________________
જૈન ધર્મ-દર્શન
૨૪૦
જોઈએ. જે જે રૂપે અસત્ હોય તેને તે જ રૂપે અસત્ માનવું જોઈએ. સત્ અને અસત્તા આ ભેદને સમજ્યા વિના એકાન્તપણે બધું સત્ છે એમ કહેવું કે એકાન્તપણે બધું અસત્ છે એમ કહેવું દોષપૂર્ણ છે.
એક અને અનેક, નિત્ય અને અનિત્ય, સાન્ત અને અનન્ત, સત્ અને અસત્ ધર્મોનો અનેકાન્તવાદના આધાર પર કેવી રીતે સમન્વય કરવો એ વાત ઉપર્યુક્ત વિવેચનથી સ્પષ્ટ સમજાઈ જાય છે. અનેકાન્તવાદ સ્વતન્ત્ર દૃષ્ટિ નથી પણ બે એકાન્તવાદોના સરવાળારૂપ એક મિશ્રિત દૃષ્ટિ માત્ર છે એમ સમજવું ભૂલભરેલું છે. વસ્તુનું સ્વરૂપ બરાબર સમજવા માટે અનેકાન્તદૃષ્ટિ જ ઉપયુક્ત છે. તે એક વિલક્ષણ અને સ્વતન્ત્ર દૃષ્ટિ છે જેમાં વસ્તુનું પૂર્ણ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે. કેવલ બે વાદોને મેળવવા માત્રથી અનેકાન્તવાદ નથી બની શકતો કેમ કે બે એકાન્તવાદો કદી એકરૂપ નથી બની શકતા. તે હમેશાં એકબીજાના વિરોધી હોય છે. સ્યાદ્વાદ એટલે કે અનેકાન્તવાદ એક અખંડ દૃષ્ટિ છે, જેમાં વસ્તુના બધા ધર્મો નિર્વિરોધપણે પ્રતિભાસિત થાય છે.
આગમોમાં સ્યાદ્વાદ
આ વિવેચન વાંચ્યા પછી એમાં જરા જેટલો પણ સન્દેહ રહેતો નથી કે સ્યાદ્વાદનાં બીજ જૈન આગમોમાં મોજૂદ છે. પદે પદે ‘સિય સામયા’, ‘સિય અસાસયા' સ્યાત્ શાશ્વત, સ્યાત્ અશાશ્વત આદિનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તે ઉપરથી એ સિદ્ધ થાય છે કે આગમોમાં ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ થયો છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે શું આગમોમાં ‘સ્યાદ્વાદ' એવો આખો શબ્દ મળે છે ? સૂત્રકૃતાંગની એક ગાથામાંથી ‘સ્યાદ્વાદ’ એવું પદ શોધી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.' ગાથા નીચે મુજબ છે :
नो छाए नो वि य लूसएज्जा माणं न सेवेज्ज पगासणं च । न यावि पन्ने परिहास कुज्जा न यासियावाय वियागरेज्जा ॥
—૧.૧૪.૧૯
----
આ ગાથાનો જે ‘ન યાસિયાવાય' અંશ છે તેનું ટીકાકારે ‘ન નાશીર્વાવ’ એવું સંસ્કૃત રૂપ આપ્યું છે. જેઓ આ ગાથામાંથી ‘સ્યાદ્વાદ' પદ શોધી કાઢવા માંગે છે તેમના મતે ‘ન વાસ્યાદ્વાવ' એવું સંસ્કૃત રૂપ હોવું જોઈએ. આચાર્ય હેમચન્દ્રના નિયમો અનુસાર
૧. ઑરિએન્ટલ કૉન્ફરન્સ – · નવમા અધિવેશનની કાર્યવાહી (ડૉ. એ. એન. ઉપાધ્યેનો મત), પૃ. ૬૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org