________________
૧૪૪
જૈન ધર્મ-દર્શન
સ્વભાવથી લોકમાં વિદ્યમાન છે. તેમને સ્થાન અથવા આધાર આપવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. હા જો તેમને પહેલેથી જ સ્થાન મળ્યું ન હોત તો સ્થાન આપવાની જરૂરત પડત તથા સ્થાન આપનાર કોઈ અન્ય દ્રવ્યની સત્તા સ્વીકારવી પડત. બધા જડ અને ચેતન પદાર્થો એકબીજાના આધારે અથવા આકર્ષણથી લોકમાં સ્થિત છે. તેના માટે આકાશરૂપ કોઈ સ્થાનદાતાની કલ્પના કરવી નિરર્થક છે. હા, આવરણાભાવના રૂપમાં આકાશને શૂન્ય અથવા અવસ્તુ માનવું અનુપયુક્ત નથી. અનુભવના આધારે સહજ રીતે જ એવું માની શકાય. જ્યારે આકાશ કોઈ ભાવાત્મક તત્ત્વ નથી ત્યારે આકાશના આધારે લોકાકાશ અને અલોકાકશની કલ્પના ન કરતાં કેવળ લોક અને અલોકરૂપ વિભાજનને જ સ્વીકારવું જોઈએ. જીવ આદિ દ્રવ્યોનો સમૂહ (જેમાં તદન્તર્ગત સાપેક્ષ રિક્ત સ્થાન પણ સમાવિષ્ટ છે) લોક છે તથા તેમનો અભાવ અલોક છે. અલોક કોઈ ભાવાત્મક તત્ત્વ નથી પરંતુ કેવલ અભાવાત્મક શૂન્ય છે. લોક સાન્ત અર્થાત્ સીમિત છે. અલોક અવસ્તુ છે, તેથી તેના અંગે વિશેષ વિચાર કરવો અનાવશ્યક છે. લોક અતિ વિશાલ છે. જીવ અને પુદ્ગલની ગતિ કે સ્થિતિ લોકમાં જ સંભવે છે. સ્થૂલ પદાર્થ એકબીજાની ગતિ અને સ્થિતિમાં બાધક બને છે. સૂક્ષ્મ પદાર્થ એવું કરતા નથી. પુદ્ગલનાં સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને રૂપ હોય છે. અન્ય તત્ત્વો (દ્રવ્યો) કેવળ સૂક્ષ્મ રૂપમાં જ હોય છે. એ જરૂરી નથી કે પ્રત્યેક જીવ કે પ્રત્યેક પુદ્ગલ પ્રત્યેક અવસ્થામાં લોકના કોઈ પણ ભાગમાં ગતિ કે સ્થિતિ કરી શકે. જીવ અને પુદ્ગલ વિભિન્ન અવસ્થાઓમાં વિભિન્ન પ્રકારના સામર્થ્યથી યુક્ત હોય છે. તદનુસાર જ તેઓ ગતિ કે સ્થિતિ કરી શકે છે.
અહાસમય
પરિવર્તનનું જે કારણ છે તેને અહ્લાસમય યા કાલ કહે છે. કાલની વ્યાખ્યા બે દૃષ્ટિએ કરી શકાય છે. દ્રવ્યનો સ્વજાતિના પરિત્યાગ વિના વૈગ્નસિક અને પ્રાયોગિક વિકારરૂપ પરિણામ' વ્યવહા૨ દૃષ્ટિએ કાલને સિદ્ધ ક રે છે. પ્રત્યેક દ્રવ્ય પરિવર્તિત થતું રહે છે. પરિવર્તનો થવા છતાં તેની જાતિનો કદી નાશ થતો નથી. આ જાતના પરિવર્તનને પરિણામ કહે છે. આ પરિણાર્મોનું જે કારણ છે તે કાલ છે. આ વ્યવહાર દૃષ્ટિએ કાલની વ્યાખ્યા થઈ. પ્રત્યેક દ્રવ્ય અને પર્યાયની પ્રતિક્ષણભાવી સ્વસત્તાનુભૂતિ વર્તના છે. આ વર્તનાનું કારણ કાલ છે. આ કાલની પારમાર્થિક વ્યાખ્યા છે. પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક વૃત્તિવાળું છે. આ વૃત્તિ પ્રતિક્ષણે હોય છે. કોઈ
૨
૧. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૨.૧૦.
૨. એજન, ૫.૨૨.૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org