________________
સાપેક્ષવાદ
૨૪૧ ‘રાશિમ્' સંસ્કૃત શબ્દનું પ્રાકૃત ‘માસી' થાય છે. હેમચન્દ્ર ‘માસીયા' એવું એક બીજું રૂપ પણ આપ્યું છે. “સ્યાદ્વાદ' માટે પ્રાકૃત રૂપ “સિયાવાઓ છે. તેના માટે એક વધુ હેતુ પણ આપવામાં આવ્યો છે. તે એ છે કે જો આ “સિયાવાળો' શબ્દ ઉપર ધ્યાન આપવામાં આવે તો ઉપર્યુક્ત ગાથામાં અભ્યાદ્વાદ વચનના પ્રયોગનો જ નિષધ માનવો ઉચિત રહેશે કેમ કે જો ટીકાકારના મતાનુસાર આશીર્વાદ વચનના પ્રયોગનો નિષેધ માનવામાં આવે તો કથાનકોમાં જે “ધર્મલાભ' રૂપ આર્શીવાદનો પ્રયોગ મળે છે તે અસંગત સિદ્ધ થશે. આ હેતુનું વિશેષ મહત્ત્વ નથી. “ધર્મલાભને આશીર્વાદ કહેવો એ તો બરાબર એના જેવું થાય કે મુક્તિની અભિલાષાને રાગ કહેવો. જે લોકો મોક્ષાવસ્થાને સુખરૂપ માનતા નથી તેઓ મોક્ષાવસ્થાને સુખરૂપ માનનારા દાર્શનિકોને એ દોષ આપે છે કે સુખની અભિલાષા તો રાગ છે અને રાગ તો બન્ધનનું કારણ છે, મોક્ષનું કારણ નથી, તેથી મોક્ષ સુખરૂપ ન હોઈ શકે. સુખની અભિલાષાને રાગ કહેવામાં આવેલ છે તે તો સાંસારિક સુખની દષ્ટિએ છે, મોક્ષરૂપ શાશ્વત સુખની દષ્ટિએ નહિ. આ સિદ્ધાન્તથી અપરિચિત લોકો જ મોક્ષની અભિલાષાને રાગ કહે છે. આશીર્વાદ પણ સાંસારિક ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. ધર્મના માટે કોઈ આર્શીવાદ હોતો નથી. “ધર્મલાભ” કે “ધર્મનો જય’ આશીર્વાદ નથી. એ તો સત્યની અભિવ્યક્તિ છે – સત્યપથનું નિદર્શન છે. તાત્પર્ય એ કે ઉપર્યુક્ત હેતુમાં કોઈ ખાસ બળ નથી. વ્યાકરણના પ્રયોગોના અધ્યયનના આધારે સંભવતઃ “ન વાયદા' પદનું ઔચિત્ય સિદ્ધ થઈ શકે છે. જે હો તે, પરંતુ એટલું તો નિર્વિવાદ સિદ્ધ છે કે “સાપૂર્વક વચનનો પ્રયોગ આગમોમાં દેખાય છે. “સ્યાદ્વાદ” એવો અખંડ પ્રયોગ ન પણ મળે તો પણ સ્યાદ્વાદ સિદ્ધાન્ત આગમોમાં મોજૂદ છે એ વાતનો ઈનકાર કોઈ કરી શકે નહિ. અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ
જૈન દર્શન એક વસ્તુમાં અનન્ત ધર્મો માને છે. આ ધર્મોમાંથી વ્યક્તિ પોતાને ઇચ્છિત ધર્મોનું વખતોવખત કથન કરતી હોય છે. વસ્તુના જેટલા ધર્મોનું કથન થઈ શકે છે તે બધા જ ધર્મો વસ્તુની અંદર રહે છે. એવું નથી કે વ્યક્તિ પોતાની ઇચ્છાથી તે ધર્મોનો આરોપ પદાર્થ ઉપર કરે છે. અનન્ત યા અનેક ધર્મોના કારણે જ વસ્તુ અનન્તધર્માત્મક યા અનેકાન્તાત્મક કહેવાય છે.
અનેકાન્તાત્મક વસ્તુનું કથન કરવા માટે “સ્વાત' શબ્દનો પ્રયોગ કરવો પડે છે.
૧. પ્રાકૃત વ્યાકરણ, ૮.૨.૧૭૪. ૨. એજન, ૮.૨.૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org