________________
તત્ત્વવિચાર
૧૩૫ શકે છે. આ શરીરો ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. તૈજસ અને કાર્મણ શરીરનો કોઈથી પણ પ્રતિઘાત થતો નથી. તે બે શરીરો લોકાકાશમાં પોતાની શક્તિ અનુસાર ગમે ત્યાં જઈ શકે છે. તેમને માટે કોઈ પણ જાતનું બાહ્ય બન્ધન નથી. આ બે શરીરો સંસારી આત્મા સાથે અનાદિ કાળથી જોડાયેલાં છે. પ્રત્યેક જીવની સાથે ઓછામાં ઓછા આ બે શરીરો તો હોય છે જ. જન્માન્તરના સમયે અર્થાત અત્તરાલગતિમાં આ બે જ શરીરો હોય છે. વધુમાં વધુ એક સાથે એક જીવને ચાર શરીરો હોઈ શકે છે. જ્યારે જીવને ત્રણ શરીર હોય છે ત્યારે તેને તૈજસ, કાર્પણ અને ઔદારિક આ ત્રણ અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય આ ત્રણ શરીર હોય છે. જ્યારે જીવને ચાર શરીર હોય છે ત્યારે તેને તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય આ ચાર અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક આ ચાર શરીર હોય છે એમ સમજવું જોઈએ. પાંચ શરીરો એક જીવને એક સાથે હોતા નથી કેમ કે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એક સાથે થઈ શકતો નથી. વૈક્રિયલબ્ધિના પ્રયોગના સમયે નિયમતઃ પ્રમત્ત દશા હોય છે. પરંતુ આહારકની બાબતમાં એવી વાત નથી. આહારકલબ્ધિનો પ્રયોગ તો પ્રમત્ત દશામાં થાય છે, પરંતુ આહારક શરીરનું નિર્માણ કર્યા પછી શુદ્ધ અધ્યવસાય હોવાના કારણે અપ્રમત્ત દશા રહે છે. તેથી એક સાથે આ બે શરીરોનું રહેવું સંભવતું નથી. શક્તિરૂપે તો એક જીવમાં પાંચે શરીર રહી શકે છે કેમ કે આહારકલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ બન્નેનું સાથે રહેવું સંભવે છે પરંતુ તેમનો પ્રયોગ એક સાથે થઈ શકતો નથી, તેથી પાંચે શરીરો અભિવ્યક્તિરૂપે એક સાથે એક જીવમાં નથી રહી શકતા. આ ચર્ચાની સાથે શરીર ચર્ચા સમાપ્ત થાય છે અને સાથે સાથે પુગલચર્ચા પણ સમાપ્ત થાય છે. ધર્મ
જીવ અને પુદગલ ગતિ કરે છે. આ ગતિ માટે કોઈને કોઈ માધ્યમની આવશ્યકતા છે. આ માધ્યમ ધર્મદ્રવ્ય છે. તે અસ્તિકાય છે એટલે તેને ધર્માસ્તિકાય પણ કહે છે. કોઈ શંકા કરી શકે કે ગતિ કરવા માટે કોઈ માધ્યમની શી જરૂર છે? શું જીવ અને પુદ્ગલ આપમેળે ગતિ નથી કરી શકતા? તેનું સમાધાન એ છે કે ગતિ તો જીવ અને પુદ્ગલ જ કરે છે પરંતુ તેમની ગતિમાં સહાયક કારણ યા માધ્યમ છે ધર્મ. જો ધર્મ વિના પણ ગતિ થઈ શકતી હોત તો મુક્તજીવ અલોકાકાશમાં પણ પહોંચી જાત. અલોકાકાશમાં તો
૧. તત્ત્વાર્થસૂત્ર, ૨.૩૮. ૨. એજન, ૨.૪૧-૪૪ ૩. તત્ત્વાર્થભાષ્યવૃત્તિ, ૨.૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org