________________
જૈન ધર્મ-દર્શન
જૈન દર્શનમાં દર્શન અને જ્ઞાનની માન્યતા બહુ પ્રાચીન છે. કર્મોના આઠ ભેદોમાં પહેલા બે ભેદ જ્ઞાન અને દર્શન સંબંધી છે. કર્મવિષયક માન્યતા જેટલી પ્રાચીન છે, જ્ઞાન અને દર્શનની માન્યતા પણ તેટલી જ પ્રાચીન છે. જ્ઞાનને ઢાંકી દેનારા કર્મનું નામ જ્ઞાનાવરણ કર્મ છે. દર્શનશક્તિના ઉપર આવરણ કરનાર કર્મને દર્શનાવરણ કર્મ કહે છે. આ બન્ને પ્રકારનાં આવરણોના ક્ષયોપશમથી જ્ઞાન અને દર્શનનો આવિર્ભાવ થાય છે. આગમોમાં જ્ઞાનના માટે ‘નારૂ' (જ્ઞાનાતિ) અર્થાત્ ‘જાણે છે’ અને દર્શનના માટે ‘પાસફ્’ (પતિ) અર્થાત્ ‘દેખે છે’ નો પ્રયોગ થયો છે.
૧૯૬
સાકાર અને અનાકારના સ્થાને એક માન્યતા એ પણ જોવા મળે છે કે બહિર્મુખ ઉપયોગ જ્ઞાન છે અને અન્તર્મુખ ઉપયોગ દર્શન છે. આચાર્ય વીરસેન લખે છે કે સામાન્યવિશેષાત્મક બાહ્યાર્થનું ગ્રહણ જ્ઞાન છે અને તદાત્મક આત્માનું ગ્રહણ દર્શન છે.' તત્ત્વ યા વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. આત્મા હોય કે આત્મત૨ પદાર્થ હોય
· બધા આ લક્ષણથી યુક્ત છે. દર્શન અને જ્ઞાનનો ભેદ આ જ છે કે દર્શન સામાન્યવિશેષાત્મક આત્માનો ઉપયોગ છે — સ્વરૂપદર્શન છે, જ્યારે જ્ઞાન આત્મા સિવાયના પ્રમેયોનું ગ્રહણ કરે છે. આ સિવાય બીજું કોઈ અન્તર દર્શન અને જ્ઞાનમાં નથી. જે લોકો માને છે કે સામાન્યનું ગ્રહણ દર્શન છે અને વિશેષનું ગ્રહણ જ્ઞાન છે તેઓ આ મત અનુસાર દર્શન અને જ્ઞાનનું ખરું સ્વરૂપ જાણતા જ નથી. સામાન્ય અને વિશેષ બન્ને મળીને વસ્તુનો સ્વભાવ છે. તેથી એક ન હોય તો બીજાનો પણ અભાવ હોય. એકના વિના બીજાનું હોવું અશક્ય છે. દર્શન અને જ્ઞાન બન્નેનું ગ્રહણ કરે છે. કેવળ સામાન્યનું કે કેવળ વિશેષનું ગ્રહણ થઈ શકતું જ નથી. સામાન્યરહિત વિશેષનું ગ્રહણ કરનાર જ્ઞાન અપ્રમાણ છે. તેવી જ રીતે વિશેષરહિત સામાન્યનું ગ્રહણ કરનાર દર્શન મિથ્યા છે. આ મતનું સમર્થન કરતાં બ્રહ્મદેવ કહે છે કે જ્ઞાન અને દર્શનનો બે દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. એક તર્કદષ્ટિ છે અને બીજી સિદ્ધાન્તદૃષ્ટિ છે. દર્શનને સામાન્યગ્રાહી (સત્તાગ્રાહી) માનવું તર્કદષ્ટિએ ઠીક છે. સિદ્ધાન્તદૃષ્ટિએ અર્થાત્ આગમદૃષ્ટિએ આત્માનો (આત્મવિષયક) સાચો ઉપયોગ દર્શન છે અને બાહ્ય અર્થનું ગ્રહણ જ્ઞાન છે. વ્યવહા૨દૃષ્ટિએ જ્ઞાન અને દર્શનનો ભેદ છે. નિશ્ચયદૃષ્ટિએ જ્ઞાન १. सामान्यविशेषात्मकबाह्यार्थग्रहणं ज्ञानम्, तदात्मकस्वरूपग्रहणं दर्शनमिति सिद्धम् । ખંડાગમ ઉપર ધવલાટીકા, ૧.૧.૪
૨.
ખંડાગમ ઉપર ધવલાટીકા, ૧.૧.૪.
3. ं एवं तर्काभिप्रायेण सत्तावलोकनं दर्शनं व्याख्यातम् । अत ऊर्ध्वं सिद्धान्ताभिप्रायेण कथ्यते । तथाहि उत्तरज्ञानोत्पत्तिनिमित्तं यत् प्रयत्नं तद्रूपं यत् स्वस्यात्मनः परिच्छेदनमवलोकनं तद् दर्शनं भण्यते । तदनन्तरं यद् बहिर्विषये विकल्परूपेण પવાર્થપ્રદળ તન્ જ્ઞાનમ્ વૃત્તિ વાતિમ્ । દ્રવ્યસંગ્રહવૃત્તિ, ગાથા ૪૪.
. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org