________________
તત્ત્વવિચાર
છે, પરંતુ આ પરિવર્તન પણ કર્મવાદનું જ અંગ છે. જૈન પરંપરા નિયતિવાદમાં વિશ્વાસ ન કરતાં ઇચ્છાસ્વાતન્ત્યને મહત્ત્વ આપે છે પરંતુ એક સીમા સુધી. પ્રાણીની રાગદ્વેષાત્મક ભાવનાઓને જૈનદર્શનમાં ભાવકર્મ કહેવામાં આવેલ છે. ઉક્ત ભાવકર્મ દ્વારા આકર્ષાયેલા સૂક્ષ્મ ભૌતિક પરમાણુ દ્રવ્યકર્મ છે. આમ જૈનદર્શનનો કર્મવાદ ચૈતન્ય અને જડના સમ્મિશ્રણ દ્વારા અનાદિકાલીન પરંપરાથી વિધિવત્ આગળ ને આગળ ચાલતી એક જાતની દ્વન્દ્વાત્મક આંતરિક ક્રિયા છે. આ ક્રિયાના આધારે જ પુનર્જન્મનો વિચાર કરવામાં આવે છે. આ ક્રિયાની સમાપ્તિ જ મોક્ષ છે. જૈનદર્શનપ્રતિપાદિત ચૌદ ગુણસ્થાનો આ ક્રિયાનો ક્રમિક વિકાસ છે જે છેવટે આત્માના અસલ રૂપમાં પરિણત થઈ જાય છે. આત્માનું સ્વસ્વરૂપમાં અવસ્થાન એ જ જૈનદર્શનનું પરમાત્મપદ છે, પરમેશ્વરપદ છે. પ્રત્યેક આત્માની અંદર આ પદ પ્રતિષ્ઠિત છે. આવશ્યકતા છે તેને ઓળખવાની. ‘ને અપ્પા સે પરમપ્પા’ અર્થાત્ ‘જે આત્મા છે તે જ પરમાત્મા છે’— જૈન પરંપરાની આ ઘોષણા સામ્યદૃષ્ટિનું અન્તિમ સ્વરૂપ છે, સમભાવનો અન્તિમ વિકાસ છે, સમાનતાનો અન્તિમ દાવો છે.
વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના પર જે ભાર આપવામાં આવ્યો છે તેમાંથી અનેકાન્તદૃષ્ટિનો જન્મ થયો છે. અનેકાન્તદૃષ્ટિ તત્ત્વને ચારે તરફથી દેખે છે. તત્ત્વનો સ્વભાવ જ એવો છે કે તે અનેક રીતે જાણી શકાય છે. વસ્તુને અનેક ધર્મો હોય છે. કોઈ વખત કોઈની દૃષ્ટિ કોઈ એક ધર્મ ઉપર ભાર આપે છે, કોઈ વખત કોઈ બીજાની દૃષ્ટિ કોઈ બીજા ધર્મ ઉપર ભાર આપે છે. તત્ત્વની દૃષ્ટિએ તે વસ્તુમાં બધા ધર્મો છે. તેથી વસ્તુને અનેકધર્માત્મક કહેવામાં આવી છે. અપેક્ષાભેદે દૃષ્ટિભેદનું પ્રતિપાદન કરવું અને તે દૃષ્ટિભેદને વસ્તુધર્મનો એક અંશ સમજવો એ જ અનેકાન્તવાદ છે. અપેક્ષાભેદને નજરમાં રાખીને અનેકધર્માત્મક તત્ત્વનું પ્રતિપાદન ‘સ્યાદ્’ શબ્દ દ્વારા થઈ શકે છે, તેથી અનેકાન્તવાદનું નામ સ્યાદ્વાદ પણ છે. સ્યાદ્વાદનો આ સિદ્ધાન્ત જૈનદર્શન ઉપરાંત અન્ય દર્શનોમાં પણ મળે છે. મીમાંસા, સાંખ્ય અને ન્યાયદર્શનમાં જ્યાં ત્યાં અનેકાન્તવાદ છૂટોછવાયો વીખરાયેલો મળે છે. બુદ્ધનો વિભયવાદ સ્યાદ્વાદનું જ નિષેધાત્મક રૂપાન્તર છે. આટલું હોવા છતાં કોઈ દર્શને સ્યાદ્વાદને સિદ્ધાન્તરૂપે સ્વીકાર્યો નથી. પોતાના પક્ષની સિદ્ધિને માટે તે તે દર્શનને જ્યાં ત્યાં સ્યાદ્વાદનો આશરો અવશ્ય લેવો પડ્યો છે, પરંતુ તેમણે સમજીવિચારીને સિદ્ધાન્ત તરીકે તેને આપનાવ્યો હોય એ વાત નથી. જૈન પરંપરાએ જેમ અહિંસા ઉપર અધિક ભાર આપ્યો છે તેવી જ રીતે અનેકાન્તવાદ ઉપર
૧.
Predeterminism.
૨. Freedom of Will.
Jain Education International
૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org