ઉત્કાલિક આદિ અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટના બાર ભેદ છે. તે બાર અંગો કહેવાય છે. તેમનાં નામ અમે ગણાવી ગયા છીએ. શ્રત વસ્તુતઃ જ્ઞાનાત્મક છે પરંતુ ઉપચારથી શાસ્ત્રોને પણ શ્રુત કહે છે, કેમ કે શાસ્ત્રો જ્ઞાનોત્પત્તિનાં સાધન છે. શ્રુતજ્ઞાનના આ જે ભેદો કરવામાં આવ્યા છે તે તો સામાન્ય સમજણ માટે છે. આવશ્યકનિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેટલા અક્ષર છે અને તેમના જેટલા વિવિધ સંયોગો છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદો છે. તેથી શ્રુતજ્ઞાનના બધા જ ભેદોને ગણાવવા શક્ય નથી. શ્રુતજ્ઞાનના ચૌદ મુખ્ય પ્રકાર છે – અક્ષર, સંજ્ઞી, સમ્યફ, ૧. શ્રુતં મતપૂર્વ દિશમેન્ તત્ત્વાર્થસૂત્ર ૧.૨૦. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન ધર્મ-દર્શન સાદિક, સંપર્યવસિત, ગમિક અને અંગપ્રવિષ્ટ એ સાત અને અનક્ષર, અસંજ્ઞી, મિથ્યા, અનાદિક, અપર્યવસિત, અગમિક અને અંગબાહ્ય એ સાત તેમનાથી વિપરીત.' નદીસૂત્રમાં આ ભેદોનું સ્વરૂપ દર્શાવવામાં આવેલું છે. અક્ષરશ્રુતના ત્રણ ભેદો કરવામાં આવ્યા છે – સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. વર્ણનો આકાર સંજ્ઞાક્ષર છે. વર્ણનો ધ્વનિ વ્યંજનાક્ષર છે. જે વર્ણ શીખવા સમર્થ છે તે લધ્યક્ષરધારી છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર દ્રવ્યદ્ભુત છે. લધ્યક્ષર ભાવઠુત છે. ઉધરસ ખાવી, ઊંડા શ્વાસ લેવા આદિ અનસરશ્રુત છે. સંજ્ઞીશ્રુતના પણ ત્રણ ભેદ છે – દીર્ઘકાલિકી, હેતુપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. વર્તમાન,ભૂત અને ભવિષ્ય ત્રિકાલવિષયક વિચાર દીર્ધકાલિકી સંજ્ઞા છે. કેવલ વર્તમાનની દૃષ્ટિએ હિતાહિતનો વિચાર કરવો એ હેતૂપદેશિકી સંજ્ઞા છે. સમ્યકશ્રુતના જ્ઞાનના કારણે હિતાહિતનો બોધ થવો એ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. જે આ સંજ્ઞાઓને ધારણ કરે છે તે સંજ્ઞી કહેવાય છે. જે આ સંજ્ઞાઓને ધારણ નથી કરતો તે અસંજ્ઞી કહેવાય છે. અસંજ્ઞી ત્રણ જાતના હોય છે. જેઓ સમનસ્ક હોવા છતાં વિચારી શકતા નથી તે પ્રથમ કોટિના અસંજ્ઞી છે. જે અમનસ્ક હોવાના કારણે વિચારી નથી શકતા તે બીજી કોટિના અસંશી છે. અમનસ્કનો અર્થ મનરહિત નથી પરંતુ અત્યન્ત કનિષ્ઠ મનવાળો છે.જે મિથ્યાશ્રુતમાં વિશ્વાસ કરે છે તે ત્રીજી કોટિનો અસંજ્ઞી છે. સાદિક શ્રુત તે છે જેને આદિ છે. જે શ્રતને કોઈ આદિ નથી તે અનાદિક શ્રત છે. દ્રવ્યદૃષ્ટિએ શ્રુત અનાદિક છે અને પર્યાયદષ્ટિએ શ્રુત સાદિક છે. સપર્યવસિત શ્રુત તે છે જેનો અત્ત થાય છે. જેનો કદી અત્ત થતો નથી તે શ્રુત અપર્યવસિત છે. અહીં પણ દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિનો ઉપયોગ કરી સમજવું જોઈએ. ગામિક મૃત તેને કહે છે જેના સંદેશ પાઠ ઉપલબ્ધ છે. અગમિક શ્રુત અસદશાક્ષરાલાપક હોય છે. અંગપ્રવિષ્ટ શ્રુત અને અંગબાહ્ય શ્રુત વિશે અમે આ પહેલાં જ લખી દીધું છે. શ્રુતજ્ઞાનનો મુખ્ય આધાર શબ્દ છે. હસ્તસંકેત આદિ અન્ય સાધનોથી પણ શ્રુતજ્ઞાન થાય છે. પરંતુ એ સાધનો શબ્દનું જ કાર્ય કરે છે. અન્ય શબ્દોની જેમ તેમનું સ્પષ્ટ ઉચ્ચારણ કાને પડતું નથી. મૌન ઉચ્ચારણથી જ તેઓ પોતાનું કાર્ય કરે છે. શ્રુતજ્ઞાન જ્યારે એટલું અભ્યસ્ત થઈ જાય કે તેના માટે સંકેતસ્મરણની આવશ્યકતા જ ન રહે ત્યારે તે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનની અંદર જ સમાવિષ્ટ થઈ જાય છે. શ્રુતજ્ઞાન માટે ચિન્તન અને સંકેતસ્મરણ અત્યંત આવશ્યક છે. અભ્યાસદશામાં એવું ન હોતાં ૧. આવશ્યકનિયુક્તિ, ૧૭-૧૯. ૨. નન્દીસૂત્ર, ૩૮. ૩. એજન, ૩૯-૪૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૮૩ તે જ્ઞાન શ્રુતજ્ઞાનની કોટિની બહાર નીકળી મતિજ્ઞાનની કોટિમાં આવી જાય છે. મતિ અને શ્રુત જૈન દર્શનની માન્યતા અનુસાર પ્રત્યેક જીવમાં ઓછામાં ઓછા બે જ્ઞાનો મતિ અને શ્રુત અવશ્ય હોય છે. કેવલજ્ઞાન સમયે આ બે જ્ઞાનોની સ્થિતિ અંગે મતભેદ છે. કેટલાક તે સમયે પણ મતિ અને શ્રુતની સત્તા માને છે અને કહે છે કે કેવલજ્ઞાનના મહાપ્રકાશ આગળ તેમનો અલ્પ પ્રકાશ દબાઈ જાય છે. સૂર્યનો પ્રચંડ પ્રકાશ હોતાં ચન્દ્ર, તારા આદિનો પ્રકાશ નહિવત માલૂમ પડે છે. કેટલાક આ વાત માનતા નથી. તેમના મતે કેવલજ્ઞાન એકલું જ હોય છે. મતિ, શ્રત આદિ જ્ઞાનો ક્ષાયોપથમિક છે. જ્યારે જ્ઞાનાવરણકર્મનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે ત્યારે ક્ષાયોપથમિક જ્ઞાન રહી શકતું નથી. આ મત જૈન દર્શનની પરંપરાને અનુકૂલ છે. કેવલજ્ઞાનનો અર્થ જ છે એકલું જ્ઞાન. તે અસહાય જ થાય છે. તેને કોઈની સહાયતાની અપેક્ષા નથી. મતિ અને શ્રુતના પારસ્પરિક સમ્બન્ધના અંગે ઉમાસ્વાતિનો મત છે કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે, જ્યારે મતિજ્ઞાન માટે એ જરૂરી નથી કે તે શ્રુતપૂર્વક જ થાય. નન્દીસૂત્રનો મત છે કે જ્યાં આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન) છે ત્યાં શ્રુતજ્ઞાન પણ છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. સર્વાર્થસિદ્ધિ અને તત્ત્વાર્થરાજવાર્તિકમાં પણ આ મતનું સમર્થન છે. અહીં પ્રશ્ન એ છે કે શું આ બન્ને મતો પરસ્પર વિરોધી છે ? એક મત અનુસાર શ્રુતજ્ઞાન માટે મતિજ્ઞાન આવશ્યક છે જ્યારે મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. બીજો મત કહે છે કે મતિ અને શ્રુત બન્ને સહચારી છે. એકના અભાવમાં બીજું રહી શકતું નથી. જ્યાં મતિજ્ઞાન હશે ત્યાં શ્રુતજ્ઞાન અવશ્ય હશે અને જ્યાં શ્રુતજ્ઞાન હશે ત્યા મતિજ્ઞાન અવશ્ય હશે. અમે તો સમજીએ છીએ કે આ બન્ને મતો પરસ્પર વિરોધી નથી. ઉમાસ્વાતિ જ્યારે કહે છે કે શ્રુતની પહેલાં મતિ આવશ્યક છે તો એનો અર્થ કેવળ એટલો જ છે કે જ્યારે કોઈ વિશેષ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તદ્વિષયક મતિજ્ઞાનપૂર્વક જ ઉત્પન્ન થાય છે. પહેલાં શબ્દ સંભળાય છે અર્થાત શ્રાવણપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે અને પછી તેનું શ્રુતજ્ઞાન (અર્થજ્ઞાન) થાય છે. મતિજ્ઞાન માટે એ આવશ્યક નથી કે તેના પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ત્યાર પછી મતિજ્ઞાન થાય, કેમ કે १. श्रुतज्ञानस्य मतिज्ञानेन नियत: सहभावः तत्पूर्वकत्वात् । यस्य श्रुतज्ञानं तस्य नियतं મતિજ્ઞાન, યસ્થ તુ મતિજ્ઞાનં તસ્ય શ્રુતજ્ઞાનું થાત્ વા ન જોતિ ! તત્ત્વાર્થભાષ્ય ૧.૩૧. ૨. નન્દીસૂત્ર, ૨૪ ૩. સર્વાર્થસિદ્ધિ, ૧.૩૦; તત્ત્વાર્થરાજવાર્તિક ૧.૩૦.૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જેને ધર્મ-દર્શન મતિજ્ઞાન પહેલાં થાય છે અને શ્રુતજ્ઞાન પછી. એ પણ જરૂરી નથી કે જે વિષયનું મતિજ્ઞાન થાય તે વિષયનું પછી શ્રુતજ્ઞાન થવું જ જોઈએ. આવી પરિસ્થિતિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને સહચારી કેવી રીતે હોઈ શકે ? નન્દીસૂત્રમાં જે સહચારિત્વ છે તે કોઈ વિશેષ જ્ઞાનની અપેક્ષાએ નથી. તે તો એક સામાન્ય સિદ્ધાન્ત છે. સામાન્ય રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સહચારી છે કેમ કે પ્રત્યેક જીવમાં આ બન્ને જ્ઞાનો સાથે રહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિનાનો કોઈ જીવ (સંસારી જીવ) નથી. એકેન્દ્રિયથી લઈને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી દરેક જીવમાં ઓછામાં ઓછા બે જ્ઞાનો હોય છે. આ દષ્ટિએ કહેવામાં આવ્યું છે કે જયાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન પણ છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ બે જ્ઞાનો જીવમાં કોઈ ને કોઈ માત્રામાં દરેક ક્ષણે રહે છે. શક્તિરૂપે તેમની સત્તા સદૈવ હોય છે. સામાન્યની દૃષ્ટિએ આ સહચારિત્વ છે, નહિ કે કોઈ વિશેષ જ્ઞાનોની દષ્ટિએ. જિનભદ્ર કહે છે કે જે જ્ઞાન ઋતાનુસારી છે, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા નિયત અર્થને સમજાવવામાં સમર્થ છે તે ભાવથુત છે. બાકી જ્ઞાન મતિ છે.' કેવળ શબ્દજ્ઞાન શ્રત નથી. જે શબ્દજ્ઞાનની પાછળ શ્રુતાનુસારી સંકેતસ્મરણ છે અને જે નિયત અર્થને સમજાવવામાં સમર્થ છે તે જ શબ્દજ્ઞાન શ્રત છે. આ સિવાયનું બાકીનું બધું શબ્દજ્ઞાન મતિજ્ઞાન છે. સામાન્ય શબ્દજ્ઞાન, જે કેવળ મતિજ્ઞાન છે તે, વધતું વધતું અર્થાત સમૃદ્ધ થતું થતું ઉપર્યુક્ત સ્તર સુધી પહોચી જાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન થઈ જાય છે. શબ્દજ્ઞાન હોવા માત્રથી જ કોઈ પણ શબ્દજ્ઞાન શ્રુતજ્ઞાન બની જતું નથી. શ્રુતજ્ઞાન માટેની જે શરતો છે તે પૂરી કરે તો જ શબ્દજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ હોવાથી શબ્દને દ્રવ્યશ્રુત કહેવાય છે. વસ્તુતઃ ભાવશ્રુત જ શ્રુત છે. તે આત્મસાપેક્ષ છે, તેથી શ્રુતાનુસારિત્વ, ઇન્દ્રિય અને મનોજન્ય વ્યાપાર અને નિયત અર્થને સમજાવવાનું સામર્થ્ય – આ બધી બાબતો હોવી જરૂરી છે. આગળ આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે કે વક્તા કે શ્રોતાનું તે જ જ્ઞાન શ્રુતજ્ઞાન છે જે શ્રુતાનુસારી છે. જે જ્ઞાન શ્રુતાનુસારી નથી તે મતિજ્ઞાન છે. જે કેવળ १. इंदियमणोनिमित्तं जं विण्णाणं सुयाणुसारेण । નિયભુત્તિસમ€ તે ભાવતુર્થ મ ય | વિશેષાવશ્યકભાષ્ય, 100. ૨.. મળો સુગો વસુયં તં નમદ સુયાનુસાર વિU[| ઢોટું પિ મુવાદ્ય = વિUM તયં યુદ્ધ એજન, ૧૨૧. Page #209 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૮૫ શબ્દસંસર્ગથી જ જ્ઞાન શ્રુતજ્ઞાન બની જતું નથી. અન્યથા ઈહા, અવાય આદિ પણ શ્રુત બની જાય કેમ કે તેઓ શબ્દસંસર્ગ વિના ઉત્પન્ન થતાં નથી. મનમાં “આ શબ્દ સ્ત્રીનો છે કે પુરુષનો આવો વિકલ્પ અન્તર્જલ્પ વિના થઈ શકતો નથી. આ અન્તર્કલ્પ શબ્દસંસર્ગ છે. શબ્દસંસર્ગ હોવા સાથે જ્યાં શ્રુતાનુસારિત્વ પણ હોય તે જ્ઞાન શ્રુત છે. શ્રુતાનુસારીનો અર્થ છે – શબ્દ અને શાસ્ત્રના અર્થની પરંપરાનું અનુસરણ કરનાર. અવધિજ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ કેવલજ્ઞાન છે. કર્મના આવરણની તરતમતાના કારણે આ જ્ઞાન વિવિધરૂપે પ્રકટ થાય છે. મતિ અને શ્રુત ઇન્દ્રિય તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તેથી તે આત્માની દૃષ્ટિએ પરોક્ષ છે. અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન સીધેસીધાં આત્માથી થાય છે, તેથી તેમને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે અને અવધિ તથા મન:પર્યાય વિકલ પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન આત્માથી સીધાં ઉત્પન્ન થાય છે એટલે પ્રત્યક્ષ છે પરંતુ અપૂર્ણ છે એટલે વિકલ છે. અવધિનો અર્થ છે “સીમા” અથવા “જે સીમિત છે તે”. અવધિજ્ઞાનની સીમા કઈ છે ? અવધિનો વિષય કેવળ રૂપી પદાર્થ છે. જે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શયુક્ત છે તે જ અવધિનો વિષય છે. તેનાથી આગળ અરૂપી પદાર્થોમાં અવધિની પ્રવૃત્તિ થઈ શકતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો છ દ્રવ્યોમાંથી કેવળ એક જ દ્રવ્ય અવધિનો વિષય બની શકે છે. અને તે દ્રવ્ય છે પુદ્ગલ, કેમ કે પુદ્ગલ જ રૂપી છે. અન્ય પાંચ દ્રવ્યો તેનો વિષય નથી કેમ કે તે દ્રવ્યો રૂપી નથી, અરૂપી છે. અવધિજ્ઞાનના અધિકારી બે પ્રકારના હોય છે – ભવપ્રત્યયી અને ગુણપ્રત્યયી. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ અને નારકને હોય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી મનુષ્ય અને તિર્યંચ હોય છે. ભવપ્રત્યયનો અર્થ છે જન્મથી જ પ્રાપ્ત થનાર. જે અવધિજ્ઞાન જન્મની સાથે જ પ્રગટ થાય છે તે ભવપ્રત્યય છે. દેવ અને નારકને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના માટે તેમને વ્રત, નિયમ આદિનું પાલન કરવું પડતું નથી. તેમનો ભવ જ એવો છે કે ત્યાં પેદા થતાં જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને અન્ય પ્રાણીઓ માટે આવો નિયમ નથી. મતિ અને શ્રુતજ્ઞાન તો તેમને જન્મની સાથે થાય છે પરંતુ અવધિ જ્ઞાન માટે એવું નથી. વ્યક્તિના પ્રયત્નથી ૧. રૂપિષ્યવધે તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૮ ૨. સ્થાનાંગસૂત્ર, ૭૧; નન્દીસૂત્ર, ૭-૮; તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૨-૨૩. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન ધર્મ-દર્શન કર્મોનો ક્ષયોપશમ થાય તો જ અધિજ્ઞાન પેદા થાય છે. દેવ અને નારકની જેમ મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી, પરંતુ વ્રત, નિયમ આદિ ગુણોના પાલનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને ગુણપ્રત્યય અથવા ક્ષાયોપશમિક અધિજ્ઞાન કહે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે જયારે એ નિયમ છે કે અવધિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જ અવધિજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે એ કેવી રીતે કહી શકાય કે દેવ અને નારક જન્મથી જ અવધિજ્ઞાની હોય છે ? તેનો ઉત્તર એ છે કે તેમને માટે પણ ક્ષયોપશમ જરૂરી તો છે જ પરંતુ તેમનામાં અને અન્યમાં અન્તર એટલું જ છે કે તેમનામાં ક્ષયોપશમ ભવજન્ય હોય છે અર્થાત્ તે જાતિમાં જન્મ લેતાં જ અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થઈ જાય છે જ્યારે મનુષ્ય અને તિર્યંચને તો અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ કરવા માટે વ્રતાદિનું પાલન કરવું પડે છે. દેવ અને નારક જાતિ જ એવી છે કે તે જાતિના કારણે જ આ કાર્યવિશેષ પ્રયત્ન કર્યા વિના પૂર્ણ થઈ જાય છે. મનુષ્ય અને તિર્યંચ જાતિની બાબતમાં એવું નથી. તે જાતિઓમાં જન્મ લેનાર જીવને તો અવધિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્રત, નિયમ આદિનું વિશેષપણે પાલન કરવું પડે છે. વ્રત આદિના પાલનના કારણે અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે. અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ તો અવધિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌને જરૂરી છે. અન્તર સાધનમાં છે. દેવ અને નાક માટે ભવ (જન્મ યા જાતિ) ક્ષયોપશમનું સાધન છે જ્યારે મનુષ્ય અને તિર્યંચ માટે વ્રત-નિયમ આદિનું પાલન ક્ષયોપશમનું સાધન છે. જે જીવો કેવળ જન્મ માત્રથી ક્ષયોપશમ પામે છે તેમનું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જે જીવોને ક્ષયોપશમ કરવા માટે વ્રતાદિના પાલનરૂપ વિશેષ પ્રયત્ન કરવો પડે છે તેમનું અવધિજ્ઞાન ગુણપ્રત્યય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે — અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત.૧ જે અવધિજ્ઞાન તેની ધારક વ્યક્તિ એક સ્થાન છોડી બીજા સ્થાને જાય તો પણ નાશ ન પામે પરંતુ તે વ્યક્તિની સાથે સાથે જાય તે અનુગામી અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું હોય તે સ્થાનનો ત્યાગ તેની ધારક વ્યક્તિ કરે અને જો તે અવિધજ્ઞાન નાશ પામી જાય તો તે અવધિજ્ઞાન અનનુગામી છે. જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયથી ક્રમશઃ વધતું જાય તે અવધિજ્ઞાન વર્ધમાન ૧. અનુયનનુ મિવર્ધમાનદીયમાનાવસ્થિતાનવસ્થિત મેવાત્ પવિધઃ । તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૨૨.૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા છે. આ વૃદ્ધિ ક્ષેત્ર, શુદ્ધિ આદિમાંથી કોઈ પણ દૃષ્ટિએ હોઈ શકે છે. જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયથી જ પરિણામોની વિશુદ્ધિ ઓછી થવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે. જે અવધિજ્ઞાન ન તો વધે છે કે ન તો ઘટે છે પરંતુ જેવું ઉત્પન્ન થયું તેવું ને તેવું જ રહે છે અને જન્માન્તરના સમયે અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં નાશ પામે છે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. ૧૮૭ જે અવધિજ્ઞાન ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક પ્રગટ થાય છે અને ક્યારેક તિરોહિત થાય છે તે અનવસ્થિત અવધિજ્ઞાન કહેવાય છે. ▪▪▪▪▪ અવધિજ્ઞાનના ઉપર જણાવેલા છ ભેદો સ્વામીના ગુણની દૃષ્ટિએ છે. તે ઉપરાંત ક્ષેત્ર આદિની દૃષ્ટિએ ત્રણ ભેદો બીજા થાય છે - દેશાવિધ, પરમાધિ અને સર્વાધિ.૧ દેશાવિધ અને પરમાધિના વળી ત્રણ ત્રણ પેટાભેદો થાય છે ઉત્કૃષ્ટ અને અજધન્યોત્કૃષ્ટ. સર્વાધિ એક જ પ્રકારનું હોય છે. જધન્ય, જઘન્ય દેશાવધિનું ક્ષેત્ર ઉત્સેધાંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ દેશાવિધનું ક્ષેત્ર સંપૂર્ણ લોક છે. અજધન્યોત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર આ બન્નેની વચ્ચેનું છે જે અસંખ્યાત પ્રકારનું છે. જધન્ય પરમાધિનું ક્ષેત્ર એક પ્રદેશાધિક લોક છે. ઉત્કૃષ્ટ પરમાધિનું ક્ષેત્ર અસંખ્યાત લોકપ્રમાણ છે. અજધન્યોત્કૃષ્ટ પ૨માવધિનું ક્ષેત્ર આ બન્નેની વચ્ચેનું છે. સર્વાધિનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરમાવધિના ક્ષેત્રની બહાર અસંખ્યાત ક્ષેત્રપ્રમાણ છે. લોકથી અધિક ક્ષેત્ર હોઈ શકતું નથી કેમ કે લોકની બહાર કોઈ પદાર્થ નથી જેને અવધિજ્ઞાની જાણી શકે. તેથી જ્યાં લોકથી અધિક ક્ષેત્રનો નિર્દેશ છે ત્યાં ઉત્તરોત્તર તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની સૂક્ષ્મતા સમજવી જોઈએ. જેમ ક્ષેત્રની દૃષ્ટિએ વિભિન્ન પ્રકાર છે તેમ કાલની દૃષ્ટિએ પણ અનેક ભેદો થઈ શકે છે. એ બધાનું વર્ણન કરવું અહીં જરૂરી નથી. આવશ્યકનિર્યુક્તિમાં ક્ષેત્ર, સંસ્થાન, અવસ્થિત, તીવ્ર, મન્દ આદિ ચૌદ દષ્ટિએ ૧. પુનરેવધેસ્ત્રયો મેવા: રેશાવધિ: પરમાધિ: સર્વાધિક્રેતિ । એજન, ૧.૨૨.૫. ૨. અંગુલ એક પ્રકારનું ક્ષેત્રનું માપ છે. તેના ત્રણ ભેદો છે — ઉત્સેધાંગુલ,પ્રમાણાંગુલ અને આત્માંગુલ. ભિન્ન ભિન્ન પદાર્થોના માપ માટે ભિન્ન ભિન્ન અંગુલ નિશ્ચિત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન અવધિજ્ઞાનનું લાંબુ વર્ણન છે. વિશેષાવશ્યકભાષ્યમાં સાત પ્રકારના નિક્ષેપો દ્વારા અવધિજ્ઞાનને સમજવાનું કહ્યું છે. આ સાત નિક્ષેપો છે ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ. નામ, સ્થાપના, દ્રવ્ય, મન:પર્યાયજ્ઞાન ૧૮૮ ૨. મનુષ્યોનાં મનના ચિન્તિત અર્થને પ્રકટ કરનારું જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે. તે મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે, ગુણના કારણે ઉત્પન્ન થાય છે અને ચારિત્રસંપન્ન વ્યક્તિ જ તેના અધિકારી છે. મનઃપર્યાયજ્ઞાનની આ વ્યાખ્યા આવશ્યકનિર્યુક્તિકારે કરી છે. મન એક જાતનું પૌદ્ગલિક દ્રવ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષયનો વિચાર કરે છે ત્યારે તેનું મન વિવિધ પર્યાયોમાં પરિવર્તન પામે છે. તેનું મન તે તે પર્યાયમાં પરિણત થાય છે. મનઃપર્યાયજ્ઞાની તે પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. આ સાક્ષાત્કારના આધારે તે જાણી શકે છે કે તે વ્યક્તિ તે સમયે અમુક વાત વિચારી રહી છે. અનુમાનથી કલ્પનાથી કોઈના અંગે એ વિચારવું કે ‘અમુક વ્યક્તિ અમુક વિચાર કરી રહી છે’ મન:પર્યાયજ્ઞાન નથી. મનના પરિણમનનું (પર્યાયોનું) આત્મા દ્વારા સાક્ષાત્ પ્રત્યક્ષ કરીને મનુષ્યના ચિન્તિત અર્થને જાણી લેવો એ મનઃપર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન આત્મપૂર્વક થાય છે, મનઃપૂર્વક થતું નથી. મન તો વિષય માત્ર હોય છે. જ્ઞાતા સાક્ષાત્ આત્મા છે. મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ જ્ઞાન વિશુદ્ધતર હોય છે કેમ કે વિપુલમતિ ઋજુમતિની અપેક્ષાએ મનના સૂક્ષ્મતર પરિણામોને પણ જાણી શકે છે. બીજું અંતર એ છે કે ઋજુમતિ પ્રતિપાતી છે અર્થાત્ ઉત્પન્ન થયા પછી ચાલ્યું પણ જાય છે પરંતુ વિપુલમતિ નાશ પામી શકતું નથી. વિપુલમતિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. મન:પર્યાયજ્ઞાન અંગે બે પરંપરાઓ ચાલી મનઃપર્યાયજ્ઞાની ચિન્તિત અર્થનું પ્રત્યક્ષ કરી લે આવે છે. એક પરંપરા માને છે કે છે. બીજી પરંપરા તેનાથી ઊલટું ૫ ૧. આવશ્યકનિર્યુક્તિ, ૨૬-૨૮ २. मणपज्जवणाणं पुण जणमणपरिचितियत्थपागडणं । માનુસàત્તનિવનું મુળપષ્પડ્યું પત્તિવો ॥ આવશ્યકનિર્યુક્તિ, ૭૬ ૩. ૠખુવિપુલમતી મન:પર્યાયઃ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૪. ૪. એજન, ૧.૨૫ ૫. સર્વાર્થસિદ્ધિ, ૧.૯ ; તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૨૬. ૬-૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૮૯ એવું માને છે કે મન:પર્યાયજ્ઞાની મનની વિવિધ અવસ્થાઓનું (પર્યાયોનું) તો પ્રત્યક્ષ કરે છે પરંતુ તે અવસ્થાઓમાં જે અર્થ રહેલો છે તેને અનુમાન દ્વારા જાણે છે. બીજા શબ્દોમાં, એક પરંપરા અર્થનું જ પ્રત્યક્ષ માને છે જ્યારે બીજી પરંપરા મનના પર્યાયોનું પ્રત્યક્ષ તો માને છે પરંતુ અર્થનું તો અનુમાન જ માને છે. મનની વિવિધ પરિણતિઓને મનઃપર્યાયજ્ઞાની પ્રત્યક્ષ દ્વારા જાણે છે અને તે પરિણતિઓના આધારે તે અર્થનું અનુમાન કરે છે જે અર્થના કારણે મનનું તે તે રૂપમાં પરિણમન થયું હોય. આ વાતને વધુ સ્પષ્ટ કરીએ. પહેલી પરંપરા મન દ્વારા ચિત્તવવામાં આવતા અર્થના જ્ઞાન માટે મનના પર્યાયોને માધ્યમ ન માની સીધું જ તે અર્થનું પ્રત્યક્ષ માની લે છે. મનના પર્યાય અને અર્થના પર્યાયમાં લિંગ અને લિંગીનો સંબંધ તે પરંપરા માનતી નથી. મન કેવળ એક સહાયક છે. જેમ કોઈ કહે કે “જુઓ, વાદળોમાં ચન્દ્રમાં છે તો એનો અર્થ એ નથી કે ચન્દ્રમાં ખરેખર વાદળોમાં છે. એ તો દષ્ટિને દોરનાર એક સહાયક માત્ર છે. તેવી જ રીતે મન યા તેના પર્યાયો અર્થને જાણવા માટે એક સહાયકરૂપ જ છે. વાસ્તવમાં પ્રત્યક્ષ તો અર્થનું જ થાય છે. તેના માટે મનની કે તેના પર્યાયોની સહાયતાની આવશ્યકતા અવશ્ય રહે છે. બીજી પરંપરા આ માનવા તૈયાર નથી. તે પરંપરા અનુસાર મનના પર્યાયોનું જ્ઞાન મુખ્ય છે અને અર્થનું જ્ઞાન તે જ્ઞાન પછીની વસ્તુ છે. મનના પર્યાયોના જ્ઞાન દ્વારા પછીથી અર્થનું જ્ઞાન થાય છે, સાક્ષાત અર્થનું જ્ઞાન થતું નથી. મન:પર્યાયજ્ઞાનનો અર્થ જ એ છે કે મનના પર્યાયોનું જ્ઞાન ઉપર જણાવેલી બે પરંપરાઓમાં બીજી પરંપરા તર્કસંગત જણાય છે. મન:પર્યાયજ્ઞાન દ્વારા સાક્ષાત્ અર્થનું જ્ઞાન સંભવતું નથી, કેમ કે તેનો વિષય રૂપી દ્રવ્યનો અનન્સમો ભાગ છે. જો મન:પર્યાયજ્ઞાન મનના સંપૂર્ણ વિષયોનું સાક્ષાત્ જ્ઞાન કરી લેતું હોય તો અરૂપી દ્રવ્યો પણ તેનો વિષય બની જાય, કેમ કે મન તો અરૂપી દ્રવ્યોનો પણ વિચાર કરી શકે છે. એવું બને એ ઈષ્ટ નથી. મન:પર્યાયજ્ઞાન મૂર્ત(રૂપી) દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરે છે અને તે પણ અવધિજ્ઞાન જેટલાનો નહિ. અવધિજ્ઞાન બધી જાતના પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે પરંતુ મન:પર્યાયજ્ઞાન તેમના અનન્તમા ભાગ અર્થાતુ મનરૂપે પરિણમેલા યુગલોને માનુષોત્તર ક્ષેત્રમાં જ ગ્રહણ કરે છે. મનના પર્યાયોનો સાક્ષાત્કાર થયા પછી મનચિત્તિત અર્થનું જ્ઞાન અનુમાન દ્વારા થઈ શકે છે. એવું હોવાથી મન દ્વારા ચિંતવવામાં આવતાં રૂપી, અરૂપી બધાં દ્રવ્યોનું જ્ઞાન થઈ શકે છે. ૧. વિશેષાવશ્યકભાષ્ય, ૮૧૪ ૨. તત્તમાને મન:પર્યાયણ્યા તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૯. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અવિધ અને મનઃપર્યાય અવધિ અને મનઃપર્યાય બન્ને જ્ઞાનો રૂપી દ્રવ્યો સુધી સીમિત છે તથા અપૂર્ણ અર્થાત્ વિકલ પ્રત્યક્ષો છે. આટલું હોવા છતાં પણ બન્નેમાં અન્તર છે. આ અન્તર ચાર દૃષ્ટિએ છે વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય.' મનઃપર્યાયજ્ઞાન પોતાના વિષયને અવધિજ્ઞાનની અપેક્ષાએ વિશદરૂપે જાણે છે. તેથી તે અવધિજ્ઞાનથી વધુ વિશુદ્ધ છે. આ વિશુદ્ધિ વિષયની ન્યૂનાધિકતા પર નહિ પરંતુ વિષયની સૂક્ષ્મતા પર અવલંબિત છે. અધિક સંખ્યામાં વિષયોનું જ્ઞાન હોવું એટલું મહત્ત્વનું નથી જેટલું વિષયની સૂક્ષ્મતાઓનું જ્ઞાન હોવું મહત્ત્વનું છે. મનઃપર્યાયજ્ઞાન રૂપી દ્રવ્યના સૂક્ષ્મ અંશને જાણે છે. અવધિજ્ઞાન એટલી સૂક્ષ્મતાનું ગ્રહણ કરી શકતું નથી. અવિધજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને સમસ્ત લોક છે. મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર મનુષ્યલોક છે (માનુષોત્તર પર્વત પર્યન્તનું ક્ષેત્ર છે). અવધિજ્ઞાનનો સ્વામી દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ કોઈ પણ ગતિનો જીવ હોઈ શકે છે. મન:પર્યાયજ્ઞાનનો સ્વામી કેવળ ચારિત્રસમ્પન્ન મનુષ્ય જ હોઈ શકે છે. અવધિજ્ઞાનનો વિષય બધા રૂપી દ્રવ્યો છે (પરંતુ તેમના બધા પર્યાયો નહિ). મન:પર્યાયજ્ઞાનનો વિષય કેવળ મન છે જે રૂપી દ્રવ્યનો અનન્તમો ભાગ છે. જૈન ધર્મ-દર્શન ઉપરના વિવેચનને જોવાથી જણાય છે કે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં કોઈ એવું અન્તર નથી કે જેના આધારે બન્ને જ્ઞાનો સ્વતન્ત્ર સિદ્ધ થઈ શકે. બન્નેમાં એક જ જ્ઞાનની બે ભૂમિકાઓથી અધિક અન્તર નથી. એક જ્ઞાન ઓછું વિશુદ્ધ છે, બીજું વધારે વિશુદ્ધ છે. બન્નેના વિષયોમાં પણ સમાનતા છે. ક્ષેત્ર અને સ્વામીની દૃષ્ટિએ પણ સીમાની ન્યૂનાધિકતા છે. કોઈ એવું મૌલિક અન્તર નથી દેખાતું જેના કારણે બન્નેને સ્વતન્ત્ર જ્ઞાનો કહી શકાય. બન્ને જ્ઞાનો આંશિક આત્મપ્રત્યક્ષની કોટિમાં છે. મતિ અને શ્રુતજ્ઞાનની બાબતમાં પણ આ જ વસ્તુ કહી શકાય. કેવલજ્ઞાન ર આ જ્ઞાન વિશુદ્ધતમ છે. મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મોના ક્ષયથી કૈવલ્ય પ્રકટે છે. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યાય આ ચાર જ્ઞાનો ક્ષાયોપશમિક છે. કૈવલજ્ઞાન શ્રાયિક છે. કેવલજ્ઞાનના ચાર પ્રતિબન્ધક કર્મો છે મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય. જો કે આ ચાર કર્મોના ક્ષયથી ૧. વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષયેમ્ટોઽવધિમન:પર્યાયયોઃ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૬. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૧૦.૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૯૧ ચાર ભિન્ન ભિન્ન શક્તિઓ પ્રકટ થાય છે પરંતુ તે બધીમાં કેવલજ્ઞાન મુખ્ય છે, તેથી ઉપર્યુક્ત વાક્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ મોહનો ક્ષય થાય છે. ત્યાર પછી અન્તર્મુહૂર્ત પછી જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય એ ત્રણ કર્મોનો ક્ષય થાય છે. એટલે પછી કેવલજ્ઞાન પ્રકટે છે અને તેની સાથે સાથે જ કેવલદર્શન આદિ ત્રણ અન્ય શક્તિઓ પણ આવિર્ભાવ પામે છે. કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે. કોઈ પણ વસ્તુ એવી નથી જેને કેવલજ્ઞાની ન જાણતા હોય. કોઈ પણ પર્યાય એવો નથી કે કેવલજ્ઞાનનો વિષય ન હોય. જેટલાં પણ દ્રવ્યો છે અને તે બધાં દ્રવ્યોના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પણ પર્યાયો છે તે બધાં જ કેવલજ્ઞાનના વિષય છે. આત્માની જ્ઞાનશક્તિનો પૂર્ણ વિકાસ યા આવિર્ભાવ કેવલજ્ઞાન છે. આ જ્ઞાન પ્રકટ થતાં જ જેટલાં નાનાં-મોટાં ક્ષાયોપથમિક જ્ઞાનો હોય છે તે બધાં જ સમાપ્ત થઈ જાય છે. મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાનો આત્માના અપૂર્ણ વિકાસના દ્યોતક છે. જ્યારે આત્માનો પૂર્ણ વિકાસ થઈ જાય છે ત્યારે તે બધાં ક્ષાયોપશમિક જ્ઞાનોની સ્વતઃ સમાપ્તિ થઈ જાય છે. પૂર્ણતાની સાથે અપૂર્ણતા રહી શકતી નથી. બીજા શબ્દોમાં પૂર્ણતાના અભાવનું નામ જ અપૂર્ણતા છે. પૂર્ણતાનો સભાવ અપૂર્ણતાના અસદ્દભાવનો દ્યોતક છે. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે– સંપૂર્ણ છે, તેથી તેની સાથે મતિ વગેરે અપૂર્ણ જ્ઞાનો નથી રહી શકતાં. જૈન દર્શનની કેવલજ્ઞાન અંગેની માન્યતા વ્યક્તિના જ્ઞાનવિકાસનું અંતિમ સોપાન છે. કેવલજ્ઞાનીને સર્વજ્ઞ પણ કહે છે. સર્વજ્ઞનો શાબ્દિક અર્થ છે બધું જ જાણનારો. જેનું જ્ઞાન અમુક પદાર્થો સુધી જ સીમિત નથી હોતું પરંતુ જેને સમસ્ત પદાર્થોનું જ્ઞાન હોય છે તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ કેવળ વર્તમાન સુધી જ સીમિત નથી રહેતું પરંતુ સંપૂર્ણ ભૂત અને ભવિષ્ય કાળ સુધી પણ જાય છે. આ જ વસ્તુને જૈન પારિભાષિક પદાવલીમાં આ રીતે કહેવામાં આવે છે – સર્વજ્ઞ સમસ્ત દ્રવ્યો અને પર્યાયોને જાણે અસર્વજ્ઞનું અર્થાત્ સામાન્ય પ્રાણીનું જ્ઞાન ઇન્દ્રિયો અને મન ઉપર આધાર રાખે છે. સર્વજ્ઞના જ્ઞાનનો સંબંધ સીધો આત્મા સાથે હોય છે અર્થાત્ સર્વજ્ઞ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા રાખ્યા વિના આત્મા દ્વારા જ સીધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સર્વજ્ઞ સશરીર હોય છે ત્યાં સુધી તેની સાથે ઇન્દ્રિયો રહે છે અવશ્ય પરંતુ તેને માટે જ્ઞાનની ૧. સર્વદ્રવ્યપુ વચા તત્ત્વાર્થસૂત્ર, ૧.૩૦. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન ધર્મ-દર્શન પ્રાપ્તિ માટે નિરર્થક જ હોય છે. આવું હોવા છતાં પણ સર્વજ્ઞને રૂપી અને અરૂપી બન્ને પ્રકારના સઘળા પદાર્થોનું સાક્ષાત્ જ્ઞાન થાય છે. સર્વજ્ઞતાનો વિચાર કરતી વખતે આપણી સમક્ષ બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ખડા થાય છે - (૧) શું બધા પદાર્થો અર્થાત્ બધાં દ્રવ્યો અને તેમના બધા પર્યાયોનું જ્ઞાન સંભવે છે ? (૨) શું રૂપી પદાર્થોનું જ્ઞાન સીધું આત્મા દ્વારા થઈ શકે ? - જ્યાં સુધી બધાં દ્રવ્યોના જ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો માની શકાય કે લોકમાં રહેલાં બધાં તત્ત્વોને અર્થાત્ દ્રવ્યોને સર્વજ્ઞ જાણી શકે છે કેમ કે લોક સીમિત છે એટલે તેમાં રહેલાં તત્ત્વો પણ ક્ષેત્રની દૃષ્ટિએ સીમિત જ છે. જો સર્વજ્ઞના જ્ઞાનમાં સામાન્યપણે સંપૂર્ણ લોક પ્રતિભાસિત થતો હોય તો એ સ્વતઃ જ સિદ્ધ થઈ જાય છે કે લોકમાં રહેલાં સમસ્ત તત્ત્વો તેના જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે જ કેમ કે તે તત્ત્વોના સંગઠન યા સમુચ્ચયનું નામ જ લોક છે. લોકની બહાર અર્થાત્ અલોકમાં આકાશ સિવાય અન્ય કોઈ તત્ત્વ નથી (આવી જૈન માન્યતા છે). આ અલોકાકાશ અસીમ છે અર્થાત્ અનન્ત છે. અસીમ વસ્તુ કોઈના જ્ઞાનમાં કેવી રીતે અને કેટલી પ્રતિભાસિત થશે, એ સમજવું કઠિન છે. જો તે અપૂર્ણ પ્રતિભાસિત થાય તો જ્ઞાનમાં પણ અપૂર્ણતા આવી જાય. જો તે સંપૂર્ણ પ્રતિભાસિત થાય તો તેની અનન્તતા લુપ્ત થઈ જાય અર્થાત્ તે સીમિત બની જાય કેમ કે જ્ઞાનમાં તેનું એક સામાન્ય રૂપ નિશ્ચિત થઈ જશે જેનાથી અધિક તે ન હોઈ શકે અર્થાત્ પૂરેપૂરી જ્ઞાત થઈ જશે જેનાથી આગળ તેનું અસ્તિત્વ જ નહિ રહે. આવી સ્થિતિમાં તે સીમિત જ બની જાય, અસીમ (અનન્ત) કેવી રીતે રહી શકે ? જે વસ્તુ અનન્ત હોય તેનો અન્તિમ છેડો તો જાણી શકાય જ નહિ, અન્યથા તેની અનન્તતાનો કોઈ અર્થ જ ન રહે. એ તો બની શકે જ નહિ કે કોઈ વસ્તુ (અસ્તિત્વની દૃષ્ટિએ) અનન્ત પણ હોય અને તેનો અન્તિમ છેડો પણ જ્ઞાત થઈ શકે અર્થાત્ તે સંપૂર્ણપણે કોઈના જ્ઞાનમાં પ્રતિભાસિત પણ થઈ શકે. આવી સ્થિતિમાં સર્વજ્ઞના જ્ઞાનમાં સંપૂર્ણ અલોકાકાશનું પ્રતિભાસિત થવું તર્કસંગત લાગતું નથી અથવા અલોકાકાશની અનન્તતાની સમાપ્તિની આપત્તિ ઊભી થશે. તો પછી એ કેવી રીતે કહી શકાય કે સર્વજ્ઞ બધાં દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરે છે ? અલોકમાં રહેલા અનન્ત આકાશનું જ્ઞાન સર્વજ્ઞને ન હોય તો તેનું જ્ઞાન પૂર્ણ કેવી રીતે કહી શકાય ? હા, બધાં દ્રવ્યોના સ્વરૂપના જ્ઞાનની દૃષ્ટિએ તેનું જ્ઞાન સાક્ષાત્ અને પૂર્ણ ગણી શકાય. પર્યાયો એટલે દ્રવ્યની વિશેષ અથવા વિવિધ અવસ્થાઓ. પર્યાયોનો કોઈ અન્ત નથી. અર્થાત્ પર્યાયો અનન્ત છે. કોઈ પણ દ્રવ્યના પર્યાયોને કાલની દૃષ્ટિએ ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય વર્તમાનકાલીન, ભૂતકાલીન અને wxxwww.damny Page #217 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૯૩ ભવિષ્યત્કાલીન. જ્યાં સુધી વર્તમાનકાલીન પર્યાયોનો પ્રશ્ન છે ત્યાં સુધી તો તેઓ કાલની દષ્ટિએ સીમિત છે, તેથી તેમનો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રતિભાસ સંભવે છે. ભૂતકાળ અને ભવિષ્યકાલ અસીમિત છે અર્થાત્ ભૂતકાલ અનાદિ છે અને ભવિષ્યકાલ અનન્ત છે. આવી સ્થિતિમાં આદિરહિત ભૂતકાલીન અને અત્તરહિત ભવિષ્યકાલીન સમસ્ત પર્યાયોનું જ્ઞાન કેવી રીતે સંભવે ? જો આ જાતનું જ્ઞાન સંભવે છે એવું માનવામાં આવે તો અનાદિનો આદિ અને અનન્તનો અન્ત માનવો પડે કેમ કે આદિ અને અન્ન સુધી પહોંચ્યા વિના સમસ્ત પૂર્ણ નહિ બની શકે. તેથી સર્વજ્ઞા દ્રવ્યોના બધા પર્યાયો જાણવા કેવી રીતે સમર્થ બની શકે, એ સમજવું મુશ્કેલ છે. એટલું જ નહિ પણ ભૂતકાલીન પર્યાય જે નાશ પામી ગયા છે અને ભવિષ્યત્કાલીન પર્યાય જે ઉત્પન્ન જ થયા નથી તે બધાનો પ્રતિભાસ સર્વજ્ઞના જ્ઞાનમાં કેવી રીતે થઈ શકશે? આપણી અસર્વજ્ઞોની જેમ સર્વજ્ઞમાં સ્મૃતિ, કલ્પના, અનુમાન આદિ હોતાં નથી અર્થાત તેમનું બધું જ જ્ઞાન ઇન્દ્રિયો અને મન ઉપર આધાર ન રાખતાં સીધું આત્મા સાથે સમ્બદ્ધ છે તથા પ્રત્યક્ષ અને સાક્ષાત્ જ હોય છે. તેવી સ્થિતિમાં અવિદ્યમાન પર્યાય સર્વજ્ઞના જ્ઞાનમાં કેવી રીતે પ્રત્યક્ષ થઈ શકશે, સર્વજ્ઞ તેમનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકશે? જે પર્યાયો અથવા પદાર્થોનું સર્વજ્ઞને પ્રત્યક્ષ અર્થાત્ સાક્ષાત્કાર થાય છે તેમની લંબાઈ, પહોળાઈ, વજન આદિનું પણ શું તે સીધું આત્માથી જ્ઞાન કરી શકે છે ? બીજા શબ્દોમાં, શું સર્વજ્ઞ કોઈ પણ સાધનોની સહાયતા વિના કેવલ આત્મજ્ઞાનથી વિશ્વના સમસ્ત પદાર્થોના, જે પદાર્થોમાં પર્વત, સમુદ્ર, સૂર્ય, ચન્દ્ર આદિ સમાવિષ્ટ છે, તોલ-માપ જાણી શકે છે, દર્શાવી શકે છે? પદાર્થોની લંબાઈ-પહોળાઈ આદિનું તોલ-માપ વિના હીનાધિકરૂપે અર્થાત અનુમાનતઃ તો ઘણીવાર જ્ઞાન થતું આપણે જોયું છે પરંતુ બરાબર જ્ઞાન માટે તો બાહ્ય સાધનોની સહાયતા અપેક્ષિત રહે છે જ. ભૌતિક વસ્તુઓના તોલ-માપ કેવળ આધ્યાત્મિક એકાગ્રતાથી બરાબર કેવી રીતે જાણી શકાય, એને સમજવું-સમજાવવું અસર્વજ્ઞને માટે શક્ય નથી. હા, સામાન્યપણે કોઈ વસ્તુના તોલ-માપને અનુમાનતઃ અંદાજ લગાવી જાણી શકાય અને તે ક્યારેક ક્યારેક પૂરેપુરું સાચું પણ નીકળી શકે પરંતુ આ જાતનું જ્ઞાન અસંદિગ્ધપણે સાચું જ હશે, એ નિશ્ચિત નથી હોતું. એ તો શક્ય છે કે કોઈ પદાર્થ યા ક્ષેત્ર સામાન્ય જનને એટલું સ્પષ્ટ અને પ્રત્યક્ષ ન હોય જેટલું સર્વજ્ઞને હોઈ શકે પરંતુ તેના બરાબર તોલ-માપને તત્સંબંધી સાધનોની સહાયતા વિના અસંદિગ્ધપણે જાણવા એ તો શક્ય લાગતું નથી. સર્વશે કહેલાં ભૂગોળ-ખગોળ સંબંધી વચનોની અપ્રામાણિકતા ઉપરથી પણ આ જ નિષ્કર્ષ નીકળે છે. એટલું જ નહિ પણ તથાકથિત સર્વજ્ઞોને સુદૂર પર્વતો, સમુદ્રો, 13 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન ધર્મ-દર્શન ચન્દ્ર, સૂર્ય આદિની સ્થિતિનું વિશેષ પ્રત્યક્ષ હતું કે નહિ, એ પણ સદિગ્ધ છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દનું જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ છે અર્થાત્ અમુક ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થાય છે, અમુકથી રસનું, અમુકથી ગન્ધનું ઇત્યાદિ. જગતમાં એવું કોઈ પણ પ્રાણી દેખાતું નથી જેને ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અભાવમાં રૂપ આદિ વિષયોનું જ્ઞાન થતું હોય. મનની પ્રવૃત્તિ પણ ઇન્દ્રિયગૃહીત પદાર્થોમાં જ થતી દેખાય છે. જન્માન્ય વ્યક્તિનું મન ગમે તેટલું બળવાન કેમ ન હોય, તેનું જ્ઞાન કેટલુંય વિશાળ અને મહાન કેમ ન હોય, પરંતુ તે રૂપ-રંગની કલ્પના કોઈ પણ રીતે કરી શકતું નથી. શું સર્વજ્ઞ ઇન્દ્રિયોની ઉપસ્થિતિમાં પણ ઇન્દ્રિયસાપેક્ષ રૂપ, રસ આદિનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ન કરતાં સીધું આત્મા દ્વારા કરે છે? જો હા, તો કેવી રીતે ? તે જગતના બધા રૂપી પદાર્થોનાં રૂપો, રસો, ગન્ધો અને સ્પર્શોનું યુગપતું સાક્ષાત્ જ્ઞાન કરે છે કે ક્રમથી? ક્રમશઃ થનારું જ્ઞાન તો અસર્વજ્ઞતા અને અપૂર્ણતાનું ઘાતક છે, તેથી એવું જ્ઞાન સર્વજ્ઞને થઈ શકે નહિ. યુગપત્ બધાં રૂપો, રસો, ગન્ધો, સ્પર્શોનાં જ્ઞાનો હોતાં તેમની વચ્ચે પારસ્પરિક ભેદરેખા ખેંચવી કેવી રીતે સંભવશે ? કયા આધારે રૂપને રસથી, રસને ગન્ધથી, ગન્ધને સ્પર્શથી અને અન્ય પ્રકારે તેમને એકબીજાથી પૃથફ કરી શકાય? કેવળ આત્મામાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શનું અલગ અલગ જ્ઞાન કરવાની ક્ષમતા નથી કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અભાવમાં રૂપ આદિની કલ્પના પણ થઈ શકતી નથી. આત્મામાં એવા કોઈ વિભાગો નથી જે ઇન્દ્રિયોના વિષયોનું તે રીતે ભિન્ન ભિન્ન ગુણોના રૂપે જ્ઞાન કરી શકે. રૂપી પદાર્થોના આપણા જ્ઞાનથી (ઇન્દ્રિયજ્ઞાનથી) સર્વથા ભિન્ન પ્રકારનું કોઈ વિશિષ્ટ જ્ઞાન સર્વજ્ઞને થતું હોય જેમાં રૂપ આદિની ભિન્ન ભિન્ન ગુણો રૂપે પ્રતીતિ ન હોતાં તેમનો એક સમન્વિત પ્રતિભાસ થતો હોય તો પણ સમસ્યા ઉકલતી નથી કેમ કે આ પ્રકારના જ્ઞાનમાં રૂપ આદિની સ્પષ્ટતા નહિ હોય. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શની સ્પષ્ટતાના અભાવમાં સર્વજ્ઞ એ કેવી રીતે કહી શકશે કે પ્રત્યેક રૂપી પદાર્થમાં રૂપ આદિ ચાર ગુણો રહે છે અર્થાત પુદ્ગલ (રૂપી દ્રવ્ય) સ્પર્શ-રસ-ગબ્ધ-વર્ણયુક્ત છે? સર્વજ્ઞમાં સમસ્ત રૂપી પદાર્થો અને તેમના સમસ્ત ગુણોનું સાક્ષાત (અર્થાતુ અનુભવરૂપ) જ્ઞાન માનતાં ભયંકર દોષ આવે છે. જગતમાં જેટલાં પણ રસ-ગન્ધ-સ્પર્શ-શબ્દ-વર્ણ હશે તે બધાંનો સર્વજ્ઞને સાક્ષાત્ અનુભવ થશે. તે સમયે સર્વજ્ઞની સ્થિતિ કેવી થશે, એનું અનુમાન જ કરી શકાય છે. આપણે એ નથી કહી શકતા કે તે જેને ઇચ્છશે તેનું જ્ઞાન કે અનુભવ તે કરશે અને બીજાને છોડી દેશે. તેણે તો બધાંનો અનુભવ કરવો જ પડશે કારણ કે તે તો સર્વજ્ઞ છે, તેની આવી ઇચ્છા ઘટે જ નહિ. જ્યારે સમસ્ત પદાર્થ યથાર્થ છે, તેમના બધા ગુણો યથાર્થ છે, સર્વજ્ઞનો આત્મા સમસ્ત આવક કર્મોથી મુક્ત છે તો કોઈ કારણ નથી કે તે અમુક સમયે અમુક પદાર્થ અથવા ગુણનું જ્ઞાન (જ અનુભવરૂપ જ Page #219 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૯૫ છે) તો કરે અને અમુકનું ન કરે. વસ્તુતઃ તેને સમસ્ત વસ્તુઓનો સદૈવ સાક્ષાત અનુભવ થવો જોઈએ કેમ કે તેના માટે સમીપ-દૂર, પ્રાપ્ત-અપ્રાપ્ત, સામર્થ્ય-અસામર્થ્ય, ઇચ્છાઅનિચ્છા આદિનું કોઈ વ્યવધાન નથી. જો એવું છે તો સર્વજ્ઞની પ્રાપ્યકારી ઇન્દ્રિયો અને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો સરખી જ બની જશે. અને તો પછી તેના શરીરને અગ્નિનો સ્પર્શ થાય કે ન થાય, કોઈ ફેર નહિ પડે; તેની જીભ પર વિષ મૂકો કે ન મૂકો, કોઈ વિશેષતા ઉત્પન્ન નહિ થાય; ભયંકર દુર્ગન્ધ તેમના નાક પાસે હોય કે માઈલો દૂર, કોઈ ભેદ નહિ ૮ણાય; નગારું તેના કાન પાસે વગાડવામાં આવે કે દૂર, તેને તેટલું જ સંભળાશે. બીજા શબ્દોમાં, તેની બધી ઇન્દ્રિયો એક રીતે સંજ્ઞાવિહીન બની જશે. એવી સ્થિતિમાં તેને સુખ-દુઃખનો અનુભવ (ર્જન કર્મસિદ્ધાન્ત સર્વજ્ઞમાં વેદનીય કર્મનું અસ્તિત્વ માને છે) કેવી રીતે થશે, તે સમજાતું નથી.' સર્વજ્ઞનો અર્થ જો તત્ત્વજ્ઞ માનવામાં આવે તો અનેક અસંગતિઓ દૂર થઈ શકે છે. તત્ત્વજ્ઞ અર્થાત્ વિશ્વના મૂળભૂત તત્ત્વને સાક્ષાત્ જાણનારો – પ્રત્યક્ષ અનુભવ કરનારો. જે તત્ત્વને સાક્ષાત્ જાણી લે છે તે બધું જાણી લે છે. તત્ત્વજ્ઞાન થઈ ગયા પછી બીજું કંઈ જાણવા જેવું બાકી રહેતું જ નથી. જેને સમ્યક તત્ત્વજ્ઞાન થઈ જાય છે અને તે પણ પ્રત્યક્ષતઃ તેનો આચાર સ્વતઃ સમ્યફ થઈ જાય છે. નૈૠયિક સમ્ય જ્ઞાનાચારસમ્પન્ન વ્યક્તિ જ તત્ત્વજ્ઞ છે અને તેને જ એક રીતે સર્વજ્ઞ ગણી શકાય. આ જાતનો મહામાનવ કીડા-મંકોડા અને કાંકરા-પથ્થરોની સંખ્યા જાણે કે ન જાણે, તેની મહત્તામાં કોઈ ફેર પડતો નથી. દર્શન અને જ્ઞાન આત્માનું સ્વરૂપ જણાવતી વખતે અમે કહી ગયા છીએ કે ઉપયોગ જીવનું લક્ષણ છે. તે ઉપયોગ બે પ્રકારનો હોય છે – અનાકાર અને સાકાર. અનાકાર ઉપયોગને દર્શન કહે છે અને સાકાર ઉપયોગને જ્ઞાન. અનાકારનો અર્થ છે નિર્વિકલ્પક અને સાકારનો અર્થ છે સવિકલ્પક. જે ઉપયોગ સામાન્યનું ગ્રહણ કરે છે તે નિર્વિકલ્પક છે અને જે વિશેષનું ગ્રહણ કરે છે તે સવિકલ્પક છે. સત્તા સામાન્યની સર્વોત્કૃષ્ટ ભૂમિકા છે. સત્તામાં ભેદ થતાં જ વિશેષો શરૂ થઈ જાય છે. ૧. તર્ક દ્વારા સર્વજ્ઞત્વ સિદ્ધ કરવું કઠિન છે. (જુઓ “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન) મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના', પૃ. ૪૫-૪૮). આ કારણે એમ કહેવું પડે કે સર્વજ્ઞત્વ એ તર્કવાદનો અર્થાત્ હેતુવાદનો વિષય નથી. ભવ્યત્વ-અભવ્યત્વની જેમ જ તે પણ શ્રદ્ધાનો અર્થાત્ અહેતુવાદનો વિષય છે – અનુવાદક ૨. તત્ત્વાર્થભાષ્ય, ૨.૯. Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન જૈન દર્શનમાં દર્શન અને જ્ઞાનની માન્યતા બહુ પ્રાચીન છે. કર્મોના આઠ ભેદોમાં પહેલા બે ભેદ જ્ઞાન અને દર્શન સંબંધી છે. કર્મવિષયક માન્યતા જેટલી પ્રાચીન છે, જ્ઞાન અને દર્શનની માન્યતા પણ તેટલી જ પ્રાચીન છે. જ્ઞાનને ઢાંકી દેનારા કર્મનું નામ જ્ઞાનાવરણ કર્મ છે. દર્શનશક્તિના ઉપર આવરણ કરનાર કર્મને દર્શનાવરણ કર્મ કહે છે. આ બન્ને પ્રકારનાં આવરણોના ક્ષયોપશમથી જ્ઞાન અને દર્શનનો આવિર્ભાવ થાય છે. આગમોમાં જ્ઞાનના માટે ‘નારૂ' (જ્ઞાનાતિ) અર્થાત્ ‘જાણે છે’ અને દર્શનના માટે ‘પાસફ્’ (પતિ) અર્થાત્ ‘દેખે છે’ નો પ્રયોગ થયો છે. ૧૯૬ સાકાર અને અનાકારના સ્થાને એક માન્યતા એ પણ જોવા મળે છે કે બહિર્મુખ ઉપયોગ જ્ઞાન છે અને અન્તર્મુખ ઉપયોગ દર્શન છે. આચાર્ય વીરસેન લખે છે કે સામાન્યવિશેષાત્મક બાહ્યાર્થનું ગ્રહણ જ્ઞાન છે અને તદાત્મક આત્માનું ગ્રહણ દર્શન છે.' તત્ત્વ યા વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. આત્મા હોય કે આત્મત૨ પદાર્થ હોય · બધા આ લક્ષણથી યુક્ત છે. દર્શન અને જ્ઞાનનો ભેદ આ જ છે કે દર્શન સામાન્યવિશેષાત્મક આત્માનો ઉપયોગ છે — સ્વરૂપદર્શન છે, જ્યારે જ્ઞાન આત્મા સિવાયના પ્રમેયોનું ગ્રહણ કરે છે. આ સિવાય બીજું કોઈ અન્તર દર્શન અને જ્ઞાનમાં નથી. જે લોકો માને છે કે સામાન્યનું ગ્રહણ દર્શન છે અને વિશેષનું ગ્રહણ જ્ઞાન છે તેઓ આ મત અનુસાર દર્શન અને જ્ઞાનનું ખરું સ્વરૂપ જાણતા જ નથી. સામાન્ય અને વિશેષ બન્ને મળીને વસ્તુનો સ્વભાવ છે. તેથી એક ન હોય તો બીજાનો પણ અભાવ હોય. એકના વિના બીજાનું હોવું અશક્ય છે. દર્શન અને જ્ઞાન બન્નેનું ગ્રહણ કરે છે. કેવળ સામાન્યનું કે કેવળ વિશેષનું ગ્રહણ થઈ શકતું જ નથી. સામાન્યરહિત વિશેષનું ગ્રહણ કરનાર જ્ઞાન અપ્રમાણ છે. તેવી જ રીતે વિશેષરહિત સામાન્યનું ગ્રહણ કરનાર દર્શન મિથ્યા છે. આ મતનું સમર્થન કરતાં બ્રહ્મદેવ કહે છે કે જ્ઞાન અને દર્શનનો બે દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. એક તર્કદષ્ટિ છે અને બીજી સિદ્ધાન્તદૃષ્ટિ છે. દર્શનને સામાન્યગ્રાહી (સત્તાગ્રાહી) માનવું તર્કદષ્ટિએ ઠીક છે. સિદ્ધાન્તદૃષ્ટિએ અર્થાત્ આગમદૃષ્ટિએ આત્માનો (આત્મવિષયક) સાચો ઉપયોગ દર્શન છે અને બાહ્ય અર્થનું ગ્રહણ જ્ઞાન છે. વ્યવહા૨દૃષ્ટિએ જ્ઞાન અને દર્શનનો ભેદ છે. નિશ્ચયદૃષ્ટિએ જ્ઞાન १. सामान्यविशेषात्मकबाह्यार्थग्रहणं ज्ञानम्, तदात्मकस्वरूपग्रहणं दर्शनमिति सिद्धम् । ખંડાગમ ઉપર ધવલાટીકા, ૧.૧.૪ ૨. ખંડાગમ ઉપર ધવલાટીકા, ૧.૧.૪. 3. ं एवं तर्काभिप्रायेण सत्तावलोकनं दर्शनं व्याख्यातम् । अत ऊर्ध्वं सिद्धान्ताभिप्रायेण कथ्यते । तथाहि उत्तरज्ञानोत्पत्तिनिमित्तं यत् प्रयत्नं तद्रूपं यत् स्वस्यात्मनः परिच्छेदनमवलोकनं तद् दर्शनं भण्यते । तदनन्तरं यद् बहिर्विषये विकल्परूपेण પવાર્થપ્રદળ તન્ જ્ઞાનમ્ વૃત્તિ વાતિમ્ । દ્રવ્યસંગ્રહવૃત્તિ, ગાથા ૪૪. . Page #221 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૯૭ ૧ અને દર્શન અભિન્ન છે. આત્મા જ્ઞાન અને દર્શન બન્નેનો આશ્રય છે. આત્માની દષ્ટિએ બન્નેમાં કોઈ ભેદ નથી. જ્ઞાન અને દર્શનનો વિશેષ અને સામાન્યના આધારે જે ભેદ કરાયો છે તેનું સ્પષ્ટીકરણ બીજી રીતે પણ કરવામાં આવેલ છે. અન્ય દર્શનોમાં માનનારાઓને સમજાવવા માટે સામાન્ય અને વિશેષનો પ્રયોગ છે. પરંતુ જે જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત છે તેમને માટે તો શાસ્ત્રીય વ્યાખ્યા જ ગ્રાહ્ય છે. શાસ્ત્રીય પરંપરા અનુસાર આત્મા અને આત્મતર અર્થાત્ બાહ્યાર્થનો ભેદ જ વાસ્તવિક છે. આત્મા અને તદિતરના ભેદે દર્શન અને જ્ઞાનનો ભેદ માનનારા આચાર્યોની સંખ્યા અધિક નથી. દર્શનના (તત્ત્વજ્ઞાનના) ક્ષેત્રમાં આગળ વધનાર આચાર્યોમાંથી ઘણા આચાર્યોએ સાકાર અને અનાકારના ભેદને જ સ્વીકાર્યો છે. વીરસેનની એ દલીલ બરાબર છે કે તત્ત્વ સામાન્યવિશેષાત્મક છે.કોઈ પણ જૈન દર્શનના આચાર્ય આ સિદ્ધાન્તનો અસ્વીકાર નથી કરતા. દર્શનને સામાન્યગ્રાહી માનવાનો અર્થ કેવળ એટલો જ છે કે તે ઉપયોગમાં સામાન્ય ધર્મ ઝળકે છે જ્યારે જ્ઞાનોપયોગમાં વિશેષ ધર્મ તરફ વ્યાપાર હોય છે. આનો અર્થ એ નથી કે સામાન્યનો તિરસ્કાર કરીને વિશેષનું પ્રશ્નણ કરવામાં આવે છે અથવા વિશેષને એક બાજુ ધકેલીને ફેંકીને સામાન્યનું સમ્માન કરવામાં આવે છે. વસ્તુમાં બન્ને ધર્મો હોવા છતાં પણ ઉપયોગ કોઈ એક ધર્મને મુખ્યપણે ગ્રહણ કરી શકે છે. જો એવું ન હોત તો આપણે સામાન્ય અને વિશેષનો ભેદ જ કરી શકત નહિ. ઉપયોગમાં ધર્મોનો ભેદ થઈ શકે છે, વસ્તુમાં નથી થઈ શકતો. ઉપયોગમાં સામાન્ય અને વિશેષનો ભેદ કોઈ પણ રીતે વ્યભિચારી નથી અર્થાત્ બાધિત થતો નથી. જ્ઞાન અને દર્શનમાં શું ભેદ છે એનું વિવેચન પૂરું થયું. હવે એ જોઈશું કે કાલની દૃષ્ટિએ બન્નેનો શો સંબંધ છે. જ્યાં સુધી છદ્મસ્થ અર્થાત્ સાધારણ જનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બધા આચાર્યનો એકમત છે કે દર્શન અને જ્ઞાન યુગપત્ થતાં નથી પરંતુ ક્રમશઃ થાય છે. હા, કેવલીની બાબતમાં આચાર્યોમાં મતભેદ છે. કેવલીમાં દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આ પ્રશ્ન અંગે ત્રણ મત છે. એક મત અનુસાર દર્શન અને જ્ઞાન ક્રમશઃ ઉત્પન્ન થાય છે. બીજી માન્યતા અનુસાર દર્શન અને જ્ઞાન યુગપત્ ઉત્પન્ન થાય છે. ત્રીજા મત પ્રમાણે જ્ઞાન અને દર્શનનો અભેદ છે - તે બન્ને એક જ છે. ૧. એજન, ગાથા ૪૪. ૨. એજન Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન ધર્મ-દર્શન આવશ્યકનિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે કેવલીના બે ઉપયોગો એક સાથે થઈ શકતા નથી.' આગમ આ બાબતમાં એકમત છે. આગમો દર્શન અને જ્ઞાનની યુગપત્ ઉત્પત્તિને સ્વીકારતાં નથી. દિગમ્બર આચાર્યો બીજી માન્યતાનું સમર્થન કરે છે. આ અંગે તેઓ એકમત છે. કે કેવલદર્શન અને કેવલજ્ઞાન બન્ને યુગપતુ ઉત્પન્ન થાય છે.ઉમાસ્વાતિનું કથન છે કે મતિ, શ્રત, આદિમાં ઉપયોગ ક્રમથી થાય છે, યુગપતું નહિ. પરંતુ કેવલીમાં દર્શનાત્મક અને જ્ઞાનાત્મક ઉપયોગો પ્રત્યેક ક્ષણમાં યુગપત થાય છે. આચાર્ય કુન્દકુન્દ સ્પષ્ટપણે આનું સમર્થન કર્યું છે. તે કહે છે, “જેમ સૂર્યમાં પ્રકાશ અને તાપ યુગપત હોય છે તેમ કેવલીમાં દર્શન અને જ્ઞાન યુગપત્ હોય છે. સર્વાર્થસિદ્ધિકાર પણ આ સિદ્ધાન્તનું સમર્થન કરે છે. તે કહે છે, “જ્ઞાન સાકાર છે, દર્શન અનાકાર છે. છદ્મસ્થમાં તે ક્રમશઃ થાય છે, કેવલીમાં યુગપત થાય છે." આમ દિગમ્બર પરંપરાના બધા આચાર્યોએ કેવલદર્શન અને કેવલજ્ઞાનની યુગપતુ ઉત્પત્તિ માની છે. જ્યાં સુધી છબસ્થનાં દર્શન અને જ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો શ્વેતામ્બર પરંપરા અને દિગમ્બર પરંપરા બન્ને એકમત છે. ત્રીજી પરંપરા સિદ્ધસેન દિવાકરની છે. તે કહે છે કે મન:પર્યાય સુધી તો જ્ઞાન અને દર્શનનો ભેદ સિદ્ધ કરી શકાય છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ભેદ સિદ્ધ કરવો શક્ય નથી. દર્શનાવરણ અને જ્ઞાનાવરણનો યુગપતુ ક્ષય થાય છે. તે ક્ષયથી થનારા ઉપયોગમાં “આ પહેલાં થાય છે અને આ પછી થાય છે એ જાતનો ભેદ કેવી રીતે १. सव्वस्स केवलिस्स वि जुगवं दो नत्थि उवओगा। ६७3 ૨. ભગવતીસૂત્ર, ૧૮.૮. 3. मतिज्ञानादिषु चतुर्पु पर्यायेणोपयोगो भवति न युगपत् । મિત્રજ્ઞાનર્સની તુ માવતઃ વતિનો યુપત્ ... મવતિા તત્વાર્થભાષ્ય, ૧.૩૧. ४. जुगवं वइ नाणं केवलणाणिस्स दंसणं च तहा। ક્લિયર થાતાપ ના વડુ તદ મુળયä II નિયમસાર, ૧૫૯ પ. સર્વાર્થસિદ્ધિ, ૨.૯. ६. मणपज्जवणाणंतो णाणस्स य दारसणस्स य विसेसो। છેવત્તUTI TV ઢંસiતિ || ત સમા || સન્મતિતર્કપ્રકરણ, ૨.૩. Page #223 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૧૯૯ કરી શકાય ? જ્યારે કેવલ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે સૌપ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે અને તે પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મોનો યુગપતુ ક્ષય થાય છે. જો દર્શનાવરણ અને જ્ઞાનાવરણ બન્નેના ક્ષયમાં કાલનો ભેદ નથી તો એ કેવી રીતે કહી શકાય કે પહેલાં કેવલદર્શન થાય છે અને પછી કેવલજ્ઞાન થાય છે? આ મુશ્કેલીને દૂર કરવા માટે જો કોઈ કહે બન્નેનો યુગપતું સદ્ભાવ છે તો તે યોગ્ય નથી કેમ કે એક સાથે બે ઉપયોગી થઈ શકતા નથી. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો સૌથી સરળ અને યુક્તિસંગત રસ્તો એ જ છે કે કેવલી અવસ્થામાં દર્શન અને જ્ઞાનનો ભેદ રહેતો નથી એવું સ્વીકારવું. દર્શન અને જ્ઞાનને ભિન્ન માનવામાં એક બીજી પણ મુશ્કેલી રહેલી છે. જો કેવલી એક જ ક્ષણમાં બધું જાણી લે છે તો તેણે હમેશાં બધું જ જાણતા રહેવું જોઈએ. જો તેનું જ્ઞાન હમેશાં પૂર્ણ ન હોય તો તે સર્વજ્ઞ શેના? જો તેનું જ્ઞાન હમેશાં પૂર્ણ હોય તો ક્રમ અને અક્રમનો પ્રશ્ન ઊઠતો નથી. તે હમેશાં એકરૂપ છે. ત્યાં દર્શન અને જ્ઞાનમાં કોઈ અત્તર નથી. “જ્ઞાન સવિકલ્પ છે અને દર્શન નિર્વિલ્પ છે” એ જાતનો ભેદ આવરણરૂપ કર્મના ક્ષય પછી રહેતો નથી. સવિકલ્પક અને નિર્વિકલ્પકનો ભેદ ત્યાં જ હોય ત્યાં ઉપયોગમાં અપૂર્ણતા હોય. પૂર્ણ ઉપયોગમાં કોઈ પણ જાતનો ભેદ રહેતો નથી. એક મુશ્કેલી વધુ પણ છે. જ્ઞાન હમેશાં દર્શનપૂર્વક હોય છે પરંતુ દર્શન જ્ઞાનપૂર્વક નથી હોતું. કેવલીને જ્યારે એક વાર સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે ત્યારે પછી દર્શન ન થઈ શકે કારણ કે દર્શન જ્ઞાનપૂર્વક નથી હોતું. આ કારણે જ્ઞાન અને દર્શનનો ક્રમભાવ કેવલીમાં ઘટતો નથી. જ્ઞાન અને દર્શનની આ ચર્ચા સાથે આગમપ્રતિપાદિત પાંચ જ્ઞાનના સ્વરૂપની ચર્ચા સમાપ્ત થઈ જાય છે. જ્ઞાન સાથે સંબંધ ધરાવતો એક વધુ વિષય છે અને તે વિષય છે પ્રમાણ. કયું જ્ઞાન પ્રમાણ છે અને કયું જ્ઞાન અપ્રમાણ છે ? જ્ઞાનના પ્રામાણ્યનો આધાર શો છે? પ્રમાણનું ફળ શું છે? આદિ પ્રશ્નોનો વિચાર પ્રમાણચર્ચા ૧. એજન, ૨.૯. ૨. ન સળં સીયારું ગાડું સમાઈ જવાબૂ . ગુરૂ સયા વિ પુર્વ હવા સબં યારૂ II એજન, ૨.૧૦. 3. परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं। ન ચ વાવળિને ગુજ્જ સુવિયત્તમવિયd I એજન, ર.૧૧. ४. दंसणपुव्वं णाणं णाणणिमित्तं तु दंसणं णत्थि । તે વિછિયાનો દંસUTUા મuત્ત છે એજન, ૨.૧૨. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન ધર્મ-દર્શન વખતે કરવામાં આવશે. આગમોમાં પ્રમાણચર્ચા પ્રમાણચર્ચા કેવળ તર્કયુગની દેણ નથી. આગમયુગમાં પણ પ્રમાણવિષયક ચર્ચા થતી રહેતી હતી. આગમોમાં કેટલાંય સ્થળે સ્વતપણે પ્રમાણચર્ચા થયેલી મળે છે. જ્ઞાન અને પ્રમાણ બન્ને ઉપર સ્વતંત્રપણે ચિન્તન થતું હતું, એમ કહેવા માટે આપણી પાસે પર્યાપ્ત પ્રમાણો છે. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે એક સંવાદ છે. ગૌતમ મહાવીરને પૂછે છે – “ભગવન્! જેમ કેવલી અન્તિમ શરીરીને (જે આ ભવમાં જ મોક્ષ પામવાનો છે તેને) જાણે છે તેમ શું છદ્મસ્થો પણ જાણે છે?' મહાવીર ઉત્તર આપે છે – “ગૌતમ ! તેઓ પોતાની મેળે નથી જાણી શકતા. કાં તો સાંભળીને જાણે છે કાં તો પ્રમાણથી જાણે છે. કોની પાસેથી સાંભળીને ? કેવલી પાસેથી.... કયા પ્રમાણથી? પ્રમાણ ચાર પ્રકારના કહેવામાં આવ્યાં છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. તેમના વિશે જેવું અનુયોગદ્વારમાં વર્ણન છે તેવું અહીં પણ સમજવું જોઈએ.' સ્થાનાંગસૂત્રમાં પ્રમાણ અને હેતુ બન્ને શબ્દોનો પ્રયોગ મળે છે. નિક્ષેપ પદ્ધતિ અનુસાર પ્રમાણના નીચે મુજબના ભેદો કરવામાં આવ્યા છે – દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. હેતુશબ્દનો જ્યાં પ્રયોગ છે ત્યાં પણ ચાર ભેદ મળે છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. ક્યાંક ક્યાંક પ્રમાણના ત્રણ ભેદો મળે છે. સ્થાનાંગસૂત્રમાં વ્યવસાયને ત્રણ પ્રકારનો કહ્યો છે – પ્રત્યક્ષ, ૧. સોયમાં ! જો તિë સમëા સોવા નાગતિ પતિ, પHIળતો વા ... છે ઉર્વ તં पमाणे? पमाणे चउव्विहे पण्णत्ते तं जहा पच्चक्खे अणुमाणे ओवम्मे आगमे जहा મનુ રે.. / ભગવતીસૂત્ર, પ.૪. ૧૯૧-૧૯૨. २. चउव्विहे पमाणे पण्णत्ते तं जहा -दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे। ૩૨૧. ૩. દવા હેક પત્તે નહીં – પ્રવધે, મજુમાળ, ગોવને, મા ! ૩૩૮. Page #225 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૦૧ પ્રાત્યયિક અને આનુગામિક. વ્યવસાયનો અર્થ થાય છે નિશ્ચય. નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણ છે. પ્રમાણના કેટલા ભેદ થાય છે એ અંગે અનેક પરંપરાઓ પ્રચલિત રહી છે. આગમોમાં જે વિવરણ મળે છે તે ત્રણ અને ચાર ભેદોનો નિર્દેશ કરે છે. સાંખ્ય પ્રમાણના ત્રણ ભેદો માને છે. નૈયાયિકોએ ચાર ભેદો માન્યા છે. આ બન્ને પરંપરાઓ સ્થાનાંગસૂત્રમાં મળે છે. અનુયોગદ્વા૨માં પ્રમાણના ભેદોનું કેવું વર્ણન છે ? સંક્ષેપમાં તેને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રત્યક્ષ — પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે — ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ. ઇન્દ્રિયપ્રત્યક્ષના પાંચ ભેદ છે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ, ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ, રસનેન્દ્રિયપ્રત્યક્ષ અને સ્પર્શનેન્દ્રિયપ્રત્યક્ષ. નોઇન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે અવધિપ્રત્યક્ષ, મન:પર્યાયપ્રત્યક્ષ અને - કેવલપ્રત્યક્ષ. માનસપ્રત્યક્ષને અલગ ગણાવવામાં આવ્યું નથી. સંભવતઃ તેનો સમાવેશ પાંચે ઇન્દ્રિયપ્રત્યક્ષોમાં કરી લીધો છે. ઉત્તરકાલીન દાર્શનિકોએ તેને સ્વતન્ત્ર સ્થાન આપ્યું છે. ―― અનુમાન – અનુમાન પ્રમાણના ત્રણ ભેદો કરવામાં આવ્યા છે · પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્મવત્. ન્યાય, બૌદ્ધ અને સાંખ્ય દર્શનમાં પણ અનુમાનના આ જ ત્રણ ભેદો દર્શાવવામાં આવ્યા છે. તે દર્શનોમાં અન્તિમ ભેદનું નામ દૃષ્ટસાધર્મવત્ના બદલે સામાન્યતોદષ્ટ છે. પૂર્વવત્ — પૂર્વપરિચિત લિંગ (હેતુ) દ્વારા પૂર્વપરિચિત પદાર્થનું જ્ઞાન કરવું પૂર્વવત્ અનુમાન છે. એક માતા પોતાના પુત્રને બાલ્યાવસ્થામાં દેખે છે. પછી પુત્ર १. तिविहे ववसाए पण्णत्ते तं जहा - પન્નવસ્તુ, પવ્વરૂપ, અનુમિદ્ । ૧૮૫ व्यवसायो निश्चयः स च प्रत्यक्ष अवधिमन:पर्ययकेवलाख्यः, प्रत्ययात् इन्द्रियलक्षणात् निमित्ताज्जातः प्रात्ययिकः साध्यमग्न्यादिकमनुगच्छति साध्याभावे न भवति यो धूमादिहेतुः सोऽनुगामी ततो जातम् आनुगामिकम् अनुमानम् तद् योऽवसाय आनुगामिक एवेति । अथवा प्रत्यक्षः स्वयं दर्शनलक्षणः, प्रात्ययिकः आसवचनप्रभवः, तृतीयस्तथैव । અભયદેવકૃત વ્યાખ્યા. ૨. ન્યાયસૂત્ર, ૧.૧.૫; ઉપાયહૃદય, પૃ. ૧૩; સાંખ્યકારિકા, ૫-૬ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન ધર્મ-દર્શન ક્યાંક બહાર પરદેશ જતો રહે છે. કેટલાંક વર્ષો બાદ તે યુવાવસ્થામાં પ્રવેશી જાય છે. જ્યારે તે પાછો ઘરે આવે છે ત્યારે પહેલાં તો માતા તેને ઓળખી શકતી નથી. થોડા વખત પછી તેના શરીર પર કોઈ એક ચિહ્ન દેખે છે જે ચિહ્ન બાલ્યાવસ્થામાં પણ હતું. તે જોતાં જ માતા તરત જ જાણી જાય છે કે આ મારો જ પુત્ર છે. આ પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ છે.૧ શષવત્ – શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું છે – કાર્ય ઉપરથી કારણનું અનુમાન, કારણ ઉપરથી કાર્યનું અનુમાન, ગુણ ઉપરથી ગુણીનું અનુમાન, અવયવ ઉપરથી અવયવીનું અનુમાન અને આશ્રિત ઉપરથી આશ્રયનું અનુમાન. શબ્દથી શંખનું, ભાંભરડાથી ગાયનું, કેકાથી મોરનું, હષાથી અશ્વનું અનુમાન એ કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે. તજુથી જ પટ બને છે, પટથી તનુ બનતાં નથી; કૃત્પિડથી ઘટ બને છે, ઘટથી મૃપિડ બનતો નથી ઈત્યાદિ કારણોથી કાર્યસ્થાપના કરવી એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે. નિકષથી સોનાનું, ગન્ધથી પુષ્પનું, ખારા સ્વાદથી લવણનું, આસ્વાદથી મદિરાનું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન એ ગુણ ઉપરથી ગુણીનું અનુમાન છે. શિંગડાથી ભેંસનું, કલગીથી કૂકડાનું, દાંતથી હાથીનું, દાઢથી વરાહનું, પીંછાથી મોરનું, ખરીથી ઘોડાનું, નખથી વાઘનું, કેશથી ચમરી ગાયનું, પૂંછડીથી વાનરનું, બે પગથી માનવનું, ચાર પગથી પશુનું, કેસરથી સિંહનું, કકુભથી વૃષભનું, બંગડીવાળા હાથથી સ્ત્રીનું, પરિકરબન્ધથી યોદ્ધાનું, અધોવસ્ત્રથી (ઘાઘરાથી) નારીનું અનુમાન એ અવયવ ઉપરથી અવયવીનું અનુમાન છે. ધૂમથી અગ્નિનું, બગલાથી પાણીનું, વાદળોથી વૃષ્ટિનું, શીલસમાચારથી કુલપુત્રનું અનુમાન એ આશ્રિત ઉપરથી આશ્રયનું અનુમાન છે. આ પાંચ ભેદો અપૂર્ણ જણાય છે. કારણ અને કાર્યને લઈને બે ભેદ કર્યા પરંતુ ગુણ અને ગુણી, અવયવ અને અવયવી તથા આશ્રિત અને આશ્રયને લઈને બે બે ભેદો કર્યા નથી.જો કારણથી કાર્યનું અનુમાન કરી શકાય તો ગુણીથી ગુણનું, ૧. માયા પુત્તે નહી નäગુવા પુરી ચં. काई पच्चभिजाणेज्जा पुव्वलिंगेण केणई॥ તં નહીં – ઉત્તેખ વા વા વા નંછો વા મણે વાતિના વા અનુયોગકાર, પ્રમાણપ્રકરણ. Page #227 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૦૩ અવયવીથી અવયવનું અને આશ્રયથી આશ્રિતનું અનુમાન પણ કરી શકાય. સૂત્રકારે કયા સિદ્ધાન્તના આધારે પાંચ ભેદ કર્યા એ કહી શકાતું નથી. દષ્ટસાધર્યવતુ – આના બે ભેદ છે : સામાન્ય અને વિશેષદષ્ટ. કોઈ એક વસ્તુના દર્શનથી સજાતીય બધી વસ્તુઓનું જ્ઞાન કરવું અથવા જાતિના જ્ઞાનથી તે જાતિના વિશેષ પદાર્થનું જ્ઞાન કરવું એ સામાન્યદષ્ટ અનુમાન છે. એક પુરુષને દેખીને પુરુષજાતીય બધી વ્યક્તિઓનું જ્ઞાન કરવું અથવા પુરુષજાતિના જ્ઞાન ઉપરથી પુરુષવિશેષનું જ્ઞાન કરવું એ સામાન્યદષ્ટ અનુમાનનાં દરાન્તો છે. અનેક વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને અલગ કરીને તેનું જ્ઞાન કરવું એ વિશેષદષ્ટ અનુમાન છે. અનેક પુરુષોમાં ઊભેલા વિશેષ પુરુષને ઓળખી લેવો કે “આ જ તે પુરુષ છે જેને મેં અમુક સ્થળે જોયો હતો’ એ વિશેષદૃષ્ટ દષ્ટસાધર્યુવતુ અનુમાનનું દષ્ટાન્ત છે. સામાન્યદષ્ટ ઉપમાનના જેવું લાગે છે અને વિશેષદષ્ટ પ્રત્યભિજ્ઞાનથી જુદું જણાતું નથી. કાલની દૃષ્ટિએ પણ અનુમાનના ત્રણ ભેદો થાય છે. અનુયોગદ્વારમાં આ ત્રણે ભેદોનું વર્ણન છે. તેનો પરિચય નીચે આપ્યો છે.' (૧) અતીતકાલગ્રહણ – તૃણયુક્તવન, નિષ્પન્નશસ્યવાળી પૃથ્વી, જળથી ભરેલાં કુંડ, સરોવર, નદી, તળાવ આદિ જોઈને એ અનુમાન કરવું કે સારી વર્ષા થઈ છે – આ અતીતકાલગ્રહણ છે. (૨) પ્રત્યુત્પન્નકાલગ્રહણ – ભિક્ષાચર્યા વખતે પ્રચુર માત્રામાં ભિક્ષા મળતી દેખીને અનુમાન કરવું કે સુભિક્ષ (સુકાળ) છે – આ પ્રત્યુત્પન્નકાલગ્રહણ છે. (૩) અનાગતકાલગ્રહણ –મેઘોની નિર્મળતા, કાળા કાળા પર્વતો, વિદ્યુતયુક્ત વાદળો, મેઘગર્જના, વાતોભ્રમ, લાલ અને સ્નિગ્ધ સંધ્યા વગેરે જોઈને અનુમાન કરવું કે ખૂબ વરસાદ થશે – આ અનાગતકાલગ્રહણ છે. આ ત્રણ લક્ષણોની વિપરીત પ્રતીતિથી વિપરીત અનુમાન કરી શકાય છે. સૂકાં વનોને જોઈને અનાવૃષ્ટિનું, ભિક્ષાની પ્રાપ્તિ ન હોતાં દુકાળનું અને ખાલી વાદળો જોઈ વરસાદ ન પડવાનું અનુમાન કરવું એ વિપરીત પ્રતીતિનાં ઉદાહરણો છે. અનુમાનના અવયવો – મૂળ આગમોમાં અવયવોની ચર્ચા નથી. અવયવોનો અર્થ થાય છે બીજાને સમજાવવા માટે જે અનુમાનનો પ્રયોગ કરવામાં આવે છે તેના ભાગો (વાક્યરૂપ ભાગો). કઈ રીતે અનુમાનનો પ્રયોગ કરવો જોઈએ? તેના માટે Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન ધર્મ-દર્શન કઈ રીતે વાક્યોની સંગતિ કરવી જોઈએ? વધુમાં વધુ કેટલા વાક્યરૂપ અવયવો હોવા જોઈએ? ઓછામાં ઓછા કેટલા અવયવોનો પ્રયોગ કરવો જોઈએ? વગેરે વાતોનો વિચાર અવયવચર્ચામાં કરવામાં આવે છે. આચાર્ય ભદ્રબાહુએ દશવૈકાલિકનિર્યુક્તિમાં અવયવોની ચર્ચા કરી છે. તેમણે બેથી લઈને દસ અવયવો સુધીના પ્રયોગનું સમર્થન કર્યું છે. દસ અવયવોને પણ તેમણે બે પ્રકારે ગણાવ્યા છે. બે અવયવોની ગણનામાં ઉદાહરણનું નામ છે પણ હેતુનું નથી. ભદ્રબાહુએ કેટલા અવયવો સ્વીકાર્યા છે અને તે કયા કયા છે તેની ગણના નીચે મુજબ છે – બે – પ્રતિજ્ઞા, ઉદાહરણ. ત્રણ – પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ. પાંચ–પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાન્ત, ઉપસંહાર, નિગમન. (૧) દસ – પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાન્ત, દૃષ્ટાન્ત વિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ, નિગમન, નિગમન વિશુદ્ધિ. (૨) દસ– પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાન્ત, આશંકા, ત—તિષેધ, નિગમન. બે, ત્રણ અને પાંચ અવયવોનાં નામો તે જ છે જેમનો અન્ય દાર્શનિકોએ ઉલ્લેખ કર્યો છે. દસ અવયવોનાં નામોનું નિર્માણ ભદ્રબાહુએ સ્વતંત્રપણે કરેલું છે. ઉપમાન– ઉપમાનના બે પ્રકાર છે – સાધર્મોપનીત અને વૈધર્મોપનીત. સાધર્મોપનીતના ત્રણ ભેદ છે – કિંચિત્યાધર્મોપનત, પ્રાય:સાધર્મોપનીત અને સર્વસાધર્મોપનીત. કિંચિત્માધર્મોપનીત – જેવો મન્દર છે તેવો સર્ષપ છે, જેવો સર્ષપ છે તેવો મન્દર છે. જેવો સમુદ્ર છે તેવું ગોષ્પદ છે, જેવું ગોષ્પદ છે તેવો સમુદ્ર છે. જેવો આદિત્ય છે તેવો આગિયો છે, જેવો આગિયો છે તેવો આદિત્ય છે.જેવો ચન્દ્ર છે તેવું કુમુદ છે, જેવું કુમુદ છે તેવો ચન્દ્ર છે. આ ઉદાહરણો કિંચિત્યાધર્મોપનીત ઉપમાનનાં છે. ૧. #સ્થ પંવાવયવયં સહી વા સવા છ પડત્યંતિ | – દશવૈકાલિકનિયુક્તિ, ૫૦. ૨. એજન, ૯૨. ૩. પ્રતિજ્ઞાતૂરોપનનામના વયવાદ | ન્યાયસૂત્ર, ૧.૧.૩૨. Page #229 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૦૫ મન્દર અને સર્જપનું થોડુંક સાધર્મ્સ છે. એ જ પ્રમાણે આદિત્ય અને આગિયો વગેરેની બાબતમાં સમજવું જોઈએ. પ્રાયઃસાધર્મોપનીત જેવી ગાય છે તેવો ગવય છે, જેવો ગવય છે તેવી ગાય છે. અહીં ગાય અને ગવય વચ્ચે ઘણું સાધર્મ છે. આ પ્રાયઃસાધર્મોપનીત ઉપમાનનું ઉદાહરણ છે. ――― સર્વસાધર્મોપનીત · જ્યારે કોઈ વ્યક્તિની ઉપમા તે જ વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે સર્વસાધર્મોપનીત ઉપમાન થાય છે. અરિહંત અરિહંત જેવા જ છે, ચક્રવર્તી ચક્રવર્તી જેવા જ છે, (રામ-રાવણનું યુદ્ધ રામ-રાવણના યુદ્ધ જેવું જ છે) ઇત્યાદિ પ્રયોગો સર્વસાધર્મોપનીત ઉપમાનનાં ઉદાહરણો છે. વસ્તુતઃ આ કોઈ ઉપમાન નથી. તેને તો ઉપમાનનો નિષેધ કહી શકીએ. ઉપમા અન્ય વસ્તુની અન્ય વસ્તુને આપવામાં આવે છે. — ― વૈધર્મોપનીતના પણ ત્રણ ભેદ છે - કિંચિâધર્મોપનીત, પ્રાયોવૈધર્મોપનીત અને સર્વવૈધર્મોપનીત. કિંચિદ્વૈધર્મોપનીત આનું ઉદાહરણ આ આપવામાં આવ્યું છે શાબલેય છે તેવો બાહુલેય નથી, જેવો બાહુલેય છે તેવો શાબલેય નથી. - ― - પ્રાયોવૈધોપનીત - જેવો વાયસ છે તેવો પાયસ નથી, જેવો પાયસ છે તેવો વાયસ નથી. આ પ્રાયોવૈધર્મોપનીત ઉપમાનનું ઉદાહરણ છે. જેવો સર્વવૈધર્મોપનીત ——— આનું ઉદાહરણ આ આપ્યું છે - નીચે નીચ જેવું કર્યું, દાસે દાસ જેવું જ કર્યું. આ ઉદાહરણ બરાબર નથી. તેમાં તો સર્વસાધર્મોપનીતનો જ આભાસ મળે છે. કોઈ એવું ઉદાહરણ દેવું જોઈએ જેમાં બે તદ્દન વિરોધી વસ્તુઓ હોય. નીચ અને સજ્જન, દાસ અને સ્વામી આદિ ઉદાહરણો આપી શકાય. આગમ આગમના બે ભેદ કરવામાં આવ્યા છે લૌકિક અને લોકોત્તર. લૌકિક આગમમાં જૈનેતર શાસ્ત્રોનો સમાવેશ થાય છે, જેમ કે રામાયણ, મહાભારત, વેદ વગેરે. લોકોત્તર આગમમાં જૈન શાસ્ત્રો આવે છે. આગમના ભેદ બીજી રીતે પણ કરવામાં આવેલા મળે છે. તે ભેદો ત્રણ છે આત્માગમ, અનન્તરાગમ અને પરંપરાગમ. તીર્થંકર અર્થનો ઉપદેશ આપે છે અને ગણધર તેના આધારે સૂત્ર રચે છે. અર્થરૂપ આગમ તીર્થંકર માટે આત્માગમ છે અને સૂત્રરૂપ આગમ ગણધરો માટે આત્માગમ છે. અર્થરૂપ આગમ ગણધરો માટે અનન્તરાગમ છે કેમ કે તીર્થંકર ગણધરોને સાક્ષાત્ લક્ષ્ય કરીને અર્થનો ઉપદેશ આપે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન ધર્મ-દર્શન છે.ગણધરોના શિષ્યો માટે અર્થરૂપ આગમ પરંપરાગમ છે કેમ કે તેમને અર્થનો સાક્ષાત્ ઉપદેશ નથી આપવામાં આવ્યો પરંતુ તે તેમને પરંપરાથી પ્રાપ્ત થાય છે. અર્થાગમ તીર્થંકર પાસેથી ગણધરો પાસે આવે છે અને ગણધરો પાસેથી તેમના શિષ્યો પાસે આવે છે. સૂત્રરૂપ આગમ ગણધરોના શિષ્યો માટે અનન્તરાગમ છે કેમ કે સૂત્રોનો ઉપદેશ તેમને સાક્ષાત ગણધરો પાસેથી મળે છે. ગણધરોના શિષ્યો પછી થનારા આચાર્યો માટે અથગમ અને સૂત્રાગમ બન્ને પરંપરાગમ છે. આ વિવેચનના આધારે સહજપણે જ એ નિર્ણય પર પહોંચી શકાય છે કે આગમોમાં પ્રમાણશાસ્ત્ર અંગેની સામગ્રી પ્રચુર માત્રામાં વીખરાયેલી પડી છે. જેમ જ્ઞાનનું વિવેચન કરવામાં આગમો પાછળ પડી ગયા નથી તેમ પ્રમાણની ચર્ચા કરવામાં પણ પાછળ રહ્યા નથી. જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાયના વિષયમાં આગમોમાં સારી એવી સામગ્રી છે. એ સાચું કે ઉત્તરાકાલીન દાર્શનિક જૈનાચાર્યોએ એની જે રીતે તર્કના આધારે વિચારણા કરી, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના રૂપમાં જે યુક્તિઓનો આધાર લીધો અને જૈન પ્રમાણશાસ્ત્રના પાયાને મજબૂત બનાવવાનો જે સફળ પ્રયત્ન કર્યો તેવું આગમોમાં નથી મળતું પરંતુ મૂળ રૂપમાં આ વિષય આગમોમાં અવશ્ય છે. તર્કયુગમાં જ્ઞાન અને પ્રમાણ - ઉમાસ્વાતિએ જ્ઞાન અને પ્રમાણમાં કોઈ જાતનો ભેદ રાખ્યો નથી. તેમણે પહેલાં પાંચ જ્ઞાનોનાં નામ ગણાવ્યાં અને પછી કહી દીધું કે આ પાંચ જ્ઞાનો પ્રમાણ છે. પ્રમાણનું અલગ લક્ષણ દર્શાવી પછી જ્ઞાનમાં તે લક્ષણને ઘટાવી જ્ઞાન અને પ્રમાણનો અભેદ સિદ્ધ કરવાના બદલે જ્ઞાનને જ પ્રમાણ કહી દીધું. પ્રામાણ્ય-અપ્રામાણ્યનો અલગ વિચાર ન કરીને જ્ઞાનના સ્વરૂપ સાથે જ તેમનું સ્વરૂપ સમજી લેવાનો સંકેત તેમણે કરી દીધો છે. - ઉત્તરકાલીન તાર્કિકોએ આ પદ્ધતિમાં પરિવર્તન કર્યું. તેમણે પ્રમાણની સ્વતંત્ર વ્યાખ્યા કરવાનો પ્રારંભ કર્યો. તેમનું લક્ષ્ય પ્રામાણ્ય-અપ્રામાણ્ય તરફ અધિક રહ્યું. માત્ર જ્ઞાનોનાં નામ ગણાવી અને તેમને પ્રમાણનું નામ આપીને જ તેઓ સંતુષ્ટ ન રહ્યા પરંતુ પ્રમાણનું અન્ય દાર્શનિકોની જેમ તેમણે સ્વતંત્ર વિવેચન કર્યું. તેમની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ ઉપર તેમણે વિશેષ ભાર આપ્યો. જ્ઞાનને પ્રમાણ માનવા છતાં પણ કર્યું જ્ઞાન પ્રમાણ હોઈ શકે છે એની વિશદ ચર્ચા તેમણે કરી. આ ચર્ચા પછી તેઓ એ નિર્ણય પર પહોંચ્યા કે જ્ઞાન અને પ્રમાણ કથંચિત અભિન્ન છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૦૭ પ્રમાણ શું છે ? આ પ્રશ્નને બરાબર સમજવા માટે એકબે આચાર્યોનો આધાર લઈએ. માણિક્યનન્દી પ્રમાણનું લક્ષણ દર્શાવતાં કહે છે કે તે જ જ્ઞાન પ્રમાણ છે જે સ્વનો અને અપૂર્વ અર્થનો નિર્ણય કરે છે. જ્ઞાન પોતાને પણ જાણે છે અને બાહ્ય અર્થને પણ જાણે છે. જ્ઞાનરૂપ પ્રમાણ માટે એ આવશ્યક છે કે તે પોતાને પણ જાણે અને અર્થને પણ જાણે. અર્થજ્ઞાનમાં વળી પિષ્ટપેષણ ન હોવું જોઈએ પરંતુ કંઈક નવીનતા હોવી જોઈએ. તેથી અર્થની પહેલાં ‘અપૂર્વ’ વિશેષણ મૂક્યું છે. જ્ઞાન જ પ્રમાણ કેમ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે જ્ઞાન જ પ્રમાણ છે કેમ કે ઇષ્ટ વસ્તુનું ગ્રહણ અને અનિષ્ટ વસ્તુનો ત્યાગ જ્ઞાનના કારણે જ થઈ શકે છે. ગ્રહણ અને ત્યાગરૂપ પ્રવૃત્તિ જ્ઞાનના અભાવમાં ઘટતી નથી. તેથી જ્ઞાન જ પ્રમાણ છે. વાદિદેવસૂરિએ પ્રમાણનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે સ્વ અને પરનું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રમાણ છે. તેમણે ‘અપૂર્વ' વિશેષણ કાઢી નાખ્યું. અપૂર્વ અર્થનું હોય કે પૂર્વ અર્થનું હોય - ગમે તે જ્ઞાન હોય પરંતુ નિશ્ચયાત્મક હોય તો તે પ્રમાણ છે. જ્ઞાન જ બતાવી શકે છે કે શું ગ્રાહ્ય છે અને શું ત્યાજ્ય છે, તેથી જ્ઞાન જ પ્રમાણ ―― છે. આચાર્ય હેમચન્દ્રે પ્રમાણમીમાંસામાં લખ્યું કે અર્થનો સમ્યક્ નિર્ણય પ્રમાણ છે. અહીં ‘સ્વ અને પર' એવો પ્રયોગ નથી. અર્થનો નિર્ણય સ્વનિર્ણયના અભાવમાં થઈ શકતો નથી, તેથી અર્થનિર્ણયનો અવિનાભાવી સ્વનિર્ણય સ્વતઃ સિદ્ધ છે. જ્યારે સ્વનિર્ણય થાય છે ત્યારે જ અર્થનિર્ણય થાય છે. હેમચન્દ્રે આ સિદ્ધાન્તને ધ્યાનમાં રાખીને ‘સ્વનિર્ણય’ વિશેષણનો પ્રયોગ કર્યો નથી. પ્રમાણનાં ઉપર જણાવેલાં લક્ષણોને જોવાથી જણાઈ આવે છે કે જ્ઞાન અને પ્રમાણમાં અભેદ છે. જ્ઞાનનો અર્થ સમ્યક્ જ્ઞાન છે, મિથ્યાજ્ઞાન નથી. જ્યારે જ્ઞાન કોઈ પદાર્થનું ગ્રહણ કરે છે ત્યારે તે સ્વને પ્રકાશિત કરીને જ તે પદાર્થને ગ્રહણ કરે છે. જૈન દર્શનમાં જ્ઞાનને સ્વ-પરપ્રકાશક માનવામાં આવ્યું છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે તે પોતે પોતાને પ્રકાશિત કરીને જ અર્થને પ્રકાશિત કરે છે. જે ખુદ અપ્રકાશિત હોય તે બીજાને પ્રકાશિત કરી શકે નહિ. દીપક જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટાદિ ૧. પરીક્ષામુખ, ૧.૨. ૨. એજન, ૧.૨ ૩. સ્વપવ્યવસાયાત્મ જ્ઞાનું પ્રમાળમ્ । પ્રમાણનયતત્ત્વાલોક, ૧.૨. ૪. એજન, ૧.૩ ૫. સભ્ય નિર્ણય: પ્રમામ્ । પ્રમાણમીમાંસા, ૧.૧.૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન ધર્મ-દર્શન ―――――― પદાર્થોને પ્રકાશિત કરવાની સાથે સાથે જ પોતાને પણ પ્રકાશિત કરે છે જ. તેને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા દીપકની આવશ્યકતા નથી રહેતી. તે પોતે જ પ્રકાશરૂપ ઉત્પન્ન થઈને જ બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે જ્ઞાન પણ પ્રકાશરૂપ જ છે જે સ્વની સાથે સાથે જ પ૨ને (અર્થને) પ્રકાશિત કરે છે. તેથી જ્ઞાનને સ્વપરપ્રકાશક કહેવામાં આવેલ છે. જૈન દર્શનમાં નિશ્ચયાત્મક જ્ઞાનને જ પ્રમાણ માનવામાં આવ્યું છે. નિશ્ચયાત્મકનો અર્થ છે સવિકલ્પક. તે જ જ્ઞાન પ્રમાણ હોઈ શકે જે નિશ્ચયાત્મક હોય - વ્યવસાયાત્મક હોય - સવિકલ્પક હોય. ન્યાયબિન્દુમાં બૌદ્ધ તાર્કિક ધમકીર્તિએ નિર્વિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું છે. ત્યાં તેમણે ‘કલ્પનાપોઢ’૧ શબ્દનો પ્રયોગ કર્યો છે જેનો અર્થ છે કલ્પનાથી અર્થાત્ વિકલ્પથી રહિત. જૈન દર્શન આ સિદ્ધાન્તનું ખંડન કરે છે.તે કહે છે કે જે જ્ઞાન નિર્વિકલ્પક હોય છે તે પ્રમાણ-અપ્રમાણ કંઈ જ હોતું નથી. બીજા શબ્દોમાં, જ્ઞાન નિર્વિકલ્પ હોઈ શકે જ નહિ. જ્ઞાન પણ હોય અને વિકલ્પરૂપ ન હોય એ બની જ કેવી રીતે શકે ? નિર્વિકલ્પક ઉપયોગ તો દર્શનમાત્ર છે, જ્ઞાન નથી. જ્ઞાન તો દર્શન પછી થતો ઉપયોગ છે. આવી સ્થિતિમાં જ્ઞાન નિર્વિકલ્પક કેવી રીતે હોઈ શકે ? પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય તો નિશ્ચયાત્મક ઉપયોગની બાબતમાં જ થાય. એટલે પ્રમાણ કે અપ્રમાણ હોવા માટે નિશ્ચયાત્મક ઉપયોગ આવશ્યક છે. બીજા શબ્દોમાં, પ્રમાણ-અપ્રમાણ હોવાનો પ્રશ્ન નિશ્ચયાત્મક ઉપયોગને અંગે જ ઊઠે છે. જ્ઞાનનું પ્રામાણ્ય સમ્યક્ જ્ઞાન જ પ્રમાણ હોય છે, એ આપણે જોઈ ગયા. કયું જ્ઞાન સમ્યક્ હોય છે અને કયું જ્ઞાન મિથ્યા હોય છે ? આનો નિર્ણય કરવાનો બાકી છે. બીજા શબ્દોમાં, જ્ઞાનને જેના કારણે પ્રમાણ કહેવામાં આવે છે તે પ્રામાણ્ય શું છે ? પ્રામાણ્યની કસોટી કઈ છે જેના આધારે આપણે એ નિર્ણય કરી શકીએ કે અમુક જ્ઞાન પ્રમાણ છે અને અમુક જ્ઞાન અપ્રમાણ ? પ્રામાણ્ય અને અપ્રામાણ્યનો નિર્ણય કેવી રીતે થાય ? જૈન તાર્કિક કહે છે કે જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કાં તો સ્વતઃ થાય છે કાં તો પરતઃ.૨ અમુક પરિસ્થિતિમાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિમાં પ્રામાણ્યનિશ્ચય કરવા માટે બીજાં સાધનોની મદદ લેવી પડે છે. મીમાંસક સ્વતઃપ્રામાણ્યવાદી છે. નૈયાયિક પરત:પ્રામાણ્યવાદી છે. મીમાંસક કહે છે કે જ્ઞાન ૧. પ્રત્યક્ષ ન્પનાપોમબ્રાન્તમ્। ન્યાયબિન્દુ, ૧.૪. ૨. પ્રામાīનિશ્ચય: સ્વતઃ પરતો વા । પ્રમાણમીમાંસા, ૧.૧.૮. Page #233 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૦૯ પ્રમાણરૂપ જ ઉત્પન્ન થાય છે. તેમાં જે અપ્રામાણ્ય આવે છે તે બાહ્ય દોષના કારણે આવે છે. જ્ઞાનના પ્રામાણ્યનિશ્ચય માટે કોઈ અન્ય વસ્તુની આવશ્યકતા નથી. પ્રામાણ્ય સ્વતઃ ઉત્પન્ન થાય છે અને સ્વતઃ જ્ઞાત થાય છે. પ્રામાણ્યની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ સ્વતઃ છે. આને સ્વતઃપ્રામાણ્યવાદ કહે છે. નૈયાયિકો સ્વત:પ્રામાણ્યવાદને નથી માનતા. તેઓ કહે છે કે જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ એનો નિર્ણય કોઈ બાહ્ય પદાર્થના આધારે જ કરી શકાય. જે જ્ઞાન યથાર્થ અર્થાત્ અર્થ સાથે અવ્યભિચારી હોય તે પ્રમાણ છે. જે જ્ઞાન અથવ્યભિચારી નથી હોતું તે અપ્રમાણ છે. પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેની કસોટી બાહ્ય વસ્તુ છે. જ્ઞાન સ્વતઃ ન તો પ્રમાણ છે કે ન તો અપ્રમાણ. પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય ત્યારે જ થાય છે જ્યારે જ્ઞાનને વસ્તુ સાથે મેળવવામાં આવે છે. જેવી વસ્તુ હોય તેવું જ જ્ઞાન હોય તો તે જ્ઞાનને આપણે પ્રમાણ કહીએ છીએ. વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત જ્ઞાન થાય તો તે જ્ઞાનને આપણે અપ્રમાણ કહીએ છીએ. નૈયાયિકોનો આ સિદ્ધાન્ત પરતઃપ્રામાણ્યવાદ કહેવાય છે. આમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ ન થતાં પરતઃ થાય છે. સાંખ્ય દર્શનની માન્યતાનો પણ ઉલ્લેખ કરી દેવો જોઈએ. સાંખ્યની માન્યતા છે કે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્ને સ્વતઃ છે. અમુક જ્ઞાન પ્રમાણ છે અને અમુક જ્ઞાન અપ્રમાણ છે આ બન્ને નિર્ણયો સ્વતઃ થાય છે. આ માન્યતા નૈયાયિકોથી તદ્દન ઊલટી છે. નૈયાયિકો પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેનો નિર્ણય પરતઃ માને છે જ્યારે સાંખ્ય પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેનો નિર્ણય સ્વતઃ માને છે. જૈન દર્શન આ ટાણે થી ભિન્ન સિદ્ધાન્તથી સ્થાપના કરે છે. પ્રામાનિશ્ચય માટે સ્વત:પ્રામાયવાદ અને પરત:પ્રામાયવાદ બન્નેની આવશ્યકતા છે. સ્વતઃપ્રામાણ્યવાદનાં ઉદાહરણો જુઓ – એક વ્યક્તિ પોતાની હથેળી હમેશાં દેખે છે. તે તેનાથી ખૂબ પરિચિત છે. તે વ્યક્તિને પોતાની હથેળીવિષયક જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય કરવા માટે કોઈ બાહ્ય વસ્તુની આવશ્યકતા નથી. પોતાની હથેળીને દેખતાં જ તે વ્યક્તિ નિશ્ચય કરી લે છે કે આ મારી જ હથેળી છે. બીજું ઉદાહરણ પાણીનું છે. એક વ્યક્તિને તરસ લાગી છે. તે પાણી પીએ છે અને તરત તેની તરસ શમી જાય છે. તરસ શમતાં જ તે સમજી જાય છે કે મેં પાણી પીધું છે. તે પાણી હતું કે નહિ એનો નિશ્ચય કરવા માટે તેને બીજી વસ્તુની મદદ લેવી પડતી નથી. કેટલીય વાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાની મેળે જ જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરી શકતી નથી. તેને કોઈ બાહ્ય વસ્તુની મદદ લેવી પડે છે. ઉદાહરણ તરીકે એક ઓરડો બંધ છે અને તેના બારણામાં નાનું છિદ્ર છે. તે છિદ્રમાંથી થોડોક પ્રકાશ બહાર નીકળી રહ્યો છે. તે પ્રકાશ દીપકનો છે કે મણિનો એનો નિર્ણય થતો નથી. નિર્ણય કરવા માટે ઓરડો ખોલવામાં આવે છે. દીપકની દિવેટ દેખાય છે. તેલનું 14 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ જૈન ધર્મ-દર્શન પણ પ્રત્યક્ષ થાય છે. આ બધી ચીજોને જોઈને એ નિશ્ચય થઈ જાય છે કે મારું દીપકવિષયક જ્ઞાન સાચું છે અને મણિવિષયક જ્ઞાન ખોટું. દીપકવિષયક જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય થાય છે અને મણિવિષયક જ્ઞાનના અપ્રામાણ્યનો. આ નિશ્ચયના માટે દિવેટ, તેલ, આદિનો આધાર લેવો પડ્યો. બીજું ઉદાહરણ લો. એક જગાએ સફેદ ઢગલો પડ્યો છે. આપણને એવી પ્રતીતિ થાય છે કે તે ખાંડ છે, પરંતુ એનો નિશ્ચય કેવી રીતે થાય કે તે ખાંડ જ છે. તેમાંથી થોડીક માત્રા લઈ મોંમાં મૂકી. જીભને ગળ્યો સ્વાદ અનુભવાયો. તરત જ નિશ્ચય થઈ ગયો કે તે ખાંડ છે. આ નિર્ણય માટે પદાર્થના કાર્ય યા પરિણામની પ્રતીક્ષા કરવી પડી. સ્વતઃ નિર્ણય ન થયો. જો તે જ ઢગલો પહેલાં દેખ્યો હોત તો અત્યારે તરત જ નિર્ણય થઈ જાત કે આ ઢગલો ખાંડનો છે. આ અવસ્થામાં થનારા જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિર્ણત થઈ જાય છે. આગળના પરિણામની પ્રતીક્ષા કર્યા પછી થનારો પ્રામાયનિશ્ચય પરત:પ્રામાણ્યવાદ અન્તર્ગત છે. જૈન દર્શન સ્વત:પ્રામાણ્યવાદ અને પરતઃપ્રામાણ્યવાદ બન્નેનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ સમર્થન કરે છે. અભ્યાસાવસ્થા આદિમાં જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય સ્વતઃ થાય છે. અનભ્યાસદશામાં જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય પરતઃ થાય છે. અભ્યાસદશાની દૃષ્ટિએ સ્વત:પ્રામાણ્યવાદ સાચો છે અને અનભ્યાસદશાની દષ્ટિએ પરત:પ્રામાણ્યવાદ સાચો પ્રમાણનું ફળ પ્રમાણના ભેદ-પ્રભેદની ચર્ચા કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે પ્રમાણનું ફળ શું છે? પ્રમાણની ચર્ચા શા માટે કરવી ? પ્રમાણચર્ચાથી શું લાભ છે ? પ્રમાણનું પ્રયોજન શું છે? પ્રમાણનું મુખ્ય પ્રયોજન અર્થપ્રકાશ છે. અર્થનું સ્વરૂપ બરાબર સમજવા માટે પ્રમાણનું જ્ઞાન જરૂરી છે. પ્રમાણ-અપ્રમાણના વિવેક વિના અર્થના યથાર્થ-અયથાર્થ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. આ જ વાતને બીજી રીતે આ પ્રમાણે કહી શકાય – પ્રમાણનું સાક્ષાત્ ફળ અજ્ઞાનનો નાશ છે. કેવલજ્ઞાનનું ફળ સુખ અને ઉપેક્ષા છે. બાકીના જ્ઞાનોનું ફળ પ્રહણબુદ્ધિ અને ત્યાગબુદ્ધિ છે. સામાન્ય દૃષ્ટિએ પ્રમાણનું ફળ એ જ છે કે પ્રમાણ ઉત્પન્ન થતાં અજ્ઞાન રહી શકતું નથી. જેમ ૧. 7મર્થપ્રકાશ એજન, ૧.૧.૩૪. ૨. માહ્ય સં સાક્ષ અજ્ઞાનવિનિવર્તનમાં. વર્તશે સુવે શેષસ્થાનાંધી : ન્યાયાવતાર, ૨૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા '- ૨ ૧ ૧ સૂર્યપ્રકાશથી અન્ધકારનો સર્વનાશ થઈ જાય છે તેમ પ્રમાણથી અજ્ઞાનનો વિનાશ થાય છે. આ સાધારણ ફળ છે. આ અજ્ઞાનનાશનું કોના માટે કયું ફળ છે એ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે કે જેને કેવળજ્ઞાન થાય છે તેના માટે અજ્ઞાનનાશનું એ જ ફલ છે કે તેને આત્મસુખ પ્રાપ્ત થાય છે અને જગતના વિષયો તરફ તેનો ઉપેક્ષાભાવ રહે છે. બીજા લોકો માટે અજ્ઞાનનાશનું ફળ પ્રહણબુદ્ધિ અને ત્યાગબુદ્ધિ ઉત્પન્ન થાય છે અર્થાત્ તેઓ ગ્રાહ્ય અને ત્યાજ્યનો વિવેક કરવાની બુદ્ધિ પામે છે. અમુક વસ્તુ નિર્દોષ છે તેથી તેનું ગ્રહણ કરવું જોઈએ. અમુક વસ્તુ સદોષ છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારનો વિવેક અજ્ઞાનના નાશથી જાગે છે. આ વિવેક સત્કાર્યમાં પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે અને દુષ્કાર્યમાંથી નિવૃત્ત થવાને પ્રેરે છે. પ્રમાણનું આ ફળ જ્ઞાનથી ભિન્ન નથી. પૂર્વકાલભાવી જ્ઞાન ઉત્તરકાલભાવી જ્ઞાન માટે પ્રમાણ છે અને ઉત્તરકાલભાવી જ્ઞાન પૂર્વકાલભાવી જ્ઞાન માટે ફલ છે. આ પરંપરા ઉત્તરોત્તર આગળ વધતી જાય છે. પ્રમાણના ભેદો - જ્ઞાનનું વિવેચન કરતી વખતે આપણે જોઈ ગયા કે જૈન દર્શન મુખ્યપણે જ્ઞાનના બે ભેદ સ્વીકારે છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ સીધું જ આત્માથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે અને પરોક્ષ ઈન્દ્રિય વગેરે કારણોની સહાયતાથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે. જૈન તાર્કિકોએ આ જ આધારે પ્રમાણના પણ બે ભેદ કર્યા છે – પ્રત્યક્ષ અને પરોક્ષ'. બૌદ્ધોએ પ્રમાણના જે બે ભેદ કર્યા છે તેમનાથી ભેદો ભિન્ન છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદો ન કરીને બૌદ્ધ તાર્કિકોએ પ્રત્યક્ષ અને અનુમાન એવા બે ભેદો કર્યા છે. જૈન દર્શન અનુસાર અનુમાન તો પરોક્ષનો એક પેટા ભેદ છે. તેથી બૌદ્ધ દર્શનનું પ્રમાણવિભાજન અપૂર્ણ છે. ચાર્વાક દર્શન તો એક માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. આ ચાર્વાક માન્યતાનું ખંડન કરતાં કહેવામાં આવ્યું છે કે કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષના આધાર પર આપણું જ્ઞાન પૂર્ણ બની શકતું નથી. વળી, આ જ્ઞાન પ્રમાણ છે, આ જ્ઞાન અપ્રમાણ છે' એ વ્યવસ્થા અનુમાનના અભાવમાં થઈ શકતી નથી. અમુક વ્યક્તિ અમુક પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, અમુક પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેથી તેના મનમાં અત્યારે આ ભાવના મનોવૃત્તિ) છે' આ જાતનું બીજાની મનોવૃત્તિનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા સંભવતું નથી પણ અનુમાન દ્વારા સંભવે છે. “પ્રત્યક્ષ જ પ્રમાણ ૧. પ્રમ દ્વિધા પ્રત્યક્ષ પરોક્ષ ૨ા પ્રમાણમીમાંસા, ૧.૧.૯-૧૦. ૨. પ્રત્યક્ષમનુમાન ચા ન્યાયબિન્દુ, ૧.૩. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન ધર્મ-દર્શન છે, અનુમાનાદિ પરોક્ષ પ્રમાણો છે જ નહિ' આ જાતનો નિષેધ પણ પ્રત્યક્ષના આધારે કરી શકાતો નથી. આમ અનુમાન વિના ન તો કોઈ વ્યવસ્થા થઈ શકે છે, ન તો બીજાની મનોવૃત્તિ જાણી શકાય છે, ન તો સ્વપક્ષની સિદ્ધિ અને ૫૨૫ક્ષનો નિષેધ કરી શકાય છે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને જૈન દાર્શનિક અનુમાન વગેરેરૂપ પરોક્ષ પ્રમાણને પણ સ્વીકારે છે તથા જે લોકો કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષને જ પ્રમાણ માને છે તેમની માન્યતાનું ખંડન કરે છે. ૧ જે જ્ઞાન યથાર્થ હોય છે અર્થાત્ અર્થને અનુકૂળ હોય છે - અર્થની સાથે મેળ ખાતું હોય છે તે જ જ્ઞાન પ્રમાણ મનાય છે. પ્રત્યક્ષ, અનુમાન વગેરે બધાંની બાબતમાં આ સિદ્ધાન્ત સમાનપણે લાગુ પડે છે. દ્વિચન્દ્રજ્ઞાન પ્રત્યક્ષ હોવા છતાં પણ પ્રમાણ નથી કેમ કે તે જ્ઞાન યથાર્થ નથી. તેનો વિષય ચંદ્ર તો એક છે પરંતુ જ્ઞાનમાં બે ચન્દ્રોનો પ્રતિભાસ થાય છે. જ્ઞાન અને અર્થમાં અહીં અનુકૂળતા (સંવાદ, મેળ) નથી. તેથી તે જ્ઞાન મિથ્યા છે, અપ્રમાણ છે. તેવી જ રીતે અનુમાન આદિથી જન્ય જ્ઞાન પણ મિથ્યા હોઈ શકે છે. જેમ એક પ્રત્યક્ષજ્ઞાન મિથ્યા હોવાથી બધાં જ પ્રત્યક્ષજ્ઞાનો મિથ્યા બની જતાં નથી તેમ અનુમાન આદિની બાબતમાં એક જગ્યાએ વ્યભિચાર હોવાથી બધાં જ્ઞાનો વ્યભિચારી બની જતાં નથી. પ્રત્યક્ષની જેમ અર્થાનુકૂલ (અર્થાવિસંવાદી) ઉત્પન્ન થવાથી અનુમાન આદિ પણ અવ્યભિચારી છે, પ્રમાણ છે. જો ક્યાંક ક્યાંક પ્રત્યક્ષમાં દોષ કે વ્યભિચાર આવી શકે છે તો અનુમાન આદિમાં પણ તેવી સંભાવના હોઈ શકે છે. આવી સ્થિતિમાં એકને પ્રમાણ માનવું અને બીજાને અપ્રમાણ માનવું - - અર્થાત્ પ્રત્યક્ષને પ્રમાણ માનવું અને અનુમાન આદિને અપ્રમાણ માનવાં · તર્કસંગત નહિ ગણાય. જે યથાર્થતા(અવિસંવાદ)ના કારણે પ્રત્યક્ષમાં પ્રમાણતાની સ્થાપના કરાય છે તે જ યથાર્થતાને દૃષ્ટિમાં રાખી અનુમાન આદિને પણ પ્રમાણ કહેવાં જોઈએ, પ્રમાણ તરીકે સ્વીકારવાં જોઈએ. ―― ------ - વૈશેષિક અને સાંખ્ય ત્રણ પ્રમાણો માને છે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. નૈયાયિકો ચાર પ્રમાણો સ્વીકારે છે પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન, પ્રાભાકરો પાંચ પ્રમાણો માને છે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થાપત્તિ. ભાટ્ટો એનાથી આગળ વધી છ પ્રમાણો સ્વીકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ. જૈન દર્શને સ્વીકારેલાં બે પ્રમાણો પ્રત્યક્ષ અને પરોક્ષમાં બધાં પ્રમાણો સમાવેશ પામે છે. બીજાં દર્શનોની જેમ જૈન દર્શન પણ પ્રત્યક્ષને પ્રમાણ માને છે. અનુમાન તો જૈન દર્શને સ્વીકારેલા પરોક્ષપ્રમાણનો એક ૧. વ્યવસ્થાન્વીનિષેધાનાં સિદ્ધે પ્રત્યક્ષેતપ્રમાઽસિદ્ધિઃ । પ્રમાણમીમાંસા, ૧.૧.૧૧ ― - --- Page #237 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨ ૧૩ ભેદ છે. આગમ પણ પરોક્ષપ્રમાણનો જ એક પ્રકાર છે. ઉપમાન પણ પરોક્ષપ્રમાણ અન્તર્ગત છે. અર્થાપત્તિ અનુમાનથી ભિન્ન નથી. અભાવ પ્રત્યક્ષનો જ એક અંશ છે. વસ્તુ ભાવ અને અભાવ ઉભયાત્મક છે. બન્નેનું ગ્રહણ પ્રત્યક્ષથી થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુના ભાવાંશનું ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના અભાવાંશનું પણ અભાવરૂપે ગ્રહણ થઈ જ જાય છે, અન્યથા અભાવાંશનું પણ ભાવરૂપે ગ્રહણ થાત. વસ્તુ ભાવ અને અભાવ આ બે રૂપો સિવાય કોઈ ત્રીજા રૂપમાં મળતી નથી. એક વસ્તુ જે દૃષ્ટિએ ભાવરૂપ છે તે જ વસ્તુ તદિતર દૃષ્ટિએ અભાવરૂપ છે. જ્યારે ભાવરૂપનું ગ્રહણ થાય છે ત્યારે અભાવરૂપનું પણ ગ્રહણ થાય છે. બન્ને પ્રત્યક્ષગ્રાહ્ય છે. આવી સ્થિતિમાં અભાવગ્રાહક ભિન્ન પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. અભાવની પરીક્ષા બીજી રીતે કરીએ. “આ ભૂમિ ઉપર ઘટ નથી” આ અભાવનું ઉદાહરણ છે. અહીં અભાવપ્રમાણ ઘટાભાવનું ગ્રહણ કરે છે. આ ઘટાભાવ શું છે? જો આપણે આનો વિચાર કરીશું તો જણાશે કે આ ઘટાભાવ શુદ્ધ (કવળ) ભૂમિ સિવાય બીજું કંઈ જ નથી. જે ભૂતલ પર પહેલાં આપણે ઘટ દેખ્યો હતો તે જ ભૂતલને હવે આપણે શુદ્ધ ભૂતલના રૂપમાં દેખીએ છીએ. આ શુદ્ધ ભૂતલ જ ઘટાભાવ છે અને તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. આ વિશ્લેષણમાંથી એ જ ફલિત થાય છે કે અભાવપ્રમાણ પ્રત્યક્ષથી ભિન્ન નથી. એકનો અભાવ બીજાનો ભાવ છે. પ્રત્યક્ષ પ્રત્યક્ષનું લક્ષણ વૈશદ્ય કે સ્પષ્ટતા છે. સકિર્ષ યા કલ્પનાપોઢત્વને પ્રત્યક્ષનું લક્ષણ માની શકાય નહિ. વૈશદ્ય કોને કહે છે? જે પ્રતિભાસ માટે કોઈ પ્રમાણાન્તરની આવશ્યકતા ન હોય અથવા જે પ્રતિભાસ ‘આ’ આકારથી (તયા) યુક્ત હોય તે વૈશદ્ય છે. જે પ્રમાણાન્તરનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે પ્રત્યક્ષ પોતાના વિષયના પ્રતિભાસ માટે સ્વયં સમર્થ છે. તેને બીજા કોઈ પ્રમાણની સહાયતાની અપેક્ષા નથી. અનુમાન, આગમ આદિ પ્રમાણ પોતે પોતામાં પૂર્ણ નથી. ૧. વિશઃ પ્રત્યક્ષમ્ | પ્રમાણમીમાંસા, ૧.૧.૧૩. પણું પ્રત્યક્ષમ્ પ્રમાણનયતત્તાલોક, ૨.૨. વિશવં પ્રત્યક્ષમ્ | પરીક્ષામુખ, ૨.૩. ૨. પ્રમાન્તિનક્ષેત્તથી પ્રતિમાસો વા વૈશમ્ પ્રમાણમીમાંસા, ૧.૧.૧૪. પ્રતીત્યન્તારવ્યવધાન વિશેષવત્તા વા પ્રતિમાસ વૈશમ્ | પરીક્ષામુખ, ૨.૪. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન ધર્મ-દર્શન તેમનો આધાર પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પોતે પોતામાં પૂર્ણ છે. તેને કોઈ અન્ય આધારના સહયોગની આવશ્યકતા નથી. “આ” એવા આકારવાળો પ્રતિભાસ એટલે સ્પષ્ટ પ્રતિભાસ. જે પ્રતિભાસમાં સ્પષ્ટતા ન હોય, વચ્ચે વ્યવધાન હોય, એક પ્રતીતિનો આધાર લઈ બીજી પ્રતીતિ સુધી પહોંચવું પડતું હોય તે પ્રતિભાસ ‘આ’ એવા આકારવાળો નથી હોતો. આવા અસ્પષ્ટ અને વ્યવહિત પ્રતિભાસને પરોક્ષ કહે છે. પ્રત્યક્ષમાં કોઈ જ વ્યવધાન હોતું નથી. આપણે જોઈ ગયા કે જૈન તાર્કિકોએ પ્રત્યક્ષનું બે દષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. એક લોકોત્તર યા પારમાર્થિક દૃષ્ટિ છે અને બીજી લૌકિક યા વ્યાવહારિક દૃષ્ટિ છે. પારમાર્થિક દૃષ્ટિએ પારમાર્થિક પ્રત્યક્ષનું વિશ્લેષણ કર્યું અને વ્યાવહારિક દૃષ્ટિએ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું અનુમોદન કર્યું. પારમાર્થિક પ્રત્યક્ષ સકલ અને વિકલના ભેદ બે પ્રકારનું છે. સકલપ્રત્યક્ષ કેવલજ્ઞાન છે અને વિકલપ્રત્યક્ષમાં અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બે સમાવેશ પામે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ થાય છે. પારમાર્થિક અને સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ-પ્રભેદોનું વર્ણન અમે પહેલાં કરી દીધું છે. અહીં અમે પરોક્ષ ઉપર થોડો પ્રકાશ પાડીશું. પરોક્ષ જે જ્ઞાન અવિશદ અથવા અસ્પષ્ટ છે કે પરોક્ષ છે. પરોક્ષ પ્રત્યક્ષથી બરાબર ઊલટું છે. જેમાં વૈશદ્ય યા સ્પષ્ટતાનો અભાવ છે તે પરોક્ષ છે. પરોક્ષના પાંચ ભેદ છે – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. સ્મૃતિ – વાસના જાગૃત થતાં ઉત્પન્ન થનારું “તે એવા આકારનું જ્ઞાન સ્મૃતિ છે.* સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ છે. કોઈ જ્ઞાન યા અનુભવની વાસનાની જાગૃતિથી ઉત્પન્ન થનારું જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. વાસનાની જાગૃતિ કેવી રીતે થાય ૧. ત૬ દિપ્રારં સાંવ્યવહરિ પરમfથવા પ્રમાણનયતત્ત્વાલક, ૨.૪. ૨. વિશઃ પક્ષમ્ | પ્રમાણમીમાંસા, ૧.૨.૧. અસ્પષ્ટ પરોક્ષમ્ પ્રમાણનયતત્તાલોક, ૩.૧. ૩. મUપ્રત્યજ્ઞાનતનુમાના મેતત્ પંવપ્રારમ્ I એજન, ૩.૨. ૪. વાસોદોધતા હત્યા કૃતિ: 1 પ્રમાણમીમાંસા, ૧.૨.૩. Page #239 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૧૫ છે ? સમાનતા, વિરોધ આદિ અનેક કારણે વાસના જાગૃત થઈ શકે છે. સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ હોવાથી ‘તે’ એવો આકાર ધરાવતું જ્ઞાન સ્મૃતિની વિશેષતા છે. ભારતીય દર્શનશાસ્ત્રના ઇતિહાસમાં જૈનદર્શન જ એવું દર્શન છે જે સ્મૃતિને પ્રમાણ માને છે. સ્મૃતિને પ્રમાણ ન માનનારા દાર્શનિકો ખાસ દોષ એ દેખાડે છે કે સ્મૃતિનો વિષય તો અતીત અર્થ છે, તે તો નાશ પામી ગયો છે, તેના જ્ઞાનને અત્યારે પ્રમાણ કેવી રીતે માની શકાય ? જે જ્ઞાનનો કોઈ વિષય અસ્તિત્વ ધરાવતો ન હોય, જે જ્ઞાનનો કોઈ વર્તમાન આધાર ન હોય, તે જ્ઞાન ઉત્પન્ન જ કેવી રીતે થઈ શકે ? વિષય વિના જ્ઞાનોત્પત્તિ કેવી રીતે સંભવે ? આનો ઉત્તર એ છે કે જ્ઞાનના પ્રામાણ્યનો આધાર અર્થ (વસ્તુ) સાથે જ્ઞાનનો અવિસંવાદ છે, અને નહિ કે અર્થની વર્તમાનતા. અર્થ કોઈ પણ સમયે ઉપસ્થિત કેમ ન હોય, પરંતુ જો જ્ઞાનનો તેની સાથે મેળ હોય, જ્ઞાન તેની વાસ્તવિકતાને ગ્રહણ કરતું હોય તો તે જ્ઞાન પ્રમાણ છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય કોઈ પણ કાળમાં રહેનારો પદાર્થ જ્ઞાનનો વિષય બની શકે છે. જો વર્તમાનકાલીન પદાર્થને જ જ્ઞાનનો વિષય માનવામાં આવે તો અનુમાન પણ પ્રમાણની કોટિમાંથી બહાર થઈ જશે કેમ કે તે ત્રૈકાલિક વસ્તુનું ગ્રહણ કરે છે. કેવળ વર્તમાનના આધાર પર અનુમાન ઊભું રહી શકતું નથી. સ્મૃતિ જો અતીત અર્થને ગ્રહણ કરવા છતાં અવિસંવાદી છે તો પ્રમાણ છે. જો કોઈ એવો આગ્રહ રાખે કે વર્તમાન પદાર્થનું જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે, તો તેની સામે વિરોધમાં કહી શકાય કે અતીત પદાર્થનું જ્ઞાન જ પ્રમાણ છે. કથનમાત્રથી જો કોઈ વાત સિદ્ધ થઈ જતી હોય તો પ્રમાણ અને અપ્રમાણની પરીક્ષા વ્યર્થ છે. જ્ઞાનને પ્રમાણ એટલા માટે નથી માનવામાં આવતું કે તે વર્તમાન વસ્તુને ગ્રહણ કરે છે યા અતીત અર્થને પોતાનો વિષય બનાવે છે યા અનાગત પદાર્થનું ચિન્તન કરે છે. જ્ઞાન વસ્તુની યથાર્થતાનું ગ્રાહક હોવાથી પ્રમાણ મનાય છે. બીજા શબ્દોમાં જ્ઞાન અર્થ સાથે અવિસંવાદી હોવાથી પ્રમાણ મનાય છે. આ યથાર્થતા કે અવિસંવાદ ત્રણમાંથી કોઈ પણ કાળની વસ્તુમાં ઘટે છે. વિરોધી એક વધુ દોષ આપે છે. તે કહે છે કે જે વસ્તુ નાશ પામી ગઈ છે તે જ્ઞાનોત્પત્તિનું કારણ કેવી રીતે બની શકે ? જૈન દર્શન અર્થને જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી માનતું, આ વાત અર્થ અને આલોકની ચર્ચા વખતે સિદ્ધ કરી દીધી છે. જ્ઞાન પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે અને અર્થ પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં એવી શક્તિ છે કે તે અર્થને પોતાનો વિષય બનાવી શકે છે અને અર્થનો એવો સ્વભાવ છે કે તે જ્ઞાનનો વિષય બની શકે છે. અર્થ અને જ્ઞાન વચ્ચે કારણ અને કાર્યનો સંબંધ નથી. તેમની વચ્ચે તો શેય અને જ્ઞાતા, પ્રકાશ્ય અને પ્રકાશક, વ્યવસ્થાપ્ય અને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬ જૈન ધર્મ-દર્શન વ્યવસ્થાપકનો સંબંધ છે. આ બધી હકીકતોને જોતાં સ્મૃતિને પ્રમાણ માનવી યુક્તિસંગત છે. સ્મૃતિને પ્રમાણ ન માનતાં તો અનુમાન પણ પ્રમાણ ન રહી શકે કેમ કે લિંગ (સાધન) અને લિંગી (સાધ્ય) વચ્ચેનો વ્યાપ્તિનો સંબંધ પ્રત્યક્ષનો વિષય નથી. અનેકવાર દર્શન થયા પછી નિશ્ચિત થનારો લિંગ અને લિંગીનો સંબંધ સ્મૃતિના અભાવમાં કેવી રીતે સ્થાપિત થઈ શકે? લિંગને દેખીને લિંગીનું (સાધ્યનું) જ્ઞાન પણ સ્મૃતિ વિના ન થઈ શકે. વ્યાપ્તિસંબંધના સ્મરણ વિના અનુમાન સર્વથા અસંભવ પ્રત્યભિજ્ઞાન – દર્શન અને સ્મરણથી ઉત્પન્ન થનારું, “આ તે જ છે' “આ તેના સમાન છે “આ તેનાથી વિલક્ષણ છે” “આ તેનો પ્રતિયોગી છે' વગેરે આકારોવાળું સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાનમાં બે જાતના અનુભવો કારણરૂપ છે – એક પ્રત્યક્ષ દર્શન જે વર્તમાન કાલમાં રહે છે અને બીજું સ્મરણ જે ભૂતકાળનો અનુભવ છે. જે જ્ઞાન આ પ્રત્યક્ષ અને સ્મૃતિથી ઉત્પન્ન થનારું બન્નેના સંકલનરૂપ છે તે પ્રત્યભિજ્ઞાન છે. “આ તે જ ઘટ છે એવા આકારનું જ્ઞાન અભેદનું ગ્રહણ કરે છે. ‘આ’ એ પ્રત્યક્ષ દર્શનનો વિષય છે અને તે જ એ સ્મૃતિનો વિષય છે. ઘટ એ બન્નેમાં એક છે, અનુયૂત છે. તેથી આ અભેદવિષયક પ્રત્યભિજ્ઞાન છે. “આ ઘટ તે ઘટ સમાન છે' આ જ્ઞાન સાદશ્યવિષયક છે. આ જ્ઞાનને જ બીજા દર્શનોમાં ઉપમાન કહેવામાં આવે છે. “ગવય ગાય સમાન છે' આ શાસ્ત્રીય ઉદાહરણ છે. “ભેંસ ગાયથી વિસદેશ છે” આ જાતનું જ્ઞાન વૈસાદશ્યનું ગ્રહણ કરે છે. આ જ્ઞાન સાદેશ્યવિષયક જ્ઞાનથી વિપરીત છે. આ આનાથી નાનો છે, આ આનાથી દૂર છે – વગેરે જ્ઞાનો ભેદનું ગ્રહણ કરે છે. આ જ્ઞાનો અભેદગ્રાહક જ્ઞાનથી વિપરીત છે. તુલનાત્મક જ્ઞાન, ભલે ને તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ પામે છે. કેવલ ઉપમાનને જ પ્રત્યભિજ્ઞાનનું પર્યાયવાચી માનવું યોગ્ય નથી. સાદૃશ્ય, વૈશક્ષણ્ય, ભેદ, અભેદ આદિ બધાંને ગ્રહણ કરનારું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. તર્ક – ઉપલંભ-અનુપલંભનિમિત્તથી થતું વ્યાપ્તિજ્ઞાન તર્ક છે. તેને ઊહ પણ કહેવામાં આવે છે. ઉપલંભનો અર્થ છે લિંગના સદૂભાવથી સાધ્યના સદ્દભાવનું જ્ઞાન. १. दर्शनस्मरणसम्भवं तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि संकलनं प्रत्यभि જ્ઞાનમ્ પ્રમાણમીમાંસા, ૧.૨.૪. ૨. ૩૫નWગુપતન્મનિમિત્ત વ્યાતિજ્ઞાનમૂદા પ્રમાણમીમાંસા, ૧.૨.૫. Page #241 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૧૭ ધૂમ લિંગ છે અને અગ્નિ સાધ્ય છે. ધૂમના સભાવના જ્ઞાનથી અગ્નિના સભાવનું જ્ઞાન કરવું ઉપલંભ છે. અનુપલંભનો અર્થ છે સાધ્યના અભાવથી લિંગના અસદુભાવનું જ્ઞાન. “જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ હોઈ શક્તો નથી' આ પ્રકારનો નિર્ણય અનુપલંભ છે. ઉપલંભ અને અનુપલંભરૂપ જે વ્યાપ્તિ છે તેનાથી ઉત્પન્ન થનાર જ્ઞાન તર્ક છે. “આના હોતાં આ હોય છે, આના અભાવમાં આ નથી હોઈ શકતું' આ પ્રકારનું જ્ઞાન તર્ક છે. તર્કનું બીજું નામ ઊહ છે. પ્રત્યક્ષથી વ્યામિનું ગ્રહણ થઈ શકતું નથી, કેમ કે પ્રત્યક્ષનો વિષય સીમિત છે. જે વિષયથી પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે વિષય સુધી જ પ્રત્યક્ષ સીમિત રહે છે. ત્રિકાલવિષયક વ્યાપ્તિજ્ઞાન તેનાથી ઉત્પન્ન ન થઈ શકે. સાધારણ પ્રત્યક્ષનો વિષય વર્તમાનકાલીન સીમિત પદાર્થ છે. કોઈ સૈકાલિક નિર્ણય પર પહોંચવું એ પ્રત્યક્ષના વશની વાત નથી. તેના માટે તો કોઈ સ્વતન્ત્ર પ્રમાણની આવશ્યકતા છે જે ત્રિકાલવિષયક નિર્ણય પર પહોંચવા સમર્થ હોય. આ પ્રમાણ તર્ક છે. અનુમાન પણ તર્કનું સ્થાન નથી લઈ શકતું કેમ કે અનુમાનનો આધાર જ તર્ક છે. જ્યાં સુધી તર્ક દ્વારા વ્યાતિજ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અનુમાનની પ્રવૃત્તિ જ અસંભવ છે. બીજા શબ્દોમાં, જો તર્ક પ્રમાણજ્ઞાન ન હોય તો અનુમાનની કલ્પના જ થઈ શકે નહિ. અનુમાન પોતે જ તર્ક ઉપર પ્રતિષ્ઠિત છે. આવી સ્થિતિમાં અનુમાન તર્કનું સ્થાન કેવી રીતે લઈ શકે ? જે જ્ઞાન જેનાથી પહેલાં ઉત્પન્ન થતું હોય અને જેનો આધાર બનતું હોય તે જ્ઞાન તદ્રુપ ન હોઈ શકે; અન્યથા પૂર્વ અને પશ્ચાતુનો સંબંધ જ નષ્ટ થઈ જાય, આધાર અને આધેયની વ્યવસ્થા જ સમાપ્ત થઈ જાય. તેથી તર્ક અનુમાનથી ભિન્ન છે અને સ્વતંત્ર પ્રમાણ છે. તર્કની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે વ્યાતિજ્ઞાન તર્ક છે. વ્યામિ શું છે એનું સ્પષ્ટીકરણ કરવું બાકી છે. “વ્યાખના હોતાં વ્યાપકનું હોવું જ અથવા વ્યાપક હોય તો જ વ્યાપ્યનું હોવું'- આ જાતનો જે નિયમતે વ્યાપ્તિ છે. ધૂમ અને અગ્નિના ઉદાહરણ દ્વારા એને વધુ સ્પષ્ટ કરીએ. ધૂમ વ્યાપ્ય છે અને અગ્નિ વ્યાપક છે. ધૂમ (વ્યાપ્યો હોતાં અગ્નિ (વ્યાપક) હોય છે જ અથવા અગ્નિ (વ્યાપક) હોય તો જ ધૂમ (વ્યાપ્યો હોય १. व्याप्तिर्व्यापकस्य व्याप्ये सति भाव एव, व्याप्यस्य वा तत्रैव भावः । - પ્રમાણમીમાંસા, ૧.૨.૬. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન ધર્મ-દર્શન છે. ધૂમ અને અગ્નિનો આ સંબંધ ધ્યાતિ છે. જ્યાં વ્યાપક હોય ત્યાં વ્યાપ્ય હોય પણ ખરું અને ન પણ હોય.જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય પણ ખરો અને ન પણ હોય. પરંતુ જયાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ. જયાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ. વ્યાપ્ય વ્યાપક હોય તો જ હોય. ધૂમ અગ્નિ હોય તો જ હોય. આ જાતનો વ્યાપક અને વ્યાપ્ય વચ્ચેનો જે સંબંધ છે તે જ વ્યાપ્તિ છે. આ વ્યાપ્તિસંબંધને ગ્રહણ કરનારું જ્ઞાન તર્ક છે, ઊહ છે. અનુમાન – સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થવું એ અનુમાન છે. આ સાધનનો અર્થ છે હેતુ અથવા લિંગ. સાધ્યાવિનાભાવી સાધનને દેખીને સાધ્યનું જ્ઞાન કરવું એ અનુમાન છે. ઉદાહરણ તરીકે, ધૂમ જે અગ્નિનું સાધન છે તેને દેખીને અગ્નિ જે સાધ્ય છે તેનું જ્ઞાન કરવું એ અનુમાન છે. સાધન અને સાધ્ય વચ્ચે અવિનાભાવસંબંધ અવશ્ય હોવો જોઈએ. અવિનાભાવનો અર્થ છે અમુકના વિના અમુકનું ન જ હોવું. જે ચીજ જેના વિના હોઈ શકતી જ નથી તે ચીજના હોતાં તેના વિના ન હોનારી ચીજનું હોવું અવિનાભાવસંબંધ છે. ધૂમ અગ્નિ વિના હોઈ શકતો જ નથી, ધૂમના હોતાં અગ્નિનું હોવું જ એ અવિનાભાવસંબંધ છે. અનુમાનના બે પ્રકાર છે – સ્વાર્થનુમાન અને પરાર્થાનુમાન. સ્વાર્થનુમાન – સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર સ્વનિશ્ચિત સાધનથી સાધ્યનું જ્ઞાન કરવું એ સ્વાર્થનુમાન છે. અવિનાભાવનું એક વધુ લક્ષણ જોઈએ. સહભાવી અને ક્રમભાવી વસ્તુઓ વચ્ચેના સહભાવ અને ક્રમભાવ અંગેનો જે નિયમ છે તે અવિનાભાવ છે. કેટલીક વસ્તુઓ સહભાવી છે અને કેટલીક ક્રમભાવી. રૂપ અને રસ સહભાવી છે. રૂપને દેખીને રસનું અનુમાન કરવું અથવા રસને અનુભવીને રૂપનું અનુમાન કરવું એમાં સહભાવી અવિનાભાવ છે. એકના હોતાં બીજાનું હોવું જ એ ક્રમભાવ છે. કૃત્તિકાનો ઉદય થતાં શકટનો ઉદય થવો જ એ ક્રમભાવી અવિનાભાવ છે. કારણ અને કાર્યનો સંબંધ પણ ક્રમભાવ અન્તર્ગત આવે છે. અગ્નિથી ધૂમની ઉત્પત્તિ ક્રમભાવી અવિનાભાવ છે. જ્યારે આ જાતના અવિનાભાવનું જ્ઞાન વ્યક્તિ સ્વતઃ કરે અને સાધ્ય સાથે અવિનાભાવી એવા સાધનને જોઈને સ્વયં સાધ્યનું અનુમાન કરે ત્યારે જે જ્ઞાન ઉત્પન્ન થાય તે સ્વાર્થાનુમાન છે. સ્વાર્થાનુમાન માટે એક વ્યક્તિ ૧. સાધનાત્ સર્ગોવિજ્ઞાનનુમાનમ્ એજન, ૧.૨.૭. ૨. વાર્થ તિસાધ્યવિનામાવૈવસ્તક્ષાત્ સાધનાત્ સાધ્વજ્ઞાનમ્ એજન, ૧.૨.૯. ૩. સદભાવિનોદ સહમમાનયમો વિનામાવ: I એજન, ૧.૨.૧૦. Page #243 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૧૯ બીજી વ્યક્તિ ઉપર આધાર રાખતી નથી. સાધનને દેખીને સાધ્યનું અનુમાન સાધનને દેખનાર વ્યક્તિ સ્વયં કરી લે છે. તેથી આ પ્રકારના અનુમાનનું નામ ‘સ્વાર્થાનુમાન’ અર્થાત્ ‘પોતાના માટેનું અનુમાન’ છે. સાધન સાધન કેટલા પ્રકારનું હોય છે એના ઉપર પણ થોડો વિચાર કરી લઈએ. આચાર્ય હેમચન્દ્ર પાંચ પ્રકારનાં સાધનો માને છે. આ પાંચ પ્રકાર છે સ્વભાવ, કારણ, કાર્ય, એકાર્થસમવાયી અને વિરોધી. - વસ્તુનો સ્વભાવ જ જ્યાં સાધન (હેતુ) બને છે ત્યાં તે સાધન સ્વભાવસાધન છે. ‘અગ્નિ દઝાડે છે કારણ કે તે ઉષ્ણસ્વભાવ છે’, ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કાર્ય છે’ આદિ સ્વભાવસાધન યા સ્વભાવહેતુનાં ઉદાહરણો છે. અમુક જાતનાં વાદળો દેખીને વરસાદનું અનુમાન કરવું એ કારણસાધનનું ઉદાહરણ છે. જે જાતનાં વાદળો આકાશમાં ચડી આવવાથી વરસાદ થતો હોય તે જાતનાં વાદળોને દેખીને વરસાદ થવાનું અનુમાન કરવું એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે. સાધારણ કારણ ઉપ૨થી કાર્યનું અનુમાન થતું નથી. તે જ કારણથી કાર્યનું અનુમાન થાય છે જેના હોતાં કાર્ય અવશ્ય થાય જ. બાધક કારણોનો અભાવ અને સાધક કારણોની સત્તા બન્ને જરૂરી છે. કોઈ કાર્યવિશેષને દેખીને તેના કારણનું અનુમાન કરવું એ કાર્યસાધન યા કાર્યહેતુનું ઉદાહરણ છે. પ્રત્યેક કાર્યને તેનું પોતાનું કારણ અવશ્ય હોય છે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થતું જ નથી. કારણ અને કાર્યના સંબંધનું જ્ઞાન હોય તો જ કાર્યને દેખીને તેના કારણનું અનુમાન થઈ શકે. નદીમાં પૂર આવેલું જોઈને એ અનુમાન કરવું કે ઉપરવાસે જોરદાર વરસાદ પડ્યો છે એ કાર્ય ઉપરથી કાણનું અનુમાન છે. ધૂમને દેખીને અગ્નિનું અનમાન કરવું એ પણ કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે. – એક અર્થમાં (વસ્તુમાં) બે કે વધુ કાર્યોનું એક સાથે રહેવું એકાર્થસમવાય છે. એક જ ફળમાં રૂપ અને રસ સાથે સાથે રહે છે. રૂપને દેખીને રસનું અનુમાન કરવું કે રસને ચાખી રૂપનું અનુમાન કરવું એકાર્યસમવાયિનું ઉદાહરણ છે. રૂપ અને રસ વચ્ચે અહીં કાર્ય-કારણભાવ નથી કે રૂપ રસનો કે રસ રૂપનો સ્વભાવ નથી. તે બન્નેનું એક સાથે રહેવું એકાર્થસમવાયને કારણે છે. કોઈ વિરોધી ભાવ(વસ્તુ)થી કોઈના અભાવનું અનુમાન કરવું એ વિરોધી સાધનથી કરવામાં આવતા અનુમાનનું ઉદાહરણ છે. ‘અહીં ઠંડક નથી કારણ કે અહીં ૧. સ્વભાવ: વારનું વાર્યમેળાર્થસમવાયિ વિધિ નેતિ પંષધા સાધનમ્ । એજન, ૧.૨.૧ ૨. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ જૈન ધર્મ-દર્શન અગ્નિ સળગે છે “અહીં અગ્નિ નથી કારણ કે અહીં ઠંડી અનુભવાય છે' આદિ વિરોધી સાધન દ્વારા કરાતાં અનુમાનોનાં ઉદાહરણો છે. અગ્નિ અને ઠંડક પરસ્પર વિરોધી છે, તેથી એક હોય તો બીજું હોઈ શકે જ નહિ. વિરોધીની માત્રા બરાબર હોય તો જ વિરોધી સાધનનો પ્રયોગ થઈ શકે છે. અગ્નિનો નાનો તણખો ઠંડકના અભાવનું અનુમાન ન કરાવી શકે. ખૂબ અગ્નિ હોય તો જ ઠંડકના અભાવનું સમ્યફ અનુમાન થઈ શકે. પરાર્થાનુમાન – સાધન અને સાધ્યના અવિનાભાવના કથનથી ઉત્પન્ન થનારું જ્ઞાન પરાર્થાનુમાન છે. સ્વાર્થાનુમાનનું વિવેચન કરતી વખતે આપણે જોઈ ગયા કે સ્વાર્થનુમાન બીજી વ્યક્તિની સહાયતા વિના જ ઉત્પન્ન થાય છે. પરાર્થાનુમાન તેનાથી વિપરીત છે. એક વ્યક્તિએ જાતે જ સાધન અને સાધ્યના અવિનાભાવનું ગ્રહણ કર્યું છે અને બીજી વ્યક્તિ એવી છે જેને આ અવિનાભાવનું જ્ઞાન નથી. પહેલી વ્યક્તિ પોતાના જ્ઞાનનો પ્રયોગ બીજી વ્યક્તિને સમજાવવા કરે છે. તે પહેલી વ્યક્તિએ કરેલા અવિનાભાવના કથનથી બીજી વ્યક્તિમાં ઉત્પન્ન થનારું જ્ઞાન પરાર્થાનુમાન છે. આ અનુમાન તેવી વ્યક્તિ માટે નથી કે જે સાધન અને સાધ્યના અવિનાભાવસંબંધથી પરિચિત હોય પરંતુ તેવી વ્યક્તિ માટે છે જેને આ સંબંધનું જ્ઞાન ન હોય, એટલે જ તેનું નામ પરાથનુમાન છે. પરાથનુમાન જ્ઞાનાત્મક છે પરંતુ તેને દર્શાવનાર વચનને પણ ઉપચારથી પરાર્થાનુમાન કહેવામાં આવે છે. જ્ઞાનાત્મક પરાર્થાનુમાનની ઉત્પત્તિ વચનાત્મક પરાર્થાનુમાન ઉપર આધાર રાખે છે, તેથી વચનને પણ ઉપચારથી પરાર્થનુમાન કહેવામાં આવે છે. પરાથનુમાન માટે હેતુનો વચનાત્મક પ્રયોગ બે રીતે થઈ શકે છે. સાધ્ય હોય તો જ સાધનનું હોવું દર્શાવનારી એક રીત છે. સાધ્યના અભાવમાં હેતુનું ન જ હોવું દર્શાવનારી બીજી રીત છે. આ બન્ને રીતો એક જ ભાવને દર્શાવવાના બે ભિન્ન માર્ગો છે. જે અર્થનું પ્રતિપાદન પહેલી રીત કરે છે તે જ અર્થનું પ્રતિપાદન બીજી રીત પણ કરે છે. ફરક માત્ર વાક્યરચનાનો છે. બન્ને રીતોમાં વચનપ્રયોગો કેવી રીતે થાય છે એને ઉદાહરણો દ્વારા જોઈએ. પર્વત ઉપર અગ્નિ છે કેમ કે અગ્નિ હોય તો જ ધૂમ હોઈ શકે છે. અગ્નિરૂપ સાધ્યની સત્તા હોય તો જ ધૂમરૂપ સાધનની ઉત્પત્તિ હોઈ શકે છે. આ પહેલી રીત છે. આ જ અર્થનું પ્રતિપાદન બીજી રીતે થઈ શકે છે. પર્વત ઉપર અગ્નિ છે, કેમ કે અગ્નિના અભાવમાં ધૂમ હોઈ શકે જ નહિ. ૧. યથોસાધનાપધાન: પાર્થમ્ એજન, ૨.૧.૧. ૨. પક્ષહેતુવવનાત્મવં પાર્થનુમાનમુરિત્ ા પ્રમાણનયતત્તાલોક, ૩.૨૩. Page #245 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૨૧ અગ્નિરૂપ સાધ્યના અભાવમાં ધૂમરૂપ સાધનના અભાવનું પ્રતિપાદન કરનારી બીજી રીત છે. પરાર્થાનુમાનના અવયવો – અવયવોને અંગે દાર્શનિકોમાં મતભેદ છે. સાંખ્ય પરાર્થાનુમાનના ત્રણ અવયવો માને છે – પક્ષ, હેતુ અને ઉદાહરણ. મીમાંસકો ચાર અવયવોનો પ્રયોગ ઉચિત સમજે છે – પક્ષ, હેતુ, ઉદાહરણ અને ઉપનય. નૈયાયિકો પાંચ અવયવોનો પ્રયોગ આવશ્યક માને છે - પક્ષ, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. જૈન દર્શન કેટલા અવયવો અનિવાર્ય માને છે એનું વિવેચન આગમકાલીન અવયવચર્ચામાં કરી દીધું છે. જ્ઞાનવાનુને સમજાવવા માટે પક્ષ અને હેતુ જ પૂરતા છે. મન્દ બુદ્ધિવાળાને સમજાવવા માટે દસ અવયવો સુધીનો પ્રયોગ કરી શકાય. સામાન્યપણે પાંચ અવયવોનો પ્રયોગ થાય છે, તેથી તે પાંચ અવયવોનું સ્વરૂપ સમજી લેવું ઠીક રહેશે. પ્રતિજ્ઞા – સાધ્યનો નિર્દેશ કરવો એ પ્રતિજ્ઞા છે. જે વાતને આપણે સિદ્ધ કરવા માગતા હોઈએ તેનો પ્રથમ નિર્દેશ પ્રતિજ્ઞા છે. તેનાથી સૌને જાણ થાય છે કે આપણું સાધ્ય શું છે, આપણે શું સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ. પ્રતિજ્ઞાને પક્ષ પણ કહે છે. “આ પર્વત ઉપર અગ્નિ છે આ પ્રતિજ્ઞા યા પક્ષનું ઉદાહરણ છે. હેતુ – સાધનત્વને અભિવ્યક્ત કરતી વિભક્તિ જેના અંતે લાગેલી હોય એવું સાધનનું વચન હેતુ છે. સંસ્કૃત ભાષામાં પાંચમી કે ત્રીજી વિભક્તિની સાથે સમાપ્ત થનારું સાધનવાચક વચન હેતુ કહેવાય છે. ગુજરાતીમાં કારણ કે, હોવાથી આદિ શબ્દો વડે સાધનનું પ્રતિપાદન થાય છે. “આ પર્વત ઉપર અગ્નિ છે, કારણ કે ત્યાં ધૂમ છે' આ હેતુનું ઉદાહરણ છે. આને વધારે સ્પષ્ટ કરી શકાય – કારણ કે અગ્નિ હોય તો જ ધૂમ હોઈ શકે છે અથવા અગ્નિના અભાવમાં ધૂમનું હોવું સંભવતું જ નથી. સાધન અને સાધ્યના અવિનાભાવસંબંધને દેખાડતો આ પ્રયોગ બેમાંથી કોઈ પણ એક રીતે કરી શકાય છે. . ઉદાહરણ – હેતુને સારી રીતે સમજાવવા માટે દષ્ટાન્નનો પ્રયોગ કરવો એ ઉદાહરણ છે. ઉદાહરણનો પ્રયોગ બે રીતે થઈ શકે છે–સાધર્મ્સથી અને વૈધર્મેથી. સાદશ્ય દર્શાવનાર ઉદાહરણનો પ્રયોગ કરવો એ સાધર્મેદાહરણ છે. “જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોઈઘરઆ સાધર્મેદાન્ત છે. ૧. સાનિર્વેશ: પ્રતિજ્ઞા પ્રમાણમીમાંસા, ૨.૧.૧૧. ૨. સાધન–ામચંનવિમવલ્યન્ત સાધનવન હેતુઃ એજન, ૨.૧.૧૨. ૩. દૃષ્ટાન્તવનમુદ્રાહરણમ્ એજન, ૨.૧.૧૩. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન ધર્મ-દર્શન વૈધર્મેદાહરણમાં વિદેશતાને પ્રગટ કરનારું દષ્ટાન્ત આપવામાં આવે છે. જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધૂમ નથી હોતો, જેમ કે જલાશય' આ વૈધર્મેદાન્ત છે. બેમાંથી કોઈ એકનો પ્રયોગ કરવો જોઈએ. ઉપનય – હેતુનો ધર્મીમાં ઉપસંહાર કરવો એ ઉપનય છે. જ્યાં સાધ્ય રહે છે તે ધર્મી કહેવાય છે. “આ પર્વતમાં અગ્નિ છે અહીં અગ્નિ સાધ્ય છે અને પર્વત ધર્મી છે કેમ કે અગ્નિરૂપ સાધ્યધર્મ પર્વતમાં રહે છે. હેતુનો ધર્મીમાં ઉપસંહાર કરવો અર્થાત “આ હેતુ આ ધર્મીમાં છે' એ જાતનો વચનપ્રયોગ ઉપનય કહેવાય છે. અગ્નિની સિદ્ધિ માટે ધૂમ હેતુ આપવામાં આવ્યો છે. “આ પર્વતમાં ધૂમ છે' એ તે હેતુનો ઉપસંહાર છે. નિગમન – સાધ્યનું પુનર્વચન નિગમન છે. પ્રતિજ્ઞાના સમયે સાધ્યનો જે નિર્દેશ કરવામાં આવે છે તેને નિર્ણયના રૂપમાં પુનઃ જણાવવો એ નિગમન કહેવાય છે. આ અંતિમ નિર્ણયરૂપ વચન છે. “તેથી અહીં અગ્નિ છે આ કથન નિગમનનું ઉદાહરણ છે. આ પાંચ અવયવોને ધ્યાનમાં રાખીને પરાર્થાનુમાનનું રૂપ આ પ્રકારનું થાય છે– આ પર્વતમાં અગ્નિ છે, કેમ કે તેમાં ધૂમ છે, જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે જેમ કે રસોઈઘર (સાધર્મષ્ટાન્ન) તથા જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધૂમ નથી હોતો જેમ કે જલાશય (વૈધર્મેદષ્ટાન્ત), આ પર્વતમાં ધૂમ છે, તેથી આ પર્વતમાં અગ્નિ છે. આગમ – આમ પુરુષનાં વચનથી ઉત્પન્ન થનારું અર્થજ્ઞાન આગમ છે. આમ પુરુષ એટલે તત્ત્વને યથાવસ્થિત જાણનારો અને તત્ત્વનું યથાવસ્થિત નિરૂપણ કરનારો. રાગ-દ્વેષ વગેરે દોષોથી રહિત પુરુષ જ આતે હોઈ શકે છે કેમ કે તે કદાપિ મિથ્યાવાદી હોઈ શકતો જ નથી. આવા પુરુષનાં વચનોથી ઉત્પન્ન થનારું જ્ઞાન આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તનાં વચનોનો સંગ્રહ પણ આગમ છે. પરાર્થાનુમાન અને આગમમાં એ જ અત્તર છે કે પરાર્થાનુમાન માટે આપ્તત્વ આવશ્યક નથી જ્યારે આગમ માટે १. हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः । यथा धूमश्चात्रप्रदेशे। –પ્રમાણનયતત્ત્વાલક, ૩૪૯-૫૦. २. साध्यधर्मस्य पुनर्वचनं निगमनम् । यथा तस्मादग्निरत्र । • –એજન, ૩.૫૧-પર. ૩. માનવવનારાવિષ્કૃતાર્થનમ:–એજન, ૪.૧. Page #247 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨ ૨ ૩ આપ્તત્વ અનિવાર્ય છે. અમુક પુરુષ આમ છે એટલે તેનાં વચન પ્રમાણ છે. તે વચનોના પ્રામાણ્ય માટે અન્ય કોઈ હેતું નથીપરાથનુમાન માટે હેતુનો આધાર આવશ્યક છે. હેતુની સચ્ચાઈ ઉપર જ્ઞાનની સચ્ચાઈ નિર્ભર છે. લૌકિક અને લોકોત્તરના ભેદ આતના બે ભેદ છે. સાધારણ વ્યક્તિ લૌકિક આત હોઈ શકે છે. લોકોત્તર આપ્ત તો તીર્થકર વગેરે વિશિષ્ટ પુરુષો જ હોઈ શકે. આગમો, શાસ્ત્રો અથવા ગ્રન્થોની પ્રામાણિકતાનો આધાર શું છે? શું કોઈ ગ્રન્થને આગમ કે શાસ્ત્ર કહેવા માત્રથી જ તે ગ્રન્થ સ્વતઃ પ્રામાણિક બની જાય છે? અથવા કોઈ ગ્રન્થની ગણના શાસ્ત્રોમાં ન કરવાથી જ શું તે ગ્રન્થની પ્રામાણિકતા સ્વતઃ ખતમ થઈ જાય છે ? અમુક ગ્રન્થને શાસ્ત્ર કેમ કહેવામાં આવે છે ? શું એટલા માટે કે તે પ્રામાણિક છે? જો પ્રામાણિકતાના કારણે અમુક ગ્રન્થને શાસ્ત્રની સંજ્ઞા દેવામાં આવતી હોય તો શાસ્ત્રોની સંખ્યા અસીમિત થઈ જશે કેમ કે જગતમાં એવા અનેક ગ્રન્થો લખાયા છે, લખાઈ રહ્યા છે અને લખાશે જે પૂર્ણતઃ પ્રામાણિક છે અર્થાત્ જેમની પ્રામાણિકતા સર્વસમ્મત છે. દાખલા તરીકે ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, સંવિધાન આદિ અનેક વિષયના અગણિત એવા નાના-મોટા ગ્રન્થ મળી શકશે જે સર્વાનુમત હોય અર્થાત જેમની પ્રામાણિકતા સર્વમાન્ય હોય. શું તે બધા ગ્રન્થોને શાસ્ત્ર ન કહી શકાય ? આનાથી વિપરીત એવા અનેક શાસ્ત્રસંશક ગ્રન્થો મળશે જેમની પ્રામાણિકતા અંશતઃ અથવા પૂર્ણતઃ ખંડિત થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કોઈ ગ્રન્થને શાસ્ત્ર નામ મળી જવા માત્રથી તે પ્રામાણિક નથી બની જતો. તેવી જ રીતે કોઈ ગ્રન્થ કેવળ એટલા માટે અપ્રામાણિક નથી બની જતો કે તેની શાસ્ત્ર સંજ્ઞા નથી. કોઈ ગ્રન્થની શાસ્ત્ર સંજ્ઞા હોવી કે ન હોવી એ તો તેની પ્રાચીનતા, પ્રસિદ્ધિ, ગ્રન્થકારનું વ્યક્તિત્વ, અનુયાયીઓની શ્રદ્ધા, પરંપરાનો પ્રભાવ વગેરે અનેક બાબતો ઉપર નિર્ભર છે. એ આવશ્યક નથી કે શાસ્ત્ર નામ ધારણ કરનારો પ્રત્યેક ગ્રન્થ પ્રામાણિક જ હોય તથા પ્રત્યેક ઈતર ગ્રન્થ અપ્રામાણિક જ હોય. શાસ્ત્રો પણ અતઃ કે પૂર્ણતઃ પ્રામાણિક અને અપ્રામાણિક હોઈ શકે છે તથા અન્ય ગ્રન્થો પણ. બધા જ ગ્રન્થોની પ્રામાણિકતા-અપ્રામાણિકતા તેમના ગુણ-દોષ ઉપર આધાર રાખે છે. પ્રામાણિકતા-અપ્રામાણિકતાનો આધાર વ્યક્તિનાં પ્રત્યક્ષ આદિ જ્ઞાનસાધનો છે જેમની સહાયતાથી અનેક વાતો નિર્વિવાદપણે સિદ્ધ થાય છે. પૂર્વગ્રહરહિત મધ્યસ્થભાવથી કોઈ પણ તથ્યને સ્વીકારનારો જનસમુદાય પ્રત્યક્ષ વગેરેથી સિદ્ધ વાતોને સહજ રીતે સ્વીકારી લે છે. જો એવા લોકોને માન્ય પ્રત્યક્ષાદિસિદ્ધ સિદ્ધાન્તો અને તથ્યોને પણ સત્ય ન માનવામાં આવે તો સત્યની સાર્વજનીન કસોટી જ રહે નહિ. જે તથ્યો સ્પષ્ટ નથી અથવા સંદિગ્ધ છે તેમના અંગે વિવાદને અથવા મતભેદને Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ જૈન ધર્મ-દર્શન પૂરો અવકાશ છે પરંતુ જે વાતો સુસ્પષ્ટ છે, સુસિદ્ધ છે, સુપ્રત્યક્ષ છે, સુવિદિત છે, સુમાન્ય છે તેમના અંગે કેવળ કલ્પનાજન્ય તર્કો કરવા અથવા શાસ્ત્રો અને ગ્રન્થોની સહાયતાથી વિરોધી મત નિર્ધારણ કરવો નિરર્થક છે. અધિકાંશ પ્રાચીન શાસ્ત્રો અથવા ગ્રન્થોમાં જે સામગ્રી હોય છે તે પ્રાયઃ ત્રણ આધારો ઉપર આધારિત હોય છે – (૧) પરંપરા, (૨) સ્વાનુભવ, (૩)વિચાર અથવા કલ્પના. આધુનિક ગ્રન્થોમાં પણ આ જાતની સામગ્રી હોય છે. જે સામગ્રી પરંપરાપ્રાપ્ત હોય છે તે તે સમય સુધી ચાલી આવનારી માન્યતાઓ અને સિદ્ધાન્તોને રજૂ કરે છે. સંભવ છે કે તે બધી કે તેમાંની કેટલીક માન્યતાઓ અથવા સિદ્ધાન્તો પૂર્ણતઃ યા અંશતઃ મિથ્યા સિદ્ધ થઈ જાય કેમ કે તેમનું નિર્માણ નિર્દોષ અનુભવ, પ્રયોગ અથવા વિચાર ઉપર થયું નથી. એવી સ્થિતિમાં નવી શોધો અથવા નવા અનુભવોના કારણે કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિકતા અંશતઃ કે પૂર્ણતઃ ખંડિત યા દૂષિત થઈ જાય તો એને અસ્વાભાવિક બાબત ન સમજવી જોઈએ. હા, નવા અનુભવો અને નવી શોધોનું સાધાર અને સુનિશ્ચિત હોવું આવશ્યક છે. સ્વાનુભવના આધારે શાસ્ત્ર યા ગ્રન્થમાં મૂકાયેલી સામગ્રીનું વિશેષ મહત્ત્વ છે. જ શાસ્ત્રકાર અથવા ગ્રન્થકારનો અનુભવ નિર્દોષ અને નિર્વિકાર હોય તો તે અનુભવ, જ્ઞાન અથવા પ્રતીતિનું પ્રત્યક્ષ આદિ કોઈ પણ પ્રમાણથી ખંડન થઈ શકતું નથી. તે જ્ઞાનના આધાર ઉપર નિર્મિત ગ્રન્થ કે ગ્રન્થાંશને કોઈ પણ પડકારનો સામનો કરવામાં જરા પણ ખમચાટ થતો નથી. અધિકતર તો એવું જ બને છે કે આ જાતના જ્ઞાનને બધા તટસ્થ વિચારકો નિર્વિવાદ સ્વીકારી લે છે. જો કોઈ વસ્તુતઃ નિર્દોષ છે અર્થાતુ તેનામાં કોઈ જાતના રાગ-દ્વેષ-અજ્ઞાન-પ્રમાદ-અહંકાર-ભય ન હોય તો તેનું કથન મિથ્યા હોઈ શકતું નથી જ. તે જે કંઈ કહેશે તે યથાર્થ જ કહેશે કેમ કે અયથાર્થ વચન અથવા અયથાર્થ જ્ઞાનનાં કારણોનો તેનામાં સર્વથા અભાવ છે. આવી પરિસ્થિતિમાં તેનાં વચનો જેમાં સંગૃહીત છે તે ગ્રન્થ મિથ્યા હોઈ શકે જ કેવી રીતે ? તે ગ્રન્થનું પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી ખંડન કેવી રીતે થઈ શકે? જો કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થમાં વર્ણવાયેલ અને પ્રતિપાદિત વાતોનું પ્રત્યક્ષ આદિ જ્ઞાનસાધનો (પ્રમાણો) દ્વારા નિરસન થતું હોય તો સમજી લેવું જોઈએ કે તે કથન કોઈ સદોષ વ્યક્તિનું છે, નિર્દોષ વ્યક્તિનું નથી. નિર્દોષ વ્યક્તિનું કથન કોઈ પણ પ્રમાણથી ખંડન થઈ શકતું નથી. . વિચાર અથવા કલ્પનાના આધાર પર પણ ગ્રન્થ કે ગ્રન્થાંશનું નિર્માણ થાય છે. જો આ જાતનું કથન પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી અવિરુદ્ધ હોય તો તેને સહજપણે જ સ્વીકારવામાં આવે છે. વિચારોની ગતિ નિર્દોષ હોય તો તેમના આધારે કાઢવામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા ૨૨૫ આવેલો નિષ્કર્ષ પણ નિર્દોષ હોય છે. વિચારોમાં દોષ હોય તો તજ્જન્ય નિષ્કર્ષ પણ સદોષ હોય છે. આ સિદ્ધાન્ત કલ્પનાને પણ લાગુ પડે છે. કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિક્તા-અપ્રામાણિકતાની કસોટી તગત સામગ્રી જ છે. તે સામગ્રી જેટલા અંશોમાં પ્રમાણપુર:સર હશે તેટલા જ અંશોમાં તે શાસ્ત્ર અથવા ગ્રન્થ પણ પ્રામાણિક હશે. સામગ્રીની પરીક્ષા કર્યા વિના શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિકતાનો નિર્ણય કરી શકાય નહિ. 15 Page #250 -------------------------------------------------------------------------- ________________ પાંચમું અધ્યયન સાપેક્ષવાદ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયું તે પહેલાં કેટલાંક સ્વપ્નો આવ્યાં હતાં, એવો ઉલ્લેખ ભગવતીસૂત્રમાં છે. એ સ્વપ્નોમાં એક સ્વપ્ન આવું છે ચિત્રવિચિત્ર પાંખોવાળા એક પુંસ્કોકિલને સ્વપ્નમાં દેખીને ભગવાન મહાવીર પ્રતિબુદ્ધ થયા.' આ સ્વપ્નનું ફળ શું છે એનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે શ્રમણ ભગવાન મહાવીરે જે ચિત્રવિચિત્ર પુસ્કોકિલ સ્વપ્નમાં જોયો છે તેનું ફળ એ છે કે તે સ્વપરસિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર વિચિત્ર દ્વાદશાંગ ગણિપિટકનો ઉપદેશ દેશે. આ વર્ણન વાંચવાથી જણાય છે કે શાસ્ત્રકારે કેટલી સુંદર રીતે એક સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. ચિત્રવિચિત્ર પાંખોવાળો પુસ્કોકિલ કોણ છે? તે સ્યાદ્વાદનું પ્રતીક છે. જૈન દર્શનના પ્રાણભૂત સ્યાદ્વાદનું આ કેટલું સુન્દર ચિત્રણ છે ! તે એક જ વર્ણની પાંખો ધરાવતો કોકિલ નથી પરંતુ ચિત્રવિચિત્ર પાંખોવાળો કોકિલ છે. જ્યાં એક જ જાતની પાંખો (પક્ષ) હોય છે ત્યાં એકાન્તવાદ હોય છે, સ્યાદ્વાદ કે અનેકાન્તવાદ હોતો નથી. જ્યાં વિવિધ વર્ણની પાંખો હોય છે ત્યાં અનેકાન્તવાદ યા સ્યાદ્વાદ હોય છે, એકાન્તવાદ નથી હોતો. એક વર્ણની પાંખોવાળા કોકિલ અને ચિત્રવિચિત્ર વર્ણોની પાંખોવાળા કોકિલમાં આ જ અન્તર છે. તત્ત્વ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક છે, આ વાતને અમે પહેલાં કહી ગયા છીએ. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વસ્તુની ચિત્રવિચિત્ર પાંખો છે. મહાવીરે આ જાતના તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમણે વસ્તુના સ્વરૂપનું બધી દષ્ટિઓથી પ્રતિપાદન કર્યું. જે વસ્તુ નિત્ય જણાય છે તે અનિત્ય પણ છે. જે વસ્તુ ક્ષણિક જણાય છે તે નિત્ય પણ છે. નિત્યતા અને અનિત્યતા બન્ને એકબીજાનું સ્વરૂપ સમજવા માટે આવશ્યક છે. જ્યાં १. एगं च णं महं चित्तविचित्तपक्खगं पुंसकोइलगं सुविणे पासित्ता णं पडिबुद्धे । ભગવતીસૂત્ર, ૧૬.૬. २. जण्णं समणं भगवं महावीरे एगं महं चित्तविचित्तं जाव पडिबुद्धं तण्णं समणे भगवं महावीरे विचित्तं ससमयपरसमइयं दुवालसंगं गणिपिडगं आघवेति पन्नवेति परूवेति । એજન. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭. સાપેક્ષવાદ નિત્યતાની પ્રતીતિ થાય છે ત્યાં અનિત્યતા અવશ્ય રહે છે. અનિત્યતાના અભાવમાં નિત્યતાની ઓળખ જ થઈ શકતી નથી. તે જ રીતે અનિત્યતાનું સ્વરૂપ સમજવા માટે નિત્યતાની પ્રતીતિ અનિવાર્ય છે. જો પદાર્થમાં ધ્રૌવ્ય યા નિયતા ન હોત તો અનિત્યતાની પ્રતીતિ થઈ શકત જ નહિ. નિત્યતા અને અનિત્યતા પરસ્પર સાપેક્ષ છે. એકની પ્રતીતિ માટે બીજાની પ્રતીતિ આવશ્યક છે. અનેકાનેક અનિત્યપ્રતીતિઓની વચ્ચે જયાં એક સ્થિરપ્રતીતિ થાય છે તે જ નિત્યત યાધ્રૌવ્યની પ્રતીતિ છે.ધ્રૌવ્ય યાનિત્યત્વનું મહત્ત્વ ત્યારે જ જણાય છે જયારે તેની સાથે સાથે અનેક અનિત્યપ્રતીતિઓ થાય છે. અનિત્યપ્રતીતિ ન થાય તો “આ નિત્ય છે એવું જ્ઞાન જ ન થઈ શકે. જ્યાં નિત્યતાની પ્રતીતિ નથી ત્યાં “અનિત્ય છે” એવું ભાન જ નથી થઈ શકતું. નિત્યતાપ્રતીતિ અને અનિત્યતાપ્રતીતિ બન્ને પ્રતીતિઓ સ્વભાવથી જ પરસ્પર સંબદ્ધ છે. જ્યાં એક પ્રતીતિ હશે ત્યાં બીજી અવશ્ય હશે જ. વિભાજયવાદ અને અનેકાન્તવાદ મજૂઝિમનિકાયમાં માણવકના પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધ કહે છે, “હે માણવક ! હું વિજયવાદી છું, એકાંશવાદી નથી.” માણવાનો પ્રશ્ન હતો – ભગવન્! મેં સાંભળ્યું છે કે ગૃહસ્થ જ આરાધક હોય છે, પ્રવ્રજિત નહિ. આ અંગે આપ શું કહો છો?' બુદ્ધ ઉત્તર આપ્યો – “ગૃહસ્થ પણ જો મિથ્યાવાદી હોય તો નિર્વાણમાર્ગનો આરાધક નથી હોઈ શકતો. અને ત્યાગી પણ જો મિથ્યાત્વી હોય તો નિર્વાણમાર્ગની આરાધના નથી કરી શકતો. બન્ને જો સમ્યફ પ્રતિપત્તિથી સમ્પન્ન હોય તો બન્ને આરાધક હોઈ શકે છે.' આ ઉત્તર વિભજવવાદનું ઉદાહરણ છે. કોઈપણ પ્રશ્નનો ઉત્તર એકાન્તપણે આપી દેવો કે આ આમ જ છે અથવા તો આ આવું છે જ નહિ એ એકાંશવાદ છે. બુદ્ધ ગૃહસ્થ અને ત્યાગીની આરાધનાના પ્રશ્નને લઈ વિભાજનપૂર્વક ઉત્તર આપ્યો, એકાન્તપણે નહિ, એટલા માટે બુદ્ધે પોતાને વિભનયવાદી કહ્યા છે, એકાંશવાદી કહ્યા નથી. સૂત્રકૃતાંગમાં પણ બરાબર આ જ શબ્દનો પ્રયોગ થયો છે. ભિક્ષુએ કેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે ભિક્ષુ ‘વિભજવવાદનો પ્રયોગ કરે. જૈન દર્શનમાં આ શબ્દનો અર્થ અનેકાન્તવાદ યાસ્યાદ્વાદ કરવામાં આવે છે. જે જે દૃષ્ટિએ અમુક પ્રશ્નનો ઉત્તરદઈ શકાતો હોય તે તે દૃષ્ટિએ તે પ્રશ્નના ઉત્તરો દેવા એ સ્યાદ્વાદ છે. કોઈ એક અપેક્ષાએ આ પ્રશ્નનો આ ઉત્તર હોઈ શકે છે. બીજી અપેક્ષાએ ૧. સુત્ત, ૯૯. ૨. ઉમરકૂ વિમMવયં ચ વિયા રેન્ના / ૧.૧૪.૨૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ જૈન ધર્મ-દર્શન આ પ્રશ્નનો ઉત્તર આ પણ હોઈ શકે છે. આ રીતે એક જ પ્રશ્નના અનેક ઉત્તરો હોઈ શકે છે. આ દૃષ્ટિને સ્યાદ્વાદ, સાપેક્ષવાદ, અનેકાન્તવાદ યા વિભાજયવાદ કહેવામાં આવે છે. બુદ્ધનો વિભજવવાદ એટલો આગળ વધી ન શક્યો જેટલો મહાવીરનો વિજયવાદ અનેકાન્તવાદ અને સ્યાદ્વાદના રૂપમાં આગળ વધી ગયો. મહાવીરે આ દષ્ટિ ઉપર બહુ જ ભાર આપ્યો જયારે બુદ્ધ યથાવસર તેનો પ્રયોગ તો કર્યો પરંતુ તેને વિશેષ મહત્ત્વ ન આપ્યું. બુદ્ધના વિભજવવાદ અને મહાવીરના અનેકાન્તવાદમાં કેટલી બધી સમાનતા રહેલી છે એ સમજવા માટે કેટલાંક ઉદાહરણો નીચે આપ્યાં છે: જયન્તી–ભગવન્! ઊંઘવું સારું કે જાગવું? મહાવર–જયન્તી! કેટલાક જીવોનું ઊંઘવું સારું છે અને કેટલાક જીવોનું જાગવું સારું છે. જયન્તી –એ કેવી રીતે? મહાવીર – જે જીવો અધર્મી છે, અધર્માનુગ છે, અધર્મિષ્ઠ છે, અધર્માખ્યાયી છે, અધર્મપ્રલોકી છે, અધર્મપ્રરંજન છે, અધર્મસમાચાર છે, અધાર્મિક વૃત્તિવાળા છે તે જીવો ઊંઘતા રહે એ જ સારું છે કેમ કે તેઓ સ્વ, પર અને ઉભયને અધાર્મિક ક્રિયાઓમાં નહિ લગાડે, તેથી તેમનું ઊંઘવું સારું છે. જે જીવો ધાર્મિક છે. ધર્માનગ છે, યાવત્ ધાર્મિક વૃત્તિવાળા છે તેમનું જાગતા રહેવું સારું છે કેમ કે તેઓ અનેક જીવોને સુખ દે છે. તેઓ સ્વ, પર, ઉભયને ધાર્મિક કાર્યોમાં લગાડે છે. તેથી તેમનું જાગતા રહેવું સારું છે. જયન્તી – ભગવન્! બળવાન હોવું સારું કે નિર્બળ હોવું સારું? મહાવીર– હે જયન્તી ! કેટલાક જીવોનું બળવાન હોવું સારું છે અને કેટલાક જીવોનું નિર્બળ હોવું સારું છે. જયન્તી - તે કેવી રીતે? મહાવીર– જે જીવો અધાર્મિક છે યાવત્ અધાર્મિક વૃત્તિવાળા છે તેમનું નિર્બળ હોવું સારું છે કેમ કે જો તેઓ બળવાન હોય તો અનેક જીવોને કષ્ટ આપે. જે જીવો ધાર્મિક છે યાવત્ ધાર્મિક વૃત્તિવાળા છે તેમનું બળવાન હોવું સારું છે કેમ કે તેઓ બળવાન હોવાથી અધિક જીવોને સુખ આપશે.' ગૌતમ–ભગવન્! જીવો સકમ્પ છે કે નિષ્કમ્પ? ૧. ભગવતીસૂત્ર, ૧-૨.૨.૪૪૩. Page #253 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨ ૨૯ મહાવીર–ગૌતમ ! જીવો સકમ્પ પણ છે અને નિષ્ઠમ્પ પણ છે. ગૌતમ –એ કેવી રીતે? મહાવીર – જીવોના બે પ્રકાર છે – સંસારી અને મુક્ત. મુક્ત જીવોના બે પ્રકાર છે – અનન્તર સિદ્ધ અને પરસ્પર સિદ્ધ. પરમ્પર સિદ્ધ જીવો નિષ્કર્મે છે અને અનન્તર સિદ્ધ જીવો સકમ્પ છે. સંસારી જીવોના પણ બે ભેદ છે – શૈલેશી અને અશૈલેશી. શૈલેશી જીવો નિષ્ફમ્પ હોય છે અને અશૈલેશી જીવો સકમ્પ હોય છે.૧ ગૌતમ – જીવો સવીર્ય છે કે અવીર્ય? મહાવીર – જીવો સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે. ગૌતમ– એ કેવી રીતે? મહાવીર– જીવો બે પ્રકારના છે–સંસારી અને મુક્ત. મુક્ત જીવો તો અવીર્ય છે. સંસારી જીવો બે પ્રકારના છે – શૈલેશપ્રતિપન્ન અને અશૈલેશીપ્રતિપન્ન. શૈલેશીપ્રતિપન્ન જીવો લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે. અશૈલેશપ્રતિપન્ન જીવો લબ્ધિવીર્યની અપેક્ષાએ સવાર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ સવર્ય પણ છે અને અવીર્ય પણ છે. જે જીવો પરાક્રમ કરે છે તેઓ કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને જે જીવો પરાક્રમ નથી કરતા તેઓ કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે. ૨ ગૌતમ – જો કોઈ જીવ કહે કે હું સર્વપ્રાણ, સર્વભૂત, સર્વજીવ, સર્વસત્ત્વની હિંસાનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરું છું તો તેનું આ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે કે દુપ્રત્યાખાન? મહાવીર– કથંચિત્ સુપ્રત્યાખ્યાન છે અને કથંચિત્ દુપ્રત્યાખ્યાન છે. ગૌતમ – એ કેવી રીતે? મહાવીર – જે એ જાણતો નથી કે આ જીવો છે અને આ અજીવો છે, આ ત્રસ જીવો છે અને આ સ્થાવર જીવો છે તેનું પ્રત્યાખ્યાન દુષ્પત્યાખ્યાન છે. તે મૃષાવાદી છે. જે એ જાણે છે કે આ જીવો છે અને આ અજીવો છે, આ ત્રણ જીવો છે અને આ સ્થાવર જીવો છે તેનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન. તે સત્યવાદી છે. ૧. એજન, ૨૫.૪. ૨. એજન. ૧.૮.૭૨. ૩. એજન, ૭.૨.૧૭૦. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન ધર્મ-દર્શન મહાવીરની દૃષ્ટિને સમજવા માટે આ સંવાદો પૂરતા છે. બુદ્ધ આરાધનાને લઈને જે રીતે વિભાજનપૂર્વક ઉત્તર આપ્યો, મહાવીરે પણ બરાબર એ જ શૈલીમાં પોતાના શિષ્યોની શંકાઓનું સમાધાન કર્યું. જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેમનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે તે પ્રશ્નોનો અર્થ શો છે. કઈ દૃષ્ટિએ તેમના કયા ઉત્તરો આપી શકાય. જેટલી દૃષ્ટિઓ નજરમાં આવી તેટલી દષ્ટિઓથી પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું. એક દૃષ્ટિએ આવું પણ હોઈ શકે છે, બીજી દૃષ્ટિએ વિચારતાં એવું ન પણ હોઈ શકે. હોઈ શકે છે તો તે કેવી રીતે? અને નથી હોઈ શકતું તો તે કેવી રીતે ? પ્રશ્નોત્તરની આ શૈલી વિચારોને સ્પષ્ટ કરવાની અને ઉકેલવાની શૈલી છે. આ શૈલીથી કોઈ પણ વસ્તુનાં અનેક પાસાંનું બરાબર જ્ઞાન થઈ જાય છે. તેનું વિશ્લેષણ એકાંગી, એકાંશી યા એકાન્ત હોતું નથી. બુદ્ધે આ દૃષ્ટિને વિભજ્યવાદનું નામ આપ્યું. તેનાથી વિપરીત દૃષ્ટિને એકાંશવાદ કહ્યો. મહાવીરે આ જ દૃષ્ટિને અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ કહી. તેનાથી વિપરીત દૃષ્ટિને એકાન્તવાદ નામ આપ્યું. બુદ્ધ અને બુદ્ધના અનુયાયીઓએ આ દષ્ટિનું પૂરેપૂરું અનુસરણ કર્યું અને તેનો વિકાસ ન કર્યો. મહાવીર અને તેમના અનુયાયીઓએ આ દૃષ્ટિને પોતાની વિચારસંપત્તિ સમજીને તેની પૂરી રક્ષા કરી અને તેનો દિન-પ્રતિદિન ખૂબ જ વિકાસ કર્યો. એકાન્તવાદ અને અનેકાન્તવાદ એકાન્તવાદ કોઈ એક જ દષ્ટિનું સમર્થન કરે છે. તે ક્યારેક સામાન્ય યા વિશેષના રૂપમાં મળે છે તો ક્યારેક સત્ યા અસના રૂપમાં મળે છે, ક્યારેક નિર્વચનીય કે અનિર્વચનીયના રૂપમાં દેખાય છે તો ક્યારેક હેતુ કે અહેતુના રૂપમાં દેખાય છે. જે લોકો સામાન્યનું જ સમર્થન કરે છે તેઓ અભેદને જ જગતનું મૌલિક તત્ત્વ માને છે અને ભેદને મિથ્યા કહે છે. તેનાથી ઊલટું ભેદવાદનું સમર્થન કરનારા તેનાથી વિપરીત સત્યનું પ્રતિપાદન કરે છે. તેઓ અભેદને સર્વથા મિથ્યા સમજે છે અને ભેદને જ સત્ય માને છે. સવાદનું એકાન્તપણે સમર્થન કરનારા કોઈ પણ કાર્યની ઉત્પત્તિ યા વિનાશને વાસ્તવિક નથી માનતા. તેઓ કારણ અને કાર્યમાં ભેદને દેખતા જ નથી. બીજી બાજુ અસદ્વાદના સમર્થકો છે. તેઓ પ્રત્યેક કાર્યને તદ્દન નવું જ માને છે. તેમના મતે કારણમાં કાર્યનું ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ હોતું જ નથી પરંતુ કારણથી સર્વથા ભિન્ન એક નવું જ તત્ત્વ ઉત્પન્ન થાય છે. કેટલાક એકાન્તવાદીઓ જગતને અનિર્વચનીય સમજે છે. તેમના મતે જગત ન તો સત્ છે કે ન તો અગ્ન છે અને તેથી અનિર્વચનીય છે. બીજા લોકો જગતનું નિર્વચન કરે છે. તેમની દષ્ટિએ વસ્તુનું નિર્વચન કરવું, લક્ષણ વગેરે દર્શાવવું અશક્ય નથી. તેવી જ રીતે હેતુવાદ અને અહેતુવાદ પણ પરસ્પર ટકરાય છે. હેતુવાદનું Page #255 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨ ૩૧ સમર્થન કરનારા તર્કના સામર્થ્યમાં વિશ્વાસ રાખે છે. તેઓ કહે છે કે તર્ક દ્વારા બધું જ જાણી શકાય છે. જગતનો કોઈ પણ પદાર્થ તર્કને અગમ્ય નથી. આ વાદનો વિરોધ કરનારા અહેતુવાદીઓ કહે છે કે તર્ક વડે તત્ત્વનો નિર્ણય લઈ શકતો જ નથી. તત્ત્વ તર્કગમ્ય નથી. એકાન્તવાદની છત્રછાયામાં પુષ્ટ થનારા આ વાદો હમેશાં દ્વન્દ્રના રૂપમાં મળે છે. જ્યાં એક પ્રકારનો એકાન્તવાદ ખડો થાય છે ત્યાં તેનો વિરોધી એકાન્તવાદ તરત જ સામનો કરવા ખડો થઈ જાય છે. બન્નેની ટક્કર શરૂ થવામાં વાર નથી લાગતી. આ તો એકાન્તવાદનો સ્વભાવ છે. તેના વિના એકાન્તવાદ પુષ્ટ થતો નથી, ખીલતો નથી. એકાત્તવાદનો આ પારસ્પરિક શત્રતાભર્યો વ્યવહાર જોઈને કેટલાક લોકોના મનમાં વિચાર આવ્યો કે આ ક્લેશનું મૂળ કારણ શું છે? સત્યતાનો દાવો કરનારું પ્રત્યેક દ્વન્દ્ર અંદરોઅંદર આટલુ લડે છે કેમ? જો બન્ને વિરોધી પક્ષો પૂર્ણ સાચા છે તો બન્નેમાં વિરોધ કેમ છે? આ ઉપરથી જણાય છે કે બન્ને પૂર્ણત: સત્ય નથી. તો શું તે બન્ને પૂર્ણતઃ મિથ્યા છે? એવું પણ ન હોઈ શકે કેમ કે તે બન્ને જે સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે તેની પ્રતીતિ અવશ્ય થાય છે. પ્રતીતિ વિના તો કોઈ પણ સિદ્ધાન્તનું પ્રતિપાદન સંભવતું નથી. આવી પરિસ્થિતિમાં તે બન્ને પક્ષોનું શું સ્થાન છે? તે બન્ને અંશતઃ સત્ય છે અને અંશતઃ મિથ્યા છે. એક પક્ષ જે અંશમાં સાચો છે તે જ અંશમાં બીજો પક્ષ ખોટો છે. તેથી તે બે વચ્ચે પરસ્પર કલહ થાય છે. એક પક્ષ સમજે છે કે હું જ પૂરેપૂરો સાચો છું અને મારો પ્રતિપક્ષી બિલકુલ ખોટો છે. બીજો પક્ષ પણ આવું જ સમજે છે. આ જ કલહનું મૂળ કારણ છે. જૈન દર્શન આ સત્યથી પરિચિત છે. તે માને છે કે વસ્તુમાં અનેક ધર્મો છે. આ ધર્મોમાંથી કોઈ પણ ધર્મનો અપલાપ ન કરી શકાય. જે લોકો એક ધર્મનો અપલાપ કરીને બીજા ધર્મનું સમર્થન કરે છે તેઓ એકાન્તવાદની ઘંટીના બે પડ (પક્ષો વચ્ચે પિસાય છે. વસ્તુ કથંચિત્ ભેદાત્મક છે, કથંચિત્ અભેદાત્મક છે; કથંચિત્ સત્કાર્યવાદ અન્તર્ગત છે, કથંચિત્ અસત્કાર્યવાદ અન્તર્ગત છે; કથંચિત નિર્વચનીય છે, કથંચિત અનિર્વચનીય છે; કથંચિત્ તર્કગમ્ય છે, કથંચિત્ તર્કગમ્ય છે. પ્રત્યેક દૃષ્ટિની અને પ્રત્યેક ધર્મની એક મર્યાદા છે. તેનું ઉલ્લંઘન ન કરવું એ જ સત્યને ન્યાય કરવો ગણાય. જે વ્યક્તિ આ વાતને સમજતી નથી અને પોતાના આગ્રહને જગતનું તત્ત્વ માને છે તે ભ્રમમાં છે. તેણે તત્ત્વને તેના પૂર્ણ રૂપમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પોતાના એકાન્તવાદી આગ્રહનો ત્યાગ નથી કરતી ત્યાં સુધી તે તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી શકતી નથી. વસ્તુના એક ધર્મને તો સર્વથા સત્ય માની લેવો અને બીજા ધર્મને Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન ધર્મ-દર્શન સર્વથા મિથ્યા કહેવો એ તો વસ્તુની પૂર્ણતાને ખંડિત કરી ગણાય. પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો અવશ્ય એકબીજાના વિરોધી છે પરંતુ સંપૂર્ણ વસ્તુના વિરોધી નથી. વસ્તુ તો બન્નેને એકસરખી રીતે સમાનપણે આશ્રય આપે છે. આ દૃષ્ટિ જ સ્યાદ્વાદ છે, અનેકાન્તવાદ છે, સાપેક્ષવાદ છે. પરસ્પર વિરોધી જણાતા ધર્મોનો સમન્વય કેવી રીતે થઈ શકે છે ? પદાર્થમાં તે ધર્મો કેવી રીતે રહે છે ? આપણી પ્રતીતિ સાથે તેમનું શું સામ્ય છે ? વગેરે પ્રશ્નોનો વિચાર આગમોના આધારે આપણે કરીએ. નિત્યતા અને અનિત્યતા બુદ્ધના વિભાવાદનું સ્વરૂપ આપણે જોઈ ગયા છીએ. કંઈક આવા જ પ્રશ્નો છે જે પ્રશ્નોને બુદ્ધે અવ્યાકૃત કહ્યા છે. તે પ્રશ્નો વિભયવાદ અન્તર્ગત આવતા નથી. આવા પ્રશ્નોના ઉત્તરમાં બુદ્ધે ન તો ‘હા’ કહી કે ન તો ‘ના’ કહી. લોકની નિત્યતા અને અનિત્યતા અંગેના પ્રશ્નની બાબતમાં પણ બુદ્ધનો આ જ દૃષ્ટિકોણ છે. મહાવીરે આવા પ્રશ્નો અંગે મૌન ધારણ કરવું ઉચિત ન માન્યું. તેમણે એ પ્રશ્નોના વિવિધ પ્રકારે ઉત્તરો આપ્યા. લોક નિત્ય છે કે અનિત્ય ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીરે આ રીતે આપ્યો – ૧ - જમાલિ ! લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. ત્રણે કાળોમાં એવો એક પણ ક્ષણ નથી મળી શકતો જ્યારે લોક ન હોય, તેથી લોક શાશ્વત છે. લોક સદા એકરૂપ જ નથી રહેતો. તે અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં પરિવર્તન પામતો રહે છે. તેથી લોક અશાશ્વત પણ છે.૨ મહાવીરે પ્રસ્તુત પ્રશ્નનો બે દૃષ્ટિએ ઉત્તર આપ્યો છે. લોક હમેશાં કોઈ ને કોઈ રૂપમાં રહે જ છે; તેથી તે નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અપરિવર્તનશીલ છે. લોક હમેશાં એકરૂપ નથી રહેતો. તેમાં કયારેક સુખની માત્રા વધી જાય છે તો ક્યારેક દુઃખની માત્રા વધી જાય છે. કાલભેદે લોકમાં વિવિધરૂપતા આવતી રહે છે. તેથી લોક અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર છે, પરિવર્તનશીલ છે, અવ છે, ક્ષણિક છે. સાન્નતા અને અનન્તતા લોકની સાન્તતા અને અનન્તતાના પ્રશ્નને લઈને પણ મહાવીરે આ પ્રકારે સમાધાન કર્યું છે. ૧. મઝિમનિકાય, ચૂલમાલુંક્યસુત્ત. २. असासए लोए जमाली ! जओ ओसप्पिणी भवित्ता उस्सप्पिणी भवइ, उस्सप्पिणी વિત્તા ઓખિળી મવદ્ । –ભગવતીસૂત્ર, ૯.૬.૩૮૭. Page #257 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૩૩ લોકને ચાર રીતે જાણવામાં આવે છે - -દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યની અપેક્ષાએ લોક એક છે અને સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાએ લોક અસંખ્યાત યોજન કોટાકોટિવિસ્તારવાળો અને અસંખ્યાત યોજન કોટાકોટિ પરિક્ષેપ પ્રમાણવાળો કહેવાયો છે. તેથી ક્ષેત્રની અપેક્ષાએ લોક સાન્ત છે. કાળની અપેક્ષાએ કોઈ કાળ એવો નથી કે જ્યારે લોક ન હોય, તેથી લોક ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે. તેનો અન્ત નથી. ભાવની અપેક્ષાએ લોકના અનન્ત વર્ણપર્યાયો, ગન્ધપર્યાયો, રસપર્યાયો અને સ્પર્શપર્યાયો છે. અનન્ત સંસ્થાનપર્યાયો છે, અનન્ત ગુરુલઘુપર્યાયો છે અને અનન્ત અગુરુલઘુપર્યાયો છે. તેનો કોઈ અન્ન નથી. તેથી લોક દ્રવ્યદૃષ્ટિએ સાન્ત છે, ક્ષેત્રદૃષ્ટિએ સાન્ત છે, કાલષ્ટિએ અનન્ત છે અને ભાવદૃષ્ટિએ અનન્ત છે. લોકની સાન્તતા અને અનન્તતાનો ચાર દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યની દૃષ્ટિએ લોક સાન્ત છે કેમ કે તે સંખ્યામાં એક છે. ક્ષેત્રની દૃષ્ટિએ પણ લોક સાન્ત છે કેમ કે સકલ આકાશના કેટલાક ભાગમાં જ લોક છે.તે ભાગ અસંખ્યાત કોટાકોટિ યોજનની પરિધિમાં છે. કાલની દૃષ્ટિએ લોક અનન્ત છે કેમ કે વર્તમાન, ભૂત અને ભવિષ્યત્ કાલની કોઈ ક્ષણ એવી નથી જેમાં લોકનું અસ્તિત્વ ન હોય. ભાવની દૃષ્ટિએ પણ લોક અનન્ત છે કેમ કે એક લોકના અનન્ત પર્યાયો છે. મહાવીરે સાન્નતા અને અનન્તતાનું પોતાની રીતે ઉપર્યુક્ત સમાધાન કર્યું. બુદ્ધે સાન્તતા અને અનન્તતા બન્નેને અવ્યાકૃતની કોટિમાં મૂકેલ છે. બુદ્ધે જીવની નિત્યતા અને અનિત્યતાના પ્રશ્નને પણ અવ્યાકૃતની કોટિમાં મૂક્યો. મહાવીરે આ પ્રશ્નનું સમાધાન સ્યાદ્વાદની દૃષ્ટિએ કર્યું. તેમણે મોક્ષપ્રાપ્તિ માટે આ જાતના પ્રશ્નોનું જ્ઞાન પણ જરૂરી માન્યું. આચારાંગના કેટલાંક પ્રારંભિક વાક્યોથી આ વાતની જાણકારી મળે છે જ્યાં સુધી એ જાણી ન લેવાય કે હું અર્થાત્ મારો જીવ એક १. एवं खलु मए खंदया ! चउव्विहे लोए पन्नत्ते, तंजहा - दव्वओ खेत्तओ कालओ भावओ । दव्वओ णं एगे लोए सअंते । खेत्तओ णं लोए असंखेज्जाओ जोयणकोडाकोडीओ । आयामविक्खंभेणं असंखेज्जाओ जोयणकोडाकोडीओ । परिक्खेवेणं पन्नत्ता । अत्थि पुण सअंते । कालओ णं लोए ण कयावि न आसी, न कयावि न भवति, न कयावि न भविस्सति, भविसु य भवति य भविस्सइ य, धुवे णितिए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे, णत्थि पुण से अंते । भावओ णं लोए अनंता वण्णपज्जवा गंध० रस० फासपज्जवा, अणंता संठाणपज्जवा, अणंता गुरु य लहु य पज्जवा, अनंता अगुरु य लहु य पज्जवा, नत्थि पुण से अंते । से त्तं खंदगा ! दव्वओ लोए सअंते, खेत्तओ लोए सअंते, कालओ लोए अणंते, भावओ लोए અનંતે । ભગવતીસૂત્ર, ૨.૧.૯૦. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન ધર્મ-દર્શન ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે નહિ, જીવ ક્યાંથી આવ્યો,કોણ હતો અને ક્યાં જશે, ત્યાં સુધી કોઈ જીવ આત્મવાદી હોઈ શકે નહિ, લોકવાદી હોઈ શકે નહિ, કર્મવાદી હોઈ શકે નહિ અને ક્રિયાવાદી હોઈ શકે નહિ. આ બધી વાતો જાણ્યા પછી જ જીવ આત્મવાદી, લોકવાદી, કર્મવાદી, ક્રિયાવાદી બની શકે છે. જીવની શાશ્વતતા અને અશાશ્વતતા માટે નીચેનો સંવાદ જુઓ - ગૌતમ — ભગવન્ ! જીવ શાશ્વત છે કે અશાશ્વત ? - મહાવીર ગૌતમ ! જીવ અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. ગૌતમ ! દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે અને ભાવાર્થિક દૃષ્ટિએ અશાશ્વત છે. દ્રવ્યદૃષ્ટિ અભેદવાદી છે અને પર્યાયદષ્ટિ ભેદવાદી છે. દ્રવ્યદૃષ્ટિએ જીવ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ અર્થાત્ ભાવદૃષ્ટિએ જીવ અનિત્ય છે. જીવમાં જીવત્વ સામાન્યનો કદી અભાવ નથી હોતો. આ દ્રવ્યદૃષ્ટિ છે. આ દૃષ્ટિએ જીવ નિત્ય છે. જીવ કોઈ ને કોઈ પર્યાયમાં હોય છે. એક પર્યાયને છોડી બીજો પર્યાય તે ગ્રહણ કરતો રહે છે.આ દૃષ્ટિએ તે અશાશ્વત અર્થાત્ અનિત્ય છે. જીવ સામાન્યની નિત્યતા-અનિત્યતા ઉપરાંત નારક આદિ જીવોની નિત્યતાઅનિત્યતાનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે ઃ ભગવન્ ! નારક શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. ભગવન્ ! એ કેવી રીતે ? पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि, १. इहमेगेसिं नो सन्ना भवइ तंजहा દ્દિાઓ વા...... आगओ अहमंसि । एवमेगेसिं नो नायं भवइ अत्थि मे आया उववाइए । नत्थि मे आया उववाइए। के अहं आसी, के वा इओ चुओ इह पेच्चा भविस्सामि ? से जं पुण जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अन्नेसिं वा अन्तिए सोच्चा तंजहापुरत्थमाओ અસ્થિ ને આયા... સે આયાવાડું, તોળાવાડું, જન્માવાડું, વિરિયાવાર્ફ । આચારાંગ, ૧.૧.૧.૨-૩. ૨. નીવાળું ભંતે ! જિ સાસયા અસાયા ? गोयमा ! जीवा सिय सासया सिय असासया । गोयमा दव्वट्टयाए सासया ભાવયા ઞાસા । ભગવતીસૂત્ર, ૭.૨.૨૭૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૩૫ ગૌતમઅસુચ્છિત્તિનયની અપેક્ષાએ શાશ્વત છે, બુચ્છિત્તિનયની અપેક્ષાએ અશાશ્વત છે. આમ વૈમાનિક દેવો અંગે પણ સમજવું જોઈએ.' અબુચ્છિત્તિનય એટલે દ્રવ્યાર્થિકનય અને વ્યચ્છિત્તિનય એટલે પર્યાયાર્થિકનય. જેમ જીવ સામાન્યને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવેલ છે તેમ જ નારક આદિ જીવોને પણ જીવદ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવેલ છે. જેમ જીવ સામાન્યને નરક વગેરે ગતિરૂપ પર્યાયોની અપેક્ષાએ અનિત્ય કહેવામાં આવેલ છે તેમ જ નારક જીવને પણ તેની વિવિધ અવસ્થાઓરૂપ પર્યાયોની અપેક્ષાએ અનિત્ય કહેવામાં આવેલ જીવની નિત્યતા-અનિત્યતા અંગેની વાતને અધિક સ્પષ્ટાપૂર્વક સમજવા માટે એક વધુ સંવાદ આપીએ છીએ. ભગવાન મહાવીર જમાલિને આ વાત સમજાવી રહ્યા છે : ત્રણે કાળમાં એવી કોઈ ક્ષણ નથી જ્યારે જીવ ન હોય. તેથી જીવ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે ...... જીવ નારકાવસ્થાનો ત્યાગ કરી તિર્યચાવસ્થા પ્રાપ્ત કરે છે, તિર્યંચાવસ્થા છોડી મનુષ્ય બને છે, મનુષ્યમાંથી દેવ બને છે. આ વિભિન્ન અવસ્થાઓની દષ્ટિએ જીવ અનિત્ય છે. એક અવસ્થાનો ત્યાગ અને બીજી અવસ્થાનું ગ્રહણ અનિત્યતા વિના શક્ય નથી.' લોકની નિત્યતા-અનિત્યતા માટે જે હેતુ આપવામાં આવ્યો છે બરાબર તે જ હેતુ અહીં પણ રજૂ કરવામાં આવ્યો છે. ત્રણે કાળમાં જીવ જીવરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેથી તે નિત્ય છે. તેની વિવિધ અવસ્થાઓ પરિવર્તન પામતી રહે છે, તેથી તે ૧. નેરડ્યા પ્રતિ! વિ સાસયા માયા ? गोयमा ! सिय सासया सिय असासया । તે હેં અંતે ! પર્વ qવ .... ? गोयमां ! अव्वोच्छित्तिणयट्ठयाए सासया, वोच्छित्तिणयट्ठयाए असासया । एवं जाव વેળિયા –એજન, ૭.૩.૨૭૯. सासए जीवे जमाली ! जं न कयाइ णासी, णो कयावि न भवति, ण कयावि ण भविस्सई, भुवि च भवई य भविस्सइ य, धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे। असासए जीवे जमाली ! जनं नेरइए भवित्ता तिरिक्खजोणिए भवइ, तिरिक्खजोणिए પવિત્તા મજુસે મવરૂ, પુસ્તે વિત્તા રે મવડું ! ભગવતીસૂત્ર, ૯૬.૩૮૭; ૧.૪.૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અનિત્ય છે. બુદ્ધનો જીવની સાન્તતા અને અનન્તતા અંગેનો તે જ દૃષ્ટિકોણ છે જે નિત્યતા અને અનિત્યતા અંગેનો હતો. મહાવીરે આ વિષયનું પ્રતિપાદન પોતાની દૃષ્ટિએ કર્યું છે. મહાવીર અનુસાર જીવ સાન્ત પણ છે અને અનન્ત પણ છે. દ્રવ્યની દૃષ્ટિએ જીવ સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્યાતપ્રદેશવાળો છે, તેથી તે સાન્ત છે. કાળની દૃષ્ટિએ જીવ હમેશાં છે, તેથી તે અનન્ત છે. ભાવ અપેક્ષાએ જીવના અનન્ત જ્ઞાનપર્યાયો છે, અનન્ત દર્શનપર્યાયો છે, અનન્ત ચારિત્રપર્યાયો છે, અનન્ત અગુરુલઘુપર્યાયો છે, તેથી તે અનન્ત છે. દ્રવ્ય, ક્ષેત્ર,કાલ અને ભાવ આ ચાર દષ્ટિએ જીવની સાન્તતા-અનન્તતાનો વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ જીવ સીમિત છે, તેથી સાન્ત છે. કાલ અને ભાવની દૃષ્ટિએ જીવ અસીમિત છે, તેથી અનન્ત છે. તાત્પર્ય એ છે કે જીવ અમુક અપેક્ષાએ સાન્ત છે અને અમુક અપેક્ષાએ અનન્ત છે. જૈન ધર્મ-દર્શન દ્રવ્યનો સૌથી નાનો અંશ, જેનો વિભાગ ન થઈ શકે તે, પરમાણુ છે. પરમાણુના ચાર પ્રકારો દર્શાવ્યા છે દ્રવ્યપરમાણુ, ક્ષેત્રપરમાણુ, કાલપરમાણુ અને ભાવપરમાણુ. વર્ણાદિપર્યાયની વિવક્ષા વિના જે સૂક્ષ્મતમ દ્રવ્ય છે તે દ્રવ્યપરમાણુ છે. તેને પુદ્ગલપરમાણુ પણ કહે છે. આકાશદ્રવ્યનો સૂક્ષ્મતમ પ્રદેશ ક્ષેત્રપરમાણુ છે. સમયનો સૂક્ષ્મતમ પ્રદેશ કાલપરમાણુ છે. દ્રવ્યપરમાણુમાં વર્ણાદિ પર્યાયોની વિવક્ષા હોતાં જે પરમાણુનું ગ્રહણ થાય છે તે ભાવપરમાણુ છે. - જૈન દર્શન સિવાયનાં બીજાં ભારતીય દર્શનો (વૈશેષિક આદિ) દ્રવ્યપરમાણુને એકાન્ત નિત્ય માને છે. તેઓ તેમાં જરા પણ પરિવર્તન સ્વીકારતા નથી. તેમના મતે ૫૨માણુનું કાર્ય અનિત્ય હોઈ શકે છે, ખુદ પરમાણુ નહિ. एवं १. जे वि य खंदया ! जाव सअंते जीवे अणंते जीवे, तस्स वि य णं एयमट्ठे खलु जाव दव्वओ णं एगे जीवे सअंते, खेत्तओ णं जीवे असंखेज्जपएसिए असंखे परसोगाढे अत्थि पुण से अंते, कालओ णं जीवे न कयावि न आसि जाव निच्चे नत्थि पुण से अंते, भावओ णं जीवे अणंता णाणपज्जवा, अनंता दंसणपज्जवा, અનંતા પરિત્તવપ્નવા, અનંતા અનુરુતદુપપ્નવા નસ્થિ પુળ સે અંતે । ભગવતીસૂત્ર, ૨.૧.૯૦. ૨. ગોયમા ! વતુવિષે પરમાણુ પન્નત્તે તં નહીં · ભાવપરમાણુ । એજન, ૨૦.૫. --- दव्वपरमाणु, खेत्तपरमाणु, कालपरमाणु, Page #261 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ - ૨૩૭ મહાવીરે આ સિદ્ધાન્તને ન માન્યો. તેમણે પોતાના અમોઘ અસ્ત્ર સ્યાદ્વાદનો અહીં પણ પ્રયોગ કર્યો અને પરમાણુને નિત્ય પણ માન્યો અને અનિત્ય પણ માન્યોઃ ભગવન્! પરમાણુપગલ શાશ્વત છે કે અશાશ્વત? ગૌતમ! અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. ભગવન્! તે કેવી રીતે? ગૌતમ! દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે. વર્ણપર્યાય યાવત્ સ્પર્શપર્યાયની દષ્ટિએ અશાશ્વત છે.' અન્યત્ર પણ પુદ્ગલની નિત્યતાનું પ્રતિપાદન કરતાં આ જ વાત કહી છે કે દ્રવ્યદષ્ટિએ પુદ્ગલ નિત્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ત્રણે કાળમાં એવી કોઈ ક્ષણ નથી. કે જ્યારે પુગલ પુગલરૂપમાં ન હોય. આ રીતે પુદ્ગલની અનિત્યતાનું પણ પર્યાયદષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમના સંવાદના આ શબ્દોને જુઓ – ભગવન્! શું એ સંભવ છે કે અતીત કાળમાં કોઈક સમયે જે પુલ રૂક્ષ હોય તે જ બીજા સમયે અરૂક્ષ હોય? શું તે એક જ સમયે એક ભાગમાં રૂક્ષ અને અન્ય ભાગમાં અરૂક્ષ હોઈ શકે? શું એ સંભવ છે કે સ્વભાવથી કે અન્ય પ્રયોગથી કોઈ પુગલમાં અનેક વર્ણપરિણામ થઈ જાય અને તેવો પરિણામ નાશ પામીને પછી એક વર્ણપરિણામ પણ થઈ જાય ? હા ગૌતમ ! આ સંભવે છે. १. परमाणुपोग्गले णं भंते ! किं सासए असासए ? गोयमा ! सिय सासए सिय असासए । છે જેમાં ........? જોયા ! વ્યાપ સાસ, વનપજ્ઞfë નાવ સંપન્નવેર્દિ મસાણ I એજન, ૧૪.૪.૫૧૨. ૨. એજન, ૧.૪.૪૨ 3. एस णं भंते ! पोग्गले तीतमणंतं सासयं समयं लुक्खी समयं अलुक्खी समयं लुक्खी वा अलक्खी वा ? पुचि च णं करणेणं अणेगवनं अणेगरूवं परिणामं परिणमति, अह से परिणामे निज्जिने भवति तओ पच्छा एगवने एगरूवे सिया ? હંતા ગોય!...... | સિયા એજન, ૧૪.૪.૫૧૦. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન ધર્મ-દર્શન આમ મહાવીરે પરમાણુનિત્યવાદનું ખંડન કર્યું. તેમણે એવા પરમાણુના અસ્તિત્વને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો જે એકાન્ત નિત્ય હોય. જેમ પરમાણુનાં કાર્યો ઘટ વગેરેમાં પરિવર્તન થાય છે અને તેઓ અનિત્ય છે તેવી જ રીતે પરમાણુ પણ અનિત્ય છે. પરમાણુ અને તેના કાર્ય બન્નેનો સમાનપણે નિત્યાનિત્ય સ્વભાવ છે. એકતા અને અનેકતા મહાવીર પ્રત્યેક દ્રવ્યમાં એકતા અને અનેકતા બન્ને ધર્મો માને છે. જીવદ્રવ્યની એકતા અને અનેકતાનું પ્રતિપાદન કરતાં તેમણે કહ્યું, “સોમિલ ! દ્રવ્યદૃષ્ટિએ હું એક છું. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિએ હું બે છું. ન બદલાનારા પ્રદેશોની દષ્ટિએ હું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, બદલાતા રહેતા ઉપયોગની દષ્ટિએ હું અનેક છું.' તેવી જ રીતે અજીવદ્રવ્યની એકતા અને અનેકતાનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું, “ગૌતમ ! ધર્માસ્તિકાય દ્રવ્યદૃષ્ટિએ એક છે, તેથી તે સર્વસ્તીક છે. તે જ ધર્માસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત પણ છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશ વગેરે દ્રવ્યદૃષ્ટિએ એક અને પ્રદેશદૃષ્ટિએ અનેક છે. પરસ્પર વિરોધી મનાતા ધર્મોનો એક જ દ્રવ્યમાં અવિરોધી સમન્વય કરવો એ અનેકાન્તવાદનું પ્રદાન છે. અસ્તિ અને નાસ્તિ બુદ્ધ “અસ્તિ’ અને ‘નાસ્તિ' બન્નેને માનવાનો ઇનકાર કર્યો. બધું છે એમ કહેવું એ એક અત્ત છે. બધું નથી એમ કહેવું એ બીજો અત્ત છે. આ બન્ને અન્તોને છોડીને તથાગત મધ્યમમાર્ગનો ઉપદેશ આપે છે. મહાવીરે સર્વપ્તિ (બધું છે) અને “સર્વ નાતિ (બધું નથી) એ બન્ને સિદ્ધાન્તોની પરીક્ષા કરી. પરીક્ષા કર્યા પછી કહ્યું કે જે १. सोमिल ! दव्वट्ठयाए एगे अहं, नाणदंसणट्ठयाए दुविहे अहं पएसट्ठयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवओगट्ठयाए अणेगभूयभावभविए वि કર્દી એજન, ૧.૮.૧૦. ૨. કોય! સત્યો ને ધOિા વ્યદૃયાણ, તે વેવ પ્રસિદ, મયંજ્ઞાને...! સમ્બન્ધોવે પત્નિOિા વ્યક્રયાણ રે વેવ પણ ક્યા અ ને 1 પ્રજ્ઞાપના, ૩.પ૬. 3. सव्वं अत्थीति खो ब्राह्मण अयं एको अन्तो । .... सव्वं नत्थीति खो ब्राह्मण अयं दुतियों अन्तो । एते ते ब्राह्मण उभो अन्ते अनुपगम्म मज्झेन तथागतो धम्मं देसे तिअ વેજ્ઞાપવા સંવારા ... – સંયુત્તનિકાય, ૧૨.૪૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સાપેક્ષવાદ અસ્તિ છે તે જ અસ્તિ છે અને જે નાસ્તિ છે તે જ નાસ્તિ છે. તેમના શબ્દો છે – “અમે અસ્તિને નાસ્તિ નથી કહેતા અને નાસ્તિને અસ્તિ નથી કહેતા. અમે જે અસ્તિ છે તેને અસ્તિ કહીએ છીએ અને જે નાસ્તિ છે તેને નાસ્તિ કહીએ છીએ.૧ અસ્તિ અને નાસ્તિ બન્ને પરિણમનશીલ છે એ વાત પણ મહાવીરે સ્વીકારી. આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્નેના પરિણમનના સિદ્ધાન્તની સ્થાપના કરી. આમ અસ્તિ અને નાસ્તિની બાબતમાં પણ અનેકાન્તદષ્ટિની સ્થાપના કરી છે. અસ્તિ” અને “નાસ્તિ'ને માનનારા બે એકાન્તવાદી પક્ષો છે. એક પક્ષ કહે છે કે બધું છે – “સર્વ પ્તિ'. બીજો પક્ષ કહે છે કે બધું અસતુ છે – ‘સર્વ નાપ્તિ'. બુદ્ધ આ બન્ને પક્ષોને એકાન્તવાદી કહ્યા, એ ઠીક છે, પરંતુ તે બન્ને પક્ષોનો તેમણે ત્યાગ કર્યો. આ ત્યાગને તેમણે મધ્યમમાર્ગ નામ આપ્યું. બુદ્ધનો આ માર્ગ નિષેધપ્રધાન છે. મહાવીરે બન્ને પક્ષોનો નિષેધ ન કર્યો પરંતુ અનેકાન્તવાદ દ્વારા વિધિરૂપે બન્ને પક્ષોનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે “બધું સત્ છે એ એકાન્ત દૃષ્ટિકોણ બરાબર નથી. તેવી જ રીતે “બધું અસતુ છે એ એકાન્ત દૃષ્ટિ પણ યોગ્ય નથી. જે સત છે તેને સત્ માનવું જોઈએ. જે અસત્ છે તેને અસત માનવું જોઈએ. સત અને અસત – અતિ અને નાસ્તિના ભેદનો સર્વથા લોપ ન કરવો જોઈએ. બધું પોતાના દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ સત છે, પર દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ અસત્ છે. સત્ અને અસનું વિવેકપૂર્વક સમર્થન કરવું જોઈએ. જે જે રૂપે સતું હોય તેને તે જ રૂપે સત્ માનવું १. नो खलु वयं देवाणुप्पिया! अत्थिभावं नत्थित्ति वदामो नत्थिभावं अत्थित्ति वदामो । अम्हे णं देवाणुप्पिया ! सव्वं अत्थिभावं अत्थित्ति वदामो, सव्वं नत्थिभावं नस्थित्ति વક્વામો ! – ભગવતીસૂત્ર, ૭.૧૦.૩૦૪. २. से नूणं भंते । अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं नत्थित्ते परिणमइ ? हंता गोयमा ! ..... પરિમા जण्णं भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ नत्थित्तं नत्थित्ते परिणमइ, तं किं पओगसा वीससा? गोयमा ! पयोगसा वि तं वीससा वि तं। जहा ते भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ तहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ ? जहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ तहा ते अत्थित्तं अत्थित्ते परिणमइ ? હંતા યમ ! કહા જે સ્થિરં પરિણમડ્ડા એજન, ૧.૩.૩૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન ૨૪૦ જોઈએ. જે જે રૂપે અસત્ હોય તેને તે જ રૂપે અસત્ માનવું જોઈએ. સત્ અને અસત્તા આ ભેદને સમજ્યા વિના એકાન્તપણે બધું સત્ છે એમ કહેવું કે એકાન્તપણે બધું અસત્ છે એમ કહેવું દોષપૂર્ણ છે. એક અને અનેક, નિત્ય અને અનિત્ય, સાન્ત અને અનન્ત, સત્ અને અસત્ ધર્મોનો અનેકાન્તવાદના આધાર પર કેવી રીતે સમન્વય કરવો એ વાત ઉપર્યુક્ત વિવેચનથી સ્પષ્ટ સમજાઈ જાય છે. અનેકાન્તવાદ સ્વતન્ત્ર દૃષ્ટિ નથી પણ બે એકાન્તવાદોના સરવાળારૂપ એક મિશ્રિત દૃષ્ટિ માત્ર છે એમ સમજવું ભૂલભરેલું છે. વસ્તુનું સ્વરૂપ બરાબર સમજવા માટે અનેકાન્તદૃષ્ટિ જ ઉપયુક્ત છે. તે એક વિલક્ષણ અને સ્વતન્ત્ર દૃષ્ટિ છે જેમાં વસ્તુનું પૂર્ણ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે. કેવલ બે વાદોને મેળવવા માત્રથી અનેકાન્તવાદ નથી બની શકતો કેમ કે બે એકાન્તવાદો કદી એકરૂપ નથી બની શકતા. તે હમેશાં એકબીજાના વિરોધી હોય છે. સ્યાદ્વાદ એટલે કે અનેકાન્તવાદ એક અખંડ દૃષ્ટિ છે, જેમાં વસ્તુના બધા ધર્મો નિર્વિરોધપણે પ્રતિભાસિત થાય છે. આગમોમાં સ્યાદ્વાદ આ વિવેચન વાંચ્યા પછી એમાં જરા જેટલો પણ સન્દેહ રહેતો નથી કે સ્યાદ્વાદનાં બીજ જૈન આગમોમાં મોજૂદ છે. પદે પદે ‘સિય સામયા’, ‘સિય અસાસયા' સ્યાત્ શાશ્વત, સ્યાત્ અશાશ્વત આદિનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તે ઉપરથી એ સિદ્ધ થાય છે કે આગમોમાં ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ થયો છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે શું આગમોમાં ‘સ્યાદ્વાદ' એવો આખો શબ્દ મળે છે ? સૂત્રકૃતાંગની એક ગાથામાંથી ‘સ્યાદ્વાદ’ એવું પદ શોધી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.' ગાથા નીચે મુજબ છે : नो छाए नो वि य लूसएज्जा माणं न सेवेज्ज पगासणं च । न यावि पन्ने परिहास कुज्जा न यासियावाय वियागरेज्जा ॥ —૧.૧૪.૧૯ ---- આ ગાથાનો જે ‘ન યાસિયાવાય' અંશ છે તેનું ટીકાકારે ‘ન નાશીર્વાવ’ એવું સંસ્કૃત રૂપ આપ્યું છે. જેઓ આ ગાથામાંથી ‘સ્યાદ્વાદ' પદ શોધી કાઢવા માંગે છે તેમના મતે ‘ન વાસ્યાદ્વાવ' એવું સંસ્કૃત રૂપ હોવું જોઈએ. આચાર્ય હેમચન્દ્રના નિયમો અનુસાર ૧. ઑરિએન્ટલ કૉન્ફરન્સ – · નવમા અધિવેશનની કાર્યવાહી (ડૉ. એ. એન. ઉપાધ્યેનો મત), પૃ. ૬૭૧. Page #265 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૪૧ ‘રાશિમ્' સંસ્કૃત શબ્દનું પ્રાકૃત ‘માસી' થાય છે. હેમચન્દ્ર ‘માસીયા' એવું એક બીજું રૂપ પણ આપ્યું છે. “સ્યાદ્વાદ' માટે પ્રાકૃત રૂપ “સિયાવાઓ છે. તેના માટે એક વધુ હેતુ પણ આપવામાં આવ્યો છે. તે એ છે કે જો આ “સિયાવાળો' શબ્દ ઉપર ધ્યાન આપવામાં આવે તો ઉપર્યુક્ત ગાથામાં અભ્યાદ્વાદ વચનના પ્રયોગનો જ નિષધ માનવો ઉચિત રહેશે કેમ કે જો ટીકાકારના મતાનુસાર આશીર્વાદ વચનના પ્રયોગનો નિષેધ માનવામાં આવે તો કથાનકોમાં જે “ધર્મલાભ' રૂપ આર્શીવાદનો પ્રયોગ મળે છે તે અસંગત સિદ્ધ થશે. આ હેતુનું વિશેષ મહત્ત્વ નથી. “ધર્મલાભને આશીર્વાદ કહેવો એ તો બરાબર એના જેવું થાય કે મુક્તિની અભિલાષાને રાગ કહેવો. જે લોકો મોક્ષાવસ્થાને સુખરૂપ માનતા નથી તેઓ મોક્ષાવસ્થાને સુખરૂપ માનનારા દાર્શનિકોને એ દોષ આપે છે કે સુખની અભિલાષા તો રાગ છે અને રાગ તો બન્ધનનું કારણ છે, મોક્ષનું કારણ નથી, તેથી મોક્ષ સુખરૂપ ન હોઈ શકે. સુખની અભિલાષાને રાગ કહેવામાં આવેલ છે તે તો સાંસારિક સુખની દષ્ટિએ છે, મોક્ષરૂપ શાશ્વત સુખની દષ્ટિએ નહિ. આ સિદ્ધાન્તથી અપરિચિત લોકો જ મોક્ષની અભિલાષાને રાગ કહે છે. આશીર્વાદ પણ સાંસારિક ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. ધર્મના માટે કોઈ આર્શીવાદ હોતો નથી. “ધર્મલાભ” કે “ધર્મનો જય’ આશીર્વાદ નથી. એ તો સત્યની અભિવ્યક્તિ છે – સત્યપથનું નિદર્શન છે. તાત્પર્ય એ કે ઉપર્યુક્ત હેતુમાં કોઈ ખાસ બળ નથી. વ્યાકરણના પ્રયોગોના અધ્યયનના આધારે સંભવતઃ “ન વાયદા' પદનું ઔચિત્ય સિદ્ધ થઈ શકે છે. જે હો તે, પરંતુ એટલું તો નિર્વિવાદ સિદ્ધ છે કે “સાપૂર્વક વચનનો પ્રયોગ આગમોમાં દેખાય છે. “સ્યાદ્વાદ” એવો અખંડ પ્રયોગ ન પણ મળે તો પણ સ્યાદ્વાદ સિદ્ધાન્ત આગમોમાં મોજૂદ છે એ વાતનો ઈનકાર કોઈ કરી શકે નહિ. અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ જૈન દર્શન એક વસ્તુમાં અનન્ત ધર્મો માને છે. આ ધર્મોમાંથી વ્યક્તિ પોતાને ઇચ્છિત ધર્મોનું વખતોવખત કથન કરતી હોય છે. વસ્તુના જેટલા ધર્મોનું કથન થઈ શકે છે તે બધા જ ધર્મો વસ્તુની અંદર રહે છે. એવું નથી કે વ્યક્તિ પોતાની ઇચ્છાથી તે ધર્મોનો આરોપ પદાર્થ ઉપર કરે છે. અનન્ત યા અનેક ધર્મોના કારણે જ વસ્તુ અનન્તધર્માત્મક યા અનેકાન્તાત્મક કહેવાય છે. અનેકાન્તાત્મક વસ્તુનું કથન કરવા માટે “સ્વાત' શબ્દનો પ્રયોગ કરવો પડે છે. ૧. પ્રાકૃત વ્યાકરણ, ૮.૨.૧૭૪. ૨. એજન, ૮.૨.૧૦૭. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન ધર્મ-દર્શન ‘સ્યા’નો અર્થ છે અમુક દૃષ્ટિએ, અમુક અપેક્ષાએ, અમુક અર્થમાં. કોઈ એક દષ્ટિએ વસ્તુ આ પ્રકારની કહી શકાય છે. બીજી દષ્ટિએ વસ્તુનું કથન આ પ્રકારે થઈ શકે છે. જો કે વસ્તુમાં આ બધા ધર્મો છે, પરંતુ આ સમયે આપણી દૃષ્ટિ આ ધર્મ તરફ છે, તેથી વસ્તુ આ ધર્મરૂપ પ્રતિભાસિત થઈ રહી છે. વસ્તુ કેવળ આ ધર્મરૂપ જ નથી પરંતુ અન્ય ધર્મરૂપ પણ છે. આ સત્યને અભિવ્યક્ત કરવા માટે “સ્યાત્' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્માત” શબ્દના પ્રયોગના કારણે જ આપણું વચન “સ્યાદ્વાદ' કહેવાય છે. “ચાતુપૂર્વક જે “વાદ અર્થાત વચન(કથન) છે તે “સ્યાદ્વાદ' છે. તેથી કહેવામાં આવ્યું છે કે અનેકાન્તાત્મક અર્થનું કથન “સ્યાદ્વાદ' છે.' “સ્યાદ્વાદને અનેકાન્તવાદ પણ કહે છે. તેનું કારણ એ છે કે “સ્યાદ્વાદદ્વારા જે પદાર્થનું કથન થાય છે તે પદાર્થ અનેકાન્તાત્મક છે. અનેકાન્તાત્મક અર્થનું કથન જ “અનેકાન્તવાદ' છે. “ચા” અવ્યય અનેકાન્તવાદનો દ્યોતક છે, તેથી “સ્યાદ્વાદને અનેકાન્તવાદ' કહેવામાં આવે છે. “સ્યાદ્વાદ' અને “અનેકાન્તવાદ બન્ને એક જ છે. યાદ્વાદ”માં “ચા”શબ્દની પ્રધાનતા છે. અનેકાન્તવાદમાં “અનેકાન્ત' ધર્મની પ્રધાનતા છે. “ચા” શબ્દ “અનેકાન્ત’નો દ્યોતક છે, “અનેકાન્ત’ને અભિવ્યકત કરવા માટે “સ્યાત” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્પષ્ટીકરણ એટલા માટે કરવામાં આવ્યું કેમ કે જૈન ગ્રન્થોમાં ક્યાંક “યાદ્વાદ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો ક્યાંક “અનેકાન્તવાદ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જૈન દાર્શનિકોએ એ બે શબ્દોનો પ્રયોગ એક જ અર્થમાં કર્યો છે. આ બન્ને શબ્દો પાછળ એક જ હેતુ રહેલો છે અને તે છે વસ્તુની અનેકાન્તાત્મકતા. આ અનેકાન્તાત્મકતા “અનેકાન્તવાદ' શબ્દ દ્વારા પણ વ્યક્ત થાય છે અને “સ્યાદ્વાદ' શબ્દ દ્વારા પણ વ્યક્ત થાય છે. આમ જોવા જઈએ તો “સ્યાદ્વાદ” શબ્દ અધિક પ્રાચીન જણાય છે કેમ કે આગમોમાં “સ્યા' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. જ્યાં વસ્તુની અનેકરૂપતાનું પ્રતિપાદન કરવું હોય છે ત્યાં ‘સિય’ શબ્દનો પ્રયોગ કરવો એ સાધારણ વાત છે. અનેકાન્તવાદ' શબ્દ ઉપર દાર્શનિક પુટ હોવાની પ્રતીતિ થાય છે કેમ કે આ શબ્દ એકાન્તવાદના વિરોધી પક્ષને સૂચિત કરે છે. ૧. કાન્તાત્માર્થી દ્વા: I – લઘીયઐયટીકા, ૬૨. ૨. વિત્યયમનેકાન્તોત તત: દાવોનેન્તિવાડા – સ્યાદ્વાદમંજરી, ૫. Page #267 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૪૩ સ્યાદ્વાદ અને સપ્તભંગી આપણે જોઈ ગયા કે સ્યાદ્વાદના મૂળમાં બે વિરોધી ધર્મો હોય છે. આ બે વિરોધી ધર્મોનું અપેક્ષાભેદે કથન સ્યાદ્વાદ છે. ઉદાહરણ તરીકે આપણે સને (સતુ ધર્મને) લઈએ. પહેલો પક્ષ છે સતનો. જયારે સતનો પક્ષ આપણી સામે આવે છે ત્યારે સતના વિરોધી અસતનો પક્ષ (વિરોધી પક્ષ) પણ આપણી સામે આવે છે. મૂળમાં આ બે પક્ષ છે. ત્યાર પછી ત્રીજો પક્ષ બે રૂપમાં હોઈ શકે છે –– કાં તો બન્ને પક્ષોના સમર્થનના રૂપમાં કાં તો બન્ને પક્ષોના નાના રૂપમાં જયાં સત્ અને અસત્ બને પક્ષોનું સમર્થન હોય છે ત્યાં ત્રીજો પક્ષ બને છે રાતઅસતુનો (અર્થાત્ ઉભયનો). જ્યાં બન્ને પક્ષોનો નિષેધ હોય છે ત્યાં ત્રીજો પક્ષ બને છે “ન સત ન અસ’નો (અર્થાત્ અનુભયનો). સત્, અસત્ અને અનુભવ આ ત્રણ પક્ષોનો પ્રાચીનતમ આભાસ 28 ટ્વેદના નાસદીયસૂક્તમાં મળે છે. ઉપનિષદોમાં બે વિરોધી પક્ષોનું સમર્થન મળે છે. તતિ તતિ”, “મોરીયાનુમતો મહીયાનુ સદરેથP' આદિ વાક્યોમાં સ્પષ્ટપણે બે વિરોધી ધર્મોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પરંપરા અનુસાર ત્રીજો પક્ષ ઉભય અર્થાત્ સતઅસતુનો બને છે. જ્યાં સત અને અસત્ બન્નેનો નિષેધ કરવામાં આવ્યો ત્યાં અનુભયનો ચોથો પક્ષ બની ગયો. આ રીતે ઉપનિષદોમાં સત, અસત, સદસત અને અનુભવ એ ચાર પક્ષો મળે છે. અનુભય પક્ષ અવક્તવ્યના નામથી પણ પ્રસિદ્ધ છે. અવક્તવ્યના ત્રણ અર્થો થઈ શકે – (૧) સત્ અને અસત્ બન્નેનો નિષેધ . કરવો, (૨) સત્, અસત અને સદસત્ ત્રણેનો નિષેધ કરવો. (૩) સત અને અસતુ બન્નેનો અક્રમથી અર્થાત યુગપતું સ્વીકાર કરવો. જયાં અવક્તવ્યનું ત્રીજું સ્થાન છે ત્યાં સહુ અને અસત્ બન્નેનો નિષધ સમજવો જોઈએ. જયાં અવક્તવ્યનું ચોથું સ્થાન છે - સત, અસત, અને સઅસ (ઉભય) ત્રણેનો નિષેધ સમજવો જોઈએ. સત અને અસત્ બન્નેના યુગપ પ્રતિપાદન કરવાની સૂઝયા કલ્પના તર્કયુગના જૈનાચાર્યોની જણાય છે. આ વાત હવે પછી સ્પષ્ટ થઈ જશે. અવક્તવ્યતા બે પ્રકારની છે – એક સાપેક્ષ અને બીજી નિરપેક્ષ. સાપેક્ષ અવક્તવ્યતામાં એ વાતની ઝલક હોય છે કે તત્ત્વ સત્, અસત્ અને સઅસત્ રૂપે અવાચ્ય છે. એટલું જ નહિ પરંતુ નાગાર્જુન જેવા ૧. ઈશોપનિષદ્, પ. ૨. કઠોપનિષદ્, ૧.૨.૨૦.. ૩. મુંડકોપનિષદ્, ૨.૨.૧. ૪. “સન્ન વાસત્ શ્વેતાશ્વતરોપનિષદ્, ૪.૧૮. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૪ જૈન ધર્મ-દર્શન માધ્યમિક બૌદ્ધદર્શનના આચાર્યે તો સત્, અસત્, સતઅસત્ અને અનુભય આ ચારે દૃષ્ટિએ તત્ત્વને અવાચ્ય માન્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે વસ્તુ ચતુષ્કોટિવિનિર્મુક્ત છે. આમ સાપેક્ષ અવક્તવ્યતા એક, બે, ત્રણ કે ચારે પક્ષોના નિષેધ ઉપર ખડી છે. જ્યાં તત્ત્વ ન સત હોઈ શકે છે, ન અસતુ હોઈ શકે છે, ન સતુ-અસત ઉભય હોઈ શકે છે, ન અનુભય હોઈ શકે છે (આ ચારે પક્ષો એક સાથે હોય કે અલગ અલગ) ત્યાં સાપેક્ષ અવક્તવ્યતા છે. નિરપેક્ષ અવક્તવ્યતા માટે આવું નથી. ત્યાં તો તત્ત્વને સીધેસીધું વચનથી અગમ્ય' કહી દેવામાં આવે છે. પક્ષના રૂપમાં જે અવક્તવ્યતા છે તે સાપેક્ષ અવક્તવ્યતા છે એમ સમજવું જોઈએ. ઉપનિષદોમાં સતુ, અસતુ, અસત અને અવક્તવ્ય આ ચારે પક્ષો મળે છે એ અમે કહી ગયા છીએ. બૌદ્ધ ત્રિપિટકમાં પણ આ ચાર પક્ષો મળે છે. સાન્તતા અને અનન્તતા, નિત્યતા અને અનિત્યતા આદિ પ્રશ્નોને બુદ્ધ અવ્યાકૃત કહ્યા છે. તેવી જ રીતે આ ચાર પક્ષોને પણ અવ્યાકૃત કહેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે નીચેના પ્રશ્નો અવ્યાકૃત છે: ૧. હોતિ તથા તો પમરાતિ? न होति तथागतो परंमरणाति ? होति च न होति च तथागतो परंमरणाति ? नेव होति न न होति तथागतो परंमरणाति ? ૨. સયંત તુવવૃવંતિ ? परंकतं दुक्खवंति? सयंकतं परंकतं च दुक्खवंति ? असयंकारं अपरंकारं दुक्खवंति ?' બુદ્ધની જેમ સંજયબેલઢિપુત્ત પણ આ જાતના પ્રશ્નોના ઉત્તર ન તો “હા'માં દેતા હતા કે ન તો “નામાં. તેમનો કોઈ પણ બાબતમાં કોઈ પણ નિશ્ચય હતો નહિ. બુદ્ધ ઓછામાં ઓછું એટલું તો કહેતા હતા કે આ પ્રશ્નો અવ્યાકૃત છે. સંજય બુદ્ધથી પણ એક ડગલું આગળ વધ્યા હતા. તે તો ન “હા” કહેતા, ન “ના” કહેતા, ન અવ્યાકૃત કહેતા, ૧. તો વાવો નિવર્તિને ! ૨. સંયુત્તનિકાય, ૪૪.૧ ૩. એજન, ૧૨.૧૭. Page #269 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૪૫ ન વ્યાકૃત કહેતા. કોઈ પણ પ્રકારનું વિશેષણ આપવામાં તેમને ભય લાગતો હતો. બીજા શબ્દોમાં, તે સંશયવાદી હતા. કોઈ પણ વિષયમાં પોતાનો નિશ્ચિત મત પ્રગટ કરતા ન હતા. પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રમાં હ્યુમનું જે સ્થાન છે, પ્રાયઃ તે જ સ્થાન ભારતીય દર્શનશાસ્ત્રમાં સંજયબેલદ્ધિપુત્તનું છે. હ્યુમ પણ એ જ માનતા હતા કે આપણું જ્ઞાન નિશ્ચિત નથી, તેથી આપણે આપણા જ્ઞાન દ્વારા કોઈ અન્તિમ તત્ત્વનો નિર્ણય કરી શકતા નથી. સીમિત અવસ્થામાં રહેતા આપણા માટે સીમા બહારના તત્ત્વનો નિર્ણય કરવો આપણા સામર્થ્યની બહાર છે. સંજયે જે પ્રશ્નો અંગે વિક્ષેપવાદી વૃત્તિનો પરિચય આપ્યો તેમાંના કેટલાક પ્રશ્નો આ છે – ૧. પરલોક છે? પરલોક નથી ? પરલોક છે અને નથી? પરલોક ન છે અને ન નથી? ૨. ઔપયાતિક છે? ઔપયાતિક નથી? ઔપયાતિક છે અને નથી? ઔપયાતિક ન છે અને ન નથી? ૩. સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ છે? સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ નથી? સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ છે અને નથી? સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ ન છે અને ન નથી? ૪. મરણાનત્તર તથાગત છે? મરણાનત્તર તથાગત નથી? મરણાનત્તર તથાગત છે અને નથી? મરણાનત્તર તથાગત ન છે અને ન નથી? સ્યાદ્વાદ અને સંજયના સંશયવાદમાં એ જ અત્તર છે કે સાદ્વાદ નિશ્ચયાત્મક છે જ્યારે સંજયનો સંશયવાદ અનિશ્ચયાત્મક છે. મહાવીર પ્રત્યેક પક્ષનો અપેક્ષાભેદથી નિશ્ચિત ઉત્તર આપે છે. તે ન તો બુદ્ધની જેમ અવ્યાકૃત કહીને ઉત્તર દેવાનું ટાળે છે કે ન તો સંજયની જેમ અનિશ્ચયનું બહાનું કાઢે છે. જે લોકો સ્યાદ્વાદને સંજયબેલદિ ૧. દીઘનિકાય, સામગ્ગફલસુત્ત. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન ધર્મ-દર્શન પુત્તનો સંશયવાદ સમજે છે તેઓ સ્યાદ્વાદનું સ્વરૂપ જ સમજતા નથી. જૈન દર્શનના આચાર્યો વારંવાર કહે છે કે સ્યાદ્વાદ સંશયવાદ નથી, સ્યાદ્વાદ અજ્ઞાનવાદ નથી, સ્યાદ્વાદ અસ્થિરવાદ યા વિક્ષેપવાદ નથી. તે નિશ્ચયવાદ છે, જ્ઞાનવાદ છે. ઉપનિષદોમાં અને બૌદ્ધ ત્રિપિટકમાં તત્ત્વના વિશે ચાર પક્ષો કયા રૂપમાં મળે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જૈન આગમોમાં મળતા ચાર પક્ષોને જોઈશું. તે ઉપરથી આપણને જાણવા મળી જશે કે ભારતીય દર્શનશાસ્ત્રની પરંપરામાં આ ચારે પક્ષો અતિ પ્રાચીન છે. ભગવતીસૂત્રમાં મળતાં કેટલાંક ઉદાહરણો જુઓ : [] ૧. આત્મારમ્ભ ૩. તદુભયારમ્ભ [] ૧. ગુરુ ૩. ગુરુલઘુ [ઇ] ૧. સત્ય ૨. મૃષા ૪. અસત્યમૃષા. ૩. સત્યમૃષા આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે અસ્તિ, નાસ્તિ, અસ્તિનાસ્તિ અને અવક્તવ્ય આ ચાર ભંગ પ્રાચીન અને મૌલિક છે. મહાવીરે આ ચાર ભંગોને વધુ મહત્ત્વ આપ્યું. જો કે આગમોમાં આ ચારથી વધારે ભંગો પણ મળે છે તેમ છતાં આ ચાર ભંગો મૌલિક છે, તેથી તેમનું અધિક મહત્ત્વ છે. આ ભંગોમાં અવક્તવ્યનું સ્થાન ક્યાંક ત્રીજું છે તો ક્યાંક ચોથું છે. એવું કેમ ? તેનો ઉત્તર અમે પહેલાં જ આપી દીધો છે કે જ્યાં અસ્તિ મ ขุ ૧. ૧.૧.૧૭. ૨. ૧.૯,૭૪. ૩. ૧૩.૭.૪૯૩ ૪. ભગવતીસૂત્ર, ૧૨.૧૦. ૪૬૯. ૫. આપ્તમીમાંસા, ૧૬. ૨. પરારમ્ભ ૪. અનાર. ૐ . લઘુ ૪. અગુરુલઘુ Page #271 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૪૭ અને નાસ્તિ આ બે ભંગોનો નિષેધ છે ત્યાં અવક્તવ્યનું સ્થાન ત્રીજું છે અને જ્યાં અસ્તિ, નાસ્તિ અને અસ્તિનાસ્તિ (ઉભય) આ ત્રણેનો નિષેધ છે ત્યાં અવક્તવ્યનું સ્થાન ચોથું છે. આ ચાર ભંગો ઉપરાંત અન્ય ભંગો પણ મળે છે પરંતુ તે વધારાના ભંગો આ ચાર ભંગોમાંથી જ કોઈ ને કોઈ ભંગોના સંયોગથી બને છે. આ ભંગો આગમોમાં કયા રૂપમાં મળે છે એ હવે આપણે જોઈએ. ભંગોનું આગમકાલીન રૂપ ભગવતીસૂત્રના આધારે આપણે સ્યાદ્વાદના ભંગોનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીશું. ગૌતમ મહાવીરને પૂછે છે ભગવદ્ રત્નપ્રભા પૃથ્વી આત્મા છે કે અન્ય કંઈ? આનો ઉત્તર આપતાં ભગવાન મહાવીર કહે છે : ૧. રત્નપ્રભા પૃથ્વી સાત્ (અમુક દષ્ટિએ) આત્મા છે. ૨. રત્નપ્રભા પૃથ્વી યાત્ આત્મા નથી. ૩. રત્નપ્રભા પૃથ્વી સ્યાહુ અવક્તવ્ય છે. તે કેવી રીતે? ૧. આત્માના આદેશથી આત્મા છે. ૨. પરના આદેશથી આત્મા નથી. ૩. ઉભયના આદેશથી અવક્તવ્ય છે. અન્ય પૃથ્વીઓ, દેવલોકો અને સિદ્ધશિલા અંગે પણ આ જ વાત કહેવામાં આવી છે. પરમાણુ અંગે પૂછવામાં આવતાં પણ આ જ ઉત્તર મળ્યો. દ્વિપ્રદેશી ધૂના અંગે 1 પૂછવામાં આવતાં મહાવીરે નીચે મુજબ ઉત્તર આપ્યો – ૧. હિંપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે. ૨. દ્વિદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા નથી. ૩. દ્વિપ્રદેશી સ્કન્ધ ચાતુ અવક્તવ્ય છે. ૪. દ્વિદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને આત્મા નથી. ૫. હિંપ્રદેશી સ્કન્ધ ચાતુ આત્મા છે અને અવક્તવ્ય છે. ૬. હિંપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા નથી અને અવક્તવ્ય છે. તે કેવી રીતે? ૧. દ્ધિપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. પરના આદેશથી આત્મા નથી. ૩. ઉભયના આદેશથી અવક્તવ્ય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન ધર્મ-દર્શન ૪. એક અંશ (દશ) સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો અંશ અસદુભાવ પર્યાયોથી આદિષ્ટ છે, તેથી દ્વિદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી. ૫. એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ ઉભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી હિંપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૬. એક દેશ અભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ઢિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ત્રિપ્રદેશી સ્કન્ધના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં નીચે મુજબ ઉત્તર મળ્યો૧. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે. ૨. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા નથી. ૩. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્માત અવક્તવ્ય છે. ૪. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે અને આત્મા નથી. ૫. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને (બે) આત્માઓ નથી. ૬. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ (બે) આત્માઓ છે અને આત્મા નથી. ૭. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા છે અને અવક્તવ્ય છે. ૮. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને (બે) આત્માઓ અવક્તવ્ય છે. ૯. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ (બ) આત્માઓ છે અને અવક્તવ્ય છે. ૧૦. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૧. ત્રિપ્રદેશી સ્કન્ધ ચાતુ આત્મા નથી અને (બે) અવક્તવ્ય છે. ૧૨. ત્રિપ્રદેશ અન્ય સ્યાત્ (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૩. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે, સ્યાત્ આત્મા નથી અને અવક્તવ્ય છે. એવું કેમ? ૧. ત્રિપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. ત્રિપ્રદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. ત્રિપ્રદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪. એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૪૯ ૫. એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ અસદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને (બે) આત્માઓ નથી. ૬. બે દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને આત્મા નથી. ૭. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૮. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને (બે) અવક્તવ્ય છે. ૯. બે દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બ) આત્માઓ છે અને અવક્તવ્ય છે. ૧૦. એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બીજો દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૧. એક દેશ આદિષ્ટ છે અસદૂભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને (બે) અવક્તવ્ય ૧૨. બે દેશ અસદુભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૩. એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી અન્ય આત્મા છે, આત્મા નથી અને અવક્તવ્ય છે. ચતુષ્પદેશી સ્કન્ધના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં મહાવીરે ૧૯ ભંગોમાં ઉત્તર આપ્યો. આ ઉત્તરનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે – ૧. ચતુuદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. ચતુ અદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. ચતુષ્પદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪. એક દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવ પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી. ૫. એક દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન ધર્મ-દર્શન અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને (અનેક) આત્માઓ નથી. ૬. અનેક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુuદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે અને આત્મા નથી. ૭. બે દેશ આદિષ્ટ છે સદ્ભાવ૫ર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે અસદ્દભાવપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને (બે) આત્માઓ નથી. ૮. એક દેશ આદિષ્ટ છે સદ્દભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૯. એક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે તદુભય પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે અને (અનેક) અવક્તવ્ય છે. ૧૦.અનેક દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભય પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે અને અવક્તવ્ય છે. ૧૧.બે દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભય પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે અને (બે) અવક્તવ્ય ૧૨. એક દેશ આદિષ્ટ છે અસદુભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૩.એક દેશ આદિષ્ટ છે અસદુભાવપર્યાયોથી અને અનેક દેશ આદિષ્ટ છે તદુભય પર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા નથી અને (અનેક) અવક્તવ્ય ૧૪.અનેક દેશ આદિષ્ટ છે અસદ્દભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૫.બે દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૫૧ ૧૬.એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે. ૧૭.એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને (બે) અવક્તવ્ય છે. ૧૮.એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુuદેશી સ્કન્ધ આત્મા છે, (બ) નથી અને અવક્તવ્ય છે. ૧૯ બે દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, આત્મા નથી અને અવક્તવ્ય છે. ચતુષ્પદેશી સ્કન્ધનો ઉત્તર ૧૯ભંગોમાં આપીને પંચપ્રદેશીસ્કન્ધ અંગે ૨૨ ભંગોમાં ઉત્તર આપે છે – ૧. પંચપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. પંચપ્રદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. પંચપ્રદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪-૬ ચતુષ્પદેશી સ્કન્ધ સમાન ભંગો. ૭. બે કે ત્રણ દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે અસદૂભાવપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ છે અને (બે કે ત્રણ) આત્માઓ નથી (સભાવપર્યાયોમાં જો બે દેશ લેવા હોય તો અસદ્ભાવપર્યાયોમાં ત્રણ દેશ લેવા જોઈએ અને સદ્ભાવપર્યાયોમાં જો ત્રણ દેશ લેવા હોય તો અસદૂભાવપર્યાયોમાં બે દેશ લેવા જોઈએ.) ૮-૧૦ચતુષ્પદેશી સ્કન્ધ સમાન ભંગો છે. ૧૧.બે કે ત્રણ દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ છે અને (બે કે ત્રણ) અવક્તવ્ય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ૧૨-૧૪. ચતુદેશી સ્કન્ધ સમાન ભંગો છે. ૧૫.બે કે ત્રણ દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ નથી અને (બે કે ત્રણ) અવક્તવ્ય છે. ૧૬.ચતુષ્પદેશી સ્કન્ધ સમાન આ ભંગ છે. જૈન ધર્મ-દર્શન ૧૭.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને અનેક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને (અનેક) અવક્તવ્ય છે. ૧૮.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, અનેક દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, (અનેક) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૯.એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી પંચપ્રદેશી સ્કન્ધ આત્મા છે, (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે. ૨૦.અનેક દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (અનેક) આત્માઓ છે, આત્મા નથી અને અવક્તવ્ય છે. ૨૧.બે દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, એક દેશ આદિષ્ટ છે અસદ્ભાવપર્યાયોથી અને બે દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, આત્મા નથી અને (બે) અવક્તવ્ય છે. ૨૨.બે દેશ આદિષ્ટ છે સદ્ભાવપર્યાયોથી, બે દેશ આદિષ્ટ છે, અસદ્ભાવપર્યાયોથી અને એક દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. આ જ રીતે ષટ્કદેશી સ્કન્ધ અંગે ૨૩ ભંગો કરવામાં આવ્યા છે. ૨૨ નો પૂર્વવત્ નિર્દેશ કરવામાં આવ્યો છે તથા ૨૩મો ભંગ નીચે મુજબ છે— બે દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અસદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ષટ્કદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, (બે) આત્માઓ નથી અને (બે) અવક્તવ્ય છે. ૧. ભગવતીસૂત્ર, ૧૨.૧૦.૪૬૯. Page #277 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ઉપર જણાવેલા ભંગો જોવાથી આપણે એ નિર્ણયે પહોંચીએ છીએ કે સ્યાદ્વાદમાંથી ફલિત થતી સમભંગી ઉત્તરકાલીન આચાર્યોની સૂઝ નથી, તે આગમોમાં મળે છે અને તે પણ પોતાના પ્રભેદોની સાથે. ૨૩ ભંગો સુધીનો વિકાસ ભગવતીસૂત્રના ઉપર્યુક્ત સૂત્રમાં મળે છે. આ તો એક દિગ્દર્શન માત્ર છે. ભિન્ન ભિન્ન પ્રકારના વિકલ્પોના આધારે અનેક ભંગોનું નિર્માણ કરી શકાય છે. તે પ્રવક્તાના બુદ્ધિકૌશલ પર નિર્ભર છે. આ બધા ભંગોનો નિચોડ સાત ભંગો છે—અસ્તિ, નાસ્તિ, અનુભય (અવક્તવ્ય), ઉભય (અસ્તિ-નાસ્તિ), અસ્તિ-અવક્તવ્ય, નાસ્તિ-અવક્તવ્ય, અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય. - આ સાત ભંગોમાં પણ પ્રથમ ચાર મુખ્ય છે · અસ્તિ, નાસ્તિ, અનુભય અને ઉભય. આ ચા૨માં પણ બે મૌલિક છે – અસ્તિ અને નાસ્તિ. તત્ત્વના મુખ્યપણે બે પાસાં છે. બન્ને પરસ્પરાશ્રિત છે. ‘અસ્તિ’ નાસ્તિપૂર્વક છે અને ‘નાસ્તિ’ અસ્તિપૂર્વક છે. ઉત્તરકાલીન દાર્શનિક ચિન્તકોએ સાત ભંગો ઉપર જ વધુ અને ખાસ વિશેષ ભાર આપ્યો અને સ્યાદ્વાદ અને સપ્તભંગી એકાર્થક બની ગયાં. ભંગ સાત જ કેમ હોય છે, વધુ કે ઓછા કેમ નહિ, એનું પણ સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જૈન દર્શનની મૌલિક ધારણા અસ્તિ અને નાસ્તિમૂલક જ છે. ચાર અને સાત ભંગ તો અસ્તિ અને નાસ્તિની જ વિશેષ અવસ્થાઓ છે. અસ્તિ અને નાસ્તિ એક હોઈ શકતા નથી, કેમ કે બન્ને વિરોધી ધર્મ છે. સપ્તભંગી ૨૫૩ વસ્તુના અનેક ધર્મોના કથન માટે અનેક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. કોઈ એક ધર્મનું કથન અમુક એક શબ્દથી થાય છે. આપણા માટે એ સંભવ નથી કે અનેકાન્તાત્મક વસ્તુના બધા ધર્મોનું વર્ણન આપણે કરી શકીએ કેમ કે એક વસ્તુના સંપૂર્ણ વર્ણનનો અર્થ છે બધી વસ્તુઓનું સંપૂર્ણ વર્ણન. બધી વસ્તુઓ પરસ્પર સમ્બન્ધિત છે, તેથી એક વસ્તુના કથનની સાથે અન્ય બધી વસ્તુઓનું કથન અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં વસ્તુનું જ્ઞાન યા કથન કરવા માટે આપણે બે દૃષ્ટિઓનો ઉપયોગ કરીએ છીએ. તે બેમાંથી એક દૃષ્ટિ સલાદેશ કહેવાય છે અને બીજી વિકલાદેશ. સકલાદેશનો અર્થ છે કોઈ એક ધર્મની સાથે અન્ય ધર્મોનો અભેદ કરીને વસ્તુનું વર્ણન કરવું. બીજા શબ્દોમાં, એક ગુણમાં અશેષ વસ્તુનો સંગ્રહ કરવો એ સકલાદેશ છે. ઉદાહરણ તરીકે, કોઈ વસ્તુના અસ્તિત્વ ધર્મનું કથન કરતી વખતે ઈતર ધર્મોનો અસ્તિત્વમાં જ સમાવેશ કરી લેવો એ સકલાદેશ છે. ‘સ્વાસ્તિરૂપમેવ સર્વમ્' એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનો ૧. મુખમુàનાશેવવસ્તુરૂપસંગ્રહાત્ સતાવેશઃ । તત્ત્વાર્થરાજવાર્તિક, ૪.૪૨.૧૮. ૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન ધર્મ-દર્શન અર્થ થાય છે બધા ધર્મોનો અસ્તિત્વ સાથે અભેદ, અસ્તિત્વથી અતિરિક્ત અન્ય કેટલા પણ ધર્મો છે તે બધા કોઈક દષ્ટિએ અસ્તિત્વથી અભિન્ન છે, તેથી અમુક દષ્ટિએ બધું છે જ ( ફ્લેવ સર્વન)' એમ કહેવું અનેકાન્તવાદની દષ્ટિએ અનુચિત નથી. એક ધર્મમાં બધા જ ધર્મોનો સમાવેશ કે અભેદ કેવી રીતે થાય છે? કઈ દષ્ટિએ એક ધર્મ અન્ય સઘળા ધર્મોથી અભિન્ન છે? તેનું સમાધાન કરવા માટે કાલ આદિ આઠદષ્ટિઓનો આધાર લેવામાં આવે છે. આ આઠ દૃષ્ટિઓમાંથી કોઈ એકના આધારે એક ધર્મની સાથે અન્ય ધર્મોનો અભેદ કરી દેવામાં આવે છે અને આ અભેદને દૃષ્ટિમાં રાખીને જ તે ધર્મના કથનને સંપૂર્ણ વસ્તુનું કથન માની લેવામાં આવે છે. આ જ સકલાદેશ છે. વિકલાદેશમાં એક ધર્મની જ અપેક્ષા હોય છે અને બાકી બધા ધર્મોની ઉપેક્ષા હોય છે. જે ધર્મનું કથન અભીષ્ટ હોય છે તે જ ધર્મ દૃષ્ટિમાં રહે છે. અન્ય ધર્મોનો નિષેધ નથી હોતો પરંતુ તેમનું તે વખતે કોઈ પ્રયોજન ન હોવાથી તેમનું ગ્રહણ થતું નથી. આ જ ઉપેક્ષાભાવ છે. નયનું સ્વરૂપ દર્શાવતી વખતે આ બાબતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. હવે આપણે સકલાદેશની કાલ આદિ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીશું. કાલ– જે વખતે કોઈ વસ્તુમાં અસ્તિત્વ ધર્મ હોય છે તે જ વખતે અન્ય ધર્મો પણ તેમાં હોય છે. ઘટમાં જે સમયે અસ્તિત્વ ધર્મ રહેતો હોય છે તે જ સમયે તેનામાં કૃષ્ણત્વ, સ્થૂલત્વ, કઠિનત્વ આદિ ધર્મો પણ રહેતા હોય છે. તેથી કાલની દષ્ટિએ/અપેક્ષાએ અન્ય ધર્મો અસ્તિત્વથી અભિન્ન છે. આત્મરૂપ – જેમ અસ્તિત્વ ઘટનો ગુણ છે તેમ કૃષ્ણત્વ, સ્થૂલત્વ, કઠિનત્વ આદિ પણ ઘટના ગુણ છે. અસ્તિત્વની જેમ જ અન્ય ગુણો પણ ઘટાત્મક જ છે. તેથી આત્મરૂપની દષ્ટિએ અસ્તિત્વ અને અન્ય ગુણોમાં અભેદ છે. અર્થ – જે ઘટમાં અસ્તિત્વ છે તે જ ઘટમાં કૃષ્ણત્વ, કઠિનત્વ આદિ ધર્મો પણ છે. બધા ધર્મોનું સ્થાન એક જ છે. તેથી અર્થની દષ્ટિએ અસ્તિત્વ અને અન્ય ગુણોમાં કોઈ ભેદ નથી. સમ્બન્ધ – જેમ અસ્તિત્વનો ઘટ સાથે સમ્બન્ધ છે તેવી જ રીતે અન્ય ધર્મના પણ ઘટ સાથે સમ્બન્ધ છે. સમ્બન્ધની દષ્ટિએ અસ્તિત્વ અને બીજા ગુણો અભિન્ન છે. ઉપકાર –અસ્તિત્વ ગુણ ઘટનો જે ઉપકાર કરે છે તે જ ઉપકાર કૃષ્ણત્વ, કઠિનત્વ આદિ ગુણ પણ કરે છે. તેથી જો ઉપકારની દૃષ્ટિએ જોવામાં આવે તો અસ્તિત્વ અને ૧. સ્યાદ્વાદરત્નાકર, ૪.૪૪. Page #279 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૫૫ અન્ય ગુણોમાં અભેદ છે. ગુણિદેશ – જે દેશમાં અસ્તિત્વ રહે છે તે જ દેશમાં ઘટના અન્ય ગુણો પણ રહે છે. ઘટરૂપ ગુણીના દેશની દષ્ટિએ જોવામાં આવે તો અસ્તિત્વ અને અન્ય ગુણોમાં કોઈ ભેદ નથી. સંસર્ગ– જે રીતે અસ્તિત્વ ગુણનો ઘટ સાથે સંસર્ગ છે તેવી જ રીતે અન્ય ગુણોનો પણ ઘટ સાથે સંસર્ગ છે. તેથી સંસર્ગની દૃષ્ટિએ જોતાં અસ્તિત્વ અને બીજા ગુણોમાં કોઈ ભેદ નથી દેખાતો. સંસર્ગમાં ભેદની પ્રધાનતા હોય છે અને અભેદની અપ્રધાનતા. સમ્બન્ધમાં અભેદની પ્રધાનતા હોય છે અને ભેદની અપ્રધાનતા. શબ્દ – જેમ અસ્તિત્વનું પ્રતિપાદન “છે” શબ્દ દ્વારા થાય છે તેવી જ રીતે અન્ય ગુણોનું પ્રતિપાદન પણ “છે” શબ્દ દ્વારા થાય છે. “ઘટમાં અસ્તિત્વ છે', “ઘટમાં કૃષ્ણત્વ છે”, “ઘટમાં કઠિનત્વ છે” આ બધાં વાક્યોમાં “છે” શબ્દ ઘટના વિવિધ ધર્મોને પ્રગટ કરે છે. જે “છે' શબ્દથી અસ્તિત્વનું પ્રતિપાદન થાય છે તે જ “છે શબ્દથી કૃષ્ણત્વ, કઠિનત્વ આદિ ધર્મોનું પણ પ્રતિપાદન થાય છે. તેથી શબ્દની દષ્ટિએ પણ અસ્તિત્વ અને અન્ય ધર્મોમાં અભેદ છે. અસ્તિત્વની જેમ પ્રત્યેક ધર્મને લઈસકલાદેશનું સંયોજન કરી શકાય છે. સકલાદેશના આધારે જે સપ્તભંગી બને છે તેને પ્રમાણસપ્તભંગી કહે છે. વિકલાદેશની દષ્ટિએ જે સપ્તભંગી બને છે તે નયસપ્તભંગી છે. સપ્તભંગી શું છે? એક વસ્તુમાં અવિરોધપૂર્વક વિધિ અને પ્રતિષેધની વિકલ્પના સપ્તભંગી છે. પ્રત્યેક વસ્તુમાં કોઈ પણ ધર્મ વિધિ અને નિષેધ ઉભયસ્વરૂપવાળો હોય છે એ આપણે જોઈ ગયા. જયારે આપણે અસ્તિત્વનું પ્રતિપાદન કરીએ છીએ ત્યારે નાસ્તિત્વ પણ નિષેધરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે. જ્યારે આપણે સતનું પ્રતિપાદન કરીએ છીએ ત્યારે અસત્ પણ સામે આવી જાય છે. જ્યારે આપણે નિયત્વનું કથન કરીએ છીએ ત્યારે અનિત્યત્વ પણ નિષેધરૂપે આવી ઉપસ્થિત થઈ જાય છે. કોઈ પણ વસ્તુના વિધિ અને નિષેધરૂપ બે પક્ષવાળા ધર્મનું વિના વિરોધ પ્રતિપાદન કરવાથી જે સાત પ્રકારના વિકલ્પો બને છે તે સપ્તભંગી છે. વિધિ અને નિષેધરૂપ ધર્મોનો વસ્તુમાં કોઈ વિરોધ નથી. બન્ને પક્ષો એક જ વસ્તુમાં અવિરોધપણે રહે છે. આ દેખાડવા માટે “અવિરોધપૂર્વક' અંશનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ૧. પ્રશ્નવાસ્મિન વસ્તુવિધેન વિધિપ્રતિષેધવત્વના સતપંજી . તત્ત્વાર્થ રાજવાર્તિક, ૧.૬.૫. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઘટના અસ્તિત્વ ધર્મને લઈને જે સમભંગી બને છે તે નીચે મુજબ છે ઃ ' અમુક દૃષ્ટિએ ઘટ છે. અમુક દૃષ્ટિએ ઘટ નથી. અમુક દૃષ્ટિએ ઘટ છે અને નથી. અમુક દૃષ્ટિએ ઘટ અવક્તવ્ય છે. અમુક દૃષ્ટિએ ઘટ છે અને અવક્તવ્ય છે. અમુક દૃષ્ટિએ ઘટ નથી અને અવક્તવ્ય છે. અમુક દૃષ્ટિએ ઘટ છે, નથી અને અવક્તવ્ય છે. પ્રથમ ભંગ વિધિની કલ્પનાના આધારે છે. તેમાં ઘટના અસ્તિત્વનું વિધિપૂર્વક પ્રતિપાદન છે. બીજો ભંગ પ્રતિષેધની કલ્પનાના આધારે છે. જે અસ્તિત્વનું પ્રથમ ભંગમાં વિધિપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું જ આ ભંગમાં નિષેધપૂર્વક પ્રતિપાદન છે. પ્રથમ ભંગમાં વિધિની સ્થાપના કરવામાં આવી છે. બીજા ભંગમાં વિધિનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જૈન ધર્મ-દર્શન ત્રીજો ભંગ વિધિ અને નિષેધ બન્નેનું ક્રમશઃ પ્રતિપાદન કરે છે. પહેલાં વિધિનું ગ્રહણ કરે છે અને પછી નિષેધનું. આ ભંગ પ્રથમ અને દ્વિતીય બન્ને ભંગોનો સંયોગ છે. ચોથો ભંગ વિધિ અને નિષેધનું યુગપત્ પ્રતિપાદન કરે છે. બન્નેનું યુગપત્ પ્રતિપાદન કરવું એ વચનના સામર્થ્યની બહાર છે. તેથી આ ભંગને અવક્તવ્ય કહેવામાં આવેલ 19. પાંચમો ભંગ વિધિ અને યુગપત્ વિધિ અને નિષેધ બન્નેનું પ્રતિપાદન કરે છે. પ્રથમ અને ચોથા એ બે ભંગોના સંયોગથી આ ભંગ બને છે. છઠ્ઠા ભંગમાં નિષેધ અને યુગપત્ વિધિ અને નિષેધ બન્નેનું કથન છે. આ ભંગ બીજા અને ચોથા એ બે ભંગોનો સંયોગ છે. સાતમો ભંગ ક્રમશઃ વિધિ અને નિષેધ અને યુગપત્ વિધિ અને નિષેધનું પ્રતિપાદન કરે છે. આ ત્રીજા અને ચોથા એ બે ભંગોનો સંયોગ છે. પ્રત્યેક ભંગને નિશ્ચયાત્મક સમજવો જોઈએ, અનિશ્ચયાત્મક સંદેહાત્મક નહિ. તે Page #281 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૫૭ માટે કટેલીય વાર ‘જ’ (વ)નો પ્રયોગ પણ કરવામાં આવે છે, જેમ કે અમુક દૃષ્ટિએ ઘટ છે જ, ઇત્યાદિ. આ ‘જ’ નિશ્ચિતપણે ઘટનું અસ્તિત્વ પ્રગટ કરે છે. ‘જ’ નો પ્રયોગ ન થયો હોય તો પણ પ્રત્યેક કથનને નિશ્ચયાત્મક જ સમજવું જોઈએ. સ્યાદ્વાદ સન્દેહ કે અનિશ્ચયનો સમર્થક નથી એ વાત કહેવાઈ ગઈછે. ‘જ’નો પ્રયોગ થયો હોય કે ન થયો હોય પરંતુ જો કોઈ વચનપ્રયોગ સ્યાદ્વાદસંબંધી હોય તો એ નિશ્ચિત છે કે તે ‘જ’- પૂર્વક જ હોય. આ જ પ્રમાણે ‘સ્યાત્' (અમુક દૃષ્ટિએ કે અપેક્ષાએ) શબ્દના અંગે પણ સમજવું જોઈએ. તેનો પ્રયોગ ન થયો હોય તો પણ સંદર્ભ ઉ૫૨થી તેને સમજી લેવામાં આવે છે.૧ ‘અમુક દૃષ્ટિએ ઘટ છે' એનો શું અર્થ છે ? કઈ અપેક્ષાએ ઘટ છે ? સ્વરૂપની અપેક્ષાએ ઘટ છે અને પરરૂપની અપેક્ષાએ ઘટ નથી. બધું સ્વરૂપની અપેક્ષાએ છે અને પરરૂપની અપેક્ષાએ નથી. જો એવું ન હોય તો બધું સત્ બની જાય અથવા સ્વરૂપની કલ્પના જ અસંભવ થઈ જાય. કોઈ પણ પદાર્થ સ્વરૂપની દષ્ટિએ સત્ છે અને પરરૂપની દૃષ્ટિએ અસત્ છે. જો તે એકાન્તપણે સત્ હોય તો તે સર્વત્ર અને સર્વદા ઉપલબ્ધ થવો જોઈએ, કેમ કે તે હમેશાં અને સર્વથા સત્ છે. જે હમેશાં સત્ હોય તે ક્યારેક ન હોય એવું બને નહિ. જે હમેશાં સત્ હોય તે કાદાચિત્ક ન હોય. સ્વરૂપ શું છે અને પરરૂપ શું છે એનો અનેક દૃષ્ટિએ વિચાર કરી શકાય છે. આપણે કેટલીક દૃષ્ટિઓથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્વરૂપ અને પરરૂપથી શું અભિપ્રેત છે. સ્વરૂપથી શું સમજવું જોઈએ? પરરૂપનો શો અર્થ ક૨વો જોઈએ ? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ દ્વારા જેની વિવક્ષા હોય છે તે સ્વરૂપ યા સ્વાત્મા છે. વક્તાના પ્રયોજન અનુસાર અર્થનું ગ્રહણ કરવું સ્વાત્માનું ગ્રહણ કહેવાય છે. આ પ્રયોજન ભાષાના વિવિધ પ્રયોગોમાં વ્યક્ત થાય છે. પ્રત્યેક શબ્દનો મોટે ભાગે ચાર અર્થોમાં વિભાગ ક૨વામાં આવે છે. આ અર્થવિભાગને ન્યાસ (નિક્ષેપ) કહેવામાં આવે છે. આ વિભાગો છે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સામાન્યપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું નામ પાડવું કે રાખવું એ નામનિક્ષેપ છે. વસ્તુ કે વ્યક્તિની મૂર્તિ, ચિત્ર આદિ સ્થાપનાનિક્ષેપ છે. વસ્તુ કે વ્યક્તિની ભૂત યા ભવિષ્યત્ કાલમાં રહેનારી યોગ્યતાનો તે જ વસ્તુ કે વ્યક્તિ ઉપર વર્તમાનમાં આરોપ કરવો દ્રવ્યનિક્ષેપ છે. વસ્તુ १. अप्रयुक्तोऽपि सर्वत्र स्यात्कारोऽर्थात् प्रतीयते । विधौ निषेधेऽप्यन्यत्र कुशलश्चेत् प्रयोजकः ॥ ૨. સર્વમસ્તિ સ્વરૂપેણ પર પેળ નાસ્તિ વા अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसम्भवः ॥ લઘીયસ્ત્રય, ૬૩. : Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન ધર્મ-દર્શન કે વ્યક્તિની વર્તમાનકાલીન યોગ્યતાનો નિર્દેશ ભાવનિક્ષેપ છે. આ ચારે નિક્ષેપોમાં રહેનારો જે વિવક્ષિત અર્થ છે તે સ્વરૂપ અથવા સ્વાત્મા કહેવાય છે. સ્વાત્માથી ભિન્ન અર્થ પરાત્મા યા પરરૂપ છે. વિવક્ષિત અર્થની દૃષ્ટિએ ઘટ છે અને તદિતર દૃષ્ટિએ ઘટ નથી. જો ઇતર દૃષ્ટિએ પણ ઘટ હોય તો નામ આદિ વ્યવહારનો (નિક્ષેપનો) ઉચ્છેદ થઈ જાય. - સ્વરૂપનો બીજો અર્થ આ છે વિવક્ષિત ઘટવિશેષનાં જે પ્રતિનિયત સંસ્થાન આદિ છે તે સ્વાત્મા છે. બીજા પ્રકારનાં સંસ્થાનાદિ પરાત્મા છે. પ્રતિનિયત રૂપે ઘટ છે. ઈતર રૂપે ઘટ નથી. જો ઇતર રૂપે પણ ઘટ હોય તો બધું ઘટાત્મક બની જાય. પટ આદિ કોઈનું સ્વતન્ત્ર અસ્તિત્વ ન રહે. કાલની અપેક્ષાએ પણ સ્વાત્મા અને પરમાત્માનું અર્થગ્રહણ થાય છે. ઘટની પૂર્વ અને ઉત્તર કાલોમાં રહેનારી કુશૂલ, કપાલ આદિ અવસ્થાઓ પરાત્મ! છે. તદન્તરાલવર્તી અવસ્થા સ્વાત્મા છે. ઘટ કુશૂલ, કપાલ આદિની અન્તરાલવર્તી અવસ્થાની દૃષ્ટિએ સત્ છે; કુશૂલ, કપાલ આદિ અવસ્થાઓની દૃષ્ટિએ સત્ નથી. જો આ અવસ્થાઓની દૃષ્ટિએ પણ સત્ હોય તો તે તે સમયે પણ ઉપલબ્ધ થાય, તેને માટે પુરુષને પ્રયત્ન કરવો ન પડે. સ્વાત્મા અને પરાત્માનો એક અર્થ આ પણ છે પ્રતિક્ષણભાવી દ્રવ્યની જે પર્યાયોત્પત્તિ છે તે સ્વાત્મા છે અને જે અતીત અને અનાગત પર્યાયવિનાશ તથા પર્યાયોત્પત્તિ છે તે પરાત્મા છે. પ્રત્યુત્પન્ન પર્યાયની અપેક્ષાએ ઘટ છે અને અતીત તથા અનાગત પર્યાયોની અપેક્ષાએ ઘટ નથી. જો અતીત અને અનાગત પર્યાયોની અપેક્ષાએ ઘટ સત્ હોય તો એક જ ક્ષણમાં ઘટની બધી અવસ્થાઓ ઉપલબ્ધ થઈ જાય. આવી પરિસ્થિતિમાં અતીત, વર્તમાન અને અનાગતનો કોઈ ભેદ જ ન રહે. ----- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની દૃષ્ટિએ સ્વરૂપ અને પરરૂપનું અહીં વિવેચન કરવું અનુચિત નહિ રહે. જો કે ઉપરના વિવેચનમાં તેમનો સમાવેશ થઈ જાય છે તેમ છતાં વિશેષ સ્પષ્ટીકરણ માટે આ ઉપયોગી બનશે. ઘટનું દ્રવ્ય માટી છે. જે માટીથી ઘટ બનેલો છે તેની અપેક્ષાએ તે સત્ છે. અન્ય દ્રવ્યની અપેક્ષાએ તે સત્ નથી. ક્ષેત્રનો અર્થ છે સ્થાન. જે સ્થાન ઉ૫૨ ઘટ છે તે સ્થાનની અપેક્ષાએ સત્ છે. અન્ય સ્થાનોની અપેક્ષાએ તે અસત્ છે. કાલની બાબતમાં આપણે જોઈ ગયા છીએ. જે સમયે ઘટ છે તે સમયની અપેક્ષાએ ઘટ સત્ છે અને તે સમયથી ભિન્ન સમયની અપેક્ષાએ ઘટ અસત્ છે. ભાવનો અર્થ છે પર્યાય કે આકારવિશેષ. જે આકાર યા પર્યાયનો ઘટ છે તેની અપેક્ષાએ તે સત્ છે. દિતર આકારો યા પર્યાયોની અપેક્ષાએ તે અસત્ છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ ઘટ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની Page #283 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૫૯ અપેક્ષાએ ઘટ નથી. “સ્માતુ અમુક દષ્ટિએ)' શબ્દનો પ્રયોગ આ જ સૂચવવા માટે છે. તેથી પ્રત્યેક પદાર્થની મર્યાદાનું જ્ઞાન થાય છે. તેની સીમાનો ખ્યાલ આવે છે. તેના અભાવમાં એકાન્તવાદનો ભય રહે છે. અનેકાન્તવાદ માટે આ મર્યાદા અનિવાર્ય છે. દોષપરિહાર સ્યાદ્વાદનો શો અર્થ છે અને દર્શનના ક્ષેત્રમાં તેનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવવાનો યથાસંભવ પ્રયત્ન કરવામાં આવ્યો. હવે આપણે સ્યાદ્વાદ પર કરવામાં આવતા દોષારોપણનું નિરાકરણ કરવા માગીએ છીએ. સ્યાદ્વાદના વાસ્તવિક અર્થથી અપરિચિત મોટા મોટા દાર્શનિક ચિત્તકો પણ તેના ઉપર મિથ્યા દોષારોપણ કરવાનું ચૂક્યા નથી. તેમણે અજ્ઞાનવશ એવું કર્યું કે જાણી જોઈને એ કહેવું મુશ્કેલ છે. ગમે તે રીતે કર્યું હોય પરંતુ કર્યું છે અવશ્ય. ધર્મકીર્તિએ સ્યાદ્વાદને પાગલોનો પ્રલાપ કહ્યો અને જૈનોને નિર્લજ્જ કહ્યા. શાન્તરક્ષિતે પણ એ જ વાત કહી. સત અને અસત્, એક અને અનેક, ભેદ અને અભેદ, સામાન્ય અને વિશેષ જેવાં પરસ્પર વિરોધી તત્ત્વોને મેળવનારો સ્યાદ્વાદ એ તો ગાંડાનો બડબડાટ છે. આ જ રીતે શંકરાચાર્યે પણ સ્યાદ્વાદ ઉપર ગાંડપણનો આરોપ લગાવ્યો છે. એક જ શ્વાસ ઉષ્ણ અને શીત ન હોઈ શકે. ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, યથાર્થતા અને અયથાર્થતા, સત્ અને અસત્ અન્ધકાર અને પ્રકાશની જેમ એક જ કાળે એક જ વસ્તુમાં ન રહી શકે. આ જ જાતના અનેક દોષારોપો સ્યાદ્વાદ ઉપર કરવામાં આવ્યા. જેટલા દોષારોપો કરવામાં આવ્યા છે અથવા કરી શકાય છે તે બધાનું એક પછી એક નિરાકરણ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ૧. વિધિ અને નિષેધ પરસ્પર વિરોધી ધર્મો છે. જેમ એક જ વસ્તુ નીલ અને અનીલ ન હોઈ શકે કેમ કે નીલત્વ અને અનીલત્વ વિરોધી વર્ણો છે તેમ વિધિ અને નિષેધ પરસ્પર વિરોધી હોવાથી એક જ વસ્તુમાં ન રહી શકે. તેથી એ કહેવું વિરોધી (વિરોધદોષયુક્ત) છે કે એક જ વસ્તુ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, સત્ પણ છે. અને અસત પણ છે, વાચ્ય પણ છે અને અવાચ્ય પણ છે. જે વસ્તુ ભિન્ન છે તે અભિન્ન કેવી રીતે હોઈ શકે? જે એક છે તે એક જ છે અને જે અનેક છે તે અનેક જ છે. તેવી જ રીતે અન્ય ધર્મો પણ પારસ્પરિક વિરોધ સહન કરી શકતા નથી. વિરોધી ધર્મોનું એક વસ્તુમાં સહાવસ્થાન સંભવતું નથી. પરંતુ સ્યાદ્વાદ તો એક વસ્તુમાં વિરોધી ધર્મોના ૧. પ્રમાણવાર્તિક, ૧.૧૮૨-૧૮૫. ૨. તત્ત્વસંગ્રહ, ૩૧૧-૩૨૭. ૩. શારીરકભાષ્ય, ૨.૩.૩૩. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન ધર્મ-દર્શન સહાવસ્થાનનું સમર્થન કરે છે. તેથી તે સદોષ છે. આ દોષારોપણ મિથ્યા છે. પ્રત્યેક પદાર્થ અનુભવના આધારે એવો સિદ્ધ થાય છે. એક દૃષ્ટિએ તે નિત્ય પ્રતીત થાય છે અને બીજી દૃષ્ટિએ તે અનિત્ય પ્રતીત થાય છે. એક દૃષ્ટિએ તે એક જણાય છે અને બીજી દૃષ્ટિએ તે અનેક જણાય છે. સ્યાદ્વાદ એવું તો નથી જ કહેતો કે જે નિત્યતા છે તે જ અનિત્યતા છે કે જે એકતા છે તે જ અનેકતા છે. નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા, વગેરે ધર્મો પરસ્પર વિરોધી છે એ સાચું પરંતુ તેમનો વિરોધ તેમની (ધર્મોની) દષ્ટિએ છે વસ્તુની (ધર્મીની) દૃષ્ટિએ નથી. વસ્તુ તો બન્નેને આશ્રય દે છે. બન્નેની સત્તાથી જ વસ્તુનું સ્વરૂપ પૂર્ણ બને છે. એકના અભાવથી વસ્તુ અધૂરી છે. જો એક વસ્તુ દ્રવ્યદષ્ટિએ નિત્ય જણાય અને પર્યાયદષ્ટિએ અનિત્ય જણાય તો તેમાં વિરોધનો કોઈ પ્રશ્ન જ નથી. વિરોધ ત્યાં હોય જ્યાં વિરોધ અનુભવાય, વિરોધની પ્રતીતિ થાય. વિરોધની પ્રતીતિના અભાવમાં પણ વિરોધની કલ્પના કરવી એ તો સત્યને જ પડકાર છે. જૈન જ નહિ, બૌદ્ધ પણ ચિત્રજ્ઞાનમાં વિરોધ નથી માનતા. જો એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ થઈ શકતો હોય અને તે જ્ઞાનમાં કોઈ વિરોધ ન હોય તો એક જ વસ્તુમાં બે પરસ્પર વિરોધી ધર્મોની સત્તા માનવામાં શું હાનિ છે? નૈયાયિકો ચિત્રવર્ણનું અસ્તિત્વ સ્વીકારે જ છે. એક જ વસ્ત્રમાં સંકોચ અને વિસ્તાર હોઈ શકે છે, એક જ વસ્ત્ર રક્ત અને અરક્ત હોઈ શકે છે, એક જ વસ્ત્ર આવૃત અને અનાવૃત હોઈ શકે છે, તો પછી એક જ વસ્તુમાં ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતાના હોવામાં વિરોધ કેમ એ સમજાતું નથી. તેથી સ્યાદ્વાદ ઉપર એ દોષારોપણ કરવું ખોટું છે કે તે પરસ્પર વિરોધી ધર્મોને એક જ વસ્તુમાં એકઠા કરે છે. સ્યાદ્વાદ તો પ્રતીતિના, અનુભવના બળને જ અનુસરે છે. તે પ્રતીતિને યથાર્થ માનીને જ આગળ વધે છે. પ્રતીતિમાં જેવો પ્રતિભાસ થાય છે અને જે પ્રતિભાસનું બીજી પ્રતીતિથી ખંડન થતું નથી તે પ્રતીતિ યથાર્થ નિર્ણયરૂપ છે – અવ્યભિચારી, અવિરોધી છે. ૨. જો વસ્તુ ભેદ અને અભેદ ઉભયાત્મક હોય તો ભેદનો આશ્રય ભિન્ન હશે અને અભેદનો આશ્રય ભિન્ન હશે અને પરિણામે વસ્તુની એકરૂપતા જ નષ્ટ થઈ જશે, તે દ્વિરૂપ જ થઈ જશે. યાદ્વાદને આપવામાં આવેલો ઉપર્યુક્ત દોષ નિરાધાર છે. ભેદ અને અભેદના ભિન્ન ભિન્ન આશ્રયો માનવાની કોઈ આવશ્યકતા નથી. જે વસ્તુ ભેદાત્મક છે તે જ અભેદાત્મક છે. વસ્તુનો જે પરિવર્તન ધર્મ છે તે ભેદની પ્રતીતિનું કારણ છે અને તેનો જ ધ્રૌવ્ય ધર્મ છે તે અભેદની પ્રતીતિનું કારણ છે. આ બન્ને ધર્મો એક અખંડ વસ્તુના ધર્મો Page #285 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૬૧ છે. એમ કહેવું ઠીક નથી કે વસ્તુનો એક અંશ ભેદ યા પરિવર્તન ધર્મવાળો છે અને બીજો અંશ અભેદ યા ધ્રૌવ્ય ધર્મયુક્ત છે. વસ્તુને ખંડ ખંડ કરીને અનેક ધર્મોની વસ્તુમાં સત્તા સ્વીકારવી સ્યાદ્વાદીને ઇષ્ટ નથી. જ્યારે આપણે વસ્ત્રને સંકોચ-વિકાસશીલ કહીએ છીએ ત્યારે આપણું તાત્પર્ય એક જ વસ્ત્રથી હોય છે. એ જ વસ્ત્ર સંકોચશીલ હોય છે અને એ જ વસ્ર વિકાસશીલ હોય છે. એવું નથી કે તેનો એક ભાગ સંકોચધર્મવાળો છે અને બીજો ભાગ વિકાસધર્મવાળો છે. વસ્તુના બે અલગ અલગ ખંડ કરીને ભેદ અને અભેદ એ બે ભિન્ન ધર્મો માટે બે જુદા આશ્રયોની કલ્પના કરવી એ સ્યાદ્વાદની મર્યાદાની બહાર છે. સ્યાદ્વાદ તો એકરૂપ વસ્તુને જ અનેક ધર્મોવાળી માને છે. ૩. તે ધર્મ જેમાં ભેદની કલ્પના કરવામાં આવે છે અને તે ધર્મ જેમાં અભેદને સ્વીકારવામાં આવે છે બન્નેનો સંબંધ શો છે ? તે બન્ને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? ભિન્ન માનીએ તો વળી પાછો પ્રશ્ન ખડો થાય કે તે ભેદ જેમાં રહે છે તેનાથી તે ભિન્ન છે કે અભિન્ન ? આ રીતે અનવસ્થાનો સામનો કરવો પડશે ? અભિન્ન માનીએ તો પણ આ જ દોષ આવે છે. આ અભેદ જેમાં રહે છે તેનાથી તે ભિન્ન છે કે અભિન્ન ? બન્ને પરિસ્થિતિઓમાં પુનઃ સંબંધનો પ્રશ્ન ખડો થઈ જાય છે. આમ ગમે તે કરો તો પણ અનવસ્થામાંથી મુક્તિ મળી શક્તી નથી. આ પ્રમાણે સ્યાદ્વાદ ઉપર અનવસ્થાદોષનું આરોપણ કરવામાં આવે છે. અનવસ્થાનો આ દોષ સ્યાદ્વાદમાં આવતો જ નથી. સ્યાદ્વાદ આ દોષથી રહિત છે. જૈન દર્શન એ તો માનતું જ નથી કે ભેદ અલગ છે અને તે ભેદ જેમાં રહે છે તે ધર્મ અલગ છે. તેવી જ રીતે જૈન દર્શન એ પણ સ્વીકારતું નથી કે અભેદ જુદો છે અને અભેદ જેમાં રહે છે તે ધર્મ તેનાથી ભિન્ન છે. વસ્તુના પરિવર્તનશીલ સ્વભાવને જ ભેદ કહે છે અને તેના અપરિવર્તનશીલ સ્વભાવનું નામ જ અભેદ છે. ભેદ નામનો કોઈ ભિન્ન પદાર્થ આવીને તેની સાથે સંબંધિત થતો હોય અને તેના સંબંધના કારણે વસ્તુમાં ભેદની ઉત્પત્તિ થતી હોય એવી વાત નથી. તેવી જ રીતે અભેદ પણ કોઈ સ્વતન્ત્ર પદાર્થ નથી જે કોઈક સંબંધ દ્વારા વસ્તુમાં રહેતો હોય. વસ્તુ પોતે જ ભેદાભેદસ્વભાવ છે. જો આવું છે તો પછી સંબંધનો પ્રશ્ન જ ઊઠતો નથી. જો સંબંધનો પ્રશ્ન જ વ્યર્થ છે તો પછી અનવસ્થાદોષની વ્યર્થતા પણ સ્વતઃ સિદ્ધ જ છે, આ કહેવાની આવશ્યકતા જ નથી. ૪. જ્યાં ભેદ છે ત્યાં જ અભેદ છે અને જ્યાં અભેદ છે ત્યાં જ ભેદ છે. ભેદ અને અભેદના આશ્રયો અલગ અલગ ન હોવાથી બન્ને એકરૂપ બની જશે. ભેદ અને અભેદની એકરૂપતાનો અર્થ છે સંકર. આમ સ્યાદ્વાદ સંકરદોષથી દૂષિત છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૨ જૈન ધર્મ-દર્શન સ્યાદ્વાદમાં સંકરદોષ તો જ આવે જો ભેદ અભેદ બની જાય. આશ્રય એક હોવાનો અર્થ એ નથી કે આશ્રિત પણ એક બની જાય. એક જ આશ્રયમાં અનેક આશ્રિતો રહી શકે છે. એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ થાય છે તેમ છતાં બધા વર્ષો એક બની જતા નથી. એક જ વસ્તુમાં સામાન્ય અને વિશેષ બન્ને રહે છે તેમ છતાં સામાન્ય અને વિશેષ એક નથી બની જતા. ભેદ અને અભેદનો આશ્રય એક જ પદાર્થ છે પરંતુ તે બન્ને એક નથી. જો તેઓ એક હોત તો એકની જ પ્રતીતિ થાત, બેની નહિ. જો બન્નેની ભિન્ન ભિન્ન રૂપમાં પ્રતીતિ થાય છે તો પછી તેમને એકરૂપ કેવી રીતે કહી શકાય? ૫. જ્યાં ભેદ છે ત્યાં અભેદ પણ છે અને જ્યાં અભેદ છે ત્યાં ભેદ પણ છે. બીજા શબ્દોમાં, જે ભિન્ન છે તે અભિન્ન પણ છે અને જે અભિન્ન છે તે ભિન્ન પણ છે. ભેદ અને અભેદ પરસ્પર બદલી શકાય છે. તેને પરિણામે સ્યાદ્વાદમાં વ્યતિકરદોષ આવશે. જેમ સંકરદોષ સ્યાદ્વાદ ઉપર લગાવી શકાતો નથી તેમ વ્યતિકરદોષ પણ સ્યાદ્વાદ ઉપર લગાવી શકાતો નથી. સ્યાદ્વાદ વ્યતિકરદોષથી દૂષિત નથી. બન્ને ધર્મ સ્વતપણે વસ્તુમાં રહે છે અને તેમની પ્રતીતિ પોતપોતાના રૂપમાં થાય છે. જો આવું છે તો વ્યતિકરદોષની કોઈ સંભાવના નથી. જયારે ભેદની પ્રતીતિ સ્વતંત્ર છે અને અભેદની પ્રતીતિ પણ સ્વતંત્ર છે ત્યારે ભેદ અને અભેદની અદલાબદલીની શક્યતા જ ક્યાં છે? આવું છે તો પછી વ્યતિકરદોષ દેવાનો કોઈ અર્થ જ નથી. ભેદનું ભેદરૂપે ગ્રહણ કરવું અને અભેદનું અભેદરૂપે ગ્રહણ કરવું એ જ સ્યાદ્વાદનો અર્થ છે. તેથી અહીં વ્યતિકર જેવી કોઈ ચીજ જ નથી. ૬. તત્ત્વ ભેદભેદાત્મક હોવાથી કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય નહિ થઈ શકે અને જ્યાં કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય ન થઈ શકતો હોય ત્યાં સંશય ઉત્પન્ન થઈ જાય છે, અને જ્યાં સંશય હોય ત્યાં તત્ત્વનું જ્ઞાન થઈ શકે જ નહિ. આ દોષ પણ મિથ્યા છે. ભેદાભૂદાત્મક તત્ત્વનું ભેદાભદાત્મક રૂપે જ્ઞાન થવું એ સંશય નથી. સંશય તો ત્યાં થાય છે જ્યાં એ નિર્ણય ન થાય કે તત્ત્વ ભૂદાત્મક છે કે અભેદાત્મક છે કે ભેદ અને અભેદ ઉભયાત્મક છે. જ્યારે એ નિર્ણય થાય છે કે તત્ત્વ ભેદ અને અભેદ ઉભયાત્મક છે ત્યારે એ કેવી રીતે કહેવાય કે કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય થતો નથી. અને જ્યાં નિશ્ચિત ધર્મનો નિર્ણય છે ત્યાં સંશય ઉત્પન્ન થઈ શકતો જ ૧. બૌદ્ધ. ૨. ન્યાય-વૈશેષિક. Page #287 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ નથી. જ્યાં સંશય નથી ત્યાં તત્ત્વજ્ઞાન થવામાં કોઈ બાધા નથી. તેથી સંશયાશ્રિત જેટલા પણ દોષો છે તે બધાથી સ્યાદ્વાદ મુક્ત છે. તે દોષોનું આરોપણ સ્યાદ્વાદ ઉપર થઈ શકે નહિ. ૭. સ્યાદ્વાદ એકાન્તવાદ વિના રહી શકતો નથી, ટકી શકતો નથી. સ્યાદ્વાદ કહે છે કે પ્રત્યેક વસ્તુ યા ધર્મ સાપેક્ષ છે. સાપેક્ષ ધર્મોના મૂળમાં જ્યાં સુધી કોઈ એવું તત્ત્વ ન હોય જે બધા ધર્મોને એક સૂત્રમાં બાંધી શકે ત્યાં સુધી તે ધર્મો ટકી શકે નહિ. તેમને એકતાના સૂત્રમાં બાંધનારું કોઈક તત્ત્વ તો અવશ્ય હોવું જ જોઈએ જે સ્વયં નિ૨પેક્ષ હોય. એવા નિરપેક્ષ તત્ત્વની સત્તા માનતાં સ્યાદ્વાદનો સિદ્ધાન્ત કે પ્રત્યેક વસ્તુ સાપેક્ષ છે ખંડિત થઈ જાય છે. ૨૬૩ સ્યાદ્વાદ તો જે વસ્તુ જેવી છે તેને તેવી જ જોવાના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. બધા પદાર્થો યા ધર્મોમાં એકતા છે એ વાત તો સ્યાદ્વાદ પણ માને છે. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદને સ્વીકારવો સ્યાદ્વાદને અભીષ્ટ છે. સ્યાદ્વાદ એ નથી કહેતો કે અનેક ધર્મોમાં કોઈ એકતા નથી. વિભિન્ન વસ્તુઓને એકસૂત્રમાં બાંધનારું અભેદાત્મક તત્ત્વ અવશ્ય છે, પરંતુ એવા તત્ત્વને માનવાનો એ અર્થ નથી કે સ્યાદ્વાદ એકાન્તવાદ બની ગયો. સ્યાદ્વાદ એકાન્તવાદ તો જ બને જો તે ભેદનું ખંડન કરે, અનેકતાનો તિરસ્કાર કરે. અનેકતામાં એકતા માનવી એ તો સ્યાદ્વાદને પ્રિય છે. પરંતુ અનેકતાનો નિષેધ કરીને એકતાનો સ્વીકા૨ ક૨વો તેની મર્યાદાની બહાર છે. ‘સર્વમે સવિશેષાત્’ આ સિદ્ધાન્તને માનવા માટે સ્યાદ્વાદ તૈયાર છે પરંતુ અનેકતાનો નિષેધ કરીને નહિ પણ તેનો સ્વીકાર કરીને. એકાન્તવાદ અનેકતાનો નિષેધ કરે છે – અનેકતાને અયથાર્થ માને છે – ભેદને મિથ્યા કહે છે જ્યારે એથી ઊલટું અનેકાન્તવાદ તો એકતાની સાથે સાથે અનેકતાને પણ યથાર્થ માને છે. એકતામૂલક આ તત્ત્વ એકાન્તપણે નિરપેક્ષ છે એમ ન કહી શકાય. એકતા અનેકતા વિના રહી શકતી નથી અને અનેકતા એકતાના અભાવમાં નથી રહી શકતી. એકતા અને અનેકતા પરસ્પર એવી તો જોડાયેલી છે કે એકને બીજીથી અલગ કરી શકાય નહિ. જો વસ્તુસ્થિતિ આવી છે તો એકતાને સર્વથા નિરપેક્ષ કહેવી યુક્તિયુક્ત નથી. એકતા અનેકતાશ્રિત છે અને અનેકતા એકતાશ્રિત છે. બન્ને પરસ્પરાવલંબી છે. બન્નેને એકબીજીની અપેક્ષા છે. એકતા વિના અનેકતાનું કામ ચાલી શકતું નથી અને અનેકતા વિના એકતા પણ કંઈ કરી શકતી નથી. તત્ત્વ તો એકતા અને અનેકતાનું સમન્વિત રૂપ છે. તેને ન તો એકાન્તપણે એક કહી શકાય કે ન તો એકાન્તપણે અનેક કહી શકાય. તે એક પણ છે અને અનેક પણ છે. તેથી એકતાને વાસ્તવિક માનવા છતાં પણ સ્યાદ્વાદને એકાન્તવાદ યા નિરપેક્ષવાદનો કોઈ ભય નથી જ. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન ધર્મ-દર્શન ૮. જો પ્રત્યેક વસ્તુ કથંચિત યથાર્થ હોય અને કથંચિત્ અયથાર્થ હોય તો પછી સ્યાદ્વાદ ખુદ કથંચિત્ સત્ય હોય અને કથંચિત મિથ્યા હોય. જો આવું હોય તો સ્યાદ્વાદ દ્વારા તત્ત્વનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે એમ કેવી રીતે કહી શકાય? સ્યાદ્વાદ તત્ત્વનું વિશ્લેષણ કરવાની એક દષ્ટિ છે. અનેકાન્તાત્મક તત્ત્વને અનેકાન્તાત્મક દૃષ્ટિએ જોવાનું નામ જ સ્યાદ્વાદ છે. જે વસ્તુ જે રૂપમાં વસ્તુતઃ છે તેને તે જ રૂપમાં યથાર્થ જાણવી અને તદિતર રૂપમાં અયથાર્થ જાણવી એ જ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદ સ્વયં પણ જો કોઈ રૂપમાં અયથાર્થ યા મિથ્યા હોય તો તેમ માનવામાં કોઈ હાનિ નથી. જો આપણે એકાન્તવાદી દૃષ્ટિકોણ અપનાવીએ અને સ્યાદ્વાદ પ્રતિ જોઈએ તો તે પણ મિથ્યા પ્રતીત થશે. અનેકાન્ત દષ્ટિએ જોતાં સ્યાદ્વાદ સત્ય પ્રતીત થશે. બન્ને દૃષ્ટિઓને સામે રાખી આપણે કહી શકીએ કે સાદૂવાદ કથંચિત મિથ્યા છે અર્થાત એકાન્તદષ્ટિની અપેક્ષાએ મિથ્યા છે અને કથંચિત સત્ય છે અર્થાતુ અનેકાન્તદષ્ટિની અપેક્ષાએ સત્ય છે. જેનું જે દષ્ટિએ જેવું પ્રતિપાદન હોઈ શકતું હોય તેનું તે દષ્ટિએ તેવું પ્રતિપાદન કરવા માટે સ્યાદ્વાદ તૈયાર છે. એમાં એની કોઈ હાનિ નથી. જો આપણે કહી શકીએ કે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે તો આપણે એ પણ કહી જ શકીએ કે સ્યાદ્વાદ સ્વરૂપથી અર્થાત્ અનેકાન્તાત્મક રૂપથી સત્ છે, યથાર્થ છે અને પરરૂપથી અર્થાત્ એકાત્તાત્મક રૂપથી અસત્ છે, અયથાર્થ છે. આપણું આ કથન પણ સ્યાદ્વાદ જ છે. બીજા શબ્દોમાં, સ્યાદ્વાદને કથંચિત્ યથાર્થ અને કથંચિત્ અયથાર્થ કહેવો એ પણ સ્યાદ્વાદ જ છે. ૯, સપ્તભંગીના પાછલા ત્રણ ભંગ વ્યર્થ છે કેમ કે તે કેવળ બે ભંગોને જોડવાથી બને છે. આ પ્રકારના જોડાણથી જ સંખ્યા વધારવી હોય તો સાત શું અનન્ત ભંગો બની શકે. એ તો અમે કહી દીધું જ છે કે એક ધર્મને લઈને મૂલતઃ બે પક્ષો બને છે – વિધિ અને નિષેધ. પ્રત્યેક ધર્મનું કાં તો વિધાન થાય કાં તો નિષેધ. આ બે ભંગો મુખ્ય છે. બાકીના ભંગો વિવક્ષાભેદથી બને છે. ત્રીજા અને ચોથો આ બન્ને ભંગો પણ સ્વતન્ન નથી. વિધિ અને નિષેધની ક્રમથી વિવક્ષા હોતાં ત્રીજો ભંગ બને છે અને યુગપતુ વિવેક્ષા હોતાં ચોથો ભંગ બને છે. આ જ રીતે વિધિની તેમ જ યુગપતુ વિધિ તથા નિષેધની વિવક્ષા હોતાં પાંચમો ભંગ બને છે. આગળના ભંગોનો પણ આ જ ક્રમ છે. એ બરાબર છે કે જૈનાચાર્યોએ સાત ભંગો ઉપર જ ભાર આપ્યો છે અને સાત ભંગો જ શા માટે–વધુ કે ઓછા કેમ નહિ–એ પ્રશ્નના ઉત્તરમાં અનેક હેતુઓ આપી સાત ભંગો જ ઘટે છે, વધુ કે ઓછા ઘટતા નથી એ સિદ્ધ કર્યું છે, પરંતુ જૈન દર્શનની મૂળ Page #289 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૬૫ સમસ્યા સાતની નથી, બેની છે. બૌદ્ધ દર્શન અને વેદાન્તમાં જે ચાર કોટિઓ ઉપર ભાર મૂકવામાં આવે છે તે પણ સપ્તભંગીની માફક જ છે. તેમાં પણ મૂળ રૂપમાં બે જ કોટિઓ છે. ત્રીજી અને ચોથી કોટિમાં મૌલિકતા નથી. કોઈ એ કહી શકે કે બે ભંગોને પણ મુખ્ય શા માટે માનવા, એક જ ભંગ મુખ્ય છે. આમ કહેવું યોગ્ય નથી કેમ કે આપણે જોઈ ગયા છીએ કે વસ્તુ ન તો સર્વથા સત્ યા વિધ્યાત્મક હોઈ શકે કે ન તો સર્વથા અસતુ યા નિષેધાત્મક. વિધિ અને નિષેધ બન્ને રૂપોમાં વસ્તુની પૂર્ણતા રહેલી છે. ન તો વિધિ નિષેધ કરતાં વધારે બળવાન છે કે ન તો નિષેધ વિધિ કરતાં વધારે શક્તિવાળો છે. બન્ને સમાનભાવે વસ્તુની યથાર્થતામાં કારણભૂત છે. વસ્તુનું પૂર્ણ રૂપ જોવા માટે બન્ને પક્ષોની સત્તા માનવી અને બન્ને પક્ષોને સમબલ માનવા આવશ્યક છે. તેથી પહેલા બે ભંગો મુખ્ય છે. હા, જો કોઈ એવું કથન હોય જેમાં વિધિ અને નિષેધનું એકસરખું પ્રતિનિધિત્વ હોય અને બન્નેમાંથી કોઈનો પણ તિરસ્કાર ન હોય, તો તેને પણ મુખ્ય માનવામાં જૈન દર્શનને કોઈ આપત્તિ નથી. વસ્તુનું વિશ્લેષણ કરતાં પ્રથમ બે ભંગો અવશ્ય સ્વીકારવા પડે છે. વિવક્ષાભદ ૨૩ ભંગોની રચના ભગવતીસૂત્રમાં આપણે પહેલાં જોઈ ગયા છીએ. ૧૦. સ્યાદ્વાદને માનનારા કેવળજ્ઞાનની સત્તામાં વિશ્વાસ ન કરી શકે કેમ કે કેવળજ્ઞાન એકાન્તપણે પૂર્ણ હોય છે. તેની ઉત્પત્તિ માટે પછી કોઈની અપેક્ષા રહેતી નથી. તે નિરપેક્ષ પૂર્ણ જ્ઞાન છે. આપવામાં આવેલી આ આપત્તિ અયોગ્ય છે. હકીકતમાં, સ્યાદ્વાદ અને કેવળજ્ઞાનમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ કોઈ ભેદ નથી. કેવળી વસ્તુને જે રૂપમાં જાણે છે સ્યાદ્વાદી પણ વસ્તુને તે જ રૂપમાં જાણે છે. અન્તર કેવળ એટલું જ છે કે કેવળી જે તત્ત્વને સાક્ષાત જાણે છે–પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જાણે છે સ્યાદ્વાદીછધસ્થ તેને જ પરોક્ષજ્ઞાન – શ્રુતજ્ઞાન - દ્વારા જાણે છે. કેવળજ્ઞાન પૂર્ણ છે એનો અર્થ એ છે કે તે સાક્ષાત્ આત્મા દ્વારા થાય છે અને તે જ્ઞાનમાં કોઈ જાતની બાધાની સંભાવના નથી. પૂર્ણતાનો એ અર્થ નથી કે તે એકાન્તવાદી થઈ જાય. તત્ત્વને તો તે સાપેક્ષ અર્થાત્ અનેકાન્તાત્મક રૂપમાં જ દેખે છે. એટલું જ નહિ પણ તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મો રહે છે. કાલ જેવી રીતે પદાર્થમાં પરિવર્તન કરે છે તેવી જ રીતે કેવળજ્ઞાનમાં પણ પરિવર્તન કરે છે. જૈન દર્શન કેવળજ્ઞાનને કૂટસ્થનિત્ય નથી માનતું. કોઈપણ વસ્તુની ભૂત, વર્તમાન અને અનાગત એમ ત્રણ અવસ્થાઓ હોય છે. જે અવસ્થા આજ અનાગત હોય છે તે કાલ વર્તમાન બને છે. જે આજ વર્તમાન છે તે કાલ ભૂતમાં પરિણત થાય છે. કેવળજ્ઞાન આજની ત્રણ પ્રકારની અવસ્થાઓને આજની દૃષ્ટિએ જાણે છે. કાલનું જાણવું આજના જાણવાથી ભિન્ન બની જશે કેમ કે આજ જે વર્તમાન છે તે કાલે ભૂત હશે અને આજ જે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન ધર્મ-દર્શન અનાગત છે તે કાલ વર્તમાન હશે. એ સાચું કે કેવલી ત્રણે કાલને જાણે છે પરંતુ જે પર્યાયને તેણે કાલ ભવિષ્યત્ રૂપમાં જાણ્યો હતો તેને જ આજે તે વર્તમાનરૂપે જાણે છે. આમ કાલભેદે કેવળીના જ્ઞાનમાં પણ ભેદ થાય છે. વસ્તુની અવસ્થાના પરિવર્તનની સાથે સાથે જ્ઞાનની અવસ્થા પણ બદલાતી રહે છે. તેથી કેવળજ્ઞાન પણ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય. સ્યાદ્વાદ અને કેવળજ્ઞાનમાં વિરોધની કોઈ સંભાવના નથી. ભગવાન મહીવારે કેવળજ્ઞાનપ્રાપ્તિ પહેલાં ચિત્રવિચિત્ર પાંખોવાળો એક મોટો પુસ્કોકિલ સ્વપ્નમાં જોયો હતો. આ સ્વપ્નનું વિશ્લેષણ કરતાં સ્યાદ્વાદ ફલિત થયો. પુસ્કોકિલની ચિત્રવિચિત્ર પાંખો (પક્ષો) અનેકાન્તવાદનું પ્રતીક છે. જેવી રીતે જૈન દર્શનમાં વસ્તુની અનેકરૂપતાની સ્થાપના સ્યાદ્વાદના આધારે કરવામાં આવી તેવી જ રીતે બૌદ્ધ દર્શનમાં વિભાજયવાદના નામે આ જાતનું જ અંકુર પ્રફુટિત થયું પરંતુ ઉચિત માત્રામાં પાણી અને હવા ન મળવાના કારણે તે કરમાઈ ગયું અને મરી ગયું. સ્યાદ્વાદને વખતોવખત પોષક સામગ્રી મળતી રહી જેના લીધે તે આજ દિન સુધી બરાબર વિકસતો અને સમૃદ્ધ થતો રહ્યો. ભેદાભેદવાદ, સદસદ્ધાદ, નિત્યાનિત્યવાદ, નિર્વચનીયાનિર્વચનીયવાદ, એકાએકવાદ, સદસત્કાર્યવાદ આદિ જેટલા પણ દાર્શનિક વાદો છે તે બધાનો આધાર સ્યાદ્વાદ છે. જૈન દર્શનના આચાર્યોએ આ સિદ્ધાન્તની સ્થાપનાનો યુક્તિસંગત પ્રયત્ન કર્યો. આગમોમાં તેનો સારો એવો વિકાસ દેખાય છે. જૈન દર્શનમાં સ્યાદ્વાદનું એટલું બધું મહત્ત્વ છે કે આજ સ્યાદ્વાદ જૈન દર્શનનો પર્યાય બની ગયો છે. જૈન દર્શનનો અર્થ જ સ્યાદ્વાદ કરવામાં આવે છે. જૈન દર્શનનું નામ લેવાતાં જ અન્ય સિદ્ધાન્તો એક બાજુ રહી જાય છે અને તરત જ સ્યાદ્વાદયા અનેકાન્તવાદ જ યાદ આવે છે. હકીકતમાં સ્યાદ્વાદ જૈન દર્શનનો પ્રાણ છે. જૈન આચાર્યોના સઘળા દાર્શનિક ચિત્તનનો આધાર સ્યાદ્વાદ છે. નયવાદ શ્રુતના બે ઉપયોગ છે – સકલાદેશ અને વિકલાદેશ. સકલાદેશને પ્રમાણ યા સ્યાદ્વાદ કહે છે. વિકલાદેશને નય કહે છે. ધર્માન્તરની અવિવક્ષાના કારણે એક જ ધર્મનું કથન વિકલાદેશ કહેવાય છે. સ્યાદ્વાદ યા સકલાદેશ દ્વારા સંપૂર્ણ વસ્તુનું કથન થાય છે. નય અર્થાત્ વિકલાદેશ દ્વારા વસ્તુના એક અંશનું કથન થાય છે. સકલાદેશમાં વસ્તુના સમસ્ત ધર્મોની વિવક્ષા હોય છે. વિકલાદેશમાં એક ધર્મ સિવાય બીજા ધર્મોની વિવક્ષા નથી હોતી. વિકલાદેશને એટલા માટે સમ્યફ માનવામાં આવે છે કેમ કે તે પોતાના વિવણિત ધર્મ સિવાયના જેટલા પણ ધર્મો છે તેમનો પ્રતિષેધ કરતો નથી પરંતુ તે ધર્મો પ્રતિ તેનો કેવળ ઉપેક્ષાભાવ જ હોય છે. બાકીના ધર્મોનું તેને કોઈ પ્રયોજન Page #291 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૬૭ - નથી. પ્રયોજન ન હોવાના કારણે તે તે ધર્મોનું ન તો વિધાન કરે છે કે ન તો તે તેમનો નિષેધ કરે છે. સકલાદેશ અને વિકલાદેશ બન્નેની દૃષ્ટિમાં સાકલ્ય અને વૈકલ્યનું અન્તર છે. સકલાદેશની વિવક્ષા બધા ધર્મોની છે, જ્યારે વિકલાદેશની વિવક્ષા વિકલ એક ધર્મની છે જો કે બન્ને એ જાણે છે કે વસ્તુ અનેકધર્માત્મક છે — અનેકાન્તાત્મક છે તેમ છતાં બન્નેના કથનની મર્યાદા જુદી જુદી છે. એકનું કથન વસ્તુના બધા ધર્મોનું ગ્રહણ કરે છે જ્યારે બીજાનું કથન વસ્તુના એક ધર્મ સુધી જ સીમિત છે. અનેકાન્તાત્મક વસ્તુના કથનની બે જાતની મર્યાદાના કારણે સ્યાદ્વાદ અને નયનું ભિન્ન ભિન્ન નિરૂપણ છે. સ્યાદ્વાદ સકલાદેશ છે અને નય વિકલાદેશ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિ ― વસ્તુના નિરૂપણની જેટલી પણ દૃષ્ટિઓ છે તે બધી જ બે મુખ્ય દૃષ્ટિઓમાં વિભાજિત કરી શકાય છે. તે બે દૃષ્ટિઓ છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક દૃષ્ટિમાં સામાન્યમૂલક યા અભેદમૂલક સમસ્ત દૃષ્ટિઓનો સમાવેશ થઈ જાય છે. વિશેષમૂલક યા ભેદમૂલક જેટલી પણ દૃષ્ટિઓ છે તે બધીનો સમાવેશ પર્યાયાર્થિક દૃષ્ટિમાં થઈ જાય છે. આચાર્ય સિદ્ધસેને આ બે દૃષ્ટિઓનું સમર્થન કરતાં કહ્યું કે ભગવાન મહાવીરના પ્રવચનમાં મૂલતઃ બે જ દૃષ્ટિઓ છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બાકીની બધી જ દૃષ્ટિઓ આ બેની જ શાખાપ્રશાખાઓ છે. મહાવીરનો આ બે દૃષ્ટિઓથી શો અભિપ્રાય છે એ તો આગમોને જોવાથી સ્પષ્ટ થઈ જાય છે. ભગવતીસૂત્રમાં ના૨ક જીવોની શાશ્વતતા અને અશાશ્વતતાનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે અવ્યુચ્છિત્તિનયની અપેક્ષાએ ના૨ક જીવ શાશ્વત છે અને બુચ્છિત્તિનયની અપેક્ષાએ તે અશાશ્વત છે. અવ્યુચ્છિત્તિનય દ્રવ્યાર્થિક દૃષ્ટિનું જ બીજું નામ છે. દ્રવ્યદૃષ્ટિએ જોવાથી પ્રત્યેક પદાર્થ નિત્ય જણાય છે. તેથી દ્રવ્યાર્થિક દૃષ્ટિ અભેદગામી છે, સામાન્યમૂલક છે, અન્વયપૂર્વક છે. વ્યચ્છિત્તિનયનું બીજું નામ છે પર્યાયાર્થિક દૃષ્ટિ. પર્યાયદષ્ટિથી જોવાથી વસ્તુ અનિત્ય જણાય છે, અશાશ્વત પ્રતીત થાય છે . તેથી પર્યાયાર્થિક દૃષ્ટિ ભેદગામી છે, વિશેષમૂલક છે. આપણે કોઈ પણ દૃષ્ટિને લઈએ તો તે કાં તો ભેદમૂલક હશે કાં તો અભેદમૂલક, કાં તો વિશેષમૂલક હશે કાં તો સામાન્યમૂલક. આ બે પ્રકારોને છોડી તે બીજે ક્યાંય જ શકતી નથી. તેથી મૂલતઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે જ દષ્ટિઓ છે અને આ બે ૧. સ્યાદ્વાર: સતાવેશો નયો વિત્તમંથા । લઘીયસ્ત્રય, ૩.૬.૬૨. ૩. સન્મતિતર્કપ્રકરણ, ૧.૩. ૩. ૭.૨,૨૭૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન ધર્મ-દર્શન દૃષ્ટિઓનું પ્રતિનિધિત્વ કરનારા બે નય છે. અન્ય દૃષ્ટિઓ કે નયો આ જ બે દૃષ્ટિઓના કે નયોના ભેદપ્રભેદો છે, શાખા-પ્રશાખાઓ છે. દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક દૃષ્ટિ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિની જેમ દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક દૃષ્ટિએ પણ પદાર્થનું કથન થઈ શકે છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિ એકતાનું પ્રતિપાદન કરે છે એ તો આપણે જોઈ ગયા છીએ. પ્રદેશાર્થિક દૃષ્ટિ અનેકતાને પોતાનો વિષય બનાવે છે. પર્યાય અને પ્રદેશમાં નીચે મુજબ અન્તર છે. પર્યાય દ્રવ્યની દેશમૃત અને કાલકૃત વિવિધ અવસ્થાઓ છે. એક જ દ્રવ્ય દેશ અને કાલના ભેદે વિવિધ રૂપોમાં પરિવર્તિત થાય છે. તે વિવિધ રૂપો જ પર્યાયો છે. દ્રવ્યના અવયવોને પ્રદેશ કહેવામાં આવે છે. એક દ્રવ્યના અનેક અંશો હોઈ શકે છે. એક એક અંશ એક એક પ્રદેશ કહેવાય છે. પુદ્ગલનો એક છૂટો પરમાણુ જેટલી જગા રોકે છે તેટલી જગાને એક પ્રદેશ કહેવામાં આવે છે. જૈન દર્શન અનુસાર કેટલાંક દ્રવ્યોના પ્રદેશો નિયત છે જ્યારે કેટલાંકના અનિયત છે. જીવના પ્રદેશો સર્વ દેશ અને સર્વ કાલમાં નિયત છે. તેની સંખ્યા ન તો વધે છે કે ન તો ઘટે છે. તે જે શરીરને વ્યાપીને રહે છે તે શરીરનું પરિમાણ વધેઘટે છે પરંતુ પ્રદેશોની સંખ્યા તો તેટલી જ રહે છે. આ કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન કરવા માટે દીપકનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. જેમ એક જ દીપકના તેટલા જ પ્રદેશો નાના ઓરડામાં તે નાના ઓરડાની જગ્યા રોકે છે અને મોટા ઓરડામાં તે મોટા ઓરડાની જગ્યા રોકે છે તેવી જ રીતે એક આત્માના તેટલા જ પ્રદેશો નાના શરીરને વ્યાપીને પણ રહી શકે છે અને મોટા શરીરને વ્યાપીને પણ રહી શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પણ નિયત છે. પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોનો (પરમાણુઓનો) કોઈ નિશ્ચિત નિયમ નથી. તેમની સંખ્યામાં સ્કન્ધ પ્રમાણે ન્યૂનાધિકતા થતી રહે છે. પર્યાયના માટે એવો કોઈ નિયમ નથી. તેઓ નિયત સંખ્યામાં મળતા નથી. જેવી રીતે પર્યાયદૃષ્ટિએ ભગવાન મહાવીરે વસ્તુનો વિચાર કર્યો છે તેવી જ રીતે પ્રદેશદૃષ્ટિએ પણ તેમણે પદાર્થનું ચિંતન કર્યું છે. તેમણે કહ્યું છે કે હું દ્રવ્યદૃષ્ટિએ એક છું. જ્ઞાન અને દર્શનરૂપ પર્યાયોની દષ્ટિએ બે છું, પ્રદેશોની દૃષ્ટિએ અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું. અહીં મહાવીરે પ્રદેશષ્ટિનો ઉપયોગ એકતાની સિદ્ધિ માટે કર્યો છે. સંખ્યાની દૃષ્ટિએ પ્રદેશ નિયત છે, તેથી તે દૃષ્ટિએ આત્મા અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે. પ્રદેશદૃષ્ટિનો ઉપયોગ અનેકતાની સિદ્ધિ માટે પણ ક૨વામાં આવે છે. દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ એકરૂપ જણાય છે પરંતુ તે જ વસ્તુ પ્રદેશદષ્ટિએ અનેકરૂપ જણાય છે કારણ કે વસ્તુને અનેક પ્રદેશો હોય છે, વસ્તુ અનેકપ્રદેશાત્મક છે. આત્મા દ્રવ્યદૃષ્ટિએ એક છે પરંતુ Page #293 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૬૯ પ્રદેશદષ્ટિએ અનેક છે કેમ કે આત્માને અનેક પ્રદેશો છે. તેવી જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યદૃષ્ટિએ એક છે પરંતુ પ્રદેશદષ્ટિએ અનેક છે. અન્ય દ્રવ્યોના અંગે પણ આવું જ સમજવું જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુનો દ્રવ્યદષ્ટિએ વિચાર કરવામાં આવે છે ત્યારે દ્રવ્યાર્થિક નયનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદેશદષ્ટિએ વિચાર કરતી વખતે પ્રદેશાર્થિક નયને કામમાં લેવામાં આવે છે. વ્યાવહારિક અને નૈૠયિક દૃષ્ટિ વ્યવહાર અને નિશ્ચયનો ઝઘડો બહુ પુરાણો છે. જે વસ્તુ જેવી પ્રતિભાસિત થાય છે તે રૂપે જ તે સત્ય છે કે કોઈ અન્ય રૂપે? કેટલાક દાર્શનિકો વસ્તુનાં બે રૂપ માને છે – પ્રાતિભાસિક અને પારમાર્થિક. ચાર્વાક આદિ દાર્શનિક ચિંતકો પ્રતિભાસ અને પરમાર્થમાં કોઈ જાતનો ભેદ કરતા નથી. તેમની દૃષ્ટિમાં ઇન્દ્રિયગમ્ય તત્ત્વ પારમાર્થિક છે. મહાવીરે વસ્તુનાં બન્ને રૂપોનું સમર્થન કર્યું છે અને પોતપોતાની દષ્ટિએ બન્નેને યથાર્થ દર્શાવ્યાં છે. ઇન્દ્રિયગમ્ય વસ્તુનું સ્થૂલ રૂપ વ્યવહારની દૃષ્ટિએ યથાર્થ છે. આ સ્થૂળ રૂપ ઉપરાંત વસ્તુનું સૂક્ષ્મ રૂપ પણ હોય છે જે ઇન્દ્રિયોનો વિષય બની શકતું નથી. તે કેવળ શ્રુત યા આત્મપ્રત્યક્ષનો વિષય બને છે. આ જ નૈક્ષયિક દૃષ્ટિ છે. વ્યાવહારિક દૃષ્ટિ અને નૈૠયિક દૃષ્ટિમાં આ જ અત્તર છે કે વ્યાવહારિક દૃષ્ટિ ઇન્દ્રિયાશ્રિત છે તેથી સ્થળ છે જ્યારે નૈશ્ચયિક દૃષ્ટિ ઇન્દ્રિયાતીત છે તેથી સૂક્ષ્મ છે. એક દૃષ્ટિથી પદાર્થના સ્થૂલ રૂપનું જ્ઞાન થાય છે અને બીજી દૃષ્ટિથી પદાર્થના સૂક્ષ્મ રૂપનું. બન્ને દૃષ્ટિઓ સમ્યક છે, બન્ને યથાર્થતાને ગ્રહણ કરે છે. ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે થયેલો એક સંવાદ છે. ગૌતમ મહાવીરને પૂછે છે–ભગવન્! કાકવીમાં કેટલા વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શ હોય છે? મહાવીર ઉત્તર આપે છે–ગૌતમ! આ પ્રશ્નનો ઉત્તર બે નયો દ્વારા આપી શકાય. વ્યાવહારિક નયની દૃષ્ટિએ તે મધુર છે અને નૈૠયિક નયની અપેક્ષાએ તેમાં પાંચ વર્ણ, બે ગધે, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. આ જ પ્રમાણે ગબ્ધ, સ્પર્શ આદિ સાથે સંબંધ ધરાવતા અનેક વિષયોને લઈને વ્યવહાર અને નિશ્ચય એ બે નયો દ્વારા ઉત્તર દેવામાં આવેલ છે. આ બે દષ્ટિઓ દ્વારા ઉત્તર દેવાનું કારણ એ છે કે ભગવાન મહાવીર વ્યવહારને પણ સત્ય માનતા હતા. તે પરમાર્થની આગળ વ્યવહારની ઉપેક્ષા કરવા ઇચ્છતા ન હતા. વ્યવહાર અને પરમાર્થ બન્ને દૃષ્ટિઓને એકસરખું મહત્ત્વ તે આપતા હતા. ૧. ભગવતીસૂત્ર, ૧૮.૬. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન ધર્મ-દર્શન અર્થનય અને શબ્દનય આગમોમાં સાત નયોનો ઉલ્લેખ છે. 'અનુયોગદ્વારસૂત્રમાં શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયોને શબ્દનય કહ્યા છે. ઉત્તરકાલીન દાર્શનિકોએ સાત નયોના સ્પષ્ટપણે બે વિભાગો કરી દીધા – અર્થનય અને શબ્દનય. આગમમાં જો ત્રણ નયોને શબ્દના કહ્યા છે તો બાકીના ચાર નયોને અર્થનય કહેવા યુક્તિસંગત જ છે. જે નયો અર્થને પોતાનો વિષય બનાવે છે તે નયો અર્થનય છે. શરૂઆતના ચાર નય – નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અર્થને વિષય કરે છે, તેથી તે નયો અર્થન છે. અન્તિમ ત્રણ નય– શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત શબ્દને વિષય કરે છે, તેથી તે નયો શબ્દનાય છે. આ સાત નયોના સ્વરૂપનું વિશ્લેષણ કરતી વખતે જણાઈ જશે કે નૈગમ આદિ ચારનો વિષય અર્થ કેમ છે અને શબ્દ આદિ ત્રણનો વિષય શબ્દ કેમ છે? અર્થનય અને શબ્દનયની આ સમજ નવી નથી. આગમોમાં તેનો ઉલ્લેખ છે. નયના ભેદો નયની મુખ્ય દૃષ્ટિઓ કઈ હોઈ શકે છે એ આપણે જોઈ ગયા. હવે આપણે નયના ભેદોનો વિચાર કરીશું. આચાર્ય સિદ્ધસેને લખ્યું છે કે વચનના (કથનના) જેટલા પણ પ્રકારો યા માર્ગો હોઈ શકે છે તેટલા જ નયના ભેદો છે. જેટલા નયના ભેદો છે તેટલા જ મતો છે. સિદ્ધસેનની આ વાતને બરાબર સમજવામાં આવે તો એનો અર્થ એ થાય કે નયના ભેદો અનન્ત છે. આ બધા અનન્ત ભેદોનું વર્ણન કરવું એ તો અમારી શક્તિબહારની વાત છે. સ્થૂળપણે નયના કેટલા ભેદ થાય છે એ દર્શાવાવનો પ્રયત્ન જૈન દર્શનના આચાર્યોએ કર્યો છે. એ તો આપણે જોઈ ગયા કે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય આ બે નયોમાં નયના બધા ભેદોનો સમાવેશ થઈ જાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને વધુ સ્પષ્ટ કરવા માટે તેમના અવાજોર ભેદો કરવામાં આવ્યા છે. આ ભેદોની સંખ્યા અંગે કોઈ નિશ્ચિત પરંપરા નથી. જૈન દર્શનના ઇતિહાસને જોતાં આપણને તે અંગેની ત્રણ પરંપરાઓ મળે છે. એક પરંપરા નયના સીધેસીધા સાત ભેદો કરે છે. આ સાત ભેદો છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂટ, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. આગમો અને દિગમ્બર ગ્રન્થો આ પરંપરાનું પાલન ૧. અનુયોગદ્વાર, ૧૫૬; સ્થાનાંગ, ૭.૫પર ૨. તિરંસના અનુયોગદ્વાર, ૧૪૮ ૩. નવા વયવદા તાવા વેવ હોંતિ થવાય ! ' નાવિયા જયવીયા તાવિયા વેવ પરસમય છે સન્મતિતર્કપ્રકરણ, ૩.૪૭. Page #295 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૭૧ કરે છે. બીજી પરંપરા નયના છ ભેદોને માને છે. આ પરંપરા અનુસાર નૈગમ સ્વતંત્ર નય નથી. આચાર્ય સિદ્ધસેન દિવાકરે આ પરંપરાની સ્થાપના કરી છે. ત્રીજી પરંપરા તત્ત્વાર્થસૂત્ર અને તેના ભાષ્યની છે. આ પરંપરા અનુસાર મૂળરૂપમાં નયના પાંચ ભેદ છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ. તેમાંથી પ્રથમ અર્થાત્ નૈગમનયના દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એમ બે ભેદો થાય છે; અત્તિમ શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદ છે. સાત ભેદોવાળી પરંપરા અધિક પ્રસિદ્ધ છે, તેથી નૈગમ આદિ સાત ભેદોના સ્વરૂપનું વિવેચન નીચે કરવામાં આવ્યું છે. નૈગમ –ગુણ અને ગુણી, અવયવ અને અવયવી જાતિ અને જાતિમાનું, ક્રિયા અને કારક આદિમાં ભેદ અને અભેદની વિવક્ષા કરવી એ નૈગમનાય છે. ગુણ અને ગુણી કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન. તેવી જ રીતે અવયવ અને અવયવી, જાતિ અને જાતિમાનું, આદિમાં પણ કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે. કોઈ વખત આપણી વિવક્ષા ભેદની તરફ હોય છે અને કોઈ વખત અભેદની તરફ. જે વખતે આપણી વિવક્ષા ભેદ તરફ હોય છે ત્યારે અભેદ ગૌણ બની જાય છે અને જે વખતે આપણને અભેદનું પ્રયોજન હોય છે તે વખતે ભેદ ગૌણ થઈ જાય છે. ભેદ અને અભેદને પ્રધાન-ગૌણભાવે ગ્રહણ કરવા એ નૈગમનાય છે. બીજા શબ્દોમાં, ભેદનું ગ્રહણ કરતી વખતે અભેદને ગૌણ સમજવો અને ભેદને મુખ્ય સમજવો, અને અભેદનું ગ્રહણ કરતી વખતે ભેદને ગૌણ સમજવો અને અભેદને મુખ્ય સમજવો એ નૈગમનય છે. ઉદાહરણ તરીકે ગુણ અને ગુણીને લઈએ. જીવ ગુણી છે અને સુખ તેનો ગુણ છે. જીવ સુખી છે' આ કથનમાં કયારેક જીવ અને સુખના અભેદની પ્રધાનતા હોય છે અને ભેદની અપ્રધાનતા, ક્યારેક ભેદની પ્રધાનતા હોય છે અને અભેદની અપ્રધાનતા. બન્ને વિવક્ષાઓનું ગ્રહણ નૈગમનાય છે. ક્યારેક એક વિવક્ષા પ્રધાન હોય છે તો ક્યારેક બીજી, પરંતુ હોવું જોઈએ બન્નેનું ગ્રહણ. કેવળ એકનું ગ્રહણ હોતાં નૈગમય નથી બનતો. બન્નેનું ગ્રહણ હોવાથી આ સકલાદેશ બની જશે કેમ કે સકલાદેશમાં સંપૂર્ણ વસ્તુનું કથન હોય છે, અને વસ્તુ ભેદ અને અભેદ ઉભય રૂપથી જ સંપૂર્ણ છે. જો ૧. સ્થાનાંગ, ૭.૫૫૨; તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩૩. ૨. સન્મતિતર્કમાં નયપ્રકરણ. ૩. ૧.૩૪-૩૫. ४. अन्योन्यगुणभूतैकभेदाभेदप्ररूपणात् । મૈમોડતત્વો¢ો નૈ માસ રૂ . લઘયસ્ત્રય, ૨.૫.૩૯. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન ધર્મ-દર્શન નિગમનાં ભેદ અને અભેદ બન્નેનું ગ્રહણ કરે છે તો તે સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ કરે છે એ સ્વતઃ સિદ્ધ છે. આ શંકા અયોગ્ય છે. તેનું કારણ એ છે કે સકલાદેશમાં ગૌણપ્રધાનભાવ નથી હોતો. બધા ધર્મોનું ગ્રહણ સકલાદેશ સમાનપણે કરે છે જ્યારે નૈગમનય વસ્તુના ધર્મોનું ગ્રહણ ગૌણ-પ્રધાનભાવે કરે છે. ધર્મ અને ધર્મીનું ગ્રહણ ગૌણ-પ્રધાનભાવે કરવું એ પણ નૈગમનાય છે. કોઈ વખત ધર્મની પ્રધાનભાવે વિવેક્ષા હોય છે અને ધર્મીની ગૌણભાવે. કોઈ વખતે ધર્મીની મુખ્ય વિવેક્ષા હોય છે અને ધર્મની ગૌણ. આ બન્ને પરિસ્થિતિઓમાં નૈગમન ની પ્રવૃત્તિ થાય છે. સુખ જીવગુણ છે' આ વાક્યમાં સુખ પ્રધાન છે કેમ કે તે વિશેષ્ય છે અને જીવ ગૌણ છે કેમ કે તે સુખનું વિશેષણ છે. અહીં ધર્મનું પ્રધાનભાવે ગ્રહણ કરવામાં આવ્યું છે અને ધર્માનું ગૌણભાવે. “જીવ સુખી છે' આ વાક્યમાં જીવ પ્રધાન છે કેમ કે તે વિશેષ્ય છે અને સુખ ગૌણ છે કેમ કે તે વિશેષણ છે. અહીં ધર્મીની પ્રધાનભાવે વિવક્ષા છે અને ધર્મની ગૌણભાવે.' કેટલાક લોકો નૈગમનયને સંકલ્પમાત્રગ્રાહી માને છે. જે કાર્ય કરવાનું છે તેનો સંકલ્પમાત્ર નૈગમનાય છે. ઉદાહરણ તરીકે, એક પુરુષ કુહાડી લઈને જંગલમાં જઈ રહ્યો છે. રસ્તામાં કોઈ વ્યક્તિ તેને મળે છે અને પૂછે છે, “તમે ક્યાં જઈ રહ્યા છો?” તે પુરુષ ઉત્તર દે છે, હું પ્રસ્થ લેવા જઈ રહ્યો છું.” અહીં પેલો પુરુષ ખરેખર તો લાકડું કાપવા જઈ રહ્યો છે. પ્રસ્થ તો પછી બનશે. પ્રસ્થના સંકલ્પને દૃષ્ટિમાં રાખીને તે પુરુષ ઉપર્યુક્ત રીતે ઉત્તર આપે છે. તેનો ઉત્તર નૈગમનયની દૃષ્ટિએ બરાબર છે. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈદુકાને કપડું લેવા જાય છે અને તેને કોઈ પૂછે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે તે ઉત્તર આપે છે કે કોટ સિવડાવવા જઈ રહ્યો છું. હકીકતમાં તે વ્યક્તિ કોટ માટે કાપડ લેવા જઈ રહી છે અને નહિ કે કોટ સિવડાવવા. કોટ તો પછી સિવડાવાશે, પરંતુ સંકલ્પને દૃષ્ટિમાં રાખીને તે કહે છે કે કોટ સિવડાવવા જઈ રહ્યો છું. સંગ્રહ–સામાન્ય યા અભેદનું ગ્રહણ કરનારી દષ્ટિ સંગ્રહનય છે. સ્વજાતિના વિરોધી સિવાય બાકી બધા પદાર્થોનો એકત્વમાં સંગ્રહ કરવો એ સંગ્રહનય કહેવાય १. यद्वा नैकगमो नैगमः, धर्मर्मिणोर्गुणप्रधानभावेन विषयीकरणात् । 'जीवगुणः सुखम्' इत्यत्र हि जीवस्याप्राधान्यम् विशेषणत्वात् । सुखस्य तु प्राधान्यम्, विशेष्यत्वात् । 'सुखी जीवः' इत्यादौ तु जीवस्य प्राधान्यम्, न सुखादेः, विपर्ययात् । – નયપ્રકાશસ્તવવૃત્તિ, પૃ. ૧૦. ૨. અર્થસં૫મત્રાદી તૈ: તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩.૨. Page #297 -------------------------------------------------------------------------- ________________ 18 સાપેક્ષવાદ ૨૭૩ - 'રે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક પદાર્થ સામાન્યવિશેષાત્મક છે, ભેદાભેદાત્મક છે. આ બે ધર્મોમાંથી સામાન્ય ધર્મને ગ્રહણ કરવો અને વિશેષ ધર્મ પ્રતિ ઉપેક્ષાભાવ રાખવો એ સંગ્રહનય છે. આ નયના વળી બે પ્રકાર છે પર અને અપર. પર સંગ્રહમાં સકલ પદાર્થોનું એકત્વ અભિપ્રેત છે. જીવ-અજીવ આદિ જેટલા પણ ભેદ છે, બધાનો સત્તામાં સમાવેશ થઈ જાય છે. કોઈ પણ પદાર્થ એવો નથી જે સત્ ન હોય. બીજા શબ્દોમાં, જીવ, અજીવ, વગેરે સત્તાસામાન્યના ભેદો છે. એક જ સત્તા જુદાં જુદાં રૂપોમાં દૃષ્ટિગોચર થાય છે. જેમ નીલ વગેરે આકારોવાળાં બધાં જ જ્ઞાનો જ્ઞાનસામાન્યના ભેદો છે તેમ જીવ, અજીવ વગેરે જેટલા પણ પદાર્થો છે તે બધા સત્તાસામાન્યના ભેદો છે અર્થાત્ તે બધા સત્ છે. પ૨ સંગ્રહ કહે છે કે ‘બધી જ વસ્તુઓ એક છે કેમ કે તે બધી સત્ છે. સત્તાસામાન્યની દૃષ્ટિએ બધાંનો એકત્વમાં અન્તર્ભાવ થઈ જાય છે. અ૫૨ સંગ્રહનય દ્રવ્યત્વ વગેરે અપર સામાન્યોનું ગ્રહણ કરે છે. સત્તાસામાન્ય જે પર સામાન્ય યા મહાસામાન્ય છે તેના સામાન્યરૂપ અવાન્તર ભેદોનું ગ્રહણ કરવું એ અપર સંગ્રહનયનું કાર્ય છે. સામાન્યના બે પ્રકા૨ છે પર અને અપર. પર સામાન્ય સત્તાસામાન્યને કહે છે જે પ્રત્યેક પદાર્થમાં રહે છે. અપર સામાન્યો અનેક છે અને તે પોતપોતાની વ્યક્તિઓમાં રહે છે. દ્રવ્યત્વ દ્રવ્યોમાં, ગુણત્વ ગુણોમાં, ગોત્વ ગાયોમાં, જીવત્વ જીવોમાં, ઘટત્વ ઘટોમાં ઇત્યાદિ. દ્રવ્યમાં રહેનારી સત્તા પ૨ સામાન્ય છે અને દ્રવ્યનું જે દ્રવ્યત્વસામાન્ય છે તે અપર સામાન્ય છે. તેવી જ રીતે ગુણમાં જે સત્તા છે તે ૫૨ સામાન્ય છે અને જે ગુણત્વ છે તે અપર સામાન્ય છે. દ્રવ્યના પણ અનેક ભેદો છે. ઉદાહરણ તરીકે જીવદ્રવ્ય એ દ્રવ્યનો એક ભેદ છે. જીવમાં જીવત્વસામાન્ય અપર સામાન્ય છે. આમ જેટલા પણ અપર સામાન્યો છે તેમનું ગ્રહણ કરનારો નય અપર સંગ્રહનય છે. પર સંગ્રહનય અને અપર સંગ્રહનય બન્ને મળીને જેટલા પણ પ્રકારના સામાન્યો યા અભેદો છે તે બધાંનું ગ્રહણ કરે છે. સંગ્રહનય સામાન્યગ્રાહી દષ્ટિ છે. વ્યવહારનય - · સંગ્રહનય દ્વારા ગૃહીત અર્થનું વિધિપૂર્વક અવહરણ કરવું વ્યવહારનય છે. જે અર્થને સંગ્રહનય ગ્રહણ કરે છે તે અર્થનો વિશેષપણે બોધ કરાવવો હોય ત્યારે તેનું પૃથક્કરણ કરવું પડે છે. સંગ્રહ તો સામાન્યમાત્રનું ગ્રહણ કરી લે છે १. जीवाजीवप्रभेदा यदन्तर्लीनास्तदस्ति सत् । જ યથા સ્વનિર્ભ્રાપ્તિ જ્ઞાનં નીવ: સ્વપર્યયૈઃ ।। લઘીયસ્ત્રય, ૨.૫.૩૧. ૨. सर्वमेकं सदविशेषात् । અતો વિધિપૂર્વમવહરાં વ્યવહાર: । તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩૩.૬. 3. ---- Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન ધર્મ-દર્શન પર પરંતુ તે સામાન્યનો વિશેષ કયો છે એને પૃથક્કરણ કરીને જાણવા માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. બીજા શબ્દોમાં, સંગ્રહગૃહીત સામાન્યના ભેદને યા વિશેષને ગ્રહણ કરવો એ વ્યવહાર નય છે. આ નય ઉપરના બન્ને નયોની જેમ દ્રવ્યનું જ ગ્રહણ કરે છે પરંતુ તેનું ગ્રહણ ભેદપૂર્વક છે, અભેદપૂર્વક નથી. તેથી આ નયનો અન્તર્ભાવ દ્રવ્યાર્થિક નયમાં છે, પર્યાયર્થિક નયમાં નથી. તેની વિધિ આ પ્રમાણે છે સંગ્રહનય સત્તાસામાન્યનું ગ્રહણ કરે છે. તેનું વિભાજન કરતાં વ્યવહારનય કહે છે સત્ શું છે ? જે સત્ છે તે દ્રવ્ય છે કે ગુણ ? જો તે દ્રવ્ય છે તો જીવદ્રવ્ય છે કે અજીવદ્રવ્ય ? કેવળ જીવદ્રવ્ય કહેવાથી પણ કામ ચાલી શકતું નથી ? તે જીવ નારક છે, દેવ છે, મનુષ્ય છે કે તિર્યંચ છે ? આ રીતે વ્યવહારનય ત્યાં સુધી વિભાજન કરતો જાય છે જ્યાં પુનઃ વિભાજનની શક્યતા જ ન હોય. આ નયનું મુખ્ય પ્રયોજન વ્યવહારની સિદ્ધિ છે.૧ કેવળ સામાન્યના બોધથી કે કથનથી આપણો વ્યવહાર ચાલી શકતો નથી. વ્યવહારને માટે હમેશાં ભેદબુદ્ધિનો આશ્રય લેવો પડે છે. આ ભેદબુદ્ધિ પરિસ્થિતિની અનુકૂળતાને દૃષ્ટિમાં રાખીને અન્તિમ ભેદ સુધી આગળ વધી શકે છે જ્યાં પુનઃ ભેદ થઈ શકતો નથી. બીજા શબ્દોમાં, તે અન્તિમ વિશેષનું ગ્રહણ કરી શકે છે. વ્યવહારગૃહીત વિશેષ પર્યાયોના રૂપમાં નથી હોતા પરંતુ દ્રવ્યના ભેદના રૂપમાં હોય છે. તેથી વ્યવહારનો વિષય ભેદાત્મક અને વિશેષાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ નથી. આ જ કારણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે નયોમાંથી દ્રવ્યાર્થિક નયમાં વ્યવહા૨ને મૂકવામાં આવે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નયોનો દ્રવ્યાર્થિક નયમાં અન્તર્ભાવ છે. બાકીના ચાર નયો પર્યાયાર્થિક નયના ભેદો છે. ――― ૨ ઋજુસૂત્ર ભેદ અથવા પર્યાયની વિવક્ષાથી જે કથન છે તે ઋજુસૂત્રનયનો વિષય છે. જેવી રીતે સંગ્રહનયનો વિષય સામાન્ય અથવા અભેદ છે તેવી રીતે ઋજુસૂત્રનો વિષય પર્યાય યા ભેદ છે. આ નય ભૂત અને ભવિષ્યત્ત્ની ઉપેક્ષા કરીને કેવળ વર્તમાનનું ગ્રહણ કરે છે. પર્યાયની અવસ્થિતિ વર્તમાન કાળમાં જ હોય છે. ભૂત અને ભવિષ્યત્ કાળમાં દ્રવ્ય રહે છે. મનુષ્ય કેટલીય વાર તાત્કાલિક પરિણામ તરફ ઝૂકીને કેવળ વર્તમાનને જ પોતાની પ્રવૃત્તિનું ક્ષેત્ર બનાવે છે. આવી પરિસ્થિતિમાં તેની બુદ્ધિમાં એવો પ્રતિભાસ થાય છે કે જે વર્તમાન છે તે જ સત્ય છે. ભૂત અને ભાવી १. व्यवहारानुकूल्यात् तु प्रमाणानां प्रमाणता । નાન્યથા વાધ્યમાનાનાં જ્ઞાનાનાં તત્ત્વસંશતઃ ।। લઘીયસ્રય, ૩.૬.૭૦. ૨. ભેટું પ્રાધાન્યતોઽન્વિન્દ્વન્ ૠણુસૂત્રનયો મતઃ । લઘીયસ્ત્રય, ૩.૬.૭૧. -- Page #299 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૭૫ વસ્તુનું તેને કોઈ પ્રયોજન રહેતું નથી. તેનો અર્થ એ નથી કે તે ભૂત અને ભાવીનો નિષેધ કરે છે. પ્રયોજનના અભાવમાં તેમની તરફ તે ઉપેક્ષાભાવ રાખે છે. તે માને છે કે વસ્તુની પ્રત્યેક અવસ્થા ભિન્ન છે. આ ક્ષણની અવસ્થામાં અને બીજી ક્ષણની અવસ્થામાં ભેદ છે. આ ક્ષણની અવસ્થા આ ક્ષણ સુધી સીમિત છે. બીજી ક્ષણની અવસ્થા બીજી ક્ષણ સુધી સીમિત છે. તેવી જ રીતે એક વસ્તુ અવસ્થા બીજી વસ્તુની અવસ્થાથી ભિન્ન છે. ‘કાગડો કાળો છે' આ વાક્યમાં કાગડા અને કાળાપણાની જે એકતા છે તેની ઉપેક્ષા કરવા માટે ઋજુસૂત્રનય કહે છે કે કાગડો કાગડો છે અને કાળાપણું કાળાપણું છે. કાગડો અને કાળાપણું ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. જો કાળાપણું અને કાગડો એક હોય તો તો ભ્રમર પણ કાગડો બની જાય કેમ કે તે કાળો છે. ઋજુસૂત્ર ક્ષણિકવાદમાં વિશ્વાસ રાખે છે. તેથી તે પ્રત્યેક વસ્તુને અસ્થાયી માને છે. જેમ કાળભેદે વસ્તુભેદની માન્યતા છે તેમ દેશભેદે પણ વસ્તુભેદની માન્યતા છે. ભિન્ન ભિન્ન દેશમાં રહેનારા પદાર્થો ભિન્ન ભિન્ન છે. આમ ઋજુસૂત્રનય પ્રત્યેક વસ્તુમાં ભેદ જ ભેદ દેખે છે. તે ભેદ દ્રવ્યમૂલક નથી પણ પર્યાયમૂલક છે. તેથી આ નય પર્યાયાર્થિક છે. અહીંથી પર્યાયાર્થિક નયનું ક્ષેત્ર આરંભાય છે. શબ્દ– કાલ, કારક, લિંગ, સંખ્યા આદિના ભેદે શબ્દોનો અર્થભેદ માનવો એ શબ્દનય છે. આ નય અને પછીના બન્ને નયો શબ્દશાસ્ત્ર સાથે સમ્બદ્ધ છે. શબ્દના ભેદે અર્થનો ભેદ કરવો તેમનું કામ છે. શબ્દનય એક જ વસ્તુમાં કાલ, કારક, લિંગ આદિના ભેદે ભેદ માને છે. લિંગના ત્રણ પ્રકાર છે – પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ ત્રણે લિંગોથી ભિન્ન ભિન્ન અર્થનો બોધ થાય છે. શબ્દનય સ્ત્રીલિંગથી વાચ્ય અર્થનો બોધ પુલ્લિગથી થવો શક્ય માનતો નથી. પુલ્લિગથી વાચ્ય અર્થનો બોધ નપુસંકલિંગથી થવો સંભવિત માનતો નથી. આ જ રીતે અન્ય લિંગોની યોજના પણ કરી લેવી જોઈએ. સ્ત્રીલિંગમાં પુલિંગનું અભિધાન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તારકા સ્ત્રીલિંગ છે અને સ્વાતિ પુલ્લિગ છે. પુલ્લિગ દ્વારા સ્ત્રીલિંગના અભિધાનનું ઉદાહરણ છે અવગમ અને વિદ્યા. સ્ત્રીલિંગમાં નપુંસકલિંગનો પ્રયોગ થાય છે જેમ કે વીણા માટે આતોદ્યનો પ્રયોગ. નપુંસકલિંગમાં સ્ત્રીલિંગનું અભિયાન કરવામાં આવે છે–જેમ કે આયુધ માટે શક્તિનો પ્રયોગ. પુલ્લિગમાં નપુસંકલિંગનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે પટ માટે વસ્ત્રનો પ્રયોગ. નપુંસકલિંગમાં પુલ્લિગનું અભિધાન કરવામાં આવે છે જેમ કે દ્રવ્ય માટે પરશુનો પ્રયોગ. શબ્દનય આ બધામાં ભેદ માને છે. સંખ્યા ત્રણ પ્રકારની છે – એકત્વ, દ્વિત્વ અને બહુત્વ. એકત્વમાં દ્વિત્વનો પ્રયોગ થાય છે જેમ કે નક્ષત્ર અને પુનર્વસુ. એકત્વમાં બહુત્વનો પ્રયોગ કરવામાં આવે છે જેમ કે નક્ષત્ર અને શતભિષફ. દ્વિત્વમાં એકત્વનો પ્રયોગ થાય છે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન ધર્મ-દર્શન જેમ કે જિનદત્ત, દેવદત્ત અને મનુષ્ય. દ્વિત્વમાં બહુત્વનો પ્રયોગ થાય છે જેમ કે પુનર્વસુ અને પંચતારકા. બહુત્વમાં એકત્વનો પ્રયોગ થાય છે જેમ કે આમ્ર અને વન. બહુત્વમાં દ્વિત્વનું અભિધાન કરવામાં આવે છે જેમ કે દેવમનુષ્ય અને ઉભયરાશિ. શબ્દનય આ પ્રયોગોમાં ભેદનો વ્યવહાર કરે છે. કાલભેદે અર્થભેદનું ઉદાહરણ છે. કાશીનગરી હતી અને કાશીનગરી છે. આ બન્ને વાક્યોના અર્થોમાં જે ભેદ છે તે શબ્દનયના કારણે છે. કા૨કભેદે અર્થભેદ થઈ જાય છે જેમ કે મોહનને, મોહન-માટે, મોહનથી આદિ શબ્દોના અર્થમાં ભેદ થાય છે. તેવી જ રીતે, ઉપસર્ગના કારણે પણ એક ધાતુના ભિન્ન ભિન્ન અર્થ થઈ જાય છે. સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન આદિના અર્થોમાં જે ભેદ છે તેનું આ જ કારણ છે. ‘સમ્’ ઉપસર્ગ લગાવવાથી સંસ્થાનનો અર્થ આકાર થઈ ગયો, ‘પ્ર’ ઉપસર્ગ લગાવવાથી પ્રસ્થાનનો અર્થ ગમન થઈ ગયો અને ‘ઉપ’ ઉપસર્ગ લગાવવાથી ઉપસ્થાનનો અર્થ ઉપસ્થિતિ થઈ ગયો. આ રીતે વિવિધ સંયોગોના આધારે વિવિધ શબ્દોના અર્થભેદની જે અનેક પરંપરાઓ પ્રચલિત છે તે બધી શબ્દનય અન્તર્ગત આવી જાય છે. શબ્દશાસ્ત્રનો જેટલો પણ વિકાસ થયો છે તેના મૂળમાં આ જ નય રહેલો છે. ――――― સમભિરૂઢ - · શબ્દનય કાલ, કારક, લિંગ આદિના ભેદે જ અર્થભેદ માને છે. એક લિંગવાળા પર્યાયવાચી શબ્દોનો કોઈ જાતનો ભેદ નથી માનતો. શબ્દભેદના આધારે અર્થભેદ કરનારી બુદ્ધિ જ્યારે થોડી વધુ આગળ વધે છે અને વ્યુત્પત્તિભેદના આધારે પર્યાયવાચી શબ્દોના અર્થમાં ભેદ માનવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે સમભિરૂઢનયની પ્રવૃત્તિ થાય છે. આ નય કહે છે કે કેવળ કાલ આદિના ભેદે અર્થભેદ માનવો પૂરતું નથી પરંતુ વ્યુત્પત્તિમૂલક શબ્દભેદે પણ અર્થભેદ માનવો જોઈએ. પ્રત્યેક શબ્દ પોતપોતાની વ્યુત્પત્તિ અનુસાર ભિન્ન ભિન્ન અર્થનું અભિધાન કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઇન્દ્ર, શક્ર અને પુરન્દર આ ત્રણ શબ્દોને લઈએ. શબ્દનયની દૃષ્ટિએ જોતાં આ ત્રણે શબ્દોનો એક જ અર્થ થાય છે. જો કે આ ત્રણે શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિના આધારે બન્યા છે પરંતુ તેમના વાચ્ય અર્થમાં કોઈ ભેદ નથી. તેનું કારણ એ છે કે તેમનું લિંગ એક જ છે. સમભિરૂઢ આ માનવા તૈયાર નથી. તે કહે છે કે જો લિંગભેદ, સંખ્યાભેદ આદિથી અર્થભેદ માની શકાય છે તો શબ્દભેદથી અર્થભેદ માનવામાં શી હાનિ છે ? જો શબ્દભેદે અર્થભેદ ન માનવામાં આવે તો ઇન્દ્ર અને શક્રનો એક જ અર્થ થઈ જાય. ઇન્દ્ર શબ્દની વ્યુત્પત્તિ ‘નાદ્ ફન્દ્ર:' અર્થાત્ ‘જે શોભિત છે તે ઇન્દ્ર છે’ એ પ્રમાણે છે. ‘શના‰ઃ' અર્થાત્ ‘જે શક્તિશાળી છે તે શક્ર છે’ આ શક્રની વ્યુત્પત્તિ છે. ‘પૂર્ણાત્ પુરન્તર: ’ અર્થાત્ ‘જે નગરનો ધ્વંસ કરે છે Page #301 -------------------------------------------------------------------------- ________________ સાપેક્ષવાદ ૨૭૭ તે પુરન્દર છે' એ પ્રકારનો અર્થ વ્યક્ત કરનારો પુરન્દર શબ્દ છે. જયારે આ શબ્દોની વ્યુત્પત્તિ ભિન્ન ભિન્ન છે ત્યારે તેમનો વાચ્ય અર્થ પણ ભિન્ન ભિન્ન જ હોવો જોઈએ. જે ઇન્દ્ર છે તે ઇન્દ્ર છે, જે શક છે તે શક છે અને જે પુરન્દર છે તે પુરન્દર છે. ન તો ઇન્દ્ર શક્ર હોઈ શકે છે, ન તો શક્ર પુરંદર હોઈ શકે છે. આ જ રીતે નૃપતિ, ભૂપતિ, રાજા વગેરે જેટલા પણ પર્યાયવાચી શબ્દો છે તે બધામાં અર્થભેદ છે. એવંભૂત – સમભિરૂઢનય વ્યુત્પત્તિભેદે અર્થભેદ માનવા સુધી જ સીમિત છે, પરંતુ એવંભૂતનય તો એથી પણ આગળ જાય છે અને કહે છે કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટિત થતો હોય ત્યારે જ તે શબ્દનો તે અર્થ માનવો જોઈએ. જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ હોય તો જ તે શબ્દનો પ્રયોગ કરવો એ એવંભૂતનય છે. આ લક્ષણને ઇન્દ્ર, શક્ર, પુરન્દર શબ્દો દ્વારા જ સ્પષ્ટ કરવામાં આવે છે. “જે શોભિત હોય છે તે ઇન્દ્ર છે. આ વ્યુત્પત્તિની દષ્ટિએ દેખીએ તો જે સમયે તે ઇન્દ્રાસન પર શોભિત થઈ રહ્યો હોય – શોભી રહ્યો હોય તે સમયે જ, અન્ય સમયે નહિ, તેને ઇન્દ્ર કહેવો જોઈએ. શક્તિનો પ્રયોગ કરતી વખતે કે અન્ય કાર્યો કરતી વખતે તેના માટે ઇન્દ્ર શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય નથી. જે વખતે તે પોતાની શક્તિનું પ્રદર્શન કરતો હોય તે વખતે જ તેને શક્ર કહેવો જોઈએ. તે પહેલાં કે પછી ચક્રનો પ્રયોગ કરવો આ નયની દૃષ્ટિએ બરાબર નથી. પુરનો ધ્વંસ કરતો હોય ત્યારે જ તેને પુરન્દર કહેવો જોઈએ, તેના પહેલાં કે પછી નહિ. આ જ રીતે નૃપતિ, ભૂપતિ, રાજા આદિ શબ્દોના પ્રયોગ અંગે પણ સમજવું જોઈએ. નયોનો પારસ્પરિક સમ્બન્ધ ઉત્તર ઉત્તર નયનો વિષય પૂર્વ પૂવે નયના વિષયથી ઓછો થતો જાય છે. નૈગમન નો વિષય સૌથી અધિક છે કેમ કે તે સામાન્ય અને વિશેષ – ભેદ અને અભેદ બન્નેનું ગ્રહણ કરે છે. ક્યારેક સામાન્યને પ્રધાનતા આપે છે અને વિશેષને ગૌણરૂપે ગ્રહણ કરે છે તો ક્યારેક વિશેષને મુખ્યપણે ગ્રહણ કરે છે અને સામાન્યને ગૌણપણે ગ્રહણ કરે છે. સંગ્રહનયનો વિષય નૈગમનના વિષય કરતાં ઓછો થઈ જાય છે. તે કેવળ સામાન્યનું યા અભેદનું ગ્રહણ કરે છે. વ્યવહારનો વિષય સંગ્રહના વિષય કરતાં પણ ઓછો છે કેમ કે તે સંગ્રહ દ્વારા ગૃહીત વિષયનું કેટલીક વિશેષતાઓના આધારે પૃથક્કરણ કરે છે. ઋજુસૂત્રનયનો વિષય વ્યવહારનયના વિષય કરતાં પણ ઓછો છે કેમ કે વ્યવહાર સૈકાલિક વિષયની સત્તાને માને છે જ્યારે ઋજુસૂત્રનય વર્તમાન પદાર્થ સુધી જ સીમિત રહે છે, તેથી અહીંથી પર્યાયાર્થિક નયનો પ્રારંભ મનાયો છે. શબ્દનયનો વિષય ઋજુસૂત્રનયના વિષયથી પણ ઓછો છે કેમ કે તે કાલ, કારક, લિંગ, સંખ્યા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન ધર્મ-દર્શન આદિના ભેદે અર્થમાં ભેદ માને છે. સમભિરૂઢનયનો વિષય શબ્દનયના વિષયથી ઓછો છે કેમ કે તે પર્યાયશબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદે અર્થભેદ માને છે જ્યારે શબ્દનય પર્યાયશબ્દોમાં કોઈ પણ જાતનો અર્થભેદ સ્વીકારતો નથી. એવમ્મૂતનયનો વિષય સમભિરૂઢનયના વિષયથી પણ ઓછો છે કેમ કે તે અર્થને ત્યારે જ તે શબ્દ દ્વારા વાચ્ય માને છે જ્યારે અર્થ પોતાની વ્યુત્પત્તિમૂલક ક્રિયા કરવામાં લાગેલો હોય. તેથી એ સ્પષ્ટ છે કે પૂર્વ પૂર્વ નયની અપેક્ષાએ ઉત્તર ઉત્તર નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બનતો જાય છે. ઉત્તર ઉત્તર નયનો વિષય પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર જ અવલંબિત રહે છે. પ્રત્યેકનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર ઓછું થવાના કારણે નયોનો પારસ્પરિક પૌર્વાપર્યનો સંબંધ છે. સામાન્ય અને વિશેષના આધારે આ નયોનું વિભાજન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બેમાં કોઈ ખાસ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. પહેલા ત્રણ નય સામાન્ય તત્ત્વ તરફ ખાસ ઝૂકેલા છે અને પછીના બાકીના ચાર નયો વિશેષ તત્ત્વ ઉપર અધિક ભાર આપે છે. પહેલા ત્રણ નયોમાં સામાન્યનો વિચાર અધિક સ્પષ્ટ છે અને બાકીના ચારમાં વિશેષનો વિચા૨ અધિક સ્પષ્ટ છે. સામાન્ય અને વિશેષની આ સ્પષ્ટતાના કારણે સાત નયોને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકમાં વિભાજિત કરવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે સામાન્ય અને વિશેષ બન્ને એક જ તત્ત્વનાં બે અવિભાજ્ય પાસાં છે. આવી પરિસ્થિતિમાં એકાન્તપણે સામાન્યનું કે વિશેષનું ગ્રહણ સંભવતું નથી. અર્થનય અને શબ્દનયના રૂપમાં જે વિભાજન કરવામાં આવ્યું છે તે પણ આ પ્રકારનું છે. હકીકતમાં શબ્દ અને અર્થ એકાન્તપણે ભિન્ન નથી હોઈ શકતા. અર્થની પ્રધાનતાને ધ્યાનમાં રાખી પ્રથમ ચા૨ નયોને અર્થનય ગણવામાં આવ્યા છે. શબ્દપ્રાધાન્યની દૃષ્ટિએ બાકીના ત્રણ નયો શબ્દનયની કોટિમાં આવે છે. આ રીતે પૂર્વ પૂર્વ નયથી ઉત્તર ઉત્તર નયમાં વિષયની સૂક્ષ્મતાની દૃષ્ટિએ, સામાન્ય અને વિશેષની દૃષ્ટિએ, અર્થ અને શબ્દની દૃષ્ટિએ ભેદ અવશ્ય છે પરંતુ આ ભેદ ઐકાન્તિક નથી. Page #303 -------------------------------------------------------------------------- ________________ છઠું અધ્યયન કર્મસિદ્ધાન્ત ભારતીય તત્ત્વચિન્તનમાં કર્મસિદ્ધાન્તનું અત્યન્ત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ચાર્વાકોને બાદ કરતાં ભારતના બધી શ્રેણીઓના વિચારકો કર્મસિદ્ધાન્તના પ્રભાવથી પ્રભાવિત છે. ભારતીય દર્શન, ધર્મ, સાહિત્ય, કલા, વિજ્ઞાન આદિ ઉપર કર્મસિદ્ધાન્તનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. સુખ-દુ:ખ અને સાંસારિક વૈવિધ્યનું કારણ શોધતાં શોધતાં ભારતીય વિચારકોએ કર્મના અભુત સિદ્ધાન્તને શોધી કાઢ્યો. ભારતની જનતાની એ સર્વસામાન્ય ધારણા છે કે પ્રાણીઓને મળતું સુખ કે દુઃખ તેમણે પોતે જ કરેલાં કર્મોના ફળ સિવાય બીજું કંઈ નથી. જીવ અનાદિકાળથી કર્મવશ વિવિધ ભવોમાં ભ્રમણ કરી રહ્યો છે. જન્મ અને મૃત્યુની જડ કર્મ છે. જન્મ અને મરણ જ સૌથી મોટું દુઃખ છે. જીવ પોતાનાં શુભ અને અશુભ કર્મોની સાથે પરભવમાં જાય છે. જે જેવું કરે છે તે તેવું ભોગવે છે. વાવે તેવું લણે અને કરે તેવું પામેનો આ જ તાત્પર્યાર્થ છે. એક પ્રાણી બીજા પ્રાણીએ કરેલા કર્મના ફળનું અધિકારી બનતું નથી. પ્રત્યેક પ્રાણીનું કર્મ સ્વસમ્બદ્ધ હોય છે, પરસમ્બદ્ધ હોતું નથી. કર્મસિદ્ધાન્તની સ્થાપનામાં જો કે ભારતની બધી દાર્શનિક અને નૈતિક ચિન્તનધારાઓએ પોતાનો ફાળો આપ્યો છે તેમ છતાં પણ જૈન પરંપરામાં એનું જે સુવિકસિત રૂપ જોવા મળે છે તે અન્યત્ર જોવા મળતું નથી. જૈન આચાર્યોએ જે રીતે કર્મસિદ્ધાન્તનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગપૂર્ણ નિરૂપણ કર્યું છે તે રીતનું તેવું નિરૂપણ અન્યત્ર દુર્લભ જ નહિ પણ અપ્રાપ્ય છે. કર્મસિદ્ધાન્ત જૈન વિચારધારા અને જૈન આચારપરંપરાનું એક અવિચ્છેદ્ય અંગ છે. જૈન દર્શન અને જૈન આચારની સમસ્ત મહત્ત્વપૂર્ણ માન્યતાઓ અને ધારણાઓ કર્મસિદ્ધાન્ત ઉપર અવલંબિત છે. કર્મસિદ્ધાન્તના આધારભૂત વિચારો નીચે પ્રમાણે છે: (૧) પ્રત્યેક ક્રિયાનું કોઈને કોઈ ફળ અવશ્ય હોય છે. બીજા શબ્દોમાં, કોઈ પણ ક્રિયા ફળરહિત હોતી નથી, નિષ્ફળ હોતી નથી. આને કાર્યકારણભાવ અથવા કર્મફલભાવ કહે છે. (૨) જો કોઈ ક્રિયાનું ફળ પ્રાણીને વર્તમાન જીવનમાં પ્રાપ્ત ન થાય તો તેના માટે ભવિષ્યકાલીન જીવન (પુનર્જન્મ) અનિવાર્ય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન ધર્મ-દર્શન (૩) કર્મનો કર્તા અને ભોક્તા એવો આત્મા નિરન્તર એક ભવથી બીજા ભવમાં ગમન કરે છે. કોઈ ને કોઈ ભવના માધ્યમ દ્વારા જ તે એક નિશ્ચિત કાલમર્યાદામાં રહીને પોતાનાં પૂર્વકૃત કર્મોને (કર્મફળને) ભોગવે છે તથા નવાં કર્મોને બાંધે છે. કર્મની આ પરંપરાને તોડવાનું તેની શક્તિની બહાર નથી. (૪) જન્મજાત વ્યક્તિભેદ કર્મજન્ય છે. વ્યક્તિવ્યક્તિના વ્યવહાર તથા સુખદુ:ખમાં જે અસામંજસ્ય અથવા અસમાનતા દેખાય છે તે કર્મજન્ય છે. (૫) કર્મબન્ધ અને કર્મભોગનો અધિષ્ઠાતા પ્રાણી પોતે જ છે. કર્મવાદ અને ઇચ્છાસ્વાતન્ય જીવ અનાદિકાળથી કર્મપરંપરામાં સપડાયેલો છે. પુરાણાં કર્મોનો ભોગ અને નવાં કર્મોનો બન્ધ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. જીવ પોતાનાં કૃતકર્મોને ભોગવતો જાય છે અને નવીન કર્મોનું ઉપાર્જન પણ કરતો જાય છે. આટલું હોવા છતાં પણ એવું ન કહી શકાય કે જીવ સર્વથા કર્માધીન છે અર્થાત્ તે કર્મબન્ધને રોકવા સમર્થ નથી. જો જીવના પ્રત્યેક કાર્યને કર્માધીન જ માનવામાં આવે તો તે પોતાની આત્મશક્તિનો સ્વતંત્રતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકશે? બીજા શબ્દોમાં, જીવને સર્વથા કર્માધીન માનતાં ઇચ્છા સ્વાતંત્ર્યનું કોઈ મૂલ્ય રહેતું નથી. પ્રત્યેક ક્રિયાને કર્મમૂલક માનતાં જીવનો ન તો પોતાની જાત પર કોઈ અધિકાર રહે છે કે ન તો બીજાઓ ઉપર. આવી પરિસ્થિતિમાં તેની સમસ્ત ક્રિયાઓ સ્વચાલિત યન્ત્રની જેમ સ્વતઃ સંચાલિત થતી રહેશે. જીવનમાં પુરાણાં કર્મો સ્વત: પોતાનાં ફળ આપતાં રહેશે અને જીવની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ અનુસાર નવાં કર્મો બંધાતાં રહેશે જે સમયાનુસાર ભવિષ્યમાં પોતાનાં ફળ પ્રદાન કરીને કર્મપરંપરાને સ્વચાલિત યત્રની જેમ બરાબર આગળ ધપાવતાં રહેશે. પરિણામતઃ કર્મવાદ નિયતિવાદમાં અથવા અનિવાર્યતાવાદમાં પરિણત થઈ જશે તથા ઇચ્છા સ્વાતન્ય અથવા સ્વતંત્રતાવાદનું જીવના જીવનમાં કોઈ સ્થાન રહેશે નહિ. કર્મવાદને નિયતિવાદ અથવા અનિવાર્યતાવાદ ન ગણાય. કર્મવાદનું એ તાત્પર્ય હરગિજ નથી કે ઇચ્છાસ્વાતત્યનું કોઈ જ મૂલ્યનથી. કર્મવાદ એવું માનતો નથી કે જીવ જેમ કર્મનું ફળ ભોગવવામાં પરતત્ર છે તેમ કર્મનું ઉપાર્જન કરવામાં પણ પરત છે. કર્મવાદની માન્યતા અનુસાર જીવને પોતે કરેલાં કર્મોનાં ફળ કોઈને કોઈ રૂપમાં અવશ્ય ભોગવવાં પડે છે પરંતુ નવાં કર્મોનું ઉપાર્જન કરવામાં જીવ અમુક સીમા સુધી સ્વતંત્ર 9. Determinism or Necessitarianism. 2. Freedom of Will or Libertarianism. Page #305 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૮૧ છે, કહો કે મહદંશે સ્વતંત્ર છે. કૃતકર્મને ભોગવ્યા વિના મુક્તિ મળી શકતી નથી એ સાચું પરંતુ એ અનિવાર્ય નથી કે જીવે અમુક સમયમાં અમુક કર્મ ઉપાર્જિત કરવાં જ જોઈએ. આન્તરિક શક્તિ અને બાહ્ય પરિસ્થિતિને દૃષ્ટિમાં રાખીને જીવ નવાં કર્મોનું ઉપાર્જન રોકી શકે છે. એટલું જ નહિ પણ અમુક હદ સુધી તો તે પૂર્વકૃત કર્મોને શીધ્ર યા મોડા પણ ભોગવી શકે છે અથવા પારસ્પરિક પરિવર્તન પણ પૂર્વકૃત કર્મોનું કરી શકે છે. આમ કર્મવાદમાં સીમિત ઇચ્છા સ્વાતંત્ર્યનું સ્થાન અવશ્ય છે એ માનવું પડે છે. ઇચ્છા સ્વાતંત્ર્યનો અર્થ કોઈ જો એવો કરે કે “જે ઇચ્છે તે કરે' તો કર્મવાદમાં એવા સ્વાતત્યને કોઈ સ્થાન નથી. જીવ પોતાની શક્તિ અને બાહ્ય પરિસ્થિતિની અવહેલના કરીને કોઈ કાર્ય નથી કરી શકતો. જેવી રીતે તે પરિસ્થિતિઓનો દાસ છે તેવી રીતે તેને પોતાના પરાક્રમની પણ મર્યાદા છે, આ મર્યાદાને પણ તેણે ધ્યાનમાં લેવી પડે છે. આવું હોવા છતાં પણ તે કર્મ કરવામાં સર્વથા પરતત્ર નથી પરંતુ અમુક હદ સુધી સ્વતંત્ર છે. કર્મવાદમાં આ જ ઇચ્છા સ્વાતત્ય છે. આમ કર્મવાદનિયતિવાદ અને સ્વતંત્રતાવાદ વચ્ચેનો સિદ્ધાન્ત છે –મધ્યમવાદ છે. કર્મવાદ અને અન્ય વાદો વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતા કેટલાક વિચારકોએ કર્મવાદના સ્થાને અને બદલે અન્ય વાદોની સ્થાપના કરી છે. આ વાદોમાં પ્રમુખ વાદો આ છે – કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યદચ્છાવાદ, ભૂતવાદ, પુરુષવાદ, દૈવવાદ અને પુરુષાર્થવાદ. કાલવાદ – કાલવાદના સમર્થકો કહે છે કે વિશ્વની બધી જ વસ્તુઓ તથા પ્રાણીઓનાં સુખ-દુઃખ કાલાશ્રિત છે. કાલ જ બધાં ભૂતોનું સર્જન કરે છે તથા તેમનો સંહાર પણ કરે છે. કાલ જ પ્રાણીઓનાં શુભ-અશુભ પરિણામોનો જનક છે. કાલ જ પ્રજાનો સંકોચ અને વિસ્તાર કરે છે. અથર્વવેદ અનુસાર કાલે પૃથ્વીને ઉત્પન્ન કરી છે, કાલના આધારે સૂર્ય તપે છે, કાલના જ આધારે બધાં ભૂતો રહે છે. કાલના કારણે જ આંખો દેખે છે, કાલ જ ઈશ્વર છે, કાલ પ્રજાપતિના પણ પિતા છે, કાલ સૌપ્રથમ દેવ છે, કાલથી ચડિયાતી કોઈ શક્તિ નથી.'મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે કર્મ અર્થાત્ યજ્ઞયાગાદિ કર્મ સુખ-દુઃખનું કારણ નથી. મનુષ્ય કાલ દ્વારા જ સઘળું પ્રાપ્ત કરી શકે છે. બધાં કાર્યોનું કારણ કાલ જ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કાલવાદનું સ્વરૂપ નીચે ૧. અથર્વવેદનું કાલસૂક્ત (૧૯.૫૩-૫૪). ૨. મહાભારતનું શાન્તિપર્વ (અધ્યાય ૨૫,૨૮,૩૨ આદિ) Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન ધર્મ-દર્શન મુજબનું દર્શાવવામાં આવ્યું છે : કોઈ પ્રાણીએ માતૃગર્ભમાં પ્રવેશવું, બાલ્યાવસ્થા પ્રાપ્ત કરવી, શુભાશુભ અનુભવોનો સંપર્ક કરવો આદિ ઘટનાઓ કાલના અભાવમાં ઘટી શકતી નથી. તેથી કાલ જ બધી જ ઘટનાઓનું કારણ છે. કાલ ભૂતોને પરિપક્વ અવસ્થાએ પહોંચાડે છે, કાલ પ્રજાનો સંહાર કરે છે, કાલ સૌ સૂતા રહ્યા હોય છે ત્યારે પણ જાગતો હોય છે, કાલની સીમાનું ઉલ્લંઘન કરવું કોઈ પણ વ્યક્તિને માટે સંભવ નથી. મગનું ચડવું અનુકૂળ કાળ વિના શક્ય નથી, પછી ભલે ને અન્ય સઘળી સામગ્રી ઉપસ્થિત કેમ ન હોય. તેથી મુદ્ગપક્તિ પણ કાલના કારણે જ થાય છે. કાલના અભાવમાં ગર્ભાદિ બધી ઘટનાઓ અસ્તવ્યસ્ત બની જશે. તેથી જગતની બધી ઘટનાઓનું કારણ કાલ જ છે. સ્વભાવવાદ — સ્વભાવવાદીઓ કહે છે કે જગતમાં જે કંઈ બને છે તે સ્વભાવના કારણે જ બને છે. સ્વભાવ સિવાય બીજું કોઈ પણ કારણ વિશ્વવૈચિત્ર્યના નિર્માણમાં સમર્થ નથી. બુદ્ધચરિતમાં સ્વભાવવાદનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે કાંટાઓનું તીવ્ર અણિયેલપણું, પશુપક્ષીઓની વિચિત્રતા વગેરે સ્વભાવના કારણે જ છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ઇચ્છા અથવા પ્રયત્ન(પુરુષાર્થ)નું કોઈ સ્થાન નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સ્વભાવવાદનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જીવે માતાના ગર્ભમાં પ્રવેશ કરવો, બાલ્યાવસ્થા પ્રાપ્ત કરવી, શુભાશુભ અનુભવોનો ભોગ કરવો વગેરે ઘટનાઓ સ્વભાવ વિના બની શકતી નથી. તેથી સ્વભાવ જ જગતની બધી ઘટનાઓનું કારણ છે. જગતની બધી વસ્તુઓ સ્વભાવના કારણે જ પોતપોતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તથા અન્ને નાશ પામે છે. સ્વભાવ વિના મગનું ચડવું સંભવતું નથી, ભલે ને કાલ વગેરે ઉપસ્થિત કેમ ન હોય. જો કોઈ સ્વભાવવિશેષવાળા કારણના અભાવમાં પણ કોઈ કાર્યવિશેષની ઉત્પત્તિ સંભવે છે એમ માનવામાં આવે તો અવ્યવસ્થા ઉદ્ભવશે. જો માટીમાં ન ઘડો બનાવવાનો સ્વભાવ હોય, ન કાપડ બનાવવાનો સ્વભાવ હોય તો એમ કેવી રીતે કહી શકાય કે માટીમાંથી ઘડો જ ઉત્પન્ન થવો જોઈએ, પટ નહિ ? તેથી જ જગતની બધી ઘટનાઓનું કારણ સ્વભાવ જ છે. 3 નિયતિવાદ — નિયતિવાદીઓની માન્યતા છે કે જે થવાનું હોય તે જ થાય છે અથવા જે થવાનું હોય છે તે થાય છે જ. ઘટનાઓનું અવશ્યમ્ભાવિત્વ પૂર્વનિર્ધારિત ૧. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૬૫-૧૬૮. ૨. બુદ્ધચરિત, ૫૨. ૩. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૬૯-૧૭૨. Page #307 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૮૩ છે. જગતની દરેક ઘટના પહેલેથી જ નિયત અર્થાત નિશ્ચિત હોય છે. કોઈના ઇચ્છા સ્વાતન્યનું કોઈ મૂલ્ય નથી. વસ્તુતઃ ઈચ્છાસ્વાતત્ય જેવી કોઈ ચીજ છે જ નહિ. મનુષ્ય કેવળ પોતાના અજ્ઞાનના કારણે એવું માને છે કે હું ભવિષ્યને બદલી શકું છું. જે કંઈ થવાનું છે તે થવાનું જ છે. અનાગત અર્થાત્ ભવિષ્ય પણ તેવી જ રીતે સુનિશ્ચિત અને અપરિવર્તનીય છે જેવી રીતે અતીત અર્થાતુ ભૂત. તેથી જ આશા, ભય, ચિન્તા આદિ નિરર્થક છે અને કોઈની પ્રશંસા કરવી કે કોઈને દોષ દેવો એ પણ વ્યર્થ છે. બૌદ્ધ આગમ દીઘનિકાયના સામગ્નફલસુત્તમાં નિયતિવાદનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે જીવોની અપવિત્રતાનું કોઈ કારણ નથી. તેઓ કારણ વિના જ અપવિત્ર થાય છે. તેવી જ રીતે તેમની પવિત્રતાનું પણ કોઈ કારણ નથી. તેઓ કારણ વિના જ પવિત્ર થાય છે. પોતાના સામર્થ્યના બળે કંઈ પણ થતું નથી. પુરુષના સામર્થ્યના કારણે કોઈ પદાર્થની સત્તા છે એવું નથી. ન તો બળ છે, ન વીર્ય છે, ન શક્તિ છે કે ન પરાક્રમ છે. બધાં સત્ત્વો, બધાં પ્રાણીઓ, બધા જીવો અવશ છે, દુર્બલ છે, વીર્યહીન છે. તેમનામાં નિયતિ, જાતિ, વૈશિસ્ય અને સ્વભાવના કારણે પરિવર્તન થાય છે. તેઓ છ જાતિઓમાંથી કોઈ એક જાતિમાં રહીને બધાં દુઃખો ભોગવે છે. ચોરાસી લાખ મહાકલ્પોના ચક્રમાં ભ્રમણ કર્યા પછી બુદ્ધિમાન અને મૂર્ખ બન્નેના દુઃખનો નાશ થઈ જાય છે. જો કોઈ કહે છે કે હું શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્ય દ્વારા અપરિપક્વ કર્મોને પરિપક્વ કરીશ કે પરિપક્વ કર્મોને ભોગવીને નામશેષ કરી નાખીશ તો એવું કદી નહિ થઈ શકે. સૂત્રકૃતાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), ઉપાસકદશાંગ આદિ જૈન આગમોમાં પણ નિયતિવાદનું આવું જ વર્ણન છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં નિયતિવાદનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જે વસ્તુને જે વખતે જે કારણથી જે રૂપમાં ઉત્પન્ન થવાનું હોય છે તે વસ્તુ તે વખતે તે કારણથી તે રૂપમાં નિશ્ચિત ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં નિયતિના સિદ્ધાન્તનું ખંડન કોણ કરી શકે? જગતની બધી વસ્તુઓ નિયતરૂપવાળી હોય છે એટલે નિયતિને જ તેમનું કારણ માનવી જોઈએ. નિયતિ વિના કોઈ પણ કાર્ય થતું નથી, ભલે ને કાલ વગેરે બધાં કારણો ઉપસ્થિત કેમ ન હોય. યદેચ્છાવાદ – યદચ્છાવાદના મતે કોઈ કારણવિશેષ વિના જ કાર્યવિશેષની ઉત્પત્તિ થઈ જાય છે. કોઈ ઘટના કે કાર્યવિશેષની ઉત્પત્તિ માટે કોઈ નિમિત્ત અથવા ૧. સૂત્રકૃતાંગ, હૃ.૨, અ.૧,૬; ભગવતીસૂત્ર, શ.૧૫; ઉપાસકદશાંગ, અ.૬-૭. ૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૭૪. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન ધર્મ-દર્શન કારણવિશેષની આવશ્યકતા નથી. નિમિત્ત યા કારણના અભાવમાં જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે. કોઈ પણ ઘટના સકારણ અર્થાત નિશ્ચિત કારણની ઉપસ્થિતિ (સભાવ) હોવાથી બનતી નથી પરંતુ અકારણ અર્થાત્ અકસ્માત બને છે. જેમ કંટકની તીણતા અનિમિત્ત અર્થાત નિમિત્તવિશેષ વિના જ અસ્તિત્વમાં આવે છે તેમ ભાવોની ઉત્પત્તિ કોઈ હેતુવિશેષ વિના જ થઈ જાય છે. યદચ્છાવાદ, અકસ્માતવાદ, અનિમિત્તવાદ, અકારણવાદ, અહેતુવાદ આદિ એકાWક છે. તેમનામાં કાર્યકારણભાવ અર્થાત્ હેતુહેતુમભાવનો પ્રતિષેધ છે. કાર્યકારણભાવ જેવી કોઈ ચીજ જ નથી. આ જાતની માન્યતાનો ઉલ્લેખ શ્વેતાશ્વતર ઉપનિષદૂ, મહાભારતના શાન્તિપર્વર, ન્યાયસૂત્ર આદિમાં મળે છે. - ભૂતવાદ – ભૂતવાદીઓનો સિદ્ધાન્ત છે કે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોમાંથી જ બધા પદાર્થોની ઉત્પત્તિ થાય છે. જડ અને ચેતન બધી વસ્તુઓનો આધાર આ ચાર ભૂતો જ છે. આ ભૂતો સિવાય કોઈ અન્ય ચેતન યા અચેતન સ્વતન્ન તત્ત્વ જગતમાં વિદ્યમાન નથી. જેને અન્ય દર્શનો આત્મતત્ત્વ યા ચેતનતત્ત્વ કહે છે તેને ભૂતવાદી ભૌતિક જ માને છે. આત્મા, જીવ કે ચેતન એ તો ભૂતોનો જ એક કાર્યવિશેષ છે જે અવસ્થાવિશેષની ઉપસ્થિતિમાં ઉત્પન્ન થાય છે તથા તેની અનુપસ્થિતિમાં નાશ પામી જાય છે. જેમ પાન, સોપારી, કાથો, ચૂનો આદિ વસ્તુઓનું વિશિષ્ટ સમિશ્રણ થતાં લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતોનું વિશિષ્ટ સમિશ્રણ થતાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. આ દષ્ટિએ આત્મા ભૌતિક શરીરથી ભિન્ન તત્ત્વ સિદ્ધ ન થતાં શરીરરૂપ જ સિદ્ધ થાય છે. સૂત્રકૃતાંગમાં તજીવતછરીરવાદ તથા પંચભૂતવાદનું જે વર્ણન મળે છે તે આ માન્યતા સાથે સંબંધ ધરાવે છે. તજીવનચ્છરીરવાદનું મન્તવ્ય છે કે શરીર અને જીવ એક છે – અભિન્ન છે. આને અનાત્મવાદ યા નાસ્તિકવાદ પણ કહી શકાય. પંચભૂતવાદની માન્યતા છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતો જ મૂળભૂત તત્ત્વો છે, સત્યો છે, અને તેમનામાંથી જીવની ઉત્પત્તિ થાય છે. તજીવતચ્છરીરવાદ અને પંચભૂતવાદમાં સૂક્ષ્મ અત્તર એ છે કે એકના મતે શરીર અને જીવ એક જ છે અર્થાત બન્નેમાં કોઈ ભેદ નથી જ્યારે બીજાના મતે પાંચ ભૂતોના ૧. ૧.૨. ૨. ૩૩.૨૩ ૩. ૪.૧.૨૨ ૪. સર્વદર્શનસંગ્રહ, અ.૧ ૫. શ્રુ.૨, અ.૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૮૫ સમિશ્રણથી શરીરનું નિર્માણ થતાં જીવની ઉત્પત્તિ થાય છે અને શરીરનો નાશ થતાં જીવ પણ નાશ પામે છે. ભૂતવાદી આત્માને સ્વતંત્ર તત્ત્વ ન માનતાં શરીરથી સમ્બદ્ધ ચૈતન્યના રૂપમાં તેનો સ્વીકાર કરે છે અને શરીરના નારા સાથે તેનો પણ નાશ માને છે. તેથી તેઓ પુનર્જન્મમાં તથા પરલોકના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા નથી. તેમની દષ્ટિએ જીવનનું એકમાત્ર ધ્યેય ઐહલૌકિક સુખની પ્રાપ્તિ છે. જગતની બધી ઘટનાઓ અને વિચિત્રતાઓ એ તો ભૂતોનો જ ખેલ છે. વિકાસવાદનો સિદ્ધાન્ત પણ ભૂતવાદ અથવા ભૌતિકવાદનું જ એક રૂપ છે. ડાર્વિનના આ સિદ્ધાન્તનો અભિપ્રાય છે કે પ્રાણીઓની શારીરિક શક્તિ અને પ્રાણશક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. જડતત્ત્વના વિકાસની સાથે સાથે ચૈતન્યનો પણ વિકાસ થાય છે. ચૈતન્ય જડતત્ત્વનું જ એક અંગ છે, તેનાથી ભિન્ન સ્વતન્ત તત્ત્વ નથી. ચેતનાશક્તિનો વિકાસ જડતત્ત્વના વિકાસ ઉપર નિર્ભર છે. પુરુષવાદ –– પુરુષવાદીઓની માન્યતા છે કે સૃષ્ટિના સર્જનહાર, પાલનકર્તા, અને સંહર્તા પુરુષવિશેષ અર્થાત ઈશ્વર છે જેની જ્ઞાન આદિ શક્તિઓ પ્રલયાવસ્થામાં પણ વિદ્યમાન રહે છે. પુરુષવાદનાં બે રૂપ છે – બ્રહ્મવાદ અને ઈશ્વરવાદ. બ્રહ્મવાદીઓનો મત છે કે જેમ કરોળિયો જાળા માટે, ચન્દ્રકાન્તમણિ જલ માટે અને વડનું ઝાડ વડવાઈઓ માટે કારણભૂત છે તેમ બ્રહ્મ સંપૂર્ણ જગતના પ્રાણીઓની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારના માટે કારણભૂત છે. આમ બ્રહ્મવાદના મત અનુસાર બ્રહ્મ જ જગતના બધા જ પદાર્થોનું ઉપાદાનકારણ છે. ઈશ્વરવાદીઓના મતે સ્વયંસિદ્ધ ચેતન અને જડ દ્રવ્યોના (પદાર્થોના) પારસ્પરિક સંયોજનમાં ઈશ્વર નિમિત્તભૂત છે. જગતનું કોઈપણ કાર્ય ઈશ્વરની ઇચ્છા વિના નથી થઈ શકતું. આમ ઈશ્વરવાદના મત અનુસાર ઈશ્વર જગતની બધી ઘટનાઓનું નિમિત્તકારણ છે. તે સ્વયંસિદ્ધ જડ અને ચેતન પદાર્થો(ઉપાદાનકારણ)નો નિયત્રક અને નિયામક (નિમિત્તકારણ) છે– વિશ્વનો સંયોજક અને વ્યવસ્થાપક છે. દેવવાદ–દેવવાદ અને ભાગ્યવાદ એકાર્થક છે. કેવળ પૂર્વકૃત કર્મોનો આધાર લઈ બેસી રહેવું અને કોઈ જાતનો પુરુષાર્થ અર્થાત્ પ્રયત્ન ન કરવો એ દૈવવાદ છે. તેમાં સ્વતંત્રતાવાદ અર્થાત્ ઇચ્છા સ્વાતન્યને કોઈ સ્થાન નથી. સઘળું ઘટનાચક્ર અનિવાર્યતાવાદ અર્થાત્ પરતત્રતાના આધારે ચાલે છે. જીવ પોતાના ભાગ્યનો દાસ ૧. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૬૫. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન ધર્મ-દર્શન છે. તેને અસહાય બનીને પોતાનાં પૂર્વકૃત કર્મોનાં ફળ ભોગવવાં પડે છે. તે એ કર્મોને ન તો શીઘ્ર કે ન તો વિલંબથી ભોગવી શકે છે અને ન તો તેમનામાં કોઈ જાતનું પરિવર્તન તે કરી શકે છે. જે વખતે જે કર્મનું ફળ જે રૂપમાં ભોગવવાનું નિયત હોય છે તે વખતે તે કર્મનું ફળ તે રૂપમાં તેને ભોગવવું પડે છે જ.૧ દૈવવાદ અને નિયતિવાદમાં સમાનતા હોવા છતાં પણ મુખ્ય અન્તર એ છે કે દૈવવાદ કર્મની સત્તામાં વિશ્વાસ રાખે છે જ્યારે નિયતિવાદ કર્મના અસ્તિત્વને માનતો નથી. બન્નેમાં પરાધીનતા આત્યન્તિક અને ઐકાન્તિક હોવા છતાં પણ દૈવવાદમાં પરાધીનતા પરતઃ છે અર્થાત્ જીવનાં કર્મોના કારણે છે જ્યા૨ે નિયતિવાદમાં પરાધીનતા કોઈ પણ કારણ વિના છે અર્થાત્ સ્વતઃ છે. પુરુષાર્થવાદ — પુરુષાર્થવાદીઓના મતે ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાથી જ થાય છે. ભાગ્ય કે દૈવ જેવી કોઈ વસ્તુ નથી. પુરુષાર્થ અર્થાત્ પ્રયત્ન જ બધું છે. પ્રાણી પોતાની બુદ્ધિ અને શક્તિ અનુસાર જેવો પ્રયત્ન કરે છે તેવું જ ફળ પામે છે. એમાં ભાગ્યની વાત ક્યાં આવે છે? કોઈ પણ કાર્યની સફળતા-અસફળતા પ્રાણીના પુરુષાર્થ ઉપર જ આધાર રાખે છે. પુરુષાર્થવાદનો મૂલાધાર સ્વતન્ત્રતાવાદ એટલે ઇચ્છાસ્વાતન્ત્ય છે. જૈન સિદ્ધાન્તનું માવ્ય જૈન સિદ્ધાન્ત જીવોની વિચિત્રતાનું પ્રધાન કારણ કર્મને માનીને પણ કાલ આદિનો સર્વથા અપલાપ નથી કરતો. આચાર્ય હરિભદ્ર જણાવે છે કે કાલ આદિ બધાં મળીને ગર્ભ વગેરે કાર્યોનું કારણ બને છે. તેઓ પૃથક્ પૃથક્ એકલાં ક્યાંય પણ કોઈ કાર્યને ઉત્પન્ન કરતાં જોયાં નથી, તેથી એ માનવું તર્કસંગત છે કે તે બધાં મળીને જ સમસ્ત કાર્યોનાં કારણો બને છે. સિદ્ધસેન દિવાકરે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકને જ કાર્યનિષ્પત્તિનું કારણ માનવું અને બાકીનાની અવહેલના કરવી એને મિથ્યા ધારણા કહી છે. કાર્યનિષ્પત્તિમાં કાલ વગેરે બધાં કારણોનો સમન્વય કરવો એ સમ્યક્ ધારણા છે. આચાર્ય સમન્તભદ્રે દૈવ અને પુરુષાર્થનો સમન્વય કરતાં કહ્યું છે કે બુદ્ધિપૂર્વક કાર્ય ન કરવા છતાં ઇષ્ટ અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી દૈવાધીન છે તથા બુદ્ધિપૂર્વક કાર્ય કરતાં ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ થવી 3 ૧. આપ્તમીમાંસામાં (કારિકા ૮૮-૯૧) દૈવ અને પુરુષાર્થનો સમન્વય કરવામાં આવ્યો છે. ૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૯૧-૧૯૨. ૩. સન્મતિતર્કપ્રકરણ, ૩.૫૩. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ કર્મસિદ્ધાન્ત પુરુષાર્થને આધીન છે. ક્યાંક દેવ પ્રધાન હોય છે તો ક્યાંક પુરુષાર્થ. તેથી દેવ અને પુરુષાર્થના વિષયમાં અનેકાન્તદષ્ટિ રાખવી જોઈએ. જૈન સિદ્ધાન્તમાં ચેતન અને જડ પદાર્થોના નિયત્રક અને નિયામકના રૂપમાં પુરુષવિશેષની અર્થાત્ ઈશ્વરની સત્તા સ્વીકારવામાં નથી આવી. વિશ્વ અનાદિ અને અનન્ત છે તથા જીવ સ્વકૃત કર્મો અનુસાર તેમાં જન્મ-મરણનો અનુભવ કર્યા કરે છે. આ ચક્ર કોઈ પુરુષવિશેષની સહાયતા વિના સ્વભાવતઃ સ્વતઃ ચાલ્યા કરે છે. કર્મથી જ પ્રાણીનાં જન્મ, સ્થિતિ, મરણ વગેરેની સિદ્ધિ થઈ જાય છે. કર્મ પોતાના નૈસર્ગિક સ્વભાવ અનુસાર સ્વતઃ ફલ આપવામાં સમર્થ છે. કર્મનું અસ્તિત્વ જીવોમાં કર્મજન્ય અનેક વિચિત્રતાઓ જોવા મળે છે. આ વિચિત્રતાઓમાં સુખદુઃખનું વિશેષ સ્થાન છે. કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જે તર્કો આપવામાં આવે છે તેમાં સુખ-દુઃખ ઉપર આધારિત તર્ક મુખ્ય છે. આ તર્ક આ પ્રમાણે છે : સુખ-દુઃખનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ, કેમ કે તે કાર્ય છે, જેમ કે અંકુરરૂપ કાર્યનું કારણ બીજ છે. સુખ-દુઃખરૂપ કાર્યનું જ કારણ છે તે જ કર્મ છે. અહીં કોઈ કહી શકે કે જો સુખદુઃખનું કોઈ દૃષ્ટ કારણ સિદ્ધ હોય તો કર્મરૂપ અદૃષ્ટ કારણનું અસ્તિત્વ માનવાની શી આવશ્યકતા છે ? ચન્દન આદિ પદાર્થ સુખનાં તથા સર્પવિષ આદિ દુ:ખનાં જનક કારણો સિદ્ધ છે. આ દષ્ટ કારણોને છોડી અદૃષ્ટ કારણ કર્મની સત્તાને સ્વીકારવાની કોઈ આવશ્યકતા જણાતી નથી. આ શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે દૃષ્ટ કારણોમાં દોષ દેખાય છે. એટલે અદષ્ટ કારણનો સ્વીકાર કરવો અનિવાર્ય થઈ પડે છે. સુખ-દુઃખનાં દૃષ્ટ કારણો એકસરખાં સમાનપણે વિદ્યમાન હોવા છતાં પણ તેમનાં કાર્યોમાં જે તારતમ્ય દેખાય છે તે અકારણ તો ન હોઈ શકે. તે તારતમ્યનું જે અદૃષ્ટ કારણ છે તે જ કર્મ છે. કર્મસાધક બીજો તર્ક આ પ્રમાણે છે: આદ્ય બાલશરીર દેહાન્તરપૂર્વક છે કારણ કે તે ઇન્દ્રિય આદિથી યુક્ત છે, જેમ કે યુવાદેહ બાલદેહપૂર્વક છે. આદ્ય બાલશરીર જે દેહપૂર્વક છે તે જ કર્મ (કાર્પણ શરીર) છે. ૧. આપ્તમીમાંસા, ૮૪૯૧. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ૧૬૧૦-૧૯૧૨ ૩. એજન, ૧૬૧૨-૧૬૧૩. ૪. એજન, ૧૬૧૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન ધર્મ-દર્શન કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરનારો ત્રીજો તર્ક આ પ્રમાણે છે : દાન આદિરૂપ ક્રિયાનું કોઈ ફળ અવશ્ય હોવું જોઈએ કેમ કે તે સચેતન વ્યક્તિકૃત ક્રિયા છે, જેમ કે કૃષિ. દાનાદિરૂપ ક્રિયાનું જે ફળ છે તે જ કર્મ છે. અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવી શકે છે જેમ કૃષિ આદિ ક્રિયાનાં દૃષ્ટ લ ધાન્ય આદિ છે તેમ જ દાન આદિ ક્રિયાનાં પણ દષ્ટ ફલ મન પ્રસાદ આદિ કેમ ન મનાય? આ દૃષ્ટ ફલને છોડી કર્મરૂપ અદૃષ્ટ ફલની સત્તાને સ્વીકારવાથી શો લાભ? આના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે મનઃપ્રસાદ પણ એક જાતની ક્રિયા છે, તેથી સચેતનની અન્ય ક્રિયાઓની જેમ તેનું પણ ફળ માનવું જોઈએ. તે જ ફળ કર્મ છે.' કર્મનું મૂર્તત્વ શરીર આદિ મૂર્ત હોવાના કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ, આ તકનો સ્વીકાર કરતાં જૈન દર્શને કર્મને મૂર્ત માન્યાં છે. જેમ પરમાણુઓનાં ઘટ આદિ કાર્યો મૂર્તિ છે એટલે પરમાણુઓ પણ મૂર્તિ છે તેમ કર્મનાં શરીર આદિ કાર્યો મૂર્તિ છે એટલે કર્મ પણ મૂર્તિ છે. કર્મના મૂર્તત્વને સિદ્ધ કરનારા કેટલાક તાર્કિક હેતુઓ નીચે મુજબ છે : કર્મ મૂર્તિ છે કેમ કે તેની સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થાય છે, જેમ ભોજન આદિ સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થાય છે તેમ. જે અમૂર્ત હોય છે તેની સાથે સંબંધ થતાં સુખ આદિનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. કર્મ મૂર્તિ છે કેમ કે તેની સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, જેમ અગ્નિ સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે તેમ. જે અમૂર્ત હોય છે તેની સાથેના સંબંધથી વેદનાનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. કર્મ મૂર્તિ છે કેમ કે કર્મમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે, ઘટની જેમ. જેવી રીતે ઘટ આદિ મૂર્ત વસ્તુઓ ઉપર તેલ આદિબાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી તેમનામાં બલાધાન થાય છે અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે તેવી જ રીતે કર્મમાં પણ માલા, ચન્દન, વનિતા આદિ બાહ્ય પદાર્થોના સંસર્ગથી બલાધાન થાય છે અર્થાત્ ઉદ્દીપન વગેરેની ઉત્પત્તિ થાય છે. તેથી કર્મ મૂર્તિ છે. ૧. એજન, ૧૬૧૫-૧૬૧૬. ૨. એજન, ૧૬૨૫. ૩. એજન, ૧૬૨૬-૧૬૨૭. Page #313 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત કર્મ, આત્મા અને શરીર કર્મ મૂર્ત તથા આત્મા અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્મા સાથે સમ્બદ્ધ કેવી રીતે થઈ શકે ? મૂર્ત દ્વારા અમૂર્તનો ઉપકાર યા ઉપઘાત કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે. જેમ જ્ઞાન આદિ અમૂર્ત છે તથાપિ મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પૌષ્ટિક મૂર્ત પદાર્થો દ્વારા તેમનો ઉપકાર થાય છે તેમ મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્માનો ઉપઘાત યા ઉપકાર થાય છે.' અથવા સંસારી આત્મા એકાન્તતઃ અમૂર્ત નથી. જીવ અને કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાના કારણે અમુક અંશે જીવ પણ કર્મપરિણામરૂપ છે એટલે તે તે રૂપમાં મૂર્ત પણ છે. આમ મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સમ્બદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપઘાત અને ઉપકાર કરી શકે છે. જેવી રીતે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે તેવી રીતે શરીર અને કર્મનો સંબંધ પણ અનાદિ છે. શરીર અને કર્મમાં પરસ્પર કાર્યકારણભાવ છે. જેમ બીજથી અંકુરની અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે અને આ રીતે બીજાંકુ૨સંતતિ અનાદિકાલીન સિદ્ધ થાય છે તેમ શરીરથી કર્મનો તથા કર્મથી શ૨ી૨નો ઉદ્ભવ થાય છે અને શરીર-કર્મની પરંપરા અનાદિકાલીન પ્રમાણિત થાય છે. આ રીતે કર્મ, આત્મા અને શરીરનો સંબંધ અનાદિ છે. 3 આગમસાહિત્યમાં કર્મવાદ કર્મવાદની ઐતિહાસિક સમીક્ષા કરવા માટે એ આવશ્યક છે કે સૌપ્રથમ વેદકાલીન કર્મવિષયક માન્યતાનો વિચાર કરવામાં આવે કેમ કૈં ઉપલબ્ધ સમસ્ત સાહિત્યમાં વેદ પ્રાચીનતમ છે. વૈદિક કાલના ઋષિઓને કર્મવાદનું જ્ઞાન હતું કે નહિ, આ અંગે બે મત છે. કેટલાક વિદ્વાનોની ધારણા છે કે વેદોમાં અર્થાત્ સંહિતાગ્રન્થોમાં કર્મવાદનો ઉલ્લેખ નથી. તેનાથી ઊલટું અન્ય વિદ્વાનો માને છે કે સંહિતાગ્રંથોના રચનાર ઋષિઓ કર્મવાદથી પરિચિત હતા. વેદોમાં કર્મવાદ જેઓ માને છે કે વેદોમાં કર્મવાદનો વિચાર થયો નથી તેમનું કહેવું છે કે વૈદિક કાળના ઋષિઓએ પ્રાણીઓમાં વિદ્યમાન વૈવિધ્ય અથવા વૈચિત્ર્યનો અનુભવ અવશ્ય કર્યો પરંતુ તેમણે તેનું કારણ અન્તરાત્મામાં ખોજવાને બદલે બાહ્ય ૧. એજન, ૧૬૩૭. ૨. એજન,૧૬૩૮. ૩. એજન, ૧૬૩૯. ૨૮૯ 19 ― Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. જૈન ધર્મ-દર્શન તત્ત્વમાં માનીને જ સંતોષ માન્યો. તેમનામાંથી કોઈએ કલ્પના કરી કે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ એક ભૌતિક તત્ત્વ છે. કોઈએ અનેક ભૌતિક તત્ત્વોને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ માન્યું. કોઈએ પ્રજાપતિને સૃષ્ટિની ઉત્પત્તિના કારણ તરીકે સ્વીકાર્યા. વૈદિક યુગનું સમસ્ત ચિન્તન દેવ અને યજ્ઞની પરિધિમાં સીમિત રહ્યું. પહેલાં અનેક દેવોની અને પછી એક દેવની મહત્તા સ્થાપિત કરવામાં આવી. પોતાના સુખ માટે તથા શત્રુઓના વિનાશ માટે દેવસ્તુતિની સહાયતા લેવામાં આવી અને સજીવ તથા નિર્જીવ વસ્તુઓની આહુતિ યજ્ઞમાં આપવામાં આવી. આ માન્યતા સંહિતાકાળથી શરૂ કરી બ્રાહ્મણકાળ સુધી વિકસી. દેવોને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂરી કરવાના સાધનભૂત યજ્ઞકર્મનો ક્રમશઃ વિકાસ થયો તથા યજ્ઞ કરવાની પ્રક્રિયા ધીરે ધીરે જટિલ બનતી ગઈ. ૧ આરણ્યક અને વિશેષતઃ ઉપનિષદકાળમાં દેવો અને યજ્ઞકર્મોની મહત્તાનો અન્ન નિકટ આવતો ગયો. આ યુગમાં એવા વિચારો ઉત્પન્ન થવા લાગ્યા જેમનો સંહિતાગ્રન્થો અને બ્રાહ્મણગ્રન્થોમાં અભાવ હતો. આ વિચારોમાં કર્મવિષયક અર્થાત અષ્ટવિષયક નૂતન ચિન્તન દેખાવા લાગે છે. ઉપનિષદોથી પહેલાંના કાળના વૈદિક ગ્રન્થોમાં કર્મવિષયક ચિન્તનનો અભાવ છે. તેમનામાં અદષ્ટરૂપ કર્મ સ્પષ્ટપણે દેખાતું નથી. એટલું જ નહિ પણ કર્મને વિશ્વવૈચિત્ર્યનું કારણ માનવાની બાબતે ઉપનિષદો પણ એકમત નથી. શ્વેતાશ્વતર ઉપનિષના પ્રારંભમાં વિશ્વવૈચિત્ર્યનાં જે અનેક કારણોનો ઉલ્લેખ છે તેમનામાં કર્મનો સમાવેશ નથી. ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, ભૂત અને પુરુષનો જ નિર્દેશ છે. જેઓ માને છે કે વેદો અર્થાત સંહિતાગ્રન્થોમાં કર્મવાદનો ઉલ્લેખ છે તેઓ કહે છે કે કર્મવાદ, કર્મગતિ આદિ શબ્દો ભલે વેદોમાં નહી પરંતુ વેદોમાં કર્મવાદનો ઉલ્લેખ જ નથી એવી ધારણા સર્વથા નિર્મળ છે. કર્મવાદ સાથે સંબંધ ધરાવતા જે મિત્રો ઋગ્યેદસંહિતામાં છે તે નીચે પ્રમાણે છે : શુભસ્પતિઃ (શુભ કર્મોના રક્ષક), ધિયસ્પતિ (સત્કર્મોના રક્ષક), વિચષણિક તથા વિશ્વચર્ષિણિઃ (શુભ અને અશુભ કર્મોના દ્રષ્ટા), વિશ્વસ્ય કર્મણો ધર્તા (બધાં કર્મોનો આધાર) આદિ પદોનો દેવોના વિશેષણો તરીકે પ્રયોગ થયો છે. કેટલાક મિત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શુભ કર્મો કરવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. જીવ અનેક વાર આ જગતમાં પોતાના કર્મ અનુસાર ઉત્પન્ન થાય છે તથા મૃત્યુ પામે છે. વામદેવે પોતાનાં અનેક પૂર્વજન્મોનું વર્ણન કર્યું છે. પૂર્વજન્મનાં દુષ્ટ કર્મોના કારણે ૧. આત્મમીમાંસા, પૃ. ૭૯-૮૦. Page #315 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૯૧ લોકો પાપકર્મ કરવામાં પ્રવૃત્ત થાય છે વગેરે ઉલ્લેખો વેદમન્ત્રોમાં સ્પષ્ટ છે. પૂર્વજન્મનાં પાપકર્મોમાંથી છૂટકારો મેળવવા માટે મનુષ્ય દેવોને પ્રાર્થના કરે છે. સંચિત તથા પ્રારબ્ધ કર્મોનું વર્ણન પણ વેદોમાં છે. આ જ પ્રમાણે દેવયાન અને પિતૃયાનનું વર્ણન તથા કેવી રીતે સારાં કર્મો કરનાર જીવો દેવયાન દ્વારા બ્રહ્મલોકમાં અને સાધારણ કર્મો કરનાર જીવો પિતૃયાન દ્વારા ચન્દ્રલોકમાં જાય છે એ વાતોનું વર્ણન પણ મન્ત્રોમાં છે. જીવ પૂર્વજન્મનાં નીચ કર્મોના ભોગ માટે કેવી રીતે વૃક્ષ, લતા આદિ સ્થાવ૨શરીરોમાં પ્રવેશે છે એનું વર્ણન પણ ઋગ્વેદમાં મળે છે. ‘મા વો મુઝેમાન્યજ્ઞાતમેનો’, ‘મા વા નો અન્યતં મુનેમ' આદિ મન્ત્રોથી જણાય છે કે એક જીવ બીજા જીવે કરેલાં કર્મોનો પણ ભોગ કરી શકે છે જેનાથી બચવા માટે સાધકે આ મન્ત્રોમાં પ્રાર્થના કરી છે. જો કે સામાન્યતઃ જે જીવ કર્મ કરે છે તે જ તેનું ફળ ભોગવે છે પરંતુ વિશેષ શક્તિના પ્રભાવે એક જીવના કર્મના ફળને બીજો જીવ પણ ભોગવી શકે છે. ઉપર્યુક્ત બન્ને મતોને જોવાથી એવું જણાય છે કે વેદોમાં કર્મવિષયક માન્યતાઓનો અભાવ નથી પરંતુ યજ્ઞવાદ અને દેવવાદના પ્રભુત્વના કારણે કર્મવાદનું નિરૂપણ એકદમ ગૌણ બની ગયું છે. બીજી વાત એ કે કર્મ શું છે, કેવી રીતે ઉપાર્જિત થાય છે, કેવી રીતે છૂટે છે આદિ પ્રશ્નોનું સ્પષ્ટ સમાધાન વૈદિક સંહિતાઓમાં નથી. સંહિતાઓમાં અધિકાંશતઃ યજ્ઞકર્મને જ કર્મ માની લેવામાં આવેલ છે. તથા દેવોની સહાયતાની અત્યધિક અપેક્ષા રાખવામાં આવી છે. કર્મવાદનું જે રૂપ જૈન, બૌદ્ધ અને અન્ય ભારતીય દર્શનોમાં મળે છે તેનો વેદમાં નિઃસંદેહ અભાવ છે. જૈન દર્શનમાં પ્રતિપાદિત કર્મવ્યવસ્થા તો વેદોમાં શું કોઈપણ ભારતીય પરંપરામાં દેખાતી નથી. જૈન પરંપરા આ બાબતમાં સર્વથા નિરાળી છે, વિલક્ષણ છે. કર્મવાદનો વિકાસ વૈદિક યુગમાં યજ્ઞવાદ અને દેવવાદ બન્નેનું પ્રાધાન્ય હતું. જ્યારે યજ્ઞ અને દેવની અપેક્ષાએ કર્મનું મહત્ત્વ વધવા લાગ્યું ત્યારે યજ્ઞવાદ અને દેવવાદના સમર્થકોએ આ બે વાદોનો સમન્વય કર્મવાદ સાથે કરવાની ચેષ્ટા કરી અને યજ્ઞને જ દેવ તથા કર્મ બનાવી દીધો તથા યજ્ઞ દ્વારા જ સમસ્ત ફળની પ્રાપ્તિ થાય છે એવું સ્વીકારી લીધું. આ માન્યતાનું દાર્શનિક રૂપ મીમાંસા દર્શન છે. વૈદિક પરંપરાએ યજ્ઞ અને દેવને આપેલા મહત્ત્વના કારણે તે પરંપરામાં યજ્ઞકર્મના વિકાસની સાથે સાથે દેવવિષયક વિચારણાનો પણ વિકાસ થયો. બ્રાહ્મણકાળમાં અનેક દેવોના સ્થાને એક પ્રજાપતિ દેવાધિદેવ તરીકે પ્રતિષ્ઠિત થયા. પ્રજાપતિવાદીઓએ પણ કર્મ સાથે પ્રજાપતિનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે પ્રાણી પોતાના કર્મ ૧. ભારતીય દર્શન (ઉમેશ મિશ્ર), પૃ. ૩૯-૪૧. ―――――――― Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન ધર્મ-દર્શન અનુસાર જ ફળ પ્રાપ્ત કરે છે એ સાચું પરંતુ આ ફલપ્રાપ્તિ સ્વતઃ થતી નથી પણ દેવાધિદેવ ઈશ્વર દ્વારા થાય છે. ઈશ્વર જીવોને પોતપોતાનાં કર્મોને અનુરૂપ જ ફળ આપે છે, પોતાને મનફાવે તેમ નથી આપતો. તે ન્યાયાધીશની જેમ વર્તે છે, સ્વેચ્છાચારીની જેમ વર્તતો નથી. આ માન્યતાનાં સમર્થક દર્શનોમાં ન્યાય-વૈશેષિક, સેશ્વર સાંખ્ય તથા વેદાન્તનો સમાવેશ થાય છે. વૈદિક પરંપરામાં યજ્ઞ વગેરે અનુષ્ઠાનોને કર્મ કહેવામાં આવ્યાં છે પરંતુ તેમની તે જ વખતે સમાપ્તિ થઈ જવાથી તે અસ્થાયી અનુષ્ઠાનો સ્વયમેવ ફળ કેવી રીતે આપી શકે ? તેથી ફળ આપનાર માધ્યમના રૂપમાં એક અદૃષ્ટ પદાર્થની કલ્પના કરવામાં આવી જેને મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ’ નામ આપવામાં આવ્યું છે. વૈશેષિક દર્શનમાં ‘અદૃષ્ટ’ એક આત્મગુણ મનાયો છે જેના ધર્મ અને અધર્મ બે ભેદ કરવામાં આવ્યા છે. ન્યાય દર્શનમાં ધર્મ અને અધર્મને ‘સંસ્કાર’ કહેવામાં આવેલ છે. જૈન અને બૌદ્ધ પરંપરાઓમાં તો કર્મની અદૃષ્ટ શક્તિનું નિરૂપણ પ્રારંભથી જ મળે છે. આ બન્ને પરંપરાઓનું મૂળ એક જ છે. તે બન્ને પરંપરાઓ કર્મપ્રધાન શ્રમણસંસ્કૃતિની બે ધારાઓ છે. -- જૈન આગમસાહિત્યમાં કર્મવાદ · જૈન કર્મવાદ પર અનેક આગમેતર સ્વતન્ત્ર ગ્રન્થો તો છે જ પરંતુ ઉપલબ્ધ આગમસાહિત્યમાં પણ આ વિષય ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. જો કે કર્મવિષયક એવાં અનેક પાસાં છે જેમના ઉ૫૨ આગમગ્રન્થોમાં વિશેષ વિચાર નથી થયો પરંતુ કર્મસિદ્ધાન્તની પાયાની વાતોનો એમનામાં અભાવ નથી. એમ તો પ્રાયઃ પ્રત્યેક આગમગ્રન્થમાં કોઈ ને કોઈ રૂપમાં કર્મવિષયક ચિન્તન મળે છે પરંતુ આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં કર્મવાદ ઉપર વિશેષ સામગ્રી મળે છે. આચારાંગમાં કર્મબન્ધનાં કારણોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે મેં કર્યું, મેં કરાવ્યું, મેં કરતી વ્યક્તિનું અનુમોદન કર્યું વગેરે ક્રિયાઓ અર્થાત્ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ કર્મબન્ધનાં કારણોછે. આસ્રવ અર્થાત્ કર્મબન્ધનાં જે કારણો છે તે જ કેટલીક વાર પરસવ અર્થાત્ કર્મબન્ધનાશનાં કારણો બની જાયછેઅને જે કારણો કર્મબન્ધનાશનાં છે તે જ કેટલીક વાર કર્મબન્ધનાં કારણો બની જાય છે. મનની વિચિત્રતાના ૧. શ્રુ. ૧,અ. ૧,ઉ. ૧. ૨. બ્રુ. ૧,અ. ૪, ૯. ૨. Page #317 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૯૩ કારણે જે કારણો બન્ધનાં હોય છે તે જ મુક્તિનાં કારણો બની જાય છે તથા જે કારણો મુક્તિનાં હોય છે તે જ બન્ધનાં કારણો બની જાય છે કેમ કે વસ્તુતઃ મન જ બન્ધ અને મોક્ષનું કારણ છે. જગતમાં ઉ૫૨, નીચે, તિર્યક્ સર્વત્ર કર્મના સ્રોતો વિદ્યમાન છે. જ્યાં જીવની આસક્તિ હોય છે ત્યાં કર્મનો બન્ધ થાય છે. બે પ્રકારનાં (સામ્પરાયિક અર્થાત્ કષાયસહિત અને ઈર્યાપથિક અર્થાત્ કષાયરહિત) કર્મોને જાણીને, પાપના સ્રોતો અને મન-વચન-કાયાની પ્રવૃત્તિને (યોગને) સર્વતઃ જાણીને મેધાવી જ્ઞાનીએ (ભગવાન મહાવીરે) અનુપમ સંયમાનુષ્ઠાનનું (ક્રિયાનું) કથન કર્યું . પાપરહિત અહિંસાનો તેમણે સ્વયં આશ્રય લીધો તથા પાપજનક વ્યાપારથી બીજાઓને નિવૃત્ત કર્યા (અટકાવ્યા). સ્ત્રીઓને બધાં કર્મોનું મૂળ જાણીને તેમણે સ્ત્રીમોહનો પરિત્યાગ કર્યો. સાવધાનીપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓ કરતાં ગુણસમ્પન્ન મુનિના શરીરસ્પર્શથી કદાચ કોઈ પ્રાણી મરણ પામે તો તે શિથિલ પાપકર્મનો આ જ ભવમાં વેદાઈને સ્વતઃ ક્ષય થઈ જાય છે. આકુટ્ટિપૂર્વક અર્થાત્ હિંસાબુદ્ધિથી એટલે કે જાણીજોઈને હિંસાદિ કાર્ય કરતાં થનારું પાપકર્મ દૃઢ હોય છે જેનો ક્ષય આ ભવમાં પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો જ થઈ શકે છે. તાત્પર્ય એ કે કષાયરહિત ક્રિયા દ્વારા થતો કર્મબન્ધ દુર્બળ અને અલ્પાયુ હોય છે જ્યારે કષાયસહિત ક્રિયા દ્વારા થતો કર્મબન્ધ બળવાન અને દીર્ઘાયુ હોય છે. પ્રથમ પ્રકારનો બન્ધ ઈર્યાપથિક અને બીજા પ્રકારનો સામ્પરાયિક કહેવાય છે. સંયમમાં સંલગ્ન મેધાવી બધી જાતનાં પાપકર્મોનો નાશ કરી નાખે છે.” જે બીજાઓને પડતાં દુઃખોને જાણે છે તે વીર આત્મસંયમ રાખીને વિષયોમાં ન ફસાતો પાપકર્મોથી દૂર રહે છે. જે કર્મરહિત બની જાય છે તે બધા સાંસારિક વ્યવહારોથી મુક્ત થઈ જાય છે કેમ કે કર્મોથી જ ઉપાધિઓ ઉત્પન્ન થાય છે. તેથી હે ધીર પુરુષો ! તમે મૂલકર્મ (ઘાતી કર્મ) અને અગ્રકર્મને (અઘાતી કર્મને) પોતાના આત્માથી અલગ કરો. આ રીતે કર્મોને અલગ કરીને તમે કર્મરહિત અર્થાત્ મુક્ત બની જાઓ. આચારાંગના આ અને આના જેવા બીજા ઉલ્લેખોથી સ્પષ્ટ પ્રગટ થાય છે કે કર્મવાદના મૂળભૂત સિદ્ધાન્તોનું આ અંગસૂત્રમાં સંક્ષિપ્ત નિરૂપણ થયું છે. કર્મના આસ્રવ અને બન્ધ તથા સંવર અને નિર્જરાની સાથે જ સામ્પરાયિક અને ઈર્યાપથિક તથા ધાતી અને અઘાતી કર્મભેદોનો વિચાર કરવામાં ૧. બ્રુ. ૧, અ. ૫, ઉ. ૬. ૨. બ્રુ. ૧, અ. ૯, ઉ. ૧. ૩. શ્રુ. ૧, અ. પ, ઉ. ૪. ૪. બ્રુ. ૧, અ. ૩, ૯. ૨. ૫. બ્રુ. ૧, અ. ૩, ૯. ૧. ૬. શ્રુ. ૧, અ. ૩, ૯. ૨. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન ધર્મ-દર્શન આવ્યો છે. કર્મને જ સંસારનું કારણ માનવામાં આવેલ છે તથા કર્મના અભાવને (સંપૂર્ણ ક્ષયને) મોક્ષ કહેવામાં આવેલ છે. સ્થાનાંગ અને સમવાયાંગમાં કર્મવાદ ઉપર કંઈક અધિક વિચાર થયો છે. કર્મના આસ્રવના હેતુઓનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે આસ્રવદ્વાર પાંચ છે ઃ (૧) મિથ્યાત્વ (મિથ્યા શ્રદ્ધા), (૨) અવિરતિ (વ્રતાભાવ), (૩) પ્રમાદ, (૪) કષાય (ક્રોધમાન-માયા-લોભ) અને (૫) યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ)1. પુણ્યનાં અર્થાત્ શુભ કર્મબન્ધનાં નવ કારણો છે (૧) અન્નદાન, (૨) પાનદાન, (૩) વસ્ત્રદાન, (૪) ગૃહદાન, (૫) શયનદાન, (૬) મનઃપ્રસાદ (ગુણી જનોને જોઈને ચિત્ત પ્રસન્ન થવું), (૭) વચનપ્રશંસા (ગુણી જનોની વાણીની પ્રશંસા કરવી), (૮) કાયસેવા (શરીરથી શુશ્રુષા કરવી) અને (૯) નમસ્કાર. પાપનાં અર્થાત્ અશુભ કર્મબન્ધનાં પણ નવ કારણો છે (૧) હિંસા, (૨) અસત્ય, (૩) ચોરી, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા અને (૯) લોભ.૨ કર્મબન્ધના ચાર પ્રકાર છે— (૧) પ્રકૃતિબન્ધ, (૨) સ્થિતિબન્ધ, (૩) અનુભાવબન્ધ અને (૪) પ્રદેશબન્ધ. કર્મના પણ ચાર પ્રકાર છે (૧) શુભ અને શુભાનુબન્ધી, (૨) શુભ અને અશુભાનુબન્ધી, (૩) અશુભ અને અશુભાનુબન્ધી તથા (૪) અશુભ અને શુભાનુબન્ધી.૪ પ્રકૃતિબન્ધના આઠ પ્રકાર છે -(૧) જ્ઞાનાવરણીય (જ્ઞાનને અર્થાત્ વિશેષ બોધને આવૃત કરનાર), (૨) દર્શનાવરણીય (દર્શનને અર્થાત્ સામાન્ય બોધને આવૃત કરનાર), (૩) વેદનીય (શારીરિક સુખ-દુઃખ દેનાર), (૪) મોહનીય (આત્મામાં મોહ ઉત્પન્ન કરનાર), (૫) આયુ (ભવસ્થિતિ દેનાર), (૬) નામ (શારીરિક વૈવિધ્ય પ્રદાન કરનાર), (૭) ગોત્ર (શારીરિક ઉચ્ચત્વ-નીચત્વ પ્રદાન કરનાર) અને (૮) અન્તરાય (આદાન-પ્રદાન આદિમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર).૫ તેમના ઉપભેદો પણ ગણાવ્યા છે. આ જ પ્રમાણે સ્થિતિબન્ધ અને અનુભાવબન્ધ ઉપર પણ કંઈક પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રદેશબન્ધ અંગે બન્ને સૂત્રોમાં કોઈ પણ પ્રકારની વિશેષ ચર્ચા VANTA ―― ----- ૧. સ્થાનાંગ, ૪૧૮; સમવાયાંગ, ૫. ૨. સ્થાનાંગ,૬૭૬-૬૭૭. ૩. સ્થાનાંગ, ૨૯૬; સમવાયાંગ ૪ (પ્રકૃતિ = સ્વભાવ, સ્થિતિ =કાલ, અનુભાવ=૨સ, પ્રદેશ=પુદ્ગલપરમાણુ). ૪. સ્થાનાંગ, ૩૬૨. (શુભ =પુણ્ય, અશુભ=પાપ. શુભના ઉદયના સમયે પુનઃ શુભનો બંધ થવો પ્રથમ પ્રકાર છે. આ જ રીતે અન્ય પ્રકારો પણ સમજવા જોઈએ.) ૫. સ્થાનાંગ, ૫૯૬. Page #319 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત (૧) સમ્યક્ત્વ ---- નથી. સંવર અર્થાત્ આસ્રવનિરોધના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે (સમ્યક્ શ્રદ્ધા), (૨) વિરતિ (વ્રત), (૩) અપ્રમાદ, (૪) અકષાય અને (૫) અયોગ. નિર્જરા અર્થાત્ કર્મનાશના પણ પાંચ હેતુ છે (૧) પ્રાણાતિપાતવિરમણ (હિંસાત્યાગ), (૨) મૃષાવાદવિરમણ (અસત્યત્યાગ), (૩) અદત્તાદાનવિરમણ (ચૌર્યત્યાગ), મૈથુનવિરમણ (અબ્રહ્મત્યાગ) અને (૫) પરિગ્રહવિરમણ (આસક્તિત્યાગ). કર્મવિશુદ્ધિની અપેક્ષાએ અર્થાત્ આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ જીવના ચૌદ સ્થાન (ગુણસ્થાન) ગણાવવામાં આવ્યાં છે (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, (૩) સમ્યગ્મિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) વિરતાવિરત, (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) નિવૃત્તિબાદર, (૯) અનિવૃત્તિબાદ૨, (૧૦) સૂક્ષ્મસમ્પરાય (ઉપશમક અથવા ક્ષપક), (૧૧) ઉપશાન્તમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગીકેવલી અને (૧૪) અયોગીકેવલી. ૧. સમવાયાંગ, ૫. ૨. સમવાયાંગ, ૧૪. ૩. શતક ૧, ઉદ્દેશક ૪. ૪. શતકપ, ઉદ્દેશક ૬. ----- ૩ - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં (ભગવતીસૂત્રમાં) કર્મવાદનાં વિવિધ રૂપોનું નિરૂપણ થયું છે. અર્જિત કર્મને ભોગવ્યા વિના મુક્તિ થતી નથી એ તથ્યનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે કૃત કર્મોનું વેદન કર્યા વિના નૈરયિક, તિર્યંચ, મનુષ્ય તથા દેવની વિમુક્તિ નથી અર્થાત્ તેમને મોક્ષ મળતો નથી. કર્મના બે પ્રકાર છે પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તેમનું વેદન થાય છે જ પરંતુ અનુભાગકર્મનું વેદન થાય પણ ખરું અને ન પણ થાય. જીવ ત્રણ કારણોથી અલ્પ આયુષ્ય બાંધે છે — (૧) પ્રાણહિંસા, (૨) અસત્યભાષણ અને (૩) તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને અનેષણીય અશનપાન-ખાદિમ-સ્વાદિમનું દાન. નીચે જણાવેલાં ત્રણ કારણોથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે — (૧) અહિંસાપાલન, (૨) સત્યભાષણ અને (૩) તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમનું દાન. પ્રાણહિંસા આદિ કારણોથી જીવ ચિરકાલપર્યન્ત અશુભ રૂપે જીવવાનું આયુષ્ય બાંધે છે તથા અહિંસાપાલન આદિ કારણોથી જીવ દીર્ધકાળ સુધી શુભ રૂપે જીવવાનું આયુષ્ય બાંધે છે.' મહાકર્મયુક્ત, મહાક્રિયાયુક્ત, મહાઆસ્રવયુક્ત અને મહાવેદનાયુક્ત જીવને બધી બાજુએથી બધા પ્રકારના કર્મપુદ્ગલોનો નિરન્તર બન્ધ, ચય અને ઉપચય થતો રહે છે. પરિણામે તેનો આત્મા (બાહ્ય આત્મા અર્થાત્ શરીર) વારંવાર કુરૂપ, કુવર્ણ, દુર્ગન્ધ, કુરસ અને ૨૯૫ ― Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન ધર્મ-દર્શન દુઃસ્પર્શરૂપે, અનિષ્ટ, અકાન્ત, અમનોજ્ઞ, અશુભ, અનભીપ્સિત અને અનભિધેય સ્થિતિરૂપે, તથા અનુન્નત (નીચ) અને અસુખરૂપ (દુઃખરૂપ) અવસ્થારૂપે પરિણત થતો રહે છે. અલ્પકર્મયુક્ત, અલ્પક્રિયાયુક્ત, અલ્પઆસ્રવયુક્ત અને અલ્પવેદનાયુક્ત જીવના કર્મપુદ્ગલો નિરન્તર છેદાતા અને ભેદાતા રહે છે તથા વિધ્વંસ પામીને સર્વથા નાશ પણ પામતા રહે છે. પરિણામે તેનો આત્મા સુરૂપ યાવત્ સુખરૂપ અવસ્થારૂપે પરિણત થઈ જાય છે. વસ્ત્રોના ઉપર પુદ્ગલોનો ઉપચય થવો અર્થાત્ મેલ લાગવો એ પ્રયોગથી એટલે બીજાઓ દ્વારા પણ થાય છે અને સ્વભાવથી પણ થાય છે. પરંતુ જીવો ઉ૫૨ કર્મપુદ્ગલોનો ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. જીવોનો પ્રયોગ ત્રણ પ્રકારનો છે મનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ. આ ત્રણ પ્રકારના પ્રયોગો દ્વારા જ જીવોને કર્મોપચય થાય છે. પંચેન્દ્રિય જીવોને ત્રણે પ્રયોગો – મનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ હોય છે. એકેન્દ્રિય જીવોને એક જ પ્રયોગ હોય અને તે કાયપ્રયોગ જ. વિકલેન્દ્રિય (અર્થાત્ હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય) જીવોને બે જ પ્રયોગ હોય છે અને તે વચનપ્રયોગ અને કાયપ્રયોગ જ. આ રીતે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કર્મ સંબંધી અનેક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનામાં કર્મવાદનું પાંચ પદોમાં અર્થાત્ અધ્યાયોમાં વ્યવસ્થિત વ્યાખ્યાન છે. કર્મપ્રકૃતિ પદમાં જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલપ્રકૃતિઓ તથા આભિનિબોધિકજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાવરણીય) આદિ અનેક ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન છે. કર્મબન્ધ પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોને બાંધતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે એનો વિચાર છે. કર્મવેદ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે એનો વિચાર કરવામાં આવ્યો છે. કર્મવેદબન્ધ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે એનો વિચાર કરવામાં આવ્યો છે. કર્મવેદવેદ પદમાં એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતી વખતે કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જીવ બે કારણોના લીધે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે રાગના કારણે અને દ્વેષના કારણે. રાગના બે પ્રકાર છે - માયા અને લોભ. દ્વેષના પણ બે પ્રકાર છે ક્રોધ અને માન. આ જ રીતે બાકીનાં દર્શનાવરણીયથી અન્તરાય સુધીના કર્મોને અંગે પણ સમજી લેવું જોઈએ. જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે. અબાધાકાલ અર્થાત્ અનુદયકાલ ત્રણ - — ૧. શતક, ઉદ્દેશક ૩. ૨. એજન. ૩.૫૬ ૨૩, સૂત્ર ૩. Page #321 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૯૭ હજાર વર્ષ છે. આ જ રીતે અન્ય કર્મોની બાબતમાં વિવિધ પ્રકારની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિને તેમ જ અબાધાકાલને જાણી લેવા જોઈએ. જીવ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધતી વખતે આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, વેદનીય કર્મ બાંધતી વખતે આઠ, સાત અથવા ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, ઇત્યાદિ. ઉત્તરાધ્યયનના કર્મપ્રકૃતિ નામના તેત્રીસમા અધ્યયનમાં કર્મની આઠ મૂલપ્રકૃતિઓની અનેક ઉત્તરપ્રકૃતિઓને ગણાવવામાં આવી છે અને કર્મોનાં પ્રદેશ, ક્ષેત્ર, કાલ અને ભાવનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો છે– (૧) આભિનિબોધિકજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યયજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે– (૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલાપ્રચલા, (૫) સ્વાનગૃદ્ધિ, (૬) ચક્ષુદર્શનાવરણ; (૭) અચક્ષુર્દર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવલદર્શનાવરણ. વેદનીય કર્મના બે ભેદ છે – (૧) સાતાવેદનીય અને (૨) અસતાવેદનીય. આ બેના વળી અનેક પેટાભેદો છે. મોહનીય કર્મના બે ભેદ છે – (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના વળી ત્રણ ભેદ છે – (૧) સમ્યક્ત્વમોહનીય, (૨) મિથ્યાત્વમોહનીય અને (૩) સમ્યમિથ્યાત્વમોહનીય. ચારિત્રમોહનીયના બે ભેદ છે – (૧) કષાયમોહનીય અને (૨) નોકષાયમોહનીય. કષાયમોહનીયના વળી સોળ ભેદો છે અને નોકષાયમોહનીયના સાત અથવા નવ ભેદો છે. આયુકર્મના ચાર ભેદો છે– (૧) નરકાયુ, (૨) તિર્યગઆયુ, (૩) મનુષ્યઆયુ અને (૪) દેવઆયુ. નામકર્મના બે ભેદ છે – (૧) શુભનામ અને (૨) અશુભનામ. ગોત્રકર્મના બે ભેદ છે– (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર. આ બન્નેના વળી આઠ આઠ ભેદ થાય છે. અત્તરાયકર્મના પાંચ ભેદ છે – (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગાન્તરાય, (૪) ઉપભોગાન્તરાય અને (પ) વર્યાન્તરાય. આમ આગમસાહિત્યમાં કર્મવાદનું મૂળ માળખું સુરક્ષિત છે. ઉત્તરવર્તી કર્મસાહિત્યમાં આ જ માળખાનો વિવિધ રૂપોમાં વિકાસ થયો છે. કર્મનું સ્વરૂપ કર્મનો શાબ્દિક અર્થ કાર્ય, પ્રવૃત્તિ અથવા ક્રિયા થાય છે અર્થાત્ જે કંઈ કરવામાં આવે છે તેને કર્મ કહે છે જેમ કે જવું, પીવું, ચાલવું, દોડવું, રોવું, હસવું, વિચારવું, બોલવું વગેરે. વ્યવહારમાં કામધંધાને અથવા વ્યવસાયને કર્મ કહેવામાં આવે છે. ૧. પદ ૨૩, સૂત્ર ૨૧-૨૮. ૨. પદ ૨૫, સૂત્ર૧. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન ધર્મ-દર્શન કર્મકાંડી મીમાંસક યજ્ઞ આદિ ક્રિયાઓને કર્મ કહે છે. સ્માર્ત વિદ્વાન ચાર વર્ણો અને ચાર આશ્રમોનાં કર્તવ્યોને કર્મની સંજ્ઞા આપે છે. પૌરાણિકો વ્રત, નિયમ આદિ ધાર્મિક ક્રિયાઓને કર્મ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં કર્તા જેને પોતાની ક્રિયા દ્વારા પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય અર્થાત જેના ઉપર કર્તાના વ્યાપારનું ફળ પડતું હોય તેને કર્મ કહે છે. ન્યાયશાસ્ત્રમાં ઉલ્લેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન રૂપ પાંચ પ્રકારની ક્રિયાઓ માટે કર્મ શબ્દનો પ્રયોગ થાય છે. યોગ દર્શનમાં સંસ્કારને વાસના, અપૂર્વ અથવા કર્મ કહેવામાં આવે છે. બૌદ્ધ દર્શન જીવોની વિચિત્રતાઓના કારણને કર્મ કહે છે જે વાસનારૂપ છે. જૈન દર્શનમાં રાગદ્વેષાત્મક આત્મપરિણામ અર્થાત કષાય ભાવકર્મ છે તથા કાર્મણ વર્ગના પુદ્ગલ અર્થાત્ જડતત્ત્વવિશેષ જે કષાયના કારણે આત્મા અર્થાત્ ચેતનતત્ત્વ સાથે સેળભેળ થઈ જાય છે તે દ્રવ્યકર્મ કહેવાય છે. સંસારમાં આત્માની સ્થિતિ કર્મના કારણે જ છે. કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં આત્માની મુક્તિ અર્થાત્ પૂર્ણ વિશુદ્ધિ થઈ જાય છે. આ અવસ્થામાં કર્મપરમાણુ આત્માથી હમેશ માટે અલગ થઈ જાય છે. વિભિન્નપરંપરાઓમાં કર્મ–જે અર્થમાં જૈન દર્શનમાં કર્મ' શબ્દનો પ્રયોગ થયો છેતેઅથવા તેને મળતા આવતા અર્થમાં અન્યદર્શનોમાં માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, અવિજ્ઞપ્તિ, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. વેદાન્તદર્શનમાં માયા, અવિદ્યા અને પ્રકૃતિ શબ્દોનો પ્રયોગ દેખાયછે. મીમાંસાદર્શનમાં અપૂર્વ શબ્દનો પ્રયોગ થયો છે. બૌદ્ધદર્શનમાં વાસના અને અવિજ્ઞપ્તિ શબ્દો વિશેષપણે વપરાયા છે. સાંખ્યયોગ દર્શનમાં આશય શબ્દ વિશેષતઃ વપરાયો છે. ન્યાય-વૈશેષિકદર્શનમાં અદૃષ્ટ, સંસ્કાર તથા ધર્માધર્મશબ્દો વિશેષપણે પ્રચલિત છે. દૈવ, ભાગ્ય, પુણ્ય-પાપ આદિ અનેક શબ્દો એવા છે જેમનો પ્રયોગ સામાન્યતઃ બધાં દર્શનોમાં થયો છે. ભારતીય દર્શનોમાં કેવળ ચાર્વાક દર્શન જ એવું છે જે કર્મવાદમાં વિશ્વાસ ધરાવતું નથી. ચાર્વાકદર્શન આત્મા અર્થાત ચેતનતત્ત્વના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી એટલે કર્મ અને તેના પરિણામરૂપ પુનર્ભવ અને પરલોકના અસ્તિત્વની આવશ્યકતા તે અનુભવતું નથી. ચાર્વાકદર્શન સિવાયનાં બાકી બધાં દર્શનોએ કોઈને કોઈ રૂપમાં અથવા કોઈને કોઈનામે કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે તથા તેમાંથી જ ફલિત થતા પુનર્ભવ અને પરલોકનું અસ્તિત્વ પણ માન્યું છે. ન્યાયદર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે દોષોથી પ્રેરિત થઈ જીવો મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિના કારણે ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. આ ધર્મ અને અધર્મ સંસ્કાર કહેવાય છે. વૈશેષિક દર્શનમાં જે ૧. ન્યાયભાષ્ય, ૧.૧.૨. આદિ. Page #323 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૨૯૯ ચોવીસ ગુણો માનવામાં આવ્યા છે તેમનામાં અદૃષ્ટ નામનો ગુણ પણ સમાવેશ પામે છે. આ ગુણ સંસ્કારથી ભિન્ન છે તથા ધર્મ અને અધર્મ એ બે તેના ભેદ છે. આ પ્રમાણે ન્યાય દર્શનમાં જે ધર્મ-અધર્મનો સમાવેશ સંસ્કારમાં કરવામાં આવ્યો છે તે જ વૈશેષિક દર્શનમાં અદષ્ટમાં સમાવિષ્ટ છે. રાગ આદિ દોષોથી સંસ્કાર, સંસ્કારથી જન્મ, જન્મથી રાગ આદિ દોષ તથા આ દોષોથી પુનઃ સંસ્કારની ઉત્પત્તિ થાય છે. આમ જીવોની આ સંસારપરંપરા બીજાંકુરવત્ અનાદિ માનવામાં આવી છે. સાંખ્યયોગ દર્શન અનુસાર અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચ ક્લેશોના કારણે ક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થાય છે. આ ક્લિષ્ટ વૃત્તિના કારણે ધર્માધર્મરૂપ સંસ્કાર ઉત્પન્ન થાય છે. સંસ્કારને આશય, વાસના, કર્મ અને અપૂર્વ પણ કહેવામાં આવે છે. આ દર્શનમાં પણ ક્લેશ અને સંસ્કારની પરંપરા બીજાંકુરવત અનાદિ માનવામાં આવી છે. મીમાંસા દર્શનમાં યજ્ઞ આદિ કર્મથી જન્ય અપૂર્વ નામના પદાર્થનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે. મનુષ્ય દ્વારા કરવામાં આવતાં યજ્ઞ આદિ અનુષ્ઠાનો અપૂર્વ નામના પદાર્થને ઉત્પન્ન કરે છે. આ અપૂર્વ તે અનુષ્ઠાનોનું – યજ્ઞ આદિ કર્મોનું – ફળ આપે છે. વેદવિહિત કર્મથી ઉત્પન્ન થનારી યોગ્યતા અથવા શક્તિનું જ નામ અપૂર્વ છે, અન્ય કર્મોથી જન્ય સામર્થ્યનું નામ અપૂર્વ નથી. વેદાન્ત દર્શનમાં અનાદિ અવિદ્યા અથવા માયાને વિશ્વવૈચિત્ર્યનું કારણ માનવામાં આવેલ છે. ઈશ્વર, જે સ્વયં માયાજન્ય છે તે, કર્મ અનુસાર જીવને ફળ આપે છે, તેથી ફલપ્રાપ્તિ કર્મથી સીધી થતી નથી પરંતુ ઈશ્વર દ્વારા થાય છે. બૌદ્ધ દર્શનમાં મનોજન્ય સંસ્કાર અર્થાત્ કર્મને વાસના અને વચન તથા કાયથી ન્ય સંસ્કારને (કર્મને) અવિજ્ઞપ્તિ કહેવામાં આવેલ છે. લોભ, દ્વેષ અને મોહ કર્મોની ઉત્પત્તિનાં કારણ છે. લોભ, દ્વેષ અને મોહયુક્ત બનીને જીવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ કરે છે અને વળી પાછો લોભ, દ્વેષ અને મોહને ઉત્પન્ન કરે છે. આ રીતે સંસારચક્ર ફર્યા જ કરે છે. આ ચક્ર અનાદિ છે.' ૧. પ્રશસ્તપાદભાષ્ય (ચૌખમ્બા સંસ્કૃત સિરિઝ, બનારસ, ૧૯૩૦), પૃ. ૪૭. ૨. યોગદર્શનભાષ્ય, ૧.૫. ઈત્યાદિ. ૩. શાબરભાષ્ય, ૨.૧.૫; તન્નવાર્તિક, ૨.૧.૫. ઇત્યાદિ. ૪. શાંકરભાષ્ય, ૨.૧.૧૪. ૫. એજન, ૩.૨.૩૮-૪૧ ૬. અંગુત્તરનિકાય, ૩.૩૩.૧; સંયુત્તનિકાય, ૧૫.૫.૬. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩00 જૈન ધર્મ-દર્શન જૈન દર્શનમાં કર્મનું સ્વરૂપ – જૈન દર્શન કર્મને પુગલપરમાણુઓનો પિંડમાને છે. જીવોની વિવિધતાનું મૂળ કારણ આ જ કર્મ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પુગલપરમાણુઓ કર્મના રૂપમાં પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે તથા જે શરીરના રૂપમાં પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુઓથી ભરેલો છે. જીવ પોતાનાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓથી આ પરમાણુઓને ગ્રહણ કરે છે. મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ બંધાયેલાં હોય અને જીવની સાથે કર્મ ત્યારે જ બંધાય છે જ્યારે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ થતી હોય. આ રીતે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિકાળથી ચાલતી આવી છે. કર્મ અને પ્રવૃત્તિના આ કાર્યકારણભાવને નજરમાં રાખીને પગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ તથા રાગદ્વેષાદિરૂપ પ્રવૃત્તિઓને ભાવકર્મ કહેવામાં આવેલ છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઇંડાના જેવો અનાદિ છે. કર્મનો વિચાર કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પુગલ અને આત્મા અર્થાત્ જડ અને ચેતન તત્ત્વોના સમિશ્રણથી જ કર્મનું નિર્માણ થાય છે. દ્રવ્યકર્મ હો કે ભાવકર્મ હો, જડ અને ચેતન બન્ને પ્રકારનાં તત્ત્વ તેમાં મળે છે. જડ અને ચેતનનું મિશ્રણ થયા વિના કોઈ પણ પ્રકારના કર્મની રચના નથી થઈ શકતી. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો ભેદ પુદ્ગલ અને આત્માની પ્રધાનતા-અપ્રધાનતાના કારણે છે અને નહિ કે તેમના સદૂભાવ-અસદ્દભાવના કારણે. દ્રવ્યકર્મમાં પૌગલિક તત્ત્વની પ્રધાનતા હોય છે અને આત્મિક તત્ત્વની અપ્રધાનતા, જ્યારે ભાવકર્મમાં આત્મિકતત્ત્વની પ્રધાનતા હોય છે અને પૌગલિક તત્ત્વની અપ્રધાનતા. જો દ્રવ્યકર્મને પુદ્ગલ પરમાણુઓનો શુદ્ધ પિંડ જ માનવામાં આવે તો કર્મ અને પુદ્ગલમાં અત્તર જશું રહેશે? તેવી જ રીતે જો ભાવકર્મને આત્માની શુદ્ધ પ્રવૃત્તિ જ માનવામાં આવે તો કર્મ અને આત્મામાં ભેદ જ શું રહેશે? કર્મના કર્તુત્વ અને ભોખ્તત્વનો વિચાર કરતી વખતે સંસારી આત્મા અર્થાત્ બદ્ધ આત્મા અને સિદ્ધ આત્મા અર્થાત્ મુક્ત આત્મા વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખવું જોઈએ. કર્મના કર્તૃત્વ અને ભોકતૃત્વનો સંબંધ બદ્ધ આત્મા સાથે છે, મુક્ત આત્મા સાથે નથી. બદ્ધ આત્મા કર્મોથી બંધાયેલો હોય છે અર્થાત્ ચૈતન્ય અને જડત્વનું મિશ્રણ હોય છે. મુક્ત આત્મા કર્મરહિત હોય છે અર્થાત્ વિશુદ્ધ હોય છે. બદ્ધ આત્માની પ્રવૃત્તિના કારણે જે પગલપરમાણુઓ આકર્ષાઈને આત્માની સાથે ભળી જાય છે અર્થાત નીરક્ષીરવત્ એકાકાર થઈ જાય છે તે જ કર્મ કહેવાય છે. આમ કર્મ પણ જડ ૧. કર્મપ્રકૃતિ (નેમિચન્દ્રાચાર્યવિરચિત), ૬. Page #325 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૦૧ અને ચેતનનું મિશ્રણ જ છે. જ્યારે સંસારી આત્મા પણ જડ અને ચેતનનું મિશ્રણ છે અને કર્મ પણ જડ અને ચેતનનું મિશ્રણ છે ત્યારે કર્મ અને સંસારી આત્મા વચ્ચે અંતર શું છે? સંસારી આત્માનો ચેતન અંશ જીવ અથવા આત્મા કહેવાય છે અને જડ અંશે કર્મ કહેવાય છે. આ ચેતન અંશ અને જડ અંશ એવા નથી કે જેમનો પૃથક પૃથક અનુભવ સંસાર અવસ્થામાં કરી શકાય. તેમનું પૃથક્કરણ તો મુક્તાવસ્થામાં જ થાય છે. સંસારી આત્મા સદૈવ કર્મયુક્ત હોય છે તથા કર્મ સદૈવ સંસારી આત્મા સાથે સંબદ્ધ હોય છે. આત્મા જ્યારે કર્મથી સર્વથા મુક્ત થઈ જાય છે ત્યારે તે સંસારી આત્મા ન રહેતાં મુક્ત આત્મા અર્થાત શુદ્ધ ચૈતન્ય બની જાય છે. આ રીતે કર્મ જ્યારે આત્માથી અલગ થઈ જાય છે ત્યારે તે કર્મ ન રહેતાં શુદ્ધ પુદ્ગલ બની જાય છે. આત્મા સાથે બદ્ધ પગલા દ્રવ્યકર્મ કહેવાય છે અને દ્રવ્યકર્મયુક્ત આત્માની પ્રવૃત્તિ ભાવકર્મ કહેવાય છે. તાત્વિક દૃષ્ટિએ આત્મા અને પુદ્ગલનાં ત્રણ રૂપ બને છે– (૧) શુદ્ધ આત્મા (મુક્ત આત્મા), (૨) શુદ્ધ પુદ્ગલ અને (૩) આત્મા અને પુદ્ગલનું મિશ્રણ (સંસારી આત્મા). કર્મના કર્તુત્વ અને ભોસ્તૃત્વ વગેરેનો સંબંધ ત્રીજા રૂપ સાથે છે. નિશ્ચયનય અને વ્યવહારનય–જૈન દર્શનમાં કર્મસિદ્ધાન્તનું વિવેચન નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિએ પણ કરવામાં આવ્યું છે. આ દષ્ટિએ વિવેચન કરનારાઓનો મત છે કે પરનિમિત્ત વિના વસ્તુના અસલ સ્વરૂપનું કથન જે કરે છે તેને નિશ્ચયનય (નિશ્ચયદષ્ટિ) કહે છે અને પરનિમિત્તની અપેક્ષાએ વસ્તુનું કથન જે કરે છે તેને વ્યવહારનય (વ્યવહારદૃષ્ટિ) કહે છે. નિશ્ચય અને વ્યવહારની આ વ્યાખ્યા અનુસાર શું કર્મના કર્તુત્વ-ભોક્નત્વ આદિનું નિરૂપણ થઈ શકે ? પરનિમિત્ત વિના વસ્તુના અસલ સ્વરૂપના કથનનો અર્થ થાય છે શુદ્ધ વસ્તુના સ્વરૂપનું કથન. આ અર્થ અનુસાર નિશ્ચનય શુદ્ધ આત્મા અને શુદ્ધ પુદ્ગલનું જ કથન કરી શકે, પુગલમિશ્રિત આત્માનું અથવા આત્મમિશ્રિત પુલનું કથન ન કરી શકે. આવી પરિસ્થિતિમાં કર્મના કર્તુત્વભોક્તત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કેવી રીતે થઈ શકે? કેમ કે કર્મનો સંબંધ સંસારી આત્મા સાથે છે જે જીવ અને પુદ્ગલનું મિશ્રણ છે. પરંતુ વ્યવહારનય પરનિમિત્તની અપેક્ષાએ વસ્તુનું કથન કરે છે તેથી સંસારી આત્મા અર્થાત્ કર્મયુક્ત આત્માનું કથન વ્યવહારનયથી જ થઈ શકે છે. વસ્તુતઃનિશ્ચયનય અને વ્યવહારનયમાં કોઈ વિરોધ નથી કેમ કે આ બન્ને નયોની વિષયવસ્તુ ભિન્ન ભિન્ન છે – તેમનું ક્ષેત્ર અલગ અલગ છે. નિશ્ચયનય પદાર્થના શુદ્ધ સ્વરૂપનું કથન કરે છે અર્થાત્ જે વસ્તુ સ્વભાવતઃ સ્વતઃ પોતે પોતામાં જેવી છે તે વસ્તુને તેવી જ પ્રતિપાદિત કરે છે. વ્યવહારનય પદાર્થના અશુદ્ધ અર્થાત્ મિશ્રિત રૂપનું પ્રતિપાદન કરે છે. સંસારી આત્મા અને કર્મ એ તો જીવ અને અજીવની અશુદ્ધ અર્થાત્ મિશ્રિત અવસ્થાઓ છે, તેથી તેમનું પ્રતિપાદન વ્યવહારનયથી જ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં કર્મના કર્તૃત્વ ૧. પંચમ કર્મગ્રન્થ, પ્રસ્તાવના,પૃ. ૧૧. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન ધર્મ-દર્શન અને ભોસ્તૃત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કરવું અયુક્તિયુક્ત છે. કેવળ શુદ્ધ આત્માઓ અર્થાત મુક્ત જીવો તથા પુદ્ગલ આદિ શુદ્ધ અજીવોનું પ્રતિપાદન નિશ્ચયનયથી થઈ શકે છે. કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ – નિશ્ચયનય અને વ્યવહાર નયની આ મર્યાદાનું ધ્યાન ન રાખતાં કેટલાક વિચારકોએ કર્મના કર્તૃત્વ અને ભોક્નત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કરવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે કર્મસિદ્ધાન્તમાં અનેક જાતની ગૂંચવણો પેદા થઈ છે. આ ગૂંચવણોનું મુખ્ય કારણ છે સંસારી જીવ અર્થાત્ કર્મયુક્ત આત્મા અને સિદ્ધ જીવ અર્થાત્ કર્મમુક્ત આત્માના ભેદનું વિસ્મરણ. તેની સાથે સાથે જ કર્મ અને પુદ્ગલ વચ્ચેનું અત્તર પણ ક્યારેક ક્યારેક ભૂલાઈ જવાયું છે. આ વિચારકોની દષ્ટિમાં જીવ (સંસારી આત્મા) નતો કર્મોનો કર્તા છે કે ન તો કર્મોનાં ફળોનો ભોક્તા. તેઓ કહે છે કે કર્મોના કર્તુત્વ અને ભોસ્તૃત્વના વિશે જયારે આપણે નિશ્ચયદષ્ટિએ વિચારીએ છીએ ત્યારે જીવ ન તો દ્રવ્યકર્મોનો કર્તા છે ન તો તેમનાં ફળોનો ભોક્તા કેમ કે દ્રવ્યકર્મ પૌગલિક છે–પગલદ્રવ્યના વિકારો છે તેથી પર છે. તેમનો કર્તા ચેતન જીવ કેવી રીતે હોઈ શકે? ચેતનનું કર્મ ચેતનરૂપ હોય છે અને અચેતનનું કર્મ અચેતનરૂપ હોય છે. જો ચેતનનું કર્મ પણ અચેતનરૂપ થવા લાગે તો ચેતન અને અચેતનનો ભેદ નષ્ટ થઈ જાય અને પરિણામે મહાન સંકર દોષ આવી પડે. તેથી પ્રત્યેક દ્રવ્ય સ્વભાવનું કર્તા છે, પરભાવનું નથી. આ કથનમાં જીવને અર્થાત સંસારી જીવને કર્મોનો અર્થાતુદ્રવ્યકર્મોનો કર્તા અને ભોક્તા એટલા માટે નથી માનવામાં આવ્યો કેમ કે કર્મ પૌગલિક છે. એ કેવી રીતે બની શકે કે ચેતન જીવ અચેતન કર્મને ઉત્પન્ન કરે? આ તર્કમાં સંસારી જીવને અર્થાત્ અશુદ્ધ આત્માને શુદ્ધ ચૈતન્ય માની લેવામાં આવ્યો છે તથા કર્મને શુદ્ધ પગલ માની લીધું છે. વસ્તુતઃ ન તો સંસારી જીવ શુદ્ધ ચૈતન્ય છે કે ન તો કર્મ શુદ્ધ પુદ્ગલ. સંસારી જીવ તો ચેતન અને અચેતન દ્રવ્યોની મિશ્ર અવસ્થા છે – સ્વ અને પરનું મિલિત રૂપ છે. આ જ રીતે કર્મ પણ યુગલનું શુદ્ધ રૂપ નથી પરંતુ એક વિકૃત અવસ્થા છે જે સંસારી જીવની પ્રવૃત્તિના કારણે ઊભી થઈ છે તથા તેનાથી સમ્બદ્ધ છે. જો જીવ અને પુગલ પોતપોતાની સ્વાભાવિક અર્થાત શુદ્ધ અવસ્થામાં હોત એટલે કે પોતપોતાના સ્વભાવમાં જ અવસ્થિત હોત તો કર્મની ઉત્પત્તિનો કોઈ પ્રશ્ન જ ન ઊભો થાત – પરભાવના કર્તુત્વનો કોઈ સવાલ જ ન પેદા થાત. જ્યારે આપણે જાણીએ છીએ કે સંસારી જીવ પોતાના સ્વભાવમાં અવસ્થિત નથી પરંતુ સ્વ અને પર ભાવોની મિશ્ર અવસ્થામાં અવસ્થિત છે ત્યારે તેને કેવળ સ્વભાવનો કર્તા કેવી રીતે કહી શકાય? ૧. એજન,પૃ.૧૧-૧૨. Page #327 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૦૩ જ્યારે આપણે કહીએ છીએ કે જીવ કર્મોનો કર્યા છે ત્યારે આપણું તાત્પર્ય એ નથી હોતું કે જીવ પુગલને ઉત્પન્ન કરે છે. પુદ્ગલ તો પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. તેને પેદા જીવ શું કરવાનો? જીવ તો પોતાની આસપાસ અસ્તિત્વ ધરાવતા પુદ્ગલપરમાણુઓને પોતાની મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ દ્વારા પોતાની તરફ આકર્ષાને પોતાની સાથે નીરક્ષીરવત ભેળવીને એક કરી દે છે. આનું નામ છે કર્મોનું અર્થાત્ દ્રવ્યકર્મોનું કર્તુત્વ. આમ હોવાથી એ કથન અયોગ્ય ઠરે છે કે જીવ દ્રવ્યકર્મોનો કર્તા નથી. બીજી વાત એ કે દ્રવ્યકર્મોના કર્તુત્વના અભાવમાં ભાવકર્મોનું કર્તુત્વ પણ કેવી રીતે સંભવિત બનશે? દ્રવ્યકર્મ જ તો ભાવકર્મની ઉત્પત્તિમાં કારણ છે, અન્યથા દ્રવ્યકર્મોથી મુક્ત સિદ્ધ આત્માઓમાં પણ ભાવકર્મની ઉત્પત્તિ થાય. જ્યારે જીવ કર્મોનો કર્તા અર્થાતુ પગલપરમાણુઓને કર્મરૂપમાં પરિવર્તિત કરનારો સિદ્ધ થઈ જાય છે તો કર્મફલનો ભોક્તા પણ સિદ્ધ થઈ જ જાય છે કેમ કે જે કર્મથી બદ્ધ હોય છે તે જ કર્મફળને ભોગવે પણ છે. આમ સંસારી જીવ કર્મોનો કર્તા અને કર્મફળનો ભોક્તા સિદ્ધ થાય છે. મુક્ત જીવ ન તો કર્મોનો કર્તા છે કે ન તો કર્મફળનો ભોક્તા છે. જીવને કર્મોનો કર્તા અને ભોક્તા ન માનનારા વિચારકો એક ઉદાહરણ આપે છે કે જેમ કોઈ સુન્દર યુવાન કાર્યવશ ક્યાંક જઈ રહ્યો હોય અને કોઈ તરણ સુન્દરી તેના ઉપર મોહિત થઈને તેની અનુગામિની બની જાય તો એમાં એ પુરુષનું શું કર્તુત્વ છે? કર્ણી તો તે સ્ત્રી છે. પુરુષ તો એમાં કેવળ નિમિત્તકારણ છે. આ રીતે જો પુદ્ગલ જીવ તરફ આકર્ષાઈને કર્મરૂપમાં પરિણત થતું હોય તો તેમાં જીવનું શું કર્તુત્વ છે? કર્તા તો પુગલ પોતે છે. જીવ તો એમાં કેવળ નિમિત્તકારણ છે. આ જ વાત કર્મના ભોસ્તૃત્વ વિશે પણ કહી શકાય છે. જો વસ્તુતઃ સ્થિતિ આવી જ છે તો આત્મા ન તો કર્તા સિદ્ધ થશે, ન ભોક્તા સિદ્ધ થશે, ન બદ્ધ સિદ્ધ થશે, ન મુક્ત સિદ્ધ થશે, ન રાગ-દ્વેષ આદિ ભાવોથી યુક્ત સિદ્ધ થશે, ન તેમનાથી રહિત સિદ્ધ થશે.પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. જેમ કોઈ સુન્દર યુવાન ઉપર કોઈ તરુણ સુન્દરી અકસ્માત મોહિત થઈને પોતાની મેળે તેની પાછળ પડી જાય છે તેમ જડ પુદ્ગલ ચેતન આત્માની પાછળ લાગતું નથી. પુદ્ગલ પોતાની મેળે આકર્ષિત થઈ આત્મા તરફ ગતિ કરતું નથી. જ્યારે જીવ સક્રિય બને છે ત્યારે પુદ્ગલપરમાણુ તેના તરફ આકર્ષાય છે તથા પોતાને તેની સાથે ભેળવી નીરક્ષીરવત્ એકરૂપ બની જાય છે અને વખત પાકતાં પોતાનું ફળ આપી પુનઃ તેનાથી અલગ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે જીવ પૂરેપૂરો જવાબદાર છે. જીવની ક્રિયાના કારણે જ પુદ્ગલપરમાણુ તેની તરફ આકર્ષાય છે, તેની સાથે બંધાય છે અને ૧. એજન, પૃ. ૧૨. Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન ૩૦૪ તેને યથોચિત ફળ આપે છે. આ પ્રક્રિયા ન તો એકલા જીવથી સંભવે છે કે ન તો એકલા પુદ્ગલથી. બન્નેના સમ્મિલિત અને પારસ્પરિક પ્રભાવના કારણે જ આ બધું થાય છે. કર્મના કર્તૃત્વમાં જીવની એવી નિમિત્તતા નથી કે જીવ સાંખ્ય પુરુષની જેમ નિષ્ક્રિય અવસ્થામાં નિર્લિપ્ત ભાવથી વિદ્યમાન રહેતો હોય અને પુદ્ગલ સ્વતઃ કર્મના રૂપમાં પરિવર્તિત બની જતું હોય. જીવ અને પુદ્ગલના મિશ્રણ યા મિલન યા લિપ્તભાવથી જ કર્મની ઉત્પત્તિ થાય છે. જીવને એકાન્તપણે ચેતન અને કર્મને એકાન્તપણે જડ ન માનવા જોઈએ. જીવ પણ કર્મના (પુદ્ગલના) સંસર્ગના કારણે કથંચિત્ જડ છે અને કર્મ પણ જીવના (ચેતનના) સંસર્ગના કારણે કથંચિત્ ચેતન છે. જ્યારે જીવ અને કર્મ એક્બીજાથી બિલકુલ અલગ અલગ થઈ જાય છે અર્થાત્ તેમની વચ્ચે કોઈ સંસર્ગ નથી રહેતો ત્યારે તેઓ પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે અર્થાત્ જીવ એકાન્તપણે ચેતન બની જાય છે અને કર્મ એકાન્તપણે જડ બની જાય છે. સંસારી જીવ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલના મિશ્રણ તેમજ પરસ્પરના પ્રભાવના કારણે જ જીવમાં રાગ-દ્વેષ આદિ ભાવકર્મની ઉત્પત્તિ સંભવે છે. જો જીવ પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા હોય તથા પુદ્ગલ પોતાના શુદ્ધ સ્વભાવનું જ કર્તા હોય, તો રાગદ્વેષ આદિ ભાવોનો કર્તા કોણ બનશે ? રાગ-દ્વેષ આદિ ભાવ ન તો જીવના શુદ્ધ સ્વભાવ અંતર્ગત છે કે ન તો પુદ્ગલના શુદ્ધ સ્વભાવ અન્તર્ગત. આવી સ્થિતિમાં રાગ-દ્વેષ આદિ ભાવોનો કર્તા કોને મનાય ? ચેતન આત્મા અને અચેતન દ્રવ્યકર્મના મિશ્રિત રૂપને જ આ અશુદ્ધ અર્થાત્ વૈભાવિક ભાવોનું કર્તા માની શકાય. જેમ રાગદ્વેષ આદિ ચેતન અને અચેતન દ્રવ્યોના મિશ્રણથી ઉત્પન્ન થાય છે તેમ જ મન-વચનકાયા આદિ પણ તેમના મિશ્રણથી જ બને છે. કર્મોની વિભિન્નતા અને વિચિત્રતાના કારણે જ આ બધાંમાં વૈચિત્ર્ય થાય. આત્મા પોતાના સ્વાભાવિક ભાવો જ્ઞાન, દર્શન આદિ તથા વૈભાવિક ભાવો રાગ, દ્વેષ આદિનો કર્તા છે પરંતુ તેમના નિમિત્તથી પુદ્ગલ પરમાણુઓમાં જે કર્મરૂપ પરિણમન થાય છે તેનો કર્તા તે નથી આ વાતને સમજાવવા માટે કુંભાર અને ઘટનું ઉદાહરણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ઘટની કર્લી મોટી છે, કુંભાર તેનો કર્તા નથી. કુંભારને લોકમાં ઘટનો કર્તા કહેવામાં આવે છે એનું તાત્પર્ય એટલું જ છે કે ઘટપર્યાયમાં કુંભાર કેવળ નિમિત્ત છે. વાસ્તવમાં ઘટ મૃત્તિકાનો જ એક ભાવ છે, તેથી તેની કર્લી મૃત્તિકા જ છે. આ ઉદાહ૨ણ આત્મા અને કર્મના સંબંધને પ્રકટ કરવામાં ઉપયોગી નથી, યોગ્ય પણ નથી. ઘટ અને કુંભારમાં એ સંબંધ નથી જે ૧ ૧. એજન, પૃ. ૧૩. Page #329 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૦૫ કર્મ અને આત્મામાં છે. કર્મ અને આત્મા નીરક્ષીરવત એકરૂપ થઈ જાય છે જયારે ઘટ અને કુંભાર ક્યારેય એકરૂપ થતા નથી. તેથી કર્મ અને આત્માનું પરિણમન ઘટ અને કુંભારના પરિણમનથી ભિન્ન પ્રકારનું છે. કર્મપરમાણુઓ અને આત્મપ્રદેશોનું પરિણમન જડ અને ચેતનનું એક મિશ્રિત પરિણમન છે જેમાં બન્ને એકબીજાથી અનિવાર્યપણે પ્રભાવિત હોય છે. ઘટ અને કુંભારની બાબતમાં આવું કહી નહિ શકાય. તેમનું તો પોતપોતાની રીતનું અલગ અલગ પરિણમન થતું રહે છે. આત્મા કર્મોનું કેવળ નિમિત્ત જ નથી, તેમનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે. આત્માના વૈભાવિક ભાવોના કારણે પુગલપરમાણુ તેની તરફ આકર્ષાય છે, તેથી આત્મા તેમના આકર્ષણનું નિમિત્ત બન્યો. તે પરમાણુઓ આત્મપ્રદેશો સાથે એકાકાર બની કર્મરૂપમાં પરિણત થઈ જાય છે, તેથી આત્મા કર્મોનો કર્તા બન્યો. આત્માને જ વૈભાવિક ભાવોના રૂપમાં તેમનું ફળ ભોગવવું પડે છે, તેથી આત્મા કર્મોનો ભોક્તા પણ બન્યો. કર્મની મર્યાદા – જૈન સિદ્ધાન્તનો એ નિશ્ચિત મત છે કે કર્મનો સંબંધ વ્યક્તિનાં શરીર, મન અને આત્મા સાથે છે. વ્યક્તિના શરીર, મન અને આત્મા એક નિશ્ચિત સીમામાં બદ્ધ છે અર્થાત્ સીમિત છે, તેથી કર્મ પણ તે સીમામાં રહીને પોતાનું કાર્ય કરે છે. જો કર્મની આ સીમા ન માનવામાં આવે તો તે આકાશની જેમ સર્વવ્યાપક બની જાય. વસ્તુત: આત્માનું સ્વદેહપરિમાણત્વ કર્મના કારણે જ છે. જો આત્મા કર્મના કારણે પોતાના શરીરમાં જ બદ્ધ રહેતો હોય તો કર્મ તેને છોડીને ક્યાં જઈ શકે ? હા, જય બધી જાતના શરીરોને છોડીને આત્મા મુક્ત થઈ જાય છે ત્યારે કર્મનો આત્મા સાથે કોઈ સંબંધ રહેતો નથી, તેથી કર્મ અને આત્મા સદાને માટે એકબીજાથી તદ્દન અલગ થઈ જાય છે. અથવા તો કહો કે કર્મનું આત્માથી હમેશ માટે અલગ થઈ જવાનું નામ જ મુક્તિ અથવા મોક્ષ છે. સંસારી આત્મા અથવા જીવ સદૈવ કોઈને કોઈ પ્રકારના શરીરમાં બદ્ધ રહે છે તથા તેની સાથે લાગેલો કર્મપિંડ પણ તે જ શરીરની સીમાઓમાં સીમિત રહે છે. શું શરીરની સીમાઓમાં બંધાયેલું કર્મ પોતાની સીમાઓનું ઉલ્લંઘન કરીને ફલ આપી શકે ? શું કર્મ વ્યક્તિના શરીર સાથે અર્થાતુ મન-વચન-કાયા સાથે અસમ્બદ્ધ અર્થાત્ ભિન્ન પદાર્થોની ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિનાશ આદિ માટે જવાબદાર હોઈ શકે? જે ક્રિયા કે ઘટના સાથે કોઈક વ્યક્તિનો પ્રત્યક્ષ યા પરોક્ષ કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તેના માટે પણ શું તે વ્યક્તિના કર્મને કારણ માની શકાય? જૈન કર્મશાસ્ત્રમાં કર્મના જે આઠ મુખ્ય પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનામાં કોઈ પણ પ્રકાર એવો નથી જેનો સંબંધ આત્મા અને શરીરથી ભિન્ન કોઈ અન્ય પદાર્થ સાથે હોય. જ્ઞાનાવરણ, 20 Page #330 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય કર્મ આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો ઘાત કરે છે તથા વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મ શરીરની વિવિધ અવસ્થાઓનું નિર્માણ કરે છે. આ રીતે એ આઠ પ્રકારનાં કર્મોનો સાક્ષાત્ સંબંધ આત્મા અને શરીર સાથે જ છે, અન્ય પદાર્થો અને ઘટનાઓ સાથે નથી. પરંપરાથી સ્વેતર પદાર્થો અને ઘટનાઓ સાથે પણ કર્મોનો સંબંધ હોઈ શકે છે, જો એવું સિદ્ધ થાય તો. ૩૦૬ જો કર્મોનો સીધો સંબંધ આત્મા અને શરીર સાથે છે તો પછી ધન-સમ્પત્તિ આદિની પ્રાપ્તિને પુણ્યકર્મજન્ય કેમ માનવામાં આવે છે ? જો ધન-સમ્પત્તિ આદિ દ્વારા સુખ આદિની અનુભૂતિ થતી હોય તો શુભકર્મના ઉદયની નિમિત્તતાના કારણે બાહ્ય પદાર્થોને પણ ઉપચારથી પુણ્યકર્મજન્ય માની શકાય. હકીકતમાં, પુણ્યકર્મનું કાર્ય (ફળ) સુખ આદિની અનુભૂતિ છે, ધન વગેરેની પ્રાપ્તિ નહિ. ધન વગેરેની પ્રાપ્તિ થાય કે ન થાય પરંતુ જો સુખ આદિનો અનુભવ થાય તો તેને પુણ્ય યા શુભ કર્મોનું ફળ સમજવું જોઈએ. બાહ્ય પદાર્થોની નિમિત્તતા વિના પણ સુખ આદિની અનુભૂતિ થઈ શકે છે. આ જ વાત દુઃખ આદિની બાબતમાં પણ સમજવી જોઈએ. સુખદુઃખ યા અન્ય કોઈ પણ જાતની શારીરિક-માનસિક-આત્મિક અનુભૂતિનું મૂળ કારણ આન્તરિક છે, બાહ્ય નથી. કર્મનો સંબંધ આ આન્તરિક કારણ સાથે છે, બાહ્ય વસ્તુઓ સાથે નથી. બાહ્ય વસ્તુઓની ઉત્પતિ, પ્રાપ્તિ, વિનાશ આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણાં કર્મોના કારણે નહિ. આપણાં કર્મો તો આપણા સુધી જ સીમિત છે, સર્વવ્યાપક નથી. જ્યારે આપણાં કર્મો આપણા સુધી જ સીમિત છે અર્થાત્ આપણાં શરીર અને આત્મા સુધી જ મર્યાદિત છે ત્યારે તે આપણા કર્મો આપણાથી ભિન્ન અતિ દૂરના પદાર્થોને કેવી રીતે ઉત્પન્ન કરી શકે, કેવી રીતે આકર્ષિત કરી શકે, કેવી રીતે આપણા સુધી પહોંચાડી શકે, કેવી રીતે વધારી કે ઘટાડી શકે, કેવી રીતે નષ્ટ કરી શકે, કેવી રીતે સુરક્ષિત રાખી શકે ? આ બધાં કાર્યો આપણાં કર્મોથી નહિ પરંતુ અન્યાન્ય કારણોથી થાય છે. સુખદુઃખ આદિની અનુભૂતિમાં નિમિત્ત, સહાયક અથવા ઉત્તેજક હોવાના કારણે ઉપચારથી યા પરંપરાથી બાહ્ય વસ્તુઓને પુણ્યકર્મો યા પાપકર્મોનું પરિણામ માની લેવામાં આવે છે. જૈન સિદ્ધાન્ત જીવની વિવિધ અવસ્થાઓને કર્મજન્ય માને છે, પરંતુ જગતનાં બધાં કાર્યોને કર્મજન્ય માનતો નથી. શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, મન, વચન આદિ જીવની વિવિધ અવસ્થાઓ કર્મના કારણે થાય છે. અન્ય બધાં કાર્યો પોતપોતાનાં કારણોથી થાય છે. તેમનું કારણ કર્મ નથી. પત્ની યા પતિની પ્રાપ્તિ અથવા મરણ, પુત્ર યા પુત્રીની પ્રાપ્તિ યા મરણ, વ્યવસાયમાં નફો-નુકસાન, કોઈ જાતની આકસ્મિક દુર્ઘટના, Page #331 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૦૭ સંયોગ-વિયોગ, લાભ-હાનિ, મૃત્યુ કે અન્ય સંકટ, ઋતુની તીવ્રતા-મન્દતા, સુકાળ યા દુકાળ, પ્રકૃતિનો પ્રકોપ, રાજ્યકૃત યા અન્યકૃત પ્રકોપ, શત્રુ-મિત્ર, સુપુત્ર-કુપુત્ર આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણાં કર્મોથી નહિ. આમાંના કેટલાંક કાર્યો કે ઘટનાઓ પ્રતિ આપણી યત્કિંચિત્ નિમિત્તતા અવશ્ય હોઈ શકે છે પરંતુ તેમનું પ્રમુખ યા મૂળ કારણ તો તેમની અંદર વિદ્યમાન હોય છે, આપણી અંદર નહિ. પુત્ર અથવા અન્ય કોઈ પ્રિયજનની પ્રાપ્તિને આપણે આપણાં શુભ કર્મ અર્થાત્ પુણ્યકર્મનું કાર્ય સમજીએ છીએ તથા તેના મરણને આપણાં અશુભ કર્મ અર્થાત્ પાપકર્મનું ફળ ગણીએ છીએ. પરંતુ આ માન્યતા તર્કસંગત નથી. પિતાના પુણ્યોદયથી પુત્રની ઉત્પત્તિ નથી થતી કે પિતાના પાપોદયથી પુત્રનું મૃત્યુ નથી થતું. પુત્રની ઉત્પત્તિનું અને તેના મરણનું કારણ તો તેના પોતાના કર્મનો ઉદય અને તેના પોતાના કર્મનો ક્ષય છે, પિતાનો પુણ્યોદય અને પાપોદય નથી. હા પુત્રની ઉત્પત્તિ થયા પછી પિતાને, જો તે જીવતા હોય અને મોહનીય કર્મથી યુક્ત હોય તો, હર્ષ થાય અને પુત્રનું મરણ થતાં શોક થાય. આ હર્ષ અને શોકનું મૂળ કારણ પિતાનો પુણ્યોદય અને પાપોદય છે તથા નિમિત્તકારણ પુત્રની ઉત્પત્તિ અને મરણ છે. આ રીતે પિતાનો પુણ્યોદય અને પાપોદય પુત્રની ઉત્પત્તિ અને મરણનું કારણ નથી પરંતુ પુત્રની ઉત્પત્તિ અને મૃત્યુ પિતાના પુણ્યોદય અને પાપોદયનું નિમિત્ત બની શકે છે. આ જ વાત આ જાતની અન્ય ઘટનાઓની બાબતમાં પણ સમજી લેવી જોઈએ. વ્યક્તિના કર્મોદય, કર્મક્ષય, કર્મોપશમ વગેરેની એક સીમા છે અને તે છે તેનું શરીર, મન વગેરે. આ સીમાની બહાર અર્થાત્ મન-વચન-કાયાની પરિધિનું ઉલ્લંઘન કરીને કર્યોદય આદિ થતાં નથી. આ જ કારણ છે કે વસ્તુતઃ સ્વેતર સમસ્ત પદાર્થોની ઉત્પત્તિ આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણા કર્મોદય આદિથી નહિ. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે. જીવ પુરાણાં કર્મોનો ક્ષય કરતો નવાં કર્મોનું ઉપાર્જન કરતો રહે છે. જ્યાં સુધી જીવનાં પૂર્વોપાર્જિત સઘળાં કર્મોનો ક્ષય ન થાય અને નવાં કર્મોનું આગમન બન્ધ ન થાય ત્યાં સુધી જીવની ભવબન્ધનમાંથી મુક્તિ થતી નથી. એક વાર બધાં કર્મોનો વિનાશ થઈ જાય એટલે પછી પુનઃ કર્મોપાર્જન થતું નથી કેમ કે તે અવસ્થામાં કર્મબન્ધનું કોઈ કારણ વિદ્યમાન રહેતું નથી. આત્માની આ અવસ્થાને મુક્તિ, મોક્ષ, નિર્વાણ અથવા સિદ્ધિ કહે છે. કર્મબન્ધનાં કારણો જૈન પરંપરામાં કર્મોપાર્જન અથવા કર્મબન્ધનાં સામાન્યપણે બે કારણો મનાયાં છે યોગ અને કષાય. શરી૨, વાણી અને મનની પ્રવૃત્તિને યોગ કહે છે. ક્રોધાદિ માનસિક આવેગો કષાય છે. આમ તો કષાયના અનેક ભેદો થઈ શકે છે પરંતુ તેના Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન ધર્મ-દર્શન મોટા મોટા બે જ ભેદ છે રાગ અને દ્વેષ. રાગદ્વેષજનિત શારીરિક અને માનસિક પ્રવત્તિ જ કર્મબન્ધનું કારણ છે. આમ તો પ્રત્યેક ક્રિયા યા પ્રવૃત્તિ કર્મબન્ધનું કારણ બને છે પરંતુ જે ક્રિયા કષાયજનિત હોય છે તેનાથી થનારો કર્મબન્ધ વિશેષ બળવાન હોય છે જ્યારે કષાયરહિત ક્રિયાથી થનારો કર્મબન્ધ અતિ દુર્બળ અને અલ્પાયુ હોય છે, તેનો નાશ કરવામાં અલ્પ શક્તિ અને અલ્પ સમય લાગે છે. બીજા શબ્દોમાં, યોગ અને કષાય બન્ને કર્મબન્ધનાં કારણ છે પરંતુ આ બન્નેમાં પ્રબળ તો કષાય જ છે. નૈયાયિક તથા વૈશેષિક મિથ્યાજ્ઞાનને કર્મબન્ધનું કારણ માને છે. સાંખ્ય અને યોગ દર્શનમાં પ્રકૃતિ-પુરુષનું અભેદજ્ઞાન કર્મબન્ધનું કારણ મનાયું છે. વેદાન્ત આદિદર્શનોમાં અવિદ્યા અથવા અજ્ઞાનને કર્મબન્ધનું કારણ કહ્યું છે. બૌદ્ધોએ વાસના અથવા સંસ્કારને કર્મોપાર્જને યા કર્મબન્ધનું કારણ માન્યું છે. જૈન પરંપરામાં સંક્ષેપમાં મિથ્યાત્વ કર્મબન્ધનું કારણ મનાયું છે. જે હો તે, પરંતુ એટલું તો તદ્દન નિશ્ચિત છે કે કર્મબન્ધનું કોઈ પણ કારણ કેમ ન માનવામાં આવે પરંતુ રાગદ્વેષજનિત પ્રવૃત્તિ જ કર્મબન્ધનું પ્રધાન કારણ છે. રાગ-દ્વેષની ન્યૂનતા અથવા અભાવથી અજ્ઞાન, વાસના અથવા મિથ્યાત્વ ઓછું થઈ જાય છે અથવા નાશ પામી જાય છે. રાગ-દ્વેષરહિત જીવ કર્મોપાર્જન (કર્મબન્ધ) કરનારા વિકારોથી સર્વથા સદૈવ મુક્ત હોય છે. તેનું મન હમેશાં તેના નિયંત્રણમાં જ હોય છે. કર્મબન્ધની પ્રક્રિયા જૈન કર્મગ્રન્થોમાં કર્મબન્ધની પ્રક્રિયાનું સુવ્યવસ્થિત વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં કર્મ બનવાની યોગ્યતા ધરાવતા પુગલપરમાણુઓ ન હોય. જ્યારે જીવ પોતાના મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે છે ત્યારે ચારે બાજુથી કર્મયોગ્ય પુગલપરમાણુઓ જીવ તરફ આકર્ષાય છે (આમ્રવ). જેટલા ક્ષેત્રમાં અર્થાત્ પ્રદેશમાં જીર્વનો આત્મા વિદ્યમાન હોય છે તેટલા પ્રદેશમાં રહેલા પરમાણુઓ જીવ દ્વારા તે વખતે ગ્રહણ કરાય છે, બીજા ગ્રહણ કરાતા નથી. પ્રવૃત્તિની તરતમતા અનુસાર પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય થાય છે. પ્રવૃત્તિની માત્રામાં અધિકતા હતાં પરમાણુઓની સંખ્યામાં પણ અધિકતા હોય છે અને પ્રવૃત્તિની માત્રામાં ન્યૂનતા હોતાં પરમાણુઓની સંખ્યામાં પણ ન્યૂનતા હોય છે. ગૃહીત પુદ્ગલપરમાણુઓના સમૂહનું કર્મરૂપે આત્મા સાથે બદ્ધ થવું (બન્ય) જૈન ૧. જૈન દર્શનની માન્યતા છે કે આત્મા શરીરવ્યાપી છે. શરીરની બહાર આત્મતત્ત્વ વિદ્યમાન નથી હોતું. Page #333 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૦૯ કર્મવાદની પરિભાષામાં પ્રદેશ બન્ધ કહેવાય છે. આ જ પરમાણુઓની જ્ઞાનાવરણ (જ કર્મોથી આત્માની જ્ઞાનશક્તિ આવૃત થાય છે) આદિ અનેક રૂપોમાં પરિણતિ થવી પ્રકૃતિબન્ધ કહેવાય છે. પ્રદેશ બન્ધમાં કર્મપરમાણુઓનું પરિમાણ અભિપ્રેત છે જ્યારે પ્રકૃતિબન્ધમાં કર્મપરમાણુઓની પ્રકૃતિ અર્થાત્ સ્વભાવનો વિચાર કરવામાં આવે છે. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા કર્મોની ભિન્ન ભિન્ન પરમાણુસંખ્યા હોય છે. બીજા શબ્દોમાં, વિભિન્ન કર્મપ્રકૃતિઓનાં વિભિન્ન કર્મપ્રદેશો હોય છે. જૈન કર્મશાસ્ત્રમાં આ પ્રશ્ન ઉપર પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે અને જણાવાયું છે કે કઈ કર્મપ્રકૃતિના કેટલા પ્રદેશો હોય છે અને તેમનો તુલનાત્મક ક્રમ કેવો છે. કર્મરૂપે ગૃહીત પુદ્ગલપરમાણુઓનાં કર્મફળોના કાળનો અને તે કર્મફળોની તીવ્રતામંદતાનો નિશ્ચય આત્માના અધ્યવસાય અર્થાત્ કષાયની તીવ્રતામંદતા અનુસાર થાય છે. કર્મવિપાકના કાલના તેમ જ તીવ્રતામંદતાના આ નિશ્ચયને ક્રમશઃ સ્થિતિબન્ધ અને અનુભાગબન્ધ કહે છે. કષાયના અભાવમાં કર્મપરમાણુ આત્મા સાથે બદ્ધ નથી રહી શકતા. જેમ સૂકા વસ્ત્ર પર રજ બરાબર ચોટતી નથી પરંતુ વસ્ત્રને સ્પર્શી તરત ખરી પડે છે તેવી રીતે આત્મામાં કષાયની આદ્રતા ન હોતાં કર્મપરમાણુ તેની સાથે બદ્ધ થતા નથી પરંતુ કેવળ આત્માને સ્પર્શી અલગ થઈ જાય છે.ઈર્યાપથ (ચાલવું, ફરવું આદિ) દ્વારા થનારો આ જાતનો નિર્બળ કર્મબન્ધ અસાંપરાયિક બન્ધ કહેવાય છે. સકષાય કર્મબન્ધને સાંપરાયિક બન્ધ કહે છે. અસાંપરાયિક બન્ધ ભવભ્રમણનું કારણ નથી બનતો. સાંપરાયિક બન્યથી જ જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મનો ઉદય અને ક્ષય કર્મ બંધાતાં જ પોતાનું ફળ દેવાનું શરૂ નથી કરતું. કેટલોક વખત સુધી એમ ને એમ પડ્યું રહે છે. કર્મના આ ફલહીન કાલને જૈન પરિભાષામાં અબાધાકાલ કહે છે. અબાધાકાલ પૂરો થતાં જ બદ્ધકર્મ પોતાનું ફળ દેવાનું શરૂ કરી દે છે. કર્મફલનો પ્રારંભ જ કર્મનો ઉદય કહેવાય છે. કર્મ પોતાના સ્થિતિબન્ધ મુજબ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી અલગ થઈ જાય છે. આનું નામ નિર્જરા છે. જે કર્મની જેટલી સ્થિતિનો બન્ધ હોય છે તે કર્મ તેટલી જ અવધિ સુધી ક્રમશઃ ઉદયમાં આવે છે. બીજા શબ્દોમાં, કર્મનિર્જરાનો પણ તેટલો જ કાળ હોય છે જેટલો કર્મસ્થિતિનો હોય છે. જયારે નવાં કર્મોનું ઉપાર્જન રોકાઈ જાય છે (સંવર) તથા પૂર્વોપાર્જિત બધાં કર્મ ક્ષય પામી જાય છે (નિર્જરા) ત્યારે જીવ કર્મમુક્ત બની જાય છે. આત્માની આ અવસ્થાને મુક્તિ (મોક્ષ) કહે છે. કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મફળ જૈન કર્મશાસ્ત્રમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ માનવામાં આવી છે. આ પ્રવૃતિઓ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન ધર્મ-દર્શન જીવને જુદી જુદી જાતનાં અનુકૂળ અને પ્રતિકૂળ ફળો આપે છે. આ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે -(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ ચાર ઘાતી પ્રકૃતિઓ છે કેમ કે તેઓ આત્માના ચાર મૂળ ગુણોનો (જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો) ઘાત કરે છે. બાકીની ચાર પ્રકૃતિઓ અધાતી છે કેમ કે આત્માના કોઈ ગુણનો ઘાત આ પ્રકૃતિઓ કરતી નથી. એટલું જ નહિ, આ અઘાતી પ્રકૃતિઓ આત્માને એવું રૂપ આપે છે જે તેનું પોતાનું નથી પણ પૌદ્ગલિકભૌતિક છે. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરે છે. દર્શનાવરણથી આત્માના દર્શનગુણનો ઘાત થાય છે. મોહનીય સુખની - આત્મસુખની - પરમસુખની - શાશ્વતસુખની ઘાતક છે. અન્તરાયથી વીર્ય અર્થાત્ શક્તિનો ઘાત થાય છે. વેદનીય અનુકૂળ અને પ્રતિકૂળ વેદનનું અર્થાત્ સુખદુઃખનું કારણ છે. આયુથી આત્માને નારક આદિ વિવિધ ભવોની પ્રાપ્તિ થાય છે. નામના કારણે જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિ પ્રાપ્ત થાય છે. ગોત્ર જીવના ઉચ્ચત્વ-નીચત્વનું કારણ છે. wwwwww -- જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે — (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય,(૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યય- મન:પર્યવ- અથવા મનઃપર્યાયજ્ઞાનવિરણીય, અને (૫) કેવલજ્ઞાનાવરણીય. મતિજ્ઞાનાવરણીય કર્મ મતિજ્ઞાન અર્થાત્ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારા જ્ઞાનને ઢાંકી દે છે, રૂંધે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શ્રુતજ્ઞાનનો અર્થાત્ શાસ્ત્રો અથવા શબ્દોના પઠન યા શ્રવણથી ઉત્પન્ન થનારા જ્ઞાનનો નિરોધ કરે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મ અવધિજ્ઞાનને અર્થાત્ ઇન્દ્રિય તથા મનની સહાયતા વિના ઉત્પન્ન થનારા રૂપી દ્રવ્યોના જ્ઞાનને આવૃત કરે છે. મનઃપર્યાયજ્ઞાનાવરણીય કર્મ મનઃપર્યાયજ્ઞાનને અર્થાત્ ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સંજ્ઞી – સમનસ્ક - મનવાળા જીવોના મનોગત ભાવોને જાણનારા જ્ઞાનને ઢાંકી દે છે, રૂંધે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ કેવલજ્ઞાનને અર્થાત્ લોકના અતીત વર્તમાન અને અનાગત સમસ્ત પદાર્થોને યુગપત્ — એક સાથે · જાણનારા જ્ઞાનને આવૃત ―――― કરે છે. દર્શનાવરણીય કર્મની નવ ઉત્તરપ્રકૃતિઓ છે - (૧) ચક્ષુર્દર્શનાવરણીય, (૨) અચક્ષુર્દર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા,(૭) પ્રચલા, (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્યાનÁિ અથવા સ્યાનગૃદ્ધિ. આંખ દ્વારા પદાર્થોના સામાન્ય ધર્મના ગ્રહણને ચક્ષુર્દર્શન કહે છે. તેમાં પદાર્થનો સાધારણ આભાસમાત્ર થાય છે. ચક્ષુર્દર્શનને આવૃત કરનારું કર્મ Page #335 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૧૧ ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આંખને છોડી બાકીની ઇન્દ્રિયો તથા મનથી પદાર્થોનો જે સામાન્ય પ્રતિભાસ થાય છે તેને અચસુન્દર્શન કહે છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. ઇન્દ્રિય અને મનની સહાયતાની અપેક્ષા રાખ્યા વિના જ આત્મા દ્વારા રૂપી પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે તેનું નામ અવધિદર્શન છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. સંસારના બધા સૈકાલિક પદાર્થોનો સામાન્યાવબોધ કેવલદર્શન કહેવાય છે. આ જાતના દર્શનને આવૃત કરનારું કર્મ કેવલદર્શનાવરણીય કર્મના નામે પ્રસિદ્ધ છે. નિદ્રા આદિ પાંચ અવસ્થાઓ પણ દર્શનાવરણીય કર્મનું જ કાર્ય છે. જે ઊંઘતી વ્યક્તિ થોડોક અવાજ થતાં જ જાગી જાય અર્થાત જેને જગાડવા પરિશ્રમ કરવો ન પડે તેની ઊંઘને નિદ્રા કહે છે. જે કર્મના ઉદયથી આ જાતની ઊંઘ આવે તે કર્મનું નામ પણ નિદ્રા છે. જે ઊંઘતી વ્યક્તિ બૂમબરાડાથી, હાથથી જોરથી હચમચાવવાથી, વગેરેથી બહુ મુશ્કેલીથી જાગે તેની ઊંઘ અને તેના કારણભૂત કર્મ બન્નેને નિદ્રાનિદ્રા કહે છે. ઊભા ઊભા કે બેઠા બેઠા આવતી ઊંઘનું નામ પ્રચલા છે. તેનું હેતુભૂત કર્મ પણ પ્રચલા કહેવાય છે. હાલતાચાલતા આવતી ઊંઘને પ્રચલાપ્રચલા કહે છે અને તેના કારણભૂત કર્મને પણ પ્રચલપ્રચલા કહે છે. દિવસે કે રાતે વિચારેલ કાર્યવિશેષને નિદ્રાવસ્થામાં પૂરું કરી નાખવાનું નામ સ્યાનદ્ધિ છે. જે કર્મના ઉદયથી આ જાતની ઊંઘ આવે તે કર્મનું નામ પણ સ્થાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ છે. વેદનીય અથવા વેદ્ય કર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે – સાતવેદનીય અને અસતાવેદનીય. જે કર્મના ઉદયના કારણે જીવને અનુકૂલ વિષયોની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે તેને સાતાવેદનીય કર્મ કહે છે. અને જે કર્મના ઉદયના કારણે જીવને પ્રતિકૂલ વિષયોની પ્રાપ્તિ દ્વારા દુઃખનું સંવેદન થાય છે તેને અસતાવેદનીય કર્મ કહે છે. આત્માને વિષયનિરપેક્ષ સ્વરૂપસુખનું સંવેદન કોઈ પણ કર્મના ઉદયની અપેક્ષા ન રાખતાં સ્વતઃ થાય છે. આ જાતનું વિશુદ્ધ સુખ આત્માનો નિજ ધર્મ છે. તે સાધારણ સુખની કોટિથી ઉપર છે. મોહનીય કર્મની મુખ્ય બે ઉત્તરપ્રકૃતિઓ છે– દર્શનમોહ અર્થાત્ દર્શનનો ઘાત કરનારી પ્રકૃતિ અને ચારિત્રમોહ અર્થાતું ચારિત્રનો ઘાત કરનારી પ્રકૃતિ. જે પદાર્થ જેવો છે તેને તેવો જ સમજવો એનું નામ દર્શન છે. આ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ આત્મગુણ છે. આ ગુણનો ઘાત કરનાર કર્મનું નામ દર્શનમોહનીય કર્મ છે. જેના દ્વારા આત્મા પોતાના યથાર્થ સ્વરૂપને પામે છે તેને ચારિત્ર કહે છે. ચારિત્રનો ઘાત કરનારું કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. દર્શનમોહનીય કર્મના વળી ત્રણ ભેદ છે – Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન ધર્મ-દર્શન સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. સમ્યત્વમોહનીય કર્મના દલિકો (દળિયા) અર્થાત્ કર્મપરમાણુઓ શુદ્ધ હોય છે. આ કર્મ શુદ્ધ - સ્વચ્છ પરમાણુઓવાળું હોવાના કારણે તત્ત્વરુચિરૂપ સમ્યત્વમાં બાધા પહોંચાડતું નથી પરંતુ તેના ઉદયના કારણે આત્માને સ્વાભાવિક સમ્યત્વ અર્થાત્ કર્મનિરપેક્ષ સમ્યકત્વ એટલે ક્ષાયિક સમ્યક્ત્વ થઈ શકતું નથી. પરિણામે તેને સૂક્ષ્મ પદાર્થોના ચિન્તનમાં શંકાઓ થયા કરે છે. મિથ્યાત્વમોહનીયના દલિકો અશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયના કારણે જીવ હિતને અહિત સમજે છે અને અહિતને હિત. વિપરીત બુદ્ધિના કારણે તેને તત્ત્વનો યથાર્થ બોધ થઈ શકતો નથી. મિશ્રમોહનીયના દલિકો અર્ધવિશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયના કારણે જીવને ન તો તત્ત્વરૂચિ થાય છે કે ન તો અતત્ત્વરુચિ થાય છે. આનું બીજું નામ સમ્યફ-મિથ્યાત્વ મોહનીય છે. આ સમ્યક્ત્વમોહનીય અને મિથ્યાત્વમોહનીયનું મિશ્રિતરૂપ છે જે તત્ત્વાર્થશ્રદ્ધાન અને અતત્ત્વાર્થશ્રદ્ધાન એ બન્ને અવસ્થાઓમાંથી શુદ્ધ રૂપમાં કોઈ પણ એક અવસ્થાને પ્રાપ્ત થવા દેતું નથી. મોહનીયના બીજા મુખ્ય ભેદ ચારિત્રમોહનીયના બે ભેદ છે – કષાયમોહનીય અને નોકષાયમોહનીય. કષાયમોહનીયના મુખ્ય ચાર પ્રકાર છે – ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ આદિ ચારે કષાય તીવ્રતામન્દતાની દૃષ્ટિએ ચાર ચાર ભેદ ધરાવે છે – અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. આમ કષાયમોહનીય કર્મના કુલ સોળ ભેદ થયા જેમનો ઉદય થવાથી જીવમાં ક્રોધ આદિ કષાયો ઉત્પન્ન થાય છે. અનન્તાનુબન્ધી ક્રોધ આદિના પ્રભાવે જીવ અનન્ત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. આ કષાય સમ્યકત્વનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થવાથી દેશવિરતિરૂપ શ્રાવકધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેની અવધિ એક વર્ષની છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થવાથી સર્વવિરતિરૂપ શ્રમણધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેની અવધિ ચાર મહિનાની છે. સંજવલન કષાયના પ્રભાવે શ્રમણ યથાખ્યાતચારિત્ર રૂપ સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતો નથી. આની અવધિ એક પખવાડિયાની છે. ઉપર્યુક્ત કાલમર્યાદાઓ સાધારણ દષ્ટિએ અર્થાત્ વ્યવહારનયથી છે. તેમનામાં યથાસંભવ પરિવર્તન પણ થઈ શકે છે. કષાયોના ઉદયની સાથે જેમનો ઉદય થાય છે અથવા જે કષાયોને ઉત્તેજિત કરે છે તેમને નોકષાય કહે છે. નોકષાયના નવ ભેદો છે – (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. સ્ત્રીવેદના ઉદયથી ૧. વાસદવર્તત્વીત્ કાયપેરાષિા. हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ।। Page #337 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૧૩ સ્ત્રીને પુરુષ સાથે સંભોગ કરવાની ઇચ્છા થાય છે. પુરુષવેદના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે. નપુંસકવેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે સંભોગ કરવાની કામના થાય છે. આ વેદ સંભોગની કામનાના અભાવરૂપ નથી પરંતુ તીવ્રતમ કામાભિલાષાના રૂપમાં છે જેનું લક્ષ્ય સ્ત્રી અને પુરુષ બન્ને છે. તેની નિવૃત્તિ અર્થાત્ તુષ્ટિ ચિરકાલસાધ્ય છે અને ચિરપ્રયત્નસાધ્ય છે. આ રીતે મોહનીય કર્મની કુલ ૨૮ ઉત્તર પ્રવૃતિઓ અર્થાત્ ભેદો છે – ૩ દર્શનમોહનીય + ૧૬ કષાયમોહનીય +૯નોકષાયમોહનીય. આયુકર્મની ઉત્તરપ્રકૃતિઓ ચાર છે– (૧) દેવાયુ, (૨) મનુષ્યાયુ, (૩) તિર્યંચા, અને (૪) નરકાયુ. આયુકર્મની વિવિધતાના કારણે જીવ દેવ આદિ જાતિઓમાં રહીને સ્વકૃત અનેકવિધ કર્મોને ભોગવતો અને નવાં કર્મોને ઉપાર્જતો રહે છે. આયુકર્મના અસ્તિત્વથી પ્રાણી જીવે છે અને ક્ષયથી મરે છે. આયુ બે પ્રકારનું હોય છે–અપવર્તનીય અને અનપવર્તનીય. બાહ્ય નિમિત્તોના કારણે જે આયુ ઘટે છે અર્થાત નિયત સમય પહેલાં પૂરું થઈ જાય છે તેને અપવર્તનીય આયુકહે છે. આનું પ્રચલિત નામ અકાલમરણ છે. જે આય કોઈ પણ કારણથી ઘટતું નથી અર્થાતુ નિયત સમયે જ પૂરું થાય છે તેને અનપવર્તનીય આયુ કહે છે. નામકર્મની એક સો ત્રણ ઉત્તરપ્રકૃતિઓ છે. આ ઉત્તરપ્રકૃતિઓ ચાર ભાગોમાં વિભક્ત છે – પિંડપ્રકૃતિઓ, પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક અને સ્થાવરદશક. આ પ્રકૃતિઓના કારણરૂપ કર્મોનાં પણ તે જ નામો છે જે આ પ્રવૃતિઓનાં છે. પિંડપ્રકૃતિઓમાં પંચોતેર પ્રકૃતિઓ સમાવેશ પામે છે. તે આ પ્રમાણે છે– (૧) ચાર ગતિઓ–દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય; (૨) પાંચ જાતિઓ – એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય; (૩) પાંચ શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ; (૪) ત્રણ ઉપાંગ – ઔદારિક, વૈક્રિય અને આહારક (તેજસ અને કામણ શરીરને ઉપાંગો હોતાં નથી); (૫) પંદર બન્ધન – ઔદારિકઔદારિક, દારિકતજસ, ઔદારિકકામણ, ઔદારિકતૈજસકાર્મણ, વૈક્રિયવૈક્રિય,વૈક્રિયતૈજસ, વૈક્રિયકાશ્મણ, વૈક્રિયતૈજસકાર્પણ, આહારકઆહારક, આહારકર્તજસ, આહારકકાર્મણ, આહારકર્તસકાર્પણ, તૈસતેજસ, તૈસકાર્પણ અને કાશ્મણકામણ; (૬) પાંચ સંધાતન – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ; (૭) છ સંહનન – વજઋષભનારાચ, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિક અને સેવાર્ત; (૮) છ સંસ્થાન – સમચતુરગ્ન, જોધપરિમંડલ, સાદિ, કુ, વામન અને હુંડ; (૯) શરીરના પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને સિત; (૧૦) બે ગન્ધસુરભિગન્ધ અને દુરભિગન્ધ; (૧૧) પાંચ રસ– તિક્ત, કટુ, કષાય, આમ્સ અને Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન ધર્મ-દર્શન મધુર; (૧૨) આઠ સ્પર્શ - પરાઘાત, ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ; (૧૩) ચાર આનુપૂર્વીઓ — દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી; (૧૪) બે ગતિઓ શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિ. પ્રત્યેકપ્રકૃતિઓમાં નીચે જણાવેલી આઠ પ્રકૃતિઓ સમાવેશ પામે છે ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણ અને ઉપઘાત. ત્રસદશકમાં નીચે જણાવેલી પ્રકૃતિઓ છે - · ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશઃકીર્તિ. સ્થાવરદશકમાં ત્રણદશકથી ઊલટી દસ પ્રકૃતિઓ સમાવિષ્ટ છે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય અને અયશઃકીર્તિ. આમ નામકર્મની ઉપર ગણાવેલી એકસો ત્રણ (૭૫ પિંડપ્રકૃતિઓ + ૮ પ્રત્યેકપ્રકૃતિઓ + ૧૦ ત્રસદશક + ૧૦ સ્થાવરદર્શક) ઉત્તરપ્રકૃતિઓ છે. આ પ્રકૃતિઓના આધારે જીવોનાં શારીરિક વૈવિધ્યનું નિર્માણ થાય છે. ૧ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ➖➖➖➖ - - ગોત્રકર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે ઉચ્ચ અને નીચ. જે કર્મના ઉદયના કારણે જીવ ઉચ્ચ કુલમાં જન્મ લે છે તેને ઉચ્ચગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયના કારણે જીવ નીચ કુલમાં જન્મ લે છે તેને નીચગોત્ર કર્મ કહે છે. ઉચ્ચ કુલનો અર્થ છે સંસ્કારી અને સદાચારી કુલ. નીચ કુલનો અર્થ છે અસંસ્કારી અને આચારહીન કુલ. - શારીરિક (માનસિક સહિત) વૈવિધ્યનાં કારણોમાં પ્રધાનપણે બે પ્રકારનાં કર્મો સમાવેશ પામે છે નામ અને ગોત્ર. નામકર્મ સંક્ષેપમાં શુભ અને અશુભ શરીરનું કારણ છે જ્યારે ગોત્રકર્મ શારીરિક ઉચ્ચત્વ અને નીચત્વનું કારણ છે. શુભ શરીર સુખનું કારણ બને છે અને અશુભ શરીર દુઃખનું કારણ બને છે. એ જ રીતે ઉચ્ચત્વ સુખનું અને નીચત્વ દુઃખનું કારણ છે. શુભ શરીર અને ઉચ્ચ શરીરમાં તેમ જ અશુભ શરીર અને નીચ શરીરમાં શું અંતર છે જેના કારણે નામ અને ગોત્ર એ બે પ્રકારનાં કર્મોની અલગ અલગ વ્યવસ્થા કરવી પડી ? જ્યારે નામકર્મથી સંપૂર્ણ શારીરિક વૈવિધ્યનું નિર્માણ થઈ શકે છે જેમાં શુભત્વ, અશુભત્વ, ઉચ્ચત્વ, નીચત્વ, સુરૂપત્વ, કુરૂપત્વ આદિ સમસ્ત કાયિક સદ્ગુણ-દુર્ગુણ સમાવેશ પામે છે ત્યારે ગોત્રકર્મની અલગ માન્યતાથી શો લાભ ? જૈન કર્મવ્યવસ્થાને જોવાથી એવું જણાય છે કે નામકર્મનો સંબંધ વ્યક્તિના તે શારીરિક ગુણો સાથે છે જે તેના પોતાના છે અર્થાત્ જેમનો કોઈ કુલવિશેષ કે વંશવિશેષ — - ૧. નામકર્મ સંબંધી વિશેષ વિવેચન માટે જુઓ – કર્મગ્રન્થ, પ્રથમ ભાગ અર્થાત્ કર્મવિપાક (પંડિત સુખલાલજીકૃત હિન્દી અનુવાદ સાથે), પૃ. ૫૮-૧૦૫; Outlines of Jaina Philosophy (M. L. Mehta), પૃ. ૧૪૨-૧૪૫; Outlines of Karma In Jainism (M.L.Mehta), પૃ. ૧૦-૧૩. Page #339 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૧૫ સાથે સંબંધ નથી, જ્યારે ગોત્રકર્મનો સંબંધ તેના તે શારીરિક ગુણો સાથે છે જે તેના કુલ યા વંશ સાથે સંબંધ ધરાવે છે તથા તેના પોતાના માતા-પિતાના માધ્યમથી જ તેનામાં આવેલા છે. માતાપિતાના માધ્યમથી આવેલા ગુણો માટે સંતાનનાં કર્મો જવાબદાર કેવી રીતે હોઈ શકે? જો કોઈ સારાઈ કે બૂરાઈ માતાપિતાના કારણે કોઈમાં ઉત્પન્ન થતી હોય તો તેના માટે તે વ્યક્તિ કેવી રીતે જવાબદાર હોઈ શકે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે અમુક જીવનું અમુક સ્થાને અમુક રૂપમાં ઉત્પન્ન થવું એ તે જીવના અમુક પ્રકારના કર્મ પર નિર્ભર છે. જીવ જ્યારે પોતાના કર્મને અનુરૂપ અમુક અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે તત્કાલીન પરિસ્થિતિ અને સ્વશક્તિ તેમ જ સ્થિતિ અનુસાર અમુક ગુણોને પણ ગ્રહણ કરે છે. તે ગુણોમાંથી કેટલાક ગુણ એવા હોય છે જેમનો સંબંધ માતાપિતા સાથે અથવા વંશપરંપરા સાથે હોય છે. આ રીતે માતાપિતાના માધ્યમથી આવેલા સારાનરસા શારીરિક ગુણો માટે સન્તાનનું કર્મ પ્રત્યક્ષરૂપે ભલે જવાબદાર ન હો પરંતુ પરોક્ષરૂપે તો અવશ્ય જવાબદાર છે જ. તેનું મુખ્ય કારણ વ્યક્તિની પોતાની કર્મસમ્પત્તિ છે. જેની કર્મસમ્પત્તિ અપેક્ષાકૃત જેટલી અધિક સમૃદ્ધ અર્થાત શુભ હશે તેનું ગોત્રકર્મ તેટલું જ અધિક ઉચ્ચ હશે તથા જેની કર્મસમ્પતિ અપેક્ષાકૃત જેટલી અધિક અસમૃદ્ધ અર્થાત્ અશુભ હશે તેનું ગોત્રકર્મ પણ તેટલું જ અધિક નીચ હશે. જેમ મનુષ્ય આદિ ગતિઓ, પંચેન્દ્રિય આદિ જાતિઓ, ઔદારિક આદિ શરીરો અને આ જાતનાં અન્ય શારીરિક લક્ષણોથી નામકર્મનો પરિચય થાય છે તેમ ગોત્રકર્મનો પરિચય કયાં શારીરિક લક્ષણોથી થાય છે? રૂપ, રંગ, ધર્મ, જાતિ, વર્ણ આદિ દ્વારા ઉચ્ચ અથવા નીચ ગોત્રની જાણ થઈ શકતી નથી કેમ કે કોઈ પણ રૂપ, કોઈ પણ રંગ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ણની વ્યક્તિ ઉચ્ચ ગોત્રની પણ હોઈ શકે છે અને નીચ ગોત્રની પણ હોઈ શકે છે. કોઈ રંગ-રૂપવિશેષ યા વર્ણ-જાતિવિશેષને જોઈને એ કહી શકાતું નથી કે આ રંગ-રૂપવાળી યા આ વર્ણ-જાતિવાળી વ્યક્તિ ઉચ્ચ ગોત્રની છે અને તદિતર વ્યક્તિ નીચ ગોત્રની. રંગ અને રૂપનો સંબંધ નામકર્મ સાથે છે. તથા વર્ણ, જાતિ, ધર્મ આદિનો સંબંધ શરીર સાથે ન હોતાં સામાજિક, સામ્પ્રદાયિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ અને માન્યતાઓ સાથે છે. અમુક સમાજ અથવા અમુક દેશમાં જે વર્ણ અથવા જાતિને નીચ સમજવામાં આવે છે, અન્યત્ર તેને તેવો સમજવામાં નથી આવતો. એટલું જ નહિ, તે દેશ અથવા સમાજમાં પણ અમુક વ્યક્તિને ત્યાં સુધી નીચ નથી સમજવામાં આવતી જ્યાં સુધી તેના વિશે એ જાણ નથી થતી કે તે અમુક વર્ણ કે જાતિની છે. જો વર્ણ, જાતિ આદિ સાથે ઉચ્ચ-નીચનો સંબંધ હોત તો તેની સર્વદા અને સર્વત્ર તેવી પ્રતીતિ થાત. પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. તેથી માનવું જોઈએ કે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન ધર્મ-દર્શન ઉચ્ચ-નીચ ગોત્રનો સંબંધ વર્ણ, જાતિ આદિ સાથે ન હોતાં વંશ, કુલ અથવા માતાપિતા સાથે છે જે કોઈપણ વર્ણ, જાતિ, સમાજ, દેશ, ધર્મ, રંગનાં હોઈ શકે છે. જેમ નામકર્મનો સંબંધ શરીર સાથે છે તેવી જ રીતે ગોત્રકર્મનો સંબંધ પણ શરીર સાથે જ છે. - જો ગોત્રકર્મનો સંબંધ શરીર સાથે છે તો એવાં ક્યાં શારીરિક લક્ષણો છે જેમને જોવાથી એ ખબર પડી જાય કે અમુક વ્યક્તિ ઉચ્ચ ગોત્રની છે કે નીચ ગોત્રની? વંશાગત શારીરિક સ્વસ્થતા, સુરૂપતા, સંસ્કારસમ્પન્નતા આદિ ઉચ્ચ ગોત્રનાં લક્ષણો છે અને અસ્વસ્થતા, કુરૂપતા, સંસ્કારહીનતા આદિ નીચ ગોત્રનાં લક્ષણો છે. જે વ્યક્તિમાં વંશાગત જેવાં શારીરિક ગુણ કે લક્ષણો મળે કે જણાય તે વ્યક્તિને તે જ લક્ષણોને અનુરૂપ ગોત્રવાળી સમજવામાં આવે છે, ભલે ને તેની સામાજિક જાતિ કોઈ પણ હોય. જેમ શુભ નામકર્મના ઉદયથી શારીરિક શુભત્વ તથા અશુભ નામકર્મના ઉદયથી શારીરિક અશુભત્વ પ્રાપ્ત થાય છે તેમ ઉચ્ચ ગોત્રકર્મના ઉદયથી શારીરિક ઉત્કૃષ્ટતા (કુલીનતા) તથા નીચ ગોત્રકર્મના ઉદયથી શારીરિક નિકૃષ્ટતા (કુલીનતા) પ્રાપ્ત થાય છે. જેમ કોઈ પણ વર્ગની વ્યક્તિ શુભ નામકર્મના કારણે શુભ શરીરવાળી અને અશુભ નામકર્મના કારણે અશુભ શરીરવાળી બને છે તેવી જ રીતે કોઈ પણ વર્ગની વ્યક્તિ ઉચ્ચ ગોત્રકર્મના કારણે ઉત્કૃષ્ટ શરીરવાળી અને નીચ ગોત્રકર્મના કારણે નિકૃષ્ટ શરીરવાળી બને છે. નામકર્મ અને ગોત્રકર્મમાં એટલું જ અન્તર છે કે નામકર્મનો સંબંધ વ્યક્તિના પોતાના શારીરિક ગુણો સાથે છે જ્યારે ગોત્રકર્મનો સંબંધ વંશાગત અર્થાત પરંપરાગત શારીરિક ગુણો સાથે છે. જેમ વ્યક્તિના પોતાના ગુણોમાં અમુક હદ સુધી પ્રયત્ન દ્વારા પરિવર્તન થઈ શકે છે તેવી જ રીતે તેના પરંપરાગત ગુણોમાં પણ અમુક હદ સુધી પ્રયત્નજન્ય પરિવર્તન સંભવે છે. અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે – દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય. જે કર્મના ઉદયથી યોગ્ય અવસરે દાન કરવાનો ઉત્સાહ ન થાય તે દાનાન્તરાય કર્મ છે. જે કર્મનો ઉદય થતાં ઉદાર દાતાની ઉપસ્થિતિમાં પણ લાભની અર્થાત્ પ્રાપ્તિની ભાવના ન થાય તે લાભાન્તરાય કર્મ છે. અથવા યોગ્ય સામગ્રી હોવા છતાં પણ અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિની ભાવના ન થાય એ લાભાન્તરાય કર્મનું પરિણામ છે, ફળ છે. ભોગની સામગ્રી હાજર હોય અને ભોગ કરવાની ઇચ્છા પણ હોય તેમ છતાં જે કર્મના ઉદયથી વ્યક્તિ ભોગ્ય પદાર્થોનો ભોગ કરવા સમર્થ ન બને તે ભોગાન્તરાય કર્મ છે. તેવી જ રીતે ઉપભોગ્ય વસ્તુઓના ઉપભોગનું અસામર્થ્ય ઉપભોગાન્તરાય કર્મનું ફળ છે. જે પદાર્થ એક જ વાર ભોગવી શકાય તે ભોગ્ય કહેવાય છે અને જે પદાર્થ વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ્ય કહેવાય છે. અન્ન, જલ, ફલ આદિ ભોગ્ય પદાર્થ છે. વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી આદિ Page #341 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૧૭ ઉપભોગ્ય પદાર્થ છે. જે કર્મના ઉદયના કારણે વ્યક્તિ પોતાના વીર્ય અર્થાત્ સામર્થ્યશક્તિ-બળનો ઈચ્છવા છતાં પણ ઉપયોગ કરી ન શકે તેને વીર્યાન્તરાય કર્મ કહે છે. અન્તરાય કર્મ અંગે પ્રાયઃ એવી માન્યતા પ્રચલિત જણાય છે કે કોઈ વસ્તુની પ્રાપ્તિ આદિમાં બાહ્ય વિપ્ન ઉપસ્થિત હોવા છતાં પણ કહી દેવામાં આવે છે કે અત્તરાય કર્મના ઉદયના કારણે અમુક વસ્તુ પ્રાપ્ત થઈ ન શકી ઇત્યાદિ. શું અત્તરાયકર્મનો સંબંધ બાહ્ય પદાર્થોની અપ્રાપ્તિ આદિ સાથે છે? અત્તરાયકર્મનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે “અત્તરાયશબ્દનો અર્થ વિઘ્ન છે. જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય અર્થાત્ વિનષ્ટ થાય તેને વિગ્ન યા અન્તરાય કહે છે ....વિશેષે હન્યતે– નાર્તિબ્ધો વિનાશજોને.... વિનમ્ સત્યમ્ આ વ્યુત્પત્તિમાં લબ્ધિઓનો નાશ કરનારા કર્મને અત્તરાયકર્મ કહેવામાં આવેલ છે. લબ્ધિનો અર્થ થાય છે સામર્થ્યવિશેષ અર્થાત્ શક્તિવિશેષ. જે કર્મ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યરૂપ શક્તિઓનું હનન યા નાશ કરે છે તે અત્તરાયકર્મ છે. જે રીતે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મ આત્માના જ્ઞાન વગેરે મૂલ ગુણોનો ઘાત અર્થાતુ નાશ કરે છે તે રીતે અન્તરાયકર્મ પણ આત્માના વીર્યરૂપી મૂળ ગુણનું ઘાતક છે અર્થાત્ શક્તિનો નાશ કરનારું છે. આત્મામાં અસીમ શક્તિ છે પરંતુ અત્તરાયકર્મના ઉદયના કારણે આ શક્તિ કુંઠિત થઈ જાય છે. જેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન અને સુખની પરાકાષ્ઠા સ્વભાવતઃ વિદ્યમાન હોય છે પરંતુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કર્મના ઉદયના કારણે તેમનો ઘાત થાય છે તેવી જ રીતે આત્મામાં શક્તિની પરાકાષ્ઠા સ્વભાવતઃ વિદ્યમાન હોવા છતાં પણ અત્તરાયકર્મના ઉદયના કારણે તેનો ઘાત થાય છે. આ ઘાત અથવા વિપ્ન વિષયભેદે પાંચ પ્રકારનો મનાયો છે – (૧) દાનાત્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગાત્તરાય, (૪) ઉપભોગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય સાથે સંબંધ ધરાવતા પદાર્થો અને બાહ્ય વિષયો છે તથા તત્સમ્બદ્ધ કર્મ અર્થાત દાનાન્તરાય આદિ કર્મ આન્તરિક છે.દેય વસ્તુ હોવા છતાં અને યોગ્ય અવસર પણ ઉપસ્થિત થવા છતાં પણ દેવાની (દાન કરવાની) ભાવના ન થવી એ દાનાત્તરાયકર્મના ઉદયનું ફળ છે. આ કર્મના ઉદયથી વ્યક્તિની અંદર દેવાની ભાવના યા ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એનાથી ઊલટુંદાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ હોતાં વ્યક્તિની અંદર દેવાની (દાન કરવાની) ભાવના જન્મે છે. આન્તરિક ભાવનાના અભાવમાં ૧. સટીક પ્રથમ કર્મગ્રન્થ, પૃ. ૫. ૨. પાડઅસદુદમહeણવ, પૃ. ૭૨૨. ૩. સટીક પ્રથમ કર્મગ્રન્થ, પૃ. ૫૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન ધર્મ-દર્શન ન બાહ્ય પદાર્થનુ દાન ન કરવું અને આંન્તરિક ઇચ્છા (ભાવના) હોતાં બાહ્ય વસ્તુનું દાન કરવું એ ભાવનાના અસદ્ભાવ અને સદ્ભાવનું સાધારણ ફળ છે. વિશેષ પરિસ્થિતિમાં એવું પણ જોવામાં આવે છે કે આન્તરિક ઇચ્છા ન હોવા છતાં પણ બાહ્ય વસ્તુનું દાન વ્યક્તિ કરે છે અને આન્તરિક ઇચ્છા (ભાવના) હોવા છતાં પણ બાહ્ય વસ્તુનું દાન વ્યક્તિ કરી શકતી નથી. આ પરિસ્થિતિઓમાં દાનાન્તરાયકર્મના ઉદય-ક્ષય-ઉપશમનો નિર્ણય બાહ્ય પદાર્થોના દાનના આધાર ઉપર કરી શકાય નહિ. બાહ્ય પદાર્થનું દાન કરવું કે કરી શકવું અથવા ન કરવું કે ન કરી શકવું વ્યક્તિની પોતાનાથી ભિન્ન એવી અન્ય પરિસ્થિતિઓ ઉપર પણ નિર્ભર કરે છે. આ પરિસ્થિતિઓનો સંબંધ વ્યક્તિના દાનાન્તરાયકર્મ સાથે હોતો નથી. વ્યક્તિનું દાનાન્તરાયકર્મ તો તેની પોતાની ભાવના સાથે સંબંધ ધરાવે છે, બાહ્ય પદાર્થો કે બાહ્ય પરિસ્થિતિઓ સાથે સંબંધ ધરાવતું નથી. હા, બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ કર્મોના ઉદય-ક્ષય-ઉપશમમાં નિમિત્ત અવશ્ય બની શકે છે પરંતુ ઉપાદાન તો આન્તરિક જ રહે છે. દાનાન્તરાયકર્મ આદિ કર્મોનો નિર્ણય વ્યક્તિની આન્તરિક ભાવનાઓ, આકાંક્ષાઓ, ઇચ્છાઓ, શક્તિઓ, કામનાઓના આધાર પર કરવો જોઈએ, બાહ્ય પદાર્થો અને પરિસ્થિતિઓના આધાર પર નહિ. લભ્ય વસ્તુ હાજર હોવા છતાં તેમ જ અનુકૂળ અવસ૨ હોવા છતાં પણ જે કર્મના ઉદયના કારણે તે વસ્તુને મેળવવાની ઇચ્છા જ ન જાગે તે કર્મ લાભાન્તરાયકર્મ કહેવાય છે. લાભાન્તરાયકર્મનું કામ તો લાભની યા પ્રાપ્તિની ઇચ્છાને જાગવા ન દેવી એટલું જ માત્ર છે. ઇચ્છા જાગવા છતાં પણ વસ્તુની પ્રાપ્તિ થવી કે ન થવી અન્ય પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. દેય વસ્તુ વિદ્યમાન હોય, દાતાની ભાવના પણ અનુકૂળ હોય, લેનાર વ્યક્તિ પણ લેવાની ઇચ્છા ધરાવતી હોય તેમ છતાં પણ અન્ય પરિસ્થિતિઓની પ્રતિકૂળતાના કારણે અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવી એ કોઈ અજુગતી વાત નથી. લાભાન્તરાયકર્મનું કાર્ય પ્રાપ્તકર્તાની આન્તરિક ઇચ્છાનો નિરોધ કરવાનું છે, અને નહિ કે પ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિમાં બાધક બનવાનું. બાહ્ય વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો પ્રત્યક્ષ સંબંધ તો કર્મ સાથે છે જ નહિ, પરોક્ષ સંબંધ પણ અનિવાર્યપણે નથી. કર્મનો ઉદય-ક્ષય-ઉપશમ થવા છતાં પણ અનિવાર્યપણે બાહ્ય વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિ થતી નથી. પરિસ્થિતિઓની અનુકૂળતા-પ્રતિકૂળતા અનુસાર પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ફેરફાર થઈ શકે છે. દાનાન્તરાયકર્મનો ઉદય ન થવા છતાં પણ દાનક્રિયામાં વિઘ્ન આવી શકે છે, દાનાન્તરાયકર્મનો ઉદય થવા છતાં પણ દાનક્રિયા થઈ શકે છે, લાભાન્તરાયકર્મનો ઉદય ન થવા છતાં પણ પ્રાપ્તિક્રિયામાં બાધા આવી શકે છે, લાભાન્તરાયકર્મનો ઉદય થવા છતાં પણ પ્રાપ્તિક્રિયા થઈ શકે છે, ઇત્યાદિ. Page #343 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૧૯ ભોગ અને ઉપભોગમાં શું અંતર છે ? જેનો એક વાર જ ઉપયોગ થઈ શકે છે તે વસ્તુનો ઉપયોગ ભોગ છે અને જેનો વારંવાર ઉપયોગ થઈ શકે તે વસ્તુનો ઉપયોગ ઉપભોગ છે. આહાર આદિનો ઉપયોગ ભોગ છે અને વસ્ત્ર આદિનો ઉપયોગ ઉપભોગ છે. જે અન્તરાયકર્મનો સંબંધ ભોગ સાથે હોય તેને ભોગાન્તરાયકર્મ કહે છે અને જે અન્તરાયકર્મનો સંબંધ ઉપભોગ સાથે હોય તેને ઉપભોગાન્તરાયકર્મ કહે છે. જેમ દાનાન્તરાયકર્મ અને લાભાન્તરાયકર્મનો સંબંધ વ્યક્તિની ભાવના અથવા ઇચ્છાશક્તિ સાથે છે તેમ ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મ પણ પ્રત્યક્ષપણે વ્યક્તિના આન્તરિક સામર્થ્ય સાથે સમ્બદ્ધ છે, બાહ્ય પદાર્થ સાથે સમ્બદ્ધ નથી. આહારાદિની અનુકૂળતા અને આવશ્યકતા હોવા છતાં પણ જે કર્મના ઉદયના કારણે ખાવાપીવાની ઇચ્છા-રુચિ ન થાય તેને ભોગાન્તરાયકર્મ કહે છે. તેવી જ રીતે વસ્ત્ર આદિ સાથે સંબંધિત કર્મનું નામ ઉપભોગાન્તરાય છે. ભોજ્ય અને ઉપભોજ્ય પદાર્થો ઉપલબ્ધ હોવા છતાં અને ભોગઉપભોગાન્તરાય કર્મનો ક્ષય-ઉપશમ હોવા છતાં પણ બાહ્ય પરિસ્થિતિઓની પ્રતિકૂળતાના કારણે ભોગોપભોગમાં બાધા/વિઘ્ન આવી શકે છે. વીર્ય અર્થાત્ સામાન્ય સામર્થ્ય કે શક્તિ. જે કર્મના ઉદયથી સ્વસ્થ અને સબળ શરીર ધારણ કરવા છતાં પણ વ્યક્તિ નાનકડું કામ કરવામાં પણ અસમર્થ બની જાય તે કર્મને વીર્યાન્તરાયકર્મ કહે છે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે વ્યક્તિમાં સામર્થ્ય હોવા છતાં પણ બાહ્ય બાધાઓના કારણે તે પોતાની તે શક્તિનો ઉપયોગ કરી શકતી નથી. આ પરિસ્થિતિમાં વીર્યાન્તરાયકર્મનો ઉદય ન સમજવો જોઈએ. જ્યારે વ્યક્તિના સામર્થ્યમાં આન્તરિક વિઘ્ન ઉત્પન્ન થાય અર્થાત્ તે પોતાના કર્મના (અટ્ઠષ્ટના) કારણે વિદ્યમાન શક્તિનો સમય આવ્યે ઉપયોગ ન કરી શકે ત્યારે જ તેના વીર્યાન્તરાયકર્મનો ઉદય સમજવો જોઈએ. આમ અન્તરાયકર્મનો સંબંધ બાહ્ય પદાર્થોની અપ્રાપ્તિ આદિ સાથે નથી પરંતુ આન્તરિક શક્તિઓના હનન સાથે છે. જે કર્મ દાન-લાભ-ભોગઉપભોગ-વીર્યરૂપ આન્તરિક શક્તિઓની અભિવ્યક્તિમાં બાધક બને છે તે અન્તરાયકર્મ છે. આઠ પ્રકારના મૂલ કર્મો અથવા કર્મપ્રકૃતિઓના કુલ એક સો અઠ્ઠાવન ભેદ થાય છે, તે નીચે પ્રમાણે : ૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ ૪. મોહનીય કર્મ ૫ ૯ ૨ ૨૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જૈન ધર્મ-દર્શન . . . . . . ૧૦૩ ૫. આયુકર્મ ૬. નામકર્મ ૭. ગોત્રકર્મ ૮. અન્તરાયકર્મ કર્મ કુલ ૧૫૮ કર્મની સ્થિતિ જૈન કર્મગ્રન્થોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોની વિભિન્ન સ્થિતિઓ (ઉદયમાં રહેવાનો કાળ) બતાવવામાં આવી છે, તે નીચે પ્રમાણે છે. અધિકતમ સમય ન્યૂનતમ સમય ૧. જ્ઞાનાવરણીય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત ૨. દર્શનાવરણીય ૩. વેદનીય બાર મુહૂર્ત ૪. મોહનીય સિત્તેર કોટાકોટિ સાગરોપમ અન્તમુહૂર્ત ૫. આયુ તેત્રીસ સાગરોપમ ૬. નામ વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત ૭. ગોત્ર વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત ૮. અન્તરાય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત સાગરોપમ આદિ સમયના વિવિધ ભેદોના સ્વરૂપના સ્પષ્ટીકરણ માટે અનુયોગદ્વાર વગેરે ગ્રન્થો જોવા જોઈએ. તેનાથી જૈનોની કાલવિષયક માન્યતાનું જ્ઞાન પણ મળી શકશે. કર્મફળની તીવ્રતામન્દતા કર્મફળની તીવ્રતા અને મન્દતાનો આધાર તનિમિત્તક કષાયોની તીવ્રતા-મન્દતા ઉપર છે. જે જીવ જેટલી વધુ કષાયની તીવ્રતાથી યુક્ત હશે તેનાં પાપકર્મ અર્થાત્ અશુભકર્મ તેટલાં જ પ્રબળ અને પુણ્યકર્મ અર્થાત શુભકર્મ તેટલાં જ નિર્બળ હશે. જે જીવ જેટલો વધુ કષાયમુક્ત અને વિશુદ્ધ હશે તેનાં પુષ્પકર્મ તેટલાં જ વધુ પ્રબળ અને પાપકર્મ તેટલાં જ અધિક દુર્બળ હશે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૧ કર્મસિદ્ધાન્ત કર્મના પ્રદેશ જીવ પોતાની કાયિક આદિ ક્રિયાઓ દ્વારા જેટલા કર્મપ્રદેશો અર્થાત કર્મપરમાણુઓનો સંગ્રહ કરે છે તે બધા કર્મપ્રદેશો વિવિધ પ્રકારના કર્મોમાં વિભક્ત થઈને આત્મા સાથે બદ્ધ થાય છે. આયુકર્મને સૌથી ઓછો હિસ્સો મળે છે. નામકર્મને તેનાથી થોડો વધુ હિસ્સો મળે છે. ગોત્રકર્મનો હિસ્સો પણ નામકર્મ જેટલો જ હોય છે. તેનાથી કંઈક અધિક હિસ્સો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અત્તરાય આ ત્રણમાંથી દરેક કર્મને પ્રાપ્ત થાય છે. આ ત્રણે કર્મોના હિસ્સાઓ સરખા રહે છે. તેનાથી પણ અધિક હિસ્સો મોહનીય કર્મને મળે છે. સૌથી વધુ હિસ્સો વેદનીય કર્મને મળે છે. આ પ્રદેશોનું વળી ઉત્તરપ્રવૃતિઓમાં અર્થાત્ ઉત્તરભેદોમાં વિભાજન થાય છે. પ્રત્યેક પ્રકારના બદ્ધ કર્મના પ્રદેશોની ન્યૂનતા-અધિકતાનો આ જ આધાર છે. પુણ્ય અને પાપ જૈન કર્મવાદ અનુસાર જગતનું પ્રત્યેક કાર્ય કર્મજન્ય નથી હોતું. તેવી જ રીતે જગતની પ્રત્યેક ઘટના કર્મના કારણે નથી બનતી. જગતમાં થનારાં કાર્યો અને ઘટનાઓનાં વિવિધ કારણો હોય છે. કેટલીક ઘટનાઓ પૌદ્ગલિક હોય છે, કેટલીક કાલજન્ય હોય છે, કેટલીક સ્વાભાવિક હોય છે, કેટલીક આકસ્મિક યા સંયોગવશ હોય છે, અને કેટલીક વૈયક્તિક અથવા સામાજિક પ્રયત્નજન્ય હોય છે. જૈન કર્મવાદ વિશુદ્ધ વ્યક્તિવાદી છે. જેવી રીતે જૈન તત્ત્વવાદ આત્માને સ્વદેહપરિમાણ માને છે તેવી જ રીતે જૈન કર્મવાદ કર્મને સ્વશરીરપ્રમાણ માની તેને વ્યક્તિ સુધી જ સીમિત રાખે છે. જેમ જીવ પોતાના શરીરમાં બદ્ધ રહીને જ પોતાનું કાર્ય કરે છે તેવી જ રીતે કર્મ પણ પોતાના શરીરની સીમામાં રહીને જ પોતાનું કાર્ય કરે છે. જેમ આત્મા સર્વવ્યાપક નથી તેમ જ કર્મ પણ સર્વવ્યાપક નથી. આત્મા અને કર્મનાં કાર્યો અથવા ગુણો દેહ સુધી જ સીમિત હોવાથી તેમના આધારભૂત આત્મા અને કર્મ પણ સ્વદેહ સુધી જ પરિમિત છે. વસ્તુતઃ આત્મા અને કર્મ(નોકર્મસહિત)ના મિશ્રિત રૂપનું નામ જ દેહ છે. જૈન કર્મવાદી નિયાયિકની જેમ કાર્યમાત્ર પ્રતિ કર્મને કારણ માનવાના પક્ષમાં નથી.જૈન કર્મવાદથી વિપરીત નૈયાયિક ઈશ્વર અને કર્મને કાર્યમાત્ર પ્રતિ સાધારણ કારણ માને છે. કર્મ બે પ્રકારનાં હોય છે – શુભ અને અશુભ. શુભ કર્મનું બીજું નામ પુણ્ય છે અને અશુભ કર્મનું બીજું નામ પાપ છે. આમ પુણ્ય અને પાપ શુભ અને અશુભ કર્મો સિવાય બીજું કંઈ જ નથી. શુભ અને અશુભ આ બન્ને પ્રકારનાં કર્મોનો સંબંધ જીવના શરીર (સચેતન) સાથે હોવાથી પુણ્ય.અને પાપ એ બન્નેનો સંબંધ પણ તે જ શરીર સાથે જ છે. જ્યારે કહેવામાં આવે છે કે અમુક વ્યક્તિ પુણ્યવાન છે ત્યારે જૈન કર્મવાદની Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન ધર્મ-દર્શન દષ્ટિએ આ કથનનું તાત્પર્ય એ છે કે તે વ્યક્તિનું શરીર શુભકર્મોદયયુક્ત છે અર્થાત્ તે વ્યક્તિના શરીર સાથે સંબંધ ધરાવતી ઇન્દ્રિયો, વાણી, મન વગેરે અને તેમની પ્રવૃત્તિઓ એટલે કે મન-વચન-કાયાની ક્રિયાઓ શુભ અર્થાત સુખદ છે. બીજા શબ્દોમાં, તે વ્યક્તિ બધી રીતે અથવા સામાન્યપણે અથવા અધિકાંશે સુખી છે. આ જ રીતે જે વ્યક્તિ પાપી હોય છે તે બધી રીતે અથવા અધિકાંશે દુઃખી હોય છે. આમ પુણ્ય અને પાપનું ફળ ક્રમશઃ સુખ અને દુઃખ છે. સુખ અને દુઃખ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર અર્થાત્ વ્યક્તિના શારીરિક અને માનસિક ગઠન ઉપર આધાર રાખે છે જેનું નિર્માણ પુણ્ય અને પાપ અર્થાત્ શુભ અને અશુભ કર્મોના આધારે થાય છે. જો પાપ-પુણ્યથી જ દુઃખ-સુખ થતું હોય તો બાહ્ય પદાર્થોની શું આવશ્યકતા છે? જો પાપ-પુણ્ય દુ:ખ-સુખની ઉત્પત્તિનું જ કારણ છે તો બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કયાં કારણોથી થાય છે? બીજા શબ્દોમાં, સુખ-દુઃખની ઉત્પત્તિમાં બાહ્ય પદાર્થોનો શો ફાળો છે તથા તેમની પ્રાપ્તિનાં કયાં કારણો છે? આ બે પ્રશ્નો આ સંદર્ભમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ સુખ-દુઃખની ઉત્પત્તિમાં અવશ્ય સહાયક બને છે, એમાં કોઈ સંદેહ નથી, પરંતુ તેમને સુખ-દુઃખનું મૂળ કારણ માનવું તર્કસંગત નથી. જે વ્યક્તિમાં સુખદુ:ખની ઉત્પત્તિની શક્તિ યા યોગ્યતા વિદ્યમાન હોય છે અર્થાત જે વ્યક્તિમાં પુણ્ય અને પાપનું અસ્તિત્વ હોય છે તે વ્યક્તિમાં જ બાહ્ય પદાર્થ સુખ અને દુઃખ ઉત્પન્ન કરી શકે છે. જે વ્યક્તિ અમુક પ્રકારનાં સુખ કે દુઃખથી પર છે અર્થાત્ જે વ્યક્તિમાં અમુક પ્રકારનાં સુખ-દુ:ખ ઉત્પન્ન નથી થઈ શકતાં તે વ્યક્તિને તે સીમા સુધી બાહ્ય પદાર્થો પ્રભાવિત કરતા નથી. તાત્પર્ય એ કે બાહ્ય પદાર્થ કોઈ વ્યક્તિને તે જ સીમા સુધી પ્રભાવિત કરે છે જે સીમા સુધી તે વ્યક્તિનું વ્યક્તિત્વ તેમનાથી પ્રભાવિત થઈ શકતું હોય. કોઈ પણ પદાર્થ અથવા વાતાવરણ બધાંને એકસરખાં પ્રભાવિત કરી શકતાં નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું છે અર્થાત્ દરેકનાં પુણ્ય-પાપની સંચિતિ એટલે કે સુખદુખનો અનુભવ કરવાની યોગ્યતા એકસરખી નથી. બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ વ્યક્તિમાં રહેલી યોગ્યતા અનુસાર જ સુખ-દુ:ખ ઉત્પન્ન કરવામાં સહાયક કારણ તરીકે કાર્ય કરે છે. સુખ-દુઃખનું મૂલ કારણ તો વ્યક્તિમાં જ મોજૂદ હોય છે જે પુણ્ય-પાપના સંગ્રહના રૂપે હોય છે. આમ સુખ-દુઃખનું ઉપાદાનકારણ અર્થાત મૂળ કારણ વ્યક્તિ પોતે જ છે, જ્યારે બાહ્ય પદાર્થો નિમિત્તકારણો યા સહાયક કારણો માત્ર છે. આ દષ્ટિએ બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓનું મહત્ત્વ સ્વીકારવું પડશે કેમ કે કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાનકારણની પ્રધાનતા હોવા છતાં પણ નિમિત્તકારણનો પણ ફાળો હોય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૨૩ ઉપાદનકારણ એકસરખું હોવા છતાં નિમિત્તકારણની ભિન્નતાના કારણે કાર્યમાં કંઈક ભિન્નતા આવે જ છે. આમ સુખદુઃખનો અનુભવ કરવાની શક્તિ અર્થાત્ પુણ્ય-પાપનો સંચય એકસરખો હોવા છતાં પણ બાહ્ય પદાર્થો તથા પરિસ્થિતિઓ એકસરખાં ન હોવાના કારણે સુખ-દુ:ખની અનુભૂતિમાં કંઈક અંતર રહેવું અસ્વાભાવિક નથી. જેવી રીતે બાહ્ય વસ્તુઓની અભિન્નતા યા સમાનતા હોવા છતાં પણ વ્યક્તિત્વની અસમાનતાના કારણે સુખ-દુ:ખની અનુભૂતિમાં અત્તર પડે છે તેવી જ રીતે વ્યક્તિત્વની અભિન્નતા યા સમાનતા હોવા છતાં પણ બાહ્ય પરિસ્થિતિઓની અસમાનતાના કારણે સુખ-દુઃખના અનુભવમાં ભિન્નતા આવવી, અંતર પડવું સ્વાભાવિક છે. બાહ્ય પદાર્થો અથવા સાધનોની પ્રાપ્તિનાં કેટલાંય કારણો હોય છે. તે બધાં કારણોને આપણે બે વર્ગોમાં વહેંચી શકીએ : પોતાના પુરુષાર્થ અથવા પ્રયત્ન દ્વારા પદાર્થની પ્રાપ્તિ અને સ્વતઃ અર્થાત્ કોઈ પણ પ્રયત્ન વિના જ પદાર્થની પ્રાપ્તિ. પ્રયત્ન દ્વારા વસ્તુની પ્રાપ્તિમાં અનેક બાહ્ય કારણોની સાથે સાથે જ પુણ્ય-પાપ આન્તરિક કારણ પણ પોતાનો યથોચિત ફાળો આપે છે. વ્યક્તિએ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે અનુકૂળ યા પ્રતિકૂળ પ્રયત્ન કરવો એ તેની બુદ્ધિ, શક્તિ, વિચારધારા, વિશ્વાસ આદિ ઉપર આધાર રાખે છે. આ બધા ગુણો વ્યક્તિના પાપ-પુણ્યપુંજ અનુસાર હોય છે અર્થાત્ જે વખતે વ્યક્તિના વ્યક્તિત્વનું જેવું રૂપ હોય છે તે સમયે તેને અનુરૂપ બુદ્ધિ આદિ દ્વારા બાહ્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તે પ્રયત્ન કરે છે. તેનાં પુણ્ય-પાપ સાથે સર્વથા અસમ્બદ્ધ બાહ્ય પરિસ્થિતોઓની અનુકૂળતા કે પ્રતિકૂળતાની સ્થિતિમાં ફલપ્રાપ્તિમાં અન્તર પડવું અર્થાત્ કયારેક ઇચ્છિત ફળની પ્રાપ્તિ થવી, કયારેક ઇચ્છિત ફળની પ્રાપ્તિ ન થવી, ક્યારેક અધિક ફળની પ્રાપ્તિ થવી, ક્યારેક ન્યૂન ફળની પ્રાપ્તિ થવી ઇત્યાદિ તેનો આધાર તેનાં પુણ્ય-પાપ ઉપર નથી. તેના માટે ન તો તેના પુણ્યની પ્રશંસા કરવી જોઈએ કે ન તો તેના પાપની નિન્દા. જ્યાં સુધી તેની બુદ્ધિ, શક્તિ, શ્રમશીલતા આદિનો તે ફલપ્રાપ્તિ સાથે સંબંધ હોય ત્યાં સુધી જ તેના પુણ્ય-પાપની પ્રશંસા-નિન્દા કરવી જોઈએ. સંયોગવશ અલ્પ પ્રયત્ન કરવા છતાં પણ અધિક લાભ થઈ શકે છે તથા ખૂબ જ પ્રયત્ન કરવા છતાં પણ પૂરતો લાભ થઈ શકતો નથી, એટલું જ નહિ પણ કેટલીક વાર તો પુરુષાર્થ વિના જ અકસ્માત્ ઘણો જ મોટો લાભ થઈ જાય છે તથા તેનાથી ઊલટું ક્યારેક અથક પ્રયત્ન કરવા છતાં પણ કંઈ પણ પ્રાપ્ત થતું નથી. આ બધી દશાઓનો પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ નથી. કોઈ વ્યક્તિનાં પુણ્ય-પાપ તેના વ્યક્તિત્વને સંચાલિત અને પ્રભાવિત કરે છે, તે વ્યક્તિના નિયત્રણમાં રહેલી પરિસ્થિતિઓને નિયત્રિત અને નિર્મિત કરે છે. જે પરિસ્થિતિઓ અને ઘટનાઓ તે વ્યક્તિના નિયત્રણની બહાર છે તેમના માટે તે જવાબદાર નથી, તેમની સાથે તે Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન ધર્મ-દર્શન વ્યક્તિનાં પુણ્ય-પાપનો કોઈ સંબંધ નથી. આવી પરિસ્થિતિઓ અને ઘટનાઓ પોતપોતાનાં વિશિષ્ટ કારણોથી ઉત્પન્ન થાય છે જેમનો તે વ્યક્તિ સાથે સાક્ષાત્ યા અસાક્ષાત્ કોઈ સંબંધ હોતો નથી. સંયોગવશ કે અકસ્માત્ તે પરિસ્થિતિઓ તથા ઘટનાઓ તે વ્યક્તિના સુખ-દુઃખનું કારણ બની જાય છે. હા તે પરિસ્થિતિઓ અને ઘટનાઓથી પ્રભાવિત થવાની યોગ્યતા તો તે વ્યક્તિની પોતાની હોય છે તેનાં પાપ-પુણ્યની દેણ છે. બાહ્ય સાધનો અર્થાત્ ધન આદિની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે એવો કોઈ ઐકાન્તિક નિયમ નથી. પુણ્યશાલીઓ અર્થાત્ સદાચારીઓની જેમ પાપી અર્થાત્ દુરાચારી અને ભ્રષ્ટાચારી પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરનારા દેખાય છે. એટલું જ નહિ, બહુધા પાપી લોકો સમૃદ્ધિમાં પુણ્યાત્માઓથી આગળ નીકળી જતા જણાય છે. તેનું કારણ જે હો તે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે પાપપૂર્ણ આચરણથી પણ ધન આદિની પ્રાપ્તિ થઈ શકે છે અર્થાત્ પાપીઓ સમૃદ્ધિશાલી હોઈ શકે છે. સમૃદ્ધિ હોય કે ન હોય, સુખ-દુઃખનો અનુભવ તો મુખ્યપણે આન્તરિક કારણો અર્થાત્ પુણ્ય-પાપના આધાર પર થાય છે. સમૃદ્ધિશાલી પણ દુઃખી જોવામાં આવે છે, જ્યારે નિર્ધન વ્યક્તિ પણ સુખનો અનુભવ કરવાવાળી હોય છે. વિપુલ સંગ્રહ કરનારા પણ દુ:ખી જોવામાં આવ્યા છે જ્યારે અકિંચન પણ સુખી જણાતા હોય છે. જેમ એવો નિયમ નથી કે ધન વગેરેની પ્રાપ્તિ પુણ્યથી જ થાય તેવી જ રીતે એવો પણ નિયમ નથી કે પુણ્યથી ધન આદિની પ્રાપ્તિ થાય જ. પુણ્યપૂર્ણ કૃત્ય હો કે પાપપૂર્ણ કૃત્ય હો, પરિસ્થિતિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતા અનુસાર ધનાદિની પ્રાપ્તિ થઈ પણ શકે કે ન પણ થાય. જેમ ધન આદિની પ્રાપ્તિ પુણ્યયુક્ત અને પાપયુક્ત અર્થાત્ સારાં અને બૂરાં બન્ને પ્રકારનાં કાર્યોથી થઈ શકે છે તેમ ધન આદિનો ઉપયોગ પણ પુણ્યમય અને પાપમય બન્ને પ્રકારનાં કાર્યોમાં કરી શકાય છે. પુણ્યમય અર્થાત્ સત્કાર્યમાં કરાતો ધનોપયોગ શુભ કર્મોનું ઉપાર્જન કરનારો હોવાના કારણે સુખદ હોય છે, જ્યારે પાપમય અર્થાત્ અસત્કાર્યમાં કરાતો ધનોપયોગ અશુભ કર્મોનું ઉપાર્જન કરનારો હોવાના કારણે દુઃખદ હોય છે.આ જ વાત પુણ્યયુક્ત અને પાપયુક્ત ધનોપાર્જનની બાબતમાં પણ સમજવી જોઈએ. કોઈ વસ્તુની પુરુષાર્થ દ્વારા થતી અર્થાત્ પ્રયત્નજન્ય પ્રાપ્તિ પુણ્ય-પાપ સાથે સમ્બદ્ધ હોઈ શકે છે પરંતુ કોઈ પણ જાતના પુરુષાર્થ વિના જ સ્વતઃ થતી ધન આદિની પ્રાપ્તિનો પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ જણાતો નથી. જે સાધનસામગ્રી કોઈના જન્મ પહેલાં જ ક્યાંક મોજૂદ હોય અને તેને સંયોગવશ કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કર્યા વિના જ પ્રાપ્ત થઈ જાય તો તેમાં પુણ્યનો હાથ કેવી રીતે હોઈ શકે ? તેના જન્મ પહેલાં તો તેનું પુણ્ય ત્યાં હતું જ નહિ, તેથી તે સાધનસામગ્રીના ઉપાર્જન સાથે તેનો સંબંધ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ કર્મસિદ્ધાન્ત હોવાનો પ્રશ્ન જ નથી. અનુભવ તો એ જ સૂચવે છે કે તે સામગ્રીનું ઉપાર્જન કોઈ અન્યના પુરુષાર્થથી થયું છે. તે તો સંયોગવશ તેનો સ્વામી બની ગયો છે. તેણે પોતે તે સામગ્રીના ઉપાર્જનમાં કોઈ જાતનો પ્રયત્ન કર્યો નથી. આવી સ્થિતિમાં તે સાધનસામગ્રી તેના પુણ્ય સાથે કેવી રીતે સમ્બદ્ધ હોઈ શકે? હા, તે સાધનસામગ્રીના નિમિત્તથી થનારાં સુખ-દુઃખ અવશ્ય તે વ્યક્તિનાં પુણ્ય-પાપ સાથે સમ્બદ્ધ હોય છે. આ જ વાત સંયોગવશ થનારી સાધનસામગ્રીની અપ્રાપ્તિ અંગે પણ સમજવી જોઈએ અર્થાત્ સ્વતઃ પ્રાપ્ત નિર્ધનતા પાપનું પરિણામ નથી પરંતુ તે નિર્ધનતાથી થનારાં સુખ-દુઃખ પુયપાપનાં પરિણામ છે. આમ પુણ્ય-પાપનું ફળ અમીરી-ગરીબી નથી પરંતુ સુખ-દુઃખ છે. શુભ-અશુભ કર્મોનો સંબંધ શરીર સાથે હોવાથી પુણ્ય-પાપ અને તત્પરિણામરૂપ સુખ-દુ:ખ પણ શરીર સાથે જ સમ્બદ્ધ છે. બાહ્ય પદાર્થ સુખ-દુઃખની ઉત્પત્તિમાં નિમિત્તકારણ હોઈ શકે છે. સુખ-દુઃખનું ઉપાદાનકારણ તો શુભ-અશુભ કર્મરૂપ પુણ્યપાપ જ છે. કર્મની વિવિધ અવસ્થાઓ જૈન કર્મશાસ્ત્રમાં કર્મની વિવિધ અવસ્થાઓનું વર્ણન મળે છે. આ અવસ્થાઓ કર્મનાં બબ્ધ, પરિવર્તન, સત્તા, ઉદય, ક્ષય સાથે સંબંધ ધરાવે છે. તેમનું સ્થૂળપણે વર્ગીકરણ અગિયાર ભેદોમાં કરી શકાય. તે ભેદનાં નામ નીચે મુજબ છે – (૧) બન્ધન, (૨) સત્તા, (૩) ઉદય, (૪) ઉદીરણા, (૫) ઉદ્વર્તના, (૬) અપવર્તના, (૭) સંક્રમણ, (૮) ઉપશમન, (૯) નિધત્તિ, (૧૦) નિકાચન અને (૧૧) અબાધ.' (૧) બધુન - આત્માની સાથે કર્મપરમાણુઓનું બંધાવું અર્થાત નિરક્ષીરવત એકાકાર થઈ જવું બન્ધન કહેવાય છે. બન્ધન પછી જ અન્ય અવસ્થાઓ શરૂ થાય છે. બન્ધનના ચાર પ્રકાર છે : પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબ% અથવા રસબન્ધ અને પ્રદેશ બન્યા. તેમનું વર્ણન અમે કરી દીધું છે. (૨) સત્તા – બદ્ધ કર્મપરમાણુ પોતાની નિર્જરા એટલે કે ક્ષય થાય ત્યાં સુધી આત્મા સાથે સમ્બદ્ધ રહે છે. આ અવસ્થાનું નામ સત્તા છે. આ અવસ્થામાં કર્મો પોતાનાં ફળ આપતાં નથી પરંતુ એમને એમ પડ્યાં રહે છે. (૩) ઉદય – કર્મની સ્વફલ પ્રદાન કરવાની અવસ્થાનું નામ ઉદય છે. ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલો પોતાની પ્રકૃતિ અનુસાર ફળ દઈને નાશ પામે છે. કર્મપુદ્ગલનો નાશ ક્ષય અથવા નિર્જરા કહેવાય છે. (૪) ઉદીરણા– નિયત સમય પહેલાં કર્મોનું ઉદયમાં આવવું ઉદીરણા કહેવાય છે. જૈન કર્મવાદ કર્મની એકાન્ત નિયતિમાં વિશ્વાસ કરતો નથી, મનાતો નથી. જેવી ૧. આત્મમીમાંસા, પૃ. ૧૨૮-૧૩૧; Jaina Psychology, પૃ. ૨૫-૨૯. Page #350 -------------------------------------------------------------------------- ________________ દ જ આ ૩૨૬ જૈન ધર્મ-દર્શન રીતે પ્રયત્નપૂર્વક નિયત કાળથી પહેલાં ફળ પકવવામાં આવે છે તેવી જ રીતે નિયત સમય પહેલાં બદ્ધ કર્મોને ભોગવી શકાય છે. સામાન્ય રીતે જે કર્મનો ઉદય ચાલુ હોય તે કર્મના સજાતીય કર્મની જ ઉદીરણા સંભવે છે. બન્ધન, સત્તા, ઉદય અને ઉદીરણામાં કેટલી કર્મપ્રકૃતિઓ (ઉત્તરપ્રકૃતિઓ) હોય છે એનો પણ જૈન કર્મશાસ્ત્રમાં વિચાર કરવામાં આવ્યો છે. બન્ધનમાં કર્મપ્રકૃતિઓની સંખ્યા એક સો વીસ, ઉદયમાં એક સો બાવીસ, ઉદીરણામાં પણ એક સો બાવીસ અને સત્તામાં એક સો અઠ્ઠાવન માનવામાં આવી છે. નીચેના કોષ્ટકમાં આ ચાર અવસ્થાઓમાં રહેનારી ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા આપવામાં આવી છે. કયા કર્મની ઉત્તરપ્રકૃતિઓ બન્ધન ઉદય ઉદીરણા સત્તા ૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ ૨ ૨ ૨ ૨ ૪. મોહનીય કર્મ ર૬ ૨૮ ૨૮ ૨૮ ૫. આયુકર્મ ૪ ૪ ૪ ૪ ૬. નામકર્મ ૬૭ ૬૭ ૫૭ ૧૦૩ ૭. ગોત્રકર્મ ૨ ૨ ૨ ૨ ૮. અન્તરાયકર્મ કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૫૮ સત્તામાં બધી જ ઉત્તરપ્રકૃતિઓનું અસ્તિત્વ હોય છે જેમની સંખ્યા એકસો અઠ્ઠાવન છે. ઉદયમાં કેવળ એક સો બાવીસ પ્રકૃતિઓ હોય છે કેમ કે આ અવસ્થામાં પંદર બંધન અને પાંચ સંઘાતન—નામકર્મની આ વસ પ્રકૃતિઓ અલગથી ગણવામાં આવી નથી પરંતુ પાંચ શરીરોમાં જ તેમનો સમાવેશ કરી લીધો છે. સાથે જ વર્ણ, ગબ્ધ, રસ તથા સ્પર્શ આ ચાર પિંડપ્રકૃતિઓની વીસ ઉત્તરપ્રકૃતિઓના સ્થાને કેવળ ચાર જ પ્રવૃતિઓ ગણવામાં આવી છે. આ રીતે કુલ એક સો અઠ્ઠાવન પ્રકૃતિઓમાંથી નામકર્મની છત્રીસ (વીસ અને સોળ) પ્રકૃતિઓ બાદ કરવાથી એક સો બાવીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે ઉદયમાં આવે છે. ઉદીરણામાં પણ આ જ પ્રકૃતિઓ હોય છે કેમ કે જે પ્રકૃતિઓમાં ઉદયની યોગ્યતા હોય છે તેની જ ઉદીરણા થાય છે. બન્ધનાવસ્થામાં કેવળ એક સો ૧. કર્મવિપાક (પં. સુખલાલજીકૃત હિન્દી અનુવાદ), પૃ. ૧૧૧. ૮ જ જે તે • Page #351 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત , ૩૨૭ વીસ પ્રકૃતિઓનું જ અસ્તિત્વમાનવામાં આવ્યું છે. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય કર્મોનું બન્ધન અલગથી ન હોતાં મિથ્યાત્વમોહનીય કર્મના રૂપમાં જ થાય છે કેમ કે (કર્મજન્ય) સમ્યક્ત્વ અને સમ્યફ-મિથ્યાત્વમિથ્યાત્વની જ વિશોધિત અવસ્થાઓ છે. આ બે પ્રકૃતિઓને ઉપર્યુક્ત એક સો બાવીસ પ્રવૃતિઓમાંથી બાદ કરવાથી એક સો વીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે બન્ધનાવસ્થામાં વિદ્યમાન રહે છે. (૫) ઉદ્વર્તના – બદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગ(રસ)નો નિશ્ચય બન્ધન સમયે વિદ્યમાન કષાયની તીવ્રતા-મદતા અનુસાર થાય છે. ત્યાર પછીના સ્થિતિવિશેષ અથવા ભાવવિશેષ – અધ્યવસાયવિશેષના કારણે તે સ્થિતિ તથા અનુભાગમાં વૃદ્ધિ થવી એ ઉદ્વર્તના કહેવાય છે. આ અવસ્થાને ઉત્કર્ષણ પણ કહે છે. (૬) અપવર્તના – બદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગમાં અધ્યવસાયવિશેષ દ્વારા ઓછપ લાવવી એનું નામ અપવર્તના છે. આ અવસ્થા ઉદ્વર્તનાથી બિલકુલ ઊલટી છે. તેનું બીજું નામ અપકર્ષણ પણ છે. આ અવસ્થાઓની માન્યતાથી એ જ સિદ્ધ થાય છે કે કોઈ પણ કર્મની સ્થિતિ અને ફળની તીવ્રતામંદતામાં કોઈ જાતનું પરિવર્તન થઈ શકતું જ નથી એવી વાત નથી. પોતાના પ્રયત્નવિશેષ અથવા અધ્યવસાયવિશેષની શુદ્ધતા-અશુદ્ધતાથી તેમનામાં વખતોવખત પરિવર્તન થતું રહે છે. એક વખત આપણે કોઈ અશુભ કાર્ય કર્યું અર્થાતુ પાપકર્મ કર્યું અને પછી બીજે વખતે શુભ કાર્ય કર્યું તો પૂર્વબદ્ધ કર્મની સ્થિતિ વગેરેમાં યથાસંભવ પરિવર્તન થઈ શકે છે. આ જ રીતે શુભ કાર્ય દ્વારા બંધાયેલ કર્મની સ્થિતિ આદિમાં પણ અશુભ કાર્ય કરવાથી સમયાનુસાર પરિવર્તન થઈ શકે છે. તાત્પર્ય એ છે કે વ્યક્તિના અધ્યવસાયો અનુસાર કર્મની અવસ્થાઓમાં પરિવર્તન થતું રહે છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને જૈન કર્મવાદને ઇચ્છા સ્વાતન્યનો વિરોધી નથી માનવામાં આવ્યો. (૭) સંક્રમણ – એક પ્રકારનાં કર્મયુગલોની સ્થિતિ આદિનું બીજા પ્રકારનાં કર્મપુદ્ગલોની સ્થિતિ આદિમાં પરિવર્તન અથવા પરિણમન થવું એ સંક્રમણ કહેવાય છે. સંક્રમણ કોઈ એક મૂલપ્રકૃતિની ઉત્તરપ્રવૃતિઓમાં જ થાય છે, વિભિન્ન મૂલપ્રકૃતિઓમાં થતું નથી. બીજા શબ્દોમાં, સજાતીય પ્રવૃતિઓમાં જ સંક્રમણ મનાયું છે, વિજાતીય પ્રકૃતિઓમાં નથી મનાયું. આ નિયમના અપવાદ રૂપે આચાર્યોએ કહ્યું છે કે આયુકર્મની પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી અને ન તો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં કે ન તો દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રવૃતિઓમાં (કેટલાક અપવાદો છોડીને) પરસ્પર સંક્રમણ થતું નથી. આમ આયુકર્મની ચાર ઉત્તરપ્રકૃતિઓ, | દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, તથા દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રકૃતિઓ ઉપર Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન ધર્મ-દર્શન જણાવેલા નિયમમાં અપવાદ છે. (૮) ઉપશમન – કર્મની જે અવસ્થામાં ઉદય અથવા ઉદીરણા સંભવતાં નથી તેને ઉપશમન કહે છે. આ અવસ્થામાં ઉદ્વર્તના, અપવર્તન અને સંક્રમણની સંભાવનાનો અભાવ નથી. જેવી રીતે રાખથી આવૃત અગ્નિ તે અવસ્થામાં રહેતાં પોતાના કાર્યવિશેષને કરતો નથી પરંતુ રાખનું આવરણ દૂર થતાં જ પુનઃ પ્રજ્વલિત થઈ પોતાનું કાર્ય કરવા તૈયાર થઈ જાય છે તેવી જ રીતે ઉપશમન અવસ્થામાં રહેલું કર્મ તે અવસ્થા સમાપ્ત થતાં જ પોતાનું કાર્ય કરવાનું શરૂ કરી દે છે અર્થાત્ ઉદયમાં આવીને પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે. (૯) નિધત્તિ – કર્મની તે અવસ્થા નિધત્તિ કહેવાય છે જેમાં ઉદીરણા અને સંક્રમણનો સર્વથા અભાવ હોય છે. આ અવસ્થામાં ઉદ્વર્તના અને અપવર્તના સંભવે (૧૦) નિકાચન – કર્મની તે અવસ્થાનું નામ નિકાચન છે જેમાં ઉદ્વર્તન, અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા એ ચારેનો અસંભવ હોય છે. આ અવસ્થાનો અર્થ એ છે કે કર્મનો જે રૂપમાં બંધ થયો હોય તે જ રૂપમાં તેને અનિવાર્યપણે ભોગવવું. આ અવસ્થાનું નામ નિયતિ પણ છે. આમાં ઇચ્છાસ્વાતત્યનો સર્વથા અભાવ હોય છે. કોઈ કોઈ કર્મની આ જ અવસ્થા હોય છે. (૧૧) અબાધ – કર્મ બંધાયા પછી અમુક સમય સુધી કોઈ પણ પ્રકારનું ફળ ન દેવું એ તે કર્મની અબાધાઅવસ્થા છે. આ અવસ્થાના સમયગાળાને અબાધાકાલ કહેવામાં આવે છે. આના ઉપર પહેલાં પ્રકાશ પાડી દીધો છે. ઉદયના માટે બીજી પરંપરાઓમાં પ્રારબ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સત્તા માટે સંચિત, બન્ધન માટે આગામી અથવા ક્રિયામાણ, નિકાચન માટે નિયતવિપાકી, સંક્રમણ માટે આવા પગમન, ઉપશમન માટે તનુ આદિ શબ્દોના પ્રયોગો મળે છે.' કર્મ અને પુનર્જન્મ કર્મ અને પુનર્જન્મનો અવિચ્છેદ્ય સંબંધ છે. કર્મનું અસ્તિત્વ સ્વીકારીએ એટલે એના ફળ રૂપે પરલોક અથવા પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. જે કર્મોનાં ફળ આ જન્મમાં મળતાં નથી તે કર્મોનાં ફળ ભોગવવા માટે પુનર્જન્મને માનવો અનિવાર્ય ૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકા (પં. સુખલાલજી દ્વારા સંપાદિત), પ્રસ્તાવના, પૃ. 48; Outlines of Indian Philosophy (P. T. Srinivasa Iyengar,) 4. ?. Page #353 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત છે. પુનર્જન્મ અને પૂર્વભવ ન માનીએ તો કૃતકર્મનો નિર્દેતુક વિનાશ (કૃતપ્રણાશ) અને અકૃત કર્મનો ભોગ (અકૃતકર્મભોગ) માનવો પડે. પરિણામે કર્મવ્યવસ્થા દૂષિત થઈ જાય. આ દોષોથી બચવા માટે કર્મવાદીઓને પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. તેથી વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે ભારતીય પરંપરામાં કર્મમૂલક પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. જૈન કર્યસાહિત્યમાં બધા સંસારી જીવોનો સમાવેશ ચાર ગતિઓમાં કરવામાં આવ્યો છે · મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ. મૃત્યુ પછી જીવ પોતાનાં કર્મ અનુસાર આ ચાર ગતિઓમાંથી કોઈ એક ગતિમાં જઈ જન્મ ગ્રહણ કરે છે. જ્યારે એક જીવ એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરવા માટે જાય છે ત્યારે આનુપૂર્વીનામકર્મ તેને ઉત્પત્તિસ્થાને પહોંચાડી દે છે. આનુપૂર્વીનામકર્મ માટે નાસારજ્જુ એટલે કે નાથનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. જેમ બળદને આમતેમ લઈ જવા માટે નાથની સહાયતા અપેક્ષિત છે તેવી જ રીતે જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પત્તિસ્થાને પહોંચવા માટે આનુપૂર્વીનામકર્મની મદદની જરૂરત પડે છે. સમશ્રેણી (ઋજુગતિ) માટે આનુપૂર્વાની આવશ્યકતા રહેતી નથી પરંતુ વિશ્રેણી (વક્રગતિ) માટે આનુપૂર્વીની આવશ્યકતા રહે છે. ગત્યત્તર વખતે જીવની સાથે કેવળ બે પ્રકારનાં બે શરીરો જ હોય છે – એક તૈજસ અને બીજું કાર્મણ. અન્ય પ્રકારનાં શરીરોનું (ઔદારિક અથવા વૈક્રિયનું) નિર્માણ ત્યાં પહોંચ્યા પછી શરૂ થાય છે. ગુણસ્થાન ૩૨૯ આધ્યાત્મિક વિકાસને વ્યાવહારિક પરિભાષામાં ચારિત્રવિકાસ કહી શકાય. મનુષ્યના આત્મિક ગુણોનું પ્રતિબિંબ તેના ચારિત્રમાં પડ્યા વિના રહેતું નથી. ચારિત્રની વિવિધ દશાઓના આધારે આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ અથવા અવસ્થાઓનું સહજપણે જ અનુમાન થઈ શકે છે. આત્માની વિવિધ અવસ્થાઓને ત્રણ મુખ્ય રૂપોમાં વિભક્ત કરી શકાય—નિકૃષ્ટતમ, ઉત્કૃષ્ટતમ અને તદન્તર્વર્તી. અજ્ઞાન અથવા મોહનું પ્રગાઢતમઆવરણ આત્માની નિકૃષ્ટતમ અવસ્થા છે. વિશુદ્ધતમ જ્ઞાન અથવા આત્યન્તિક વ્યપગતમોહતા આત્માની ઉત્કૃષ્ટતમ અવસ્થાછે. આ બેચરમ અવસ્થાઓ વચ્ચે રહેલી દશાઓ તૃતીય કોટિની અવસ્થાઓછે. પ્રથમ પ્રકારની અવસ્થામાં ચારિત્રશક્તિનોસંપૂર્ણ ડ્રાસ તથા દ્વિતીય પ્રકારની અવસ્થામાં ચારિત્રશક્તિનો સંપૂર્ણ વિકાસ થાય છે. આ બે પ્રકારની અવસ્થાઓ સિવાયની ચારિત્રવિકાસની જેટલી પણ અવસ્થાઓ છે તે બધીનો ૧. આ પરંપરાઓની પુનર્જન્મ અને પરલોક વિશેની માન્યતાઓ માટે જુઓ આત્મમીમાંસા, પૃ. ૧૩૪-૧૫૨. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન ધર્મ-દર્શન સમાવેશ ઉભય ચરમાન્તર્વર્તી બીજી કોટિમાં થાય છે. આત્મવિકાસ અથવા ચારિત્રવિકાસની બધી અવસ્થાઓને જૈન કર્મશાસ્ત્રમાં ચૌદ ભાગોમાં વિભાજિત કરી છે જે “ચૌદ ગુણસ્થાન'ના નામે પ્રસિદ્ધ છે. આ જૈનાચારના ચૌદ સોપાનો છે અર્થાતુ જૈન ચારિત્રરૂપી સીડીના ચૌદ પગથિયાં છે. સાધકે આ પગથિયાં ચડવા-ઊતરવા પડે છે. આત્મિક ગુણોના વિકાસની ક્રમિક અવસ્થાઓને ગુણસ્થાનો કહે છે. જૈન દર્શન માને છે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય અને પરિપૂર્ણ સુખમય છે. તેને જૈન પદાવલીમાં અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસુખ અને અનન્તવીર્ય કહેવામાં આવે છે. આ સ્વરૂપને વિકૃત અથવા આવૃત કરવાનું કામ કર્મોનું છે. કર્માવરણની ઘટા જેમ જેમ ગાઢ બનતી જાય છે તેમ તેમ આત્મિક શક્તિનો પ્રકાશ મન્દ થતો જાય છે. તેનાથી ઊલટું જેમ જેમ કર્મોનું આવરણ દૂર થતું જાય છે અથવા શિથિલ થતું જાય છે તેમ તેમ આત્માની શક્તિ વધુ ને વધુ પ્રગટ થતી જાય છે. આત્મિક શક્તિના અલ્પતમ આવિર્ભાવવાળી અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં આત્મિક શક્તિનો પ્રકાશ અત્યન્ત મન્દ હોય છે. આગળનાં ગુણસ્થાનોમાં આ પ્રકાશ ક્રમશઃ વધતો જાય છે. અત્તિમ અર્થાત્ ચૌદમા ગુણસ્થાનમાં આત્મા પોતાના અસલ રૂપમાં પહોંચી જાય છે. આત્મશક્તિનાં ચાર પ્રકારનાં આવરણોમાં – અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ ચાર કર્માવરણોમાં મોહનીય કર્મનું આવરણ પ્રધાન છે. મોહની તીવ્રતા-મન્દતા ઉપર અન્ય આવરણોની તીવ્રતા-મન્દતા આધાર રાખે છે. આ કારણે જ ગુણસ્થાનોની વ્યવસ્થામાં શાસ્ત્રકારોએ મોહશક્તિની તીવ્રતા-મન્દતાનું વિશેષ અવલંબન લીધું છે. મોહ મુખ્યપણે બે રૂપોમાં ઉપલબ્ધ થાય છે – દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, દર્શનમોહનીય આત્માને યથાર્થતા-સમ્યકત્વ-વિવેકશીલતાથી દૂર રાખે છે. ચારિત્રમોહનીય આત્માને વિવેકયુક્ત આચરણ (પ્રવૃત્તિ) કરવા દેતું નથી. દર્શનમોહનીયના કારણે વ્યક્તિની ભાવના, વિચાર, દષ્ટિ, ચિન્તન અથવા શ્રદ્ધા સમ્યક બની શકતી નથી, સાચી (સમીચીન) બની શકતી નથી. સમ્યક દૃષ્ટિ હોવા છતાં પણ ચારિત્રમોહનીયના કારણે વ્યક્તિનો ક્રિયાકલાપ સમ્યફ અર્થાત્ નિર્દોષ બની શકતો નથી. આમ મોહનું આવરણ એવું છે જે વ્યક્તિને ન તો સમ્યક વિચાર પામવા દે છે કે ન તો તેને સમ્યફ આચાર ભણી પ્રવૃત્ત થવા દે છે. (૧) મિથ્યાદૃષ્ટિ – પ્રથમ ગુણસ્થાનનું નામ દર્શનમોહનીયના આધારે જ મિથ્યાદષ્ટિ રાખવામાં આવ્યું છે. આત્માની આ અધતમ અવસ્થા છે. તેમાં મોહની Page #355 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૩૧ પ્રબલતમ સ્થિતિ હોવાના કારણે વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ સાવ નીચલી કક્ષાએ હોય છે. આ ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિ મિથ્યાદષ્ટિ અર્થાત્ વિપરીત શ્રદ્ધાના કારણે રાગ-દ્વેષથી વશીભૂત થઈ આધ્યાત્મિક એટલે કે તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આમ આ ગુણસ્થાનનું મુખ્ય લક્ષણ મિથ્યાદર્શન અથવા મિથ્યા શ્રદ્ધાન છે. (૨) અલ્પકાલીન સમ્યક દૃષ્ટિ– બીજા ગુણસ્થાનનું નામ સાસ્વાદનસમ્યગ્દષ્ટિ અથવા સાસાદનસમ્યગ્દષ્ટિ છે. તેનો કાળ અતિ અલ્પ છે. મિથ્યાદષ્ટિ વ્યક્તિને મોહનો પ્રભાવ કંઈક ઓછો થતાં જ્યારે થોડી ક્ષણો માટે સમ્યકત્વ અર્થાત્ યથાર્થતાની અનુભૂતિ થાય છે–તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય છે–સાચી શ્રદ્ધા થાય છે ત્યારે તે વ્યક્તિની જે અવસ્થા હોય છે તેને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં રહેલો આત્મા તરત મોહોદયના કારણે સમ્યક્ત્વથી શ્રુત થઈ પુનઃ મિથ્યાત્વમાં પ્રવેશી જાય છે. આ અવસ્થામાં સમ્યક્ત્વનું અતિ અલ્પકાળ આસ્વાદન થવાના કારણે તેને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ નામ આપવામાં આવ્યું છે. તેમાં આત્માને સમ્યકત્વનો કેવળ સ્વાદ ચાખવા મળે છે, પૂરો રસ પ્રાપ્ત થતો નથી. (૩) મિશ્રદૃષ્ટિ–ત્રીજું ગુણ સ્થાન આત્માની તે મિશ્રિત અવસ્થા છે જેમાં ન તો કેવળ સમ્યગ્દષ્ટિ હોય છે કે ન તો કેવળ મિથ્યાદૃષ્ટિ હોય છે. તેમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બન્ને મિશ્રિત અવસ્થામાં હોય છે જેના કારણે આત્મામાં તત્ત્વાતત્ત્વનો યથાર્થ વિવેક કરવાની ક્ષમતા નથી હોતી. તે તત્ત્વને તત્ત્વ સમજવાની સાથે સાથે અતત્ત્વને પણ તત્ત્વ સમજતો હોય છે. આમ ત્રીજા ગુણ સ્થાનમાં વ્યક્તિની વિવેકશક્તિ પૂર્ણ વિકસિત નથી હોતી. આ અવસ્થા લાંબો વખત સુધી ચાલુ રહેતી નથી. તેમાં રહેલો આત્મા શીધ્ર જ પોતાની તત્કાલીન પરિસ્થિતિ અનુસાર કાં તો મિથ્યાત્વઅવસ્થાને પામે છે કાં તો સમ્યક્ત્વઅવસ્થાને. આ ગુણસ્થાનનું નામ મિશ્ર અર્થાત સમ્યફમિથ્યાષ્ટિ છે. (૪) ગ્રન્થિભેદ અને સમ્યક શ્રદ્ધા–મિથ્યાત્વઅવસ્થામાં રહેલો આત્મા અનુકૂળ સંયોગો અર્થાત્ કારણો પ્રાપ્ત થવાથી મોહનો પ્રભાવ કંઈક ઓછો થતાં જ્યારે વિકાસ તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનામાં તીવ્રતમ રાગ-દ્વેષને કંઈક મંદ કરવાવાળો બલવિશેષ ઉત્પન્ન થાય છે. તેને જૈન કર્મશાસ્ત્રમાં પ્રન્થિભેદ કહેવામાં આવે છે. ગ્રન્થિભેદનો અર્થ છે તીવ્રતમ રાગ-દ્વેષ અર્થાત્ મોહરૂપ ગાંઠનું છેદન અર્થાત્ શિથિલીકરણ. ગ્રન્થિભેદનું કામ ઘણું જ કઠિન હોય છે. તેના માટે આત્માને બહુ જ લાંબો સંઘર્ષ કરવો પડે છે. ચોથું ગુણસ્થાન આત્માની તે અવસ્થા છે જેમાં મોહ શિથિલ થવાના કારણે સમ્યક શ્રદ્ધા અર્થાત્ સદસદ્ધિર્વક તો વિદ્યમાન હોય છે પરંતુ સમ્યક Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન ચારિત્રનો અભાવ હોય છે. તેમાં વિચારશુદ્ધિ વિદ્યમાન હોવા છતાં પણ આચારશુદ્ધિનો અભાવ હોય છે. આ ગુણસ્થાનનું નામ અવિરતસમ્યગ્દષ્ટિ છે. ૩૩૨ (૫) દેશિવરતિ -દેશવિરતસમ્યગ્દષ્ટિનામના પાંચમા ગુણસ્થાનમાં વ્યક્તિની આત્મિક શક્તિ વધુ વિકસે છે, પ્રગટે છે. તે પૂર્ણપણે સમ્યક્ચારિત્રની આરાધના તો નથી કરી શકતી પરંતુ આંશિકપણે તેનું પાલન અવશ્ય કરે છે. આ અવસ્થામાં રહેલી વ્યક્તિને જૈન આચારશાસ્ત્રમાં ઉપાસક અથવા શ્રાવક કહેવામાં આવેલ છે. શ્રાવકની આંશિક ચારિત્રસાધના અણુવ્રત નામે પ્રસિદ્ધ છે. અણુવ્રતનો અર્થ છે સ્થૂલ, નાનું અથવા આંશિક ચારિત્ર અથવા નિયમ. અણુવ્રતી ઉપાસક પૂર્ણપણે અથવા સૂક્ષ્મ રીતે સમ્યક્ ચારિત્રનું પાલન કરવા અસમર્થ હોય છે. તે સ્થૂળપણે જ ચારિત્રનું પાલન કરે છે. સ્કૂલ હિંસા, અસત્ય આદિનો ત્યાગ કરીને પોતાનો વ્યવહાર ચલાવતો તે યત્કિંચિત્ આધ્યાત્મિક સાધના કરે છે. (૬) સર્વવિરતિ – છઠ્ઠા ગુણસ્થાનમાં સાધક થોડો આગળ વધે છે. તે દેશવિરતિ અર્થાત્ આંશિક વિરતિથી સર્વવિરતિ અર્થાત્ પૂર્ણવિરતિ ભણી જાય છે. આ અવસ્થામાં તે પૂર્ણપણે સમ્યક્ ચારિત્રની આરાધના આરંભી દે છે. તેનું વ્રત અણુવ્રત નહિ પણ મહાવ્રત કહેવાય છે. તે અણુવ્રતી ઉપાસક અથવા શ્રાવક કહેવાતો નથી પણ મહાવ્રતી સાધક અથવા શ્રમણ કહેવાય છે. આ બધું હોવા છતાં પણ એવું ન કહી શકાય કે આ અવસ્થામાં રહેલા સાધકનું ચારિત્ર સર્વથા વિશુદ્ધ હોય છે અર્થાત્ તેમાં કોઈ જાતનો દોષ હોતો નથી. અહીં પ્રમાદ વગેરે દોષોની ઓછીવત્તી સંભાવના રહે છે તેથી આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસંયત રાખવામાં આવ્યું છે. સાધક પોતાની આધ્યાત્મિક પરિસ્થિતિ અનુસાર આ ભૂમિકા પરથી નીચે પણ પડી શકે છે કે તેનાથી ઉપર પણ ચડી શકે છે. (૭) અપ્રમત્ત અવસ્થા સાતમા ગુણસ્થાને રહેલો સાધક પ્રમાદ આદિ દોષોથી મુક્ત થઈને આત્મસાધનામાં લગ્ન હોય છે. તેથી તેને અપ્રમત્તસંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં રહેલા સાધકને પ્રમાદજન્ય વાસનાઓ સાવ જ છોડી દેતી નથી. તે વાસનાઓ વચ્ચે વચ્ચે તેને પરેશાન કરતી રહે છે. પરિણામે તે ક્યારેક પ્રમાદાવસ્થામાં હોય છે તો ક્યારેક અપ્રમાદાવસ્થામાં. આમ સાધકની નાવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનો વચ્ચે ડોલતી રહે છે. - (૮) અપૂર્વકરણ ~ જો સાધકનું ચારિત્રબળ વિશેષ બળવાન હોય અને તે પ્રમાદઅપ્રમાદના આ સંઘર્ષમાં વિજયી બની સ્થાયી અપ્રમત્તઅવસ્થા પ્રાપ્ત કરી લે તો તેને તદનુગામી એક એવી શક્તિની સંપ્રાપ્તિ થાય છે જેનાથી રહ્યાસહ્યા મોહમળને પણ Page #357 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૩૩ નષ્ટ કરી શકાય છે. આ ગુણસ્થાનમાં સાધકને અપૂર્વ આત્મપરિણામરૂપ શુદ્ધિ અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય એવી વિશિષ્ટ આત્મગુણશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ અવસ્થામાં રહેલો સાધક અપૂર્વ આધ્યાત્મિક કરણ અર્થાત્ પહેલાં પ્રાપ્ત ન થયેલા આત્મગુણરૂપ સાધનને પ્રાપ્ત કરે છે અથવા તેના કરણની અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયાની અપૂર્વતા હોય છે, તેથી આ અવસ્થાનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. તેનું બીજું નામ નિવૃત્તિ ગુણસ્થાન પણ છે કેમ કે એમાં ભાવોની અર્થાત્ અધ્યવસાયોની વિષયાભિમુખતા · પુનઃ વિષયો ભણી પાછા ફરવાની ક્રિયા વિદ્યમાન હોય છે. - (૯) સ્થૂલ કષાય દૃષ્ટ, શ્રુત અથવા ભુક્ત વિષયોની આકાંક્ષાનો અભાવ હોવાના કા૨ણે નવમા ગુણસ્થાનમાં અધ્યવસાયો વિષયાભિમુખ નથી હોતા અર્થાત્ ભાવો પુનઃ વિષયો ભણી પાછા ફરતા નથી. આમ ભાવોની - અધ્યવસાયોની અનિવૃત્તિના કારણે આ અવસ્થાનું નામ અનિવૃત્તિ ગુણસ્થાન રાખવામાં આવ્યું છે. આ ગુણસ્થાનમાં આત્મા બાદર અર્થાત્ સ્થૂળ કષાયોના ઉપશમન અથવા ક્ષયમાં તત્પર રહે છે એટલે તેને અનિવૃત્તિબાદર ગુણસ્થાન, અનિવૃત્તિબાદરસમ્પરાય(કષાય) ગુણસ્થાન અથવા બાદરસમ્પરાય ગુણસ્થાન કહેવામાં આવે છે. (૧૦) સૂક્ષ્મ કષાય — - દસમું ગુણસ્થાન સૂક્ષ્મસમ્પરાયના નામે પ્રસિદ્ધ છે. તેમાં સૂક્ષ્મ લોભરૂપ કષાયનો ઉદય હોય છે. બીજા કષાયોનો ઉપશમ કે ક્ષય થઈ ગયો હોય છે. (૧૧) ઉપશાન્તકષાય જે સાધક ક્રોધ આદિ કષાયોનો નાશ નહિ પણ ઉપશમ કરતો જ આગળ વધે છે – વિકાસ કરે છે તે ક્રમશઃ ચારિત્રશુદ્ધિ કરતો અગિયારમા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાનમાં સાધકના સઘળા કષાયો ઉપશાન્ત થઈ જાય છે —દબાઈ જાય છે. તેથી તેનું ઉપશાન્તકષાય ગુણસ્થાન અથવા ઉપશાન્તમોહ ગુણસ્થાન નામ સાર્થક છે. આ ગુણસ્થાનમાં રહેલો આત્મા મોહને એક વાર સર્વથા દબાવી તો દે છે પરંતુ નિર્મૂલ નાશ ન થયો હોવાથી દબાયેલો મોહ રાખની નીચે ઢંકાયેલા-દબાયેલા અગ્નિની જેમ વખત આવ્યે પુનઃ પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે. પરિણામે આત્માનું પતન થાય છે. આત્મા આ અવસ્થામાંથી એક વાર તો અવશ્ય પતન પામે છે - આ ભૂમિકાએથી ચ્યુત થઈ નીચેની કોઈ ભૂમિકા ઉપર આવીને અટકે છે. એટલે સુધી કે આ ગુણસ્થાનેથી પતન પામનારો આત્મા કોઈ કોઈ વાર તો સૌથી નીચી ભૂમિકા અર્થાત્ મિથ્યાત્વગુણસ્થાન સુધી પહોંચી જાય છે. આવો આત્મા પુનઃ પોતાના પ્રયાસ દ્વારા કષાયોને ઉપશાન્ત યા નષ્ટ કરતો પ્રગતિ કરી શકે છે. (૧૨) ક્ષીણકષાય કષાયોનો ક્ષય કરી આગળ વધનારો સાધક દસમા ― Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જૈન ધર્મ-દર્શન ગુણસ્થાનના અન્તમાં લોભના અન્તિમ અવશેષનો નાશ કરી મોહથી સર્વથા મુક્તિ પામે છે. આ અવસ્થાનું નામ ક્ષીણકષાય અથવા ક્ષીણમોહ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર સાધકનું કદી પતન થતું નથી. અગિયારમાં ગુણસ્થાનથી ઊલટા સ્વરૂપવાળા આ બારમા ગુણસ્થાનની આ જ વિશેષતા છે. (૧૩) સદેહ મુક્તિ — મોહનો ક્ષય થતાં જ્ઞાનાદિનિરોધક અન્ય કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. પરિણામે આત્મામાં વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. આત્માની આ અવસ્થાનું નામ સયોગિકેવલી ગુણસ્થાન છે. કેવલીનો અર્થ છે કેવલજ્ઞાન અર્થાત્ સર્વથા વિશુદ્ધજ્ઞાનથી યુક્ત. સયોગીનો અર્થ છે યોગ અર્થાત્ કાયિક આદિ પ્રવૃત્તિઓથી યુક્ત. જે વિશુદ્ધ જ્ઞાની હોવા છતાં પણ શારીરિક પ્રવૃત્તિઓથી મુક્ત નથી તે સયોગી કેવલી કહેવાય છે. આ તેરમું ગુણસ્થાન છે. (૧૪) વિદેહ મુક્તિ —તેરમા ગુણસ્થાનમાં રહેલો સયોગી કેવલી જ્યારે પોતાના દેહથી મુક્તિ મેળવવા માટે વિશુદ્ધ ધ્યાનનો આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા અટકાવી દે છે ત્યારે તે આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. આત્માની આ અવસ્થાનું નામ અયોગિકેવલી ગુણસ્થાન છે. આ ચારિત્રવિકાસ અથવા આત્મવિકાસની ચરમ અવસ્થા છે. તેમાં આત્મા ઉત્કૃષ્ટતમ શુક્લધ્યાન દ્વારા સુમેરુ પર્વત જેવી નિષ્પ્રકમ્પ સ્થિતિને પ્રાપ્ત કરી છેવટે દેહત્યાગપૂર્વક સિદ્ધાવસ્થાને પામે છે. આનું નામ પરમાત્મપદ, સ્વરૂપસિદ્ધિ, મુક્તિ, નિર્વાણ અથવા મોક્ષ છે. આ આત્માની સર્વાંગીણ પૂર્ણતા, પૂર્ણ કૃતકૃત્યતા અને પરમ પુરુષાર્થસિદ્ધિ છે. તેમાં આત્માને અનન્ત અને અવ્યાબાધ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. બન્ધ અને મોક્ષ જૈન કર્મવાદમાં કર્મોપાર્જનનાં બે કારણો માનવામાં આવ્યાં છે – યોગ અને કષાય. શરીર, વાણી અને મનના સામાન્ય વ્યાપારને જૈન પરિભાષામાં યોગ કહે છે. બીજા શબ્દોમાં, જૈન પરિભાષામાં જીવની સામાન્ય પ્રવૃત્તિનું નામ યોગ છે. કષાય મનનો વ્યાપારવિશેષ છે. તે ક્રોધ આદિ માનસિક આવેગરૂપ છે. આ લોક કર્મની યોગ્યતા ધરાવતા પરમાણુઓથી ભરેલો છે. જ્યારે જીવ પોતાનાં મન, વચન કે કાયા દ્વારા કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની આસપાસ રહેલા કર્મયોગ્ય પરમાણુઓમાં આકર્ષણ થાય છે અર્થાત્ આત્મા પોતાની ચારે તરફ રહેલા કર્મપરમાણુઓને કર્મરૂપે ગ્રહણ કરે છે. આ પ્રક્રિયાનું નામ આસ્રવ છે. કષાયના કારણે કર્મપરમાણુઓનું આત્મા સાથે મળી જવું અર્થાત્ આત્મા સાથે બંધાઈ જવું બન્ધ કહેવાય છે. આમ તો પ્રત્યેક પ્રકારનો યોગ અર્થાત્ પ્રવૃત્તિ કર્મબન્ધનું કારણ છે પરંતુ જે યોગ ક્રોધ આદિ કષાયથી યુક્ત હોય Page #359 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ૩૩૫ છે તેનાથી થનારો કર્મબન્ધ દૃઢ હોય છે. કષાયરહિત પ્રવૃત્તિથી થનારો કર્મબન્ધ નિર્બળ યા નામનો જ હોય છે, આ તો નામ માત્રનો જ બન્ધ છે, તેનાથી સંસાર વધતો નથી. યોગની અર્થાત્ પ્રવૃત્તિની તરતમતા અનુસાર કર્મ૫૨માણુઓની માત્રામાં તારતમ્ય થાય છે. બદ્ધ પરમાણુઓની રાશિને પ્રદેશબન્ધ કહે છે. આ પરમાણુઓની વિભિન્ન સ્વભાવરૂપ પરિણતિને અર્થાત્ વિભિન્ન કાર્યરૂપ ક્ષમતાને પ્રકૃતિબન્ધ કહે છે. કર્મફળની ભુક્તિની અવધિને અર્થાત્ કર્મ ભોગવવાના કાળને સ્થિતિબન્ધ કહે છે તથા કર્મફળની તીવ્રતામન્દતાને અનુભાગબન્ધ કહે છે. કર્મ બંધાયા પછી જ્યાં સુધી ફળ દેવાનું શરૂ નથી કરતું ત્યાં સુધીના કાળને અબાધાકાલ કહે છે. કર્મફળનો પ્રારંભ જ કર્મનો ઉદય છે. જેમ જેમ કર્મોનો ઉદય થતો જાય છે તેમ તેમ કર્મ આત્માથી અલગ થતા જાય છે. આ પ્રક્રિયાનું નામ નિર્જરા છે. ઉદયમાં આવેલું કર્મ પોતાનું ફળ દઈ આત્માથી અલગ થઈ જાય છે. જ્યારે આત્માથી સઘળાં કર્મો અલગ થઈ જાય છે ત્યારે આત્માની જે અવસ્થા થાય છે તેને મોક્ષ કહે છે. જૈન કર્મશાસ્ત્રમાં પ્રકૃતિબન્ધના આઠ પ્રકારો મનાયા છે, એટલે કે કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ ગણાવવામાં આવી છે. એ પ્રકૃતિઓ જીવને ભિન્ન ભિન્ન પ્રકારનાં અનુકૂળ અને પ્રતિકૂળ ફળો આપે છે. તે આઠ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. આ આઠમાંથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય આ ચાર પ્રકૃતિઓ ઘાતી કહેવાય છે કેમ કે તેમનાથી આત્માના ચાર મૂળ ગુણો જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો ઘાત થાય છે. બાકીની ચાર પ્રકૃતિઓ અઘાતી છે કેમ કે તે કોઈ આત્મગુણનો ઘાત કરતી નથી. આ ચાર અઘાતી પ્રકૃતિઓ શરી૨ સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાનાવરણીય પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને અર્થાત્ વિશેષ ઉપયોગરૂપ ગુણને આવૃત કરે છે. દર્શનાવરણીય પ્રકૃતિ આત્માના દર્શનગુણને અર્થાત્ સામાન્ય ઉપયોગરૂપ ગુણને આવૃત કરે છે. મોહનીય પ્રકૃતિ આત્માના સ્વાભાવિક સુખમાં બાધા પહોંચાડે છે. અન્તરાય પ્રકૃતિથી વીર્ય અર્થાત્ આત્મશક્તિની હાનિ થાય છે. વેદનીય કર્મપ્રકૃતિ શરીરનાં અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદનો અર્થાત્ સુખ-દુઃખના અનુભવોનું કારણ છે. આયુ કર્મપ્રકૃતિના કારણે નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ભવોના કાળનું (આયુષ્યનું) નિર્ધારણ થાય છે. નામ કર્મપ્રકૃતિના કારણે નરક આદિ ગતિ, એકેન્દ્રિય આદિ જાતિ, ઔદારિક આદિ શરીર આદિની પ્રાપ્તિ થાય છે. ગોત્ર કર્મપ્રકૃતિ જીવોનાં આનુવંશિક ઉચ્ચત્વ અને નીચત્વનું કારણ છે. કર્મનું અસ્તિત્વ માનતાં પુનર્જન્મનું પણ અસ્તિત્વ માનવું પડે છે. પુનર્જન્મ અથવા પરલોક કર્મનું ફળ છે. મૃત્યુ પછી જીવ પોતાના ગતિનામકર્મ અનુસાર પુનઃ મનુષ્ય, તિર્યંચ, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન ધર્મ-દર્શન નરક અથવા દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. આનુપૂર્વી નામકર્મ તેને ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. સ્થાનાન્તરણના સમયે (અર્થાત્ અન્તરાલગતિમાં) જીવની સાથે બે જાતનાં સૂક્ષ્મ શરીરો હોય છે -તૈજસ અને કાર્યણ. ઔદારિક આદિ સ્થૂળ શરીરનું નિર્માણ પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચ્યા પછી પ્રારંભાય છે. આમ જૈન કર્મશાસ્ત્રમાં પુનર્જન્મની સહજ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મબન્ધનું કારણ કષાયજન્ય અર્થાત્ રાગદ્વેષજન્ય પ્રવૃત્તિ છે. આનાથી ઊલટી પ્રવૃત્તિ અર્થાત્ રાગદ્વેષરહિત પ્રવૃત્તિ કર્મમુક્તિનું કારણ બને છે. કર્મમુક્તિ માટે બે જાતની ક્રિયાઓ આવશ્યક છે. એક તો નવીન કર્મોનો નિરોધ કરનારી અને બીજી પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરનારી. પ્રથમ પ્રકારની ક્રિયાનું નામ સંવર છે અને બીજા પ્રકારની ક્રિયાનું નામ નિર્જરા છે. આ બન્ને ક્રિયાઓ ક્રમશઃ આસ્રવ અને બન્ધથી વિપરીત છે. આ સંવર અને નિર્જરા બન્નેની પૂર્ણતાથી આત્માની જે સ્થિતિ થાય છે અર્થાત્ આત્મા જે અવસ્થા પ્રાપ્ત કરે છે તેને મોક્ષ કહે છે. આ જ કર્મમુક્તિ છે. નવાં કર્મોના ઉપાર્જનનો નિરોધ અર્થાત્ સંવર નીચે જણાવેલાં કારણોથી થાય છે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપસ્યા. સમ્યક્ યોગનિગ્રહ અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું સારું નિયત્રણ ગુપ્તિ છે. સમ્યક્ ચાલવું, બોલવું, ખાવું, લેવું-આપવું આદિ સમિતિ કહેવાય છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજુતા, શુદ્ધતા આદિ ધર્મમાં સમાવેશ પામે છે. અનુપ્રેક્ષામાં અનિત્યત્વ, અશરણત્વ, એકત્વ આદિ ભાવનાઓ આવે છે. ક્ષુધા, પિપાસા, ઠંડી, ગરમી આદિ કષ્ટોને સહન કરવાં એ પરીષહજય છે. સામાયિક આદિ પાંચ ભેદોવાળા ચારિત્રના પાંચ પ્રકારો છે. તપ બાહ્ય પણ હોય છે અને આભ્યન્તર પણ. અનશન આદિ બાહ્ય તપ છે, પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપ કહેવાય છે. તપથી સંવર પણ થાય છે અને સાથે સાથે નિર્જરા પણ થાય છે. સંવર અને નિર્જરાનું પર્યવસાન મોક્ષમાં - કર્મમુક્તિમાં થાય છે. - Page #361 -------------------------------------------------------------------------- ________________ સાતમું અધ્યયન આચારશાસ્ત્ર આચાર અને વિચાર વ્યક્તિત્વના સમાન શક્તિવાળા અન્યોન્યાશ્રિત બે પક્ષો છે. આ બન્ને પક્ષોનો સંતુલિત વિકાસ થાય તો જ વ્યક્તિત્વનો વિશુદ્ધ વિકાસ થાય છે. આ પ્રકારના વિકાસને આપણે જ્ઞાન અને ક્રિયાનો સંયુક્ત વિકાસ કહી શકીએ જે દુઃખમુક્તિ માટે અનિવાર્ય છે. આચાર અને વિચારની અન્યોન્યાશ્રિતતાને દૃષ્ટિમાં રાખીને ભારતીય ચિન્તકોએ ધર્મ અને દર્શનનું સાથે સાથે પ્રતિપાદન કર્યું છે. તેમણે તત્ત્વજ્ઞાનની સાથે જ આચારશાસ્ત્રનું પણ નિરૂપણ કર્યું અને દર્શાવ્યું કે જ્ઞાનવિહીન આચારણ નેત્રહીન પુરુષની ગતિ સમાન છે જ્યારે આચરણહીન જ્ઞાન પંગુ પુરુષની સ્થિતિ સમાન છે. જેમ અભીષ્ટ સ્થાને પહોંચવા માટે નિર્દોષ આંખો અને પગ બન્ને આવશ્યક છે તેમ આધ્યાત્મિક સિદ્ધિ માટે દોષરહિત જ્ઞાન અને ચારિત્ર બન્ને અનિવાર્ય છે. - ભારતીય પરંપરાઓમાં આચાર અને વિચાર બન્નેને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે મીમાંસા પરંપરાનો એક પક્ષ પૂર્વમીમાંસા આચારપ્રધાન છે જ્યારે બીજો પક્ષ ઉત્તરમીમાંસા (વેદાન્ત) વિચારપ્રધાન છે. સાંખ્ય અને યોગ ક્રમશઃ વિચાર અને આચારનું પ્રતિપાદન કરનારાં એક જ પરંપરાનાં બે અંગ છે. બૌદ્ધ પરંપરામાં હીનયાન અને મહાયાનના રૂપમાં આચાર અને વિચારની બે ધારાઓ છે. હીનયાન આચારપ્રધાન છે અને મહાયાન વિચારપ્રધાન છે. જૈન પરંપરામાં પણ આચાર અને વિચારને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. અહિંસામૂલક આચાર અને અનેકાન્તભૂલક વિચારનું પ્રતિપાદન જૈન વિચારધારાની વિશેષતા છે. અહિંસા જૈન આચારનો પ્રાણ છે. અહિંસક આચાર અને વિચારથી જ આધ્યાત્મિક ઉત્થાન થાય છે જે કર્મમુક્તિનું કારણ છે. અહિંસાનું જેટલું સૂક્ષ્મ વિવેચન અને આચરણ જૈન પરંપરામાં ઉપલબ્ધ છે તેટલું ભાગ્યે જ કોઈ જૈનેતર પરંપરામાં હોય. અહિંસાનો મૂલાધાર આત્મસામ્ય છે. પ્રત્યેક આત્મા – ભલે તેની કાયા પૃથ્વીની હોય કે જલની હોય, ભલે તે કીટ કે પતંગના રૂપમાં હોય, ભલે તે પશુ કે પક્ષીમાં હોય, ભલે એનો વાસ માનવશરીરમાં હોય – તાત્વિક દષ્ટિએ સમાન છે. સુખ-દુઃખનો અનુભવ 22 Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન ધર્મ-દર્શન પ્રત્યેક પ્રાણીને થાય છે. જીવન-મરણની પ્રતીતિ સૌને થાય છે. બધા જીવો જીવવા ઇચ્છે છે. હકીકતમાં, કોઈ પણ જીવ મરવાની ઇચ્છા કરતો નથી. જેમ આપણને જીવન પ્રિય છે અને મરણ અપ્રિય, સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય, અનુકૂળતા પ્રિય છે અને પ્રતિકૂળતા અપ્રિય, મૃદુતા પ્રિય છે અને કઠોરતા અપ્રિય, સ્વતંત્રતા પ્રિય છે અને પરતત્રતા અપ્રિય, લાભ પ્રિય છે અને હાનિ અપ્રિય, તેમ અન્ય જીવોને પણ જીવન આદિ પ્રિય છે અને મરણ આદિ અપ્રિય. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે મનથી પણ કોઈના વધ આદિનો વિચાર ન કરીએ. શરીર દ્વારા કોઈની હત્યા કરવી અથવા કોઈને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચાડવું તો પાપ છે જ, મન અથવા વચનથી આ જાતની પ્રવૃત્તિ કરવી એ પણ પાપ જ છે. મન, વચન અને કાયાથી કોઈને સંતાપ ન પહોંચાડવો એ સાચી અહિંસા છે –– પૂર્ણ અહિંસા છે. વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને માનવો સુધીના સર્વ જીવો પ્રતિ અહિંસક આચરણની ભાવના જૈન પરંપરાની મુખ્ય વિશેષતા છે. આચારનો આ અહિંસક વિકાસ જૈન સંસ્કૃતિનો અણમોલ ખજાનો છે. અહિંસાને કેન્દ્રબિન્દુ માનીને સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો વિકાસ થયો. આત્મિક વિકાસમાં બાધક કર્મબન્ધને રોકવા માટે અને બદ્ધ કર્મોનો નાશ કરવા માટે અહિંસા તથા તદાધારિત સત્ય આદિની અનિવાર્યતા સ્વીકારવામાં આવી છે. તેમાં વ્યક્તિ અને સમાજ બન્નેનું હિત રહેલું છે. વૈયક્તિક ઉત્થાન અને સામાજિક ઉત્કર્ષ માટે અસત્યનો ત્યાગ, અનધિકૃત વસ્તુનું અગ્રહણ તથા સંયમનું પરિપાલન આવશ્યક છે. તેમના અભાવમાં અહિંસાનો વિકાસ થતો નથી. પરિણામે આત્મવિકાસમાં બહુ મોટી બાધા ખડી થાય છે. આ બધાંની સાથે અપરિગ્રહનું વ્રત અતિ આવશ્યક છે. પરિગ્રહની સાથે આત્મવિકાસને ઘોર શત્રુતા છે. જ્યાં પરિગ્રહ હોય છે ત્યાં આત્મવિકાસનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. એટલું જ નહિ, પરિગ્રહ આત્મપતનનું બહુ મોટું કારણ બને છે. પરિગ્રહનો અર્થ છે પાપનો સંગ્રહ. તે આસક્તિથી વધે છે અને આસક્તિને વધારે પણ છે. તેનું જ નામ મૂચ્છ છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ મૂચ્છ-ગૃદ્ધિ - આસક્તિ વધતી જાય છે. જેટલી વધુ આસક્તિ તેટલી જ વધુ હિંસા, આ જ હિંસા માનવસમાજમાં વૈષમ્ય પેદા કરે છે. તેનાથી આત્મપતન પણ થાય છે. અપરિગ્રહવૃત્તિ અહિંસામૂલક આચારના સમ્યફ પરિપાલન માટે અનિવાર્ય છે. શ્રમણાચાર શ્રમણ, ભિક્ષુ, મુનિ, નિર્ગળે, અનગાર, સંયત, વિરત આદિ શબ્દો એકાર્થક છે. શ્રમણનાં વ્રતો મહાવ્રતો અર્થાત્ મોટાં વ્રતો કહેવાય છે કેમ કે તે હિંસા વગેરેના Page #363 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૩૯ પૂર્ણતઃ ત્યાગી હોય છે. શ્રાવક, ઉપાસક, દેશવિરત, સાગાર, શ્રાદ્ધ, દેશસંયત આદિ શબ્દો એક જ અર્થના વાચક છે. શ્રાવકનાં વ્રતો અણુવ્રત અર્થાત્ નાનાં વ્રતો કહેવાય છે કેમ કે તે હિંસા વગેરેનો અંશતઃ ત્યાગ કરે છે. સર્વવિરતિ અર્થાતુ સર્વત્યાગરૂપ મહાવ્રતો પાંચ છે – (૧) સર્વપ્રાણાતિપાતવિરમણ, (૨) સર્વમબાવાદવિરમણ, (૩) સર્વઅદત્તાદાનવિરમણ, (૪) સર્વમૈથુનવિરમણ અને (૫) સર્વપરિગ્રહવિરમણ. પ્રાણાતિપાતનું અર્થાત્ હિંસાનું સર્વતઃ વિરમણ એટલે કે પૂર્ણતઃ ત્યાગ અથવા સર્વ પ્રાણાતિપાત અર્થાત્ સપૂર્ણ હિંસાનું વિરમણ એટલે કે ત્યાગ સર્વપ્રાણાતિપાતવિરમણ કહેવાય છે. એ જ રીતે મૃષાવાદ અર્થાત્ અસત્યવચન, અદત્તાદાન અર્થાત્ ચોરી, મૈથુન અર્થાત કામભોગ અને પરિગ્રહ અર્થાત સંગ્રહ અથવા આસક્તિનો પૂર્ણતઃ ત્યાગ સર્વમૃષાવાદવિરમણ, સર્વઅદત્તાદાનવિરમણ, સર્વમૈથુનવિરમણ અને સર્વપરિગ્રહવિરમણ કહેવાય છે. આ જાતના ત્યાગને નવકોટિપ્રત્યાખ્યાન કહેવામાં આવે છે કેમ કે તેમાં હિંસા આદિને કરવા, કરાવવા અને અનુમોદવા રૂપ ત્રણ કરણોનો મન, વચન અને કાયારૂપ ત્રણ યોગોથી પ્રતિષેધ કરવામાં આવે છે અર્થાત્ હિંસા આદિનું મનથી કરવું, કરાવવું અને અનુમોદવું, વચનથી કરવું, કરાવવું અને અનુમોદવું, તથા કાયથી કરવું, કરાવવું અને અનુમોદવું–આ રીતે નવ મંગપૂર્વક પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અર્થાત્ ત્યાગ કરવામાં આવે છે. પંચમહાવ્રત જૈન ધર્મમાં છ જવનિકાય માનવામાં આવ્યા છે–પૃથ્વીકાય, અપ્લાય, સ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ જીવનિકાયોની હિંસાનુંનવકોટિપ્રત્યાખ્યાન સર્વપ્રાણાતિપાતવિરમણ કહેવાય છે. પૃથ્વીકાય અર્થાત્ સજીવ પૃથ્વી, અપ્લાય અર્થાત્ સજીવ જલ, તેજસ્કાય અર્થાતુ સજીવ અગ્નિ, વાયુકાય અર્થાત્ સજીવ વાયુ, વનસ્પતિકાય અર્થાત્ હરિત અને ત્રસકાય અર્થાત્ દ્વીન્દ્રિય આદિ પ્રાણી. મહાવ્રતધારી શ્રમણનું કર્તવ્ય છે કે તે દિવસે કે રાતે એકલો કે સમૂહમાં, સૂતાં કે જાગતાં ભૂમિ, ભીંત, શિલા, પથ્થર, ધૂલિયુક્ત શરીર, વસ્ત્ર આદિને હાથ, પગ,કાષ્ઠ, આંગળી, શલાકા આદિથી ન ઝાપટે, ન લૂછે, ન આમતેમ હલાવે, ન છેદે, ન ભેદે પરંતુ વસ્ત્રાદિ મૃદુ સાધનોથી હળવેકથી સાવધાનીપૂર્વક ઝાપટે લૂછે. ઉદક, ઝાકળ, હિમ, આદ્ર શરીર અથવા આદ્ર વસ્ત્રને તે ન અડકે, ન સૂકવે, ન નિચોવે, ન ઝાટકે, ન અગ્નિ પાસે મૂકે. પોતાના ભીના શરીર આદિને સાવધાનીપૂર્વક તે સૂકવે કે સુકાવા દે. અગ્નિ, અંગાર, ચિનગારી, વાલા અથવા ઉલ્કાને તે ન સળગાવે, ન ઓલવે, ન હલાવે, ન પાણીથી શાન્ત કરે, ન વિખેરે. તે પંખા, પત્ર, શાખા, વસ્ત્ર, હસ્ત, મુખ આદિથી હવા ન Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન ધર્મ-દર્શન નાખે. બી, અંકુર, છોડ, વૃક્ષ આદિ ઉપર તે પગ ન મૂકે, ન બેસે, ન સૂવે. હાથ, પગ, મસ્તક, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, શય્યા, સંસ્તારક આદિમાં કીટ, પતંગ, કુંથુ, કીડી આદિ દેખાય તો તે તેમને સાવધાનીપૂર્વક એકાન્તમાં છોડી દે. દરેક જીવ જીવવા ઇચ્છે છે. કોઈ જીવ મરવા ઇચ્છતો નથી. જેમ આપણને આપણું જીવન પ્રિય છે તેમ બીજાઓને પણ તેમનું પોતાનું જીવન પ્રિય છે. તેથી નિર્પ્રન્થ મુનિ પ્રાણવધનો ત્યાગ કરે છે. અસાવધાનીપૂર્વક બેસવા, ઊઠવા, ચાલવા, સૂવા, ખાવા, પીવા, બોલવાથી પાપકર્મ બંધાય છે. તેથી ભિક્ષુએ બધી ક્રિયાઓ સાવધાનીપૂર્વક કરવી જોઈએ. જે જીવ અને અજીવને જાણે છે તે જ વસ્તુતઃ સંયમને જાણે છે. જીવ અને અજીવને જાણ્યા પછી જ સંયમી શ્રમણ જીવોની રક્ષા કરી શકે છે, તેથી જ કહેવામાં આવ્યું છે કે પહેલાં જ્ઞાન પછી દયા. જે સંયમી જ્ઞાનપૂર્વક દયાનું આચરણ કરે તે જ ખરેખર દયાધર્મનું પાલન કરે છે. અજ્ઞાની ન તો પુણ્ય-પાપને સમજી શકે છે, ન તો ધર્મ-અધર્મને જાણી શકે છે, કે ન તો હિંસા-અહિંસાનો વિવેક કરી શકે છે. ૧ -- પ્રાણાતિપાતવિરમણ વ્રતની સુરક્ષા માટે નીચે જણાવેલી પાંચ ભાવનાઓ છે (૧) ઈર્યાવિષયક સમિતિ એટલે કે ગમનાગમન સંબંધી સાવધાની, (૨) મનની અપાપકતા અર્થાત્ માનસિક વિકારરહિતતા, (૩) વચનની અપાપકતા એટલે કે વાણીની વિશુદ્ધતા, (૪) ભાંડોપકરણવિષયક સમિતિ અર્થાત્ પાત્ર વગેરે ઉપકરણ સંબંધી સાવધાની, અને (૫) ભક્તપાનવિષયક આલોકિતતા એટલે કે ખાનપાન સંબંધી સચેતતા. આ અને આવી જાતની અન્ય પ્રશસ્ત ભાવનાઓ અહિંસાવ્રતને સુદૃઢ કરે છે અને રક્ષે છે. જેમ સર્વવિરત શ્રમણ જીવકાયની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે તેમ તે મૃષાવાદ(અસત્ય)થી પણ સર્વથા વિરત થાય છે. અસત્ય હિંસાદિ દોષોનું જનક છે એમ સમજીને તે કદી અસત્ય વચન બોલતો નથી. તે હમેશાં નિર્દોષ, અકર્કશ, અસંદિગ્ધ વાણી બોલે છે. ક્રોધ, માન, માયા અનેં લોભમૂલક વચન તથા જાણીજોઈને અથવા અજ્ઞાનવશ બોલવામાં આવતાં કઠોર વચન અનાર્ય વચન છે. આ વચનો દોષયુક્ત હોવાથી ત્યાજ્ય છે. શ્રમણે સંદિગ્ધ અથવા અનિશ્ચિત દશામાં નિશ્ચયવાણીનો પ્રયોગ ન કરવો જોઈએ. સમ્યપણે નિશ્ચય થયા પછી જ નિશ્ચયવાણી બોલવી જોઈએ. સદોષ, કઠોર, જીવોને કષ્ટદાયક ભાષા ભિક્ષુ ન બોલે. તે સત્ય, મૃદુ, નિર્દોષ, અભૂતોપઘાતિની ભાષાનો પ્રયોગ કરે. સત્ય હોય તો પણ અવજ્ઞાસૂચક શબ્દોનો પ્રયોગ તે ન કરે પરંતુ ૧. દશવૈકાલિક, ૪.૧-૧૫. ૨. આચારાંગ, ૨.૩. Page #365 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૪૧ ૧ સમ્માનસૂચક શબ્દોનો પ્રયોગ જ તે કરે. ટૂંકમાં કહીએ તો સર્વવિરત ભિક્ષુએ ક્રોધ વગેરે કષાયોનો પરિત્યાગ કરી, સમભાવ ધારણ કરી, વિચાર અને વિવેકપૂર્વક સંયમિત સત્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે (૧) વાણીવિવેક, (૨) ક્રોધત્યાગ, (૩) લોભત્યાગ, (૪) ભયત્યાગ, અને (૫) હાસ્યત્યાગ.૨ વાણીવિવેક એટલે સમજી વિચારીને ભાષાનો પ્રયોગ કરવો. ક્રોધત્યાગ એટલે ગુસ્સે ન થવું. લોભત્યાગ એટલે લાલચમાં ન ફસાવું. ભયત્યાગ એટલે નિર્ભીક રહેવું. હાસ્યત્યાગ એટલે ઠેકડી ન કરવી, મજાક ન કરવી. આ અને આના જેવી અન્ય પ્રશસ્ત ભાવનાઓ વડે સત્યવ્રતની રક્ષા થાય છે. અદત્તાદાનમાંથી સર્વથા નિવૃત્તિ લેનારો શ્રમણ કોઈ પણ ન આપવામાં આવેલી વસ્તુ લેતો નથી. અનુમતિ વિના એક તણખલું પણ લેવું સ્તેય અર્થાત્ ચોરી ગણાય. કોઈની પડી ગયેલી, ભુલાઈ ગયેલી, મૂકેલી અથવા અજ્ઞાત માલિકવાળી વસ્તુને અડકવું પણ તેના માટે નિષિદ્ધ છે. વસ્તુની જરૂરત હોય ત્યારે તેના માલિકની અનુમતિથી અર્થાત્ ઉપયુક્ત વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો જ તે વસ્તુને ગ્રહણ કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે. જેમ તે ન આપવામાં આવેલી વસ્તુ લેતો નથી તેમ તે બીજા પાસે ન આપવામાં આવેલી વસ્તુ લેવરાવતો નથી અને બીજો ન આપવામાં આવેલી વસ્તુ લે તો તેનું અનુમોદન પણ કરતો નથી. ― અસ્તેયવ્રતની દૃઢતા અને સુરક્ષા માટે પાંચ ભાવનાઓ દર્શાવી છે, તે નીચે મુજબ છે— (૧) સમજી વિચારીને વસ્તુની યાચના કરવી, (૨) આચાર્ય આદિની અનુમતિ લઈને ભોજન કરવું, (૩) પરિમિત પદાર્થો સ્વીકારવા, (૪) પુનઃ પુનઃ પદાર્થોની મર્યાદા બાંધવી, અને (૫) સાધર્મિક (સાથી શ્રમણ) પાસેથી પરિમિત વસ્તુઓની યાચના કરવી.૪ શ્રમણ માટે મૈથુનનો પૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેના મૈથુનત્યાગને સર્વમૈથુનવિરમણ કહેવામાં આવે છે. તેના માટે મન, વચન અને કાયાથી મૈથુનનું સેવન કરવું, કરાવવું તથા અનુમોદવું નિષિદ્ધ છે. તેને નવકોટિબ્રહ્મચર્ય અથવા નવકોટિશીલ કહે છે. મૈથુનને ૧. દશવૈકાલિક, ૭.૧-૧૨. ૨. આચારાંગ, ૨.૩. ૩. દશવૈકાલિક, ૬.૧૩. ૪. આચારાંગ, ૨.૩. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન ધર્મ-દર્શન અધર્મનું મૂળ અને મહાદોષોનું સ્થાન કહેવામાં આવેલ છે. તેના કારણે અનેક પ્રકારના પાપો ઉત્પન્ન થાય છે, હિંસાદિ દોષો અને કલહ-સંઘર્ષ-વિગ્રહનો જન્મ થાય છે. આ બધું સમજીને નિર્પ્રન્થ મુનિ મૈથુનનો સર્વથા ત્યાગ કરે છે. જેમ મરઘીનાં બચ્ચાંને બિલાડીથી હમેશાં ભય રહે છે તેમ સંયમી શ્રમણને સ્ત્રીશરીરથી અને સંયત શ્રમણીને પુરુષશરીરથી સદા ભય રહે છે. તેઓ સ્ત્રી-પુરુષનાં રૂપ, રંગ, ચિત્ર આદિને જોવાં તથા ગીત આદિને સાંભળવાં પાપ સમજે છે. જો એ તરફ દૃષ્ટિ જતી પણ રહે તો તેઓ તરત જ સાવધાન થઈને પોતાની દૃષ્ટિને પાછી ખેંચી લે છે. તેઓ બાલ, યુવા અને વૃદ્ધ બધી જાતનાં સ્ત્રી-પુરુષોથી દૂર રહે છે. એટલું જ નહિ, તેઓ કોઈ પણ જાતના કામોત્તેજક અથવા ઇન્દ્રિયાકર્ષક પદાર્થો સાથે પોતાનો સંબંધ જોડતા નથી અર્થાત્ તેમનાથી દૂર રહે છે. બ્રહ્મચર્યવ્રતના પાલન માટે પાંચ ભાવના નીચે પ્રમાણે દર્શાવી છે — (૧) સ્ત્રીકથા ન કરવી, (૨) સ્ત્રીનાં અંગોપાંગોનું અવલોકન ન કરવું, (૩) પૂર્વાનુભૂત કામક્રીડા આદિને યાદ ન કરવાં, (૪) માત્રાનું અતિક્રમણ કરીને ભોજન ન કરવું, અને (૫) સ્ત્રી આદિ સાથે સમ્બદ્ધ સ્થાનોમાં ન રહેવું. જેમ શ્રમણ માટે સ્ત્રીકથા આદિનો નિષેધ છે તેમ શ્રમણી માટે પુરુષકથા આદિનો પ્રતિષેધ છે. આ અને આ જાતની બીજી ભાવનાઓ સર્વમૈથુનવિરમણ વ્રતની સફળતા માટે અનિવાર્ય છે. ૩ સર્વવિરત શ્રમણ માટે સર્વપરિગ્રહવિરમણ પણ અનિવાર્ય છે. કોઈ પણ વસ્તુનો મમત્વમૂલક સંગ્રહ પરિગ્રહ કહેવાય છે. સર્વવિરત શ્રમણ પોતે પોતાની મેળે જ આ જાતનો સંગ્રહ કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરનારાઓનું સમર્થનઅનુમોદન કરતો નથી. તે પૂર્ણપણે અનાસક્ત અને અકિંચન હોય છે. એટલું જ નહિ, તે પોતાના શરીર ઉપર પણ મમત્વ રાખતો નથી. સંયમનિર્વાહ માટે જે કંઈ અલ્પતમ ઉપકરણો તે પોતાની પાસે રાખે છે તેમના ઉપર પણ તેને મમત્વ હોતું નથી.” તે ખોવાઈ જાય અથવા નાશ પામી જાય તો પણ તેને શોક થતો નથી અને તેમની પ્રાપ્તિ થતાં તેને હર્ષ થતો નથી. તે તેમને કેવળ સંયમયાત્રાનાં સાધન તરીકે કામમાં લે છે.જેમ તે પોતાના શરીરનું અનાસક્તભાવે પાલનપોષણ કરે છે તેમ પોતાનાં ઉપકરણોનું ૧. દશવૈકાલિક, ૬.૧૬, ૨. એજન, ૮.૫૪-૫૫. ૩. આચારાંગ, ૨.૩. ૪. દશવૈકાલિક, ૬.૨૦. Page #367 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૪૩ પણ નિર્મમભાવે રક્ષણ કરે છે. મમત્વ અથવા આસક્તિ આન્તરિક ગ્રન્થિ છે. જે સાધક આ ગ્રન્થિનું છેદન કરે છે તે નિર્ઝન્થ કહેવાય છે. સર્વવિરત શ્રમણ આ પ્રકારનો નિર્ચન્થ હોય છે. અપરિગ્રહવ્રતની પાંચ ભાવનાઓ છે – (૧) શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ પ્રત્યે રાગદ્વેષરહિતતા અર્થાત અનાસક્ત ભાવ, (૨) ચક્ષુરિન્દ્રિયનાવિષય રૂપ પ્રત્યે અનાસક્ત ભાવ, (૩) ધ્રાણેન્દ્રિયના વિષય ગબ્ધપ્રતિ અનાસક્ત ભાવ, (૪) રસનેન્દ્રિયના વિષય રસ પ્રતિ અનાસક્ત ભાવ અને (૫) સ્પર્શનેન્દ્રિયના વિષય સ્પર્શ પ્રતિ અનાસક્ત ભાવ. રાત્રિભોજનવિરમણવ્રત મૂલાચારના મૂલગુણ નામના પહેલા પ્રકરણમાં સર્વવિરત શ્રમણના ૨૮મૂલ ગુણોનું વર્ણન છે—પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયોના પાંચ નિરોધ, આવશ્યક, લોંચ, અચલકત્વ, અસ્નાન, ક્ષિતિસેવન, અદંતધાવન, સ્થિતિભોજન અને એકભક્ત. એકભક્તનો અર્થ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે મુનિ સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે કેવળ એક જ વાર ભોજન કરે છે. સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે એક જ વાર ભોજન કરે છે એટલે કે રાત્રિમાં તે ભોજનનો સર્વથા ત્યાગ કરે છે. દશવૈકાલિકના શ્રુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં નિર્ચન્થો માટે ઔદેશિક ભોજન, ક્રિીત ભોજન, આમત્રણ સ્વીકારીને ગ્રહણ કરેલું ભોજન યાવત્ રાત્રિભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. ષડૂજીવનિકા નામના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતોની સાથે રાત્રિભોજનવિરમણનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને તેને છઠું વ્રત કહ્યું છે. આચારપ્રણિધિનામના આઠમાં અધ્યયનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હિંસા વગેરે દોષોનું જનક છે. તેથી નિર્ઝન્થ સૂર્યનો અસ્ત થાય તે ક્ષણથી શરૂ કરી સૂર્યનો ઉદય થાય તે ક્ષણ સુધી કોઈ પણ જાતના આહાર આદિની મનથી પણ ઈચ્છા ન કરે. આમ જૈન આચારગ્રન્થોમાં સર્વવિરત માટે રાત્રિભોજનનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે. તે આહાર, પાણી આદિ કોઈ પણ ચીજનો રાત્રિમાં ઉપભોગ કરતા નથી. જૈન આચારશાસ્ત્ર અહિંસાવ્રતની સંપૂર્ણ સાધના માટે રાત્રિભોજનના ત્યાગને અનિવાર્ય માને છે. છ આવશ્યક દિગમ્બર પરંપરાના મૂલાચાર આદિ અને શ્વેતામ્બર પરંપરાના આવશ્યક આદિ ગ્રન્થોમાં સર્વવિરત મુનિ માટે આવશ્યક અર્થાત્ છ આવશ્યકોનું વિધાન કરવામાં ૧. આચારાંગ, ૨.૩. Page #368 -------------------------------------------------------------------------- ________________ ३४४ જૈન ધર્મ-દર્શન આવ્યું છે. તેમનાં નામ બન્ને પરંપરામાં એકસરખાં છે. ક્રમની દૃષ્ટિએ પાંચમાં અને છઠ્ઠા નામોમાં સ્થાનફેર છે. દિગમ્બર પરંપરામાં તેમનો ક્રમ આ પ્રમાણે છે – (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન અને (૬) કાયોત્સર્ગ. શ્વેતામ્બર પરંપરાભિમત ષડુ આવશ્યકોનો ક્રમ આ પ્રમાણે છે – (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. જે અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક કહે છે. સામાયિક આદિ મુનિની પ્રતિદિન કરવા યોગ્ય ક્રિયાઓ છે, તેથી તેમને આવશ્યક કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં સામાયિક આદિ ષડુ આવશ્યક નિર્ગસ્થનાં નિત્યકર્મ છે. શ્રમણે તેમને દરરોજ બન્ને વખત અર્થાત્ દિવસના અને રાત્રિના અત્તે અવશ્ય કરવાનાં હોય છે. સમની આય કરવી અર્થાત્ ત્રસ અને સ્થાવર બધાં પ્રાણીઓ ઉપર સમભાવ રાખવો સામાયિક છે. જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સંલીન હોય છે અર્થાત જે વ્યકિત પોતાના આત્માને મન, વચન અને કાયાની પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી વાળીને નિરવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે તેને સામાયિકની પ્રાપ્તિ થાય છે. સામાયિકમાં બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને અન્તર્દષ્ટિ અપનાવવામાં આવે છે – બહિર્મુખી પ્રવૃત્તિ છોડીને અન્તર્મુખી પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે છે. સામાયિક સમસ્ત આધ્યાત્મિક સાધનાઓની આધારશિલા છે. જયારે સાધક સર્વ સાવદ્ય યોગથી (પ્રવૃત્તિથી) વિરત થાય છે, છ કાયોના જીવો પ્રતિ સંયત થાય છે, મન-વચન-કાયાને નિયંત્રિત કરે છે, આત્મસ્વરૂપમાં ઉપયુક્ત બને છે, યતનાપૂર્વક આચરણ કરે છે ત્યારે તે સામાયિયુક્ત થાય છે. સમભાવરૂપ સામાયિકના મહાન સાધક અને ઉપદેશક ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવી એને ચતુર્વિશતિસ્તવ કહેવામાં આવે છે. ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સાધનાના મહાન આદર્શ અને સામાયિકધર્મના પરમ પુરસ્કર્તા વીતરાગ તીર્થકરોના સંકીર્તનથી આધ્યાત્મિક બલ પ્રાપ્ત થાય છે. તેમની સ્તુતિથી સાધનાનો માર્ગ પ્રશસ્ત બને છે. તેમના ગુણકીર્તનથી સંયમમાં સ્થિરતા આવે છે. તેમની ભક્તિથી પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ થાય છે. તીર્થકરોની સ્તુતિ કરવાથી જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એવું ન માનવું જોઈએ. સ્તુતિ તો સુપ્ત આત્માને જાગ્રત કરવાનું એક સાધન છે. સ્તુતિ દ્વારા આત્મચેતનાને જગાડવામાં આવે છે. તીર્થકરોની સ્તુતિમાત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. મુક્તિ માટે ભક્તિ અને સ્તુતિની સાથે સાથે સંયમ અને સાધના પણ આવશ્યક છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૪૫ જેમ મુનિ માટે તીર્થંકરસ્તવ આવશ્યક છે તેમ ગુરુસ્તવ પણ આવશ્યક છે. ગુરુસ્તવને વંદના અથવા વંદન કહેવામાં આવે છે. તીર્થંકર પછી જો કોઈ વંદન કરવા યોગ્ય હોય તો તે ગુરુ છે કેમ કે ગુરુ અહિંસા આદિની ઉત્કૃષ્ટ આરાધના કરવાના કારણે શિષ્ય માટે સાક્ષાત્ આદર્શનું કામ કરે છે. તેમની પાસેથી શિષ્યને પ્રત્યક્ષ પ્રેરણા મળે છે. તેમના પ્રત્યે સમ્માન હોતાં તેમના ગુણો પ્રતિ સમ્માન થાય છે. તીર્થંકર પછી સદ્ધધર્મનો ઉપદેશ દેનાર ગુરુ જ છે. ગુરુ જ્ઞાન અને ચારિત્ર બન્નેમાં મોટા હોય છે તેથી વન્દનયોગ્ય છે. ગુરુદેવને વન્દન કરવાનો અર્થ થાય છે ગુરુદેવનું સંકીર્તન અને અભિવાદન કરવું. વાણી વડે સંકીર્તન અર્થાત્ સ્તવન કરવામાં આવે છે તથા શરીર વડે અભિવાદન અર્થાત્ પ્રણામ કરવામાં આવે છે. ગુરુને વન્દન એટલા માટે કરવામાં આવે છે કેમ કે તે ગુણમાં ગુરુ અર્થાત્ ભારે હોય છે. ગુણહીન વ્યક્તિ અવન્દનીય હોય છે. જે ગુણહીનને અર્થાતુ અવંદ્યને વન્દન કરે છે તેના કર્મોની નિર્જરા નથી થતી, તેના સંયમનું પોષણ નથી થતું. આ જાતના વંદનથી અસંયમનું અનુમોદન, અનાચારનું સમર્થન, દોષોનું પોષણ અને પાપકર્મનું બન્ધન થાય છે. આ જાતનું વંદન કેવળ કાયક્લેશ છે. અવંદ્યને વન્દન કરવાથી વન્દન કરનાર અને વંદન ઝીલનાર સ્વીકારનાર બન્નેનું પતન થાય છે. પ્રમાદવશ શુભ પ્રવૃત્તિથી શ્રુત થઈ અશુભ પ્રવૃત્તિમાં લાગ્યા પછી પુનઃ શુભ પ્રવૃત્તિ કરવામાં પાછા ફરવું એ પ્રતિક્રમણ છે. મન, વચન કે કાયાથી કૃત, કારિત કે અનુમોદિત પાપોની નિવૃત્તિ માટે આલોચના કરવી, પશ્ચાત્તાપ કરવો તથા અશુદ્ધિનો ત્યાગ કરી પુનઃ શુદ્ધિ પ્રાપ્ત કરવી પ્રતિક્રમણ છે. હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહરૂપ જે પાપકર્મોનો નિર્ચન્થ શ્રમણ માટે પ્રતિષેધ કરવામાં આવ્યો છે તેમનું પ્રમાદવશ ઉપાર્જન કરાઈ જાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. સામાયિક, સ્વાધ્યાય આદિ જે શુભ પ્રવૃત્તિઓનું સર્વવિરત સંયમી માટે વિધાન કરવામાં આવેલ છે તે શુભ પ્રવૃત્તિનું આચારણ ન કરાય તો પણ પ્રતિક્રમણ કરવું જોઈએ કેમ કે જેમ અકર્તવ્ય કર્મને કરવું એ પાપ છે તેમ કર્તવ્ય કર્મને ન કરવું એ પણ પાપ જ છે. પ્રતિક્રમણ કેવળ ક્રિયા સુધી જ સીમિત ન રહેવું જોઈએ. તેનાથી વસ્તુતઃ દોષશુદ્ધિ થવી જોઈએ. અને તો અને ત્યારે જ પ્રતિક્રમણ કરવું સાર્થક કહેવાય અને ગણાય. કાયના ઉત્સર્ગને એટલે કે શરીરના ત્યાગને કાયોત્સર્ગ કહે છે. અહીં શરીરત્યાગનો અર્થ છે શરીર ઉપરની મમતાનો ત્યાગ. શરીર પ્રત્યેનું મમત્વ છોડીને આત્મસ્વરૂપમાં લીન થઈ જવાનું નામ કાયોત્સર્ગ છે. સાધક જ્યારે બહિર્મુખવૃત્તિનો ત્યાગ કરીને અન્તર્મુખવૃત્તિને ધારણ કરે છે ત્યારે તે પોતાના શરીર પ્રતિ અનાસક્ત થઈ જાય છે ૧. આવશ્યકચૂર્ણિ (ઉત્તર ભાગ), પૃ. ૫૨. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન ધર્મ-દર્શન અર્થાત્ સ્વશરીર ઉપરની પોતાની મમતાનો ત્યાગ કરી દી છે. આ સ્થિતિમાં તેના ઉપર જો કોઈ સંકટ આવી પડે છે તો તેને તે સમભાવપૂર્વક સહન કરે છે. ધ્યાનની સાધના માટે એટલે કે ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે કાયોત્સર્ગ અનિવાર્ય છે. કાયોત્સર્ગમાં હાલવું-ડોલવું, બોલવું-ચાલવું, ઊઠવું-બેસવું આદિ બંધ હોય છે. એક સ્થાન ઉપર બેસીને અથવા ઊભા રહીને નિશ્ચલ અને નિઃસ્પન્દ મુદ્રામાં આત્મધ્યાનમાં લાગી જવાનું હોય છે. સર્વવિરત શ્રમણ દ૨૨ોજ સવારે અને સાંજે કાયોત્સર્ગ દ્વારા શરીર અને આત્મા વિશે વિચારે છે કે આ શરીર અન્ય છે અને હું (આત્મા) અન્ય છું. હું ચેતન છું જ્યારે આ શરીર જડ છે. મારાથી ભિન્ન આ શરીર ઉપર મારે મમત્વ રાખવું ઉચિત નથી. આ જાતની ઉદાત્ત ભાવનાના અભ્યાસના કારણે તે કાયોત્સર્ગના સમયે અથવા અન્ય પ્રસંગે આવી પડનાર બધા પ્રકારના ઉપસર્ગોને – કષ્ટોને સમ્યક્ રીતે સહન કરે છે. આવું કરે તો જ તેનો કાયોત્સર્ગ સફળ થાય છે. શરીરની ચેષ્ટાઓનો નિરોધ કરીને એક જ સ્થાને નિશ્ચલ અને નિઃસ્પન્દ સ્થિતિમાં ઊભા રહેવું કે બેઠા રહેવું દ્રવ્યકાયોત્સર્ગ છે. ધ્યાન અર્થાત્ આત્મચિન્તન ભાવકાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં ધ્યાનનું જ વિશેષ મહત્ત્વ છે. શારીરિક સ્થિરતા ધ્યાનની નિર્વિઘ્ન સાધના માટે આવશ્યક છે. કાયચેષ્ટાનિરોધરૂપ દ્રવ્યકાયોત્સર્ગ આત્મચિન્તનરૂપ ભાવકાયોત્સર્ગની ભૂમિકાનું કાર્ય કરે છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે ત્યાગ. આમ તો સર્વવિરત મુનિને હિંસા વગેરે દોષોથી યુક્ત બધા પદાર્થોનો ત્યાગ હોય છે જ પરંતુ નિર્દોષ પદાર્થોમાંથી પણ અમુકનો ત્યાગ કરી બાકીનાનું જ સેવન કરવું અનાસક્ત ભાવને પોષવા માટે આવશ્યક છે. પ્રત્યાખ્યાન આવશ્યક આ ઉદ્દેશ્યને પૂરો કરે છે. તેના દ્વારા મુનિ અમુક સમયગાળા માટે અથવા જીવનભરને માટે અમુક પ્રકારના અથવા બધી જાતના પદાર્થોના સેવનનો ત્યાગ કરે છે. આમ કરવાથી તૃષ્ણા, લોભ, અશાન્તિ આદિ મનોવિકારો ઊઠતા અટકે છે. મન, વચન અને કાયા અશુભ પ્રવૃત્તિઓમાંથી અટકી પાછાં વળીને શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. ભગવતી સૂત્રના સાતમા શતકના બીજા ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાનના વિવિધ ભેદોનું વર્ણન છે. તે ભેદોમાં અનાગત આદિ દસ ભેદો પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવા માટે વિશેષ ઉપયોગી છે. આ દસ પ્રકારનાં પ્રત્યાખ્યાનોનાં નામ આ પ્રમાણે છે - (૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કોટિયુક્ત, (૪) નિયત્રિત, (૫) સાગાર, (૬) અનાગાર, (૭) કૃતરિમાણ, (૮) નિરવશેષ, (૯) સાંકેતિક અને (૧૦) કાલિક. પર્વ આદિ વિશેષ્ટ અવસરો પર કરવાનું પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગવિશેષ ~~~~ તપવિશેષ કારણવશાત્ પર્વ આદિના પહેલાં જ કરી લેવું એ અનાગત પ્રત્યાખ્યાન છે. પર્વ આદિ વ્યતીત થઈ ગયા પછી તપવિશેષની આરાધના કરવી એ અતિક્રાન્ત પ્રત્યાખ્યાન છે. એક તપ પૂરું થતાં જ બીજા તપને શરૂ કરી દેવું એ કોટિયુક્ત પ્રત્યાખ્યાન છે. રોગ Page #371 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૪૭ આદિની બાધા આવે તો પણ પૂર્વસંકલ્પિત ત્યાગ નિશ્ચિત સમયે કરવો અને તેને દઢતાપૂર્વક પૂરો કરવો એ નિયત્રિત પ્રત્યાખ્યાન છે. ત્યાગ કરતી વખતે આગાર અર્થાત્ અપવાદવિશેષની છૂટ રાખવી એ સાગાર પ્રત્યાખ્યાન છે. આગાર રાખ્યા વિના ત્યાગ કરવો અનાગાર પ્રત્યાખ્યાન છે. ભોય પદાર્થ આદિની સંખ્યા અથવા માત્રાની મર્યાદા નિશ્ચિત કરી તે મર્યાદા બહારના બધા ભોજય પદાર્થોનો ત્યાગ કરવો એ કૃતપરિમાણ પ્રત્યાખ્યાન છે. અશન વગેરે ચતુર્વિધ અર્થાત્ સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો એ નિરવિશેષ પ્રત્યાખ્યાન છે. એમાં પાણીનો ત્યાગ પણ સમાવિષ્ટ છે. કોઈ પણ પ્રકારના સંકેત સાથે કરવામાં આવતો ત્યાગ સાંકેતિક કહેવાય છે, જેમ કે મુઠ્ઠી વાળીને, ગાંઠ બાંધીને અથવા અન્ય પ્રકારે આ પ્રત્યાખ્યાન કરવું કે જ્યાં સુધી મારી આ મુઠ્ઠી વાળેલી રહે કે ગાંઠ બાંધેલી રહે અથવા અમુક રીતે અમુક વસ્તુ પડેલી રહે ત્યાં સુધી હું ચતુર્વિધ આહાર, ત્રિવિધ આહારનો ત્યાગ કરું છું. કાલવિશેષની મર્યાદા અર્થાત સમયની નિશ્ચિત અવધિ સાથે કરવામાં આવતો ત્યાગ કાલિક પ્રત્યાખ્યાન કહેવાય છે. ઉત્તરાધ્યયનસૂત્રના સમ્યકત્વપરાક્રમ નામના ઓગણત્રીસમા અધ્યયનમાં ષડાવશ્યકનું સંક્ષિપ્ત ફળ આ પ્રમાણે દર્શાવ્યું છે: સામાયિક દ્વારા સાવદ્ય યોગથી (પાપકર્મથી) નિવૃત્તિ થાય છે. ચતુર્વિશતિસ્તવથી દર્શનવિશુદ્ધિ (શ્રદ્ધાશુદ્ધિ) થાય છે. વન્દનથી નીચ ગોત્રકર્મનો ક્ષય થાય છે, ઉચ્ચ ગોત્રકર્મનો બન્ધ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, અપ્રતિહત આજ્ઞાફલ મળે છે અને દાક્ષિણ્યભાવની (કુશલતાની) ઉપલબ્ધિ થાય છે. પ્રતિક્રમણથી વ્રતોનાં દોષરૂપ છિદ્રોનો નિરોધ થાય છે. પરિણામે આસ્રવ (કર્માગમનદ્વાર) બંધ થઈ જાય છે તથા શુદ્ધ ચારિત્રનું પાલન થાય છે. કાયોત્સર્ગથી પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ થાય છે – અતિચારોની શુદ્ધિ થાય છે જેથી આત્મા પ્રશસ્ત ધર્મધ્યાનમાં રમણ કરતો પરમસુખને અનુભવે છે. પ્રત્યાખ્યાનથી આગ્નવદ્વાર બંધ થઈ જાય છે તથા ઇચ્છાનો નિરોધ થાય છે. ઇચ્છાનો. નિરોધ થવાના કારણે સાધક તૃષ્ણામુક્ત અર્થાત્ નિઃસ્પૃહ બની જાય છે અને પરિણામે શાન્તચિત્ત બની વિચરે છે. શ્રમણોના વિભિન્ન પ્રકારો મૂલાચારના સમયસાર નામના દસમા પ્રકરણમાં મુનિ માટે ચાર પ્રકારનો લિંગકલ્પ (આચારચિહ્ન) દર્શાવવામાં આવ્યો છે – (૧) અચલકત્વ, (૨) લોંચ, (૩) વ્યસૃષ્ટશરીરતા અને (૪) પ્રતિલેખન. અચેલકત્વનો અર્થ છે વસ્ત્રાદિ સર્વ પરિગ્રહનો ત્યાગ. લોંચનો અર્થ છે પોતાના હાથ વડે કે બીજાના હાથ વડે પોતાના મસ્તકાદિના Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન ધર્મ-દર્શન કેશનું અપનયન. વ્યુત્કૃષ્ટશરીરતાનો અર્થ છે સ્નાન-અત્યંગન-અંજન-પરિમર્દન આદિ સર્વ સંસ્કારોનો અભાવ. પ્રતિલેખનનો અર્થ છે મયૂરપિચ્છનું ગ્રહણ. અચેલકત્વ નિઃસંગતા અર્થાત્ અનાસક્તિનું ચિહ્ન છે. લોંચ સદ્ભાવનાનો સંકેત છે. વ્યુત્કૃષ્ટશરીરતા અપરાગતાનું (નિર્મમત્વનું) પ્રતીક છે. પ્રતિલેખન દયાપ્રતિપાલનનું ચિહ્ન છે. આ ચાર પ્રકારનો લિંગકલ્પ ચારિત્રોપકારક હોવાના કારણે આચરણીય છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેટલાક અનગાર એવા પણ હોય છે જે સંયમગ્રહણ કર્યા પછી એકાગ્રચિત્ત થઈને બધી જાતની આસક્તિનો ત્યાગ કરી એકત્વભાવનાનું અવલંબન લઈ મુંડક બનીને અચેલક બની જાય છે અર્થાત્ વસ્રનો પણ ત્યાગ કરી દે છે અને આહારમાં પણ ક્રમશઃ ઘટાડો કરતાં કરતાં સર્વ કષ્ટોને સહન કરી પોતાનાં કર્મોનો ક્ષય કરે છે. આવા મુનિઓને વસ્ત્ર ફાટી જવાની, નવાં લાવવાની, સોય-દોરો પરોવવાની, વસ્ત્ર સાંધવાની કોઈ ચિન્તા રહેતી નથી. તેઓ પોતાને લઘુ અર્થાત્ હળવા (ભારમુક્ત) તથા સહજ તપના ભાગી માનતાં બધી જાતનાં કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે છે. વિમોક્ષ નામના આઠમા અધ્યયનમાં અચેલક મુનિ અંગે કહેવામાં આવ્યું છે કે જો તેના મનમાં આવો વિચાર આવે કે નગ્નતાજન્ય શીતાદિ કષ્ટોને તો હું સહન કરી શકું છું પરંતુ લજ્જાનું નિવારણ કરવું મારા માટે શક્ય નથી તો તેણે કટિબન્ધન ધારણ કરી લેવું જોઈએ. અચેલક અર્થાત્ નગ્ન મુનિએ સચેલક અર્થાત્ વસ્ત્રધારી મુનિ તરફ હીનભાવ રાખવો ન જોઈએ. તેવી જ રીતે સર્ચલક મુનિએ અચેલક મુનિ તરફ તુચ્છતાની ભાવના રાખવી ન જોઈએ. અચેલક અને સચેલક મુનિઓએ એકબીજાની નિન્દા કરવી ન જોઈએ. નિર્દેક મુનિને નિર્ગન્ધધર્મના અનધિકારી કહેવામાં આવ્યા છે. તે સંયમનું સમ્યક્ પાલન નથી કરી શકતા – આત્મસાધનનાની નિર્દોષ આરાધના નથી કરી શકતા. અચેલક અને સચેલક બન્ને પ્રકારના મુનિઓએ પોતપોતાની આચારમર્યાદામાં રહીને નિગ્રન્થધર્મનું પાલન કરવું જોઈએ. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદેશના અંતમાં છ પ્રકારની કલ્પસ્થિતિ (આચારમર્યાદા) દર્શાવી છે -(૧) સામાયિકસંયતકલ્પસ્થિતિ, (૨) છેદોપસ્થાપનીયસંયતકલ્પસ્થિતિ, (૩) નિર્વિશમાનકલ્પસ્થિતિ, (૪) નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ (૫) જિનકલ્પસ્થિતિ અને (૬) સ્થવિકલ્પસ્થિતિ. સર્વસાવદ્યયોગવિરતિરૂપ સામાયિક સ્વીકારનાર સામાયિકસંયત કહેવાય છે. પૂર્વ પર્યાયનો અર્થાત્ પહેલાંની સાધુઅવસ્થાનો છેદ અર્થાત્ નાશ અથવા કમી કરીને સંયમની પુનઃ સ્થાપના કરવા યોગ્ય શ્રમણ છેદોપસ્થાપનીય સંયત કહેવાય છે. આ કલ્પસ્થિતિમાં મુનિજીવનનો અધ્યાય પુનઃ શરૂ થાય છે અથવા પુનઃ આગળ વધે છે. પરિહારવિશુદ્ધિકલ્પનું (તપવિશેષનું) સેવન કરનાર શ્રમણ નિર્વિશમાન કહેવાય Page #373 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૪૯ છે. જેણે પરિહારવિશુદ્ધિક તપનું સેવન કરી લીધું હોય તે શ્રમણને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. ગચ્છની બહાર નીકળી ગયલો (નિર્ગત) અર્થાત શ્રમણ સંઘનો ત્યાગ કરી એકાકી સંયમની સાધના કરનારો સાધવિશેષ જિન અર્થાત જિનકલ્પિક કહેવાય છે. ગચ્છપ્રતિબદ્ધ અર્થાત શ્રમણસંઘમાં રહીને સંયમની આરાધના કરનાર આચાર્ય આદિ સ્થવિર અર્થાત સ્થવિરકલ્પિક કહેવાય છે. જિનકલ્પિક પ્રાયઃ અચલકધર્મનું આચરણ કરે છે જ્યારે સ્થિવરકલ્પિક પ્રાયઃ સચેલકધર્મનું પાલન કરે છે. જિનકલ્પિક ભોજન આદિ માટે પ્રાયઃ પાત્રનો ઉપયોગ નથી કરતા. આ દૃષ્ટિએ જિનકલ્પિક મુનિને કરપાત્ર કે પાણિપાત્ર કહી શકાય. સ્થવિરકલ્પિક ભોજન આદિ માટે પાત્રનો ઉપયોગ કરે છે. વસ્ત્રમર્યાદા આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના આઠમા અધ્યયનમાં નિર્વસ્ત્ર, એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી અને ત્રિવસ્ત્રધારી નિર્ઝન્થોનો ઉલ્લેખ છે. તથા દ્વિતીય શ્રુતસ્કન્ધની પ્રથમ ચૂલાના પાંચમા અધ્યયનમાં ચતુર્વસ્ત્રધારી નિર્ઝન્થીઓનો ઉલ્લેખ છે. જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર રાખનારો છે તેણે ચોથા વસ્ત્રની કામના અથવા યાચના ન કરવી જોઈએ. જે વસ્ત્રો તેને કથ્ય છે તેમની જ કામના અને યાચના તેણે કરવી જોઈએ, અકલ્પની નહિ. કષ્મ વસ્ત્રો જેવાં પણ મળે તેમને કોઈ પણ જાતનો સંસ્કાર કર્યા વિના જ તેણે ધારણ કરી લેવા જોઈએ. વસ્ત્રોને ધોવા અથવા રંગવા ન જોઈએ. આ જ વાત બેવસ્ત્રધારી અને એક વસ્ત્રધારીની બાબતમાં પણ સમજી લેવી જોઈએ. તરુણ ભિક્ષુ માટે એક વસ્ત્ર ધારણ કરવાનું વિધાન છે. ભિક્ષુણી માટે ચાર વસ્ત્ર– સંઘાટીઓ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે જેમનું માપ આ પ્રમાણે છે – એક સંઘાટી બે હાથની, બે સંઘાટી ત્રણ ત્રણ હાથની અને એક સંઘાટી ચાર હાથની (લાંબી), બે હાથની સંઘાટી ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ ત્રણ હાથની બે સંઘાટીમાંથી એક ભિક્ષાચર્યા વખતે ધારણ કરવા માટે અને બીજી શૌચ જતી વખતે પહેરવા માટે, અને ચાર હાથની સંઘાટી સમવસરણમાં (ધર્મસભામાં) આખું શરીર ઢાંકવા માટે છે–આવું ટીકાકારોનું વ્યાખ્યાન છે. અહીં ભિક્ષુણીઓ માટે જે ચાર વસ્ત્રો ધારણ કરવાનું વિધાન છે તે વસ્ત્રોનો નિર્દેશ “સંઘાટી' (સાડી અથવા ચાદર) શબ્દથી કરવામાં આવ્યો છે. ટીકાકારોએ પણ તેમનો ઉપયોગ શરીર ઉપર લપેટવાના એટલે કે ઓઢવાના રૂપમાં જ દર્શાવ્યો છે. તેથી જણાય છે કે આ ચારે વસ્ત્રોનો ઉપયોગ વિભિન્ન અવસરે ઓઢવા તરીકે કરવાનો અભીષ્ટ છે, પહેરવા તરીકે નહિ. તેથી તેમને સાધ્વીઓનાં ઉત્તરીય વસ્ત્ર અર્થાત્ સાડી યા ચાદર તરીકે સમજવાં જોઈએ, અત્તરીય વસ્ત્ર અર્થાત્ લેંધા કે ધોતી તરીકે નહિ. બીજી વાત એ છે કે બે હાથ અને ત્યાં સુધી કે ચાર હાથ લાંબું વસ્ત્ર ઉપરથી નીચે સુધી આખા શરીર ઉપર ધારણ પણ કેવી રીતે કરી શકાય. તેથી ભિક્ષુણીઓ માટે ઉપર જે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ જૈન ધર્મ-દર્શન ચાર વસ્ત્રોનાં ગ્રહણ અને ધારણનું વિધાન કરવામાં આવ્યું છે તેમનામાં અન્તરીય વસ્ત્રનો સમાવેશ થતો નથી એમ સમજવું જોઈએ. ભિક્ષુઓના વિશે આવું કંઈ નથી. તેઓ એક વસ્ત્રનો ઉપયોગ અત્તરીય તરીકે કરી શકે છે, એનો અન્તરીય અને ઉત્તરીય તરીકે કરી શકે છે વગેરે. ત્યાં સુધી કે અચેલક એટલે કે નિર્વસ્ત્ર પણ રહી શકે છે. સામાચારી | સમાચારી અથવા સામાચારીનો અર્થ છે સમ્યફ ચર્યા. શ્રમણની દિનચર્યા કેવી હોવી જોઈએ? જૈન આચારશાસ્ત્રમાં આ પ્રશ્નનો વ્યવસ્થિત ઉત્તર આપવામાં આવ્યો છે. આ ઉત્તર બે રૂપમાં છે – સામાન્ય દિનચર્યા અને પર્યુષણાકલ્પ. ઉત્તરાધ્યયન આદિમાં મુનિની સામાન્ય દિનચર્યા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા કલ્પસૂત્ર આદિમાં પર્યુષણાકલ્પ એટલે કે વર્ષાવાસ (ચાતુર્માસ) સંબંધી વિશિષ્ટ ચર્યાનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા અધ્યયનના પ્રારંભમાં શ્રમણની સામાન્ય ચર્યારૂપ સામાચારીના દસ પ્રકારો દર્શાવ્યા છે – (૧) આવશ્વિકી, (૨) નૈવિકી, (૩) આપૃચ્છના, (૪) પ્રતિપૃચ્છના, (૫) છન્દના, (૬) ઇચ્છાકાર, (૭) મિથ્યાકાર, (૮) તથાકાર અથવા તÀતિકાર, (૯) અભ્યત્થાન અને (૧૦) ઉપસંપદા. કોઈ આવશ્યક કાર્ય નિમિત્તે ઉપાશ્રયની બહાર જતી વખતે “હું આવશ્યક કાર્ય માટે બહાર જાઉં છું' એમ કહેવું જોઈએ. આ આશ્યિકી સામાચારી છે. બહારથી પાછા આવીને હવે મારે બહાર જવું નથી એમ કહેવું જોઈએ. આ નૈધિક સામાચારી છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુ અથવા જયેષ્ઠ મુનિને પૂછવું જોઈએ કે શું હું આ કાર્ય કરી લઉં. આને આપૃચ્છના કહે છે. ગુરુ અથવા જ્યેષ્ઠ મુનિએ જે કાર્ય માટે પહેલાં મના કરી હોય તે કાર્યને માટે આવશ્યકતા હોતાં પુનઃ પૂછવું કે શું હવે હું આ કાર્ય કરી લઉં, આ પ્રતિપૃચ્છના છે. લાવેલા આહાર આદિ માટે પોતાના સાથી શ્રમણોને આમંત્રીને ધન્ય થવું છંદના છે. પરસ્પર એકબીજાની ઇચ્છા જાણીને અનુકૂળ વ્યવહાર કરવો ઇચ્છાકાર કહેવાય છે. પ્રમાદના કારણે થયેલી ત્રુટિઓ માટે પશ્ચાત્તાપ કરીને તેમને મિથ્યા અર્થાત્ નિષ્ફળ બનાવી દેવી એ મિથ્યાકાર કહેવાય છે. ગુરુ અથવા જ્યેષ્ઠ મુનિની આજ્ઞા સ્વીકારીને તેમના કથનનો “તહત્તિ (આપનું કહેવું યથાર્થ છે) કહીને આદર કરવો એ તથાકાર અથવા તÀતિકાર કહેવાય છે. ઊઠવા, બેસવા વગેરેમાં પોતાનાથી મોટા પ્રતિ ભક્તિ અને વિનયનો વ્યવહાર કરવો એ અભુત્થાન છે. ભગવતીસૂત્રના (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના) પચીસમા શતકમાં “અબ્દુત્થાન' શબ્દના સ્થાને નિમત્રણા' શબ્દ છે. નિમન્ત્રણાનો અર્થ છે આહાર આદિ લાવવા માટે જતી વખતે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સાથી શ્રમણોને પણ સાથે આવવા માટે નિમન્દ્રિત કરવા અથવા તેમને પૂછવું કે શું આપના માટે કંઈ લેતો આવું? જ્ઞાન આદિની પ્રાપ્તિ માટે યોગ્ય ગુરુનો આશ્રય લેવો એ ઉપસંપદા છે. તેના માટે શ્રમણ પોતાના ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છનો આશ્રય પણ લઈ શકે છે. આચારશાસ્ત્ર મુનિએ દિવસને ચાર ભાગોમાં વહેંચીને પોતાની દિનચર્યા ગોઠવી પૂરી કરવી જોઈએ. તેણે દિવસના પ્રથમ પ્રહરમાં મુખ્યતઃ સ્વાધ્યાય કરવો જોઈએ, બીજા પ્રહરમાં ધ્યાન કરવું જોઈએ, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચાર્ય કરવી જોઈએ, અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે રાત્રિના ચાર ભાગોમાંથી પ્રથમમાં સ્વાધ્યાય કરવો જોઈએ, બીજામાં ધ્યાન કરવું જોઈએ, ત્રીજામાં નિદ્રા લેવી જોઈએ અને ચોથામાં પુનઃ સ્વાધ્યાય કરવો જોઈએ. આ રીતે દિન-રાતના કુલ આઠ પ્રહરોમાંથી ચાર પ્રહર સ્વાધ્યાય માટે, બે પ્રહર ધ્યાન માટે, એક પ્રહર ભોજન માટે તથા એક પ્રહર નિદ્રા માટે છે. આ ઉપરથી જણાય છે કે શ્રમણની દિનચર્યામાં અધ્યયનનું સર્વાધિક મહત્ત્વ છે. તેના પછી ધ્યાનને મહત્ત્વ આપવામાં આવેલ છે. ખાવાપીવા માટે દિવસમાં એક વાર એક પ્રહરનો સમય ફાળવવામાં આવ્યો છે તેવી જ રીતે સૂવા માટે પણ રાતના સમયે કેવળ એક પ્રહર આપવામાં આવેલ છે. સ્વાધ્યાય અથવા અધ્યયનમાં નીચે જણાવેલી પાંચ ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે (પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિન્તન) અને ધર્મકથા. - વાચના, પૃચ્છના, પરિવર્તના શ્રમણની આ સંક્ષિપ્ત દિનચર્યાનું વિવેચન કરતાં કહેવામાં આવ્યુ છે કે દિવસના પ્રથમ પ્રહરના પ્રારંભના ચતુર્થ ભાગમાં વજ્રપાત્રાદિનું પ્રતિલેખન (નિરીક્ષણ) કર્યા પછી ગુરુને નમસ્કાર કરીને સર્વદુઃખમુક્તિ માટે સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે દિવસના અન્તિમ પ્રહરના અન્તના ચતુર્થ ભાગમાં સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થઈને ગુરુને વન્દેન કર્યા પછી વજ્રપાત્રાદિનું પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન કરતી વખતે પરસ્પર વાર્તાલાપ ન કરવો જોઈએ અને કોઈ બીજી વ્યક્તિ સાથે પણ કોઈ પણ જાતની વાતચીત ન કરવી જોઈએ પરંતુ પોતાના કાર્યમાં પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ત્રીજા પ્રહરમાં ક્ષુધાવેદનાની શાન્તિ આદિ માટે આહારપાણીની ગવેષણા કરવી જોઈએ. આહારપાણી લેવા જતી વખતે ભિક્ષુએ પાત્ર આદિનું સારી રીતે પ્રમાર્જન કરી લેવું જોઈએ. ભિક્ષા માટે વધુમાં વધુ અડધો યોજન (બે કોસ) સુધી જવું જોઈએ. ચોથા પ્રહરના અન્તમાં સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થયા પછી અને વસ્ત્રપાત્રાદિની પ્રતિલેખના કરી લીધા પછી મળમૂત્રનો ત્યાગ કરવાની ભૂમિનું અવલોકન કરી લેવું જોઈએ અને ત્યારબાદ કાયોત્સર્ગ કરવો જોઈએ. કાયોત્સર્ગમાં દિવસ દરમિયાન થયેલા અતિચારોની - દોષોની ચિન્તના અને આલોચના કરવી જોઈએ. ત્યાર પછી રાત્રિકાલીન સ્વાધ્યાય વગેરેમાં લાગી જવું જોઈએ. રાત્રિના ચોથા પ્રહરમાં એવી રીતે સ્વાધ્યાય ક૨વો જોઈએ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ જૈન ધર્મ-દર્શન કે પોતાના અવાજથી ગૃહસ્થની નિદ્રામાં ખલેલ ન પડે. ચોથા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે એટલે પુનઃ કાયોત્સર્ગ કરવો જોઈએ અને રાત્રિ દરમિયાન થયેલા અતિચારોની ચિન્તના અને આલોચના કરવી જોઈએ. કલ્પસૂત્રના સામાચારી નામના અંતિમ પ્રકરણમાં એવો ઉલ્લેખ છે કે શ્રમણ ભગવાન મહાવીરે વર્ષાઋતુનો વીસ રાત સાથે એક મહિનાનો સમય પૂરો થતાં અર્થાત્ આષાઢ મહિનાના અન્ત ચાતુર્માસ શરૂ થયા પછી પચાસ દિવસ પૂરા થતાં વર્ષાવાસ કર્યો. આ પ્રકરણમાં એવો પણ ઉલ્લેખ છે કે આ સમય પહેલાં પણ વર્ષાવાસ કથ્ય છે પરંતુ આ સમયનું ઉલ્લંઘન કરવું નથી. આમ જૈન આચારશાસ્ત્ર અનુસાર ચાતુર્માસ શરૂ થવાના દિવસથી લઈને પચાસ દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે મુનિઓ વર્ષાવાસનો પ્રારંભ કરી શકે છે. અર્થાત્ આષાઢ શુક્લા ચતુર્દશીથી લઈને ભાદ્રપદ શુક્લા પંચમી સુધીમાં કોઈ પણ દિવસે વર્ષાવાસ શરૂ થઈ શકે છે. સામાન્યરીતે ચાતુર્માસ શરૂ થતાં જ જીવજંતુઓની ઉત્પત્તિને ધ્યાનમાં રાખીને જૈન મુનિએ વર્ષાવાસ કરી લેવો જોઈએ. પરિસ્થિતિ વિશેષની દૃષ્ટિએ જૈન મુનિને પચાસ દિવસનો સમય વધુ આપ્યો છે. આ સમય દરમિયાન તો તેણે વર્ષાવાસ અવશ્ય કરી લેવો જોઈએ. વર્ષાવાસમાં સ્થિર થયેલા નિર્ચન્થોએ તથા નિર્ઝન્થીઓએ પણ ચારે તરફ સવા યોજન સુધીની અર્થાત્ પાંચ કોસ સુધીની અવગ્રહમર્યાદા – ગમનાગમનના ક્ષેત્રની સીમા – રાખવી કથ્ય છે. હૃષ્ટપુષ્ટ, આરોગ્યયુક્ત અને બળવાન નિર્ઝન્થ-નિર્ચન્થીઓએ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ આદિ રસવિકૃતિઓ વારંવાર ન લેવી જોઈએ. નિત્યભાજી ભિક્ષુએ ગોચરકાળમાં આહારપાણી માટે ગૃહસ્થના ઘર તરફ એક વાર જવું કથ્ય છે. આચાર્ય વગેરેની સેવાના નિમિત્તે અધિક વાર પણ જઈ શકાય. ચતુર્થભક્ત અર્થાત ઉપવાસ કરનારા ભિક્ષુએ ઉપવાસના પછીના દિવસે પ્રાતઃકાલ ગોચરી માટે નીકળી બની શકે તો તે સમયે મળેલા આહારપાણીથી જ તે દિવસે કામ ચલાવી લેવું જોઈએ. તેવું શક્ય ન હોય તો ગોચરકાળમાં આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી એક વાર વધુ જઈ શકાય. તેવી જ રીતે ષષ્ઠભક્ત અર્થાત્ બે ઉપવાસ કરનારો ભિક્ષુ ગોચરીના સમયે આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી બે વાર વધુ જઈ શકે છે, તે કથ્ય છે. અષ્ટભક્ત અર્થાત્ ત્રણ ઉપવાસ કરનારો ભિક્ષુ ગોચરીના સમયે આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી ત્રણ વાર વધુ જઈ શકે છે. વિકૃષ્ટભક્ત અર્થાત્ અષ્ટભક્તથી અધિક તપ કરનારા ભિક્ષુ માટે આ અંગે કોઈ નિર્ધારીત સંખ્યા અથવા સમય નથી. તે પોતાની સુવિધા અનુસાર કોઈ પણ સમયે કેટલીય વાર આહારપાણી માટે ગૃહસ્થના ઘરે જઈ શકે છે. તેને આ બાબતમાં પૂર્ણ સ્વતંત્રતા છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૫૩ નિત્યભોજી ભિક્ષુને બધી જાતનાં નિર્દોષ પાણી લેવાં કથ્ય છે. ચતુર્થભક્ત કરનાર ભિક્ષુને નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કથ્ય છે– ઉસ્વેદિમ અર્થાત્ દળેલા અનાજનું પાણી, સંસ્વેદિમ અર્થાત્ ઉકાળેલાં પાંદડાંનું પાણી અને તન્દુલાદક અર્થાત ચોખાનું પાણી. ષષ્ઠભક્ત કરનાર ભિક્ષુ માટે નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી વિહિત છે– તિલોદક અર્થાત્ તલનું પાણી, તુષોદક અર્થાત્ તુષનું પાણી અને થવોદક અર્થાત જવનું પાણી. અષ્ટભક્ત કરનાર ભિક્ષુ માટે નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી વિહિત છે – આયામ અર્થાત ચડેલા ચોખાનુ પાણી (ભાતનું ઓસામણ), સૌવીર અર્થાત કાંજી અને શુદ્ધવિકટ અર્થાત્ ઉકાળેલું પાણી. વિકષ્ટભક્ત કરનાર ભિક્ષને કેવળ ઉકાળેલું પાણી લેવું કથ્ય છે. પાણિપાત્ર ભિક્ષુએ થોડોક પણ વરસાદ પડતો હોય તો ભોજન માટે અથવા પાણી માટે બહાર નીકળવું જોઈએ નહિ. પાત્રધારી ભિક્ષુ અધિક વર્ષોમાં આહારપાણી માટે બહાર જઈ શકે નહિ. અલ્પ વરસાદ પડતો હોય તો એક વસ્ત્ર અને ઓઢવાનું ઓઢીને આહારપાણી માટે તે ગૃહસ્થના ઘર ભણી જઈ શકે છે. ભિક્ષા માટે બહાર ગયેલા મુનિ વરસાદ પડવો શરૂ થતાં વૃક્ષ આદિની નીચે ઊભા રહી શકે અને આવશ્યકતા જણાય તો ત્યાં આહારપાણીનો ઉપભોગ પણ કરી શકે. તેમણે ખાઈપીને પાત્રાદિ સાફ કરી સૂર્યાસ્ત થાય તે પહેલાં ઉપાશ્રયે પહોંચી જવું જોઈએ કેમ કે ત્યાં રહીને રાત્રિ વીતાવવી અકથ્ય છે. પોતાના શરીર ઉપરથી પાણી ટપકતું હોય ત્યારે કે પોતાનું શરીર ભીનું હોય ત્યારે મુનિએ આહારાપાણીનો ઉપભોગ ન કરવો જોઈએ. જયારે તેમને જણાય કે હવે તેમનું પોતાનું શરીર સૂકાઈ ગયું છે ત્યારે તેમણે આહારપાણીનો ઉપભોગ કરવો જોઈએ. પર્યુષણા પછી અર્થાત્ વર્ષાઋતુના પચાસ દિવસ વીત્યા પછી નિર્ચન્થનિર્ચન્થીઓનાં માથાં ઉપર ગોલોમપ્રમાણ (અર્થાત્ ગાયના વાળ જેવડા) કેશ પણ ન હોવા જોઈએ. કાતરથી પોતાનું મુંડન કરનારાએ પંદર પંદર દિવસે મુંડ થવું જોઈએ, અસ્તરાથી પોતાનું મુંડન કરનારાએ મહિને મહિને મુંડ થવું જોઈએ તથા લોંચથી મુંડ થનારે અર્થાત્ હાથ વડે વાળ ઉખાડી નાખી પોતાનું મુંડન કરનારાએ છ છ મહિને મુંડ થવું જોઈએ. સ્થવિર (વૃદ્ધ) વાર્ષિક લોંચ કરી શકે. શ્રમણ-શ્રમણીઓને પર્યુષણા પછી અધિકરણયુક્ત અર્થાત ફ્લેશકારી વાણી બોલવી અકથ્ય છે. પર્યુષણાના દિવસે તેમણે પરસ્પર ક્ષમાયાચના કરવી જોઈએ અને ઉપશમભાવની વૃદ્ધિ કરવી જોઈએ કેમ કે જે ઉપશમભાવ રાખે છે તે જ આરાધક છે. શ્રમણત્વનો સાર ઉપશમ જ છે. તેથી જે ઉપશમભાવ નથી રાખતો તે વિરાધક કહેવાય Ja Education International Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પંડિતમરણ મરણના બે પ્રકાર છે બાલમરણ અને પંડિતમરણ. અજ્ઞાનીઓનું મરણ બાલમરણ અને જ્ઞાનીઓનું મરણ પંડિતમરણ કહેવાય છે. જે વિષયોમાં આસક્ત હોય છે અને મૃત્યુથી ભયભીત રહે છે તે અજ્ઞાની બાલમરણથી મરે છે, જે વિષયોમાં અનાસક્ત હોય છે અને જે મૃત્યુથી નિર્ભય છે તે જ્ઞાની પંડિતમરણથી મરે છે. પંડિતમરણમાં સંયમીનું ચિત્ત સમાધિયુક્ત હોય છે અર્થાત્ સંયમીના ચિત્તમાં સ્થિરતા અને સમભાવ હોય છે તેથી પંડિતમરણને સમાધિમરણ પણ કહે છે. ➖➖➖ જૈન ધર્મ-દર્શન જ્યારે ભિક્ષુ કે ભિક્ષુણીને એવી પ્રતીતિ થાય કે મારું શરીર તપ આદિના કારણે અત્યન્ત કૃશ અને નબળું થઈ ગયું છે અથવા રોગ આદિ કારણોથી અત્યન્ત દુર્બળ થઈ ગયું છે અથવા અન્ય કોઈ આકસ્મિક કારણથી મૃત્યુ નજીક આવી ગયું છે અને સંયમનો નિર્વાહ અસંભવ બની ગયો છે ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો ને ઓછો કરતો કરતો કષાયોને કૃશ કરે, શરીરને સમાહિત કરે અને શાન્ત ચિત્તે શરીરનો પરિત્યાગ કરે. આનું નામ સમાધિમરણ કે પંડિતમરણ છે. આ જાતના મરણમાં શરીર અને કષાયને કૃશ કરવામાં આવે છે, તેથી તેને સંલેખના પણ કહે છે. સંલેખનામાં નિર્જીવ એકાન્ત સ્થાનમાં તૃણશય્યા (સંસ્તારક) પાથરીને અહાર આદિનો પરિત્યાગ કરવામાં આવે છે એટલે એને સંથારો (સંસ્તારક) પણ કહે છે. ન આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધના આઠમા અધ્યયનમાં સમાધિમરણ સ્વીકારનારને બુદ્ધ અને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે અને આ મરણને મહાવીરોપદિષ્ટ જણાવ્યું છે. સમાધિમરણને ગ્રહણ કરનારની માધ્યવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે તે સંયમી ન તો જીવવાની ઇચ્છા કરે છે કે ન તો મરવાની. તે જીવન અને મરણ બન્નેમાં આસક્તિરહિત હોય છે — સમભાવ રાખે છે. આ અવસ્થામાં જો કોઈ હિંસક પ્રાણી તેના શરીરનું માંસ અને લોહી ખાય તો પણ તે તે પ્રાણીને મારતો નથી કે તેને પોતાના શરીરથી દૂર કરતો નથી. તે તો એમ સમજે છે કે તે પ્રાણી તેના નશ્વર શરીરનો જ નાશ કરે છે, અમર આત્માનો નહિ. શ્રાવકાચાર જૈન આચારશાસ્ત્રમાં વ્રતધારી ગૃહસ્થ શ્રાવક, ઉપાસક, અણુવ્રતી, દેશવિરત, સાગાર આદિ નામે ઓળખાય છે. તે શ્રદ્ધાપૂર્વક પોતાના ગુરુજનો અર્થાત્ શ્રમણો પાસેથી નિર્પ્રન્થપ્રવચનનું શ્રવણ કરે છે એટલે તેને શ્રાદ્ધ અથવા શ્રાવક કહે છે. શ્રમણવર્ગની ઉપાસના કરતો હોવાના કારણે તે શ્રમણોપાસક અથવા ઉપાસક કહેવાય છે. અણુવ્રતરૂપ એકદેશીય અર્થાત્ અપૂર્ણ સંયમ યા વિરતિ ધારણ કરવાના કારણે તેને Page #379 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૫૫ અણુવ્રતા, દેશવિરત, દેશસંયમી યા દેશસંયત કહેવામાં આવે છે. તે આગારવાળો અર્થાત ઘરવાળો છે–તેણે ઘરબારનો ત્યાગ કર્યો નથી, તેથી તેને સાગાર, આગારી, ગૃહસ્થ, ગૃહી આદિ નામોથી બોલાવવામાં આવે છે. શ્રાવકાચાર સંબંધી ગ્રન્થો અથવા પ્રકરણોમાં ઉપાસકધર્મનું પ્રતિપાદન ત્રણ રીતે કરવામાં આવેલ છે– (૧) બારવ્રતોના આધારે, (૨) અગિયાર પ્રતિમાઓના આધારે (૩) પક્ષ, ચર્યા અથવા નિષ્ઠા અને સાધનના આધારે. ઉપાસકદશાંગ, તત્ત્વાર્થસૂત્ર, રત્નકરંડકશ્રાવકાચાર આદિમાં સંલેખના સહિત બાર વ્રતોના આધારે શ્રાવકધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર્ય કુન્દકુન્દ ચારિત્રપ્રાભૃતમાં, સ્વામી કાર્તિકેયે અનુપ્રેક્ષામાં અને આચાર્ય વસુનન્દિએ વસુનશ્રિાવકાચારમાં અગિયાર તમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે. પંડિત આશાધરે સાગારધર્મામૃતમાં પક્ષ, નિષ્ઠા અને સાધનના આધારે શ્રાવકધર્મનું વિવેચન કર્યું છે. આ પદ્ધતિનાં બીજ આચાર્ય જિનસેનના આદિપુરાણમાં (પર્વ ૩૯) મળે છે. તેમાં સાવદ્ય ક્રિયાની અર્થાત્ હિંસાની શુદ્ધિના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે – પક્ષ, ચર્યા અને સાધન. નિર્ચન્થ દેવ, નિર્ગસ્થ ગુરુ અને નિર્ઝન્થ ધર્મને જ માનવા એ પક્ષ છે. આવો પક્ષ ધરાવનાર ગૃહસ્થ પાક્ષિક શ્રાવક કહેવાય છે. આવા શ્રાવકના આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્યવૃત્તિ હોય છે. જીવહિંસા ન કરતાં ન્યાયપૂર્વક આજીવિકા રળવી તથા શ્રાવકના બારવ્રતો અને અગિયાર પ્રતિમાઓનું પાલન કરવું એ ચર્યા અથવા નિષ્ઠા છે. આ પ્રકારની ચર્ચાનું આચરણ કરનારો ગૃહસ્થ નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જીવનના અન્તભાગે આહારાદિનો સર્વથા ત્યાગ કરવો એ સાધન છે. આ પ્રકારના સાધનને અપનાવી ધ્યાનશુદ્ધિપૂર્વક આત્મશોધન કરનાર ગૃહસ્થને સાધક શ્રાવક કહેવામાં આવે છે. શ્રાવકના બાર વ્રતોમાંથી પ્રથમ પાંચ અણુવ્રત કહેવાય છે, પછીનાં ત્રણ ગુણવ્રત કહેવાય છે અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત કહેવાય છે. જો કે શ્વેતામ્બર અને દિગમ્બર ગ્રન્થોમાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોનાં નામો તથા ગણનાક્રમમાં પરસ્પર અને આન્તરિક બન્ને પ્રકારના મતભેદ છે તેમ છતાં એમ કહી શકાય કે દિશાપરિમાણ, ભોગોપભોગપરિમાણ અને અનર્થદંડવિરમણરૂપ ગુણવ્રત તથા સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગરૂપ શિક્ષાવ્રત સમાનપણે અભીષ્ટ અને ઉપયુક્ત છે. અણુવ્રત શ્રમણનાં અહિંસા આદિ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ લઘુ હોવાના કારણે શ્રાવકનાં પ્રથમ પાંચ વ્રત અણુવ્રત અર્થાત્ લઘુવ્રત કહેવાય છે. જેમ સર્વવિરત શ્રમણ માટે પાંચ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન ધર્મ-દર્શન મહાવ્રત પ્રાણભૂત છે તેમ શ્રાવક માટે પાંચ અણુવ્રત જીવનરૂપ છે. જેમ પાંચ મહાવ્રતોના અભાવમાં શ્રામણ્ય નિર્જીવ બની જાય છે તેમ પાંચ અણુવ્રતોના અભાવમાં શ્રાવકધર્મ નિષ્પ્રાણ બની જાય છે. શ્રાવકના મૂલગુણરૂપ પાંચ અણુવ્રતોનાં નામ આ પ્રમાણે છે – (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ, (૨) સ્થૂલ મૃષાવાદવિરમણ, (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ, (૪) સ્વદારસંતોષ, (૫) ઇચ્છાપરિમાણ. (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ – સર્વવિરત અર્થાત્ મહાવ્રતી મુનિ પ્રાણાતિપાતના અર્થાત્ હિંસાના પૂર્ણ ત્યાગી હોય છે (પ્રમાદજન્ય અથવા કષાયજન્ય હિંસાનો સર્વથા ત્યાગ કરે છે), જ્યારે દેશવિરત અર્થાત્ અણુવ્રતી શ્રાવક કેવળ સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે કેમ કે ગૃહસ્થ હોવાના કારણે તેને અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસા તો કરવી પડે છે. તેથી શ્રાવકનું પ્રાણાતિપાતવિરમણ અર્થાત્ હિંસાવિરતિ સ્થૂલ છે. શ્રમણની સર્વ હિંસાવિરતિની તુલનામાં શ્રાવકની સ્કૂલ હિંસાવિરતિ આંશિક હિંસાવિરતિ યા દેશ હિંસાવિરતિ કહેવાય છે. તેના દ્વારા શ્રાવક આંશિક અહિંસાની સાધના કરે છે અહિંસાવ્રતનું આંશિક પાલન કરે છે. શ્રમણ મન, વચન, કાયાથી કોઈ પણ પ્રાણીની – પછી તે પ્રાણી ત્રસ હોય કે સ્થાવર હોય – ન તો હિંસા કરે છે, ન તો કોઈની પાસે હિંસા કરાવે છે કે ન તો હિંસા કરનારનું સમર્થન કરે છે. આમ શ્રમણ હિંસાનો ત્રણ યોગપૂર્વક (મનોયોગ, વચનયોગ અને કાયયોગપૂર્વક) તેમ જ ત્રણ કરણપૂર્વક (કરવા, કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ કરણપૂર્વક) ત્યાગ કરે છે. તેનો આ ત્યાગ સર્વવિરતિ કહેવાય છે. શ્રાવક આ જાતનો હિંસાત્યાગ નથી કરતો. તે કેવળ ત્રસ (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) પ્રાણીઓની હિંસાથી વિરત થાય છે. તેની આ વિરતિ સામાન્યપણે ત્રણ યોગ અને ત્રણ કરણપૂર્વક હોતી નથી પરંતુ ત્રણ યોગ અને બે કરણપૂર્વક હોય છે. તે નિરપરાધી પ્રાણીઓને મન, વચન, કાયાથી ન તો પોતે સ્વયં મારે છે કે ન તો બીજા પાસે મરાવે છે. શ્રાવક એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે સ્વતન્ત્ર છે જેમાં સ્કૂલ હિંસાની સંભાવના ન હોય. આ જાતની પ્રવૃત્તિ તે બીજા પાસે પણ કરાવી શકે છે. સાવધાનીપૂર્વક વ્રતનું પાલન કરવા છતાં પણ કોઈ કોઈ વાર પ્રમાદવશ અથવા અજ્ઞાનવશ દોષ લાગવાની સંભાવના રહે છે. આ જાતના દોષોને અતિચાર કહે છે. સ્થૂલ અહિંસા અથવા સ્થૂલ પ્રાણાતિપાતવિરમણના પાંચ મુખ્ય અતિચાર છે - (૧) બન્ધ, (૨) વધ, (૩) છવિચ્છેદ, (૪) અતિભાર અને (૫) અન્નપાનનિરોધ. આ અને આ જાતના અન્ય અતિચાર શ્રાવકે જાણવા યોગ્ય છે, આચારણ કરવા યોગ્ય નથી. બંધનો અર્થ છે કોઈ પણ ત્રસ પ્રાણીને ચુસ્ત બંધનથી બાંધવું અથવા તેને પોતાના ઈષ્ટ સ્થાને જતાં રોકવું. પોતાને અધીન વ્યક્તિઓને નિશ્ચિત સમય કરતાં વધુ સમય - Page #381 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૫૭ સુધી રોકવી, તેમની પાસેથી નિર્દિષ્ટ સમય કરતાં વધુ સમય સુધી કામ લેવું, તેમને તેમનાં ઇષ્ટ સ્થાનોએ જવામાં અંતરાય નાખવો,વગેરે બંધમાં સમાવેશ પામે છે. કોઈ પણ ત્રસ પ્રાણીને હણવું એ વધ છે. મારવું-પીટવું એ પણ વધનું જ એક રૂપ છે. પોતાના ઉપર આશ્રિત વ્યક્તિઓને કે અન્યોને નિર્દયતાપૂર્વક કે ક્રોધવશ મારવાપીટવા, ગાય, ભેંસ, ઘોડા, બળદ વગેરેને લાકડી, ચાબુક, પથ્થર આદિ વડે ફટકારવા, કોઈ ઉપર અનાવશ્યક અથવા અનુચિત આર્થિક બોજ નાખવો, કોઈની લાચારીનો અનુચિત લાભ ઉઠાવવો, કોઈનું અનૈતિક રીતે શોષણ કરી પોતાનો સ્વાર્થ સાધવો, વગેરે ક્રિયાઓ વધમાં સમાવિષ્ટ છે. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ પ્રાણીની હત્યા કરવી, કોઈને મારવું-પીટવું, સંતાપ યા પીડા પહોંચાડવી, તડપાવવું, શોષવું, મનદુઃખ દેવું, વગેરે વધનાં જ વિવિધ રૂપ છે. અનીતિપૂર્વક કોઈની આજીવિકા છીનવી લેવી યા નષ્ટ કરવી એ પણ વધનું એક રૂપ છે. ત્રીજો અતિચાર છવિચ્છેદ છે. કોઈ પણ પ્રાણીનાં અંગ-ઉપાંગ કાપવાં એ વિચ્છેદ છે. છવિચ્છેદથી પ્રાણીને પીડા થાય છે એટલે તે ત્યાજ્ય છે. છવિચ્છેદની જેમ વૃત્તિચ્છેદ પણ દોષયુક્ત છે. કોઈની વૃત્તિનો અર્થાત્ આજીવિકાનો છેદ કરવો દોષરૂપ છે જ પરંતુ ઉચિત પારિશ્રમિક કરતાં ઓછું આપવું, ઓછો પગાર આપવો, ઓછી મજૂરી આપવી, અનુચિતપણે પગાર કે મજૂરી કાપી લેવી, નોકર કે મજૂરને રજા આદિની સુવિધાઓ ન આપવી, વગેરે ક્રિયાઓ પણ છવિચ્છેદની જેમ જ દોષયુક્ત છે. ચોથો અતિચાર અતિભાર છે. બળદ, ઊંટ, અશ્વ વગેરે પશુઓ પર અથવા મજૂર, નોકર આદિ મનુષ્યો પર તેમની શક્તિ કરતાં વધુ બોજો લાદવો એ અતિભાર કહેવાય છે. શક્તિ અને સમય હોવા છતાં પોતાનું કામ પોતે કરવાને બદલે બીજા પાસે કરાવવું અથવા કોઈની પાસેથી તેની શક્તિ કરતાં વધુ કામ લેવું એ પણ અતિભાર જ છે. પાંચમો અતિચાર અન્નપાનનિરોધ છે. કોઈના ખાનપાનમાં અવરોધ ઉભો કરવો એ આ અતિચાર છે. નોકર વગેરેને વખતસર ભોજન ન દેવું, પૂરું ભોજન ન દેવું, પોતાની પાસે સંગ્રહ હોવા છતાં આવશ્યકતા વખતે કોઈની સહાયતા ન કરવી, પોતાને અધીન રહેલા પશુઓ અને મનુષ્યોને પર્યાપ્ત અન્ન આદિ ન દેવાં એ અન્નપાનનિરોધ અતિચાર છે. શ્રાવકે આ બધા અતિચારોથી દૂર રહેવું જોઈએ - — આ જાતના અનેક દોષોથી બચવું જોઈએ. (૨) સ્થૂલ મૃષાવાદવિરમણ — જેમ શ્રમણોપાસકે સ્થૂલ પ્રાણાતિપાતથી અર્થાત્ હિંસાથી બચવું જરૂરી છે તેમ તેણે સ્થૂલ મૃષાવાદથી અર્થાત્ અસત્યથી બચવું પણ જરૂરી છે. જેમ હિંસા ન કરવી એ પ્રાણાતિપાતવિરમણ વ્રતનો નિષેધાત્મક પક્ષ છે તથા રક્ષા, અનુકમ્પા, પરોપફાર આદિ કરવાં એ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું અર્થાત્ અહિંસાનું વિધેયાત્મક રૂપ છે તેમ અસત્ય વચન ન બોલવું એ મૃષાવાદવિરમણ વ્રતનો Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન ધર્મ-દર્શન નિષેધાત્મક પક્ષ છે તથા સત્યવચન બોલવું એ તે વ્રતનું વિધેયાત્મક રૂપ છે. તેનાથી વ્યક્તિને સત્યનિષ્ઠ બનવાની શિક્ષા મળે છે. તેના જીવનમાં સચ્ચાઈ અને ઈમાનદારીનો વિકાસ થાય છે. અહિંસાની આરાધના માટે સત્યની આરાધના અનિવાર્ય છે. જૂઠી વ્યક્તિ ખરા અર્થમાં અહિંસક હોઈ શકે જ નહિ. સાચો અહિંસક મનુષ્ય ક્યારેય અસત્ય આચરણ કરતો નથી, કરી શકે જ નહિ. સત્ય અને અહિંસા બન્ને વચ્ચે એટલો બધો ઘનિષ્ઠ સંબંધ છે કે એકના અભાવમાં બીજાની આરાધના અશક્ય છે. એ બન્ને પરસ્પર પૂરક છે તથા અન્યોન્યાશ્રિત છે. ગૃહસ્થ માટે સામાન્ય રીતે મૃષાવાદનો સર્વથા ત્યાગ અર્થાત્ સૂક્ષ્મ અસત્યનો પરિત્યાગ શક્ય નથી. હા, તે સ્થૂળ મૃષાવાદનો ત્યાગ અવશ્ય કરી શકે છે. તેથી શ્રાવક માટે સ્થૂળ પ્રાણાતિપાતવિરમણની જેમ સ્થૂળ મૃષાવાદવિરમણનું પણ વિધાન કરવામાં આવેલ છે. સ્થૂળ અસત્યનો ત્યાગ પણ સામાન્ય રીતે સ્થૂળ હિંસાના ત્યાગની જેમ જ બે કરણ અને ત્રણ યોગપૂર્વક હોય છે. સ્થૂલ અસત્ય શેને સમજવું જોઈએ ? જે જૂઠ યા અસત્યના કારણે સમાજમાં પ્રતિષ્ઠા ન રહે, સાથીઓ અપ્રમાણિકતા સમજે, લોકોનો વિશ્વાસ ઊઠી જાય, રાજદંડ ભોગવવો પડે તેને સ્થૂલ અસત્ય સમજવું જોઈએ. આ જાતના અસત્યથી મનુષ્યનું ચતુર્મુખી પતન થાય છે. અનેક કારણોથી મનુષ્ય સ્થૂલ અસત્ય બોલે છે. દાખલા તરીકે, પોતાનાં પુત્રપુત્રીઓનાં વિવાહ નિમિત્તે સામા પક્ષ આગળ જૂઠી પ્રશંસા કરવી કે બીજા પાસે કરાવવી, પશુપક્ષીઓના ક્રયવિક્રય નિમિત્તે મિથ્યા પ્રશંસાનો આશરો લેવો, ભૂમિ અંગે જૂઠ બોલવું કે બીજા પાસે બોલાવવું, અન્ય વસ્તુઓ અંગે અસત્ય બોલવું, નોકરી આદિ માટે અસત્યનો સહારો લેવો, કોઈની થાપણ આદિ ઓળવી વિશ્વાસઘાત કરવો, જૂઠી સાક્ષી દેવી કે બીજા પાસે દેવરાવવી, લાંચ આપવી કે બીજા પાસે અપાવરાવવી, સાચાને જૂઠું કે જૂઠાને સાચું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો, વગેરે. શ્રાવક આ જાતનાં અસત્યોને બોલવાનો અને બોલાવવાનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. સાવધાનીપૂર્વક સ્થૂળ મૃષાવાદવિરમણ વ્રતનું પાલન કરતાં પણ તે અંગેના જે અતિચારોની (દોષોની) સંભાવના રહે છે તે મુખ્યપણે પાંચ પ્રકારના છે (૧) સહસાઅભ્યાખ્યાન, (૨) રહસ્યઅભ્યાખ્યાન, (૩) સ્વદારમન્ત્રભેદ યા સ્વપતિમન્ત્રભેદ, (૪) મૃષાઉપદેશ, અને (૫) કૂટલેખકરણ. સમજ્યા-વિચાર્યાવિના, જોયાજાણ્યા વિના કોઈના વિશે કંઈ પણ ધારી લેવું યા નિર્ણય દઈ દેવો, કોઈ પણ ખોટું કલંક લગાવવું, કોઈના વિશે લોકોમાં ખોટી ધારણા પેદા કરવી, સજ્જનને દુર્જન, ગુણીને અવગુણી, જ્ઞાનીને અજ્ઞાની કહેવો, વગેરે સહસાઅભ્યાખ્યાન અતિચારમાં સમાવેશ — Page #383 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩પ૯ પામે છે. કોઈની ગુપ્ત વાત કોઈની આગળ ખુલ્લી કરી દઈ તેનો વિશ્વાસઘાત કરવો એ રહસ્યઅભ્યાખ્યાન છે. પતિ-પત્નીએ એકબીજાની ગોપનીય વાતોને બીજા કોઈ આગળ પ્રગટ કરી દેવી એ સ્વદારમ–ભેદ યા સ્વપતિમત્રભેદ છે. કોઈને સાચું ખોટું સમજાવીને કુમાર્ગે વાળવો એ મૃષોપદેશ છે. ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજો બનાવવા, ખોટી સહીઓ કરવી, ખોટો અંગૂઠો લગાવવો, ખોટા ચોપડા તૈયાર કરવા, ખોટા સિક્કા બનાવવા-ચલાવવા, નકલી નોટો છાપવી, વગેરે કૂટલેખકરણ અતિચારમાં સમાવેશ પામે છે. શ્રાવકે આ બધા અતિચારોથી તથા આના જેવા અન્ય અતિચારોથી બચવું જોઈએ. તેણે સદા સાવધાન રહીને સત્યની આરાધના કરવી જોઈએ. (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ – અહિંસા અને સત્યના સમ્યફ પાલન માટે અચૌર્ય અર્થાત્ અદત્તાદાનવિરમણ આવશ્યક છે. શ્રાવક માટે જે પ્રકારનું અચૌર્ય અથવા અસ્તેય આવશ્યકમનાયું છે તેને સ્થૂલ અદત્તાદાનવિરમણ કહે છે. સાધુ માટેતો અનુમતિ વિના દાંત સાફ કરવા તૃણ લેવું પણ વર્જિત છે અર્થાત્ ન આપવામાં આવેલી કોઈ પણ વસ્તુનું ગ્રહણ તે કરતા નથી. શ્રાવક માટે એવું આવશ્યક મનાયું નથી. તે સૂક્ષ્મ અદત્તાદાનનો ત્યાગ ન પણ કરે તો પણ સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ તો તેણે કરવો જ જોઈએ. અદત્તાદાનનો શબ્દાર્થ છે ન આપવામાં આવેલી (અદત્ત) વસ્તુનું ગ્રહણ (આદાન). એને સામાન્ય ભાષામાં ચોરી કહેવામાં આવે છે. શ્રાવક માટે એવી ચોરીનો ત્યાગ અનિવાર્ય છે જેને કરવાથી રાજદંડ ભોગવવો પડે, સમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય, પ્રામાણિકતા નાશ પામે, પ્રતિષ્ઠાની હાનિ થાય. આ જાતની ચોરીનો ત્યાગ જૈન આચારશાસ્ત્રમાં સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના નામથી પ્રસિદ્ધ છે. સ્થૂલ ચોરીનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે- કોઈના ઘર આદિમાં ખાતર પાડવું, કોઈનું ખિસ્સે કાપવું, કોઈનું તાળું તોડવું, કોઈને લૂંટવો, કોઈની ચીજ પૂછયા વિના ઉઠાવી લેવી, કોઈનું દાટેલું કે છુપાવેલું ધન કાઢી લેવું, ઠગવું, જડેલી વસ્તુના માલિકને શોધવાની કોશિશ ન કરવી અથવા માલિકીની ખબર પડે તો પણ તે વસ્તુ તેને ન આપવી, ચૌર્યબુદ્ધિથી કોઈની વસ્તુ ઉઠાવી લેવી અથવા પોતાની પાસે રાખી લેવી, વગેરે. શ્રાવક ચોરીનો ત્યાગ પણ સામાન્ય રીતે બે કરણ અને ત્રણ યોગપૂર્વક જ કરે છે. અદત્તાદાનવિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે – (૧) તેનાહત, (૨) તસ્કરપ્રયોગ, (૩) રાજ્યાદિવિરુદ્ધ કર્મ, (૪) કૂટતોલ-કૂટમાન, અને (૫) ત–તિરૂપક વ્યવહાર. અજ્ઞાનવશ એમ સમજીને કે ચોરી કરવી કે કરાવવી પાપ છે પરંતુ ચોરાયેલી વસ્તુ લેવામાં કે ખરીદવામાં શો વાંધો છે, ચોરીનો માલ લેવો કે ખરીદવો એ તેનાહત Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬o જૈન ધર્મ-દર્શન અતિચાર છે. ચોરી કરવાની પ્રેરણા આપવી, ચોરને મદદ કરવી, તસ્કરને શરણ આપવું, શસ્ત્રાસ્ત્ર દ્વારા લૂંટારાઓને મદદ કરવી, લૂંટારાઓનો પક્ષ લેવો આદિ ક્રિયાઓ તસ્કરપ્રયોગમાં સમાવેશ પામે છે. પ્રજાના હિતને માટે બનાવાયેલા રાજ્ય આદિના નિયમોનો ભંગ કરવો એ રાજ્યાદિવિરુદ્ધ કર્મ છે. આ અતિચારમાં નીચે જણાવેલાં કાર્યોનો સમાવેશ થાય છે – અવૈધાનિક વ્યાપાર કરવો, કરચોરી કરવી, અનુમતિ વિના પરરાજયની સીમામાં પ્રવેશ કરવો, નિષિદ્ધ વસ્તુઓ એક સ્થાનથી બીજે સ્થાને અથવા એક દેશમાંથી બીજા દેશમાં લાવવી-લઈ જવી, રાજયહિત વિરુદ્ધ ગુપ્ત કાર્ય કરવું, સ્વાર્થવશ રાજ્યના કોઈ પણ કાનૂનનો ભંગ કરવો, સમાજના કોઈ પણ હિતકર નિયમની અવહેલના કરવી, વગેરે. લેવડ-દેવડમાં ન્યૂનાધિકતાનો પ્રયોગ કરવો કૂટતોલફૂટમાન કહેવાય છે. વસ્તુઓમાં ભેળસેળ કરવી તતિરૂપક વ્યવહાર છે. બહુમૂલ્ય વસ્તુમાં અલ્પમૂલ્ય વસ્તુ ભેળવવી, શુદ્ધ વસ્તુમાં અશુદ્ધ વસ્તુ ભેળવવી, સુપથ્ય વસ્તુમાં કુપથ્ય વસ્તુ ભેળવવી અને આ રીતે અનુચિત લાભ ઉઠાવવો શ્રાવક માટે વર્જિત છે. (૪) સ્વદારસન્તોષ – પોતાની પત્ની સિવાય બાકીની બધી સ્ત્રીઓ સાથે મૈથુનસેવનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવો એ સ્વદારસન્તોષ વ્રત કહેવાય છે. જેમ શ્રાવક માટે સ્વદારસન્તોષનું વિધાન છે તેમ શ્રાવિકા માટે સ્વપતિસન્તોષનો નિયમ સમજી લેવો જોઈએ. પોતાના પતિ સિવાય બીજા બધા પુરુષો સાથે મન, વચન અને કાયાથી મૈથુનસેવનનો ત્યાગ કરવો એ સ્વપતિસન્તોષ વ્રત કહેવાય છે. શ્રાવક માટે સ્વદારસન્તોષ અને શ્રાવિકા માટે સ્વપતિસન્તોષ અનિવાર્ય છે. શ્રમણ-શ્રમણી માટે મૈથુનનો સર્વથા ત્યાગ વિહિત છે જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે મૈથુનની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ આદિની જેમ તેને સ્કૂલ મૈથુનવિરમણ કહી શકાય. જ્યારે શ્રાવક મૈથુનસેવનની સ્વદારસન્તોષરૂપ મર્યાદા નિશ્ચિત કરે છે ત્યારે પરદારત્યાગ, વેશ્યાત્યાગ, કુમારિકાત્યાગ આદિનો સમાવેશ આપોઆપ થઈ જાય છે. આવું હોવા છતાં પણ કેટલીક વાર વિષયવૃત્તિની અધીનતાના કારણે તે જાયેઅજાયે એવા ખોટા રસ્તા ખોળી કાઢે છે જેનાથી વ્રતભંગ પણ ન થાય અને મૈથુનેચ્છા પણ પૂરી થઈ જાય. આ ખોટા રસ્તાઓ સ્થૂલ મૈથુનવિરમણ વ્રતના અતિચારો છે. તે દોષરૂપ હોવાના કારણે ત્યાજ્ય છે.અન્ય વ્રતોના અતિચારોની જેમ તેમના પણ પાંચ પ્રકાર છે. તે નીચે મુજબ છે – (૧) ઇત્વરિકપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ અને (૫) કામભોગતવાભિલાષા. જે સ્ત્રીઓ પરદારકોટિમાં નથી આવતી એવી સ્ત્રીઓને ધન આદિની લાલચ આપીને કેટલોક Page #385 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૬ ૧ વખત સુધી પોતાની બનાવી લેવી અર્થાત સ્વદારકોટિની બનાવી દેવી તથા તેની સાથે કામભોગનું સેવન કરવું એ ઇત્વરિકપરિગૃહીતાગમન કહેવાય છે. ઈન્દર એટલે અલ્પકાલ, પરિગ્રહણ એટલે સ્વીકાર, ગમન એટલે કામભોગસેવન. ઈવરિપરિગૃહીતાગમન એટલે અલ્પકાલ માટે સ્વીકારેલી સ્ત્રી સાથે કામભોગનું સેવન કરવું તે – કેટલાક વખત માટે રાખેલી કોઈ મહિલા સાથે મૈથુનસેવન કરવું તે. જે સ્ત્રી પોતાના માટે અપરિગૃહીત અર્થાત્ અસ્વીકૃત છે તેની સાથે કામભોગનું સેવન કરવું એ અપરિગૃહીતાગમન છે. આ પ્રકારની સ્ત્રીઓમાં નીચે જણાવેલી સ્ત્રીઓનો સમાવેશ થાય છે – જેની સાથે સંબંધ નિશ્ચિત થઈ ગયો હોય પરંતુ વિવાહ ન થયો હોય, જે અવિવાહિત કન્યાના રૂપમાં જ હોય, જેનો પતિ મરી ગયો હોય, જે વેશ્યાનો વ્યવસાય કરતી હોય, જેને પોતાના પતિએ ત્યજી દીધી હોય અથવા જેણે પોતાના પતિને છોડી દીધો હોય, જેનો પતિ ગાંડો થઈ ગયો હોય, જે પોતાની દાસી અથવા નોકરડી તરીકે કામ કરતી હોય, વગેરે. જેનું નિષેધાત્મક રૂપ પરદારવિવર્જન છે તે સ્વદારસન્તોષનો પૂરો અર્થ ન સમજવાના કારણે અથવા તો ભૂલથી આવી બધી જાતની સ્ત્રીઓ સાથે મૈથુનસેવન કરવું એ અપરિગ્રહીતાગમન અતિચાર છે. જે કોઈ સ્ત્રી સાથે કામોત્તેજક ક્રીડા કરવી, જે કોઈ સ્ત્રીને કામોત્તેજક આલિંગન કરવું, હસ્તકર્મ આદિ કુચેષ્ટા કરવી, કૃત્રિમ સાધનો દ્વારા કામાચાર કરવો, વગેરે કામવર્ધક પ્રવૃતિઓ અનંગક્રીડામાં સમાવેશ પામે છે. કન્યાદાનમાં પુણ્ય સમજીને અથવા રાગાદિના કારણે બીજાઓ માટે છોકરો-છોકરી શોધવા, તેમના લગ્ન કરાવી આપવા, વગેરે પરવિવાહિકરણ અતિચારમાં સમાવિષ્ટ છે. કર્તવ્યબુદ્ધિથી અથવા સહાયતાબુદ્ધિથી એવું કરવામાં કોઈ દોષ નથી. પોતાની સત્તતિના વિવાહ આદિની જવાબદારી તો સ્વદારસન્તોષ સાથે સમ્બદ્ધ હોવાના કારણે શ્રાવક ઉપર આપોઆપ આવે છે. તેથી દીકરા-દીકરીના લગ્ન આદિનો સમુચિત પ્રબન્ધ કરવો એ તો શ્રાવકના ચોથા અણુવ્રત સ્વદારસન્તોષની મર્યાદામાં આવી જાય છે. પાંચ ઇન્દ્રિયોમાંથી ચક્ષુ અને શ્રોત્રના વિષય રૂપ અને શબ્દને કામ કહે છે કેમ કે તેમનાથી કામના તો જાગે છે પણ ભોગ થતો નથી. ઘાણ, રસના અને સ્પર્શનના વિષય ગબ્ધ, રસ અને સ્પર્શ ભોગરૂપ છે કેમ કે આ ત્રણે ઇન્દ્રિયો પોતપોતાના વિષયના ભોગથી તૃપ્ત થાય છે. આ કામરૂપ અને ભોગરૂપ વિષયોમાં અત્યન્ત આસક્તિ રાખવી અર્થાતુ તેમની અત્યધિક આકાંક્ષા કરવી એ કામભોગતીવ્રાભિલાષા અતિચાર છે. વાજીકરણ આદિના સેવન દ્વારા અથવા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા મૈથુનેચ્છાને અધિકાધિક ઉદ્દીપ્ત કરવી એ પણ કામભોગતીવ્રાભિલાષા અતિચાર છે. પોતાની પત્ની સાથે પણ અમર્યાદ મૈથુનસેવન Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન ધર્મ-દર્શન કરવું એ પણ કામભોગતીવ્રાભિલાષા અતિચાર જ કહેવાય છે કેમ કે તેનાથી સન્તોષગુણનો ઘાત થાય છે અને મનમાં સદા કામોત્તેજના રહ્યા જ કરે છે જે પોતાના માટે તેમ જ પોતાની પત્ની માટે દુઃખદાયી છે. ઉપર જણાવેલા અતિચારોથી સદાચાર દૂષિત થાય છે. તેથી શ્રાવકે તેમનાથી બચવું જોઈએ. શ્રાવિકા માટે સ્વપતિસન્તોષરૂપ સ્થૂલ મૈથુનવિરમણ વ્રતનું તથા તદ્વિષયક સમસ્ત અતિચારોનું આવશ્યક પરિવર્તન સાથે યોગ્ય શબ્દોમાં સંયોજન કરી લેવું જોઈએ. - (૫) ઇચ્છાપરિમાણ — મનુષ્યની ઇચ્છા આકાશ જેવી અનન્ત છે. એનો અર્થ એ કે જો ઇચ્છા ઉપર અંકુશ ન રાખવામાં આવે તો કદી તૃપ્ત થઈ શક્તી નથી. ઇચ્છાતૃપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે ઇચ્છાનિયન્ત્રણ. ગૃહસ્થાવસ્થામાં રહીને ઇચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો સંભવે નહિ. હા, ઇચ્છાઓની મર્યાદા અવશ્ય બાંધી શકાય. આ ઇચ્છામર્યાદા યા ઇચ્છાનિયન્ત્રણનું નામ છે ઇચ્છાપરિમાણ. આ શ્રાવકનું પાંચમું અણુવ્રત છે. જ્યારે ઇચ્છા પરિમિત બની જાય છે ત્યારે ઇચ્છામૂલક મમત્વ અને મમત્વજન્ય સંગ્રહ અથવા પરિગ્રહ પણ પરિમિત થઈ જાય છે. પરિણામે શ્રાવક જે કંઈ પણ ઉપાર્જન અથવા સંગ્રહ કરે છે તે કેવળ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જ કરે છે. તેનાથી તે સન્તોષપૂર્વક પોતાની તથા પોતાના આશ્રિતોની પરિમિત ઇચ્છાઓ પૂરી કરે છે. શ્રાવકની આ જાતની પરિગ્રહપરિમિતિનું જ બીજું નામ સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત છે. અન્ય વ્રતોની જેમ ઇચ્છાપરિમાણ અર્થાત્ પરિગ્રહપરિમાણ વ્રતના પણ પાંચ અતિચારો દર્શાવવામાં આવ્યા છે, તે વિવિધ પદાર્થોની મર્યાદાના ઉલ્લંઘન સાથે સંબંધ ધરાવે છે. આ અતિચારો નીચે મુજબ છે -(૧) ક્ષેત્રવાસ્તુપરિમાણઅતિક્રમણ, (૨) હિરણ્યસુવર્ણપરિમાણઅતિક્રમણ, (૩) ધનધાન્યપરિમાણઅતિક્રમણ, (૪) દ્વિપદચતુષ્પદપરિમાણઅતિક્રમણ, અને (૫) કુપ્પપરિમાણઅતિક્રમણ. મર્યાદાથી વધુ પરિગ્રહની પ્રાપ્તિ થાય તો દાનાદિ સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. તેથી પરિગ્રહપરિમાણ વ્રતની સહેલાઈથી રક્ષા થઈ શકે છે તથા સમાજહિતનાં કાર્યોને આવશ્યક પ્રોત્સાહન મળી શકે છે. ગુણવ્રત અણુવ્રતોની રક્ષા તેમ જ વિકાસ માટે જૈન આચારશાસ્ત્રમાં ગુણવ્રતોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુણવ્રતો ત્રણ છે (૧) દિશાપરિમાણ વ્રત, (૨) ભોગઉપભોગપરિમાણ વ્રત, અને (૩) અનર્થદંડવિરમણ વ્રત. અણુવ્રતોની ભાવનાઓની દૃઢતા માટે જે વિશેષ ગુણોની આવશ્યકતા હોય છે તેમને ગુણવ્રત કહેવામાં આવે છે. ૧. કુષ્ય એટલે સુવર્ણ અને ચાંદી સિવાયની અન્ય ધાતુ આદિનાં ઉપકરણો. Page #387 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૬૩ તેઓના પાલનથી અણુવ્રતોની રક્ષા વિશેષ સરળતાથી થાય છે. (૧) દિશાપરિમાણ – પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે વ્યવસાય આદિ પ્રવૃત્તિઓ માટે દિશાઓની સીમા નિશ્ચિત કરવી એ દિશાપરિમાણ વ્રત છે. આ ગુણવ્રતથી ઈચ્છાપરિમાણ અથવા પરિગ્રહપરિમાણરૂપ પાંચમા અણુવ્રતની રક્ષા થાય છે. દિશાપરિમાણ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચાર છે – (૧) ઊર્ધ્વદિશાપરિમાણ અતિક્રમણ, (૨) અધોદિશાપરિમાણ અતિક્રમણ (૩) તિર્યદિશાપરિમાણ અતિક્રમણ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, અને (૫) ઋત્યન્તર્યા. પ્રમાદવશ અથવા અજ્ઞાનના કારણે ઊર્ધ્વદિશાના નિશ્ચિત પરિમાણનું ઉલ્લંઘન કરવાથી લાગતા દોષનું નામ ઊર્ધ્વદિશાપરિમાણ અતિક્રમણ છે. અધોદિશાના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી જે દોષ લાગે છે તેને અધોદિશાપરિમાણ અતિક્રમણ કહે છે. ઊર્ધ્વ અને અધોદિશા સિવાયની પૂર્વ વગેરે બધી દિશાઓના પરિમાણનું ઉલ્લંઘન કરવું એ તિર્યદિશાપરિમાણ અતિક્રમણ છે. એક દિશાના પરિમાણનો અમુક ભાગ બીજી દિશાના પરિમાણમાં ભેળવી દેવો અને એ રીતે મનફાવે તેમ ક્ષેત્રની મર્યાદા વધારી દેવી એ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે. સીમાને ભૂલી જવાથી લાગનારા દોષનું (અતિચારનું) નામ મૃત્યન્તર્ધા છે. “મેં સો યોજનાની મર્યાદાનું વ્રત ગ્રહણ કર્યું છે કે પચાસ યોજનની મર્યાદાનું?' – આ જાતનો સંદેહ થાય અથવા યાદ ન આવે તો પચાસ યોજનથી આગળ ન જવું એ જ અનુમત છે, ભલે ને હકીકતમાં મર્યાદા સો યોજનની કેમ ન હોય. જો અજ્ઞાન અથવા વિસ્મૃતિથી ક્ષેત્રના પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તો પાછા જતા રહેવું જોઈએ, જાણ થતાં આગળ ન જવું જોઈએ, ન તો કોઈને મોકલવો જોઈએ. એમ જ જો કોઈ ગયો હોય તો તેના દ્વારા લેવાયેલી ચીજનો ઉપયોગ ન કરવો જોઈએ. વિસ્મૃતિના કારણે પોતે જ મર્યાદા બહારના ક્ષેત્રમાં ગયો હોય અને કોઈ ચીજ ત્યાંથી લાવ્યો હોય તો તે ચીજનો પણ તેણે ત્યાગ કરી દેવો જોઈએ. (૨) ભોગ-ઉપભોગપરિમાણ – જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે છે તેને અહીં ભોગ કહી છે. જે વસ્તુ વારંવાર ઉપયોગમાં લેવાય છે તેને અહીં ઉપભોગ સમજવી. ભોગ અને ઉપભોગની મર્યાદા નકકી કરવી એ ભોગ-ઉપભોગપરિમાણ વ્રત છે. આ વ્રતથી અહિંસા અને સન્તોષની રક્ષા થાય છે. તેથી જીવનમાં સરળતા અને સાદગી આવે છે તથા વ્યક્તિને મહારંભ, મહાપરિગ્રહ તથા મહાતૃષ્ણામાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રકારોએ ભોગોપભોગો સંબંધી ૨૬ જાતની વસ્તુઓ ગણાવી છે. શ્રાવકે આ વસ્તુઓની તથા એ સિવાયની બીજી જેટલી વસ્તુઓ તેના કામમાં આવતી હોય તે બધીની મર્યાદા નિશ્ચિત કરી લેવી જોઈએ જેથી તેના જીવનમાં હમેશાં શાન્તિ અને Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન ધર્મ-દર્શન સન્તોષ રહે. મર્યાદા નિશ્ચિત કરવામાં વિવેકનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. જે પદાર્થોમાં અધિક હિંસા અને પ્રપંચની સંભાવના હોય તે પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ તથા અલ્પારંભ અને અલ્પપ્રપંચયુક્ત વસ્તુઓનું મર્યાદાપૂર્વક સેવન કરવું જોઈએ. ભોગોપભોગ સંબંધી વસ્તુઓના ૨૬ પ્રકારો આ પ્રમાણે છે – (૧) શરીર આદિ લૂછવા માટે અંગૂછા વગેરે, (૨) દાંત સાફ કરવા માટેનાં મંજન વગેરે, (૩) ફળ, (૪) માલિશ કરવા માટેનાં તેલ વગેરે, (૫) ઉવટણ માટેના લેપ વગેરે, (૬) સ્નાન માટેનું જળ, (૭) પહેરવાનાં વસ્ત્રો, () વિલેપન માટેનાં ચન્દન વગેરે, (૯) ફૂલ, (૧૦) આભરણ, (૧૧) ધૂપ-દીપ, (૧૨) પેય, (૧૩) પકવાન્ન, (૧૪) ઓદન, (૧૫) સૂપ કે દાળ, (૧૬) ઘી વગેરે વિગય, (૧૭) શાક, (૧૮) માધુરક એટલે કે મેવો, (૧૯) જેમન એટલે કે ભોજનના પદાર્થો, (૨૦) પીવાનું પાણી, (૨૧) મુખવાસ, (૨૨) વાહન, (૨૩) પગરખાં, (૨૪) શધ્યાસન, (૨૫) સચિત્તવસ્તુ, (૨૬) ખાવાના અન્ય પદાર્થો ભોગોપભોગપરિમાણ વ્રતના પણ પાંચ મુખ્ય અતિચાર છે– (૧) સચિત્તાહાર, (૨) સચિત્તપ્રતિબદ્ધાહાર, (૩) અપકુવાહાર, (૪) દુષ્પફવાહાર, અને (૫) તુચ્છૌષભિક્ષણ. આ અતિચારો ભોજન સંબંધી છે. જે સચિત્ત વસ્તુ મર્યાદાની અંદર નથી તેનો આહાર ભૂલથી કરવાથી સચિત્તાહાર દોષ લાગે છે. ત્યક્ત સચિત્ત વસ્તુ સાથે સંસક્ત અર્થાત અડકેલી અચિત્ત વસ્તુનો આહાર કરવાથી સચિત્તપ્રતિબદ્ધહાર દોષ લાગે છે, જેમ કે વૃક્ષને લાગેલો ગુંદ, ગોટલાયુક્ત કેરી, પિંડખજૂર આદિને ખાવાં. સચિત્ત વસ્તુનો ત્યાગ હોય ત્યારે અગ્નિ ઉપર ન પકવેલો આહાર ખાવાથી અપફવાહાર દોષ લાગે છે અથવા લીલાં અર્થાત્ કાચાં શાક, ફળ આદિનો ત્યાગ હોય ત્યારે પાક્યા વિનાનાં ફળ આદિનું સેવન કરવું એ અપફવાહાર અતિચાર છે. તેવી જ રીતે અર્ધપફવાહારનું સેવન કરવાથી દુષ્પકુવાહારનો દોષ લાગે છે. જે વસ્તુ ખાવામાં ઓછી આવે અને ફેંકવી અધિક પડે અર્થાત્ ખાવા માટે બરાબર તૈયાર ન કરવામાં આવી હોય એવી વસ્તુનું સેવન કરવાથી તુચ્છૌષધિલક્ષણ દોષ લાગે છે. ભોગોપભોગપરિમાણ વ્રતના આરાધકે આ દોષોથી બચવું જોઈએ. અતિચારસેવનનો પ્રસંગે ઉપસ્થિત થાય તો આલોચન અને પ્રતિક્રમણરૂપ પ્રશ્ચાત્તાપ અર્થાતુ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ભોગ અને ઉપભોગની વસ્તુઓ મેળવવા માટે કોઈ ને કોઈ પ્રકારનું કર્મ અર્થાતુ. વ્યાપાર-વ્યવસાય-ઉદ્યોગ-ધંધો કરવો પડે છે. જે વ્યવસાયમાં મહારંભ થતો હોય – સ્થૂળ હિંસા થતી હોય – અધિક પાપ થતું હોય તે વ્યવસાય શ્રાવક માટે નિષિદ્ધ છે. આ જાતના વ્યવસાયોને કર્માદાન કહેવામાં આવે છે. ઉપાસકદશાંગમાં નીચે જણાવેલાં Page #389 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૬૫ ૧૫ કર્માદાનો શ્રાવક માટે વર્જિત છે– (૧) અંગારકર્મ, (૨) વનકર્મ, (૩) શકટકર્મ, (૪) ભાટકકર્મ, (૫) સ્ફોટકકર્મ, (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય, (૮) રસવાણિજ્ય, (૯) કેશવાણિજ્ય, (૧૦) વિષવાણિજ્ય, (૧૧) ય–પીડનકર્મ, (૧૨) નિલંછનકર્મ, (૧૩) દાવાગ્નિદાનકર્મ, (૧૪) સરોહૂદતડાગશોષણકર્મ, અને (૧૫) અસતીજનપોષણકર્મ. અંગારકર્મ એટલે અગ્નિ સંબંધી વ્યાપાર, જેમ કે કોલસા પાડવા, ઈંટો પકવવી, વગેરે. વનકર્મ એટલે વનસ્પતિ સંબંધી વ્યાપાર એટલે કે વૃક્ષો કાપી લાકડાં પાટિયાં આદિ વેચવા, ઘાસ કાપવું અને વેચવું, વગેરે. શકટકર્મ એટલે વાહન સંબંધી વ્યાપાર એટલે ગાડું, ગાડી, વગેરે બનાવવા. ભાટકકર્મ એટલે વાહનો ભાડે આપવાં, વગેરે. સ્ફોટકકર્મ એટલે ભૂમિ તોડવા-ખોદવાનો વ્યાપાર, જેમ કે ખાણો ખોદવી કે ખોદાવવી વગેરે. દંતવાણિજ્ય એટલે હાથી વગેરે પ્રાણીઓના દાંતોનો વ્યાપાર. લાક્ષાવાણિજ્ય એટલે લાખ વગેરેનો વ્યાપાર, રસવાણિજય એટલે મદિરા આદિનો વ્યાપાર. કેશવાણિજ્ય એટલે વાળ કે વાળવાળાં પ્રાણીઓનો વેપાર કે ઊન અને ઊનની બનાવટોનો વેપાર. વિષવાણિજ્ય એટલે ઝેર કે ઝેરી ચીજોનો વેપાર તથા હિંસક શસ્ત્ર-અસ્ત્રોનો વેપાર. પીડનકર્મ એટલે મશીનો ચલાવવા જેવા ધંધા. નિલંછનકર્મ એટલે પ્રાણીઓના અવયવોને છેદવા, કાપવાનો અને ચામડી કાઢી લેવાનો વગેરે વ્યવસાય. દાવાગ્નિદાનકર્મ એટલે જંગલ, ખેતર, વગેરેમાં આગ લગાવવાનું કામ. સરોહૂદતડાગશોષણતાકર્મ એટલે સરોવર, ઝરણા, તળાવ આદિને સૂકવી નાખવાનું કામ. અસતીજનપોષણતાકર્મ એટલે કુલટા સ્ત્રીઓને પોષવાનું, હિંસક પ્રાણીઓને પાળવાનું, સમાજવિરોધી તત્ત્વોને પોષવા-રક્ષવાનું, વગેરે કામો. શ્રાવકને માટે આ જાતના બધા વ્યવસાયોનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે તેમના ગર્ભમાં મોટી હિંસા રહેલી છે. આ જાતનાં હિંસાપૂર્ણ કૃત્યોથી કરુણાસમ્પન્ન શ્રાવક પોતાની આજીવિકા કેવી રીતે ચલાવી શકે? ઉપર જણાવેલા ૧૫ કર્માદાનોમાંથી કેટલાંક કર્મો એવા પણ છે જેમને જો વિવેકપૂર્વક અને વિશિષ્ટ સાધનોની સહાયતાથી કરવામાં આવે તો સ્થૂલ હિંસા નથી થતી. વ્યવસાય કોઈ પણ કેમ ન હોય, જો તેમાં બે વાત દેખાતી હોય તો તે શ્રાવક માટે આચરણીય છે. પહેલી વાત તો એ કે તેમાં સ્કૂલ હિંસા અર્થાત્ ત્રસ જીવોની હિંસા ન થતી હોય અથવા ઓછામાં ઓછી થતી હોય. બીજી વાત એ કે તેના દ્વારા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમાજનું શોષણ ન થતું હોય કે ઓછામાં ઓછું થતું હોય. આ જાતનું શોષણ પ્રત્યક્ષપણે હિંસા ભલે ન હો પરંતુ પરોક્ષપણે હિંસા છે જ. આ જાતની હિંસા તો ક્યારેક સાધારણ સ્થૂળ હિંસાથી પણ ખૂબ ભારે થઈ જાય છે. કયો વ્યવસાય શ્રાવક માટે યોગ્ય છે અને કયો અયોગ્ય એનો નિર્ણય મુખ્યપણે ઉપરની બે દષ્ટિએ જ કરવો જોઈએ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જેને ધર્મ-દર્શન (૩) અનર્થદંડ વિરમણ – પોતાના અથવા પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે કરાતા અનિવાર્ય સાવદ્ય અર્થાત્ હિંસાયુક્ત વ્યાપાર-વ્યવસાય સિવાય બાકી બધી જ પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જવું એ અનર્થદંડવિરમણ વ્રત છે. આ ગુણવ્રતથી મુખ્યપણે અહિંસા અને અપરિગ્રહનું પોષણ થાય છે. અનર્થદંડવિરમણ વ્રતધારી શ્રાવક નિરર્થક કોઈની હિંસા કરતો નથી કે વસ્તુઓનો નિરર્થક સંગ્રહ પણ કરતો નથી કેમ કે આ જાતના સંગ્રહથી હિંસાને પ્રોત્સાહન મળે છે. અનર્થદંડ અર્થાત નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓ ચાર પ્રકારની દર્શાવવામાં આવી છે– (૧) અપધ્યાન, (૨) પ્રમાદાચરણ, (૩) હિંસાપ્રદાન અને (૪) પાપકર્મોપદેશ. અપધ્યાન એટલે કુધ્યાન. ધ્યાનના ચાર પ્રકાર છે–આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચારમાંથી પહેલાં બે ધ્યાનો અશુભ ધ્યાનો છે, કુષ્માનો છે અને પછીનાં બે ધ્યાનો શુભ ધ્યાનો છે, સુધ્યાનો છે. આર્તધ્યાનના ચાર પ્રકાર છે – ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, રોગચિન્તા અને નિદાન. પ્રિય વસ્તુ અથવા વ્યક્તિનો વિયોગ થતાં તેના સંયોગ માટે શોકાકુલ રહેવું એ ઇષ્ટવિયોગ આર્તધ્યાન છે. અપ્રિય વસ્તુ યા વ્યક્તિનો સંયોગ થતાં તેના વિયોગ માટે વ્યાકુળ રહેવું અનિષ્ટસંયોગઆર્તધ્યાન છે. શારીરિક કે માનસિક પીડા દૂર કરવાની સતત ચિત્તા અને વ્યાકુળતા રહેવી એને રોગચિન્તા આર્તધ્યાન કહે છે. અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની કામનાથી પ્રેરાઈને તીવ્ર સંકલ્પ કરવો એ નિદાનઆર્તધ્યાન છે. રૌદ્રધ્યાન એટલે ક્રૂરતાપૂર્વક એકની એક વાતનું સતત ચિન્તન. જેનું મન ક્રૂર હોય છે તે રુદ્ર કહેવાય છે. રુદ્ર વ્યક્તિનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. હિંસા, અસત્ય, ચોરી આદિ આચરવા બાબતનું સતત ચિન્તન રૌદ્રધ્યાનમાં સમાવેશ પામે છે. કેમ કે તેમાં ક્રોધ, ઈર્ષા, કપટ, લોભ, અહંકાર આદિ ક્રૂર વૃત્તિઓ વિદ્યમાન હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું સેવન જ અપધ્યાનાચરણ છે. પ્રમાદાચરણ એટલે આળસ કરવી. શુભ પ્રવૃત્તિમાં આળસ કરવી અર્થાત્ શુભ પ્રવૃત્તિ કરવી જ નહિ અથવા અસાવધાનીપૂર્વક શુભપ્રવૃત્તિ કરવી એ પ્રમાદાચરણ છે. એનું વિધેયાત્મક રૂપ અશુભ કાર્યો કરવામાં ઉદ્યમશીલ રહેવું એ છે. હિંસાપ્રધાનનો અર્થ છે કોઈને હિંસક સાધન જેમ કે અસ્ત્રશસ્ત્ર, વિષ આદિ આપીને હિંસક કૃત્યોમાં સહાયક બનવું તે. જે ઉપદેશના કારણે તેને સાંભળનારા પાપકર્મમાં પ્રવૃત થાય તેવો ઉપદેશ આપવો એ પાપકર્મોપદેશ કહેવાય છે. જેમ હિંસાથી વિરત વ્યક્તિ કોઈને હિંસાનાં સાધનો આપીને હિંસક કૃત્યોમાં સહાયક બનતી નથી તેમ પાપકર્મથી નિવૃત્ત વ્યક્તિ કોઈને પાપકર્મનો ઉપદેશ આપીને પાપપૂર્ણ કૃત્યોમાં સહાયક બનતી નથી. આમ અપધ્યાનાચરણ, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપકર્મોપદેશ તથા એવી જાતની અન્ય નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવું એ અનર્થદંડવિરમણવ્રતીને માટે આવશ્યક છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૬૭ અન્ય વ્રતોની જેમ અનર્થદંડવિરમણ વ્રતના પણ પાંચ મુખ્ય અતિચાર છે– (૧) કન્દ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) સંયુક્તાધિકરણ, (૫) ભોગોપભોગાતિરિક્ત. વિકારવર્ધક વચનો બોલવાં કે સાંભળવાં એ કન્દર્પ છે. વિકારવર્ધક ચેષ્ટાઓ કરવી કે જોવી એ કૌત્કચ્ય છે. અસમ્બદ્ધ અને અનાવશ્યક વચન બોલવાં એ મૌખર્ય છે. જે ઉપકરણોના સંયોગથી હિંસાની સંભાવના વધી જતી હોય તેમને સંયુક્ત કરી રાખવા એ સંયુક્તાધિકરણ છે. દાખલા તરીકે બંદૂક સાથે કારતૂસ, ધનુષ સાથે તીર સંયુક્ત કરી રાખવા. આવશ્યકતાથી વધારે ભોગ અને ઉપભોગની સામગ્રીનો સંગ્રહ કરવો એ ભોગોપભોગાતિરિક્ત છે. આ બધા અતિચારો નિરર્થક હિંસાનું પોષણ કરનારા છે, તેથી શ્રમણોપાસકે તેમનાથી બચવું જોઈએ. શિક્ષાવ્રત શિક્ષાનો અર્થ છે અભ્યાસ. જેમ વિદ્યાર્થી પુનઃ પુનઃ વિદ્યાનો અભ્યાસ કરે છે તેમ શ્રાવકને પણ કેટલાક વ્રતોનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો પડે છે. આ અભ્યાસના કારણે આ વ્રતોને શિક્ષાવ્રત કહેવામાં આવ્યાં છે. અણુવ્રત અને ગુણવ્રત એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે જ્યારે શિક્ષાવ્રત વારંવાર ગ્રહણ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં, અણુવ્રત અને ગુણવ્રત જીવનભર માટે હોય છે જયારે શિક્ષાવ્રત અમુક સમય માટે જ હોય છે. શિક્ષાવ્રત ચાર છે – (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાશિક વ્રત, (૩) પૌષધોપવાસ વ્રત અને (૪) અતિથિસંવિભાગ વ્રત. (૧) સામાયિક– “સામાયિક પદના મૂળમાં ‘સમય’ શબ્દ છે. “સમાય’ શબ્દ સ” અને “આય' એ બેના સંયોગથી બન્યો છે. “સમ'નો અર્થ છે સમતા અથવા સમભાવ અને “આય'નો અર્થ છે લાભ અર્થાત પ્રાપ્તિ. આ બન્ને અર્થોને મેળવવાથી સમાય'નો અર્થ થાય છે સમભાવનો લાભ અથવા સમતાની પ્રાપ્તિ. સમાય સંબંધી ભાવ અથવા ક્રિયાને સામાયિક કહે છે. આમ સામાયિક આત્માનો તે ભાવ છે અથવા શરીરની તે વિશિષ્ટ ક્રિયા છે જેનાથી મનુષ્યને સમભાવની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં, જે ત્રસ અને સ્થાવર બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે તે સામાયિકનો આરાધક છે. સામાયિક માટે માનસિક સ્વસ્થતા અને શારીરિક શુદ્ધિ બન્ને આવશ્યક છે. શરીર સ્વસ્થ, શુદ્ધ અને સ્થિર હોય પરંતુ મન અસ્વસ્થ, અશુદ્ધ અને અસ્થિર હોય તો સામાયિકની સાધના નથી કરી શકાતી. એ જ રીતે મન સ્વસ્થ, શુદ્ધ અને સ્થિર હોય પરંતુ શારીરિક સ્વસ્થતા, શુદ્ધતા તથા સ્થિરતાનો અભાવ હોય તો પણ સામાયિકની નિર્વિઘ્ન આરાધના કરી શકાતી નથી. સામાયિક કરનારના મન, વચન અને કાયા ત્રણે પવિત્ર હોય છે. મન, વચન અને કાયાનાં કર્મમાં સાવધતા અર્થાત્ દોષ ન રહે એ જ સામાયિકનું પ્રયોજન છે. તેથી સામાયિકમાં સાવદ્યયોગ અર્થાત્ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન ધર્મ-દર્શન દોષયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ અને નિરવદ્ય યોગ અર્થાત દોષરહિત પ્રવૃત્તિનું આચરણ કરવાનું હોય છે. અમુક સમય સુધી સામાયિક વ્રત ગ્રહણ કરનારી વ્યક્તિ ક્રમશઃ પોતાના આખા જીવનમાં સમતાનો વિકાસ કરે છે. ધીમે ધીમે સમભાવનો અભ્યાસ કરતાં કરતાં તે સંપૂર્ણ જીવનને સમતામય બનાવી લે છે. જ્યાં સુધી સમતા જીવનવ્યાપી નથી થઈ જતી ત્યાં સુધી તેનો અભ્યાસ ચાલતો રહે છે. આ જ સામાયિક વ્રતની યથાર્થ આરાધના છે. નીચે જણાવેલા પાંચ અતિચારોથી સામાયિક વ્રત દૂષિત થાય છે – (૧) મનોદુપ્રણિધાન, (૨) વાગ્દષ્મણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) મૃત્યકરણ અને (પ) અનવસ્થિતકરણ. મનથી સાવદ્ય ભાવોનું અનુચિન્તન કરવું એ મનોદુપ્પણિધાન છે. વાણીથી સાવદ્ય વાણી બોલવી એ વાગ્દષ્મણિધાન છે. શરીરથી સાવદ્ય ક્રિયા કરવી એ કાયદુપ્પણિધાન છે. સામાયિકની સ્મૃતિ ન રાખવી અર્થાત્ સામાયિક કરવાની છે કે નહિ, સામાયિક કરી લીધી છે કે નહિ, સામાયિક પૂરી થઈ કે નહિ, વગેરે વિશે સ્મૃતિ ન હોવી એ મૃત્યકરણ છે. યથાવસ્થિત સામાયિક ન કરવી, સમય પૂરો થયા વિના જ સામાયિક પૂરી કરી લેવી એ અનવસ્થિતકરણ છે. (૨) દેશાવકાશિક–દિશાપરિમાણ વ્રતમાં જીવનભર માટે દિશાઓના મર્યાદિત પરિમાણમાં કેટલાક કલાક કે દિવસ માટે વિશેષ મર્યાદા નિશ્ચિત કરવી એટલે કે વધારે સંકોચ કરવો એ દેશાવકાશિક વ્રત છે. દેશ અર્થાતુ ક્ષેત્રનો એક ભાગ અને અવકાશ એટલે સ્થાન. આ વ્રતમાં જીવનપર્યન્ત માટે સ્વીકારેલા દિશાપરિમાણના અર્થાત ક્ષેત્રમર્યાદાના એક ભાગરૂપ સ્થાનની કેટલાક સમય માટે વિશેષ સીમા નિશ્ચિત કરવામાં આવતી હોવાથી તેને દેશાવકાશિક વ્રત કહે છે. આ વ્રત ક્ષેત્રમર્યાદાનો સંકોચ કરવા સાથે જ ઉપલક્ષણથી ભોગોપભોગાદિરૂપ અન્ય મર્યાદાઓને પણ સંકુચિત કરે છે. મર્યાદિત ક્ષેત્રની બહાર ન જવું, બહારથી કોઈને ન બોલાવવો, બહાર કોઈને ન મોકલવો, બહારથી કોઈ વસ્તુ ન મંગાવવી, બહાર ક્રય-વિક્રય ન કરવો વગેરે પ્રસ્તુત વ્રતનાં લક્ષણ છે. દેશાવકાશિક વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચાર છે– (૧) આનયનપ્રયોગ, (૨) પ્રેષણપ્રયોગ, (૩) શબ્દાનુપાત, (૪) રૂપાનુપાત અને (૫) પુદ્ગલપ્રક્ષેપક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહારથી વસ્તુ લાવવી, મંગાવવી આદિ આનયનપ્રયોગ છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર વસ્તુ મોકલવી, લઈ જવી, વગેરે પ્રેષણપ્રયોગ છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર કોઈને ઊભેલો જોઈને ખોંખારો વગેરે શબ્દસંકેત દ્વારા તેને બોલાવવાની ચેષ્ટા કરવી એ શબ્દાનુપાત છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર રહેલા લોકોને બોલાવવા માટે હાથ, મુખ, માથું આદિ વડે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ઈશારા કરવા અર્થાત્ રૂપસંકેતોનો પ્રયોગ કરવો એ રૂપાનુપાત છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર રહેલી વ્યક્તિને પોતાનો અભિપ્રાય જણાવવા માટે કાંકરા, કાગળ આદિ ફેંકવા એ પુદ્ગલપ્રક્ષેપ છે. આચારશાસ્ત્ર (૩) પૌષધોપવાસ ——વિશેષ નિયમપૂર્વક ઉપવાસ કરવા એટલે કે આત્મચિન્તન માટે બધી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરી શાન્તિપૂર્ણ સ્થાને બેસીને ઉપવાસપૂર્વક નિયત સમય ગાળવો એ પૌષધોપવાસ છે. આ વ્રતમાં ઉપવાસનું મુખ્ય પ્રયોજન આત્મતત્ત્વનું પોષણ હોય છે, એટલે તેને પૌષધોવાસ વ્રત કહે છે. આત્મપોષણ માટે પૌષધોપવાસ વ્રતને અંગીકાર કરનારો શ્રાવક ભૌતિક પ્રલોભનોથી દૂર રહે છે, ભૌતિક આપત્તિઓથી વ્યાકુળ કે વિચલિત પણ થતો નથી. આ વ્રતધારી શ્રાવક શ્રમણની જેમ જ સાધનામાં રત હોય છે. તે આહારના પરિત્યાગની સાથે જ ઉપલક્ષણથી શરીરસત્કાર અર્થાત્ શારીરિક શણગાર, અબ્રહ્મચર્ય અર્થાત્ મૈથુન અને સાવઘ પ્રવૃત્તિ અર્થાત્ હિંસક ક્રિયાનો પણ ત્યાગ કરે છે. ― ― પૌષધોપવાસ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારો છે (૧) અપ્રતિલેખિતદુષ્પ્રતિલેખિત શય્યાસંસ્તારક, (૨) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત શય્યાસંસ્તારક, (૩) અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત ઉચ્ચારપ્રસ્રવણભૂમિ, (૪) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચારપ્રસવણભૂમિ અને (૫) પૌષધોપવાસસમ્યગનનુપાલનતા. શય્યા અર્થાત્ વસતિ મકાન અને સંસ્તા૨ક અર્થાત્ પથારી • કામળી વગેરેનું પ્રતિલેખન અર્થાત્ પ્રત્યવેક્ષણ નિરીક્ષણ બિલકુલ ન કરવું અથવા બરાબર સારી રીતે ન કરવું એ અપ્રતિલેખિત-દુતિલેખિત શય્યાસંસ્તા૨ક અતિચાર છે. શય્યા અને સંસ્તારકને પ્રમાર્જિત કર્યા વિના અર્થાત લૂછ્યા વિના - સાફ કર્યા વિના અથવા સારી રીતે સાફ કર્યા વિના કામમાં લેવાં એ અપ્રમાર્જિત-દુષ્મમાર્જિત શય્યાસંસ્તા૨ક અતિચાર છે. તેવી જ રીતે મળમૂત્ર માટેની ભૂમિને જોયાતપાસ્યા વિના અથવા બરાબર સારી રીતે જોયા વિના તેનો ઉપયોગ કરવો એ અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત ઉચ્ચારપ્રશ્નવણભૂમિ અતિચાર છે અને તેને સાફ કર્યા વિના કે સારી રીતે સાફ કર્યા વિના તેનો ઉપયોગ કરવો એ અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચારપ્રસવણભૂમિ અતિચાર છે. પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ રીતે પાલન ન કરવું અર્થાત્ આત્મપોષક તત્ત્વોનું સારી રીતે સેવન ન કરવું એ પૌષધોપવાસસમ્યગનનુપાલનતા અતિચાર છે. આ બધા અતિચારોથી દૂર રહેનારો શ્રાવક પૌષધોપવાસ વ્રતની યથાર્થ આરાધના કરી શકે છે. પ્રથમ ચાર અતિચારોમાં અનિરીક્ષણ અથવા દુર્નિરીક્ષણ અને અપ્રમાર્જન અથવા કુપ્રમાર્જનના કારણે હિંસાદોષની સંભાવના રહે છે - જીવજન્તુના હણાવાની શક્યતા રહે છે. — 24 — Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન -d (૪) અતિથિસંવિભાગ • યથાસિદ્ધ એટલે કે પોતાના માટે બનાવેલી પોતાના અધિકારની વસ્તુનો અતિથિના માટે સમુચિત વિભાગ કરવો (જુદો ભાગ કાઢવો) એ યથાસંવિભાગ કે અતિથિસંવિભાગ કહેવાય છે. જેમ શ્રાવક પોતાની આવકને પોતાના માટે તેમ જ પોતાના કટુંબના માટે ખર્ચવી એને પોતાનું કર્તવ્ય સમજે છે તેમ તે અતિથિ આદિ માટે પોતાની આવકના અમુક ભાગને સહજપણે ખર્ચવાને પણ પોતાનું કર્તવ્ય માને છે. આ કામ તે કોઈ સ્વાર્થના કારણે નથી કરતો પણ વિશુદ્ધ પરમાર્થની ભાવનાથી કરે છે. તેથી તેનો આ ત્યાગ ઉત્કૃષ્ટ કોટિમાં આવે છે. જેના આવવા-જવાની કોઈ તિથિ અર્થાત્ દિવસ નિશ્ચિત ન હોય તેને અતિથિ કહે છે. જે ઘૂમતા-ભમતા ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય તે અતિથિ છે. તેનો કોઈ નિશ્ચિત કાર્યક્રમ નથી હોતો. તેને જ્યાં જે સમયે જેવી પણ ઉપયુક્ત સામગ્રી ઉપલબ્ધ થઈ જાય ત્યાં તે વખતે તેનાથી તે સંતોષ પામી જાય છે. નિર્રન્થ શ્રમણને આ જાતના અતિથિ કહેવામાં આવેલ છે. આધ્યાત્મિક સાધના માટે જેણે ગૃહવાસનો ત્યાગ કરીને અનગારધર્મ સ્વીકાર્યો તે ભ્રમણશીલ પદયાત્રી નિર્પ્રન્થ શ્રમણ ભિક્ષુકને ન્યાયોપાર્જિત નિર્દોષ વસ્તુઓનું નિઃસ્વાર્થભાવે શ્રદ્ધાપૂર્વક દાન દેવું એ ઉત્કૃષ્ટ કોટિનું અતિથિસંવિભાગ વ્રત છે. જેમ નિર્પ્રન્થ અતિથિને દાન દેવું એ શ્રમણોપાસકનું કર્તવ્ય છે તેમ નિઃસ્વાર્થભાવે અન્ય અતિથિઓ અને વ્યક્તિઓને સમુચિત મદદ કરવી, દીનદુઃખીઓની યથોચિત સહાયતા કરવી એ પણ શ્રાવકનો ધર્મ છે. તેનાથી કરુણાવૃત્તિનું પોષણ થાય છે જે અહિંસાધર્મના ઉપયુક્ત વિકાસ અને પ્રસાર માટે આવશ્યક છે. ૩૭૦ અતિથિસંવિભાગ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારો દર્શાવવામાં આવ્યા છે તે મુખ્યપણે આહાર સંબંધી છે (૧) સચિત્તનિક્ષેપ, (૨) સચિત્તપિધાન, (૩) કાલાતિક્રમ, (૪) પરવ્યપદેશ અને (૫) માત્સર્ય. ન દેવાની ભાવનાથી એટલે કે કપટપૂર્વક જાણીજોઈને સાધુને દેવા યોગ્ય આહારાદિને સચિત્ત અર્થાત્ સચેતન વનસ્પતિ આદિ ઉ૫૨ મૂકવા એને સચિત્તનિક્ષેપ કહે છે, નિર્પ્રન્થ શ્રમણ એવો આહાર ગ્રહણ કરતા નથી. તેવી જ રીતે આહારાદિને સચિત્ત વસ્તુથી ઢાંકવા એ સચિત્તપિધાન છે. અતિથિને કંઈ આપવું ન પડે એવી ભાવનાથી અર્થાત્ કપટપૂર્વક જાણીજોઈને ભિક્ષાના ઉચિત સમય પહેલાં કે પછી ભિક્ષુકને આહારાદિ ગ્રહણ કરવા વિનંતી કરવી એ કાલાતિક્રમ અતિચાર છે. ન આપવાની ભાવનાથી વસ્તુ પોતાની હોવા છતાં તે બીજાની છે એમ કહેવું અથવા તો બીજાની વસ્તુ આપીને પોતાની વસ્તુ બચાવી લેવી અથવા તો પોતાની વસ્તુ ખુદ પોતે ન આપવી પણ બીજા પાસે અપાવવી એ પરવ્યપદેશ અતિચાર છે. સહજભાવથી અર્થાત્ શ્રદ્ધાપૂર્વક દાન ન દેતાં બીજાના દાનગુણની ઇર્ષ્યા કરી પોતાને ચડિયાતો દેખાડવા દાન દેવું એ માત્સર્ય અતિચાર છે. ---- www.jainelibrary,org Page #395 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર સંલેખના જીવનના અંતિમ સમયે અર્થાત્ મૃત્યુ આવવાના સમયે તવિશેષની આરાધના કરવી એ સંલેખના કહેવાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં અપશ્ચિમમારણાન્તિક સંલેખના કહે છે. અપશ્ચિમનો અર્થ છે જેના પછી કોઈ બીજું નથી એટલે કે સાવ છેલ્લી. મારણાન્તિકનો અર્થ છે મૃત્યુરૂપ અન્ત થનારી. સંલેખનાનો અર્થ છે જેના વડે કષાય વગેરે કૃશ થાય એવી સમ્યક્ આલોચનાયુક્ત તપસ્યા. આમ અપશ્ચિમમારણાન્તિક સંલેખનાનો અર્થ થાય છે મરણાન્ત સમયે પોતાના ભૂતકાલીન સમસ્ત કૃત્યોની સમ્યક્ આલોચના કરીને શરીર અને કષાયાદિને કૃશ કરવા માટે કરવામાં આવતી સૌથી અન્તિમ તપસ્યા. આનો સરળ શબ્દોમાં સીધો અર્થ આ થાય છે અન્તિમ સમયે આહાર આદિનો ત્યાગ કરીને (પહેલાં અન્ન અને પછી જળ અથવા બન્ને એક સાથે છોડીને) સમાધિપૂર્વક મૃત્યુ પામવું. આ દૃષ્ટિએ સંલેખના પ્રાણાન્ત અનશન છે. સંલેખનાપૂર્વક થતા મરણને જૈન આચારશાસ્ત્રમાં સમાધિમરણ અને પંડિતમરણ કહેવામાં આવેલ છે. તેને સંથારો પણ કહેવામાં આવે છે. સમાધિમરણ અને પંડિતમરણનો અર્થ થાય છે સ્વસ્થ ચિત્તપૂર્વક અને વિવેકયુક્ત પ્રાપ્ત થતું મરણ. સંથાર અર્થાત્ સંસ્તારકનો અર્થ છે પથારી. સંલેખનામાં વ્યક્તિ સંસ્તારક ગ્રહણ કરે છે એટલે કે આહારાદિનો ત્યાગ કરી પથારી પાથરીને શાન્તચિત્તે એક સ્થાને આડી પડી રહે છે, તેથી તેને સંથારો કહે છે. જયારે વ્યક્તિનું શરીર એટલું દુર્બળ બની જાય કે તે સંયમનું અર્થાત્ આચારનું પાલન સર્વથા ન કરી શકે ત્યારે તેવા શરીરથી મુક્ત થઈ જવું એ જ સાધક માટે શ્રેયસ્કર છે. બીજા શબ્દોમાં, જ્યારે શ૨ી૨ કોઈ કામનું રહેતું નથી અને કેવળ ભારરૂપ થઈ જાય છે ત્યારે તેનાથી મુક્તિ મેળવવી એ જ શ્રેષ્ઠ છે. આવી અવસ્થામાં કોઈ જાતનો ક્રોધ કર્યા વિના પ્રશાન્ત અને પ્રસન્ન ચિત્તે આહારાદિનો ક્રમશઃ ત્યાગ કરીને આત્મિક ચિન્તન કરતાં કરતાં સમભાવપૂર્વક પ્રાણોત્સર્ગ કરવો એ સંલેખના વ્રતનો મહાન ઉદ્દેશ્ય છે. અથવા અન્ય પ્રકારે મૃત્યુનો પ્રસંગ ઊભો થતાં નિર્વિકાર ચિત્તવૃત્તિથી દેહનો ત્યાગ કરવો એ પણ સંલેખના છે. શ્રાવક અને શ્રમણ બન્ને માટે સંલેખના વ્રતનું વિધાન છે. તેને વ્રત ન કહેતાં વૃત્તાન્ત કહેવું જ વધુ યોગ્ય બનશે કેમ કે તેમાં સમસ્ત વ્રતોનો અન્ન રહેલો છે. તેમાં જેમ શરીરનો પ્રશસ્ત અન્ત અભીષ્ટ છે તેમ જ વ્રતોનો પણ પવિત્ર અન્ત વાંછિત છે. ૩૭૧ ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે સંલેખના અથવા સંથારો આપઘાત નથી. આપઘાતના મૂળમાં અતિશય ક્રોધ વગેરે કષાયો રહેલા હોય છે, જ્યારે સંલેખનાના મૂળમાં કષાયોનો સર્વથા અભાવ હોય છે. આપઘાત ચિત્તની અશાન્તિ અને ― Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ - જૈન ધર્મ-દર્શન અપ્રસન્નતાનો ઘાતક છે જ્યારે સંલેખના ચિત્તની શાન્તિ અને પ્રસન્નતાની સૂચક છે. આપઘાતમાં માનસિક અસબ્સલનની ઉત્કટતા હોય છે જ્યારે સંલેખનામાં સમભાવનો ઉત્કર્ષ હોય છે. આપઘાત વિકૃત ચિત્તવૃત્તિનું પરિણામ છે જ્યારે સંલેખના નિર્વિકાર ચિત્તવૃત્તિનું ફળ છે. સંલેખના જીવનના અન્તિમ સમયે અર્થાત્ શરીરની અત્યધિક નિર્બળતા-અનુપયુક્તતા-ભારરૂપતાની સ્થિતિમાં અથવા અન્યથા મૃત્યુનો પ્રસંગ ઉપસ્થિત થતાં કરવામાં આવે છે જયારે આપઘાત કોઈ પણ સમયે કરવામાં આવે છે. સંલેખનાપૂર્વક થતું મરણ નિષ્કષાયમરણ, સમાધિમરણ અને પંડિતમરણ છે જ્યારે આત્મહત્યા સકષાયમરણ, બાલમરણ અને અજ્ઞાનમરણ છે. સંલેખના આધ્યાત્મિક વીરતા-નિર્ભોક્તા છે જ્યારે આપઘાત નિરાશામય કાયરતા-ભીરુતા છે. બાર વ્રતોની જેમ જ સંલેખના વ્રતના પણ મુખ્ય પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે છે –– (૧) ઈહલોકાશંસાપ્રયોગ, (૨) પરલોકાશંસાપ્રયોગ, (૩) જીવિતાશંસાપ્રયોગ, (૪) મરણશંસાપ્રયોગ અને (૫) કામભોગાશંસાપ્રયોગ. આ લોક એટલે કે મનુષ્યલોક, આશંસા એટલે અભિલાષા, અને પ્રયોગ એટલે પ્રવૃત્તિ. ઈહલોકાશંસાપ્રયોગ એટલે મનુષ્યલોકવિષયક અભિલાષારૂપ પ્રવૃત્તિ. સંલેખનાના સમયે ઇચ્છા કરવી કે આગામી ભવમાં આ જ લોકમાં ધન, કીર્તિ, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થાઓ – આ ઈહલોકાશિંસાપ્રયોગ અતિચાર છે. તેવી જ રીતે પરલોકમાં દેવ આદિ બનવાની ઈચ્છા કરવી એ પરલોકાશંસાપ્રયોગ અતિચાર છે. પોતાની પ્રશંસા, પૂજાસત્કાર આદિ થતાં જોઈને વધુ સમય સુધી જીવતા રહેવાની ઇચ્છા કરવી એ જીવિતાશંસાપ્રયોગ અતિચાર છે. સત્કાર આદિ ન થતો દેખીને અથવા કષ્ટ આદિથી ગભરાઈ જઈને શીધ્ર મૃત્યુ પામવાની ઇચ્છા કરવી એ મરણાશંસાપ્રયોગ અતિચાર છે. આગામી જન્મમાં મનુષ્યસંબંધી અથવા દેવસંબંધી કામભોગો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી એ કામભોગાશંસાપ્રયોગ અતિચાર છે. મારણાન્તિકી સંલેખનાની આરાધના કરનાર સાધકે આ અને આના જેવા બીજા અતિચારોથી બચવું જોઈએ. પ્રતિમાઓ પ્રતિમાનો અર્થ છે પ્રતિજ્ઞાવિશેષ, નિયમવિશેષ, વ્રતવિશેષ, તપવિશેષ અથવા અભિગ્રહવિશેષ. શ્રાવક માટે અગિયાર પ્રતિમાઓનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રતિમામાં સમ્યગ્દષ્ટિ અર્થાતુ આસ્તિક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેમાં સર્વધર્મવિષયક રુચિ એટલે કે સર્વગુણવિષયક પ્રીતિ હોય છે. દષ્ટિ દોષો તરફ ન જતાં ગુણો તરફ જાય છે. આ પ્રતિમાનો સંબંધ દર્શનશુદ્ધિ અર્થાત્ દષ્ટિની વિશુદ્ધિ – શ્રદ્ધાની સચ્ચાઈ સાથે છે. તેમાં ગુણવિષયક રુચિ હોવા છતાં પણ શીલવ્રત, ગુણવ્રત, Page #397 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૭૩ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરેની આરાધના થતી નથી. આ પ્રથમ પ્રતિમાનું નામ દર્શનપ્રતિમા છે. બીજી પ્રતિમાનું નામ વ્રતપ્રતિમા છે. તેમાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ તો સમ્યપણે પળાય છે પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ પાલન થતું નથી. ત્રીજી પ્રતિમાનું નામ સામાયિકપ્રતિમા છે. તેમાં સામાયિક અને દેશાવકાશિક વ્રતોની સમ્યફ આરાધના થતી હોવા છતાં પણ ચૌદસ, આઠમ, અમાસ, પૂનમ વગેરે દિવસોએ પૌષધોપવાસનું સમ્યફ પાલન નથી હોતું. ચોથી પ્રતિમામાં રહેલો શ્રાવક ચૌદસ આદિ દિવસોએ પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યકપણે પાલન કરે છે. આ પ્રતિમાનું નામ પૌષધપ્રતિમા છે. પાંચમી પ્રતિમાનું નામનિયમપ્રતિમા છે. તેમાં રહેલો શ્રમણોપાસક નીચે જણાવેલા પાંચ નિયમોનું ખાસ પાલન કરે છે – (૧) સ્નાન ન કરવું, (૨) રાત્રિભોજન ન કરવું, (૩) ધોતિયાને કાછડો ન મારવો, (૪) દિવસે બ્રહ્મચર્ય પાળવું અને રાતે મૈથુનની મર્યાદા બાંધવી અને (૫) એકરાત્રિની પ્રતિમાનું પાલન કરવું અર્થાત મહિનામાં ઓછામાં ઓછું એક રાત તો કાયોત્સર્ગ અવસ્થામાં ધ્યાનપૂર્વક વ્યતીત કરવી. - છઠ્ઠી પ્રતિમાનું નામ બ્રહ્મચર્યપ્રતિમા છે કેમ કે તેમાં શ્રાવક દિવસની જેમ રાતે પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમામાં બધી જ જાતના સચિત્ત આહારનો પરિત્યાગ નથી હોતો. સાતમી પ્રતિમામાં બધી જ જાતના સચિત્ત આહારનો પરિત્યાગ કરી દેવામાં આવે છે પરંતુ આરંભનો (કૃષિ, વ્યાપાર આદિમાં થનારી અલ્પ હિંસાનો) ત્યાગ નથી કરવામાં આવતો. આ પ્રતિમાનું નામ સચિત્તત્યાગપ્રતિમા છે. આઠમી પ્રતિમાનું નામ આરંભત્યાગપ્રતિમા છે. તેમાં ઉપાસક પોતે તો આરંભ કરવાનો છોડી દે છે પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનું છોડતો નથી. નવમી પ્રતિમા ધારણ કરનારો શ્રાવક આરંભ કરાવવાનું પણ ત્યાગી દે છે. આ અવસ્થામાં તે ઉદિષ્ટ ભક્તનો એટલે કે પોતાના માટે બનાવાયેલ ભોજનનો ત્યાગ નથી કરતો. આ પ્રતિમાનું નામ પ્રખ્યપરિત્યાગપ્રતિમા છે કેમ કે તેમાં આરંભ કરવા માટે કોઈને ક્યાંક મોકલવાનું કે મોકલાવવાનું ત્યાગી દેવામાં આવે છે. આરંભવર્ધક પરિગ્રહનો ત્યાગ હોવાના કારણે આ પ્રતિમાને પરિગ્રહત્યાગપ્રતિમા પણ કહેવામાં આવે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન ધર્મ-દર્શન - દસમી પ્રતિમામાં ઉદિષ્ટ ભક્તનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. આ પ્રતિમામાં રહેલો શ્રમણોપાસક અસ્તરા વડે મુંડિત થઈને શિખા ધારણ કરે છે અર્થાત એકદમ સાફ મુંડ કરાવતો નથી પણ ચોટલી જેટલા વાળ માથા ઉપર રહેવા દે છે. દસમી પ્રતિમા ધારણ કરનારા ગૃહસ્થને જ્યારે કોઈ એક વાર કે અનેક વાર બોલાવે અથવા એક કે અનેક પ્રશ્ન પૂછે ત્યારે તે બે જ ઉત્તર આપે છે. જાણતો હોય તો કહે છે કે હું જાણું છું. ન જાણતો હોય તો કહે કે મને ખબર નથી. આ પ્રતિમામાં ઉદિષ્ટ ભક્તનો ત્યાગ હોવાથી એનું નામ ઉદિષ્ટભક્તરત્યાગ પ્રતિમા છે. અગિયારમી પ્રતિમાનું નામ શ્રમણભૂતપ્રતિમા છે. શ્રમણભૂતનો અર્થ થાય છે શ્રમણના જેવો. જે ગૃહસ્થ હોવા છતાં પણ સાધુના જેવું આચરણ કરે છે એટલે કે જે શ્રાવક હોવા છતાં પણ શ્રમણ કરે તેવી ક્રિયા કરે છે તે શ્રમણભૂત કહેવાય છે. શ્રમણભૂતપ્રતિમાને ધારણ કરનાર શ્રમણોપાસક અસ્તરાથી મુંડન કરાવે છે અથવા તો હાથથી લુચન કરે છે. આ પ્રતિમામાં ચોટલી રાખવામાં આવતી નથી. વેષ, ભાંડોપકરણ અને આચરણ શ્રમણના સમાન જ હોય છે. શ્રમણભૂત શ્રાવક મુનિવેષમાં અનગારવતુ આચારધર્મનું પાલન કરતો જીવનયાપન કરે છે. સંબંધીઓ અને જાતિના લોકો સાથે યત્કિંચિત સ્નેહબન્ધન હોવાના કારણે તેમના ઘરેથી અર્થાત પરિચિત ઘરોથી જ ભિક્ષા ગ્રહણ કરે છે. ભિક્ષા લેતી વખતે તે એ વાતનું ધ્યાન રાખે છે કે દાતાને ત્યાં પોતે પહોંચે તે પહેલાં જે ચીજો બની ગઈ હોય તે ચીજો જ તે ગ્રહણ કરે, અન્ય નહિ. જો તેના પહોંચવા પહેલાં ચોખા ચડી ગયા હોય અને દાળ ન ચડી હોય તો તે ભાત જ લેશે, દાળ નહિ લે. તેવી જ રીતે જો દાળ ચડી ગઈ હોય અને ચોખા ન ચડ્યા હોય તો તે દાળ જ લેશે, ભાત નહિ લે. પહોંચતાં પહેલા બન્ને ચીજો ચડીને તૈયાર હોય તો તે બન્ને લઈ શકે છે અને એક પણ ચીજ ન ચડી હોય તો એક પણ ચીજ નહિ લે. પ્રતિમાઓ તપસાધનાની ક્રમશઃ ચડિયાતી અવસ્થાઓ છે. તેથી પછી પછીની પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વની પ્રતિમાઓના ગુણ સ્વતઃ સમાવેશ પામે છે, જ્યારે શ્રાવક અગિયારમી અર્થાતુ અન્તિમ પ્રતિમાની આરાધના કરે છે ત્યારે તેનામાં પ્રારંભથી લઈને અત્ત સુધીની બધી પ્રતિમાના ગુણો હોય છે. ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે ગમે તો તે મુનિધર્મની દીક્ષા ગ્રહણ કરે, ગમે તો તે એ અન્તિમ પ્રતિમાને જ ધારણ કરતો રહે. - શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાસમ્મત ઉપાસકપ્રતિમાઓના ક્રમ અને નામોમાં નગણ્ય અત્તર છે. શ્વેતામ્બર પરંપરામાં અગિયાર ઉપાસકપ્રતિમાઓનાં નામ ક્રમાનુસાર નીચે પ્રમાણે મળે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) નિયમ, (૬) બ્રહ્મચર્ય, (૭) સચિરત્યાગ, (૮) આરંભત્યાગ, (૯) પ્રેપ્યપરિત્યાગ, Page #399 -------------------------------------------------------------------------- ________________ આચારશાસ્ત્ર ૩૭૫ અથવા પરિગ્રહત્યાગ, (૧૦) ઉદિષ્ટભક્તત્યાગ અને (૧૧) શ્રમણભૂત. દિગમ્બર પરંપરામાં આ પ્રતિમાઓનાં નામ નીચે જણાવેલા ક્રમમાં મળે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) સચિત્તયાગ, (૬) રાત્રિભુક્તિત્યાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ, અને (૧૧) ઉદ્દિષ્ટત્યાગ. ઉદિષ્ટયાગના બે ભેદ થાય છે જેમના માટે ક્રમશઃ ક્ષુલ્લક અને ઐલક શબ્દોનો પ્રયોગ થાય છે. આ શ્રાવકોની ઉત્કૃષ્ટ અવસ્થાઓ છે. શ્વેતામ્બર અને દિગમ્બરને સમ્મત પ્રથમ ચાર નામોમાં કોઈ અન્તર નથી. સચિત્તત્યાગનો ક્રમ દિગમ્બર પરંપરામાં પાંચમો છે જ્યારે શ્વેતામ્બર પરંપરામાં સાતમો છે. દિગમ્બરાભિમત રાત્રિભુક્તિત્યાગ શ્વેતામ્બરભિમત પાંચમી પ્રતિમા નિયમમાં સમાવિષ્ટ છે. બ્રહ્મચર્યનો ક્રમ શ્વેતામ્બર પરંપરામાં છઠ્ઠો છે જ્યારે દિગમ્બર પરંપરામાં તેનો ક્રમ સાતમો છે. દિગમ્બરસમ્મત અનુમતિત્યાગ શ્વેતામ્બરસમ્મત ઉદ્દિષ્ટભક્તત્યાગની અંદર સમાવેશ પામે છે કેમ કે તેમાં શ્રાવક ઉદ્દિષ્ટભક્ત પ્રહણ ન કરવાની સાથે જ કોઈ જાતના આરંભનું સમર્થન પણ નથી કરતો. શ્વેતામ્બરાભિમત શ્રમણભૂતપ્રતિમા જ દિગમ્બરાભિમત ઉદ્દિષ્ટત્યાગપ્રતિમા છે કેમ કે બન્નેમાં શ્રાવકનું આચરણ બરાબર ભિક્ષુના આચરણ જેવું હોય છે. ક્ષુલ્લક અને ઐલક શ્રમણ જેવા જ હોય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રન્થસૂચી અનુયોગદ્વાર અન્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા - હેમચન્દ્ર અષ્ટસહસ્રી – વિદ્યાનન્દ આચારાંગ આત્મમીમાંસા - દલસુખ માલવણિયા આપ્તમીમાંસા - સમન્તભદ્ર , આવશ્યકનિર્યુક્તિ – ભદ્રબાહુ ઈશોપનિષદ્ ઉત્તરાધ્યયન ઋગ્વદ કઠોપનિષદ્ કર્મગ્રન્થ, ભાગ ૧-૫ - દેવેન્દ્રસૂરિ કર્મગ્રન્થ, ભાગ ૬ -ચન્દ્રર્ષિ મહત્તર કર્મગ્રન્થ સાર્થ – જીવવિજય કર્મવિપાક – સુખલાલ સંઘવી કલ્પસૂત્ર ગોમ્મદસાર – નેમિચન્દ્ર છાન્દોગ્યોપનિષદ્ જૈન આચાર – મોહનલાલ મેહતા જૈનતર્કભાષા – યશોવિજય જૈન દર્શન - મોહનલાલ મેહતા જૈન દાર્શનિક સાહિત્ય કા સિંહાવલોકન – દલસુખ માલવણિયા જૈનધર્મનો પ્રાણ - સુખલાલ સંઘવી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ૩૭૭ સંદર્ભગ્રન્થસૂચી જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ, ભાગ ૧-૪ જ્ઞાનબિન્દુપ્રકરણ – યશોવિજય જ્ઞાનાર્ણવ - શુભચન્દ્ર તત્ત્વત્રય-લોકાચાર્ય તત્ત્વસંગ્રહ – શાન્તરક્ષિત તત્ત્વાર્થભાષ્ય - ઉમાસ્વાતિ તત્ત્વાર્થભાષ્યવૃત્તિ - સિદ્ધસેનગણિ તત્ત્વાર્થરાજવાર્તિક – અકલંક તત્ત્વાશ્લોકવાર્તિક – વિદ્યાનન્દ તત્ત્વાર્થસાર – અમૃતચન્દ્ર તત્ત્વાર્થસૂત્ર – ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્રવિવેચન – સુખલાલ સંઘવી તર્કસંગ્રહ - અન્નભટ્ટ ત્રિશિકા – વસુબધુ દશવૈકાલિક-નિર્યુક્તિ - ભદ્રબાહુ દશવૈકાલિકવૃત્તિ - હરિભદ્ર દીઘનિકાય દ્રવ્યસંગ્રહ – નેમિચન્દ્ર દ્રવ્યસંગ્રહવૃત્તિ - બ્રહ્મદેવ ધવલા (ષટ્રખંડાગમટીકા) – વીરસેન ધ્યાનશતક - જિનભદ્ર નન્દીસૂત્ર નન્દીસૂત્રવૃત્તિ - હરિભદ્ર નન્દીસૂત્રવૃત્તિ - મલયગિરિ નયકર્ણિકા – વિનયવિજય નયપ્રકાશસ્તવવૃત્તિ – પદ્મસાગર નિયમસાર - કુન્દ્રકુન્દ ન્યાયકન્ડલી – શ્રીધર ન્યાયબિન્દુ - ધર્મકીર્તિ Page #402 -------------------------------------------------------------------------- ________________ ३७८ ન્યાયબિન્દુટીકા – ધર્મોત્તર ન્યાયભાષ્ય - વાત્સ્યાયન ન્યાયમંજરી - જયન્ત ન્યાયવાર્તિક – ઉદ્યોતકર ન્યાયસૂત્ર – ગૌતમ ન્યાયાવતાર - સિદ્ધસેન ન્યાયાવતારવાર્તિકવૃત્તિ – શાન્ત્યાચાર્ય પરીક્ષામુખ - માણિક્યનન્દી પાતંજલયોગદર્શન પંચસંગ્રહ - ચન્દ્રર્ષિ મહત્તર પંચાસ્તિકાયસાર - કુકુન્દ પ્રજ્ઞાપના પ્રમાણનયતત્ત્વાલોક - વાદિદેવસૂરિ પ્રમાણમીમાંસા – હેમચન્દ્ર પ્રમાણવાર્તિક – ધર્મકીર્તિ – પ્રમેયકમલમાર્તંડ – પ્રભાચન્દ્ર પ્રવચનસાર - કુકુન્દ પ્રવચનસારોદ્વાર – નેમિચન્દ્રસૂરિ પ્રશસ્તપાદભાષ્ય - પ્રશસ્તપાદ પ્રાકૃતવ્યાકરણ - હેમચન્દ્ર બુદ્ધચરિત – અશ્વઘોષ બૌદ્ધદર્શન ઔર વેદાન્ત - ચન્દ્રધર શર્મા ભગવતીસૂત્ર ભગવદ્ ગીતા ભારતીય દર્શન - ઉમેશ મિશ્ર મઝિમત્તિકાય મહાભાષ્ય – પતંજલિ માધ્યમિકકારિકા - નાગાર્જુન મુક્તાવલી - વિશ્વનાથ જૈન ધર્મ-દર્શન Page #403 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રન્થસૂચી મુંડકોપનિષદ્ યોગસૂત્ર – પતંજલિ રત્નાકરાવતારિકા (પ્રમાણનયતત્ત્વાલોકટીકા) - રત્નપ્રભ રાજપ્રશ્નીય લઘીયસ્ત્રય - અકલંક લઘીયયટીકા – અકલંક લંકાવતારસૂત્ર વિશુદ્ધિમાર્ગ - બુદ્ધઘોષ વિશેષાવશ્યકભાષ્ય - જિનભદ્ર વિંશતિકા – વસુબન્ધુ વેદાન્તસિદ્ધાન્તમુક્તાવલી - પ્રકાશાનન્દ વૈશેષિકસૂત્ર – કણાદ શાંકરભાષ્ય (શારીરક ભાષ્ય) - શંકરાચાર્ય શાબરભાષ્ય - શબરસ્વામી શાન્તિપર્વ (મહાભારત) શાસ્ત્રવાર્તાસમુચ્ચય - હરિભદ્ર શ્રમણ(માસિક) શ્રીભાષ્ય - રામાનુજ શ્લોકવાર્તિક - કુમારિલ શ્વેતાશ્વતરોપનિષદ્ ષગ્દર્શનસમુચ્ચય - હરિભદ્ર સન્મતિતર્ક - સિદ્ધસેન સમયસાર – કુન્દકુન્દ સમવાયાંગ સર્વદર્શનસંગ્રહ - માધવાચાર્ય સર્વાર્થસિદ્ધિ - પૂજ્યપાદ સંયુત્તનિકાય સાંખ્યકારિકા - ઈશ્વરકૃષ્ણ સાંખ્યતત્ત્વકૌમુદી - વાચસ્પતિ મિશ્ર ૩૭૮ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન ધર્મ-દર્શન સાંખ્યપ્રવચનભાષ્ય - વિજ્ઞાનભિક્ષુ સાંખ્યપ્રવચનસૂત્ર - કપિલ સાંખ્યસૂત્રવૃત્તિ અનિરુદ્ધ સિદ્ધહેમ - હેમચન્દ્ર સૂત્રકૃતાંગ સ્થાનાંગ સ્યાદ્વાદમંજરી – મલ્લેિષણ સ્યાદ્વાદરત્નાકર - વાદિદેવસૂરિ Cosmology: Old and New-G. R. Jain Critical History of Greek Philosophy - Stace Doctrine of Karma in Jaina Philosophy - Glasenapp History of Philosophy – Thilly History of Western Philosophy - Russel Indian Philosophy – C. D. Sharma Jaina Philosophy of Non-Absolutism-S. K. Mookerjee Jaina Psychology — M. L. Mehta Life and Philosophy in Contemporary British Philosophy - Bosanquet Outlines of Karma in Jainism - M. L. Mehta Principles of Philosophy - H. M. Bhattacharya Problems of Philosophy - Russel Prolegomena to an Idealistic Theory of Knowledge - N. K. Smith Sacred Books of the East, Vol. XXII Studies in Jaina Philosophy — N. M. Tatia Varieties of Religious Experience - William James Page #405 -------------------------------------------------------------------------- ________________ અંકુલેશ્વર (અંકલેશ્વર) ૪૦ અંકુશા ૧૫૮ અંગ ૧૫,૧૬ અંગપ્રવિષ્ટ ૧૫, ૧૬, ૧૮૧ અંગબાહ્ય ૧૫, ૨૮, ૧૮૧ અંગુત્તરનિકાય ૨૧ અંતઃકરણ ૧૬૯ અંતકાલપ્રકીર્ણક ૩૭ અંતકૃતદશા ૧૬, ૨૭ અંતગડદસા ૧૬ અંતરદ્વીપ ૧૫૩ અંતરાય ૩૧૦, ૩૧૬-૩૨૦ અંતર્દીપ ૧૫૯ અંધકવૃષ્ણિ ૬ અંક ૧૨ અંબ ૧૫૫ અંબરીષ ૧૫૫ અંબા ૧૫૯ અંબિકા ૧૫૮ અકલંક ૪૭, ૫૪-૫૫ અકસ્માત્વાદ ૨૮૪ અકારણવાદ ૨૮૪ અકાલમરણ ૩૧૩ અક્રિયાવાદ ૨૦ અક્ષર ૧૮૧ વિશિષ્ટશબ્દસૂચી અક્ષરીકૃત ૧૩૧ અગમિક ૧૮૨ અગ્રકર્મ ૨૯૩ અગસ્ત્યસિંહ ૩૮ અગુરુલઘુ ૩૧૪ અગ્નિકુમા૨ ૧૫૬ અચક્ષુર્દર્શન ૧૦૪ અચક્ષુર્દર્શનાવરણીય ૩૧૦, ૩૧૧ અચેલક ૮, ૧૩, ૩૪૮ અચેલકત્વ ૩૪૭-૩૪૮ અચ્છુપ્તા ૧૫૯ અચ્યુત ૧૫૪ અચ્યુતા ૧૫૮ અજાતશત્રુ ૧૦ અજિત ૧૫૮ અજિતનાથ ૧૫૮ અજિતા ૧૫૮ અજીવ ૯૧ અજ્ઞાનમરણ ૩૭૨ અજ્ઞાનવાદ ૨૦ અણુ ૧૨૦-૧૨૬ અણુચટન ૧૩૨ અણુત્તરોવવાઇયદસા ૧૬ અણુવ્રત ૩૫૫ અણુવ્રતી ૩૫૪ અતિથિસંવિભાગ ૩૦૦ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન ધર્મ-દર્શન અતિભાર ૩૫૬, ૩૫૭ અતિશય ૧૬૦-૧૬૧ અદષ્ટ ૨૯૨, ૨૯૮, ૨૯૯ અદ્ધાસમય ૯૧, ૧૪૪-૧૪૮ અદ્વૈતવેદાન્ત ૮૬, ૧૧૨, ૧૧૩ અધર્મ ૧૩૬-૧૪૦ અધર્માસ્તિકાય ૯૧, ૧૩૭ અધોદિશાપરિમાણ અતિક્રમણ ૩૬૩ અધોલોક ૧૫૦-૧૫૧ અધોવસ્ત્ર ૮ અધ્યયન ૩પ૧ અનંગ ૧૫ અનંગક્રીડા ૩૬૩, ૩૬૧ અનંતકીર્તિ પ૭ અનંતતા ૨૩૨-૨૩૩ અનંતનાથ ૧૫૮ અનંતરાગમ ૨૦૫, ૨૦૬ અનંતવીર્ય પ૭, ૫૮ અનંતાનુબંધી ૩૧૨ અનક્ષર ૧૮૨ અનક્ષરીકૃત ૧૩૧ અનનુગામી ૧૮૬ અનપવર્તનીય ૩૧૩ અનર્થદંડવિરમણ ૩૬૬, ૩૬૭ અનવસ્થિત ૧૮૬, ૧૮૭ અનવસ્થિતકરણ ૩૬૮ અનસ્તિકાય ૯૩ અનાત્મવાદ ૮૫, ૨૮૪ અનાદિક ૧૮૨ અનાદેય ૩૧૪ અનિત્યતા ૭૭, ૭૦, ૨૩૨, ૨૩૪, ૨૩૫ અનિન્દ્રિય ૧૬૯ અનિમિત્તવાદ ૨૮૪ અનિવાર્યતાવાદ ૨૮૦ અનિવૃત્તિ ૩૩૩ અનિવૃત્તિ બાદર ૩૩૩ અનિવૃત્તિ બાદરસમ્પરાય ૩૩૩ અનીક ૧૫૭ અનુગામી ૧૮૬ અનુત્તર ૧૫૪ અનુત્તરૌપપાતિકદશા ૧૬, ૨૭, ૨૮ અનુપ્રેક્ષા ૩૩૬ અનુભાગકર્મ ૨૯૫ અનુભાગબન્ધ ૩૦૯ અનુભાવબમ્પ ૨૯૪ અનુમતિત્યાગ ૩૭૫ અનુમાન ૨૦૦, ૨૦૧-૨૦૪, ૨૧૮ ૨૨૨ અનુયોગદ્વાર ૩૬, ૨૭૦ અનુસ્મરણ ૧૭૬ અનેકતા ૨૩૮ અનેકાન્તજયપતાકા ૫૬ અનેકાન્તદષ્ટિ ૭૩, ૭૪, ૮૯ અનેકાન્તવાદ ૪૮, ૪૯, ૫૩, ૬૪, ૭૩, ૭૪, ૨૨૬-૨૩૨, ૨૪૧, ૨૪૨ અનેકાન્તવ્યવસ્થા ૬૨ અન્નપાનનિરોધ ૩૫૬, ૩પ૭ અન્યથાનુપપત્તિ ૫૪ અન્યયોગવ્યવચ્છેદિકા ૬૦ અન્યોન્યક્રિયા ૧૯ અપકુવાહાર ૩૬૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી ૩૮૩ અપગત ૧૭૫ અપગમ ૧૭૫ અપધ્યાન ૩૬૬ અપનુત ૧૭પ અપનોદ ૧૭૫ અપરાજિત ૧૫૪ અપરિગૃહીત-ગમન ૩૬૦, ૩૬૧ અપરિગ્રહ ૩૩૮ અપરિગ્રવ્રત ૩૪૩ અપર્યવસિત ૧૮૨ અપર્યાપ્ત ૩૧૪ અપવિદ્ધ ૧૭૫ અપવર્તના ૩૨૭ અપવર્તનીય ૩૧૩ અપવ્યાધ ૧૭૫ અપશ્ચિમમારણાત્તિક સંલેખના ૩૭૧ અપાય ૧૭૫ અપૂર્વ ૨૯૨, ૨૯૮ અપૂર્વકરણ ૩૩૨, ૩૩૩ અપેત ૧૭૫ અપોહ ૧૬૭ અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત ઉચ્ચારપ્રગ્નવણભૂમિ ૩૬૯ અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત શવ્યાસંસ્તારક ૩૬૯ અપ્રત્યાખ્યાનાવરણ ૩૧૨ અપ્રમત્તસંયત ૩૩૨ અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચારપ્રસવણભૂમિ ૩૬૯ અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શવ્યાસંસ્તારક ૩૬૯ અબાધ ૩૨૫, ૩૨૮ અબાધાકાલ ૩૦૯, ૩૨૮ અભયદેવ ૨૯, પ૭ અભયનન્દી ૪૭ અભાવ ૨૧૨, ૨૧૩ અભાષાત્મક શબ્દ ૧૩૧ અભિનન્દન ૧૫૮ અભિનિબોધ ૧૬૭, ૧૬૮ અભેદ ૮૪, ૮૬, ૮૭, ૮૮, ૮૯ અભેદવાદ ૮૫, ૮૬, ૮૭ અભ્યત્થાન ૩૫૦ અમદાવાદ ૬૧ અમરમુનિ ૩૯ અમોઘવર્ષ પ૭ અયશ-કીર્તિ ૩૧૪ અયોગવ્યવચ્છેદિકા ૬૦ અયોગિકેવલી ૩૩૪ અરતિ ૩૧૨ અરનાથ ૧૫૯. અરિષ્ટનેમિ ૬, ૩૨, ૧૫૯ અરૂપી ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫ અર્ચટ ૫૪ અર્થ ૭૫, ૧૭૦, ૧૭૧, ૨૫૪ અર્થન ૨૭૦ અથપત્તિ ૨૧૨, ૨૧૩ અર્થાવગ્રહ ૧૭૧, ૧૭૨, ૧૭૩ અર્ધમાગધી ૧૦ અહંદુ (અહંન્ત) ૪, ૫૧, પર અહચૈત્ય ૪ અલોકાકાશ ૧૪૦-૧૪૪ અવગમ ૧૭૬ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન ધર્મ-દર્શન અવગાહ ૧૪૦ અવગ્રહ ૧૭૧, ૧૭૨, ૧૭૬ અવગ્રહણતા ૧૭૧ અવગ્રહમતિમાં ૧૯ અવગ્રહમર્યાદા ૩પ૨ અવધારણ ૧૭૧ અવધારણા ૧૭૬ અવધિ ૧૯૦ અવધિજ્ઞાન ૧૦૨, ૧૮૫-૧૮૮, ૧૯૦ અવધિજ્ઞાનાવરણીય ૩૧૦ અવધિદર્શન ૧૦૪ અવધિદર્શનાવરણીય ૩૧૦ અવબોધ ૧૭૬ અવલમ્બનતા ૧૭૧ અવસ્થાન ૧૭૬ અવસ્થિત ૧૮૬, ૧૮૭ અવાય ૧૭૪-૧૭પ અવિસ્મૃતિ ૧૭૬ અવિજ્ઞપ્તિ ૨૯૮ અવિદ્ધકર્ણ પ૪ અવિદ્યા ૨૯૮ અવિનાભાવ ૨૧૮ અવિરતસમ્યગૃષ્ટિ ૩૩૨ અશ્રુચ્છિત્તિનય ૨૬૭ અશાશ્વતતા ૨૩૪ અશુભ ૩૧૪ અશોક ૧૧ અશોકવૃક્ષ ૯ અશોકા ૧૫૮ અશ્રુતનિશ્રિત પપ અશ્વસેન ૬ અષ્ટક પ૬ અષ્ટસહસ્રી પ૬, ૬૨ અસંજ્ઞી ૧૮૨ અસાંપરાયિક ૩૦૯ અસાતાવેદનીય ૩૧૧ અસિપત્ર ૧૫૫ અસુરકુમાર ૧પ૬ અસ્તરો ૩૫૩ અતિ ૨૩૮, ૨૩૯ અસ્તિકાય ૯૨, ૯૩ અસ્થિર ૩૧૪ અહિંસા ૬૪, ૭૧-૭૨, ૩૩૭-૩૮ અહેતુવાદ ૫૦, ૨૮૪ આઉરપચ્ચક્ખાણ ૩૭ આકાશ ૧૪૦-૧૪૪ આકાશાસ્તિકાય ૯૧ આગમ ૧૫-૩૯, ૨૦૦, ૨૦૫-૨૦૬, ૨૧૨-૨૧૩, ૨૨૨-૨૨૩ આગમસિદ્ધાન્ત ૩૯ આગામી ૩૨૮ આગારી ૩પપ આચાર ૩૩૭ આચારચૂલા ૧૭ આચારચૂલિકા ૧૭ આચારદશા ૩૨ આચારપ્રકલ્પ ૧૯ આચારશાસ્ત્ર ૩૩૭ આચારાંગ ૧૬-૨૦, ૨૨-૨૯૩ આચારાગ્ર ૧૭ આજીવિક ૯, ૬૯ Page #409 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી આત૫ ૧૩૩, ૩૧૪ આતુરપ્રત્યાખ્યાન ૩૬, આત્મરક્ષ ૧૫૭ આત્મરૂપ ૨૫૪ આત્મા ૮૩, ૮૪, ૯૫-૧૧૬, ૧૩૩, ૧૬૩, ૧૬૪, ૨૮૯ આત્માગમ ૨૦૫ આત્માદ્વૈતવાદ ૨૦ આત્મારામ ૩૯ આદિનાથ ૧૫૮ આઠેય ૩૧૪ આનત ૧૫૪ આનયનપ્રયોગ ૩૬૮ આનુપૂર્વી ૩૧૪, ૩૨૯ આન્ધ્રપ્રદેશ ૪૦ આપઘાત ૩૭૧, ૩૭૨ આપૃચ્છના ૩૫૦ ૩૭ આમ ૫૧, ૫૨, ૨૨૨, ૨૨૩ આપ્તપરીક્ષા ૫૭ આપ્તમીમાંસા ૫૧,૫૨ આપ્તવચન પર આભિનિબોધિકજ્ઞાન ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭ આભિયોગ્ય ૧૫૭ આયાર ૧૬ આયુ ૩૧૦, ૩૧૩, આયુષ્ય ૨૯૫ આયોગણતા ૧૭૪ આરણ ૧૫૪ આરમ્ભત્યાગપ્રતિમા ૩૭૩ આરાધના ૩૭ 25 આર્તધ્યાન ૩૬૬ આર્ય ૧૫૯ આર્યક્ષેત્ર ૧૫૯ આર્યનન્દિ ૪૪ આલોક ૧૭૦ આલોચન ૧૭૧ આવંતિ ૧૭ આવર્તનતા ૧૭૫ આવશ્યક ૨૯,૩૦, ૩૪૩-૩૪૭ આશ્યિકી ૩૫૦ આવાપગમન ૩૨૮ આશય ૨૯૮ આસવ ૨૯૨, ૩૦૮, ૩૩૪ આસવહાર ૨૯૪ આસ્રવનિરોધ ૨૯૫ આહારક ૧૩૪ આહારકવર્ગણા ૧૩૩ ઇંગિનીમરણ ૧૯ ઇંદ્ર ૧૫૭ ઇંદ્રનન્દિ ૪૪ ઇંદ્રભૂતિ ૭;૧૦ ઇંદ્રિય ૧૬૮, ૧૬૯, ૧૭૩ ઇચ્છકાર ૩૫૦ ૩૮૫ ઇચ્છાપરિમાણ ૩૬૨ ઇચ્છાસ્વાતન્ત્ય ૨૮૦-૨૮૧ ઇત્વરિકપરિગૃહીતાગમન ૩૬૦, ૩૬૧ ઇહલોકાશંસાપ્રયોગ ૩૭૨ ઈર્યા ૧૯ ઈર્યાથિક ૨૯૩ ઈશ્વર ૧૫૮ • ઈશ્વરવાદ ૨૦, ૨૮૫ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઈશ્વરસેન ૫૪ ઈષટ્યાભાર ૧૫૪ ઈહા ૧૬૭, ૧૭૪, ૧૭૬, ૧૭૭ ઉગ્રસેન ૬ ઉચ્ચગોત્ર ૩૧૪ ઉચ્ચાર-પ્રગ્નવણ ૧૯ ઉચ્છેદવાદ પર ઉચ્છવાસ ૧૩૩,૩૧૪ ઉજ્જૈન ૧૧, ૧૨ ઉત્કર ૧૩૨ ઉત્તરમીમાંસા ૬૩, ૬૪ ઉત્તરાધ્યયન ૨૯, ૨૯૨, ૨૯૭ ઉત્પાદ ૭૭, ૭૮, ૭૯ ઉત્પાદાદિસિદ્ધિ ૬૦ ઉદધિકુમાર ૧૫૬ ઉદય ૩૦૯, ૩૨૫,૩૨૬ ઉદયગિરિ ૧૨ ઉદાયન ૧૦ ઉદાહરણ ૨૦૪, ૨૨૧, ૨૨૨ ઉદીરણા ૩૨૫, ૩૨૬ ઉદિત્યાગપ્રતિમા ૩૭૫ ઉદિષ્ટભક્તરત્યાગપ્રતિમા ૩૭૪, ૩૭૫ ઉદ્યોત ૧૩૩, ૩૧૪ ઉદ્યોતકર ૫૪ ઉદ્વર્તના ૩૨૭ ઉપકાર ૨૫૪, ૨૮૯ ઉપઘાત ૨૮૯, ૩૧૪ ઉપદેશમાલા ૪૫ ઉપધાનશ્રુત ૧૭ ઉપધારણતા ૧૭૧ ઉપનય ૨૨૧, ૨૨૨ જૈન ધર્મ-દર્શન ઉપનિષદ્ ૬૫ ઉપભોગ ૩૧૬, ૩૬૩ ઉપભોગાન્તરાય ૩૧૬ ઉપમાન ૨૦૦, ૨૦૪, ૨૦૫, ૨૧૨, ૨૧૩, ૨૧૬ ઉપયોગ ૧૦૧, ૧૦૨, ૧૦૪ ઉપરિવસ્ત્ર ૮ ઉપરુદ્ર ૧૫૫ ઉપશમન ૩૨૮ ઉપશાન્તકષાય ૩૩૩ ઉપશાન્તમોહ ૩૩૩ ઉપસંપદા ૩૫૦, ૩૫૧ ઉપાંગ ૨૮, ૨૯, ૩૧૩ ઉપાસક ૩૫૪ ઉપાસકદશાંગ ૨૮૩ ઉપાસકદશા ૧૬, ૨૭ ઉપાસકધર્મ ૩પપ ઉપાસકપ્રતિમા ૩૨ ઉમાસ્વાતિ ૪પ-૪૭ ઉમ્બક ૫૪ ઉવવાય ૨૮ ઉવાસગદસા ૧૬ ઊર્ધ્વતાવિશેષ ૮૧, ૮૨ ઊર્ધ્વતાસામાન્ય ૮૦, ૮૨ ઊર્ધ્વદિશાપરિમાણ અતિક્રમણ ૩૬૩ ઊર્ધ્વલોક ૧૫૩ ઊહ ૧૭૪, ૨૧૬ ઋજુપાલિકા ૧૦ જુમતિ ૧૮૮ ઋજુસૂત્ર ૨૭૪, ૨૭૭ ઋષભ ૩૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ શબ્દસૂચી ૩૮૭ ઋષભદેવ ૬, ૧૫૮ એકતા ૨૩૮ એકત્વભાવના ૧૯ એકભક્ત ૩૪૩ એકવસ્ત્રધારી ૩૪૯ એકાંત, સમ્યક અને મિથ્યા પ૩ એકાંતવાદ પ૨, ૨૩૦, ૨૩૧ એનાક્સિમાંડર ૯૫ એનાક્સિમીનેસ ૯૫ એરિસ્ટોટલ ૧૨૦ એલાચાર્ય ૪૪ એવંભૂત ર૭૭, ૨૭૮ ઐરાવત ૧૫૨ ઐલક ૩૭૫ ઐશાન ૧૫૪ ઓઘનિર્યુક્તિ ૨૯, ૩૧ ઓઘનિર્યુક્તિમહાભાષ્ય ૩૮ ઓરિસા ૧૨ ઔદારિક ૧૩૪, ૧૩૫ ઔપપાતિક ૨૮ કંકાલી ટેકરી ૧૨ કણાદ પર કદંબ ૧૩ કન્દર્પ ૩૬૭ કપિલ પર કપૂવડસિય ૨૮ કપ્પિયા ૨૮ કમલ ૧૫૮ કરપાત્ર ૩૪૯ કર્તુત્વ ૩૦૨-૩૦૫ કર્મ ૧૧૪-૧૧૬, ૨૭૯-૨૮૧, ૨૮૭ ૩૨૮ કર્મગ્રન્થપંચક ૪૫ કર્મપ્રકૃતિ ૪૫, ૨૯૭, ૩૦૯ કર્મપ્રકૃતિપદ ૨૯૬ કર્મપ્રદેશ ૩૨૧ કર્મપ્રાભૃત ૩૯-૪૨ કર્મફલ ૩૦૯ કર્મબંધ ૨૯૨-૨૯૪, ૩૦૭-૩૦૯ કર્મબંધપદ ૨૯૬ કર્મભૂમિ ૧૫૯. કર્મવર્ગણા ૧૩૩ કર્મવાદ ૭૨, ૨૮૦, ૨૮૧, ૨૮૯ ૨૯૭ કર્મવેદપદ ર૯૬ કર્મવેદબંધપદ ર૯૬ કર્મવેદવેદપદ ૨૯૬ કર્મસિદ્ધાન્ત ર૭૯ કર્માદાન ૩૬૪ કર્મોપાર્જન ૩૦૭ ક્લશ ૧પ૯ કલિંગ ૧૨ કલિકાલસર્વજ્ઞ ૧૩ કલ્પ ૩૨, ૩૭, ૧૫૩, ૧પ૪, ૧૫૫ કલ્પસૂત્ર ૩૨ કલ્પસ્થિતિ ૩૪૮-૩૪૯ કલ્પાતીત ૧પ૬ કલ્પિકા ૨૮ કલ્પોપપન્ન ૧૫૬ કષાય ૩૦૭, ૩૦૮, ૩૧૨, ૩૩૪, ૩૩૫ કષાયપ્રાભૃત ૩૯, ૪૨-૪૪ કષાયમોહનીય ૩૧૨ Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-દર્શન ૩૮૮ કસાયપાહુડ ૪૨ કાચબો ૧૫૯ કાઠિયાવાડ ૧૩ કાતર ૩પ૩ કામભોગતીવાભિલાષા ૩૬૦, ૩૬૧, ૩૬૨ કામભોગાશંસાપ્રયોગ ૩૭૨ કાયદુપ્રણિધાન ૩૬૮ કાયોત્સર્ગ ૩૪૪, ૩૪૫, ૩૪૬ કાર્મણ ૧૩૩, ૧૩૪ કાર્યકારણભાવ ૪૯ કાલ ૭૪, ૭૫, ૯૧, ૯૩, ૧૪૪ ૧૪૮, ૧૫૫, ૨૫૪, ૨૫૮ કાલભાચાર્ય ૧૨. કાલવાદ ૨૮૧ - કાલાતિક્રમ ૩૭૦ કાલી ૧૫૮ કાશી ૧૦, ૬૨ કિન્નર ૧૫૬, ૧૫૮ કિપૂરૂષ ૧પ૬ કિલ્વિષિક ૧૫૭ ક્રિયમાણ ૩૨૮ ક્રિયા અને જ્ઞાન ૫૦-૫૧ ક્રિયાવાદ ૨૦ કુંથુનાથ ૧૫૮ કુંદકુંદ ૪૫ કુંભ ૧૫૫ કુણિક ૧૦ કુડગ્રામ ૮ કુડપુર ૮ કુખ્યપરિમાણ અતિક્રમણ ૩૬૨ કુમારપાલ ૧૩ કુમારિલ ૫૪ કુશલાનુબંધિ અધ્યયન ૩૬ કુસલાણબંધિ અઝયણ ૩૬ કુસુમ ૧૫૮ કૂટતોલ-કૂટમાન ૩૫૯, ૩૬૦ કૂટલેખકરણ ૩૫૮, ૩પ૯ કુબર ૧૫૯ કૂર્મગ્રામ ૨૩ કૃષ્ણ ૬ કેવલજ્ઞાન ૧૯૦, ૧૯૧, ૧૯૮, ૧૯૯, ૨૬૫, ૨૬૬ કેવલજ્ઞાનાવરણીય ૩૧૦ કેવલદર્શન ૧૦૪, ૧૯૮, ૧૯૯ કેવલદર્શનાવરણીય ૩૧૦, ૩૧૧ કેવલિકવલાહારખંડન ૫૮ કેવલિભુક્તિ પ૭ કેશી ૫, ૭ કોલ્લાક (સન્નિવેશ) ૨૨ કોશલ ૧૦ કોષ્ઠક ૭ કોષ્ઠા ૧૭૬ કૌ૯ ૩૬૭ ક્રોધ ૩૧૨ ક્રૌંચ ૧૫૮ ક્ષણિકવાદ ૪૮ ક્ષીણકષાય ૩૩૩, ૩૩૪ ક્ષીણમોહ ૩૩૪ ક્ષુલ્લક ૩૭૫ ક્ષેત્ર ૨૫૮ ક્ષેત્રવાસ્તુપરિમાણ અતિક્રમણ ૩૬૨ ક્ષેત્રવૃદ્ધિ ૩૬૩ ક્ષેત્રસમાસ ૪૫ Page #413 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી ખડ ૧૩૨ ખણ્ડિગિરે ૧૨ ખણ્ડસિદ્ધાન્ત ૩૯ ખરસ્વર ૧૫૫ ખારવેલ ૧૨ ગંગ ૧૩ ગંગા ૧૫૩ ગંગેશ ૬૧ ગંધ ૧૧૭, ૩૧૩ ગંધર્વ ૧૫૬, ૧૫૮ ગચ્છાચાર ૩૬, ૩૭ ગચ્છાયાર ૩૭ ગણધર ૨૦૫, ૨૦૬ ગણિવિજ્જા ૩૭ ગણિવિદ્યા ૩૬, ૩૭ ગતિ ૧૩૫, ૧૩૬, ૩૧૩ ગમિક ૧૮૨ ગુડ ૧૫૮ ગર્દભિલ્લ ૧૨ ગર્ભજ ૧૬૨ ગવેષણતા ૧૭૪ ગવેષણા ૧૬૮ ગાંધારી ૧૫૯ ગાર્શ્વપૃષ્ઠમ૨ણ ૧૯ ગિરનાર ૬ ગિરિનગર ૪૦ ગુજરાત ૧૩ ગુણ ૭૭, ૭૮, ૨૯૯ ગુણચન્દ્ર ૬૦ ગુણધર ૪૨, ૪૩ ગુણપ્રત્યય ૧૮૫, ૧૮૬ ગુણવ્રત ૩૬૨-૩૬૭ ગુણરત્ન ૬૧ ગુણસ્થાન ૨૯૫, ૩૨૯-૩૩૪ ગુણિદેશ ૨૫૫ ગુપ્તિ ૩૩૬ ગૃહસ્થ ૩૫૪, ૩૫૫ ગૃહી ૩૫૫ ગેંડો ૧૫૮ ગોચરકાલ ૩૫૨ ગોત્ર ૩૧૦, ૩૧૪-૩૧૬, ૩૨૦, ૩૨૬ ગોમુખ ૧૫૮ ગોમેધ ૧૫૯ ગોમ્મટસાર ૪૫ ગોવિન્દનિયુક્તિ ૩૮ ગોવિન્દ્રાચાર્ય ૩૮ ગોશાલ ૯, ૨૧-૨૭ ગૌતમ (ગણધર) ૫, ૭, ૮, ૨૨૮, ૨૨૯, ૨૩૪, ૨૩૫, ૨૩૭, ૨૩૮ ગૌતમ (ન્યાયસૂત્રકાર) ૫૨ ગ્રહ ૧૫૬, ૧૭૧ ગ્રહણ ૧૭૧ ત્રૈવેયક ૧૫૪ ઘન ૧૩૧ ઘોડો ૧૫૮ ચઉસરણ ૩૬ ચંગદેવ ૫૯ ચંદના ૧૦ ૩૮૯ ચંદપત્તિ ૨૮ ચંદ્ર ૧૫૮ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ચંદ્રગુપ્ત ૧૧ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૨૮, ૨૯ ચંદ્રપ્રભ ૧૫૮ ચંદ્રપ્રભા ૯ ચંદ્રમા ૧૫૬ ચંદ્રર્ષિ ૪૫ ચંદ્રસેન ૪૪, ૬૦ ચક્રેશ્વર ૪૫ ચક્રેશ્વરી ૧૫૮ ચક્ષુર્દર્શન ૧૦૪ ચક્ષુર્દર્શનાવરણીય ૩૧૦, ૩૧૧ ચતુઃશરણ ૩૬ ચતુર્વસ્ત્રધારી ૩૪૯ ચતુર્વિશતિસ્તવ ૩૦, ૩૪૪ ‘ચતુષ્કોટિવિનિમુક્ત’ ૪૮ ચર્યા ૩૫૦ ચાતુર્યામ પ ચામુણ્ડા ૧૫૮ ચારિત્ર ૩૩૬ ચારિત્રમોહનીય ૩૧૧ ચાર્વાક ૯૫, ૧૦૫, ૧૧૪, ૨૭૯ ચાલુક્ય ૧૩ ચિંતન ૩૫૧ ચિંતા ૧૬૭, ૧૭૪ ચિરન્તન ૪૭ ચૂર્ણ ૧૩૨ ચૂર્ણિ ૩૭ ચૂર્ણિકા ૧૩૨ ચૂલા ૧૯ ચૂલિકા સૂત્ર ૨૮, ૩૬ ચેલના ૧૦ ચૈતન્ય ૧૦૧ છંદના ૩૫૦ છવિચ્છેદ ૩૫૬, ૩૫૭ છાયા ૧૩૨ છેત્રસૂત્ર ૨૮, ૩૧ છેદોપસ્થાપનીયસંયત ૩૪૮ જંબુદીવપણત્તિ ૨૮ જંબૂ ૧૦, ૧૧ જંબુદ્રીપ ૧૫૧-૧૫૩ જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ ૨૮, ૨૯ જંબૂઢીપપ્રજ્ઞમિસંગ્રહ ૪૫ જગત ૧૪૯ જમાલિ ૨૧, ૨૩૨ જયંત (કલ્પાતીત વિમાન) ૧૫૪ જયંત (ન્યાયમંજરીકા૨) ૫૪ જયંતી ૨૨૮ જયધવલા ૪૪, ૪૫ જયસિંહ ૧૩ જયસેન ૪૪ જલચર ૧૬૨ જાતિ ૩૧૩ જૈન ધર્મ-દર્શન જિજ્ઞાસા ૧૭૪ જિનકલ્પિક ૩૪૯ જિનદાસગણિ ૩૫, ૩૮ જિનપાલિત ૪૦ જિનભદ્ર ૪૫ જિનભદ્રગણિ ૩૫, ૩૮ જિનસેન ૪૪ જિનેશ્વર ૫૮ જીતકલ્પ ૩૧, ૩૫ જીતકલ્પભાષ્ય ૩૮ Page #415 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી જીવ ૯૦, ૯૧, ૯૫, ૧૦૧ જીવન ૧૩૩ જીવવસદ્ધિ ૫૭ જીવાજીવાભિગમ ૨૮ જીવાભિગમ ૨૮ જીવિતાશંસાપ્રયોગ ૩૭૨ જુગુપ્સા ૩૧૨ શૃંભિકગ્રામ ૧૦ જૈન ૬૮ જૈનતર્કભાષા ૬૨ જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન ૬૪ જૈનદર્શન અને નવ્યન્યાય ૬૧-૬૨ જૈનધર્મ ૧ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૫ જૈનધર્મ અને જૈનદર્શન ૬૩-૬૪ જૈન પરંપરા ૭૦-૭૪ જૈનસંસ્કૃતિ અને દ્રાવિડ સંસ્કૃતિ ૪ જૈનસંસ્કૃતિ અને સિંધુસભ્યતા ૩ જૈન સ્તૂપ ૧૨ જૈનાચાર ૭૧, ૩૩૭-૩૭૫ જ્ઞાતપુત્ર ૭ જ્ઞાતાધર્મકથા ૧૬, ૨૭ જ્ઞાતૃખંડ ૯ જ્ઞાતૃવંશ ૮ જ્ઞાન ૮૩-૮૪, ૧૬૩-૧૬૪,અને ક્રિયા ૫૦-૫૧, અને દર્શન ૫૦, ૧૯૫-૧૯૯, અને પ્રમાણ ૨૦૬-૨૦૮, જ્ઞાનના ભેદો ૧૬૪-૧૬૭ જ્ઞાનચંદ્ર ૬૧ જ્ઞાનબિંદુ ૬૨ જ્ઞાનમીમાંસા ૧૬૩-૨૨૫ જ્ઞાનવાદ ૧૬૪ જ્ઞાનાવરણ ૩૧૦ જ્ઞાનાવરણીય ૩૧૦ જ્યોતિષ્ક ૧૫૬ જ્વાલા ૧૫૮ જ્વાલામાલિની ૧૫૮ જ્વાલિની ૧૫૮ ઝેનો ૮૭, ૧૨૦ ઠાણ ૧૬ ડાર્વિન ૨૮૫ ડેમોક્રેટસ ૯૫ ણાયપુત્ત ૭ ણાયાધમ્મકહા ૧૬ ણિગ્રંથ ૭ તંદુલવેયાલિય ૩૭ તંદુલવૈચારિક ૩૬,૩૭ તજીવતચ્છ૨ીરવાદ ૨૮૪ તત ૧૩૧ તત્ત્વ ૭૫ તત્ત્વચિંતામણિ ૬૧ તત્ત્વજ્ઞ ૧૯૫ તત્ત્વયત્ર ૮૮ તત્ત્વબોધવિધાયિની ૫૭ તત્ત્વવિવેક ૪૫ તત્ત્વાર્થ ૭૫ તત્ત્વાર્થરાજવાર્તિક ૫૫ તત્ત્વાર્થસૂત્ર ૪૫-૪૮ તત્કૃતિરૂપક વ્યવહાર ૩૫૯, ૩૬૦ તથાકાર ૩૫૦ તથ્યતિકા૨ ૩૫૦ ૩૯૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન ધર્મ-દર્શન તનું ૩૨૮ તપ ૩૩૬ તપસ્યા ૩૩૬ તમ ૧૩૨ તમપ્રભા ૧૫૧ તર્ક ૫૦, ૧૭૪, ૨૧૬-૨૧૭ તસ્કરપ્રયોગ ૩પ૯, ૩૬૦ તારણપંથી ૧૪ તારા ૧પ૬ તિન્દુક ૭ તિર્યંચ ૧પ૯, ૧૬૧-૧૬૨ તિર્યંચાયુ ૩૧૩ તિર્યફવિશેષ ૮૧ તિર્લફસામાન્ય ૮૦ તિર્થગ્દિશાપરિમાણાતિક્રમણ ૩૬૩ તીર્થકર ૧૫૮-૧૬૧, ૩૧૪ તીર્થ ૧૬૦ તંબુરુ ૧૫૮ તુચ્છૌષધિભક્ષણ ૩૬૪ તેવર્ગણા ૧૩૩ તેરપંથી ૧૪ તેરાપંથી ૧૪ તેજસ ૧૩૪ ત્રસ ૧૬૧, ૩૧૪ ત્રસદશક ૩૧૪ ત્રાયશ્ચિશ ૧પ૭ ત્રિમુખ ૧૫૮ ત્રિલક્ષણકદર્શન ૫૪ ત્રિલોકપ્રજ્ઞપ્તિ ૪૫ ત્રિવસ્ત્રધારી ૩૪૯ ત્રિશલા ૮ થેલિસ ૯૫ દક્ષિણાપથ ૪૦ દર્શન ૫૦, ૧૯૫ દર્શનપ્રતિમા ૩૭૩ દર્શનમોહનીય ૩૧૧ દર્શનાવરણ ૩૧૦ દર્શનાવરણીય ૩૧૦ દર્શનોપયોગ ૧૦૪ દશવૈકાલિક ૨૯, ૩૦ દશાશ્રુતસ્કન્ધ ૩૧,૩૨ દાનાન્તરાય ૩૧૬ દિકુમાર ૧૫૬ દિગમ્બર ૧૩, ૧૪ દિગમ્બર– ૪ દિનાગ પ૪, પ૬ દિદ્વિવાય ૧૬ દિનચર્યા (શ્રમણની) ૩૫૦-૩૫૧ દિશાપરિમાણ ૩૬૨, ૩૬૩ દીઘનિકાય ૫ દીર્ઘકાલિકી ૧૮૨ દુઃખ ૧૩૩ દુ:સ્વર ૩૧૪ દુરિતારિ ૧૫૮ દુર્નય પર દુર્ભગ ૩૧૪ દુષ્પક્વાહાર ૩૬૪ દસાધર્મેવત ૨૦૩ દૃષ્ટાન્ત ૨૦૪, ૨૨૧, ૨૨૨ દષ્ટિવાદ ૧૬ દૃષ્ટિવાદોપદેશિકી ૧૮૨ દેવ ૧૫૫-૧૫૮, ૨૯૦ દેવગુપ્ત ૩૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી દેવચન્દ્રસૂરિ ૫૯ દેવર્દ્રિગણિ ૧૫, ૧૬ દેવવાદ ૨૯૧ દેવાયુ ૩૧૩ દેવિંદથય ૩૭ દેવેન્દ્ર ૩૭, ૪૫ દેવેન્દ્રસૂરિ ૪૫ દેવેન્દ્રસ્તવ ૩૬, ૩૭ દેશવિરત ૩૫૪, ૩૫૫ દેશસંયત ૩૫૫ દેશસંયમી ૩૫૫ દેશાવકાશિક ૩૬૮ દેશાવિધ ૧૮૭ દૈવ ૨૯૮ દૈવવાદ ૨૮૫-૨૮૬ દ્રમિલ ૧૨ દ્રુમિલદેશ ૪૦ દ્રવ્ય ૭૫, ૮૦-૮૩, ૯૦-૯૩, ૨૫૭, ૨૫૮ દ્રવ્યકર્મ ૩૦૦-૩૦૧ દ્રવ્યમન ૧૬૯ દ્રવ્યાર્થિક ૪૯, ૨૬૭, ૨૬૮ દ્રવ્યાલંકા૨ ૬૦ દ્રવ્યેન્દ્રિય ૧૬૯ દ્રાવિડ પ દ્રાવિડધર્મ ૫ દ્વારકા દુ દ્વિપદચતુષ્પદપરિમાણઅતિક્રમણ ૩૬૨ દ્વિવસ્ત્રધારી ૩૪૯ દ્વીપ ૧૫૧ દ્વેષ ૨૯૬ ધનધાન્યપરિમાણઅતિક્રમણ ૩૬૨ ધનસંપત્તિ ૩૦૬ ધંધુકા ૫૯ ધનુષ ૧૫૫ ધરણી ૧૫૯ ધરસેન (આચાર્ય) ૪૦, ૪૧ ધર્મ ૧૩૫, ૧૩૬, ૩૩૬ ધર્મકથા ૩૫૧ ધર્મકીર્તિ ૫૪, ધર્મદાસ ૪૫ ધર્મધ્યાન ૩૬૬ ધર્મનાથ ૧૫૮ ધર્મપરીક્ષા ૪૫ ધર્મભૂષણ ૬૧ ધર્મરત્નપ્રકરણ ૪૫ ૨૫૯ ૩૯૩ ધર્મવાદ ૫૦ ધર્મસંગ્રહણી ૪૫, ૫૬ ધર્મસિંહ ૩૯ ધર્માધર્મ ૨૯૮, ૨૯૯ ધર્માસ્તિકાય ૯૧, ૧૩૫ ધર્મોત્તર ૫૪ ધર્મોપદેશમાલા ૪૫ ધવલા ૪૪ ધાતકીખંડ ૧૫૧, ૧૫૨, ૧૫૩ ધારણા ૧૬૪, ૧૬૬, ૧૬૮, ૧૭૫૧૭૬, ૧૭૮ ધૂત ૧૮ ધૂમપ્રભા ૧૫૧ ધ્યાન ૩૫૧, ૩૬૬ ધ્રૌવ્ય ૭૭ નંદી ૩૬, ૧૬૮, ૧૭૧, ૧૭૪, ૧૭૫, ૧૮૨, ૧૮૩ નંદ્યાવર્ત ૧૫૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન ધર્મ-દર્શન નક્ષત્ર ૧૫૬ નગ્નતા ૪ નપુંસકવેદ ૩૧૨, ૩૧૩ નભચર ૧૬૨ નમિનાથ ૧૫૯ નય ૪૯, ૫૦, ૨૬૬-૨૭૮ નયચક્ર ૫૩ નયપ્રદીપ ૬૨ નયરહસ્ય ૬૨ નયવાદ ૪૯, ૭૪, ૨૬૬ નયવિજય ૬૧ નયસપ્તભંગી ૨૫૫ નયાભાસ પ૩ નયામૃતતરંગિણી ૬૨ નયોપદેશ ૬૨ નરક ૧૫૦ નરકાંતા ૧પ૩ નરકાયુ ૩૧૩ નરકાવાસ ૧૫૧ નબન્યાય અને જૈનદર્શન ૬૧-૬૨ નાગકુમાર ૧પ૬ નાગહસ્તી ૪૪ નાગાર્જુન ૪૮ નાગાર્જુનસૂરિ ૧૬ નાગૌર પ૯ નાટક ૨૮ નાટકવિધિ ૨૮ નાનાત્મવાદ ૨૦ નામ ૨૫૭, ૩૧૦, ૩૧૩-૩૧૪ નારક ૧પ૪-૧પપ નારી ૧૫૩ નાલંદા ૯ નાસ્તિકવાદ ૨૮૪ નિકાચન ૩૨૮ નિક્ષેપ ૨૫૭-૨૫૮ નિગંઠ ૭, ૬૯ નિગંઠનાટપુખ્ત ૫ નિગમન ૨૦૪, ૨૨૨ નિગૂંથ ૬૯ નિગૂંથપાવયણ ૬૯ નિત્યતા ૭૯, ૨૩૨ નિત્યભોજી ૩પર નિદ્રા ૩૧૦, ૩૧૧ નિદ્રાનિદ્રા ૩૧૦, ૩૧૧ નિધત્તિ ૩૨૮ નિયતવિપાકી ૩૨૮ નિયતિવાદ ૨૮૦, ૨૮૧, ૨૮૨-૨૮૩, ૨૮૬ નિયમપ્રતિમા ૩૭૩ નિયમસાર ૪પ નિરયાવલિકા ૨૮ નિરયાવલિયા ૨૮ નિરૈન્ય ૬૯ નિર્જરા ૨૯૫, ૩૩૫, ૩૩૬ નિર્માણ ૩૧૪ નિર્યુક્તિ ૩૭, ૩૮ નિર્વસ્ત્ર ૩૪૯ નિર્વાણ ૩૩૪ - નિર્વાણી ૧૫૮ નિર્વિશમાન ૩૪૮ નિર્વિકાયિક ૩૪૮, ૩૪૯ નિઃશ્વાસ ૧૩૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી નિશીથ ૧૯, ૩૧, ૩૪, ૩૫ નિશીથભાષ્ય ૩૮ નિશ્ચય ૧૭૬ નિશ્ચયનય ૩૦૧-૩૦૨ નિષધ ૧૫૨ નિષીધિકા ૧૯ નિષ્કષાયમરણ ૩૭૨ નિષ્ઠા ૩૫૫ નીચગોત્ર ૩૧૪, ૩૧૫, ૩૧૬ નીલ ૧૫૨ નીલકમલ ૧૫૯ નીલિંગિર ૧૨ નેપાલ ૧૧ નેમિચંદ્ર ૩૫, ૪૫ નેમિનાથ ૧૫૯ નૈગમ ૫૦, ૨૭૧, ૨૭૨, ૨૭૭ નૈયાયિક ૪૮, ૧૦૫, ૧૦૭, ૧૧૦ ૧૧૨, ૨૧૨, ૩૦૮ નૈશ્ચયિક (દષ્ટિ) ૨૬૯ નૈષેધિકી ૩૫૦ નોકષાયમોહનીય ૩૧૨ ન્યાયકુમુદચન્દ્ર ૫૮ ન્યાયખંડખાઘ ૬૨ ન્યાયદીપિકા ૬૧ ન્યાયપ્રવેશ ૫૬ ન્યાયવિનિશ્ચય ૫૪ ન્યાયવિશારદ ૬૨ ન્યાયવૈશેષિક ૮૭, ૧૦૭ ન્યાયાલોક ૬૨ ન્યાયાવતાર ૪૯, ૫૧ ન્યાસ ૨૫૭ પંકપ્રભા ૧૫૧ પંચકલ્પ ૩૧, ૩૬ પંચકલ્પમહાભાષ્ય ૩૬, ૩૮ પંચભૂતવાદ ૨૮૪ પંચયામ પ પંચવ્રત ૫ પંચસંગ્રહ ૪૫ પંચાસ્તિકાય ૩૪ પંચાસ્તિકાયસા૨ ૪૫ પંડિતમરણ ૩૫૪, ૩૭૧ પક્ષ ૨૨૧, ૩૫૫ પટના ૧૫ પણવણી ૨૮ પરણાવાગરણ ૧૬ પત્રપરીક્ષા ૫૭ પદાર્થ ૭૫ પદ્મનંદિ ૪૫ પદ્મપ્રભુ ૧૫૮ પદ્માવતી ૧૫૮, ૧૫૯ પન્નગા ૧૫૮ પરંપરાગમ ૨૦૫, ૨૦૬ પરક્રિયા ૧૯,૨૦ પરત:પ્રામાણ્યવાદ ૨૦૮-૨૧૦ પરમાગમ ૩૯ પરમાણુ ૧૨૪-૧૨૬ પરમાત્મપદ ૩૩૪ પરમાધાર્મિક ૧૫૫ પરમાવિધ ૧૮૭ પરલોકાશંસાપ્રયોગ ૩૭૨ પરિવવાહકરણ ૩૬૦, ૩૬૧ પરવ્યપદેશ ૩૭૦ ૩૯૫ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પરસામાન્ય ૯૦ પરાઘાત ૩૧૪ પરાર્થાનુમાન ૨૧૮, ૨૨૦-૨૨૨ પરિગ્રહ ૭૨ પરિગ્રહત્યાગપ્રતિમા ૩૭૩ પરિણામ ૮૨, ૧૪૪ પરિવર્તન ૧૪૪ પરિવર્તના ૩૫૧ પરિગ્નવ ૨૯૨ પરીક્ષા ૧૭૪ પરીક્ષામુખ ૫૭,૫૮ પરીષહજય ૩૩૬ પરોક્ષ ૫૫, ૨૧૪ પર્યાપ્ત ૫૦, ૩૧૪ પર્યાય ૭૭, ૮૦, ૮૧-૮૩ પર્યાયાર્થિક ૨૬૭ પર્યુષણા ૩૫૩ પર્યુષણાકલ્પ ૩૨, ૩૫૦ પાટલિપુત્ર ૧૫ પાડો ૧૫૮ પાણિપાત્ર ૩૪૯, ૩૫૩ પાતાલ ૧૫૮ પાત્રકેશરી ૫૪ પાત્રધારી ૩૫૩ પાત્રૈષણા ૧૯, ૨૦ પાદપોપગમનમરણ ૧૯ પા૫ ૨૯૪, ૩૨૧-૩૨૫ પાપકર્મોપદેશ ૩૬૬ પારિષઘ ૧૫૭ પાર્મેનિડીસ ૮૭ પાર્શ્વ ૫, ૬, ૭, ૩૨ પાર્શ્વચન્દ્રગણિ ૩૯ પાર્શ્વનાથ ૧૫૯ પાવા ૭ પાવાપુરી ૧૦ પિણ્ડનિર્યુક્તિ ૨૯, ૩૧ પિણ્ડપ્રકૃતિ ૩૧૩ પિણૈષણા ૧૯ પિશાચ ૧૫૬ પુણ્ય ૨૯૪, ૩૦૬, ૩૨૧-૩૨૫ પુણ્ય-પા૫ ૨૯૮, ૩૨૧-૩૨૫ પુદ્ગલ ૯૧, ૯૩, ૯૪, ૯૫, ૧૧૬ ૧૩૫ પુદ્ગલપ્રક્ષેપ ૩૬૮, ૩૬૯ પુનરાવર્તન ૩૫૧ પુનર્જન્મ ૩૨૮, ૩૨૯ પુચૂલિયા ૨૮ પુલ્ફિયા ૨૮ પુરુષવાદ ૨૮૫ પુષ્પચૂલિકા ૨૮, ૨૯ પુષ્પદંત ૪૦, ૪૧ પુષ્પિકા ૨૯ જૈન ધર્મ-દર્શન પૂજ્યપાદ ૪૭, ૫૪ પૂર્વ ૧૬ પૂર્વમીમાંસા ૬૩ પૂર્વવત્ ૨૦૧, ૨૦૨ પેજ્જદોસપાહુડ ૪૨ પૌષધપ્રતિમા ૩૭૩ પૌષધોપવાસ ૩૬૯ પૌષધોપવાસસમ્યગનનુપાલનતા ૩૬૯ પ્રકીર્ણક ૩૬-૩૭ પ્રકૃતિ ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૨૯૮, ૩૦૮ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ વિશિષ્ટશબ્દસૂચી પ્રકૃતિબંધ ૨૯૪, ૩૦૯, ૩૩૫ પ્રચલા ૩૧૦, ૩૧૧ પ્રચલાપ્રચલા ૩૧૦, ૩૧૧ પ્રજાપતિ ૨૯૦, ૨૯૧ પ્રજ્ઞા ૧૬૧ પ્રજ્ઞાકર ૫૪ પ્રજ્ઞાપના ૨૮, ૨૯, ૨૯૨, ૨૯૬ પ્રતર ૧૩૨ પ્રતિક્રમણ ૩૪૪, ૩૪૫, ૩૪૭ પ્રતિજ્ઞા ૨૦૪, ૨૨૧ પ્રતિપત્તિ ૧૭૬ પ્રતિપૃચ્છના ૩૫૦ પ્રતિમા ૧૯, ૩૭૨-૩૭૫ પ્રતિભાવાદ ૪ પ્રતિષ્ઠા ૧૭૬ પ્રત્યક્ષ પ૫, ૨૦૦, ૨૦૧, ૨૧૨, ૨૧૩-૧૪ પ્રત્યભિજ્ઞાન ૨૧૬ પ્રત્યાખ્યાન ૩૪૪, ૩૪૬, ૩૪૭ પ્રત્યાખ્યાનાવરણ ૩૧૨ પ્રત્યાવર્તનતા ૧૭૫ પ્રત્યેકપ્રકૃતિ ૩૧૩, ૩૧૪ પ્રત્યેકવનસ્પતિકાય ૧૬૧ પ્રદેશ ૯૨, ૯૩ પ્રદેશકર્મ ૨૯૫ પ્રદેશબંધ ર૯૪, ૩૦૯, ૩૩૫ પ્રદેશાર્થિક ૨૬૮, ૨૬૯ પ્રદ્યોત ૧૦ પ્રભાચંદ્ર ૫૮ પ્રમત્તસંયત ૩૩૨ પ્રમાણ ૨૦૦, ૨૦૧, ૨૦૬-૨૧૩, ૨૬૬ પ્રમાણચર્ચા ૨૦૦ પ્રમાણનયતત્ત્વાલોક પ૯ પ્રમાણપરીક્ષા પ૭ પ્રમાણમીમાંસા ૬૦ પ્રમાણરહસ્ય ૬૨ પ્રમાણવાદાર્થ ૬૨ પ્રમાણવ્યવસ્થા પપ પ્રમાણસંગ્રહ ૫૪ પ્રમાણસપ્તભંગી રપપ પ્રમાદાચરણ ૩૬૬ પ્રમાલક્ષ્મ ૫૮ પ્રમેયકમલમાર્તડ ૫૮ પ્રમેયરત્નમાલા ૫૮ પ્રયોગ ૨૯૬ પ્રવચનસાર ૪૫ પ્રવરા ૧૫૮ પ્રશસ્તપાદ ૫૪ પ્રશ્નવ્યાકરણ ૧૬, ૨૮ પ્રાણત ૧૫૪ પ્રાણાતિપાત વિરમણ ૩૩૯, ૩૪૦, ૩પ૬ પ્રાભાકર ર૧૨ પ્રામાણ્ય ૨૦૮-૨૧૦ પ્રાયોગિક (બન્ધ) ૧૩૧ પ્રારબ્ધ ૩૨૮ પ્રયોષપ્રાભૃત ૪૨ પ્રેષણપ્રયોગ ૩૬૮ પ્રખ્યપરિત્યાગપ્રતિમા ૩૭૩, ૩૭૪ બંધ ૧૨૬, ૧૩૧, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૩૪-૩૩૬,૩૫૬ બંધન ૩૧૩, ૩૨૫, ૩૨૬ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જૈન ધર્મ-દર્શન બકરો ૧૫૮ બત્રીસી ૫૧ બપ્પદેવ ૪૪ બર્ગસો ૮૬ બાજ ૧૫૮ બાદર ૩૧૪ બાદરભંપરાય ૩૩૩ બાલમરણ ૩પ૪ બિંબિસાર ૩૭૨ બુદ્ધ ૫, ૬, પર, ૨૨૭, ૨૨૮, - ૨૩૦, ૨૩૨, ૨૩૩, ૨૩૮, ૨૩૯, ૨૪૪ . બુદ્ધિ ૪૮, ૧૭૫ બૃહત્કલ્પ ૩૧, ૩૨-૩૩, ૩૭ બૃહત્કલ્પબૃહભાષ્ય ૩૮ બૃહત્કલ્પલઘુભાષ્ય ૩૮ બૃહëત્રસમાસ પ્રકરણ ૪૫ બૃહત્સર્વજ્ઞસિદ્ધિ પ૭ બૃહદાતુરપ્રત્યાખ્યાન ૩૭ બૌદ્ધ ૬૯, ૨૧૧, ૩૦૮ બૌદ્ધધર્મ પ બૌદ્ધદર્શન ૪૮ બ્રહ્મ ૧૫૮ બ્રહ્મચર્ય ૬, ૧૭, ૩૩૮, ૩૪૨ બ્રહ્મચર્યપ્રતિમા ૩૭૩, ૩૭૪, ૩૭૫ બ્રહ્મચર્યવ્રત ૩૪૨ બ્રહ્મનું ૬૭ બ્રહ્મલોક ૧૫૪ બ્રહ્મવાદ ૨૮૫ બ્રાહ્મણ ૩, ૬૭ બ્રાહ્મણ પરંપરા ૬૫, ૬૬-૬૭ બ્રાહ્મણ-શ્રમણ ૬૬ બ્રાહ્મણ-સંસ્કૃતિ ૬૬ બેડલે પ૩, ૭૬ ભક્તપરિજ્ઞા ૧૯, ૩૬, ૩૭ ભગવતી ૧૬, ૨૧ ભગવતીસૂત્ર ૨૪૭, ૨૯૨, ૨૯૫ ભત્તપરિષ્ણા ૩૭ ભદ્રબાહુ ૧૦, ૧૧,૧૫, ૩૧, ૩૭ ભય ૩૧૨ ભરત ઉપર ભર્તુહરિ ૫૪ ભવનપતિ ૧૫૬ ભવનવાસી ૧૫૫, ૧પ૬ ભવપ્રત્યય ૧૮૫ ભવભાવના ૪૫ ભાગ્ય ૨૯૮ ભાગ્યવાદ ૨૮૫ - ભટ્ટ ૨૧૨ ભારતી ૧૫૮ ભારતીય સંસ્કૃતિ ૬૪ ભાવ ૨૫૭, ૨૫૮ ભાવકર્મ ૩૦૦-૩૦૧ ભાવના ૨૦ ભાવમન ૧૬૯ ભાવેન્દ્રિય ૧૬૯ ભાષાજાત ૧૯ ભાષાત્મક શબ્દ ૧૩૧ ભાષારહસ્ય ૬૨ ભાષાવર્ગણા ૧૩૩ ભાગ ૩૭, ૩૮ ભૂત ૧૫૬ ભૂતબલિ ૪૦, ૪૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ વિશિષ્ટશબ્દસૂચી ભૂતવાદ ૨૮૪-૨૮૫ ભૂતાદ્વૈતવાદ ૨૦ ભૂકુટી ૧૫૯ ભેદ ૮૪, ૮૬, ૮૭, ૮૮, ૮૯ ભેદાભેદવાદ ૮૪–૯૦ ભોસ્તૃત્વ ૩૦૨ ભોગભૂમિ ૧૫૯ ભોગાન્તરાય ૩૧૬, ૩૧૭, ૩૧૯ ભોગોપભોગપરિમાણ ૩૬૨, ૩૬૩ - ૩૬૪ ભોગોપભોગાતિરિક્ત ૩૬૭ ભૌતિકવાદ ૨૮૫ મંડન ૫૪ મંત્રભેદ ૩૫૮ મગર ૧૫૮ મજૂઝિમનિકાય ૨૨૭ મતિ ૫૫, ૧૬૭, ૧૮૩ મતિજ્ઞાન પ૫, ૧૬૭, ૧૭૬, ૧૭૭. ૧૭૮, ૧૮૩-૧૮૪ મતિજ્ઞાનાવરણીય ૩૧૦ મથુરા ૧૨, ૧૬ મધ્યલોક ૧૫૧ મન ૧૩૩, ૧૩૪, ૧૬૯ મન:પર્યાયજ્ઞાન ૧૮૮-૧૯૦, ૩૧૦ મન:પર્યાયજ્ઞાનાવરણીય ૩૧૦ મનુજ ૧૫૮ મનુષ્ય ૧૫૯ મનુષ્યક્ષેત્ર ૧૫૩ મનુષ્યલોક ૧૫૩ મનુષ્યાય ૩૧૩ મનોદુપ્પણિધાન ૩૬૮ મનોવર્ગણા ૧૩૩ મરણ ૧૩૩, ૩૫૪ મરણવિભક્તિ ૩૭ મરણવિભત્તિ ૩૭ મરણવિશોધિ ૩૭ મરણસમાધિ ૩૬, ૩૭ મરણસમાહિ ૩૭ મરણાશંસાપ્રયોગ ૩૭૨ મલધારી હેમચન્દ્ર ૩૯, ૪૫ મલયગિરિ ૩૯, ૪૭ મલ્લકી ૧૦ મલવાદી પર, પ૩, ૫૪ મલ્લિનાથ ૧પ૯ મલ્લિષેણ ૬૦ મહાક—પયડિપાહુડ ૪૦ મહાકર્મપ્રકૃતિપ્રાભૃત ૩૯, ૪૦ મહાકાલ ૧૫૫ મહાકાલી ૧૫૮ મહાઘોષ ૧૫૫ મહાતમ:પ્રભા ૧૫૧ મહાદેવી ૧૫૮ મહાધવલ ૪૨ મહાનિશીથ ૩૧, ૩૫, ૩૭ મહાપચ્ચક્ખાણ ૩૭ મહાપરિજ્ઞા ૧૭ મહાપ્રત્યાખ્યાન ૩૬, ૩૭ મહાબંધ ૪૨ મહાભારત ૨૮૧ મહાયક્ષ ૧૫૮ મહાયાન ૬૩ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ મહાવીર ૫, ૬-૧૦, ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૩૨, ૧૫૯, ૨૨૬, ૨૨૮, ૨૨૯,. ૨૩૦, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯ મહાવ્રત ૩૩૮,૩૩૯ મહાશુક્ર ૧૫૪ મહાસામાન્ય ૯૦ મહાહિમવાન્ ૧૫૨ મહિમાનગરી ૪૦ મહોરગ ૧૫૬ માણવક ૨૨૭ માણિક્યનંદી ૫૭ માતંગ ૧૫૮ માત્સર્ય ૩૭૦ માધ્યમિક ૬૩ માન ૩૧૨ માનુષોત્તર ૧૫૩ માયા ૨૯૮, ૩૧૨ માર્ગણતા ૧૭૪ માર્ગણા ૧૬૮ માહેન્દ્ર ૧૫૪ મિથ્યા ૧૮૨ મિથ્યાકા૨ ૩૫૦ મિથ્યાત્વમોહનીય ૩૧૨ મિથ્યાર્દષ્ટિ ૩૩૦ મિશ્રમોહનીય ૩૧૨ મીમાંસક ૪૮, ૧૧૦ મીમાંસા ૬૩ મીમાંસાસૂત્ર ૬૪ મુક્ત ૧૦૫, ૧૫૪ મુક્તિ ૧૫૯, ૩૩૪ મુનિચન્દ્ર ૪૫ મુનિસુવ્રત ૧૫૯ મૂર્તિપૂજક ૧૪ મૂર્તિવાદ ૪ મૂલકર્મ ૨૯૩ મૂલસૂત્ર ૨૮, ૨૯ મૂલાચાર ૪૫ મૂલારાધના ૪૫ મૃષાઉપદેશ ૩૫૮, ૩૫૯ મેઢિકગ્રામ ૨૬ મેધા ૧૭૧ મેરુ ૧૫૨, ૧૫૩ મેરુતુંગ ૬૧ મૈસૂર ૧૧ મોક્ષ ૩૩૪, ૩૩૫, ૩૩૬ મોહેનજોદડો ૩, ૪, ૫ મોહનીય ૩૧૦, ૩૧૧ મૌખર્ય ૩૬૭ મ્લેચ્છ ૧૫૯ યક્ષ ૧૫૬ યક્ષસેન ૩૫ યક્ષેન્દ્ર ૧૫૯ યજ્ઞ ૨૯૦ યશવાદ ૨૯૧ યતિ ૪ યતિવૃષભ ૪૪, ૪૫ યદાવાદ ૨૮૩ યશઃકીર્તિ ૩૧૪ જૈન ધર્મ-દર્શન યશસ્વત્સાગર ૬૨ યશોવર્ધન ૩૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી યશોવિજય ૬૧-૬૨ યાકોબી ૭૧ યુકત્યનુશાસન ૫૧ યોગ ૬૪, ૩૦૭, ૩૩૪, ૩૩૫ યોગદૃષ્ટિસમુચ્ચય ૫૬ યોગદેવ ૪૭ યોગબિન્દુ ૫૬ યોગવિંશિકા પદ યોગશતક પદ યોગાચાર ૬૩ યોગીન્દ્ર ૪૭ રક્તા ૧૫૩ રક્તોદા ૧૫૩ રજ્જુ ૧૪૯ રતિ ૩૧૨ રત્નપ્રભસૂરિ ૬૦ રત્નપ્રભા ૧૫૧ રત્નશેખર ૪૫ રત્નાકરાવતારિકા ૬૦ રત્નાકરાવતારિકાપંજિકા ૬૧ રત્નાકરાવતારિકાપંજિકાટિપ્પણ ૬૧ રમ્યક ૧૫૨ રવિગુપ્ત ૩૫ રસ ૧૧૭, ૩૧૩ રસવિકૃતિ ૩૫૨ રહસ્યઅભ્યાખ્યાન ૩૫૮, ૩૫૯ રાક્ષસ ૧૫૬ રાગ ૨૯૬ રાજગૃહ ૯ રાજપ્રશ્નીય ૨૮ રાજવાર્તિક ૪૭, ૫૫ રાજશેખર ૬૧ રાજીમતી ૬ રાજયાદિવિરુદ્ધકર્મ ૩૫૯, ૩૬૦ રાત્રિભુક્તિત્યાગ ૩૭૫ રાત્રિભોજનવિરમણવ્રત ૩૪૩ રામચન્દ્ર ૬૦ રામાનુજ ૮૮, ૧૧૨ રાયપસેણઇય ૨૮ રાષ્ટ્રકૂટ ૧૩ રુક્મી ૧૫૨ ૨૬ ૧૫૫ રૂપ ૧૯ રૂપાનુપાત ૩૬૮, ૩૬૯ રૂપી ૯૧, ૯૨, ૯૩ રૂપ્યકૂલા ૧૫૩ રેવતી ૨૬ રૈવત ૬ રોગ ૧૯ રોહિત ૧૫૩ ૪૦૧ રોહિતાસ્યા ૧૫૩ લક્ષ્મીદેવ ૪૭ લઘીયસ્ત્રયી ૫૪ લઘુસર્વજ્ઞસિદ્ધિ ૫૭ લન્ધ્યક્ષર ૧૮૨ લવણસમુદ્ર ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૭ લાંતવ ૧૫૪ લાઢ ૯ લાભાન્તરાય ૩૧૬, ૩૧૭, ૩૧૮ લાસેન ૭૦ લેચ્છુકી ૧૦ લોંચ ૩૫૩ લોક ૭૪, ૧૪૯ લોકતત્ત્વનિર્ણય ૫૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ . લોકપાલ ૧૫૭ લોકવિજય ૧૭ લોકસાર ૧૭ લોકાંતિક ૧૫૭ લોકાકાશ ૧૪૦, ૧૪૧ લોભ ૩૧૨ વંદના ૩૪૪, ૩૪૫ ૧૪ ૧૫૮ વજ્રભૂમિ ૯ વટ્ટકેરાચાર્ય ૪૫ હિંદસા ૨૮ વધુ ૩૫૬, ૩૫૭ વનસ્પતિસપ્તતિ ૪૫ વરુણ ૧૫૯ વર્ણ ૧૧૭, ૧૧૮, ૩૧૩ વર્તના ૧૪૪, ૧૪૭ વર્ધમાન ૭, ૯, ૧૫૯, ૧૮૬ વર્ધમાનસૂરિ ૪૫ વર્ષાવાસ ૩૫૦, ૩૫૨, ૩૫૩ વલભી ૧૬ વસમર્યાદા ૩૪૯, ૩૫૦ વાદુપ્રણિધાન ૩૬૮ વાચના ૧૫,૧૬,૩૫૧ વાણી ૧૩૩ વાતકુમાર ૧૫૬ વાદચક્ર ૫૩ વાદમહાર્ણવ ૫૭ વાદવિજય ૬૧ વાદાર્થનિરૂપણ ૬૨ વાદિદેવસૂરિ ૫૯ વાદિરાજ ૫૮ વાનર ૧૫૮ વામન ૧૫૯ વામા ૬ વારાણસી ૫ વાલુક ૧૫૫ વાલુકાપ્રભા ૧૫૧ વાસના ૧૭૬, ૨૯૮ વાસુપૂજ્ય ૧૫૮ વિકલાદેશ ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૬૬ વિકાસવાદ ૨૮૫ વિક્રમાદિત્ય ૧૨ વિચાર ૩૩૭ વિચારણા ૧૭૪ વિજય ૧૫૪, ૧૫૮ વિજયા ૧૫૮ વિજ્ઞપ્તિમાત્રતા ૪૮ વિજ્ઞાન ૪૮, ૧૭૫ વિજ્ઞાનવાદ (વિજ્ઞાનાદ્વૈતવાદ) ૪૮, ૬૩, ૮૭ વિતત ૧૩૧ વિદેશ ૧૫૨ વિદેહ મુક્તિ ૩૩૪ જૈન ધર્મ-દર્શન વિદ્યાનન્દ ૪૭, ૫૬-૫૭ વિદ્યુકુમાર ૧૫૬ વિનયવાદ ૨૦ વિપાકશ્રુત ૧૬, ૨૮ વિપુલમતિ ૧૮૮ વિબુધસેન ૪૭ વિભજ્યવાદ ૨૨૭, ૨૨૮, ૨૩૨ વિમર્શ ૧૬૮ વિમર્ષ ૧૭૪ Page #427 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી વિમલદાસ ૬૨ વિમલનાથ ૧૫૮ વિમુક્તિ ૧૯ વિમોક્ષ ૧૭ વિયાહપણત્તિ ૧૬ વિવાગસુય ૧૬ વિશિષ્ટાદ્વૈત ૮૮ વિશેષ ૮૧ વિશેષણવતી ૪૫ વિશેષાવશ્યકભાષ્ય ૩૮ વિશ્વ ૭૪, ૧૪૯ વીરસેન ૪૪ વીરસેનાચાર્ય ૪૪ વીર્યાન્તરાય ૩૧૬, ૩૧૭ વીસપંથી ૧૪ વૃદ્ધવાદી ૩૫ વૃષભ ૧૫૮ વૃષ્ણિદશા ૨૮, ૨૯ વેદ ૬૫, ૬૭, ૨૮૯, ૨૯૦, ૨૯૧ વેદનીય ૨૯૪, ૩૧૦,૩૧૧, ૩૨૦ વેદાન્ત ૬૩, ૨૯૮, ૩૦૮ વેન્નાતટ ૪૦ વેબર ૭૧ વૈક્રિય ૧૩૩, વૈખાનસ ૧૯ ૧૩૪ વૈજયંત ૧૫૪ વૈતરણી ૧૫૫ વૈદિક સંસ્કૃતિ ૬૫ વૈધોપનીત ૨૦૪, ૨૦૫ વૈભાષિક ૮૪ વૈમાનિક ૧૫૫, ૧૫૭ વૈરોટ્યા ૧૫૯ વૈશાલી ૮ વૈશેષિક ૪૮, ૧૦૫, ૧૦૭, ૧૧૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૨૧૨, ૨૯૮, ૨૯૯, ૩૦૮ વૈજ્ઞાસિક ૧૩૧ વ્યંજનાક્ષર ૧૮૨ વ્યંજનાવગ્રહ ૧૭૧, ૧૭૨, ૧૭૩. વ્યંતર ૧૫૫, ૧૫૬ વ્યય ૭૭, ૭૮ વ્યવસાય ૨૦૧ વ્યવહાર ૩૧, ૩૩-૩૪, ૩૭ વ્યવહારનય ૨૭૩, ૩૦૧ વ્યવહારભાષ્ય ૩૮ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧૬, ૨૧, ૨૮૩, ૨૯૨, ૨૯૫ ૪૦૩ વ્યાવહારિક ૨૬૯ બુચ્છિત્તિનય ૨૬૭ વ્યોમશિવ ૫૪ વ્રતપ્રતિમા ૩૭૩, ૩૭૪, ૨૭૫ શબ્દનય ૨૭૦ શબ્દાનુપાત ૩૬૮ પ્રાત્ય ૪ શંકરાચાર્ય ૨૫૯ શંખ ૧૦, ૧૫૯ શક ૧૨ શમ ૭૦ શમન ૭૦ શબલ ૧૫૫ શબ્દ ૧૯, ૧૩૦, ૧૩૧, ૨૫૫, ૩૭૫ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જૈન ધર્મ-દર્શન શધ્યમ્ભવ ૩૦ શઐષણા ૧૯ શરીર ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૨૮૯, ૩૧૩ શર્કરા પ્રભા ૧૫૧ શર્મનું ૬૭. શસ્ત્રપરિજ્ઞા ૧૭ શાંતરક્ષિત ૫૪, ૨૫૯ શાંતા ૧૫૮ શાંતિનાથ ૧૫૮ શાંતિસૂરિ ૪૫ શાંત્યાચાર્ય ૩૯, ૬૦ શાકટાયન ૫૭ શાલવૃક્ષ ૧૦ શાશ્વતતા ૨૩૪ શાસ્ત્ર ૨૨૩, ૩૨૪, ૨૨૫ શાસ્ત્રવાર્તાસમુચ્ચય પ૬, ૬૨, ૨૮૧ શિક્ષાવ્રત ૩૬૭ શિખરી ઉપર શિવશર્મ ૪૫ શિવાર્ય ૪૫ શીતલનાથ ૧૫૮ શીતોષ્ણીય ૧૭ શીલાંકસૂરિ ૩૯ શુભ ૩૧૪ શુભ્રભૂમિ ૯ શૂન્યવાદ ૪૮, ૬૩, ૮૭ શેષવતુ ૨૦૨ શોક ૩૧૨ શ્યામ ૧૫૫ શ્યામાંક ૧૦ શ્રમ ૬૯, ૭૦ શ્રમણ ૧, ૮, ૯, ૬૯ શ્રમણ પરંપરા ૬૫, ૬૬ શ્રમણભૂતપ્રતિમા ૩૭૪, ૩૭૫ શ્રમણ સંસ્કૃતિ ૬પ,૬૬ શ્રમણાચાર ૩૨, ૩૩૮ શ્રમણોપાસક ૩૫૪ શ્રવણતા ૧૭૧ શ્રવણબેલગોલા ૧૧ શ્રાદ્ધ ૩૫૪ શ્રાદ્ધવિધિપ્રકરણ ૪૫ શ્રાવક ૩૫૪ શ્રાવકધર્મ ૩૫૫ શ્રાવકાચાર ૩૨, ૩૫૪ શ્રાવસ્તી ૭, ૨૨ શ્રીચન્દ્ર ૪૫ શ્રીવત્સ ૧૫૮ શ્રીવત્સા ૧૫૮ શ્રત ૧૮૩-૧૮૫ શ્રુતજ્ઞાન ૧૮૧-૧૮૩ શ્રુતજ્ઞાનાવરણીય ૩૧૦ કૃતનિશ્રિત ૫૫ શ્રતસાગર ૪૭ શ્રુતાવતાર ૪૪ શ્રેણિક ૧૦ શ્રેયાંસનાથ ૧૫૮ શ્લોકવાર્તિક ૪૭, ૫૭ શ્વાસોચ્છવાસ ૧૩૩ શ્વેતામ્બર ૧૩ પખંડસિદ્ધાન્ત ૩૯, ૪૦ પખંડાગમ ૩૯, ૪૦ પડાવશ્યક ૩૪૩ પદર્શનસમુચ્ચય ૫૬, ૬૦, ૬૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટશબ્દસૂચી અમુખ ૧૫૮ ષોડશક ૫૬ સંક્રમણ ૩૨૭ સંગ્રહ ૨૭૨, ૨૭૩, ૨૭૭ સંગ્રહણીપ્રકરણ ૪૫ સંઘ ૧૦, ૧૬૦ સંઘદાસગણિ ૩૮ સંઘાત ૧૨૬ સંઘાતન ૩૧૩ સંઘાતવાદ ૮૫ સંચિત ૩૨૮ સંજયબેલિટ્ટપુત્ત ૨૪૪, ૨૪૫ સંજ્ઞા ૧૬૭, ૧૬૮ સંજ્ઞાક્ષર ૧૮૨ સંશી ૧૮૨ સંજ્વલન ૩૧૨ સંતસંસ્કૃતિ ૬૬ સંથારગ ૩૭ સંથારો ૩૫૪, ૩૭૧ સંપ્રતિ ૧૧ સંબંધ ૨૫૪ સંભવનાથ ૧૫૮ સંમૂચ્છિમ ૧૬૨ સંયુક્તાધિકરણ ૩૬૭ સંલેખના ૩૭૧ સંલેખનાશ્રુત ૩૭ સંવર ૨૯૫, ૩૩૬ સંશય ૧૭૪ સંસક્તનિયુક્તિ ૩૮ સંસર્ગ ૨૫૫ સંસાર ૧૪૯ સંસારી ૧૦૫ સંસારી આત્મા ૧૦૫ સંસ્કાર ૧૭૬, ૨૯૨, ૨૯૮, ૨૯૯ સંસ્તારક ૩૬, ૩૭, ૩૫૪, ૩૭૧ સંસ્થાન ૧૩૨, ૩૧૩ સંહનન ૩૧૩ સકલાદેશ ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૬૬ સકષાયમરણ ૩૭૨ સચિત્તત્યાગપ્રતિમા ૩૭૩, ૩૭૪, ૩૭૫ સચિત્તનિક્ષેપ ૩૭૦ સચિત્તપિધાન ૩૭૦ સચિત્તપ્રતિબદ્ધાહાર ૩૬૪ સચિત્તાહાર ૩૬૪ સચેલક ૮, ૧૩ સત્ ૭૫, ૭૬, ૭૭, ૭૯, સત્કાર્યવાદ ૪૮, ૨૩૧ સત્તા ૭૯, ૩૨૫, ૩૨૬ સત્તાસામાન્ય ૯૦ ૪૦૫ ८० સત્યવ્રત ૩૪૧ સત્યશાસનપરીક્ષા ૫૭ સન્મતિટીકા ૫૭ સન્મતિતર્ક ૪૯ સપર્યવસિત ૧૮૨ સપ્તપદાર્થી ૬૨ સપ્તભંગી ૫૨, ૨૪૩, ૨૫૩, ૨૫૫, ૨૬૪ સપ્તભંગીતરંગિણી ૬૨ સમંતભદ્ર ૫૧, ૫૪, ૨૮૬ સમ ૭૦ સમણ ૬૯ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમન ૬૯ સમભિરૂઢ ૨૭૬, ૨૭૮ સમયસાર ૪૫ સમવાય ૧૬ સમવાયાંગ ૨૧, ૨૯૪ સમાચારી ૩૫૦ સમાધિમરણ ૩૫૪, સમિતિ ૩૩૬ સમુદ્ર ૧૫૧ સમુદ્રવિજય ૬ સમ્મેતશિખર ૬ ૩૭૨ સમ્યક્ ૧૮૧ સમ્યક્ત્વ ૧૭ સમ્યક્ત્વમોહનીય ૩૧૨ સમ્યકૃમિથ્યાત્વમોહનીય ૩૧૨ સમ્યમિથ્યાર્દષ્ટિ ૩૩૧ સયોગિકેવલી ૩૩૪ સરસ્વતી ૧૫૮ સર્પ ૧૫૯ સર્વઅદત્તાદાનવિરમણ ૩૩૯ સર્વજ્ઞ ૫૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૫ સર્વજ્ઞતા ૫૦, ૧૯૨ સર્વપરિગ્રહવિરમણ ૩૩૯ સર્વપ્રાણાતિપાતવિરમણ ૩૩૯ સર્વમૃષાવાદવિરમણ ૩૩૯ સર્વમૈથુનવિરમણ ૩૩૯ સર્વાર્થસિદ્ધ ૧૫૪ સર્વાર્થસિદ્ધિ ૪૭ સર્વવિધ ૧૮૭ સહસાઅભ્યાખ્યાને ૩૫૮ સહસ્રાર ૧૫૪ જૈન ધર્મ-દર્શન સાંખ્ય ૪૮, ૬૪,૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૪, ૨૧૨, ૨૯૮, ૨૯૯, ૩૦૮ સાંતતા ૨૩૨ સાંપરાયિક ૨૯૩,૩૦૯ સાંપ્રત ૨૭૧ સાગાર ૩૫૪ સાતાવેદનીય ૩૧૧, સાદિક ૧૮૨ સાધન ૨૧૯, ૩૫૫ સાધર્મોપનીત ૨૦૪ સાધારણ ૩૧૪ સાધારણવનસ્પતિકાય ૧૬૧ સાધુવિજય ૬૧ સાનકુમાર ૧૫૪ સાપેક્ષવાદ ૨૨૬ સામગ્ગફલસુત્ત ૫, ૨૮૩ સામાચારી ૩૨, ૩૫૦ સામાનિક ૧૫૭ સામાન્ય ૮૦ સામાયિક ૩૪૪, ૩૬૭, ૩૬૮ સામાયિકપ્રતિમા ૩૭૩, ૩૭૪, ૩૭૫ સામાયિકસંયત ૩૪૮ સામ્ય ૬૮ સાસાદનસમ્યગ્દષ્ટિ ૩૩૧ સાસ્વાદનસમ્યગ્દષ્ટિ ૩૩૧ સિંધુ ૧૨, ૧૫૩ સિંહ ૨૬, ૧૫૯ સિંહગણિ ૫૩, ૫૪ સિદ્ધ ૧૫૪ સિદ્ધરાજ ૧૩ સિદ્ધર્ષિ ૫૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ વિશિષ્ટશબ્દસૂચી સિદ્ધશિલા ૧૫૪ સિદ્ધસેન ૩૫, ૪૫, ૪૭, ૪૮-પ૧, ૨૬૭, ૨૭૦ સિદ્ધસેન દિવાકર ૧૯૮, ૨૮૬ સિદ્ધાંતસારોદ્ધાર ૪૫ સિદ્ધાયિકા ૧પ૯ સિદ્ધાર્થ ૮ સિદ્ધાર્થપુર ૯ સિદ્ધિવિનિશ્ચય ૫૫ સિદ્ધિવિનિશ્ચયવિવરણ પ૭ સીતા ૧૫૩ સીતોદા ૧પ૩ સુખ ૧૩૩ સુખલાલજી સંઘવી ૪૮ સુતારા ૧૫૮ સુધર્મા ૧૦ સુપર્ણકુમાર ૧પ૬ સુપાર્શ્વનાથ ૧૫૮ સુભગ ૩૧૪ સુમતિ ૫૪ સુમતિનાથ ૧૫૮ સુરકુમાર ૧૫૮ સુલસા ૧૦ સુવર્ણકૂલા ૧૫૩ સુવિધિનાથ ૧૫૮ સુસ્વર ૩૧૪ સુહસ્તી ૧૧ સૂક્ષ્મ ૧૨૯ સૂક્ષ્મસૂક્ષ્મ ૧૩૦ સૂક્ષ્મણૂલ ૧૨૯ સૂત્રકૃત ૧૬ સૂત્રકૃતાંગ ૨૦, ૨૨૭, ૨૮૩ સૂયગડ ૧૬ સૂરપણત્તિ ૨૮ સૂર્યપ્રજ્ઞપ્તિ ૨૮, ૨૯ સૂવર ૧૫૮ સોમચંદ્ર પ૯ સોમતિલક ૪૫, ૬૧ સોમિલ ૨૩૮ સૌમ્ય ૧૩૧ સૌત્રાન્તિક ૮૪ સૌધર્મ ૧૫૩, ૧૫૪ સૌરાષ્ટ્ર ૪૦. સૌર્યપુર ૬ સૌષિર ૧૩૧ સ્કંદિલ ૧૬ સ્કંધ ૧૨૬ સ્વનિતકુમાર ૧પ૬ તેનાહત ૩પ૯ ત્યાદ્ધિ ૩૧૦, ૩૧૧ સ્ત્રીમુક્તિ પ૭, પ૯ સ્ત્રીમુક્તિખંડન ૧૮ સ્ત્રીવેદ ૩૧૨ સ્થલચર ૧૬૨ વિરકલ્પિક ૩૪૯ વિરાવલી ૩૨ સ્થાન ૧૬, ૧૯ સ્થાનકવાસી ૧૪ સ્થાનાંગ ૨૧, ૨૯૪ સ્થાપના ૧૭૬, ૨પ૭ સ્થાવર ૧૬૧, ૩૧૪ સ્થાવરદશક ૩૧૪ સ્થિતિ ૧૩૬, ૧૩૭ સ્થિતિબંધ ૨૯૪, ૩૦૯, ૩૩૫ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સ્થિર ૩૧૪ સ્થૂલ ૧૨૯ સ્થૂલઅદત્તાદાનવિરમણ ૩૫૯ સ્થૂલપરિગ્રહવિરમણ ૩૬૨ સ્થૂલપ્રાણાતિપાતવિરમણ ૩૫૬ સ્થૂલભદ્ર ૧૦ સ્થૂલમૃષાવાદવિરમણ ૩૫૭ સ્થૂલમૈથુનવિરમણ ૩૬૦ સ્થૂલસૂક્ષ્મ ૧૨૯ સ્થૂલસ્થૂલ ૧૨૯ સ્થૌલ્ય ૧૩૧ સ્પર્શ ૧૧૭, ૩૧૪ સ્મૃતિ ૧૬૭, ૧૬૮, ૧૭૬, ૨૧૪ ૨૧૬ મૃત્યકરણ ૩૬૮ મૃત્યન્તર્ધા ૩૬૩ સ્યાદ્વાદ ૫૧,૫૨, ૭૩, ૭૪, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૪૦-૨૪૭, ૨૫૯-૨૬૬ સ્યાદ્વાદકલિકા ૬૧ સ્યાદ્વાદકલ્પલતા ૬૨ સ્યાદ્વાદમંજરી ૬૦ સ્યાદ્વાદમુક્તાવલી ૬૨ સ્યાદ્વાદરત્નાકર ૫૯, ૬૦ સ્વતંત્રતાવાદ ૨૮૦, ૨૮૧ સ્વતઃપ્રામાણ્યવાદ ૨૦૯ સ્વદા૨સન્તોષ ૩૬૦ સ્વપતિસન્તોષ ૩૬૦ સ્વભાવવાદ ૨૮૨ સ્વયંભૂરમણદ્વીપ ૧૫૨ સ્વયંભૂરમણસમુદ્ર ૧૫૨ સ્વયંભૂસ્તોત્ર ૫૧ સ્વરૂપસિદ્ધિ ૩૩૪ સ્વસ્તિક ૧૫૮ સ્વાધ્યાય ૩૫૧ સ્વાર્થાનુમાન ૨૧૮ હડપ્પા ૪ હરણ ૧૫૮ હિર ૧૫૨ હરિકાંતા ૧૫૩ હિરત ૧૫૩ હિરભદ્ર ૩૮, ૪૫, ૪૭, ૨૪, ૫૬, ૨૮૬ હરિભદ્રસૂરિ ૩૫ હસ્તિમલ ૩૯ હાથી ૧૫૮ હાથીગુફા ૧૨ હાસ્ય ૩૧૨ હિંસાપ્રદાન ૩૬૬ હિમવાન્ ૧૫૨ હિરણ્યસુવર્ણપરિમાણઅતિક્રમણ ૩૬૨ હીનયાન ૬૩ હીયમાન ૧૮૬, ૧૮૭ હેગલ ૭૬ હેતુ ૨૦૦, ૨૨૧ હેતુખંડન ૬૧ હેતુવાદ ૫૦ હેતૂપદેશિકી ૧૮૨ હેમચન્દ્ર ૭, ૧૩, ૫૯ હેમચન્દ્રસૂરિ ૪૫ હેરાક્લિટસ ૮૫ જૈન ધર્મ-દર્શન હૈમવત ૧૫૨ હૈરણ્યવત ૧૫૨ હોય્સલ ૧૩ હ્યુમ ૮૬, ૨૪૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ (I) ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્કે વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પળ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ ક૨વામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્તમાત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ ૮ ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ ૫૨ બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદ૨ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિ નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. Page #434 -------------------------------------------------------------------------- ________________ (II) લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની સ્ફુરણા થાય છે સાકાર ૪૫૦ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪૦૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફૂર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય ૨ચના કરવી. એવી સરસ ગોઠવણી કરવી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ-બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્ર વિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ (III) વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર - શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોદ્યાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વા૨ની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બા૨ દ૨વાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેક સ્તંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકસ્તંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ ' Page #436 -------------------------------------------------------------------------- ________________ (IV) ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જયાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજયવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ર૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીકતો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિકતાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્પની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચારે દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાહણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્યામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લોક સુંદર નકશીકામનાં દ્વારોથી શણગાર્યા છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચારસાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Page #437 -------------------------------------------------------------------------- ________________ (V) પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટ્, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચક્કેસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થંકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી – અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઇનો ખ્યાલ શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ચારે મુખ્ય દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દૃશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્ર ને ઇન્દ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને કૃષ્ણ મહારાજા ; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દૃશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧૫ ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત Page #438 -------------------------------------------------------------------------- ________________ (VI) ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોનનં.૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કીકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૦૨. શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬. (૬) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧ (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૯. Page #439 -------------------------------------------------------------------------- ________________ (VII) (૯) શ્રી મુકેશભાઈ જમનાદાસ શાહ - ૩૬, સંપતરાવ સોસાયટી, અલકાપુરી, વડોદરા. (૧૦) શ્રી રમેશભાઈ ગાઠાણી ૨, સ્વીનગર બંગલોજ, સેટેલાઈટ રોડ, સોમેશ્વર જૈન મંદિર સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ (૧૧) શ્રી કિરીટભાઈ ચુનીલાલ શાહ સી-૨૭, વસુંધરા એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, કૃષ્ણનગર, ભાવનગર. * * * * * નીચેના પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પ્રાપ્ત થશે. (૧) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ (૨) પાર્શ્વ પ્રકાશન ઝવેરીવાડ નાકા, રીલીફ રોડ, અમદાવાદ-૧ (૩) નવભારત સાહિત્યમંદિર શ્રી મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ નવભારત સાહિત્યમંદિર ૧૩૪, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ (૫) સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, પહેલે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨ Page #440 -------------------------------------------------------------------------- ________________ (VIII) ઋણ સ્વીકાર અમો આભારી છીએ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભંગવતોના. જૈન ધર્મ-દર્શન ગ્રંથના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જૈન શ્વે. મૂ. પૂ. ધાર્મિક ટ્રસ્ટ, બોરીજ, ગાંધીનગરના. આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના. જાણીતા જૈન વિદ્વાન્ ડૉ. મોહન લાલ મેહતાનો, ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે. ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડૉ. રમણીકભાઈ શાહના. ઉત્તમ છાપકામ માટે લેસર ઈમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈના વડોદરિયાના. લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. Page #441 -------------------------------------------------------------------------- ________________ सुरि ता नर वर्षाका निषेवि सेवाक बदनामी सुनको घटाकर दिनीनगर कमाकमा निकलना मिथिखास्वायादितिसमाव किनकी नानामिवाधकालिमानामिव निर्वा विलासिन्यामा मा नारा ज्यागामी नकारा चाकणला मिनोतर मयानियाज्ञानख तुम वजन दिना बै संकल्पियामा या वापसनीयश्रम लाय वाशिम ॥ किमिद पलायिनादाय प्रासादमाथिमाई नामयानान्सिय किमनिलालयित श्रयानिधिमाथिको नीजनकानिनिमायाति भिषाणि वचनावका किम वाजवावा सुखनासिकाया फल वाद्यमानखमा नाही सम्मान जतानका दव सवादुवा जोसेम विविमनामा नमामिका पतिनिक ऋष्वाचनमा दिन यकस्यामिडियान मिकलय ममैवायमहियाति नामासावरी गनाक दादी नाराल मात्र अम४युद्धमवन मानव चिरमावा मामीमधिगतय मापद पिमासानामात कापापिदि सूर्यमालावाद्या कविला गाविसमदड लालविरु कुणानामनजायमानरामय सं लिपिसमि मापिनान्यविनिता माम मानवाकाराना ज्ञान माझा गमान ४विद्यायाम नाशिकजवनाधि शिया लोक בחילה Page #442 -------------------------------------------------------------------------- ________________ घदकिणकाजयर KAISinuगया-नालयासमाविमासजसाकणयामागका सुवमायुवाहनाचवम्माकाद्यावारिधिारमामालिनालालमण ZUDUSERESI SHREEllentetna DeltaJLESENSEE फलज्ववायूमानवमानाडालायचाकालागनानटनटनटीवावर केपमम्माननाऊतानकादचनामवमानशामकारयामासाना सुकाणायमवाट्यानीमनुमसुद्यावनिमयीशक्तिमातिनाशक नविदनारविममनासयाकमाचारमननाथलागौवक स्वाथायिनिसनाव स्निमा नाकानिमानामिव मायगेदनानारून नस्लमानकनाजोबितिकडनमामाझिसम्माक्षिणामियापन कचावनमामिसाराधिनसनमासमायमशालिनीताल वसुमिवषादविनाछिपवासाननिलदादयुवाजसमयमा न्यकद्यागामिडियायननममामाघनावसमायाजाजयुमाझ मिममेडलाचुडायर्यायशिस्वास्वमरवारवापनाकिकसद BENEntage Eesented मायाजवनकाल राकारजानाधानःकमीनानागार मावयवाटल्मक्षियानिजल्यानुययाकरनिापजनालारामा हसाउंमासादाजपतरोनगमाकरीलाजावादायसिस्वामडयालय दोवानाचूटोनागानलछात्रियतापानमवस्तावावायाखामा निमछयाविनमानारनश्यकश्चिमायाजमायजिंघानिसमाथि FEELelEhpula HEAUTIRANI PAGiramseNREL अयादवनापश्यदणामवनासिकाशाकान्यनिषसादापयर्भिः शरवसुंधण्यविरमाचीवाविवमानाचानममाधिनासमाधिकार मामधामधिगनवमी।विकासमनाबाधिनीतिशाखामापता पिसाबाविनामालमानखवायडशाबासाहवकजनाजायपुर दायकानखानसकायाविविकाकानाच्छानिछानछापिकायचा मामपिघालामनकि FREEventees Paritalelwelersall HURREDEEleilpa इर्यमालाकणालयादेवचमीवमपिपंचवविलानियत साबर्मावलावालयनवालाबालानीयवासबावादअनमा सुगनाघवदहमदजालयानलिवासानाठानमनपान सालायचकितावपासामिविककुमाधवनारमा दिवसायकमिवयीन लधयानास्दा Beplaelelalte यातसमपामाध्यम ऊगायनाचननायनाधिरावसयमानविषयावटियणमाकसवारीयाँ लारवधानन्यटीपाडायामिवादमावअनिधिवनारलियन्य मापिानामगन्यायलिनिनावामधानानानयजमारधाचम्यान मानवाकागनाकानक्षमावाणाधिजावदिनानगलप्रयास वडामानश्चयाविषययामजासापडीशागवडरगयनानिवद्यासुन Nountalingasmel हावाकसिनिमा amनाशिकमन्नाजिमानानानारावादमा पाom महायागमाचानवानमानेपनिनीनामापमिासनाला Page #443 -------------------------------------------------------------------------- ________________ पटाकर दिनाना का दि देवाक ना कार्ययामः कमा ०१ः॥निनः सिदि विमनविस्वासनाव किनकी नानामिवाश्रममालिनामा मिय मिस न विकसन्याश्रमामा नाि ज्यागाम निकाशा चाकणला मरा मिनोतर नयानिशया ज्ञानब कामे सामान मायुदला दिवा सेल्सिअसपाला नम वापस मायश्रम यारानासम दाशिवम लिखित किमिव पालि का सावनीनवादमाथि भा नानामयानामिति याठिका नीमकायानिनिम्माय गिनिजालय lain-hatcation Intinational For Privala मा फलवामान माना के सम्मान रेजिनानिकावन सवा विमा नमामिकमा जानक वाचनसम भिपदति कामिडियायनन मकोयशिशिर मावायमधिया ।इनि नामासाही गमाव ल मिनारत्र ४यणामिवून दिनमान मायामपिगतधमा ६० पिमासावानाजतिमात कापापिति C इयेनासामणवाद्या कलादाल गगनादमेद लालविरु मायनाश्रनायमाशिव लिपिनिगड मापिनान्यष्यसि वनिनावमा मानवाकागुता वामानविषययाम mना कमाना दिस Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવના - સમવસરણ મહામંદિર પાલીતાણા