________________
૧૩૪
જૈન ધર્મ-દર્શન
કેમ કે મન એક અણુપ્રમાણ સ્થાન ઉપર જ રહે છે. મન આશુસંચારી પણ હોઈ શકે નહિ કેમ કે તે અચેતન છે. તેથી મન સ્કન્ધાત્મક છે, અણુપરિમાણ નથી.
હવે આપણે ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીરોના સ્વરૂપની વાત કરીશું. ઔદારિક શરીર
તિર્યંચ અને મનુષ્યનું સ્થૂલ શરીર ઔદારિક શરીર છે. ઉદરયુક્ત હોવાથી તેનું નામ ઔદારિક છે. અહીં ઉદરનો અર્થ કેવળ ગર્ભ નથી પરંતુ આખું શરીર છે. લોહી, માંસ આદિ આ શરીરનું લક્ષણ છે.
વૈક્રિય શરીર
દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને વૈક્રિય શરીર હોય છે. લબ્ધિપ્રાપ્ત મનુષ્ય અને તિર્યંચ પણ આ શરીર પ્રાપ્ત કરી શકે છે. આ શરીર સામાન્ય ઇન્દ્રિયોનો વિષય બનતું નથી. જુદા જુદા આકારોમાં પરિવર્તિત થવું એ આ શરીરની વિશેષતા છે. અર્થાત્ આ શરીર ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરી શકે છે. તેમાં લોહી, માંસ આદિનો સર્વથા અભાવ હોય છે.
આહારક શરીર
સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે અથવા શંકાનું સમાધાન કરવા માટે પ્રમત્તસંયત (મુનિ) એક વિશિષ્ટ પ્રકારનું શરીર નિર્માણ કરે છે. આ શરીર બહુ દૂર સુધી જાય છે અને શંકાનું સમાધાન કરી પુનઃ પોતાના સ્થાને પાછું આવી જાય છે. આને આહારક શરીર કહે છે.
તૈજસ શરીર
આ એક પ્રકારના વિશિષ્ટ પુદ્ગલપરમાણુઓથી (તેજોવર્ગણાથી) બને છે. જઠરાગ્નિની શક્તિ આ શરીરની શક્તિ છે. આ શરીર ઔદારિક શરીર અને કાર્યણ શરીર વચ્ચેની એક આવશ્યક કડી છે.
કાર્મણ શરીર
કાર્યણ શ૨ી૨ એ આન્તરિક સૂક્ષ્મ શરીર છે જે માનસિક, વાચિક અને કાયિક બધી જાતની પ્રવૃત્તિઓનું મૂળ છે. કાર્પણ શરીર આઠ પ્રકારનાં કર્મોથી બને છે.
ઉપર જણાવેલાં પાંચ શરીરોમાં ના આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા એકલા ઔદારિક શરીરનું જ ગ્રહણ (જ્ઞાન) કરી શકીએ છીએ. બાકીનાં શરીરો એટલાં સૂક્ષ્મ છે કે આપણી ઇન્દ્રિયો તેમનું ગ્રહણ કરી શકતી નથી. વીતરાગ કેવલી જ તેમનું પ્રત્યક્ષ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org