________________
જૈન ધર્મ-દર્શન
આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે જૈનદર્શન તત્ત્વ અને સત્ને એકાર્થક માને છે. દ્રવ્ય અને સત્માં પણ કોઈ ભેદ નથી, આ વાત ઉમાસ્વાતિના ‘સત્ દ્રવ્યનક્ષળમ્’ એ સૂત્રથી સિદ્ધ થાય છે. સર્વાર્થસિદ્ધિ અને શ્લોકવાર્તિકમાં આ સૂત્ર સ્વતન્ત્ર ઉપલબ્ધ થાય છે પરંતુ રાજવાર્તિકમાં આ વાત ઉત્થાનિકામાં કહેવામાં આવી છે. તત્ત્વાર્થભાષ્યમાં ઉપર્યુક્ત સૂત્ર ભાવરૂપે લખાયું છે. જે હો તે, ઉમાસ્વાતિ સત્ અને દ્રવ્યને એકાર્થક માનતા હતા. દ્રવ્યનું શું લક્ષણ છે ? તેના ઉત્તરમાં ઉમાસ્વાતિએ કહ્યું કે દ્રવ્યનું લક્ષણ સત્ છે. જે સત્ છે તે જ દ્રવ્ય છે. જે દ્રવ્ય છે તે અવશ્ય સત્ છે. સત્ અને દ્રવ્યનો આ સંબંધ તાદાત્મ્ય સંબંધ છે. બીજા શબ્દોમાં, સત્ અને દ્રવ્ય એક છે. તત્ત્વને ગમે તો સત્ કહો, ગમે તો દ્રવ્ય કહો. સત્તા સામાન્યની દૃષ્ટિએ બધું સત્ છે. જે કંઈ છે તે સત્ અવશ્ય છે, કારણ કે જે સત્ નથી તે છે કેવી રીતે ? અથવા જે અસત્ છે તે પણ અસત્૫ે સત્ છે, અન્યથા તે અસત્ નહીં રહે કા૨ણ કે જો અસત્ સત્ ન હોઈને અસત્ હોય તો તે સત્ બની જશે. બીજા શબ્દોમાં, સત્ જ અસત્ હોઈ શકે છે, કારણ કે અસત્ સત્નો નિષેધ છે. સર્વથા અસત્ની કલ્પના થઈ જ શકતી નથી. જેની કલ્પના નથી થઈ શકતી તેનું અસપે જ્ઞાન કેવી રીતે થઈ શકે ? જેનું જ્ઞાન ન થઈ શકે તે સત્ છે કે અસત્ એ નિર્ણય પણ નથી થઈ શકતો. તેથી જે કંઈ છે તે સત્ છે. જે સત્ છે તે જ અન્યરૂપે અસત્ હોઈ શકે છે. આ દૃષ્ટિકોણને સામે રાખીને કહેવામાં આવ્યું છે કે બધું એક છે, કારણ કે બધું સત્ છે. આ વાતને દીર્ઘતમા ઋષિએ ‘ સદ્ વિપ્રા નદુધા વન્તિ’૩ – સત્ તો એક છે પરંતુ વિદ્વાનો તેનું અનેક રીતે વર્ણન કરે છે આ રીતે કહી છે. સ્થાનાંગસૂત્રમાં આ સિદ્ધાન્તને બીજી રીતે સમજાવવામાં આવેલ છે. અહીં ‘એક આત્મા’ અને ‘એક લોક’ની વાત કહેવામાં આવી છે. જૈનદર્શનની આ માન્યતા અદ્વૈત આદર્શવાદની અત્યંત સમીપ આવી જાય છે. અન્તર એટલું જ છે કે અદ્વૈતવાદ ભેદની પારમાર્થિક સત્તા સ્વીકારતો નથી, જ્યારે જૈનદર્શન ભેદને પણ તે જ રીતે યથાર્થ અને સત્ માને છે જે રીતે અભેદને યથાર્થ અને સત્ માને છે. હેગલ અને બ્રેડલેના આદર્શવાદ અને જૈનદર્શનની આ માન્યતામાં અધિક સમાનતા છે કેમ કે તેઓ ભેદને મિથ્યા નથી કહેતા. આધ્યાત્મિકતા અને ભૌતિકતાનો ભેદ ત્યાં પણ ભેદની દીવાલ ખડી કરી દે છે. તેમ છતાં જૈનદિષ્ટ અને હેગલ તથા બ્રેડલેની દૃષ્ટિમાં ઘણી
૨
-
૭૬
૧. તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯.
૨. સર્વમે સવિશેષાત્ । તત્ત્વાર્થભાષ્ય, ૧.૩૫.
૩. ઋગ્વેદ, ૧.૧૬૪.૪૬.
૪. સ્થાનાંગ, ૧.૧.૪.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org