________________
સાપેક્ષવાદ
- ૨૩૭ મહાવીરે આ સિદ્ધાન્તને ન માન્યો. તેમણે પોતાના અમોઘ અસ્ત્ર સ્યાદ્વાદનો અહીં પણ પ્રયોગ કર્યો અને પરમાણુને નિત્ય પણ માન્યો અને અનિત્ય પણ માન્યોઃ
ભગવન્! પરમાણુપગલ શાશ્વત છે કે અશાશ્વત? ગૌતમ! અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. ભગવન્! તે કેવી રીતે?
ગૌતમ! દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે. વર્ણપર્યાય યાવત્ સ્પર્શપર્યાયની દષ્ટિએ અશાશ્વત છે.'
અન્યત્ર પણ પુદ્ગલની નિત્યતાનું પ્રતિપાદન કરતાં આ જ વાત કહી છે કે દ્રવ્યદષ્ટિએ પુદ્ગલ નિત્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ત્રણે કાળમાં એવી કોઈ ક્ષણ નથી. કે જ્યારે પુગલ પુગલરૂપમાં ન હોય. આ રીતે પુદ્ગલની અનિત્યતાનું પણ પર્યાયદષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમના સંવાદના આ શબ્દોને જુઓ –
ભગવન્! શું એ સંભવ છે કે અતીત કાળમાં કોઈક સમયે જે પુલ રૂક્ષ હોય તે જ બીજા સમયે અરૂક્ષ હોય? શું તે એક જ સમયે એક ભાગમાં રૂક્ષ અને અન્ય ભાગમાં અરૂક્ષ હોઈ શકે? શું એ સંભવ છે કે સ્વભાવથી કે અન્ય પ્રયોગથી કોઈ પુગલમાં અનેક વર્ણપરિણામ થઈ જાય અને તેવો પરિણામ નાશ પામીને પછી એક વર્ણપરિણામ પણ થઈ જાય ?
હા ગૌતમ ! આ સંભવે છે.
१. परमाणुपोग्गले णं भंते ! किं सासए असासए ?
गोयमा ! सिय सासए सिय असासए । છે જેમાં ........? જોયા ! વ્યાપ સાસ, વનપજ્ઞfë નાવ સંપન્નવેર્દિ મસાણ I એજન,
૧૪.૪.૫૧૨. ૨. એજન, ૧.૪.૪૨ 3. एस णं भंते ! पोग्गले तीतमणंतं सासयं समयं लुक्खी समयं अलुक्खी समयं
लुक्खी वा अलक्खी वा ? पुचि च णं करणेणं अणेगवनं अणेगरूवं परिणामं परिणमति, अह से परिणामे निज्जिने भवति तओ पच्छा एगवने एगरूवे सिया ? હંતા ગોય!...... | સિયા એજન, ૧૪.૪.૫૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org