________________
૧૩૬
જૈન ધર્મ-દર્શન આકાશ સિવાય કોઈ દ્રવ્ય નથી. મુક્ત જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિવાળો હોય છે. તેમ છતાં પણ તે લોકના અત્તે જઈને અટકી જાય છે", કારણ કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાયના અભાવમાં ગતિ થઈ શકતી નથી એટલે એવું થાય છે.
ધર્મનું લક્ષણ દર્શાવતાં રાજવાર્તિકકાર કહે છે કે સ્વયં ગતિક્રિયા કરનાર જીવ અને પુદ્ગલને જે સહાયતા કરે છે તે ધર્મ છે. તે નિત્ય છે, અવસ્થિત છે અને અરૂપી છે. નિત્યનો અર્થ છે તદુભાવાવ્યય. ગતિક્રિયામાં સહાયતા કરવા રૂપ ભાવથી કદી સ્મૃત ના થવું એ જ અહીં તદુભાવાવ્યય છે. અવસ્થિતનો અર્થ છે જેટલા પ્રદેશો છે તેટલા જ પ્રદેશોમાં હમેશાં રહેવું. ધર્મના અસંખ્યાત પ્રદેશો છે. આ પ્રદેશો હમેશાં અસંખ્યાત જ રહે છે. અરૂપીનો અર્થ પહેલાં અમે જણાવી દીધો છે. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ રહિત દ્રવ્ય અરૂપી છે. ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે. અર્થાત તેની એક જ વ્યક્તિ છે, અનેક વ્યક્તિઓ નથી. જીવાદિની જેમ ધર્મની ભિન્ન ભિન્ન અનેક વ્યક્તિઓ નથી પરંતુ ધર્મ તો એક અખંડ દ્રવ્યરૂપ છે. તે આખા લોકમાં વ્યાપ્ત છે. લોકનો એવો કોઈ ભાગ નથી જ્યાં તે ન હોય. તે સર્વલોકવ્યાપી હોવાથી એ સ્વતઃ સિદ્ધ છે કે તેને એક સ્થાનથી બીજા સ્થાને જવાની કોઈ આવશ્યકતા જ રહેતી નથી.
ગતિનો અર્થ છે એક દેશથી બીજા દેશમાં જવાની ક્રિયા. તેથી ગતિને ક્રિયા પણ કહી શકાય. ધર્મ આ જાતની ક્રિયામાં યા ગતિમાં સહાયક છે. માછલી સ્વયં તરે છે પરંતુ તેની આ ક્રિયા પાણી વિના થઈ શકતી નથી; પાણી હોતાં માછલી તળાવ, કૂવા કે સમુદ્રમાં તરી શકે છે. પાણી સૂકાઈ જાય ત્યારે માછલીમાં તરવાની શક્તિ હોવા છતાં તે તરી શકતી નથી. આનો અર્થ એ જ છે કે પાણી કરવામાં સહાયક છે. જે સમયે માછલી તરવા ચાહે છે તે સમયે તેને પાણીની સહાયતા લેવી પડે છે. તે તરવા ન ચાહે તો પાણી તેના ઉપર બળપ્રયોગ કરી તેને તરવા ફરજ પાડતું નથી. વહેતા પાણીનો પ્રશ્ન અલગ છે. તેવી જ રીતે જ્યારે જીવ અને પુદ્ગલ ગતિ કરે છે ત્યારે તેમને ધર્મ દ્રવ્યની સહાયતા લેવી પડે છે. અધર્મ
જેવી રીતે ગતિમાં ધર્મ કારણ તેવી જ રીતે સ્થિતિમાં અધર્મ કારણ છે. જીવ અને
૧. તદનન્તરપૂર્ણ જીત્યાનોવેત્તાત્ તત્ત્વાર્થસૂત્ર, ૧૦.૫ ૨. તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૧.૧૯. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૫.૪. ૪. નિયમસાર, ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org