________________
જ્ઞાનમીમાંસા
૧૯૭
૧
અને દર્શન અભિન્ન છે. આત્મા જ્ઞાન અને દર્શન બન્નેનો આશ્રય છે. આત્માની દષ્ટિએ બન્નેમાં કોઈ ભેદ નથી. જ્ઞાન અને દર્શનનો વિશેષ અને સામાન્યના આધારે જે ભેદ કરાયો છે તેનું સ્પષ્ટીકરણ બીજી રીતે પણ કરવામાં આવેલ છે. અન્ય દર્શનોમાં માનનારાઓને સમજાવવા માટે સામાન્ય અને વિશેષનો પ્રયોગ છે. પરંતુ જે જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત છે તેમને માટે તો શાસ્ત્રીય વ્યાખ્યા જ ગ્રાહ્ય છે. શાસ્ત્રીય પરંપરા અનુસાર આત્મા અને આત્મતર અર્થાત્ બાહ્યાર્થનો ભેદ જ વાસ્તવિક છે.
આત્મા અને તદિતરના ભેદે દર્શન અને જ્ઞાનનો ભેદ માનનારા આચાર્યોની સંખ્યા અધિક નથી. દર્શનના (તત્ત્વજ્ઞાનના) ક્ષેત્રમાં આગળ વધનાર આચાર્યોમાંથી ઘણા આચાર્યોએ સાકાર અને અનાકારના ભેદને જ સ્વીકાર્યો છે. વીરસેનની એ દલીલ બરાબર છે કે તત્ત્વ સામાન્યવિશેષાત્મક છે.કોઈ પણ જૈન દર્શનના આચાર્ય આ સિદ્ધાન્તનો અસ્વીકાર નથી કરતા. દર્શનને સામાન્યગ્રાહી માનવાનો અર્થ કેવળ એટલો જ છે કે તે ઉપયોગમાં સામાન્ય ધર્મ ઝળકે છે જ્યારે જ્ઞાનોપયોગમાં વિશેષ ધર્મ તરફ વ્યાપાર હોય છે. આનો અર્થ એ નથી કે સામાન્યનો તિરસ્કાર કરીને વિશેષનું પ્રશ્નણ કરવામાં આવે છે અથવા વિશેષને એક બાજુ ધકેલીને ફેંકીને સામાન્યનું સમ્માન કરવામાં આવે છે. વસ્તુમાં બન્ને ધર્મો હોવા છતાં પણ ઉપયોગ કોઈ એક ધર્મને મુખ્યપણે ગ્રહણ કરી શકે છે. જો એવું ન હોત તો આપણે સામાન્ય અને વિશેષનો ભેદ જ કરી શકત નહિ. ઉપયોગમાં ધર્મોનો ભેદ થઈ શકે છે, વસ્તુમાં નથી થઈ શકતો. ઉપયોગમાં સામાન્ય અને વિશેષનો ભેદ કોઈ પણ રીતે વ્યભિચારી નથી અર્થાત્ બાધિત થતો નથી.
જ્ઞાન અને દર્શનમાં શું ભેદ છે એનું વિવેચન પૂરું થયું. હવે એ જોઈશું કે કાલની દૃષ્ટિએ બન્નેનો શો સંબંધ છે. જ્યાં સુધી છદ્મસ્થ અર્થાત્ સાધારણ જનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બધા આચાર્યનો એકમત છે કે દર્શન અને જ્ઞાન યુગપત્ થતાં નથી પરંતુ ક્રમશઃ થાય છે. હા, કેવલીની બાબતમાં આચાર્યોમાં મતભેદ છે. કેવલીમાં દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આ પ્રશ્ન અંગે ત્રણ મત છે. એક મત અનુસાર દર્શન અને જ્ઞાન ક્રમશઃ ઉત્પન્ન થાય છે. બીજી માન્યતા અનુસાર દર્શન અને જ્ઞાન યુગપત્ ઉત્પન્ન થાય છે. ત્રીજા મત પ્રમાણે જ્ઞાન અને દર્શનનો અભેદ છે - તે બન્ને એક જ છે.
૧. એજન, ગાથા ૪૪.
૨.
એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org