________________
તત્ત્વવિચાર
૭પ ખુદ ભગવતીસૂત્રમાં જ અન્ય સ્થાને કાળની સ્વતંત્રરૂપે ગણના કરવામાં આવી છે.' તો પછી ઉપરના સંવાદમાં કાળને સ્વતંત્રરૂપે કેમ નથી ગણાવ્યો?
તે પ્રશ્નનું સમાધાન એ જ હોઈ શકે છે કે અહીં કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનીને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બન્ને અન્તર્ગત માની લીધો છે. જીવ અને અજીવ–ચેતન અને અચેતન બન્નેનું સ્વરૂપવર્ણન પરિવર્તન વિના અપૂર્ણ છે. પરિવર્તનનું બીજું નામ વર્તના પણ છે. વર્તના પ્રત્યેક દ્રવ્યનો આવશ્યક અને અનિવાર્ય ગુણ છે. વર્તનાના અભાવમાં દ્રવ્ય એકાન્તપણે નિત્ય બની જશે. એકાન્ત નિત્ય પદાર્થ અર્થક્રિયા કરી શકતો નથી. અર્થક્રિયાકારિત્વના અભાવમાં પદાર્થ અસત્ છે. આવી સ્થિતિમાં વર્તના - પરિણામ - ક્રિયા - પરિવર્તન દ્રવ્યનો આવશ્યક ધર્મ છે. પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિવર્તનશીલ છે, તેથી કાલને સ્વતન્ત્રદ્રવ્ય માનવાની કોઈ આવશ્યકતા નથી. બીજી વાત એ જણાય છે કે ભગવતીસૂત્રના ઉપર આપેલા સંવાદમાં અસ્તિકાયની દૃષ્ટિએ લોકનો વિચાર કરવામાં આવ્યો છે. જ્યાં કાળની સ્વતંત્ર સત્તા સ્વીકારવામાં આવી છે ત્યાં પણ તેને અસ્તિકાય નથી કહેવામાં આવ્યો. તેથી મહાવીરે પંચાસ્તિકાયમાં કાળની પૃથક ગણના કરી નથી. કાળવિષયક પ્રશ્નના આ બે સમાધાન હોઈ શકે છે.
જ્યાં કાળની પૃથફ ગણના કરવામાં આવી છે ત્યાં છ દ્રવ્યો ગણાવ્યા છે. આ દ્રવ્યોનું સ્વરૂપ સમજતાં પહેલાં આપણે તત્ત્વનો અર્થ સમજી લઈએ તો સારું રહેશે. તત્ત્વનો સામાન્ય અર્થ સમજી લીધા પછી તત્ત્વના ભેદરૂપ દ્રવ્યોનું સ્વરૂપ સમજવું સુગમ બનશે.
જૈનાચાર્યો સત્, તત્ત્વ, અર્થ, દ્રવ્ય, પદાર્થ, તત્ત્વાર્થ આદિ શબ્દો નો પ્રયોગ પ્રાયઃ એક જ અર્થમાં કરતા રહ્યા છે. જૈનદર્શનમાં તત્ત્વસામાન્ય માટે આ બધા શબ્દોનો પ્રયોગ થયો છે. અન્ય દર્શનોમાં આ શબ્દોનો એક જે અર્થમાં પ્રયોગ થયો હોય એવું મળતું નથી. વૈશેષિકસૂત્રમાં દ્રવ્ય આદિ છને પદાર્થ કહ્યા છે, પરંતુ અર્થસંજ્ઞા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોની જ રાખવામાં આવી છે. સત્તા સાથે સમવાયસંબંધ હોવાથી દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણને જ સત્ કહેવામાં આવ્યાં છે. ન્યાયસૂત્રમાં ગણાવવામાં આવેલાં પ્રમાણ વગેરે સોળ તત્ત્વોને માટે ભાષ્યકાર વાત્સ્યાયને સત્ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાંખ્ય પ્રકૃતિ અને પુરુષ આ બેને જ તત્ત્વ માને છે.
આ પૃષ્ઠભૂમિને સમજી લીધા પછી આપણે તત્ત્વના સ્વરૂપને સમજવો ભણી ૧. ભગવતીસૂત્ર, ૨૫.૨; ૨૫.૪. ૨. વૈશેષિકસૂત્ર, ૧.૧.૪. ૩. એજન, ૮.૨ ૩. ૪. એજન, ૧.૧.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org