________________
તત્ત્વવિચાર
૧૩૭ પુગલ જયારે સ્થિતિ કરવાના હોય છે ત્યારે અધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. જેમ ધર્મ ન હોય તો ગતિ નથી થતી તેમ અધર્મ ન હોય તો સ્થિતિ નથી થતી. અધર્મ એક અખંડ દ્રવ્ય છે. તેની અનેક વ્યક્તિઓ નથી. તેને અસંખ્યાત પ્રદેશો છે. ધર્મની જેમ અધર્મ પણ સર્વલોકવ્યાપી છે. જેમ આખાય તલમાં તેલ હોય છે તેમ પૂરા લોકાકાશમાં અધર્માસ્તિકાય છે. એક ચાલતા મુસાફરને વિશ્રામમાં જે રીતે એક વૃક્ષ સહાયક બને છે તે રીતે ગતિ કરતા જીવ અને પુગલને સ્થિતિ કરવામાં અધર્મ દ્રવ્ય સહાયક થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યની આ વિભાવના જૈન દર્શનનું અપ્રતિમ પ્રદાન છે.
કોઈ શંકા કરે છે કે ધર્મ અને અધર્મ મૂલતઃ બે નહિ પણ એક જ દ્રવ્ય છે. એવું કેમ ? કેમ કે બન્ને લોકાકાશવ્યાપી છે તેથી બન્નેનો દેશ (સ્થાન) એક જ છે. બન્નેનું પરિમાણ પણ એક છે કેમ કે બન્ને પૂરા લોકાકાશમાં વ્યાપ્ત છે. બન્નેનો કાલ પણ એક છે કેમ કે બન્ને સૈકાલિક છે. બન્ને અમૂર્ત છે, બન્ને અજીવ છે, બન્ને અનુમેય છે. આ શંકાનું સામાધાન એ છે કે આ બધી એકતાઓ હોવા છતાં પણ તેમને એક દ્રવ્યરૂપ માની ન શકાય કેમ કે તેમનાં કાર્યો ભિન્ન છે. એકનું કાર્ય ગતિમાં સહાયતા કરવાનું છે જ્યારે બીજાનું કાર્ય સ્થિતિમાં સહાયતા કરવાનું છે. આમ બે જુદાં અને વિરોધી કાર્યો કરનારાં બન્ને જુદાં બે દ્રવ્યો નહિ પણ એક જ દ્રવ્ય કેવી રીતે હોઈ શકે? દ્રવ્યત્વની દષ્ટિએ ભલે તેઓ એક જ હોય પરંતુ પોતપોતાનાં કાર્યો અને સ્વભાવોની દૃષ્ટિએ તો બન્ને ભિન્ન જ
છે.
ધર્મ અને અધર્મ દ્રવ્યો અમૂર્તિ છે, આવી પરિસ્થિતિમાં તેઓ ગતિ અને સ્થિતિમાં કેવી રીતે સહાયક બની શકે? આનો ઉત્તર એ છે કે સહાયતા કરવાના સામર્થ્ય માટે મૂર્તતા અનિવાર્ય ગુણ છે એમ માની શકાતું નથી. કોઈ દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. ઉદાહરણ તરીકે આકાશ અમૂર્ત છે તેમ છતાં પદાર્થોને અવકાશ (સ્થાન) આપે છે. જો આકાશ માટે અવકાશપ્રદાનરૂપ કાર્ય કરવું અસંભવ નથી તો ધર્મ અને અધર્મ માટે ગતિ અને સ્થિતિમાં સહાયતા કરવા રૂપ કાર્ય અશક્ય શા માટે?
સમીક્ષા – જીવ આદિ છ દ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો એવાં છે જેઓ એક સ્થાનથી બીજા સ્થાને જાય છે અર્થાત ગતિ કરે છે. ગતિ કરનારાં આ બન્ને દ્રવ્યો સદૈવ ગતિશીલ નથી હોતાં અર્થાત હમેશાં ગતિ કર્યા કરતાં નથી પરંતુ ક્યાંક અને ક્યારેક અટકે પણ છે અર્થાત સ્થિતિશીલ થઈ જાય છે. આમ જીવ અને પુગલ ગતિશીલ અને સ્થિતિશીલ બન્ને હોય છે અર્થાત્ કયારેક ગતિશીલ અને ક્યારેક સ્થિતિશીલ. આ
૧. નો%િાશે સમસ્તે ધમધમસ્તિwાયો
તિજોપુ તૈતવત્ પ્રાદુરવદં મહર્ષય: I તત્ત્વાર્થસાર, ૩.૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org