________________
૨૪૨
જૈન ધર્મ-દર્શન ‘સ્યા’નો અર્થ છે અમુક દૃષ્ટિએ, અમુક અપેક્ષાએ, અમુક અર્થમાં. કોઈ એક દષ્ટિએ વસ્તુ આ પ્રકારની કહી શકાય છે. બીજી દષ્ટિએ વસ્તુનું કથન આ પ્રકારે થઈ શકે છે. જો કે વસ્તુમાં આ બધા ધર્મો છે, પરંતુ આ સમયે આપણી દૃષ્ટિ આ ધર્મ તરફ છે, તેથી વસ્તુ આ ધર્મરૂપ પ્રતિભાસિત થઈ રહી છે. વસ્તુ કેવળ આ ધર્મરૂપ જ નથી પરંતુ અન્ય ધર્મરૂપ પણ છે. આ સત્યને અભિવ્યક્ત કરવા માટે “સ્યાત્' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ સ્માત” શબ્દના પ્રયોગના કારણે જ આપણું વચન “સ્યાદ્વાદ' કહેવાય છે. “ચાતુપૂર્વક જે “વાદ અર્થાત વચન(કથન) છે તે “સ્યાદ્વાદ' છે. તેથી કહેવામાં આવ્યું છે કે અનેકાન્તાત્મક અર્થનું કથન “સ્યાદ્વાદ' છે.'
“સ્યાદ્વાદને અનેકાન્તવાદ પણ કહે છે. તેનું કારણ એ છે કે “સ્યાદ્વાદદ્વારા જે પદાર્થનું કથન થાય છે તે પદાર્થ અનેકાન્તાત્મક છે. અનેકાન્તાત્મક અર્થનું કથન જ “અનેકાન્તવાદ' છે. “ચા” અવ્યય અનેકાન્તવાદનો દ્યોતક છે, તેથી “સ્યાદ્વાદને અનેકાન્તવાદ' કહેવામાં આવે છે. “સ્યાદ્વાદ' અને “અનેકાન્તવાદ બન્ને એક જ છે. યાદ્વાદ”માં “ચા”શબ્દની પ્રધાનતા છે. અનેકાન્તવાદમાં “અનેકાન્ત' ધર્મની પ્રધાનતા છે. “ચા” શબ્દ “અનેકાન્ત’નો દ્યોતક છે, “અનેકાન્ત’ને અભિવ્યકત કરવા માટે “સ્યાત” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
આ સ્પષ્ટીકરણ એટલા માટે કરવામાં આવ્યું કેમ કે જૈન ગ્રન્થોમાં ક્યાંક “યાદ્વાદ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો ક્યાંક “અનેકાન્તવાદ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જૈન દાર્શનિકોએ એ બે શબ્દોનો પ્રયોગ એક જ અર્થમાં કર્યો છે. આ બન્ને શબ્દો પાછળ એક જ હેતુ રહેલો છે અને તે છે વસ્તુની અનેકાન્તાત્મકતા. આ અનેકાન્તાત્મકતા “અનેકાન્તવાદ' શબ્દ દ્વારા પણ વ્યક્ત થાય છે અને “સ્યાદ્વાદ' શબ્દ દ્વારા પણ વ્યક્ત થાય છે. આમ જોવા જઈએ તો “સ્યાદ્વાદ” શબ્દ અધિક પ્રાચીન જણાય છે કેમ કે આગમોમાં “સ્યા' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. જ્યાં વસ્તુની અનેકરૂપતાનું પ્રતિપાદન કરવું હોય છે ત્યાં ‘સિય’ શબ્દનો પ્રયોગ કરવો એ સાધારણ વાત છે. અનેકાન્તવાદ' શબ્દ ઉપર દાર્શનિક પુટ હોવાની પ્રતીતિ થાય છે કેમ કે આ શબ્દ એકાન્તવાદના વિરોધી પક્ષને સૂચિત કરે છે.
૧. કાન્તાત્માર્થી દ્વા: I – લઘીયઐયટીકા, ૬૨. ૨. વિત્યયમનેકાન્તોત તત: દાવોનેન્તિવાડા – સ્યાદ્વાદમંજરી, ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org