________________
તત્ત્વવિચાર
૧૪૫ પણ ક્ષણ આ વૃત્તિ વિના હોતી નથી. આ જ પારમાર્થિક કાલનું કાર્ય છે. કાલનો અર્થ છે પરિવર્તન. પરિવર્તનને સમજવા માટે અન્વયનું જ્ઞાન થવું જરૂરી છે. અનેક પરિવર્તનોમાં એક જાતનો અન્વય હોય છે. આ અન્વયના આધારે જાણી શકાય છે કે આ વસ્તુમાં પરિવર્તન થયું. જો અન્વય ન હોય તો શું પરિવર્તન થયું, શેમાં પરિવર્તન થયું – એનું જરા પણ જ્ઞાન થઈ શકે નહિ. આ જ વાત ઉપર કહેવામાં આવી છે. સ્વજાતિનો ત્યાગ કર્યા વિના વિવિધ પ્રકારનું પરિવર્તન થવું એ કાલનું કાર્ય છે. આ કાલના આધાર ઉપર આપણે કલાક, મિનિટ, સેકંડ આદિ વિભાગ કરીએ છીએ. આ વ્યાવહારિક કાલ છે. પારમાર્થિક યા નિશ્ચય દૃષ્ટિએ પ્રત્યેક પદાર્થનું ક્ષણિકત્વ કાલનું દ્યોતક છે. પ્રત્યેક ક્ષણે પદાર્થમાં પરિવર્તન થતું રહે છે. આ પરિવર્તન બૌદ્ધ પરિવર્તનની જેમ ઐકાન્તિક ન હોતાં ધ્રૌવ્યયુક્ત છે. આમ બન્ને દૃષ્ટિએ કાલનું લક્ષણ પરિવર્તન છે.
કાલ અસંખ્યાત પ્રદેશપરિમાણ છે. આ પ્રદેશો એક અવયવીના પ્રદેશો નથી પરંતુ સ્વતઝરૂપે સત્ છે. તેથી કાલને અસ્તિકાય ગણવામાં નથી આવતો. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાલપ્રદેશ (કાલાણુ) રહેલો છે. રત્નોના રાશિની જેમ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર જે એક એક દ્રવ્ય (કાલાણ) સ્થિત છે તે કાલ છે. તે અસંખ્યાત દ્રવ્યપ્રમાણ (અસંખ્યાતકાલાણપ્રમાણ) છે. તેથી એ ફલિત થાય છે કે કાલ એક અખંડ દ્રવ્ય નથી, પરંતુ અસંખ્યાત અલગ અલગ દ્રવ્યાણરૂપ છે. પરિવર્તનની દષ્ટિએ જો કે કાલના બધા પ્રદેશોનો (અણુઓનો) એક જ સ્વભાવ છે તેમ છતાં તે બધા પરસ્પર અલગ અલગ છે. તે બધા એક સાથે ભેગા મળી શક્તા નથી અને તેથી એક અવયવી બનાવી શકતા નથી. જેમ ઉપયોગ બધા આત્માઓનો સ્વભાવ છે કિન્તુ બધા આત્માઓ અલગ અલગ સ્વતન્ત્ર છે તેવી જ રીતે વર્તનાલક્ષણનું સામ્ય હોવા છતાં પણ પ્રત્યેક કાલ (કાલાણ) અલગ અલગ છે. જીવત્વ સામાન્યને લઈને બધા આત્માઓને જીવ કહેવામાં આવે છે, તેવી જ રીતે કાલ– (વર્તના) સામાન્યની દૃષ્ટિએ બધા કાલોને (કાલાણુઓને) કાલ કહેવામાં આવે છે. તેથી વર્તના સામાન્યની દૃષ્ટિએ કાલ એક છે પરંતુ વ્યક્તિવિશેષોની દૃષ્ટિએ (સ્વતન્ત કાલાણુઓની દૃષ્ટિએ) કાલ અસંખ્યાત છે. કાલને અસ્તિકાય ન માનીને અનતિકાય કેમ માનવામાં આવેલ છે? આનો સન્તોષપ્રદ ઉત્તર આપવો કઠિન છે. તેમ છતાં કહી શકાય કે કાલદ્રવ્યના પ્રત્યેક અવયવ અર્થાત્ અંશ(અણુ)નું પરિવર્તન સ્વતંત્ર છે. તેથી પ્રત્યેક કાલ (કાલાણ) સ્વતંત્ર છે. અહીં એક મુશ્કેલી છે. પરિવર્તન પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક અંશમાં થાય છે.
૧. સોયાયાપલે રૂ ને કિયા રૂા.
રયા રાણી રૂવ તે તાપૂ સં વ્યાજ ! દ્રવ્યસંગ્રહ, ૨.૨.
10. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org