________________
તત્ત્વવિચાર
આપ
સૂર્ય, અગ્નિ આદિનો ઉષ્ણ પ્રકાશ આતપ છે.
ઉદ્યોત
ચન્દ્ર, મણિ, ખઘોત આદિનો શીત પ્રકાશ ઉદ્યોત છે.
પુદ્ગલનાં કાર્યોનું આ તો દિગ્દર્શન માત્ર છે. આ જાતનાં અન્ય જેટલાં પણ કાર્યો છે, તે બધાં પુદ્ગલનાં જ સમજવા જોઈએ. શરીર, વાણી, મન, નિઃશ્વાસ, ઉચ્છ્વાસ, સુખ, દુ:ખ, જીવન, મરણ વગેરે બધાં પુદ્ગલનાં જ કાર્યો છે. કેટલાંક કાર્યો શુદ્ધ પૌદ્ગલિક હોય છે અને કેટલાંક કાર્યો આત્મા અને પુદ્ગલ બન્નેના સંબંધથી થાય છે. શરીર,વાણી આદિ કાર્યો આત્મા અને પુદ્ગલના સંબંધથી થાય છે.
પુદ્ગલ અને આત્મા
આત્મા પુદ્ગલથી પ્રભાવિત થાય છે કે નહિ ? પુદ્ગલ આત્માને અસર કરે છે કે નહિ ? જૈન દર્શન માને છે કે સંસારી આત્મા પુદ્ગલ વિના રહી શકતો નથી. જ્યાં સુધી જીવ સંસારમાં ભ્રમણ કરે છે ત્યાં સુધી પુદ્ગલ અને જીવનો સંબંધ અવિચ્છેદ્ય છે. પુદ્ગલ આત્માને કેવી રીતે અસર કરે છે ? તેનો ઉત્તર, પહેલાં કહી ગયા છીએ તેમ, એ જ છે કે પુદ્ગલથી જ શરીરનું નિર્માણ થાય છે; વાણી, મન અને શ્વોસોચ્છ્વાસ પણ પુદ્ગલનું જ કાર્ય છે. આ જ વાત જીવકાંડમાં આ રીતે કહેવામાં આવી છે——
“પુદ્ગલ શરીરનિર્માણનું કારણ છે. આહા૨કવર્ગણાથી ઔદારિક, વૈક્રિય અને આહારક આ ત્રણ પ્રકારનાં શરીરો બને છે તથા શ્વાસોચ્છ્વાસનું નિર્માણ થાય છે. તેજોવર્ગણાથી તૈજસ્ શરીર બને છે. ભાષાવર્ગણા વાણીનું નિર્માણ કરે છે. મનોવર્ગણાથી મનનું નિર્માણ થાય છે. કર્મવર્ગણાથી કાર્પણ શરીર બને છે.’
૨
૧૩૩
શ્વોસોચ્છ્વાસ, વાણી અને મનનો વિશેષ પરિચય આપવાની આવશ્યકતા નથી. શ્વાસને અંદર લેવો અને બહાર કાઢવો એ શ્વાસોચ્છ્વાસ છે. ભાષા આદિનો વ્યવહાર વાણી છે. મન એક સૂક્ષ્મ આભ્યન્તર ઇન્દ્રિય (અન્તઃકરણ) છે. તે ચક્ષુ વગેરે બધી ઇન્દ્રિયોના અર્થનું ગ્રહણ કરે છે. વૈશેષિક દર્શન મનને અણુમાત્ર માને છે. જૈન દર્શન કહે છે કે મનને અણુમાત્ર માનવાથી સંપૂર્ણ ઇન્દ્રિયથી અર્થનું ગ્રહણ નહિ થઈ શકે
૧. શરીરવાÉન:પ્રાળાપાના: પુાતાનામ્। યુદ્ધદુ:સ્વનીવિતમરોપદ્મહાશ્ચ । તત્ત્વાર્થસૂત્ર,
૫.૧૯-૨૦
૨. ગાથા ૬૦૬-૬૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org