________________
૭૪
જૈન ધર્મ-દર્શન
પણ અત્યધિક ભાર આપ્યો છે. બીજા શબ્દોમાં, અનેકાન્તવાદ જૈનદર્શનનો પ્રાણ છે. જૈન પરંપરાનો પ્રત્યેક આચાર અને વિચાર અનેકાન્તદષ્ટિથી પ્રભાવિત છે. જૈન વિચારધારાનું કોઈ એવું ક્ષેત્ર નથી જેના ઉપર અનેકાન્તદૃષ્ટિની છાપ ન હોય. જૈન દાર્શનિકોએ આ વિષય પર એક નહિ પણ અનેક ગ્રન્થો લખ્યા છે. અનેકાન્તદૃષ્ટિના આધાર પર જ નયવાદનો વિકાસ થયો છે. સ્યાદ્વાદ અને નયવાદ જૈન પરંપરાની અમૂલ્ય સંપત્તિ છે. જૈન દાર્શનિક સાહિત્યની મુખ્ય આધારભૂત અનેકાન્તદૃષ્ટિની ભૂમિમાં ઉત્પન્ન થઈને આગળ વધનાર સ્યાદ્વાદ અને નયવાદ છે. આગમિક સાહિત્યથી શરૂ કરીને આજ સુધીનું સાહિત્ય સ્યાદ્વાદ અને નયવાદના મૌલિક સિદ્ધાન્તોથી ભરેલું છે. જૈન વિદ્વાનોનો આ દષ્ટિકોણ વિશ્વની દાર્શનિક પરંપરામાં અદ્વિતીય છે.
જૈન દૃષ્ટિએ લોક
વિશ્વનાં બધાં દર્શનો કોઈ ને કોઈ રીતે લોકનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરે છે. દાર્શનિક ખોજની પાછળ પ્રાયઃ એક જ હેતુ હોય છે અને તે હેતુ છે સંપૂર્ણ લોક. કોઈ પણ દાર્શનિક ધારા કેમ ન હોય, તે વિશ્વનું સ્વરૂપ સમજવા માટે જ નિરંતર આગળ વધતી રહે છે. એ બરાબર છે કે કોઈ ધારા કોઈ એક પાસા પર અધિક ભાર આપે છે અને કોઈ બીજી ધારા બીજા પાસા પર. પાસાંઓનો ભેદ રહેતો હોવા છતાં બધી ધારાઓનો વિષય તો લોક જ હોય છે. બધાં પાસાંઓ લોક અન્તર્ગત જ હોય છે. બીજા શબ્દોમાં, વિભિન્ન પાસાં અને સમસ્યાઓ લોકની જ સમસ્યાઓ હોય છે. જેને આપણે લોકો લોકોત્તર સમજીએ છીએ તે પણ હકીકતમાં લોક જ છે. લોકને સમજવાના દૃષ્ટિકોણ જેટલા વિભિન્ન હોય છે એટલી જ વિભિન્ન દાર્શનિક વિચારધારાઓ જગતમાં ઉત્પન્ન થતી રહે છે.
જૈનદર્શનમાં લોકનું સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવ્યું છે : ગૌતમ ~~~ ભગવન્ લોક શું છે ?
w
મહાવીર ~ ગૌતમ ! લોક પંચાસ્તિકાયરૂપ છે. પંચાસ્તિકાય આ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય.
૧
ભગવતીસૂત્રગત ઉપરનો સંવાદ એ દેખાડેછે કે પાંચ અસ્તિકાયો જલોક છે. અહીં એક પ્રશ્ન થાય છે કે મહાવીરે લોકના સ્વરૂપમાં કાળની ગણના કેમ ન કરી? જૈનદર્શનના અન્ય કેટલાય ગ્રન્થમાં કાળનું સ્વતન્ત્ર અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં મહાવીરે લોકના સ્વરૂપને દર્શાવતી વખતે કાળને પૃથક્ કેમ ન ગણાવ્યો ?
૧. ભગવતીસૂત્ર, ૧૩.૪.૪૮૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org