________________
જ્ઞાનમીમાંસા
૧૯૧
ચાર ભિન્ન ભિન્ન શક્તિઓ પ્રકટ થાય છે પરંતુ તે બધીમાં કેવલજ્ઞાન મુખ્ય છે, તેથી ઉપર્યુક્ત વાક્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ મોહનો ક્ષય થાય છે. ત્યાર પછી અન્તર્મુહૂર્ત પછી જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય એ ત્રણ કર્મોનો ક્ષય થાય છે. એટલે પછી કેવલજ્ઞાન પ્રકટે છે અને તેની સાથે સાથે જ કેવલદર્શન આદિ ત્રણ અન્ય શક્તિઓ પણ આવિર્ભાવ પામે છે. કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે. કોઈ પણ વસ્તુ એવી નથી જેને કેવલજ્ઞાની ન જાણતા હોય. કોઈ પણ પર્યાય એવો નથી કે કેવલજ્ઞાનનો વિષય ન હોય. જેટલાં પણ દ્રવ્યો છે અને તે બધાં દ્રવ્યોના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પણ પર્યાયો છે તે બધાં જ કેવલજ્ઞાનના વિષય છે. આત્માની જ્ઞાનશક્તિનો પૂર્ણ વિકાસ યા આવિર્ભાવ કેવલજ્ઞાન છે. આ જ્ઞાન પ્રકટ થતાં જ જેટલાં નાનાં-મોટાં ક્ષાયોપથમિક જ્ઞાનો હોય છે તે બધાં જ સમાપ્ત થઈ જાય છે. મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાનો આત્માના અપૂર્ણ વિકાસના દ્યોતક છે. જ્યારે આત્માનો પૂર્ણ વિકાસ થઈ જાય છે ત્યારે તે બધાં ક્ષાયોપશમિક જ્ઞાનોની સ્વતઃ સમાપ્તિ થઈ જાય છે. પૂર્ણતાની સાથે અપૂર્ણતા રહી શકતી નથી. બીજા શબ્દોમાં પૂર્ણતાના અભાવનું નામ જ અપૂર્ણતા છે. પૂર્ણતાનો સભાવ અપૂર્ણતાના અસદ્દભાવનો દ્યોતક છે. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે– સંપૂર્ણ છે, તેથી તેની સાથે મતિ વગેરે અપૂર્ણ જ્ઞાનો નથી રહી શકતાં. જૈન દર્શનની કેવલજ્ઞાન અંગેની માન્યતા વ્યક્તિના જ્ઞાનવિકાસનું અંતિમ સોપાન છે. કેવલજ્ઞાનીને સર્વજ્ઞ પણ કહે છે.
સર્વજ્ઞનો શાબ્દિક અર્થ છે બધું જ જાણનારો. જેનું જ્ઞાન અમુક પદાર્થો સુધી જ સીમિત નથી હોતું પરંતુ જેને સમસ્ત પદાર્થોનું જ્ઞાન હોય છે તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ કેવળ વર્તમાન સુધી જ સીમિત નથી રહેતું પરંતુ સંપૂર્ણ ભૂત અને ભવિષ્ય કાળ સુધી પણ જાય છે. આ જ વસ્તુને જૈન પારિભાષિક પદાવલીમાં આ રીતે કહેવામાં આવે છે – સર્વજ્ઞ સમસ્ત દ્રવ્યો અને પર્યાયોને જાણે
અસર્વજ્ઞનું અર્થાત્ સામાન્ય પ્રાણીનું જ્ઞાન ઇન્દ્રિયો અને મન ઉપર આધાર રાખે છે. સર્વજ્ઞના જ્ઞાનનો સંબંધ સીધો આત્મા સાથે હોય છે અર્થાત્ સર્વજ્ઞ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા રાખ્યા વિના આત્મા દ્વારા જ સીધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સર્વજ્ઞ સશરીર હોય છે ત્યાં સુધી તેની સાથે ઇન્દ્રિયો રહે છે અવશ્ય પરંતુ તેને માટે જ્ઞાનની
૧. સર્વદ્રવ્યપુ વચા તત્ત્વાર્થસૂત્ર, ૧.૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org