________________
દ
જ
આ
૩૨૬
જૈન ધર્મ-દર્શન રીતે પ્રયત્નપૂર્વક નિયત કાળથી પહેલાં ફળ પકવવામાં આવે છે તેવી જ રીતે નિયત સમય પહેલાં બદ્ધ કર્મોને ભોગવી શકાય છે. સામાન્ય રીતે જે કર્મનો ઉદય ચાલુ હોય તે કર્મના સજાતીય કર્મની જ ઉદીરણા સંભવે છે.
બન્ધન, સત્તા, ઉદય અને ઉદીરણામાં કેટલી કર્મપ્રકૃતિઓ (ઉત્તરપ્રકૃતિઓ) હોય છે એનો પણ જૈન કર્મશાસ્ત્રમાં વિચાર કરવામાં આવ્યો છે. બન્ધનમાં કર્મપ્રકૃતિઓની સંખ્યા એક સો વીસ, ઉદયમાં એક સો બાવીસ, ઉદીરણામાં પણ એક સો બાવીસ અને સત્તામાં એક સો અઠ્ઠાવન માનવામાં આવી છે. નીચેના કોષ્ટકમાં આ ચાર અવસ્થાઓમાં રહેનારી ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા આપવામાં આવી છે. કયા કર્મની ઉત્તરપ્રકૃતિઓ બન્ધન ઉદય ઉદીરણા સત્તા ૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ
૨ ૨ ૨ ૨ ૪. મોહનીય કર્મ
ર૬ ૨૮ ૨૮ ૨૮ ૫. આયુકર્મ
૪ ૪ ૪ ૪ ૬. નામકર્મ
૬૭ ૬૭ ૫૭ ૧૦૩ ૭. ગોત્રકર્મ
૨ ૨ ૨ ૨ ૮. અન્તરાયકર્મ
કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૫૮ સત્તામાં બધી જ ઉત્તરપ્રકૃતિઓનું અસ્તિત્વ હોય છે જેમની સંખ્યા એકસો અઠ્ઠાવન છે. ઉદયમાં કેવળ એક સો બાવીસ પ્રકૃતિઓ હોય છે કેમ કે આ અવસ્થામાં પંદર બંધન અને પાંચ સંઘાતન—નામકર્મની આ વસ પ્રકૃતિઓ અલગથી ગણવામાં આવી નથી પરંતુ પાંચ શરીરોમાં જ તેમનો સમાવેશ કરી લીધો છે. સાથે જ વર્ણ, ગબ્ધ, રસ તથા સ્પર્શ આ ચાર પિંડપ્રકૃતિઓની વીસ ઉત્તરપ્રકૃતિઓના સ્થાને કેવળ ચાર જ પ્રવૃતિઓ ગણવામાં આવી છે. આ રીતે કુલ એક સો અઠ્ઠાવન પ્રકૃતિઓમાંથી નામકર્મની છત્રીસ (વીસ અને સોળ) પ્રકૃતિઓ બાદ કરવાથી એક સો બાવીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે ઉદયમાં આવે છે. ઉદીરણામાં પણ આ જ પ્રકૃતિઓ હોય છે કેમ કે જે પ્રકૃતિઓમાં ઉદયની યોગ્યતા હોય છે તેની જ ઉદીરણા થાય છે. બન્ધનાવસ્થામાં કેવળ એક સો ૧. કર્મવિપાક (પં. સુખલાલજીકૃત હિન્દી અનુવાદ), પૃ. ૧૧૧.
૮ જ જે તે
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org