________________
૧૬૮
જૈન ધર્મ-દર્શન વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા. નન્દીસૂત્રમાં પણ આ જ શબ્દો છે. મતિજ્ઞાનનું લક્ષણ આપતાં તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનારું જ્ઞાન મતિજ્ઞાન છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં મતિજ્ઞાનના બે પ્રકારો જણાવ્યા છે – ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને મનોજન્ય જ્ઞાન. આ બે ભેદ ઉપર જણાવેલ લક્ષણમાંથી જ ફલિત થાય છે. સિદ્ધસેનગણિની ટીકામાં ત્રણ ભેદોનું વર્ણન છે — ઇન્દ્રિયજન્ય, અનિદ્રિયજન્ય (મનોજન્ય) અને ઇન્દ્રિયાનિદ્રિયજન્ય. ઇન્દ્રિયજન્ય જ્ઞાન કેવળ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. અનિન્દ્રિયજન્ય જ્ઞાન કેવળ મનથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાનિન્દ્રિયજન્ય જ્ઞાનની ઉત્પત્તિ માટે ઇન્દ્રિય અને મન બનો સંયુક્ત પ્રયત્ન આવશ્યક છે. આ ત્રણ ભેદો પણ ઉપર જણાવેલા સૂત્રમાંથી જ ફલિત થાય છે.
અકલંકે સમ્યજ્ઞાનના પ્રમાણના) બે ભેદ કર્યા છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના બે પ્રકાર છે – મુખ્ય અને સાંવ્યવહારિક. મુખ્યને અતીન્દ્રિય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિકને ઇન્દ્રિયાનિન્દ્રિય પ્રત્યક્ષ નામ આપેલ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના ચાર ભેદ કરવામાં આવ્યા છે – અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અનિન્દ્રિયપ્રત્યક્ષને સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધમાં વિભક્ત કરવામાં આવેલ છે. શ્રત, અર્થાપત્તિ, અનુમાન, ઉપમાન આદિ પરોક્ષાન્તર્ગત છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના જે ચાર અવગ્રહ આદિ ભેદ બતાવ્યા છે તેમના અવાન્તર ભેદો પણ છે, આ અવાજોર ભેદોનો નિર્દેશ આગળ હવે પછી કરવામાં આવશે. અહીં આપણે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના સ્વરૂપનો વિચાર કરીશું. આ ચારે મતિજ્ઞાનના ભેદ છે. તેના પહેલાં ઇન્દ્રિય અને મનનો અર્થ શું છે, એ જોઈશું. ઇન્દ્રિય
આત્માની સ્વાભાવિક જ્ઞાનશક્તિ ઉપર કર્મનું આવરણ હોવાથી સીધું આત્માથી જ જ્ઞાન થઈ શકતું નથી. તેના માટે કોઈ માધ્યમની આવશ્યકતા રહે છે. આ માધ્યમ ઇન્દ્રિય છે. જેની સહાયતાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તે ઇન્દ્રિય છે. આવી ઇન્દ્રિયો ૧. વિશેષાવશ્યકભાષ્ય, ૩૯૬. ૨. તિિાનન્દ્રિનિમિત્તમ્ ૧.૧૪. ૩. તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૪. ૪. તત્ત્વાર્થસૂત્રટીકા, ૧.૧૪ ૫. લઘીયસ્ત્રય, ૩-૪ ૬. એજન, ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org