________________
૧૯૪
જૈન ધર્મ-દર્શન ચન્દ્ર, સૂર્ય આદિની સ્થિતિનું વિશેષ પ્રત્યક્ષ હતું કે નહિ, એ પણ સદિગ્ધ છે.
રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દનું જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ છે અર્થાત્ અમુક ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થાય છે, અમુકથી રસનું, અમુકથી ગન્ધનું ઇત્યાદિ. જગતમાં એવું કોઈ પણ પ્રાણી દેખાતું નથી જેને ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અભાવમાં રૂપ આદિ વિષયોનું જ્ઞાન થતું હોય. મનની પ્રવૃત્તિ પણ ઇન્દ્રિયગૃહીત પદાર્થોમાં જ થતી દેખાય છે. જન્માન્ય વ્યક્તિનું મન ગમે તેટલું બળવાન કેમ ન હોય, તેનું જ્ઞાન કેટલુંય વિશાળ અને મહાન કેમ ન હોય, પરંતુ તે રૂપ-રંગની કલ્પના કોઈ પણ રીતે કરી શકતું નથી. શું સર્વજ્ઞ ઇન્દ્રિયોની ઉપસ્થિતિમાં પણ ઇન્દ્રિયસાપેક્ષ રૂપ, રસ આદિનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ન કરતાં સીધું આત્મા દ્વારા કરે છે? જો હા, તો કેવી રીતે ? તે જગતના બધા રૂપી પદાર્થોનાં રૂપો, રસો, ગન્ધો અને સ્પર્શોનું યુગપતું સાક્ષાત્ જ્ઞાન કરે છે કે ક્રમથી? ક્રમશઃ થનારું જ્ઞાન તો અસર્વજ્ઞતા અને અપૂર્ણતાનું ઘાતક છે, તેથી એવું જ્ઞાન સર્વજ્ઞને થઈ શકે નહિ. યુગપત્ બધાં રૂપો, રસો, ગન્ધો, સ્પર્શોનાં જ્ઞાનો હોતાં તેમની વચ્ચે પારસ્પરિક ભેદરેખા ખેંચવી કેવી રીતે સંભવશે ? કયા આધારે રૂપને રસથી, રસને ગન્ધથી, ગન્ધને સ્પર્શથી અને અન્ય પ્રકારે તેમને એકબીજાથી પૃથફ કરી શકાય? કેવળ આત્મામાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શનું અલગ અલગ જ્ઞાન કરવાની ક્ષમતા નથી કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયોના અભાવમાં રૂપ આદિની કલ્પના પણ થઈ શકતી નથી. આત્મામાં એવા કોઈ વિભાગો નથી જે ઇન્દ્રિયોના વિષયોનું તે રીતે ભિન્ન ભિન્ન ગુણોના રૂપે જ્ઞાન કરી શકે. રૂપી પદાર્થોના આપણા જ્ઞાનથી (ઇન્દ્રિયજ્ઞાનથી) સર્વથા ભિન્ન પ્રકારનું કોઈ વિશિષ્ટ જ્ઞાન સર્વજ્ઞને થતું હોય જેમાં રૂપ આદિની ભિન્ન ભિન્ન ગુણો રૂપે પ્રતીતિ ન હોતાં તેમનો એક સમન્વિત પ્રતિભાસ થતો હોય તો પણ સમસ્યા ઉકલતી નથી કેમ કે આ પ્રકારના જ્ઞાનમાં રૂપ આદિની સ્પષ્ટતા નહિ હોય. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શની સ્પષ્ટતાના અભાવમાં સર્વજ્ઞ એ કેવી રીતે કહી શકશે કે પ્રત્યેક રૂપી પદાર્થમાં રૂપ આદિ ચાર ગુણો રહે છે અર્થાત પુદ્ગલ (રૂપી દ્રવ્ય) સ્પર્શ-રસ-ગબ્ધ-વર્ણયુક્ત છે? સર્વજ્ઞમાં સમસ્ત રૂપી પદાર્થો અને તેમના સમસ્ત ગુણોનું સાક્ષાત (અર્થાતુ અનુભવરૂપ) જ્ઞાન માનતાં ભયંકર દોષ આવે છે. જગતમાં જેટલાં પણ રસ-ગન્ધ-સ્પર્શ-શબ્દ-વર્ણ હશે તે બધાંનો સર્વજ્ઞને સાક્ષાત્ અનુભવ થશે. તે સમયે સર્વજ્ઞની સ્થિતિ કેવી થશે, એનું અનુમાન જ કરી શકાય છે. આપણે એ નથી કહી શકતા કે તે જેને ઇચ્છશે તેનું જ્ઞાન કે અનુભવ તે કરશે અને બીજાને છોડી દેશે. તેણે તો બધાંનો અનુભવ કરવો જ પડશે કારણ કે તે તો સર્વજ્ઞ છે, તેની આવી ઇચ્છા ઘટે જ નહિ. જ્યારે સમસ્ત પદાર્થ યથાર્થ છે, તેમના બધા ગુણો યથાર્થ છે, સર્વજ્ઞનો આત્મા સમસ્ત આવક કર્મોથી મુક્ત છે તો કોઈ કારણ નથી કે તે અમુક સમયે અમુક પદાર્થ અથવા ગુણનું જ્ઞાન (જ અનુભવરૂપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org