________________
૧૯૦
અવિધ અને મનઃપર્યાય
અવધિ અને મનઃપર્યાય બન્ને જ્ઞાનો રૂપી દ્રવ્યો સુધી સીમિત છે તથા અપૂર્ણ અર્થાત્ વિકલ પ્રત્યક્ષો છે. આટલું હોવા છતાં પણ બન્નેમાં અન્તર છે. આ અન્તર ચાર દૃષ્ટિએ છે વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય.' મનઃપર્યાયજ્ઞાન પોતાના વિષયને અવધિજ્ઞાનની અપેક્ષાએ વિશદરૂપે જાણે છે. તેથી તે અવધિજ્ઞાનથી વધુ વિશુદ્ધ છે. આ વિશુદ્ધિ વિષયની ન્યૂનાધિકતા પર નહિ પરંતુ વિષયની સૂક્ષ્મતા પર અવલંબિત છે. અધિક સંખ્યામાં વિષયોનું જ્ઞાન હોવું એટલું મહત્ત્વનું નથી જેટલું વિષયની સૂક્ષ્મતાઓનું જ્ઞાન હોવું મહત્ત્વનું છે. મનઃપર્યાયજ્ઞાન રૂપી દ્રવ્યના સૂક્ષ્મ અંશને જાણે છે. અવધિજ્ઞાન એટલી સૂક્ષ્મતાનું ગ્રહણ કરી શકતું નથી. અવિધજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને સમસ્ત લોક છે. મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર મનુષ્યલોક છે (માનુષોત્તર પર્વત પર્યન્તનું ક્ષેત્ર છે). અવધિજ્ઞાનનો સ્વામી દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ કોઈ પણ ગતિનો જીવ હોઈ શકે છે. મન:પર્યાયજ્ઞાનનો સ્વામી કેવળ ચારિત્રસમ્પન્ન મનુષ્ય જ હોઈ શકે છે. અવધિજ્ઞાનનો વિષય બધા રૂપી દ્રવ્યો છે (પરંતુ તેમના બધા પર્યાયો નહિ). મન:પર્યાયજ્ઞાનનો વિષય કેવળ મન છે જે રૂપી દ્રવ્યનો અનન્તમો ભાગ છે.
જૈન ધર્મ-દર્શન
ઉપરના વિવેચનને જોવાથી જણાય છે કે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં કોઈ એવું અન્તર નથી કે જેના આધારે બન્ને જ્ઞાનો સ્વતન્ત્ર સિદ્ધ થઈ શકે. બન્નેમાં એક જ જ્ઞાનની બે ભૂમિકાઓથી અધિક અન્તર નથી. એક જ્ઞાન ઓછું વિશુદ્ધ છે, બીજું વધારે વિશુદ્ધ છે. બન્નેના વિષયોમાં પણ સમાનતા છે. ક્ષેત્ર અને સ્વામીની દૃષ્ટિએ પણ સીમાની ન્યૂનાધિકતા છે. કોઈ એવું મૌલિક અન્તર નથી દેખાતું જેના કારણે બન્નેને સ્વતન્ત્ર જ્ઞાનો કહી શકાય. બન્ને જ્ઞાનો આંશિક આત્મપ્રત્યક્ષની કોટિમાં છે. મતિ અને શ્રુતજ્ઞાનની બાબતમાં પણ આ જ વસ્તુ કહી શકાય.
કેવલજ્ઞાન
ર
આ જ્ઞાન વિશુદ્ધતમ છે. મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મોના ક્ષયથી કૈવલ્ય પ્રકટે છે. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યાય આ ચાર જ્ઞાનો ક્ષાયોપશમિક છે. કૈવલજ્ઞાન શ્રાયિક છે. કેવલજ્ઞાનના ચાર પ્રતિબન્ધક કર્મો છે મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય. જો કે આ ચાર કર્મોના ક્ષયથી
૧. વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષયેમ્ટોઽવધિમન:પર્યાયયોઃ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૬.
૨. તત્ત્વાર્થસૂત્ર, ૧૦.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org