________________
જ્ઞાનમીમાંસા
૧૬૭
દર્શનોની પ્રત્યક્ષ અંગેની માન્યતાથી જૈન દર્શનની પ્રત્યક્ષ અંગેની માન્યતામાં આ જ અંતર છે કે જૈન દર્શન આત્મપ્રત્યક્ષને જ વાસ્તવિક પ્રત્યક્ષ માને છે, જ્યારે અન્ય દર્શનો ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પણ પ્રત્યક્ષ માને છે. અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રત્યક્ષના ભેદો છે. ક્ષેત્ર, વિશુદ્ધિ આદિની દૃષ્ટિએ તેમનામાં તારતમ્ય છે. કેવલજ્ઞાન શુદ્ધિ, ક્ષેત્ર આદિની અન્તિમ સીમા છે. કોઈ જ્ઞાન તેનાથી વધુ વિશુદ્ધ યા પૂર્ણ નથી. આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષના ભેદો છે. આભિનિબોધિકજ્ઞાનને મતિજ્ઞાન પણ કહે છે. શ્રુતજ્ઞાનનો આધાર મન છે. મતિજ્ઞાનનો આધાર ઇન્દ્રિયો અને મન બન્ને છે. મતિ, શ્રુત આદિના અનેક અવાન્તર ભેદો છે. ત્રીજી ભૂમિકામાં જૈન દૃષ્ટિ અને ઇતર દિષ્ટ બન્નેનો પુટ છે. પ્રત્યક્ષને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ આ બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને સ્થાન મળ્યું છે જે ખરેખર તો ઇન્દ્રિયાશ્રિત . હોવાથી પરોક્ષ છે. નોઇન્દ્રિયપ્રત્યક્ષમાં ખરેખર વાસ્તવિક પ્રત્યક્ષને સમાવિષ્ટ કરવામાં આવેલ છે, જે ઇન્દ્રિયાશ્રિત ન હોતાં સીધું આત્માથી જ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ જૈનેતર દૃષ્ટિનું, જેને આપણે લૌકિક દૃષ્ટિ કહીએ છીએ તેનું, પ્રતિનિધિત્વ કરે છે. નોઇન્દ્રિયપ્રત્યક્ષ જૈન દર્શનની મૌલિક વાસ્તવિક પરંપરાનું ઘોતક છે.
આભિનિબોધિકજ્ઞાનના અવગ્રહ વગેરે ભેદોનું સારું વિશ્લેષણ ઉત્તરકાલીન જૈન તાર્કિકોએ પણ કર્યું છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞા આદિની આ તાર્કિકોએ દાર્શનિક ભૂમિકા ઉપર જે રીતે વ્યાખ્યા કરી છે તે રીતની વ્યાખ્યા આગમકાલમાં મળતી નથી. આનું કારણ દાર્શનિક સંઘર્ષ છે. આગમકાલ પછી જૈન દાર્શનિકોને અન્ય દાર્શનિક વિચારો સાથે ઠીક ઠીક સંઘર્ષ કરવો પડ્યો અને તે સંઘર્ષના પરિણામે એક નવી રીતનું માળખું નિર્માણ પામ્યું. આ માળખાની શૈલી અને સામગ્રી બન્નેનો આધાર દાર્શનિક ચિન્તન રહ્યું છે. સૌપ્રથમ આપણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ જાણીશું. તેના માટે આવશ્યકતા પ્રમાણે આગમગ્રન્થો અને દાર્શનિક ગ્રન્થો બન્નેનો ઉપયોગ કરીશું. તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રથી સંબંધિત સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન આદિનું વિવેચન પ્રમાણચર્ચા વખતે કરવામાં આવશે. આ વિવેચનનો મુખ્ય આધાર પ્રમાણશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા દાર્શનિક ગ્રન્થો રહેશે.
મતિજ્ઞાન
આપણે જોઈ ગયા કે મતિજ્ઞાનને આભિનિબોધિકજ્ઞાન કહેવામાં આવેલ છે. ઉમાસ્વાતિએ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને એકાર્થક કહ્યાં છે. ભદ્રબાહુએ મતિજ્ઞાન માટે નીચે જણાવેલા શબ્દોનો પ્રયોગ કર્યો છે — ઈહા, અપોહ, ૧. મતિ: સ્મૃતિ: સંજ્ઞા વિન્તાડમિનિોધ ત્યનર્થાન્તરમ્ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org