________________
૨૩૮
જૈન ધર્મ-દર્શન
આમ મહાવીરે પરમાણુનિત્યવાદનું ખંડન કર્યું. તેમણે એવા પરમાણુના અસ્તિત્વને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો જે એકાન્ત નિત્ય હોય. જેમ પરમાણુનાં કાર્યો ઘટ વગેરેમાં પરિવર્તન થાય છે અને તેઓ અનિત્ય છે તેવી જ રીતે પરમાણુ પણ અનિત્ય છે. પરમાણુ અને તેના કાર્ય બન્નેનો સમાનપણે નિત્યાનિત્ય સ્વભાવ છે. એકતા અને અનેકતા
મહાવીર પ્રત્યેક દ્રવ્યમાં એકતા અને અનેકતા બન્ને ધર્મો માને છે. જીવદ્રવ્યની એકતા અને અનેકતાનું પ્રતિપાદન કરતાં તેમણે કહ્યું, “સોમિલ ! દ્રવ્યદૃષ્ટિએ હું એક છું. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિએ હું બે છું. ન બદલાનારા પ્રદેશોની દષ્ટિએ હું અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, બદલાતા રહેતા ઉપયોગની દષ્ટિએ હું અનેક છું.'
તેવી જ રીતે અજીવદ્રવ્યની એકતા અને અનેકતાનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું, “ગૌતમ ! ધર્માસ્તિકાય દ્રવ્યદૃષ્ટિએ એક છે, તેથી તે સર્વસ્તીક છે. તે જ ધર્માસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત પણ છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશ વગેરે દ્રવ્યદૃષ્ટિએ એક અને પ્રદેશદૃષ્ટિએ અનેક છે. પરસ્પર વિરોધી મનાતા ધર્મોનો એક જ દ્રવ્યમાં અવિરોધી સમન્વય કરવો એ અનેકાન્તવાદનું પ્રદાન છે. અસ્તિ અને નાસ્તિ
બુદ્ધ “અસ્તિ’ અને ‘નાસ્તિ' બન્નેને માનવાનો ઇનકાર કર્યો. બધું છે એમ કહેવું એ એક અત્ત છે. બધું નથી એમ કહેવું એ બીજો અત્ત છે. આ બન્ને અન્તોને છોડીને તથાગત મધ્યમમાર્ગનો ઉપદેશ આપે છે. મહાવીરે સર્વપ્તિ (બધું છે) અને “સર્વ નાતિ (બધું નથી) એ બન્ને સિદ્ધાન્તોની પરીક્ષા કરી. પરીક્ષા કર્યા પછી કહ્યું કે જે
१. सोमिल ! दव्वट्ठयाए एगे अहं, नाणदंसणट्ठयाए दुविहे अहं पएसट्ठयाए अक्खए वि
अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवओगट्ठयाए अणेगभूयभावभविए वि
કર્દી એજન, ૧.૮.૧૦. ૨. કોય! સત્યો ને ધOિા વ્યદૃયાણ, તે વેવ પ્રસિદ, મયંજ્ઞાને...!
સમ્બન્ધોવે પત્નિOિા વ્યક્રયાણ રે વેવ પણ ક્યા અ ને 1 પ્રજ્ઞાપના,
૩.પ૬. 3. सव्वं अत्थीति खो ब्राह्मण अयं एको अन्तो । .... सव्वं नत्थीति खो ब्राह्मण अयं
दुतियों अन्तो । एते ते ब्राह्मण उभो अन्ते अनुपगम्म मज्झेन तथागतो धम्मं देसे तिअ વેજ્ઞાપવા સંવારા ... – સંયુત્તનિકાય, ૧૨.૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org