________________
જ્ઞાનમીમાંસા
૧૯૩ ભવિષ્યત્કાલીન. જ્યાં સુધી વર્તમાનકાલીન પર્યાયોનો પ્રશ્ન છે ત્યાં સુધી તો તેઓ કાલની દષ્ટિએ સીમિત છે, તેથી તેમનો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રતિભાસ સંભવે છે. ભૂતકાળ અને ભવિષ્યકાલ અસીમિત છે અર્થાત્ ભૂતકાલ અનાદિ છે અને ભવિષ્યકાલ અનન્ત છે. આવી સ્થિતિમાં આદિરહિત ભૂતકાલીન અને અત્તરહિત ભવિષ્યકાલીન સમસ્ત પર્યાયોનું જ્ઞાન કેવી રીતે સંભવે ? જો આ જાતનું જ્ઞાન સંભવે છે એવું માનવામાં આવે તો અનાદિનો આદિ અને અનન્તનો અન્ત માનવો પડે કેમ કે આદિ અને અન્ન સુધી પહોંચ્યા વિના સમસ્ત પૂર્ણ નહિ બની શકે. તેથી સર્વજ્ઞા દ્રવ્યોના બધા પર્યાયો જાણવા કેવી રીતે સમર્થ બની શકે, એ સમજવું મુશ્કેલ છે. એટલું જ નહિ પણ ભૂતકાલીન પર્યાય જે નાશ પામી ગયા છે અને ભવિષ્યત્કાલીન પર્યાય જે ઉત્પન્ન જ થયા નથી તે બધાનો પ્રતિભાસ સર્વજ્ઞના જ્ઞાનમાં કેવી રીતે થઈ શકશે? આપણી અસર્વજ્ઞોની જેમ સર્વજ્ઞમાં સ્મૃતિ, કલ્પના, અનુમાન આદિ હોતાં નથી અર્થાત તેમનું બધું જ જ્ઞાન ઇન્દ્રિયો અને મન ઉપર આધાર ન રાખતાં સીધું આત્મા સાથે સમ્બદ્ધ છે તથા પ્રત્યક્ષ અને સાક્ષાત્ જ હોય છે. તેવી સ્થિતિમાં અવિદ્યમાન પર્યાય સર્વજ્ઞના જ્ઞાનમાં કેવી રીતે પ્રત્યક્ષ થઈ શકશે, સર્વજ્ઞ તેમનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકશે?
જે પર્યાયો અથવા પદાર્થોનું સર્વજ્ઞને પ્રત્યક્ષ અર્થાત્ સાક્ષાત્કાર થાય છે તેમની લંબાઈ, પહોળાઈ, વજન આદિનું પણ શું તે સીધું આત્માથી જ્ઞાન કરી શકે છે ? બીજા શબ્દોમાં, શું સર્વજ્ઞ કોઈ પણ સાધનોની સહાયતા વિના કેવલ આત્મજ્ઞાનથી વિશ્વના સમસ્ત પદાર્થોના, જે પદાર્થોમાં પર્વત, સમુદ્ર, સૂર્ય, ચન્દ્ર આદિ સમાવિષ્ટ છે, તોલ-માપ જાણી શકે છે, દર્શાવી શકે છે? પદાર્થોની લંબાઈ-પહોળાઈ આદિનું તોલ-માપ વિના હીનાધિકરૂપે અર્થાત અનુમાનતઃ તો ઘણીવાર જ્ઞાન થતું આપણે જોયું છે પરંતુ બરાબર જ્ઞાન માટે તો બાહ્ય સાધનોની સહાયતા અપેક્ષિત રહે છે જ. ભૌતિક વસ્તુઓના તોલ-માપ કેવળ આધ્યાત્મિક એકાગ્રતાથી બરાબર કેવી રીતે જાણી શકાય, એને સમજવું-સમજાવવું અસર્વજ્ઞને માટે શક્ય નથી. હા, સામાન્યપણે કોઈ વસ્તુના તોલ-માપને અનુમાનતઃ અંદાજ લગાવી જાણી શકાય અને તે ક્યારેક ક્યારેક પૂરેપુરું સાચું પણ નીકળી શકે પરંતુ આ જાતનું જ્ઞાન અસંદિગ્ધપણે સાચું જ હશે, એ નિશ્ચિત નથી હોતું. એ તો શક્ય છે કે કોઈ પદાર્થ યા ક્ષેત્ર સામાન્ય જનને એટલું સ્પષ્ટ અને પ્રત્યક્ષ ન હોય જેટલું સર્વજ્ઞને હોઈ શકે પરંતુ તેના બરાબર તોલ-માપને તત્સંબંધી સાધનોની સહાયતા વિના અસંદિગ્ધપણે જાણવા એ તો શક્ય લાગતું નથી. સર્વશે કહેલાં ભૂગોળ-ખગોળ સંબંધી વચનોની અપ્રામાણિકતા ઉપરથી પણ આ જ નિષ્કર્ષ નીકળે છે. એટલું જ નહિ પણ તથાકથિત સર્વજ્ઞોને સુદૂર પર્વતો, સમુદ્રો,
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org