________________
૧૪૬
જૈન ધર્મ-દર્શન
પુદ્ગલ દ્રવ્યના અનન્ત પ્રદેશો છે. તેવી જ રીતે બધા જીવોના મળીને અનન્ત પ્રદેશો છે. આવી સ્થિતિમાં અસંખ્યાત પ્રદેશપ્રમાણવાળો કાલ અનન્ત પ્રદેશોમાં પરિવર્તન કેવી રીતે કરી શકે ? જ્યાં સુધી અસંખ્યાત પ્રદેશવાળા આકાશમાં અનન્ત પ્રદેશોના રહેવાનો પ્રશ્ન છે ત્યાં સુધી એ વાત કોઈ પણ રીતે માની પણ લઈએ કે પરસ્પર વ્યાઘાત કર્યા વિના દીપકના પ્રકાશની જેમ તેમનું રહેવું સંભવે છે પરંતુ પરિવર્તન એવી ચીજ નથી કે એક કાલ એકથી અધિક અંશમાં પરિવર્તન કરી શકે. આકાશની જેમ પરિવર્તનની વાત પણ કોઈક રીતે ઘટી શકત જો કાલ આકાશની જેમ એક અખંડ દ્રવ્ય હોત તો. આ મુશ્કેલી દૂર કરવા મનાયું છે કે કાલ (કાલાણુ) લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર સ્થિત છે, અને નહિ કે જીવ કે પુદ્ગલના પ્રત્યેક પ્રદેશ પર. જો લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર કાલની સત્તા માનવામાં આવી તો પછી શા કારણે આકાશની જેમ કાલને અખંડ દ્રવ્ય ન માનવામાં આવ્યું? આકાશનો ધર્મ અવકાશદાન છે અને અવકાશમાં વિશેષ વિભિન્નતા નથી હોતી. કાલનો ધર્મ વર્તના – પરિણામ છે. તેમાં અત્યધિક વિભિન્નતા હોય છે. પ્રત્યેક પરિવર્તન વિલક્ષણ હોય છે. જો કાલ એક અખંડ દ્રવ્ય હોત તો પરિવર્તનમાં વિલક્ષણતા ન આવત. સંભવતઃ એટલા માટે
પ્રત્યેક કાલને(કાલાણુને) સ્વતન્ત્ર દ્રવ્ય માનવામાં આવેલ છે. આ સમાધાન પણ સન્તોષજનક નથી. પરિવર્તનની વિલક્ષણતામાં દ્રવ્યની પોતાની વિલક્ષણતા કારણ છે. તેની સાથે કાલને કંઈ લેવાદેવા નથી. પરંતુ આના સિવાય બીજો કોઈ હેતુ જણાતો નથી જેના આધારે પ્રત્યેક કાલને (કાલાણુને) સ્વતન્ત્ર દ્રવ્ય મનાય. કદાચ આ બધી મુશ્કેલીઓના કારણે કાલને સર્વસમ્મતિથી સ્વતન્ત્ર દ્રવ્ય માનવામાં નથી આવ્યો.
૧
સમીક્ષા — કાલ પરિવર્તનનું માધ્યમ અથવા સહાયક કારણ છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવતઃ પરિવર્તનશીલ છે. તેમાં પ્રતિક્ષણ પરિણામ થતો રહે છે. નવીન પર્યાયોની ઉત્પત્તિ અને પ્રાચીન પર્યાયોનો નાશ અર્થાત્ રૂપાન્તરણ જ પરિવર્તન છે. પરિવર્તનમાં પદાર્થના મૂળ સ્વરૂપનો નાશ નથી થતો. જીવ આદિ દ્રવ્યો પરિવર્તિત થવા છતાં પોતાનો મૂળ સ્વભાવ છોડતાં નથી અર્થાત્ જીવ હમેશાં જીવ જ રહે છે, કદાપિ અજીવ નથી થતો તથા અજીવ હમેશાં અજીવ જ રહે છે, કદાપિ જીવ નથી થતો. આ નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. નવીન પર્યાયની અર્થાત્ નવા રૂપની ઉત્પત્તિને ઉત્પાદ તથા પ્રાચીન પર્યાયના અર્થાત્ પુરાણા રૂપના નાશને વ્યય કહે છે. ઉત્પાદ અને વ્યય અર્થાત્ ૧. જાતક્ષેત્યેજે। તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૮
૨. Medium of Change.
૩. Auxiliary Cause of Change.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org