________________
જ્ઞાનમીમાંસા
૧૯૫ છે) તો કરે અને અમુકનું ન કરે. વસ્તુતઃ તેને સમસ્ત વસ્તુઓનો સદૈવ સાક્ષાત અનુભવ થવો જોઈએ કેમ કે તેના માટે સમીપ-દૂર, પ્રાપ્ત-અપ્રાપ્ત, સામર્થ્ય-અસામર્થ્ય, ઇચ્છાઅનિચ્છા આદિનું કોઈ વ્યવધાન નથી. જો એવું છે તો સર્વજ્ઞની પ્રાપ્યકારી ઇન્દ્રિયો અને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો સરખી જ બની જશે. અને તો પછી તેના શરીરને અગ્નિનો સ્પર્શ થાય કે ન થાય, કોઈ ફેર નહિ પડે; તેની જીભ પર વિષ મૂકો કે ન મૂકો, કોઈ વિશેષતા ઉત્પન્ન નહિ થાય; ભયંકર દુર્ગન્ધ તેમના નાક પાસે હોય કે માઈલો દૂર, કોઈ ભેદ નહિ ૮ણાય; નગારું તેના કાન પાસે વગાડવામાં આવે કે દૂર, તેને તેટલું જ સંભળાશે. બીજા શબ્દોમાં, તેની બધી ઇન્દ્રિયો એક રીતે સંજ્ઞાવિહીન બની જશે. એવી સ્થિતિમાં તેને સુખ-દુઃખનો અનુભવ (ર્જન કર્મસિદ્ધાન્ત સર્વજ્ઞમાં વેદનીય કર્મનું અસ્તિત્વ માને છે) કેવી રીતે થશે, તે સમજાતું નથી.'
સર્વજ્ઞનો અર્થ જો તત્ત્વજ્ઞ માનવામાં આવે તો અનેક અસંગતિઓ દૂર થઈ શકે છે. તત્ત્વજ્ઞ અર્થાત્ વિશ્વના મૂળભૂત તત્ત્વને સાક્ષાત્ જાણનારો – પ્રત્યક્ષ અનુભવ કરનારો. જે તત્ત્વને સાક્ષાત્ જાણી લે છે તે બધું જાણી લે છે. તત્ત્વજ્ઞાન થઈ ગયા પછી બીજું કંઈ જાણવા જેવું બાકી રહેતું જ નથી. જેને સમ્યક તત્ત્વજ્ઞાન થઈ જાય છે અને તે પણ પ્રત્યક્ષતઃ તેનો આચાર સ્વતઃ સમ્યફ થઈ જાય છે. નૈૠયિક સમ્ય જ્ઞાનાચારસમ્પન્ન વ્યક્તિ જ તત્ત્વજ્ઞ છે અને તેને જ એક રીતે સર્વજ્ઞ ગણી શકાય. આ જાતનો મહામાનવ કીડા-મંકોડા અને કાંકરા-પથ્થરોની સંખ્યા જાણે કે ન જાણે, તેની મહત્તામાં કોઈ ફેર પડતો નથી. દર્શન અને જ્ઞાન
આત્માનું સ્વરૂપ જણાવતી વખતે અમે કહી ગયા છીએ કે ઉપયોગ જીવનું લક્ષણ છે. તે ઉપયોગ બે પ્રકારનો હોય છે – અનાકાર અને સાકાર. અનાકાર ઉપયોગને દર્શન કહે છે અને સાકાર ઉપયોગને જ્ઞાન. અનાકારનો અર્થ છે નિર્વિકલ્પક અને સાકારનો અર્થ છે સવિકલ્પક. જે ઉપયોગ સામાન્યનું ગ્રહણ કરે છે તે નિર્વિકલ્પક છે અને જે વિશેષનું ગ્રહણ કરે છે તે સવિકલ્પક છે. સત્તા સામાન્યની સર્વોત્કૃષ્ટ ભૂમિકા છે. સત્તામાં ભેદ થતાં જ વિશેષો શરૂ થઈ જાય છે.
૧. તર્ક દ્વારા સર્વજ્ઞત્વ સિદ્ધ કરવું કઠિન છે. (જુઓ “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન)
મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના', પૃ. ૪૫-૪૮). આ કારણે એમ કહેવું પડે કે સર્વજ્ઞત્વ એ તર્કવાદનો અર્થાત્ હેતુવાદનો વિષય નથી. ભવ્યત્વ-અભવ્યત્વની જેમ
જ તે પણ શ્રદ્ધાનો અર્થાત્ અહેતુવાદનો વિષય છે – અનુવાદક ૨. તત્ત્વાર્થભાષ્ય, ૨.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org