________________
૧૯૨
જૈન ધર્મ-દર્શન
પ્રાપ્તિ માટે નિરર્થક જ હોય છે. આવું હોવા છતાં પણ સર્વજ્ઞને રૂપી અને અરૂપી બન્ને પ્રકારના સઘળા પદાર્થોનું સાક્ષાત્ જ્ઞાન થાય છે.
સર્વજ્ઞતાનો વિચાર કરતી વખતે આપણી સમક્ષ બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ખડા થાય છે - (૧) શું બધા પદાર્થો અર્થાત્ બધાં દ્રવ્યો અને તેમના બધા પર્યાયોનું જ્ઞાન સંભવે છે ? (૨) શું રૂપી પદાર્થોનું જ્ઞાન સીધું આત્મા દ્વારા થઈ શકે ?
-
જ્યાં સુધી બધાં દ્રવ્યોના જ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો માની શકાય કે લોકમાં રહેલાં બધાં તત્ત્વોને અર્થાત્ દ્રવ્યોને સર્વજ્ઞ જાણી શકે છે કેમ કે લોક સીમિત છે એટલે તેમાં રહેલાં તત્ત્વો પણ ક્ષેત્રની દૃષ્ટિએ સીમિત જ છે. જો સર્વજ્ઞના જ્ઞાનમાં સામાન્યપણે સંપૂર્ણ લોક પ્રતિભાસિત થતો હોય તો એ સ્વતઃ જ સિદ્ધ થઈ જાય છે કે લોકમાં રહેલાં સમસ્ત તત્ત્વો તેના જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે જ કેમ કે તે તત્ત્વોના સંગઠન યા સમુચ્ચયનું નામ જ લોક છે. લોકની બહાર અર્થાત્ અલોકમાં આકાશ સિવાય અન્ય કોઈ તત્ત્વ નથી (આવી જૈન માન્યતા છે). આ અલોકાકાશ અસીમ છે અર્થાત્ અનન્ત છે. અસીમ વસ્તુ કોઈના જ્ઞાનમાં કેવી રીતે અને કેટલી પ્રતિભાસિત થશે, એ સમજવું કઠિન છે. જો તે અપૂર્ણ પ્રતિભાસિત થાય તો જ્ઞાનમાં પણ અપૂર્ણતા આવી જાય. જો તે સંપૂર્ણ પ્રતિભાસિત થાય તો તેની અનન્તતા લુપ્ત થઈ જાય અર્થાત્ તે સીમિત બની જાય કેમ કે જ્ઞાનમાં તેનું એક સામાન્ય રૂપ નિશ્ચિત થઈ જશે જેનાથી અધિક તે ન હોઈ શકે અર્થાત્ પૂરેપૂરી જ્ઞાત થઈ જશે જેનાથી આગળ તેનું અસ્તિત્વ જ નહિ રહે. આવી સ્થિતિમાં તે સીમિત જ બની જાય, અસીમ (અનન્ત) કેવી રીતે રહી શકે ? જે વસ્તુ અનન્ત હોય તેનો અન્તિમ છેડો તો જાણી શકાય જ નહિ, અન્યથા તેની અનન્તતાનો કોઈ અર્થ જ ન રહે. એ તો બની શકે જ નહિ કે કોઈ વસ્તુ (અસ્તિત્વની દૃષ્ટિએ) અનન્ત પણ હોય અને તેનો અન્તિમ છેડો પણ જ્ઞાત થઈ શકે અર્થાત્ તે સંપૂર્ણપણે કોઈના જ્ઞાનમાં પ્રતિભાસિત પણ થઈ શકે. આવી સ્થિતિમાં સર્વજ્ઞના જ્ઞાનમાં સંપૂર્ણ અલોકાકાશનું પ્રતિભાસિત થવું તર્કસંગત લાગતું નથી અથવા અલોકાકાશની અનન્તતાની સમાપ્તિની આપત્તિ ઊભી થશે. તો પછી એ કેવી રીતે કહી શકાય કે સર્વજ્ઞ બધાં દ્રવ્યોનું સાક્ષાત્ જ્ઞાન કરે છે ? અલોકમાં રહેલા અનન્ત આકાશનું જ્ઞાન સર્વજ્ઞને ન હોય તો તેનું જ્ઞાન પૂર્ણ કેવી રીતે કહી શકાય ? હા, બધાં દ્રવ્યોના સ્વરૂપના જ્ઞાનની દૃષ્ટિએ તેનું જ્ઞાન સાક્ષાત્ અને પૂર્ણ ગણી શકાય.
પર્યાયો એટલે દ્રવ્યની વિશેષ અથવા વિવિધ અવસ્થાઓ. પર્યાયોનો કોઈ અન્ત નથી. અર્થાત્ પર્યાયો અનન્ત છે. કોઈ પણ દ્રવ્યના પર્યાયોને કાલની દૃષ્ટિએ ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય વર્તમાનકાલીન, ભૂતકાલીન અને
Jain Education International
wxxwww.damny
For Private & Personal Use Only
www.jainelibrary.org