________________
૨૩૯
સાપેક્ષવાદ અસ્તિ છે તે જ અસ્તિ છે અને જે નાસ્તિ છે તે જ નાસ્તિ છે. તેમના શબ્દો છે – “અમે અસ્તિને નાસ્તિ નથી કહેતા અને નાસ્તિને અસ્તિ નથી કહેતા. અમે જે અસ્તિ છે તેને અસ્તિ કહીએ છીએ અને જે નાસ્તિ છે તેને નાસ્તિ કહીએ છીએ.૧
અસ્તિ અને નાસ્તિ બન્ને પરિણમનશીલ છે એ વાત પણ મહાવીરે સ્વીકારી. આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્નેના પરિણમનના સિદ્ધાન્તની સ્થાપના કરી. આમ અસ્તિ અને નાસ્તિની બાબતમાં પણ અનેકાન્તદષ્ટિની સ્થાપના કરી છે.
અસ્તિ” અને “નાસ્તિ'ને માનનારા બે એકાન્તવાદી પક્ષો છે. એક પક્ષ કહે છે કે બધું છે – “સર્વ પ્તિ'. બીજો પક્ષ કહે છે કે બધું અસતુ છે – ‘સર્વ નાપ્તિ'. બુદ્ધ આ બન્ને પક્ષોને એકાન્તવાદી કહ્યા, એ ઠીક છે, પરંતુ તે બન્ને પક્ષોનો તેમણે ત્યાગ કર્યો. આ ત્યાગને તેમણે મધ્યમમાર્ગ નામ આપ્યું. બુદ્ધનો આ માર્ગ નિષેધપ્રધાન છે. મહાવીરે બન્ને પક્ષોનો નિષેધ ન કર્યો પરંતુ અનેકાન્તવાદ દ્વારા વિધિરૂપે બન્ને પક્ષોનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે “બધું સત્ છે એ એકાન્ત દૃષ્ટિકોણ બરાબર નથી. તેવી જ રીતે “બધું અસતુ છે એ એકાન્ત દૃષ્ટિ પણ યોગ્ય નથી. જે સત છે તેને સત્ માનવું જોઈએ. જે અસત્ છે તેને અસત માનવું જોઈએ. સત અને અસત – અતિ અને નાસ્તિના ભેદનો સર્વથા લોપ ન કરવો જોઈએ. બધું પોતાના દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ સત છે, પર દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ અસત્ છે. સત્ અને અસનું વિવેકપૂર્વક સમર્થન કરવું જોઈએ. જે જે રૂપે સતું હોય તેને તે જ રૂપે સત્ માનવું
१. नो खलु वयं देवाणुप्पिया! अत्थिभावं नत्थित्ति वदामो नत्थिभावं अत्थित्ति वदामो ।
अम्हे णं देवाणुप्पिया ! सव्वं अत्थिभावं अत्थित्ति वदामो, सव्वं नत्थिभावं नस्थित्ति
વક્વામો ! – ભગવતીસૂત્ર, ૭.૧૦.૩૦૪. २. से नूणं भंते । अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं नत्थित्ते परिणमइ ? हंता गोयमा !
..... પરિમા जण्णं भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ नत्थित्तं नत्थित्ते परिणमइ, तं किं पओगसा वीससा? गोयमा ! पयोगसा वि तं वीससा वि तं। जहा ते भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ तहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ ? जहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ तहा ते अत्थित्तं अत्थित्ते परिणमइ ? હંતા યમ ! કહા જે સ્થિરં પરિણમડ્ડા એજન, ૧.૩.૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org