________________
૧૩૮
જૈન ધર્મ-દર્શન
બે સિવાયનાં બાકીનાં દ્રવ્યો નિત્ય અવસ્થિત છે. જૈન દર્શન ગતિ અને સ્થિતિને જીવ અને પુદ્ગલની સ્વકૃત ક્રિયાઓ માને છે તેમ છતાં પણ ગતિ અને સ્થિતિ માટે બે વિશેષ માધ્યમો સ્વીકારે છે. આ બે માધ્યમો ધર્મ અને અધર્મ છે. ધર્મ ગતિનું માધ્યમ છે તથા અધર્મ સ્થિતિનું માધ્યમ છે.
ગતિ અને સ્થિતિ બન્ને માટે બે માધ્યમો ન સ્વીકારી જો બેમાંથી કોઈ એકને જીવ અને પુગલનો સહજ સ્વભાવ માનવામાં આવે અને બીજા માટે કેવળ એક માધ્યમ જ સ્વીકારવામાં આવે તો શું હાનિ ? આવું ન મનાય કેમ કે ગતિ અને સ્થિતિ બન્ને ક્રિયાઓ સહજપણે જીવ અને પુગલમાં પ્રાપ્ત થાય છે. ન તો કેવળ ગતિ જ તેમનો સ્વભાવ છે કે ન તો કેવળ સ્થિતિ જ તેમનો સ્વભાવ છે. કોઈ વખત કોઈમાં સ્થિતિ હોય છે તો કોઈ વખત કોઈમાં ગતિ. કોઈ વખત કોઈ સ્થિતિમાંથી ગતિ આવે છે તો કોઈ વખત કોઈ ગતિમાંથી સ્થિતિમાં આવે છે. એવો કોઈ નિયમ નથી કે બધા પદાર્થો સ્વભાવથી સ્થિતિશીલ જ હોય અથવા ગતિશીલ જ હોય. લોકમાં ચાર પ્રકારના પદાર્થો મળે છે – (૧) સ્થિતિમાંથી ગતિમાં આવનારા, (૨) ગતિમાંથી સ્થિતિમાં આવનારા, (૩) સદૈવ સ્થિતિશીલ રહેતા અને (૪) સદૈવ ગતિશીલ રહેતા. સ્થિતિમાંથી ગતિમાં આવનારા તથા ગતિમાંથી સ્થિતિમાં આવનારા પદાર્થોનાં ઉદાહરણો આપવાની આવશ્યકતા નથી. મુક્ત આત્માઓ સદૈવ સ્થિતિશીલ છે. ચન્દ્ર વગેરે હમેશાં ગતિશીલ રહે છે. તેથી ગતિ અને સ્થિતિ બન્ને સ્વાભાવિક છે, બન્ને વાસ્તવિક છે તથા બન્નેને માટે બે ભિન્ન માધ્યમો માનવા યુક્તિયુક્ત છે.
સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલને ગતિમાં જે સહાયતા કરે છે તે ધર્મ દ્રવ્ય છે. ગતિનો અર્થ છે એક સ્થાનથી બીજા સ્થાને જવાની ક્રિયા. ધર્મ તે દ્રવ્ય છે જે આ જાતની ક્રિયામાં સહાયક બને છે. જેમ માછલી સ્વયં તરવાની ક્રિયા કરે છે પરંતુ તેના માટે પાણીરૂપ માધ્યમની આવશ્યકતા છે તેમ જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરે છે પરંતુ તેના માટે ધર્મદ્રવ્યરૂપ માધ્યમની આવશ્યકતા હોય છે. માછલીમાં તરવાનું સામર્થ્ય હોવા છતાં પણ પાણી વિના તેની તરવાની ક્રિયા થઈ શકતી નથી. બરાબર તેવી જ રીતે જીવ અને પુગલમાં ગતિ કરવાની ક્ષમતા હોવા છતાં પણ ધર્મ દ્રવ્ય વિના તેઓની ગતિ સંભવતી નથી. ધર્મ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ગતિના માધ્યમરૂપે ધર્મદ્રવ્યનું અસ્તિત્વ કેવળ જૈન દર્શનમાં જ સ્વીકારાયું છે કે અન્ય દર્શનમાં પણ તેનો સદ્દભાવ સ્વીકારાયો છે? અન્ય ભારતીય અને પાશ્ચાત્ય દર્શનોમાં ગતિને વાસ્તવિક યા યથાર્થ માનવામાં
૧. Medium of Motion. ૨. Medium of Rest.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org