________________
૨૩૬
અનિત્ય છે.
બુદ્ધનો જીવની સાન્તતા અને અનન્તતા અંગેનો તે જ દૃષ્ટિકોણ છે જે નિત્યતા અને અનિત્યતા અંગેનો હતો. મહાવીરે આ વિષયનું પ્રતિપાદન પોતાની દૃષ્ટિએ કર્યું છે.
મહાવીર અનુસાર જીવ સાન્ત પણ છે અને અનન્ત પણ છે. દ્રવ્યની દૃષ્ટિએ જીવ સાન્ત છે. ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્યાતપ્રદેશવાળો છે, તેથી તે સાન્ત છે. કાળની દૃષ્ટિએ જીવ હમેશાં છે, તેથી તે અનન્ત છે. ભાવ અપેક્ષાએ જીવના અનન્ત જ્ઞાનપર્યાયો છે, અનન્ત દર્શનપર્યાયો છે, અનન્ત ચારિત્રપર્યાયો છે, અનન્ત અગુરુલઘુપર્યાયો છે, તેથી તે અનન્ત છે.
દ્રવ્ય, ક્ષેત્ર,કાલ અને ભાવ આ ચાર દષ્ટિએ જીવની સાન્તતા-અનન્તતાનો વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ જીવ સીમિત છે, તેથી સાન્ત છે. કાલ અને ભાવની દૃષ્ટિએ જીવ અસીમિત છે, તેથી અનન્ત છે. તાત્પર્ય એ છે કે જીવ અમુક અપેક્ષાએ સાન્ત છે અને અમુક અપેક્ષાએ અનન્ત છે.
જૈન ધર્મ-દર્શન
દ્રવ્યનો સૌથી નાનો અંશ, જેનો વિભાગ ન થઈ શકે તે, પરમાણુ છે. પરમાણુના ચાર પ્રકારો દર્શાવ્યા છે દ્રવ્યપરમાણુ, ક્ષેત્રપરમાણુ, કાલપરમાણુ અને ભાવપરમાણુ. વર્ણાદિપર્યાયની વિવક્ષા વિના જે સૂક્ષ્મતમ દ્રવ્ય છે તે દ્રવ્યપરમાણુ છે. તેને પુદ્ગલપરમાણુ પણ કહે છે. આકાશદ્રવ્યનો સૂક્ષ્મતમ પ્રદેશ ક્ષેત્રપરમાણુ છે. સમયનો સૂક્ષ્મતમ પ્રદેશ કાલપરમાણુ છે. દ્રવ્યપરમાણુમાં વર્ણાદિ પર્યાયોની વિવક્ષા હોતાં જે પરમાણુનું ગ્રહણ થાય છે તે ભાવપરમાણુ છે.
-
જૈન દર્શન સિવાયનાં બીજાં ભારતીય દર્શનો (વૈશેષિક આદિ) દ્રવ્યપરમાણુને એકાન્ત નિત્ય માને છે. તેઓ તેમાં જરા પણ પરિવર્તન સ્વીકારતા નથી. તેમના મતે ૫૨માણુનું કાર્ય અનિત્ય હોઈ શકે છે, ખુદ પરમાણુ નહિ.
Jain Education International
एवं
१. जे वि य खंदया ! जाव सअंते जीवे अणंते जीवे, तस्स वि य णं एयमट्ठे खलु जाव दव्वओ णं एगे जीवे सअंते, खेत्तओ णं जीवे असंखेज्जपएसिए असंखे
परसोगाढे अत्थि पुण से अंते, कालओ णं जीवे न कयावि न आसि जाव निच्चे नत्थि पुण से अंते, भावओ णं जीवे अणंता णाणपज्जवा, अनंता दंसणपज्जवा, અનંતા પરિત્તવપ્નવા, અનંતા અનુરુતદુપપ્નવા નસ્થિ પુળ સે અંતે । ભગવતીસૂત્ર,
૨.૧.૯૦.
૨. ગોયમા ! વતુવિષે પરમાણુ પન્નત્તે તં નહીં · ભાવપરમાણુ । એજન, ૨૦.૫.
---
दव्वपरमाणु, खेत्तपरमाणु, कालपरमाणु,
For Private & Personal Use Only
www.jainelibrary.org