SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમીમાંસા ૧૮૯ એવું માને છે કે મન:પર્યાયજ્ઞાની મનની વિવિધ અવસ્થાઓનું (પર્યાયોનું) તો પ્રત્યક્ષ કરે છે પરંતુ તે અવસ્થાઓમાં જે અર્થ રહેલો છે તેને અનુમાન દ્વારા જાણે છે. બીજા શબ્દોમાં, એક પરંપરા અર્થનું જ પ્રત્યક્ષ માને છે જ્યારે બીજી પરંપરા મનના પર્યાયોનું પ્રત્યક્ષ તો માને છે પરંતુ અર્થનું તો અનુમાન જ માને છે. મનની વિવિધ પરિણતિઓને મનઃપર્યાયજ્ઞાની પ્રત્યક્ષ દ્વારા જાણે છે અને તે પરિણતિઓના આધારે તે અર્થનું અનુમાન કરે છે જે અર્થના કારણે મનનું તે તે રૂપમાં પરિણમન થયું હોય. આ વાતને વધુ સ્પષ્ટ કરીએ. પહેલી પરંપરા મન દ્વારા ચિત્તવવામાં આવતા અર્થના જ્ઞાન માટે મનના પર્યાયોને માધ્યમ ન માની સીધું જ તે અર્થનું પ્રત્યક્ષ માની લે છે. મનના પર્યાય અને અર્થના પર્યાયમાં લિંગ અને લિંગીનો સંબંધ તે પરંપરા માનતી નથી. મન કેવળ એક સહાયક છે. જેમ કોઈ કહે કે “જુઓ, વાદળોમાં ચન્દ્રમાં છે તો એનો અર્થ એ નથી કે ચન્દ્રમાં ખરેખર વાદળોમાં છે. એ તો દષ્ટિને દોરનાર એક સહાયક માત્ર છે. તેવી જ રીતે મન યા તેના પર્યાયો અર્થને જાણવા માટે એક સહાયકરૂપ જ છે. વાસ્તવમાં પ્રત્યક્ષ તો અર્થનું જ થાય છે. તેના માટે મનની કે તેના પર્યાયોની સહાયતાની આવશ્યકતા અવશ્ય રહે છે. બીજી પરંપરા આ માનવા તૈયાર નથી. તે પરંપરા અનુસાર મનના પર્યાયોનું જ્ઞાન મુખ્ય છે અને અર્થનું જ્ઞાન તે જ્ઞાન પછીની વસ્તુ છે. મનના પર્યાયોના જ્ઞાન દ્વારા પછીથી અર્થનું જ્ઞાન થાય છે, સાક્ષાત અર્થનું જ્ઞાન થતું નથી. મન:પર્યાયજ્ઞાનનો અર્થ જ એ છે કે મનના પર્યાયોનું જ્ઞાન ઉપર જણાવેલી બે પરંપરાઓમાં બીજી પરંપરા તર્કસંગત જણાય છે. મન:પર્યાયજ્ઞાન દ્વારા સાક્ષાત્ અર્થનું જ્ઞાન સંભવતું નથી, કેમ કે તેનો વિષય રૂપી દ્રવ્યનો અનન્સમો ભાગ છે. જો મન:પર્યાયજ્ઞાન મનના સંપૂર્ણ વિષયોનું સાક્ષાત્ જ્ઞાન કરી લેતું હોય તો અરૂપી દ્રવ્યો પણ તેનો વિષય બની જાય, કેમ કે મન તો અરૂપી દ્રવ્યોનો પણ વિચાર કરી શકે છે. એવું બને એ ઈષ્ટ નથી. મન:પર્યાયજ્ઞાન મૂર્ત(રૂપી) દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરે છે અને તે પણ અવધિજ્ઞાન જેટલાનો નહિ. અવધિજ્ઞાન બધી જાતના પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે પરંતુ મન:પર્યાયજ્ઞાન તેમના અનન્તમા ભાગ અર્થાતુ મનરૂપે પરિણમેલા યુગલોને માનુષોત્તર ક્ષેત્રમાં જ ગ્રહણ કરે છે. મનના પર્યાયોનો સાક્ષાત્કાર થયા પછી મનચિત્તિત અર્થનું જ્ઞાન અનુમાન દ્વારા થઈ શકે છે. એવું હોવાથી મન દ્વારા ચિંતવવામાં આવતાં રૂપી, અરૂપી બધાં દ્રવ્યોનું જ્ઞાન થઈ શકે છે. ૧. વિશેષાવશ્યકભાષ્ય, ૮૧૪ ૨. તત્તમાને મન:પર્યાયણ્યા તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy